Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray
Catalog link: https://jainqq.org/explore/022871/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કાકા એ કી પંડિત પ્રવર શી વિ . જો કે, શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ અનુવાદિકા : • સાધ્વીશ્રી જિતકલ્પાશ્રીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાશ્વનાથાય નમઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમ: શ્રી શત્રુંજય તીર્થાય નમઃ નમો નમઃ શ્રી ગુરૂ નેમિ સૂરયે પંડિતવર્ય શ્રી વીરવિજયજી વિરચિત શ્રી @M૨ રાજાની રાણ (ગુજરાતી ભાવાનુવાદસહ) -: પ્રેરક :વ્યાકરણાચાર્ય પ.પૂ.આ.ભ.વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. વિદ્વર્ય પ.પૂ.આ.ભવિ. શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. વ્યાખ્યાનકાર પ.પૂ.આ.ભ.વિ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ. -: અનુવાદિકા - ગુરુકૃપાકાંક્ષી સાધ્વીશ્રી જિતકલ્પાશ્રીજી મહારાજ સાહેબ. -: પ્રકાશક :શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય, વડાચૌટા, સુરત - ૩૯૫ ૦૦૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ નકલ : ૧000 મૂલ્ય : રૂા. ૩૨૫=00 શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ (ગુજરાતી ભાવાનુવાદસહ) © સર્વાધિકાર સુરક્ષિત સં. ૨૦૬૦ અષાઢ સુદ - ૧૩ પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૬૦ ૧. -: પ્રાપ્તિસ્થાન :શ્રી દેવીકમલ જૈન સ્વાધ્યાય મંદિર ઓપેરા સોસાયટી સામે, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ૨. શ્રી ભૂપેન્દ્રભાઈ મોહનલાલ બદામી દરિયા મહેલ, સુરત - ૩૯૫ ૦૦૩. ફોન : ૨૪૨૫૦૩૮ ૩. સા. શ્રી જીવકલ્પાશ્રીજી માંડવીની પોળ, લાલાભાઈની પોળ, દેરાવાળો ખાંચો, જૈન ઉપાશ્રય, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. - મુદ્રક : જેનાનંદ પ્રિન્ટીંગ પ્રેસ દરિયા મહેલ, સુરત - ૩૯૫ ૦૦૩. મુખપૃષ્ઠ સૌજન્ય : સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી શિષ્યા સા. શ્રી ઉજ્જવલશીલાશ્રીજી મ.સા.ના શ્રેણીતપ - વર્ધમાનતપની ૭૦મી ઓળી – નવલાખ નવકારની પૂર્ણાહૂતી નિમિત્તે બળવંતભાઈ વિનયચંદ – વિનોદભાઈ, કાંતુબેન, ડોલરબેન, વર્ષાબેન, જીગ્નેશ, જયેશ - જલ્પેશ – જાગૃતિ – પ્રશાંત – હિત - તેજસ – પૂર્વી – કાજળ – પલક – પરાગ – પ્રણવ - પિયુષ – ભાવના - બીજલ સહ પરિવાર Page #4 -------------------------------------------------------------------------- ________________ Dand . પ્ર 1 ' શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન સૌજન્ય : શ્રી સિમંધર સ્વામી બહેનોનો જૈન ઉપાશ્રય, વડાચૌટા, સુરત. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી શત્રુંજ્ય તીર્થાધિરાજાય નમઃ II આવો, એક અદ્ભુત કાવ્યકૃતિને આનંદથી વધાવીએ વિજય હેમચન્દ્રસૂરિ જૈન શાસનના ગગનાંગણમાં ઓગણીસમી સદીમાં થઈ ગયેલા અનેક વિશિષ્ટ કવિપુંગવોની ઉજ્જવલ પરંપરામાં જેમનું નામ શુક્રતારકવત્ ચમકી રહ્યું છે. તે પંડિત વીરવિજયજી મહારાજ પ્રભુ વીરની ૬૭મી પાટને શોભાવનાર મહાપુરુષ હતા. પર્વતમાળામાંથી ખળખળ વહેતાં ઝરણાંની જેમ તેમના મસ્તિષ્કમાંથી કાવ્ય પ્રવાહ અવિરત વહા જ કરતાં હતો. જેને ગાનાર સાંભળનાર કોઈપણ અનિર્વચનીય આનંદનો આસ્વાદ મેળવ્યા સિવાય રહેતો નહિ. ભિન્ન ભિન્ન વિષયમાં વિપુલ પ્રમાણમાં તેમણે કરેલી થોકબંધ રચના જોતાં તેમને આપણે મોટા ગજાના કવિ કબુલ કરવા જ પડે. મા શારદાની તેમના ઉપર અસીમ કૃપા ચોક્કસ ઉતરી જ હશે, તેના વગર આવી કૃતિઓની રચના કરવી કઈ રીતે સંભવિત બને ? : પ્રસ્તુત કૃતિ : ‘શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ' તેમણે પોતાની છેક ઉત્તરાવસ્થામાં રચેલી અનોખી કૃતિ છે. ચાર ખંડ, ૫૭ ઢાળો તેમજ ૨૯૯૧ કડીમાં રચવામાં આવેલા આ રાસમાં શ્રી ચંદ્રશેખર રાજા અને તેમની ગુણસુંદરીમૃગસુંદરી આદિ રાણીઓના અદ્ભુત જીવન પ્રસંગો તથા તેમાં આવતી અનેક અવાન્તર કથાઓથી આ કૃતિ ઘણી જ રોચક અને બોધક બની છે. કવિએ આમાં પ્રસંગે પ્રસંગે કરેલ જ્યોતિષ, તંત્ર-મંત્ર, સ્વરોદય, નીતિ, ધર્મ, શકુન તથા વહેવારિક દાખલા, દલીલના વર્ણનથી કવિના અનેક વિષયક ગહન જ્ઞાનની પ્રતીતિ થાય છે. તેમણે વિ.સ. ૧૯૦૨ માં અમદાવાદ(રાજનગર)માં આ રાસની રચના નગરશેઠ હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈના માટે કરી હોવાનો ઉલ્લેખ તેમણે રચેલી પ્રશસ્તિમાં છેલ્લે કર્યો છે. “જેમ સોહમતિ ઇન્દ્રને તંદન નામે રાજ જયંતાજી. તેમ રાજેશ્રી શેઠ હેમાભાઇ તસ તંત ગુણવંતાજી; છે યુવરાજપદે પલાયક પ્રેમાભાઇ બિરાજેજી, રાસ તણી મેં રયતા કીધી તેહને સુણવા કાજેજી'' આ ઉલ્લેખ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે - કવિના હૃદયમાં પ્રેમાભાઈ શેઠની એક સારા જિજ્ઞાસુ શ્રોતા તરીકેની ઘેરી છાપ પડી હશે. ગુજરાતી ભાષામાં કરવામાં આવેલી સરસ મજાની અને પ્રાસાદિક આ રચના છે. વાંચતા જઈએ અને અર્થ બોધ થતો જાય એવું છે. તેમ છતાં અમુક-અમુક જગ્યાએ સૌ કોઈને સહેલાઈથી તે ન સમજાય એવું પણ આવે જ છે. તેથી આનું જો વિવેચન કરવામાં આવે તો બધા સ્પષ્ટતાથી સમજી શકે એમ વિચારી સ્વ. સાધ્વીશ્રીજી સૂર્યપ્રભાશ્રીજીના સુશિષ્યા સાધ્વીજીશ્રી જિતકલ્યાશ્રીજીએ ઘણા પ્રયત્ન પૂર્વક આ રાસ ઉપર વિવેચન લખ્યું છે. તથા અલગ-અલગ પ્રસંગોના ચિત્રો પણ ઘણી મહેનતથી તૈયાર કરાવ્યા છે. ચાતુર્માસમાં બહેનો સમક્ષ સાધ્વીજી મ. દ્વારા કરવામાં આવતા વ્યાખ્યાનોમાં આ તથા આના જેવા બીજા રાસો વાંચવામાં 3 Page #7 -------------------------------------------------------------------------- ________________ આવે તો આપણા પૂર્વપુરૂષોએ રચેલા તે તે રાસના પુસ્તકો ઉપર ચડેલી ધૂળ ઉડશે અને બહેનોને પણ હોંશે હોંશે સાંભળવાનું મન થશે. પંડિતશ્રી વીરવિજયજી મહારાજ જન્મ વિ.સ. ૧૯૨૮ અમદાવાદ. દીક્ષા વિ.સ. ૧૮૪૮ પાનસરા (ખંભાત પાસેનું ગામ). પંડિત પદ વિ.સ. ૧૮૫૮ વડોદરા. ગુરુનો સ્વર્ગવાસ ૧૮૬૦ ફાગણ સુદ-૧૨ અમદાવાદ. ચંદ્રશેખર રાસની રચના વિ.સ. ૧૯૦૨ અમદાવાદ. સ્વર્ગવાસ વિ.સ. ૧૯૦૮ ભા-વ-૩ અમદાવાદ, અમદાવાદ ધી કાંટા વિસ્તારમાં આવેલા શાંતિદાસના ખાડામાં રહેતા ઔદિચ્ય બ્રાહ્મણ પિતા યજ્ઞેશ્વરના ઘરમાં માતા વિજકોરની કુક્ષિએ વિ.સ. ૧૮૨૯ આસો સુદ-૧૦ દશેરાના શુભ દિવસે જન્મેલા તેઓ બાળપણથી જ ત્યાગ, વૈરાગ્યના સંસ્કારથી વાસિત હતા. જેમનું નામ કેશવ હતું. ૧૫ વર્ષની વયે પિતાનું મૃત્યુ થતાં સંસારથી વિરક્ત થયેલા. તેમને સૌના આગ્રહથી ૧૮ વર્ષની વયે રળિયાત નામની બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરવા પડ્યા. ઉપરથી રાગી અંદરથી વિરાગી એવા તેમનું ચિત્ત કોઈ જુદી જ દિશા શોધી રહ્યું હતું. તેમનું જીવન જોતાં એમ જ લાગે કે પૂર્વનો કોઈ આરાધક આત્મા અધુરી આરાધનાને પૂર્ણ કરવા માટે જ અહીં અવતર્યો છે. સેંકડો બંધનો ક્યાંથી બાંધી શકે વિરાવે. લાગ મળતાં જતું ઊડી, પંખી પિંજરને ત્યજી. સંસારમાં વૈરાગ્યના નિમિત્તોની તો કયાં તાણ હોય છે? જેને ચેતવું છે તેને ચેતવનાર નિમિત્ત તો ડગલે ને પગલે મળ્યા જ કરે છે. એક દિવસ માતાની સાથે ઝઘડો થતાં તે ઘર છોડીને ચાલી નીકળ્યા. પહેલાં રોચકા અને પછીથી ભીમનાથ આવીને રહ્યા. તે દરમ્યાન પંડિતશ્રી શુભવિજયજી મ. નો યોગ થયો. પહેલી જ વારની મુલાકાતમાં ભાઈ કેશવને તેમની સાથે જાણે જુગજુની પ્રીત ન હોય તેવો અહેસાસ થયો. ભૂખ્યાને ભાવતું ભોજન મળે પછી શું બાકી રહે ? શ્રી શુભવિજયજી મ. ના સમાગમથી ભાઈ કેશવને બીજો પણ મોટો લાભ એ થયો કે ઘણા સમયથી એમને પડી રહેલો અસાધ્ય વ્યાધિ નિમૅળ થયો. એમની સાથે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી વિહાર કરતાં કરતાં ખંભાત પાસેના પાનસરા ગામે આવ્યા. ત્યાં વિ.સ. ૧૯૪૮ ના કાર્તિક માસમાં ૧૯ વર્ષની વયે એમણે સંયમ સ્વીકાર્યું. કેશવમાંથી મુનિ વીર વિજયજી બન્યા. પાંચ વર્ષ લાગલગાટ ખંભાતમાં સ્થિરતા કરી અનેક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. એ પછી બીજા પાંચ વર્ષ અનેક ગામોમાં વિચરણ કરી સં. ૧૯૫૮ ની સાલમાં વડોદરા આવ્યા. ત્યાં યોગોદ્દવહન પૂર્વક એમને ગુરુ મહારાજે ગણિ-પન્યાસપદથી વિભૂષિત કર્યા. વિ.સ. ૧૮૬૦ માં અમદાવાદમાં સમાધિપૂર્વક ગુરુ મહારાજનો સ્વર્ગવાસ થયો. આમ ૧૮૪૮ થી ૧૮૬૦ પર્યન્ત બાર વર્ષ ગુરુ મહારાજની સેવા ભકિત દ્વારા તેમની અપૂર્વ કૃપા પ્રાપ્ત કરી. ગુરુ મહારાજની હયાતીમાં જ કેટલીક વિશિષ્ટ રચના દ્વારા કવિ તરીકેનું તેમનું વ્યકિતત્વ ખીલવા માંડયું જ હતું. એમાં Page #8 -------------------------------------------------------------------------- ________________ પંચાગલીમાતાજી સૌજન્ય : શ્રી હસમુખભાઈ ઝવેરી, મુંબઈ. Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનો રાસ તો પોતે પંન્યાસ થયા તે અગાઉ વિ.સ. ૧૮૫૭ માં જ રચ્યો હતો. રાજનગરમાં તપાગચ્છનું પ્રતિનિધિત્વ જાળવવા માટે પાછળના ઘણા વર્ષો તેઓએ અમદાવાદમાં જ સ્થિરતા કરી અને તે અરસામાં સ્થાનકવાસીઓ સાથેના વાદમાં શાસ્ત્રપાઠો દ્વારા મૂર્તિ પૂજાને સિધ્ધ કરી સ્થાનક વાસીઓને પરાસ્ત કર્યાં હતા. પ્રારંભમાં ડેલાના ઉપાશ્રયે, લવારની પોળના ઉપાશ્રયે તથા તે પછી ભટ્ટીની બારીના ઉપાશ્રયે રહ્યા. તે વીર વિજયજીના ઉપાશ્રય તરીકે અત્યારે ઓળખાય છે. ૭૯ વર્ષનું દીર્ધ આયુષ્ય તથા ૦ વર્ષના દીક્ષા પયામાં સ્તુતિ-સ્તવન-સઝાય-ઢાળીયા-રાસ વગેરેની નિરંતર રચના કરતા તેઓ યશસ્વી જીવન જીવી ગયા. વિ.સ. ૧૯૦૮ માં ભાવ-૩ ના જ્યારે તેઓ કાળ ધર્મ પામ્યા ત્યારે આખા અમદાવાદમાં પાણી પાળવામાં આવી હતી. તેમના સાંનિધ્યમાં થયેલા અનેક કાર્યોમાં પાલિતાણા-શત્રુંજય ગિરિરાજ ઉપર મોતીશાશેઠની ટૂંકમાં ૫000 પ્રતિમાજીઓની ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ તથા શેઠ હઠીભાઈની વાડીમાં નૂતન મહાપ્રાસાદમાં ઉજવાયેલો ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ એ બે ખરેખર શિરમોર સમા હતા. વિપુલ સાહિત્ય સર્જન - પોતે રચેલી દરેકે દરેક કૃતિઓ તે નાની હોય કે મોટી હોય તેમાં છેલ્લે કરવામાં આવતા કતના ઉલ્લેખમાં પોતાના નામ સાથે પોતાના ગુરુનું નામ પણ જોડી ‘શુભવીર' તરીકે ઉલ્લેખ કર્યો છે. આ તેઓની ગુરુ પ્રત્યેની અપૂર્વ ભકિત અને સમર્પણ ભાવનાપ્રતિકરૂપ છે. તેઓની રચનાઓ એટલી બધી મળે છે કે જે જોતાં આપણને આશ્ચર્ય થાય અને વિચાર પણ આવે કે આ બધી કૃતિઓને જોઈને કાગળમાં લખવાની હોય તોય મુશ્કેલ બને તો તેમણે આની રચના કઈ રીતે કરી હશે? વર્તમાનમાં ભણાવવામાં આવતી પૂજાઓમાં મોટા ભાગની પૂજા તેઓએ રચેલી જ ભણાવાય છે. જેવી કે ચોસઠ પ્રકારી પૂજા, પંચ કલ્યાણક પૂજા, નવ્વાણું પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા, ૪૫ આગમની પૂજા, અષ્ટ પ્રકારી પૂજા વગેરે. વળી નાના ગામડાથી લઈ મોટા શહેરો સુધી દરેક જગ્યાએ સવારે જે સ્નાત્ર પૂજા સરર શાન્ત સુઘારરર થી શરૂ થઈ “ઘર ઘર હર્ષ વધાઈ પર્યન્ત ભણાવવામાં આવે છે. જેમાં મેરુ શિખર ઉપર ૪ ઈન્દ્રોએ કરેલા જન્માભિષેક પ્રસંગનું આબેહૂબ વર્ણન છે. તે તથા પાર્થ પંચ કલ્યાણક પૂજા આ બે તેમની મહા સૌભાગ્યવંતી કૃતિઓ છે. અમારા પૂજ્ય પરમ ગુરુ ભગવંત આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ એવું કહેતા કે - પંચ કલ્યાણકની આખી પૂજામાં મંગલમય શબ્દો જ આવે છે. ભગવાનની દીક્ષા વખતના વર્ણનમાં પિયા ખીણ ખીણ રોવે' એવા શબ્દ આવી ગયા છે તો આગળ ઉપર “પ્રભાવતી હર્ષ ભરાણી’ એ શબ્દો મૂકી તેનું વારણ કરી દેવામાં આવેલ છે. એટલે આ પૂજા મહામંગલ સ્વરૂપ છે. દરેક મહોત્સવમાં બીજી પૂજા હોય કે ન હોય પણ આ પંચ કલ્યાણકની પૂજા તો અવશ્ય હોય જ. અમદાવાદમાં સ્થિરતા દરમ્યાન ઘણા ભાવિકો આ પૂજાના રસિયા થઈ ગયા હતા. તેઓ પૂજ્યશ્રી પોતે બનાવેલી પૂજાઓ મધુર કંઠે એવા લહેકાથી ગાતા-ગવરાવતા કે સાંભળનારા સાચે જ ભકિતના પૂરમાં તણાવા માંડતા. તે વખતે કોઈ દિવ્ય વાતાવરણ સર્જાઈ જતું. તેમના મુખેથી ગવાતી પૂજાઓ સાંભળવી એ તે વખતે જીવનનો મોટો લ્હાવો ગણાતો. તેઓએ ગુજરાતીમાં રચેલી પૂજાઓ, સ્તવનો, સઝાયો. સ્તુતિઓ અને રાસો જોઈને તેઓની વિદ્વત્તા વિષે રખે કોઈ શંકા લાવી તેમને અન્યાય કરી બેસે. તેમનું શાસ્ત્રીય અને આગમિક વૈદુષ્ય પણ એવું જ અપ્રતિમ Page #11 -------------------------------------------------------------------------- ________________ હતું. એની પ્રતીતિ એમણે રચેલી પૂજામાં સરળ રીતે ગુંથેલા આગમના ગહન ભાવો તથા સંસ્કૃતમાં રચેલો 'પ્રશ્ન ચિંતામણી' ગ્રંથ તથા અધ્યાત્મસાર ઉપરનો બાલાવબોધ જોતાં થયા સિવાય નહિ જ રહે. એમણે રચેલા સાહિત્યની વર્ષવાર યાદી આ પ્રમાણે મળે છે. આ યાદી સિવાયની બીજી કૃતિઓની રચના પણ તેઓએ કરી જ છે. આ બધું વાંચતાં સાંભળતાં તેઓના ચરણોમાં મસ્તક આપોઆપ ઝૂકી ગયા સિવાય રહેતું નથી. (૧) સુર સુંદરી રાસ (સં.૧૮૫૭) (૨) અષ્ટપ્રકારી પૂજા (સં.-૧૮૫૮) (૩) નેમિનાથ વિવાહલો, રહસંમિ રાજમની બારમાસ (૧૮૬૦) (૪) શુભવેલી (સં.૧૮૬૦) (૫) સ્થલમિદ્ર શીયલવલ (સ.-૧૮૬૨), (૬) દશાણભદ્ર સજઝાય ઢાળ-પ (સ.-૧૮૬૩) (૭) વીર સ્તવન-કણિક સામૈયું (સં.-૧૮૬૪) (૮) ત્રણ ચોમાસી દેવવંદન (સં.-૧૮૫) (૯) અક્ષય નિધિ તપ સ્તવન (સં.-૧૮૭૧) (૧૦) ચોસઠ પ્રકારી પૂજા (સં.૧૮૭૪) (૧૧) પીસ્તાલીસ આગમની અષ્ટ પ્રકારી પૂજા (સં. ૧૮૮૧) (૧૨) નવ્વાણું પ્રકારી પૂજા (સં. ૧૮૮૪) (૧૩) બાર વ્રતની પૂજા (સં.૧૮૮૭). (૧૪) ભાયખલા ઋષભદેવ સ્તવન (સં.૧૮૮૮) (૧૫) પંચ કલ્યાણક પૂજા (સં.-૧૮૮૯) (૧૬) અંજન સલાકા સ્તવન-મોતીશાના ઢાળીયા (સં.-૧૮૯૩) (૧૩) ધમ્મિલકુમાર રાસ (સં.૧૮૯૬) (૧૮) હિત શિખામણ સ્વાધ્યાય (સં.-૧૮૯૮) (૧૯) મહાવીર સ્વામીનું ૨૭ ભવનું સ્તવન (સં.૧૯૦૧) (૨૦) ચંદ્રશેખર રાજાનો રાસ (સં.૧૯૦૨) (૨૧) હઠીસિંહ અંજન શલાકાનાં ઢાળીયાં (સં.૧૯૦૩) (૨૨) સિધ્ધાચલ-ગિરનાર સંઘ સ્તવન (સં. ૧૯૦૫) (૨૩) સંઘવણ હરકુંવર સિધ્ધક્ષેત્ર સ્તવન (સં. ૧૯૦૮) - આ યાદી તો સામાન્ય છે. બાકી તો તેઓની રચના તો પ્રતિદિન ચાલતી જ રહેતી હશે. આ યાદીમાં તાં બબ્બે. ત્રણ-ત્રણ વર્ષનો વચ્ચે ગાળો આવે છે. કદી એમના જેવા માટે એવું તો બનવું સંભવિત જ ન ગણાય. વળી બીજી ઘણી રચનાઓ હશે. જે રચનામાં સંવતનો ઉલ્લેખ મળે છે તેને જ કમસર યાદીમાં અત્રે મૂકવામાં આવેલ છે. - વિવેચન સહિત આ ચાર ખંડમય રાસના ૫૪૪ પાના જેવું વિશાળકાય કદ જોયા પછી મનમાં એવો પણ વિચાર થઈ આવ્યો કે આ સમસ્ત રામના વિવેચનના બદલે વિષમ-સ્થળ વિવેચન કરવામાં આવ્યું હોત તો પણ સારું જ ગણાત. પણ હવે જ્યારે વિવેચન સહિતનું આ પ્રકાશન ઘણા પરિશ્રમ તથા વિપુલ અર્થ દ્રય દ્વારા પ્રકાશિત થઈ જ રહ્યાં છે. ત્યારે આ અદ્દભુત કાવ્યકૃતિને આનંદથી વધાવીએ અને મંગલ કામના કરીએ કે અર્થી કે અર્થી આત્માઓ આનો યથાયોગ્ય ઉપયોગ કરી સૌના શ્રમને સાર્થક કરે. એજ, શ્રી દેવગુરુ ક્રમાન્જસેવી વિજય હેમચન્દ્રસૂરિ વિ.સ. ૨૦૦ દેવકી નન્દન જૈન ઉપાશ્રય, ફાગણ સુદ-૭ અમદાવાદ-૩૮૦ ૦૧૩. Page #12 -------------------------------------------------------------------------- ________________ જેમનું છે તેમને જ અર્પણ IR'ten દેવ શ્રી જેમના મુખ ઉપર સદી બહાર પ્રસન્નતા, સૌમ્યતા તથા સરળતાનો ત્રિવેણી સંગમ છે Rપ્રભાશ્રીજી જેમની આંખોમાં વાત્સલ્ય, અમીરાત અને નિખાલસતાનો ત્રિવેણી સંગમ છે. જેમના જીવનમાં અખૂટ પ્રેમ, અપાર મમતા અને લાગણીનો ત્રિવેણી સંગમ છે. જેમના હ્યદધ્યમાં ઉદારતા, વિશાળતા અને ગંભીરતાનો ત્રિવેણી સંગમ છે એવા મમતાળુ, વિશાળ પરિવારધારક, વાત્સલ્યમૂર્તાિ મારી અંતરની આરસીમાં અમાપ આરાધનાની અંજલી 'અર્ધનાર મારા ચિત્તમાં ચંચળતાનો નાશ કરીને ચેતનવંતા” ઉચ્ચ ચારિત્રનું ચણતર કરનાર 'પૂજ્યપાદ ગુરુદેવ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ના ચરણયુગલમાં સાદર સમર્પણ. Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ હ્રથા ો બોલ નદીનો પ્રવાહ સતત વહેતો રહે છે. તે કોઈની ઈંતેજાર કરતો નથી. વૈશાખી વાયરાના વંટોળિયો પકડી શકાતો નથી. તે જ રીતે અનાદિકાળથી ચાલ્યો આવતો કાળનો પ્રવાહ પ્રતિસમયે વહ્યાા જ કરે છે. તે કાળ કોઈની પરવા કરતો નથી. રોક્યો રોકાતો નથી. પકડ્યો પકડાતો નથી. કાળની સાથે ૠતુનું પરિવર્તન થયા કરે. ઋતુના પરિવર્તન સાથે જીવનનું પરિવર્તન. જયારે જીવન પરિવર્તન થતાં આ જન્મનું પણ પરિવર્તન થાય છે. આ જીવનનું અસ્તિત્વ કાળના પ્રવાહની સાથે સંકળાયેલુ છે. તે જ કાળમાં આજથી ૬૦ વર્ષ પૂર્વે શાસન સમ્રાટના આજ્ઞાવર્તી પરમ વિદુષી પૂજયપાદ્ દેવીશ્રીજી મ.સા. પરિવાર સાથે સિધ્ધગિરિમાં બિરાજમાન હતા. સંસારથી ઉધ્વિઘ્ન પામેલા કમળાબેન, નાની દીકરી તારાનું (ઉમર વર્ષ ૯) લઈને, સિધ્ધગિરિ દાદાની છાયામાં આવી વસ્યા. ઋણાનુબંધે પૂ. દેવીશ્રીજી મ.સા.નો પરિચય થયો. આરાધનાના નિમિત્તથી ભારેલા અગ્નિવતુ વૈરાગ્ય હતો, તે પ્રજ્વલિત થયો. પરમાત્માની વાણીરૂપી ઘી હોમાતુ જ ગયું. મનની સઘળી વાતો ગુરુદેવ પાસે કરી. ગુરુદેવ આશ્વાસન આપતાં કહે કે ચારિત્ર મોહનીય તૂટશે ત્યારે ચારિત્ર લેતાં વાર નહિ લાગે. મોટી દીકરી સુશીલા મોસાળમાં રહે. માની સાથે કયાંયે આવે નહિ. અને મોસાળિયા જવા પણ ન દે. કમળાબેનની ભાવના કેવી ! મારો સંસાર અકાળે મુરઝાઈ ગયો છે. તો, હવે મારી બંને દીકરીને સંસારમાં નાખવી નથી. ગુરુદેવને કહેતા... મારે બંને દીકરીઓને સાથે લઈને જ નીકળવું છે. પણ મારી ભાવના પૂરી થાય તેમ નથી. કારણ કે મોટી દીકરી સુશીલા તો મારી સાથે કયાંયે આવતી નથી. શું કરું ? આ ભાવનામાં દિવસો વીતવા લાગ્યા. ફાગણ ગયો. ચૈત્ર પણ જોતજોતામાં ચાલી ગયો. આવી ઊભો વૈશાખ. દાદાના ધામમાં વૈશાખ સુદ-૩ અખાત્રીજ પર્વ રોકાઈ ગયા. યોગાનુયોગે અમદાવાદથી સુશીલાબેનને આવવાનું થયું. અચાનક દીકરીને જોતાં માના હૈયે ટાઢક વળી. કમળાબનને મનમાં વસી ગયું કે. આવી છે તો તક ઝડપી લઉ. પુરુષાર્થ આદર્યો. પ્રારબ્ધ સાથ આપ્યો. સુશીલાને ગુરુદેવનો પરિચય થયો. ગુરુ મનમાં વસી ગયા. ચારિત્ર મોહનીય હટી ગયું. ને ત્રણેયનો ત્રિવેણી સંગમ થતાં દીક્ષાની વાત કરી. દીકરીઓએ માતાની હામાં હા ભણી દીધી. તે શુભદિવસ હતો પરમાત્મા મહાવીરસ્વામીનો કેવળજ્ઞાનનો. વૈશાખ સુદ-૧૦. એ કાળ-સમય કેવો સોહામણો ? સ્થાન કેવું રળિયામણું... ‘રોહિશાળા’. ગુરુદેવની પરમકૃપાએ સાપ કાંચળી ઊતારે તેમ સંસારનો શણગાર છોડી દીધા. સંયમના સ્વાંગ સજી લીધા. ધન્નાની જેમ એક જ ઝાટકે સુખ વૈભવોને છોડી દીધા. અણગાર બની.પરમાત્માના માર્ગે ગુરુવર્યોની સાથે ચાલી નીકળ્યા. વેશપરિવર્તન સાથે નામ પણ પરિવર્તન. કમળાબેન... પૂ. કમળપ્રભાશ્રીજી મ.સા., સુશીલાબેન... પૂ. સૂર્યપ્રભાશ્રીજી મ.સા., તારાબેન... પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. નામ ધારણ કર્યુ. (o Page #15 -------------------------------------------------------------------------- ________________ પછી તો મોહરાજાએ પોતાનું સૈન્ય મોકલી આપ્યું. જુઓ ! ચારેય કોરથી આંધી - તુફાન - વાવાઝોડા વિંટોળિયા સાથે મોહના સુભટો આવી ચડ્યા. ગુરુદેવ તો નવદીક્ષિત ત્રિપુટી સાથે કદંબગિરિ આવી ગયા શ્રી યુગાદિદેવની નિશ્રા, ગિરિરાજની છાયા, અને શાસનસમ્રાટની કૃપા... શું ચાલે મોહરાજાનું? પરમ ઉપકારી ગુરુદેવ તો સાથે જ હતા. પૂ. કમળપ્રભાશ્રીજી મહારાજ સાહેબે આવનારને પડકાર કર્યો. મેરુવતુ નિશ્ચલ રહીને, મોહના સુભટો સામે ટકકર ઝીલી. નાની વયના બંને સાધ્વી ભગવંતો પણ માતા+ગુરુ=ગુરુમાતા ને પળવાર પણ છોડવા તૈયાર ન હતા. મામા-કાકા સાથે જવા તૈયાર ન હતા. આ હતી તેઓની પ્રબળ પુણ્યની કમાણી. પૂર્વભવની જોરદાર ચારિત્રની આરાધના. સંયમના સ્વાંગ ઉતારવા તૈયાર ન હતા. આ હતી નીડરતા... સાથે મનની દ્દઢતા. ચારિત્રરૂપ રતનનું પ્રાણના ભોગે પણ જતન કરતી ત્રિપૂટીએ મોહરાજાને નમાવી દીધા. માહરાજાના સુભટો હાર્યા. અને છેલ્લે નમવું પડયું. સંસારી સગાઓ ચાલ્યા ગયા. સંયમ માર્ગ સરળ થઈ ચૂકયો. ગુરુકુળવાસમાં પૂજયપાદ્ ગુરુદેવની નિશ્રામાં રત્નત્રયીની આરાધનાની ધૂણી ધખાવી. ગુરુ + શિષ્યા બે = ત્રિપૂટીએ અનાદિકાળના પાપોને પખાળવા માંડ્યાં. “આણા એ જ ધર્મ.” આ જ મંત્રને આત્મસાત્ કરતાં, જે જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું, તે તે ક્ષેત્ર જીતતા ગયા. કયાંયે પાછી પાની નહિ. જ્ઞાન સંપાદનના સોપાન ચડતા ગયા. સાથે સાથે સમય પણ પાણીના રેલાની જેમ સરવા લાગ્યો. ગુરુમાતાની તબીયત નરમ ગરમ રહેતી હોવા છતાં, પણ બંને શિષ્યાના જીવનવિકાસમાં સક્રિય ભાગ લેતાં. અને સાંગોપાંગ પાર પામતાં. જન્મદાત્રી આ ભવના ઉપકારી, ત્યારે ગુરુ તો ભવોભવના ઉપકારી. આ જુગલ જોડીનું પુણ્ય અથાગ કે બંને ઉપકારો એક માતામાં જ રહ્યા હતા. કાળ પ્રવાહની સાથે આરાધના પણ વેગીલી થઈ ચૂકી. પૂ. ગુરુવર્યો-વડીલોની સાથે ગામોગામ વિચરવા લાગ્યાં. જુગલજોડીની વય અને સંયમના સુવાસથી હળવું કર્મ જીવો ખેંચાઈ આવતા. કેટલાય જીવદળોએ સંસાર છોડી દીધો. ગુરુસમર્પિત થઈ ગુરુકુળવાસમાં વસવાટ કર્યો. અને આજે પણ સૌ પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. તે કાળ કેવો? દિવસ કે રાત! કયાં ઉગે છે કયાં આથમે છે? તે ખબર પડતી નહોતી. જોતજોતામાં ૪૦ વર્ષ પૂરા થવા આવ્યાં. શિખરજીની યાત્રાની વાતો ઘણી વાર ચાલતી. તે વર્ષે ગુરુએ જ જુગલજોડીને શિખરજીના યાત્રાર્થે વિહાર કરાવ્યો. તે પણ કોણ જાણે? દેવને ન ગમ્યું. ગુરુમાતાનો અશુભ અસાતાનો ઉદય. વેગળાની વાટેથી તરત પાછા ફર્યા. ઉગ્રવિહાર કરીને ગુરુમાતાની સેવામાં હાજર. આઠ આઠ મહિના સુધી સતત આરાધના કરાવતા. સમાધિ ન તૂટે તેની સતત ખેવના. ડાબે જમણે, જમણે ડાબે - સૂર્યાતિલક, તિલકસૂયાં... જુગલજોડી... સાથે સઘળો પરિવાર પણ ખડે પગે. અંતસમય સુધી સમાધિપૂર્વક નિઝામણા. સંપૂર્ણ સમાધિએ ગુરુદેવ પરલોકવાસી થયા. જુગલજોડીને માથે આભ તૂટી પડ્યું. અંતસમય સુધી તો બંને બેનો મનને મજબૂત કરી બેઠા હતા. જાણે ઋણ ચૂકવી રહા ન હોય. ને પછી ધીરજની પાળ તૂટી. આંખેથી અષાઢી મેહ, કોણ કોને આશ્વાસન આપે. “સૂર્યા' “તિલક' હુલામણા નામથી કોણ બોલાવશે? શિર છત્ર ગયું? અમારી સાર સંભાળ કોણ Page #16 -------------------------------------------------------------------------- ________________ Anun નમો નમઃ શ્રી ગુરુનેમિસૂર ૫. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ સૌજન્ય : શાંતિલાલ મણીલાલ શાહ જેસરવાળા હ. વિણાબેન-ચેતન-મનીષ-ભવ્ય-દિવ્ય-ભાવેશ-હિના-સૌરભ સુરત. Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ કરશે ! તે કાળે ને તે સમયે જે વાતાવરણ સર્જાયુ તે ન કલ્પી શકાય તેવુ હતું. શિર છત્ર ગયું. તે વેળાએ આશ્વાસન આપનાર પૂ. સ્વયંપ્રભાશ્રીજી મ.સા. બે દિવસથી આવેલ જ હતા. બંને બેનોને તથા પરિવારને ઘણુ આશ્વાસન આપી સ્વસ્થ કર્યા. કાળ કાળનું કામ કરે. આપણે આપણું કરવાનું. બંને બેનો એકબીજાની હુંફથી આરાધનામાં આગળ વધ્યા. ગુરુમાતાના અગણિત ઉપકારોની સ્મૃતિમાં પરમાત્માની ભકિત-રૂપ મહોત્સવ આદિ કરીને ઋણ મુકત થયાનો સંતોષ અનુભવતા હતા. વળી ચારિત્રની કેડી ઉપર ચાલતાં બીજા નવ વર્ષ પૂરા થયા. સંયમ જીવનને વહન કરવામાં ૫૦ માં વર્ષમાં પ્રવેશવાની તૈયારીઃ પરિવાર તથા સંસારી મામાઓ તથા તેમનો પરિવાર, તથા સંસારી કુટુંબીજનોએ ભેગા થઈને, ૫૦ વર્ષના પ્રવેશમાં ‘જિનેન્દ્ર ભકિત મહોત્સવ' ની તૈયારી કરી. વૈશાખ સુદ-૨ થી વૈશાખ સુદ-૧૦, (દીક્ષા દિન) સંવત ૨૦૫૧ માં ઘણા ઠાઠમાઠથી ઉજવાયો. તે કાળે તે સમયે આ મહોત્સવ જેણે નયણે નિહાળ્યો હોય, માણ્યો હોય તે જ વર્ણવી શકે. દીક્ષાદિનની તિથિ એ તો સ્વજનવર્ગએ એ રીતે ઉજવાઈ કે જાણે આજે જ દીક્ષા ન થઈ હોય ! સૌના હૈયા આનંદથી ઉભરાયા હતા. હજુ દીક્ષા મહોત્સવ માણ્યો ન માણ્યો... એક વર્ષ પણ પુરુ ન થયું ત્યાં તો કાળરાજા વિફર્યો. કોણ જાણે આ કાળને કોણે ભરમાવ્યો. ખબર ન પડી. ભૂતકાળની ભૂતાવળીમાં રહેલા અશુભ કર્મો વેરની વસુલાત કરવા સામે આવી ગયા. હજુ ૫૧ માં વર્ષના પ્રવેશ કરવાને ૧૭ દિવસ બાકી હતા. મોટી બેનનો સુરત તરફ વિહાર નક્કી થયો. મોટીબેન અસાતા વેદનીયના ઉદયે શરીરનું સ્વાસ્થય ઘણું કથરેલુ રહેતુ હતું. છતાં પણ જયારે ફરજ સામે આવી જાય, ત્યારે પોતાના શરીરની સામે જોયું નથી. વિહાર નક્કી થયો. નાની બેને દુભાતા દિલે, વિહાર વાટે વિદાય આપી. મોટીબેને વિદાય લીધી. વિહારના ત્રણ દિન પૂરા થયા. ચૈત્ર વદ-૭ ની સવારે, વિનયી પ્રજ્ઞશીલાજી શિષ્યા સાથે, મોટીબેન પૂ. સૂર્યપ્રભાશ્રીજી મ.સા. સૂર્ય ઉદય થતાં અકસ્માતના નિમિત્તથી કાળના ખપ્પરમાં ખપી ગયા. પરલોકવાસી થઈ ચૂકયા. આ ફાની દુનિયા છોડી દીધી. શું કહીએ ? આ કાળને ! ઘડીક હસાવે, ઘડીકમાં રડાવ ! વાયુવેગે સમાચાર ચારેકોર પહોંચી ગયા. અઘટિત આઘાતજનક અંજામ સાંભળતાં નાનીબેન તથા સઘળોય પરિવાર ચોધાર આંસુએ... કોણ કોને છાનું રાખે ? કર્મની થિયેરી જાણતાં છતાં છદ્મસ્થાવસ્થાએ સૌને રડાવી મૂકયા. હર્યો ભર્યો લીલોછમ બગીચા સરખો સમુદાયને આ કાળરાજાએ ઉજ્જડ વેરાન કરી નાખ્યો. રે ! આ કાળને શું કહેવું ? હે કાળમુખા કાળરાજા ? આ અમારા પરમ ઉપકારી પૂજ્યશ્રીની નિશ્રામાં અમે સૌ આશાભર્યા આરાધના કરી રહ્યા હતા. તે પણ તને ન ગમ્યું ? અમે તમારું શું બગાડ્યું ? જે અચાનક અમારા શિરછત્રને તેં ઉપાડી લીધું. જન્મથી જ સાથે ઉછર્યા, રમ્યા, જન્મ્યા, ફર્યા હર્યા. નાની વયે સંયમની કેડીએ ચાલ્યા. જે આજે પચાસ પચાસ વર્ષ સુધી સાથે વિચર્યા. અને જોડીને તોડનાર તું ? તને ઝાઝું શું કહેવું ? નાની બેન કલ્પાંત કરતાં કહે છે - રે ! બેન ! મને એકલી મૂકીને તમે તો ચાલી નીકળ્યાં. ગુરુમાતા હા, આપ જ મારા સર્વસ્વ હતા. આપના સહારે મારી સંયમનાવ હંકારતી હતી. આપ હતા તો ગુરુમાતાની ( Page #19 -------------------------------------------------------------------------- ________________ ખોટ પૂરી. હવે અમારુ કોણ? બેન ! આ કાળરાજાએ કાળો કેર વતાવ્યો. કયા ભવનું વેર લીધું? અમારી સાધનાની જોડીને તેં પળવારમાં તોડી નાખી? બેન ! મેં વિહાર વેળાએ આપને કહ્યું હતું કે આપણું શરીર હવે કામ આપતું નથી. હવે તમે વિહાર કરવાની વાત છોડી દો. અહીંયા રહીને આપ આપની આરાધના કરો. ત્યારે આપે મને કહ્યું કે.. બેન ! તારી વાત સાચી. પણ એકવાર હા પાડી. પછી ના શી રીતે કહેવાય? ત્યારે મેં કહ્યું હતું કે, બેન ! ભલે, આ વખતે હા પાડી છે. તો જઈ આવો. શરીર કરતાં વચનની કિંમત વધારે ગણતા બેન ! આપે આપના શરીર સામે જોયું નથી. લજ્જા ગુણથી યુકત, કર્તવ્યની કેડીએ ચાલી નીકળ્યા. પણ હવે જલ્દી જલ્દી પાછા પધારજો. અમને મળજો. પણ કયાં.. આશા બધી માનવ તણી, પૂર્ણ કદી થતી નથી; પૃથ્વી પરની બધી રજની, પૂર્ણિમા હોતી નથી.” અમારે માટે રોજ પૂર્ણિમા ઉગતી હતી. અકાળે ન બનવાનું બની જતાં હવે અમારે તો અમાસ આવી ઊભી રહી. ગુરુમાતા જતાં, મારે આપનો સહારો હતો. પણ હવે અમારું કોણ? માથે આભ તૂટી પડયું. આંસુ લૂછનાર કોણ ? અમારા મનનું સમાધાન કરનાર કોણ ? હા ! હવે હું કોને પૂછીશ? કલ્પાંત કરતાં નાની બેન સાથે સઘળો પરિવાર ચોધાર આંસુએ રડતો હતો. પુનિત દેહને ઉપાશ્રયમાં લઈ આવ્યા. આ સમાચાર સાંભળવા કાન તૈયાર ન હતા. પુનિત દેહના દર્શન કરવા આંખ તૈયાર ન હતી. છતાં તે કાન, આંખને, મ ાવીને છેલ્લા દર્શન કરવા સૌ નાની બેનને લઈ આવ્યા. પૂત આત્માને શ્રધ્ધાંજલી આપવા. પવિત્ર દેહના દર્શન કરવા. તે પળ, તે ઘડી, તે કાળ તે સમય. જેણે જોયો હશે, તે જ જોઈ શકે. બાકી ન જોનાર તો કલ્પના પણ ન કરી શકે, કે ન શબ્દોમાં વર્ણવી શકે? રે બેન ! વિદાય આપી ત્યારે ફરીથી મળવાની આશાએ આપી હતી. તેના બદલે.. તો... બેન ! આપ તો સદાને માટે વિદાય લઈ લીધી. ગુરુમાતા સાથે આપણી ચાલીશ ચાલીશ વર્ષ સુધી સંયમની આરાધના કરી. તે પછી આપની સાથે રહ્યા. કયારેય આંખનો ખૂણો લાલ જોયો નથી. આપણા જીવનમાં કયારેય મતભેદ પડ્યા નથી. તો મનભેદની શી વાત કરવી ? હે ઉપકારી મોટી બેન! હવે મને તિલક' ! “તિલક' ! કરીને કોણ બોલાવશે? હે વડીલ ગુરુબેન ! આપ તો બંને રીતે મારા ઉપકારી છો. આપનો ઉપકાર ચેં વારી શકાય? ગુરુકુળવાસમાં વડીલોની છાયામાં કયારેય તડકો જોયો નથી. કયારેય કોઈની આંખ પણ લાલ થયેલી જોઈ નથી. વડીલોના હૈયામાં સ્થાન મેળવનાર મોટી બેન! જયાં હોય ત્યાં આ લોકોત્તર શાસન પામો. વળી પરમ સમતા, શાંતિ અને સમાધિ પામો. એ જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. આ શબ્દો સાંભળનારના હૈયા હચમચાવી નાખ્યાં, અને દડ દડ આંસુ વહાવતાં, આજે તે પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. અમારા સૌના શિરછત્ર છે. એમની રીતળછાયામાં અમારી આરાધનાના આઠ આઠ વરસના વહાણા વાયાં. અમારા આ પૂ. વડીલને બેનની ખોટ કોઈ પૂરનાર નથી. જયારે અમારા સ્વ. ગુરુદેવની Page #20 -------------------------------------------------------------------------- ________________ મોતના પડકારને ઝીલી લઈને મસ્ત સમાધિ ટકાવી રાખનાર તનમે વ્યાધિ મનને સમાધિ સચ્ચારિત્ર ચૂડામણી પૂ. દાદી ગુરૂદેવ પ.પૂ. કમલપ્રભાશ્રીજી મ.સા. સૌજન્ય : સ્વ. સની પ્રફુલ્લભાઈ હ. જયશ્રીબેન પ્રફુલ્લભાઈ શાહ, સુરત. Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિની ખોટ પૂરનાર વર્તમાનમાં મોજુદ છે પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. સ્વ. પ.પૂ. ગુરુદેવ! કયારેક સ્વપ્નમાં દર્શન થઈ જાય છે. કયારેક વહેલી સવારે જાપધ્યાનમાં ઝબકારારૂપ પ્રકાશમાં પણ દર્શન થઈ જાય છે. એ જ અમારું પરમ સૌભાગ્ય છે કે અમારી ઉપર અમાપ ગુરુકૃપા અદ્દશ્યરૂપે વરસ્યા કરે છે. - વર્તમાનમાં પૂ. દેવીશ્રીજી મ.સા. સમુદાયના નાયક, અમ ગુરુસ્થાને રહીને અમારી સારસંભાળ એજ પૂજયપાદુ તિલકપ્રભાશ્રીજી મ.સા. કરી રહૃાા છે. એમની છત્રછાયામાં રહીને ગુરુવતું આજ્ઞાને માનીને, શંપજીવન આરાધનામાં પસાર કરીએ છીએ. દીધસંયમી જુગલજોડીમાં રહેલા ગુણો ગાવા બેસીએ તો પાર નહિ પામું. છતાં આવા મહાન આસનોપકારી ગુરુવર્યોનું વ્યકિતત્વ જ એવું વિરાટ છે કે આપોઆપ ગુણો પ્રગટ થાય છે. આવા વિરલ વિભૂતિનાં એકવાર પણ જો પરિચય કરે તો સુગુણોની સુવાસ લઈને જાય છે. એમના ગુણોનું વર્ણન કરવું, એટલે પjને પર્વત ચડવો, લંગડાને જંગલ ઓળંગવો, નાવ વગર સાગર તરવો, પાંખ વિના ગગન વિહાર કરવો, એવું આ ભગીરથ કાર્ય છે. અમારા ગુરુદેવ પૂજ્ય તિલકપ્રભાશ્રીજી મ.સા. આવા જ ગુણોથી અલંકૃત છે. જયારે પણ જુઓ ! હાથમાં નવકારવાળી જાપ ચાલતો જ હોય. વળી કયારેક સ્વાધ્યાયમાં લીન હોય. પૂજયશ્રીના મુખ ઉપર સદા હાસ્ય છલકાતું જોયું છે. વડીલબેન કે ગુરુમાતા સ્મૃતિપટમાં આવી જાય ત્યારે વળી મુખ ઉપર ગ્લાનિ પણ જાઇ છે. જયારે જુઓ ત્યારે હળક પળ પ્રવૃત્તિમય જ હોય. | ત્રિપૂટીમાંથી એકની હયાતી અમારે મન ત્રિપૂટીની ગરજ સારે છે. અમારે હામ-દામને દામ અને વિસામોનો વડલો છે. કહ્યું છે કે, ' સ્વાધ્યાયાવશ્ય સમો ગુનાં ઢિ ગુણત્ત્વ:'' | સ્વાધ્યાય અને આવશ્યક ક્રિયાની સમાન ગુરુનો ગુણાનુવાદ પણ નિયમિત કરવો જોઈએ. ગુના સ્થાને ગુણીયલ ગુરુ મળ્યા છે. તો હે ગુરુદેવ ! આપના જીવનમાં રહેલા ઉમદા ગુણો અમારા જીવનમાં ઊતરે. એ જ અમ અંતરની ભાવના. - ~------ એજ લી... પૂ. કમલપ્રભાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પરિવાર વતી ગુરુકૃપાકાંક્ષી સા. જિતકલ્પાશ્રીજી -- Page #23 -------------------------------------------------------------------------- ________________ 66 સોહં તથાપિ તવ વિત્ત વશાત્ " (શ્રી ભક્તામર સ્તોત્ર) “બચાવવા તિજ બાળ, સિંહ પ્રતિ હરણી ભરે ફાળ; વાત્સલ્ય ભીનું હૈયુ પ્રેમાળ, જે પ્રેરે ભરવા હરણફાળ'' || વનવગડાના તૃણ અને નીરથી જીવન જીવતાં હરણના ટોળાઓ કેવા ખેલી રહ્યા છે ! કેટલીક હરણીમાતાની સાથે પોતાના બાળ હરણો પણ રહેલા છે. જે માતાની વાત્સલ્યતાનું અમૃતપાન કરી રહ્યા છે. ત્યાં અચાનક જ એક સિંહ ફાળ ભરતો, બાળહરણ પાસે આવી પહોંચ્યો. બાળહરણને પંજામાં લેવા પોતાના પગ લંબાવે છે. ત્યારે... ત્યારે સિંહના પંજામાં સપડાતા પોતાના બાળને જોઈને, માતાના હૃદયમાં શું વ્યથા થાય ? એ તો ‘મા’ જ જાણી શકે. પોતાના બાળ પ્રત્યેનું નીતરતુ વાત્સલ્ય... હરણીને સિંહ સામે લડવા પ્રેરે છે. હરણી... નથી સ્વશકિતનો વિચાર કરતી... કે... નથી શત્રુના બળનો વિચાર કરતી... માત્ર... પોતાના બાળની આશાભરી નજરે એના હૈયામાં વહેતા નિર્મળ વાત્સલ્ય ઝંકૃત કરે છે. (ઉદ્દીરે છે). સિંહના પંજામાંથી પોતાના બાળને છોડાવવા માટે, એને ઝંપલાવવા પ્રેરે છે. બસ એ જ રીતે... ગુરુવિરહ તાપથી સંતપ્ત હૈયામાં, દિવ્યલોકવાસી ગુરુમૈયાની કૃપાદૃષ્ટિ મેળવતાં ઝંખનાએ “કંઈક' કરવા પ્રેરણા કરી.. પણ... ‘‘અલ્પજ્ઞ”... ‘‘અજ્ઞાત” એવી હું “કંઈક' શું કરી શકું ? ગુરુવિરહથી હૈયાની હિંમતહારી બેઠેલી હું શું કરી શકીશ ? મારી શકિત જ મને રુકાવટ કરતી હતી. પણ... એક મધરાતે ઝબકારો થયો. જે ઝબકારે પ્રેરણા કરી... અને સંકેત સંદેશ સંભળાયો. ‘‘બેસી રહેવું.” એ તારુ કર્તવ્ય નથી. “નારાજી, પ્રમાદ’ ખંખેરી નાંખ અને પ્રગતિના પંથે તારા કદમ માંડ. પા પા પગલીએ મંડાતા ડગ... એક દિવસ ઈચ્છિત સ્થાન પહોંચાડશે... અને... અને... ગુરુમૈયા પ્રતિ માંડેલી કૃપાકાંક્ષી મીટ... અની સામે દિવ્યલોકથી વરસતા ગુરુમૈયાના અંતરાશિષના બળે... વણકલ્પી લેખનની દુનિયામાં ઝંપલાવ્યું... અને... આજે... 'તવ મવિત્ત વશાત્ ” આગે કદમ ભરતાં આંશિક ગુરુઋણ અદા કરવાની તક મળી, જેનો આનંદ છે. ‘ગુરુમૈયા' ! હવે હું પ્રમાદ રૂપી સિંહના પંજામાં સપડાઇ ન જાવું, તે માટે તારું વાત્સલ્યભીનું હૈયું મન સદા પ્રેરણાને સતત ઝીલવાની શકિત મળે. જે કંઈ બની શકયું છે તે તો માત્ર... આપ ગુરુકૃપાના બળે જ... ‘‘ગુરુમૈયા'' ! સદા આત્મોન્નતિ માટે પ્રેરણા-બળ અને આશિષ વરસાવશોજ... એવી દઢ શ્રધ્ધા સાથે... “ગુરુકૃપાકાંક્ષી સાધ્વી જિતકલ્પાશ્રી... ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. પ્રશાંતમૂર્તિ સૂર્યપ્રભાશ્રીજી મ.સા. પ.પૂ. સમયજ્ઞ પ્રજ્ઞશીલાશ્રીજી મ.સા. સૌજન્ય : દેસાઈપોળ-સોનીફળીયા બહેનોનો ઉપાશ્રય, સુરત. Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્તે ભૂલાય એ ઉપકારો ? ઃ પરમોત્કૃષ્ટ પરમાત્મા... :શ્રી યુગાદિદેવ ઋષભદેવ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા શ્રી વિમળનાથ પરમાત્મા દિવ્યકૃપા ઃ પરમોપકારી શાસનસમ્રાટ પ.પૂ. આ.ભ.વિ. નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. પરમોપકારી પ્રશાંતમૂર્તિ પૂજયપાદ આ.ભ.વિ. દેવસૂરીશ્વરજી મ.સા. પરમોપકારી સંયમદાતા પ.પૂ. દાદી કમળપ્રભાશ્રીજી મહારાજ સાહેબ. પરોપકારી સંયમજીવનના સુકાની પ.પૂ. ગુરુદેવશ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. -: પ્રેરકદાતા તથા આશીર્વાદદાતા : - વ્યાકરણાચાર્ય પ.પૂ.આ.ભ.વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. વિર્ય પ.પૂ.આ.ભ.વિ. શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. વ્યાખ્યાનકાર પ.પૂ.આ.ભ.વિ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ. -: ગ્રંથ નિર્દેશક ઃ પ.પૂ.આ.ભ.વિ. પ્રદ્યુમનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. -: પ્રેરણાદાતા : ગુરુવર્ય પ.પૂ. ૫દ્ તિલકપ્રભાશ્રીજી મ.સા. અનુવાદનું વાંચન : -: અ.સૌ. ભાનુમતિબેન અમૃતલાલ શાહ (એલ.એલ.બી.) ગોળ શેરી, સુરત. અ.સૌ. રૂપલ રાકેશકુમાર શાહ (બી.એ.) છાપરીયા શેરી, સુરત. -: અનુવાદમાં સુધારો વધારો કરનાર :પ્રોફેસર શ્રીયુત કાન્તીભાઇ બી. શાહ (ખાનપુર, અમદાવાદ) -: ચિત્રૌ તૈયાર કરી આપનાર : અ.સૌ. નલિનીબેન હરિશભાઇ રાંદેરીયા, અંબાજી રોડ, સુરત. ફેનીલ શાહ (પેરા, પાલડી, અમદાવાદ) -: કલર ચિત્ર તૈયાર કરી આપનાર તથા સી.ડી. કરી આપનાર : શ્રીયુત પટેલ પ્રવિણભાઈ આર્ટીસ્ટ, ભૂમિકા એપાર્ટમેન્ટ, (પેરા, પાલડી, અમદાવાદ) -: પ્રુફ રીડીંગ કરનાર : પ્રોફેસર શ્રીયુત પ્રવિણભાઈ પી. પાસવાલા, સુરત. -: પુસ્તક તૈયાર કરી આપનાર :ભૂપેન્દ્રભાઇ એમ. બદામી નિર્ભય બદામી, તંજસ બદામી. (વડાચૌટા, સુરત.) ૧૩) Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - --- | I શ્રી શત્રુંજય તીથાય નમઃ | ભકિતદાનના કવિ પ. વીરવિજયજી જૈન ચતુર્વિધ સંઘમાં સામુદાયિક ભકિતની એક વિશેષ અભિવ્યકિત તે દહેરાસરમાં અવારનવાર ભણાવાની પૂજાઓ છે. વિધવિધ દેશીઓમાં અને વિવિધ લાંછટામાં વાજિંત્રોની સૂરાવલીના સથવારે આ પૂજાનું ગાન સૌને માટે ભકિત મહોત્સવનાં અનેરો લહાવો બની રહે છે. મધ્યકાલીન ગુજરાતીની પરંપરામાં આવી પૂજાઓ આમ તો અનેક જૈન સાધુકવિઓએ રચી છે, પણ ઘણુંખરું તો, “શુભવીર' નું નામ જાણીતા બનેલા પંડિત વીરવિજયજીની પૂજાઓ જ વધારે પ્રચલિત થઈ છે. આમ પં. વીરવિજયજી જૈન પૂજાના અંક પવાય સમા બની ગયા છે. પણ આ સાધુકવિ માત્ર પૂજા સાહિત્ય આપીને જ અટકયા નથી. એમના સાહિત્યરાશિ ઘણાં વિપુલ છે. અને મધ્યકાલિન ગુજરાતી સાહિત્યના દીધું અને લધુ સાહિત્યસ્વરૂપમાં એમનું પ્રદાન અતિ મહત્ત્વનું રહ્યું છે. એમણે સ્તવનો, સજઝાયો, ચૈત્યવંદનો, દુહાઓ, સ્તુતિઓ, ગહૂળી, હરિયાળી, સંવાદ, બારમાસ, વિવાહલો જેવા લધુ પદ્યસ્વરૂપોમાં પોતાની કલમ ચલાવી છે, તો બીજી બાજુથી દીધું રાસાકૃતિની રચના પણ કરી છે. “પ્રશ્નચિંતામણી' જેવા સંસ્કૃત ગ્રંથ એમણે આપ્યો છે તો “અધ્યાત્મસાર પરનો બાલાવબોધ રચીને ગદ્યસાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં અવાચીન યુગ શરૂ થયા તેના થોડાક સમય અગાઉ થયેલા અને મધ્યકાલીન સાહિત્યની પરંપરામાં વિપુલ સાહિત્યસર્જન કરી જનાર આ જૈન સાધુકવિની નાની મોટી રચનાથી ખાસ કરીને જન ચતુર્વિધ સંઘ ઘણું જ ઉપકૃત થયાં છે. -: જીવન :અમદાવાદના પાનકોરનાકેથી દિલ્હી દરવાજા તરફ જતાં ધીકાંટા માર્ગ ઉપર ‘શાંતિદાસનો પાડો' નામે ઓળખાતી પોળમાં એક આંદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં આ સાધુ મહાત્માના જન્મ થયો. એમના પિતાનું નામ યજ્ઞશ્વર અને માતાનું નામ વીજ કોર હતું. માતાની કૂખે ગંગા નામની પુત્રીના જન્મ પછી સંવત ૧૮ર૯ ના દશેરાના દિવસ (આસો સુદ ૧O) એમના જન્મ થયો. માતાપિતાએ આ નવજાત પુત્રનું નામ કેશવ રાખ્યું. પુત્રની ૧૫ વર્ષની વયે પિતાના દેહાંત થનાં ઘરના સઘળા કાર્યબોજ આ કેશવના શિરે આવી પડ્યો. ૧૮ની વય થતાં કેશવનું લગ્ન રખિઆત નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયું. લગ્ન પછી તરતના ગાળામાં માતા-પુત્ર વચ્ચે કલહનું એક નિમિત્ત ઊભું થયું. બહારગામ ગયેલા પુત્રની ગેરહાજરીમાં ઘરમાં ચોરી થતાં પુત્રને માતાએ ઠપકો આપ્યાં. અને આવેશમાં આવી કર્કશ વચનો કહ્યાં. આથી કેશવને સંસાર પ્રત્યે અરુચિ પેદા થઈ. કેશવ ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યા. માતાએ ખૂબ શોધખોળ કરતાં કેશવ Page #28 -------------------------------------------------------------------------- ________________ રોચકા ગામે ગયાની ભાળ મળી, ત્યાં તપાસ કરતાં ખબર પડી કે કેશવ ત્યાંથી પણ નીકળી ગયો છે. છેવટે પુત્રવિયોગના આધાતે માતાનું અવસાન થયું. બહેન ગંગા પણ આ આકસ્મિક આઘાતોથી મૃત્યુ પામી. પણ કેશવની પત્ની રખિયાતનું શું થયું એની કોઈ વિગત સાંપડતી નથી. કેશવ ઘર છોડી અમદાવાદથી ધોલેરા પાસે આવેલા ભીમનાથ ગામે જઇ પહોંચ્યો. ત્યાં એને કોઇ અસાધ્ય રોગ લાગુ પડ્યો. આ રોગગ્રસ્ત અવસ્થામાં જ જૈન સાધુ શુભવિજયજીનો કેશવને સમાગમ થયો. શ્રી શુભવિજયજીએ સંવિજ્ઞ પક્ષના શ્રી સત્યવિજયજી-કપૂરવિજયજી-ક્ષમાવિજયજી-જવિજયજીની પાટપરંપરામાં થયા. આ શુભવિજયજીના ધર્મોપદેશથી કેશવના ધાર્મિક સંસ્કારો જાગ્રત થયા. અને વળી આ જ ગાળામાં કેશવનો અસાધ્ય રોગ નિર્મૂળ થતાં યુવાન કેશવ શ્રી શુભવિજયજીનો આજ્ઞાંકિત ભકત બની રહ્યા. શ્રી શુભવિજયજીની સાથે કેશવે શંત્રુજયની યાત્રા કરી. કેશવની દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છાને લક્ષમાં લઈ સંવત ૧૮૪૮ માં પાલિતાણાથી ખંભાત જતાં માર્ગમાં પાનસરા મુકામે કેશવની દીક્ષાવિધિ કરવામાં આવી. અને ત્યારથી ૧૯ વર્ષનો આ યુવાન કેશવ શ્રી શુભવિજયજીના શિષ્ય ‘વીરવિજયજી’ બન્યા. એ પછીના પાંચેક ચાતુર્માસ ખંભાત ખાતે તેઓ રહ્યા. તે દરમ્યાન વીરવિજયજીએ જૈન શાસ્ત્રોનું ઊંડુ અધ્યયન કરી લીધું. તેથી સં ૧૮૫૮ પછીના ગાળામાં વડોદરામાં તેમને પંન્યાસપદ આપવામાં આવ્યું. સં. ૧૮૬૦ માં વીરવિજયજી જયારે અમદાવાદમાં હતા ત્યારે એમના ગુરુ શ્રી શુભવિજયજી કાળધર્મ પામ્યા. આમ, સળંગ બાર વર્ષ સુધી સેવેલો પોતાના ગુરુનો સથવારો ચાલ્યો ગયો. ગુરુના દિવંગત-વર્ષમાં જ વીરવિજયજીએ ગુરુજીનું ચરિત્ર આલેખતી કૃતિ ‘શુભવેલિ' ની રચના કરી. શ્રી વીરવિજયજી પોતાના ગુરુની સાથે અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રય તેમજ લવારની પોળના ઉપાશ્રય રહેલા. પાછળથી ચાંલ્લાઓળની નજીક આવેલી ભઠ્ઠીની પોળનો ઉપાશ્રયે વીરવિજયજી ત્યાં રહેવા લાગ્યા. પરિણામે આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. સં. ૧૮૭૧ નું ચાતુર્માસ એમણે સુરતમાં કરેલું, ત્યારે જતિઓએ તિથિવાદ અંગેનો ઝઘડો ઊભો કરેલો અને તે ઝઘડો કોર્ટ સુધી પહોંચેલો. પરંતુ એમાં તિઓ ફાવી શકયા નહોતા. શ્રી વીરવિજયજીએ રચેલી કેટલીક કૃતિઓમાંથી તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓની વિગતો પ્રાપ્ત થાય છે. જેમ કે મુંબઈના શેઠ મોતીચંદ અમીચંદ (મોતીશા) શત્રુંજય ઉપર જે નવી ટૂક બંધાવી ત્યારે પં. વીરવિજયજીની ઉપસ્થિતિમાં અંજનસલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયેલો. આ પ્રતિષ્ઠા-મહોત્સવ સંવત ૧૮૯૩ ના મહાસુદ ૧૦ ના રોજ નિર્ધારિત થયો હતો. પણ એ પહેલા જ શેઠ મોતીશાનું અવસાન થયું. (સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ પડવાએ) પણ એથી પ્રતિષ્ઠાનું કામ અટકયું નહીં. શઠ મોતીશા પોતે પુત્ર ખીમચંદન સંધ લઈ પ્રતિષ્ઠા કરાવવાની ભલામણ કરતા ગયા હતા. પં. વીરવિજયજીએ રચેલા ‘મોતીશાના ઢાળિયાં' માં આ મહોત્સવની વિગતો આલેખાઈ છે. એ જ રીતે શેઠ હઠીસિંહ કેસરીસિંહ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર બાવન જિનાલયનું ભવ્ય દહેરું બંધાવવું શરૂ કરેલું. (જે આજે હઠીસિંગના દહેરા તરીકે સુપ્રસિધ્ધ છે.) શેઠ હઠીસિંહનો સ્વર્ગવાસ થતાં ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ એમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ પોતાની દેખરેખ તળ ચંનિમાણનું કામ પૂર્ણ કરાવ્યું અને સં ૧૯૦૩ માં આ દહેરાનો અજંનસલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પંડિત વીરવિજયજીની નિશ્રામાં થયો. આ ઘટનાનું આલેખન હઠીસિંહની અંજનશલાકાના ઢાળિયાં' માં થયું છે. અમદાવાદના શેઠ પ્રમાભાઇ હીમાભાઈએ સિદ્ધાચલગિરનારના સંઘ કાઢેલાં એમાં વીરવિજયજી પણ સામેલ હતા. એ સંઘનું આંખે દેખ્યું માહિતીપ્રદ વર્ણન ‘સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્તવન' માં પ્રાપ્ત થાય છે. સંવત ૧૯૦૮ ના ભાદરવા વદ ૩ ને દિવસે ભટ્ટીની પાળના ઉપાશ્રય ખાતે ચાતુમાસ દરમ્યાન પં વીરવિજયજીના સ્વર્ગવાસ થયો. એ દિવસે સારાયે અમદાવાદ નગર પાખી પાળી હતી. એમના સ્વર્ગવાસ પછી બીજે જ વર્ષે સં ૧૯૦૯ ના મહા સુદ ૬ને દિને આ ઉપાશ્રયમાં એમનાં પગલાં સ્થાપિત કરવામાં આવ્યાં. (સં. ૨૦૦૮ માં પંડિત વીરવિજયજીના સ્વર્ગવાસની શતાબ્દી મટ્ટીની પાળના ઉપાશ્રય ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી હતી અને આ શતાબ્દી નિમિત્તે એમની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.) શ્રી વીરવિજયજીના શિષ્ય શ્રી રંગવિજયજીએ સં. ૧૯૧૧ ની ચૈત્રી પૂનમે પંડિત શ્રી વીરવિજયજી નિવણ રાસ’ નામે પદ્યરચના કરી છે, જેમાં સ્વગુરુ વીરવિજયજીનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. આ કૃતિમાં એમના જીવનની મહત્ત્વની ઘટનાઓના ઉલ્લેખો મળી રહે છે. -: સાહિત્યસર્જન :પંડિત શ્રી વીરવિજયજીનું સાહિત્યસર્જન વિપુલ રહ્યું છે. જૈન પૂજાઓના રચયિતા તરીકે તો એમની ઓળખ સોને સુવિદિત છે જ, પરંતુ એ સિવાય પણ અનેક નાનાંમોટાં મધ્યકાલિન સાહિત્યસ્વરૂપોમાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યાં છે. દીધ સ્વરૂપની રચનાઓમાં એમની ત્રણ રાસકૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે છે. આ ત્રણે રાસકૃતિઓ ધર્મબોધ સાથેનો રસપ્રદ કથાનકોનું નિરૂપણ કરે છે. ૧. સુરસુંદરીનો રાસ, ૨. ધમ્પિલકુમાર રાસ અને ૩. ચંદ્રશેખર રાસ - આ ત્રણેય રાકૃતિઓ મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત થયેલી છે. પં. વીરવિજયજીએ ‘સુરસુંદરી રાસ' ની રચના સં ૧૮૫૭ માં એમની ૨૮ વર્ષની વયે કરી છે. ૪ ખંડ અને પર ઢાળમાં વિભકત એવી ૧૫૮૪ કડીની આ દીધું રચના છે. આ રાસકૃતિમાં ચંપાનગરીના રાજા રિપુમર્દનની પુત્રી સુરસુંદરી અને એ જ નગરીના ધનાવહ શેઠના પુત્ર અમરનું કથાનક આલેખાયું છે. નવકારમંત્ર અને બ્રહ્મચર્યવ્રતના અલોકિક મહિમાને આ રાસ વર્ણવે છે. અનેક યાતનાઓમાંથી પસાર થતી સુરસુંદરીની સહનશીલતા અને સાત કોડીએ રાજય સેવા નો પડકાર ઝીલી લેવાની આંતર તાકાતનું નિરૂપણ કરતી આ કથામાં સુરસુંદરીનું અંક શીલવ્રતા નારી અને અડગ નિષ્ઠાવાન શ્રાવિકાનું ઉજજવળ વ્યકિતત્વ ઝળકી ઊઠે છે અવાંતરકથાઓ અને સમસ્યા આદિ તત્ત્વોથી આ રાસકૃતિ અત્યંત રસપ્રદ બની છે. ઘમ્મિલકુમાર રાસ' એ છ ખંડ અને ૭૨ ઢાળમાં વિભાજિત, ૨૪૮૮ કડીની રચના છે. કવિની Page #30 -------------------------------------------------------------------------- ________________ આ રચના સં ૧૮૯૬ માં એમની પાકટ વયે થયેલી છે. એમાં અગિયાર જેટલી અવાંતરકથાઓ વણી લેવામાં આવી છે. આ રાસન ચરિત્રનાયક ધમ્મિલકુમાર લગ્ન થયા છતાં સંસારના સુખોપભોગમાં આસકત થવાને બદલે વિરકિતભાવ અનુભવે છે. એથી ચિંતિત થયેલા માતાપિતા સામે ચાલીને પુત્રને સંસારાભિમુખ કરવા જે પ્રયાસો કરે છે એના પરિણામે પુત્ર ધમિલ ધૂત, મઘપાન અને વેશ્યાગમનનો વ્યસની બની બેસે છે. ધમ્મિલ અને પોતાની ગણિકાપુત્રી વસંતતિલકાની પરસ્પરની ગાઢ આસકિતથી નારાજ બનેલી ગણિકાની માતા જ ધમ્મિલને અરણ્યમાં ફેંકાવી દે છે. પણ છેવટે જંગલમાં મુનિ દ્વારા કહેવાએલાં વિધિથી કથાનકો દ્વારા ધમ્મિલ ધર્માભિમુખ બને છે. આયંબિલ તપનો મહિમા અહીં દર્શાવાયો છે. મુખ્ય કથાની સાથે અહીં ગૂંથી લેવાયેલી દ્રષ્ટાંતકથાઓ સમગ્ર રાસને રસિક બનાવે છે. કથાનક રસપ્રદ છે. પણ એમાંથી પ્રાપ્ત થતો બોધ વિરાગતાનો છે. “ચંદ્રશેખર રાસ ૫ વીરવિજયજીની છેક ઉત્તરાવસ્થામાં સં ૧૯૦૨ માં રાજનગરમાં રચાયેલી કૃતિ છે. આખી કૃતિ ચાર ખંડોમાં અને ૫૭ ઢાળોમાં વિભાજિત છે. આ રાસકૃતિનો મુખ્ય ઉદ્દેશ ન્યાયપુરઃસર ઉપાર્જિત કરેલા દ્રવ્યથી કરાતા દાનનો મહિમા વર્ણવવાનો છે. આ રાસમાં મુખ્ય કથાનક વારાણસીના રાજા મહાન અને રાણી શીલવતીના પુત્ર ચંદ્રશેખરનું છે. એકદા રાજકુમાર ચંદ્રશેખર એક યોગીની સાધનામાં સહાયક થવા માટે સ્મશાનમાં જાય છે. ત્યાંથી માંડીને તે અનેક ચમત્કારિક પ્રવાસો અને અલૌકિક અનુભવોની પરંપરામાંથી પસાર થતો રહે છે. આ આખું જ કથાનક અત્યંત રસપ્રદ, મનોરંજક અને ગતિશીલ છે. ચંદ્રશેખરના મુખ્ય કથાનકની સાથે અનેક અવાજોરકથાઓ - દૃષ્ટાંતકથાઓ ગૂંથાયેલી છે. રાજકુમારો, જોગીઓ, વિદ્યાધરો, રાક્ષસો, જોગણીઓ, વ્યંતરો, ધર્મોપદેશ કરતા મુનિઓ, રાજકુમારીઓ - એમ વૈવિધ્યપૂર્ણ અસંખ્ય પાત્રાની સૃષ્ટિ અહીં સજાયેલી છે. આ ત્રણ રાસકૃતિઓ ઉપરાંત એમની “સ્થૂલિભદ્રની શિયળવેલ” પણ જૈન સમાજમાં ખૂબ પ્રચલિત બનેલી રચના છે. પૂર્વાવસ્થામાં કોશા ગણિકાના પ્રેમમાં ગાઢપણે આસકત એવા સ્થૂલિભદ્ર દીક્ષિત થયા પછી પ્રથમ ચાતુર્માસ માટે કોશાને ત્યાં જ પાછા ફરીને કોશાને પ્રતિબોધિત કરે છે તેની આ અત્યંત રસિક અને આલંકારિક શૈલીથી પ્રયકત રચના છે. રાજિમતી-નેમિનાથના જીવન પ્રસંગોને આલેખતી ‘નેમિનાથ-રાજિમતી બારમાસ', “નેમિનાથ વિવાહલો', “રહનેમિ સંવાદ' એમ વિવિધ સ્વરૂપોવાળી કૃતિઓ વીરવિજયજીએ રચી છે. નીતિમય વ્યવહાર-જીવનનો બોધ આપતી ‘હિતશિક્ષા છત્રીસી' પણ શ્રાવકવર્ગમાં અત્યંત જાણીતી બનેલી બોધાત્મક કૃતિ છે. આગળ નિર્દેશ કર્યો તે પ્રમાણે વીરવિજયજી સૌથી વધારે ગવાતા રહ્યા છે. “શુભવીર” ને નામે એમણે રચેલી વિવિધ પૂજાઓને કારણે. એમણે રચેલી પૂજાઓમાં સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, ૪૫ આગમની પૂજા, નવ્વાણ પ્રકારી પૂજા, બારવ્રતની પૂજા અને પંચ કલ્યાણકની પૂજાનો સમાવેશ થાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આ બધી પૂજાઓ વિવિધ દેશીઓ અને રાગોમાં ઢળાયેલી છે. દહેરાસરોમાં વાજિંત્રોના સથવારે આ પૂજાઓ જયારે સામુદાયિક રીતે વિવિધ લયહિલ્લોળમાં ગવાય છે. ત્યારે ભકિત-ઓચ્છવનો એક વિશિષ્ટ માહોલ સર્જાય છે અને ભાવકોના હૃદયમાં ભકિતભાવની ભરતી ચડે છે. એમની કેટલીક પૂજાઓના ઉપાડની શબ્દાવલિ અને સૂરાવલિ ઉપરોક્ત વાતની પ્રતીતિ કરાવશે : રમતી ગમતી હમોને સાહેલી બિહું મળી લિજિયે એક તાળી સખી ! આજ અનોપમ દિવાળી. રૂડો માસ વસંત, ફળી વનરાજિ રે, રાયણ ને સહકાર વા'લા ! મનડું મોહ્યું રે મન મોહનજી મનમંદિર આવો રે, કહું એક વાતલડી. વંદના, વંદના, વંદના રે, જિનરાજકુ સદા મોરી વંદના રે ! સિદ્ધાચલ-શિખરે દીવો રે, આદેશ્વર અલબેલો છે. જાણે દર્શન-અમૃત પીવો રે, આદેશ્વર અલબેલો છે. કેટલીક રચનાઓમાં હિન્દી ભાષાની છાંટ ભેળવીને કવિ એક વિશિષ્ટ લહેજામાં પ્રભુજી પ્રત્યેના ઉલ્લસિત ભકિતભાવનો હૃદયોદ્ગાર કાઢે છે. સોના-રૂપા કે સોગઠે સાંયા ખેલત બાજી, ઈંદ્રાણી મુખ દેખતે હરિ હોત કે રાજી. સખરેમેં સખરી કૌન જગતકી મોહિની અખિયનમેં અવિકારા, જિણંદા ! તેરી અખિયનમેં અવિકારા. આ ઉપરાંત પં વીરવિજયજીએ મોટી સંખ્યામાં સ્તવનો, સજઝાયો, ચૈત્યવંદનો, દુહાઓ, સ્તુતિઓ, ઢાળિયાં, ગફૂલી, હરિયાળી જેવી ભકિતભાવસભર રચનાઓ કરી છે. મધ્યકાળના અંતિમ સ્તંબકમાં થયેલા એવા ઝળહળતા સાહિત્યસર્જક છે જેમણે પ્રગટાવેલી ભકિતગાનની સૂરાવલિ ચતુર્વિધ સંઘના હૃદયમાં ચિરકાળપર્યંત ગુંજતી રહેશે. ૧૮ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ પ્રોફેસર ખાનપુર, અમદાવાદ. Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક અનુવાદના પ્રરણાપત્ર 'પ્ર) . 4 4 ઝાંખાવડી | -૧૫. માં કી, તા-૧૩ ના વિ ૧૫ જ0 600 ખોર્મ છ નંળા 5ળund બ{ માં બાળ કલા કુછ છા “ડિજી Play 27 en जिर 10 nitrict whi દાળ( વ<ળ | . Dછી ૧૦ | GA: શાસન સમ્રાટ પૂજય નેમી-અમૃત-દેવ-હેમચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય વિજય પ્રદ્યુમનસૂરીશ્વરજીના હસ્તાક્ષર Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ મારે કંઇક કહેવું છે પંચમકાળની વિષમતાને લીધે વિરોધનો વંટોળ તો સર્વ ફૂંકાતો જ હોય છે. એવો જ કંઈક વંટોળ અમારી ઉપર પણ ફૂંકાયો. થોડી ઘણી અસરો થઈ પણ દેવગુરુની કૃપાએથી એ વંટોળના વાવાઝોડામાંથી હેમખેમ પાર ઊતરી ગયા. જગજાહેર છે કે કેવો વંટોળિયો આવ્યો... પૂ. આચાર્ય ભગવંતોએ અમને સ્વસ્થ કર્યા. અને વારંવાર શ્રુતસ્વાધ્યાયની પ્રેરણા કરતા રહ્યા. એમાં પંડિતવર્ય પૂ. વીરવિજયજી મહારાજના બનાવેલા રાસાઓ મધ્યે “મહાસતી સુરસુંદરીનો રાસ' મળી ગયો. પૂ.આ.ભગવંત શીલચંદ્રસૂરશ્વરજી મ.સા. ની પ્રેરણાથી આ રાસનો અનુવાદ તૈયાર કર્યો. આજથી પાંચ વર્ષ પહેલાં પૂ.આ.ભ.મ. દેવસૂરીશ્વરજી મ.સા. આદિ ૭ આચાર્ય ભગવંતની નિશ્રામાં શ્રી સંઘ વચ્ચે (વિમોચન રૂપે પ્રગટ કર્યો) મૂકયો છે. તે ગ્રંથમાં કોઈક અનુભવીનો છંદ મૂકાયો હતો. જેનો અર્થ તે વેળાએ નહોતો થયો. બુધ્ધિથી ઘણું વિચારતાં, અનુભવીઓને પૂછતાં પણ અર્થ નહોતો આવડ્યો. તે તો પુસ્તક પ્રગટ પણ થઈ ગયું. ત્યારપછી કલિકુંડવાળા પૂ.આ.ભ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના પૂ. સાધ્વીશ્રી શીલપૂર્ણાશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ. સાધ્વીશ્રી વિરાગરસાશ્રીજી તથા પૂ. સાધ્વીશ્રી ધૈર્યયશાશ્રીજીનો પરિચય થયો. તેઓનો અભ્યાસ ઘણો ઉડો છે. સંશોધનમાં સહાયક છે. તેમણે આ છંદની વાત પૂછતાં તરત જ અર્થ બતાવ્યો. તો તે “મહાસતી સુરસુંદરીનો રાસ’’ પાના નં. ૨૭૫ ઉપર આ છંદ છે જેનો અર્થ અહીં રજુ કરૂ છું. -ઃ છંદ : રતિ તિહાં સિધ્ધ, રતિ તિહાં બુધ્ધ, રતિ તિહાં ભોગ, સંયોગ રતિકો, અંક ભવિક ત લેખ લખ્યો હરિ, પરાક્રમ તો હનુમાત જતિ કો; માંગ ગયો મહી બ્રહ્મ મહીતુલ, રાજ્ય ગયો સબ લંકપતિ કો, બ્રહ્મ ભણે સુણ શાહ અકબર, એક રતિ વિણ એક-રતિકો. //// અર્થ : પુણ્યની રતિ (ઉદય) જયાં હોય, ત્યાં સિધ્ધિ, ત્યાં બુધ્ધિ, પુણ્યની રતિ ત્યાં ભોગ, ત્યાં સંયોગ, હોય છે. હરિ=લક્ષ્મણે કોઈપણ જાતનો લેખ લખ્યો ન હતો, પરંતુ હનુમાનના પરાક્રમથી જીત્યા. રાવણ બ્રહ્માંડ સુધી પૃથ્વી માંગવા ગયો તો, તેનું રાજ્ય પણ ગયું. (ન માંગ્યુ મળે, મળેલું ચાલ્યું જાય, તેવી પુણ્ય પાપની લીલા બતાવેલી લાગે છે) તેથી બ્રહ્મ કવિ કહે છે કે, સાંભળો, અકબર ! એક પુણ્યનાં અંશ (રતિ) વિના તેની કિંમત એક તિભાર (ફૂટી કોડીની) હોય છે. ૧૯૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ વળી રાસકર્તાએ કોઇક જગ્યાએ તો એવી કડીઓ મૂકી છે કે જેની પાછળ આખી કથા સંકળાયેલી છે. અને એ કથા આખી સમજો તો જ તે પંકિતનો અર્થ બેસે છે. તો આ ગ્રંથમાં આવતી પંકિતઓની કથાઓ વૃધ્ધ તથા અનુભવી પાસેથી મેળવીને કથાનો સાર લખીને પંકિતનો અર્થ સમજાવવા પ્રયત્ન કર્યો છે. જેમ કે... “ક્ષુલક કરથી ટોકરી, પડી સુણી શબ્દ અગાઢ; નિદ્રાએ ભરી ડોકરી, કરે સદ્ સિંહાડ હાડ.” III (ખંડ ૪, દુહો-૬, ઢાળ-૧) વળી, (ખંડ ૪, ઢાળ-૧, ગાથા-૨) જિમ વિણકની નારી, નદિ ઉપર મચ્છરધરી, ઉદ્વેગે લહી તે નંદ વાળાવે સહોદરી, કપટે શકટે બેસારી, સ્વસુર ગેહે ધરી, જાણી વાત લહી મૂળ ઘાત રોતી સુંદરી.''...મધ. III પ.પૂ. વીરવિજયજી મ.સા. પાકૃતમાં ગાથા પણ નોંધી છે. યતઃ ॥ પ્રાકૃત ભાષા | “ગહુંનું ગાડલું ને ગોળની ગોળી, મુંજડી ગાયને વાછરી ગોરી, આઈજિએ ચિંતવ્યું તે, બાઈજિને થયું, સાલ્લા માટે સમુળગુ ગયું.'' I આવી વાતોને ગ્રંથમાં જો જો. આવી કથાઓ સાધ્વી વિરાગરસાશ્રીજી તથા ધૈર્યરસાશ્રીજી પાસેથી સાંભળીન ગ્રંથમાં નોંધી છે. २० Page #36 -------------------------------------------------------------------------- ________________ હે ઉપકારી દાદા દાદી સંસારી દાદા સંસારી દાદી શાહ મોતીલાલ મુળચંદભાઇ શાહ શારદાબેન મોતીલાલ (નડિયાદવાળા) (નડિયાદવાળા) સુસંસ્કાર ઘડતરની જાણે મૂર્તિ, વાત્સલ્યની વીરડી, મમતાની મૂર્તિ, ધર્મની રસ લ્હાણ પીરસનાર, પ્રેરણાની પરબ, અવનીનું અમૃતા પ્રેમની પ્રતિમા, સ્નેહની સરિતા પરમાત્માની પથના પથિક બનાવનારા એવા તમે બાલ્યકાળથી જ ધર્મના રોગશોકમાં સદા આનંદ પ્રસન્ન રહી સંસ્કારોના પાન કરાવ્યા. જિન શાસનને ચરણે સૌપવાના સહનશીલતાનો સંદેશો પાઠવનારા તમારા લાખો અરમાનોને હું પૂરા ન કરી શક્યો ... પણ.... હવે હે પરમઉપકારી દાદા - દાદીમા ! જ્યાં વસો છો ત્યાંથી જરૂર અંતરના આશીર્વાદ વરસાવો... જે મારા સંયમજીવનની આરાધનામાં | દિનપ્રતિદિન પ્રગતિને સાધીને સિધ્ધપદને મેળવું. એજ. બાલમુનિશ્રી આગમશેખરવિજ્યજી Page #37 --------------------------------------------------------------------------  Page #38 -------------------------------------------------------------------------- ________________ (અમારી ઉપર કૃપા વરસી છે) અમદાવાદ, સુરત. મુંબઈ. નડીઆદ. પ.પૂ.આ.ભ.વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., ઓપેરા સોસાયટી, પાલડી, પ.પૂ.આ.ભ.વિ. શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા., ગોપીપુરા, પ.પૂ.આ.ભ.વિ. અભયશેખરસૂરીશ્વરજી મ.સા. તથા બાલમુનિવર આગમશેખર વિ.મ.સા. પ.પૂ.આ.મ.વિ. વરબોધિસૂરીશ્વરજી મ.સા. સાધ્વીજી ભગવંતો પ.પૂ.સા. તિલકપ્રભાશ્રીજી મ.સા., ઓપેરા સોસાયટી, પાલડી, પ.પૂ.સા. વિનયપ્રભાશ્રીજી મ.સા., ઓપેરા સોસાયટી, પાલડી, પ.પૂ.સા. સુવર્ણપ્રભાશ્રીજી મ.સા. પ.પૂ.સા. વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા., સુથરી, પ.પૂ.સા. પઘલત્તાશ્રીજી મ.સા., શાહપુર, પ.પૂ.સા. હર્ષપદ્માશ્રીજી મ.સા., શાહપુર, પ.પૂ.સા. હેમલત્તાબાઈ મહાસતી પ.પૂ.સા. દિવ્યકિરણાશ્રીજી મ.સા., ગોમતીપુર, પ.પૂ.સા. કૃતિરત્નાશ્રીજી મ.સા. તથા તેમના શિષ્યા અમદાવાદ. અમદાવાદ, કડોદ, કચ્છ. અમદાવાદ, અમદાવાદ. જામખંભાળીયા. અમદાવાદ, ભાવનગર. (અમને સહાયતા મળી છે મુંબઈ) શ્રી છે. મૂ. જૈન સંઘ, ઝવેર રોડ, મુલુન્ડ, શ્રી શંખેશ્વર પાશ્વનાથ જૈન પેઢી, દોલતનગર, બોરીવલી, શ્રી છે. મૂ. જૈન સંઘ, લાલ બંગલા, અઠવાલાઈન્સ, શ્રી સવગી જૈન ઉપાશ્રય, વડાચાંટા, શ્રી . મૂ. જૈન સંઘ, નાનપુરા, દીવાળીબાગ, શ્રી છે. મૂ. જૈન સંઘ, દીપા કોમ્પલેક્ષ, અડાજણ પાટીયા, શ્રી ધં. મૂ. જૈન સંઘ, રાંદેર રોડ, શ્રી કારસૂરી આરાધના ભવન, ગોપીપુરા, શ્રી થૈ. મૂ. જૈન સંઘ, મોટા ઉપાશ્રય, છાપરીયા શેરી, શ્રી સીમંધરસ્વામી જૈન બેનોનો ઉપાશ્રય, નાણાવટ, તાળાવાળાની પોળ, શ્રી શ્વ. મૂ. જૈન સંઘ, સિધ્ધચક્ર એપાર્ટમેન્ટ, ઉમરા ચોકી, ૨૧ સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. Page #39 -------------------------------------------------------------------------- ________________ સુરત. સુરત. સુરત. સુરત. સુરત. અમદાવાદ, અમદાવાદ. અમદાવાદ, શ્રી શીતળ જૈન સંઘની બેનો. પન્ના ટાવર, રાંદેર રોડ, શ્રી ચિંતામણી નગરની બેનો, શાહપોર, શ્રી જે. મૂ. જૈન સંઘ, શફી સોસાયટી, વરાછા રોડ, શ્રી દેસાઈપોળ બેનોનો ઉપાશ્રય, સોની ફળિયા, શ્રી પૌષધશાળાની બેનો, નાનપુરા, અઠવાગેટ, શ્રી દેવી કમલ સ્વાધ્યાય મંદિર, ઓપેરા સોસાયટી સામે, પાલડી, શ્રી મહાવીર જૈન સંઘ, ઓપેરા સોસાયટી, પાલડી, શ્રી પરમાનંદ જૈન સંઘ, વિતરાગ સોસાયટી, પાલડી, શ્રી શ્વ. મૂ. જૈન સંઘ, નાગજીભૂધરની પોળ, માંડવીની પોળ, શ્રી મંકોડીપોળ બેનાનો ઉપાશ્રય, નાગજીભૂધરની પોળ, માંડવીની પોળ, શ્રી . મૂ. જૈન સંઘ, બેનોનો ઉપાશ્રય, લાલાભાઈની પોળ, શ્રી છે. મૂ. જૈન સંઘ, ઈસનપુર, શ્રી થે. મૂ. જૈન સંઘ, ગોમતીપુર, શ્રી હૈ. મૂ. જૈન સંઘ, રૂપાપારેખની પોળ, શ્રી મહિલા મંડળની બેનો, શ્રી છે. મૂ. જૈન ધર્મ ફંડ પેઢી, શ્રીમાળી પોળ, શ્રી લાડવા શ્રીમાળી જૈન બેનોનો ઉપાશ્રય, વેજલપુર, શ્રી જે. મૂ. જૈન સંઘ, કડોદ, બેનોનો ઉપાશ્રય, શ્રી દેરાવાસી જૈન સંઘ વીંછીયા, શ્રી નેમિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, પાંજરાપોળ, શ્રી ધર્મભકિત હૈ. મૂ. જૈન સંઘ, રાજગાર્ડન, પાલડી, ગં.સ્વ. શાહ શારદાબેન મોતીલાલ સપરિવાર, બદાસાપાળ, અ.સ. શાહ ચંદ્રાબેન રસિકલાલ સપરિવાર, ગં.સ્વ. શાહ ચંપાબેન ભીખાભાઈ સપરિવાર, ગિરિરાજ સોસાયટી, અ.સૌ. રમાબેન શશીકાન્તભાઈ મહેતા, (હાલ લંડન) કેવલ નિલેષભાઈ મહેતા (હાલ લંડન) ગં.સ્વ. નીલમબેન ગંભીરભાઈ શાહ, માટુંગા, અ.સૌ. મંજુલાબેન નગીનભાઈ શાહ, માટુંગા, સ્વ. જેકોરબેન અમૃતલાલ શાહના સ્મરણાર્થે અ.સૌ. હસ્તે કલ્પનાબેન નરેશભાઈ શાહ, માટુંગા, ગં.સ્વ. પ્રમીલાબેન શાંતિચંદભાઈ તાસવાળા, દોલતનગર, બોરીવલી, ગં.સ્વ. નિર્મળાબેન સોભાગચંદ વોરા, કાંદીવલી, અ.સૌ. અલકાબેન અશોકભાઈ વોરા, કાંદીવલી, અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ. નડિયાદ. માતર. ભરૂચ. ભરૂચ. કડોદ. વિછીયા. અમદાવાદ, અમદાવાદ. નડિયાદ. નડિયાદ. નડિયાદ. નડિયાદ. નડિયાદ. મુંબઈ. મુંબઈ. મુંબઈ. મુંબઈ. મુંબઈ. મુંબઈ = =૨૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ અ.સૌ. પુષ્પાબેન ભોગીલાલ સંઘવી, વિતરાગ સોસાયટી, પાલડી, સ્વ. છબલબેન ફૂલચંદભાઈ સલોતના સ્મરણાર્થે હસ્તે લીલીબેન રસિકલાલ સલોત, લાલાભાઈની પોળ, અ.સૌ. રિધ્ધિ પુન્ય ઝવેરી વાલકેશ્વરવાળા, લાલાભાઈની પોળ, ગં.સ્વ. વિમળાબેન જયંતિભાઈ શાહ લાલાભાઈની પોળ, ગં.સ્વ. કંચનબેન રતિભાઈ શાહ, પ્રેસવાળા, લાલાભાઈની પોળ, અ.સૌ. ગુણીબેન રસિકભાઈ શાહ, પ્રેસવાળા, લાલાભાઈની પોળ, અ.સૌ. રંજનબેન કીર્તિભાઈ શાહ, લાલાભાઈની પોળ, અ.સૌ. ઈલાબેન પ્રકાશભાઈ શાહ, લાવણ્ય સોસાયટી, જીવરાજ પાર્ક, અ.સૌ. જયોત્સનાબેન એમ. શાહ, નવરંગપુરા, અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અ.સૌ. લત્તાબેન પ્રકાશભાઈ ભુધરપુરા, આંબાવાડી, અમદાવાદ. અ.સૌ. વર્ષાબેન હેમંતકુમાર શાહ (બોરસદવાળા) આકાશ ફલેટ્સ, પાલડી, અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અ.સૌ. કુસુમબેન હસમુખલાલ શાહ, ફતાસા પોળ, અ.સૌ. રશ્મિબેન યોગેશભાઈ શાહ, ઈસનપુર, અ.સૌ. હંસાબેન બીપીનભાઈ ચોકસી, ઈસનપુર, દિનેશકુમાર સંકલચા, ઈસનપુર, ઉમેદભાઈ સવાજી પૂજારી, ઈસનપુર, અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. કોમલભાઈ, ઈસનપુર, શંકરભાઈ બી. ચાવડા, ઈસનપુર, કળાબેન રમણભાઈ પટેલ, ઈસનપુર, બાબુભાઈ શીવલાલ બોથરા, ઈસનપુર, માંગીલાલ શીવલાલ બોથરા, ઈસનપુર, દેવીચંદ કાનમલજી માલુ, ઈસનપુર, પ્રકાશચંદ્ર માનમલજી સંચેતી, ઈસનપુર, તારાબેન છોટાલાલ શાહ ના સ્મરણાર્થે હસ્તે નવિનચંદ્ર છોટાલાલ, ઈસનપુર, અ.સૌ. રંજનબેન અજિતરાય શાહ, ઈસનપુર, અ.સૌ. પુષ્પાબેન રમણભાઈ શાહ, ઈસનપુર, હસ્તે શૈલેશભાઈ રમણભાઈ શાહ અ.સૌ. ઈલાબેન અશ્વિનભાઈ શાહ, ઈસનપુર, લલિતભાઈ માંગીલાલ માલુ, ઈસનપુર, સ્નેહરશ્મિબેન નવીનચંદ્ર ભાવસાર, ઈસનપુર, અ.સૌ. તારાબેન રમણભાઈ લઘાભાઈ શાહ, ઈસનપુર, २३ અમદાવાદ. · અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. Page #41 -------------------------------------------------------------------------- ________________ અ.સૌ. ભાનુબેન આર. શાહ, ઈસનપુર, અ.સૌ. પ્રતિભાબેન દીપકભાઈ શાહ, પાર્શ્વપદ્માવતી, પાલડી, સ્વ. સમકિતના સ્મરણાર્થે હસ્તે દક્ષાબેન દિનેશભાઈ શાહ, પુન્યતીર્થ એપા., પાલડી, અ.સૌ. હસુમતીબેન મનુભાઈ કેશવલાલ શાહ, અ.સૌ. ઈન્દ્રાવતીબેન શાંતિલાલ શાહ (લંડન) - હસ્તે અ.સૌ. નિપુણાબેન, છાપરીયા શેરી, શાન્તાબેન ઠાકોરલાલના સ્મરણાર્થે હસ્તે અ.સૌ. ભાનુબેન અમૃતલાલ શાહ, ગોળ શેરી, પુષ્પાબેન હીરાચંદ ગાંધીના સ્મરણાર્થે હસ્તે મુન્નીબેન, નીતાબેન, નીતુબેન, છાપરીયા શેરી, કાન્તાબન સોભાગચંદ શ્રોફના સ્મરણાર્થે - હસ્તે અરૂણભાઈ સોભાગચંદ શ્રોફ, તાળાવાળાની પોળ, નાણાવટ, - જયકુમાર જીવરાજભાઈ શ્રોફના રમરણાર્થે - મધુબન જયકુમાર શ્રોફ, તાળાવાળાની પોળ, નાણાવટ, અ.સૌ. મધુરીબેન ચોકસીના સ્મરણાર્થે - હસ્તે જી. એન. ચોકસી, તાળાવાળાની પોળ. નાણાવટ, હીરાગૌરીબેન લલિતાબેન, તથા લત્તાબેનના સ્મરણાર્થે હસ્તે માલતીબેન બદામી, શાહપોર, શશીકાન્ત ફકીરચંદ બદામી હસ્ત ડોલીબેન બદામી તથા અંકિત બદામી, નાણાવટ, સ્વ. જયમતીબેન તથા સ્વ. સુંદરભાઈના સ્મરણાર્થે - હસ્તે અ.સૌ. નીલાબેન કાપડીયા, જગદીશભાઈ ચીમનલાલ ચોકસી, દરિયામહેલ, અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ. માતર. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. સુરત. અ.સૌ. નયનાબેન રજનીકાન્ત શાહ, શૈફી સોસાયટી, વરાછા રોડ, સુરત. અ.સૌ. નિર્મળાબેન મહેશભાઈ માંગરોલવાળા, રાંદેર રોડ, સુરત. અ.સૌ. રસિલાબેન મનુભાઈ ઝોટા, દિવ્યસ્વપ્ન, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. અ.સૌ. કલ્પનાબેન હિંમતભાઈ શાહ, નીલ્પા એપાર્ટમેન્ટ, નાનપુરા, સુરત. સુરત. સુરત. અ.સૌ. વિમળાબેન જયંતિભાઈ દોશી, આસોપાલવ, સોનીફળીયા, અ.સૌ. હસુમતીબેન ધરણેન્દ્રભાઈ શીવલાલ શાહ, કતારગામ, સ્વ. સુશીલાબેન (બાબી) કેસરીભાઈ શાહ, નાણાવટ, તાળાવાલાની પોળ, સુરત. એક સદગૃહસ્થ તરફથી હસ્તે અ.સૌ. સોનીબેન દ્વારકાદાસ ડીગે, પાલનપુર પાટીયા, २४ સુરત. Page #42 -------------------------------------------------------------------------- ________________ // ૐ હ્રીં શ્ર અહમ્ નમઃ || I પંડિતવર્ય શ્રી વીરવિજયજી વિરચિત II થી શંકુશખર રાજmો રાસ પ્રથમ ખંs “મંગલાચરણ” -: દુહા : શ્રી શંખેશ્વર પાસજી, નામથી વિક્ત પ્રિયમેલક પરમેશ્વરુ, નમી પદ્માવતી ઇષ્ટદેવ સ્મરણ કરી, વ્રત ફળનો જિમ કૃતસાગરે વર્ણવ્યો, તિમ કહુ પર કૌશંબીપરી પરિસરે, સમવસર્યા જિત રાગટે દીયે દેશના, ધ્વનિ જલધર દુવિધ ધર્મ શિવ સાધને, સર્વવિરતિ દેશવિરતિ સુખપંથ છે, શ્રાવકનાં વ્રત અતિથિ વિભાણ ચમવતે, દીયે શ્રાવક ઉચિતાદિક બહુ ભેમાં, અભય-સુપાત્ર આશંસાદ્ધિ રહિત થકો, વિકસિત રોમ ભક્તિવશે મુતિ દાંતથી, પરભવ સુખ ન્યાયોપાર્જિત ધન થકી, અશત વસન સુરસુખ ભોગવી તે નરા, શિવસુંદરી પલાય, માય. ll૧ll અધિકાર, ઉપકાર //રા વીર, ગંભીર. અણગાર, બાર //૪ મુનિદાન, પ્રધાન. પણ વક્ત, સંપન્ન. કિશl આણગાર, ભતાર. llી લી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી પંઢોણ જાણો શા) Page #43 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર આકિ ઘણા, તરીયાં ઇણ સંસાર, વળી અરિજ ચરિત્રે હુવા, ચંદ્રશેખર નૃપ સારા તો પ્રેમે પૂછે પરષa, તે કોણ રાજકુમાર, જગતગુરુ તવ ઉપદિશે, સુંદર તસ અધિકાર. // -: મંગલાચરણ : ભાવાર્થ : શ્રી ચંદ્રશેખર રાજાના રાસના કર્તા પંડિતવર્ય વીરવિજયજી મહારાજ ગ્રંથના આરંભમાં પ્રગટપ્રભાવી ત્રેવીસમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર કરી, ભાવમંગલ કરે છે. તે પ્રગટપ્રભાવી પરમાત્મા કેવા છે? જેના નામ સ્મરણથી સંસારના સર્વ વિદનો નાશ પામે છે, પ્રિયજનનો મેળાપ થાય છે, રિધ્ધિ-સિધ્ધિ ઘેર આવે છે. વળી એજ પરમાત્માની ચરણકિંકરી મા પદ્માવતીદેવીનું પણ સ્મરણ કરે છે. આસનોપકારી ગુરુદેવને નમસ્કાર કરી, ગ્રંથની શરૂઆત કરે છે. કવિરાજ શ્રાવકના બારવ્રતના ફળનો અધિકાર કહેવા માંગે છે. ઈષ્ટદેવનું સ્મરણ કરીને કહે છે કે શ્રુત રૂપી સાગરમાં જે વાતો કરી છે તે વાત ભવ્ય જીવોના ઉપકરને માટે કહીશ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની મધ્યે કૌશાંબી નામે નગરી હતી. તે નગરીમાં પૃથ્વીતળને પાવન કરતાં ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં, ભવ્ય જીવોને પ્રતિબોધ કરતાં પધાર્યા. દેવોએ રચેલા રત્નાદિ ગઢથી યુકત સમવસરણમાં પરમાત્મા બિરાજમાન છે. મેઘસમાં ગંભીર અવાજે પરમાત્મા દેશના આપે છે. સમવસરણમાં રહેલી બારપર્ષદા એકાગ્રચિત્તે શ્રવણ કરી રહી છે. પ્રભુ ચારમુખે દેશનાનો ધોધ વહાવી રહૃાા છે. હે ભવ્યજીવો ! આ સંસાર સમુદ્રને તરવા માટે નાવ સમાન ધર્મ જ રહેલો છે. મોક્ષ મેળવવા માટે, સંસારને ટાળવા માટે બે પ્રકારે ધર્મ રહેલો છે. સર્વવિરતિ રૂપ સાધુધર્મ જે આગાર (ઘર) છોડી, અણગાર બની, ધર્મ આરાધી, આત્માનું કલ્યાણ કરે છે. જયારે દેશવિરતિ રૂપ શ્રાવકધર્મ શાશ્વત સુખનો માર્ગ છે. સુખના અર્થી બારવ્રત અંગીકાર કરી, શાશ્વત સુખને મેળવે છે. જે બારવ્રતમાં ચરમવ્રત અતિથિ સંવિભાગ', સમયની જાણ કર્યા વિના આંગણે આવેલા અતિથિ, (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) શી રોડ શો શાહ) Page #44 -------------------------------------------------------------------------- ________________ ચાહે તે સાધુભગવંત હોય વા સાધર્મિક બંધુ હોય. જે પોતાની પાસે હોય તેમાંથી કંઈક દાન આપીને લાભ ત્યે તે જ “અતિથિ સંવિભાગ” વ્રત કહેવાય. શાસ્ત્રમાં દાનના ભેદ ઘણા બતાવ્યા છે. ઉચિત દાન વગેરે ઘણા ભેદમાં અભયદાન - સુપાત્રદાન મુખ્ય કહૃાા છે. દાનના અવસરે દાન આપનાર આશંસાદિથી રહિત, ઘણા આનંદ ઉલ્લાસપૂર્વક રોમાંચિત થતો આહારાદિકને ભાવપૂર્વક સાધુના પાત્રે દાન આપે છે તે ભવ્યાત્મા આ ભવે પરભવે ઘણા પ્રકારની રિધ્ધિ-સિધ્ધિ મેળવે છે. શ્રાવકના ૩૫ ગુણો કહ્યા છે. પ્રથમ ગુણ છે. “ન્યાયોપાર્જિત દ્રવ્ય”. ન્યાયથી મેળવેલ દ્રવ્ય થકી અશન=આસન, વસન=વસ્ત્ર, વસતિનું દાન કરે છે તે પુણ્યાત્મા દેવલોકના સુખ ભોગવી પરંપરાએ સિધ્ધના સુખ મેળવે છે. જે મહાપુરુષોના નામ ઈતિહાસના પાને લખાયા છે તે સૌ પરમાત્માએ બતાવેલા ધર્મને સાધી આત્મકલ્યાણ કરી ગયા છે. જેવા કે શાલિભદ્ર, ધન્યકુમાર, જંબુકુમાર આદિ ઘણા પુણ્યાત્માઓ રહેલા છે. જેનું ચરિત્ર આશ્ચર્ય પમાડે તેવા શ્રી ચંદ્રશેખર રાજાએ પણ આ વ્રતનો પૂર્વભવે સ્વીકાર કરી, પાલન કરી, અઢળક પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્ય ભોગવતાં, ધર્મ આરાધતાં આત્મકલ્યાણ સાધી ગયા. પુણ્યશાળી ચંદ્રશેખર રાજાનું નામ સાંભળતા પર્ષદા પૂછવા લાગી, હે ભગવંત ! તે પુણ્યાત્મા કોણ? જે દાનાદિ ધર્મના સેવનથી સંસાર તરી ગયા? ત્યારે પ્રભુ વીર પરમાત્મા બાર પર્ષદા આગળ ચંદ્રશેખરના જીવન ચરિત્રની કથા કહે છે. -: ઢાળ પહેલી : (રસિયાની દેશી, પ્રણમી પાર્શ્વજિનેશ્વર) સયલ દ્વીપ સાગર વલયાકૃતિ, પરિકર જાણું વિશાળ • સલૂણા જંબુદ્વીપ જગતી ચઉદ્ધારણું, સમવૃત સોવત થાળ - સલૂણા //all વીર વયન અમૃતરસ પીજીએ (એ આંકણી).. વીર વયન અમૃતસ પીજીએ, રીજીએ ગુણિને રે નામ - સલૂણાવે; "દ્વીપ જહાજ સ્થિર નાંગર નાંખીને, રહો ગુણીજન વિશ્રામ - સહવીર //રા જલધિ લવણ ચાલે એ રહે, “કંચનગિરિ થંભકૂપ - સ0; ચૂલા ઉમુખ ચૈત્યે ચિત્તહર, જુએ જગતના રૂપ - સ વીર all ( (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) શી પંક્ષેપર સારો થાય Page #45 -------------------------------------------------------------------------- ________________ જયોતિષ 'ચક્રપતિ સમકિત ધરા, નિત્ય પ્રદક્ષિણા દેત સ: આશા મ્હોટીએ ઉધમ કરે, કોઇ દ્રિ વિરતિને હેત સવીર૦ ॥૪॥ સાત ક્ષેત્ર તિહાં ત્રણ ધર્મતાં, અવર યુગલનાં રે ઠામ ધર્મરાગી ભદ્રિક તરનારીઓ, સ્વર્ગ જતાં વિશ્રામ તિહાં આ દક્ષિણભરત મતોહરુ, કાશી દેશ સુઠામ વારાણસી પુરી ઠામ અડસય જોડી લખ કોડી વારણ અસિ દો નદીય વચ્ચે વસી, ધનવંતા વ્યવહારી વસે ઘણાં, શિલ્પીતો નહિ પાર - સ; દાતી ભોગી વિવેકી વરતરા, સુખીયાં વર્ણ અઢાર સ્વર્ગ વિમાત જ્યું મંદિર માળીયા, દેવે રીસાવી રે તાર પુરશોભા યોગ્ય તે તે સર્જી, અપ્સરાતા અવતાર ઝાંઝવટીયો વાદ કરે ઘણાં, વાણિજ્ય દેશવિદેશી ક્રય વિક્રય કરે, લાભે લહે વેશ્યા વિતયવતી વસતી ઘણી, સુંદર મંદિર ચિત્રામ ઇભ્ય ઘરે રથ હાથી ખૂલતાં, જિત મંદિર સુરધામ મઠ બહુલાં વિધાભ્યાસનાં, વળી વસતિનાં રે ગામ શોભા કેતિક કહું એ તયરતી, તિલ પડવા નહિ ઠામ પાસે દેવનદી ગંગા વહે, માને સુરનર સર્વ જિહાં મુનિવર બહુલાં મુકä ગયા, માનું પુણ્યનું પર્વ મહસેન તામે રાજા રાજતો, હય ગજ સૈન્ય સામ્રાજ્ય ચોર પિશુત શત્રુ "તિમિર તે રવિ, ત્યાયે પાલે રે રત્નવતી નામે પટ્ટરાણી છે, શીયલે સતીમાં રે ખ્યાત રાજ્ય રુપે 'રતિપતિ પ્રેમસે ભરી, બીજી રાણી રે સાત એકતિ પટ્ટરાણી રયણી મે, સ્વપ્ને પૂતમચંદ્ર દેખી જાગી ગુણ જિત ગાવતી, મૌક્તિક શૌક્તિકાનંદ ધર્મ કરતી ગર્ભને સંઘવત્સલ નિત્યમેવ ભક્તિભરે ગુરુ નિર્વહૈ, ઘર પધરાવતી, પૂજતી ગુરુદેવ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪ · - - - - - - - . - - - સ; સવીર૦ રૂપી - - સ; સવીર૰ ||કી - સવીર ||૭ની સ; સવીર છૂ॥ - સ; સવીર લ્યા સ; સવીર૰ ||૧૦ll - સ; સવીર૦ ||૧૧|| સઃ સવીર ||૧૨થી સ; સવીર૰ ||૧૩થી - સ; સવીર ||૧૪]] - સ; સવીર૦ ॥૧૫॥ સ; સવીર૰ ||૧૬] Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવ અમારિપsણ વજડાવતી, વન જલ ક્રીડાએ સ્મત - સ0; ઉત્તમગર્ભે માયને ઉપજે, કોહલા રાય પુરત - સહવીર //૧ અધમ માત લીહાલા ઠીકર ભખે, ઘરમાંથી ચોરી ખાય : સવે; પરનિંa કલહેરાતી રહે, પરધર રોવાને જાય - સહવીર //૧૮ નવમાસાંતર પુત્ર જન્મ થયો, ઘર ઘર ઉત્સવ થાય - સ0; ચંદ્રશેખર અભિધાન સુજન હવે, સ્વપ્ત પ્રમાણે રાય - સવીર //૧ જિમ °ગિરિકંદમાં સુખભર વધે, નિર્ભય કેસરી બાળ • સ0; માત મતોથ સાથે સુત થયો, આઠ વસ્ત સુકુમાર - સહવીર૨oll ચંદ્રશેખરના રાસ રસાળની, પહેલી ઢળકતી ઢાળ - સ0; શ્રી શુભવીર રસિક શ્રોતાવરે, હોજો મંગળ માળ - સ વીર ર૧ ૧-વહાણ, ર-મેરુપર્વત, ૩-સૂર્યચંદ્ર, ૪-ચાડી ખાનાર, ૫-અંધકાર, -કામદેવ, ૭-પર્વતની ગુફામાં વારાણસી નગરી -: ઢાળ-૧ : ભાવાર્થ : આ દુનિયાને સાચી પીછાણવી હોય તો એક માત્ર જિનશાસનમાં જ જોવા મળે છે, બીજા શાસ્ત્રો કે બીજા ધર્મોમાં જોવા મળતી નથી. ભૌતિક જમાનાના ભૂશાસ્ત્રીઓએ જે બતાવી છે તે સીમિત માત્ર છે. જયારે પરમાત્માએ ચૌદરાજ પ્રમાણ વિશાળ બતાવી છે. સાત રાજ ઉપર અને સાત રાજ નીચે, મધ્યમાં રહૃાો તીર્થ્યલોક, જે તીર્થ્યલોકમાં ઘણા દ્વીપ અને સમુદ્ર રહેલા છે. તેની મમમાં સોનાની થાળી સરખો જંબુદ્વીપ છે. તેની ફરતાં વલયાકારે (બંગડી આકારે) લવણ સમુદ્ર, તે પછી ફરતાં ઘાતકીખંડ. આ પ્રમાણે દ્વીપ સમુદ્ર અસંખ્યાતા છે. છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ નામે છે. લવણ સમુદ્રની મધ્યમાં નાંગરેલ વહાણની જેમ આ જંબુદ્વીપ લાખ જોજનનાં વિસ્તારવાળો, અત્યંત મનોહર ચાર દરવાજાથી શોભે છે. હે સલૂણા ! વીર. પરમાત્માના આ વચનો છે. તે અમૃત સરખા છે. તેનું (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #47 -------------------------------------------------------------------------- ________________ તમે સૌ પાન કરો. ગુણીજનોના ગુણને યાદ કરીએ. આ જંબુદ્રીપના મધ્યમાં એક લાખ જોજન ઊંચો, સોનાનો, સદાયે શાશ્વત રહેવાનો, મેરુ નામે પર્વત છે. જાણે જંબુદ્રીપરુપી વહાણના મધ્યમાં કુવાસ્થંભ સરખો ન હોય, મેરુપર્વતની ચૂલિકા ઉપર શાશ્વતા જિન ચૈત્યો છે. જેમાં ચોમુખ શાશ્વત જિનબિંબો મનનું હરણ કરનારા છે. ત્યાં રહેલા પરમાત્મા જાણે જગતના વિવિધ રુપોને ન જોતાં હોય તેવા શોભતાં હતાં. વળી જયોતિષચક્રના વિમાનોમાં રહેલા ઈન્દ્રો જે સમકિતવંત છે. તે પોતાના પરિવાર સહિત આ મેરુપર્વતને પ્રદક્ષિણા દઈને વિરતિની ઝંખનાએ ફરી રહ્યાા છે. કયારેક વિરતિ મળશે. જંબુદ્વીપમાં સાતક્ષેત્ર અને છ વર્ષધર પર્વત છે. જેમાં ૩ ક્ષેત્રમાં ધર્મ છે. ચાર ક્ષેત્રોમાં તો યુગલિકો અવતરે છે. ત્યાં ધર્મ નથી. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જીવો ભદ્રિક પરિણામી ધર્મ આરાધી મહાસુખને મેળવે છે. ભરતક્ષેત્રના દક્ષિણ ભાગે સુવિખ્યાત કાશી નામનો દેશ છે. જે દેશમાં વારણ અને અસિ નામની મનોહર બે નદીઓ વહે છે. આ બંને પવિત્ર નદીઓની મધ્યે એક સુંદર નગરી વસી છે. તે નગરીનું નામ આ બંને નદીના નામ પરથી પ્રખ્યાત થયું છે. તે વારાણસી’” થી ઓળખાય છે. તે નગરી ધન-ધાન્યથી ભરપૂર છે. તેમાં ધનાઢયો, વ્યાપારીઓ તથા મોટા શિલ્પીઓ વસે છે. વળી દાનેશ્વરી, વિવેકી, પુણ્યને ભોગવનારા ભોગીઓ, શ્રેષ્ઠજનો પણ વસતા હતા. અઢારે વર્ણના લોકો પણ આ નગરીમાં ઘણા સુખી હતા. સ્વર્ગની સાથે વાદ કરતા આ નગરીમાં જિનમંદિરો, હવેલીઓ, રાજમહેલ હતા. નગરીની નારીઓ કેવી ? જાણે દેવલોકના દેવોથી રીસાઈને દેવીઓ, આ નગરીમાં અપ્સરા સરખી અવતાર લઈને અવતરી ન હોય ? નગરીની શોભાની શી શી વાત કરવી ? તે નગરીમાં વેપારીઓ વ્યાપાર અર્થે વહાણવટીયાઓ સાથે વાદ કરતા ૧૦૮ થી પણ વધુ રહેલા છે. પોતાના માલનો ક્રવ વિક્રય કરતા દેશ પરદેશમાં મોટો વેપાર કરતા હતા. કરોડોનું દ્રવ્ય ઉપાર્જન કરી લાભ મેળવતા હતા. વળી મનોહર ચિત્રામણવાળા આવાસોમાં વિનયવંત, સુવિવેકી નગરયોપિતા-વેશ્યાઓ પણ ઘણી વસતી હતી. ગર્ભશ્રીમંતોના આંગણે હાથીઓ ઝૂલતા હતા. ઘોડાથી સજજ રથો પણ ઘણા રહેલા હતા. દેવોના ધામ સરખા જિનમંદિરો પણ ઘણા હતા. પ્રજાના બાળકોને ભણવા માટે મોટા મોટા છાત્રાલયો પણ હતા. તે નગરી વસવાટથી ભરપૂર હતી. જેમાં તિલમાત્ર જગ્યા ખાલી નથી. દેવતુલ્ય ગણાતી નિર્મળ અને પવિત્ર ગંગા નદી આ નગરીની પાસે વહેતી હતી. તે વિશાળ હતી. તેમાં બારે માસ પાણી વહેતા હતા. જે દેશમાં ઘણા મુનિવરો ધર્મની આરાધના કરી મુકિતપદને પામ્યા છે તે દેશ-નગરી ઘણી મહાન અને પુણ્યશાળી મનાતી હતી. આ મનોહર નગરીનો મહસેન નામે રાજા હતો. હાથી, ઘોડા, રથ આદિ સાતેય પ્રકારના સૈન્યથી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ દ # ' Page #48 -------------------------------------------------------------------------- ________________ સજજ એમનું સામ્રાજ્ય હતું. ગુણવાન, શીલવાન, મહાપરાક્રમી મહસેન રાજા ન્યાયી અને પ્રજા વત્સલ, દયાવાન હતો. પોતાના રાજ્યનું યથાર્થ વિધિએ પાલન કરતો હતો. વળી આ રાજ્યમાં ચોર-ધાડપાડુ કે ચાડી ખાનાર ચાડીયા વગેરે માટે તો આ રાજા શત્રુ સમા, અને અંધકારને હણનાર સૂર્ય જેવા હતા. ન્યાયથી રાજ્યનું પાલન કરતા હતા. વળી શીયળવંતી સતીઓમાં શ્રેષ્ઠ રત્નવતી નામે પટ્ટરાણી હતી. તે રૂપમાં કામદેવની સ્ત્રી રતિને પણ હરાવતી હતી. સરળ સ્વભાવવાળી રત્નાવતી પોતાના સ્વામીને પ્રેમરસે સભર કરતી હતી. વળી રત્નાવતી સરખી આ રાજાને બીજી પણ સાત રાણીઓ હતી. રાજકુમારનો જન્મ એકદા મધ્યરાત્રિએ રત્નપતીને સુંદર સ્વપ્ન લાધ્યું. સ્વપ્નમાં પૂર્ણિમાનો ચાંદ જોયો. શુભ સ્વપ્ન જોઈ રાણીએ નિદ્રાનો ત્યાગ કર્યો. શય્યાનો ત્યાગ કરતી સ્વપ્નને સંભારતી પોતાને આનંદ આપનાર એવા મૌકિતક અને શૌતિક વડે કરીને જિનેશ્વર ભગવંતોના ગુણો ગાવા લાગી. શેપરાત્રિ પરમાત્માની ભકિતમાં, ધ્યાનમાં, જાપમાં પૂર્ણ કરી. સવારે સ્વામીને સ્વપ્નની વાત કરી. મહસેન રાજા સ્વપ્નની વાત સાંભળી આનંદ પામ્યા. રાણીને સ્વપ્નફળ કહાં કે તું મહાભાગ્યશાળી પુત્રની માતા થઈશ. સ્વામીના વચનને ઝીલતી રત્નાવતી ગર્ભનું વહન કરે છે, જતન કરે છે. પટ્ટરાણીના સ્વપ્નની વાત પરિવારે જાણી. સૌ આનંદ પામ્યા. હવે રત્નાવતી ગર્ભનું સારી રીતે પાલન કરે છે. ધર્મની આરાધના દિન-પ્રતિદિન વધારે કરે છે. હંમેશા સાધર્મિક ભકિત કરે છે. ગુરુદેવને ભકિતભાવથી આંગણે તેડાવે છે. આહાર આદિ વહોરાવી અનેક પ્રકારે દાન આપતી થકી સુખે ગર્ભવહન કરે છે. ઉત્તમ જીવ હોવાને કારણે રાણીને દોહલા પણ ઉત્તમ પ્રકારના ઉપજે છે. પોતાના સ્વામીના રાજયમાં “અમારિ પડહ” વગડાવે છે. જીવદયાનું પાલન કરે છે અને કરાવે છે. વળી કયારેક કયારેક નગર બહાર વનઉદ્યાનમાં જળક્રીડા કરવા પણ જતી હતી. નવા નવા જે દોહલા ઉત્પન્ન થાય છે. રાજા તે દોહલા આનંદથી પૂર્ણ કરે છે. જો ઉત્તમ જીવ ગર્ભમાં આવે તો માતાને શુભ દોહલા ઉત્પન્ન થાય છે. જો અધમજીવ ગર્ભમાં આવે તો તે માતાને કોલસા, માટીના ઠીકરાં, ચૂનો ખાવાનું મન થાય છે. વળી ઘરમાં પણ ચોરી કરીને ખાવાનું મન થાય. બીજાની નિંદા કરતી, ઝઘડા કરવામાં આનંદ પામે છે. ઘરમાં કલેશ, કંકાસ કરતી બીજાને ઘરે જઈને રડતી જાય ને ઘરની વાત કરતી જાય. આવા કુલક્ષણવાળા દોહલા આવે તો સમજવું ગર્ભમાં આવેલ જીવ અધમ કોટીનો જ હોય. પટ્ટરાણી રનવતી ઉત્તમ દોહલા આવતાં ઘણું સુખ પામતી હતી. નવ માસ પૂર્ણ થયે રાણીએ સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રજન્મની વધાઈ રાજા પામતાં ઘણા આનંદ પામ્યા. રાજપરિવાર નગરજનોને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #49 -------------------------------------------------------------------------- ________________ પણ લાડકવાયા રાજકુમારના જન્મની વધાઈ પહોંચી. ઘર ઘર, શેરીએ શેરીએ આનંદના ઉત્સવ મંડાયા. કેદીઓને છોડી દીધા. રાજયમાં લેવાતા કર માફ કરાયા. જિનમંદિરે મહોત્સવ મંડાયા. રાજાને ત્યાં પારણું બંધાય તો કોને આનંદ ન હોય ? બારમે દિવસે નાત તેડાવી, જમાડી. મોટા મહોત્સવપૂર્વક સ્વપ્નના અનુસારે બાળારાજાનું નામ “ચંદ્રશેખર” જાહેર કર્યુ. પર્વતની ગુફામાં સિંહબાળ નિર્ભયપણે સુખભર ઉછરે તેમ રાજમહેલમાં પાંચ ધાવમાતાથી લાલન કરાતો બાળરાજકુમાર માતા-પિતાને, રાજ પરિવારને આનંદ પમાડતો. ચંદ્રના બીજની જેમ વધવા લાગ્યો. જુદી જુદી બાલચેષ્ટા કરતો માતાના મનોરથને પૂરતો કુમાર વયે વધતાં આઠ વર્ષનો થયો. શ્રી ચંદ્રશેખર રાજાના રાસની આ પ્રથમ ઢાળ ઢળકતા રાગે કહીને કર્તા શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે સાંભળનાર રસિક શ્રોતાના ઘરે હંમેશા મંગળમાળ પ્રાપ્ત થાઓ. તિણ ચિત્ત લક્ષણવંત રાજય છે. પણ વિધાવિણ શોભે નહિ, શસ્ત્ર વિતા ભટ જાત; વિના પય એક રાજય એક ટોળું દાસી અવસર દેવાને ભૂલચૂક રાગ દાસી તિ નટનું હજુરી માતા વિણ ગો-નદી જલ વિતા, ચંદ્ર નગર એક રાજવી, મૂરખમાં ચલાવે કચેરી યોગ્ય મંત્રવી, રાજકચેરીએ, નાયતું, રાયની, બતલાવતી, રંગ કરી વયણે -ઃ દુહા ઃ નૃપ પિતા, કાન પૂછતાં, કહે, ચિંતે ८ ભૂપ આવ્યું ગાવે બેસે ધરી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ આશ ગીત ભૂપતિ મુખ ભૂપતે નર્તકી રાગતણું તે મોઝાર; કુમાર. ॥૧॥ જિમ રાત. રા શિરદાર; મોઝાર. ગ્રી ભરાલ; રસાલ. પાસ; પાસ. 11411 11811 જામ; નામ. 11911 Page #50 -------------------------------------------------------------------------- ________________ રાગ દાસી કાર્યવશે નૃપ દાસી વળતું આલાપી કથિત કહે દાસી નર્તકી આવી રાય પૂછતાં, રાજા કહે, ગઇ, સભા એહ રાગ તો ગોડી, બંદા વીસ તલક એમ સુણી સર્વ નાટકીયાં નાઠાં તે માટે એ પાસે પંડિત તિશુદ્ધિ શશિબલ શાસ્ત્ર કળા બહુ ૧-ગાય, ર-ન આવી હોત, ૩-નેત્ર, આંખ. ઉતાવળી, પૂછતાં, એ ચઢતે, મંદિર સભા સવિ, કુમારતે, મૂકીએ, લહી, વચ્ચે, || અત્ર ભાષા || પણ જો તુમ પણ નહિ નર્તકી હસી, છાત્રનું, પંચમરાગ માંહિ કહેણ - જાણી સહી બોલે વિધા નરને ભણવા શીખે નૃપને તાયાત પીછે એ મૂરખની મૂરખતી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ તે લહી કુમારનો વિદ્યાભ્યાસ -: દુહા ઃ છઠ્ઠમ ગોડી મૂર્ખ ભણવા વિધા મૂકયો એક જામ; નામ. રીંછની લાગ; રાગ. ॥॥ રાગ; પ્રવાદ. men ોડી; વલંતે. [૧૦] રીતિ; oilla. 119911 હેત; 'તેત. [૧૨]] ભાવાર્થ : આઠ વરસનો રાજકુમાર થયો. માતપિતા વિચારે છે, કુમાર દિવસે દિવસે મોટો થાય છે. રાજગાદીનો વારસદાર રાજયને યોગ્ય લક્ષણોથી યુકત બાલક્રીડા કરી રહ્યો છે. બાલકુમાર રાજયને યોગ્ય તો છે. પણ વિદ્યા વિના બધું જ નકામું છે. વિદ્યા વિના કુમારની શોભા નથી. બાળ; નિશાળ. ||૧|| Page #51 -------------------------------------------------------------------------- ________________ જેમ કે શસ્ત્ર વિનાનો સુભટ, દુધ વિનાની ગાય, પાણી વિનાની નદી, ચંદ્ર વિનાની રાત, શોભતા નથી, તેમ રાજકુમાર વિદ્યા વિનાનો શોભશે નહિ. રાજા - દેવી ! તારી વાત બરાબર છે. રાણી - મહારાજા ! યોગ્ય અધ્યાપકો બોલાવો, વિદ્યાભ્યાસ આજથી ચાલુ કરાવો. મારા લાલને હવે જલ્દી ભણાવો.' નહિ તો.... જેમ કે, એક નગરનો રાજા હતો. તે મુરખમાં શિરોમણી હતો. પણ તેનો પ્રધાનવર્ગ આદિ પરિવાર બહુ હોંશિયાર. રાજય રાજા શોભારૂપ બેઠો હોય, બાકી બધો જ કારભાર પ્રધાનથી ચાલતો હતો. રાજાની પડખે રહેનારી દાસી પણ એટલી ચાલાક હતી કે રાજા મુરખ છે તે કોઈને પણ કળવા ન દે. એક દિન સભામાં નટનું ટોળુ આવ્યુ. રાજાની આજ્ઞા લઈ નટનાયકે નટોને નાચવાની આજ્ઞા આપી. ગીત-ગાન પણ સરસ ચાલતા હતા. અવસરોચિત રાજાને કંઈપણ પૂછવા આવે તો રાજાની પડખે રહેલી દાસી જવાબ આપી દે. કંઈ ભૂલચૂક થાય તો તે દાસી સુધારીને વાત કરી લે. જુદા જુદા રાગના આલાપથી ચાલતા ગીતો ગાતાં ગાતાં, વચમાં નર્તકી રાજાને પૂછતી - હે મહારાજા ! કયો રાગ છે? દાસીના વચનથી રાજા તે રાગનું નામ કહી દે. નર્તકીને આ વાત ધ્યાનમાં આવી ગઈ. વળી આગળ ગીત ગાન નાટક ચાલુ રાખી સભાજનોને નર્તકી રીઝવતી હતી. તેમાં વળી બીજો રાગ શરૂ કર્યો. નર્તકી - હે મહારાજા ! કયો રાગ છે ? મુરખ રાજા દાસી કહેવા થકી કહેવા લાગ્યો - હે નર્તકી ! આ પંચમ રાગ છે. વળી નટોનું કામ આગળ ચાલ્યું. સભાસદો તો જોવામાં અને સાંભળવામાં તલ્લીન છે એ જ અવસરે કંઈક કામ પ્રસંગે રાજાની દાસી મહેલમાં ગઈ. નર્તકીએ અવસર જોઈ રાજાને પૂછ્યું - હે રાજન ! કયો રાગ છે? મુરખ રાજા - આ છઠ્ઠો રાગ છે. તે ક્ષણે દાસી આવી ગઈ. વાત સાંભળી કહેવા લાગી, કે આ ‘ગોડી’ રાગ છે. દાસીની વાત સાંભળતાં રાજા તરત વાત ફેરવીને બોલ્યો - ના, ના, આ ગોડી રાગ છે. સભા રાજાની સામે જોઈ જ રહી છે. વળી રાજા આગળ બોલ્યો - દાસી જો ન આવી હોત તો અમે હજુ વીસ રાગ સુધી આગળ વધત. રાજાની વાત સાંભળી સહુ પેટ પકડી હસવા લાગ્યા. રાજા મુરખ છે એ પણ સૌ સમજયા. અને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ નાટકીયાં પણ મૂરખ રાજાના ડરથી નાસી ગયા. તે સ્વામી ! ચંદ્રકુમારને હવે ભણવાની વ્યવસ્થા જલ્દી કરાવો. રાજા - હે દેવી ! આજે જ પંડિતોને બોલાવીને વાત કરીશું. જગતમાં વિદ્યા એ જ મનુષ્યનું ત્રીજું નેત્ર છે. રાજપુરોહિતને બોલાવ્યા. શુભમુહૂર્ત લઈ, યોગ્ય પંડિત પાસે ગુરુકુળવાસમાં ચંદ્રકુમારને ભણવા મૂકયાં. તે નિશાળમાં બીજા પણ વિદ્યાર્થીઓ ગુરુકુળવાસમાં રહીને ભણતા હતા. -: ઢાળ બીજી:(ચોરી વ્યસન નીવારીચે... અજિત નિણંદશું પ્રીતડી... એ દેશી.) છણ નગરે વ્યવહારીયો, ધનસાગરતે તામે ધનવંત કે; પ્રીતિમતી વારી સતી, હોય તt રે તમ ગુણવંત કે સુગુણ સનેહી સાંભળો. //all તે ઉપર એક ઇચ્છતાં, થઇ પુત્રી રે લાવાય રાધામ કે; સાત વરસતી સા થઇ ગુણવંતી રે “ગુણસુંદરી' નામ કે..સુ. /રl ચંદ્રશેખર ભણતો જિાં, તિહાં ભણવા રે મૂકી સા બાળ કે; બદ્ધ ઉધમ ગુરુયોગથી, તેય શીખે રે કળા શાસ્ત્ર વિશાળ કે.સ. /all ચાર વરસ ભણતાં ગયાં. એક uિસે રે મધ્યાહતી વેળા કે; છાત્ર સર્વે વહેલા ગયા, કુંવર કુંવરી રે થયા મઠમાં ભેળાં કે.સુ. //૪ શાસ્ત્ર વિનોદ કથારસે, સ લાગ્યો રે બેહુ જણને યાંહિ કે; પૂછે કુંવારી કુંવરને, તસ ઉતર રે, આપે ઉત્સાહે કે.. //પા મસ્તક ગંગા દેખીતે, શિવ ઉપરે રે, ગૌરી ધરે ખેદ કે; પ્રિયકંઠે ચૂંબન કરે શું કારણે રે ?" કહો તેનો ભેદ કે.સુ. કો. ગૌરી અસપત્ની દુઃખે ભરી, ધિયા મસામે રે વિષ ચૂસે એમ” કે; કુંવર ઘડુતર સા સુણી, અંતર ચિત્તશું રે ધરતી પ્રેમ કે... /ળી. ચતુર મળે જો ચતુરને કહે કુંવરી રે હોય ગુણની ગોઠ કે; રીઝસે ભવ નિર્વહે, કાંઇ કહોણી રે નવિ આવે હોઠ કે.સુ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી શ્રેષા શાળવો શા) Page #53 -------------------------------------------------------------------------- ________________ કુંવર વદે પરવશ સુતા, પશુવર પરણી જાવે પરદેશ કે મતગમતો મેળો ત્યજી, મૂરખશું રે નિત્ય કરતી ફલેશ રે કે.સુ. સા કહે હું તમને વરી, વર બીજો રે વરવાનું નીમ કે; તિણ સમે છાત્ર મળ્યા સહુ, પાઠ ટ્વે રે પંડિત ધરી પ્રેમ કે.સુ. ll૧all શાસ્ત્રકળા ગુણ આગળા, દિત કેતે રે, શીખ્યાં હોય સાર કે; એક તિ સહિવયણો કહો, નિજ માયતે રે વિવાહ વિયાણ કે સુ //૧ શેઠે જણાવ્યું રાયત, નૃપ માતી રે લઇ લગત તિવાર કે; ઉત્સવ કરી પરણાવીયાં, ગુણસુરી રે સહ રાજકુમાર કે.સુ. l/૧રી નૃપદત્ત વાસભુવન વસે, સુખ સ્વર્ગમાં રે વિલસે વૃષપુત્ર કે; નામે કાપાલિક એકા, એક આવ્યો છે. યોગી અવધૂત કે.સુ. ૧all આશિષ ઇ વિતય કરી, એકાંતે રે કરી કુંવરને સાત કે વાત કહે કપટી નમી, જેમ 'ચિત્રક રે તમે ઓર કમાલ કે.સુ. /૧૪ll સુવિધા વિશવશં કરી, સાધતાં રે ગયાં વરસ સાત કે ઉત્તર સાધક નર વિતા, ભૂત વ્યંતર રે બહુ કરત વિધાત કે.સુ. ૧પ તેને પણ મેં અવગણી, મૂલ સેવા રે એ સઘળું કીધ કે; કૃષ્ણ ચતુર્દશી રાત્રીએ સમશાને રે કરવી છે સિધ્ધ કે.સુ. /૧ તેણે તમને કશું વિતતિ, આ પ્રાર્થના રે કરવી તવ ભંગ કે; ઉતસાધક જો હુવો, થાય વિધા રે સિદ્ધિ તુમ સંગ કે.સુ. ૧ળી ચંદ્રશેખરના સસલી, એ બીજી રે કહી સુંદર ઢાળ કે શ્રી શુભવીર કહે હોજો, નિત્ય શ્રોતા રે ઘરે મંગળમાળ કે સુ /૧૮ ૧-શો કયનું દુઃખ, -બુદ્ધિથી, ૩-ચિત્રો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુણસુંદરીનો વિવાદ -: ઢાળ-ર : ભાવાર્થ મહસેન રાજાનો બાલ ચંદ્રકુમાર શાસ્ત્રાભ્યાસ ઉમંગથી કરે છે. પુન્યશાળી કુમારને તો પંડિત સાક્ષીભૂત છે. ભણવામાં ઘણા હોંશિયાર છે. બધા જ બાલવિદ્યાર્થીઓમાં કુમાર ભણવામાં મોખરે છે. આજ નગરમાં વ્યવહાર કુશળ ધનસાગર નામનો ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. પતિના રાહે ચાલનારી પ્રીતિમતી નામે સતી સ્ત્રી હતી. સંસાર સુખી હતો. સંસારના સુખો ભોગવતાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તે પછી પતિ-પત્ની ઈચ્છતાં હતા પુત્રી. તો નસીબ થકી રૂપલાવણ્યથી યુકત પુત્રીરત્ન પણ પ્રાપ્ત થયું. દીકરીનું રૂપ અને ગુણને અનુસાર ગુણસુંદરી નામ રાખ્યું. સાત વરસની બાળા થતાં માતા-પિતાએ ભણવા માટે, નગર બહાર ગુરૂકુળવાસમાં મૂકી. જે ગુરુ પાસે ચંદ્રરાજકુમાર ભણે છે તે જ પંડિત પાસે આ બાળા પણ ભણવા લાગી. બીજા પણ છાત્રો ભણતાં હતાં. બુધ્ધિશાળી રાજકુમાર અને શ્રેષ્ઠી કન્યા બંને બુદ્ધિ, ઉદ્યમ અને ગુરુજનની અસીમ કૃપાના ત્રિવેણી યોગથી શાસ્ત્રોનો અભ્યાસ થઈ ગયો. શેષ રહેલો અભ્યાસ હવે પૂરો થવા આવ્યો હતો. વિનય-વિવેકી બંને વિદ્યાર્થી ગુરુની કૃપાપાત્ર બની ચૂક્યા હતા. એક દિવસ મધ્યાહ્ન સમયે વિદ્યાર્થીઓ સહુ પોતાના સ્થાને ચાલ્યા ગયા. મઠમાં શ્રેષ્ઠીસુતા અને ચંદ્રકુમાર બંને પાછળ રહૃા. કથારસમાં ડુબેલા બંને વિદ્યાર્થીઓ શાસ્ત્ર વિનોદ કરવા લાગ્યા. જ્ઞાનગોષ્ઠીમાં આગળ વધતાં કુમારીએ કુમારને પૂછયું - “હે રાજકુમાર!કૈલાશ શિખરે વસતા શિવજીના માથે ગંગા જોઈને, ગૌરી શા માટે ખેદ કરવા લાગી ? વળી સ્વામીના કંઠે વળગી ચુંબન શા માટે કરવા લાગી?” - કુમાર - હે શ્રેષ્ઠી પુત્રી!કૈલાશ શિખરે શિવજી બેઠા હતા. સ્વર્ગથકી ગંગા પૃથ્વી પર ઉતરી. શિવજીએ પોતાના માથા ઉપર ધરી. ગૌરીએ ગંગાને જોઈ. પોતાની પત્ની જોતાં જ ગૌરી ખેદ કરવા લાગી. શૌકયના દુઃખથી છૂટવા માટે આપઘાત કરવાની બુધ્ધિથી ઝેર ખાવા તૈયાર થઈ પણ તે ઝેર કયાં લેવા જાય? શિવજીના કંઠે ઝેર હતું. તે ઝેર ચૂસવા માટે તરત જ શિવજીના કંઠે વળગીને ચુંબન કરવા લાગી. ચૂંબનમાં ઝેર ચૂસવા લાગી. કુમારનો જવાબ સાંભળી સુંદરીના હૈયામાં કુમાર પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટ થયો. કુમારને કહેવા લાગી. સુંદરી - હે રાજકુમાર ! જવાબ સાચો છે. મને આનંદ થયો. સંસારમાં ચતુરની સાથે ચતુરનો યોગ થાય તો જ્ઞાનગોષ્ઠી વધે. જીવાતા જીવનમાં આનંદ રહે. જો ચતુરને મૂર્ધનો યોગ થાય તો શી દશા થાય? જિંદગી ઝૂરીને પૂરી કરવી પડે. બોલો ! કુમાર? આપનું શું કહેવું છે? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #55 -------------------------------------------------------------------------- ________________ કુમાર - સંસારમાં દીકરીઓ જન્મી ત્યારથી પરાઈ જ હોય છે. નસીબ થકી અજ્ઞાની, અબુઝ, પશુ સરખા પતિને પરણી, તો જન્મારો ઝૂરીને જાય. પિયેરના મનગમતા સુખોને ત્યજી, પતિ સાથે જવુ જ પડે. તે મૂરખની સાથે કલેશ કંકાસમાં દિવસો કાઢવા જ પડે. કુમારની વાત સાંભળી ગુણસુંદરી નીચું જોઈને કહેવા લાગી - હે રાજકુમાર ! આજથી હું તમને વરી ચૂકી છું તમે જ મારા સ્વામી. હવે આ ભવમાં બીજા વરને ન વરવાનો નિયમ કરી લીધો છે. પરણીશ તો તમને, બીજાને નહિ. વાત પૂરી થતાં કુમાર જવાબ આપે તે પહેલાં તો છાત્રાલયમાંથી બીજા છાત્રો સમય થતાં મઠમાં આવી ગયા. સૌ ભણવા માટે પંડિત પાસે આવી ગયા. પંડિત ભણાવવા લાગ્યા. બાકી રહેલા પાઠો પણ પૂરા થવા લાગ્યા. ભણતર પૂરું થતાં સૌ પોતપોતાના સ્થાને ગુરુદક્ષિણા આપી આવી ગયા. ગુણસુંદરી અને તેની સાહેલીઓ રોજ ભેગા થઈને રમે છે. વાત વિનોદ કરે છે. હાસ્ય વિનોદ કરતાં એક દિન ગુણસુંદરીની માતાને સહિયરો કહે છે - મા! વિવાહ-લગ્નની તૈયારીઓ કરો. યોગ્ય કુમાર શોધી કાઢો. વાત કરતાં નગરના રાજકુમારની વાત માતાને કહી દીધી. સમજુ માતાને સમજતાં વાર ન લાગી. માતા પ્રીતિમતીએ સ્વામીને વાત કરી. શેઠ વધામણી લઈ રાજાની પાસે ગયા. શુકનવંતી વાત કરતાં રાજા પણ આનંદ પામ્યા. ઘડિયાં લગ્ન લેવાયાં. ચંદ્રકુમારની સાથે ગુણસુંદરીના મહામહોત્સવપૂર્વક લગ્ન થયાં. ( શિરે જ s શ્રી ચંદ્રશેખર રાજકુમારના શ્રેષ્ઠીકન્યા ગુણસુંદરી સાથે લગ્ન. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુણસુંદરી પરણી રાજમહેલમાં આવી. રાજાએ આપેલ દેવીઆવાસમાં સ્વર્ગના સુખ ભોગવતાં ચંદ્રકુમાર ગુણસુંદરીના આનંદમાં દિવસો જવા લાગ્યા. એકદા કોઈ કાપાલિક કુમારની પાસે આવ્યો. સાનમાં સમજાવી કુમારને એક તરફ લઈ જઈને કાપાલિકા આશીર્વાદ આપી કહેવા લાગ્યો - હે રાજકુમાર ! વિશ્વને વશ કરનારી વિશ્વવશંકરી' નામની વિદ્યા સાધતાં મને સાત વરસ થઈ ગયાં. પણ આ વિદ્યા સધાતી નથી. કોઈ ઉત્તર સાધકની સહાયથી આ વિદ્યા સિધ્ધ થશે. તે માટે હું ઉત્તર સાધકની શોધમાં નીકળ્યો. આપને જોયાં ત્યાં મને થયું કે આપ મારા ઉત્તર સાધક બનો તો આ ભૂત-વ્યંતર વગેરેનો ઉપદ્રવ દૂર થાય. કાળીચૌદશની રાત્રિએ સ્મશાનમાં વિદ્યા સિદ્ધિ માટે આપ ઉત્તરસાધક થઈ મને સહાય કરો, તે માટે હું આપને પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થનાનો ભંગ ન કરશો. હાથ જોડી વારંવાર કરગરતો યોગી કહે છે તમારા સંગથી મારી વિદ્યા જરૂર સિધ્ધ થશે. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસની બીજી ઢાળ કહી. જે સાંભળતાં શ્રોતાઘરે મંગળની માળા પ્રાપ્ત થશે. -: દુહા : સાંભળી નૃપસુત ચિંતવે, કરવું એ હતું કાજ; આણે પણ ઉપગાર્મે, ત તેહ ધન રાજ. ૧ નિર્ગુણ પણુણ નવિ લીયે, સ્વારથ રસીયા - જેહ; આશાભંજક ભૂતલે, ભારભૂત નર તેહ. સારા પ્રીત કરી પાળે સા, પરદુ:ખ દુઃખીયા અત્ય; વિરલા પર કારજકસ, કૃતગુણ જાણક ધન્ય. Bll. યોગીને કુંવર કહે, એ કરશું તુમ કામ; ઉત્તરસાધક મુઝ થકે, કુણ લેવે તુજ નામ ? //૪ll. નવ દિત અંતર ચૌદશે, આવીશું તુમ ગેહ; સાંભળીને યોગી ગયો, રહો વતાંતર તેહ, પણ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #57 -------------------------------------------------------------------------- ________________ -: દુહા ઃ -- અવધૂત યોગીની વાત સાંભળી કુમાર વિચારવા લાગ્યો. મહાપુરુષો પરોપકારોમાં રકત હોય છે. પહેલા પણ જે સજજનો થયા તેમણે બીજાના હિત માટે ધન-રાજય અને શરીર પણ આપ્યાં છે. સ્વાર્થીજનો નિર્ગુણ કે પરગુણ માટે ઊભા રહેતા નથી. આવા આશાભંજનજનો ધરતી ઉપર ભારરૂપ હોય છે. જે માણસો પ્રીત કરીને પાળે છે, બીજાના દુઃખ જોઈ દુઃખી થાય છે તે આ ભૂતળે વિરલા જ હોય છે. ૫રના કાર્ય કરવામાં હંમેશાં તત્પર હોય છે. કરેલા ઉપકારને જાણનારને ધન્યવાદ છે. કુમાર વિચારે છે કે આ ધન શરીર પરના ઉપકારમાં કામ લાગે છે એથી બીજુ રૂડું શું ? કુમારે યોગીરાજને કહ્યું - તમારું કામ જરૂર અમે કરશું. તમારી વિદ્યા-સાધનામાં હું ઉત્તરસાધક બની તમારી રક્ષા કરીશ. હું હોતે છતે તમારું નામ કોઈ લઈ શકશે નહિ. ચૌદશને નવ દિનની વાર છે. ચૌદશને દિવસે સાંજે હું તમારે ત્યાં આવીશ. કુમારની વાત સાંભળી, યોગીરાજ પોતાને સ્થાને વનમાં ચાલ્યો ગયો. -ઃ ઢાળ ત્રીજી - (કોઈલો પર્વત ધૂંધલો રે લો... એ દેશી.) (જંબુદ્વીપમાં દીપતું રે લો.) મંત્રીસુત તિણ અવસરે રે લો, કુંવરને પૂછે વાત રે ચતુરતર; યોગી ધૂર્ત નિર્દય નરા રે લો, તીયશું શી એકાંત રે ?..ચતુરનર. તીયશું તેહ ન કીજીએ રે લો... ॥૧॥ નીચશું તેહ ન કીજીએ રે લો, દ્રાખ જ્યું જાંબુ પાસ રે..ચતુર. કસ્તુરીનો ગુણ ગળે રે લો, દીજે હીંગતો વાસ રે. ચતુર. તી. રો વળતું કુંવર કહે ઇશ્યૂ રે લો, નહિં સંગતિ શ્રમ કીધ રે; ચતુર. પર ઉપકારપણે કરી રે લો, વિધા કરાવું સિદ્ધ રે. ચતુર. તી. ||૩|| ઉપકાર કરતાં તીયને રે લો, મંત્રી વદે ઘટે સાખ રે; ચતુર. શીત કર્યો હંસે ધર્યો રે લો, ઉંદરે કાપી પાંખ રે. ચતુર, તી. [૫૪] (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ કુંવર કહે જે વયત દીધું રે લો, પાળવું મત કરો ખેદ રે; ચતુર. ઉંચતીય ઘરે ચંદ્રમા રે લો, કરત ઉધોત ન ભેદ રે. ચતુર. તી. [૫]] ચૌદશ દિઘ્ન તે આવીયો રે લો, યોગી બીજોરુ હાથ રે; ચતુર, ચતુર, તી. llll રે; યતુર. ચતુર, તી. ||૧૦ની ખડ્ગ સહાયી કુંવર યલ્યો રે લો, રાત્રે યોગીતી સાથ રે. ચતુર. તી. [૬] વીરવેશ નિર્ભયપણે રે લો, પહોંચ્યો નૃપ સમશાત રે; ચતુર. યોગી તો મંડળ રચી રે લો, મેલે બહુ બલિાત રે. ચતુર. તી. [[]] દુષ્ટ દેવી પૂજન કરી રે લો, ભાખે કુંવરતે તેહરે; ચતુર. શિખાબંધ મસ્તક કરું રે લો, રક્ષાકરણ તુજ દેહ રે. ચતુર. તી. llll રાય ભણે નિર્ભય રહો રે લો, તીખી મુજ તરવાર રે; ચતુર. શિખાબંધ મુજ ખપે નહિ રે લો, સત્વ બડો સંસાર રે. ખેંચી ખડ્ગ નૃપસુત ખડો રે લો, ચિતે યોગી તામ છલ કરીને હણું એહતે હૈ લો, ગાફિલ દેખું જામ રે. મુંગા ધ્યાન ધરી કરે રે લો, વિધા સાધત મંત્ર રે; ચતુર. *મણુઅ મૃતક પાસે ઠવી રે લો, તસ મુખ હવત કરંત રે. ચતુર. તી. ||૧૧|| તિણસમે વિધા વ્યંતરી રે લો, તતુ ‘ઉન્નત વિકરાળ રે; ચતુર. કડક્ડ તે ગાજતી રે લો, કર 'કાતી કપાળ રે. ચતુર. તી. ||૧|| દેખી કુંવર યમજીભથી રે લો, ખડ્ગ ધ્રુજતી તેહ રે; ચતુર. યોગી ક્રોધારૂણ દેહ રે. ચતુર. તી. ||૧૩|| તુજ હાથે સુણ ગુઝ રે; ચતુર. સુરી કરે મસ્તક તુઝ રે, ચતુર, તી. ||૧૪ની રવિસમ પ્રગટે રુપ રે; ચતુર. ભિક્ષુક અમો ભૂપ રે. ચતુર. તી. ||૧૫|| દેવીતે દીયો ભોગ રે; ચતુર. ભય લહી ભક્ષણ માંગતી રે લો, લેઇ ખડ્ગ કહે બાલકા રે લો, તિજ મસ્તક દીયો દેવીતે રે લો, શત્રુજગત તુમને તમે રે લો, કુંવર કહે સુણ જોગટા રે લો, તું તિથ્ય પાપી તુમ હણી રે લો, સુરી સંતોષવતી હુવે રે લો, જાય યોગીએ ઘા ખડ્યે દીયો રે લો, કુંવરે વંચાવી લીધ રે; ચતુર. ઉછળી સિંહપરે ચડ્યો રે લો, કુંવર યોગીતે સ્કંધ હૈ. ચતુર. તી. ||૧૭થી જગતનો રોગ રે. ચતુર. તી. [૧૬] શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ મૃતક નૃપ ચરણે ગ્રહી રે લો, આકાશ નાખ્યો ઉછાળ રે, ચતુર ગગન ચલતી ત્રિલોચના રે લો, દેવીએ કુંવર તિહાળ રે ચતુર ની. ૧૮ કાતી ખડ્ઝ લેઇ સિહું જણાં રે લો, ભૂતળ ઊભાં દીઠ રે; ચતુર યક્ષિણીએ ભટ પાઠવી રે લો, હણીયો યોગી હેઠ રે. ચતુર ની. ૧૯ll યક્ષિણી નૃપને લઇ ગઇ રે લો, રક્તગિરિને શૃંગ રે; ચતુર ક્રીડામંસ્મિાં જઇ રે લો, આસન ઇવી કહે રા રે. ચતુર. વી. //રoll ક્રીડા નિમિત્તે ઇહાં કરી રે લો, કનક મહેલ મનોહાર રે; ચતુર ગિલોયના નામે રહું રે લો, વસ સખી પરિવાર રે ચતુર ની. //ર૧] તુમ રુપ એ મોહી રહી રે લો, થઇ ધણીયાતી આજ રે; ચતુર. પ્રેમરસે સ કેળવો રે લો, છાંડી તન મન લાજ રે. ચતુર ની. //રરો કામને બાણે હું હણી રે લો, તુમ વીણ શરણ ન કોય રે, ચતુર, પુરુષોત્તમ બળીયો ધણી રે લો, પુણ્યવતીને હોય છે. ચતુટ વી. સી. એ પરિકર સવિ માહરો રે લો, તે તવ કિંકર જોગ રે; ચતુર જન્મલગે લીલા કરી રે લો, મનગમતા સુખ ભોગ છે. ચતુર, ની. ર૪ll તપ જપ કષ્ટ કરી મટે રે લો, પામે ન સુખ તે બાળ રે; ચતુર તરભવમાં સુરસુખ મળ્યું કે લો, તુમયો ભાગ્ય વિશાળ રે. ચતુર ની. /રપોર્ટ નિશક્તિ કર જોડી રહું રે લો, સુણ શુભવીર હ્યાળ રે; ચતુર ચંદ્રશેખરના રાસની રે લો, એ કહી ત્રીજી ઢાળ રે. ચતુર. ની. કો ૧-મનુષ્યનું શબ, ર-૨. ૩-ધમધમતી, ૪-યમની જીભ સરખી-કોધથી લાલચોળ. પ-યોગી દેવો અને મૃતક એ ત્રણ. -દેવીનો સુભટ દેવ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ધૂર્ત યોગી -: ઢાળ-૩ : ભાવાર્થ : રાજદરબારના એક ભાગમાં ચંદ્રકુમાર અને યોગીરાજ વાત કરતા હતા. તે મંત્રીપુત્રે જોયું. યોગીરાજ ચાલી ગયો. મંત્રીપુત્ર કુમારને મળ્યો. મંત્રીપુત્રે કુમારને પૂછયું - હે કુમાર ! તમે ચતુર છો. તમને શું કહેવાનું હોય? ધૂર્ત યોગી નિર્દયી હોય છે. તે નીચની સાથે આપને સોબત શી ? આપે એકાંતમાં એની સાથે વાત કરવી ઘટે નહિ, નીચની સાથે વળી સ્નેહ કેવો? દ્રાક્ષની સાથે જંબુના ફળ જ રહે તો દ્રાક્ષની મીઠાશ રહે? કસ્તુરીને હીંગની સાથે રાખો તો કસ્તુરીની સુગંધી રહે? ન જ રહે. માટે નીચેની સોબત શી કરવી? મિત્રની વાત સાંભળી કુમાર બોલ્યો - હે મિત્ર? તારી વાત સાચી છે. પર ઉપકારને કારણે તેને વિદ્યા સિધ્ધ કરાવવી છે. છે સ્મશાનમાં - ધૂર્ત યોગી અને ઉત્તરસાધક ચંદ્રકુમાર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ચંદ્રોપર રાણો થા) Page #61 -------------------------------------------------------------------------- ________________ મંત્રીસુત - હે કુમાર ! નીચની ઉપર ઉપકાર કરતાં આપણી અપકીર્તિ થાય છે. જેમ કે ઘણી ઠંડી પડવાથી ઉદર ઠરતો હતો. હંસને દયા આવી. ઉદરને પોતાની પાંખમાં ધારણ કર્યો. નીચ ઉદર પાંખમાં બેઠા બેઠા હંસની પાંખ જ કાપી નાંખી. હંસની દશા કેવી ? કુમાર - હે મિત્ર? મેં વચન આપ્યું છે. તે વચન પાળીશ. તું તે માટે ખેદ ન કરીશ. જેમ કે ચંદ્રમાં પોતાનો પ્રકાશ બધે જ આપે છે. તે ઊંચ-નીચ ઘરને જોતો નથી. કુમારની વાત સાંભળી મંત્રીપુત્ર મૌન રહો. નવદિન જતાં વાર ન લાગી. ચૌદશ આવી ગઈ. સાંજના સમયે યોગી હાથમાં બીજોરું લઈને કુમાર પાસે આવી ગયો. કુમાર હાથમાં ખગ લઈને રાત્રિએ યોગીની સાથે વીરવેશને ધારણ કરતો, નિર્ભયપણે ચાલ્યો. યોગી કુમારને લઈને સ્મશાને આવ્યો. સ્મશાનમાં યોગી ગોળ ગોળ કુંડાળા કરવા લાગ્યો. તેમાં જાત જાતના બલિ બાકરા ધરવા લાગ્યો. ત્યારપછી દુષ્ટ દેવીનું પૂજન કરી કુમારને કહેવા લાગ્યો - હે રાજકુમાર ! તમારી રક્ષા કરવા તમારા માથાના વાળની શિખાને બાંધુ! તમે નીચા નમો. કુમાર - યોગી ! તમે નિર્ભય રહો. શિખા બાંધવી મને ખપે નહિ. મારી આ તરવાર જ તીખી છે. સત્ત્વશાળી કુમાર હાથમાં રહેલી તરવાર ખેંચી ઊભો રહ્યો. ખગ ગ્રહણ કરીને ઊભેલા કુમારને જોઈ, યોગીરાજ વિચારમાં પડ્યો. કપટ કરીને હણી નાખુ. સીધી રીતે કુમાર હણાય તેમ નથી. જયારે કુમાર બેધ્યાનમાં હોય, ત્યારે તક ઝડપી મારું કાર્ય સાધી લઉ એમ વિચારી યોગી ધ્યાનના ઢોંગમાં બેસી ગયો. પોતાની સામે કુંડાળામાં પહેલેથી એક મનુષ્યનું મૃતક (શબ) લઈ આવ્યો હતો. તેની સામે વિદ્યામંત્ર ભણતો થકો મૃતકના મુખ પાસે હવનમાં કંઈક નાખવા લાગ્યો. તે જ સમયે વિદ્યાર્થાતરી વિકરાળ સ્વરૂપે શરીરને ઊંચુ કરતી, દાંત વડે કડકડ અવાજ કરતી, કપાળ ચડાવવા લાગી. યમની જીભના સરખા ખગ્ન સહિત કુમારને જોઈ ધ્રુજવા લાગી. કુમારથી ભય પામતી, યોગીની પાસે ભક્ષણ માંગવા લાગી. યોગી કહે - હે દેવી ! આ ખગ્ન હાથમાં લઈ લે. પછી કુમારને કહેવા લાગ્યો, હે કુમાર ! તારું મસ્તક દેવીને આપ. દેવી તારું મસ્તક સુંદર કરી આપશે, તારા શત્રુઓ તને નમે, તું દેવીને નમી જા. તારુ રૂપ સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી થશે. કુમાર વાતનો તાગ પામી ગયો. કુમાર - હે જોગટા? સાંભળ! તું ભિક્ષુક છે. જયારે અમે તો ભૂપ છીએ. રે નિર્દય, રે પાપી ! તું તારી જાતે જ મરીને દેવીને ભોગ આપ. જે કારણે દેવી સંતોષ પામે. અને જગતના રોગ નાશ પામે. કુમારની વાત સાંભળી યોગીએ પોતાની પાસે રહેલી તરવારનો ઘા કુમાર ઉપર કર્યો. સમય પારખુ કુમારે ઘા વંચીને, સિંહની જેમ ઊછળી યોગીના અંધ ઉપર ચડી ગયો. તે સમયે મૃતકે કુમારના બે પગ પકડી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #62 -------------------------------------------------------------------------- ________________ આકાશમાં ઉછાળ્યો. પુણ્યશાળી કુમારના પુણે આકાશમાર્ગે જતી ત્રિલોચના દેવીએ કુમારને જોયો. ધારદાર તલવાર સાથે યોગી અને મૃતકમાં રહેલી દેવી તથા કુમાર એમ ત્રણને જોયાં. તે કુમારની સહારે આવી. પોતાના સુભટોને આદેશ કર્યો. આ ત્રણને હણી નાખો. કુમારને લઈ ત્રિલોચના દેવી રત્નગિરિના શિખર ઉપર પહોંચી ગઈ. ત્યાં ક્રિડામંદિરમાં રહેલા આસન ઉપર બેસાડી કહેવા લાગી.. હે કુમાર ! આ ક્રીડા કરવાને માટે સોનાનો મહેલ રચ્યો છે. જે સુંદર અને મનોહર છે. ત્રિલોચના નામે હું દેવી, મારા પરિવાર મારી સખીઓ સાથે હું અહીં રહું છું. તમારા રૂડા અને સોહામણા રૂપને જોઈ મને આપની ઉપર મોહ જાગ્યો છે. આજે હું તમને પામી સનાથ બની છું. આજે મારી સાથે પ્રેમની વાતો કરીને મને પ્રેમરસમાં નવડાવો. અહીં હું અને આપ બંને છો. મનની અને શરીરની શરમ છોડી દ્યો. મનમૂકીને મારી સાથે રમો. હું કામબાણથી અત્યંત હણાઈ છું. મને આપનું જ શરણ છે. પુરુષોમાં ઉત્તમ એવા આપ જેવા મારા સ્વામી, ધણી-માલિક મળ્યા પછી મારે શી ચિંતા? હું આજે તમને પામી. તે મારું અહોભાગ્ય સમજુ છું. અહીં રહેલો સઘળો મારો પરિવાર તે તમારો દાસ બનીને રહેશે. હે કુમાર ! હે નરોત્તમ ! શું વિચારો છો? મનગમતા સુખભોગની સામગ્રી મળી છે તો તપ જપ આદિ કષ્ટ સહન કરીને કોણ મરે? અને જો મરે તો પણ વાંછિત ભોગ પામતો નથી. હે પરદેશી ? મનુષ્યભવમાં દેવ સંબંધી સુખો મળ્યા છે. તેથી હું માનું છું આપ મહાભાગ્યશાળી છો. હું આપની સામે બે હાથ જોડી આપની સેવામાં નિશદિન રહીશ. હે દયાળુ? મારી વાત સાંભળો. આ પ્રમાણે ચંદ્રશેખરના રાસની ત્રીજી ઢાળ કર્તા પુરુષે કહી તે તમે સૌ સાંભળો. -: દુહા : કુંવર મેં શકિત પર્વત સુણી મન સ્થિર કરી. કહે સ્ત્રીને એમ, સશુરુ પાસે લીયો, પરવારીનો મ /૧ અગાધ છે સ્વતી, જો કરે કામ વિધાત. ડોલે વાયુથી,(તો) તરુવરની શી વાત ? //રા શ્રી ચંદ્રશેખર રાજાનો ) ૨૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ મોહે મન માણસ તણું મુંઝાણા સંસાર, વિખ્યા વિષય કષાયથી, તે ગુણમણિ ભંડાર કૃત્યાકૃત્ય હિતાહિતે. કામવિવશ કરનાર, ન સુણે ન જાણે દેખતાં, અપયશ મલી વિસ્તાર //૪ll કામાંધી તે સુખ ગણે, વિષય વિપતિ સમાંત, ધનુરિતસર લોહને, દેખે કતક સમાન. //// જાય વિષય વિષ સર્પતું ગાયડીમંત્ર જિતેશ, રાખ્યો અહતિશ હલ્પમાં, સશુરુનો ઉપદેશ. કો Aિહુ અક્ષરે તુજ નામ છે. લોયત દેખાણ હોય, જ્ઞાન તૃતીય લોયત જુએ, નામ સફળ તો હોય. // તુષ્ટ થઇ સ્વી કહે, તુમ વય મંત્ર બલણ, મોહ મહાવિષ મીટ ગયો, ધર્મ લો અચિરણ. /. તું મુજ બાંધવ ધર્મનો, તું હી ગુરુ તું હી સ્વ, કામ પડે સંભારજો, કરશું નિત્ય તુમ સેવ. / વાત કરતી સાંભળી, શબ્દ મધુરતા તેણ. કુંવર કહે કુણ એ ભણે ? કોકીલ કંઠ રવેe. /૧૦ સા હે ચંદ્ર ગુફા વસે, કરતાં શાસ્ત્ર વિયાર, ઉપવાસી યઉમાસના, ચાર ચતર અણાટ ૧૧ કુવર કથતથી મેળવ્યો. વાંહી બેઠો જામ. શ્રુત સુણતાં નિશિ તિર્ગમે. સ્વી વિસઈ તા. /૧રો -: દુહા : ભાવાર્થ : ચંદ્રકુમાર આ બધુ જોઈને આશ્ચર્યમાં ગરકાવ બની ગયો. ત્રિલોચના દેવીએ જે કહ્યું તે મન સ્થિર કરીને તે સાંભળી રહ્યો છે. મનમાં વિચારે છે. કયાં કાશી દેશ? કયાં કાપાલિક? દેવયોગે આ દેવીનો યોગ કયાં? મને કયાં લઈ આવી? ગંભીર મનના કુમાર દેવીની વાત સાંભળી કહે છે - હે દેવી ! મેં મારા ઉપકારી સદ્ગુરુ પાસે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #64 -------------------------------------------------------------------------- ________________ નિયમ લીધા છે કે પરસ્ત્રીનો ત્યાગ. હું જાણું છું કે દેવની શકિત અગાધ છે. હું તો મનુષ્યલોકનો માનવી છું. મને ઘણી વિડંબના કરશો? પવનથી પર્વત ડોલે તો વૃક્ષની શી વાત? આવા મોહનગરના મોહરાજાના મોહમાં ફસાઈ, આ સંસારમાં મનુષ્યો ઘણા મુંઝાણા છે. વિષય કષાયથી વિરામ પામ્યા. તે પ્રાણીઓ ખરેખર ગુણમણિ ભંડાર છે. જે કૃત્યાકૃત્ય હિતાહિતનો વિચાર કરતા નથી, કામવિવશ બનેલા સ્ત્રી કે પુરુષો કયારેય કંઈ સાંભળતા નથી. અને દેખતાં પણ નથી. અને પોતાના જીવનમાં અપયશ રૂપી કાળાશને વિસ્તાર છે. કામાંધ માણસો આવા પ્રકારના સુખમાં મહાલે છે. પણ ખરેખર ! વિષયો વિપત્તિ સમાન છે. ધારાને ખાનારો માણસ લોખંડને પણ સોનું માને છે. જિનેશ્વર પરમાત્મા સરખા ગારૂડીમંત્રો જેને મળ્યા છે. તેને વિષય વાસના રૂપી સપનું ઝેર ઊતરી જાય છે. હે દેવી ! આપનાં હૃદયમાં હંમેશ સદ્દગુરુનો ઉપદેશ રાખો. વળી ત્રિલોચના ત્રણ અક્ષરે તુજ નામ છે. ત્રણ લોચનવાળી - ત્રણ આંખથી જગતને જુએ છે. બે તો ચામડાની આંખ છે. ત્રીજી જ્ઞાનરૂપી આંખ મળી. તો તે સફળ કરો. શા માટે આવી ભીખ માંગવી? કુમારની વાત સાંભળી દેવી આનંદ પામી. હે કુમાર ! આપના વચનો રૂપી મંત્ર વડે મારું મોહ રૂપી ઝેર ઊતરી ગયું છે. અને સાચો લાંબાકાળ સુધી ટકે તેવા ધર્મને મેળવ્યો છે. હે કુમાર ! ખરેખર આ જગતમાં તું મારો સગો બાંધવ છે. તું સાચાં ગુરુ, તું જ સાચો દેવ. હવે કયારેય તને ભૂલીશ નહિ. મારા યોગ્ય કામ પડે જરૂર સંભારજો. હંમેશા તમારી સેવામાં હાજર થઈશ. આ પ્રમાણે દેવીની વાત સાંભળી કુમાર આનંદ પામ્યો. તે જ અવસરે કુમારના કાને સુંદર મધુર કંઠે કંઈક ભણતા હોય તેવા અવાજ સંભળાયો. પૂછે છે કે અહીંયા આ કોણ ભણે છે ? ત્રિલોચના - અહીં ચંદ્રગુફામાં ચાર માસના ઉપવાસ કરીને રહેલા ચાર મુનિ મહાત્માઓ શાસ્ત્રનાં સ્વાધ્યાય કરતાં ભણે છે. વાત સાંભળી કુંવર તરત તે ચંદ્રગુફામાં ગયો. મુનિને વંદન કરી બેઠો. દેવી ત્રિલોચનાને વિસર્જન કરી, શ્રુતજ્ઞાન સાંભળતાં આનંદ અનુભવતા કુમારે તે ગુફામાં રાત્રિ પસાર કરી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) જાણે છે Page #65 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ ચોથી - (જુવો જુવો અચરિજ અતિ ભલુ.. એ દેશી.) (જીવ ! તું ઘેનમાં પડયો) મુતિશાસ્ત્ર ભણે ગૃહિદાતતાં, તિહાં પાત્રાત સુવિશેષ હો; ઉત્તમ મધ્યમ મુતિ શ્રાવકા, "અનુકંપા દાન વિશેષ. હો. જિતમત વિણ પાત્ર ન પામીએ... ||૧|| તવ પૂછે કુંવર મુતિરાજતે, દાંત 'લૌકિક દેવે પ્રચુર હો; શય્યા ગૃહ બ્રાહ્મણને દીયે, સંસ્ક્રાંતિ ગ્રહણ શશિસૂર હો..