________________
મૃગસુંદરી સાથે જ ભેળા જમે. બંને વાતો પણ ઘણી જ કરે. વળી કહે છે કે માને દીકરી પ્રત્યે જેટલો પ્રેમ હોય તે કરતાં પણ અધિકતર અનુરાગ અને પ્રીતિ હતી. રત્નાવતી જાતે જ મૃગસુંદરીને શણગારતી હતી. ઘણા સ્નેહથી પોતાના હાથે આભૂષણો અને અલંકાર પહેરાવતી હતી. ક્ષણવાર પણ એક બીજાથી અલગ પડતા નહોતા. એકબીજા વચ્ચે પ્રીતિની ગાંઠ મજબૂત બંધાઈ હતી.
બીજી વહુવરો ઉપર પણ રનવતીનો પ્રેમ અપાર હતો. પણ મૃગસુંદરીના અદ્દભૂત ચરિત્રથી તેની ઉપર વધારે પ્રીતિ હતી. તે પ્રીતિ ઘણી આકરી અને વહન કરાતી હતી.
આ પ્રમાણે ચોથા ખંડને વિષે અઢારમી ઢાળ કહી, જે કવિરાજ શ્રી શુભવીર વિજયે આનંદથી કહી તે, સંગથી ગુણવાનને ગમી. તે ગમવા સાથે જ આ ઢાળ પૂર્ણ કરી.
-: દુહા :
રાજ્ય નિષ્કટક પાળતો, બહુલા વર્ષ ગમત,
એક દિન માળી સભાશિરે, આઇ વધાઇ યિંત ૧ વિમળનાથ સંતાડીયા, વિમળગતિ આણગાર, કેવલનાણી તુમ વને, આવ્યા મુનિ પરિવાર સી સાંભળી રાય વધામણી, દેઇ સજી તેણીવાર, હય ગય થશું નીકળ્યા, રમત જ્ઞાન ભંડાર. all સર્વ વધૂશું રાવતી, સામૈયુ સજી જાય, કેવલિ ચરણ કમી કરી, બેસે યથોચિત ઠાય. ૪ll સુણવા વાંછે ધર્મ નૃપ, ગુરુ સન્મુખ સુવિનીત, સૂરિ પણ તેહને દેશના, દીયે નય સમય વીત. પો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૨૧