________________
જંબુસવાળી યોગી
-: ટાળ-૧૩:
ભાવાર્થ
વીરસેન મંત્રીના વૈરાગ્યયુકત વચનો સાંભળી સૂર્યકાન્ત રાજા મનમાં વિચારવા લાગ્યા. રે ! રાજવૈભવોના સુખો છોડી, વનવાસી થતાં ઘણાં જ દુઃખો સહન કરવાના આવશે. મારે સબળ-સમર્થ સૈન્ય હોવા છતાં પણ સ્ત્રીએ કરેલા ઉપસર્ગ રૂ૫ દુઃખોને દૂર કરવાની મારી શકિત નથી. તો તે સુખો મને પણ શા કામના ?
જ્ઞાનીનું વચન છે કે આ અસાર સંસારમાં જીવાત્માને કોઈનું શરણું હોતું નથી. સઘળા જીવો શરણરહિત છે. વિવિધ પ્રકારના અશુભ કર્મના ઉદયે કરી જીવો ઘણાં દુઃખોને ભોગવે છે. દુઃખોથી ઘણાં પીડાય છે. તે કર્મના જોરે કરી જીવો દેવ-તિર્યંચોના અવતાર પામે છે. વળી ક્યારેક વાસુદેવપણાને-ચક્રવર્તીપણાને પણ પામે છે. પાપારંભ થકી પછી તે જીવો નરકગતિ પામીને, પાપના ઉદયને લાંબાકાળ સુધી દુઃખો ભોગવે છે. કર્મના વિપાકે ઠાકુર તે ચાકર બને છે, ધનવાન-પળવારમાં નિધન બની જાય છે.
વળી સૌભાગ્યવંત હોય તો ક્યારેક અશુભ કર્મના જોરે દર્ભાગ્યવાન બને છે. વળી કોઈ નીરોગી હોય, તો કોઈ રોગી હોય, કોઈ સ્વરૂપવાન હોય, તો કોઈ કદરૂપો પણ હોય, કોઈ સુખી હોય, તો કોઈ દુઃખી હોય છે. રે આ જીવડાએ ભવાંતરમાં બાંધેલાં કર્મના ઉદયે કર્મરાજા જેમ નચાવે તેમ નાચવું પડે છે. જગતમાં કોઈ એવું સ્થાન નથી કે જીવો સદાયે ચિરકાળ સુધી સુખને ભોગવે. માતપિતા આદિ વડીલો કરતાં, જે મનુષ્ય પોતાની સ્ત્રીને અધિક ગણે છે. જે જીવો માતપિતાની કોઈ ગણત્રી ન મૂકતાં પોતાના જીવનમાં સ્ત્રીનું સ્થાન મોખરે રાખે છે, તેઓની કેવી દશા? જુઓ ! જે પુરુષ સ્ત્રી રૂપ શિકારીના પંજામાં હરણાંરૂપે પોતે આવી જાય તો તે હરણાંની જેમ હણાય છે. વળી સ્ત્રી ઉપર અતિશય રાગ હોયને જો સ્ત્રી પરલોકવાસી થઈ તો તે પુરુષ સ્ત્રીના રાગથી આંધળો બન્યો થકો બીજું કંઈ ન વિચારતાં સ્ત્રીની સાથે ચિતામાં ભેગો બળે છે. જેને કાષ્ટભક્ષણ કહે છે. અંતે દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
સ્ત્રીના મોહ થકી વીરસેન વાંદરો બન્યો. તલવાર થકી માર પણ ખાધો. એક જ સ્ત્રી થકી વિરસેન તિર્યંચ બનીને મહાદુઃખ પામ્યો. તો તો મારે, અંતઃપુરમાં કેટલી સ્ત્રીઓ.... સૂર્યકાન્ત રાજા વિચારી રહ્યા છે. મારે ઘણી રાણીઓ છે તો, ઉગરવાનો વારો દેખાતો નથી. ઘણા વિચારોમાં ડૂબી ગયેલો રાજા વૈરાગ્યરસમાં આગળ વધ્યો. મનમાં વૈરાગ્ય ઉત્પન થયો. તે જ અવસરે રાજા પાસે દાસીઓ દોડી આવીને કહેવા લાગી. હે મહારાજા ! આપણા નગરની શેરીએ એક કુતૂહલ જોવા લોકો ભેગા થયા છે. જોગી જોગણ જોવા જેવા છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૬