જિત. ગીરી તેનું ફળ શાસ્ત્ર શું કહ્યું ? વદે સાધુ સુણો 'મહિકાંત હો, દેવશર્મા બ્રાહ્મણ શ્રીપુરે, પ્રિયા જિતમતી જિતમતવંત હો..જિત. [3]ી મૃતશય્યા "ગવિ ગુરુ ગહુરી, પાપઘટ તિલદાન વિશેષ હો, સંક્રાંતિ ગ્રહણ તિ આપતાં, જિનમતીએ તિજપતિ દીઠ હો..જિત. ||૪|| સા ભણે એ દુર્ગતિદાત છે, એ કુગુરુ તણો ઉપદેશ હો, મિથ્યાત્વી તણી વાણી, ડાકિણી, આ ભવ પરભવ સંક્લેશ હો..જિત. ॥૫॥ દાયક ગ્રાહક દુર્ગતિ વરે, તુજ ત ઘટે પાપનો ખેલ હો, ઉપદેશે પણ નવિ ભીંજીયું, "જલધરથી જિમ મગસેલ હો..જિત. તીથી મરી દેવપુરે 'કરહો થયો, ખાય કટક વહેતો ભાર હો. પ્રિયા જિતધર્મ ભાવે કરી, રમાપુર માંહે નૃપ અમર પ્રિયા કલાવતી, તસ પુત્રી સુખભર યૌવનવય પામતી, ચોસઠ કળાનું ધામ εì.. fra. llell સ્વયંવર મંડપ મળિયાં તિહાં, લક્ષ્મીપુરી ધનભૂપાલ હો, અવતાર હો..જિન. રાગી સુરુપા નામ હો, તે દેખી સુરુપા રીઝછ્યું, તસ કંઠે હવે વરમાળ હો..જિન. ગીલ્લી લેઇ લગ્ન જનક પરણાવીને, વોળાવે દેઇ બહુ દામ હો, વરકન્યા ચાલતાં સૈન્યશું, તરીયાં શ્રીપુર ગામ હો..જિત. [૧૦]l તિજ સૈન્ય સબળ ભારે ભર્યો, ઊંટ મૂર્છાણો તિણવાર હો, થઇ ઊભો આંસુધારથી, તે આડતો વારંવાર હો..જિત. [૧૧]) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २४ Page #66 -------------------------------------------------------------------------- ________________ તિણ વનમાં જ્ઞાતધર મુનિ, રાય રાણી તમે ધરી તેહ હો, પૂછતાં પૂરવભવ કહો, સ્વશર્મા જિનમતી એહ હો..જિત. ૧રી મુનિવયણને શ્રીપર દેખીતે તોય જાતિસ્મરણ લહંત હો, સુરુપા આવી કહે ઊંટને. રહે છાતો પોકાર કરત હો..જિત૧ - દુહો - કરા મ કર કરક વડો, ભાર ઘણો ભરપૂર તું તો હું વારતી, રાહુ ગળતે સૂર - ઢાળ પૂર્વતી - સુરુપા મુખથી મર્ગે જતાં, સુણી જૈન ધર્મ ઉપદેશ હો, ઊંટ અંતે અણસણ આરી, સૌધર્મે થયો સુરદેવેશ હો..જિત. /૧૪ll સુપ પણ અંતે અણસાણી, તે સ્વતી સ્વી થાય હો. જે પૂર્વે રગે રાગી થયા, તે રાગદશા તવ જોય હો.જિ. ૧પ તિહાંથી ચવી નરભવ પામીને, લી ચરણ મુકિતપદ પાય હો, નબળે ને નબળી ગતિ. ભાખે મુનિવર સુણ ! તય હો.જિત. /૧છો રવિ ઉદયે નમી મતિ ચાલતાં, ગિરિવન તરુ શોભા દીઠ હો, એક ચૈત્યવ્રા દેખી કરી, ધરી હર્ષ ઉતરીયો હેઠ હોજિત. ||૧૭ી લિસ્સિહી કરી પેઠે માં૨, દેખી મરૂદેવાનંદ હો, વિધિયોગે જિતવંત કરી, ગુણ ગાતાં લહે આનંદ.જિ. ૧૮ ચંદ્રશેખર રાયના રાસની, કહી ચોથી ઢાળ રસાળ હો, શુભવીર વયત સુણતાં ચકાં, નિત્ય લહીએ મંગળમાળ હો..જિત. ૧ ૧-દીનદુઃખાને આપવું તે. મિથ્યાત્વી. ૩-રાજા. ૪-ગાય. પ-મધ. ઊંટ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #67 -------------------------------------------------------------------------- ________________ સાધુ સમાગમ -: ઢાળ-૪ : ભાવાર્થ - ચંદ્રકુમારે ત્રિલોચના દેવીને જવાની રજા આપી. ચંદ્રગુફામાં રહેલા મુનિઓ પાસે રાત પસાર કરી. મુનિભગવંતો શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા હતા. જે સ્વાધ્યાયમાં ગૃહદાનનો મહિમા વર્ણવ્યો હતો. ચંદ્રકુમાર સાંભળવામાં લીન બન્યો છે. જે દાનની વાતોમાં મુખ્ય દાન પાત્રદાન કહે છે. શાસ્ત્રમાં ચાર પ્રકારના દાન કહા છે. ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. પ્રીતિદાન, ૪. અનુકંપાદાન. અભયદાન તો પ્રચલિત દાન છે. કોઈપણ જીવને મારતો હોય તો તેને બચાવવો. દ્રવ્ય અને ભાવપ્રાણનું રક્ષણ કરવું જોઈએ. સુપાત્રદાન એટલે વિશેષ પ્રકારે આહારાદિ વસ્તુનું દાન, ઉત્તમ પાત્રરૂપ મુનિભગવંતોને આપવું, મધ્યમ પાત્રમાં શ્રાવકો કહી છે. પાત્ર દાનની વાતો શ્રી જિનેશ્વર પરમાત્માના મતમાં બતાવી છે. રત્નપાત્ર સમ શ્રી તીર્થકર પ્રભુ કહ્યા છે. જેમાં વળી મુનિભગવંતો આવી જાય છે. સીદાતા સાધર્મિકજનોને જોઈતી વસ્તુની પૂર્તિ કરીને આપ સરખા જે કરે, વા તેને ઊંચે લાવે તે મધ્યમ પાત્રદાન છે. જે દાનના પ્રભાવે મહાનલાભની પ્રાપ્તિ થાય છે. કુમાર - હે ભગવંત! લૌકિક (મિથ્યાધર્મ) ધર્મમાં ઘણું દાન આપે છે. શાહ મૃત્યુ પામેલા માણસની પાછળ શય્યા ભરી બ્રાહ્મણને દાન આપે છે. વળી ચંદ્રગ્રહણ તેમજ મકરસંક્રાંતિના દિવસે પણ ઘણું દાન આપે છે. તો તે દાનના ફળ શું હોય? મુનિભગવંત - હે રાજકુમાર ! શ્રીપુર નામે નગર હતું. જે નગરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની જિનમતી નામે હતી. નામ પ્રમાણે ગુણોને ધારણ કરનારી હતી. જિનેશ્વર ભગવંતના મતને ધારણ કરનારી હતી વળી શ્રધ્ધાપૂર્વક જૈનધર્મની આરાધના કરતી હતી. મકરસંક્રાંતિ અને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણના દિવસે દેવશર્મા બ્રાહ્મણ શય્યા, ગાય, ધન, ધાન્ય આદિ વસ્તુનું મોટા બ્રાહ્મણને દાનમાં આપતો હતો. પોતાના પતિને આ દાન આપતા જોઈ, જિનમતી કહેવા લાગી - હે સ્વામી ! આ દાન દુર્ગતિને આપનારું છે. આ ઉપદેશ કુગુરુનો છે. આ મિથ્યાવાણી તો ડાકિણી સરખી છે. માટે આ પ્રકારે દાન ન દેવું જોઈએ. હે સ્વામીનાથ ! આવા પ્રકારના દાનથી આ ભવ તેમજ પરભવમાં દુઃખ આપનારું નીવડે છે. કલેશ કરાવે છે. દાન આપનાર અને લેનાર બંને દુર્ગતિના ભાગીદાર બને છે. તે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #68 -------------------------------------------------------------------------- ________________ માટે પાપના ખેલ સરખું આ દાન તમારે આપવું ઘટતું નથી. પુષ્કરાવર્તના મૂશળધાર વરસાદમાં મગશેલીયો પત્થર ભીંજાતો નથી. તે જ રીતે જિનમતીની વાતથી દેવશર્માનું અંતર ભીંજાયુ નહિ. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરીને દેવપુર નગરમાં ઊંટ થયો. ઘણા ભારને વહન કરતાં મહાદુ:ખી થયો. ખાવામાં આવર બાવળ-કાંટા જ હતા. કયાંયે સુખી ન થયો. જયારે જિનમતી જૈનધર્મની આરાધનામાં રકત બની અંતે આયુષ્ય પૂરું થયે રમાપુર નગરમાં અમર રાજાની રાણી કલાવતી રાણીની કુક્ષીયે જન્મ લીધો. તેનું સુરુપા નામ રાખ્યું. દિનપ્રતિદિન વધતી રાજબાળા યૌવનમાં પ્રવેશ પામી. ૬૪ કળામાં પ્રવીણ સુરુપાને માટે અમર રાજાએ સ્વયંવરમાં રાજકુમારો બોલાવ્યા. સ્વયંવરા સુરુપાએ લક્ષ્મીપુર નગરના ધન નામના રાજાને વરમાળા આરોપી. ઘડિયાં લગ્ન લેવાયાં. અમરારાજાએ મહોત્સવ કરી રાજકુંવરીને ઠાઠમાઠથી ધન રાજા સાથે પરણાવી. દાયજારૂપ કરિયાવરમાં હીરા માણેક આદિ ઘણું ધન આપી દીકરી જમાઇને વળાવ્યા. પોતાના નગરની બહાર પડાવ નાંખ્યાં. સુભટોએ તંબુ નાખ્યા. વરકન્યા પોતાના પાલમાં બેઠા છે. પોતાની સાથે આવેલા બળદગાડી ઊંટગાડી વગેરે છોડયાં. તેમાં એક ઊંટને મૂર્છા આવતાં જમીન ઉપર પડી ગયાં. મૂર્છા ઊતરતાં સુરુપાને જોઈ, ચોધાર આંસુએ રડવા લાગ્યાં. રડતો ઊંટ જમીન ઉપર વારંવાર આળોટતો હતો. તે જ વનમાં દૂર મુનિભગવંતને જાતાં રાજા રાણી ત્યાં જઈને વંદન કરી બેઠાં. વિનયપૂર્વક હાથ જોડી પૂછયું - હે ભગવંત ! અમારા ઊંટને એકદમ આ શું થયું ? મુનિ - હે રાજન ! તમારી રાણીને જોઈને આ ઊંટ મૂર્છા પામ્યો છે. ત્યારપછી તે ઊંટે પોતાના પૂર્વભવ જોયો મુનિએ દેવશર્મા-જિનમતીની વાત કહી. મુનિભગવંતની વાત સાંભળી રાણી સુરુપા પણ ત્યાં જ જાતિ સ્મરણ પામી. પૂર્વનો પોતાનો પતિ જાણીને સુરુપા ઊંટ પાસે આવીને, આશ્વાસન આપતાં કહે છે - રે ઊંટ હવે છાનો રહે, ભાઈ ! રડીને પોકાર કરીશ તે શા કામનો ? તારે ઘણો ભાર વહન કરવાનો છે. કયાંય સુખ મળ્યું નથી. ધન દેતાં તને મેં વાર્યો હતો. છતાં મારી વાત ન માની. તો આ દશા પામ્યો. સૂર્ય જ રાહુને ગળી જાય તો બીજાને શું કહેવું ? r રાણી સુરુપાના હિતકારી વચનો સાંભળી ઊંટ સ્વસ્થ થયો. જૈનધર્મનો ઉપદેશ આપ્યો. નવકાર મંત્ર સંભળાવ્યો. સાચા ધર્મની ઓળખ થતાં ઊંટે ત્યાં જ અણશન કર્યું. આયુષ્યપૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયો. શ્રીપુર નગરથી જાન નીકળી રમાપુર નગરે આવી. જાતિસ્મરણથી સુરુપા પોતાનો પૂર્વભવ જોતાં વૈરાગ્ય પામી. સંસારમાં ધર્મની આરાધના કરી અંતે અણુશન વ્રત ધર્યુ. આયુ ક્ષય થયે છતે સૌધર્મ દેવલોકમાં તે જ દેવની દેવી તરીકે ઉત્પન્ન થઈ. પૂર્વભવના સંબંધે આ બંને એકબીજા ઉપર અતિશય રાગવાળા થયાં. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २७ Page #69 -------------------------------------------------------------------------- ________________ પણ ધર્મને ભૂલ્યા નથી. ત્યાં ધર્મને સાધ્યો. બંને મનુષ્યભવ પામી ચારિત્રને ગ્રહણ કરી સકળ કર્મનો ક્ષય કરી મુકિતપદ પામ્યા. હે કુમાર ! જધન્ય દાનથી હલકી ગતિ મળે છે. આ પ્રમાણે મુનિભગવંતે દાનનો મહિમા ગાયો. સવાર થતાં કુમાર મુનિભગવંતોને વંદન કરી આગળ ચાલ્યો જાય છે. તેવામાં કુમારની નજરે વજા ફરકતી જોવામાં આવી. ધ્વજા જોતાં જ વનની ઝાડીમાં રહેલા મંદિરે પહોંચ્યો. ધ્વજા જોતાં જ કુમારે જાણી લીધું હતું કે જિનચૈત્ય જ હશે. ત્રણવાર નિસ્સહી ભણતો કુમાર મરુદેવીના નંદન. શ્રી ઋષભદેવ પરમાત્મા પાસે આવી ઊભો. વિધિપૂર્વક વંદન કરી અનન્ય ભક્તિ કરી આનંદ પામ્યો. આ પ્રમાણે ચોથી ઢાળ કહીને શ્રી શુભવીર વિજયજી કહે છે કે જે સાંભળતાં મંગળમાળ પ્રાપ્ત થાય. - દુહા : જિતવંદી વનમેં ગયો. સરોવર ખી વિશાળ; મુખશુચિ જળ ફળ ખાઇને બેઠો સરોવર પાળ. //ill તવ જળ ભરવા કારણે, આવી છે વર નાર; જળ ભરી બેઠાં શિર ધરી, કરતી ફ્લેશ અપાર //રા એક કહે હું આગળ ચાલું, તું મુજ પૂંઠે ચાલ; એક કહે હું આગળ ચાલું, તું મુજ પૂંઠે આલિ, lall કુંવર કહે કુણ જાતિ છે, શું કારણ હવે કુલેશ; એક કહે નર સાંભળો. મારી વાત વિશેષ. જો લોહકારની જાતિ હું ગુણમંજરી મુજ નામ; મુજપતિ વિજ્ઞાને ભર્યો. રાજદ્વારે બહુ 'મામ. //ull વિસ્મય લહી તૃપ પૂછતો. નામ કિશ્ય વિજ્ઞાન સા કહે મુજ ભતાનું, રવિશખર અભિપાત. કો મત્સ્ય કરે એક લોહતો. ગણતપંથ જે જાય; જલધિ મણિ મુકતા ગળી, પાછો તિજ ઘર આય. Ill (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ તે નિસુણી અપરા તિહાં, બોલી ગર્વ ભરેલ; મુજ પતિ વિધા આગળે, એ સવિ બાળક ખેલ. તો નૃપ પૂછતાં બોલતી, સ્વામી મુજ થકાર; સરસ્વ વિધાનિધ, રતિસુંદરી ભરતાર || અશ્વ ઘડે તે કાષ્ટનો, બેસી ચલત આકાશ; જોઇ જગત આ શિવપુરે, ફરી આવે ખટુ માસ. ૧ol ૧-આબુ. -: દુહા : ભાવાર્થ : આદિનાથ પરમાત્માની ભકિત કરી કુમાર મંદિરની બહાર આવ્યો. ભકિતના રસાસ્વાદને માણતો કુમાર જિનમંદિરની બહાર ગાઢ વનપ્રદેશમાં ગયો. ત્યાં એક અતિ સુંદર અને વિશાળ સરોવર જોયું. ઘણું ચાલવાથી થાકેલા કુમારને ભુખ તરસ બધુ જ ભેગું થયું હતું. પુન્યશાળી કુમાર સરોવર તીરે પહોંચ્યો. કંઈક સ્વસ્થ થઈ, મુખશુધ્ધિ કરી. સરોવરિયાની પાળે રહેલા વૃક્ષોના મીઠા ફળો આરોગ્યા. થાક ઊતારવા સરોવરની પાળે કુમાર નિરાંતે બેઠો. તે વખતે દૂર રહેલા નગરમાંથી મદભર યૌવનવાળી બે સ્ત્રીઓ પાણી ભરવા આવી. કુમારે બંને સ્ત્રીઓને જોતાં લાગ્યું કે નજીકમાં કોઈ નગર હશે. તે બંને સ્ત્રીઓ પાણી ભરેલાં માથે બેડાં મૂકી, સરોવર પાળેથી ઊતરતાં ઝઘડવા લાગી. એક કહે હું આગળ ચાલું, તો બીજી કહે હું આગળ ચાલું. બંનેમાંથી કોઈને પાછળ ચાલવું નહોતું. - કુંવરે આ ઝઘડતી સ્ત્રીઓને પૂછયું બેનો! શા માટે ઝઘડો છો? તમે કોણ છો? તમારુકુળ કયું? તમારી જાતિ કઈ? એક સ્ત્રી - હે પરદેશી ! મારી વાત સાંભળો. હું લુહાર જાતિની છું. મારું નામ ગુણમંજરી છે. મારો પતિ મહાવિદ્યાએ ભરેલો છે. બહુ બુધ્ધિશાળી છે. રાજદરબારે પણ તેમના ઘણા માન છે. આબરૂદાર મારા સ્વામીનું નામ રવિશખર છે. કુમાર - બેન ! તે રવિશેખરને કયું વિજ્ઞાન આવડે છે? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી - મારા સ્વામી લોઢાનો મત્સ્ય બનાવે છે. જે મત્સ્ય આકાશમાં પણ જાય છે. સમુદ્રમાં તળિયે જઈને મણી-મોતી ગળી, પેટમાં ભરીને પાછો પોતાને ઘેર આવી જાય છે. વાત સાંભળી કુમાર તો ઘણો અચંબો પામ્યો. ગુણસુંદરીની વાત સાંભળી બીજી સ્ત્રી ગર્વ થકી કહેવા લાગી - સુણો પરદેશી ! મારા પતિની શ્રેષ્ઠ એવી વિદ્યા આગળ આ વિદ્યા તો બાળકના ખેલ સરખી છે. કુમાર - રે બાઈ ! વળી તારા સ્વામી કઈ વિદ્યા જાણે છે? બીજી સ્ત્રી - મારા સ્વામી મહાન રથકાર છે. મારું નામ રતિસુંદરી છે. મારા સ્વામીનું નામ સુરદેવ છે. જે મહાવિદ્યાનો પારગામી છે. તે લાકડાનો ઘોડો બનાવે છે. જે ઘોડો આકાશમાં યોજનોના યોજનો સુધી ફેરવે છે. સારી દુનિયામાં તમને ફેરવીને, છ મહિનામાં પાછો પોતાના સ્થાને તે આવી જાય છે. - ઢાળ પાંચમી - (રામચંદ કે બાગ, ચાંપો મોરી રહો રી. એ દેશી.) (મારગ સન્મુખ નામ.. એ રાગ.) સાંભળી રાજકુમાર, કહે તુમ હોય ભલેરી; તુમ પતિ તે વિજ્ઞાન, જોતાં જોડી મળીરી. વળગી અંગુલી હોય, સમગતિ ચાલો મીરી; જાઓ હસી નિગેહ, એ અમ વાત ગમીરી. //રો ઉક્ત રીતિ ચાલી હોય, પૂઠે કુંવર ચલેરી; લોહકાર ઘર જાત. રવિશેખરને મળેરી. Bll પામી આત્માન, પૂછી વાત સહી રી; તિણ પણ લહી પુણ્યવંત, સાચી વાત કહી રી. //૪ દેખી લક્ષણવંત, રાખે તેહ ઘરે રી; લઇ અમુલખ લોહ, મત્ય સ્વરૂપ કરે રી. પણ પૂછે “અપવર કીધ, નર હોય માવે સહીરી; પવન કીલી હીયે પૂંઠ, શુભક્તિ વેલા લહી રી. છો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #72 -------------------------------------------------------------------------- ________________ * ཙྪཱ ཙྪཱ ཙེ ༔ ༔ ཙྪཱ ཙ બિહું જણ પેઠા માંહિ, ઉયા પંખી પરે રી; જોતાં નવ નવા ગામ, બેચર પસ્વી વી. શા પહોંચ્યા જલ નિધિ મધ્ય, માનું ગર્ભે રહે રી; 'ગ્રલરધે તે મીત, જલતલ મોતી ગ્રહે રી. તો મત્સ્ય ગળે લઇ મત્ય, તિણ પરે પેટ ભરે રી; મુક્ત ધતુ શટ તેમ, મીતશ્ય આવે ઘરે રી. લો ખેંચી કાલિકા લીધ, મોતી શ્રેણી પડી રી; પૂછે તૃપ આ સિદ્ધ, વિધા કિહાંથી જડી રી. ૧ol. તે કહે સિદ્ધા દેવી, પૂજી એક મનેરી; કુંચી બે વિધા સાથ, બક્ષીસ કરી અમને રી. /૧૧] પણ નરસાયની ભીતિ, મહોટી માથા ઘરે રી; જાણે જો ભૂપાલ, મોકલે જમને ઘટે રી. /૧રો તે તિરૂણી કૂપવંદ, કહે સુખમાંહે મોરી ; જબ મુજ પ્રગટે સજય, તવ તું બંધુ સમો રી. ૧all તૃસુત પાટવી જાણી, વિધા તાસ દીયેરી; વિનયે નમી કર જોડી, સાંગોપણ લીયે રી. /૧૪ો. તૃપ કહે રહેજો મિત્ર, ચિંતા જાળ કરે રી; આ મુજ વયત પ્રમાણ, દેશું પ્રધાન વટી રી. /૧પો. જઇશું અમે પરદેશ, એમ કહી પંથે થયો લઇ મુક્તા સ શેર, રથકાર ગેહે ગયો રી. /૧છો. મુક્તા હવે તમ પાસ, રતિસુંદરી તે લીયે રી; કુંવરને તવ સુરદેવ, બહુ સન્માન દીએ ટી. // / વિષે વશ નહિ કોણ, પૂરીએ વક્ત અદે રી; પિમુખેથી મૃગ, મધુરી વાણી વસી. /૧૮ll ઉત્તમ રસાળ, પાંચમી ઢાળ ભણીરી; દાતા જગત શુભવીર, મેઘની ચાહ ઘણીરી. ૧૯ો. རྒྱུ $ $ $ ཙྩུ રાસ ૧-ઓરડી, ર-કુંચી, 3-ગળામાં રાખેલ છીદ્ર, ૪-સમુદ્રના તળીયેથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત આશ્ચર્ય -- ઢાળ-પ : ભાવાર્થ : કુમાર બંને સ્ત્રીઓની વાત સાંભળી સમજાવે છે કે તમારા પતિ આવા સુંદર પ્રકારના વિજ્ઞાનકળાને જાણે છે. જે કળાને દુનિયામાં શોધી જડતી નથી. તેના સરખી જોડ પણ જોવા મળે તેમ નથી. તો કલાકારની પત્નીઓને ઝઘડવાનું હોય ? ન જ હોય. તમોને રસ્તો બતાવું. તમારે બંને આગળ ચાલવુ છે. પાછળ કોઈને ચાલવું નથી. તો બાઈ ! સાંભળો ! તમે બંને એક બીજાના હાથની આંગળી પકડી લ્યો. આંગળી પકડી બંને સાથે જ હસતાં હસતાં પોતપોતાના ઘરે ચાલ્યા જાવ, ઝઘડવાનું રહેશે નહિ. પરદેશી કુમારની યુક્તિપૂર્વક બતાવેલા રસ્તાને સ્વીકારી બંને એકબીજાની આંગળી પકડી ચાલવા લાગી. બંનેનો ઝઘડો શાંત થઈ ગયો. કુમાર પણ ત્યાંથી તે બંને સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પાછળ ચાલતાં કુમારને બંને સ્ત્રીઓએ ન જોયો. તે તો ઝઘડો મીટતાં, હસતી ને વાતો કરતી કરતી ઊતાવળી ઘરે પહોંચવા લાગી. પાણી બેડા યુકત ઘરે પહોંચી. પાછળ ચાલતા ચંદ્રકુમાર અનુક્રમે લુહાર રવિશંકરના ઘરે આવ્યો. આગંતુક પરદેશીને વિવેકી રવિશેખરે આદર સહિત બોલાવ્યો. ગુણમંજરીએ સ્વામીને વાત કહી. તે સાંભળી પતિ આનંદ પામ્યો. એકબીજાની કુશળતા પૂછી. ઉચિત આદર કરી, બેસવા આસન આપ્યું. મહાન પુન્યશાળી કુમારને જોતાં મનમાં જ વિચારવા લાગ્યો કે આ પરદેશી લક્ષણવંત કોઈ ઉત્તમવંશના જણાય છે. કુમાર આસન પર બેઠો. ત્યાર પછી કુમારે બધી વાત કહી. શેખરને કુમાર ઉપર અપાર પ્રીત જાગતાં પોતાના ઘરે પ્રેમથી રાખ્યો. ત્યારપછી ઊંચી જાતનું લોખંડ લઈને, રવિશેખરે મત્સ્ય બનાવ્યો. આગળ મુખ બનાવ્યું. ને પાછળ ભાગે પેટના વિભાગમાં ઓરડી બનાવી. જેમાં બે માણસ બેસી શકે. વળી તે મત્સ્યમાં બંધ ઉઘાડ કરી શકાય તેવી કુંચી પાછળ બનાવી. શુભ દિવસે રવિશેખર, ચંદ્રશેખર બંને જણા મત્સ્યના પાછળના ભાગે રહેલી ઓરડીમાં ગોઠવાયા. તરત જ પંખી આકાશમાં ઉડે, તેમ બંને આકાશમાર્ગે ઊડવા લાગ્યા. આશ્ચર્યચકિત પામેલ કુમાર નવા નવા ગામ, નગરો, વન-ઉદ્યાનો, વાવડી જોતાં આગળ ચાલવા લાગ્યા. આકાશમાં ઊડતાં કુમાર જાણે વિદ્યાધર પદવી પામ્યા. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ३२ Page #74 -------------------------------------------------------------------------- ________________ લીલામાત્રમાં ઘણા દૂર જઈ પહોંચ્યા. દુનિયાને જોતાં કુમાર અને રવિશેખર સમુદ્ર ઉપર આવી પહોંચ્યા. કીલિકા વડે રવિશેખરે મત્સ્યને જલધિમાં જવા માટે નીચે ઊતાર્યો. પળવારમાં તો તે ગળામાં પાડેલ છિદ્ર વડે મસ્ય મોતીને ગળવા લાગ્યો. (મોતી ગ્રહણ કરવા લાગ્યો) પેટમાં સમાય તેટલા મોતી લીધાં. મોટા માછલા નાના માછલાને જેમ ગળી જાય, તેમ આ લોહ મત્સ્ય મોતી ગળી જતો હતો. તરત ત્યાંથી સમુદ્ર સપાટી ઉપર આવી ગયો. વળી આકાશ માર્ગે ઘરે પાછો આવી ગયો. બંને મિત્રો મત્સ્ય ઓરડીમાંથી બહાર નીકળ્યા. રવિશેખરે તરત જ કીલિકા ખેંચી. તો મત્સ્યના પેટમાં રહેલા મોતીનો ઢગલો થઈ ગયો. કુમાર - હે મિત્ર ! આ વિદ્યા કયાંથી પ્રાપ્ત થઈ? રવિશેખર - બંધુ! સિધ્ધા નામની દેવીની સાધના કરતાં, પૂજા કરતાં, એક મનથી આરાધના કરતાં દેવી પ્રસન્ન થઈ. અને મને કુંચી તથા વિદ્યા એ બે વસ્તુ ભેટ આપી. પણ.. પણ. અમારા રાજાની અમને ઘણી ભીતિ છે. જો જાણે તો અમને યમરાજાને ત્યાં જ મોકલી દે. અમને જીવવા ન દે. વાત સાંભળી ચંદ્રકુમાર કહે - મિત્ર ! આ વાત પ્રગટ કરવી નહિ. તમે સૌ હમણાં શાંતિથી રહો. મને જયારે રાજ્ય મળશે ત્યારે તું મારા બંધુ સરખો હું તને તરત જ બોલાવીશ. રાજપુત્ર જાણી રવિશેખરે કુમારને વિદ્યા શીખવી. વિનયપૂર્વક નમસ્કાર કરી કુમારે રવિશેખર પાસેથી વિદ્યાને ગ્રહણ કરી. કુમાર - મિત્ર! ચિંતાને દૂર કરી આનંદથી રહેજો. હું વચન આપું છું કે તમને ત્યારે બોલાવીને પ્રધાનપદ આપીશ. હવે અમે અહીંથી જઈશું. કુમાર જવા તૈયાર થયો. ત્યારે લોહકારે ૧૦ શેર મોતી આપ્યાં. મોતી લઈને કુમાર રથકારના ઘરે પહોંચ્યો. રથકારની પાસે જઈને ૧૦ શેર મોતી ભેટ આપ્યાં. રતિસુંદરીએ મોતી લીધા. કુમારને ઓળખતી સુંદરીએ પતિ સુરદેવને ઓળખાવ્યો. રથકાર સુરદેવે કુમારનું સ્વાગત કર્યું. આદર સત્કાર ઘણો કર્યો. ધનથી વિશ્વ વશ થાય. તો રથકાર વળી કોણ? મોતીનો ઢગલો જોતાં સુરદેવ વશ થયો. કુમારની સેવા કરવા લાગ્યો. મીઠાં વચનોથી વાતો કરવા લાગ્યો. આ પ્રમાણે પાંચમી ઢાળ સમાપ્ત કરતાં કર્તા કહે છે કે, દાતાર જગતમાં મેહ સમા કહ્યા છે. તેની ચાહના ઘણી જ હોય. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 33 Page #75 -------------------------------------------------------------------------- ________________ – દુહો : કહો' કુણ દેશથી આવીયા, મુજ મંદિર મહારાજ; પ્રગટયાં પૂરવભવ ' કર્યા, પુણ્ય અમાાં આજ. ll૧al સુરદેવ કહે તે કહો, જે અમ સરખું કામ; વળતું કુંવર ભણે ઇશ્ય, કાશી વાણાસી ઠામ. રા વર વિજ્ઞાનકલા સુણી, આવ્યો છું તુમ પાસ; ભમી ભમરો આવી રે, પામી નલિન નિવાસ. all એ સુણી કાષ્ટ તુમ્મ ઘડી, ઉપર કુંવર ચઢાય; કુંચી બિહુ ગમતાગમી, ઇ કીધ વિલય. દેશ ફરી એક માસમાં, પંખી ઘરે આકાશ; પાછા ફરી આવી રહા, રથકાર આવાસ / કૌતક દેખી તૃપસુતે, વિનયે વિધા લીધ; સેનાપતિ પદ તુજ દીયો, એણીપટે વયન જ દીધ. કો નીકળીયો તસ ઘર થકી, પ્રમુક્તિ રાજકુમાર; નિશિ વિશ્રામ તરુતળે, દેખી વડ વિસ્તાર /ળી ૧-કમળ. -: દુહા : ભાવાર્થ: સુરદેવ અને કુમાર બેઠા છે. બંને વચ્ચે મૌન છવાયું છે. છેવટે રથકાર સુરદેવે પૂછયું - હે મહારાજા ! કયા દેશથી પધારો છો? મારા આવાસે આવવાનું આપનું પ્રયોજન? મારા પૂર્વના પુણ્ય પ્રગટ થયાં જે આપને પગલાં મારે ઘેર થયાં. મારા સરખું કંઈ પણ કામ હોય તો જણાવો. ' કુમાર - હે મિત્ર! કાશી દેશમાં વાણારસી નગરી છે. ત્યાંથી આવું છું. તમારી વિજ્ઞાનકળા શ્રેષ્ઠ છે. તે સાંભળી તમારી પાસે આવ્યો છું. જેમ જગતમાં ભમતો ભમરો કમળ પાસે આવી ઠરે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ પરદેશી કુમારની વાત સાંભળી રથકારે તરત જ કાષ્ટનો ઘોડો બનાવ્યો. આવવા જવાની કુંચી બતાવીને ઘોડા ઉપર કુમારને બેસાડી વિદાય કર્યો. એકાકી કુમાર ઘોડો લઈને આકાશમાર્ગે રવાના થયો. પંખીની જેમ આકાશમાં કાષ્ટના ઘોડાની ઉપર ઘણું ફર્યો. ગામ-નગર, વન-ઉદ્યાનમાં ફરતા કુમારને એક મહિનો થયો. ત્યારપછી ઘોડો લઈને કુમાર સુરદેવ રથકારને ત્યાં આવી ગયો. અવનવાં કૌતુક જોઈને સુરદેવને વાત કરી. લક્ષણવંત કુમારને જોઈને રથકારે વિધિયુકત વિદ્યા ઘણા ભાવથી શીખવી. વિનયયુક્ત કુમારે બે હાથ જોડી વિદ્યાને ગ્રહણ કરી. હવે કુમારે જવાની રજા માંગી. જતાં જતાં કુમારે રથકારને વચન આપ્યું. જયારે હું રાજગાદી ઉપર આવીશ, ત્યારે યાદ કરીને તને સેનાપતિ પદવી આપીશ. ત્યાંથી કુમાર નીકળ્યો. બે વિદ્યાના જાણકાર લોહકાર અને રથકારની પ્રશંસા કરતો કુમાર ઘણો આનંદ પામ્યો. ગામની બહાર નીકળી કુમાર ચાલવા લાગ્યો. રાત પડતાં કોઈ મોટા ઘટાદાર ઘેઘૂર વડલા હેઠે રાત રહો. -: ઢાળ છઠ્ઠી :(કેસરવરણો, કાટ કસુંબો મહારા લાલ. એ દેશી.) સવિતા સૂતો હો કે 'વરુણ દિશાએ. મહાસ લાલ, વડતળે સૂતો હો કે, કુંવર નિશાએ; મારા લાલ; ભય નિવારણ હો કે નૃપ સુત જાગે; મ. ઉધમ કરતાં હો કે શરિદ્ર ભાંગે. મ. (૧ મધ્ય નિશાએ હો કે પંથ ચલંતા; મને બે નર આવી હો કે પાય નમંતા; હર્ષ ધરીને છે કે પાસે બેઠા; મ. મિત્ર પૂરવતા હો કે કુંવરે દીઠા. મ. રા કીયે દેશાવર હો કે હોય સીધાવ્યા; મ. તે બોલે હો કે નૂપ સાંભળીયે. દેશાવર હો કે નહિ નીકળીએ. મ. /all તવ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ મ. મ. મ. //૪ મ. પ. જઇ મ. / પણ સંધ્યાએ હો કે તુમ વિણ સાથે; ધરી અસિ ાથે હો કે યોગી સાથે; મળીયા જાણી હો કે તુમયે તાતે; સઘળે જોયા હો કે વળી તિ રાતે. શુદ્ધિ ન આવી હો કે કંઇ તુમારી; રાયને ગણી હો કે બહુ દુ:ખભારી; તે સુણી ચિતે હો કે તુમચી નારી; સાથ સાહેલી હો કે વાત વિચારી. બુદ્ધિ બળિયા હો કે હોય વડેરા; મિત્ર ભલેરા હો કે મુજ પતિકેસ;, શાવર હો કે ખબર તે જોશે; મેળો કરશે હો કે જિહાં તે હોશે. એમ ધારીને હો કે બહું મોકલીયાં; પૂર વત જોતાં હો કે રણમાં મળીયાં; શત જોજનની હો કે અટવી મહોતી; તુમ મળવેથી હો કે તે થઇ છોટી. અંગે હો કે ભેરી મળીયાં; પ્રેમની વાતે હો કે રસમાં ભળીયાં; પણ પંથીને હો કે નિદ્રા ભેટે; હિંદ વિસામે હો કે શ્રમ સવિ મેટે. બિહું જણ સૂતા હો કે નૃપ જાગતા; તે તરુ ઉપર હો કે વાત કરતા; uતી વ્યંતર છે કે પ્રેમ ગરિ વ્યંતરી પૂછે હો કે કોણ એ હેછે. તવ સુર બોલે હો કે ક્ષતીપુતા; અંગે. મ. મ. મ. ડો. મ. મ. મ. લો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ મ. ૧oll મ. મ. મ. મ. મ. મ. ૧૧ મ. ૧૨ એને મળીયાં હો કે એ હોય ધુતા; વણિકને 'વાડવા હો કે એ બિહું જાતિ; મિત્રપણાથી હો કે થાય *અરાતિ. વાસનો અગ્નિ હો કે વાદળ છાયા; વેશ્યા સંગતિ છે કે વણિકની માયા; જલની વૃષ્ટિ હો કે નીચની સેવા; જલ પરપોટો હો કે તુલ્ય ગણવા. વણિક જગતમાં હો કે “ત્રણે ભલેરો; ગર્ભાવાસે હો કે ચિત્ર કરેલો; મરણ થયેલો હો કે ત્રીજો કહીએ; અવર ભરોસે હો કે કબહુ ન રહીએ. તિમ વળી ભિક્ષક હો કે બ્રાહ્મણ ભંડો; દાત મૃતકતા છે કે લેવે ફૂડો; ધનપતિ તરતાં હો કે મરણ જ વછે; એક તિ નાપે હો કે તાસ 'તિભુંછે. એક દિત જમણે હો કે તિગ દિન લાંઘણ; માગણજનમાં હો કે નબળો બ્રાહ્મણ; તૃણથી હલકી હો કે તુલની જાતિ; તેથી હલકો હો કે વિપ્ર વિજાતિ. પવન ન ફરસે હો કે રખે મુજ આગે; માગણ ટેવે હો કે કાંઇક માગે; વિપ્ર સુત છે કે વણિક નરોત્તમ; એ હોય મિત્ર હો કે દુઃખતો (સંક્રમ. કુંવર સુણતા હો કે તે હોય જાગે; સવિતા ઉલ્ય હો કે ચલિયા આગે; રણમાં દીઠો હો કે વાઘ હરામી; _બિહુ જ નાઠાં છે કે તસ ભય પામી. મ. મ. મ. ૧all. મ. (૧૪l મ. મ. મ. મ. (૧૫) મ. મ ૧છો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ મ. મ. ફરતાં મ. ll૧૭ll મ. મ. તૃપ એક બાણે હો કે વાઘને હણતો; મિત્ર ન દીઠા હો કે રણમાં જોતો; - દીઠું હો કે એક સરોવર; કમળે સેવિત હો કે હંસ યુગલવર ચિહું દિશિ પાળે હો કે તરુવર ઘેર; ઉપર માળા હો કે પંખી કરા; જાંબુ દાડિમ હો કે રાયણ સંભા; જામ રામફળ હો કે ફૂલ કેસુભા. કિંશુક કુસુમ હો કે રાતી ધરતી; આંબે કોયલ હો કે ટહુકા કરતી; સુંદર શોભા હો કે કુંવર નિહાળે; ફળ લેઇ આવે છે કે સરોવર પાળે. સ્નાન કરીને હો કે તે ફળ ખાવે; વરુણ દિશાએ હો કે સૂર્ય સિધાવે; પૂર્વ દિશા માં હો કે વનમાં સુંદર; કામદેવનું હો કે ઝળકે મંદિર વૈર્ય કરીને હો કે એકણ જાતે; તિાં જઇ બેઠો હો કે કુંવર તે રાતે; ઢાળ એ છઠ્ઠી કે લીલ વિલાસી; શ્રી શુભવીરે હો કે તેહ પ્રકાશી. મ. ૧૮. મ. મ. મ. મ. I/૧ મ. મ. //રoll મ. મ. મ. ર૧ll ૧-પશ્ચિમ દિશા, તરવાર ખગ, ૩-બ્રાહ્મણ, ૪-શત્ર, પ-ત્રણ સ્થાને. -આપે નહિ, ૭-નિદે, ૮-એકત્ર થવું, ૯-કેળ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસઘાતી મિત્રો -: ઢાળ-૬ : ભાવાર્થ : સંધ્યા ઢળી. સૂર્યદેવ પશ્ચિમ દિશામાં શયન માટે ચાલ્યા ગયા. કુમાર વડતળે સૂતો. પણ રાત હોવાથી ભયના નિવારણ માટે સૂતાં છતાં જાગ્રત છે. રાત્રિ તો પસાર થવા લાગી. મધરાત્રિએ પંથેથી પસાર થતાં કોઈ બે માણસોએ કુમારને જોયો. કુમાર પાસે આવી ચરણે નમસ્કાર કર્યા. કુમાર બેઠો થઈ ગયો. અજાણ્યા બંને પુરુષો કુમારની પડખે બેઠા. હર્ષ પામેલા તે બંને પુરુષોને કુમાર ઓળખી ગયો. પોતાના મિત્રો બાલપણાના હતા, તે જોઈને કુમાર પણ આનંદ પામ્યો. કુમાર - મિત્રો ! કયાંથી આવ્યા ? આગળ કયા દેશમાં જવું છે ? બે પુરુષો - હે રાજકુમાર સાંભળો ! દૂર દૂર દેશાવર એકલા ન નીકળીએ. મહેલમાંથી સંધ્યા સમયે એક તરવાર લઈને યોગી સાથે આપ નીકળ્યા, તે વાત પિતાએ જાણી. આપ રાજમહેલમાં ન પધાર્યા. પિતાએ સઘળી જગ્યાએ આપની તપાસ કરાવી. આપની ભાળ ન મળતાં રાજા-રાણી ઘણો શોક કરવા લાગ્યાં. તે જાણી તમારી સ્ત્રી જે ગુણસુંદરી સખીઓ સાથે મળી વિચારવા લાગી. પુત્ર વિના માતપિતા દુઃખી થતાં જોઈ ન શકી. તેથી સખીઓને કહે - સખી ! મારા સ્વામીના બે ગોઠિયા મિત્રો બહુ બુધ્ધિશાળી અને બહાદૂર છે. તેઓને પરદેશ મોકલીએ. તે બંને રાજકુમારની શોધ કરી જરૂર પાછા આવીને, માતપિતાને સમાચાર આપશે. ન ત્યારપછી અમને બંનેને બોલાવ્યા. સઘળી વાત જણાવી. અમને મોકલ્યા. નગરમાંથી નીકળી વનવાડી, ગામ-નગર, પર્વત-ગુફા જોતાં જોતાં અહીં આવ્યા. પુણ્યયોગે તમારો મેળો થયો. આ ૧૦૦ યોજન મહાટવીમાં ફરતાં હતાં. તેમાં આપ મળતાં અટવી નાની થઈ ગઈ. બંને વચ્ચે નગરની રાજદરબારની વાતો ચાલી. બધાની વાતો સાંભળતાં એક બીજાને ઘણો જ આનંદ થયો. બંને ચાલતાં ઘણા થાકી ગયા હોવાથી નિદ્રા દેવીએ ઘેરો ઘાલ્યો. બંને જણા તે વડલા હેઠે પોઢી ગયા. ઘસઘસાટ ઉંઘવા લાગ્યા. ક્ષત્રીપુત્ર ચંદ્રકુમાર તે બંનેનું રક્ષણ કરતાં ફરતા આંટા લગાવે છે. તે અવસરે તે વડલા ઉપર એક વ્યંતર દંપત્તી આવી બેઠું. તે અંદરોઅંદર ગાઢ પ્રેમની વાતો કરતાં હતાં. વ્યંતરી - સ્વામીનાથ ! આ વડ હેઠે કોણ છે ? શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ 36 Page #81 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરદેવ - દેવી ! એ ક્ષત્રિયપુત્ર છે. અને એના બે મિત્રો સૂતા છે. તે બંને ધૂતારા કુમારને મળ્યા છે. તેમાં એક વાણીયો છે. જયારે બીજો બ્રાહ્મણ છે. મિત્રપણાના દાવે આવ્યા છે. પણ મનમાં શત્રુભાવ રમે છે. આ બંને મિત્રનો વિશ્વાસ રાખવા જેવો નથી. જેમ કે ઘાસનો અગ્નિ, વાદળની છાયા ને વેશ્યાની મિત્રતા કે સંગ.. તે ઉપર કયારેય ભરોસો ન રખાય. તે જ રીતે આ બંને મિત્રો ઉપર વિશ્વાસ રખાય તેમ નથી. તેમાં વળી વાણિયાની માયા પણ આવી જ છે. જલની વૃષ્ટિ જેવી જ નીચ માણસોની સેવા છે. પાણીનો પરપોટો જોતાં જ ગમી જાય. પણ ટકે કેટલી વાર ? તેના સરખા વાણિયા કહેવાય છે. જગતમાં કહેવાય છે કે વાણિયા ત્રણ જગ્યાએ જ ભલા હોય. ૧. માતાના ગર્ભમાં, ૨. ચિત્રામણ એટલે કે ચિતરેલો, ૩. મૃત્યુ પામેલો. તે સિવાય વાણિયો કયાંયે સીધો કે ભલો ન હોય. તેના ભરોસે કયારેય ન રહેવાય. વ્યંતરી - હે સ્વામી ! તો બ્રાહ્મણને ધૂર્ત કેમ કહ્યો ? વ્યંતર - બ્રાહ્મણ એટલે ભિક્ષુક. ભિક્ષુક બ્રાહ્મણ પણ આ સંસારમાં ભૂંડા કહૃાા છે. મૃત્યુ પામેલા માણસનું ધન પણ દાનમાં લઈ જાય છે. વ્યંતરી - કયાં ? કયારે ? વ્યંતર - જયારે માણસ મરે છે ત્યાર પછી બારમા દિને તેની શય્યા ભરીને બ્રાહ્મણ બધુ જ દાનમાં લઈ જાય છે. ધનવાનોના મોતને વધારે ઈચ્છે. કારણ ધનવાનના મૃત્યુ પછી શય્યા વગેરેમાં દાન વધારે મળે.. માટે... જો દાન ન આપે તો તેની નિંદા કરે છે. જમણવારમાં જમવા જવા માટે, ત્રણ દિન ઉપવાસ કરે ત્યારે ચોથા દિન જમણમાં જમવા જાય. વળી માગણકુળ કહ્યા છે. તેમાં બ્રાહ્મણ કુળ ને નબળુકુળ કહ્યું છે. તૃણથી પણ તે હલકો કહેવાય છે. પવન જેવો પવન પણ તેની આગળ જવા ઈચ્છતો નથી. કારણકે બ્રાહ્મણ - માગણની ટેવે રખેને મારી પાસે માંગશે. બંને મિત્રો દુઃખને ભેગુ કરીને કુમાર પાસે આવ્યા છે. વ્યંતરની વાત કુમાર સાંભળે છે. તેવામાં નીંદ પૂરી થતાં બંને મિત્રો જાગ્યા. પ્રભાત થયું. સૂર્યનારાયણ પૂર્વ દિશામાં આવી ચડયા. કુમારે બંને મિત્રો સાથે જંગલમાં આગળ ચાલ્યા. જંગલમાં જતાં જતાં દૂરથી આવતો વાઘ જોયો. વાઘ જોતાં જ બંને મિત્રો કુમારને મૂકી ભાગી ગયા. કુમારે તો એક જ બાણ છોડી ત્યાં જ વાઘને હણી નાંખ્યો. ત્યારપછી કુમારે જોયુ કે પોતાની પડખે રહેલા બંને મિત્રો નથી. કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. સુંદર સરોવર જોવામાં આવ્યું. જે સરોવર વિવિધ પ્રકારના કમળોથી શોભતુ હતુ. સરોવરની પાળે હંસોની જુગલજોડી રમતી હતી. ચારેકોર વૃક્ષોની હારમાળાઓ સરોવરની શોભામાં વધારો કરતી હતી. ઘટાદાર શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४० Page #82 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષો ઉપર પંખીઓ માળા બાંધી પોતાના પરિવાર સાથે રહેતા હતા. જે પંખીઓનો કલરવ સાંભળતાં કુમાર ઘણો આનંદ પામ્યો. કુમાર વૃક્ષો જોતાં આગળ ચાલ્યો. જેમાં જાંબુ, દાડિમ, રાયણ, કેળના વૃક્ષો, જામફળ-રામફળ વગેરે હતાં. વળી કેસૂડાના વૃક્ષો પણ હતાં. જેના ગુલાબી તથા લાલ વર્ણના ફૂલોથી ધરતી પણ લાલવર્ણ ચુંદડી ઓઢી ન હોય? આંબા ડાળે કોયલ મીઠો ટહુકાર કરતી હતી. કુમાર સરોવરની સુંદર શોભા જોતો જોતો, કેટલાક ખાવાલાયક ફળો ભેગા કરી લઈને, સરોવર પાળે આવ્યો. સરોવરમાં સ્નાન કરીને મીઠાં ફળ આરોગવા બેઠો. સૂર્ય પશ્ચિમ દિશામાં પહોંચી ગયો હતો. સંધ્યા ઢળતી હતી. પૂર્વ દિશામાં રહેલું એક મંદિર જોવામાં આવ્યું. મંદિર જોવા માટે કુમાર ચાલ્યો. કામદેવનું મંદિર હતું. જેમાં કામદેવની મૂર્તિ ઝાકઝમાળ શોભતી હતી. સાહસિક શિરોમણી કુમાર મંદિરમાં જઈ બેઠો. રાત પડી હતી. તોયે કુમારને કોઈપણ જાતનો ડર ન હતો. આ પ્રમાણે લીલવિલાશી એવી છઠ્ઠી ઢાળ કર્તાપુરુષે સુંદર પ્રકાશી. - દુહા : યક્ષાલય ઉપર ચડ્યો, અપવર દેખી એક; શયત યોગ્ય સમભૂતલી, મુક્તિ થયો અતિરેક. //all હોય કમાડ જડી કરી, ભોગળ સાંકળ સાજ; યક્ષ શરણ સૂતો થકો, ચિતે મિત્રનું કાજ. રા સત્ય વયન વ્યંતર તણું, મિત્ર ગયા છે "વાક; કર્માતિ સમ ભાતિએ, અવર ન બીજો વાંક 3 પણ ઉત્તમ વર સંગ્રહે, ફરી ન કરે તે દૂર, પુનરપિ મેળો જો મળે, તો હોય સુખ ભરપુર //૪ *દોષાર કુટિલાકૃતિ, અંગ કલંક ધરાય; અસ્ત સમય લહી 'મિત્રનો, નિજમુખ ઉજવલ થાય. //પો. ચંદ્ર ઇશ્યો પણ પ્રેમથી, શિવ ધરીયા નિજ શીશ; નાગ ન કંઠથી પરિહરે, કોઇ તિ ન કરે રીશ. કો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ એમ મંદિર ચિંતવતાં બાહિર કુંવરને, રાતિ જે બન્યો, ગઇ ઘડી બાર; સુણો અધિકાર તે ના - ૧-રાંકડા-ગરીબ, ર-રાત્રિનો કરનાર, ૩-સૂર્ય. -: દુહા : ભાવાર્થ રાત પડી. કુમાર મંદિરમાંથી બહાર આવ્યો. આ મંદિરને મેડી અને માળ પણ હતો. રાત અહીં જ વિતાવવાની હોવાથી કુમાર મંદિરના માળિયા ઉપર ચડ્યો. ચારે કોર નજર ફેરવી લીધી. સરખી જગ્યા સૂવાને માટે છે. તે જોઈ કુમાર આનંદ પામ્યો. માળનાં બે કમાડ દઈ, સાંકળ પણ દીધી. પરમાત્માનું ધ્યાન ધરીને યક્ષના શરણને સ્વીકારતો સૂતો. સૂતા કુમારને પોતાના બંને મિત્રો યાદ આવ્યા. મિત્રો બંને ભાગી ગયા. વૃક્ષ ઉપર બેઠેલી વ્યંતર જોડીએ જે કહ્યું હતું તે સત્ય હતું. રાંકડા બંને મને છોડી ચાલી ગયા. તેમાં તેનો પણ શું દોષ? મારા કર્મની ગતિ જ એ પ્રકારની હશે, જેથી તેઓ મને છોડી ચાલ્યા ગયા. વળી કદાચ ભેળા થઈ જાય તો ઉત્તમનર હોય તો તેઓને કાઢી ન મૂકે. વળી પાસે જ રાખે. જો કર્મથકી જો આ જંગલમાં મળી જાય તો વળી સુખ ઘણું થાય. જેના અંગમાં કલંક છે તે વક્રગતિવાળો ચંદ્રમા રાત્રિના સમયે પોતાનો મિત્ર સૂર્યનો અસ્ત સમય જાણીને, હસતો, ઉજવલરૂપ ધારણ કરીને ગગન મંડળે ચડી આવ્યો. જાણે પોતાના મુખને ઉજવલ કરતો આકાશમાં ઉગ્યો. આવા કલંકિત ચંદ્રમાને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. ફણીધર નાગ કંઠે વળગ્યો તેને પણ દૂર કર્યો નથી. ચંદ્ર અને નાગને ધારણ કરનાર શિવજીએ કોઈ ઉપર રીસ કરી નથી. તો હું શા માટે બંને મિત્રો ઉપર રીસ કરું? આ પ્રમાણે વિચારતાં વિચારતાં રાત બાર ઘડી વીતી ગઈ. એટલે રાત ગયાને ૪ કલાક ૪૮ મીનીટ થવા આવી હશે. ત્યાં નીચે મંદિરની બહાર શું બન્યું? તે તમે સૌ સાંભળો. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૪૨. Page #84 -------------------------------------------------------------------------- ________________ -ઃ ઢાળ સાતમી : (હું તો મોહી છું તુમારા રુપને રે લો.. એ દેશી.) (શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લો.. એ રાગ.) લો; વૈતાઢય શ્રેણિએ ઉપરની રે લો, જોબનવય સમ રુપને રે લો; કન્યાઓ વિધાધર તણી રે લો, જયોતિએ જગમણિ રુપતી રે લો. [૧] ચોસઠ પ્રેમે એકતા રે લો, માનું ચોસઠ 'હરિતી સુતા રે લો; તારી રુપે નહિ માનવી રે લો, જાણે સ્વર્ગથી રીસવી રે લો. ચા વતદેવતા અનુત્તરી રે લો, ટોળી આકાશમાંથી ઊતરી રે યારે વેદ ચોરી ગયા રે લો, બ્રહ્મા મૂર્ખમતિ થયો રે લો. ||૩|| જરસાએ કર કંપે સહી રે લો, સૃષ્ટિ તેણે સરખી તહિ રે લો; અપવાદ હરણ મેડી ચઢી રે લો, ચોસઠ એકાંતે ઘડી રે લો. [૫૪] રંભા શચી મૃદુતા હરી રે લો, ચિંતાએ તિદ્રા ગઇ પરી રે લો; રુપ રતિ પ્રીતિકો હરે રે લો, અંગ વિતા સ્મર થઇ ફરે રે લો. ૫૫// દેવદુષ્ય ભૂષણ ધરી રે લો, રંગમંડપ આવી ઠરી રે લો; ચંપકમાલા છે વડી રે લો, નાટક હુક્મ કરે ખડી રે લો. કી સંગીતબદ્ધ કરે સુંદરી રે લો, વીણા મૃદંગ તાલ ઝલ્લરી રે લો; વાજિંત્ર વાજે બહુ પરે રે લો, જુએ કુંવર રહી ઉપરે રે લો. છથી રાગ સારંગ રસ રીતશું રે લો, રીઝ્યો કુંવર તિજ ચિત્તશું રે લો; નૃત્ય વિસર્જી સર્વે રમી રે લો, યક્ષને જઇ ચરણે નમી રે લો. ॥ હાથ જોડી કરી માંગીયો રે લો, સુંદર વર અમને દીયો રે લો; મંડપમાં આવી રહે રે લો, સંપકમાલા તવ કહે રે લો. [ાલ્યા વસ્ત્ર ભૂષણ અહીંયા મેલીએ રે લો, સરોવર જઇ જળ ઝીલીએ રે લો; એમ સવિ એકમતે થઇ રે લો, સ્નાન કરણ 'સરસી ગઇ રે લો. ૧૦ના ચંદ્રશેખર માંહિ ઊતરી રે લો, વસ્ત્ર આભૂષણ લઇ કરી રે લો; મંદિરમાંહે સ્થિર થઇ રે લો, દેઇ કમાડ સૂતો જઇ રે લો. [૧૧] શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ નાહીને જલક્રીડા કરી રે લો, આવી મંડપ સુસુંદરી રે લો; *ચેલ ભૂષણ નવિ દેખીતે રે લો, દ્વાર જયાં અવલોકીને રે લો. ll૧ી ચતુરા કહે ચિત્તશું લગી રે લો, રે, રે, પુરુષ ? અમને ઠગી રે લો; પણ એ ચિરાદિક “વામશો રે લો, નહિ તો મરણગતિ પામશો રે લો. ll૧al નૃપસુત ઉત્તર ના દીયે રે લો, તામ સકલ કહે બાંધીયે રે લો; પાદ પશુ લટકાવીએ રે લો, જલધિ જલે ઝપાવિયે રે લો. II૧૪ કેતી કહે સિંહ આલિયે રે લો, કાષ્ટ અગ્નિ કરી બાળીયે રે લો; સાંભળી કૂપસુત ના બીહે રે લો, ચંપકમાલા તવ કહે રે લો. ૧૫ll ઉત્તમ પરધન નવ લીયે રે લો, નીચ લીયે તો ફરી ના દીયે રે લો; કોઇને એમ નવિ 'ભાળવ્યાં રે લો, ઉત્તમ તમે જાળવ્યાં રે લો. I૧છો બાળા વયન નબળાં સુણી રે લો, મતમાં નવિ આણે મહાગુણી રે લો; કુંવર ક્યા ધરી ઉચ્ચરે રે લો, ગળે પડ્યું કાંઇ નવિ સરે લો. ૧ કોઇક લઇ નાઠો હશે રે લો, અમને કહ્યથી કહો શું થરો રે લો; સા ભણે સિંહ નજર કરે રે લો, શીયાળ આડા ન ઊતરે રે લો. /૧૮l બોલ કિશ્યાં કહીએ ત રહી માટે લો, સત થોડીવે છે વેશ ઘણાં રે લો; જે જે મુખથી માગો તમે રે લો, તે વર ચીજ આપું અમે રે લો. 7/૧ કુંવર કમાડ ઉઘાડીને રે લો, તિજ અપરાધ ક્ષમાવીને રે લો; તાસ ચીજ તેને દીએ રે લો, કાંઇ ન મુખ માંગી લીએ રે લો. ૨૦ ભાગ્યશાળી લક્ષણ ભર્યો રે લો, ખેચરી ચિતમાં ઊતર્યો રે લો; ચિંતે હલ્ય વસ્તુ ગ્રહી રે લો, રાતો સંત એ સહી રે લો. ર૧ ખથ્થરત્ન મણિ કંચૂઓ રે લો, દેઇ કહે મહિમા જુઓ રે લો; ખગે અજયપદવી થશે રે લો, ચક્રીસમાં જન ગાવશે રે લો. //રરા પટ્ટણી દીયો કંસૂવો રે લો, રંભાયા “તીરા જુઓ રે લો; એમ તુમ વેળા અવસરે રે લો, ભાવિ વાત જ્ઞાતી “સરે રે લો. Iો એમ કહી સહુ નિજ સ્થાનમાં રે લો, બેસી ચલી વિમાનમાં રે લો; શ્રી શુભવીર કહે સાતમી રે લો, ઢાળ રસિકજનને ગમી રે લો. રજો ૧-ઈદ્ર, રં-વૃધ્ધાવસ્થા, ૩-સરોવર, ૪-વસ્ત્ર, પ-આપશો, ૬-ભળાવ્યાં, ૭-લક્ષ્મી, ૮-જાણે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : - ચંપમાળાનો ભેટો -: ઢાળ- : આ જંબુદ્વીપના છેડે વૈતાઢય પર્વતની શ્રેણીએ વિદ્યાધરોના નગરો રહેલા છે. ત્યાં વિદ્યાધર રાજાઓ રાજય કરે છે. વિદ્યાધર રાજાઓની કન્યાઓ યૌવનવતી, સરખા રૂપવાળી તેજે ઝાકઝમાલ છે, એવી આ ૬૪ કન્યાઓ એક મનવાળી સખીઓ છે. જાણે ઈન્દ્રની ૬૪ પુત્રીઓ ન હોય, તેવી દીપતી હતી. વિદ્યાધર માનવ કન્યા હોવા છતાં રૂપે રંભા સરખી સ્વર્ગથી જાણે રીસાઈને અહીં અવતરી ન હોય, વળી સાક્ષાત્ વનની વનદેવી ન હોય તેમ ભાસતી હતી. વિદ્યાધર કન્યાઓ આકાશથી ઊતરી, આ મંદિર પાસે આવી. કવિ કલ્પના કરે છે કે લૌકિક શાસ્ત્રના ચાર વેદ યજુર્વેદ - સામવેદ - અથર્વવેદ - આયુર્વેદ, બ્રહ્મા પાસે હતા, તે કોઈ ચોરી ગયું. તેથી બ્રહ્મા મુર્ખ બુધ્ધિવાળો થતાં ઘરડો થઈ ગયો. ઘડપણના કારણે તેનો દેહ કંપવા લાગ્યો. હાથ પણ કંપવા લાગ્યા. જે કારણે સૃષ્ટિનું સર્જન એક સરખું ન બનાવ્યું. તેથી બ્રહ્માની નિંદા થવા લાગી. એ નિંદાને દૂર કરવા બ્રહ્મા એકલા પોતાની મેડીએ ચડી ગયા. ત્યાં નિરાંતની પળે એકાંતમાં રહીને આ ૬૪ બાળાઓને ઘડી હશે. જે કારણે ૬૪ બાળાઓનું રૂપ-રંગ દેહ એક સરખા ઘડાયા. ઈન્દ્રની રંભામાં રહેલી કોમળતાને અપહરણ કરીને બ્રહ્માએ ૬૪ કન્યાઓના શરીર કોમળ બનાવી દીધા છે. ૬૪ કન્યાઓની કોમળતા જોઈને, તે ચિંતા થકી રંભાની નિદ્રા દૂર થઈ ગઈ. કામદેવની સ્ત્રી રતિ અને પ્રીતિના રૂપનું અપહરણ કરીને બ્રહ્માએ ૬૪ કન્યામાં મૂકી દીધું. જેથી તે કામદેવ અંગ વિનાનો બની સારાયે જગતમાં આમ તેમ સ્મર થઈ ભટકયા કરે છે. સ્વરૂપવાન ૬૪ કન્યાઓએ દેવદુષ્ય વસ્ત્રને ધારણ કર્યું છે. ભૂષણો પહેર્યા છે. સઘળી સાહેલી ભેળી મળીને કામદેવના યક્ષાલયના રંગમંડપ આવી. સઘળી સખીઓમાં ચંપકમાલા વડેરી છે. ચંપકમાલાના હુકમથી આ મંદિરમાં કામદેવ યક્ષની આગળ વિવિધ પ્રકારના નૃત્યો કરવા કેટલીક કન્યાઓ ઊઠી. કેટલીક કન્યા સંગીત સાથે ગાવા લાગી. વળી કોઈક વીણા, કોઈ મૃદંગ, કોઈક તાલ આપતી ઝાલર વગાડતી હતી. ઘણા પ્રકારના વાજિંત્ર વાગતાં તાલબધ્ધ નૃત્ય નાટારંગ કરતાં હતા. તે સાંભળી કુમાર મેડીએથી સૌને જુએ છે. સારંગ રાગ રસભર ગીતો ગાતાં સાંભળી કુમારનું દિલ આનંદ પામ્યું. સાંભળવામાં તન્મય બનેલા કુમારને કયારે નૃત્ય બંધ થયું તે ખબર ન પડી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ સર્વ સાહેલીએ નૃત્ય સંગીત બંધ કરીને યક્ષરાજના ચરણે જઈ પગે લાગી. હાથ જોડીને સહુએ એક જ માંગણી કરી. “અમને સુંદર પતિ આપજો.” ત્યારપછી સૌ રંગમંડપમાં પાછી આવી. ચંપકમાલા કહે - આપણે સહુ વસ્ત્ર આભૂષણ અહીં રાખીને સરોવરમાં જઈ સ્નાન કરી આનંદ કરીએ. વડેરી સાહેલીની વાત સાંભળી સઘળીએ એકમતવાળી થઈને વસ્ત્ર આભૂષણ રંગમંડપમાં મેલી સ્નાન કરવા સરોવરે પહોંચી. વિધાધર કન્યાઓ સરોવરમાં સ્નાન કરે છે. જયારે, મંદિરમાં સંતાયેલો ચંદ્રકુમાર આવીને અલંકાર આભૂષણ વગેરેનું અપહરણ કરે છે. મેડી ઉપર રહેલ કુમારે કૌતુક કરવા નીચે ઊતરી, વસ્ત્રો અને આભૂષણ લઈ બારણા બંધ કરી દીધાં. સખીઓ જલક્રીડા કરી સઘળી મંદિર દ્વારે આવી. ત્યાં પોતાના વસ્ત્રો આભૂષણો ન જોયાં. કમાડ બંધ જોઈને કહેવા લાગી. જરૂર કોઈએ આવીને આપણાં વસ્ત્રો વગેરે હરણ કરી લીધાં છે. અને તે પણ મંદિરમાં સંતાઈ ગયું છે. વડેરી ચંપક બોલી - રે! રે! પુરુષ! જે કોઈ અંદર હોય તે સાંભળો. અમને છેતરી, અમારા વસ્ત્રો આદિ લઈ લીધાં છે તે અમારી વસ્તુ પાછી આપી ઘો. નહિ તો મરણને શરણ થશો. * કન્યાની વાત સાંભળતો કુમાર જવાબ આપતો નથી. જવાબ ન મળતાં કન્યાઓ અકળાઈ જવા લાગી. એક બીજાને કહેવા લાગી, કે જે હોય તેને બહાર કાઢી એ બહાદૂરના પગ બાંધી પશુની જેમ લટકાવીએ. કોઈક (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४६ Page #88 -------------------------------------------------------------------------- ________________ કહે કે સમુદ્રમાં મૂકી દઈએ, કોઈક કહે સિંહ આગળ મૂકવો જોઈએ. કોઈ કહે અગ્નિમાં નાખવો જોઈએ. રાજકુમાર અવનવી વાતો સાંભળી મનમાં મલકે છે. જરાયે ગભરાતો નથી. જવાબ પણ આપતો નથી. છેવટે ચંપકમાલા નરમ અવાજે બોલી - હે પરદેશી ! જો ઉત્તમ હોય તો બીજાનું ધન કયારેય લેતા નથી અને જો નીચ હશે તો બીજાનું ધન લીધા પછી કયારેય પાછુ આપતાં નથી. અમારી ભૂલ થઈ કે અમે અમારા વસ્ત્રો ભૂષણો કોઈને ભળાવ્યા નહિ, પણ જો ઉત્તમ હશો તો અમે માનીશું કે તમે એ વસ્ત્રાદિ જાળવીને, સંભાળીને રાખ્યા. કન્યાના દીન વચનો સાંભળી લીધા. કહેવાય છે કે સજ્જન માણસનું લક્ષણ છે કે બીજાના કડવા વેણ કયારેય મનમાં આણતા નથી. અથવા ગાંઠે બાંધતા નથી. બંધ બારણે કુમારે જવાબ આપ્યો - તમે સૌ આ રીતે ગળે પડો તે કેમ ચાલે ? કોઈક લઈને નાસી ગયું હશે. અમને કહેવાથી શું વળશે ? જે લઈ ગયું છે તેને પકડો. ચંપકમાલા - રે ઉત્તમ પરદેશી ! સિંહ જો એક નજર કરે તો વનના શીયાળ પણ આડા ઊતરતા નથી. તો બીજા પશુની તો વાત શી કરવી ? આપ સજ્જન થઈ આડા અવળા બોલ શેં બોલો ? ‘રાત થોડી છે. વેશ ઝાઝાં” છે. માટે અમારી વાત સાંભળો. જે માંગશો તે વસ્તુ શ્રેષ્ઠ હશે તે તમને આપશું. પણ અમારા વસ્ત્રો વગેરે આપો. તરત જ કમાડ ઉઘાડી કુમારે વસ્ત્રાદિ આપી દીધાં. અને પોતે કરેલ અપરાધની ક્ષમા માંગી. ઉત્તમ પુરુષો કયારે કોઈ વસ્તુ માંગતા નથી. તે કારણે કુમારે પણ કોઈ વસ્તુ ન માંગી. પુણ્યશાળી લક્ષણવંત કુમારને ચંપકમાલા એકી નજરે જોઈ રહી. જોતાંની સાથે જ તે મનમાં વસી ગયો. તેના હાથમાંથી પોતાની વસ્તુને ગ્રહણ કરતાં વિચારી રહી છે, આ સજ્જન કોઈ રાજવંશી-રાજકુમાર લાગે છે. તેનું લલાટ - દેદાર વગેરે ઉપરથી કોઈક મહાન લાગે છે. મુખ્ય વડી ચંપકમાલાના મનમાં કુમાર વસી ગયો. પ્રસન્ન થઈને કુમારને મણિરત્નથી યુક્ત ખડ્ગ અને એક કંચવો આપ્યો. વળી કહે - રે ! રે ! પરદેશી ! રાજકુમાર ! આપે તો અમારી પાસે કંઈ જ માંગ્યું નથી પણ આ બે વસ્તુ ભેટ તરીકે લ્યો. આ ખડ્ગરત્નથી અજયપદ પામશો. સંગ્રામમાં આપ જય તથા વિજયને પ્રાપ્ત કરશો. સારાયે જગતમાં ચક્રવર્તિ સરખો તમારો યશ ફેલાશે. વળી આ કંચૂઓ પટ્ટરાણી પહેરશે તો સાક્ષાત્ રંભા સરખી રૂપવાન થશે. લક્ષ્મી કરતાં પણ અધિકી ક્રાન્તિવાળી થશે. આ બંનેનો મહિમા મોટો છે આપ અમારી ભેટનો સ્વીકાર કરો. વળી અમારો તમારો મેળાપ કયા અવસરે થશે ? તે જ્ઞાની જાણે. આ પ્રમાણે કહીને સઘળી સહેલીઓ સાથે ત્યાંથી નીકળી વિમાનમાં બેસી પોતાના સ્થાને ચાલી ગઈ. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસની સાતમી ઢાળ સમાપ્ત કરતાં શ્રી શુભવીરવિજય કહે છે કે રાસને સાંભળવાવાળા રસિકોને ગમી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४७ Page #89 -------------------------------------------------------------------------- ________________ - દુહા : રવિ ઉદ્દે કુંવર ચલ્યો, સમરતો નવકાર; શૂન્ય નગર એક દેખીયું, તેહી અટવી મોઝાર ના ફરતી તસ નવ વાડીઓ, નહિ માણસનો ચાર; કોશીસે કરી સોહતો, સુંદર પુર પ્રાકાર //રી શરણ કરી અરિહંતનું, પેઠો તયર મઝા; મહેલ અનોપમ માર્ગમાં, શૂન્ય પડી બઝાર, //al. હટની શ્રેણી ઉઘાડીયો, નર સ્ત્રીનું નહિ નામ; ધાન્ય ચીવટ ધન ભાજને, ભરિત નિહાળે ઠામ. Ill નવનવી કરત વિયાણા, કિમ સૂનું પુર એહ ? રાજપથે જાતાં થકાં, દીઠું ભૂપતિ ગેહા // વૈર્ય ધરી ઉપર ચડ્યો, પહોંચ્યા સપ્તમ માળ; ખે ચિત્ર વિચિત્રતા, સુંદર ભૂમિ વિશાળ. છો કતકઘટિત એક ઢોલિયો, સુરશસ્યાથી અનૂપ; તસ ઉપર 'માંજારિકા, દીઠી શ્યામ સ્વરુપ. //. ઓશીશે રોય લબલી, અંજન રકતને શ્વેત; ટકતાંજિત વયના લી, શ્વેતાંજત કરે છે. તો તવ રંભા સમ કન્યકા, થઇ બેઠી ધરી લાજ; નમ્રવક્ત આસન દીયો, કહે બેસો મહારાજ. / નૃપસુત બેસી પૂછતો, એહ કિશ્યો ઉત્પાત ? તવ વળતુ સા એમ ભણે, નિસણો મુજ અવદtત. ૧oll ૧-નગર, ર-રાજા, ૩-બિલાડી, ૪-નેત્ર 6. (શ્રી ચંદ્રશેખર રાજાનો શસ) ધંટ્રોપા જાણો શા) ૪૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ -: દુહા ઃ ભાવાર્થ : સૂર્ય ઉદય થયે કુમાર પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતો મંદિરમાંથી નીકળી આગળ ચાલ્યો. મહાઅટવી ઓળંગી કુમાર ખુલ્લા મેદાનમાં આવ્યો. દૂર દૂર નજર ફેરવતાં એક સૂનું નગર જોયું. નગર હોવા છતાં કોઈ માણસ કે પશુપંખીનો સંચાર થતો પણ જોવામાં ન આવ્યો. કૌતુક જોવા પ્રેરાયેલ ચંદ્રકુમાર ઉત્સુકતાથી સૂના નગર તરફ ચાલ્યો. નગરની ફરતી નવ વાડીઓ હતી. પણ ત્યાં કોઈપણ માણસનો સંચાર નહોતો. મોટો રાજમાર્ગ, હાટ, હવેલીઓ વગેરેમાં કોઈ જ વસ્તી નહોતી. ચકલુયે ફરકતું ન હતું. તે નગરમાં ચંદ્રકુમાર વિચાર કરતો ફરવા લાગ્યો. શૂન્ય નગરમાં, રાજમહેલમાં સાતમે મજલે, પલંક પર બેઠેલી બિલાડી જોતાં આશ્ચર્ય પામતો રાજકુમાર. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ નગરને ફરતો કોટ હતો. અરિહંત પરમાત્માનું શરણ લેતાં કુમાર નગરીમાં ફરી રહ્યો છે. ઊંચી હવેલીઓ, નગરજનોના આવાસો. બજારને હાટડીઓ, બધુ જ ખુલ્લુ પડ્યું હતું. શ્રેણીબધ્ધ દુકાનો બંધ હતી. માલ-સામાનથી ભરપૂર કોઈ દુકાનો ધાન્યથી ભરપૂર, કોઈ દુકાનો વસ્ત્રોથી, કોઈ સોના ચાંદીની, કોઈ દુકાનો ઝવેરાતોથી, સાથે પૈસાના ગલ્લા પણ ઉઘાડા પડ્યા હતા. આ બધુ જોતાં ચંદ્રકુમાર વિચારી રહ્યો છે કે આ નગર સૂનું કેમ હશે? શેરીએ બજારે ચાલતાં રાજમાર્ગ ઉપર આવ્યો. ત્યાંથી આગળ ચાલતાં રાજાનો રાજમહેલ આવ્યો. મહેલમાં પણ શૂન્યતા. મહેલની શોભા, તેમાં રહેલી ચિત્ર વિચિત્ર ચિત્રામણવાળી ભીંતોને જોતાં, સાહસિક કુમાર મહેલના માળ ઉપર ચડવા લાગ્યો. મહેલના માળોની વિશાળ ભૂમિ જોતાં, આશ્ચર્યમુગ્ધ બનતો સોપાનની શ્રેણી ચડતો જાય છે. વિચારોના વમળ મન ચડતું જાય છે. ધન-ધાન્ય ભરપૂર નગર - લોકો વિનાનું.. આવો સુંદર મહેલ. ન રાજા ન તેનો પરિવાર. આ નગરમાં શું થયું હશે? અનુક્રમે સાતમા માળે પહોંચ્યો. ધૈર્ય અને હિંમત સાથે છે તેથી કુમારને કોઈ જાતનો ભય લાગતો નથી. સુંદર ચિત્રામણથી યુકત વિશાળ ઓરડો જોયો. તે ઓરડામાં સામે જ એક દેવશય્યા સહિત અદ્ભુત સોનાનો ઢોલિયો જોયો. હજુ આગળ જઈને જુએ છે તો ઢોલિયાની નીચે શય્યા ઉપર શ્યામવર્ણી બિલાડી જોઈ. પાસે જતાં કુમારે વળી તે બિલાડીની બાજુમાં રહેલા ઓશીકાની બાજુમાં ટેબલ ઉપર બે ડબ્બી જોઈ. આશ્ચર્યમુગ્ધ કુમારે ડબ્બી ખોલી. તો તેમાં એક ડબ્બીમાં લાલ અંજન, બીજી ડબ્બીમાં સફેદ અંજન જોયું. ડબીની બાજુમાં રહેલી સળી લઈને લાલ અંજન ભરી બિલાડીના બંને આંખમાં ભરી દીધું. પછી સફેદ અંજન લઈ વળી બીજીવાર બંને આંખમાં સફેદ અંજન ભરી દીધું. અંજન ભરતાંની સાથે જ બિલાડીમાંથી રંભા સરખી ૧૬ વર્ષની નવજુવાન કન્યા આળસ મરડીને લજ્જા ધરીને બેઠી થઈ. કુમારને જોતાં જ ત્યાંથી ઊભી થઈને મુખકમળ નીચુ રાખીને કુમારને બેસવા માટે આસન ધર્યું. કુમાર સામે જોઈ તે કન્યાએ કહ્યાં મહારાજા ! આસન પર બિરાજો. આસન પર બેસતાં જ કુમારે પૂછ્યું - રે! કન્યા ! અહીં આ ઉત્પાત કિશ્યો છે? કન્યા - હે મહારાજ ! આપ નિરાંતે બેસો. ઉત્પાત શાનો છે? તે સઘળી વાત આપને કહું છું. ીિ ીિ ચંદ્રશેખર સારો સાથે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #92 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ આઠમી : (દેખો ગતિ દૈવની રે.. એ દેશી.) (ત્રીસ વરસ ઘરમાં વસ્યા રે.. એ રાગ.) કનકપુર એહ છે રે, રાય જિતારિ નગર જયમાલા રાણી સતી રે. કર્મની ગતિ કારમી રે, એક અંગજ એક અંગજા પકળા રતિ ક્યું જુવો રે, એકતિ તાપસ તપ કરે આવી વસ્યો વનખંડમાં રે, મહિપતિએ મહિમા સુણી અમ ઘર કાલે પારણું રે, એમ કહી નૃપ ઘર આવીયો રે, કરવું સહી સકલ સાઇ કીધ; તાપસ તેડી ઓચ્છવે રે, આસન બેસણ દીધ..કર્મ. ॥૫॥ તાત હુકમે પરિવેષણે રે, ચિત્ત કામથી રે, હું วาย તાપસ પાસ; કરતો తేక વિમાસ..કર્મ. કો દેખી ચળ્યું આ કુંવરી આલિંગને રે, સફળ આ ભવ એળે ગમાવતાં રે, હવે અવતાર; તપસીને ધિક્કાર..કર્મ. Nી નારી અંતેઉર જાણ; રે, તિશક્તિ મૈથુત ધ્યાન..કર્મ. ll રે, ર બાલરડા લીબ તાપસાં ય ’મંદુરા ચકલાં રે, ભોજન કરી નિર્લજ્જ હે સાચુ પણ તમે જો દીયો સાંભળી નૃપ રોષે કહે રે, વેષ વિડંબક તમ કરી રે, *તિથ્યૂચ્છી કાઢીયો ઇમ રે, માળી પાસ ચીવરી લહી રે, રે નામ; લવણિમ લીલાધામ.. રે, સુખ દુઃખ કર્મ કરંત. ॥૧॥ રતિસુંદરી તસ નામ; તુમ આ બેઠી પાસ..કર્મ. ચા માસ માસ જન રે, ભક્તિ કરે રે, તાપસ ! રે, રાયે કર્યું બહુમાત; અમને રે જાતિ હીન ઉપવાસ; તાસ..કર્મ. ॥૩॥ વંદન જાત; પરભાત..કર્મ. ॥૪॥ ! અધમ ! પાપિષ્ટ ! મતિ “આર્તિ વિશેષ; કરી ગત વન માળણનો શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૧ કન્યાદાન..કર્મ. બા દુષ્ટ..કર્મ. [૧૦] વેશ..કર્મ. ૧૧૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ કુંવરીને મંદિર ગયો રે છાબ લેઇ ભરી ફૂલ; ઘસીએ ઓળખી કાઢ્યો રે, મુખ પર નાખી ધૂળ..કર્મ ૧રો. તોહિ નિર્લજજ લાક્યો નહિ રે, ઠંડી તારી વેશ; ખાત પાન તપ છડીને રે, ધરતો ચિતે કુલેશ.કર્મ /૧all રાત્રે ચડ્યો મુજ મંદિરે રે, વંશે ચડે જિમ નટ્ટ; સુભટ પહોરીએ ઝાલીયો રે, બાંધ્યો બંધ તિઘટ્ટ.કર્મ /૧૪ll નિશિ નવિ એ વાયસા રે, સ્વિસ ન દેખે ધૂક; અહોનિશ કામી આંધળો રે, મહોટી કામની ચૂક.કર્મ. I/૧પ રાય હજૂર આણીયો રે, સુભટે સુણાવી વાત; નૃપ હુકમે ધર્યો રાખીયે રે, એણીપટે પામ્યો ઘાત.કર્મ ||૧છો. નીચજાતિ રાક્ષસ થયો રે, જોઇ વિર્ભાગે તેહ; ક્ષણ ક્ષણ છળ જોતો ફરે રે, મુજ પર લાગ્યો તેહ.કર્મ /૧૭ના ઇણ અવસર આકાશથી રે, વિધાધર મુનિરાય; ઊતરીયા ચૈત્ય સન્નિધે રે, ભૂપતિ વંદન જાય..કર્મ /૧૮ll ધર્મ સુણી નૃપ પૂછતો રે, મુજ પુત્રી ભરતા; કુણ હોશે કહો નાથજી રે, જ્ઞાની વદ તેણિવાર.કર્મ ./૧લી કાશીપતિ મહસેન સુત રે, ચંદ્રશેખર ગુણવંત; ત્રિખંડનો ભોા તે થશે રે, તુજ પુત્રીનો કત.કર્મ lol પણ સુણ ! તાપસ તે મરી રે, રાક્ષસ વ્યંતર થાત; તિ ત્રીજે તુમ તયરીએ, સર્વતો કરશે વાત.કર્મ ર૧ કરુણા નજરથી ઉતરી રે તમને જણાવી વાત; ધર્મલાભ કહી મુનિવરે રે, ગણને ક્યે “ઉત્પાત.કર્મ રરો રાયે કરી ઉદ્ઘોષણા રે, નહિ રહેજો ઇહાં કોય; આજ નિશાએ નાશજો રે, રાક્ષસનો ભય હોય.કર્મ //રી જો જાશો તો જીવશો રે, અમે પણ જઇશું આજ; જીવંતા જગ જોઇશું રે, તુમ સાથે સામ્રાજ્ય.કર્મ રજો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #94 -------------------------------------------------------------------------- ________________ લોક સાવ નાઠા નિશિ રે, મુજ જનકાદિ સમેત; રાક્ષસે લઇ મુજને ઠવી રે, ગિરિ વન કુંજ નિકેત.કર્મ. એરપો. શૂન્ય નગર દેખી કરી રે, તિ કેતે વળી તેહ પાણિગ્રહણ કરવા ભણી રે, મુજને ઠવી મુજ ગેહ.કર્મ //રકો આજ લગત તિ જોઇને રે, કરણ સામગ્રી હેત; મુજ માંજારી કરી ગયો રે, ચાર ઘડી સંકેત.કર્મ ારી ચંદ્રશેખર પણ નાવિયા રે, વે દીયો ‘રહ ઘાત; મૂળથકી માંડી કહી રે, મુજ વીતકની વાત.કર્મ. ર૮ ચંદ્રશેખરના રાસની રે, એ કહી આઠમી ઢાળ; શ્રી શુભવીરના નામથી રે, ભય જાશે પાતાળ.