________________
ખેચરી ચામર વીંઝતી હતી. એક ખેચરી અરીસો ધરતી હતી. તો કોઈ પાણીના કળશ ઝારતી હતી. કોઈ ખેચરી ઊંચી ધ્વજા ઉઠાવીને ફરકાવતી હતી. તો કોઈ દાસી બનીને બે હાથ જોડી નમ્ર ભાવે ચાલતી હતી.
વરઘોડાની શોભા અપૂર્વ હતી. કેટલાક સુભટો હાથમાં લાકડી, તો કેટલાક હાથમાં ભાલા તો, વળી કોઈ પાસે હાથમાં તલવારો પણ ચમકતી હતી. કોઈ ચામરો લઈને વીંઝતા હારમાં ચાલતા હતા. કોઈના હાથમાં ધનુષ બાણ શોભતા હતા. કેટલાકના હાથમાં નાળિયેર, નાગરવેલના પાનાં, તો વળી કેટલાક સુગંધિત તેલના ભાજનો લઈને ચાલતાં હતાં. હાસ્ય કરાવે તેવા પાટિયામાં ચિતરેલ ચિત્રો લઈને, વળી કોઈ હાથમાં મોરપીંછી લઈને ચાલતા હતાં. વાજિંત્રોના નાદ સાથે વીણાના સુર સાથે વરઘોડો ચાલી રહ્યો હતો. યોગીઓ, જટાધારણ કરનારા ઋષિઓ, પણ આ વરઘોડામાં હતાં. કુતૂહલ જોનારાઓ, વળી જય જયનો નાદ બોલાવતા હતા. હાથી-ઘોડા-રથ વગેરે ૧૦૮ ની ગણત્રીએ વરઘોડામાં જોડાયા હતા. ત્યારપછી ઘંટારવ કરનાર, ધ્વજા તોરણને ધારણ કરનારા, વચ્ચે વચ્ચે વાજિંત્રો વગાડતા હતા. વળી વચ્ચે ગુડીઓ પણ ઉછળતી હતી. બિરુદાવલિ બોલનારા પણ સાથે ચાલતા હતા. પગલે પગલે ગુલાલ ઉડાડતા હતા.
ત્યારપછી દીક્ષા મહોત્સવમાં આવેલ રાજા-રાજેશ્વરો, શેઠિયાઓ, ધનવાનો, સેનાપતિઓના રથ ચાલતા હતા. ત્યારપછી ચંદ્રશેખર રાજાની બીજી બધી રાણીઓના રથ વચ્ચે ચાલતા હતાં. કેટલાક હાથમાં વીંઝણાં લઈને ચાલતાં, કેટલાક પાત્રો નાચ કરતા ચાલતા હતાં. કેટલાક મુખથી માંગલિક શ્લોકો ભણતા હતા. સાજન માજન અને ખેચરો વચ્ચે ચંદ્રશેખર મહારાજા પોતાના રથ સાથે શોભતા ચાલી રહ્યા હતા. રસ્તામાં યાચકોને દાન અપાતું હતું. મૃગસુંદરી દાનમાં ચોખા-સોપારી અને દ્રવ્યની વૃષ્ટિ કરતી આગળ વધી રહી હતી.
ધીમે ધીમે વરઘોડો કાશી નગરની શેરીઓમાં થઈ, રાજમાર્ગે થઈ આગળ ચાલી રહ્યો હતો. લોકો જોતાં અને વખાણ કરતાં, હાથ જોડી પ્રણામ કરતાં હતાં. નગરની નારીઓ ઘણી ભેગી થઈ વરઘોડામાં ચાલી રહી છે.
વળી શિબિકાની બંને બાજુએ સાસુ રનવતી તથા ચંપકમાલા ચામર ઢાળે છે. વિદ્યાધરોના સમૂહ ઠેર ઠેર મોતીડે વધાવે છે. આકાશમાંથી દેવો અને દેવીઓ મૃગસુંદરીને જુએ છે. નગરમાં તો કયાંયે પણ પગ મૂકવા
જેટલી જગ્યા નથી. એટલું લોક વરઘોડામાં હતું. ઠેર ઠેર ભીડ જામી છે. : ઠાઠમાઠથી ચાલતો વરઘોડો નગરની બહાર ઉદ્યાનમાં જ્યાં મુનિભગવંતો રહ્યાં હતાં ત્યાં આવી ઊતર્યો. રાય ચંદ્રશેખરે મૃગસુંદરીને શિબિકા થકી નીચે ઊતારી. પછી સાસુ રત્નાવતી મૃગસુંદરીને લઈને ગુરુભગવંત પાસે સૌ આવ્યા. બીજો પણ રાજપરિવાર સાથે આવ્યો.
રનવતી હવે કેવળી આચાર્ય ભગવંતને બે હાથ જોડી વિનંતી કરે છે - હે ગુરુ ભગવંત ! (રત્નાવતી આગળ કંઈ જ બોલી ન શકી) ગળું રંધાઈ ગયું. સભા શાંત હતી. ચંદ્રશેખર રાજાનું હૈયું ભરાઈ ગયું છે. પોતે એક અક્ષર પણ બોલી શકતો નથી. થોડીવાર પછી રત્નવતી બોલી - હે ગુરુદેવ! ત્રણ ખંડ કે ત્રણ ખંડની
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
५४०