________________
આકાશમાં ઉછાળ્યો.
પુણ્યશાળી કુમારના પુણે આકાશમાર્ગે જતી ત્રિલોચના દેવીએ કુમારને જોયો. ધારદાર તલવાર સાથે યોગી અને મૃતકમાં રહેલી દેવી તથા કુમાર એમ ત્રણને જોયાં. તે કુમારની સહારે આવી. પોતાના સુભટોને આદેશ કર્યો. આ ત્રણને હણી નાખો. કુમારને લઈ ત્રિલોચના દેવી રત્નગિરિના શિખર ઉપર પહોંચી ગઈ. ત્યાં ક્રિડામંદિરમાં રહેલા આસન ઉપર બેસાડી કહેવા લાગી..
હે કુમાર ! આ ક્રીડા કરવાને માટે સોનાનો મહેલ રચ્યો છે. જે સુંદર અને મનોહર છે. ત્રિલોચના નામે હું દેવી, મારા પરિવાર મારી સખીઓ સાથે હું અહીં રહું છું. તમારા રૂડા અને સોહામણા રૂપને જોઈ મને આપની ઉપર મોહ જાગ્યો છે. આજે હું તમને પામી સનાથ બની છું. આજે મારી સાથે પ્રેમની વાતો કરીને મને પ્રેમરસમાં નવડાવો. અહીં હું અને આપ બંને છો. મનની અને શરીરની શરમ છોડી દ્યો. મનમૂકીને મારી સાથે રમો. હું કામબાણથી અત્યંત હણાઈ છું. મને આપનું જ શરણ છે. પુરુષોમાં ઉત્તમ એવા આપ જેવા મારા સ્વામી, ધણી-માલિક મળ્યા પછી મારે શી ચિંતા? હું આજે તમને પામી. તે મારું અહોભાગ્ય સમજુ છું. અહીં રહેલો સઘળો મારો પરિવાર તે તમારો દાસ બનીને રહેશે.
હે કુમાર ! હે નરોત્તમ ! શું વિચારો છો? મનગમતા સુખભોગની સામગ્રી મળી છે તો તપ જપ આદિ કષ્ટ સહન કરીને કોણ મરે? અને જો મરે તો પણ વાંછિત ભોગ પામતો નથી.
હે પરદેશી ? મનુષ્યભવમાં દેવ સંબંધી સુખો મળ્યા છે. તેથી હું માનું છું આપ મહાભાગ્યશાળી છો. હું આપની સામે બે હાથ જોડી આપની સેવામાં નિશદિન રહીશ.
હે દયાળુ? મારી વાત સાંભળો. આ પ્રમાણે ચંદ્રશેખરના રાસની ત્રીજી ઢાળ કર્તા પુરુષે કહી તે તમે સૌ સાંભળો.
-: દુહા :
કુંવર મેં શકિત પર્વત
સુણી મન સ્થિર કરી. કહે સ્ત્રીને એમ, સશુરુ પાસે લીયો, પરવારીનો મ /૧
અગાધ છે સ્વતી, જો કરે કામ વિધાત. ડોલે વાયુથી,(તો) તરુવરની શી વાત ? //રા
શ્રી ચંદ્રશેખર રાજાનો
)
૨૧