કર્મ /રો ૧-લાવણ્ય, -નપુંસક, ૩-ધોડાર, ૪-નિંદા, પ-પીડા, ઇ-મજબૂત, ૭-ગમન કરવું, ઉડવું, ૮-એકાંત. કામાંધ તાપસ -: ઢાળ-૮: ભાવાર્થ : કુમારને થયેલા આશ્ચર્યને સમાવવા કન્યા કહે છે. - મહારાજા ! આ કનકપુર નગર છે. જિતારી નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને સતીઓમાં શિરદાર, રૂપ લાવણ્યથી ભરપૂર જયમાળા નામે રાણી છે. કર્મગતિ ઘણી જ કારમી છે. આ કર્મો જ માણસને સુખ દુઃખ આપે છે. ગહન કર્મને કોઈ પિછાની શક્યું નથી. રાજા રાણીનો સંસાર હર્યો ભર્યો ચાલ્યો જાય છે. હે પરદેશી ! આ રાજાને એક રાજકુમાર અને એક રાજકુમારી એમ બે સંતાન હતાં. રાજકુમારીનું નામ રતિસુંદરી હતુ. નામ પ્રમાણે ગુણ સાધતી સાક્ષાત્ કામદેવની પ્રિયા રતિ સરખી ભાસતી હતી. જે રતિસુંદરી તે જ આપની સામે બેઠી છે. વાત કરતાં કરતાં રાજદુલારી રતિસુંદરીનું હૈયું ભરાઈ આવ્યું. ક્ષણવાર થોભી. કુમારે સુંદરી સામે જોઈ લીધું. કાંઈ ન બોલ્યો. વળી સ્વસ્થ થઈ કુંવરીએ આગળ વાત કહેવા માંડી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પ૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં વસતો કોઈ એક તાપસ માસ માસના ઉપવાસ કરતો હતો. એક મહિનાના ઉપવાસ કરી પારણુ કરે. તરત બીજે દિવસથી મહિનાના ઉપવાસ કરતો. ઉગ્રતપસ્વી તે તાપસ આ નગરની બહાર વન ઉદ્યાનમાં આવી રહ્યો. નગરજનોને ખબર પડતાં, સૌ તેની સેવા કરવા અને દર્શન કરવા જવા લાગ્યા. તાપસના તપના મહિમાની વાત નગરના રાજાના સાંભળવામાં આવી. રાજા પણ તે તાપસનાં દર્શન કરવા જંગલમાં ગયા. જે દિવસે રાજા તાપસ પાસે ગયા. તે દિને તાપસને ત્રીસમો ઉપવાસ હતો. બીજે દિવસે પારણું આવતું હોવાથી રાજાએ તાપસને પારણુ પોતાના રાજમહેલે કરવા પધારવાનું આમંત્રણ આપ્યું. તાપસને આમંત્રણ આપી રાજા મહેલે પાછા પધાર્યા. સવારે પારણાની તૈયારી રાજરસોડે થવા લાગી. પારણાની બધી તૈયારી કરીને તાપસને પારણા માટે મહેલે ઠાઠમાઠથી બોલાવ્યા. સમય થતાં તાપસ પારણાને માટે આવ્યો. રાજરસોડે મોટા પાટલા નંખાયા. આસન પર તપસી તાપસને પારણા માટે બેસાડ્યા. રાજા આદિ પરિવારે તાપસનાં ભાણામાં (થાળીમાં) વિવિધ પ્રકારની વાનગીઓ પીરસી. રાજા પોતે જ તાપસને વીંઝણો નાખી ભકિત કરવા લાગ્યા. મારા પિતાએ (જે રાજા) મને આદેશ ર્યો. “તપસ્વીને પારણુ કરાવ.” પિતાની આજ્ઞાથી હું મીઠાઈનો થાળ લઈને પીરસવા ગઈ. જયારે તાપસ પાસે ગઈ તો તાપસ મારી સામે એકી નજરે જોવા લાગ્યો. મને જોતાં જ તેનું મન વિહળ થયું. ચિત્ત ચલાયમાન થયું. શરીરમાં કામવાસનાએ ઘેરો ઘાલ્યો. થાળીમાંથી લીધેલો કોળિયો હાથમાં રહી ગયો. જેનું મન બગડ્યું, તેનું બધું જ બગડ્યું. હૈડું વિસામણમાં પડ્યું. રે ! આ કુંવરીને આલિંગન કરું તો જ મારો અવતાર સફળ થાય. નહિ તો મારો અવતાર, આ ભવ એળે જશે. મારા તાપસપણાને પણ ધિક્કાર હો કે આ કુંવરીને મેળવી શક્યો નહિ. પારણાનો આનંદ ઊડી ગયો. મને મેળવવાનાં ધ્યાનમાં જ કયાં સુધી નીચે ઊતરી ગયો. બાળ વિધવા, નપુંસક તાપસ રાણીવાસની રાણીઓ, હાથી, ઘોડા, ચકલાં વગેરે પંખીઓ રાતદિવસ મૈથુનનું ધ્યાન ધરતાં હોય છે. કયારે અવસર મળે ? તેની જ રાહ જોતાં હોય છે. હું પણ આંગણે આવેલી લક્ષ્મીને જવા દઉં ? જમવાનું પતાવી તાપસ રાજા સાથે બેઠો. રાજાએ તાપસનું બહુમાન કર્યું. તાપસ - રાજન્ ! બહુમાન કર્યું સાચુ કયારે ગણાય ? રાજા - કહો ઋષિરાજ ! આપની ઈચ્છા જે હોય તે કહો. તાપસ - રાજન્ તમારી કન્યાનું દાન - કન્યાદાન કરો તો, તે જ મારી ઈચ્છા. વાત સાંભળતાં જિતારી રાજા ક્રોધે કળ્યો. રોષમાં બોલ્યો - રે ! રે ! પાપીષ્ટ ! આમ કહીને તું તારા સાધુવેશની હાંસી કરી રહ્યો છે. તારા તપને ધિક્કાર હો. તારી જાતિ હલકી અને સાથે બુધ્ધિ પણ દુષ્ટ લાગે છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે તિરસ્કાર કરીને કાઢી મૂકયો. નિર્લજ્જ તાપસ ત્યાંથી વનમાં ચાલ્યો ગયો. ત્યાં પણ કામાંધ પીડાવા લાગ્યો. કન્યાને કેવી રીતે મેળવવી. એ જ વિચારમાં દુઃખી થવા લાગ્યો. ઉપાય શોધતાં માળીને ત્યાં જઈ ઘણી બધી જાતના પુષ્પોની છાબડી લઈ, માળણનો વેશ લઈ કુંવરીના મહેલે ગયો. ફૂલોની છાબ હાથમાં હતી. સ્ત્રીનો વેશ હતો. કુંવરીની દાસીઓ આ ધૂતારા નિર્લજ્જ તાપસને ઓળખી ગઈ, મહેલના દ્વારેથી હડધૂત કરી, મૂર્ખ ઉપર ધૂળ નાખી કાઢી મૂકયો. તો પણ તેને શરમ ન આવી. તપ જપ છોડી દીધા. ખાવા પીવાનું પણ છોડી દીધું. આર્તધ્યાનમાં પડેલો તાપસ એક રાત્રિએ આ રાજકુંવરીના મહેલની પાછળ ચોરની જેમ ચડવા લાગ્યો. જેમ વાંસ ઉપર નટ ચડે તે રીતે ચડી રહ્યો હતો. પણ નસીબનો ફૂટેલો તે તાપસને પહેરો ભરતા રાજાના સેવકોએ જોયો. તરત તેને પકડીને મજબૂત દોરડાએ બાંધી દીધો. જેમ રાત્રિએ કાગડા દેખતાં નથી, દિવસે ઘુવડ જોઈ શકતા નથી. જયારે કામાંધ માણસો દિવસ કે રાત્રે કયારે જોઈ શકતા નથી. સવારે રાજદરબારે રાજાની આગળ બાંધેલા તાપસને હાજર કર્યો. ગઈ રાત્રિએ બનેલી બધી વાત સુભટે કહી સંભળાવી. રાજાએ તરત જ તેને શૂળીએ ચડાવવાનો આદેશ આપ્યો. અને તે રીતે તે મરણને શરણ થયો. આર્તધ્યાનમાં મરીને તે તાપસ નીચ જાતિમાં રાક્ષસ તરીકે ઉત્પન્ન થયો. વિભંગજ્ઞાને મને જોઈ લીધી. પળ પળ મને મેળવવા ઉપાય શોધવા લાગ્યો. મારા પરના અતિશય રાગને લઈને નીચ રાક્ષસ અધમ પગલુ ભરવા તૈયાર થયો. તે જ અવસરે આકાશથકી એક વિદ્યાધર મુનિ ભગવંત જિનમંદિર પાસે ઊતર્યા. મુનિ ભગવંત આવ્યા જાણી રાજા વંદન કરવા માટે જિનાલયની બહાર આવી ઊભો. વિદ્યાધર મુનિ ભગવંત પરમાત્માની ભકિત કરી બહાર આવ્યા. રાજા-પરિવાર-પ્રજાજનો સૌએ મુનિ ભગવંતને વંદન કર્યા. યથાસ્થાને બેસી સૌ મુનિની દેશના સાંભળવા ઉત્સુક થયા. સૌની ધર્મ જાણવાની જિજ્ઞાસા જોઈ મુનિ ભગવંતે યોગ્ય ધર્મ ઉપદેશ આપ્યો. ધર્મ સાંભળી જિતારી રાજા બે હાથ જોડી મુનિ ભગવંતને પૂછે છે - હે ગુરુદેવ ! મારી રાજપુત્રીનો સ્વામી કોણ થશે ? મુનિ - હે રાજન્ ! કાશીપતિ મહસેન રાજાના પુત્ર ગુણવાન એવા ચંદ્રશેખર, જે ત્રણ ખંડનો ભોકતા છે. તે જ તારી પુત્રીનો સ્વામી થશે. પણ.. પણ.. રાજન્ ! સાંભળ ! તારી પુત્રીના મોહમાં પડેલો જે તાપસ, તે મરીને રાક્ષસ થયો છે. આજથી ત્રીજે દિવસે તે રાક્ષસ તારી નગરીમાં રહેલા સર્વને હણી નાખશે. આકાશમાર્ગે જતાં તારી નગરીને સંકટમાં જોતાં તારી તથા પ્રજા ઉપર કરુણા આવતાં હું અહીં નીચે ઊતર્યો અને આ સઘળી વાત જણાવી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહી ધર્મલાભ આપી મુનિ ભગવંત ગગન માર્ગે ચાલ્યા ગયા. આ બાજુ રાજાએ તરત નગરમાં ઉદ્ઘોષણા કરાવી દીધી. “જેને પોતાના પ્રાણ બચાવવા હોય, જીવવાની આશા છે તે સહુ આજ રાત્રિએ અહીંથી ચાલ્યા જજો. અહીંયા કોઈએ રહેવું નહિ. કારણ કે રાક્ષસનો ભય ઘણો મોટો આપણી ઉપર રહેલો છે. માટે સહુ આ નગરી છોડીને નાશી જજો.’’ વળી જ નાશી જશો તો જીવશો. અમે પણ બધા આજે રાત્રે રાજમહેલ છોડીને ચાલ્યા જઈશું. જીવતા રહીશું તો વળી આ દુનિયા જોઈશું. વળી પાછા તમારી સૌની સાથે સામ્રાજ્ય ભોગવશું. રાજાનો ઢંઢેરો સાંભળી રાત્રિ પડતાં સુધીમાં સૌ પોતપોતાના પરિવારને લઈને નાશી ગયા. કોઈ કંઈ જ લેવા ન રહ્યું. ઘરબાર હાટ હવેલીઓ ભરપૂર એમ સૂની મૂકી સૌ નાશી ગયા. રાક્ષસથી બચવા, પિતા મને પણ સાથે લઈને નીકળી ગયા. ગિરિવનની લત્તા કુંજમાં અમે સૌ રહ્યા. બીજે દિવસે રાક્ષસ નગરમાં આવ્યો શૂન્ય નગર જોઈ, મને શોધવા માટે નીકળી પડયો. કેટલાક દિને વળી તેણે મને જોઈ. મારી સાથે પાણિગ્રહણ કરવાની ઈચ્છાએ આ નગરના મહેલમાં મને લઈ આવ્યો છે. મારી સાથે લગ્ન કરવા તૈયાર થયેલો રાક્ષસ મને મેળવવા માટે મને બિલાડી કરીને ચાર ઘડી પુરતું છોડીને, કયાંક ચાલ્યો જાય છે, વળી પાછો આવે છે. ચાલ્યા. ચંદ્રશેખર પણ હજુ આવ્યા નથી. દૈવ નસીબ થકી હવે હું શું કરું ? એકાંતમાં રહીને.. હે પરદેશી ! મૂળ થકી મેં મારી વીતકની વાત કરી સંભળાવી. આ પ્રમાણે ચંદ્રશેખરના રાસની આઠમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરના નામથી સઘળા ભયો પાતાળે -: દુહા ઃ કહે કુંવરી દાખો તુમે, ઇહા આવ્યા કુણ કામ ? જેમ અમ જીવ સુખી હવે, દેશ ગામ તુમ જ્ઞાની વચન જુ નહિ, એ દૈવ નામ. ॥૧॥ દુરન્ત; બળવંત. ાચી તનુછાયા ઓલંઘવા, નહિ સમરત પણ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ પ Page #98 -------------------------------------------------------------------------- ________________ વામનયન મુજ ફરકીયું, તુમ દર્શનથી હું છું સતીતી સંજ્ઞા, પૂછુ તમને કુંવર કહે તેં સવિ કહો, મૂળથી તુજ જ્ઞાની વયમાં જ સત્ય છે, જુઠો દૈવ કુંવરી હરખી તે સુણી, રોમ રોમ સા કહે "કુસુમાંતર રહો અવસર પર માંજારી કરી કુસુમમાં, રહે અંતર્ગત મણનાણી મણનાણીશું, “જે શ્રત જેણ; તેણ. all અધિકાર; વિયાય, Ill વિકસત; બળવંત. પી. તેહ; સંદેહ, તકો ૧-ફૂલને વિષે. -: દુહા : ભાવાર્થ : સાતમા માળે રહેલ ઢોલિયા ઉપર બેઠેલી કન્યાએ પોતાની વિતક કથા પરદેશી ચંદ્રકુમારને કહી સંભળાવી. - ત્યાર પછી કુંવરી કહે છે - આપ અહીંયાં કયા કામે આવ્યા? આપનો દેશ ! ગામ ! તથા આપનું નામ ? હે પરદેશી ! તમે કહો, જે કહેવા વડે કરીને અમને સુખ થાય. જ્ઞાનીનું વચન મિથ્યા થતું નથી. પણ નસીબના અધૂરા હતભાગી અહીં તેની (રાક્ષસ) છાયા ઉલ્લંઘવા કોઈ શકિતમાન નથી. હે કુમાર ! મારી ડાબી આંખ ફરકી રહી છે. તેમાં તમારા દર્શન થયાં. હું સતીની પુત્રી છું. તેથી હું આપને પૂછું છું કે જ્ઞાનીએ કહ્યું છે તે જ આપ છો. કુમાર - હે સજ્જના ! તેં તારી સઘળી વાત કહી, તે મેં સાંભળી. જ્ઞાનીનાં વચન સત્ય જ હોય છે. તેમાં કયારે ખોટો વિચાર કે સંદેહ કરવો નકામો છે. કુમારની વાત સાંભળી રતિસુંદરી ઘણી જ આનંદ પામી. પોતાના શરીરના રૂંવાડાં ખડાં થઈ ગયાં. રોમે રોમમાં આનંદ પ્રગટયો. સમજી ગઈ કે આગંતુક બીજું કોઈ જ નથી પણ રાક્ષસના પંજામાંથી છોડાવનાર, (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પ Page #99 -------------------------------------------------------------------------- ________________ મારા ભાવિ પતિ. ચંદ્રશેખર રાજકુમાર જ છે. રાક્ષસની આવવાની તૈયારી હોવાથી ભયભીત થતાં કુમારને કહેવા લાગી - હે પરદેશી કુમાર ! આપ આ ફૂલોના ઢગલામાં સંતાઈ રહો. રાક્ષસને આવવાની તૈયારી છે. અવસરને હાલ ઓળખી લેવા જેવો છે. અને જે અવસરને ઓળખે તે જ ઉત્તમજન કહેવાય. તિસુંદરીની વાત સાંભળીને કુમારે રતિસુંદરીને વળી અંજન આંજી માંજારી (બિલાડી) બનાવી દીધી. અને પોતે બાજુમાં પડેલા ફૂલોના ઢગલામાં સંતાઈ ગયો. ખરેખર જગતમાં મનની વાત, બીજા મનનાણી મન હોય તે જાણી શકે. તે જ અનુભવી સાચો કહેવાય. ઘણ શ્વેતાંજતે અવસર -ઃ ઢાળ નવમી : (ધવલ શેઠ લઈ ભેટયું રે.. એ દેશી.) રાક્ષસ કુંવરી કરી, નર મુખ કદીય તિહાં, આવી ધરી બહુ પ્યાર રે; પૂછતો તિણ વાર રે... લીલા પાવે તવિ પાતકી, પુણ્યે રે, સફળ માણસગંધ કીસી ઇહા, સા હું માણસ ગંધ માહરી, હઇડે ગંધ મયુઅ ન ખમી શકો, તો કોઇ દિન રુષો તો ભખો, મહારે પ્રીતિ કીશિ પરજાતિની, પ્રીતિ પરાણે જે હુવે, તે તિસુણી પલ્લાહ કોપીયો, તો પ્રથમ * ભક્ષણ કરું. કુંવર તા ઉઠી કહે, સ્ત્રી હત્યાના થાવે ભણે શી કાંઇ તિશતિ કહે જયકમલા દુષ્ટમતિનું ચીંતવ્યું; રે.. વરે. ॥૧॥ એહ તમાસો રે, મુજશું શું રાગો રમાડવો તાગો રે.. એક અા એક વાધ રે, પુણ્ય. શા વિસામો રે. y. 11311 રે, પુ. [૪] રાગ શા ગઇ ઇચ્છા મુજ અસિધારા મન ડાઘ રે.. y. 11411 જાણું નરરાગી રે, કૃત ભાગી રે.. પુ. ॥૬॥ વ્યર્થે રે, તીર્થે રે.. y. loll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ રાક્ષસ બતાવે હવરાવી નિર્મળ કરું લોકની ભાવઠ ભાગે પાપીને હણતાં થક, પુણ્ય ઉધ્ય બહુ જાગે રે. સુણી ક્રોધે ચડયો, તાડ જ્યુ રુપ ખેચરીત્ત તલવાર શું. ઢાલ ગ્રહી પ ધાવે રે. ઝુઝંતા હોય દેખીને, રતિસુંદરી ભય પાવે સમરે કુંવર ત્રિલોચના, તે બહુ પરિકરે આવે રૈ.. દેવીભટે રાક્ષસ હણ્યો, તે સતખંડ જ્ થાવે દેવયોતિથી જીવિયો, તારકી મલી સુર રાક્ષસ નાઠો ભય લહી, તન પીડિત મન ક્લેશે દેવી સુભટના મારથી, લવણોદધિ તલ પેસે રે. વ્યંતર ભટ પાછા વળ્યાં, કુંવરતે ત વધાઇ ત્રિલોચના તમીને કહે, મહોટી ધર્મ સગાઇ રે.. નિર્ભયનગર વસાવે ધાવે રે. રાય તેડીયા, કુંવર રત્નગિરિએ ધાવે રે. નૃપ પણ હઇડે ભેટે તુમ વિણ કોણ દુઃખ મેટે રે.. વાત જણાવે પ્રજાશું વિસર્જી ત્રિલોયના, ચંદ્રશેખર તમે રાયને, કહે અમ પુણ્યે આવીયાં, રતિસુંદરી દાસીમુખે, તાતને ઉત્સવ કરી બહુ પ્રેમથું, પુત્રી નૃપ પરણાવે રે.. કુંવરને રાજ્ય અરધ દીયે, કરમોચનની વેળા સમા ઘરે, મનગમતા મન સુખ વિલસે મેળા રે.. રમતા સોવન સોગઠે, કોઇ તિ વન જળક્રીડા ભાગ્યશા જસ જાગતી, નહિ તસ તન મન પીડા રે.. ખેટસુતા ત કંચૂઓ, રતિસુંદરીતે આપે રંભારુપ તિણે બન્યું, ઇંદ્રાણી કરી થાપે રાયહજૂર કચેરીએ, ોગુંક સુરતી પરે, રે.. કરતાં શાસ્ત્રની નિર્ગમતા નિરાતો શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫ વાતો રે.. યુ. ૫૫ ல் ன் S ૩. ૫લ્યા રે, પુ. ॥૧॥ રે, યુ. ||૧૧|| રે. પુ. ॥૧॥ રે, y. 119311 રે, પુ. ||૧૪૫ રે, યુ. [૧૫] રે, ૩. ॥૬॥ રે, યુ. ||૧૭૫ રે, પુ. ||૧૮|| રે, પુ. ||૧૯૫ રે,. પુ. ॥૨॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ નવમી ઢાળ એ રાસની, દુઃખભંજન મત રજની શ્રી પૂરણMછે આખી રે, શુભવીરે ભાખી રે.. પુ. ર૧ -: ખંડ-૧ - - ઈતિ - - કળશ - વાત વિનોદે રચતા ઘણી, ચંદ્રશેખરને સસે ભણી; ખંડ પ્રથમ એ પૂરણ કર્યો. શ્રી શુભવીર વયતરસ ભર્યો. શતિસુંદરીનો વિવાદ -: ઢાળ-૯ : ભાવાર્થ : કુંવરીને માંજારી કરી ફૂલોની રાશિમાં કુમાર છુપાઈ ગયો. તે જ અવસરે હરખાતો હરખાતો, ધરતી ધ્રુજાવતો રાક્ષસ આવી ગયો. ઘણા પ્રેમથી અને પ્યારથી માંજારીના આંખે લાલ અંજન પછી સફેદ અંજન લગાવી દીધું. માંજારીમાંથી પળવારમાં દેવી સમ કુંવરી થઈ ગઈ. સામે બેસીને કુંવરીને પૂછવા લાગ્યો. રે જગતના જીવો પુણ્ય થકી જય કમલા પામે છે. મનુષ્ય પુણ્યથી લીલા માત્રમાં અઢળક સુખ પામે છે. પુણ્યવાન ઉપર દુર્જનો જો કદાચ ખરાબ ચિંતવે તો પણ તેને (પુણ્યવાનને) તો સુખના માટે જ હોય છે. રાક્ષસ - રે ! કન્યા ! અહીંયા માણસની ગંધ કયાંથી? રતિસુંદરી - એ જ મોટો તમાશો છે. હું જ માણસ છું. મારી ગંધ ન પારખી? જરા હૈયામાં વિચારો કે સામે માણસ છે ને માણસની ગંધ કયાંથી? પૂછવા લાગ્યા. વળી માણસની ગંધ સહન ન કરી શકો, તો મારા પ્રત્યે આટલો બધો રાગ શા માટે? જો તેમાં કોઈક દિવસ મારા પ્રત્યે ગુસ્સો આવ્યો તો મને જ હણી નાંખોને ! વિશ્વાસ શું ધરાય? ખરેખર ! મારે તો ભયંકર નાગને રમાડવા જેવો લાગે છે. રે યક્ષરાજા ! પ્રીત કરવી તો પોતાના જાતિભાઈની સાથે. અન્યજાતિ સાથે પ્રીત શા કામની? એક બકરો અને એક વાઘ પ્રીતિ જામે? ન જ જામે. પરાણે પ્રીત કરવા જઈએ તો હંમેશા મનમાં ડંખ્યા કરે. (લી “ોખર જનો શો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #102 -------------------------------------------------------------------------- ________________ કુંવરીના વેણ સાંભળી નરપિશાચ રાક્ષસ વધુ ક્રોધે ભરાયો. ક્રોધે ધમધમતો કહેવા લાગ્યો - રે ! હું તને ચાહુ છું તું તારી જાતિના નર-પુરુષને ચાહે છે. તને મારા પ્રત્યે રાગ નથી. તો હું તને જ પહેલે કોળિયે ભક્ષણ કરી જાવું. જે કારણે કરીને મારી રાગદશા ચાલી જાય. આટલું બોલતાં જ રાક્ષસ કુંવરીને મારવા માટે ધાયો. ઘેયને ધારણ કરીને રહેલો કુમાર તરત જ પ્રગટ થયો. રાક્ષસને પડકાર્યો - રે! અધમ ! તારી શી શી ઈચ્છા છે? જે ઈચ્છાઓને પૂરી કરવા ખોટા ખોટા વલખાં મારી રહ્યો છે ! નિરપરાધી કન્યાને લઈ આવ્યો છે. અને આજે મારવા ઊભો થયો છે ! રે પાપી ! સ્ત્રી હત્યાનો પાપી ! નીચ ! મારી આ તલવાર રૂપી તીર્થમાં સ્નાન કરાવી તને નિર્મળ અને પવિત્ર બનાવી દઉ. અને લોકોની ભાવઠ પણ ભાંગી જાય. રાક્ષસ તો કુમારને જોઈને વધુ ક્રોધે ભરાયો, ને કુમાર સામે આવવા તૈયાર થયો. વળી કુમાર કહેવા લાગ્યો - જગતમાં પાપીને હણતાં પાપ લાગતું નથી. પણ પુણ્યનો ઉદય જાગે છે. આ સાંભળી રાક્ષસ ક્રોધે કકળ્યો. રાજકુમારની સામે ઉચા તાડ જેવું રૂપ ધારણ કરીને કુમારને હણવા દોડયો. તાડ સમાન રાક્ષસને હંફાવવા કુમારે પોતાની પાસે રહેલી જે ખેચરી ચંપકમાલાએ આપેલી તરવાર અને ઢાલ લઈને સામે ધસ્યો. બંને સામસામા આવી ગયા. ભયંકર યુદ્ધ કરતાં જોઈને રતિસુંદરી થર થર ધ્રૂજવા લાગી. કુમારે પણ તે વખતે ત્રિલોચના દેવીનું સ્મરણ કર્યું. ત્રિલોચના દેવી પોતાના પરિવાર-સુભટો લઈને કુમારની સહાયમાં આવી ગઈ. બંનેને લડતાં જોઈ દેવીના સુભટોએ રાક્ષસને આંતરી લીધો. અને ક્ષણવારમાં હણીને શરીરના સો ટુકડા કરી નાખ્યા. દેવલોક-વ્યંતર નિકાયમાંથી નીકળી મનુષ્ય લોકમાં રખડતો આ રાક્ષસ, દુર્ગતિ જવાના લક્ષણોથી યુકત ત્યાંથી ભાગી છૂટયો. દેવી સુભટોના મારથી શરીરની પીડા વધી. અને કુંવરી ન મળવાથી મનની પીડા વધી. ઘણા કલેશને પામતો લવણ સમુદ્રના તળિયે ચાલ્યો ગયો. દેવી સુભટો પાછા વળ્યા. કુંવરને આવી કહેવા લાગ્યા કે રાક્ષસને હરાવ્યો તે લવણ સમુદ્રમાં તળિયે ચાલ્યો ગયો. અમે પાછા વળ્યા. હવે ત્રિલોચના કુમારને કહેવા લાગી - હે ધર્મબંધુ! મને યાદ કરી, બોલાવી. ખરેખર ! જગતમાં ધર્મ એ જ મોટી સાચી સગાઈ છે. - કુમારે દેવીને આદેશ કર્યો. આ નગરના રાજા-પ્રજા-રાજ પરિવાર બધાને પાછા લઈ આવો. શૂન્ય નગરને હવે નિર્ભયનગર બનાવી દ્યો. કુમારના કહેવાથી દેવી નગરજનો, રાજા વગેરેને લઈ આવી. પૂર્વવતું નગર જે પ્રમાણે હતું, તેથી પણ વધારે રળિયામણુ કરી દીધું. કુમારે દેવીને રજા આપી. ત્રિલોચના ત્યાંથી પોતાના સ્થાને રત્નગિરિ આવી ગઈ. આ તરફ પોતાની પુત્રી રતિસુંદરી મળતાં રાજા-રાણી આદિ પરિવાર આનંદ પામ્યાં. ચંદ્રકુમારે જિતારી રાજાને નમસ્કાર કર્યા. ચરણે લાગ્યો. રાજા પણ કુમારને હૈડાં ભીડી ભેટે છે. બંને યોગ્ય આસને બેસતાં રાજા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #103 -------------------------------------------------------------------------- ________________ કહે છે - હે કુમાર ! અમ પુણ્ય થકી આપ મહાન પુણ્યશાળી પધાર્યા. આપના આગમનથી અમારાં દુઃખ દૂર થયાં. હે પરોપકારી ! આપ જો ન આવ્યા હોત તો અમારી શી દશા હોત. આપે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ત્યારપછી સૌ પોતપોતાના સ્થાને ગયા. રાજા કુમારને સાથે લઈને પોતાના મહેલે ગયો. આ બાજુ રાજકુમારી રતિસુંદરી દાસી મુખે પિતાને વાત જણાવે છે. દાસીએ આવી રાજાને સર્વ હકીકત જણાવીને રાજસુતાના મનની વાત પણ કહી. રાજાએ મહામહોત્સવપૂર્વક ઘણા પ્રેમથી રતિસુંદરીનાં લગ્ન ચંદ્રકુમાર સાથે કર્યા. વળી અત્યંત ઉપકારી રાજકુમારને જિતારી રાજાએ હસ્તમેળાપમાં અડધું રાજ્ય આપ્યું. પુત્રીને દાયજામાં પણ ઘણું ધન-વસ્ત્ર-આભૂષણો આપ્યા. સસરાએ આપેલા ઊંચા તોતિંગ રાજમહેલમાં રતિસુંદરી સાથે સંસારના સુખો ભોગવતા રહ્યા છે. મનગમતો મેળો હોય ત્યાં સુખની કચાશ હોય ? ન જ હોય કયારેક સોનાની સોગઠે બાજી રમે છે. તો કયારેક જળક્રીડા કરવા વનમાં જાય છે. ખરેખર ! જગતમાં મહાન પુણ્યોદયે જ મનુષ્યને તન-મન-ધનની કયારે આધિ-વ્યાધિ કે ઉપાધિ આવતી નથી. કુમારની પ્રબળ ભાગ્યદશા જાગી છે. કોઈ વાતે સુખમાં ઊણપ નથી. ખેચરીદત્ત (ચંપકમાલાએ આપેલ) કંચૂઓ, કુમારે રતિસુંદરીને આપ્યો. જે કંચૂઓ પહેરતાં જ રતિસુંદરી સાક્ષાત્ સ્વર્ગની રંભા કરતાં પણ ચડિયાતી શોભતી હતી. રૂપવાન હતી, તેમાં વળી દૈવી વસ્ત્ર કંચૂઓ પહેરતાં જ રૂપમાં ઈન્દ્રાણીને હરાવે તેવી દીસતી હતી. કુમાર કયારેક કયારેક રાજાની સાથે રાજકચેરીએ પણ જતો હતો. રાજદરબારે પણ કુમારના એટલાં જ માન હતાં. ત્યાં પણ અલકમલકની વાતો કરતા ને શાસ્ત્રોની પણ ચર્ચા કરતા હતા. દેવલોકના દેવની પરે કુમારના દિવસ રાત જવા લાગ્યા. પ્રથમ ખંડે પૂરણ અંકે દુઃખને ભાંજનાર મનને રંજન કરનાર કર્તાપુરુષે નવમી ઢાળ કહી. -: ખંડ-૧ : સમાપ્ત - કળશ - ભાવાર્થ : વાર્તાલાપના વચનોથી વિનોદ પ્રમોદ કરતા ચંદ્રકુમાર-ચંદ્રશેખર રાજાના રાસની રચના કરી, આ પ્રથમ ખંડ નવ ઢાળો પૂ. શુભવીરવિજયજી મહારાજે સરસ વચનના રસોથી ભરીને પૂર્ણ કર્યો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ १२ Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વિતિય ખંs મંગલા ચરણ - દુહા : જય જય જગદીશ્વરી, જગદંબા જગત્રાય; અરિા “મુખકજવાસિની', વિષા માત કહાય. (૧) તું ત્રિપલ ત્રિપુરા તથા, તું ત્રિરૂપમય દેવ; શકિત સ્વરૂપે ખેલતી, નવ નવ રૂપ ધરેવ. રા જે ત્રિભુવનમાંહિ Aિહુપદે, તે સવિ તુમ આકાર; નિત્ય અતિત્ય તથા વળી, નિત્યાનિત્ય વિયાસlal. અભિનવ આદિશક્તિ તું, તિહુંકાળે સ્થિરભાવ; તે સરસ્વતી નમીને નમું, મુજ ગુરુ પ્રબલ પ્રભાવ. જો પ્રથમ ખંડ અખંડ સ, પૂર્ણ દુઓ સુપ્રમાણ; બીજો ખંડ કહું હવે, સુણો ચતુર સુજાણ. / શ્રોતાજનની આગળે, વા વયત પ્રમાણ; સ્વાતિજલ ' “શુક્તિમુખે, મુકતાફલ બંધાણ. તા. ઇક્ષક્ષેત્રે મેઘજળ, પય સાકાર સંકાસ; ત્રણ સભા શ્રોતાતણી, નંદીસૂત્ર પ્રકાશ. // તે માટે ચિત સજજ કરી, સુણો શ્રોતા લોક; 'દક્ષ હશે તે રીઝશે, જેમ રવિ ઉથે કોક. તો એક દિન દંપતી બિહું જણાં, જલક્રીડા સંકેત; તુમ રથે ચઢી નીકળ્યાં, સાથે સુભટ બહુ લેત. લો પુર પરિષર ઝરણાં નદી, તટ તરુ શ્રેણિ વિશેષ; એક તરતળે તે ઊતર્યા, શીતળ છાયા ખ. /holl (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #105 -------------------------------------------------------------------------- ________________ રતિસુંદરી જલક્રીડા કંચૂક બહુવિધ મુહ, કરે, ભૂષણ મેલી વિજપતિશું ત્યાંહિ; ઉચ્છહિ. ૧૧. ૧ - મુખકમળ, ૨ - છીપમુખ, ૩ - હોંશિયાર, ૪ - ચક્રવાક. – દુહા : ભાવાર્થ: હે સરસ્વતી માત ! તમે જય પામો જય પામો. હે જગદંબા ! જગતના રક્ષણહાર!.. હે જગદીશ્વરી ! વળી અરિહામુખવાસિની! કમલવાસિની ! માતા ! તમે તો પંડિતજનોની માતા કહેવાઓ છો. તું જ ત્રિપદા! ત્રિપુરા ! તથા ત્રિરૂપને ધારણ કરનાર ! માતા ! તમે તો દેવી શકિત ધારણ કરનાર હોવાથી નવા નવા રૂપોને કરનારા છો! વળી હે માત ! ત્રણભુવનમાં ત્રણે પ્રકારે પદ કહ્યા છે તે ત્રણેયના આકાર રૂપે આપ છો. જે કહીએ ત્રણપદ તે - નિત્ય - અનિત્ય અને નિત્યાનિત્ય પદ વિચાર. હે સરસ્વતી મૈયા! આદિ શકિત રૂપે તમે છો નવી શકિતરૂપે પણ તમે જ છો. જગતના ભાવો કાળક્રમે બદલાયા કરે છે. પણ મા ! તમે ત્રણેય કાળમાં સ્થિરભાવે જ રહ્યાં છો. હે જગતની માતા ! તું મારી મા જ છે. આપને મારા નમસ્કાર હો... શ્રી સરસ્વતીમાની ઉપાસના કરી. હવે કર્તાપુરુષ પોતાના પરમ આરાધ્ય ગુરુદેવ જે પ્રગટપ્રભાવી છે તે પૂજય ગુરુદેવ શ્રી શુભવિજયજી મ.સા. ને નમસ્કાર કરે છે. જેમના પ્રભાવે અખંડ રસથી ભરપૂર શ્રી ચંદ્રશેખર રાજાના રાસનો પ્રથમ ખંડ સારા પ્રમાણથી યુકત પૂર્ણ કર્યો. હવે બીજા ખંડની શરૂઆત કરતાં કહે છે કે હે ચતુર સુજાણ શ્રોતાજનો ! તમે સૌ સાવધ થઈ સાંભળો. હે શ્રોતાગણ ! શ્રોતાગણ આગળ વક્તાની વચન કળા પ્રમાણ કયારે કહેવાય? જેમ સ્વાતિ નક્ષત્રના વરસાદનું એક બિંદુ (દરિયા કે નદી કાંઠે રહેલા) છીપલાંના મુખમાં પડે તો તે બિંદુ મોતી બનીને તૈયાર થાય છે. વળી શેરડીના ખેતરમાં સીંચેલું પાણી સાકર સ્વરૂપે બને છે. તે જ રીતે વકતાનું વચન શ્રોતા સુણતાં મોતી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે - સાકર સ્વરૂપે ફળીભૂત થાય તો જ વકતાની વચનકળા પ્રમાણ છે. શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે શ્રોતા ત્રણ પ્રકારે છે. એક તો સાંભળે નહિ. જાણે બંને કાનમાં કાણાં જ ન હોય. બીજા શ્રોતા - એક કાને સાંભળે બીજે કાને થઈ બહાર નીકળી જાય. ત્રીજા શ્રોતા - બંને કાને સાંભળીને હૈયામાં તરત ઊતારી દે. તો હે શ્રોતાજનો ! નિંદા - વિકથા છંડી, પ્રમાદનો ત્યાગ કરી, તમારા ચિત્તને સજ્જ કરી મારી આ વાતને સાંભળજો. ડાહ્યા અને સમજુ જે ત્રીજા પ્રકારે શ્રોતા કહ્યા તે હશે તે જ મારી વાત સાંભળશે. જેમ કે સૂર્યનો ઉદય થતાં ચક્રવાક પંખી આનંદ પામે છે. તે રીતે... શ્રી ચંદ્રશેખરરાજાની કથા સાંભળતાં આનંદ જરૂર પામશે. કનકપુર નગરે જિતારી રાજાને ત્યાં જમાઈરાજ ચંદ્રકુમાર અને પુત્રી રતિસુંદરી પોતાના મહેલમાં દૈવી સુખો ભોગવે છે. એક દિન દંપત્તી નગર બહાર ઉદ્યાનમાં ફરવા જવા નીકળ્યા. જળક્રીડા કરવાની ઈચ્છાવાળાં બંને જણા સુભટો આદિ પરિવાર લઈને ગયાં છે. નગર બહાર જતાં ઝરણાં, નદીને કિનારે, તળાવ વળી વૃક્ષની શ્રેણીઓને જોતાં રથ આગળ જઈ રહ્યો છે. ત્યાં મોટું વિશાળ મેદાન આવતાં એક ઘટાવૃક્ષ નીચે રથ થોભાવ્યો. વૃક્ષની શીતળ છાયામાં બંને રથમાંથી ઊતર્યા. પરિવાર પણ ત્યાં જ થોભ્યો. સુભટોને આદેશ મળતાં જુદા જુદા તંબુ નંખાયા. કુમારને આરામ કરવા સુંદર પ્રકારનો ડેરો વૃક્ષ હેઠે નંખાવ્યો. ડેરામાં થોડીવાર બેસી બંનેએ જળક્રીડા કરવા માટેની ઈચ્છા કરતાં પોતાના વસ્ત્રો આભૂષણો વગેરે નદીકાંઠે મૂકયાં. રતિસુંદરીએ કંચૂક આદિ વસ્ત્રો પણ ત્યાં જ મૂકયાં. સાદા વસ્ત્રો પહેરી નદીમાં પતિ સાથે જળક્રીડા કરવા વેગે ઊતરી આવી. આનંદ કિલ્લોલ કરતી રતિસુંદરી પતિ સાથે વિધ-વિધ જળક્રીડા કરવા લાગી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૬૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ પહેલી: (જુઓ અગમ ગતિ પુણ્યની રે..એ દેશી.). રગે રંગિત રતિસુંદરી રે, ક્રીડા કરે સહ નાથ રે; રેવા નદી જલ ઝીલતાં રે, જિમ કણિી ગજ સાથ રે..રાગે. // તેહવે કોલાહલ થયો રે, સુભટ દશે શિ ધાય રે; બાણ ગણત ચલતાં ઝખે રે, અવાજ થાય રે..રગે. //રા *શાખામૃગ ટુક ટુક કરે રે ઘણી ચિત્ત ડહોળાય રે; નદી તટ આવી પૂછતાં રે, કુંવરને ભટ ઉચાય રે..રા. all સાહિબ જલક્રીડા વશે રે, જોતાં ભટ પરિવાર રે; કંચૂક કપિ એક લઇ ગયો રે, પૂંઠે પડ્યા અસવાર રે.રા. //૪ll તે પણ પાછા આવીયાં રે, દીઠો કપિ નહિ કોય રે; વાત સુણી વિલખી થઇ રે, રાણી તિહાં ઘણું રોય રે.. //પ કુંવર પિયાને ઇમ કહે છે, જાઓ તમે સવિ ગેહ રે; કંચૂક સાત માસમાં રે, આવશું લઇને તેહ રે... Iકો એમ કહી કુંવર સીધાવીયા રે, ચંદ્રનાડી સ્વર જોય રે; શબ્દ શકુત પંખી તણાં રે, તે પણ સુંદર હોય રે... Ill સિંહ ક્યું માર્ગે મહાલતો રે, ચઢ્યો એક ગિરિશ્ચંગ રે; બહુ વિધ કૌતુક દેખતો રે, વતફળ જળસર ગ રે.... તો વૃક્ષ અશોક ઘટાતળે રે, દીઠો સાધક એક રે; મૌનપણે ઊભો રહા રે, કુવર ધરીય વિવેક ટે...રા. / જાપ પૂરો કરી તે વહે રે ભલે પધાર્યા આજ રે; આકૃતિએ ગુણવંત છો રે, લક્ષણથી નારાજ રે... ૧oll કુંવર ભણે મુજને કહો રે, જે અમ સરખું કાજ રે; આગે ઉતમ ઉપકાર્ટે રે, દીધાં દેહ ધનરાજ રે... /૧૧ll તે કહે હું વિધાધરુ રે દીયો કામિત ગુરુરાય રે મંત્રસાધન વિધિએ કહ્યું કે, કોઇ સર કરે અંતરાય રે.સ. ૧ી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરસાધક નર વિના રે, મન રહે નહિ ઠામ રે; તેણે કહ્યું તમ વિનતિ રે, અવધારો ગુણધામ રે..રા. //all કુંવર કહે સાધો સુખે રે ચિત્ત કરી સ્થિર થોભ રે; ઉત્તરસાધક મુજ થકાં રે, કોણ કરે તુમ ક્ષોભ રે.સ. ૧૪ll કુવર પ્રબળ પુણ્ય કરી રે, વિધા થઇ તસ સિદ્ધ રે; ઉત્તમ પુરુષ જો આદરે રે, તો હોવે તવવિધ રે.સ. ૧૫ll ગૌરી પાતી ગામિતી, રુપપરાવર્તકાર રે; વિધાધર પ્રેમે દીયે રે, કુંવરને વિધા ચાર રે.રા. /૧છો કુંવર ચાલ્યો ગિરિ ઉપરે રે, આખેટ ગયો નિજ ઠામ રે; પર્વત શિખરે દેખીયું રે, કાલીદેવીનું ધામ 2.રા. ૧ી નર હોય રોતાં સાંભળી રે, મંદિર પહોતો રાય રે; દીઠાં તિાં નિજ મિત્રને રે, સંત ચર્ચિત કાય રે.સ. ૧૮ો. જોગી હોય જપી મંત્રને રે, બિહું શિર ઠવતા ફૂલ રે; અદ્દશ્ય રહી નૃપ ચિંતવે રે, કાંઇ કરે પ્રતિકૂલ રે..રા. /૧ મુંsમાળા ગળધારિણી રે, દુષ્ટ નજર કરી વિકરાળ રે; મહિષ ઉપર બેઠી થકી રે, કાલિકાદેવી નિહાળ રે.રા. ૨૦ થી રુધિરે ભૂતળાં રે, આગે અતિનો કુંડ રે; હવત કરવા ઉઠીયાં રે, ધરી અસિ યોગી પ્રચંડ રે... ર૧ તે હોય રંકને ઇમ કહે છે, ઇષ્ટદેવનું કરો ધ્યાન રે; ખગે હણી શિખામાં ધરી રે, માતાને દેઉં બલિદાન રે.રા. રશી તે કહે જૈનધર્મચિ રે, ચંદ્રશેખર ભૂલ રે; તાસ ધર્મ સાર અમ કરે રે, સેવકની સંભાલ કે... | યોગી કહે અમે ઓળખ્યો રે, અમ ગુરુનો હણનાર રે; પણ ગુરુએ ગગને ધર્યો રે, હજુએ ન ભૂપ સમાચાર રે.રા. ર૪ ભૂતભક્ષણ વહેંચી દીયો રે, તે તુમ શી કરે સાટ રે ? સાંભળી સિંહ ળ્યું ગાજીયો રે બોલે રાજકુમાર રે.રા. રપ ીિ ીિ રોપર ema ) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #109 -------------------------------------------------------------------------- ________________ રે રે પાપી ! જોગટા રે ! પાપિણી સુરી તુજ માત રે; નિત્ય નિત્ય નિર્બળ વસ્ત્રહી રે, ભક્ષ રે કરી બાત રે... છો વળી તુમ ગુરુએ વાટડી રે, કરું મેળાવો આજ રે; ગગત સંત મેં પામીયા રે, જીમ પંખીને બાજ રે.સ. ૨૭ જોગી સુણી સન્મુખ થયા રે, કુંવરે ગ્રી તવ હોય રે; દેવી દેખતાં નાખીયા રે, ભસ્મ હુતાશને હોય છે.રારસ્તો હોય મિત્ર' લઇ નીકળ્યો છે સરોવર સાત કરંત રે; નૃપ પૂછતાં તે કહે રે, સાંભળો અમ વૃતાંત રે.રા. રિલા વાઘભયે નાઠા અને રે, જોગી મળ્યા પાપ યોગ રે; પૂછયો કહ્યો અને મૂળથી રે, તુમ અમ યોગ વિયોગ રે... Boll. તવ હોય કહે તુમને દીયું રે, સોવત સિદ્ધિ કરાય રે; લોભે અમે તસ વશ પડ્યાં રે, મધમાખીને ન્યાય રે.રા. 31ll દેવીભુવન ભેગા મળ્યાં રે, નાથે દીયાં અમ પ્રાણ રે; પાપીએ જે ચિંતવ્યું કે આપે લસું નિર્વાણ રે.રા. રૂરી તિહું જણ રણ ઓલંઘતા રે, દેખી અનુપમ ગામ રે; વનપરિસરે વિશ્રામતાં રે, યક્ષાલય શુભ ઠામ રે... ૩ બીજે ખડે એ કહી રે, પહેલી ઢાળ રસાળ રે; શ્રી શુભવીર રસિકજના રે, સુણજો થઈ ઉજમાળ રે.સ. ૩૪ ૧ - હાથણી, ૬ - વાંદરો, ૩ - સરોવર જળ, ૪ - વિદ્યાધર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાત) Page #110 -------------------------------------------------------------------------- ________________ દેવકંચૂકીનું રણ -: ઢાળ-૧ - ભાવાર્થ : પતિરાગમાં રંગાએલી રતિસુંદરી નદીજળમાં પતિ સાથે જળક્રીડા કરતી રમત રમી રહી છે. જેમ કે જમુના નદીના જળમાં હાથણી પોતાના સ્વામી હાથી સાથે રમે છે તેમ.. જળક્રીડા કરતાં હજુ ઘડી બે ઘડી વીતી હશે, ત્યાં તો નદીના કિનારે એકદમ મોટો કોલાહલ થયો. રંગમાં ભંગ પડ્યો. કુમારે ને રતિસુંદરીએ અવાજ સાંભળ્યો. પોતાના સુભટો પાલની બહાર દોડાદોડ કરી રહ્યા હતા. બધી જ દિશાએ દોડતા સુભટો આકાશ તરફ બાણો ફેંકતા હતા. તે સહુના અવાજોને ભયંકર દારૂણ ચિચિયારીઓ પણ થવા લાગ્યાં. તરુવર ઉપર રહેલા વાંદરાઓ હુકાહુક કરતાં વૃક્ષની ડાળીઓ ઉપર દોડતા હતા. જાતજાતનાં અવાજોથી દંપત્તીનાં મન ડહોળાયાં. નદીમાંથી સહસા કુમાર બહાર કિનારે આવી, સુભટને પૂછવા લાગ્યો. સાથે સુંદરી પણ આવી ઊભી હતી. કુમાર - રે સુભટ ! શા માટે તમે બધા દોડાદોડ કરો છો? આટલો બધો અવાજ કેમ? ભટ - હે સાહેબ ! આપ જળક્રીડા કરવા નદીમાં ગયા. આપના વસ્ત્રો આભૂષણોનું રક્ષણ સુભટો નદી કિનારે કરતા હતા. તે ટાણે વૃક્ષ ઉપરથી એક વાંદરો આવીને, કંચૂક ઉઠાવી ઝાડ ઉપર ચડી ગયો. તેની પાછળ આપણી એક સુભટ દોડ્યો. વાંદરો તો કંચૂક લઈને, એક ઝાડ ઉપરથી બીજા ઝાડે દોડતો રહ્યો. દોડતાં વાંદરાને પકડીને કંચૂક લેવા માટે બધા જ સુભટો તેની પાછળ પડ્યા. બાણોનો વરસાદ વરસાવ્યો. ચાલાક વાંદરો પકડાયો નહિ. કયાં ચાલ્યો ગયો તે પણ ખબર ન પડી. આપણો પરિવાર પણ પાછો આવ્યો. વાત સાંભળીને રતિસુંદરી ત્યાં ને ત્યાં રોવા લાગી. કુમાર આ વાત સાંભળીને ડઘાઈ ગયો. ક્ષણવાર પછી કુમારે રતિસુંદરી તથા સઘળાયે સુભટોને કહ્યું. તમે સૌ નગરમાં ચાલ્યા જાઓ. રતિસુંદરીને કહયું કે તમે પણ તમારા પિતાને ત્યાં જાવ. હું અહીંથી કંચૂકની શોધમાં જાવું છું ને સાત માસમાં કંચૂક લઈને આવી જઈશ. રતિસુંદરી પ્રિયા અને પરિવારને નગર તરફ વિદાય કર્યો. અને પોતે ત્યાંથી જંગલ માર્ગે ચંદ્રનાડીએ શ્વાસ લેતાં ચાલ્યો. તે વેળાએ પંખીના અવાજો સુંદર શુકન રૂપે થયાં. શુભ શુકને વનની કેડીએ સિંહની જેમ એકાકી મલપતો ચાલ્યો જતો કુમાર કોઈ એક પર્વતના શિખર ઉપર ચડ્યો. ચારે કોર કુદરતની લીલા જોતાં, ઘણા પ્રકારના કૌતુકને જોતો વનના મીઠાંને તાજા ફળો આરોગે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. સરોવરના મીઠાં નીર પીને ભૂખ-તૃષાને સંતોષે છે. પર્વતના શિખરે રહેલા કુમારે નીચે નજર કરી જોયું. ઘટાદાર અશોકવૃક્ષ નીચે એક સાધક સાધના કરતો જોયો. ત્યાંથી નીચે ઊતરીને તે વૃક્ષ પાસે સાધક નજીક આવી મૌનપણે ઊભો. વિવેકી કુમાર સાધકની સાધના જોઈ રહ્યો છે. સાધકે જાપ પૂરા કર્યા. પછી કુમારને કહેવા લાગ્યો રે પરદેશી ! આપ ભલે પધાર્યા. આપની આકૃતિ કહી આપે છે કે, આપ ગુણવાન છો. આપના લક્ષણો કહે છે કે આપ પુરુષો મધ્યે રાજા છો. કુમાર - હે સાધક! મારા યોગ્ય કામ હોય તો કહો. પહેલાં પણ જે મહાપુરુષો થયા તેમણે પર ઉપકાર માટે પોતાના ધન રાજ અને શરીર આપી દીધા છે. તો આપણે શા વિસાતમાં? તે કારણે કહો કંઈ કામ છે? સાધક - હે મહારાજા ! હું એક વિદ્યાધર છું. ગુરુદેવની અસીમ કૃપાએ મને ચાર વિદ્યાઓ મળી છે. તે વિદ્યાની મંત્ર સાધના વિધિપૂર્વક કરું છું. પણ કોઈ અસુર દેવ મને સાધનામાં વિઘાત કરે છે. ઉત્તરસાધક વિના મારું મન સ્થિર રહેતું નથી. તે કારણથી હું આપને વિનવું છું કે મારી વાત સાંભળી આપ મારા ઉત્તર સાધક બની રહો. કુમાર - હે સાધક ! મનને સ્થિર કરી તમે તમારી વિદ્યાના મંત્રની સાધના કરો. હું ઉત્તર સાધક થઈ રક્ષણ કરીશ. તમારું નામ કોઈ નહિ લે. કુંવરના પ્રબળ પુણ્ય પ્રભાવે સાધકની વિદ્યા તત્કાળ સિધ્ધ થઈ. જગતમાં ઉત્તમ પુરુષો જે કામ આદરે છે. તે કામ ફલીભૂત થયા વિના રહેતું નથી. કુંવરની હાજરીમાં સાધકની વિદ્યાઓ સિધ્ધ થઈ. અને સાધક કુમાર ઉપર ઘણો રંજિત થયો. ઉપકારનો બદલો દેતા સાધકે કુમારને ગૌરી-પન્નત્તી-આકાશગામિની- અને રૂપપરાવર્તની ચાર વિદ્યાઓ પ્રેમપૂર્વક અર્પણ કરી. ત્યાંથી વિદ્યાધર પોતાના સ્થાને ચાલ્યો. કુમાર ત્યાંથી આગળ ચાલતા કોઈ પર્વત ઉપર ચડ્યો. તે પર્વતના શિખર ઉપર કાલિકાદેવીનું મંદિર હતું. તે મંદિર જોતાં કુમાર ત્યાં પહોંચ્યો. મંદિરમાં બે માણસોનો રડવાનો અવાજ સાંભળ્યો. દયાળુ રાજકુમાર તરત જ તે મંદિરમાં જલ્દી પહોંચ્યો. કુમારે શું જોયું? જોતાં જ ઓળખી ગયો. રણઅટવીમાં વાઘ આવતાં પોતાને છોડી દઈને ભાગી ગયેલા બંને મિત્રો હતા. બંનેના શરીરે ચંદનનો લેપ કર્યો હતો. કાલિકા દેવીની મૂર્તિ સામે બંને બેઠેલા હતા ને રડતા હતા. બે ઉલ્લંઠ યોગીઓ મંત્રપાઠ ભણતાં આ બંનેની ઉપર ફૂલો નાંખતા હતા. પાછળ ઊભેલા કુમારે આ જોયું. જોગીઓએ કુમારને જોયો નથી. પરોપકારી રાજકુમાર ક્ષણમાત્ર વિચારી, ત્યાં મંદિરમાં અદ્રશ્ય થઈને રહો. રખે જો મારા મિત્રોનું અહિત કરશે તો પ્રગટ થઈને મિત્રોનું રક્ષણ કરીશ. સામે જ કાલિકા દેવીની મૂર્તિ-ગળામાં મૂંડની માળા પહેરી છે. પાડા ઉપર બેઠેલી આ દુષ્ટ દેવીની આંખો ભયંકર અને વિકરાળ છે. જે જોતાં ભલભલા માણસો ડરી જાય. લાલ ભૂતડાંની માટી શરીર ઉપર લગાડી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 60 Page #112 -------------------------------------------------------------------------- ________________ છે. તેની આખી મૂર્તિ મહા ભયંકર લાલ રંગની હતી. તેની સામે અગ્નિથી ભડભડતો સળગતો એક અગ્નિકુંડ હતો. અગ્નિકુંડની સામે બંને મિત્રો બિચારા રડતા હતા. યોગીઓ મંત્રપાઠ પૂર્ણ કરી પોતાની જગ્યાએથી ઊભા થયા. આ બંનેને હવે અગ્નિમાં હવન કરવા માટે હાથમાં ખુલ્લી પ્રચંડ તરવાર લઈને સાવધાન બોલતાં, બંને મિત્રોને કહેવા લાગ્યા. યોગી - રે ! તમારી ઉપર દેવી રોષે ભરાઈ છે. તમારું આયખું પૂરું થવા આવ્યું છે. તમારા ઈષ્ટદેવનું નામ યાદ કરી લ્યો. આ તરવારથી તમને હણીને અગ્નિમાં નાખી આ માતાને તમારું બલિદાન આપું છું. બંને મિત્રો - રે યોગીરાજા ! જૈનધર્મના આરાધક શ્રી ચંદ્રશેખર રાજા છે. તેઓ અને તેમનો ધર્મ જ ખરેખર ! અમ જેવા સેવકને સહાય કરશે. યોગી - રે ! રે ! તે તમને શું સહાય કરશે ? તે તો અમારા ગુરુને હણનારો હત્યારો છે. પણ અમારા ગુરુએ તો તેને ગગને ઉછાળ્યો છે, જે હજુ સુધી પૃથ્વી પર પાછો આવ્યો નથી. આકાશમાં રહેલાં ભૂતડાંઓ તેનું ભક્ષણ કરી ગયા છે. તો તે તારી શી રક્ષા કરશે ? વાત સાંભળીને અદ્દશ્ય રહેલા ચંદ્રકુમારે પ્રગટ થઈને સિંહની જેમ ગર્જના કરી. કુમાર - રે ! રે ! પાપી જોગટાઓ ! તારી આ મા પણ પાપિણી છે. જે રોજ નવા નવા ભોગો લે છે. બિચારા કંગાળ ગરીબ માણસોને પકડી લાવીને આ તમારી માને બલિ આપો છો. પાપોને કરતી તારી મા નિત્ય માણસોનું ભક્ષણ કરે છે. સાંભળો ! તમારા ગુરુ જે વાટે ગયા છે. ત્યાં તે તમારી રાહ જુએ છે. ચાલો ! તૈયાર થાવ. તમને પણ તે જ વાટે રવાના કરું. જલ્દી તમારા ગુરુને ભેગા થઈ જાવ. તારા ગુરુએ મને ગગને ઉછાળ્યો હતો. પણ હું બાજ પક્ષી બનીને તારા ગુરુને પંખી બનાવી રવાના કરી દીધો. કુમારની વાત સાંભળી ઘડીભર સ્તબ્ધ થઈ ગયા. પછી તો તે બંને જોગી કુમારને મારવા માટે સામે થયા. પરાક્રમી કુમારે તે બંનેને પકડી લીધા. દેવી દેખતાં જ તેની સામે અગ્નિકુંડમાં હોમી દીધા. ત્યાંથી બંને મિત્રોને લઈને બહાર નીકળ્યો. રસ્તામાં આવતાં સરોવરમાં બંનેએ સ્નાન કર્યુ. ચંદન લેપ વગેરે ધોઈ નાખ્યાં. કુમારે રસ્તે જતાં પૂછ્યું - મિત્રો ! આ દશા કેમ પામ્યા ? મિત્રો - રે ઉપકારી ! અમારી વાત સાંભળો. રણમાં વાઘને જોતાં ભય થકી અમે નાસી ગયા. આગળ જતાં પાપના યોગે આ બે યોગીઓ મળ્યા. યોગીએ અમને પૂછ્યું - તો અમે અમારો સઘળો વૃતાંત કહ્યો. તે બંને યોગીઓએ અમને કહ્યું કે તમે અમને સહાય કરો તો અમે તમને સુવર્ણ સિધ્ધિ આપશું. અમે બંને તે વાત સાંભળતાં, અને સોનાની વાતથી લોભમાં લપટાયા. મધમાખીની જેમ અમે તેઓને વશ થયા. ત્યાંથી તેઓ અમને અહીં લઈ આવ્યા. આપે અહીં આવીને આ બધુ જોયું. દેવીના મંદિરે આપ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ આવી ગયા. આપે અમારા પ્રાણ બચાવ્યા. અમને જીવિતદાન આપ્યાં. તે પાપીએ અમારા માટે દુષ્ટ ચિંતવ્યુ. પણ આપે આવીને અમને ઉગારી લીધા. તેઓ તો પરલોક પહોંચી ગયા. વાતો કરતાં ત્રણે જણા વનનું રણ ઓળંગી ગયા. સામે એક દૂર દૂર સોહામણું નગર દેખાયું. ચાલતાં ચાલતાં તે નગરની બહાર વનઉદ્યાનમાં વિશ્રામ કરવા માટે ગયા. ત્યાં યક્ષાલયના ઓટલે આવીને બેઠા. આ બીજા ખંડની રસાળ એવી બીજી ઢાળ હે રસિકજનો ! તમે સાંભળી ઉજમાળ થજો. આ રીતે શ્રી શુભવીર વિજયજી મ.સા. કહે છે. -: દુહા ગામલોક ગ્રહી, અશન ભેદ. ॥૧॥ શ્રીફળ વાન તૈવેધ; લેઇ જતાં નર એકતે, પૂછે કુંવર તે તે કહે કિંચૂકવત વસે, કરતી તપ ઉમ; પવતી સતી જોગણી, તાસ યશોમતી નામ. એહ; અવધિજ્ઞાની તેહ છે, ભક્તિભરે તિહાં જાય સંદેહ. ॥૩॥ મિત્રશું, એમ તિસુણી નૃપ ચરણ નમી કરી બેસતો, કુંવર ભણે માતા ક્લેશ શમે તુમ : તસ વંદન છે, હરવા યૌવનવય તુમ ઝગમગે, પૂછે લઘુવય કિમ તો? તિસુણી સા ઉચ્ચરે, એમ એહ ઉત્તર દેતાં થકાં, તુમ ગયા પામી લક્ષણ બીજો મુજ ચિત્તે કહો, વચનથી, વળી જન મન યશોમતી શ્રી ચંદ્રરોખર રાજાનો રાસ ७२ મન લક્ષિત વળી વૈરાગ્ય સઘળો એ લહીએ ઘણો પાસ; ઉલ્લાસ. ॥૪॥ હ; સંદેહ. ॥૫॥ નિવેશ; ફ્લેશ. [૬] અવાત; સુખસાત. [૭]] Page #114 -------------------------------------------------------------------------- ________________ – દુહા : ભાવાર્થ: યક્ષના મંદિરના ઓટલે બેઠેલા ત્રણેય મિત્રો આરામ કરતાં અલકમલકની વાતો કરે છે. આ તરફ ગામમાંથી ગામલોકો હાથમાં શ્રીફળ અશન-વચન-નૈવેદ્ય વગેરે લઈને જતાં હતાં. તે જોવામાં આવ્યા. એક નરને પૂછયું - હે નગરજન! નગરજનો બધા કયાં જઈ રહ્યા છે? નગરજન - હે પરદેશી ! અહીંયાં કિંચૂકવન (કમળવનમાં) એક યોગિણી આવ્યા છે. મહાતપસ્વી છે. રૂપવતીને મહાસતી નવયૌવના ને મહાજ્ઞાની છે. જેનું નામ યશોમતી છે. તે યોગિણીને અવધિજ્ઞાન થયેલ છે. અવધિનાણી યશોમતી યોગિણીના સહુ દર્શન અને વંદન કરવા જાય છે. ભકિતભાવથી જતા લોકો પોતાના સંસારની આપત્તિઓ શંકાઓ પૂછી સૌ હળવાશ અનુભવે છે. ગામને પાદરે યોગિણિ અને બંને મિત્રો સાથે રાજકુમાર ચંદ્રશેખર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ તે સાંભળી, કુમાર બંને મિત્રો સાથે યશોમતી યોગિણી પાસે આવ્યા. યોગિણીનો પ્રભાવ જોઈને કુમાર હાથ જોડી, નમસ્કાર કરી, યોગ્ય સ્થાને, યોગિણીની સામે બેઠા. યોગિણીને જોવામાં ને જોવામાં મન પણ આનંદ અનુભવવા લાગ્યું. કુમારે પૂછયું - હે યોગિણીદેવી! આપ યૌવનવયમાં તેજથી આટલા બધા ઝળકી રહ્યા છો. તમારો દેહ પણ ઉત્તમલક્ષણવંતો દેખાય છે. તો આ નાની વયમાં આવો સંન્યાસનો વેષ લઈને આ શરીરને શા માટે તપો છો? બીજો પણ સંદેહ છે. યશોમતી - હે પરદેશી રાજકુમાર ! અમારા વૈરાગ્યના કારણો જવાબ સાંભળતાં તમારા દિલમાં ખેદ ઉત્પન થશે. કુમાર - હે માતા ! એ સઘળી વાત કહો. મારે સાંભળવી છે. કદાચ એ વાત સાંભળતાં અમને ખેદ થશે તો તમારા વચનથી અમને શાંત કરજો. અમને સાંત્વન આપશો. તેથી કરીને અમને સાતા પણ થઈ જશે. -: ઢાળ બીજી:(સોના રુપા કે સોગઠે સાંઈયાં ખેલત બાજીએ દેશી.) જોગણ કહે સુણ રાજવી ! સંસાર અટાર અટારે; મોહે મૂંઝયા માનવી. ગુરુવાણી ન ધાટે.મો. ગુરુવાણીથી વેગળા, સો તણાં કાવે; ૧// તપ જપ સાધન ધર્મનાં, ફળ તે જ હુ પાવે.ત. સૌવીર નામે દેશ છે, સુભગાપરી વાસી; પર ચિત્રસેન રાજા બળી, દૂર કોશ હે વ્યાસી.યિ. તિનકું સણી આઠ હૈ, યશોમતી અળગેરી; વિનય કુશળ એક પુત્ર છે, તોય બેટી ભલેરી...વિ. નૃપ સાથે લીલા કરે, તે સાતે રાણી; નિશ રાયે માની સો રાણીઓ, જી ભરે પાણી..રાયે. લઘુરાણી નિજમંત્રેિ, રહેતી ભરશોકે; પણ માત વિહૂણી લોકમે, નહિ લિંદ વિયોગે..માત. all Ill (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #116 -------------------------------------------------------------------------- ________________ સજન મુક્ત વિધાર્થી, રોગી ને સોપી; ઘરઘસ સંગી લોભિયા, વિરહી ને વિદેશીuસ /ળા એ સત નિદ્રા ત લહે, મેં બીયું રહતે; હમ દુઃખ સબહી વિભાગીયે, હોય તયતા રોતે..મ. Iો બાળ ચોટ વૈધ પ્રાહુણા, નૃપ ધૂર્ત ને વેશ્યા; પરપીડા નહુ જાણતે, હોત બહુત ક્લેશા..પણ. /. નર તિજ સ્વાધીન નારીઓ, પરલલના લોટે; પૂર્ણાટક "સર ન ઇચ્છતો, કાકાકુભ જ બોટે પૂર્ણ. ૧on *કૌશિક Qિસે ન દેખતો, વાયસ તિશિ વેળા; નિશક્તિ કામી અંધ હૈ, કરે નીરસે મેળા...તિશ. ૧૧ એક ક્તિ માતંગી મળી, ગાય ગીત રસાળા; હાવભાવ લટકા કરે, વળી નયતના ચાળા હાવ. /૧ર. દેખી સજા મોહિયો, રુપ કંઠ નિહાળી; જન્મઠાણ નિર્મળ નહિ. વળી વર્ષે કાળી..જન્મ /૧ 'પંકા શંકા તન ધરી, ભણે લોક હજુરી; સૌગંધિક ગુણ દેખકે, લીએ વર કસ્તૂરી.સૌ. ૧૪ તિશિ માતંગી ભોગવી, નૃપ નીચ નિહાળ્યા; લિ વૈરાગ્યે ભેદીયું, મટી મોહકી જવાળા...લિ. ૧પ જૈનમુનિ વનમાં સુણી, ગઇ સખીયો સાથે; સીંચી વયણ સુધાસે, કરી શીતળ નાથે..સીરી. ૧છો દીક્ષા દુષ્કર જૈન કી, હમ નાહિં પલાયા; સંસાર બૂરા છોડકે, હમ યોગ ધરાયા..સંસાર. /૧ળા સમક્તિ મૂળ વત પંચ એ, મેરે દિલમેં છિપાયા; જૈનજ્ઞાન તપ ધ્યાનથી, ઓહિતાણ ઉપાયા..જૈન. ૧૮ યોગીપણે વનવાસમેં પાંચ વર્ષ તે જાતાં; અબ સુતહો તુમ રાજવી, પ્રિયા કંચૂક ખાતાં.અબ. ૧૯ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #117 -------------------------------------------------------------------------- ________________ દિન રાજકચેરીમેં પરદેશી આયા; ભૂપ ભણે અયરિજ કહો, કોઇ ગામ દેખાયા...ભૂu. Roll સો કહે કનકપુર ધણી, જિતારી કહાવે; તસ બેટી રતિસુંદરી, રુપ રંભા ગાવે..તસ. ર૧ Q દીયો એક કંચૂઓ, કહું શોભા કેતી; ગ્રહમંડળ ગગને રહી, જોવે તસ જયોતિગ્રહ ||રરી રાય સુણી સુરમિત્રકુ, બલિદાને બોલાયા; કંચૂક હરણકી બાતસે, ઉનકું સમજાયા...કંચૂક. ll સુર *કપિરુપ બતાય કે, "લઇ તટ પર ગાજી; હરી કંચૂક ઇ ગયો, કીયા રાયકું રજી...હરી. ર૪ કંચૂક દેખી ભૂપતિ, લિમેં યું ધ્યાવે; કંચૂકધર કાંતા કીસી, પુણ્યવંત જ પાવે..કંચૂક. રપ મુજ ભાગ્યે એ ભામિની, જો દૈવ મિલાવે; તવ હમ જન્મ સફળ હવે. જોડી જુગતિ થાવેતવ. /રકો મિત્રદેવ બોલાય કે, ફેર કામ ભળાવ્યા; નૃપને 'તિર્જર યું ભણે, કયા ફોગટ માયા..વૃu. /રી. ફણિધરકા મણિ કો ગ્રહે સતી શીલ ન ભરે; ઉસમેં કોઇ તફા નહિ, સતી સુસે ન ગજે..ઉસ. //ર૮ll રાય ભણે એક બેટ તું, ઇતકું ઘા લાણા; હોનાર સો હોવગા, ખુશી યા પછતાણા..હો. સરો તવ તે સુર રતિસુંશી, સૂતી શય્યા લાવે; તિભંગી કુશવધિ, યું ભૂપકે શ્વે...તિ. Boll શિયળ અખંડિત સા રહે, ઘર પાસે પનોતિ; તુમ રુપપટ્ટે આલેખકે, કરે ભોજન જોતિ તુમ ૩૧ શ્રી શુભવીર કુંવર સુણી, યોગણપદ પંજી; લલિતપણે ભણી ઢાળ એ, ખંડ દૂજે દુજી....લલિત. //રૂરી ૧-સરોવર, રઘુવડ, ૩-કાદવ, ૪-વાંદરો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #118 -------------------------------------------------------------------------- ________________ શતિસુંદરીનું અપહરણ -: ઢાળ-ર : ભાવાર્થ : કુમારને યોગિણીનો વૃતાંત જાણવાની તીવ્ર ઝંખના થતાં યોગિણી કહે છે - હે રાજવી ! સાંભળો. આ સંસાર અસાર છે. બિહામણો પણ છે. વળી અકારો પણ છે. એવા અમારા સંસારમાં જીવો મોહથી મુંઝાય છે. મોહે મુંઝાએલા માનવી ગુરુવાણીને કયારેય સાંભળતા નથી. સાંભળે તો અમલમાં મૂકતાં નથી. જેઓ ગુરુવાણીથી દૂર રહે છે તે પુણ્યવિહોણા નગરા સમજવા. તેથી તેઓ તપ જપના સાધન જે ધર્મનાં કહૃાાં છે. તેના ફળને મેળવી શકતા નથી. ભારતમાં સૌવીર નામનો દેશ છે. સુભગાપુર નામે નગર છે. ચિત્રસેન નામનો રાજા છે. જે અહીંથી વ્યાશી કોશ દૂર છે. તે રાજાને આઠ રાણીઓ છે. તેમાં એક યશોમતી રાણી બિચારી અળખામણી હોવાથી અળગી જુદા મહેલમાં રાખતા હતા. રાજાને પરિવારમાં વિનયયુકત એક રાજકુમાર તથા બે રાજપુત્રીઓ હતી. રાજાનો સંસાર સુખે ચાલ્યો જાય છે. જે યશોમતીને છોડી દઈને બાકીની સાત રાણીઓ સાથે તે સંસાર લીલા ભોગવતો હતો. આ સંસારમાં ખરેખર, રાજાને મન માનીતી જે રાણી, તે સિવાયની બીજી બિચારી ભરે પાણી. સૌથી નાની જે યશોમતી રાણી બિચારી શોકમાં દિવસો કાઢે છે. તે નિત્ય જિનાલયે જતી. પ્રભુ પાસે હૈયાની વાતો કરી આવતી. અને કંઈક સાંત્વન મેળવતી. માન-સન્માન વિનાની આ રાણી લોકમાં પણ માનસન્માન પામતી ન હતી. અપમાનિત યશોમતી કયાંએ શાંતિ પામતી નહોતી. પતિ વિયોગે રાતે નિદ્રાએ પણ રુસણાં લીધા. રાતદિવસ ઝૂરી ઝૂરીને જતા હતા. સંસારમાં સજ્જન, મોક્ષાભિલાષી, વિદ્યાર્થી, રોગી, સરોપી (ઘણા રોષવાળો), પરસ્ત્રી લંપટ, લોભી, વિયોગી અને વિદેશી - આ નવ જણા કયારેય નિદ્રા ન લે. અને જો લે તો અલ્પ માત્ર જ લે. તે યશોમતી વિરહી જે તમારી આગળ બેઠી છું. હે રાજકુમાર ! આપણે સમભાગિયાં દુઃખી છીએ. જે કારણે આજે અમારી આંખેથી અશ્રુધારા ચાલી જાય છે. વળી આ સંસારમાં બાળક, ચોર, વૈદ્ય, મહેમાન, રાજા, ધૂર્ત અને વેશ્યા. આ સાતે જણા કયારેય બીજાની પીડા કે દુઃખને સમજતા નથી. જાતે દુઃખી થાય પણ બીજાના દુઃખને સમજે નહિ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ક Page #119 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં મનુષ્યોને પોતાની નારીઓ હોવા છતાં બીજાની સ્ત્રીને ભોગવવાની ઈચ્છા કરે છે. તેવા અધમની શી વાત કરવી? નિર્મળ પાણીથી ભરેલુ સરોવર હોવા છતાં કાગડો ગાગરના પાણીમાં ચાંચ લગાવે. ઘડાના પાણીમાં ચાંચ મારીને પાણી પીવે. આવા જનો કાગડા જેવા કહ્યા છે. ઘુવડ દિવસે જોઈ શકતો નથી. કાગડો રાત્રિએ જોઈ શકતો નથી. જયારે કામાંધ માણસો રાત્રે કે દિવસે જોઈ શકતા નથી. અને પોતાની વાસના પૂરી કરવા, નીચ મળે તો નીચની સાથે સંગતિ કરતાં અચકાતા નથી. એક દિવસ આ ચિત્રસેન રાજાએ રમવાડીથી આવતાં માર્ગમાં સારા રાગમાં ગાતી જતી એક ચંડાળ સ્ત્રી જોઈ. દેખાવે રૂપાળી આ સ્ત્રી જતાં આવતાં લોકોને જોતી જાયને સારા ખોટા હાવભાવ, લટકાં-ચટકા કરતી. વળી આંખોના ચાળા પણ વિચિત્ર કરતી હતી. આ હલકી સ્ત્રીને જોતાં ચિત્રસેન રાજા મોહિત થયો. રાણીવાસમાં સાત સાત રાણીઓ હોવા છતાં રાજાનું મન તે ચંડાળ સ્ત્રીમાં લાગ્યું. રૂપાળી હતી - કંઠ મધુરો હતો. પણ નીચકુળમાં જેનું સ્થાન છે વળી કર્મ પણ કાળા કરે છે. રસ્તામાં પડેલા કાદવને પોતાના શરીરે લગાડી ને જાત જાતના ચાળા કરતી ને ગાતી ગાતી જતી આવતી હતી. આ સ્ત્રીને રાજાના દિલને હચમચાવી મૂકયું. કાળી પણ સુગંધિત કસ્તૂરીને મનુષ્યો લે છે પણ તેનામાં ગુણ છે માટે લે છે. - રાજા, વાજા અને વાંદરા.... કયારેય ભરોસો ન રખાય. દાસીને મોકલીને તે સ્ત્રીને પોતાના મહેલમાં રાત્રિએ બોલાવી. સારી રાત તેની સાથે ભોગ ભોગવી રાજા રંજિત પામ્યો. આવા પ્રકારની રાજાની નીચતા જોઈને મારુ મન વધારે વૈરાગ્ય પામ્યું. રાજા પ્રત્યે થોડો પણ મને મોહ હતો તે મોહ ઊતરી ગયો. એટલામાં નગરની બહાર જૈનમુનિ આવ્યા છે તે વાત સાંભળી હું મારી સખીઓ સાથે તે મુનિના દર્શને ગઈ. મુનિ ભગવંતના દર્શન કરતાં મારુ મન ક્યું. પછી મેં મુનિને મારી વાત કરી. મુનિ ભગવંતે શાંત-અમૃત વચનો થકી શીતળ જળની જેમ મારા હૈયાને ઠંડક આપીને, ભીંજાવી દીધુ. હે રાજકુમાર ! જૈન દીક્ષા મારે માટે અતિદુષ્કર, જે હું પાળવાને માટે અસમર્થ હતી. પણ છતાં મુનિ ભગવંત પાસે સમક્તિ મૂળ સહિત પાંચ વ્રતનો મેં સ્વીકાર કર્યો. અને મેં યોગીનો વેષ ધારણ કર્યો. તાપસી દીક્ષા ગ્રહણ કરી. પાંચવ્રતોનું પાલન સારી રીતે કરતાં, જેને જ્ઞાનનો અભ્યાસ કરવા લાગી. સાથે તપ અને ધ્યાનથી મને અવધિનાણ થયું. આ યોગીપણામાં મને પાંચ વર્ષ વીતી ગયાં. હે રાજકુમાર ! તમારી પત્નીના કંચૂકની વાત સાંભળો. ચિત્રસેનના રાજદરબારમાં કોઈ એક પરદેશી આવ્યો. ચિત્રસેને પૂછયું - પરદેશી ! દેશ પરદેશ ફરો છો. કોઈ ગામમાં કે નગરમાં આશ્ચર્ય જોયું ? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ પરદેશી - હે મહારાજા ! આશ્ચર્ય એક જોયું. કનકપુર નામે નગર, જયાં જિતારી નામે રાજા, તેને રતિસુંદરી નામે રાજપુત્રી છે. તેના રૂપની આગળ રંભા પણ પાણી ભરે. સ્વરૂપવાન રતિસુંદરીને દેવે એક કંચૂકી દીધો. જે પહેરતાં તો તેના રંગ અને રૂપ બંને ઝળકી ઊઠયાં. જેનું તેજ જવા માટે ગ્રહમંડળ આકાશમાં ફેરા ફરી રહ્યાા છે. રાજાએ વાત સાંભળી. આદર સત્કાર કરી પરદેશીને વિદાય કર્યો. પોતાના મિત્રદેવને બલિ આપીને બોલાવ્યો. બલિ મળતાં જ આનંદ પામેલો તે મિત્રદેવ રાજા પાસે હાજર થયો. રતિસુંદરીના કંચૂઆની વાત સમજાવીને, તે કંચૂઆનું તું અપહરણ કરી મને લાવી આપ. તે દેવ વાંદરા રૂપે બનીને તે વનમાં તમે જયાં હતા ત્યાં તે નદીના તટે વૃક્ષ ઉપર હુકાહુક કરીને પળવારમાં વસ્ત્રોમાં રહેલો કંચૂઓ ઉપાડી ગયો. પોતાના મિત્ર રાજાની પાસે આવી કંચૂઓ ભેટ ધરી દીધો. કંચૂઓ જોઈ રાજા તો હરખાયો. વળી દિલમાં વિચારવા લાગ્યો. જો કંચૂઓ આટલો બધો સુંદર છે તો તેને ધારણ કરનાર તો વળી તે સ્ત્રી કેવી હશે? આ તો કોઈ પુણ્યશાળી હોય તો જ મેળવી શકે. રે ! નીચ રાજાની આગળ શી વાત કરું! જે કહેતાં જીભ ઉપડતી નથી. કુમાર ! તે રાજાની મતિ બગડી. હવે આ કંચૂઓ જે ધારણ કરે છે તેને પોતાની સ્ત્રી-રાણી બનાવવાની ઈચ્છા થઈ. મારા ભાગ્ય થકી જો તે સ્ત્રી મને મળી જાય. અમારી જોડી યોગ્ય રીતે જામી જાય. હું તેની સાથે ભોગ વિલાસ ભોગવું. નસીબ થકી મળી જાય તો મારો જન્મ પણ સફળ થાય. નીચ બુધ્ધિવાળા રાજાને સારાસારનું ભાન જ ન હોય. તરત પોતાના મિત્ર દેવને બોલાવ્યો. રાજા - હે મિત્ર ! આ કંચૂઓ ધારણ કરનાર તે સ્ત્રીને, તું અહીં લઈ આવ. દેવ - હે મહારાજ ! એ તો સતી છે. તે સ્ત્રી અહીં આવે જ નહીં. માટે ખોટી વાત શી કરવી? ફિણિધર સર્પના માથા ઉપરથી મણિ લેવો હજુ સહેલો છે. પણ સતી સ્ત્રી પોતાના શીલને આંચ આવવા ન દે. માટે તમે તેને માટેના ફાંફા મારવા છોડી દો. તેમાં કોઈ લાભ થવાનો નથી. રાજા - મિત્ર ! એકવાર તું તેને અહીં મારી પાસે હાજર કર. પછી જે થવાનું હશે તે થશે. ખુશીયા મનાવીશ કે પસ્તાવો કરીશ. તારે કયાં જવું છે? તે સાંભળીને, દેવ તો ત્યાંથી ચાલી ગયો. કનકપુર નગરે રતિસુંદરીના મહેલે પહોંચ્યો. રાજમહેલમાં સૂતેલી રતિસુંદરીને શય્યા સાથે લઈ આવ્યો. નિભંગી અને કુશવધિ એટલે દુષ્ટ બુધ્ધિના ભંડાર એવા રાજા ચિત્રસેન પાસે શય્યા સહિત સૂતેલી (ઉઘતી) રતિસુંદરીને મૂકી ચાલી ગયો. પનોતિ એટલે સારી સ્ત્રી. શીયળવંતી સ્ત્રીઓ જયાં પણ જાય ત્યાં પોતાના શીયળવ્રતનું પ્રાણના ભોગે પણ રક્ષણ કરે છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #121 -------------------------------------------------------------------------- ________________ હે કુમાર તારી એ પનોતિ સ્ત્રી ચિત્રસેનના ઘરમાં અખંડ શીયળને પાળી રહી છે. તારા રૂપને પાટિયામાં આલેખી, પોતાની સામે રાખ્યું છે. વારંવાર તને જોતી, રડતી દિવસો પસાર કરે છે. તેને સામે રાખીને દેહ ટકાવવા ભોજન કરે છે. કુમાર આ વાત યોગિણી પાસેથી સાંભળી દુઃખી થયો. શ્રી શુભવીર કવિ કહે છે કે લલિતપદે કરી ઢાળની સમાપ્તિએ કુમારે પણ યોગિણીના ચરણે નમસ્કાર કરીને આગળ પૂછ્યું. – દુહા : યોગણ વયત સુણી ઇશ્યાં, હર્ષિત કુવો વિશેષ; પણ કાંતા હરણે કરી, પામ્યો ચિત ક્લેશ. ll૧ તસ ઉપાય વિચારીને, કહે યોગણને તામ; વિધાવિધિ તુમ નજરથી, સીઝે વાંછિત કામ તેરા જોગણ અનુમતિ પામીને, જu મંડલ બલિદાન; ખેટ કથિત વિધિ સાચવી, બેઠો ધરી એક ધ્યાન. all ઉત્તર સાધક બિહું રહા, યોગણની આશિષ; પુણ્યબળે સિદ્ધિ થઇ, સાધન દિત એકવીશ. //૪ રચિત વિમાને બેસીને, પ્રણમી યશોમતિ પાય; સુભગાપુરી વનખંડમાં, મિત્ર સહિત તે જાય. //ull હવે રતિસુંદરી દેખીને, ચિત્રસેન ભૂપાળ; રુપે મોહો એણિપટે, વયત વધે સુકુમાળ. કal તુમ હમ મેળા મેળવ્યા, હોવે સરખી જોડી; પ્રેમે અમ સાથે રમો, પુરુ વાંછિત કોડી. છો સા કહે તું કુણ રંક છે, મુજ પતિ સિંહ સમાન; સિંહની નારી સિંહ વિણ, ન ભજે ઠામ કુઠામ llll. સાંભળી એમ એક મંદિરે, રાખી તાસ નરેશ; નિત્ય પ્રત્યે ઓલગ કરે, તવ નવ વયત વિશેષ. /l. | (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ઉપરાને ) Page #122 -------------------------------------------------------------------------- ________________ -ઃ દુહા -- ભાવાર્થ : આવાં પ્રકારનાં યોગિનીના વચનો સાંભળી કુંવર ઘણો હર્ષ પામ્યો. પણ વળી સાથે સાથે પત્ની રતિસુંદરીના અપહરણથી ચિત્તમાં ક્લેશ પામ્યો. તે બંને (સ્ત્રી તથા કંચૂકી) પાછી મેળવવા માટેના ઉપાય વિચારીને યોગિણીને કુમારે કહ્યું - હે માતા ! મને વિદ્યાધરે વિદ્યા આપી છે. તમારા નજર થકી વિદ્યાવિધિ કરતાં વિદ્યા સિધ્ધ થાય તો અમારા કામ થાય. યોગિણીએ વિદ્યા સિધ્ધ કરવા અનુમતિ આપી. જાપ કરવાની જગ્યાના માલિકને કંઈક બલિ બાકરા આપી વિદ્યાધરે બતાવેલ વિદ્યા પ્રમાણે વિધા સાધવા માટે એક જ ધ્યાન ધરી બેસી ગયો. બંને મિત્રો ઉત્તરસાધક થઈ કુમારની રક્ષા કરે છે. કુમારના પોતાના પુણ્યબળે, એમાં યોગિણીના આશિષ ભળતાં કુમારને એકવીશમા દિવસે વિદ્યા સિધ્ધ થઈ. ત્યારપછી હર્ષ પામેલો કુમાર યશોમતિના ચરણે નમસ્કાર કરીને, બંને મિત્રો સહિત રચેલા વિમાનમાં બેસીને, સુભગાપુરી નગરીના વનખંડમાં પહોંચી ગયો. આ બાજુ રતિસુંદરીને મેળવ્યા પછી ચિત્રસેન તો તેના રૂપમાં મોહી ગયો છે. તેને હવે પોતાની શય્યાઅંકિની કરવા માટે સારાં વચનોથી બોલાવે છે - હે રાજકુમારી ! આપણા પુણ્ય થકી આપણા બંનેનો મેળો થયો છે. આપણી જોડી પણ સુંદર દેખાય છે. તે માટે મારી સાથે પ્રેમથી મન મૂકીને તું રમ. હે હ્રદયેશ્વરી ! મારી ઈચ્છાઓને તું પૂર્ણ કર. રતિસુંદરી - રે ! રે ! તું કોણ છે ? મને અહીંયાં લઈ આવનાર કોણ છે ? રે ! પાપી ! મારા પતિ સિંહ સમાન છે. હે શિયાળિયા ! સિંહની સ્ત્રી, સિંહને ઝંખે. બીજાને નહીં, બીજા તો મારે ભાઈ પિતા સમાન છે. ચિત્રસેન સમજી ગયો કે આ સ્ત્રી જલ્દીથી વશ થાય તેમ નથી. ધીરે ધીરે કરીને વશ કરવી પડશે. તેથી તેને જુદા એક રાજમહેલમાં સાતમે માળે મોકલી દીધી. સાથે દાસીવર્ગ પણ ગોઠવી દીધો. દરરોજ તેની પાસે રાજા જવા લાગ્યો. નવા-નવા વચનોથી તેને ભોગવવા પ્રયત્નો કરવા લાગ્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૮૧ → Page #123 -------------------------------------------------------------------------- ________________ Mયા -: ઢાળ ત્રીજી: (કેરબાની-દેશી.) પ્રેમે પનોતી પધારિયાં, દિલ હરખેવાલી ક્યું, રે ! ગીલી ન હુ માલતી, સુણ હો રાજાકી બેટી; તુમ હમ પુણ્ય ભેટી, આનાકાની અબ ક્યું કરે ?.