________________
મંત્રી - રે ! તે માંગ્યા તો હવે તે જે રીતે આપે તે રીતે લ્યો. સ્વપ્ન અને પ્રતિબિંબ. સ્વપ્નની જેમ જ પ્રતિબિંબમાં પડેલા રત્નમણિને મેળવો. આ સાંભળી વેશ્યા નારાજ થઈ. દુઃખી થઈને ઘરે ગઈ. લોક પાસેથી વાત જાણવા મળી. શેઠની પાસે જે પોપટ છે તે પોપટની બુધ્ધિથી, તેના ઉપદેશથી શેઠ મને ઠગી છે.
એકદા સભામાં રાજાને રીઝવી, શેઠ પાસેથી પોપટની માંગણી કરી. મને શેઠનો પોપટ જોઈએ. રાજાએ શેઠ પાસેથી પોપટ વેશ્યાને અપાવ્યો. વેશ્યા પોપટને લઈ ઘરે આવીને ગુસ્સામાં તે પોપટને કહેવા લાગી - ૨ મૂર્ખ! તારા ઉપદેશથી મેં લાખ દ્રવ્ય ગુમાવ્યા. તેથી તેનું ફળ તને દેખાડું. તે હવે તું જો. પાંજરામાંથી બહાર કાઢ્યો. હાથમાં પકડીને કહે - વેશ્યાને તે ઠગાવી. ગુસ્સામાં બોલતી વેશ્યા હાથમાં રહેલા પોપટની બંને પાંખો છેદી નાખી. પછી પોતાની દાસીને કહે કે આ પાપી પંખીના માંસનું શાક બનાવ. મારે તે શાક ખાવું છે. એમ કહી પોપટને આપી. પોતે કામ અર્થે પાડોશમાં સખીના ઘરે ગઈ.
રસોડામાં પોપટ મૂકી દાસી કોઈ કામ થકી બહાર ગઈ. હવે રસોડામાં કોઈ નથી. તેથી ભયભીત પોપટ પોતાને બચવા માટે હરખાતો. પણ પાંખ વિના કયાં જાય? તેથી તે બીચાર પાંખ વિના પગથી કુદકા મારતો મહેલની પાછળ રસોડાની નાળમાં સંતાઈ ગયો. એકાંતે ખાળનાં કારમાં સ્થિર થઈને રહો.
બહારનું કામ પતાવી દાસી ઉતાવળી ઉતાવળી રસોડામાં આવી. ત્યાં પોપટ જોવા મળ્યો નહિ. રસોડામાં ચારેકોર જોઈ વળી પણ ન મળ્યો પોપટ. દાસી પણ શું કરે. હમણાં સ્વામીની વેશ્યા આવશે તો શું આપીશ? બીજુ માંસ કયાંકથી લઈ આવી. શાક બનાવી દીધું.
સખીના ઘરેથી વેશ્યા આવી. જમવા માટે રસોડામાં આવી. ભોજન કરતાં કહેવા લાગી - પોપટના માંસનું બનાવેલું શાક સારું થયું છે. સ્વાદમાં પણ સારું છે. એમ હરખાતી વેરનો બદલો લીધો. તેનો સંતોષ માનવા લાગી.
વેશ્યાની વાત ખાળમાં રહેલા પોપટે સાંભળી. જો મને જીવતો જોશે તો તો હવે તે મને હણી જ નાખશે. તેથી વધારે સાવધ થઈ ખાળમાં આવતાં એઠાંમાં અનાજના દાણા ખાતો કેટલાક દિન ત્યાં જ રહ્યો. અને આ રીતે દાણા ખાતાં, પાણી પીતાં પોપટને પોતાના શરીરે નવી પાંખ ફૂટી. વળી થોડા દહાડા ત્યાં જ રહો. ને તે નવી પાંખથી ઉડી શકે તેવો થતાં જ અવસર જોઈ ખાળમાંથી બહાર નીકળી ઉડી ગયો.
હવેલીના સામેના વૃક્ષે જઈ બેઠેલો પોપટ વિચારવા લાગ્યો. હવે હું સ્વતંત્ર છું. બુધ્ધિપ્રપંચથી હવે આ વેશ્યાનું વેર લેવું જ જોઈએ. હું વેર લઈશ. એ પ્રમાણે નિર્ણય થકી ત્યાં જ રહો. જેમ કે સસલાએ સિંહને કપટ થકી કૂવામાં નાખ્યો હતો તે જ રીતે મારે કામ કરવું પડશે. ત્યાંથી ઉડીને વિષ્ણુના મંદિરે જઈને રહેવા લાગ્યો.
આ મંદિરે વેશ્યા રોજ દર્શન કરવા આવતી હતી. વિષ્ણુને પગે લાગી પછી રાજ્યદરબારે જતી હતી. એકદા વેશ્યા વિષ્ણુ ભગવાન પાસે ભકિત કરતાં કહેવા લાગી. હે ભગવાન! મને વૈકુંઠના સુખ આપજો. વૈકુંઠ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૧૫