________________
બિરાજો. અમારી સાથે ચાલો. કુમાર ખેચર સુભટો સાથે ચાલ્યો.
કુમાર સુભટો સાથે રસ્તામાં વાતો કરતા ચાલ્યા. સુભટો કહે છે કે હે પુણ્યશાળી ! પૂર્વે આ વન ઉદ્યાનમાં કનકચૂડ મહેલ બાંધીને રહ્યો છે. સાથે પોતાનો પરિવાર છે. વૈતાઢ્ય પર્વત ઉપરની કુસુમપુર અને વિમળાપુર નામના નગરના રત્નચૂડ - કનકચૂડ નામે બને બાંધવ પોતાની ૩૬ કન્યા સાથે રહે છે. તેઓના લગ્ન આપની સાથે છે. બીજા સુભટે આગળ જઈ વધામણી આપી. બંને બંધુ યુગલ રાજા સામે આવ્યા. પેટમાં લઈ જઈને ૩૬ કન્યાના ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા. પૂર્વે લગ્નની તૈયારીઓ થઈ ચૂકી હતી. મૂરતિયાની જ રાહ જોવાતી હતી.
છસો છત્રીસ કન્યા પરણી, કુમાર પત્નીઓને લઈને વૈતાઢ્ય ગિરિએ ગયા. ત્યાંથી નંદીશ્વર દ્વીપની યાત્રા, મેરુપર્વત પરના શાશ્વત ચૈત્યોને જુહાર્યા. ત્યાંથી વળી પંચતીર્થ જે કહેવાય છે તે સમેતશિખર, શંત્રુજય, ગિરનાર આદિની જાત્રાએ ગયા. યાત્રા કરતાં પાછા ફરતાં એક મુનિભગવંત પાસે પહોંચ્યા. ત્યાં જયપુરના જયરથ રાજાની રતિ પ્રીતિ નામની રાજકન્યાને પરણ્યા. તે દેવોએ મહોત્સવ કરીને પરણાવી.
વળી ત્યાંથી આગળ ચાલ્યા. તાપસમુનિની વિદ્યા સાધનાર્થે પોતે ઉત્તર સાધક થયા. તે પર્વતનો અધિષ્ઠાતા દેવશ્રી ક્ષેત્રપાળને વશ કર્યો. વિદ્યા સિધ્ધ થઈ. વશવર્તી ક્ષેત્રપાળે ચાર મહાઔષધિ આપી. આ પછી કુમાર ત્યાંથી ફરતો ફરતો એક ભૂતાટવી વનમાં ગયો. ઘોર જંગલ હતું. તે જંગલની મધ્યમાં તાપસ આશ્રમ હતો. તાપસોથી સેવાતો, પાટ ઉપર બેઠેલો ડુક્કરને કુમારે જોયો. તાપસોની વિનંતીથી સુવરને મનુષ્યપણામાં લાવી દીધા. જે તાપસીના ગુરુ હતા. જે ગુરુ પૂર્વાવસ્થામાં રાજા હતા. રાજા-રાણીએ વૈરાગી થતાં તાપસ દીક્ષા લીધી. રાણી ગર્ભવતી હતી. દિવસો પૂર્ણ થયે અપ્સરાના રૂપને હરાવે એવી સ્વરૂપવાન પુત્રીને જન્મ આપ્યો. લાલન પાલન કરતી આ ઋષિકન્યા કનકવતી યૌવનવય પામતાં વરની ચિંતા પિતા ઋષિ કરતા કુમારને યોગ્ય જાણી, તાપસ કુળપતિએ કનકવતીને કુમાર સાથે પરણાવી. ક્ષેત્રપાળ યક્ષરાજે લગ્નોત્સવ કર્યો.
સુંદર રાજમહેલ બનાવી (ચિર) વસ્ત્રોથી ભરપૂર-અશનાદિથી ભરપૂર - મહેલના કોઠારો ભરી ક્ષેત્રપાળ ચાલ્યા ગયા. કનકવતી સાથે સ્નેહથી સુખો ભોગવતા રહ્યા છે.
મુનિ ભગવંત પાસેથી આપની સમગ્ર વાત સાંભળી અહીંયાં ઊતાવળી ઊતાવળી ત્યાંથી હું આપની પાસે દોડી આવી છું. સાક્ષાત્ ચંદ્રમા સમ મુખારવિંદ જોઈ, અમારા દુઃખડાના ડુંગરો નાશ પામ્યા છે. વળી અમૃત દૂધડે મેહ વરસ્યા છે. વળી સોગઠે રમતાં, અમને મનગમતાં, જીતવાનાં પાસાં મળ્યાં છે.
આ પ્રમાણે મુનિ ભગવંતે ભાખેલ તે મુજબ વિખૂટા પડેલા જીવોના મેળાપ કરાવ્યો. આ પ્રમાણે શ્રી શુભવીર વિજયજીએ ચોથા ખંડને વિશે પંદરમી ઢાળ પૂર્ણ કરી.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૪૯૧