લિ. સાત રાણી કે શિરે, મેં તુજ રાખું ઘરે; તુમ પાઉં પટેલિ . ll૧ll દાસ દાસી હજુય, એ સબ સેવક તેર; હુકમ તુમાર નવિ લોપd.લિ. સબ હી રાણી મેરી, ભક્તિ કરેંગી તેરી; તુમ આણા શિર રોપતે...દિલ. રા રાજ એ તુમ સંગી, સેના એ ચતુગી; આણા ફેરઉં સવિ દેશ - દિલ. મેં બી કરત સેવા; ખાઓ મીઠાઇ મેવા, તેલ સુગંધી ધરો કેશમેં.લિ. hall હમકુ એક સુરે દીયો, કંચૂક તુમ લીયો, રત્નવિભૂષણ સવિલાસમેં - લિ. તું હી વિદેશી વરી; તે તુજ પરિહરી; ભટકત દેશ વિદેશ મેં..લિ. (૪ ચિત ખુલાસે રહો, કહતા હોવ તો કહો; નીચી નજર કરી ક્યું રહો ? . લિ. સુંદરી બોલે ઇશ્ય લોક વિરુદ્ધ છ્યુિં ; ઉત્તમ કબહુ વ યુ કહે.દિલ llll હોવે રસીકા જાયા, ઓટ ધતુરા ખાયાં; દીવાના પણ હું ન કહે; - લિ. ધિક્ ધિક્ તેરી જાત; ક્ષત્રિયના માય તાત, તેર વયત સતી ન સહે.લિ. કોઈ અપયશ જગ લીધો, કુલે કલંક હીયો; "મસીનૂર્વક પૂર્વજ મુખે; • દિલ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #124 -------------------------------------------------------------------------- ________________ સતીકી આ કીયા કબહું તું મહાલત મેરે ૪ *છણ કંચૂક ચોરી “સુરગિરિ લોક રવિશશિ હું એમ ચીઠ્ઠી ખાન જયું ચિત્રપટે પંચ પાણીકા લાજ યા મિત્ર પુરજનકું વાત વિધાબળે ભવ મનોરથ મુજ પ્રીતમ પીયુને કા પવને પાન ચાલ તુજ સુણી રાય ધાણાં હું સફળ સરખે રીત દોનું લેવે, તે પ્યાલા સકલ અપહરી, નહિ કે આગે, આલેખી, કવલ દીયું, મનકા, દિયા, માલ જે, અલોકમે યૂકે, હાથ ધ્યાવે, કરી કરું જડી, તે ન ઘડી ધરે, રહે વર્તવાસે, સબ નિશિ ઉંચત રૂપ હોવે નર જગમાં સિંહ તુમ ચોરીએ 4 રહે અબ્રહ્મચારી એ જલધિ ન હુમ પ્રતિકુ પીછે વશ ઘડી મન અબ 4 ઉદાસી કેશ નજરસે ભાગે; શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૮૩ તુમ પતિનું ખોવે; સુખી...ક્લિ. [૭]ી નરકા, નહિ...લિ. સિંહ, રહી...લિ. પેલા અભવ્ય બુઝે; જાવતાં...લિ. મર્યાદ મૂકે; આવતી...લિ. ૧૦ી ભૂપત્તિ.લિ. લીયા; ચંદ્રશેખર કહાં જાવે; કરું..દિલ. ખબર લીયું; છતાં...લિ. [ભા તિહું એકમત ભોજન કરે; પાસરું...દિલ. [[૧૧]] દેખી; દીયે...દિલ. એ...દિલ. [૧૨] પાસે; પૂછતે...લિ. ઘડી; જાવતે...લિ. [[૧૩]ી Page #125 -------------------------------------------------------------------------- ________________ મહેલ પટ ક્ષણ યિત મિત્રડું તે કરી, આપ Tણ અમ અમ દેવ હુકમ તુમ કિસકા અન્ય બોલે પટમેં હમ સતમ માળે, આપ પ્રિયા નિહાળે; પર સૂતી. બેહાલસે..દિલ. ક્ષણ વિરહે તપે, નામ પ્રભુકો છે; જુવે એક તાલમેં..લિ. ૧૪ો. બાત બાત કરી. આપ અદ્રશ્ય અદ્રશ્ય રહી રહી; હોય આ રીત બોલતા...લિ. હો રાજા કી સુતા, ગુણવંતી અભૂત; હોય તુમ પદ ઢંઢતા...લિ. ૧પ હોય સેવક હું તુમ પતિ સંગ રહું; સાન્નિધ્ય Uાં આવીએ..લિ. દીયા હે નાથે, ચલો મારી સાથે માત તાત મીલાવીએ...લિ. ૧ એ રૂપ પટે, સતીકું તાંહિ ઘટે, પુરુષકા પેખણો..લિ. સતી યુ વાયા, તમે બીહું તો સાયા; કહો રૂપ કુણ તણો ?..લિ. (૧) દિલ સાખ ભરે તુમ સવિ વાત કરે; નહિ દેખાણો...લિ. શ્રેય પટ જુવે, કહે અમ સ્વામી હોવે; સુણી હરખ લહે ઘણો...લિ. ૧૮ll પ્રગટ ભયે, વિયોગ પીડ ગયે; ચતુર નયના રે..લિ. ખંડ ઉત્સાહ, ત્રીજી એ ઢાળ માંહે; શુભવીર મેળા કરે..દિલ. ll૧૯ll નહિતર , . અબ તવ સા કુંવર ચાર બીજે શ્રી ૧- મેશનો કુચો, ૨ - પોતાના પૂર્વજોના મુખ. ૩ - સિંહ, ૪ - બકરું. ૫-મેરુ પર્વત. જિ વાર ) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #126 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મિત્રોનું આગમન -: ઢાળ-3 : ભાવાર્થ : હંમેશા ચિત્રસેન રાજા રતિસુંદરીના મહેલના સાતમે માળે આવે છે. વિનયવાળો થઈને પ્રેમનાં વચનો કહે છે. હે પ્રેમ પનોતી ! મારા મંદિરીયે પધાર્યા છો. મારા મનમંદિરમાં તેં સ્થાન મેળવી લીધું છે. મારા દિલનું હરણ કરવાવાળી ! હે રંગીલી નાર ! તું મારી વાત માનતી કેમ નથી ? મારું વચન માન. હૈ રાજસુતા ! મારા પૂર્વના પુણ્ય ભોગે તારો ભેટો થયો છે. તો શા માટે હા ! ના ! કરે છે. મારી સાત રાણીની ઉપરી તને રાખીશ. હે દિલ લૂંટવાવાળી ! તારા હાથ નીચે, મારી સાતે રાણીઓ તારા ચરણમાં રહેશે. તારી આજ્ઞા ઉઠાવશે. સારી દુનિયા તારા ચરણોમાં ઝૂકશે. મારો દાસ દાસી વર્ગ બધો જ તારો સેવક થઈને રહેશે. તારા હુકમની કોઈ અવગણના પણ નહિ કરી શકે. હે સુંદરી ! મારી સાતે રાણીઓ. તારી ભકિત કરશે. તારી આજ્ઞા માથે વહન કરશે. હે સુંદરી ! મારું રાજપાટ, રાજવૈભવ, સઘળી રિધ્ધિ તારા ચરણે અર્પણ કરું છું. મારી આ ચતુરંગી સેના પણ તારે તાબે છે. તારી આણ-આજ્ઞા મારા રાજ્યમાં વર્તાવીશ. હું પણ તારો સેવક બનીને તારી સેવામાં હાજર રહીશ. હજુ તારી શી ઈચ્છા છે ? મને કહે. બધી જ ઈચ્છા હું પૂરી કરીશ. હે મનમોહિની ! આ રાજભવનમાં તને મનગમતાં ભોજનો હું કરાવીશ. તું માંગે તે મીઠાઈ-પકવાનમેવા હાજર કરીશ. તું સુખેથી આરોગજે. વળી તારા આ કેશકલાપને સુગંધી દ્રવ્યથી યુકત તેલ નાખીને સુંદર ગૂંથજે. હે માનુનિ ! મારા મિત્રદેવે મને એક દૈવી કંચૂઓ આપ્યો છે. મારી વાત માની જાય તો, તે કંચૂક તને પહેરાવીશ. જેથી તું ઈન્દ્રાણી સમ શોભતી, રત્ન આભૂષણો પહેરજે. અને મનગમતા વિલાસ કરજે. હે સુંદરી ! તું એક પરદેશીને વરી છું. તે પરદેશીનો ભરોસો શો ? જો ને તને મૂકીને દેશ વિદેશમાં ભટકયા કરે છે. તેણે તને છોડી દીધી છે. વળી તું અહીંયા આનંદમાં રહે. તારા મનની વાત કરીને ખુલાશો કર. તારે જે કહેવું હોય તે મને કહે. હું તારી બધી જ વાતનો સ્વીકાર કરવા તૈયાર છું. રે સુંદરી ! “શા માટે તું નીચી નજર કરે છે જરા મારી સામે તો જો. એકવાર તો પ્રેમથી જો.’’ ચિત્રસેન રાજાનાં હલકા વચનો સાંભળી, રતિસુંદરી કહેવા લાગી - હે રાંક ! ઉત્તમજનો કયારેય લોક (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૮૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ વિરુધ્ધ વાણી-વર્તન અને અનુચિત વ્યવહાર કરતા નથી. હે અધમ! લોકો તને આ નગરનો રાજા કહે છે. પણ મને તો તારા વર્તનને વ્યવહારથી લાગે છે કે તું જરૂર દાસીપુત્ર જ લાગે છે. ને ખાવામાં તે ધતુરો જ ખાધો લાગે છે. કોઈ સ્ત્રી પાછળ પડેલો દિલનો દિવાનો પણ આવાં વચનો બોલતો નથી. તું તો તેનાથી પણ અધમ છે. તને ધિકકાર હો, કે જે ક્ષાત્ર ધર્મને લજાવે છે. તારા વચનો સતી સહન કરી શકતી નથી. રે પાપી ! તારા પાપથી આ જગતમાં તને ઘણો જ બધો અપયશ મળ્યો. તારા કુળને તે કલંક લગાડ્યું. તારા વંશપરંપરામાં થઈ ગયેલા તારા વડીલો તથા પૂર્વજોના મુખ ઉપર તે મેશનો કૂચડો લગાવ્યો. તે સહુની આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. તારું કાળું મુખ જોવા કોઈ તૈયાર નથી. રે! સાંભળ ! જે માણસો સતી સ્ત્રીની લાજ લૂંટે છે તે માણસો પોતાના જીવને ખોવે છે. તેનું જીવન પૂરું થઈ જાય છે. આ ભવમાં તે સુખી થતો નથી. રે! દુરાચારી! જેઓ સ્ત્રી લંપટ છે, તે મનુષ્યના મનના મનોરથ કયારેય સફળ થતા નથી? અરે પાપી! તું મારું અપહરણ કરી લાવ્યો છે. સૂતેલા સિંહની કેશવાળી ખેંચીને સિંહને જગાડ્યો છે. તેથી આ જગમાં તું સુખ મેળવીશ નહિ. મારા સ્વામી સિંહ સમાન છે. તે સિંહની નજર જો તારી ઉપર પડશે તો તને ભાગતાં પણ આવડશે નહિ. મારા સ્વામી કેવા છે? તું તો મારા સ્વામી આગળ બોકડા જેવો છે. રે ચોર! દૈવી કંચૂક તો મારા સ્વામીએ મને આપ્યો. તું ચોરી કરી ઉઠાવી લાવ્યો. તારો ચોરીનો માલ આજે જાહેર થઈ ગયો. હે નરાધમ ! સાંભળ! કઠણ એવો સોનાનો મેરુ પર્વત કદાચ પવનથી ડોલે કે ધ્રુજે. ડોલાયમાન થાય, અભવ્યનો જીવ કદાચ પ્રતિબોધ પામે, લોક કદાચ અલોકમાં જાય, સૂર્ય અને ચંદ્ર કદાચ પોતાની ચાલ ગતિ ચૂકી જાય, સમુદ્ર મર્યાદા મૂકે, તો પણ હું તારા હાથમાં કયારે આવવાની નથી. હું તને ક્યારે વશ થવાની નથી. સતી સુંદરીના વચનો સાંભળી ચિત્રસેન વિચારવા લાગ્યો. આટ આટલા ઉપાયો કરવા છતાં આ સ્ત્રી મને વશ થાય તેમ નથી. છતાં તે જશે કયાં? મારા પંજામાંથી છટકી શકે તેમ નથી. ને મારા વશમાં આવતી નથી. બીજો ઉપાય અજમાઉં. કોઈ માંત્રિક કે તાંત્રિકને મળી, દોરા-ધાગા કરાવી તેણીને હું વશ કરીશ. તે ત્યાંથી ચાલી ગયો. હવે ચિત્રસેન તેણીની ઘડી ઘડી ખાવા પીવાની ચિંતા કરતો તેણીની પાસે આવે છે. વારંવાર તેની ખબર પૂછવા આવવા લાગ્યો. જેમ તેમ કરીને તે સ્ત્રીને રીઝવવાના ઉપાયો કરવા લાગ્યો. દોરા-ધાગા કરવા માટે માંત્રિક કે તાંત્રિકની શોધ પણ કરવા લાગ્યો. જયારે રતિસુંદરીએ પોતાના સ્વામી ચંદ્રકુમારનું ચિત્ર લાકડાના પાટિયામાં દોર્યું. જમવાની વેળાએ પતિના ચિત્રપટ આગળ પાંચ કોળિયા ધરે છે. પછી પાણીનો પ્યાલો ધરે. પતિએ મારા જમવામાંથી જમ્યાનો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #128 -------------------------------------------------------------------------- ________________ સંતોષ માની, મનને મનાવી, પછી પોતે જમતી હતી. આ રીતે તેના દિવસો ઉદાસમાં જવા લાગ્યા. નગરની બહાર વનખંડમાં ચંદ્રકુમાર બંને મિત્રો સાથે આવ્યો છે. ત્યાંથી નીકળતા નગરવાસીઓ પૂછવા લાગ્યા. પૂછતાં રાજાની સઘળી વાતની કડી મળી ગઈ. ત્યારપછી ત્રણેય મિત્રો એકમતથી વાત વિચારી, નક્કી કરી, તે જ રાત્રિએ ત્રણેય મિત્રો, વિદ્યાબળથી સતીના મહેલની સાતમી મેડીએ પહોંચ્યા. કુમાર પોતાની પ્રાણપ્રિયાને જુએ છે. ભોંયતળિયે બેહાલ દશામાં સૂતી છે. ક્ષણ ક્ષણ વિરહતાપથી જલે છે. પળે પળે પ્રભુનું નામ જપતી રહી છે. ઘડીભર કુમારનું હૈયુ પણ દ્રવિત થયું. ચિત્તને સ્વસ્થ કરી, કુમારે બંને મિત્રોને કહ્યું કે જુઓ ! કેવા હાલ છે ? મિત્ર કહે - રાજકુમાર ! આપ અદ્દશ્ય રહો. અમે રાણીને મળીશું. આ પ્રમાણે કહી બંને પ્રગટ થયા. અને બોલ્યા - હે રાજસુતા ! સાંભળો. અવાજ સાંભળી સતી રતિસુંદરી જાગી ગઈ. સ્વસ્થ થઈ જોવા લાગી. મિત્રો - હે ગુણવંતી ! અમે તમને શોધવા તમારા પગલે પગલે અહીં સુધી આવ્યા છીએ. અમે બંને તમારા સ્વામીનાથના સેવક છીએ. અને અમે એમની સાથે જ રહીએ છીએ. તેઓની આજ્ઞાથી, દેવની સહાયથી અમે અહીં આવ્યા છીએ. અમારા સ્વામીએ હુકમ કર્યો છે કે તે સ્ત્રીને લઈ આવો. આપ અમારી સાથે ચાલો. તમારા માતપિતાને પણ ભેળા કરશું. વળી હે સજ્જના ! આ પટ્ટમાં રૂપ કોનું છે ? સતી સ્ત્રીને અન્ય પુરુષને જોવાનું ન ઘટે. રતિસુંદરી - રે ! તમે જ કહો એ ચિત્ર કોનું છે ? ચિત્રપટમાં દોરેલા ચિત્રને ઓળખી લ્યો. તો હું તમને સાચા માનું. અને જો વાત સાચી મને લાગશે તો મારા દિલને પણ જો તમે સાચા ઠરશો તો એ પ્રમાણે માનવા તૈયાર હશે તો જ તમારુ મોં જોઈશ. નહિ તો તમારું મુખ પણ જોવા તૈયાર નથી. બંને મિત્રોએ ચિત્રપટ હાથમાં લીધો. ચિત્ર જોવા લાગ્યા. જોતાની સાથે જ મિત્રો બોલી ઊઠયા - રે સુંદરી ! આ તો અમારા સ્વામી ચંદ્રશેખર રાજકુમાર છે. વાત સાંભળી. રતિસુંદરીને હૈયે હરખ સમાતો નથી. અને તે જ વખતે ચંદ્રકુમાર પ્રગટ થયા. સ્વામીને જોતાં સતીના સાતે ઘાતે આનંદ થયો. ચાર આંખ મળી. ઠરી. હરખાયા. આ પ્રમાણે બીજા ખંડની ત્રીજી ઢાળે શ્રી શુભવીર વિજયજી કહે છે સૌ ભેળાં થયાં. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ८७ Page #129 -------------------------------------------------------------------------- ________________ -: દુહા :- . કુંવર ભણે સુંદરી સુણો, દુઃખ વેળા ગઈ દૂર થોડા તિ આ મંદિરે, રહેજો આનંદપૂર //all એ હોય મિત્ર જ તુમકને, મળશે અવસર દેખ; તુમ અમ મનસુબા તણી, કહેશે વાત વિશેષ. //ચા. એમ કહી Aિહું જણ વત ગયા, સુખભર વીતી રાત; ઉધમભર તે ઉઠીયા, લા નિર્મળ પરભાત. Bll જલભાજન ભરી શિર ધરી, દેખી આવત તાર; પંથ સરે તે ચાલીયા, દીઠું સરોવર પાળ. //૪ તસ તટે એક વડવૃક્ષ છે, વિપુલ શીતલ લહી છાંય; વેશ કરી યોગી તણાં, બેઠા ધ્યાન ધરાય. પણ - દુધ :ભાવાર્થ ચિત્રસેનની હવેલીના સાતમે માળે રતિસુંદરીને પોતાના સ્વામી મળતાં આનંદનો પાર નથી. કુમાર - હે દેવી ! સાંભળો ! તમારી દુઃખની ઘડી હવે દૂર થઈ છે. થોડા દિવસ આ મંદિરમાં સુખપૂર્વક આનંદથી રહો. આ મારા બંને મિત્રો તારી પાસે અવસર આવતાં આવી જશે. તારા હિતની વાત તને જણાવી જશે. અમે અહીંથી હવે જઈએ છીએ, વળી અમે જે ઉપાય કરશું તે અમારા મનની વાત પણ તને કહી જશે. આ પ્રમાણે કહી ત્રણેય મિત્રો ત્યાંથી રવાના થઈ ગયા. જે વનમાં હતા ત્યાં આવી, રાત પૂરી કરી. હવેલીમાં રતિસુંદરીની રાત પણ સુખભર પૂરી થઈ. રાતભર સૂતાં સૌનો થાક ઊતરી ગયો. ઉમંગભેર સૌ ઊઠયા. સુંદર સવાર થતાં સૂર્ય પણ પૂર્વ દિશાએ • આવી ગયો. નગરની નારીઓ પાણી ભરવા માથે બેડાં લઈ સરોવર તીરે જતી, રસ્તામાં જોવામાં આવી. તે પણ ત્રણે મિત્રો ત્યાંથી ઊઠીને સરોવર કાંઠે આવ્યા. સરોવરની પાળે એક ઘટાદાર વડવૃક્ષ હતું. જેની શીતળ છાયામાં ત્રણેય આવ્યા. અને યોગીનો વેશ ધારણ કરી વડલા હેઠે ત્રણેય ધ્યાન ધરવા બેઠા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૮૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ ચોથી :(સહિયર પાણી સંચર્યા, જમુના કે તીરે, હાં હાં એ યમુના....એ દેશી.) (શ્રી મહાવીર મનોહર, પ્રણમું શિર નામી.. એ રાગ.) નૃપ અવધૂત હુઆ ગુરુ, તોય ચેલા પાસે, હાં. હાં. રે હોય; મૌનપણે ગુરુ ધ્યાનમાં. રહી વયણ ન ભાસે..હાં.હાં. રહી. III મોટી જટા વડગાલમેં બાંધે જપ કરતાં હાં..રે બાંધી; કુંડ અતિએ ચેલા, બહુ 'હુત દ્રવ્ય જ ધરતાં..હં.. //ગા વાત નગરનારી કરે, પ્રભુ આપ પધાર્યા..હાં.. નરનારી આવી નમે, તમ કામ સુધાર્યા.હાં.. all કેઇ પતિ વશ કરવા ભણી, નિજ શોક્યને સાલે.હાં.. કેઇ અંગજ અર્થી થઇ, તમ ચરણ પખાળે..હં.. //૪ કે મૃતવત્સા રષિત, કોઇ રોગે આવે.હાં.. મનગમતાં ભોજન કરી, કોઇ પ્રેમે લાવે..હાં.. //પ શિવધર્મી કેઇ સ્ત્રી વસ, લેઇ ફૂલ વધાવે..હાં.. હવત વિભૂતિ શિર ધરી, કામ કરી ગુણગાવે.હાં.. ll વેશ્યા વૃદ્ધા તેણે સમે, દરબારસે આવે.U.. શિર ફરસતા ગુરુ પગે, નવયૌવતા થાવે.હાં.. રુમઝુમ કરતી પ્રેમશું, રબાઓં આવે..હાં.. વાત કહી નૃપ પૂછતાં, યોગી ગુણ ગાવે..હાં.. તો તે ખી નૃપ આવીયો, તમી શિષ્યને ભાસે.હાં. તમે યોગીશ્વર કિહાં થકી, આવ્યા એણે વાસે..હાં.. all શિષ્ય કહે અમ 'સુરગિરિ, ઉપવન ફરતે..હાં.. બાર વરસ ભોજન વિતા, ગુરુજી તપ કરતે..હં.. //holl સ્વ સ્વી રવિ ચંદ્રમા, ગુરુ હાજર રહેવે.હાં. નૃપ કંચૂકધર નારીની, સવિ વાત જ કહેવે..હાં.. //૧૧ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) en els et on Page #131 -------------------------------------------------------------------------- ________________ તુમ ગુરુ પાસે મોહિતી, હોય તો કહો અમને.હાં. જે જે માંગો તે દીયું. ગુરુ છાનું તમને..હાં. ૧રી. વશ કરવી એક નારી છે, નહિ કારજ છું.હાં.. નજર કરે ગુરુ મુજ પરે, યણે પણ પૂજુ..હાં.. /૧ શિષ્ય ભણે સુણ રાજવી ! અમ ગુરુ નિર્લોભી..હાં. તુમ ભાગ્યે ગુરુ જે કરે, રંભા રહે થોભી..હાં.. //૧૪ વસ્તુ અધિક ગુરુથી નહિ, હમ કહ્યું તુમ વે... એમ કહી વિતવે કે, ગુરુ વયત કહેવે..હાં.. /૧૫ll હમ તુમ મંદિર આયકે, કરું કામ સવેર..હં.. હમ વયને જો સ્થિર રહે, તો હોય ભલેરાં.હાં.. /૧છો. નૃપ મંદિર જઇ ગોપમેં, કમંડલ કીધા..હાં. ધૂપ નૈવેધ કુસુમ ભરે, બલિદાન પ્રસિધ્ધા.હાં.. // હું હું ફૂટ્ સ્વાહ જપે. પદ્માસને બેઠે..હાં.. આડંબર બહુલા કરી, તિ ચોથે ઉઠે..હાં.. /૧૮ll ભુજકેશ એક ઇ કહે, માલીએ રખતા.હાં.. તારી સવિ વશ હોયણી, મિટ ગઇ તુજ ઝંખતા..હાં.. ૧. પણ એ નારી જે કહે. એ રીતે ચલતા..હાં. જિહં જાવે ઉહાં જાને , તવ કરતી સ્કૂલતા..હાં.. //રoll નિત્ય નિત્ય સણ વધત હવે, ઇમ તિ એકવીસે.હાં.. કોડી રહેગી સા, સુણ વિશ્વાવીશે.હાં.. /ર૧ યોગી કે ઘર હે બડે, મત શંકા લાવે..હં.. હમ તો મતા રામ હે, ફિર વનમેં જાવે..હાં.. //રરો રાય કહે તિ દશ લગે, હમ દર્શન દેતા..હાં.. યોગી કહે અમ વશ નહિ, તેરી ખાતર રહતા..હાં.. સી. એમ કહેતાં ગગને ચલ્યા, નૃપ 6યું જોતાં.હાં. મહાવિધા ભંડાર એ, એમ સહુને કહેતાં.હાં. ર૪ ( (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પી ચંદ્રશેખર શાળનો શણ) •0 Page #132 -------------------------------------------------------------------------- ________________ રાતે કતે, દોય રતિસુંદરી બની તે વાત સવિ કહી, પછી રાયણું મીઠી વારતા, કરો મુજ બાધા મૂકે થકે, ઇત્યાદિક સવિ શીખવી, તુમ બીજે દિને સુંદરી તો, ઉઠી આદર દીએ, નૃપ રાય સા જો ચિંતે સા નૃપ રાજાકિ જાણે ભણે આવ્યા યોગીશ્વરે, તુમ સુરગિરિ કહે ઇચ્છા નૃપ નૃપ જઇ યોગી કહે રચી વિમાન સુંદરીને નૃપ સા ભણે હું રત્ન ભૂષણ પુત્રી મુજ કચૂક પગ તમી, તો તા, ઇ નહિ યાત્રા ચલુ કંચૂક આદે ઇ તમી, શિષ્ય કહે ફોગટ અમુ, કોટિમૂલ્ય હોય હાર નૃપ, માને સહુને ઠવી, પહેલાં પૂરી યોગી યોગીને ઘડી સુણજો તવિ યાત્રા, કરો, વિતા, નરેશને, કહે, જે કહો, તમી, ોયમે, ગયા કરે કહે સહુ, ચઢી, ગયો કરી એકલી, કો તો એ ཅ મિત્ર બિઠું, કહે યાત્રા વાછા બાધા છે રહેશું નિજ નૃપ નવિ તાસ કારજ કુંવરની નૃપ વાત તે સાચી સહુ અશના મત એમ વાત ગગને તે જેમ કરું યાત્રા વિમાને જાઉં યોગી દીયો તુમ સાથ સાથ સજવા સાથ દીયે કારજ કરી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૯૯૧ ન ชย ભૂલો એમ જાવે..હાં... સમજાવે..હાં... ॥૫॥ રીઝે..હાં... સીઝ..હાં... પી પાસે..હાં... આવાસે..હાં... સ્ત્રી મીઠી..હાં... ચીઠ્ઠી..હાં... ૫૨૮થી પૂરી..હાં... અધૂરી..હાં... ||૨| હજુરી..હાં... પૂરી..હાં... ||30|| કરાવો..હાં... આવો..હાં... ||૧|| બેસો..હાં... વાસો..હાં... ||૩|| સાથે..હાં... સંઘાતે..હાં... ||33|| યલીજે..હાં... યલીજૈ..હાં... ||૪|| જાવે..હાં... ચલાવે..હાં... [૩૫]] કામાંધી..હાં... સાધી..હાં... ||૩૬ની બોલે..હાં... ભોળે..હાં... [૩૭] Page #133 -------------------------------------------------------------------------- ________________ વૃu કન્યા હોય અપહરી, જઇશું પુર બહા..હાં.. રણસંગ્રામે આવજો, ક્ષત્રિયવટ ચાટે.હાં.. al. સાંભળી કોલાહલ થાવે, નૃપ સુભટ જ આવે..હાં.. ચંદ્રશેખર વિધાબળે. સહુને થંભાવે..હાં.. 3 કનકપુરે જઇ સાસરે, કન્યા હોય ઠાવે..હાં. લગત લેઇ બિહું મિત્રને કન્યા પરણાવે.હં.. //૪ બીજે ખંડ એણી પરે. કહે ચોથી ઢાળ.હાં.. શ્રી શુભવીર કહે સુણો, શ્રોતા ઉજમાળ..ાં. //૪ll 1 - હોમ, ૬ - પુત્ર, ૩ - કૈલાશ પર્વત. ઠગની સાથે ઠગવિધા -: ઢાળ-૪ : ભાવાર્થ : ચંદ્રકુમાર યોગી અવધૂત બની ધૂણી ધખાવી બેઠા, બંને મિત્ર યોગી કુમારના શિષ્ય બની, ગુરુની સેવા બજાવવા લાગ્યા. ગુરુ મૌન ધરી ધ્યાનમાં બેસી ગયા. કોઈની સાથે વાત પણ કરવી બંધ કરી. રૂપપરાવર્તન વિદ્યા વડે કુમાર ધારે તે બધુ સર્જન કરી શકતો હતો. યોગીના રૂપમાં કુમારે પોતાના માથાની જટા ઘણી વધારી દીધી. તે જટાને વડલાને વડવાઈ સાથે બાંધીને જાપ કરવા લાગ્યો. વળી દાઢી-મૂછ પણ યોગીના રૂપમાં બનાવી દીધા. અવધૂતયોગી સામે મોટા અગ્નિકુંડમાં અગ્નિ સળગતો હતો. જેમાં એક ચેલો અગ્નિમાં હોમવાનાં દ્રવ્યો હોમતો હતો. નગરની નારીઓએ જતાં-આવતાં યોગીઓને જોયા. નગરમાં વાત પ્રસરી ગઈ. સૌ બોલે. નગર બહાર પ્રભુ સરખા મહાયોગીઓ આવ્યા છે. તે જાણી સૌ નગરજનો દર્શન કરવા આવવા લાગ્યા. સૌ પોતાના મનની વાત પૂછતા, તો તેઓના કામ સિધ્ધ થતા હતા. કેઈ તો પોતાના પતિને વશ કરવા પૂછતી, કોઈને પોતાની શોકયનું દુઃખ શાલે તે પણ પૂછે. કેઈ સ્ત્રી આવી પુત્રની માંગણી કરતી. ને યોગીના ચરણે નમી, સૌ ઉપાય પૂછતી. મોટા યોગી તો મૌન હતા. પણ નાના યોગી સૌના મનોવાંછિત પૂર્ણ કરતા. રોગીઓના રોગ પણ દૂર શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #134 -------------------------------------------------------------------------- ________________ કરતાં. પોતાના કામ સિધ્ધ થતાં તે સ્ત્રીઓ મનગમતા ભોજન બનાવી, લઈ આવતી અને પ્રેમથી ભોજન આપતી હતી. શિવધર્મી નારીઓ ફૂલો આદિ પૂજાપો લાવીને યોગીને વધાવતી હતી. - હવન થકી વિભૂતિ - યોગી રાખને માથે ચડાવતા હતા. સૌના કામ થવાથી સૌ જન યોગીઓના ગુણ ગાવા લાગ્યાં. આ વાત સાંભળી રાજનર્તકી વેશ્યા જે વૃધ્ધાવસ્થા પામી હતી તે પણ નગર બહાર યોગીરાજ પાસે આવી. અને યોગગુરુને ચરણે પોતાનું મસ્તક ઝુકાવ્યું. ચરણનો સ્પર્શ થતાં જ વૃધ્ધાવેશ્યા નવયૌવન પામી. વૃધ્ધાપણ ટળી ગયું. નવયૌવનનું ચેતન પ્રગટતાં વેશ્યા રુમઝુમ કરતી રાજદરબારે રાજા પાસે પહોંચી ગઈ. વેશ્યાના રૂપ રંગ જોઈ રાજાએ પૂછયું રે ! તું તો બદલાઈ ગઈ? નવું યૌવન ક્યાંથી લઈ આવી? વેશ્યા - રાજન્ ! નગર બહાર કોઈક ત્રણ મહાયોગીઓ આવ્યા છે. તેમના દર્શન કરવા ગઈ હતી. તેમના પ્રભાવે મળ્યું. આ પ્રમાણે વેશ્યાએ યોગીના ગુણો ગાયા. વેશ્યાની વાત સાંભળી, ચિત્રસેન રાજા સરોવરપાળે રહેલા યોગીઓની પાસે પહોંચી ગયો. નમસ્કાર કરી નાના શિષ્યની પાસે બેઠો. પછી પૂછવા લાગ્યો - હે યોગીરાજ ! આપ કયાંથી આવ્યા છો? નાના યોગી - રાજનું! હિમાલય ઉપર રહેલા કેલાસપર્વત ઉપર બાર વરસ રહ્યા. અમારા ગુરુદેવ બાર વરસ ભોજન વિના તપ કર્યો. સાથે ધ્યાન જાપ કરતાં, આકાશમાં ફરતા સૂર્યદેવ-ચંદ્રમા વળી બીજા પણ દેવ દેવીઓ સેવા કરવા લાગ્યા. તપના પ્રભાવે સૌ કોઈ ગુરુજીની પાસે આવતા હતા. રાજા - હે યોગીરાજા ! અમારી પાસે દેવી કંચૂક ધરનાર એક નારી આવી છે. એમ કહી. રાજાએ મનની સઘળી વાત કહી. પછી કહે તમારા ગુરુદેવ પાસે કોઈપણ પ્રકારની મોહિત થઈ જાય તેવી વિદ્યા હોય તો અમને કહો. અમે તે બદલામાં તમે જે જે માંગશો તે બધું જ તમારા ગુરુ ન જાણે તે રીતે આપીશ. પણ વશવર્તી કોઈ ઉપાય કે વિદ્યા બતાવો. બસ આ એક જ કામ છે. મારે બીજું કામ કરાવવુ નથી. એક નારીને જ વશ કરવી છે. જો તેમાં વળી ગુરુદેવ એક નજર મારી ઉપર કરે તો રત્નમણિ માણેકથી તેમના ચરણની પૂજા કરું. યોગી - હે રાજનું! સાંભળો ! અમારા ગુરુજી નિર્લોભી છે. પૈસાથી કામ કરતા નથી. તમારા ભાગ્યે જો ગુરુજી તમારા કામ કરે તો ઈન્દ્રની રંભા પણ ઘડીભર થંભી જાય. આવી સંસારની ઉપાધિમાં ગુરુ પડતા નથી. રાજનું! આ જગતમાં જે કોઈ વસ્તુ મૂલ્યવાન છે તે કરતાં અમારે માટે અમારા ગુરુજી વિશેષ છે. તો તમારી વસ્તુ શા હિસાબમાં? અમારા ગુરુજીથી કોઈ વસ્તુ અધિક નથી. તો અમે તમને શું આપવાના હતા? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) હી ધોખા લાભો દા) Page #135 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે શિષ્ય બોલતો થકો, વિનય થકી ગુરુજીને પૂછીને રાજાને કહે છે - હે રાજનું! તમારા પુણ્ય જાગતા છે. ગુરુજી કહે છે કે આવતી કાલે સવારે તમારા મહેલે આવીને કામ કરી આપીશ. રાજન્ ! અમારા વચન ઉપર શ્રધ્ધા હશે, તો તમારુ કામ થઈ જશે. શ્રધ્ધા વિના કામ થાય નહિ. બીજે દિવસે સવારે યોગીરાજાઓ રાજમહેલમાં આવી ગયા. રાજા ઘણા બહુમાનપૂર્વક પોતાના આવાસે લઈ ચાલ્યો. તે આવાસના ઝરૂખામાં જઈને છ માંડલા બનાવ્યા. ત્યારપછી શિષ્ય મિત્રએ ધૂપ-નૈવેદ્ય અને પુષ્પોના થાળી ભરીને મોટા યોગીરાજ પાસે લાવી મૂકયા. જે પુષ્પો આદિ વસ્તુઓ બલિદાન અર્થે સિધ્ધ ચીજો પણ લાવીને મૂકી. ચોકનાં મધ્યમાં મોટા યોગીરાજ પદ્માસને બેઠા થકાં બીજા બધા દેખતાં છતાં “ૐ સ્વાહા !” ફૂટ ફૂટ્ સ્વાહા ! આદિ મંત્રાક્ષરોનો જાપ કરવા લાગ્યા. - યોગીરાજે ત્રણ દિવસ સતત મોટા આડંબર યુકત પૂજાપાઠ-જાપ-હવન આદિ કર્યા. પછી ચોથે દિવસે જાપમાંથી ઊઠયાં. જટામાંથી એક વાળ કાઢીને રાજાને આપતાં કહ્યું કે આ વાળને “માદળિયામેં રખના.” આ માદળિયાના પ્રભાવે આ સ્ત્રી તથા બીજી પણ સ્ત્રીઓ તને વશ થઈને રહેશે. તારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે. પણ... પણ. એક વાત ધ્યાનમાં રખના. જો સ્ત્રી કહે તે બધું કરવાની હા પાડવી પડશે. જે કહે તે પ્રમાણે તારે ચાલવું પડશે. વળી રાજનું! તેને જયાં જવાની ઈચ્છા થાય ત્યાં તેને તારે જવા દેવી પડશે. હા! કે ના ! કહેવાશે નહિ. રાજનું તું આ પ્રમાણે કરીશ. તો દિનપ્રતિદિન તારી ઉપર તે સ્ત્રી રાગવાળી થશે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ તારી ઉપર અધિક સ્નેહવાળી થશે. બરાબર એકવીશ દિવસે તે સ્ત્રી તારા તાબામાં હાથ જોડીને જ રહેશે તથા સદા માટે રહેશે. સાંભળ! રાજન! વાત ઉપર વિશ્વાસ જરૂર રાખજે. અમે તો ફરતા રામ છીએ. અમે હવે જંગલમાં ચાલ્યા જઈશું. રાજા - હે યોગીરાજ! મારી ઉપર દયા કરો. દશ દિન તો રોજ દર્શન આપજો. યોગી - રાજનું! અમે કોઈના બંધનમાં રહેતા નથી. પણ તારી આટલી બધી ભાવના છે. તે માટે તારી ખાતર અમે રહીશું. આ પ્રમાણે કહીને ત્રણેય અવધૂત યોગીઓ રાજા દેખતાં જ ત્યાંથી ગગન માર્ગે ચાલવા લાગ્યા. રાજા તો ઊંચે જોતાં જ રહી ગયો. ઘડીભર તો રાજા ત્યાં ને ત્યાં વિચાર કરવા લાગ્યો. જરૂર મારું કામ સિધ્ધ થશે. મારી આશા ફળશે. પછી ત્યાં રહેલા રાજપરિવારને કહેવા લાગ્યો. આ યોગીરાજ પાસે વિવિધ વિદ્યાઓના મહાભંડાર લાગે છે. આ બાજુ તે જ રાત્રિને વિષે કુમાર યોગીએ પોતાના બંને મિત્રોને રતિસુંદરી પાસે મોકલ્યા. કુમારની સૂચના અનુસારે બંને મિત્રોએ રાજમહેલમાં જે બીના બની તે બધી જ કહી. પછી કહેવા લાગ્યા. હે સુંદરી ! આપની પાસે ચિત્રસેન રાજા આવે તો તેનો આદર સત્કાર કરજો. દૂરથી બેસવા આસન (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર શકો ) ૯૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ આપજો. થોડી ઘણી મીઠી મીઠી વાતો પણ કરજો. જે વાત થકી રાજાનું મન રાજી થાય. વળી સમજાવજો કે હે રાજન્ ! હવે મારુ ચિત્ત અહીંયાં ઠર્યુ છે. તમારી રાણી બનીશ. પણ તે પહેલાં મારે યાત્રા કરવાની બાકી છે એ બાધા પૂરી થાય પછી તમે કહેશો તે બધું જ કરીશ. પછી તો હું તમારી જ છું. વગેરે... બીજે દિવસે સવારે રાજા તૈયાર થઈ રતિસુંદરીના મહેલે આવ્યો. રતિસુંદરીએ તરત જ તેનો આદર સત્કાર કર્યો અને મીઠી મીઠી વાત કરવા લાગી. આ સ્ત્રીના વર્તનથી રાજા મનમાં વિચારવા લાગ્યો. યોગીરાજ પાસે વિધિ વિધાન-ચિટ્ટી વગેરે જે કરાવ્યું તે હવે મને લાગે છે કે જરૂર ફળશે. ગઈકાલની સુંદરી અને આજની સુંદરીમાં કેટલો બધો ફેર પડ્યો. એકવીશ દિવસે લાગે છે કે આ સ્ત્રી મારી બનીને રહેશે. વિચારને અંતે બોલ્યો - હે સુંદરી! આજે મને આનંદ થયો છે. તારા મહેલમાં આવવાથી. તારી જે ઈચ્છા હોય તે કહે. હું તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી આપીશ. રતિસુંદરી - મારે મેપર્વતની યાત્રા અધૂરી છે. તે મારી ઈચ્છા પૂરી કરો તો પછી અમે તમારી સાથે રહીશું. રાજા - રે સુંદરી! તારી તે ઈચ્છા પૂરી કરીશ. આ પ્રમાણે કહી રાજા ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં રાજા વિચાર કરે છે કે આ પણ કાર્ય યોગી વિના પાર પામે તેમ નથી. માટે યોગી પાસે જંગલમાં પહોંચી ને તેઓને વાત કહુ. વિચારીને રાજા સીધો જ જંગલમાં જયાં યોગીઓ હતા ત્યાં પહોંચી ગયો. યોગીરાજના ચરણે નમીને બેઠો. પછી કહેવા લાગ્યો - હે યોગીરાજ ! અમારી એક આશા અધૂરી રહી જાય છે. તમારા વિના તે આશા પૂરી થાય તેમ નથી. યોગીરાજ - રાજનું! બોલો! હવે શી આશા છે? રાજા - હે યોગીરાજ ! તમારી સેવાથી મારી આશા ફળી તે સ્ત્રીએ આજે મારી સાથે સારી રીતે વાત કરી. મને તો જરૂર લાગે છે કે ૨૧ દિન પૂરાં થતાં મારી સઘળી આશાઓ ફળશે. પણ તે સ્ત્રીને એક બાધા છે. મેપર્વતના જિનાલયોની યાત્રા અધૂરી છે. તે પૂરી કરાવો. બસ એ જ છેલ્લી આશા છે. - યોગીરાજ - તે સ્ત્રીને યાત્રા કરવી છે. હમણાં બે ઘડીમાં યાત્રા કરાવી દઉં. આ પ્રમાણે કહી વિદ્યા બળે કુમાર યોગીએ વિમાન બનાવી દીધું. પછી રાજાને કહે - સહુ વિમાનમાં જઈ બેસો. રાજા તરત જ રતિસુંદરીને બોલાવી લાવ્યો. પછી કહેવા લાગ્યો - હે સુંદરી ! યાત્રાની બાધા આજે તારી પૂરી કરી આપીશ. આ વિમાનમાં જઈ બેસો. સુંદરી - રાજનું! આ અવધૂત યોગીઓ અજાણ્યા છે. તો તેમની સાથે હું એકલી શી રીતે જાઉં? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #137 -------------------------------------------------------------------------- ________________ તમારી બંને પુત્રીઓ રત્ન અને ભૂષણને મારી સંઘાતે મોકલો, તો જ જાઉં, નહિ તો હું તો નહિ જાઉ વળી મને કંચૂક આપો અને તમે પણ યાત્રા કરવા સાથે ચાલો. તમે નહિ આવો તો હું અશન-આહાર-પાણીનો ત્યાગ કરું છું. અત્યારે તો સ્ત્રી જે કહે તે પ્રમાણે કામાંધ ચિત્રસેન બધું જ કરવા તૈયાર હતો. કંચૂક લઈ આવી, સુંદરીના ચરણે પગે લાગી, કંચૂક સુંદરીના હાથમાં આપ્યો. અને સાથે યાત્રા કરવા જવા માટે તૈયાર થવા પાછો જાય છે તેટલામાં જ નાના બંને યોગીરાજ બોલ્યા - યાત્રાની બાધાવાળાને જ યાત્રા કરાવીશું. બાકી ખોટા હોય તેને યાત્રા કરવા સાથે નહિ અવાય. રાજાએ સાંભળીને તરત જ બંને યોગીઓને રાજી કરવા પોતાના ગળામાં રહેલો કોટિમૂલ્ય (જેની કિંમત કરોડ મૂલ્યની છે) બે હાર કાઢીને આપી દીધા. યોગીઓને જે કાર્ય સાધવાનું હતું તે પૂરું થયું. ત્રણેય યોગીઓ અને ત્રણેય સ્ત્રીઓ વિમાનમાં જઈ બેઠા. રાજા યાત્રા કરવા જવા માટે તૈયાર થવા ગયો. રાજા આવતાં પહેલાં જ વિમાનને ગગને ચઢાવી દીધું ત્યાં ગગનમાં જઈ કહેવા લાગ્યા... યોગી - હે રાજા ! તથા નગરજનો ! તમે સૌ ભોળા થઈને વાત ભૂલી ન જશો. હું કહું તે તમે સૌ સાંભળો. તમારા રાજાની બંને કન્યાઓનું અમે અપહરણ કર્યું છે. અમે નગર બહાર છીએ. તમે સૌ ત્યાં આવજો. અને રણસંગ્રામ-યુધ્ધ કરીને બંને કન્યાને પાછી મેળવજો. અને તમારા ક્ષાત્રધર્મને સાચવજો. આકાશમાંથી આવેલ અવાજો સાંભળી નગરમાં અને રાજમહેલમાં મોટો કોલાહલ મચી ગયો. પળનો પણ વિલંબ કર્યા વિના ચિત્રસેન રાજા સૈન્ય લઈને નગર બહાર આવ્યો. યોગીરાજે વિદ્યાથકી સહુને સ્પંભિત કરી દીધા. ત્યાર પછી.. - ચંદ્રકુમાર યોગી, બંને મિત્રો, રતિસુંદરી અને રાજકુંવરીઓને લઈને કનકપુર સાસરે આવી ગયા. તે બે કન્યાને પોતાના બંને મિત્રો સાથે વિવાહ કરીને ઘડિયાં લગ્ન લેઈ પરણાવી દીધી. આ પ્રમાણે બીજા ખંડને વિષે ચોથી ઢાળ શ્રી શુભવીર વિજયે કહી. હે શ્રોતાજનો ! તમે હોંશિયાર થઈને સાંભળો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #138 -------------------------------------------------------------------------- ________________ – દુહા : જમ; કુંવર કહે નિજ મિત્રને, જાઓ તમે નિજ દેશ; પિતર અમારાં અમ ઘરે, કરતાં હોંશે ક્લેશ. ૧) ખબર અમારી કાઢવા, મોકલીયા તુમ હોય; જઇ પાછા અમ વારતા, કરતાં સુખી સહુ કોય. શા દેશાંતર દેખી કરી, સાધી વાંછિત કામ; રાજઋદ્ધિ લઇ આવશું, માત પિતાને ગામ. I એમ કહી ધન બહુ કુંવર વિસર્જી હાર હોય તોય રમણીને, ભૂષણ શું હીએ તા. ૪ll પરિકરણે વિમાનમાં બેસારી ભલી ભાત; કાશીપુરી ગંગાતટે, મૂકી વળ્યાં પ્રભાત. પી. પગ પાળે પાછાં વળ્યાં, જોતાં વન ગિરિ ઠામ; સિંહ તણી પરે મલપતો, પામ્યો સુર ગામ. (કો. એક વને યક્ષાલયે, હથે ધરી અરિહંત; "નિશિ સમયે સૂતાં સુણે, તારી સુક્ત કd. Ill મત ચિતે કુખભર થર્ક, રોતી કુણ એ નાર ? દુખીયાનું દુખ ભાંગવું, એ ક્ષત્રિય આચાર. ll એમ ચિંતીને ઉઠીયો, શાણે અનુસાર; પિતૃવતે ઊભો જઇ, ખી સુંદરતા મેલી ૧- રાત્રિ, 2 - સ્મશાન. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #139 -------------------------------------------------------------------------- ________________ - દુહા :ભાવાર્થ : કુમાર કનકપુર નગરે જિતારી રાજા શ્વસુરગૃહે આનંદથી રહેલા છે. બંને મિત્રો પણ કુમારની પડખે રહ્યા છે. એકદા કુમારે બંને મિત્રોને બોલાવ્યા. મિત્રો બંને આવી ઊભા. કુમાર - મિત્રો! હવે તમે સૌ તમારા દેશમાં પધારો. માતાપિતાએ તમને મોકલ્યા છે. તે આપણી રાહ જોતાં હશે. અને આપણા સમાચાર ન મળતાં દુઃખી થતાં હશે. જુઓ ! તે મારા માતપિતાએ, મારી ખબર કાઢવા માટે તમને મોકલ્યા છે. હવે તમે ત્યાં પહોંચી જાવ. અમારી ખબરની વાતો બધી જ કરજો. દીકરો સુખી છે. હજુ દેશ દેશાંતર જોવાના બાકી છે. તે સઘળું જોઈ, ઘણી બધી રિધ્ધિ-સિધ્ધિ અને રાજરમણીઓ તથા રાજપરિવાર વગેરે લઈને આવશે. જે સમાચાર તમે તેઓને કહેશો, તે સાંભળી સહુ કોઈને આનંદ થશે. અને સુખી પણ થશે. આ પ્રમાણે કહી તેઓને જવા માટેની તૈયારી થવા લાગી. કુમારે તેઓને ઘણું ધન આપ્યું. વળી બંનેની સ્ત્રીઓને કોટિમૂલ્ય હાર, રત્નો અને ભૂષણો આપ્યાં. ત્યારપછી એક વિમાન રચીને, તેમાં સઘળા પરિવારને બેસાડી કાશી દેશમાં ગંગા નદીના કિનારે સહુને ઊતારી દીધાં. પ્રભાત થતાં કુમાર ત્યાંથી પગપાળા વળી વનગિરિ વગેરે જોતાં આગળ ચાલ્યો. રતિસુંદરીને તેના પિયરે મૂકી દીધી. એકાકી રાજકુમાર સિંહની જેમ મલપતો, ચાલ્યો જાય છે. જતાં જતાં વન ઓળંગી એક સુંદર ગામની નજીક પહોંચ્યો. ગામમાં ન જતાં ગામ બહાર વનખંડમાં રહેલા એક યક્ષના મંદિરે જઈ બેઠો. સંધ્યા ઢળવા આવી હતી. ફળફળાદિથી ભૂખને શાંત કરી ત્યાં જ રાત્રિએ રહો. અરિહંત પ્રભુનું ધ્યાન ધરતો કુમાર યક્ષાલયમાં સૂતો. ઘડી બે ઘડી રાત્રિ પસાર થઈ હશે ત્યાં કુમારે કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો. પરગજુ કુમાર તરત જ બેઠો થઈને કંઈક વિચારવા લાગ્યો. આ જંગલમાં ઘોર અંધારી રાતે સ્ત્રી શા માટે રડતી હશે? જરૂર આ બાઈ દુઃખી હશે. આ બાઈ કોણ હશે? જે હોય તે દુઃખીના દુઃખ દૂર કરવા તે ક્ષત્રિયનો ધર્મ છે. એમ ચિંતી તરત જ ત્યાંથી ઊભો થયો. જે દિશામાંથી અવાજ આવતો હતો ત્યાં પહોંચ્યો. જયાં સ્ત્રી રડતી હતી તે ભયાનક એક સ્મશાન હતું. ત્યાં રડતી નાર સુંદર અને સોહામણી હતી. ત્યાં જઈને ઊભો. (શ્રી ચંદ્રશેખર રાજનો રાસ) ૯૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ પાંચમી :(કુંવર ગભારો નજરે દેખતાંજી..એ દેશી.) સાહસિકવંત શિરોમણીજી, બુદ્ધિ વૈર્ય બળ ભૂર હો; ઉધમ પસક્રમ જશ હુવેજી, દૈવ રહે તસ દૂર હો..રે.સા. ll૧ ચંદ્રશેખર કરુણા નિધિજી, દેખી રૂપની રેખ રે; વ્યિ ભૂષણથું રસાદિકેજી. ભાલ તિલક સવિશેષ રે..સા. //રા કુંવર કહે સુણ ! સુરજી, રુક્ત કરે શું કાજ રે ? વનમાં રહી કિમ એકલીજી, નિજ કુલવટ તજી લાજ રે.સા. //all. સા ભાણે સુણ લઘુ બાળકાજી, તુજને કહ્યું શું થાય રે; મતની વાત બાહિર પડેછે. દુઃખ કશું નવિ જાય રે.સા. //૪ બોલે કુંવર લઘુ ગુરુતણુંજી બોલવું એ અસલ રે; શિલા રત્ત અંતર જુઓજી. ગાય વાળે તે ગોવાળ રે.સા. //પ ભંજે "કુલિશ ગિરિ મોટકાઇ, અંકુશ ગજવશીકાર રે; તેજે અધિક તે ગુરુ કહ્યો, દીપ હરે અંધકાર રે,.સા. કોઈ કહે તે તુમ વચને કરીજી, થઇ પરતીજ મુજ સાર રે; પાકે સીંથ ચાંપી લીયોજી. જાણીએ ભટ આકાર રે,.સા. llll વાત સુણો એક માહરીજી, આ નગટે અમ વાસ રે; મુજપતિ નૃપસેવા કરેજી, નિશક્તિ રહેતો પાસ રે.સા. તો શસ્ત્ર મણી તે ભૂપતિજી. સ્થિપણે કદીય ન હોય રે; વાત 'પિશુન મુખ સાંભળીજી, રીસે ચડ્યો નૃપ સોય રે..સા. /લો હુકમ કરી કોટવાળનેજી, શૂલિ ધર્યો મુજ વાહ રે; અશત કરવા નિશિ સોજી, આવી ઇાં ઉત્સાહ રે..સા. //holl ઉચી શૂળી પહોતી નહિજી, હું અબળા બળ રોય રે; મુખ દેખી ભોજન કર્યું છે. ખંધ ચડાવે કોય ટે..સા. ૧૧ ઇચ્છાપૂર્ણ મુજ શિર ચઢોજી, સ્થિર થઇ કરો કહે રાય રે; બંધ ચઢી તવ સા તિહાંજી, કાતીએ કાપી માંસ ખાય રે..સા. /૧રી લિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨ ઘોર જારી શા) ૯૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ માંસ તણો 'બંધ એક પડ્યો, કાપતાં નિજ બંધ રે; કુંવર તે લઇ નાસા ધરેજી, માંસ મૃતક દુર્ગધ ટે.સા. ૧all તવ ઊંચુ જોઇ ચિંતવેજી. હૈ હૈ વ્યંતરી કોય રે; છળ કરીને મુજ મારવાજી, ફંદ રચ્યો એ સોય ટે.સા. ૧૪ કુંવર વદે રે પાપિણીજી, જાણ્યું તુજ ચઢિ રે; બંધથી નાખી ભૂતળેજી, હિંસક સુરી અપવિત્ર ટે.સા. /૧૫ ખગ ગ્રહી જબ ઘા દીએજી. નાહી લઇ શરીર રે; ગગને જાતાં કુંવરે ગ્રહોઇ, ખેંચી લીધું તલ ચીર છે .સા. ૧છો સુમંદિર સૂતો જઇજી ચાલ્યો ઉઠી પ્રભાત રે; જરણા પરણા ઊતરીજી, ચાલ્યો તેણે પરભાત ટે.સા. /૧ળા તિબં એક વાત નિકુંજમાંm, દીઠો જૈન પ્રાસાદ રે; કલ્પતરુ મરભૂમિએજી, દેખી લહે આહલાદ ટે.સા. /૧૮ શાંતિનાથ પ્રભુ દેખીતેજી, વાંધા ધરીય વિવેક રે; ગમંડપ જબ આવીયાજી, તવ દીઠો પર એક ટે .સા. ૧ કુંવર પૂછતાં તે કહેજી, મણિમૂડ બેટ નરેશ રે, તસ સુત હું શંખચૂડ છું જી, ગુરુમુખ સુણી ઉપદેશ ટે.સા. /૨oll યાત્રા જતાં હાં આવીયાજી, ચૈત્ય ઉલ્લંધ્યું અજાણ રે; આકાશમાંથી ભૂમિ પર પડ્યોજી, વિધાની થઇ હાણ રે...સા. રજી. કુંવર કહે શંખચૂડતેજી, વિધા લીયો મુજ પાસ રે; સાધો કહીને વધાવતોજી, વિધા ફરી દેઇ તાસ રે...સા. રશી ખેટ વિમાન રચી કરીજી, કુંવરનો લહી ઉપકાજી રે; વિધા દીધી બહરણિીજી, ઇ ગયો ગિરનારજી ટે.સા. ડો. ચંદ્રશેખરના રસનીજી, એ કહી પાંચમી ઢાળજી રે; "શ્રી શુભવીટ કુંવરે તિહાંજી, સાધી વિધા વિશાળજી રે.સા. ર૪l. ૧ - વજ, ૨ - દાણો, ૩ - ચાડીખોર, ૪ - ટુકડો, ૫ - એ નામની નદી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧eo Page #142 -------------------------------------------------------------------------- ________________ કુમાર સાથે છેતરામણી અને શંખચૂડની સાથે ભેટો -: ઢળ-૫ : ભાવાર્થ : સાહસિક કુમાર ભયંકર સ્મશાનમાં ઊભો છે. તે કુમારની પાસે બુધ્ધિ-ધર્મ એ બંનેનું બળ ઘણું છે. વળી સાથે ઉદ્યમ અને પરાક્રમ પણ વિશેષ છે. તે કારણે કરીને દુષ્ટ દેવો પણ કુમાર પાસે આવી શકતા નથી. કરુણાભંડાર શ્રી ચંદ્રકુમારે સ્વરૂપવાન કન્યા જોઈ. તે કન્યાએ આભૂષણો તથા દિવ્ય વસ્ત્રો પહેર્યા હતા. અને ભાલમાં મોટું તિલક કર્યું હતું. આશ્ચર્યયુકત કુમારે પૂછયું રે સુંદરી ! સાંભળ! આ ભયંકર વનમાં એકલી શા માટે રહી છે? વળી તારા કુલની મર્યાદા છોડી, અડધી રાતે ભયંકર વનમાં એકલી શા માટે રડે છે? સુંદરી - હે લઘુબાળ ! તને કહેવાથી શું વળે? મનની વાત કરતાં, વાત અમારી બહાર પડી જાય, અને દુઃખ અમારું તો ઊભું જ રહે. માટે હે બાળક ! પૂછવું રહેવા દે. કુમાર - સુંદરી ! નાના કે મોટા બોલવું તે યોગ્ય નથી. પર્વતની શીલા મોટી છે. જયારે રનો નાના છે. છતાં કોની કિંમત વધે? ગામને પાદરે ચારો ચરતી ગાયના ધણને, જે જતી ગાયને જે વાળે તે માલિક કે ગોવાળ કહેવાય. મોટા મોટા પર્વતને ભેદવા વજ જ સમર્થ છે. કોઈનાથીયે ગાંજ્યો ન જાય હાથી, તો તેને વશ કરવા માટે અંકુશની જરૂર હોય છે જે અંકુશ હાથી આગળ સાવ નાનો લાકડી જેવો હોવા છતાં મહાવત હાથીને વશ કરી શકે છે. તેમાં ઝળહળતા ને કામ જેનાથી થાય તે વળી નાના શું ને મોટા શું? જે કામ કરે તે મોટા. ટમટમતો દીવડો નાનો હોવા છતાં ભયંકર અંધકારનું હરણ કરી લે છે. માટે તે સ્ત્રી ! તારું દુઃખ કહે. જે અમારાથી દૂર કરી શકાય. અને તને પ્રતીતિ થાય. ચૂલા ઉપર રાંધવા મૂકેલો ભાત કાચો છે કે ચડી ગયો છે તેને માટે એક દાણો જ દબાવવો જોઈએ. બધાજ ભાતના દાણા જોવા ન પડે. વળી આકૃતિ થકી સુભટ ઓળખાઈ જાય છે. કુમારની વાત સાંભળી સ્ત્રી બોલી - હે પરદેશી ! મારી એક વાત સાંભળો. જે આ નજીક નગર રહેલુ છે. તેમાં મારા પતિ સાથે હું રહુ છું. અહીંના રાજાની સેવા મારા પતિ દરરોજ કરે છે તેથી મારો પતિ રાજાની સાથે દરરોજ હોય. કુમાર ! કહેવાય છે કે શસ્ત્ર, સ્ત્રી અને રાજા આ ત્રણેય કદીય સ્થિર હોતાં નથી. ચંચળ મનના પ્રાયઃ કરીને હોય છે. કોઈ ચાડિયાચુગલી કરનાર ચાડિયાએ રાજાની કાનભંભેરણી કરી. તે વાત સાંભળી રાજા મારા સ્વામી ઉપર ઘણા ક્રોધે ભરાયા. તરત જ કોટવાળને બોલાવી, રાજાએ મારા પતિને શૂળીની સજા આપી દીધી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૦૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ કોટવાળે તરત જ મારા સ્વામીને અહીંયાં ફાંસીને માંચડે ચડાવ્યો છે. સાંજના જમવાની વેળા થતાં હું ખાવાનું લઈ સ્મશાને આવી. પણ સ્વામીને ઊંચી શૂળી ઉપર લટકાવેલા જોઈ, હું ત્યાં સુધી પહોંચી ન શકી. તેમનું મુખ જોઈને હું હંમેશા જમું છું. ઊંચે રહેલા સ્વામીનું મુખ ન જોવાથી હું અબળા સ્ત્રી બીજું શું કરું? તે કારણે મોટે મોટેથી રડુ છું. જો મને કોઈ પોતાના ખભા ઉપર ચડાવે તો મારા સ્વામીનું મુખ જોઈ લઉં. તો મારી ઈચ્છા પૂર્ણ થાય. સ્ત્રીની વાત સાંભળી કુમાર કહેવા લાગ્યો રે અબળા ! લે મારા ખભા ઉપર ચડી તારી ઈચ્છા પૂર્ણ કરો. પરગજુ કુમારની વાત સાંભળીને તે સ્ત્રી હૈયામાં આનંદ પામી. કુમારના ખભા ઉપર ચડી ગઈ. પોતાની જીભથી ફાંસીના માંચડે ચડેલા મરી ગયેલા માણસનું માંસ ખાવા લાગી. તેમાં એક ટુકડો માંસનો કુમારના ખભા ઉપર પડ્યો. કુમાર ચમકયો. તે ટુકડો હાથમાં લઈને કુમારે સંધ્યો. સડેલા ને દુગધી મડદાના શરીરના માંસનો ટુકડો. તરત ઊંચે જોતાં સમજી ગયો કે કોઈ વ્યંતરી લાગે છે. તેણે કપટ કરીને મને મારવા માટે આ કાવતરુ કર્યું છે. હૈ ! હૈ ! હું ફંદામાં કયાં ફસાયો? ઉપાય તો કરવો જ પડશે. તરત જ કુંવર કહેવા લાગ્યો રે પાપિણી ! કહેતાં જ ખભેથી નીચે પછાડી દીધી. વળી કહેવા લાગ્યો - રે ! રે ! દુષ્ટા ! તારું ચરિત્ર મેં જાણ્યું. તું હિંસક અને અપવિત્ર દેવી છે. એમ કહી કમરે રહેલુ દેવ અધિત ખગ હાથમાં ગ્રહણ કર્યું. જયાં ઘા કરવા જાય છે ત્યાં જ તે વ્યંતરી પોતાનો જીવ લઈને નાઠી. ગગન માર્ગે જતી વ્યંતરી પાછળ કુમાર પડ્યો. કુમારે પકડી પાડી. પણ તે છટકી જવા લાગી. નાસતી એવી તેણીનું વસ્ત્ર કુમારના હાથમાં આવી ગયું. તે વસ્ત્ર લઈને સ્મશાન ભૂમિથી નીકળી યક્ષાલયના મંદિરે જઈ સૂઈ ગયો. પ્રભાત થતાં પરમાત્માનું સ્મરણ કરતાં કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. આગળ ચાલતાં માર્ગમાં જરણાપરણા નામની નદી આવી. નદી ઊતરી આગળ ચાલ્યો. તો વનની કુંજલત્તા આવી. તે કુંજલત્તાના મધ્યમાં જિનેશ્વર પરમાત્માનું મંદિર જોયું શિખર ને ધ્વજા જોતાં જ કુમારના હૈયાનો મોરલો નાચી ઊઠયો. જેમ મભૂમિમારવાડની ભૂમિમાં કલ્પતરુ જોઈને સહુ આનંદ પામે તે રીતે.. નિસ્સહી ભણી કુમાર મંદિરમાં ગયો. સોળમાં શ્રી શાંતિનાથ પ્રભુને જોતાં જ કુમારે દર્શન વંદન કર્યા. વિવેકી કુમારે મન ધરાઈ જાય ત્યાં સુધી પ્રભુની ભકિત કરી. પાછા વળતાં રંગમંડપમાં એક માણસને જોયો. કુમારે પૂછયું - આપ કોણ છો? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૦૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ માણસ - હે પરદેશી નરોત્તમ! હું વિદ્યાધરની શ્રેણીના રાજા મણિચૂડનો પુત્ર છું. મારું નામ શંખચૂડ છે. સદ્ગુરુના મુખથી તીર્થોના - મહિમાની વાત સાંભળી હું યાત્રા કરવા નીકળ્યો. જતાં માર્ગમાં હું અહીંથી નીકળ્યો. નીચે જિનમંદિર છે તે મને ખબર નહોતી. અજાણતાં જિનમંદિરનું ઉલ્લંઘન થતાં જ હું આકાશમાંથી નીચે આ ભૂમિ ઉપર પટકાઈ ગયો. અને મારી વિદ્યા બધી નષ્ટ થઈ ગઈ. તે કારણે હવે હું અહીંથી કેવી રીતે જઈશ? ચિંતામાં અહીં દાદાના દરબારે આવી બેઠો છું. સ્મરણ કરતાં પણ એક વિદ્યા યાદ આવતી નથી. કુમાર - શંખચૂડ વિદ્યાધર ! તે વિધા ફરીથી મારી પાસેથી ગ્રહણ કર. અને તેની સાધના કરો. કુમારના કહેવાથી શંખચૂડે કુમાર પાસેથી વિનયપૂર્વક વિદ્યા ગ્રહણ કરી અને સાધના પણ કરી. તરત જ તે વિદ્યાઓ વિદ્યાધરને ફળીભૂત થઈ. શંખચૂડ કુમારનો ઉપકાર માનવા લાગ્યો. તેના બદલામાં વિદ્યાધરે કુમારને બહુરૂપિણી વિદ્યા ભેટ આપીને ગિરનારની યાત્રાએ ચાલ્યો ગયો. ત્યારપછી કુમારે ત્યાં તે વિદ્યાની સાધના કરી. આ પ્રમાણે બીજા ખંડની પાંચમી ઢાળ કર્તા પુષે કહી. – દુહા : સિંહ અને વળી પાંખર્યો, તિમ લહી વિધા સાર: મલપતો મારો ચલ્યો, એકણપિંડ કુમાર ૧ સાથ લેઇ પરિકર ધણો, મળીયાં એક સાર્થવાહ; પર્વત નિકટ સરોવરે ઊતર્યો ખી ઉછાંહ રા સાર્થપતિ ચિંતાતુરે, બેઠો તંબુ ગેહ; પૂછતાં કહે કુંવરને, છે અમ ચિંતા એહ ા ભીલની પલ્લી ગિરિ વયે, વસતા "સબર અનેક; ભીમ નામે પલ્લીપતિ, લૂંટતો અતિરેક. //૪ ખબર વિના આવી ચડ્યા, હવે કોણ કરવું કાજ ? તે ચિંતા ચિતમાં વસી, Uાં કિમ રહેશે લાજ. પણ કિહાં જાવું કુંવર ભણે, જવું કરણાટક દેશ; નૃપ કહે નિર્ભય થઇ રહો, ન ધરો ભય લવલેશ. છો મુ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૦૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ કેસરી સિંહની આગળ, શેઠ વદે તુમ નજરથી, શેઠ વસુદત ચિંતવે, તમે તેડી નર ભોજને, સબરા હરણ સમાન; જેમ રવિ તિમિર વિતાન તેના ધર્યબળી નર એ સત વસ્યા ધરી નેહ ૧ – ભીલર - અત્યંત, ૩ - વિસ્તાર. -: દુહા : ભાવાર્થ : સિંહ હોય અને તેને પાખર (પાંખો આવે, તેમ રાજકુંવર તો હતો, અને તેને વિદ્યા મેળવી તેથી તે વધારે શોભતો હતો. પછી એકલો સિંહની જેમ મલપતો મલપતો ચાલ્યો જાય છે. ચાલતાં જતાં કુમારને રસ્તામાં સાર્થવાહનો કાફલો મળ્યો. સરોવરના તીરે મોટો પડાવ નાખ્યો. સાથે વિશાળ જગ્યાએ સઘળો પરિવાર પોતપોતાની રસોઈ પાણીમાં સહુ પડ્યા છે. સ્થાન રળિયામણું છે. જયારે બીજી તરફ પર્વતની હારમાળા છે. તેની તળેટીમાં સુંદર સરોવર છે. પાણીની સગવડતાને કારણે સી અહીં જ પડાવ નાખીને રહ્યા. કુમાર કાફલામાં પહોંચ્યો. ચારેકોર જોતો જોતો આગળ વધતાં કુમારે તંબુની બહાર સાર્થવાહને જોયો. તે સાર્થવાહ લમણે હાથ દઈને મોટી ચિંતામાં બેઠેલો જોયો. કુમારે જઈને પૂછ્યું - આપ સાર્થવાહ છો ? સાર્થવાહ - હા! પરદેશી ! કુમાર - આપ ચિંતાતુર કેમ દેખાઓ છો? સાર્થવાહ - હે નરોત્તમ! વેપાર અર્થે આ સઘળા વેપારીઓને લઈને આવ્યો છું. આ જંગલમાં ચાલતાં સરોવર જોઈને અમે સહુએ અહીંયાં પડાવ નાંખ્યો. બપોર થતાં ખબર પડી કે આ પર્વતની વચ્ચે મહા ભયંકર ભીલ્લોની રહેવાની પલ્લી છે. તે બધા ઉલ્લંઠ મહાચોર છે. અજાણ્યા અમે આવી પડ્યા. હવે શું કરવું? મારી લાજ કેમ રહેશે? અત્યારે આટલો મોટો કાફલો? કેવી રીતે બધાને લઈને ચાલ્યા જવાય? મારી લાજ શી રીતે રહેશે? તે મોટી ચિંતા છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૦૪ . Page #146 -------------------------------------------------------------------------- ________________ કુમાર - આપને કયાં જવાનું છે ? સાર્થવાહ - અમારે કર્ણાટક જવું છે. કુમાર - હે શેઠ ! નિર્ભય થઈ રહો. ચિંતા ન કરશો. મનમાં જરાયે ભય રાખશો નહિ. સાર્થવાહ આ આશ્વાસનના શબ્દો સાંભળી વિચારવા લાગ્યો. આ પરદેશી કેસરી સિંહ સમાન જણાય છે. એની મક્કમતા ! એની બોલવાની છટા ! વળી આનું રૂપ કેવું ? લક્ષણો જ કહી આપે છે કે આ પરગજુ અને મહાન કોઈ ક્ષત્રિય રાજકુમાર છે. આ સિંહ સમાન છે. તેની આગળ તો બધા હરણિયા જેવા લાગશે. આ પ્રમાણે મનમાં વિચારતો બોલ્યો - કુમાર ! મને શ્રધ્ધા છે તમારી એક નજરથી અમારું કાર્ય જરૂર થઈ જશે. જેમ કે સૂર્ય ઉદય થતાં અંધકાર જાય. સાર્થવાહ શેઠનું નામ વસુદત્ત હતુ. તે તો વળી આગળ કુમારને માટે વિચારતો જ રહ્યો. લાગે છે કે ધૈર્યવાન છે. જરૂર મને આપત્તિમાંથી ઉગારશે, ત્યાર પછી વસુદત્ત શેઠ કુમારને પોતાના પાલમાં તેડી ગયો. બહુમાનપૂર્વક ભોજન કરાવ્યું. ને ત્યાં જ કુમાર પણ તે સાર્થવાહ સાથે રાતભર રહ્યો. -ઃ ઢાળ છઠ્ઠી : (સુણ મેરી સજની રજની ન જાયે રે...એ દેશી.) લોક સકલ તિદ્રા અનુસરતા રે, શેઠ સુભટશું ચોકી ફરતા રે; ભીલ્લ ઘણા ગિરિથી ઊતર્યા રે, વાતર પરે કીકીયારી કરતા રે. ॥૧॥ એક પહોર રાત્રિ જબ જાવે રે, મેઘતીર જયું તીર વરસાવે રે; "સબર તિમિર ભર ચિંહુ દિશિ ધાવે રે, ઘુવડ જયું ઘુઘવાટા કરી આવે રે. ઊંચી દેખી કાયર દિલ કંપાવે રે, બળીયા સુભટ તિહાં ઝૂઝાવે રે; બહુલી બળતી મશાલો કરતા રે, ભટ ઝૂઝ્રતા પણ નવિ ડરતા રે. ||૩|| કાળા ભીલ તે કાળી રાતે રે, બાવળ બદરી કંટક જાતે રે; તે સાથે રણ કરી ભટ તે ઝુંઝે રે, દેખી શેઠ તે ઉભા જે રે. ॥૪॥ પલ્લીપતિ ભીમસેન તે આવે રે, સબર ઘણાંને રણમાં લાવે રે; શેઠતા સુભટ રણેથી તૂટે રે, હંકાર્યા સાથને લૂંટે રે. ॥૫॥ ચંદ્રશેખરને શેઠ જણાવે રે, તવ તે મેદાને આવે રે; કુંવર ઉપર તે ભીમ બાણ સાંધે રે, નાગપાસથી તૃપ તસ બાંધે રે. ક ભીલ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૦૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ બહરુપિણી વિધા ફોરવતાં રે, રૂપ 'કપિલ લાખ તે કરતાં રે; એક એક ભીલને ચાંચમે લેતા રે ગગને ઉડી તે સવિ જાતાં રે /ગા ભૂતળ ભીલ રહો નહિ કોઇ રે, સાર્થપતિ હરખ્યો તે જોઇ રે; સ્થિર કરી લોકને રાત ગાવે રે, પલ્લીપતિ સહ પંથે જાવે ટે. . સઘળા પંખીએ સંહાર્યા રે, ભીલ્લ શોદિશ ઝાંખરે પડીયા રે; ખંડિત દેહે તિજ ઘર પામે રે પંખી દેખી ધુજા ધામે રે II ત્રીજે ક્તિ કાંતિપુર આવ્યા રે, સાથ સહુ વનમાં ઉતરાવ્યા રે; વિમલસેન યુસ્વામી આવે રે, મુક્તાફલે કુવતે વધાવે રે //holl બોલે બાંધવ અયરિજ કીધુ રે, પુણ્યતણું ફળ પશિલ લીધું રે; કીધો બહુજનને ઉપકાર રે, મારા વહેતો થયો સુખકાર રે ૧૧. એમ કહી તુમ ચઢાવી તેહ રે. બહુ ઉત્સવશું લાવ્યો ગેહ રે; નેહ ધરી કેતા દિત રાખે રે, પલ્લીપતિને કુંવર તે ભાખે રે I/૧રી જે વિતતી આશા રાખો રે, તો તસ્કરપણું દૂર નાખો રે; આપો પાકા તાસ જબાત રે, ફરી ન કરવું એ તોફાન રે //all ઇ જબાત તે તિજ પર જાવે રે, શેઠ રજા લેઇ પંથે સિધાવે રે; રાજા કુંવરની ભકિત કરતાં રે, તિતિ સ્નેહ અધિકો ધરતા રે |૧૪ll શ્રી શુભવીર કુવલ્લુ મેળા રે, કરતા નવ નવ ભોજા ભેળાં રે; ચંદ્રશેખરનો રાસ રસાળ રે, બીજે ખંડે છઠ્ઠી ઢાળ રે. ૧૫ 1 - ભીલરુપી અંધકારનો સમૂહ, - બોરડી, ૩ - ધોળા તેતર, શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 10 Page #148 -------------------------------------------------------------------------- ________________ ભીલ્લ સાથે યુદ્ધ -: ઢાળ-૬ : ભાવાર્થ : સાર્થવાહ વસુદત્તની સાથે કુમાર તેના પાલમાં રહ્યા. અવનવી વાતો કરે છે. દિનભર ચાલતાં લોકો થાકેલા પોતપોતાના પડાવમાં પોઢી ગયા. તે વખતે શેઠના સુભટો ચારેકોર ચોકી ભરતા સાર્થવાહના કાફલાનું રક્ષણ કરતા ફરી રહ્યા હતા. મધરાત થતાં થતાં તો ગિરિવરની ટોચે વાનરોની જેમ કિકિયારી કરતાં ભીલોના ટોળે ટોળાં ઊતરી આવ્યાં. પોતાની પાસે રહેલા તીર કામઠાંથી બાણનો વરસાદ વરસાવવા લાગ્યા. રાત્રિનો અંધકાર તેમાં કાળા ભીલોનો સમૂહ પર્વતની ચારે દિશાથી આ કાફલા ઉપર હુમલો કરવા આવી ગયા. જેમ ઘોર અંધકારમાં ઘુવડ ઘુઘવાટા કરે તે રીતે ઘુઘવાટા કરતા ભીલો દોડી આવતા હતા. કાયરો તો આ જોતાં જ કંપવા લાગ્યા. અણધાર્યા આવી પડેલા લૂંટારાઓને ભગાડવા, શેઠના બળવાન સુભટો તેમની સામે થયા. તેની સામે ઝઝૂમવા લાગ્યા. કાળા ભીલ - કાળી રાત - બાવળ અને બોરડીની જાતની જેમ બધુ એક મેક ભાસતું હતું. પલ્લીપતિ ભીમસેન પણ તે વખતે ઘણા બધા ભીલ્લોને સાથે લઈ આવ્યો. ભીલ્લોના હાથમાં સળગતી મશાલો હતી. તેથી તેઓ શેઠના સુભટોને હંફાવવા લાગ્યા. સુભટો પાછા હઠવા લાગ્યા. બિચારા સુભટ પણ હારવા લાગ્યા. કાળા ભીલ્લો કાળી રાત, હલ્લો જબરો કરતાં સુભટો હારી ગયા. ભીલોને હુંકાર કર્યો. તે સાથે જ પલ્લીપતિ અને પલ્લીઓ બધા એકી સાથે જ સાર્થના કાફલાને લૂંટવા લાગ્યા. પોતાના સાર્થને હારતો જોઈ શેઠ ચંદ્રશેખરને કહેવા લાગ્યો. વાત સાંભળતાં જ કુમાર રણસંગ્રામમાં ભીલની સામે જ લડાઈ માટે ઊતર્યો. કુમારને સામે લડવા આવતો જોઈની ભીમસેન પલ્લીપતિએ કુમારની સામે જ બાણોનો વરસાદ ચાલુ કર્યો. ચાલાક કુમારે વિદ્યાબળથી નાગપાશ બાણનું સંધાણ કરતાં જ ભીમસેન પલ્લીપતિ નાગના બંધનથી બંધાઈ ગયો. વળી કુમારે બહુરૂપિણી વિદ્યાને સંભારીને એક લાખ જેટલા ધોળા તેતરો વિકુવર્યા. સારાયે તેતરો આકાશમાંથી ઉડતા નીચે આવતા ગયા ને પોતાની ચાંચમાં એક એક ભીલ્લને ઉપાડતા ગયા. જોતજોતામાં ભૂતળે એક પણ પલ્લીનો ભીલ રહા નહિ, આ જોઈને વસુદત્ત સાર્થપતિ હરખાયો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 6 ચંપા શો વાઈ 100 Page #149 -------------------------------------------------------------------------- ________________ સાર્થમાં રહેલો લોકો ભયભીત થઈ ગયા હતા તે પણ નિર્ભય થયા. બાકી રહેલી રાત્રિ સૌએ શાંતિથી પસાર કરી. સવાર થતાં સાર્થવાહ સાથે કુમારે પલ્લીપતિને સાથે લઈ આગળ પ્રયાણ કર્યું. જયારે બીજા ભીલ્લોને જે પંખીઓએ ચાંચમાં લીધા હતા તે સઘળાએ ભીલ્લોને પંખીઓએ પર્વતની દશે દિશામાં ઝાડઝાંખરામાં નાખી દીધા. સવાર થતાં પોતાની આવી દશામાંથી ઝાડઝાંખરમાંથી બહાર નીકળ્યા, સવારમાં ઉડતા પંખીઓને જોતાં જ ભય પામતા હતા. પોતાના અંગોપાંગ તૂટયા જોઈને દુઃખી થવા લાગ્યા. દુઃખી થતાં પોતાની પલ્લી (ઝૂંપડી) એ પહોંચ્યા. વાટે ચાલતાં ત્રીજે દિવસે કુમાર સાર્થવાહ સાથે અને ભીમસેન પલ્લીપતિને લઈને કાંતિપુર નગર બહાર વનમાં આવીને ઊતર્યા. કુમારના પરાક્રમની વાત સાંભળીને આનંદ પામેલા કાંતિપુર નગરના રાજા વિમલસેને જાણ્યું, કે મહા ઉલ્લંઠ લૂંટારા રૂપ જે ભીમસેન, તેને લઈને ચંદ્રકુમાર નગર બહાર વન ઉદ્યાનમાં આવ્યા છે. તેથી તરત જ કુમાર પાસે આવ્યો. મુકતાફળથી કુમારને વધાવીને કહેવા લાગ્યો - હે બાંધવ ! આપે મહા આશ્ચર્ય કાર્ય કર્યુ છે. પૂર્વના ઘણા પુણ્યબળે આ કાર્ય કર્યુ. સાથે સાથે અઢળક પુણ્ય પણ ઉપાર્જન કર્યું. જે આપના આ કાર્ય થકી અમ જેવા ઘણા બધા જનનો ઉપકાર કર્યો. આ માર્ગે જતાં આવતાં લોકોને ઉપદ્રવ કરતા હોવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. હે કુમાર ! તમારા થકી હવે આ રસ્તો વટેમાર્ગુ માટે ખુલ્લો થયો. તેથી કરીને આપનો ઉપકાર ઘણો છે. ત્યારપછી કુમારને ઘણા આદરપૂર્વક ઘોડા ઉપર બેસાડી પોતાના નગરમાં લઈ આવ્યો. કુમારની સાથે સાર્થવાહ અને ભીમસેન પલ્લીપતિ પણ આવ્યા. ઘણા ઉત્સવપૂર્વક કુમારને સામૈયા થકી રાજદરબારે લાવ્યા. આનંદ અને સ્નેહથી રાજા કુમારને પોતાના આવાસે રાખે છે. એક દિન પલ્લીપતિને કુમાર કહે છે કે હે ભીમસેન મહારથી ! તમારે જીવવાની આશા હોય તો લૂંટ કરવાનો ધંધો છોડી ઘો. આજથી સોગંધ આપો કે કયારેય કોઈને લૂંટીશ નહિ. આ પ્રમાણે પાકી વાતના સોગંધ લ્યો. તો તમને છોડી દઉ. ભીમસેનને તો મનમાં કુમારની ઉપર બહુમાન પ્રીતિ થઈ હતી. કુમારની વાત સાંભળી તરત જ પોતે કબૂલાત કરી. હે પરમ ઉપકારી ! હે પરદેશી ! હું સોગંધ લઉ છું કયારેય ચોરી કરીશ નહિ, લૂંટીશ નહિ. પલ્લીપતિની વાત સાંભળી કુમારે છોડી દીધો. તે પોતાના ઘરે ચાલ્યો ગયો. સાર્થવાહ વસુદત્તે પણ કુમાર પાસે જવાની રજા માંગી. કુમારે રજા આપી. પોતાના સાર્થ સાથે સાર્થવાહે ત્યાંથી પ્રયાણ કર્યું. નગરનો રાજા કુમારની અંતરંગ ભકિત કરે છે. બંને ઘણા દિન સાથે રહેતાં સ્નેહમાં પણ ઘણો વધારો થયો. આ પ્રમાણે કુમારનો મેળો થતાં નવનવા ભોજન કરતાં, ચંદ્રશેખરના રાસની બીજા ખંડે છટ્ટી ઢાળ પૂર્ણ થઈ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૦૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ - દુહા : એક સ્તિ રાજકચેરીએ, કુંવરને નૃપ પૂછત; વિધા રજ નિધિ તમે દેશ વિદેશ ફરત. ૧ માતુલ સુભગાપુરે ચિત્રસેન છે. રાય; તસ કન્યા તે અપ્સસ, યૌવનવય જબ આય. /રા એક યોગી હોય શિષ્યણું, આવી કીયો વનવાસ; ત્રણ ધૂર્ત શિરોમણી, રાયે કીયો વિશ્વાસ | વેશ્યા તસ્કર અતિ જલ, ન્ગ ઠક્કર સોનાર; એતા નહિ હુ આપણા, મંકડ "બહુઅ બિલાડ. //૪ વિશ્વાસે તેઓ ગયા, લેઇ ગયા તિગ તા . ગામ ગામ ગિરિ જોવતાં, ન પડી ખબર લગાટ પો. જો જાણો વિધા બળે, ભાખો અમને તેહ કન્યા લઇ ઘર આવીએ, જાય હલ્ય સંદેહ છો. તવ વળતું કુંવર કહે, અપહરી કન્યા હોય; વર ચિંતા ટાળી અમે, પરણ્યા બાંધવ હોય. શા રાય ભણે એ ક્ષત્રીનો, નહિ રહો આચાર; પરનારી પરધન ભણી, તિધર તો કુંવર કહે કન્યા તણા, સહગમે ભરતાર; જંબુવતી રુકિમણી હરી, કૃષ્ણ ક્ષત્રી વિયાર. લે. પણ તુમ માતુલ “વરપ્રિયા, હરતાં ગઇ તસ જાત; મેં શ6શું શઠતા આદરી, સાંભળજો તે વાત. ૧oll ૧ - બ્રાહ્મણ, ૨- પરણેલી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૦૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : ભાવાર્થ : કાંતિપુરના રાજા વિમલસેન અને ચંદ્રકુમાર બંને સાથેની મિત્રતા વધતી જાય છે. જયાં જાય ત્યાં સાથે જ બંને જાય. બંને વચ્ચે જ્ઞાનગોષ્ઠી પણ અવાર નવાર થતી હતી. એકદા રાજકચેરીમાં બંને સાથે બેઠા છે. કચેરીનાં કામ પૂરાં થયાં. તેવામાં રાજાએ કુમારને પૂછયું - હે મિત્ર! ચંદ્રકુમાર ! અવનવી વિદ્યા રૂપી રનનો ભંડાર આપની પાસે ઘણો ભર્યો છે. વળી દેશ-વિદેશ પણ આપે ઘણા જોયા. હેનરોત્તમ! તમે સાંભળો ! આપના વિદ્યા બળે મને કહેશો? મારા મામા સુભગાપુરના રાજા (સુભગા નગરી છે. તેનો રાજા) નામે ચિત્રસેન છે. તે મામાની બે કન્યા, અપ્સરા સરખી, જેમનું નામ રત્ન અને ભૂષણ છે. તે યૌવનવયમાં આવી છે. તે અરસામાં તે નગરની બહાર ઉદ્યાનમાં એક ગુરુ બે શિષ્ય. એમ ત્રણ યોગી આવીને વસ્યા. આ ત્રણેય યોગી ધૂર્તશિરોમણી હતા. તેની ઉપર મારા મામાએ વિશ્વાસ કીધો. નીતિકારો કહે છે કે જગતમાં વેશ્યા, ચોર, અગ્નિ, પાણી, ધૂતારો, ઠાકર, સોનાર, માંકડા, વાંદરા, બ્રાહ્મણ અને બિલાડો, આટલા કયારેય આપણા થતાં નથી. આ વાત જાણવા છતાં મામા વિશ્વાસમાં રહ્યા. અને તે ત્રણ ધૂર્ત યોગી મામાની બે કન્યા અને ત્રીજી એક સ્ત્રી એમ ત્રણેને લઈને ભાગી ગયા. ચિત્રસેન મામાએ ગામોગામ ને નગરો નગર ઘણી જ તપાસ કરવા છતાં પણ તેઓની કયાંયે ભાળ ન મળી? હે પંડિત વિદ્યાધર ! પરદેશી ! આપના વિદ્યાબળથી કહો કે તે કન્યા કયાં રહેલી છે ? તે જાણવાથી અમે તે બંને કન્યાને ઘરે લઈ આવીએ. અમારો સંદેહ પણ ટળી જાય. કુમાર - હે રાજન! તે કન્યાનું અપહરણ અમે કર્યું છે. અને તે બંને કન્યાના વરની ચિંતા અમે દૂર કરી દીધી છે. તે કન્યાઓ બે યુવાન બંધુ સાથે પરણી ગઈ છે. રાજા - હે ક્ષત્રીય નરવર ! આપનો આ ધર્મ નથી. પરનારી - પરધનનું અપહરણ કરવું તે આપનો આચાર નથી. કુમાર - રાજનું! કુંવારી કન્યાને હજાર પતિ હોય છે. જુઓ તમે. જંબુવતી - રફમણીને કૃષ્ણ મહારાજા ક્ષત્રિય હતા ને અપહરણ કરી લાવ્યા હતા. હે રાજન્ - સાંભળો ! તમારા મામાએ તો બીજાની પરણેલી સ્ત્રીનું અપહરણ કર્યુ હતું. અને તે કારણે તેની આબરૂ ગઈ. આ તમારા મામા શઠ અને લુચ્ચા બન્યા. તો મેં પણ તેમની સામે શઠ બની શકતા ધરી હતી. તે ઉપર સાંભળો એક વાત કહું. