Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 568
________________ પંથ જુએ છે. હેય-શેય-ઉપાદેય થકી શ્રાવક કે સાધુ (નિગ્રંથ) ભગવંતો, મોક્ષને સાધવામાં જ્ઞાન-ક્રિયા થકી સાધના કરે છે. તે શિવનું સાધન છે. પણ તે ક્રિયાની અંદર ૧. દ૫, ૨. શૂન્ય, ૩. અવિધિ દોષ ત્યજવો જોઈએ. ક્રિયા નિર્દોષ યુકત કરે તો કલ્યાણ થાય છે. બળેલા લાકડા સરખી અવિધિથી થતી ક્રિયાને ત્યજવી જોઈએ. શુધ્ધ ક્રિયા થકી આત્મા પોષાય છે. પૂર્વભવ વળી પરમાત્માએ નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારે ધર્મ કહ્યો. નિશ્ચયને હૃદયમાં ધારણ કરી, વ્યવહાર શુધ્ધ પાળે તે સ્વર્ગાધિક સુખોને ભોગવે છે. અને પરંપરાએ ભવનો પાર પામે છે. વળી ધર્મની આરાધનાના ચાર ભેદ કહ્યા છે. દાન-શીલ-તપ અને ભાવ. તેમાં દાનધર્મ મુખ્ય છે. મુનિભગવંતોને દાનધર્મ જ્ઞાન આપવું ભણાવવાનું વગેરે છે. કેવળી ભગવંતોને જ્ઞાન ઉપયોગથી હોય છે. શિવ સમયે મોક્ષમાં જાતાં સાકાર ઉપયોગ સ્વરૂપવાન હોય છે. કર્મનો ક્ષય જ્ઞાનથી થાય છે. માટે જ્ઞાન એજ પ્રથમ છે. આ સંસારમાં જ્ઞાની ભગવંતો મહાન કહેવાય છે. ગૃહસ્થ નવ પ્રકારે પુણ્ય ઉપાર્જન કરે છે. તેની વાતો બીજા અંગમાં બતાવી છે. અશન વસન આદિ જે કહ્યા છે તે અશનાદિ મુનિને પડિલાભીને દાનધર્મ સાચવે છે. જે દાનધર્મમાં વ્રતધારી હરિનંદ રાજા સુપાત્રે દાન આપ્યું. જે દાન થકી મોટું પુણ્ય ઉપાર્જન કરી તેના ફળ દેવલોકમાં ભોગવી, વળી બીજા ભવમાં ઘણી રિધ્ધિ પામ્યા. દેશનામાં દાનધર્મની વાત ઉપર હરિવંદ રાજાની વાત આવતાં ચંદ્રશેખરે બે હાથ જોડી કેવલિભગવંતને પૂછ્યું - હે ભગવંત ! દાનધર્મ કરનાર હરિનંદ રાજાનું નામ આપે કહ્યું તે હરિનંદ રાજા કોણ? કુમારના સંશયને દૂર કરવા જ્ઞાની સૂરિભગવંત બોલ્યા - હે રાજન્ ! તિલકપુર નામના નગરે હરિનંદ નામે રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને સાત રાણીઓ હતી. સુભદ્રા-ધારિણી-લક્ષ્મી-લીલાવતીવિજયા-જયા અને સુલોચના. તે શીલ સૌભાગ્યથી શોભતી હતી. રાજાને પણ આ સાતેય રાણીઓ ઉપર અપાર સ્નેહ હતો. એકદા સાતેય રાણીઓ સાથે હરિનંદ રાજા વનક્રીડા કરવા ગયા. જે વનમાં તેઓ ગયા હતા, તે જ વનમાં ધર્મઘોષસૂરિભગવંત ૫૦૦ શિષ્યોના પરિવાર સાથે સમોસર્યા હતા. મુનિભગવંતને જોતાં જ હરિનંદ આનંદ પામ્યો. ગુરુ પાસે આવી નમસ્કાર કર્યા. વિધિવત્ વંદન કર્યું. ધર્મ સાંભળવા ગુરુ પાસે બેઠો. ધર્મ સાંભળવાની રાજાની ઈચ્છા જાણી મધુર સ્વરે સૂરિશ્વરજીએ વૈરાગ્યવાહિની દેશના દીધી. જે દેશના (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પ૨

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586