________________
તારીને મુજ
કહી સાતમે, ગિરિ જઇ મળી કહે એમ, સાનિધ્ય નિર્ભય જપો, મુનિ પણ જપતો તેમ. ૧છો
બાલતાપસ કુમાર
-: દુહા :
ભાવાર્થ :
જયપુર નગરમાં રતિ અને પ્રીતિ સાથે સંસારના સુખો ભોગવતા, ચંદ્રશેખરના આનંદમાં દિવસો જવા લાગ્યા. સમયને જતાં વાર લાગતી નથી. વર્ષાકાળ આવી ગયો. વર્ષાઋતુમાં અષાઢી માસના આકાશે ઘનઘોર વાદળો ચડી ગર્જારવ કરતાં હતાં. વીજળીઓના ઝબકારથી પૃથ્વીને પળવાર માટે પ્રકાશ નાખી સંતાકુકડીની રમત કરતી હતી. કાળાભમ્મર વાદળોમાંથી મેઘરાજ મૂશળધારે પૃથ્વીને નવરાવતો હતો. મેઘના અવાજો સાંભળી મોરલાં ગેલમાં આવી મીઠા ટહુકારો કરતાં હતાં. ઘણા વરસાદથી વસુધા નવવધૂની જેમ નવપલ્લવિત થઈ હતી.
ઘટાદાર વૃક્ષોમાં પંખીઓ માળામાં લપાઈ રહ્યાં હતાં. વટેમાર્ગ પણ પોતાના ઘર ભેગા થઈ ગયા હતા. અષાઢી મહિનો વાવણીનો કહેવાય. ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણી કરતા. જગતના લોકો સુખી થતાં ફરતાં હતાં. ઘર ઘર આનંદની લ્હાણી હતી. ખેતરોમાં મનમાન્યા મોલ પકવવાની આશાએ સૌ સુખી થતાં હતાં.
નગરમાં પોતાના મહેલે ચંદ્રકુમાર રતિ-પ્રીતિ ત્રિપુટી પણ મનગમતા વાતાવરણમાં સુખોને વિલસતા હતા. સમય જતાં વર્ષાકાળ પૂરો થયો. આસો મહિનો - શરદ ઋતુ આવી ઊભી. દંપત્તી સાતમી માળની અટારીએ સોગઠાં બાજી રમે છે. વળી બીજી પણ રમતો ખેલતાં નગરની શોભા જોતાં આનંદમાં દિવસો જાય છે. એક દિન સાતમે માળે સોગઠાં રમતાં હતાં. તે ટાણે ગગનમાર્ગેથી નવજુવાન એક તાપસકુમાર કુમારની પાસે આવી ઊભો. તાપસને જોતાં જ કુમારે સોગઠાંની બાજી હાથમાંથી મૂકી દીધી. તરત ઊભો થઈ ગયો. તાપસનો આદર સત્કાર કર્યો. તરત જ તાપસે વળતાં આશીર્વાદ આપ્યા. બેસવા આસન આપ્યું.
કુમાર કહે - કહો તાપસકુમાર ! આપ કયાંથી પધારો છો? આપનું નામ? વળી.. મારું શું કામ પડ્યું? જે કામ હોય તે જણાવો. મનમાં શંકા કે શરમ રાખશો નહિ.
તાપસ કહે - હે કુમાર ! મારું નામ ભદૂદત્ત છે. ગંગા નદીના તટમાં તાપસીનો મોટો એક આશ્રમ છે. ત્યાં ઘણા તાપસી રહે છે. તેમાં હું પણ રહું છું. આશ્રમના અગ્રેસર મોટા તાપસ વિશ્વદત્ત નામે રહેલા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૧