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાત) 110 Page #152 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ સાતમી :(સુતારીના બેટા તને વીનવું રે લો...એ દેશી.) વૈરીનું વયત ન વિસરે લો, અરિ કંટકની ગતિ હોય છે; બલ બuત્રાતે મુખ ભાંગીએ લો, નહિ તો દૂર તજીએ સોય જો. વૈરી. ૧ll લક્ષ્મીપુર અજિત નરેશરુ રે લો, શેઠ ધનદ કરે તૃપકામ જો; હ્યા ધર્મ તીર્થાત વાવટે રે લો, ગુરુ દેવગુણે વિશ્રામ જો.. //રા શ્રીમતી વેશ્યા તૃપ સંસદિ રે લો, કરે એક નિ નૃત્ય ઉત્તર જો; ધત માલ નૃપતિ મંત્રી હીએ રે લો, પણ શેઠ ન આપે લગાર જો. hall લોક બોલે તું સર્વેને રંજતી રે લો, પણ ધનત રંજ્યો ન જાય જો; સુણી ચિતે ચતુર હું ખરી રે લો, લેઉ ધન કરી કોઇ ઉપાય જો. //૪ વળી નૃત્યે જયો નૃપ એમ કહે રે લો, મુખ માંગે તે આપુ તુજ જો; ભણે સા ભૂપતે શેઠને કહી રે લો, લાખ દ્રવ્ય અપાવો મુજ જો. // ભૂપ ભાખે શેઠ ધન આપીએ રે લો, ભણે શેઠ દીયું મારાજ જો; ઘેર જઇને શોકાતુર ચિંતવે રે લો, કેમ રહેશે કચેરીએ લાજ જો. કોઈ શુક પૂછે શેઠ મુખથી સુણી રે લો, શુક “દક્ષમતિ દીએ તાસ જો; લાખ મૂલ્યનું રત્ન લેઇ કરી રે લો, ગયા શેઠ નરેશર પાસ જો. તેથી 'આદર્શ મુખે મણિ ધારીને રે લો, ભણે શેઠ વેશ્યાને એમ જો; પ્રતિબિંબ રજૂ કર લીજીએ રે લો, વદે વેશ્યા લેવાયે કેમ છો ? તો ભણે મંત્રી સ્વપ્ન પ્રતિબિંબમાં રે લો, નહિ ફેર ઇહાં લવલેશ જો; ગઇ વિલખી ઘરે જતથી સુણ્યો રે લો, શુકાજનો એ ઉપદેશ જો. Ill અન્યa વેશ્યા તૃપ રીઝવી રે લો, કહે શેઠનો શુક દીયો મુજ જો; શેઠ પાસેથી રાયે અપાવીયો રે લો, લેઇ તિજ પર ગઇ અબુઝ જો. ૧ol લાખ દ્રવ્ય ગયું તુજ બુદ્ધિએ રે લો, ફળ ખાડું તુજ પ્રત્યક્ષ જો; uખ છેદી હસીને કહે રે લો, કરો શાક પાકે મુજ ભક્ષ જો. ll૧૧ કહી વેશ્યા ગઇ સખીને ઘટે રે લો, ગઇ ઘસી કામવશ બહાર જો; શુક હરખ્યો ભયે છાતો ચલી રે લો, એક પાંખે રહો ખાળ દ્વાર જો. ૧રો શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૧૧. Page #153 -------------------------------------------------------------------------- ________________ આવી વસી જતાં નવિ ખીઓ રે લો, માંસ લાવી પચાવે શાક જો; આવી વેશ્યા ભોજન કરતી વહે રે લો, શુક પાપીનો એ ભલો પાક જો. /૧all. સુણી સૂકો ભયે મન ચિંતવે રે લો, જે જાણે તો ણશે એહ છે; બાળ મધ્યે અાદિક ખાવતાં રે લો, સાજ પાંખ સહિત થઇ દેહ જો. ll૧૪ શુક ચિંતે વૈર વાળુ સહી રે લો, કરી બુદ્ધિ પ્રપંચ વિચાર જો; જેમ સિંહને કૂપમાં પાડીયો રે લો, 'શશકે કરી બુદ્ધિ ઉદાર જો. ૧પ યિત ધારીને શુક ઊડી ગયો રે લો, જઇ વિષ્ણુ મંદિર કરે વાસ જો; નિત્ય વેશ્યા તિાં મુજરો કરે રે લો, પછે જાયે નૃપતિ આવાસ જો. વકો એક તિ વેશ્યા હસ્મિરિ રે લો, કરી નાટક માંગે એમ જો; મુજ વૈકુંઠના સુખ દીજીએ રે લો, મને વૈકુંઠ ઉપર પ્રેમ છે. ||૧ળા. હÍિ રહી શુક ઉધ્યરે રે લો, મુજ વાક્યનો જે વિશ્વાસ જો; જિહ્મ સ્વદેવી સેવા કરે રે લો, તે વૈકુંઠ તુજ શું વાત જો. ૧૮l ભણે વેશ્યા હથિી ન વેગળી રે લો, શિર મુંડાવી હરિ કહે આવ્ય જો; પછી મંત્ર દીયું તે જપો ઘટે રે લો, "હુંઢમાળા ગળે એક રાત જો. 7/૧લી નાય કરી નૃપ આગળે રે લો, કહે જઇશું અમો વૈકુંઠ જો; પછી નાય કરત જ માર્ગ રે લો, ગીત ગાતાં મનોહર વૈકુંઠ જો. //રoll બહુ લોકે વરી ઇહાં આવજો રે લો, તુજ ઠq વૈકુંઠ નિવાસ જો; મંત્ર આપો વડે સા સહું કરું રે લો, સુણી મંત્ર દીયે શુક તાસ જો. ર૧ મંત્ર: ॐ रुंढ मूंड गडबड गोटी मोहोटी; नारायणाय नमः फुट फुट स्वाहा || લેઇ મંત્ર ઘરે મુંડાવીને રે લો, કરી ક્રિયા હરિને ઘરે આય જો; નમી બંદી કરી હરિપૂજતા રે લો, કહે વૈકુંઠ ચાલો હઢિાય . રશી શુક વૃક્ષે ચઢી તવ બોલીયો રે લો, જેમ સાંભળે બાળ ગોપાળ જો; રે રે મુંડા ! વૈકુંઠ રહ્યું વેગળું રે લો, ગયા વાળને થઇ વિકરાળ છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૧૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ શઠ સાથે અમે શઠતા કરું રે લો, દેઉં સયણને માન વિશેષ જો; પાંખો વિચ્છેદન તે કરી રે લો, તો મેં તુજ મસ્તક કેશ જો. ર૪ શુક ઊડી ગયો શ્રેષ્ઠી ઘરે રે લો, કરી ધર્મ ગયા હોય સ્વર્ગ જો; પિતા પુત્ર થઇ નરભવ લહી રે લો, હણી કર્મ ગયા અપવર્ગ જો. પણ કહે ચંદ્રશેખર સુણ ભૂપતિ રે લો, સુણી વાત ન રાખશો રોષ જો; ખંડ બીજાની ઢાળ એ સાતમી રે લો, શુભવીરનો નહિ કોઇ દોષ જો. છો ૧ - પગરખાં, ૨ - હોંશિયાર, ૩ - આસિા નજીક, ૪ - સસલો, ૫ - મૃતક મનુષ્યની ખોપરીની માળા. શાણો શકરાજ -: ઢાળ-૭ :ભાવાર્થ રાજકચેરીએ બેઠેલા રાજા અને કુમાર વાતોએ ચડ્યા છે. વાતમાં વાત વાદમાં ગઈ. કુમારે શઠની સામે શઠતા વાપરી છે. તે પૂરવાર કરવા એક કથા કહેવા લાગ્યો. કુમાર મનમાં સમજી ગયા. આ તો મારી સામે વેર શું થયું. પોતાની પત્ની રતિસુંદરીને હરણ કરી લઈ ગયેલો ને પોતાની પત્ની બનાવવાનો પ્રયત્નો કરતો તે મારો દુશ્મન તેનું વચન ચેં વિસરાય? કહ્યું છે કે દુશ્મન અને કાંટો બંનેની ગતિ એક હોય છે. આપણી પાસે બળ હોય તો દુશ્મનને ડામવો હરાવવો જોઈએ. સામે થાય તો તેનું બળ ઓછું કરી નાખવું જોઈએ. અને કાંટાનું મુખ પગરખા (જોડા) થી ભાંગી નાખવું જોઈએ. જેથી બંને નાશ થાય. નહિ તો તે બંનેથી દૂર રહેવું જોઈએ. લક્ષ્મીપુર નામે નગર હતુ. અજિત નામે રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં ધનદત્ત નામે નગરશેઠ હતો. જે રાજાનાં ઘણાં કામો કરતો હતો. શેઠ પોતાનું દ્રવ્ય દયાધર્મ તથા તીર્થદાનમાં જ મોટે ભાગે વાપરતો હતો. વળી દેવગુરુધર્મ પાછળ પણ ધન વાપરતો હતો. આજ નગરમાં નગરની વેશ્યા શ્રીમતી રાજાની સભામાં એકદા નૃત્ય કરવા આવી. રાજનર્તકી રાજસભામાં નૃત્ય કરે છે. જે નૃત્ય જોતાં રાજા-પ્રધાન વગેરે આનંદ પામ્યા. તે વેશ્યાને ઘણુ માન આપીને નૃત્યના બદલામાં દાન પણ મોટું આપ્યું. પણ બાજુમાં બેઠેલા શેઠ કંઈ જ આપતા નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૧૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ સભામાં બેઠેલા લોકો વેશ્યાને કહેવા લાગ્યા - હે રાજનર્તકી ! તારા નૃત્યે સૌ આનંદિત થયા. પણ આ ધનદત્ત શેઠ તો જરાયે આનંદ પામ્યા નથી. તે સાંભળી વેશ્યા મનમાં વિચારવા લાગી. કોઈ પણ ઉપાયે શેઠને રીઝવી-ખુશી કરીને ધન મેળવું તો જ મારી હોંશિયારી. તો જ હું ખરી ચતુર એમ સમજીશ. નર્તકીના નૃત્યથી રંજિત થયેલો રાજા નર્તકીને કહેવા લાગ્યો - માંગ ! માંગ ! તું જે માંગે તે તને આપીશ. રાજાનું વચન સાંભળી વેશ્યા કહેવા લાગી - સુણો રાજન્ ! આ તમારી બાજુમાં જે બેઠા છે. તે શેઠની પાસેથી મને લાખ દ્રવ્ય અપાવો. રાજા શેઠને કહે છે કે લાખ દ્રવ્ય આ નર્તકીને આપો. શેઠ ! શેઠ કહે - રાજન ! અવસરે આપીશ. સભા વિસર્જન કરી. રાજા રાજમહેલે ગયો. શેઠ પોતાની હવેલીએ આવ્યો. પછી ઉદાસ હતો. લાખ દ્રવ્યની વાત સાંભળી વિચારતો હતો કે ચેં અપાય ? ધર્મમાં કે કોઈ ગરીબને અપાય. પણ વેશ્યાને આપીને કરવાનું શું ? રાજસભામાં જો ન આપું તો મારી લાજ શી રીતે રહેશે ? ચિંતાની ગર્હામાં પડેલા શેઠને જોઈને, દરવાજે પાંજરામાં રહેલો પોપટ બોલ્યો - સ્વામી ! ઉદાસ કેમ છો ? શેઠ - પોપટજી ! રાજકચેરીનો પ્રશ્ન છે. રાજા-વાજાં ને વાંદરા, ગુસ્સે થાય તો બધુ જ ચાલ્યું જાય. આ પ્રમાણે બોલતા શેઠે સઘળી વાત રાજદરબારે બની હતી તે કહી સંભળાવી. વાત સાંભળી પોપટ બોલ્યો - સ્વામી ! મુંઝાશો નહિ. તેમાં શું છે ? ઉપાય બહુ સહેલો છે. લાખ મૂલ્યવાળું રત્ન અને સાથે એક અરીસો પણ લઈ જવો. જ્યારે વેશ્યા ધન માંગે ત્યારે અરીસા સામે રત્નનો મણિ ધરવો. અને કહેવું જે અરીસામાં રત્નમણિ છે તે લઈ લ્યો. પોપટની વિચક્ષણ મતિથી બતાવેલ ઉપાયથી ધન મારું જશે નહિ. એ પ્રમાણે બરાબર વાત વિચારી રાખી. પ્રભાત થતાં રાજદરબારે શેઠ ગયા. સભા ઠઠ જામી હતી. રાજા-પ્રધાન-સેનાપતિ-આદિ રાજપરિવાર અને નગરજનો તેમ જ વેશ્યા પોતાના પરિવાર યુકત આવી હતી. સમય થતાં વેશ્યાએ સારું નૃત્ય કર્યું. ત્યારપછી શેઠની પાસે આવીને લાખ રૂપિયા માંગ્યા. શેઠ કહે - જો આ અરીસામાં મૂલ્યવાન રત્નમણિ છે તે ગ્રહણ કરો. તે સાંભળી વેશ્યા વિચારવા લાગી. આ તે શી રીતે લેવાય ? વેશ્યા - શેઠજી ! આ તે શી રીતે લેવાય ? શેઠ કહે - તે માંગ્યા છે આપવા પણ હું તૈયાર છું. તારે જે રીતે લેવા હોય તે રીતે લે. વેશ્યા, રાજા અને મંત્રી સામે જોવા લાગી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૧૪ D Page #156 -------------------------------------------------------------------------- ________________ મંત્રી - રે ! તે માંગ્યા તો હવે તે જે રીતે આપે તે રીતે લ્યો. સ્વપ્ન અને પ્રતિબિંબ. સ્વપ્નની જેમ જ પ્રતિબિંબમાં પડેલા રત્નમણિને મેળવો. આ સાંભળી વેશ્યા નારાજ થઈ. દુઃખી થઈને ઘરે ગઈ. લોક પાસેથી વાત જાણવા મળી. શેઠની પાસે જે પોપટ છે તે પોપટની બુધ્ધિથી, તેના ઉપદેશથી શેઠ મને ઠગી છે. એકદા સભામાં રાજાને રીઝવી, શેઠ પાસેથી પોપટની માંગણી કરી. મને શેઠનો પોપટ જોઈએ. રાજાએ શેઠ પાસેથી પોપટ વેશ્યાને અપાવ્યો. વેશ્યા પોપટને લઈ ઘરે આવીને ગુસ્સામાં તે પોપટને કહેવા લાગી - ૨ મૂર્ખ! તારા ઉપદેશથી મેં લાખ દ્રવ્ય ગુમાવ્યા. તેથી તેનું ફળ તને દેખાડું. તે હવે તું જો. પાંજરામાંથી બહાર કાઢ્યો. હાથમાં પકડીને કહે - વેશ્યાને તે ઠગાવી. ગુસ્સામાં બોલતી વેશ્યા હાથમાં રહેલા પોપટની બંને પાંખો છેદી નાખી. પછી પોતાની દાસીને કહે કે આ પાપી પંખીના માંસનું શાક બનાવ. મારે તે શાક ખાવું છે. એમ કહી પોપટને આપી. પોતે કામ અર્થે પાડોશમાં સખીના ઘરે ગઈ. રસોડામાં પોપટ મૂકી દાસી કોઈ કામ થકી બહાર ગઈ. હવે રસોડામાં કોઈ નથી. તેથી ભયભીત પોપટ પોતાને બચવા માટે હરખાતો. પણ પાંખ વિના કયાં જાય? તેથી તે બીચાર પાંખ વિના પગથી કુદકા મારતો મહેલની પાછળ રસોડાની નાળમાં સંતાઈ ગયો. એકાંતે ખાળનાં કારમાં સ્થિર થઈને રહો. બહારનું કામ પતાવી દાસી ઉતાવળી ઉતાવળી રસોડામાં આવી. ત્યાં પોપટ જોવા મળ્યો નહિ. રસોડામાં ચારેકોર જોઈ વળી પણ ન મળ્યો પોપટ. દાસી પણ શું કરે. હમણાં સ્વામીની વેશ્યા આવશે તો શું આપીશ? બીજુ માંસ કયાંકથી લઈ આવી. શાક બનાવી દીધું. સખીના ઘરેથી વેશ્યા આવી. જમવા માટે રસોડામાં આવી. ભોજન કરતાં કહેવા લાગી - પોપટના માંસનું બનાવેલું શાક સારું થયું છે. સ્વાદમાં પણ સારું છે. એમ હરખાતી વેરનો બદલો લીધો. તેનો સંતોષ માનવા લાગી. વેશ્યાની વાત ખાળમાં રહેલા પોપટે સાંભળી. જો મને જીવતો જોશે તો તો હવે તે મને હણી જ નાખશે. તેથી વધારે સાવધ થઈ ખાળમાં આવતાં એઠાંમાં અનાજના દાણા ખાતો કેટલાક દિન ત્યાં જ રહ્યો. અને આ રીતે દાણા ખાતાં, પાણી પીતાં પોપટને પોતાના શરીરે નવી પાંખ ફૂટી. વળી થોડા દહાડા ત્યાં જ રહો. ને તે નવી પાંખથી ઉડી શકે તેવો થતાં જ અવસર જોઈ ખાળમાંથી બહાર નીકળી ઉડી ગયો. હવેલીના સામેના વૃક્ષે જઈ બેઠેલો પોપટ વિચારવા લાગ્યો. હવે હું સ્વતંત્ર છું. બુધ્ધિપ્રપંચથી હવે આ વેશ્યાનું વેર લેવું જ જોઈએ. હું વેર લઈશ. એ પ્રમાણે નિર્ણય થકી ત્યાં જ રહો. જેમ કે સસલાએ સિંહને કપટ થકી કૂવામાં નાખ્યો હતો તે જ રીતે મારે કામ કરવું પડશે. ત્યાંથી ઉડીને વિષ્ણુના મંદિરે જઈને રહેવા લાગ્યો. આ મંદિરે વેશ્યા રોજ દર્શન કરવા આવતી હતી. વિષ્ણુને પગે લાગી પછી રાજ્યદરબારે જતી હતી. એકદા વેશ્યા વિષ્ણુ ભગવાન પાસે ભકિત કરતાં કહેવા લાગી. હે ભગવાન! મને વૈકુંઠના સુખ આપજો. વૈકુંઠ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૧૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપર અપાર પ્રેમ છે તેથી મને ત્યાં જવાની ભાવના છે. તે જ અવસરે વેશ્યા શું કરે છે તે જોવા પેલો પોપટ મૂર્તિની પાછળ સંતાઈને જોતો હતો. વેશ્યાની માંગણીની વાત સાંભળી પોપટ કહેવા લાગ્યો - રે સુંદરી! મારી વાત પર વિશ્વાસ હોય તો સાંભળ! જે વૈકુંઠમાં દેવ દેવી સેવા કરે છે ત્યાં તારે જવું છે. હું તને ત્યાં જરૂર મોકલી આપીશ. વેશ્યા - હે ભગવન્! તારી કૃપાનો પાર નથી. તમે મને વૈકુંઠમાં મોકલો છો તે માટે હું તમારાથી વેગળી હવે નહીં રહું. વિષ્ણુ હરિ (પોપટ) કહે - રે સુંદરી ! માથું મુંડાવીને પછી તું મારે ત્યાં આવ. હું તને એક મંત્ર આપું છું. તે મંત્રનો ઘરે જાપ કરો. ગળે રુંઢની માળા રાતભર રાખજો. સાથે મંત્રનો જાપ કરજો. માથે મુંડન કરાવી નાચતાં નાચતાં રાજમાર્ગે થઈને રાજાને ત્યાં દરબારે જજો. રાજાને કહેજો કે અમને વૈકુંઠ જોવાની હોંશ છે. તે કારણે અમે અહીં તમારે ત્યાંથી વિષ્ણુ મંદિરે થઈને વૈકુંઠ જઈશું. રાજાને વધામણી આપી, પાછા વળતાં રાજમાર્ગે નાચતાં, ગીત ગાતાં ઘણા લોકોની સાથે અહીં આવજો. ત્યારપછી તમને વૈકુંઠમાં વાસ કરાવીશ. વેશ્યા - ભલે! ભલે ! વિષ્ણુ ભગવાન ! હું આ રીતે આવીશ. મને આપ મંત્ર આપો. વિષ્ણુ ભગવાન રૂપે પોપટ કહે - સાંભળ! મંત્ર બોલુ છું. “ૐ રુંઢ મૂંડ ગડબડ ગોટી થાઉ મોહીટી, નારાયણાય નમઃ ફુટુ ફુટુ સ્વાહા // વેશ્યાએ મંત્ર સાંભળી કંઠસ્થ કરી લીધો. મંત્ર લઈ ઘરે આવી. પછી હજામને બોલાવ્યો. માથું મુંડાવી દિવસ અને રાત મંત્રનો જાપ કર્યો. સવારે નાહી ધોઈ, શરીરે સોનાગેરૂ લગાડી, ભગવાં કપડાં પહેરીને રાજદરબારે ચાલી. રસ્તામાં નાચતી, ગાન ગાતી, રાજમાર્ગ ઉપર જતી, વેશ્યાને સહુ જોવા ભેગાં થયાં. હરિની પૂજા કરવા જતાં રાજદરબારે ગઈ. રાજાને વાત જણાવી દીધી. રાજદરબારે બેઠેલા બધા આશ્ચર્ય પામ્યા. ત્યાંથી વેશ્યા નાચતી, ગાન ગાતી, વિષ્ણુ મંદિર જવા નીકળી. તમાસાને તેડું હોય? ન જ હોય. વેશ્યા પાછળ ગામનું લોક ટોળે વળી જોતાં જોતાં સી વિષ્ણુ મંદિરે આવ્યાં. વેશ્યા - હે હરિરાજ ! તમે કહ્યું તે બધી જ ક્રિયા કરીને આવી. હવે ચાલો વૈકુંઠ દેખાડો. તે જ વખતે પેલો પોપટ મૂર્તિ પાછળથી નીકળી સામે ઝાડ ઉપર જઈ બેઠો. અને કહેવા લાગ્યો રે વેશ્યા ! મુર્ખ ! જીવતાં વૈકુંઠ જોવા મળે? પોપટને બોલતો સાંભળી વેશ્યા અને સાથે આવેલા લોકો ઝાડ ઉપર પોપટ સામે જોવા લાગ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૧૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ પોપટ - રે બાઈ ! મેં પણ શઠની સામે શઠતા આદરી. તેં મારી પાંખ છેદી નાખી હતી, તો મેં તારા માથાના વાળ કપાવ્યા. આટલું કહી પોપટ ઉડી ગયો. શેઠને ત્યાં આવ્યો. ધર્મ કરી શેઠ અને પોપટ સ્વર્ગે ગયા. ત્યાંથી બંને બાપ દીકરો થયાં. ત્યાં ધર્મની સાધના કરી સકલ કર્મ પખાવી મોક્ષે ગયા. કથા કહીને કુમારે કહ્યું - હે રાજન્ ! આ મારી વાત સાંભળી મનમાં રોષ ન રાખશો. બીજા ખંડની સાતમી ઢાળે કુમાર કહે એમાં મારો દોષ નથી. એ પ્રમાણે ઢાળ પૂરી કરી. કુંવર કથા કહી એ જિમ ભાંગે એમ ? તિણે જાવું દશે, કુંવર ચલ્યા પામીયા, વિંધ્યાચલ ગિરિપુર જોતાં ગીષ્મકાલ ભૂતલ તમે, તપતો રવિ ગહન, પેઠો ધરી ભ્રમર માતુલ કર એમ ચિંતવે, ઇહાં રહેવું નહિ સાર; કન્યકા, સમરે રિપુ સમરણ કરે, પુચ્છ છેદ પ્રીતડી નૃપ દ્વિજ મન મન શી ચિંતી દક્ષિણ કુંવર તૃષાકુલ વન મુક્તાફલ ક્ષીર શ્રમ -ઃ દુહા ઃ જલકણતતિ, પંકજ જલધિ લઘુબંધુ 'તપતાપિત પંથ તે, તરત ન પીવું પ મુખ તવિ ધોઇએ, કરવું ન સ્નાન ચિંતવી વિશમી ઘડી, સ્નાન કરે વૃક્ષલત્તામાં યક્ષઘેર, જક્ષશિરે મુકતામયી, ક સમ, સરોવર પખાલ કુસુમકજે, “સરસન્મુખ દ્રષ્ટિ ગઇ, જળથી ઝળકે વીજળી, પેઠો અહિત પૂજા ચૈત્યથી પ્રગટયો કરી શ્રી ચંદ્રશેખર રાજાનો રામ ૧૧૭ દીઠું પડિમા કરત વળતાં તાસ હરનાર. ॥૧॥ અહિશેષ; પરદેશ. ॥૨॥ પ્રચ્છન; ઉપવન. ॥૩॥ આકાશ; ઉલ્લાસ. ॥૪॥ ઉત્સાહ; cais. 11411 નીર; શરીર. | જલપાન; બહુમાન. [૭થી દેખ; વિશેષ. [[]] તાસ; ઉજાસ. lll Page #159 -------------------------------------------------------------------------- ________________ કુંવર યક્ષાલય વિલોકી પાછળ ચિંતવે, રહી, કોઇક જોવે કૌતુક પછm એહ દેહ. /૧ol 1 - શ્રેરણ. ૬ - કમળ. : - તોપથી દવા કુલ 8 - કમ ૧૫૧, ૫-સરોવર તરફ. -: દુહા : ભાવાર્થ - આ પ્રમાણે શઠની કથા કહી. પછી કુમાર મનમાં વિચારવા લાગ્યો. હવે અહીં રહેવું તે મારા માટે હિતાવહ નથી. આ રાજાના મામાની કન્યાનું અપહરણ કર્યુ છે. તેથી હું આ રાજાનો દુશ્મન થયો. જેમ કે બ્રાહ્મણ સર્પના પૂંછડા છેદવાનો વિચાર મનમાં કર્યા કરે, પછી સર્પનું અહિત થાય, તેમ આ દુશ્મન રાજાની પ્રીત હવે ભાંગી પડશે. હવે તે મને સ્નેહથી બોલાવશે નહિ. તો તેની સાથે રહેવાથી શું? તે કારણે હવે અહીંથી પરદેશ ચાલ્યા જવું એ જ શ્રેયકર છે. આ પ્રમાણે વિચારી તે રાત્રિને વિશે કુમાર ત્યાંથી કોઈને પણ કહ્યા વિના છાનોમાનો નીકળી ગયો. રસ્તામાં જતાં ગિરિ-પર્વત-નદી-વનને જોતાં કુમાર વિંધ્યાચલના ઉપવનમાં આવ્યો. ઉનાળાની ઋતુ, વૈશાખ મહિનાના તડકા, ડુંગરાળ ભૂમિ તપેલી હતી. માથે મધ્યાહ્ન તપતો સૂર્ય, પૃથ્વીને પણ તપાવી રહૃાો હતો. ગ્રીષ્મકાળના તડકાએ કુમારને તરસ અને ભૂખ બંને ભેગાં કરી દીધા હતા. સુંદર ઉપવન જોઈને આનંદથી કુમારે તેમાં પ્રવેશ કર્યો. સુંદર સરોવરમાં મોતીઓની શ્રેણીઓની જેમ કમળો હતા અને ચારેકોર ભમરાઓ ગુંજારવ કમળ પર કરી રહ્યા હતા. ક્ષીર સમુદ્રના નાના બાંધવ સરખું સરોવર જોયું. ઘણા તાપથી આકુલ વ્યાકુલ થયેલા મનુષ્ય તરત પાણી પીવું ન જોઈએ. તેમાં મુસાફરોએ તો ન જ પીવું જોઈએ. વળી હાથ, પગ અને મુખ પણ ધોવું ન જોઈએ. વળી શરીરે સ્નાન કરવું ન જોઈએ. - કુમારે ઘડી બે ઘડી વિસામો લઈને સ્નાન કર્યું. ત્યારપછી પાણી પીધું. ત્યાંથી આગળ જતાં સુંદર મઝાની લતાકુંજ જોઈ. લતામંડપમાં સુંદર યક્ષનું મંદિર હતું. કુમાર યક્ષના મંદિરનું બહુમાન જાળવી મંદિરમાં ગયો. ત્યાં તો યક્ષની મૂર્તિ જોતાં જ દિમૂઢ થઈ ગયો. યક્ષના માથે સફેદ સ્ફટિકમય મોતીની અરિહંત પરમાત્માની પ્રતિમા જોઈ. પરમાત્માના દર્શન થતાં જ ભાવવિભોર બન્યો. તરત કુમારે પાણીથી પ્રક્ષાલ કરી, કમળ પુષ્પો વડે ઘણા ભાવથી પુષ્પપૂજા કરી. પરમાત્માની ઉત્કૃષ્ટપણે દ્રવ્યથી પૂજા કરી. પછી ભાવપૂજારૂપ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૧.૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન કરવા રંગમંડપમાં બેઠો. વિધિવત્ પરમાત્માની ઉલ્લાસપૂર્વક પૂજા કરી. કુમાર પાછા પગલે મંદિર બહાર આવ્યો. આજુ બાજુ કુદરતની લીલા જોતાં જોતાં જ કુમારે બહાર સુંદર મઝાનું નિર્મળ નીર ભરેલું સરોવર જોયું. સરોવરની પાળે આવ્યો. સરોવરની શોભા જોતાં કુમારની દ્દષ્ટિ પાણી પર પડી. સરોવરના પાણીમાં અણચિંત્યો અત્યંત તેજસ્વી વીજળીનો ઝબકારો થયો. તે જોઈને વિચારવા લાગ્યો, જરૂર આ સરોવરમાં કંઈક રહસ્ય લાગે છે. આશ્ચર્ય પામતો રહસ્ય જોવાને કુમાર યક્ષાલયની પાછળ છાનોમાનો સંતાઈ, ઊભો રહી ગયો. શું આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તે જોવા લાગ્યો. સરોવર જલથી હો કે, તારી તીસરી, રુપ અનુપમ હો, તેજે ઉંધોત કરી, ભૂષણ ચીવર હો કે, ઝળકત અંગધરી, કુંવર તે દેખી હો, ચિંતે ચિત્ત હરી. ||૧|| સાગર કે. વિધાધરી; સિદ્ધ નાગકુમારી વતની નયને તેની દેવ યક્ષને દેખી સખીને -: ઢાળ આઠમી : (શિરોહીના શાલુ હો, કે ઉપર રામપુરી...એ દેશી.) (તે સુત પાંચે હો, કે પઠન કરે નહિ...એ રાગ.) - કહે કહે પુત્રી વનિતા દેવી કટાક્ષે પૂંઠે પૂજા ચૈત્યે પૂજા સા સા તેણે કોઇ પૂછે હો કીધી હો હો હો હો હો હો પૂજિત ભીલની ઉત્તમ હો હો હો હો હો કે, કે. હો હો કે કે, કે, કે, કે, કે, કે, કે. કે, કે, સ્ત્રી નૃપ વળી કોણે ૧૧૨ હોય เย વા ઇંદ્રની અથવા “સબરા નહિ નર લક્ષણ ચિત્ત શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ એક કમળે પૂજા કરમાં અવનત તે પૂજા મન જિતહહ્યું અપ્સરા; વ્યંતરી; કરી ભરી. ॥૨॥ ઊતરી; નીસરી; ધરી; કરી. ॥૩॥ આયરી; ? સબરી; `સખરી. ॥૪॥ સંવરી; ધરી; Page #161 -------------------------------------------------------------------------- ________________ ભૂતળ શંખ વાત કનકને ત્યૐ = સુરી બેસી એ યક્ષદેવ સુણી યજ્ઞદત્ત દારિદ્ર પ્રિયમતી તસ સોમ દ્વાદશ દાનની સ્ત્રી ધાન બાળક ઘર પેટની 'કાંકુશ કરતાં ધરી કળશે હવરાવી રીઝ્યો કુંવરી સાધર્મિક લજવાણી પૂછે સરોવરમાં રજમાં તે જ્ થઇ મુખ રાજા મ્રુત તે લઘુમ્રુત વરસી બુદ્ધિ દ્વિજ વીણા નારી નારી હો વેઠ્યો પંચી એઠું ઘરેણાં હો હો હો નારી હો આગે હો હો હો હો કે, જ છું હો હો હો d, હો હો હો કે, કે, હો >D, કે, O, હો હો કે, કે, કે, તુમે હો કે, કે, કે, કે, કે, કે, કે, કે, કે, કે, રણ છું હું કે, કે, જાણી કે. કુંવર ૪ પગશ્રેણી લક્ષણ રેખ કે, કુણ આ ય છે. કે, પૂજે ગીત તસ લોક પૂજા સુરભિ નૃપ નિવસે દુઃખમાં જયારે તામ વનમાં જિનશિર ખાય “નંદન વેચી ધાન્યને કરી જાતિ મીઠું શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૨૦ પ્રગટ આદર પ્રેમ સુકુંઠ મેં આસન કુંવરને *નતિ માર્કદી તાસ કાળ જન્મ દુકાળ હશ્યો વસો ધરે તેર દૂર એકાંત તેહ પેટ નિ તુલ્ય usi; 82. 11411 પરહરી; જલભરી; ધરી; a21. 11911 થયો; દીયો; કરે; ધરે. ॥૭॥ ? 2. ? 2. ? ઉચ્ચરે, [[]] પુરે; ધરે; ગમે; રમે. થયો; થયો; ગઇ; જઇ. [૧૦] કરે; ભરે; દીએ; તિર્ગમે. [૧૧] Page #162 -------------------------------------------------------------------------- ________________ !!!!11 ૧૨ ) ઘર તજી લાજે હો કે, જઇ પરદેશ ફરે; વિષને ફાંસે હો કે, નર ને નારી મરે; તર તિરિ માંસ જ હો કે, ખાતાં નાસ નહિ; વિપ્ર વણિક જ હો કે, અસુરતા ઘસ બને. ૧રો મિત્ર વિછોહી હો કે, જાવે ભૂખ સરે; મા મૂછાળા હો કે, દીનપણું ધરે; માતા પિતા સુત હો કે, ચૌદે મણ સોમ લઘુ પર હો કે, લોક કરુણા ધરે /૧૩ ભિક્ષાવૃતિએ હો કે, કાળ તે દૂર કરે; યૌવનવય વેળા હો કે, દુઃખે પેટ ભરે; જુગટીયાને છે કે, ટોળે તિત્ય એ; સ્મશાનના મોદક હો કે, લાવી નિત્ય જમે. ૧૪ સુરી આશાપુરી હો કે, દેહરે રાત ઠરે; હેઠી નાખી હો કે, સુરીની પૂંઠ કરે; આટો મત હો કે, દીપક ધૃત લેઇ; ભોજન કરતો હો કે, સુરી શિર પણ છે. તેના સોમતી ઉપર હો કે, એક તિ ક્રોધ ભરી: "રસતા કાઢી હો કે, દીર્ધ ભયંકરી; સોમ તે ઉપર હો કે, ચૂંથંકાર કરે; પાછી સતા હો કે, સુરી નવિ સંતરે. /૧છો લોક પ્રભાતે હો કે, દેખી ભય ધરતા; ચિંતે નગરે હો કે, અપમંગળ કરતા; લોક મળીને હો કે, તસ નૈવેધ કરે; તોહે દેવી હો કે, જીભ ન સંહરે. ૧ળી. સોમ લોકને હો કે, કહે મુજ જો આલો; સોલૈયા હો કે, તો હું ચાળો; રાત શી રોડ શો દ) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૨૧ - Page #163 -------------------------------------------------------------------------- ________________ વડે શત એક પરઠી હો કે, તિાં રહે નિશિભરે; કહે વીતે છે કે, રાંડ એ શું કરે. ૧૮ પાખંડ છડી છે કે, જીભ તે સંવ આ મૂશલશું હો કે નહિ તો ચૂર્ણ કરું વી લ્હીની હો કે, રસના સંહરે; ઇ સોલૈયા હો કે, પૂરજત હરખ વરે. ૧લી પામી ઉપાય હો કે, એક તિ વીઘટે પત્થર મહોટો છે કે, લઇ એમ ઉચ્ચરે; ચૂરણ કરશું હો કે, તુજ મૂર્તિ તણું; નહિતર મુજતે હો કે, આપણે દ્રવ્ય ઘણું //રoll ભય પામીને હો કે, વીએ ઘર દીયો; હવે જો માગીશ છે કે, જાણજે પ્રાણ લીયો; હાર લઇને હો કે, જાતો હરખ હાર સોનૈયા હો કે, હાર્યો જૂગટd. //ર૧ ચાલ્યો વિશે હો કે, ઘત આશા ભાવે; કે તે કાળે હો કે, વિંધ્યાટવી પાવે; ભિક્ષાવૃતિએ હો કે ચિતે ભવ ગયો; સુખનો દહાડો હો કે, હજીયે ન કાંઇ થયો. રર ભુખ તૃષામાં હો કે, ઉષ્મ ઋતુ કાળે; અટવી ભમતાં હો કે, સર એક નિહાળે; જળ ગળી પીવે છે કે, વન ફળ ખાવતો; લવંગલતા ઘર હો કે, દેખી જાવતો. તે તિાં લઘુ પડમા હો કે, રાની જયોતિ હસી; પ્રથમ જિર્ણતી હો કે, દેખી ચિત્ત વસી; બીજે ખંડે હો કે, આઠમી ઢાળ એસી; શ્રી શુભવીરતી હો કે, વાણી અમૃત શી. //રજો ૧ - ભીલ અને ભીલડી, રે - સારી. ૩ - કમળ, અંકુશ, ૪ - પ્રણામ, ૫ - પુત્ર. ; - જીભ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #164 -------------------------------------------------------------------------- ________________ જિનભક્ત યક્ષદેવ -: ઢાળ-૮ : ભાવાર્થ : સંતાઈ ગયેલા કુમાર કૌતુક જોવા ઉત્સુક બન્યા છે તે ટાણે સરોવરના પાણીમાંથી એક રૂપાળી સ્ત્રી નિકળતી જોઈ. સુંદર સ્વરૂપવાન, તેજ થકી ઝાકઝમાળ, વળી તેનો દેહ પણ સુંદર ઝગારા મારતો હતો. વસ્ત્રો અને આભૂષણોથી તેનો દેહ ઢાંકેલો હતો. તે સ્ત્રીને જોઈ કુમાર વિચારવા લાગ્યો. સરોવરમાંથી નીકળી તો આ સાગરપુત્રી તો નથી ને ? વા વિદ્યાધર કન્યા હશે? શું આ સિધ્ધ પુરુષની સ્ત્રી હશે? શું ઈન્દ્રની અપ્સરા હશે ? શું આ વનની દેવી હશે? કે જે સ્ત્રી સારા લક્ષણોથી શોભતી હતી. આ કન્યા કોણ હશે? તેના નયન કટાક્ષો તો કુમારના હૈયામાં ઊતરી ગયા. કુમાર તો આ કન્યાને જોવામાં લીન હતો. ત્યાં તો તે કન્યાની પાછળ, તે જળમાંથી બીજી કન્યા નીકળી. બંને કન્યાના હાથમાં પૂજાપાની થાળીઓ હતી. બંને સાથે યક્ષરાજના મંદિરે આવી. મંદિરમાં જતાં જ બંનેએ હાથ જોડી યક્ષરાજને પ્રણામ કર્યા. બંને સખીઓએ શણગાર સજ્યા હતા. મલપતા મલપતી મંદિરના ગર્ભગૃહે જઈ ઊભી. ત્યાં તો નજરે પ્રભુને અને યક્ષને જોતાં એકબીજાને કહેવા લાગી - સખી ! કોઈ અહીં આવ્યું છે. તેણે પ્રભુની પૂજા કરીને સુંદર તાજુ મઝાનું કમળ પણ ચડાવ્યું છે. સખી ! અહીં કોણ આવ્યું હશે? સખી - હે સાહેલી ! અહીં તો બીજુ કોણે આવે? પરંતુ આ જંગલમાં રહેતા ભીલ અને ભીલડી કદાચ આવી ગયાં હોય અને તેઓએ પૂજા કરી હોય. કન્યા - રે સખી ! આ પૂજા બતાવે છે કે ભીલની કરેલી નથી. કોઈ નરપુંગવ કે દેવની કરેલી આ પૂજા છે. જિનેશ્વર પરમાત્મા જેના હૈયામાં વસ્યા હશે એવા કોઈ ઉત્તમ પુપે કરી છે. સખી! બહાર જો ભૂમિ ઉપર આવનારના પગની પગલીઓ શ્રેણીબધ્ધ પડી છે. આ પગલાંમાં તો લક્ષણોથી લક્ષિત - શંખ - કમળ - અંકુશના ચિહ્નોની રેખા દેખાય છે. વાત કરતાં પૂજા ભૂલીને બહાર આવી જોવા લાગી. તરત જ બંનેને પરમાત્મા યાદ આવતાં મંદિરમાં આવી. સોનાના કળશે સુગંધિત જળ વડે જિનદેવને નવરાવ્યા. પછી પ્રેમપૂર્વક પૂજા કરી. ત્યારપછી રંગમંડપમાં બંને સખીઓ આવી. અંગપૂજા અગ્રપૂજા કરી. હવે તેમાંથી એક જણીએ વિણા લીધી. ભાવપૂજામાં ભાવવિભોર બની પરમાત્માના ગુણ ગાવા ચૈત્યવંદન કર્યું. ને સ્તવન આવતાં મધુર કંઠે સુંદર આલાપે. વીણાના સૂર સાથે અવિહડ ભકિત કરી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૨૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ક : - LS S 10 ET જંગલમાં મંદિર, યક્ષરાજના શિર પર જિનપ્રતિમાની પૂજા કરતી દેવીઓ, દૂરથી કુમાર આ દ્દશ્ય જોઈ રહ્યો છે. સુંદર આલાપે ગવાતાં ગીતો સાંભળી કુમાર તરત જ પ્રગટ થયો. કુમારને જોતાં કુંવરી-કન્યા તરત જ આદર દઈને બોલાવ્યા. પરમાત્માના મંદરિમાં દેવલોકની દેવીએ આરાધના કરતાં, પોતાની સાધર્મિક સગાઈએ કુમારે બે હાથ જોડી જય જિનેન્દ્ર બોલી પ્રણામ કર્યા. અજાણ્યા પરદેશીનો વ્યવહાર જોઈ કન્યા લજવાણી. શરમ આવતાં છતાં કન્યાએ બેસવા માટે આસન આપ્યું. આસન પર બેસતાં જ કુમાર પૂછવા લાગ્યો. કુમાર - આપ કોણ છો? સરોવરમાં કે વનમાં વસો છો? વળી મને આશ્ચર્ય થાય છે કે આ મંદિર • યક્ષરાજનું છે. યક્ષદેવ થઈને જિનેશ્વરદેવને માથા ઉપર ધારણ કેમ કર્યા છે? કુમારના પૂછાયેલ પ્રશ્નોના જવાબ આપતાં કુંવરી કહે - હે નરપુંગવ મહાપુરુષ! સાંભળો ! માકંદીપુર નામે નગર હતું. ત્યાં યક્ષદા નામે બ્રાહ્મણ રહેતો હતો. પુણ્યની કચાશે બિચારો દરિદ્રી (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૧૨૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગરીબ હતો. તેને પ્રિયમતી નામે સ્ત્રી હતી. બિચારાં દુઃખમાં પોતાના દિવસો વીતાવતાં હતાં. સંસારમાં આ બ્રાહ્મણને તેર સંતાન હતાં. પોતાના પરિવારનું ભરણ પોષણ યક્ષદત્ત માંડ માંડ ચલાવતો હતો. પરિવારમાં છેલ્લો તેરમો પુત્ર સોમ નામે હતો. જયારે તેનો જન્મ થયો તે જ વરસથી બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. જ્યાં એક ટંક ભોજનના ફાંફાં હતા. તો દુકાળમાં શું કરે ? કપરા દિવસો આવ્યા. લોકોમાં દાનની બુધ્ધિ હતી તે પણ ચાલી ગઈ. તો અનાજ કયાંથી મળે ? પોતાના બાળકોને છેતરી મા ખૂણામાં જઈને એકલી કંઈ પણ એઠું જૂઠું મળ્યું હોય તે ખાઈ જતી. સ્ત્રીઓ પોતાના બાળકોને વેચી દઈને પેટ ભરવા લાગી. વળી કેટલાક તો પોતાના ઘર કે ઘરેણાં દાગીના ધાન્યના તોલે આપી દેતાં. અને ધાન્યને મેળવતા હતા. પેટ કરાવે વેઠ.’ વેઠમાં ને વેઠમાં લોકો પોતાના દિવસો પૂરા કરવા લાગ્યા. વળી કેટલા ઘર છોડી દઈને પરદેશ ભટકવા લાગ્યા. ખાવા ન મળતાં લોકોએ વિષનું ભક્ષણ કરીને જિંદગી ટુંકાવવી શરૂ કરી. શું કરે ? માણસો તિર્યંચ પશુને મારી, તે માંસ ખાઈ પેટ ભરવા લાગ્યાં. વાણિયા બ્રાહ્મણો પોતાની જાત ભૂલી જઈ દાનવના દાસ બની ન ખાવાની વસ્તુ ખાવા લાગ્યા. ભૂખના દુઃખથી ત્રાસેલા લોકો મિત્રોને ઠગતા. અને છોડી પણ દેતા હતા. અભિમાનમાં ફરતા લોકો પણ આ ભીષણ દુકાળમાં બિચારા દીનતાને ધરતા હતા. આ કપરા સમયમાં યક્ષદત્ત તેની પત્ની અને બાર સંતાનો ભૂખમરામાં મરણ પામ્યાં. તેરમો પુત્ર સોમ એક જ બચી ગયો. તે પણ સાવ નાનો હતો. ભિક્ષાવૃત્તિથી ભટકતો લોકો તેની દયા લાવી કયારેક કયારેક ખાવાનું આપતા હતા. દુઃખના દહાડામાં વરસો વીતવા લાગ્યાં. ગરીબાઈએ સોમનો ભરડો લીધો. યૌવનવયમાં આવેલ સોમ દુઃખથી માંડ પોતાનું પેટ ભરતો હતો. દુકાળ પૂરો થતાં કંઈક લોકો સ્વસ્થ થતાં વળી વ્યવહાર ચાલુ થયો. ઘરબાર વગરના, ધન વગરના સોમ બ્રાહ્મણની સાર સંભાળ કરનાર કોઈ નથી. યૌવનના મદમાં સોમ જુગારિયાના ટોળાના રવાડે ચડ્યો. દિનભર મહેનત કરે, બે પૈસા મળે ને તરત જ જુગાર ખેલવા ચાલ્યો જતો. કોણ સુધારે ? કોણ તેને વા૨ે ? જુગારની લતે ચડેલો ખાવા માટે પણ પૈસા રાખતો નહિ. જે પૈસા મળે તે જુગારમાં ખોઈ બેસતો. ભૂખ કોઈની સગી થઈ નથી. તો સોમની સગી કયાંથી થાય ? જુગારિયાની સોબતથી સોમની પાસે પૈસો ટકતો નથી. ખાવા માટે હવે આ સોમ સ્મશાનમાં જઈને મૃતક પાછળ મૂકેલા લાડુને લઈ આવતો. તેનાથી ઉદરપૂર્તિ કરવા લાગ્યો. રહેવા ઘર નહોતું. પહેલાં તો પાડોશી કે શેરીના લોકો બિચારો - મા બાપ વગરનો છે સમજી આશરો આપતા હતા. પણ હવે તો મહાવ્યસની જુગારિયાને કોઈ પણ પોતાના આંગણામાં પણ ઊભું રહેવા દેતું નથી. તે સ્મશાનમાં લાડુ ખાય. રાત પડે આશાપુરી માતાના મંદિરે રાતના આવી સૂઈ જતો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૨૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ભુખાવળા સોમને જયારે ખાવા ન મળતું ત્યારે તે ગુસ્સામાં અસુરી દેવીની મૂર્તિ ઉખાડી નાખી. ભિક્ષાવૃત્તિમાં લોટ મળ્યો હતો. મંદિરમાં જલતા ઘીના દીવામાંથી ઘી લઈને લોટમાં નાખીને રોટી બનાવી ખાવા લાગ્યો. અસુરી દેવીના મસ્તક ઉપર પગ મૂકી ભોજન કરતો. વળી તેને હેઠે નાખી પછી પૂંઠ કરીને પણ જમતો હતો. સોમની ચેષ્ટાઓ જોઈ, દેવી ક્રોધાયમાન થઈ અને લાલચોળ જીભ બહાર કાઢી, ભયંકર રૂપને ધારણ કરીને સોમને ડરાવવા લાગી. પણ સોમ જરાયે ડરતો નહોતો. બહાર કાઢેલી જીભ ઉપર સોમ થૂ થૂ કરીને થૂંકવા લાગ્યો. રાત પૂરી થઈ. સવારે સોમ ત્યાંથી ચાલી ગયો, પણ આ દેવી જે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને જીભ બહાર કાઢી હતી તે તેમ જ હતી. જીભ પણ પોતાના મોઢામાં પાછી નહોતી લીધી. સવાર થતાં લોકો રોજની જેમ આ મંદિરે દર્શન કરવા આવ્યા. આવા સ્વરૂપવાળી માતાને જોઈને સૌ ડરી ગયા. ડરના માર્યા દેવીને વંદન કર્યા વિના ઘર ભણી ચાલ્યા ગયા. સૌ નગરજનો ભેગા થઈ વિચારવા લાગ્યા. માતા ક્રોધાયમાન થયા છે. જરૂર નગરનું આ અપમંગળ છે. અપમંગળને ટાળવા લોકો ભેગા થઈને જાત જાતના નૈવેદ્ય ધરવા લાગ્યા. છતાં દેવી શાંત ન થઈ. જીભને પોતાના મોઢામાં પાછી ન સંહરી. સોમ આ નગરમાં આટલો મોટો થયેલો ઉપદ્રવ જોઈ કહેવા લાગ્યો - હે નગરના લોકો ? તમે સાંભળો ! મને સો સોનૈયા આપો, તો આ દેવીના ચાળાને હું દૂર કરું. લોકોએ સોમની એ વાત સ્વીકારી લીધી. સોમને તો જુગાર રમવા ગમે ત્યાંથી પૈસા જ જોઈતા હતા. સો સોનૈયા મળશે. તેથી હર્ષ પામેલો સોમ તે રાત્રિને વિષે આશાપુરી માતાના મંદિરમાં રહ્યો. ઘડી બે ઘડી રાત વીતી હશે ત્યાં તો સોમે દેવીને કહ્યું - હે રાંડ ! તું આ શું કરે છે ? આ તારા પાખંડીપણાને છોડી દે. તારી આ જીભ જે બહાર કાઢી છે અને લોકોને બીવરાવે છે તો તે જીભ તારા મોઢામાં પાછી ખેંચી લે. જો નહિ લઈ લે તો સાંભળ ! આ સાંબેલાથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. બ્રાહ્મણ સોમની વાત સાંભળી, દેવી ભય પામી. તરત જ જીભ મોઢામાં પાછી લઈ લીધી. ત્યાર પછી શેષ રાત સોમ ત્યાં નિરાંતે ઊંઘી ગયો. સવાર થતાં નગરવાસીઓ મંદિરે આવવા લાગ્યા. માતાની જીભ બહાર લટકતી નહોતી. ત્યાં જ સોમે લોકો પાસે સો સોનૈયા માગ્યા. નગરજનોએ હર્ષિત થઈને સોમના હાથમાં સો સોનૈયા આપી દીધા. સોનૈયા લઈને હરખાતો સોમ વળી જુગટું રમવા જુગારિયા ભેગો જઈ ભળ્યો. જુગાર રમતાં દ્રવ્ય જાય પણ ખરું ને વળી કયારેક જીતી પણ જાય. વળી એકદા સોમ દેવી પાસે પહોંચ્યો. તે જાણતો હતો કે દેવીને ધમકી આપતાં દેવી મને દ્રવ્ય આપશે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૨૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ એ લાલચે એક મોટો પત્થર લઈને મંદિરમાં પહોંચ્યો. પછી દેવીને કહેવા લાગ્યો - હે દેવી ! મને દ્રવ્ય જોઈએ છે, દ્રવ્ય આપ નહિ તો આ પત્થરથી તારા ટુકડા કરી નાખીશ. ભય પામેલી દેવી કહે - હે જુગારિયા ! આજે તો તને આ રત્નનો હાર આપું છું. સોનાથી મઢેલો રનનો હાર સોમના હાથમાં આપતાં વળી કહેવા લાગી - હે દ્વિજ ! હવે ફરીથી જો મારી પાસે કંઈપણ માંગીશ તો તને હણી નાખીશ. તારા પ્રાણ હું લઈ લઈશ. સોનાનો હાર હાથમાં આવતાં જ સોમ બ્રાહ્મણ ઘણો હરખાયો. હાર લઈને વળી જુગારની લતે, વ્યસને જુગારિયાની ટોળીમાં ભળી ગયો. સો સોનૈયા ગુમાવ્યા. સોનાનો હાર પણ જુગારમાં ખોયો. હાર્યો જુગારી બમણું રમે. ઘણું રમ્યો. પણ હવે દ્રવ્ય પાસે નથી. તો શું કરે? પોતાની શેરી, જુગારિયાનો અડ્ડો ને છેલ્લે પોતાનું ગામ છોડી દઈ, ધન કમાવાની આશાએ પરદેશ ચાલી નીકળ્યો. સોમ ગામ છોડી ચાલ્યો જાય છે. વન - જંગલ - નદી - તળાવ - પર્વત આદિ વચમાં આવતાં જોતો જોતો જાય છે. ભૂખ લાગે ત્યારે વનફળ આરોગી લેતો. નદી સરોવરના પાણી પીને તરસ દૂર કરતો. ચાલતાં ચાલતાં ઘણુ ચાલ્યો. કેટલાક દિવસ પછી વિંધ્યાચલની અટવી આવી પહોંચ્યો. - એકલો અટૂલો સોમ હવે પોતાના મનમાં ચિંતવવા લાગ્યો. રે મૂર્ખ! જન્મારો ભીખ માંગી માંગીને પૂરો થવા આવ્યો. સુખનો દહાડો એક પણ મને જોવા ન મળ્યો. અને મળવાનો પણ નથી. તો હવે શું કરું? વિચારતો વિચારતો બિચારો પોતાના નસીબને રડતો જાય છે. ઉનાળાના દિવસો આવ્યા. ભટકતા સોમને હવે તો ભૂખને તૃષા બહુ સતાવે છે. તેને સહન કરતો વિંધ્યાચલની અટવીમાં ચાલ્યો જાય છે. વૈશાખ માસના ધોમ ધખતા તાપને સહન કરતાં બ્રાહ્મણ સોમે સુંદર સરોવર જોયું. સરોવર જોતાં હરખ પામ્યો. સરોવરીયા પાળે આવી બેઠો. થોડો વિશ્રામ લઈને પહેરેલા વચ્ચે પાણી ગાળીને પીધું અને વનફળ લઈને ખાધાં. આ વડલાના વૃક્ષ નીચે આરામ કર્યો. વળી આગળ જવા માટે ઊભો થયો. ત્યાં તો તેને સરોવરની પાળે લતામંડપ જોતાં જ ત્યાં પહોંચ્યો. લતાના એ બાગમાં લતાઘર જોતાં તેમાં પેઠો. લતાઘરમાં રત્નની નાની પ્રતિમા જોઈ. રત્નની હોવાથી તેની જયોતિના ઝગઝગારા કરતી આ પ્રતિમા હસતી જોઈ, સોમ આનંદ પામ્યો. પ્રતિમા જોતાં જ તેનો સઘળો થાક ઊતરી ગયો. રત્નપ્રતિમા અતિ સુંદર સોહામણી પ્રથમ નિણંદ શ્રી આદિશ્વર દાદાની હતી. પ્રભુને ઓળખતો નથી. બિચારો કયાંથી ઓળખે? પણ આ કોઈ દેવ છે, કોઈક ભગવાન છે, માની લીધું. પ્રતિમા મનમાં વસી ગઈ. બે હાથ જોડી પ્રણામ કર્યા. આ પ્રમાણે બીજા ખંડને વિષે આઠમી ઢાળ અમૃત સરખી વાણીથી શ્રી શુભવીર વિજયજીએ કહી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૨૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ સર T સોમદેવ દીઠી હતી એહવા દેવ ભીખતાં આ કોઇ સખાઇ કરુણા કરી તાપસ પરે આ રહી, કરું ભક્તિ વશે ભગવાન છે, ઉતારે નામ નથી જાણતો, પણ એ જળ કુસુમે એમ ચિંતી એમ નિત્ય તુમ ગોત્ર વન મુજતે : મન કહી પૂજીને પૂજન પડિમા ન ભવ ન મુજ પરમેશ્વરે, વન -ઃ દુહા ઃ ચિંતવે, ઇસી, સેવીયા, ગયો, તુજ સેવના, ઉચ્ચાસને, ફળ ઇમ માદીપુરી વસી આજ પરભવમાં પૂજાય છે, કરશું પ્રભુને કહે, સાહિબ હું ફલિત સુસ્થાન વ્યસને ન થયો, દર્શન કે, છે ફળશે બેસારી એકણપિંડ દીધ એક પામ્યો ચિંતામણી તે મુજ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૨૮ સેવા દુઃખ પ્રભુ ફળ તુમયુ છું નિશ્ચયે ધરી માહિ; ક્લિમાંહિ. [૧૫] ચિત્ત; વિત્ત. ॥૨॥ ભમંત; visia. 11311 લધાર; સમ ફળજો પાર. ॥૪॥ ભણે, હવે, -ઃ દુહા ઃ વિંધ્યાચલની અટવીમાં રહેલા સરોવરની પાળે લતાગૃહમાં સોમદેવ બ્રાહ્મણે જિનપ્રતિમા જોઈ, વિચારે છે કે, મેં મારા માકંદીપુર ગામમાં કોઈ મંદિરમાં આવા ભગવાન જોયા છે. પણ આ ભગવાન જોતાં જ મને ગમી ગયા છે. મારા મનમાં વસી ગયા છે. જુગારિયા સોમના વિચારો પલટાવા લાગ્યા. આ છે જિનદર્શનનો પ્રભાવ. જુગારના વ્યસને ચડેલો માનવી આજે સારા વિચારે ચડ્યો છે. રે ! મેં પરભવમાં આવા દેવની સેવા ન કરી. જેથી કરીને આ ભવ ભીખ માંગવામાં ગયો. વ્યસનમાં લુબ્ધ થયેલા મને ધન પણ ન મળ્યું. નિરધાર; આહાર. ॥૫॥ અજાણ; અહિઠાણ. ॥૬॥ ઐહ; તેહ. [ાની દેવ; સેવ. lll Page #170 -------------------------------------------------------------------------- ________________ અધમ એવો હું મને કોઈએ મિત્ર તરીકે પણ ન ગણ્યો. કોઈ મારો મિત્ર પણ ન થયો. આજ દિન સુધી હું એકલો જ ભટક્યો છું. મને કોઈનો સાથ સહકાર ન મળ્યો. ભટકતાં મને શાંતિ પણ ન મળી. દુર્જનની સંગતિ કોણ કરે? હવે સોમ પોતાના પાપ ઉપર પારાવાર પસ્તાવો કરે છે. કરેલા કામો પર ધૃણા પેદા થઈ. હવે પરમાત્મા પાસે પોતાના પાપનો એકરાર કરે છે. ચોધાર આંસુએ રડતો પાપને પખાળી રહ્યો છે. કંઈક શાંત થતાં પ્રભુને કહે છે - હે કરુણાસાગર ! હે પરમાત્મા ! મને આજે આપે દર્શન આપ્યા. આ એકાંત સ્થાનમાં તમારા દર્શનથી મને ઘણો જ આનંદ થયો છે. હવે તમને છોડીને કયાંયે જઈશ નહિ. આ જંગલમાં રહી તારી ભકિત કરીશ. તાપસ પેઠે રહીને તારી સેવા કરીશ. હે ભગવન્! આજે મારા ભાગ્ય ફળ્યા, જે આવા જંગલમાં પણ તારું દર્શન પામ્યો. હે પરમેશ્વર ! તારી ભકિત કરતાં હું દુઃખથી મુકત થઈશ. તારી ઉપર શ્રધ્ધા છે કે હું જરૂર હવે સુખી થઈશ. હે ભગવન્! તમારું નામ જાણતો નથી. તમારુ ગોત્ર પણ જાણતો નથી. છતાં નિશ્ચયથી કહું છું કે આપ ભગવાન છો. જળ અને પુષ્પોથી ભગવાન પૂજાય છે તેવી ખબર છે. તેથી હું પણ તમારી જળથી અને પુષ્પોથી પૂજા કરીશ, અને વનમાં રહેલા ફળફળાદિ ખાઈને મારો નિર્વાહ કરીશ. જીવન પરિવર્તન થયું. આ પ્રમાણે પ્રભુ પાસે વાતો કરતાં વળી આગળ કહે છે કે હે સાહિબ ! હું અજાણ્યો છું. આપનું રહેઠાણ આ સુંદર સરોવર તીરે રહેલા વનમાં છે. આપ તો મને ઓળખતા હશો. મારા પાપો ધોવા માટે આપની પાસે રહી આપની સેવા કરીશ. મારી આ આશા જરૂર ફળશે. આ પ્રમાણે કહી સોમે પરમાત્માને ઊંચા આસને પ્રેમથી લઈને બેસાડ્યા. ચિંતામણી સરખા દેવની પૂજા દરરોજ કરવા લાગ્યો. તમારી પૂજાનું ફળ જે મળતું હોય તે મને પણ જરૂરથી મળજો. બસ હું બીજુ કંઈ જ માંગતો નથી. -: ઢાળ નવમી : (માડી આંબાના વડ હો, ભર્યા સરોવર લહેરો લીયે રે.... એ દેશી) | (વા'લો વસે વિમલાચલે રે... એ રાગ). સોમદેવ કરે જિનસેવ, પણ અરિાને નવિ ઓળખે રે, ભદ્રિકપણે ભકિત કરવ, વનફળ માધુરતા ભખે રે; નિશક્તિ ધરતો પ્રભુ ધ્યાન, વન વસતો તપસી પરે રે, જાણે પામ્યો પમ વિધાત, મહા પ્રભુ રખે કો હરે રે. 1/1/ (શ્રી ચંદ્રશેખર રાજાના રાસ) ૧૨૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ એમ કેટલોક કાળ ગમાય, વિષય વેળા ગઇ વિસરી રે, એક હ્રિ અતિ આહાર કરાય, મીઠાં વૃક્ષફળ સંવરી રે; થઇ પેટપીડા મહાશૂલ, પણ મનથી પ્રભુ ન વિસરે રે, મરણ થયું અનુકૂળ, ધ્યાન સમાધિ અંતે વરે રે. ચા તેણે ઉચ્ચરે 2. 11311 રે, થયો પ્રથમ તિકાયે યક્ષ, વ્યંતરની રાજધાનીએ રે, લહે અવધિનાણ પ્રત્યક્ષ, રત્નશેખર તામે જાણીએ રે; તેણે આવી તિહાં તિજ દેહ, અગને હી શૌય તતુ કરે રે, જિત આગળ વંદી તેહ, કર જોડી એમ દુનિયાએ કીધો દૂર, સ્થાનક હાસ્યના લોકમાં ભટકતો દેશ વિદેશ, હું રહેતો બહુ શોકમાં રે, પામ્યો સુરતી ઠકુરાઇ, તે ઉપકાર પ્રભુ ! તુમ તણો એમ કહી પૂજી જગનાથ, ચૈત્ય કરાવે સોહામણો નિજ પડિમા કરી થાપત, ઉપગારી પ્રભુ શિર ધરે જિતશેખર બીજું તામ, લોકમાંહે તે ખ્યાતિ કરે હું કર્મકરી છું તાસ, કનકપ્રભા નામ માહરું કહ્યું છે મુજ પૂજજો નાથ, સુંદર કામ એ તાહરું રત્નશેખરને આદેશ, જિનભક્તિએ ઇહાં રે, રે. ॥૪॥ રે, રે; રે, લેઇ પૂજાપો કરી સેવ, દાસીશું ઘર બહુલે પરિવાર, પૂજી નાથ, વળી આવું ઉજળી 'ભૂતેષ્ટા હોય ક ઉત્સવ રત્નશેખર બહુ પરિવાર, આવે દર્શન ધ્યાનની ધારણે નિજ મૂર્તિ મુકુટ પર નાથ, દેખે પ્રભુ ભક્તિ કરતાં મુજ, કેતા વરસ વહી ગયા આવતી જાવતી પાંચમે આઠમે કારણે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૩૦ રે. [[૫]] રે, રે રે, રે. શાકા રે, રે; રે. ચંદ્રશેખર સાંભળી વાત, મતમાંહે હર્ષિત થયા 2. 11oll કહે કુંવર મહા અચરીજ, મહોટા નાથ નિહાળીયા રે, તુમ મુખ સુણતાં આ વાત, નયન કાત સફળાં થયાં રે; Page #172 -------------------------------------------------------------------------- ________________ માંગો ઇચ્છા અનુસાર, તે તમને દીયું રે, ભણે સો જિનમેળા ઉપરાંત, કાંહી એ નથી માંગી લીયું રે. . સા વદે તુમ જાવું દૂર, અટવીપંથ વિષમ છે રે, . કહી કથી ઊતારી દીધ, વિક્તા જડી એક છે રે; લઇ દક્ષિણદિશિ ઉશ, જોતો ચલે વતગિરિ રે, મુક્તાફળ જલકલ્લોલ, રેવા નદી વચ્ચે ઊતરી રે ! ચાલતા નદી ઉપકંઠ, ભીની રેત સુકોમલી રે, 'વાતાયુ વિમલ પશ્રેણી મધ્યે, 'નારીપદ એક છે રે; દેખી મત ચિતે રાય, દીસે કૌતુક આગળે રે, પગલાં અનુસાર, શીધ્રપણે જઇ ભેગાં મળે રે /holl સસલાં હરણાં કપિવૃદ, ટોળું દીઠું જાતું મોજશું રે, મળે નવયૌવત તારી, રૂપવંતી ચલે રીઝણું રે; તાપસણીને વેશ, "વલકલ પહેરીને ચાલતી રે, એણિકા નામ ઠરાય, અંગ સુકોમલ હાલતી રે. //૧૧ તસ આગળ સૂડો . એક, ચાલે શાસ્ત્ર ભણ્યો ર્યો રે, શુક સારિકા પરિવાર, જેમ ગુરુ શિષ્ય શું પરિવર્યા રે; ચિત ચિંતે દેખી કુમાર, કૌતુક આ નવિ વિસરે રે, ઉપશમ પામી પશુજાતિ, તાપસણીની સેવા કરે રે /૧રો તરુ હેઠ લતાધર પાસ, તે સર્વે મળી બેસીયાં રે, જઇ ભૂપ ભણે હે નારી, તેં પશુઆ કેમ ઇચ્છિયા રે; માણસ ભયે ચંચળ નેત્ર, નાસતાં શુક ઉચ્ચરે રે, નહિ થ્થાપદ એ નરજાતિ, છે મનમાં ભય શું ઘટે રે /૧૩ પથભ્રાંત સમાગત તેણ, આગતા સ્વાગત કીજીયે રે, તવ લાજ ધરી પૂછત, પણ ભયથી તનુ ધુજીયે રે; કયાંથી આવ્યા કીયે દેશ જાવું ? ક્ષણ ઉપવેશીયે રે, તરુપલ્લવ બેસી કુમાર, કહે અમે દૂરથી આવીએ રે /૧૪ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૩૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ જવું દક્ષિણ ઉત્તરપંથ, સુણી શુકવાક્ય સા કાવતી રે, વનમાંથી મીઠાં ફળ સાર, જલ સાથે લેઇ આવતી રે; ખાઇ વિશમંત કુમાર એણિકા શુક શું તિાં રે, બીજે ખંડે નવમી ઢાળ, શ્રી શુભવીરે ભાખી હાં રે /૧૫ll ૧ - ચૌદશ, રે - હરણ, ૩ - નારીનાં પગલાં, ૪ - છાલનાં વસ્ત્ર. -: ઢાળ - ૯ : ભાવાર્થ : જુગારિયો સોમ સુધરી ગયો. દરિદ્ર અવસ્થા ટાળવા માટે ધનની આશાએ પરદેશ નીકળ્યો. પ્રબળ પુણ્યનો ઉદય થતાં જંગલમાં પરમાત્મા મળી ગયા. બિચારો સોમ ! પરમાત્મા જિનેશ્વરની દરરોજ સેવા કરવા લાગ્યો. પણ. પણ. આ પ્રભુને ઓળખતો નથી. અરિહંત પ્રભુ છે તે રીતે ઓળખાતો નથી. ભદ્રિકપણે પ્રભુની સેવા કરવા લાગ્યો છે. વનફળ આરોગતો, સરોવરના પાણી પીતો. તે સિવાય બધો જ સમય પરમાત્માના ધ્યાનમાં ગાળતો હતો. તાપસની જેમ વનમાં રહેતો. આ સોમદેવને પ્રભુ મળ્યા તો જાણે પરમ નિધાનરૂપ અખૂટ ખજાનો મળ્યો ન હોય તે રીતે પ્રભુની નજીક રહેવા લાગ્યો. રાત-દિવસ પ્રભુની સેવા કરતો અને સાવધ થઈ પ્રભુને સાચવતો. રખે મારા પ્રભુને કોઈ લઈ ન જાય. કોઈ હરણ પણ ન કરી જાય. રાતમાં પણ સૂતેલો તાપસ સોમ, વળી ઠીને પ્રભુને જોતો. મારા પ્રભુ કયાંયે ચાલ્યા ન જાય? પ્રભુની ભકિતમાં તાપસ સોમ બ્રાહ્મણનો ઘણો કાળ વીતી ગયો. ભૂતકાળ ભૂલી ગયો, પરમાત્મામાં લીન થઈ ગયો. એક દિન પોતાની ભૂખ કરતાં વધારે વનફળ ખાઈ ગયો. મીઠાં ફળને પેટે ન સંઘર્યા. પેટમાં પીડા ઉપડી. મહાશૂલની પીડા સહન ન થાય, તો પણ પ્રભુ ભૂલાતા નથી. મહાશૂલનો રોગ સોમને ભરખી જવા આવ્યો. છતાં મનથી પણ પ્રભુને વીસરતો નથી. પ્રભુના ધ્યાનમાં તાપસ સોમ મૃત્યુ પામ્યો. શુભ અધ્યવસાયથી સમાધિપૂર્વક મૃત્યુ પામ્યો. પ્રથમ નિકાયે વ્યંતરની રાજધાનીએ યક્ષ રૂપે ઉત્પન્ન થયો. અવધિજ્ઞાનથી જોતાં પોતાનો પૂર્વભવ જોયો. ત્યાંથી તરત જ યક્ષ નીચે આવ્યો. વિંધ્યાચલ અટવીમાં રહેલા લતાગૃહમાં પ્રભુ આદિશ્વર પ્રતિમા પાસે આવી ગયો. પરમાત્માની ત્યાં ભકિત કરી. પછી પોતાના દારિક દેહને (તાપસના શરીરને) નવરાવી ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. વ્યંતર નિકાયના દેવે રત્નની પ્રતિમાના અનુસરે યક્ષે પોતાનું નામ રત્નશેખર રાખ્યું. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૩૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ રત્નશખર પરમાત્માને હાથ જોડી કહે છે - હે પ્રભુ! નાની વયમાં મા બાપ ગુમાવ્યા. ભિખારી કરતાં ભૂંડી દશામાં ભટક્યો. સમજ આવતાં જુગારિયો થયો. જુગારિયો બનતાં દુનિયાના લોકોએ મને હડસેલો મારી દૂર કર્યો. દુષ્કૃત્યોથી લોકમાં હું હસીને પાત્ર બન્યો. ધન કમાવા દેશ પરદેશ ભટકયો. હું બહુ દુઃખી થયો. હું બહુ શોક કરતો. મને એક ટંક ખાવાનું પણ મળતું નહોતું. તે તરણતારણ દેવ ! ભટકતા એવા મને તું પ્રભુ મળી ગયો. મારો બેડો પાર થઈ ગયો. તારા ઉપકારથી મને દેવ પદવી મળી. હે નાથ ! તારો ઉપકાર ર્યે ભૂલાય? પરમાત્માની અનન્યભકિત કરી, પરમાત્માની પૂજા કરી. સોહામણું જિનમંદિર બનાવી, તેમાં પોતાની યક્ષ રૂપે પ્રતિમા ભરાવી તેમાં પધરાવી. પ્રભુની પ્રતિમાને પોતાના માથા ઉપર સ્થાપના કરી. જિનશેખર આ રીતે પોતાનું બીજું નામ રાખી લોકમાં આ નામથી પ્રખ્યાતિ પામ્યો. એ જિનશેખર યક્ષરાજની હું સેવિકા છું. મારું નામ કનકપ્રભા છે. મને મારા સ્વામીએ કહ્યું છે કે દરરોજ અહીં આવી મારા ભગવાનની પૂજા તારે કરવાની છે. સુંદર આંગી કરવી વગેરે તારું કામ છે. તે પ્રમાણે મને કહ્યું છે. રત્નશેખર યક્ષના આદેશથી પરમાત્માની ભકિત કરવા માટે, હું મારી દાસીને સાથે લઈ, હાથમાં પૂજાપો લઈ દરરોજ અહીં આવું છું. હે કુમાર ! વળી હું મારા બધાજ પરિવારને લઈને મહિનાની અજવાળી પાંચમે તથા બે ચૌદશે, બે આઠમે આવું છું અને મહામહોત્સવ સાથે પ્રભુની પૂજા કરીએ છીએ, વળી રત્નશખર પણ ઘણા પરિવાર સાથે, ઘણીવાર અહીં પરમાત્માના દર્શન કરવા આવે છે. પોતાની મૂર્તિ ઉપર બિરાજમાન પરમાત્માનું ધ્યાન ધરે છે. આ પ્રમાણે પ્રભુની ભકિત કરતાં અમારો ઘણો કાળ ગયો. ઘણા વર્ષો વીતી ગયા. સરોવરમાંથી નીકળેલી તે કન્યાની વાત સાંભળી ચંદ્રશેખર કુમાર ઘણા હર્ષ પામ્યા. કુમાર કહેવા લાગ્યો - હે સુંદરી ! અમે તો મહાન આશ્ચર્ય જોયું. જગતના મોટાનાથને જોયા. તેમાં વળી તમારા મુખથી સઘળો વૃતાંત સાંભળી, કાન - અને આંખ બંને સફળ થયાં. * તમે સૌ પરમાત્માની ભકિત કરો છો તેની અનુમોદના કરું છું. સુંદરી - હે રાજકુમાર ! આપની ઈચ્છા હોય તે માંગો, તે તમને આપીશું. કુમાર - હે દેવી ! આ જિનેશ્વર ભગવાનનો મેળો થયો. એના દર્શને બધું જ મળી ગયું. અમને કંઈ જ ન જોઈએ. સુંદરી - હે પરદેશી ! આપને હજુ ઘણું દૂર જવાનું છે. આ જંગલનો પંથ ઘણો જ વિકટ છે અને વિષમ પણ છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૩૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ એણિકા આ પ્રમાણે કહી સુંદરીએ પોતાની આંગળીએથી એક અંગૂઠી કાઢીને કુમારને આપતાં કહ્યું છે પરદેશી ! આ વિનહર જડી વીંટી છે. તે તમને રસ્તામાં ઘણી જ કામ આવશે. વિદનકર જડીબુટ્ટીને ગ્રહણ કરી કુમાર ત્યાંથી દક્ષિણ દિશામાં જવાના ઉદ્દેશથી તે યક્ષ પ્રતિમાને નમસ્કાર કરીને આગળ ચાલ્યો. રસ્તામાં વન-પર્વત અને જાતજાતનાં વૃક્ષો વગેરેને જોતાં કુમાર જમુના નદીના કિનારે આવ્યો. કિનારે ઘડીવાર બેઠો. નદીમાં છળતાં મોજા સાક્ષાત્ મુકતાફળ ન હોય તેમ ભાસતાં હતાં. નદીની શોભા જોતો કુમાર વળી રેવા નદી પાર કરી આગળ ચાલ્યો. નદીના કાંઠા ઉપર ચાલતાં કિનારે કિનારે ભીની રેતીમાં હરણિયાંના નાજુક પગલાંની શ્રેણી જોઈ તે પગલાંની મધ્યે સ્ત્રીના પગલાં પણ જોયાં. પગલાંને જોતાં જ કુમાર વિચારવા લાગ્યો કે આગળ જરૂર એક કૌતુક જોવા જેવું લાગે છે. આ જંગલના હરણિયાંના ટોળા વચ્ચે નાની વયની સ્ત્રીનાં પગલાં કયાંથી સંભવે? આશ્ચર્ય જોવા માટે કુમાર ત્યાંથી તાવળો ચાલ્યો. જલ્દી આ ટોળાની ભેગો થઈ જવાના ભાવે ઘણો તાવળો ચાલ્યો. ટોળા નજીક પહોચતાં તો વધારે આશ્ચર્ય થયું. સસલાં, હરણાં, વાંદરાઓનાં ટોળાં, બધાં ભેગાં ચાલતાં હતાં. બધાં જ પોતપોતાની મોજમાં આનંદ કિલ્લોલ કરતાં જઈ રહ્યાં હતાં. આ પશુ ટોળા મધ્યે કોઈ નવયૌવના - રૂપવતી તાપસણીના વેશમાં મલપતા મલપતી ચાલી જતી હતી. તેણે વસ્ત્રો વલ્કલના પહેર્યા હતા. “એણિકા' નામથી પોતે ઓળખાતી મદભર, પશુઓ સાથે રમત કરતી કરતી ચાલી જતી હતી. એણિકા આગળ એક પોપટ પણ સાથે સાથે ડતો હતો જઈ રહ્યો હતો. પોપટ સાથે વાત કરતી એણિકાને જોઈ પોપટ પણ વાતો કરતો હતો. તેની વાત સાંભળતાં કુમારને લાગ્યું કે આ પોપટ શાસ્ત્રના પાઠ ઘણા ભણ્યો લાગે છે. પોપટ- અને આ કન્યા સાથે પરિવાર સાક્ષાત ગુરુ - શિષ્યા અને તેનો પરિવાર ન હોય તેમ શોભતા હતા. આ જોઈ કુમાર ચિત્તમાં વિચારવા લાગ્યો કે આ કૌતુક કયારે ભૂલાશે નહિ. કુમાર તો આ બધાની પાછળ ચાલ્યો આવતો હતો કે હવે આ બધા આગળ જઈ શું કરે છે? જંગલી પશુ તથા વાંદરા સહુ ઉપશમ પામી, શાંત થઈને એક તાપસણીની સેવા કરે છે? શી વાત છે? કેવો યોગ? આગળ ચાલતાં આ ટોળાઓ એક વૃક્ષ નીચે લતાધરમાં ભેગા મળી આવીને બેઠાં. ત્યાં જઈને કુમારે તે સ્ત્રીને પૂછયું - તમને આ પશુઓની વચ્ચે રહેવાની ઈચ્છા કેમ થઈ? