________________
વધામણી
-: દુહા :ભાવાર્થ -
ચંદ્રશેખર મહારાજા પોતાના ત્રણ ખંડના રાજ્યને નિષ્કટક રીતે પાલન કરે છે. સાથે સંસારને ભોગવતા કુમારના ઘણા વર્ષો ચાલ્યા ગયાં. રાજ્યની પ્રજાને સુખ-શાંતિ હતી. કોઈ વાતે કયાંયે દુઃખ જોવા મળતું નહોતું.
એકદા રાજસભામાં બેઠેલા ચંદ્રશેખર મહારાજાની પાસે નગરની બહાર રહેલા ઉદ્યાનના માળીએ આવીને વધામણી આપી.
હે મહારાજા! આપણા ઉધાનમાં શ્રી વિમળનાથ ભગવાનના સંતાનિયા (શિષ્યો) શ્રી વિમલમતિ સૂરિભગવંત ઘણા પરિવાર સાથે પધાર્યા છે. તે શ્રી વિમલમતિ મુનિ મહાત્મા કેવળજ્ઞાની છે.
કેવળજ્ઞાની સમોસર્યાની વધાઈ સાંભળીને રોમાંચિત ખડા થઈ ગયા છે જેને, એવા ચંદ્રશેખર રાજા માળીને વધામણીનો પુરસ્કાર આપી વિદાય કર્યો. અને પોતે તરત જ કેવલી ભગવંતને વંદન કરવા જવા તૈયાર થયો. પરિવારમાં પણ સૌને સાથે આવવા આમંત્રણ આપી દીધું. કાશી નગરની પ્રજાને પણ જાણ થતાં સૌ કાશી ઉદ્યાન તરફ જવા લાગ્યા.
રાજા તો હાથી-ઘોડા-રથ આદિ ચતુરંગી સેનાથી યુકત સામૈયા સાથે પરિવારને લઈને ગુરુના દર્શન-વંદનાર્થે ચાલ્યો. અપ્રતિપાતી અખૂટ જ્ઞાનના ભંડાર સૂરિભગવંત પાસે સૌ આવી ઊભા. વિધિપૂર્વક વંદન કરી દેશના સાંભળવાના ભાવે સૌ વિનયપૂર્વક પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા. રત્નાવતી રાજમાતા પણ સઘળી વહુવરોને લઈને મહામહોત્સવ સાથે ઉપવનમાં આવી. વિધિવત્ વંદન કરી, કેવળીના ચરણે નમી યોગ્ય સ્થાને સૌ બેઠા.
ધર્મરસિક કુમારે બે હાથ જોડી વિનંતી કરી, હે ભગવંત! સંસારથી પાર પામવા માટે કૃપા કરી ઉપદેશ આપશો.
સૌની ધર્મદેશના સાંભળવાની જિજ્ઞાસા જાણી શ્રી વિમલમતિ કેવલિભગવતે ઉપદેશ આપવો શરૂ કર્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
५२२