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૩૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ : : .* G+ , . - - લ ' જંગલના પશુ પંખીઓ વચ્ચે મદભર ચાલતી વનકન્યા એણિકા. તેનાં પગલાં જોઈને પાછળ આવતો ચંદ્ર રાજકુમાર s . (૧) પોપટ સાથે વાતો કરતી એણિકા. (૨) રાજકુમારને જોતા ભય પામતી એણિકા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૩૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ કુમારની વાત સાંભળતાં જ જવાબ આપવાને બદલે તે કન્યા કુમારને જોતાં જ ભય પામી, ચંચળ નેત્રવાળી થઈ, લતાઘરમાંથી નીકળી જઈ નાસવા લાગી. તેને જતી જોઈને પોપટ બોલ્યો - રે બાળા ! આ શ્વાપદ નામનું પ્રાણી નથી. આ મનુષ્યજાતિનો માનવ છે. તું મનમાં શા માટે ભય ધારણ કરે છે ? હે બાળા ! મનમાંથી ભયને દૂર કર. રસ્તે જતાં આ મુસાફર આપણને ભેગા થયા છે તેથી આગતા-સ્વાગતા કરવી જોઈએ. બિચારી એણિકાએ પોતાના જીવનમાં કયારેય માનવને જોયો નથી. તેથી ભય પામે ને ? પોપટના કહેવાથી આ બાળા શરમ સાથે, ઘણા ભયથી ધ્રૂજતા શરીરે પૂછ્યું - આપ કયાંથી આવ્યા ? કયા દેશમાં જવાના છો ! આપ અહીં બેસો - આરામ કરો. બાળાની વાતનો જવાબ આપવા કુમાર તે વૃક્ષ હેઠે પાંદડા ઉપર બેસતાં કહેવા લાગ્યો - હે બાળા ! અમે દૂર દૂર દેશથી આવીએ છીએ અને આગળ દક્ષિણે થઈને ઉત્તરમાર્ગે જવાની ભાવના છે. તે સાંભળીને બાળાએ પોપટ સામે જોયું. પોપટે કહ્યું હે એણિકા ! મહેમાન માટે ફળ અને પાણી લઈ આવ. તે A : પોપટના વચનથી રાજકુમારનું સ્વાગત કરતી એણિકા. જળ-ફળાદિ ગ્રહણ કરતો રાજકુમાર. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૩૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ તરત એણિકા વનમાં જઈ મીઠાં ફળ અને સાથે પાંદડામાં પાણી ભરી લઈ આવી. આહાર કરીને પોપટ - એણિકા અને કુમાર વિશ્રાંતિ માટે ત્યાં બેઠાં. આ પ્રમાણે બીજા ખંડમાં નવમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ અહીંયાં કહી. -: દુહા ઃ કુંવર કહે તમે કોણ છો ? કેમ રહો પશુ લઘુવય તાપસ વ્રત ધરો, વૈરાગે તવ સન્મુખ સા તવિ જુએ, ત દીએ ઉત્તર જામ; કુંવરને, ઉત્તર વે અમ સ્વામિતી, તુમથી તિણે રાજકીર સુણો વળી પણ તસ તેણે ગુણીતા ગુણ ભાવાર્થ : તવ ઉત્તમ ! સંગતિ અચરિજ ઉત્તર જો તમને પશુપક્ષીની, સુણવા ભણી, તવિ માડી સુણવા ભણી, -: દુહા ઃ બહુ નથી પાસ; વનવાસ. ॥૧॥ પૂછ્યાં પ્રાર્થના રંગ; મળે, તો હોય પ્રાર્થતા ભંગ. ॥૪॥ કહું મૂળ થકી સજ્જનને અધિકાર; બહુ 12112. 11411 શ્રી ચંદ્રશેખર રાજાનો રાખ તામ. રી ૧૩૦ લજવાય; શંકાય. IBI વનતરુ હેઠે બેઠેલા કુમારે એણિકાને પૂછ્યું. કુમાર હે બાળા ! તમે કોણ છો ? વળી પશુઓની મધ્યમાં કેમ રહ્યાં છો ? આ નાની વયમાં વૈરાગ્યના સાજે તાપસવેશમાં વ્રત શા માટે ધરો છે ? કુમારની વાત સાંભળી છતાં એણિકા તો કુમાર સામે જોતી નથી કે તેને જવાબ પણ આપતી નથી. ત્યારે પોપટ કુંવરને કહેવા લાગ્યો. હે નરોત્તમ ! સાંભળો. અમારી આ સ્વામીની તમારાથી ખૂબ જ શરમાય છે. વળી અત્યાર સુધી Page #179 -------------------------------------------------------------------------- ________________ પશુ સંગે રહેવાવાળી આ એણિકા, જેણે જીવનમાં કોઈપણ માનવને જોયો નથી. તે કારણે તમારાથી શરમાય છે, ભય પણ પામે છે, અને મનમાં શંકા પણ આણે છે. આ રહસ્યમય આશ્ચર્ય જાણવા તમે પૂછયું છે. જો જવાબ ન આપે તો પ્રાર્થનાનો ભંગ પણ થાય છે. માટે આપનું આશ્ચર્ય શમાવવા પ્રથમથી જ કન્યાનું ચરિત્ર કહું છું તે સાંભળો. ખરેખર ! જગતમાં ગુણવાનના ગુણા સજ્જનો પ્રેમથી ગાય છે, અને વળી સાંભળે છે. -: ઢાળ દશમી ઃ (સાબરમતીએ આવ્યાં છે જળપૂર જો, ચારેને કાંઠે રે મોતી રહ્યા રે.. એ દેશી) (પ્રભુ પડિમા પૂજીને પોષહ કરીએ રે... રે રાગ) તદી નર્મદા દક્ષિણ તટે વિભાગો, દેવાટવી નામે મહા અટવી થએ; એક વડતો તરુ શાખ પ્રશાખ વિશાળજો, તે વડમાં બહુલા શુક માળા રચે, તે માહે એક મોહટો શુકરાજ માળો za.. llall જ્ઞાતીતાં મેળા મળવા દોહિલા, મૂરખતા મેળાં પગ પગ સોહિલા.. એ આંકણી. તે શુક સુડીને સુત જનમ્યો ડો જો, સૂડો રે યૌવનવયે મહોટો થયો; ઉષ્ણઋતુને કાળે જળ અણપામ્યે જો, તાલુ કંઠ શોષે તિમ તરસ્યો થયો; તારુ બળે શીતળ છાયા દેખી તિહાં ગયો..જ્ઞાતી. ચી આડી શુક્ર ઝાલીને લેઇ ચાલ્યો જો, પલ્લીપતિને જઇ તેણે ભેટ જ કર્યો, રૂપે રૂડો સૂડો તીલ તિહાળી જો, રાજકીર તામ કરી પિંજર ધર્યો, તેણે ભટ્ઠઅય્ય ભૃગુનૃપને, ઘેર મોકલ્યો..જ્ઞાતી. ||ગી રાજકીર તે હું શુક અહીંયાં બેઠો જો, રાજસુતા મહ્તમંજરી એક છે; તેહતે રમવા કારણ મુજતે આપ્યો જે, તેણીએ તો શીખવ્યો મુજ વિવેક છે; થોડે તિમાં શાસ્ત્રમાંહે મતિરેક છે..જ્ઞાતી. [૪]] હયહસ્તિ પુરુષ સ્ત્રી લક્ષણ ભર્યો; જૈતધર્મ પામી હું ભવજળ તર્યો; તિ દેવવૃંદ તે વતમાં ઊતર્યો..જ્ઞાતી. [૫]] સ્થાવર જંગમ વિચિકિત્સા શીખ્યો જો, નીતિશાસ્ત્ર ભણાવી કીયો ઉપકાર જો, એક શ્રી ચંદ્રોખર રાજાનો રાસ ૧૩૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ પુત્રીને પણ પણ ત સા મુતિ કેવલ પામ્યા તસ ઉત્સવ કરતા જો, વનપાલક રાયને વાત જણાવતો; કેવલ પામ્યા સ્વામી ! તુમારા તાત જો, સાંભળીને રાજા વંઘ્ન આવતો; સાથે મુજ લાવતો..જ્ઞાની. કો તિણ સમે આવી તમી વિધાધર દોય જો, પૂછતા ભગવન્ ! 'સાકા એણીપરે; ભૃગુતૃપ વિચમે ખેટતે કહે સા કોણ જો ? તે કહે જિત વંદી સમેતશિખર ગિરે; વળતાં તે જાતાં શત્રુંજય ગિરિવરે..જ્ઞાતી. Ill રેવા નદી દક્ષિણકુલ મૃગટોળામાં જો, તારી એક દીઠી યૌવત મદભરી; રે બાળા ! એકાકી રણ કેમ ભટકે જો, મીઠાશે બોલાવી રણમાં ઊતરી; અમતે જોયા તવિ કાંઇ ઉચ્ચરી..જ્ઞાતી. [૫૫ અમ ભયથી પશુઆછું તાઠી જાય જો, અમતે રે જોતાં અદ્રશ્ય થઇ વળી; લહી વિસ્મય આકાશ અમે ચાલત જર્જા, સંશયભર આવતા દીઠા કેવલી; કા એમ પૂછયું જ્ઞાતીને મળી..જ્ઞાતી. ીલ્લા એક સમયમાં જાણે ત્રૈકાલિક ભાવો, તે વળી શું ન જાણે પંડિત બાળતા ? તે આગે શ્યો વાત તણો વિસ્તારો, મા આગે મોસાળ તણી શી યાલતા ? કા એમ પૂછી સંશય ટાળતા..જ્ઞાતી. ||૧૦|| કેવલી ભાખે ખેટ સુણો તે વાત જો, ઉજ્જૈણીપુરી વત્સાભિધ રાજીયો; વર્ધમાન पुत्र શ્રીમતી પુત્રી તાસ જો, જયપુર રાજસુત સિંહ કુંવર તે પરણીયો; વ્યસની જાણી જતકે દેશવટો દીયો..જ્ઞાતી. ||૧૧|| સિંહ શ્રીમતી વસીયાં જઇ એક ગામમે, પ્રેમભર્યા દંપત્તી કાલ ગમાવીએ; શ્રીમતી બાંધવ લહી વૈરાગ્ય વિશાળ જો, જયભૂષણ મુતિ પાસે દીક્ષા લીએ; વિયરે એકાકીએ..જ્ઞાતી. ||૧૨|| માસક્ષમણને પારણે તે વિચરંત જો, શ્રીમતીતે ગેહે ગયા મુતિ ગોયરી; દૂરથી દેખી સા મત ચિંતે એમ જો, મુજ બાંધવ રાજય તજી દીક્ષા વરી; ધૂતારે ધૃત્યો પાખંડે ચિરર્શન ઉત્કંઠિત મન હરખતી જો, તન ભીડી વળગી સા તેહે ભરી; તસ પતિ આવત ચિંતે ચેષ્ટા દેખી જો, ઊભી કોઇ તરતું આલિંગત કરી; સા ગીતારથ થઇ કરી..જ્ઞાતી. ||૧૩|| તારી ઋત ન રહે રાખી પાંશરી..જ્ઞાતી. ||૧૪|| શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૩૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ ક્રોધે ભર્યો કરે મુનિનો ખગે વાત જ, સા દેખી નિજ બાંધવને મારીયો; મૂશળ છ કપાળે કંતને માર્યો છે. સિંહે તારી ખગે મારી ઘા દીયો; સાધુ સમાધિ પામી મરી સ્વર્ગે ગયો..જ્ઞાની. ૧પ સૌધર્મ સાગર આય ભવ છેડી જો, ભરાપ્ય થઇને થયો હું કેવલી; સિંહ મરીને પહેલી તકે પહોતો જો, ક્રોધ ભરી ગઇ નારી નરકે વળી; રત્નપ્રભાએ સાગર આ બિહું મળી..જ્ઞાની. //કો શવિધ વેશ્ન છેત ભેદત પામે જો, પામે રે ઋષિ હત્યા પાપ જ કરી; બીજે ખડે દશમી ઢાળ રસાળ જો, અંતે ક્રોધ કરતાં શ્રીમતી દુઃખ વર્યા; - શ્રી શુભવીર વયણાં જો નવિ ચિત્ત ધર્યા.જ્ઞાતી. //૧ 1 - તેરી કોણ છે ? - વિદ્યાધરને, ભૂગસુંદરી -: ઢાળ - ૧૦ : ભાવાર્થ : રેવા નદી તરીને કુમાર મોટી અટવીમાં ચાલ્યા જતા હતા. આશ્ચર્યને જોતાં અને સાંભળતાં વટવૃક્ષ નીચે પશુનો મેળો. તેમાં એણિકા - તાપસ કન્યા. પોપટ સાથે કુમાર બેઠા છે. પોપટ, કન્યાનો અધિકાર કહે છે - કન્યાની વાત કરે છે. હે રાજકુમાર, તમે સાંભળો! - આ ભરત ક્ષેત્રની મધ્યમાં નર્મદા નામે નદી વહી રહી છે. તે ક્ષેત્રમાં દક્ષિણ કિનારે એક દેવાટવી નામે મોટી અટવી છે. તે અટવીમાં ઘેઘૂર વડલો પોતાની શાખા પ્રશાખા ડાળીઓથી શોભતો હતો. આ વિશાળ વડલા ઉપર જંગલના પંખીડાઓ માળા બાંધી વસતા હતા. તેમાં મોટે ભાગે મેના પોપટ વધારે હતા. હે કુમાર ! આ જગતમાં જ્ઞાનીનો યોગ દુર્લભ છે. જયારે મૂર્ણ મનુષ્યનાં મિલન ડગલે ડગલે સુલભ છે. તે વડલા ઉપર ઘણા પોપટ રહેતા હતા. તે મધ્યે એક મોટો પોપટ પોતાની સેનાની સાથે માળો બાંધી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪n. Page #182 -------------------------------------------------------------------------- ________________ રહેતો હતો. વનફળ ખાતાં, નદી, ઝરણાંના પાણી પીતાં કલરવ કરતાં પંખીડાં પોતાનું જીવન આનંદથી પસાર કરતાં હતાં. તેમાં આ મોટા પોપટની પત્ની મેનાએ એક પુત્રને જન્મ આપ્યો. બાલપોપટનું લાલન-પાલન કરતાં પોપટ પુત્ર મોટો થવા લાગ્યો. હવે તેને પાંખ આવતાં ધીમે ધીમે એક ડાળીએથી બીજી ડાળીએ ઊડતાં શીખ્યો હતો. પોપટ-મેના તે બચ્ચાંનું રખોપું કરતા. સમય થતાં બાલ પોપટ યૌવનવય પામતો મોટો થયો. એકદા ગ્રીષ્મકાળમાં કાળઝાળ ગરમી હતી. આ યૌવન પોપટને ઘણી તરસ લાગી. પાણી ન મળતાં કંઠ તાલુ શોષાવા લાગ્યાં. તેથી પાણીને માટે જતાં આ પોપટ એક વૃક્ષની છાયામાં શીતળતા લાગતાં ત્યાં ગયો. માતા પિતા વડલા ઉપર બેઠાં હતાં. હવે જાતે ઊડતો શુકસુત દૂર તરુવરની શીતળતાએ જઈ પહોંચ્યો. માતા પિતાની નજર બહાર નીકળી ગયો. તેવામાં દૂર કોઈ એક શિકારીએ આ સુંદર મઝાનો પોપટ જોયો. દોડીને પોપટ પકડી લીધો. પોપટ હાથમાં આવતાં જ આપેડી પોતાના રસ્તે પડ્યો. આહેડીના હાથમાં આવી ગયેલો પોપટ થરથર ધ્રુજવા લાગ્યો. પણ કરે શું? કેવી રીતે છૂટી શકે? બિચારો પોપટ માતા પિતાથી વિખૂટો પડી ગયો. સુંદર મઝાના પોપટને જોઈ આહેડીએ હરખાતાં હરખાતાં તે જંગલમાં રહેલા પલ્લીપતિને ભેટ ધર્યો. રૂડો રૂપાળો નીલવર્ણનો પોપટ જોઈ પલ્લીપતિ પણ આનંદ પામ્યો. પ્રેમથી તેનું જતન કરવા લાગ્યો. મઝાના પિંજરમાં રાખ્યો છે. પલ્લીપતિએ લાડથી એ પોપટનું નામ “રાજકીર” રાખ્યું. થોડા દિન પોતાને ત્યાં રાખીને આનંદ માની લીધો. ત્યારપછી નજીકમાં ભરૂચ નગરના રાજા ભૃગુનૃપને ત્યાં મોકલી આપ્યો. તે રાજાને ત્યાં આવેલો રાજકીર પોપટ તે જ હું આ તમારી સામે બેઠો છું. કુમાર તો પોપટની વાત સાંભળવામાં તલ્લીન બની ગયા છે. જયારે પોપટે કહ્યું કે હું તે જ પોપટ, ત્યારે કુમાર ઘણું આશ્ચર્ય પામ્યા. કુમાર - હે રાજકીર પોપટરાજા ! કયાં ભરૂચ? કયાં તમે અહીં ? રાજકીર - કુમાર ! ભૃગુ રાજાની રાજસુતા મદનમંજરી છે. રાજાએ પોતાની કુંવરીને રમવા માટે મને આપ્યો. હું તો પિંજરમાં જ, બધે ફરવા લાગ્યો. ત્યાર પછી મદનમંજરીના મહેલમાં મારો રહેવાનો વાસ થયો. દરરોજ મારી સાથે રાજકુંવરી રમતી. મને બોલાવતી. રમાડતી, ખવડાવતી હતી. ધીમે ધીમે મને ભણાવવા પણ લાગી. ભણતાં ભણતાં મને વિવેક વિનય આદિ શીખવાડ્યો. થોડા જ દિનમાં બુધ્ધિશાળી કુંવરીએ મને શાસ્ત્રના પાઠ પણ શીખવાડ્યા. ઉપકારી કુંવરીએ મને સ્થાવર જંગમની ઓળખ કરાવી. વળી ઘોડો, હાથી, સ્ત્રી, પુરુષ વગેરેના લક્ષણો જેમાં ભર્યા છે, તેવા શાસ્ત્રનો અભ્યાસ પણ કરાવ્યો. નીતિશાસ્ત્રના પાઠ પણ ભણાવવા લાગી. વળી મને જૈન ધર્મ સમજાવ્યો. હું જૈનધર્મ પામ્યો. ભવરૂપી સમુદ્રને તરવા માટે માર્ગ બતાવ્યો. એ કુંવરીએ મને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઘણો ઘણો ભણાવ્યો. એકદા નગર બહાર ઉદ્યાનમાં, આકાશમાંથી દેવોનો સમુહ ઊતરતો જોઈ વનપાલકે તપાસ કરી. તો મુનિભગવંત જોયા. તે મુનિ ભગવંતને તે વેળાએ કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું, તે જાણી દેવો સઘળા કેવલજ્ઞાન મહોત્સવ કરવા મુનિભગવંત પાસે આવતા હતા. તે જ વેળાએ વનપાલકે મુનિભગવંતને ઓળખી લીધા, પોતાના સ્વામી હતા. ભૃગુરાજાના પિતાશ્રી હતા. વનપાલકે ઊતાવળે રાજમહેલમાં જઈ વધામણી આપી કે હે સ્વામી ! સાંભળો ! આપના પિતામુનિ ભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. વાત સાંભળતા રાજા ઘણો આનંદ પામ્યો. વધામણી આપનાર વનપાલકને ઉચિત ભેટલું આપી વિદાય કર્યો. તરત જ પિતામુનિને વાંદવા માટે રાજપરિવાર સાથે, મને સાથે લઈ રાજકુંવરી પણ પિતા સાથે ઉદ્યાનમાં આવી. નગરમાં આ સમાચાર મળતાં પોતાના માલિકને વંદન કરવા નગરજનો પણ આવવા લાગ્યા. દેવોએ રચેલા કમળ ઉપર મુનિભગવંત બિરાજ્યા છે. ત્યાં રાજા-પરિવાર નગરજનો આદિ સૌએ વિધિવત્ વંદન કર્યું અને નમન કરી સૌ ઉચિત જગ્યાએ ઉપદેશ સાંભળવા બેઠાં. તે જ અવસરે આકાશમાર્ગ થકી બે વિદ્યાધરો મુનિભગવંત પાસે આવ્યા. નમન વંદન કરી પૂછવા લાગ્યા. હે ભગવંત ! સા ! કા ! તે કોણ ? આશ્ચર્યથી પૂછ્યું ? મુનિભગવંત જવાબ આપતાં, પહેલા, ભૃગુરાજાએ વચમાં જ વિદ્યાધરને પૂછ્યું - તમે કહો છો તે કોણ ? મને સમજાયું નહિ. તે કોણ ? એટલે શું ? વિદ્યાધર - હે રાજન્ ! અમે સમેતશિખર ઉપર રહેલા જિનેશ્વર ભગવંતના દર્શન વંદન પૂજન આદિ કરીને તે યાત્રા પૂરી કરી. પાછા વળતાં અમે શ્રી શત્રુંજય જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં જતાં અમે એક આશ્ચર્ય જોયું. નર્મદા નદીના દક્ષિણ કિનારે મૃગલાઓનું મોટું ટોળું જોયું. જે ટોળામાં સસલાઓ, વાંદરાઓ વગેરે ઘણા પશુઓ હતા. તે ટોળાની મધ્યે એક તરુણ વયે પહોંચેલી મદભરી ચાલે ચાલતી, નવયૌવના બાળા જોઈ. આ આશ્ચર્ય જોઈ અમે તેની પાસે પહોંચ્યા, પૂછ્યું - હે બાળા ! તું એકલી આ જંગલમાં કેમ ભટકે છે ? અમને જવાબ પણ ન આપ્યો. અમારી સામે પણ ન જોયું. અમારાથી ભય પામતી, પશુઓ મધ્યેથી તરત નાસવા લાગી. અમે જોતાં જ રહી ગયા ને તે બાળા પળ બે પળમાં તો અદ્રશ્ય થઈ ગઈ. અમે બંને વિસ્મય પામ્યા. અમે તો અમારા માર્ગે આકાશમાં ચાલી નીકળ્યા. સંશય ભરેલા અમે જતા હતા. તેવામાં કેવલી ભગવંતને જોયા. વંદનાર્થે આવ્યા. અમારો સંશય પણ ટાળવા આવ્યા. જ્ઞાની મળતાં અમે પૂછ્યું, હે ભગવંત ! તે કોણ ? એક સમયમાં ત્રણે કાળના ભાવોને જે જાણે છે. તો વળી તે જ્ઞાની આ બાળાને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૪૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ પણ જાણે છે. વળી તેમની આગળ વાતનો વિસ્તાર શા માટે કરવો? જેમ કે માની આગળ મોસાળની વાત શી કરવી ? આ સઘળો વૃતાંત રાજકીર પોપટ જંગલમાં ચંદ્રશેખર રાજકુમારને કહી રહ્યો છે. કુમાર - પોપટજી! આગળ કહો. વાત જાણવાની જલ્દી જલ્દી તમન્ના છે. વળી પોપટ કહેવા લાગ્યો - કુમાર ! સંશયને છેદવા માટે બંને ખેચરો. રાજા-રાજકુંવરી પરિવાર નગરજનો આદિ સઘળી પર્ષદા વચ્ચે મુનિભગવંત કહે છે - હે ખેચર ! ઉજેણી નામે મહાનગરી છે. વત્સ નામે રાજા રાજય કરે છે. તે રાજાને એક વર્ધમાન નામે રાજકુમાર અને એક શ્રીમતી નામે રાજકુંવરી છે. તે વત્સ રાજાએ પોતાની કુંવરી યૌવનવયમાં આવતાં જયપુરના રાજકુમાર સિંહકુમાર સાથે પરણાવી. સિંહકુમાર નાની વયમાં જ અવળા માર્ગે ચડી ગયેલો. યૌવન પામતાં મહાવ્યસની થઈ ગયો. પિતાએ પરણાવ્યો છતાં પણ આ કુમાર ન સુધર્યો. તેથી પિતાએ દેશનિકાલ કર્યો. સિંહની સાથે તેની પત્ની શ્રીમતી પણ ચાલી નીકળી. નગર છોડીને ચાલી નીકળેલાં પતિ-પત્ની કોઈ એક ગામમાં જઈને રહ્યાં. બંને વચ્ચે પ્રેમ સારો હોવાથી એકબીજાને સહારો આપતાં આ ગામમાં દંપત્તી પોતાના દિવસો પસાર કરવા લાગ્યાં. જયારે શ્રીમતીનો ભાઈ વર્ધમાન પોતાના બેન બનેવીની આ દશા જોઈ વૈરાગ્ય પામ્યો. મુનિશ્રી જયભૂષણ પાસે વર્ધમાનકુમારે દીક્ષા લીધી. જ્ઞાન ધ્યાન - તપ ત્યાગમાં રક્ત મુનિભગવંત ગીતાર્થ થઈ એકાકી વિચરવા લાગ્યા. વિહાર કરતાં આ મુનિભગવંત માસક્ષમણના પારણે ફરતાં ફરતાં તે જ ગામમાં ગોચરી માટે ગયા કે જે ગામમાં બેન બનેવી આવી વસ્યા છે. ઘર ઘર ફરતા વર્ધમાનમુનિ બેન શ્રીમતીના ઘરે ગોચરી ગયા. દૂરથી આવતાં મુનિભગવંતને શ્રીમતીએ જોયા. જોતાંની સાથે જ ઓળખી ગઈ કે આ મારો ભાઈ જ છે. બીજું કોઈ નથી. ભાઈમુનિના કારણે શ્રીમતી વિચારવા લાગી કે - મારા ભાઈને કોઈ ધૂતારાએ ભોળવ્યો છે. જે કારણે કરી રાજય ત્યજી દઈને સાધુ થઈ ગયો છે નહિ તો રાજવૈભવના સુખો છોડી, રમણીઓને ત્યજી દઈને શા માટે નીકળી જાય? હા ! હા! ભાઈ ! આ તે શું કર્યું.? ઘણા લાંબા સમય પછી ભાઈ ! તારાં દર્શન થયાં. તે પણ એક સાધુ થઈને? એમ શોક કરતી વળી ભાઈને જોવાથી હરખ પણ પામતી. દોડી જઈને પોતાના ભાઈ મુનિના ગળે વળગી પડી. બંધુપ્રેમથી સ્નેહમાં ઘેલી બનેલી શ્રીમતી ભાન ભૂલી. તે જ અવસરે શ્રીમતીનો પતિ સિંહકુમાર બહારથી ઘરમાં આવ્યો. પોતાની પત્નીની આવા પ્રકારની ચેણ જોઈ. સિંહકુમાર વિચારવા લાગ્યો - આ મારી પત્ની કોઈ પુરુષના ગળે વળગી છે. રે નારી! તને ગમે તેટલી સારી રાખીએ છતાં નારી તું નારી જ. કયારે સીધી જ ન રહે. સિંહને ઘણો ક્રોધ ચડ્યો. હાથમાં તલવાર લઈને મુનિભગવંતને હણી નાખ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ પોતાના ભાઈના મૃત્યુથી શ્રીમતી પણ પતિ ઉપર ક્રોધે ભરાણી -રે ચંડાળ ! મારા ભાઈને હણી નાંખ્યો ! એટલું જ બોલીને ઘરના ખૂણામાં પડેલું સાંબેલું લઈને સિંહના માથામાં માર્યું. સાંબેલું વાગતાં જ સિંહ ઢળી પડ્યો. પણ થોડીવારમાં સિંહે નારીને ખગ્નથી હણી નાંખી. મુનિ સમાધિ લહી કાળધર્મ પામી સૌધર્મ નામે પહેલા દેવલોકમાં ગયો. સાગરોપમનું આયુષ્ય ભોગવી ભરૂચ નગરનો રાજા થયો. દીક્ષા લઈ કેવલ પામી આજે તમારી સામે બેઠો છું. સિંહ મરીને રત્નપ્રભા નામે પહેલી નરકમાં નારક તરીકે ઉત્પન થયો. તે મુનિના ઘાતથી નરકે ગયો. શ્રીમતી પણ મનુષ્ય (પતિના) નો ઘાત કરવાથી પહેલી નરકે ગઈ. સાગરોપમના આયુષ્યને દશ પ્રકારના વિવિધ છેદન-ભેદન-વેદન આદિ દુઃખો ભોગવવા લાગ્યા. ઋષિ હત્યાથી ઘણું દુઃખ ભોગવ્યું. આ પ્રમાણે બીજા ખંડની દસમી ઢાળે શ્રી શુભવીરના વચનોને ગ્રહણ ન કર્યા તો અંતે ક્રોધ થકી શ્રીમતી તથા સિંહ ઘણા દુઃખ પામ્યા. – દુહા જે મુનિની નિંદા કરે હેલે બહુ કૃતવત; મુનિ હત્યા પાપે કરી, પામે મરણ અનંત. ૧ તેમ અંતે ક્રોધ જ કરે, જાય સમાધિ દૂર; પરમાધામી વશ પડે, પામે લેશ પÇર રો સિંહકુમાર હત્યા થકી, શ્રીમતી ક્રોધે ભરાય, એક જ તફાવાસમાં, સાગર આયુ ખપાય. all જ્ઞાની વિણ કુણ વાતએ, જાણે કરી ઉપકાર; ચંદ્રશેખર શુકને કહે, આગળ કો અધિકાર /૪ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ - દુહા :- ભાવાર્થ - રાજકીર પોપટ વળી તે વાત આગળ કહે છે - જે મુનિની નિંદા કરે, શ્રુતવાન શ્રત ભણેલાની અવહેલના કરે, વળી મુનિની હત્યા કરે, તો ઘણા પાપો બાંધે છે. તે પાપો ભોગવવા આ સંસારમાં ઘણા જન્મ-મરણ પામે છે. વળી જો અંતે ક્રોધ કરે તો તેની સમાધિ ટકતી નથી. સમાધિ દૂર જાય, પરમાધામીના વશમાં આવી પડે અને ઘણું કષ્ટ અને લેશ પણ પામે. સિંહકુમાર મુનિની હત્યા થકી, અને શ્રીમતી ઘણા ક્રોધ થકી, બંને જીવો પહેલી નરકમાં સાગરોપમના આયુષ્યને ભોગવવા ચાલ્યા ગયા. દુઃખને વેઠતાં પાપને ધોતાં આયુષ્યને ખપાવવા લાગ્યા. હે કુમાર ! જ્ઞાની ભગવંત વિના આ વાત કોણ કહે? જેઓ પર ઉપકાર કરી રહ્યા છે તે ઉપકાર કેમ ભૂલાય? પોપટ બોલતાં થાકી ગયો. વિસામો ખાવા લાગ્યો. થોડી જ વારમાં કુમાર કહે - હે રાજકીર ! હવે આગળ વાતનો અધિકાર કહો! -: ઢાળ - અગિયારમી :(ઊંચો મહેલ ચણાવો, ઝરુખે માળીયાં મારા લાલ... એ દેશી.) (શાસન નાયક શિવસુખ દાયક જિનપતિ મારા લાલ... એ રાગ.) કેવલી કહે સુણ બેયર ! નરકથી નીસરી માહર લાલ; સિંહ કુંવર નંદીપુર બ્રાહ્મણ ભવ કરી. મા. તપસ્વી ત્રિછી અલ્પાયુ મરણે ગયો; મા. જયોતિષયકે ક્રોધભર્યા નિર્જર થયો. મા..ll કોઇક કેવલી પાસે તિજ પરભવ સુયો; મા. ક્રોધ ભર્યા એ ચિંતે પ્રિયાએ મુજ હણ્યો; મા. હિ) (શી રોડ જયો મા ) શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ દુરાચરણી એ મારી કિહાં જઇ ઉપની; મા. હવે તે સુણજો વાત શ્રીમતી તારી તણી. મારો કોઇ ભવાંતર પુણ્ય ઉદ્ય સ્થિતિએ વળી; મા. પાપતણાં ફળ ભોગવી નરકથી નીકળી; મા. બાંધવ મુનિ દર્શનથી નર ગતિમાં ગઇ; મા. તૃપ પદ્મતણી કન્યા થઇ. મા.//all ખી વિર્ભાગે સિંહદેવ જી જી કા; મા. લેઇ નાખી વિંધ્યા-ગિરિસ્વત બાલિકા; મા. નિર્ણય પાપીને નહિ કરુણા એક ઘડી, મા. કિસલય કોમલ પ2 પુણ્ય થકી પડી. મા.૪ શીતળ પવનની લહેરે સજજ થઇ; મા. દુમન ચિંત્યું ન થાય રતિ જસ જાગતી; મા. એક સગર્ભા હરિણી તિહાં આવતી; મા. કન્યા પાસે પ્રસવ થવા વેદાવતી. મા./પો જાણે જગ્યા હોય બાળ મેં સાં આર્જવવતી; મા. બેહુને ધરી સ્તન નીચી પડી ધવરાવતી; મા. મહોટા કર્યા હોય બાળ તિણે સ્થાનિક રહી; મા. કન્યા પુણ્ય પસાય થયો ભય કોઇ નહિ. મા.કો હરણાં વાનર બાળકશું ભેલી મે; મા. વતફળ ખાતી યૌવન પામી તિમ ભમે; મા. વનકુંજે ઘર શયન વિશાળ શિલાતલે; મા. ખી સબરી અંગ ધરી ફરે વલ્કલે. માળી પંખી પશુસંગે રહે મણાથી નાસતી; મા. તે તુમે દીઠી મૃગટોળામેં જાવતી; મા. કેવલી કહે અમ પરભવની તે સહોરી; મા. વિધાધર હોય કેવલીને પૂછે ફરી. મા.ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્વામી! જ્ઞાની વદે ખેટ ભણે કહે મુતિ ચંદ્રશેખર મદનમંજરી મનમંજરી સત્ય તવ વનગિરી મૃગટોળે શુક સુણ ભક્ષાભક્ષ જૈનધર્મ વયન કહો જાણી આ કુણ મુજથી ! ભમતાં ભમતી નૃપતંદ મૃગસંદરી કેવલી મુખથી દાદાનું ઉત્તમ ! પૂરવભવની પદ્મરાયની પૂર્વભવપતિ ભટકે યૌવનવય વહી આ વનવાસ પુત્રી એ મહ્તમંજરીની ગીતવિનોદ ચંદ્રશેખર પણ કેવલી વયણ રાજાની થઇ ગુરુમુખ ધર્મ મુજશું વિવેક સમજાવી વાત પશુવનવાસ તજી સમતિ પામશે કે ભવ સમતિ લેશે એહતો ધર્મગુરુ કીર વૈરીએ જાય તજી ભેલી રેવાતટ તસ મળશે ના એણી રાણી સુણી આ ધરે ') એ કરણ રાજકીર જૂઠ્ઠું હોયને પ્રેમ મયુઅ અરણ્ય સુણાવી સમકિત તરવાસે નામ નહિ વતમાં પશુભેળાં પુણ્ય સુખે પરભવ એમ દીઠી શુકથી કરાવું શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૪૭ મુજ રહેવું હું જઇ એ જિમ કરો દશા થશે મેરુ લીલા સફળો નહિ; મા. સહી; મા. ? HI. પામશે. મા.[[]] ટાળશે; મા. પરણશે; મા. સાંભળે; મા. મોકલે. મા.૧૦ll નીકળ્યો; મા. મળ્યો; મા. એણિકા; મા. બાલિકા, મા./૧૧થી વ્યવહારમાં; મા. સારમાં; મા. અદ્ભૂતા; મા. હરણીસુતા. મા.||૧૨થી તજી; મા. ભજી; મા. માલતી; મા. રતિ. મા.[૧૩]ી મોજમાં મા. રોઝમાં; મા. બળે; મા. ચલે, મા.[૧૪] કરો; મા. કરો; મા. Page #189 -------------------------------------------------------------------------- ________________ એમ સુણી સા કહે મુજને આ વાત હું મા. ફાસુ મૂળ ફળ પત્ર પડ્યાં ભક્ષણ કર્યું. મા.ll૧પ ચપળ વિષયબળ સંગતિ રહેવું લોકમાં; મા. વળી સંયોગ વિયોગ વસવું શોકમાં; મા. એમ કહેતી રહે છે પશુમેં ન તજે ગ્રહ મા. શુક વદે નર ! તમે પૂછયું તે મેં સવિ કહ્યું. મા./૧છો નૃપ કહે ઉઠશું તુમ સાધર્મી વંદીને; મા. એણિકા ભણે રાજન! ન જાઓ છડીને; મા. વત તપ કરતાં સમતિધર શ્રાવક મળ્યાં; મા. જિનપૂજન વનવાસ મતોથ સવિ ફળ્યાં. મા./૧૭ થઇ મધ્યાહની વેળા જલ મજજત કરો; મા. વતÁત્યે આદીશ્વર પૂજા અનુસરો; મા. અમે પણ જિનપૂજા કરશું વિધિએ ખરે; મા. એમ કહી બિહુંજણ જઇ જિનપૂજા કરે. મા.૧૮ નિસિહી પ્રમુખ શત્રિક સાચવીને વિસરે; મા. રાજકીય દતિ તરુઘમાં સંચરે; મા. એણિકા જળ ફળ લાવીને ભેટ જ કરે; મા. ખાન પાન ક્ષણ વિશ્રમી એણી ઉચ્ચરે. મા./૧લી. સામુદ્રિક ભણી તુમ લક્ષણ શુક દેખીયા; મા. લોહચમક પણે મુજ ચિતડાં સંહરી લીયાં; મા. એમ કહી ભાષા કલા નીતિ શાસ્ત્ર કથાવતી; મા. એણિકા તિહાં કીર કુંવર મન જતી. મા.//રoll એણી કહે તુમ દેશ જાતિ કુલ વંશ ગ્યો? મા. સાધર્મિક આગે કહેતાં અંતર કિશ્યો? મા. કુંવર કહે કાશીપતિ પુત્ર પિછાણો; મા. કેવલીવયણથી જાણો. મારો નામ અમારું (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૪૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ સુણી સમરી વાત મૃગસુંદરી વિરચી આગળ રાજા નયનાંશુ ખોળે તુમ માત ત્રિલોચના દીયે ધૂપ જૂન બંદીખાતા રાજકીર વાત રાયમ્રુતા પરમોત્સવ કુંવરતે દેવી છળ ત્રિલોચના કામદેવ કુંવર વિસ્મિત કુંવરે સુણી ધરી વિમાન ย નૃપ રાણી બેસારી વિયોગના સુતા બહુ દીપ મહોત્સવ સુણી હય કરતાં પિતરે લેઇ રતિ ભુજાળ વર ત્રિલોચના કરી શુક ત્રિલોચના નામ સમજાવી માન કુંવરને સર્વને પદ્મને સજ્જન માય મેળા જનકાકિ ગય ભૂષણ તૈવેધ કરે ઘર દીયે શુકમુખશું સાથ કન્યા સુરીનું રતિસુંદરીને પ્રીતિભું વિશાળ છોડી ભરુઅચ્ય ભૃગુરાયને હર્ષ કંચન કુંવરે એણિકા શુક લાવે પુત્રીને હય લીયું ક્ષણમાં એમ સુરીને એણી નૃપ સન્મુખ ઘર દેવી ટીન વસ્ત્ર જેમ તિહા લાવે વાત (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૪ ભેટી ના બહુ તસ . મન તોરણ જ જઇ ઘણો પદ્મપુર બિહુ ગામ બહુ વિસર્જન ચીર તે આપી આનંદીયા; મા. આવીયાં; મા. મંગાવતી; મા. પહેરાવતી. મારી પદ્મપુરે; મા. કરે; મા. આવીયાં મા. હવરાવીયાં. મારી ભેળાં * સુખ લીલા મળે; મા. વળે; મા. પરે; મા. ધરે. મા.][૨૪] જમે; મા. ગમે; મા. ભેટણાં; મા. ઘણાં. મા.॥૨૫॥ કહે; મા. લહે; મા. આવતા; મા. પરણાવતા. મા.ીકી દીયા; મા. કીયા; મા. મોકલે; મા. ચલે. મા.॥૨૭॥ વરે; મા. કરે; મા. Page #191 -------------------------------------------------------------------------- ________________ wis પૂરણ બીજો ઢાળ અગ્યાસ્મી; મા. શ્રી શુભવીરની વાણી ચતુરને ચિત્ત ગમી. મા.૨૮ -: કળશ :ખંડ ખંડ જીમ ઇ@ખંડ, ચંદ્રશેખરનું ચરિત્ર ખંડ; શ્રી શુભવિજય ગુરુથી લહાણે, બીજો ખંડ તસ શિષ્ય કહ્યો. /all સમાપ્ત -: ઢાળ - ૧૧ : ભાવાર્થ કેવલી ભગવંત કહે છે - હે ખેચરરાય! સાંભળો! મુનિઘાતક સિંહ એક સાગરોપમ વર્ષ સુધી નરકની ભયંકર અસહ્ય વેદના ભોગવી આયુ પૂરું કરીને ત્યાંથી નીકળ્યો. નંદીપુર ગામમાં બ્રાહ્મણ કુળમાં અવતર્યો. દરિદ્રી તે બ્રાહ્મણ તાપસની દીક્ષા લઈ ત્રિદંડિક થયો. અજ્ઞાત તપ કરી, અલ્પ આયુ ભોગવી મૃત્યુ પામ્યો. ત્યાંથી તે જયોતિષચક્રમાં ક્રોધથી ભરેલો દેવ થયો. પૂર્વના વૈર વિરોધ જીવની સાથે જ જયાં જાય ત્યાં આવે છે. આ દેવ કેવલી ભગવંત પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળ્યો. તે જ સાથે પૂર્વભવની શ્રીમતી પત્નીની ઉપર ક્રોધે ભરાયો. વિચારવા લાગ્યો, મારી પત્નીએ જ મને હણી નાંખ્યો. જેમ જેમ વાત યાદ આવતી ગઈ તેમ તેમ દેવનો ક્રોધાગ્નિ વધારે ભભૂકવા લાગ્યો. ભવાંતરમાં નાના તણખલા જેટલું વેર પણ મોટા અગ્નિમાં પ્રગટે છે. ત્યાં જ કેવળી ભગવંતને પૂછ્યું. હે ભગવન્! તે દુરાચારિણી સ્ત્રી ત્યાંથી મરીને કયાં ગઈ? હાલ તે કયાં છે? ગુરુ ભગવંત કહે - શ્રીમતીનો જીવ નરકની વેદના ભોગવી આયુ પૂર્ણ થયે, પૂર્વના કોઈક પુણ્યબળે તથા બંધુમુનિના દર્શન થકી મનુષ્યગતિ પામી. પદ્મપુર નગરના પદ્મરાજાની રાજકુંવરી થઈ. - સિંહ જીવનો જે દેવ, શ્રીમતીની વાત સાંભળી પછી પોતાના વિર્ભાગજ્ઞાનથી જાણ્યું. હજુ જન્મે બે ચાર દિન પણ ન થયા ત્યાં તો દેવે ત્યાંથી તે ગભરુ બાળાનું અપહરણ કરી લીધું. પૂર્વભવની પત્ની સાથે જિંદગી જીવતાં, પિતાએ કાઢી મૂકેલ તે વખતે આ પત્ની સાથે જ આવી હતી. તે બધું જ ભૂલી ગયો. પત્નીની ઉપર જરાયે દયા ન આવી. અપહરણ કરી બાળાને વિંધ્યાચલના પર્વતોની કંદરામાં ફેંકી દીધી. નિર્દય અને પાપીને હૈયામાં જરાયે કરુણા ન આવી. આકાશમાંથી ફેંકી દઈને ચાલ્યો ગયો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર reણી શા) ૧૫n Page #192 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવના કોઈક પ્રબળ પુણ્યયોગે આ બાળા તે કંદરામાં ઢગલાબંધ પડેલા વૃક્ષના પાંદડા ઉપર જઈ પડી. પડતાંની સાથે જ ફુલ જેવી બાળા મૂર્છિત થઈ. પર્વતની કંદરામાં ફૂંકાતા શીતલ પવનની લહેરમાં બાળા ભાનમાં આવી. ત્યાં તેનું કોણ રક્ષણ કરનાર હતું ? “જેને રામ રાખે તેને કોણ ચાખે ?’” પુણ્ય જાગતું હોય ત્યાં દુશ્મન પણ વાળ વાંકો કરવા સમર્થ નથી. તે જ ટાણે સગર્ભા એક હરિણી ત્યાં આવી. બાળકી જયાં પડી હતી ત્યાં જ પોતે પોતાના બાળને જન્મ આપ્યો. જંગલમાં દુષ્ટ = દેવે નાંખી દીધેલી બાળા. જે પાંદડાના ઢગલા ઉપર જઈ પડી. ગર્ભિણી હરિણીને ત્યાં આવવું. પોતાના બાળને તથા બાળકીને ઉછેરી રહી છે. જન્મની પીડાને સહન કરતી તે હરણીને ખબર નથી કે મેં એક બાળને જન્મ આપ્યો કે બે બાળને ? સરળ હરિણી પોતાના જ બંને બાળ સમજી નીચી નમીને બંનેને સ્તનપાન કરાવતી હતી. તે સ્થાનમાં રહીને બંને બાળ મોટા થવા લાગ્યાં. જન્મતાં જ જંગલમાં મોટી થયેલી તે બાળાને પુણ્ય પસાયે કોઈનોય ભય કે ડર લાગતો શ્રી ચંદ્રરોખર રાજાનો રાસ ૧૫૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ નથી. તે બાલિકા નાનપણથી હરિણીયા, સસલા અને વાનરના બચ્ચાંની સાથે ભેગી રમતી હતી. જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ તેનું રૂપ વધવા લાગ્યું. વનફળ ખાતી. ઝરણાં-નદીનાં પાણી પીને મોટી થતાં યૌવનવય પામી. વનની લતાકુંજ વનઘર હોય ત્યાં રાત્રિ પસાર કરતી. વિશાળ શિલા ઉપર જઈ આરામથી સૂઈ જાય. જયારે દિવસે જંગલમાં નિર્ભયપણે પશુટોળાના સંગે પોતે વલ્કલ પહેરીને ફરતી હતી. પંખીઓ પણ તેની ભેળા ફરતાં હતાં. કયારેક જો તેણી માણસને દેખે તો તરત તેનાથી ડરીને નાસી જતી હતી. હે રાજકુમાર ! તમે તે બાળાને જંગલમાં જોઈ. તે બાળા કેવલી ભગવંત કહે છે તે અમારી પૂર્વભવની બેન છે. વર્ધમાન નામે શ્રીમતીનો ભાઈ વૈરાગ્ય પામી દીક્ષા લીધી હતી તે હું તમારી સામે. વાત સાંભળીને આશ્ચર્ય પામતાં, બંને વિદ્યાધર કેવલી ભગવંતને પૂછવા લાગ્યા. હે સ્વામી! તે બાળા સમકિત પામશે કે નહિ? જ્ઞાની કહે - હે ખેચર ! આ ભવમાં સમકિત પામશે. વિદ્યાધર - હે ગુરુભગવંત! તેનો ધર્મગુરુ કોણ હશે? મુનિ કહે – ખેચરરાય! મારા વચનો સાંભળી આ રાજસુતા મદનસુંદરીના પોપટ રાજકીર થકી તે બાળા સમકિત પામશે. વળી કાશીપતિ મહસેનના પુત્ર ચંદ્રશેખર તે બાળાનું એણિકા નામ દૂર કરશે. તેનું નામ મૃગસુંદરી રાખશે. તે જ રાજકુમાર આ મદનમંજરી અને મૃગસુંદરી સાથે પરણશે. પોપટ ચંદ્રશેખર રાજકુમારની આગળ વાત કહી રહ્યો છે. મદનમંજરી રાજકુંવરી, કેવલી ભગવંતનું વચન સાંભળીને, તે વાતને સત્ય કરવા દાદા કેવલી ભગવંતને નમસ્કાર કરીને મને અહીં મોકલ્યો છે. વળી રાજકીર આગળ કહે છે - હે નરોત્તમ! સાંભળો ! રાજકુંવરી મદનમંજરીના કહેવાથી હું નીકળ્યો. વન-પર્વતગિરિ-નદી-નાળાં વગેરે જોતાં ભમતો થકો આ રેવા નદીના કિનારે આવી મળ્યો. મૃગલાં, હરણિયાં, વાંદરાં, સસલાંનાં ટોળામાં ભમતી એવી આ એણિકા બાળાને જોઈ, હું પોપટ હોવાથી મારી ઉપર અપાર પ્રેમ રાખતી, મારી સાથે વાતો કરતી હતી. મારી ઉપર ઘણો જ પ્રેમ હોવાને કારણે હું જે કહું તે તરત માની લેતી. તે પ્રમાણે આચરણ કરતી. ધીમે ધીમે ભક્ષાભક્ષ-ખાવા લાયક વસ્તુ અને ન ખાવા લાયક વસ્તુને સમજાવતાં અભક્ષને છોડી દીધા. મનુષ્યના વ્યવહારની વાતો કહી. વિવેક જેવી વાત સમજાવી. જંગલમાં ઉછરેલી બાળાએ પોતાના જીવનમાં કોઈપણ માણસને જોયો નથી. મનુષ્યનો વ્યવહાર હું સમજાવવા લાગ્યો. હળુકર્મી જીવદળો, થોડામાં ઘણું પામી જાય. આ બાલિકા માટે તેમ જ બન્યું. રાજકીરે પૂર્વની વાત કહી, પૂરવભવની પણ વાત કરી. રે બાલિકા! તું સાંભળ! તું હરણીસુતા નથી. હિંદી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) શી રોપા શાળનો શા) ૧૫૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ હે બાળા ! તું તો પવરાજની પુત્રી છે. પૂર્વભવના તારા વેરી પતિએ તને જંગલમાં છોડી દીધી. તે કારણે તું આ જંગલમાં પશુઓના ટોળાં ભેળી ભટક્યા કરે છે. જંગલમાં માલતીના પુષ્પોની શી દશા? તેને કોણ લેવા જાય? કોઈ જ લઈ ન જાય. સવારે કળીમાંથી ફૂલ બનેલા માલતીના છોડવા ઉપર યૌવન પૂરું થઈ જાય છે. તેમ તારું આ યૌવન આ જંગલમાં રહેવાથી પૂરું થઈ જશે. રે બાળા ! આ વનવાસ છોડી દે. જયાં માણસની વસ્તી છે ત્યાં જઈને વસો. યુકિતપૂર્વક સમજાવતાં કિંઈક સમજ આવી. ત્યાર પછી મેં કહયું - હે તાપસસુંદરી ! આ બધું છોડી દે. તું કહે તો હું તને મદનમંજરી ભેગી કરી દઉં. તું ત્યાં મોજથી રહેજે. ત્યાં ગીત-ગાન આદિ વિનોદમાં રહે. આ જંગલમાં રોઝની જેમ રહેવું છોડી દે. આદરપૂર્વક મારાં વચનો સાંભળતી હતી. જંગલના સંસ્કારો ધીમે ધીમે દૂર કર્યા. વળી સમજાવતો કે માણસની વસ્તીમાં મારી સાથે ચાલ. ત્યાં તારા પુણ્યબળે ચંદ્રશેખર મળશે. પણ હજુ મારી આ વાત માનવા તેનું દિલ માનતું જ નહોતું. વળી સમજાવતાં કહેતો કે કેવલી ભગવંતનું વચન મિથ્યા ન થાય. સત્ય થઈને જ રહે. વળી અમે ધર્મની ચર્ચા કરતા. તેનામાં સમકિતના લક્ષણો પણ દેખાવા લાગ્યા પણ જંગલમાં પશુઓનો સહવાસ છોડીને આવવું નથી. છતાં મેં તો સમજાવવાની વાત છોડી નહિ. તને ચંદ્રશેખર મળશે. તે રાજાની રાણી થઈને સુખલીલા ભોગવો. વળી ગુરુમુખથી ધર્મ સાંભળી, હે બાળા! તારા પરભવને તું સુધારી લે. રોજની મારી આ વાતો સાંભળી એકદા તે એણિકા મને કહે - હે શુકરાજ ! મને આ વન-વાવ-તળાવ-સરોવર-નદીને વળી ઝરણાં વગેરે નજીક, આ પશુઓના ટોળામાં વસવું ગમે છે. મારે માટે આ વન સારું છે. પ્રાસુક ફળ-પત્રો વૃક્ષની નીચે જે પડ્યાં છે તેનું ભક્ષણ કરવું એ જ મારે મન બસ છે, તરસ લાગે નિર્મળ ઝરણાંનું પાણી પીવું એથી વધારે શું જોઈએ? પોપટ એણિકાની વાત સાંભળી વિચારતો હતો કે ખરેખર હળુકર્મી જીવોને વધારે શું જોઈએ? એણિકા કહે - હે મિત્ર શુકરાજ ! સંસારની લીલા મારે જોવી નથી. ચપળ - ચંચળ વિષયસંગી સાથે રહેવું તે આ લોકમાં કઠિન છે. વળી સંયોગ-વિયોગના શોકમાં ઝૂરી મરવું. તે કરતાં ભલું મારુ વન - ભલાં મારાં પશુઓ. હે કુમાર ! મારી વાત માનવા તૈયાર ન થઈ. તે તેના પશુઓનાં બાળ બચ્ચાંને રમાડતી - આનંદ કિલ્લોલ કરતી રહે છે. આ બાળાને જે જે ગમતું હતું તે છોડવા તૈયાર ન થઈ. વળી રાજકીર કહેવા લાગ્યો - હે નરોત્તમ ! તમે આ બાળા માટે પૂછ્યું તો તેનો સઘળો વૃત્તાંત તમારી આગળ કહ્યો. - કુમાર અને શુકરાજનો વાર્તાલાપ દૂર બેઠેલી તાપસ કન્યા એણિકા પણ સાંભળતી હતી. તેણીની આસપાસ મૃગલાં આદિ બચ્ચાં રમ્યાં કરતાં હતાં. કુમાર વાત સાંભળતાં આ કન્યાને બાળપશુઓની ચેષ્ટા જોયા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૫૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ કરતો હતો. શુકની વાત સાંભળી. થાક પણ દૂર કર્યો. હવે તે રાજકીરને કહે છે - હે પોપટરાજ ! અમારે ઘણું દૂર જવું છે. તો હવે અમે આગળ જઈશું. તમે સૌ મારા સાધર્મિક બંધુ-સ્વજન છો. તો હું હવે જાઉ છું. એમ કહી કુમાર બંનેને હાથ જોડી “જય જિનેન્દ્ર' કહેતાં જવા માટે તૈયાર થયો. વિવેકી કુમારને જતાં એણિક જોઈ રહી. એનું મન કુમારને ન જવા દેવા માટે તલપતું હતું. કુમારના રૂપ-રંગ અને વિવેક જોઈને મૃગકન્યાનું હૃદય પીગળી ગયું હતું. કદી પણ માણસ સાથે ન બોલેલી તાપસ કન્યાની જીભ ખૂલી ગઈ. એણિકા જતાં કુમારને ઉદ્દેશી બોલી - રાજનું! કુમારે બાળા સામે જોયું. મૃગબાળા 'રાજનું અમને છોડીને ન જાઓ. વનમાં ભમતાં ભમતાં કરેલા તપબળે આપ જેવા મહાપુણ્યશાળી સમકિતધર શ્રાવકનો ભેટો થયો. હે પરદેશી ! ન જાઓ. કુમાર થોભી ગયો. બાળાની વાત સાંભળતો, શુકરાજ સામે જોતો ઊભો રહી ગયો. કંઈ જ બોલતો નથી. વળી એણિકા બોલી - હે પરદેશી ! આ જંગલમાં રહેલા અમે જિનેશ્વર પરમાત્માની પૂજાથી અમારા મનોરથ આજ ફળ્યાં છે. અહીં રહેલા જિનેશ્વર પરમાત્માની પૂજા કરો. દિવસની મધ્યાહ્ન વેળા છે. સ્નાન કરી આ નજીકમાં રહેલા વનચૈત્યમાં પરમાત્મા શ્રી આદીશ્વર બિરાજમાન છે. આપ પૂજા કરો. અમે પણ પરમાત્માની પૂજા કરીશું એણિકા બોલતી જાય ને બંધુસમાન રાજકીર સામે જોતી જાય. ચંદ્રકુમારે એણિકાની વાત સ્વીકારી. વનમાં રહેલું જિનમંદિર જોઈ આશ્ચર્ય પામ્યો. તરત જ નજીક રહેલા જળાશયે સ્નાન કરી, બંને પૂજા કરવા માટે જિનમંદિરમાં ગયા. નિસ્સિહી કહી બંને જણાએ દશત્રિક સાચવી પૂજા વિધિવત્ કરી. ભાવપૂજા પણ સાથે કરી. ત્યાં સુધી શુકરાજ મંદિરના દ્વારે નિરાંતે બેઠો છે. મંદિરમાંથી બંને “આવત્સહિ” કહી બહાર આવ્યા. રાજકીર બતાવેલ લતામંડપમાં કુમારને લઈને મૃગબાળા અને પોપટ આવ્યા. જંગલના સંસ્કારો દૂર કરીને સારા સંસ્કારો પોપટે જે આપ્યા હતા તે સંસ્કારોથી વિવેકી બનેલી મૃગબાળા પાંદડાના પડિયામાં પાણી લઈ આવી. સાથે સાથે વનમાં રહેલાંને જે પોતે આરોગતી હતી તે વનફળ પણ લઈ આવી કુમાર સામે મૂકયાં. કુમારે એણિકાના સ્વાગતનો સ્વીકાર કરીને, ફળનો આહાર કર્યો ને સંતોષ માટે મીઠા જળનું પાન કર્યું. ઘડીભર ત્યાં જ કુમાર આરામથી બેઠો. વળી એણિકા કહેવા લાગી - હે પરદેશી કુમાર ! આપના સામુદ્રિક લક્ષણો શુકરાએ જોયાં. વળી આપનાં દર્શનથી મને પણ ઘણો જ હર્ષ થયો છે. તે કારણે લોહચુંબકની જેમ અમારા ચિત્તડાને હરી લીધું છે. આટલું બોલતાં વળી મૃગબાળા શરમાઈ ગઈ. ભોળી બાળાની સામે કુમાર જુએ છે. આંખો સામે જોતાં જ બાળાએ આંખો ઢાળી દીધી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૫૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ કુમાર મૌનમાં જવાબ ન આપતો હોય તેમ તેના મુખ ઉપરના ભાવ દેખાતા હતા. ઘડીક બંને વચ્ચે મૌન છવાયું. શુકરાજને પણ કંઈ પૂછવાની ઈચ્છા થાય છે. પણ પૂછી શકતો નથી. મૌનને તોડતાં એણિકા બોલી - હે નરોત્તમ ! સંબોધન કરતી જાતજાતની કળા - ભાષા બોલતી નીતિશાસ્ત્રની વાતો કરવા લાગી. કુમારે પણ મૌન છોડી વાતમાં ભાગ લીધો. બાળાની વાતો સાંભળતાં રાજકીર અને કુમાર આનંદ પામ્યા. વળી બાળા બોલવા લાગી - “હે પરદેશી ! આપનો દેશ? આપનું કુળ? આપનો વંશ? આપની જાતિ? અમને કહોને.” કુમાર કંઈ જ બોલતો નથી. મરક મરક હસ્યા કરે છે. ભોળી બાળા તે જોઈને વળી કહેવા લાગી. એણિકા - રાજનું! આપને મૌન છે. શું અમારી વાત આપને ન ગમી? અરિહંતના ઉપાસક આપણે સૌ છીએ. તો તે સાધર્મિક નાંતાએ અમને જવાબ આપોને? અમને જુદા ન ગણો. હૈયામાં અમારા થકી અંતર ન રાખો. હવે કુમારે મૌન તોડયું. જાણ્યું કે ભોળી બાળાની ધીરજ હવે ખૂટી. પૂછવાનું બધું જ પૂછી નાખ્યું. જવાબ એક જ વાકયમાં આપતા કહે છે. - હે શુભે ! કેવલી ભગવંતના વચનો સત્ય જ હોય છે. હું કાશીપતિનો પુત્ર છું. કુમારનું મીઠું વચન સાંભળી એણિકા અને રાજકીર પોપટ ઘણો જ આનંદ પામ્યા. તરત જ કુમારે ત્રિલોચના દેવીનું સ્મરણ કર્યું. ત્રિલોચના કુમાર આગળ હાજર થઈ ગઈ. કુમારે સઘળી વાત કરી. વાત સાંભળી હર્ષ પામેલી ત્રિલોચનાએ વનબાળા માટે વસ્ત્રો, આભૂષણો મંગાવી લીધાં. દેવીએ તાપસબાળાના વલ્કલચીર ઊતારી લીધાં. વસ્ત્રો પહેરાવ્યાં. આભૂષણોથી સજાવતી દેવી કહેવા લાગી - હે વનબાળા! તમારું નામ જાણતી નથી. પણ વનમાં રહ્યા છો તેથી આપનું નામ મૃગસુંદરી રાખું છું. ત્રિલોચના દેવીએ વિમાન બનાવી દીધું. સૌ વિમાનમાં બેઠાં. વિમાન પદ્મપુર નગરના ઉધાનમાં જઈ થોળ્યું. રાજકીરે ત્યાંથી આગળ નગરમાં જઈ પઘરાજાને વધાઈ આપી. ક્ષણભર તો રાજા-રાણી વિચારમાં પડ્યાં. પોપટ સમાચાર આપી સામે મહેલના ટોચે જઈ બેઠો. ત્યાંથી ઊડીને કુમાર પાસે આવ્યો. પધરાજા પણ પોતાની પુત્રીને મળવા, લેવા માટે મોટા સામૈયા સહિત નગર બહાર આવ્યો. જન્મતાં જ જોયેલી દીકરી આજે બીજીવાર જોતાં જ રાજારાણીના આંખેથી હર્ષનો શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. મૃગસુંદરીને ભેટી પડ્યા. આંસુથી નવરાવી દીધી. રાણીએ બાળાને ખોળામાં બેસાડી હૃદયે ભેટી ભેટીને કહે છે - હે દીકરી ! તારો વિયોગ મારાથી સહન ન થયો. ઘણા સમયે જોતી દીકરી પળવારમાં મળવાથી વિયોગ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૫૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ /HZIYપણ ' , ' . ચંદ્ર રાજકુમારે સ્મરણ કરી.દેવી ત્રિલોચના હાજર. મૃગસુંદરી (એણિકા) ને વિમાનમાં સાથે લઈ જાય છે. ક્ષણમાં સમાઈ જતો નથી. “આ પ્રમાણે માતા પિતા આદિ સ્વજનો પણ કહેવા લાગ્યાં. વિયોગના દુઃખડાં સંયોગો મળતાં ચાલ્યા જાય છે. મૃગસુંદરી પણ માતાપિતા મેળવી શાંત થઈ. નગરની બહાર રહેલા સ્વજનાદિક પરિવારયુકત રાજા રાણી બધાને ત્રિલોચના દેવી મહેલમાં સાથે લઈ આવી. નગરમાં અને રાજમહેલમાં સૌને આનંદ આનંદ થયો છે. રાજા કુમારને ઘણા બહુમાનપૂર્વક મહેલમાં લઈ આવ્યા. રાજપરિવાર પણ ઘણો સાથે છે. કુમારને પળવાર માટે પણ રાજા છૂટો રાખતા નથી. હવે રાજા કુમારની સાથે જ રહે છે. સાથે જમે, સાથે જ રાજદરબારે જાય. બધું જ સાથે કરે. પોતાની કુળદેવીની માનતા રાજાએ રાખી હશે. તે માનતા ફળી. પુત્રી મળતાં જ કુળદેવીની માનતા . પૂરી કરી. ધૂપ દીપ નૈવૈદ્ય વગેરે દેવીને જે ગમતાં હતાં તે બધા જ નૈવેદ્ય આદિ ધર્યા. નગરમાં મોટો મહોત્સવ રાજા તરફથી ઉજવાયો. નગરજનોએ પણ પોતપોતાના ઘરે - હાટ હવેલીએ તોરણો બાંધ્યાં. બંદીખાને રહેલા બંદીવાનોને ઘણું દાન આપી છોડી મૂક્યાં. ઘણા વર્ષે આ પ્રમાણે પદ્મપુર નગરમાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૫૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ આનંદ વર્તાયો. હવે રાજકીરે કુમાર તથા પઘરાજાની રજા લઈને પોતાના રાજાને મળવાને સમાચાર આપવા ભરૂચ નગરે જવા વિદાય લીધી. પોપટ ભૃગુરાજાની પાસે પહોંચી ગયો. પોપટને જોતાં જ રાજા ઘણો હર્ષ પામ્યો. રાજકુંવરી મદનસુંદરીને સમાચાર મળતાં પિતા પાસે પોપટને મળવા દોડી આવી. રાજકીરે બધી જ વાત જણાવી. જે વાત સાંભળી સૌ આનંદ પામ્યાં. ભૃગુરાજા, મદનસુંદરી, પોપટ તથા બીજો ઘણો પરિવાર સાથે લઈ પદ્મપુર નગરે આવ્યો. પદ્મરાજાએ ભૃગુરાજાનું ઘણા આનંદથી સામૈયું કર્યું. ત્યારપછી બંને રાજાએ મોટા મહોત્સવપૂર્વક બંને રાજસુતાનાં લગ્ન કુમાર સાથે કર્યા. શSS 15 પદ્મપુર નગરમાં રાજકુમારના, મૃગસુંદરી અને મદનસુંદરી સાથે લગ્ન. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૫૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ત્રિલોચના દેવી લગ્નમાં હાજર જ હતી. પરણી ઊતરેલ વરઘોડિયાને બંને રાજાએ ઘણું દાનમાં આપ્યું. વળી જમાઈરાજાને હાથી ઘોડા - સોના રૂપું અને ઘણાં ગામો પણ દાયકામાં આપ્યાં. ત્યારપછી કુમારે ત્રિલોચના દેવીને વિસર્જન કર્યા. સાથે જે વ્યંતરીનું ચીર પોતાના હાથમાં આવી ગયું હતુ તે ચીર ત્રિલોચનાને આપતાં કુંવર કહેવા લાગ્યો, “હે દેવી ! તમે આ ચીર-વસ્ત્ર રતિસુંદરીને આપજો. અને અમારા સમાચાર કહેજો.” દેવી તે વસ્ત્ર લઈને ત્યાંથી તરત રતિસુંદરીને આપીને પોતાના સ્થાને ચાલી ગઈ. જયારે આ બાજુ કુમાર સાક્ષાત્ કામદેવ જેવા શોભતા હતા. અને બંને સ્ત્રીઓ રતિ પ્રીતિથી અધિક શોભતી હતી. કામદેવની જેમ રતિપ્રીતિ સાથે આનંદ પ્રમોદ કરતા દૈવી ભોગો ભોગવતા કુમાર ઘણા પ્રકારે સુખને ભોગવે છે. આ પ્રમાણે બીજા ખંડને વિષે આ અગિયારમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજની વાણી એવી મીઠી છે કે સાંભળનાર સજ્જનના તથા ચતુરના ચિત્તને ગમી ગઈ. -: કળશ : શેરડીના ટુકડા જેમ મીઠા હોય છે તેમાંય વળી એક ખાતાં, બીજો ખાતાં વધારેને વધારે મીઠો લાગે છે. તે રીતે શ્રી ચંદ્રશેખર રાજાનું અખંડ ચરિત્ર સૌને મીઠું લાગે છે. શ્રી શુભવિજયજી ગુરુની અસીમ કૃપાથી આ બીજો ખંડ મધુર કથાથી તેમના શિષ્યશ્રી વીરવિજયજી મહારાજે પૂર્ણ કર્યો. -: ખંડ બીજે - - સમાપ્ત - (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૫૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુભવિજયજી સમરતા સુખ બીજો vis ત્રીજો જો ચંદ્ર મુરખ પાઠક મૂરખ તેણે અખંડ ખંડ કહું શ્રોતાજન થકી મુજ Gu, જપતાં આગળ તૃતિય ખંડ -: દુહા ઃ નિદ્રાદિક ગુરુ, સુગુરુ, સમ અક્ષર રસ, શ્રોતા સુણી વયણ વિપ્ર ભણે પૃથા તમે, પાડુ આડી મૂવું, મુજ પડિમણે ઠાઉં દેવસી, ઝગડે અંધા આગે આરસી, કર્ણ રસકથા, એ પરિહરી, જાણ હશે એક તિ ભૃગુરૃપ આવો તો વાંછિત હવે, મંડલી, અમૃત ઝરે, આગળે; કરે, મા તસ રીઝવુ, ચિત્ત છો કેણ ? તુમ પ્રગટે તેણ. 11411 પણ ‘ખીમસી’ ઠાઉં, પડિક્રકમણા વિતા, બિહુ કહે નિજ ધર જાઉં. બધિર પુનઃ ગામઃ તાત. જ શ્રોતા &&1; ન ભૂલે લક્ષ. કુંવરતે, સુણી મૃગસુંદરીને હે, જન્મ વિયોગ એમ કહીને સવિ રાજકીર પંજર ધરી, ફળે, પૂર્ણ હુઓ સમજી મન સુંદર શ્રોતા વક્રતા સન્મુખ કૈરવવન પછી, સેતશું રખે પૃથા વક્તાનો રુઓ એક ત્રણ સુણજો બાણી ભણે પુણ્ય રહેજો ભરૂઅય્ય સાસરે ભરુઅચ ભગુનૃપ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૫ અમારાં પિતાની કરો કુંવર વિખ્યાત; સાત. રંગ; ગ. પુર દ્રષ્ટ; પ્રત્યક્ષ. ઉપદેશ ક્લેશ. ॥૧॥ મહારાજ; આજ. પાસ, વાસ. ચલંત; આવંત. રા 11311 11811 11911 moll llell nell ॥૧૦॥ ||૧૧|| Page #201 -------------------------------------------------------------------------- ________________ મદતમંજરી વર દેખવા, લોક ઘણા હોંશિયાર, તેણે નગરી શગારીને, આવ્યા રાજદુવાસ /૧રી વાસભુવન સુરભુવન સમ, દીધુ રહેવા તાસ; ઘતિ તિહાં સુખભા રહે, કરતાં લીલવિલાસ. //all એક તિ કુસુમોધાતમાં, વિજયસેન સૂરિરાય; સમવસર્યા મુનિમંડળે, પૂરવધર કહેવાય. ૧૪ વનપાલક મુખથી સુણી કુંવર કૃપાકિ જાય; સૂરિવેદી દેશના સુણે, બેસી યથોચિત થાય. પણ ભરૂચ નગરે - દુહા :ભાવાર્થ : શ્રી “ચંદ્રશેખર રાજાનો રાસ” તે મહાપુરુષની ચાલતી આ કથાના બે ખંડ - ઢાળ ૨૦ સમાપ્ત થઈ. હવે કવિરાજ ત્રીજો ખંડ શરૂ કરે છે. “શ્રી શુભવિજયજી મ.સા. મારા આરાધ્ય ગુરુદેવ છે. આ મારા ગુરુ જગતમાં વિખ્યાત છે. દેવસમ મારા ગુરુના સ્મરણ માત્રથી સુખ ઊપજે છે. મારા દેવસમાં ગુરુનાં નામમાં રહેલા સાત અક્ષર, તેનો જાપ કરતાં જગતના જીવો સુખ શાંતિ તેમજ સમાધિને પામે છે. પરમતારક શ્રી “શંખેશ્વરદાદા” મારા દેવ, શ્રી “શુભવિજયજી મ.સા. મારાગુરુ. આ બંને તારક તત્વ પૂર્વની પુણ્યાઈ વડે મને મળ્યા છે. તેઓની અસીમકૃપાએ મેં આ રાસનો અખંડરસથી બીજોખંડ, મનના ઉત્સાહ આનંદથી પૂર્ણ કર્યો. હે શ્રોતાજનો! દેવગુરુની કૃપાથી હું હવે, ત્રીજો ખંડ કહુ છું તમે સાંભળો. જો શ્રોતાગણનો સમૂહ હોય, અને તે સૌ શ્રોતાઓ કથા કહેનાર વક્તા સામે નજર રાખી એકાગ્ર ચિત્તે જો સાંભળે તો તે ચરિત્ર સાંભળવામાં આનંદ રહે. જેમકે ચંદ્રમાંથી ચાંદની રૂપ અમૃત ઝરતાં કમળોનું વન (બગીચો) વિકસિત થાય છે તેમ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૬o Page #202 -------------------------------------------------------------------------- ________________ વળી જો તેમાં શ્રોતાનો સમૂહ અબૂઝ હોય, અજ્ઞાન હોય, મૂરખ હોય, તો તેની આગળ વક્તાનો ઉપદેશ નિરર્થક હોય છે. જેમકે શાસ્ત્રના પાઠોના વચન સુણીને અજ્ઞાની મૂરખ ફોગટ ક્લેશ કરે છે. કોઈ એક બ્રાહ્મણ કથાપાઠ કરતા મોટેમોટેથી બોલતા હતા. તે જોઈને એક ડોશીમા કહે, ગોર મહારાજ? તમે કેમ રડો છો? મારે એક પાડું હતું, એ આ રીતે મોટેમોટે બરાડા પાડી પાડીને બિચારું મરી ગયું તો તમારું તે રીતે નહીં થાયને? મૂરખ માણસ કેવા હોય? તેનું વળી, એક રમુજી ઉદાહરણ આપે છે. કચ્છની વાત છે, દેવસીભાઈ, ખીમશીભાઈ ને રાઈસીભાઈ ત્રણ જણાં પડિક્કમણું કરે. સાંજે દેવસીભાઈ બોલે, દેવસી પડિક્કમણે હાઉ? સવારે રાઈસીભાઈ બોલે, રાઈ પડિક્કમણે ડાઉ? ખીમશીભાઈ કહે તમારે નામે રોજ, તો આજે મારા નામે ઠાઉ ? પેલા બંને ના પડે છે. તો કહે હું શું કામ બાકી રહું? એટલે કહે ખીમસી કાઉ? ના પાડી. ઝગડો થયો. છેવટે પડિક્કમણું કર્યા વિના દેવસીભાઈ અને રાઈસીભાઈ ઘરે ચાલ્યા ગયા. વળી જેમકે આંધળા આગળ દર્પણ ધરીએ તો શા કામનું, બહેરા માણસ આગળ સુંદરમાં સુંદર ગીત ગાન શા કામના? તેમ મૂર્ખ આગળ રસિક કથા કહેવા વડે કરીને શું? આ ત્રણે આગળ જુદી જુદી વાત નિરર્થક જ નીવડે છે. રાસકર્તા કહે છે કે હે શ્રોતાજનો! તમે નિદ્રા તથા વિકથા આદિ છોડી દઈને સાંભળો. તમે જો સમજુ અને ડાહ્યા હશો તો મારી વાત સમજશો, ને શાસ્ત્રની થોડીક પણ જો જાણકારી હશે તો મારી વાત જરૂર સમજાશે. જેમકે બાણાવળી બાણ કયાં છોડવું? તે લક્ષમાં હોય તો કયારેય ભૂલ કરતો નથી. તેનું નિશાન બરાબર જ હોય છે. ચરિત્રનાયક ચંદ્રકુમાર પદ્ધપુર નગરમાં સસરાએ આપેલા આવાસમાં બંને સુંદરીઓ સાથે રહેલા છે. રાજા સાથે રાજસભામાં, રાણીના મહેલમાં વળી કયારેક નગર બહાર ઉદ્યાનમાં ફરવા જાય છે. ભરૂચનગરના રાજા ભૃગુ પણ અહીં જ રહેલા છે. અવસર મળતાં ભૃગુ રાજા, જમાઈરાજ શ્રી ચંદ્રકુમારને કહે છે, “હે કુમાર ! આપ તો અમને પુણ્ય થકી મળ્યા છો. આપ જ્યાં જ્યાં જશો ત્યાં પુણ્ય પ્રટથી લીલા લહેર હોય છે. પણ અમારી ભાવના છે આપ પધારો અમારા નગરમાં. અમારા નગરને પવિત્ર કરો.” ભૃગુરાજાની વાતનો કુમારે સ્વીકાર કર્યો. મહેલમાં આવી કુમારે મૃગસુંદરીને કહ્યું, હે દેવી ! તમે અહીં પિતાને ઘરે રહો. જન્મથી જ માતાપિતાનો વિયોગ થયો હતો તે માટે હમણાં અહીં રહીને વિયોગના દુઃખ દૂર કરો. પછી સાસરીયામાં વાસ કરજો. હું પછી લેવા આવીશ. હમણાં હું ભરૂચ નગરે જાઉ છું.” (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૬૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહી, મદનમંજરીને લઈ,પાંજરામાં રાજકીર પોપટને સાથે લઈ કુમાર ઘણા સૈન્ય સાથે ભરૂચનગરે જવા માટે ભૃગુરાજાની સાથે ચાલ્યો. ભરૂચનગરીના લોકો મદનમંજરીના સ્વામીને જોવા માટે સામૈયાના ઠાઠ સાથે નગર બહાર આવ્યા. પોતાની નગરીને શણગારી છે. નગરના રાજમાર્ગે થઈ કુમાર રાજદ્વારે આવી પહોંચ્યા. રાજપરિવારે તેમનું સ્વાગત ઘણા મોટા આડંબરપૂર્વક કર્યું. ભૃગુરાજાએ પુણ્યશાળી જમાઈરાજ ચંદ્રકુમારને રહેવા માટે દેવલોકમાં રહેલા દેવોના આવાસ જેવો રમણીય રાજમહેલ આપ્યો. સાથે સેવા કરવા ચતુર સુજાણ દાસદાસી વર્ગ પણ મૂકયો. ચંદ્રકુમાર અને મદનમંજરી બંને ત્યાં સુખભર રહેતાં, આનંદપ્રમોદ કરતાં, લીલાલહેર કરતાં હતાં. એકદા ભરૂચનગર બહાર કુસુમ નામના વનઉદ્યાનમાં વિજયસેનસૂરીશ્વરજી આચાર્ય ભગવંત પોતાના શિષ્ય આદિ પરિવાર સાથે વિહાર કરતાં પધાર્યા. વનપાલકે આચાર્ય ભગવંત આદિ મુનિ ભગવંતો પધાર્યાની વધામણી ભૃગુરાજાને આપી. વધામણી પામતાં રાજાદિક પરિવાર સૌ આનંદ પામ્યા. વધામણીના બદલામાં ઘણું દાન આપી ઉદ્યાનપાલકને વિદાય કર્યો. રાજાદિક પરિવાર સહિત વંદન કરવા માટે પૂર્વધર પુરુષ પાસે સૌ પહોંચ્યા. પુર્વધર મહાન આચાર્ય હતા. વિવેકી કુમાર સાથે રાજાએ પણ વિધિવત્ વંદન કરી દેશના સાંભળવા સૌ પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા. ધર્મ પરમગુરુ દુર્ગતિ પડતાં દાન મન -: ઢાળ-પહેલી : - (ઈડર આંબા આંબલી રે, એ દેશી...) ભાખીયો પ્રાણીને સમજો રે, તત્વ રત્નત્રયી સાર; રે, ધર્મ પરમ આધાર; સુગુણનર; થય ધર્મ વિતા પશુ પ્રાણીયા રે; વે શરણવિહુણા પરભવે રે, દુઃખીયા ટીન મઝાર....આંકણી પાવા આ સંસાર; અવતાર...સુગુણ. પી શીયલ તપ ભાવના રે, સમક્તિ મૂલ વ્રત બાર; વચ કાયાએ સેવતાં રે, સ્વર્ગગતિ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬૨ અવતાર...યુ. ||૩|| Page #204 -------------------------------------------------------------------------- ________________ હાલાકિ ગુરુભક્તિથી રે, સુખ સંપ૬ સુવિશાળ; ચિત્રસેન પદ્માવતી રે, વરી શિવવહુ વમળ...સુ. ll૪. ચંદ્રશેખર વિજયે કરી રે, પૂછે પ્રણમી પાય; તે પુણ્યશાળી કુણ થયો રે; કહીયે કરી સુપાય.સુ. //પ સૂરી ભણે આ ભારતમાં રે, નામે કલિંગક દેશ; વસંતપુર પાટણ ધણી રે, છે વીરસેન નરેશ...સુ. કા રત્નમાળા રાણી સતી રે, રૂપવંતી ગુણમાળ; ચિત્રસેન તસ પુત્ર છે રે, દાતા વીર ભાળ.. સુ. શા બુદ્ધિસાગર મંત્રીશ્વર રે, વિનયી નયી મતિવંત; રજકાજ ધુરંધરુ રે, ગુણમાળાનો કત.સુ. રત્નસાર સુત તેહને રે, જ્ઞાયક શાસ્ત્ર અનેક; સુશીલ સત્યગુણે ક્યો રે, ધરતો વિનય વિવેક.સુ. . રાય સચિવ હોય પુત્રને રે, પ્રીતિ રાગ વિશેષ રે; નિરંકુશ તૃપસુત ભમે રે, નગરે ઉભટ વેશ રે.સુ. ૧oll સુપવંતી પુરવારીઓ રે, રંજન કરતો તાસ; ધન આપી ક્રીડા કરે રે લઇ જાયે વનવાસ ...સુ. ૧૧ પ્રજાલોક ભેળાં મળી રે, વિનવતા જઇ રાય; ચિત્રસેન ‘ચિત્રક જિસ્યો રે, દુનિયાને દુઃખદાય સુ. ૧રો પુત્રપરે પાળી પ્રજા રે, સાહિબ ! તમે ધરી નેહ; તુમ સુત ગજ ઉન્માદથી, રહીએ કેણીપટે ગેહ સુ. ૧all. સુણી તૃપ વચન સુધારશે રે, સીટી વિસર્યો તે ચિંતે ના કુળ ઉજળે રે, મશી કૂર્યક સુત એહ સુ. ૧૪ll 'રહીયત ઉદ્વેગે કરી રે, જાય વિદેશ નિદાન; કાયતથી શું કીજીએ રે, જેથી તુટે કાન ...સુ. ૧ull આવ્યો કુંવર 7પ આગળે રે, બેઠો કરી પ્રણામ; બીડાં ત્રણ અવળે મુખે રે, સજા આપે તામ .સુ. /૧છો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૬૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસેન વિસ્મય ચિંતા ચિત્તમાં લહે રે, એહ કીશ્યો વ્યાપતી રે. જાણે વતો રે, રુઠ્યો જનની કરવુ હવે માત અમ રાય કૃતાંત સમો કો એમ ચિંતી બીડાં ગ્રહી રે, પહોતો બીડાં ત્રણ તાતે દીયાં રે, શું કહે રે ટળો રે, તુમથી ગઇ એમ કહી અંગજ મોહથી રે, રત્ન સંબલ ઇ માતા કહે રે, રહેશો ખગઢાલ લઇ નીકળ્યો રે, ચરણ નમી મંત્રીને મળવા કારણે, ત્રીજે ખંડે એ કહી રે, શ્રી શુભવીર રત્નસાર ઘર ઢાળ પ્રથમ કુંવર તણો રે, ૧ - ન્યાયવાન, ૨ - અગ્નિ, ૩ - પ્રજા. પુણ્ય દીયે ઉત્પાત ?; વાત ...સુણ્ય... ||૧૭થી વિનાશ; કરત પાસ ...સુણ્ય... ||૧૮|| કાજ ? ; ઉધ્ય નહિ ચિત્રસેન રાજકુમાર -: ઢાળ-૧ : શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬૪ લાજ ...સુણ્ય... ||૧૯થી તસ સાત; પ્રભાત...સુ. ૧૨૦થી નિજ માત; જાત...સુણ. ||૨૧થી લેશ; પરદેશ...સુણ. [[૨૨]ી રસ ભાવાર્થ : ભૃગુરાજા, ચંદ્રકુમાર તથા નગરજનો ગુરુમહારાજની દેશના સાંભળવા ઉત્સુક બન્યા છે. ગુરુભગવંત પણ સભાના મનની ઝંખનાને પૂર્ણ કરવા મધુરધ્વનિએ દેશના આપતાં કહે છે. હે ભવ્ય પ્રાણીઓ ! આ અપાર સંસારમાં અનાદિકાળથી ભટકતાં જીવોને એક ધર્મ જ આધાર રૂપ છે. જગતના જીવો ધર્મ વિના સંસારમાં રખડે છે, દુઃખી થાય છે. કોઈપણ શરણ ન મળતાં બિચારા તે જીવો પરભવમાં પણ દીન દુઃખિયાના જ અવતાર લે છે.કયારેય આ જીવો સુખ-શાંતિ-સમાધિ પામી શકતા નથી. Page #206 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ ધર્મના ચાર પ્રકાર બતાવ્યા છે. દાન-શીલતા અને ભાવના. તે ચારેયના મૂળમાં સમકિત હોય અને તે સમકિતયુકત બાર વ્રતને ધારણ કરતાં, જો દાન-શીલ તપ અને ભાવના રૂપ ચારેય પ્રકારના ધર્મને આદરપૂર્વક આદરે તો મહાસુખ મેળવી શકે છે. તેમાં જો મન, વચન, કાયના યોગ સાથે સેવા કરે તો સ્વર્ગને મેળવે છે. દાનાદિક ધર્મ સાથે સાથે ગુરુભકિત કરતાં થકાં પ્રાણી સુખ સાથે વિશાળ સંપત્તિ પામે છે.દાન, શીલ આદિ ધર્મને કરતાં ચિત્રસેન અને પદ્માવતી એ શિવસુંદરીની વરમાળા પહેરી. ગુરુમુખે દાનાદિ ધર્મને સમજતાં, કુમારે બે હાથ જોડી પૂછયું કે, હે ગુરુ ભગવંત! તે પુણ્યશાળી ચિત્રસેન અને પદ્માવતી કોણ? કૃપા કરીને અમને કહો.” ગુરુ કહે, “હે મહાપુણ્યશાળી” ! સાંભળો. આ ભરતક્ષેત્રમાં કલિંગ નામનો દેશ છે. તેમાં વસંતપુર નામે પાટનગર હતું. તે નગરીનો વીરસેન નામે રાજા હતો. આ રાજા સદાચારી પ્રજાવત્સલ ન્યાયવાન, ગુણવાન આદિ ગુણોથી શોભતો હતો. તેને રત્નમાલા નામે રાણી હતી.રાણી શીલવતી-સદાચારી, રૂપવતી, ગુણવતી હતી. વળી આ રાજાને પરિવારમાં એક જ પુત્ર હતો. તેનું નામ હતું ચિત્રસેન. પિતાના ગુણો પુત્રમાં હતા. તે કરતાં પણ તેનામાં વધારે ગુણો હતા. રાજકુમાર મોટો દાનવીર અને દયાળુ હતો.રાજાને બુદ્ધિસાગર નામે મહાન બુદ્ધિશાળી મહામંત્રી હતો. મંત્રી વિવેક-વિનયી, ન્યાયવાન મહાન બુદ્ધિવંત હતો. રાજાના રાજ્ય દરબારમાં રાજકારણમાં મહા ધુરંધર હતો. તે પ્રધાનને ગુણમાળા નામે ગુણવાન પત્ની હતી. મંત્રીશ્વરને પણ સંસારમાં એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. તે પુત્રનું નામ રત્નસાર હતું. નામ પ્રમાણે ગુણને ગ્રહણ કરતો મંત્રીપુત્ર ઘણાં શાસ્ત્રોનો જાણકાર હતો. વળી શીલવાન, સત્યવાન તથા વિનય વિવેકયુકત હતો. રાજકુમાર ચિત્રસેન તથા મંત્રીપુત્ર રત્નસાર બંને વયથી સરખા હતા. સાથે ભણીને તૈયાર થયેલા. બંનેને દોસ્તી સારી હતી. એકબીજા પ્રત્યે મૈત્રીદાયે પ્રીતિ ગાઢ બની. દિનપ્રતિદિન પ્રીતિમાં વધારો થતો. એકબીજા વિના રહી શકતા ન હતા. રાજપુત્ર સ્વભાવથી જરા ટીખળી હતા, જ્યારે મંત્રીપુત્ર ગંભીર હતા. વય નાનીએ નગરીની શેરીઓમાં રમતા કુમાર કયારેક તોફાન અને અટકચાળા પણ કરતા. મંત્રીપુત્ર તેમ ન કરવા માટે વારતા. રાજપુત્ર સમજી વધારે ન કહેતા. જેમ જેમ યૌવનમાં પ્રવેશ થતો ગયો તેમ તેમ આ તોફાનોએ ઘેરો ઘાલ્યો. જેની જેની ટીખળ કરતા તે બિચારા મુંગે મોંએ સહન કરતા હતા. રાજાના લાડકવાયા રાજપુત્રને કોઈ કાંઈ જ કહી શકતા ન હતા. નિરંકુશપણે નગરમાં ફરતો કુમાર હવે તો નગરની સ્ત્રીઓને પણ રસ્તામાં જતાં આવતાં સતાવવા લાગ્યો. રત્નસાર આ માટે ઘણું વારતો.. પણ માને તો ને? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૬૫ થી પૈદ્યોષા reો શા) - Page #207 -------------------------------------------------------------------------- ________________ હવે તો કુમારે હદ મૂકી. નગરમાં રૂપાળી યૌવનવય પામેલી બેન દીકરીઓને પણ સતાવવા લાગ્યો. રૂપાળી રમણીય નાર જોતાં તેને જંગલમાં જબરજસ્તીથી લઈ જતો. ઉભટવેશે મર્યાદા ચૂકવા લાગ્યો. જંગલમાં જઈને તેઓની સાથે રંજન કરતો. મનગમતી ક્રીડા કરવા લાગ્યો. ઘણી સ્ત્રીઓને ધન આપી આપીને લઈ જતો. રાજકુમારના અવિવેકી વ્યવહારથી નગરમાં ઘણો ઉહાપોહ થયો. નગરનારીઓ ઘરની બહાર જતાં બંધ થઈ ગઈ. નગરનું મહાજન રાજા પાસે પહોંચ્યું. રાજાને વિનવણી કરતા કહેવા લાગ્યા, “હે કૃપાનાથ' ! આપ જેવા દયાળુ અમને શિરછત્રરૂપે મળ્યા. હમણાં તો અમારી ઉપર સિતમગાર વત્ય છે. ચંદ્રમાંથી અમૃત વરસવાને બદલે અગ્નિ વરસી રહ્યો છે. રાજા - હે વ્હાલા નગરજનો ! એવું તે શું બન્યું કે અગ્નિ વરસવાની વાત નગરમાં ચાલે છે. મહાજન-રાજનું! આપના લાડકવાયા રાજકુમાર તો અગ્નિ સરખા થઈ બેઠા છે. અને તે અગ્નિદાહ દુનિયાને દુઃખી કરી દીધી છે. હે સાહિબા ! અમારી ઉપર અતિશય સ્નેહ વરસાવતા પુત્રવત્ આપે પ્રજાનું પાલન કર્યું છે. પરંતુ આપના પુત્ર મદોન્મત્ત હાથીની જેમ ઉન્માદી બન્યા છે. અમે નગરમાં શી રીતે રહીએ ? વળી રાજમાર્ગે આવતી જતી અમારી બેન દીકરીઓની કુમાર છડે ચોક છેડતી કરે છે. સ્ત્રીઓએ પાણી ભરવા જવાનું બંધ કર્યું છે. સૌ કોઈ કુમારથી ડરે છે. કુમારના આવા પ્રકારના તોફાનથી અમે સૌ હતાશ થઈ ગયા છીએ. હવે અમે કયાં જઈને વસીએ ? નગરમાં તો શી રીતે રહેવાય ? મહાજનની વાતો સાંભળી રાજા દુષ્પી થયો. પછી અમૃતરસથી ભરેલી વાણી વડે સચી, મહાજનને શાંત કર્યા. પછી ત્યાંથી સૌને વિદાય કર્યા. રાજા પોતાના આવા પુત્રના વિપરીત પરાક્રમોની વાતો સાંભળી વિચારવા લાગ્યો. રે પુત્ર? મારા ઉત્તમ અને ઉજ્વળ કુળને તું મેશનો કુચડો લગાડી રહ્યો છે વળી વિચારે છે કે, હું કોણ? મારું કુળ કયું? મારા પુત્ર તરફથી મારી પ્રજાને ત્રાસ? કુળને કલંકિત કરનાર કુપુત્રથી વંશ રહે તે શા કામનો? મારી વ્હાલી પ્રજા તેનાથી ત્રાસ પામી નગર છોડી દે. પરદેશ ચાલ્યા જાય? તે શું પરવડે? સોનાના આભૂષણ કાને પહેરતાં જો કાનની બુટ તૂટે તો, તે આભૂષણ શા કામના? ભાવિ વારસદાર રાજગાદીનો, પણ તેને હવે નગરમાં શું રખાય? કાલે જ વિદાય. દેશ નિકાલ જ કરવો પડે. રાજાએ મનથી જ નિર્ણય કરી લીધો. બીજે દિવસે સમય થતાં રાજદરબાર ભરાયો. રાજાના હૈયે દુઃખનો પાર નથી. રાજા મંત્રી આદિ પરિવાર યુકત સભામાં બેઠા હતા. રાજ્ય સંબંધી કાર્ય શરૂ થયું. તેવામાં ચિત્રસેન રાજકુમાર રાજદરબારમાં આવ્યો. પિતાને પ્રણામ કર્યા. પોતાના આસને જઈને બેઠો. એ જ વેળાએ પિતાએ અવળુ મુખ રાખી પાનનાં ત્રણ બીડા રાજકુમારને આપ્યાં. પાનનાં બીડાં હાથમાં પકડતાં કુમાર વિસ્મય પામ્યો. આ શું? અચિંત્યો ઉત્પાત ? કોઈ દિવસ નહીં લી ડ્રોપ જાણો શા શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૬૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ ને પિતા મારી સન્મુખ જોતા નથી. વળી કેટલા ક્રોધે ભરાયા જણાય છે. કુમારનું મો ઊતરી ગયું. હૈયામાં વજધાત થયો હોય તેમ કુમારને થયું વળી પિતા સામે જોયું. ધમધમી રહેલા પિતા સાક્ષાત્ યમરાજ સમ દેખાવા લાગ્યા. જો વધારે રુઠશે તો હમણાં મારો વિનાશ જ કરી નાખશે. આ વિચાર આવતાં કુમાર આસન પરથી ઊભો થયો. હાથમાં પાનનાં બીડાં લઈ માતાને મહેલે પહોંચ્યો. કુમાર માતા પાસે પહોંચે તે પહેલાં તો આ વાત પટરાણીની પાસે કયારનીય આવી ગઈ હતી. માતાને ચરણે પગે લાગી પૂછયું “હે માતા પિતાજીએ આ પાનનાં ત્રણ બીડાં રાજસભામાં મને આપ્યા. મા! આજે પિતાજીએ સામે પણ જોયું નથી. મને કંઈજ સમજ ન પડી. ત્યાંથી અહીં મા ! મા ! તારી પાસે આવ્યો છું. ચિત્રસેનની વાત સાંભળી. ત્રણ બીડાંનો મર્મ માતા સમજી ગઈ કે રાજાએ દેશવટો આપી દીધો છે. પુત્રનાં અપલક્ષણોથી પટરાણીને ઘણુંજ દુઃખ થયું. કંઈક સ્વસ્થ થઈ બોલી, રત્નમાળા રે, દીકરા ! તારા દુચરિત્રોથી પિતા તારી ઉપર ગુસ્સે થયા છે. ત્રણ બીડાં આપી રાજાએ તને દેશવટો આપી દીધો. તારાથી અમારા કુળની લાજ ગઈ. તારા પિતા પાસેથી અહીં આવ્યો. હવે અહીંથી પણ તારે ચાલ્યા જવાનું છે. ત્રણ બીડાં કહે છે, આવતીકાલ સવાર થતાં રાજ્ય છોડી ચાલ્યા જવાનું. રે પુત્ર? તને શું કહું? આટલું કહી રત્નમાળા રડવા લાગી. કુમાર પણ રડી પડ્યો. વળી સ્વસ્થ થતાં માતા કહેવા લાગી - “કુમાર”! ચિત્રસેન માતાની સામે જોવા માટે મોં પણ ઊચું કરી શકયો નહીં. નીચી નજરે મા કહે છે તે સાંભળી રહ્યો છે. રત્નમાળા પણ એક પુત્રની માતા હતી. રાજાએ દેશવટો આપ્યો. પણ “મા” શબ્દમાં જાદુ છે. માતાનો પ્રેમ અવર્ણનીય છે. “મા તે મા બીજા વનવગડાનાં વા' કહેવત આજે સાચી ઠરે છે. ચિત્રસેનને હવે રાજ્ય છોડી ચાલ્યા જવાનું છે. માતા પુત્રને પોતાની પાસે રાખી શકવાની નથી. અપાર પ્રેમને કારણે પુત્રનો વિયોગ સહન થઈ શકે તેમ નથી. પણ આ તો રાજાની આજ્ઞા. રત્નમાળાએ જતાં ચિત્રસેનને સંબલરૂપ અમૂલ્ય સાત રત્નો આપતાં કહ્યું, “રે વત્સ! આ રત્નો તારી પાસે રાખ. પરદેશમાં અવસરે કામ આવશે. પુત્ર! રાજકુમાર ! દીકરા ! પ્રભાતે આ નગરમાં રહેતો નહિ. આટલું બોલતાં બોલતાં તો રાણીની આંખે શ્રાવણ ભાદરવો વરસ્યો. ચિત્રસેને પોતાની સાથે તલવાર અને ઢાલ હાથમાં લઈ, માતાના ચરણે નમસ્કાર કર્યા. રડતી રાણીએ કુમારના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બેટા ! પરદેશમાં તારું કલ્યાણ થાઓ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૬e Page #209 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસેન માની ચરણ રજ લઈ નીકળી ગયો. ત્યાંથી નીકળી મંત્રીશ્વરના મહેલે પહોંચ્યો. રત્નસારને વાત જણાવવા પહોંચ્યો. ત્રીજા ખંડને વિષે પ્રથમ ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે પિતાજીથી ત્યજાયેલા કુમારના પાપ પડલ દૂર થયા. અને પરદેશમાં કુમારના પુણ્યનો ઉદય થશે. સુણાવી વાત ભુજા મુજ વ્યાધિ આજ મુજ રત્નસાર મિત્ર વિયોગે બળથી વ્યસની અવગુણ દેખી કરી, વિષધરા, ચાલશું, નિશાએ માતાની એમ સુખ દુઃખ માહે તુમ સાથે અમે કાર્પાકાર્ય પ્રીતિ બિહુ જણ શબ્દ શુકન મિત્રને, લક્ષ્મી લહી, સેવના, સાંભળી, -ઃ દુહા ઃ વિચારણા, રીતે જલાંજળી, કહે એકમતો કરી, શાસ્ત્ર કહ્યાં, કરશું સકલ તાતે ન રાખ્યો માગણથી સવિ દેહ એ, ધરીએ કેતો સખાયી જે, તે જગ મિત્ર આવશું, જિહા તિહા સુખભર રહેજો કરજો નિત્ય થઇ બોલે દેહ કરવી જઇશું દેશું નિશિએ તે પણ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬૮ મિત્રને સ્નેહને નીકળીયા સુંદર પરદેશ; વિશેષ. [૧] હજૂર; દૂર. || આંહિ; ઉત્સાહ. ||૩|| ઉજમાળ, કાળ? ||૪ની કહાય; છાય. કામ; તામ. હોય, sìa. 11oll 11411 Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : - -ઃ દુહા ઃ ચિત્રસેન મિત્ર રત્નસાર મંત્રીપુત્રની પાસે પહોંચી ગયો. રત્નસારે આવકાર આપ્યો. રત્નસાર - આવો ! આવો ! રાજકુમાર ! આમ અસૂરા ? આ શું ? તલવાર ને ઢાલ ? રત્નસાર કુમારને આવી અવસ્થામાં જોતાં જ અચંબો પામ્યો. એકી સાથે બધા જ પ્રશ્નો પૂછી નાખ્યા. ચિત્રસેન મિત્રની પાસે બેઠો. રાજ્યસભામાં બનેલી બીના કહી સંભળાવી છેલ્લે કહ્યું. ચિત્રસેન - મંત્રીપુત્ર ! હવે અહીંથી આજની રાત્રિએ અમે વતન છોડી, પરદેશ જવા નીકળી જઈશું; વળી પરદેશ જઈ ભુજાબળથી લક્ષ્મી ઉપાર્જન કરીશું. મારા અવગુણો જોઈ પિતાએ પાસે ન રાખ્યો. દેશવટો દીધો છે. કહ્યું છે કે વ્યાધિ, વ્યસની, ફણીધર સર્પ, તેમજ ભિખારી વગેરે આ ચારથી ઘણા દૂર રહેવું. નજીકમાં પણ ન જવું. તે કારણે અમે આજ રાત્રિએ ચાલી નીકળશું મિત્ર ! તું અહીં સુખભેર રહેજે. મારી માતા પાસે તું અવરનવર આવતો રહેજે. મારી માની સંભાળ લેજે. જરૂર પડે તું સહાય કરજે. દરરોજ માતા પાસે આવતો રહેજે. મિત્રના વચનો સાંભળી રત્નસાર બોલ્યો - હે મિત્ર ! મિત્રનો વિયોગ મારાથી સહન થશે નહિ. મિત્રવિયોગમાં આ શરીર કેટલા કાળ સુધી ટકશે ? ૨ે રાજકુમાર ! સુખદુઃખમાં સાથે રહે તે જ સાચા મિત્ર કહેવાય છે. હું તો તમારી સાથે જ આવવાનો છું. જેમ કે દેહ ત્યાં જ પડછાયો હોય છે. પડછાયો કયારેય ભિન્ન હોતો નથી. હું તારા વિના રહેવાનો નથી. હું તો તારી સાથે પડછાયાની જેમ રહેવાનો છું. કાર્ય અકાર્યની વિચારણામાં પણ સાથ દેવાનો. બધી વાતો તો મિત્રને કરવાની છે. ઉભયની પ્રીતિ કયાં સુધી પહોંચે? બંને મિત્રો વાતો કરી એક વિચારવાળા બની તે રાત્રિએ બંને જણા સાથે નીકળી ગયા. નીકળવાના સમયે જ બંને મિત્રોને શુકનવંત શબ્દો સંભળાયા. શુભ શુકનની વાતો જીવનમાં મહત્વની હોય છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-બીજી : [ તમે વસુદેવ દેવકીના જાયાજી, લાલજી લાડકડા...... એ દેશી ] [ અમે ધૂપની પૂજા કરીએ રે ....એ રાગ. ] ભણ્યો સુણો શાસ્ત્ર શકુન વિચારોજી. ચતુરો ચિત્ત ચેતો, લેશથી અધિકારોજી, ચતુરો ચિત્ત ચેતો, “પ્રાપય' (૧), વિસર્જ (૨), ગચ્છ (૩), જી, ચતુર્તો ચિત્ત ચેતો, સુખે જાવો (૪), વિમુચ (૫), તિર્ગચ્છ (૬), જી, ચતુરો ચિત્ત ચેતો. કરો (૭), સિદ્ધિ શબ્દ એ રૂડોજી; ય. વદે વિપરીત સાત એ ભૂંડોજી; ય. તેલમર્દત (૧) વમત (૨) મૂંડાવે (3) જી; ચ. કરી મૈથુત (૪) રોતે જાવે (૫) જી.ય. મત્સ્ય (૬) પય (૭) મધ (૮) તે દારુ (૧૦) જી, ચતુર; ધારુંજી; ચતુર; તેલ ગામ (૧૧) ખાઇ (૧) દેખી મંજાર (ર) ન પનગ કરી કલહ (3) બળતે (૫) (૭) સૂતક (૮) સ્ત્રી પેટ ઘર શબ કરી રત્નાન (૧૦) રીસ મન કરી કહે વળગે કટક મળે જાય ઘર ઉત્સવ કેશ છૂટે, (૨૩) ઇંધન (૨૬) સન્મુખ અન રજસ્વલા નારી (૪) વૃષ્ટિ અકાળ, (૬) બાળ(૯) ધારીજી (૧૧) આક્રોશ (૧૨) નારીને મારીજી (૧૩) કોઇ જશો કિહાં (૧૪) ખાશે (૧૫) વસ્ત્ર (૧૬) તવિ જાશો જી; (૧૭) જી ભાંગે (૧૮) પગ દેશ (૧૯) જી, વેશ (૨૦) વિરુએ તજી (૨૧) થઇ ... જી... ચતુર; ચતુર. ચતુર; ચતુર; ચતુર; ચતુર. ચતુર; ચતુર; ચતુર. ચતુર. ચતુર; ચતુર; ચતુર; ચતુર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૭૦ જી. ..... ..... જી, સૂરોજી; મેલી અધુરોજી (૨૨) તગત (૨૪) તે યોગી (૨૫) જી, ભૂખ્યો (૨૭) તે રોગીજી (૨૮). llall રા 11311 11811 11411 ॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ અંધ (૨૯) કુબ (૩૦) ને વંધ્ય (૩૧) કાણો (૩) ; ચતુર; દ્વિજ (૩૩) ધોબી (૩૪) ને કુલ હીણો (૩૫) જી; ચતુર; સન્મુખ આવતા ભૂંડાજી, ચતુર; હવે શુકન કહીશું દૂાજી. ચતુર. llll કુંભ' (૧) કન્યા (૨) દધિ (3) ફળ (૪) ફૂલ (૫) જી; ચતુર; કટિસુત નારી (ક) અનુકૂળજી, ચતુઃ વત્સ સંયુત ગૌ (૭) મધ (૮) માંસ (૯) જી; ચતુર; "કરી તુગતો રથ (૧૦) પરશંસજી; ચતુર. તા. નિર્ધમ અતિ (૧૧) *સિદ્ધિ અન્ન (૧૨) જી; ચતુ; ધ્વજ (૧૩) મ યુગલ 'અવિપત્ત (૧૪) જી; ચતુર; વેશ્યા (૧૫) માટી (૧૬) ગુરુ (૧૭) ભૂપ (૧૮) જી; ચતુર; *તાપિત કર અરિસો અનૂપ (૧૯) જી; ચતુર //l. કરડ જૈનમુનિ વેશ (૨૦) જી; ચતુર; પંચ પરમેષ્ઠિ નિવેશજી (૨૧) ચતુર; “ખટ શામ ચીડી વામ બોલેજી; ચતુર; “કૌશિક વાયસ શિયાળજી; ચતુર. //hol પરભાતે તેતર વામજી; ચતુર; અપરામે દક્ષિણ ઠામજી; ચતુર; ચીવરી કપિ દક્ષિણ વાયાજી; તેમ તિલ (યામાં પણ સાયાજી; ચતુર. ૧૧ મૃગ દક્ષિણ શુભ પ્રભાતેજી,. ચતુર; સંધ્યાએ જાતેજી, ચતુર, એક છીંકા કુતરા ચતુર ગામ જાતાં ન મળે. ધાતજી; ચતુર. /૧ શુદ્ર એક હોય વેશ્યા નાજી; ક્ષત્રિય ચારજી; ચતુર; ચતુર; SIC) કાનજી; ચતુર; નવ નારીને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧થી Page #213 -------------------------------------------------------------------------- ________________ ત્રણ જાવેજી; તેવળ જાગેજી; મંત્રી ભણે ભય બ્રાહ્મણ ભેગા ફરી તિજ ઘર વાસ ન આવેજી; હોય મિત્ર. શકુન શુભ દેખીજી; ચાલ્યા પર પંથ ગdષીજી; તિ કેતે અટવી પહોંતાજી; સંધ્યાએ સૂતાજી; નૃપમૃત શ્રમ નિદ્રા લાગેજી; નિશિ રાસાર તિબં દેવગીત સુણી મન ભાવેજી; પછી કુંવરને તેહ જગાવેજી; કહે કુંવર રહો મિત્ર ઇહાંજી; દેવ ગાય જશું અમે તિલાંજી; વિશિ વેળાજી; આપણ જઇએ બિહું ભેળાજી; નહિ ભય ક્ષત્રિયની જાતેજી; કહી કુંવર ચાલ્યા હોય રાતેજી; આદિશ્વર ચૈત્ય આવેજી; જિહાં કિન્નર સુર ગીત ગાવેજી; અઠ્ઠાઇ ઓચ્છવ મત સાથેજી; સુર સુરી સંગીત બદ્ધ લાગેજી; વિધિયુકત પ્રભુને નમીનેજી; સાધર્મિક વિનય કરીનેજી; હોય વ વિચાળજી; એક ભાગેજી; અવતારીજી; પામ્યો રાજકુમારજી; ચતુર; ચતુર ૧all ચતુર; ચતુર; ચતુર; ચતુર (૧૪ ચતુર; ચતુર; ચતુર; ચતુર. /૧૫ll ચતુર; ચતુર; ચતુર; ચતુર //૧ણ ચતુર; ચતુર; ચતુર; ચતુર ૧ળા ચતુરુ ચતુર; ચતુર; ચતુર. ll૧૮ ચતુર; ચતુર; ચતુર; ચતુર ૧ી . મંડપે પૂતળી રંભા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગયા કુંવર જોતાં ભણે કહે ૐ કહ્યુ તે નહિ ચિત્તમાં ભરો મેરુ ચંદ્રશેખર vis મળે શુભવીરને દેવ મિત્ર સો ન તૃપ્તિ પૂતળી કન્યા તો જંપે કાંઇ G નભકજ શિખર ત્રીજે પુણ્ય તે કિશ્ય કુણ ચલે જસ ય કિશ્યું રાસ મુજ વાત પાછલી તવિ વાંછિત રંભા ૩૫ બીજી ઉલ્ક્યની કાષ્ટ લેવા પસાર્યો ૩૫ આ ન રાતેજી; પ્રભાતેજી; હોવેજી; જુવેજી; તારીજી; ધારીજી; પરણાવોજી; રચાવોજી; બોલોજી; તોળોજી; બાપજી; હાયજી; રસાળજી; ઢાળજી; વેળાજી; મેળાજી; ચતુર; ચતુર; ચતુર; ચતુર. ॥૨૦॥ ચતુર; ચતુર; ચતુર; ચતુર. ચતુર; ચતુર; ચતુર; ચતુર. ચતુર; ચતુર; ચતુર; ચતુર. ૧, હાથી ૨, રાંધેલુ ૩, જીવંત ૪, હજામ ૫, ગધેડો ૬, દુર્ગા, ૭, ઘુવડ ૮, બપૈયો ૯, કાશકુસુમ (આકાશપુષ્પ) શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૭૩ ॥૨૧॥ રા રા Page #215 -------------------------------------------------------------------------- ________________ દેશનિકાલ -: ઢાળ-ર ઃ ભાવાર્થ : મિત્ર ચિત્રસેનની સઘળી વાત સાંભળી, મંત્રીપુત્ર રત્નસાર મિત્રની સાથે જવા તૈયાર થયો. બંને મિત્રો મઘ્યરાત્રિએ મહેલમાંથી નીકળી ગયા. શુકનો જે થયા તે બધાજ શુભ થયા છે. કવિરાજ કહે છે કે કુમાર શુકનશાસ્ત્ર જે ભણ્યો છે, તેનો વિચાર કરતો હતો. તે શુકનોની થોડી ઘણી વાત અહીં કરીએ છીએ. તો હે ચતુરનર! તમે સૌ સાંભળેા. પ્રયાણ કરતા પ્રવાસીને વિદાય આપતાં કહે કે ૧, પ્રાપ્ત કરો. ૨, વિસર્જન કરો. ૩, જાઓ. ૪, સુખે જાઓ. પ, છોડી દો. ૬, નીકળો. ૭, કરો. આ પ્રમાણે શબ્દો સાંભળે તો તે સિદ્ધિદાયક - કામની સિદ્ધિ આપનાર થાય છે, જો આ જ શબ્દો વિપરીતપણે બોલાય તો નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. ૧, તેલ મર્દન કરીને. ૨, ઉલટી થવી. ૩, હજામત - મુંડન. ૪, મૈથુન સેવી. ૫, રડતાં રડતાં જવું. ૬, માછલી. ૭, દૂધ. ૮, મધ. ૯, છાશ. ૧૦, દારુ. ૧૧, તેલ ખાઈને પરગામ જવુ નહીં. ૧, સર્પ ને. ૨, બિલાડો જોઈને. ૩, કજિયો કરીને. ૪, ઋતુવંતી સ્ત્રી. ૫, ઘર બળતાં છતાં. ૬, અકાળે વૃષ્ટિ થઈ હોય. ૭, મૃતક સામે મળે. ૮, સુતક હોય. ૯, ગર્ભવતી સ્ત્રી હોય. ૧૦, સ્નાન કરીને. ૧૧, મનમાં રીસ કરીને. ૧૨, આક્રોશ કરીને. ૧૩, પોતાની સ્ત્રીને મારીને. ૧૪, કોઈ પૂછે ‘“કયાં જશો?” એમ પૂછે ત્યારે. ૧૫, ખાવાનું નામ દે ત્યારે. ૧૬, વસ્ત્રોનો છેડો કયાંક ભરાઈ જાય ત્યારે. ૧૭, ન જશો. ૧૮, નીકળતાં ઠેસ વાગી જાય ત્યારે. ૧૯, કાંટો વાગે. ૨૦, વિપરીત વેશવાળો સામે મળે. ૨૧, જમવાનું મૂકીને જવું. ૨૨, ઘરે મહોત્સવ ચાલતો હોય. ૨૩, માથાના વાળ છૂટા હોય. ૨૪, વસ્ત્રરહિત. ૨૫, યોગી. ૨૬, લાકડું સુકું. ૨૭, ભૂખ્યો. ૨૮, રોગી. ૨૯, આંધળો. ૩૦, કોઢિયો. ૩૧, વંઘ્ય. ૩૨, કાણો. ૩૩, બ્રાહ્મણ. ૩૪, ધોબી. ૩૫, નીચ કુળ વાળો જો આટલા સામા મળે તો અપશકુન કહેવાય. હવે શુભ શુકન કહે છે :- ૧, કુંભ. ૨, કન્યા. ૩, દહીં. ૪, ફળ. પ, ફૂલ. ૬, કેડે તેડેલી બાળકવાળી સ્ત્રી. ૭, વાછરડા સહિત ગાય. ૮, દારુ. ૯, માંસ. ૧૦, હાથી અને ઘોડા સહિત રથ. ૧૧, ધૂમાડા રહિત અગ્નિ. ૧૨, પકાવેલું અનાજ (રસોઈ). ૧૩, ધ્વજ. ૧૪, જીવિત મત્સ્ય મુગલ. ૧૫, વેશ્યા. ૧૬, માટી. ૧૭, ગુરુ. ૧૮, રાજા. ૧૯, હાથમાં આરીસો લઈને હજામ. ૨૦, હાથમાં દાંડો તેવા જૈનમુનિ ભગવંત. ૨૧, પંચ પરમેષ્ઠી પ્રવેશ. સામે મળે તો શુકન સારા કહેવાય. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૭૪ Page #216 -------------------------------------------------------------------------- ________________ ગઘેડો-દુર્ગાપક્ષી-ચકલી ડાબે બોલે, ઘુવડ કાગડો શિયાળ તેત્તર સવારે ડાબે બોલે, બપોર પછી જમણે બોલે તો, વધારે સારું કહેવાય. ચીબરી - વાંદરો જમણી બાજુ બોલે તો સારા કહેવાય. મૃગલાં સવારે ડાબી બાજુથી જાય સાંજે જમણી બાજુએથી જાય તો, એક છીંક થાય તો, કૂતરુ કાનને ખંજવાળે, તો સામે ધાન્ય ન મળે. અર્થાત્ ખાવા ન મળે એવા અપશુકન થાય. વળી, એક ક્ષુદ્ર, બે વેશ્યા, નવ સ્ત્રી, ચાર ક્ષત્રિય, ત્રણ બ્રાહ્મણ, જો ભેગા થઈને ગામ જાય તો ફરી પોતાના ગામ પાછા આવતા નથી. પોતાનું ઘર જોવા પામતા નથી. શુભ શુકન થતાં જોઈને બન્ને મિત્રો આનંદથી પોતાના નગરથી નીકળી પરદેશની વાટને જોતાં ચાલ્યા. ગિરિ વન કંદરા નદી વગેરે જોતાં ને ઉલ્લંઘન કરતા ચાલ્યા જતાં બંને મિત્રો એક મહાટવીમાં પહોંચ્યા, મહાટવીમાં ચાલતાં ચાલતાં સાંજ પડી. સંધ્યા સમયે કોઈ એક ઘટાદાર વૃક્ષ નીચે રાત પસાર કરવા માટે બેઠા.અતિશય થાકને કારણે રાજકુમાર નિદ્રાધીન થઈ ગયો. મંત્રીપુત્ર રત્નસાર મિત્રની રક્ષા કરતો સારી રાત જાગતો બેઠો. પોતે પણ થાકેલો હતો તેથી તેને પણ એક ઝોકું આવી ગયું. વળી સજાગ થઈને હાથમાં ખુલ્લી તરવારે ઊભો થઈ કુમારને ફરતે પ્રદક્ષિણા દેતો ફરી રહ્યો છે. રાત જામી હતી. મધરાત થઈ હશે ત્યાં જાગતાં એવા રત્નસારના કાને મધુર આલાપ સાથે ગવાતા ગીતનો અવાજ સંભળાયો. મનોહર ગીતનાં શબ્દોએ મન ત્યાં જવા આકર્ષાયું, મિત્રને મૂકીને ન જવાય.તેમ ગીત સાંભળ્યા વિના રહેવાય નહિ. શબ્દ પૂતળી મંત્રીપુત્રે કુમારને જગાડ્યો. સુંદર સંભળાતા ગીતની વાત કરી. મીઠા અવાજે ગવાતા ગીતને સાંભળી કુમાર તે તરફ જવા પ્રેરાયો. મિત્ર રત્નસારને કહેવા લાગ્યો - હે મિત્ર! તું અહીં થોભી જા ! હું તે ગવાતું દેવગીત સાંભળીને આવું છું. રત્નસાર - કુમાર ! આ મહાટવીમાં વળી તેમાં મધરાતે આપને એકલા જવા નહીં દઉં. કુમાર - રે રત્નસાર ! આ રાત્રિમાં શું મને ડર લાગે છે? ના મિત્ર ના! મને જરાયે ભય લાગતો નથી. રત્નસાર - કુમાર ! ક્ષત્રિયવંશી હંમેશા નિર્ભય હોય છે. છતાં પણ એકથી બે ભલા આપણે બંને સાથે જઈએ. ત્યાંથી બંને મિત્રો અવાજ આવતો હતો તે દિશામાં ચાલ્યા. થોડું ચાલ્યા ત્યાં તો એક મનોહર જિન પ્રાસાદ જોવામાં આવ્યો. તેમાંથી ગીત, સંગીત વાજિંત્રનો અવાજ આવતો હતો. દેવ દેવીઓ વિવિધ પ્રકારે નાટક ગીત કરતા પરમાત્માની ભકિત કરતા હતા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #217 -------------------------------------------------------------------------- ________________ બંને મિત્રો જિનમંદિર જોતાં ઉતાવળા ઉતાવળા જિનમંદિરમાં પહોંચ્યાં. યુગાદિદેવ શ્રી ઋષભદેવ પરમાત્માના દર્શન કરતાં અતિ આનંદ થયો. રંગમંડપમાં સુરો કિન્નરો પોતાની દેવીઓ સાથે તાલબદ્ધ વાજીંત્રો સાથે પરમાત્માની ભકિતમાં લીન બન્યાં હતાં. ચિત્રસેન - રત્નસારે વિધિયુકત પરમાત્માની ભકિત કરી. રંગમંડપમાં રહેલા દેવવંદની વચમાં આવીને, સાધર્મિક દેવોનો વિનય કરી બેઠા. પરમાત્માની ભકિતમાં દેવોની સાથે આ બંને મિત્રો જોડાયા. ભકિત સ્તુતિ કરતાં કુમાર ચિત્રસેન અલૌકિક દેવવિમાન સરખા જિનમંદિરને ચારે તરફ દ્રષ્ટિ ફેરવતાં જોઈ રહ્યો છે. મંદિરની શોભા જોતાં, વચમાં આવતાં સ્તંભ, તે ઉપર મૂકેલી પૂતળીઓ વગેરે જોતાં કુમારની નજર એક સ્તંભ ઉપર રહેલી એક પૂતળી જોવામાં આવી. પૂતળીને જોતાં દિમૂઢ બની ગયો. રૂપમાં રંભા સરખી આ પૂતળી જોવામાં લીન બનેલો કુમાર ભાન ભુલી ગયો. પૂતળીએ કુમારનું મન હરણ કરી લીધું. કયાં છું? તે પણ કુમાર ભૂલી ગયો. દેવવંદની ચાલતી ભકિત તો બાજુ પર રહી. પોતાનો મિત્ર પણ ભુલાયો. રત્નસારે કુમારની આવા પ્રકારની ચેષ્ટા જોઈને તેના ખભા પર હાથ મૂકયો. પૂછ્યું -કુમાર ! શા વિચારમાં ખોવાયા છો? છે, છે. " * ૧/ 3//L. O / બહષભદેવ મંદિરે રાસ રમતાં કિન્નર યુગલો. મંદિરના થાંભલે પૂતળી જોતાં મુગ્ધ પામતો ચિત્રસેન રાજકુમાર. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૭૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ મિત્રની વાત સાંભળી કુમાર વિચાર મુકત થયો. બોલ્યો - મિત્ર ! આ જો તો તને શું દેખાય છે? કુમારે રત્નસારનો હાથ પકડી સ્તંભ પર રહેલી કાષ્ટની પૂતળી બતાવી. વળી બોલ્યો - મિત્ર ! આ પૂતળી છે કે પરી? સાક્ષાત્ રંભા ન હોય? કાં તો કોઈ અપ્સરા અહીં આવીને બેઠી છે. (આ પૂતળી ઉપર કુમારને મોહ જાગ્યો છે.) વળી મિત્રને કહે છે - બંધુ ! આ પૂતળીએ મારા મનનું હરણ કરી લીધું છે. મારુ ચિત્ત ચોરી લીધું છે. શું તું મને આ રમણી સાથે મેળાપ કરાવી આપીશ? સવાર થતાં દેવો પણ ચાલ્યા ગયા. પણ કુમાર તો પૂતળી આગળથી ખસતો નથી. જોતાં ધરાતો જ નથી. રત્નસાર કુમારને સમજાવે છે - બંધુ! ચાલો આગળ. કુમાર - મિત્ર? આ રંભા સરખી પૂતળી કોણ છે? આ કન્યા સાથે જ મારે તો પરણવું છે, જો તું નહીં પરણાવે તો કાષ્ટની ચિત્તા પડકાવ ! રત્નસાર - કુમાર ! તમે આ શું બોલો છો ? મનમાં વિચાર તો કરો. આકાશપુષ્પને લેવા મેરુ પર્વત પર હાથ લાંબા કર્યા તો શું પુષ્પ મળે ખરું. કુમાર ! અશકય છે. આ પ્રમાણે બંને મિત્રો વાતો કરતાં કવિરાજ ચંદ્રશેખર રાસની ત્રીજા ખંડે બીજી ઢાળ સમાપ્ત કરતાં કહે છે. કે પૂર્વના ઉદયે કરી વાંછિત પૂર્ણ થાય છે. અને સાધન સામગ્રી પણ પુણ્ય થકી મેળવી શકાય છે. -: દુહા :ઇણ અવસર વનખંડમાં, ચઉતાણી મુનિરાય; યણી રહા જાણી કરી, બિહુ જઇ વંદે પાય. ધર્મ સુણી નમી વિનયથી, પૂછે મંત્રી તામ; કુણ કન્યા અનુમાનથી, એ પૂતળીનું કામ. મુનિ જપે કંચનપુરે, વિશ્વકર્મા અવતાર ગુણશ્રી નારીશું હે ગુણદત્ત એક સૂત્રધાર, તસ લધુ સંત પાંચમો, ગુણવંત સાગર નામ; જૈનધર્મ રાતો સદા, સકળ કળાનું ધામ. પતિ ચિત્તાનુગામિની, કામિની છે તસ એક; પતિવ્રતા વ્રત ધારિણી, સત્યવતી સુવિવેક 1-સૂતારે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૦૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : ભાવાર્થ : ચિત્રસેન પૂતળી જોવામાં તલ્લીન બન્યો છે. રત્નસાર વિચારોના વમળોમાં અટવાઈ ગયો. હવે શું કરવું? કુમારને કેમ સમજાવો. છતાં સાહસ કરી ઉગ્ર અવાજે બે શબ્દો બોલી કુમારને જિનમંદિરમાંથી બહાર લઈ આવે છે. ચિત્રસેન - તું મને કયાં લઈ જાય છે? રત્નસાર - (વિચારીને કહે છે) મિત્ર! પત્થરમાંથી કંડારેલી પૂતળીની શોધમાં... કુમાર - મિત્ર ! તું સાચું કહે છે? રત્નસાર - કુમાર ! તમારા હુકમનો મેં કદી અનાદર કર્યો નથી. આપણે તપાસ કરીએ. TY / AAE 1 વનખંડના વૃક્ષ નીચે સ્વાધ્યાય કરતાં મુનિભગવંતો. ચિત્રસેન તથા મિત્ર રત્નસાર. બંને દર્શન કરતાં પૂતળીની વાત પૂછે છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૦૮ Page #220 -------------------------------------------------------------------------- ________________ મંત્રીપુત્ર રત્નસારની વાત સાંભળી રાજકુમાર ચિત્રસેન ઘણો ઉત્સાહમાં આવી ગયો. ત્યારપછી ત્યાંથી બંને આગળ ચાલ્યા. ચાલતાં કુમારે રત્નસારને પૂતળી વિષે કંઈક ચિત્રવિચિત્ર પ્રશ્નો પૂછી નાખ્યાં. રત્નસાર પણ કુમારને સાંત્વન આપતો જવાબ દેતાં માર્ગ કાપી રહ્યો છે. આખો દિવસ ચાલ્યા. સાંજ પડવા આવી. કોઈ વૃક્ષ નીચે રાતવાસો રહેવાનો નિર્ધાર કરી તપાસ કરી રહ્યા છે. તેવામાં તે વનખંડમાં બંને મિત્રોએ દૂર દૂર વડલાની શીતળ છાયામાં નિગ્રંથ મહામુનિને જોયા. ને આનંદ પામ્યા. મુનિભગવંત પણ ત્યાં રાત રહૃાા થતાં આરાધનામાં લીન હતાં. મુનિભગવંત ચાર જ્ઞાનના ધણી હતા. મુનિને જોતાં બંને મિત્રો મુનિની પાસે પહોંચી ગયા. મુનીશ્વરને વિધિવત્ વંદન કરી, શાતા પૂછી યોગ્ય સ્થાને બેઠા. ધર્મ સાંભળવાની ઈચ્છા દર્શાવી. દયાસાગર મુનિભગવંતે પણ યોગ્ય જીવ જાણી પરમ હિતકારી ધર્મદેશના આપી. દેશના ને અંતે મંત્રીપુત્ર રત્નસારે વિનયપૂર્વક બે હાથ જોડી પૂછયું - હે મુનિભગવંત ! આ મહાટવીમાં જિનમંદિરના રંગમંડપને વિષે રહેલી પૂતળી કોણે બનાવી છે? અનુમાનથી બનાવેલી આ કોઈ સ્વરૂપવાન કન્યા છે? જો હોય તો કૃપા કરી અમને કહો. જ્ઞાની ગુરુભગવંતે ભવ્ય જીવ જાણી (તે પૂતળી સાથે આ રાજકુમારના પૂર્વાનુઋણી સંબંધ જોઈ તથા તે બંને જીવો ઉત્તમ ને ચરમશરીરી જાણી) કહે છે - હે મહાનુભાવ! તમે જિનમંદિરમાં અલૌકિક પૂતળી જે જોઈ તે એક રાજકન્યાની છે. જે આ ભરતક્ષેત્રમાં અતિ સોહામણું એવું એક કંચનપુર નામે નગર છે. જગતનો સર્જનહાર જેમ બ્રહ્મા કહેવાય છે. તેમ આ પૂતળીનો સર્જનહાર ગુણદત્ત સુતાર આ નગરમાં વસતો હતો. ગુણદત્તને શીલ સદાચારથી શોભતી ગુણશ્રી નામે સ્ત્રી હતી. સંસારનાં સુખ ભોગવતાં ગુણદત્તને પાંચ પુત્રની પ્રાપ્તિ થઈ. જેમાં સૌથી નાનો પુત્ર નામથી સાગર હતો. બાલ્યવયથી જૈનધર્મનો અનુરાગી હતો. પુરુષની કહેવાતી બધી જ કળાઓએ સાગરમાં આવીને વાસ કર્યો છે. વળી આ સાગર પુત્રને તેના ચિત્તને હરણ કરીને અનુસરનારી તથા પતિવ્રતને ધારણ કરનારી વિવેકી એવી સત્યવતી નામે સ્ત્રી હતી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૭૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-ત્રીજી - (હાંરે હું તો જળ ભરવાને ગઈતી યમુના તીરે જે... રાગ) હાંરે હવે રત્નપુરે પદપુર ના નામ જો; તસ પદ્માવતી બેટી પેટી ગુણતણી રે લોલ; હાંરે હવે ચોસઠ કળા ગમ વસતી સરસ્વતી ઠામ જો; ચરણ તણી ચંચળતા ગઇ તયણ ભણીરે લોલ. // હાંરે નિજ ઉદર અલધુતા ગઇ કુચ હોય ઉતંગ જો; મત બલ વિમી અરક્રિયા માવસીરે લોલ; હરે લધુબાળ કાજ હરી લાજ ધરી ઉછળ જો; વિનિયમ ચૌવનવય વિકસી વલ્લી જીસી રે લોલ. શા હાંરે એક સ્વિસે રાજ કચેરી માંહે તેહ જો; ધરી શણગાર જનક 'અંકે ઉપવેશતી રે લોલ; હાંરે નવ યૌવત દેખી રાય ધરી બહુ મેહ જો; ચિંતે મુજ પુત્રી સમ કોણ હશે પતિ રે ? લોલ. tall. હાંરે કુળ શીલરૂપ વય વિધા દેહ સતાથ જો; સાત ગુણ વટ જોઇ દેઉં નિજ સુતા રે લોલ; હાંરે પરદેશી નિર્ધત રોગી મૂરખ સાથ જો; મોક્ષાર્થી સુરને ન દીયુ એ અદ્ભતા રે લોલ. ll હાંરે પુત્રી ગુણરંજિત નૃપસુત રુપ અનેક જો; ચિત્રપટ મંગાવી સખીઓ શું સૂયે રે લોલ; હાંરે તે કુંવરી દેખી માને સહુ અવિવેકી જો; સ્તિષ્પ ઘટે નવિ ભેદ જળ તિમ નવિ સુયે રે લોલ. ll હાંરે એમ રુપ નિર્ભછી બહુ નર કેરા તેહ છે; પુરુષ દ્વષિણી થઇ તેથી પદ્માવતી રે લોલ, હાંરે તવ સણી દુઃખભર રોતી નંદિની તેહ જો; સજન સાથે દુખ ધરતો વળી ભૂપતી રે લોલ. કો શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૧૮૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ હાંરે કંચનપુર સાગર નામે જેહ સુતાર જો; નિજ નારી શું યાત્રા કારણ આવતો રે લોલ, હાંરે શ્રી શાંતિનાથની પૂજા કરી વિસ્તાર છે; વંદન કરી કાઉસ્સગને ભાવતા ભાવતો રે લોલ. ના હાંરે તેણી વેળા પદ્માવતી કન્યા સાવ સાથ છે, આગળ ભટ નર વેષધાસ તારી તણા રે લોલ, હાંરે હકકા હકકારવ કરતા નર અસિ હાથ જો; ભય પામી દિશિ ચારે નર નાઠા ઘણાં રે લોલ. તો હાંરે તવ સૂત્રધાર અંધારી મધ્ય પછઠ્ઠ ; સા દેખી વ્યામોહયો તે ચિંતા કરે રે લોલ; હાંરે સુર નાગણેચર કન્યાથી અધિક એ દીઠ રે; વિધિએ રુપ બનાવ્યું પણ દૂષણ ઘટે રે લોલ. રેલી હારે થઇ પુરુષઢેષિણી તેણે નિરર્થક અવતાર જો; પુત્ર વિના કુળ દીપક વિણ મંદિર યથા રે લો; વિણ રાજા નગરી શશીવિણ તિશિ અંધાર જો; કત વિના સ્ત્રી રૂપવતી શોભે તથા રે લોલ. ૧ol હાંરે પદ્માવતી જિન વંદીને ગઇ તિજ ગેહ જો; સાગર પણ યાત્રા કરી નિજ નગરે ગયો રે લોલ; હાંરે તેણે પૂતળી કીધી પદ્માવતી સમ એહ છે; જ્ઞાતી વયણ સુણી ચિત્રસેન હર્ષિત થયો રે લોલ. ૧૧ તવ મંત્રી મુનિને પૂછે એ મુજ મિત્ર જે; વિણ દીઠે એ ઉપર રગદશા ધરે રે લોલ; હાંરે જપે મુતિ સુણીએ પૂર્વ ભવ વિચિત્ર જો, ભવ પલટાયે ગદશા નવિ ઓસરે રે લોલ. ૧રો હાંરે આ ભરતે ચંપાપરી છે દ્રવિડ દેશ જો; તિાં ચંપાવત તરફળ પ2 અલંક રે લોલ; (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૧૮૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રેરે તિહાં મતા ચકવા સારસ હસ વિશેષ જો; કમળ શોભિત સરોવર નિર્મળ જળ ભર્યું રે લોલ. //all હાંરે એક દિવસ વસે તિાં કોઇક સાર્થવાહ જો; સરતીરે મધ્યાહુને સાથશું ઉતરે રે લોલ; હાંરે કરી જાન સરોવર જિત પ્રજી ઉત્સાહ જો; ભોજન વેળાએ અતિથિ મન સાંભળે રે લોલ. /૧૪ો. હાંરે ગોચરીએ માસ તપે અણગાર જો; વિનય કરી તેડી ભક્ત પડિલાભતા રે લોલ; હાંરે તટપર બેઠા હંસહસી તે વાર જો; દેખી અનુમોત શુભ પુણ્ય ઉપાવતાં રે લોલ. ૧પો હરે તે હંસી "આસન્ન પ્રસવા જાણી હંસ જો; તે વનમાં વડ ઉપર કરી માળો રહે રે લોલ, ઘરે ઇંડા ઠવી સેવ્યા બાળ થયા હોય હંસ જો; ચણ લાવી પોષતા રાગ ઘણો વહે રે લોલ. ૧છો હાંરે હવે દાવાનળ જાલે વત દાહત જો; તાપાકુળ થઇને હંસ તે હંસલીને કહે રે લોલ; હાંરે જળ કારણ જા તું હું બાળક રાખંત જો; હસી ભણે માતા વિણ બાળક નહિ રહે રે લોલ. હાંરે હું રાખું છું જળ લાવો એમ સુણી તેહ જો; સર જઇ ચંય ભરી નેહે મારા વહે રે લોલ; હાંરે તાપાકુળ હંસી ચિંતે નર નિઃસ્નેહ જો; મુજ મુકી નાઠો કાયર તે કેમ રહે રે ? લોલ. ૧૮. હાંરે વિશ્વ પાપી જગ પુરુષની જતિ અશેષ જો; મુખ નવિ જોવું પડશો આ ભવે પરભવે લોલ; હાંરે ચિંતવતા લાગી અગિતની ઝાળ વિશેષ જો; માળો બળતાં ત્રણ્ય તણાં મરણ જ હુવે રે લોલ. ૧લી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૮૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ હ્મરે કરી દાન પ્રશંસા મુનિ દર્શન પરભાવ જો; રત્નપુરે તૃપ પુત્રી થઇ પદ્માવતી રે લોલ; હરે પછી આવ્યો હલ્સ તે દેખી બળીયો dવ જો; સુત નારી અતિગે છાતી ફાટતી રે લોલ. ૨૦ હાંરે મુનિદર્શન દાન પ્રશંસાથી મરી તેહ જો; રાજકુંવર તું ચિત્રસેન રાજા થયો રે લોલ; હાંરે છે ત્રીજી ઢાળ તે ત્રીજે ખંડે એહ જો; શ્રી શુભવીર મુનિ જ્ઞાની જગમાં ક્યો રે લોલ. //ર૧al ૧-જાડાઈ, ૨-સ્તનયુગલ, ૩-કામચેષ્ટા, ૪- ખોળામાં, પ-નજીક પ્રસવ સમયવાળી. રાજકુમારી પદ્માવતી -: ઢાળ-૩ : ભાવાર્થ : વળી મહાજ્ઞાની મુનિરાજ, પૂતળીની કથાના અધિકાર કહેતાં કહે છે - હે ભાગ્યશાળી! હવે એજ દેશમાં રત્નપુર નામનું નગર છે. આ નગરનો રાજા પદ્મરથ જેનું નામ છે તે રાજ્ય સંભાળે છે. તેને અપ્સરાના રૂપને હરાવે તેવી દેવાંગના સરખી પદ્માવતી નામે રાજકન્યા છે. તે કન્યા ૬૪ કળામાં પ્રવીણ છે. જગતમાં ગવાતા તે બધાં જ ગુણો પદ્માવતીમાં આવીને વસ્યા હતા. જીભ ઉપર તો સાક્ષાત્ સરસ્વતી વસી હતી. વળી પગની ચંચળતા જાણે તેની આંખે આવીને વસી હતી. તે કારણે આંખો ઊંડી ખાઈમાં બેસી ગઈ હતી. પગની ચંચળતા જતાં જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં વિચારપૂર્વક મૂકતી. તે કારણે પગની ગંભીરતા પણ જણાઈ આવતી હતી. પેટની ગુરુતા (જાડાઈ) તો સ્તનયુગલમાં જઈ વસી હતી. તે કન્યાએ બાલ્યાવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. રમત ક્રીડાને તિલાંજલી આપી હવે તે જુદાજુદા વિષયોમાં રકત હતી. વય વધતાં લજજા ગુણ પણ તેનામાં આવી વસ્યો હતો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રસ ૧૮૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ એકદા સોળે શણગાર સજી રાજદુલારી રાજસભામાં સખીઓ સાથે આવી ચડી. પિતાએ પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી. સ્નેહની સરવણી વરસાવતા પિતા પમરથ દીકરીના માથે હાથ ફેરવવા લાગ્યા. સાથે વિચારવા પણ લાગ્યા. મારી હાલી દીકરી નવયૌવનના ઉંમરે આવી ઊભી છે. તેનો પતિ કોણ થશે? મારે તપાસ કરાવવી જોઈએ. વિચાર કરતાં રાજાએ દીકરીને સભામાંથી વિદાય કરી. વળી વિચારે છે કે તેને લાયક રાજકુમારની તપાસ કરાઉં. વરની લાયકાત કેવી! જે ગુણવાન, શીલવાન, કુળવાન, રૂપવાન, વિદ્યાવાન તથા યૌવનમાં પ્રવેશેલો, ભાઈ બેન આદિ સ્વજનોથી પરિવરેલો સનાથ. આ સાત પ્રકારના ગુણોથી શોભતો કન્યાને યોગ્ય કહેવાય. આ સાત ગુણથી યુકત રાજકુમારને મારી કન્યા આપીશ. વળી જો પરદેશી, રોગી, મૂર્ખ, દીક્ષાર્થી (વૈરાગી) તથા દેવ આ છ કહ્યા તે છ જણાને કન્યા આપવી નહીં. તેમાં તો મારી કન્યાને કયારેય ન આપુ. હવે રાજા પુત્રીથી આનંદ પામેલો દેશ પરદેશના રાજકુમારોનાં ચિત્રો ચિત્રપટ પર આલેખીને મંગાવે છે. અને એ ચિત્રપટો અંતઃપુરમાં સખીઓ સાથે મોકલી આપતો હતો. સખીઓ પોતાની સખી રાજસુતા પદ્માવતીને બતાવી તેના રૂપ ગુણને વખાણતી વાતો કરવા લાગી. રાજાએ સખીઓને સૂચન કરતાં કહ્યું છે કે કુંવરીને કયુ ચિત્ર ગમ્યું તે મને કહેજો. પદ્માવતી ચિત્રો જોવા લાગી. એક પણ ચિત્ર તેના મનમાં વસતું નથી. જોઈ જોઈને ગુણો સાંભળીને ચિત્રો બાજુ પર મૂકી દેતી. એક પણ ચિત્ર ઉપર ન તો રાગ ન તો આનંદ દેખાતો હતો. સખીઓ પણ તેના મુખ ઉપરના ભાવ જોવા લાગી. પદ્માવતી તો ચિત્ર જોઈને કહે આ તો અવિવેકી છે, આ તો આવો છે, અવગુણ જ દેખાવા લાગ્યા. એકપણ ચિત્ર પદ્માવતીને ન ગમ્યું, તો મનમાં કયાંથી વસે? કન્યાની નજર એકપણ ચિત્ર ઉપર ન ઠરી. પાણીમાં પડેલું તેલનું ટીપુ પાણીમાં ભળતું નથી તેમ રાજકુમારીનું મન તેલના ટીપાંની જેમ કયાંયે ઠરતું નથી. એકપણ રાજકુમાર તેને પસંદ ન પડ્યો. ઘણાં ઘણાં ચિત્રો જોઈ કંટાળેલી પદ્માવતી આખરે પુરુષ ઉપર શ કરનારી પુરુષષીણી થઈ. સખીઓના મુખેથી વ્હાલી પુત્રીની આ વાતો સાંભળી રાણી દુઃખી થઈ. દુઃખ સહન ન થતાં દુઃખ ભરેલી રાણી એકાંતમાં રુદન કરે છે. પિતા પદ્યરથને પણ ખબર પડી. રાજારાણી ઘણા ચિંતાતુર થઈ ગયા. પરિવાર યુકત રાજા પણ દુઃખી થયો. દિવસો ચાલ્યા જાય છે. આ બાજુ કંચનપુરનો સુતારપુત્ર સાગર પોતાની પત્ની સાથે જિનમંદિરોને જુહારવા ગામેગામની યાત્રા કરવા નીકળ્યો છે. જિનેશ્વરના દર્શન વંદન પૂજન કરતો તે આ નગરમાં આવી પહોંચ્યો. નગરમાં રહેલાં જિનચૈત્યોને જુહારતો હતો. નગરમધ્યે રહેલા શ્રી શાંતિનાથ જિનાલયે પણ આ સાગરે મનમૂકીને વિસ્તારથી પરમાત્માની ભકિત કરી. ત્યારપછી ભાવોલ્લાસપૂર્વક પરમાત્માના ધ્યાનમાં કાઉસ્સગ્ન કર્યો. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૧૮૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ તે વેળાએ રાજસુતા પદ્માવતી પોતાની સખીઓ સાથે તે જ જિનમંદિરમાં શ્રી શાંતિનાથ પરમાત્માની પૂજા કરવા આવી. સાગર કાઉસ્સગ્ગ પાળી છેલ્લે ભાવપૂજામાં તલ્લીન બની ભાવના ભાવતો હતો. ત્યાં તેના કાને રંગમંડપમાં શોરબકોર સંભળાયો જે આ પુરુષદ્વેષીણી રાજસુતા પોતાના અંગરક્ષકો પણ સ્ત્રીઓને રાખતી. રાજા પણ પોતાની દીકરીના રક્ષણાર્થે સુભટનરો નારીવેશ પહેરાવીને પાસે રાખતો હતો. વનખંડમાં દર્શનાર્થે આવતાં આ સ્ત્રીવેષધારી અંગરક્ષકો આગળ આવી - ‘ખસી જાવ’ ‘ખસી જાવ’, ‘હટી જાવ’ ‘હટી જાવ’ કરતાં હાથમાં તલવાર લઈને ઘુમતા હતા. મંદિરના પ્રાંગણમાં પ્રવેશીને તે ચોકીદારો મોટા મોટા હોકારા કરીને પુરુષોને ભગાડવા લાગ્યાં. તેઓના અવાજથી જિનમંદિરમાં રહેલા પુરુષો ભય પામી ત્યાંથી નાસવા લાગ્યા. સાગર પરદેશીએ પણ આ વાત જાણી. પણ તે જાય કયાં ? મંદિરમાં એક ખૂણામાં અંધારી કોટડી હતી, તેમાં સંતાઈ ગયો. તેની પત્ની ગુણશ્રી તો મંદિરના રંગમંડપમાં બેસી રહી. સુતારને રાજસુતા પુરુષદ્વેષી છે તે વાતની જાણ હતી. અંધારી કોટડીના પ્રવેશદ્વારની તિરાડમાંથી રાજકુંવરીને જોવા લાગ્યો. અથાગ રૂપ જોઈને તે વિચારવા લાગ્યો. ‘અહા’ ! આ તે કોઈ દેવકન્યા છે કે કોઈ નાગકન્યા ? વા વિદ્યાધરકન્યા છે ? આ રૂપ મનુષ્ય કન્યાનું મેં કયારેય જોયું નથી. તે કન્યાના રૂપને જોવામાં મુગ્ધ બન્યો. વિધાતાએ શું રૂપ આપ્યું છે ? રાજકુમારી પદ્માવતી મંદિરમાં આવી, પરમાત્માની ભકિતમાં લીન બની છે. વિધિવત્ પૂજા કરી. ત્યાર પછી સંગીત સાથે અને સાહેલીઓ સાથે પરમાત્માની સામે નૃત્ય શરુ કર્યુ. અપૂર્વભકિત કરતી પદ્માવતીને સાગર, તડમાંથી જોઈને, તેનું રૂપ જોવામાં લીન બન્યો. વળી, વિચારે છે કે રે વિધાતા ! આટલી સ્વરૂપવાન કન્યામાં પણ તે દુષણ મૂકયું. પુરુષદ્વેષી બનાવી દીધી રે ! તને શું કહેવું ? પુત્ર વિનાનું ઘર, રાજા વિનાની નગરી, દીપક વિનાનું મંદિર, ચંદ્ર વિનાની રાત શોભતી નથી, તેમ પુરુષ વિનાની સ્ત્રી રૂપવાન હોય તો પણ શોભતી નથી. આ મોટું દૂષણ પદ્માવતીમાં રહેલું છે. કુંવરી પરમાત્માની દ્રવ્યથી ભાવથી બંને પ્રકારે ભકિત કરી રાજપરિવાર સાથે પાછી સ્વસ્થાને જવા નીકળી ગઈ. પણ... પણ... સાગર શ્રાવકના હૈયાને હચમચાવતી ગઈ. ક્ષણવાર પોતે કયાં છે ? તે ભૂલી ગયો. વળી, તિરાડમાંથી બહાર જુએ છે તો ન મળે રાજકન્યા કે ન મળે અંગરક્ષક. કોટડીમાંથી બહાર આવ્યો. પણ તે કન્યાના અદ્ભૂત લાવણ્ય અને અનુપમ તેજ જોવામાંથી સાગર બહાર ન નીકળ્યો. રાજસુતા આંખ આગળથી ખસતી નથી. પત્ની સાથે શેષ યાત્રા કરીને પોતાને ગામ આવ્યો. હે કુમાર ! તે જિનમંદિર નિર્માણમાં મિસ્ત્રી સાગરનો પણ નંબર લાગ્યો. થાંભલા ઉપરની પૂતળીઓ બનાવવામાં પણ તેનો નંબર લાગ્યો. પોતાની સ્મૃતિપટમાં કંડારેલી તે સ્વરૂપવાન પદ્માવતીને પૂતળીમાં ઊતારી દીધી. આબેહૂબ જ સાક્ષાત્ પદ્માવતી ન હોય તેવી જ પૂતળીમાં રૂપ અને લાવણ્ય પણ ઊતારી દીધું. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૮૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ભગવંતના વચન સાંભળી રાજકુમાર ચિત્રસેનને ઘણો આનંદ થયો. મંત્રીપુત્ર રત્નસાર બોલ્યો - હે ભગવંત ! તે સાગર સુતારની કળાને ધન્યવાદ છે. સાગરને પણ ધન્યવાદ છે. જે આ રીતે જોયેલી રાજદુલારીને મૂર્તિમંત બનાવી. ગુરુદેવ! ગજબની વાત એ છે કે તે પુરુષષિણી થઈ છે. વળી મારા મિત્ર આ કુમારને જિનમંદિરમાં જ એ પૂતળીને જોતાં જ તેના ઉપર આટલો બધો મોહ કેમ લાગ્યો? તે સમજાતું નથી. તે કન્યાને જોઈ નથી. છતાં અનહદ રાગ દશા કયાંથી? તેનું કારણ કૃપા કરીને કહો. | મુનિભગવંત - મંત્રીપુત્ર! સાંભળ! આ ભરત ક્ષેત્રમાં દ્રાવિડ નામનો દેશ છે. જેમાં ચંપા નામે નગરી છે. રત્નસાર તને શું કહ્યું? આ સંસાર વિચિત્ર છે. શું કહેવું? શું ન કહેવું? પૂર્વભવની વિચિત્રતાના કારણે સર્જાયું છે. ભવ બદલી જાય પણ.... એકબીજા ઉપર ધરેલી રાગદશા વા દ્રષદશા જીવની સાથે સાથે જાય છે. ચંપાનગરીની બહાર રમણીય મનોહર વન ઉદ્યાન છે. આ ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષોથી શોભતું અને તે વૃક્ષો પર આવતાં ફળ-ફૂલોથી વનની શોભામાં અધિક વધારો થતો. વન મધ્યે સુંદર અને નિર્મળ નીરથી ભરેલું મોટું સરોવર હતું. આ સરોવર તો વિવિધ કમળોથી ભરપૂર હતું. સરોવર કાંઠે રહેલા વન વૃક્ષો ઉપર હંસ સારસ ચક્રવાક વિવિધ પ્રકારની ચકલીઓ - વળી બીજા પણ પક્ષીઓ માળા બાંધી પરિવાર સાથે વાત કરતા હતાં. જેના કલરવ કિલ્લોલ રૂપ સંગીત સાંભળવામાં ઘણો આનંદ આવે. વળી આ ઉદ્યાનમાં પરમતારક પરમાત્માનું મંદિર સુંદર શોભતું હતું. એકદા કોઈ એક સાર્થવાહે પોતાના સાથે સાથે આ જંગલમાંથી જતાં જ આ સરોવર તીરે પડાવ નાખ્યો. મધ્યાહ્ન આવી પહોચેલો આ સાર્થને આ જગ્યાએ બધીજ સગવડ મળતાં સૌ રસોઈ પાણી કરવા લાગ્યા. સાર્થવાહ અરિહંતદેવનો ઉપાસક હતો. થોડો વિશ્રામ લઈને સરોવરના પાણીએ સ્નાન કરી પરમાત્માની ભકિત કરી. ત્યારબાદ ભોજનવેળા થતાં જમવા માટે તૈયારી કરી છે. ત્યાં તો મનમાં વિચાર આવ્યો કે “જો કોઈ અતિથિ-સંત-સાધુ” આવી જાય તો સારું. તેઓને આપીને જમાડીને પછી હું ભોજન કરું. પુણ્યશાળી આત્માને “ઈચ્છાનો રોધ” યાદ કરે ને કામ થઈ જાય. શુભ ભાવના ઉત્કૃષ્ટ હતી. તો તે કારણે પ્રબળ પુણ્યબળે તે જ વનખંડમાં કોઈએક માસક્ષમણના ઉગ્ર તપસ્વી પારણા માટે આહાર માટે જતા હતા. તે મુનિને સાર્થવાહ દૂરથી જોયા. સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ સમાન તે મુનિ મહાત્માને જોતાં હૈયું નાચી ઊઠયું. સારાયે શરીરના રૂંવાડાં ખડાં થઈ ગયાં. ઊતાવળો ઊતાવળો મુનિની સન્મુખ જઈ ઊભો રહ્યો. ભાવવિભોર બનેલા સાર્થવાહે મુનિને વાંદ્યા. બહુમાનપૂર્વક પોતાના રસોડે આહાર લેવા આવવા વિનંતી કરી. મુનિ સાર્થવાહની સાથે ઈર્યાસમિતિ સાચવતાં રસોડે પધાર્યા. વિનયપૂર્વક ઘણા ભાવથી નિર્દોષ આહારાદિકનું દાન આપ્યું. મુનિ ભગવંત તો આહાર ગ્રહણ કરી ધર્મલાભ દઈને પાછા વળ્યા. સાર્થવાહ ઘણા દૂર સુધી મૂકી પાછો વળ્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૮૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ જ્યાં આ કાફલો ઊતર્યો હતો તે વડલા વૃક્ષ ઉપર એક હંસનું જોડલું રહેતું હતું. સાર્થવાહની ભકિત મુનિભગવંતના દર્શન આદિ આ હંસયુગલ જોતાં જોતાં મનમાં મલકાતાં આનંદ પામતાં, અનુમોદના કરતાં હતાં. શુભ પુણ્યના ભાગીદાર રૂપ આ યુગલ બન્યું. સંસારના જીવો પોતાના પુણ્ય થકી મળેલ સાધન સામગ્રીમાં આનંદથી જીવે છે. ક્રમાનુસારે પુણ્ય પછી પાપનો ઉદય થાય છે. અને પુણ્યનો ઉદય થાય તો સુખ અનુભવે છે. આ હંસયુગલનો પણ સંસાર હતો. તે હંસીને નજીકના સમયમાં પ્રસવ થવાની સંભાવના હતી. તેથી હંસે વડલાની ડાળીએ માળો બાંધવા માંડ્યો. હંસ અને હંસી માળામાં સુખેથી રહેવા લાગ્યા. હંસીએ બે બચ્ચાને (ઈડા) ને જન્મ આપ્યો. હંસી ઇંડાને સેવતાં હંસ પણ સહાયક બની તે બંને મોટા થવા લાગ્યા. હંસ હંસી ચણ લાવી લાવીને બંને બચ્ચાનું પોષણ કરવા લાગ્યા. હંસયુગલની વચ્ચે અતિશય પ્રેમ હતો. બે બચ્ચા થતાં વળી ઉભય વચ્ચે ઘણો રાગ વધ્યો. બંને જણા વારા ફરતી ચણ-પાણી લેવા જાય. એક જણ તો બચ્ચા પાસે હોય. રખેને બચ્ચાને કોઈ લઈ જાય. વા માળામાંથી પડી જાય. હજુ બચ્ચાંને પાંખ આવી નહોતી. પ્રેમથી બંનેનું જતન કરતાં હતાં. ' S in: DJ ચંપકવનમાં વૃક્ષની ડાળે હંસ-હંસલી બંને બાળકોનું જતન કરે છે. અચાનક આ જંગલમાં દાવાનલ લાગ્યો. આ દાવાનલ જંગલના ઝાડ-પાન આદિને બાળી નાખતો વધવા લાગ્યો. સ્વતંત્ર પક્ષીઓ આ દાવાનલથી ભયભીત થઈ જ્યાં ત્યાં ઊડી ગયાં. પણ આ પક્ષીયુગલ પોતાના બચ્ચાં નાના હતાં, તેથી લઈને કયાંયે ન જઈ શકયાં. સંતાન પ્રેમથી ત્યાં જ રહ્યાં. દાવાનલ સળગતો નજીક આવવા લાગ્યો. દાવાનલની જવાળાઓએ તાપ વધારી દીધો. તાપથી વ્યાકુળ થયેલા તે પાણી માટે તરફડવા લાગ્યા. ચારેકોર અગ્નિથી વિંટળાઈ ગયેલા આ યુગલ કરે પણ શું? છતાં અતિશય પ્રેમના કારણે હંસીએ સ્વામીને કહ્યું - હે સ્વામિ! બચ્ચાંને સાચવું છું. તરસ્યા મારા બાળ માટે તમે પાણી લઈ આવો. પત્ની પ્રેમથી ખેંચાઈ પતિહંસ અગ્નિની પરવા કર્યા વિના પાણી માટે રવાના થયો. સરોવર તીરે પહોંચી ચાંચમાં પાણી ભરીને આવી રહ્યો હતો. થી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૮૭ પણ જાણે તા) Page #229 -------------------------------------------------------------------------- ________________ વનમાં દાવાનલ લાગ્યો. હંસ પરિવારને ઝાળ લાગતાં તરસ્યાં થયાં હંસ પાણી લેવા ગયો. હંસલી બંને બચ્ચાઓનું રક્ષણ કરે છે. આ - ૧. દાવાનલમાં હંસ પરિવાર બળી ગયો. પાણી લઈ આવતો હંસ પણ બળી ગયો. ૨. મુનિભગવંત પાસેથી હંસની વાત સાંભળતાં ચિત્રસેન કુમાર જાતિસ્મરણ પામ્યો. પોતાનો પૂર્વભવ જોયો. ત્રિી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રોખા કાળનો શા ૧૮૮ * Page #230 -------------------------------------------------------------------------- ________________ તેવામાં હંસીની આસપાસ દાવાનલે ઘેરો ઘાલ્યો. જોતજોતામાં ભયંકર આગ નજીક આવી રહી છે. તૃષાતુર બનેલા બંને બચ્ચાં અતિશય કલ્પાંત કરવા લાગ્યાં. હંસને આવતાં વાર લાગી. દુઃખી થયેલી હંસી પતિ માટે પોતાના મનમાં ખોટા વિચારો કરવા લાગી. રાહ જોવાતી ઘડી ઘણી લાંબી હોય છે. ખરેખર આ જગતમાં પુરુષોનો પ્રેમ ખોટો હોય છે. નિષ્ફર હૃદયવાળા પુરુષો નિઃસ્નેહી હોય છે. કઠોર હદયવાળા આ પુરુષોની દુનિયા બહુ સ્વાર્થી છે. તે તો મને મુકીને નાસી ગયો. કુવિચારોએ ઘેરો ઘાલ્યો. વળી આગળ હંસી વિચારે છે કે આવા દુષ્ટને અને પાષાણ હૃદયવાળા પુરુષોનું મુખ કોઈ કાળે જોવા વખત આવશો નહીં. આ ભવે નહીં ને પરભવે પણ નહીં. આવા પ્રકારના દુર્ગાનમાં પડેલી હંસી કંઈક આગળ વિચારે, ત્યાં તો દાવાનલે વડલાને ભરખી લીધો. જોતજોતામાં બંને બચ્ચા સાથે હંસી દાવાનલનો કોળિયો બની ગઈ. ત્યાંથી તે હંસી મરીને તે પદ્માવતી થઈ. મુનિદાનની અનુમોદનાથી રત્નપુર નગરના રાજાની પુત્રી પદ્માવતી થઈ. પાછળ રહેલો હંસ પાણી લઈને આવતાં - માળા પાસે પહોંચવાનો કોઈમાર્ગ દેખાતો નહોતો છતાં સ્નેહલુબ્ધ હંસ આગમાં ઝંપલાવી માળા પાસે પહોચ્યોં. પુત્ર અને પોતાની પત્નીને ન જોતાં. તે ત્યાં જ મુછ પામી દાવાનળમાં સળગી ગયો. મુનિદર્શન - દાન પ્રશંશાથી મરીને તે હંસ એ જ તું રાજકુમાર ચિત્રસેન થયો. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે ત્રીજી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે ખરેખર, આ જગતમાં જ્ઞાની મુનિ મહાત્મા-મહંતો સૌ જયને પામો. જ્ઞાની ગુરુ મળ્યા તો ચિત્રસેનની ચિંતાને ટાળી. આવા મુનિભગવંતો ચિરકાળ જયવંતા વર્તો. - દુહા : ૧ll મુનિ હર્ષિત કેમ કરત તવ મુનિ મુખ પરભવ સુણી, જાતિસ્મરણ લહત; થઇ ચઉતાણીને, પુનરપિ એમ પૂછત. મળશે પદ્માવતી, મુનિ કહે પટરૂપ ખ; ઊહાપોહ પામશે, જાતિસ્મરણ વિશેષ, મળશે પદ્માવતી, ફળશે વાંછિત કામ; વાણી અમૃત સમી, સાંભળી ઉઠ્યા તામ રા. Bll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૮૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસેન કહે સચિવને, પરણવું કિણપણે થાય ? તે વદે રાપરે જઇ, કરશું સર્વ ઉપાય. ૪ એમ નિશ્ચય કરી ચાલીયા, જોતાં કૌતુક સાર; ક્તિ કેતે બિહું આવીયા, રત્નપુરીની બહાર //l. વાપી ફૂપ તડાક વર, દેવાલય નર નાર; વત તરુ વાડી વિલોકતાં, પહોતાં નયરદ્વાર. કો સંધ્યા સમયે બારણે, સુર ધનંજય પ્રસાદ; એકાંતે પામી આલ્હા નેશ ચિત રનપુરી નગરી તરફ - દુહા : ભાવાર્થ - ચાર જ્ઞાનના ધણી શ્રી મુનિભગવંતની પાસે ચિત્રસેન અને રત્નસાર એકચિત્તથી ઉપદેશ સાંભળી રહ્યા છે. ગુરુભગવંતે ચિત્રસેનનો પૂર્વભવ કહો. પદ્માવતીના સંબંધમાં પોતાની કથા સાંભળતા ચિત્રસેન ઉહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યો. જે જ્ઞાનના સહાયથી રાજાની પુત્રી પદ્માવતી થઈ. તે મરતી વેળાએ પુરુષદ્રષિણી થઈ. તે સંસ્કારોને લઈને આ ભવમાં પણ કટ્ટર દ્વેષી બની. પોતાનો પદ્માવતીની સાથેનો પૂર્વભવનો સંબંધ સાંભળી ચિત્રસેન હર્ષિત થયો. વળી, ગુરુભગવંતને પૂછયું - હે ગુરુદેવ! આ રાજકુમારી પદ્માવતી સાથે મેળાપ થશે? અને જો થવાનો હોય તો કેવી રીતે થશે? કૃપા કરી જણાવો.” મોક્ષગામી ધર્મીયુગલનો યોગ જોઈ જ્ઞાનગુરુ બોલ્યા - હે કુમાર ! તમારો પૂર્વભવનો ચિતાર બતાવતો ચિત્રપટ તૈયાર કરાવો.” તે ચિત્રપટ રાજસુતા પદ્માવતીની નજરે લઈ જવો. જે ચિત્ર જોતાં ને વિચારતાં રાજકુમારી જાતિસ્મરણ જ્ઞાન પામશે. તે જ્ઞાન થતાં પોતે પૂર્વભવ પોતાનો જોતાં જ પુરુષ ઉપરનો દ્વેષભાવ દૂર થશે. અને ચિત્રપટની કથા અનુસાર તારી તલાશ કરશે અને કરાવશે. તારી તલાશમાં તે સફળ થશે અને છેવટે તે તને પરણશે. તારી મનોકામના પૂર્ણ થશે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯0 Page #232 -------------------------------------------------------------------------- ________________ અમૃત સરખી ગુરુમુખ વાણી સાંભળી ગુરુને વંદન કરી ઊઠ્યા. મુનિભગવંત પણ ત્યાંથી પૃથ્વીતળને વિષે વિહાર કરી ગયા. બંને મિત્રો ત્યાંથી આગળ ચાલ્યાં. ચિત્રસેનના મનમાં કંઈક ગડમથલ ચાલતી હતી. છેવટે રત્નસારને પૂછ્યું - મિત્ર ! આ રાજકન્યા તો પુરુષદ્રેષિણી છે. તો તેને કેવી રીતે મેળવીશું ? રત્નસાર - કુમાર ! ઉતાવળા થવાથી કામ વિણસી જાય. ધૈર્ય ધારણ કરો. આપણે નાસીપાસ થવાની જરૂર નથી. ઉદ્યમથી સઘળું મળે છે. પહેલા રત્નપુર નગરે પહોંચી જઈએ. ત્યાં ગયા પછી તે માટે ઉપાય શોધીશું. મિત્ર રત્નસારની વાત સાંભળી કુમાર મૌનપણે મિત્રની સાથે ચાલવા લાગ્યો. રત્નપુર નગરનો માર્ગ પકડી ચાલવા લાગ્યા. રસ્તામાં કૌતુકોને જોતાં, ગિરિ-કંદરા-નદી-નાળાં વટાવતાં અનુક્રમે રત્નપુર નગરીની બહાર સીમાડે પહોંચ્યા. નગરના પાદરે સુંદર ઉપવન હતું. તળાવ કૂવા-જુદાજુદાં દેવાલયો પણ હતાં. નગરની નારીઓ તળાવ-કૂવે પાણી ભરવા આવતી હતી. તો વળી કેટલીક નારીઓ પાણી ભરી નગર તરફ જઈ રહી હતી. કેટલીક નારીઓ પૂજાની થાળી લઈને દેવમંદિરે આવતી જતી હતી. સંધ્યાવેળા થવા આવી હતી. દૂરથી નગરનો દરવાજો જોયો. નગરના દરવાજા બહાર ધનંજયદેવનું મંદિર જોયું. બંને મિત્રો મંદિરના બારણા પાસે આવી બેઠાં. બંને મિત્રો રત્નપુર નગરે આવી જતાં ઘણો આનંદ પામ્યા. પણ અત્યારે નગરમાં જવું નથી. સંધ્યાટાણે નગરમાં કોણ જાય ? રાત આ મંદિરમાં વીતાવીને સવારે આ નગરમાં જઈશું. આ પ્રમાણે બંને વિચારી મંદિરના એક ખૂણામાં નિરાંતે સૂઈ ગયા. ધનંજય શુક્કીર પુણ્ય કાળી -: ઢાળ-ચોથી ઃ (સત્તરમું પાપનું સ્થાન........ એ દેશી...) વિશાળ ફરતું મહ ચૈત્ય મે ઉધ્ય ચૌદશની ફળ ભૂત માસ માસે રાતે, રજની હોય પ્રહર તે વ્યંતરને વેતાળ, તિહા બાળ જોજો. હોય મિત્ર જાતે હો યક્ષદેવને મળે હો વનખંડ હો એ શ્રી ચંદ્રુશેખર રાજાનો રાસ ૧૯૧ કરતાં લાલ... કિન્નર લાલ... રસાળ; લાલ... આંકણી... વાતે; પુણ્ય રા ભેળા, પુણ્ય 11311 ॥૧॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ તે રાતે નાટક થાવે, વીણાવાદ મૃગ બજાવે; ગીત ગાન મનોહર ગાવે હો લાલ... પુણ્ય //૪ll દેખી કૌતુકને કુમાર, ધરી ધીરજ કર કરવાળ; જઇ બેઠો સ્વ વિયાળ હો લાલ.. પુણ્ય પણ લહી વિસ્મય સુર પરિવાર, કોણ અભૂત રૂપ કુમાર? માંહો માંહે પૂછે તે વાર હો લાલ. પુણ્ય / ધનંજય કરે પ્રકાશ, અતિથિપણે અમ ઘરવાસ; પરોણાગત કરવી તાસ હો લાલ.. પુણ્ય મેળા પાણી વાણી મધુરશન, વળી આર સાથે અા ; ડીજે ચાર રતન્ત હો લાલ.. પુણ્ય તો ભક્તિ માણસ ઘર ભાખી, નહિ સ્વને એ કાંહિ દાખી, પણ શક્તિ યથારથ આપી હો લાલ... પુણ્ય / થઇ તુષ્ટ ધનંજય બોલે, સુણો કુંવરી નહી તુમ તલે; પણ માગો ઇચ્છા અમોલે હો લાલ. પુણ્ય /૧oll એમ યક્ષનું વયણે સુણીને, થઇ ઊભો કુંવર નમીને; તિાં બોલે મધુરસ લીવે હો લાલ. પુષ્ય //all આ જન્મ સફળ થયો માહરો, આજનો %િ સફળો સારો; દીઠો દેદાર તમારો હો લાલ. પુણ્ય /૧રી તેથી અધિક શું માંગુ, તુમ ચરણે મુજ ચિત લાગ્યું; તુમ દતથી દુઃખ ભાંગ્યું, હો લાલ.. પુણ્ય ૧all સુર તૂઠો કહે વર લેજો, મુજ વયણ પસાઇ જો; સંગ્રામે તુમ જય હોજો હો લાલ, પુણ્ય ૧૪l વર પામી કુમર તે આવે, નિજ મિત્રને તરત જગાવે; પછી સધળી વાત સુણાવે હો લાલ... પુણ્ય ||૧પો દેવ સ્વી નિજ ઘર જાત, રજની ગઇ કુવો પ્રભાત; ચહુટે હોય મિત્ર પ્રયાત, હો લાલ... પુણ્ય ૧૭ll ૯ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯૨ થી ચંદ્રશેખ ઘરો ) Page #234 -------------------------------------------------------------------------- ________________ નૃપ નગરે પડઠ વાવે, નર જે કોઇ દક્ષ કહાવે; મુજ નંદિનીને સમજાવે છે લાલ. પુણ્ય ૧ળા મંત્ર યંત્ર ને તંત્ર બનાવે, નરદ્વેષીપણું જીંડાવે; તસ રાય સુતા પરણાવે હો લાલ.. પુણ્ય ૧૮ વળી રાજ્ય અર્ધ તસ દેશે, જગમાંહે સુયશ વશે; મનોવિંછિત મેળા લેશે હો લાલ... પુણ્ય ૧ કોઇ પsઠ છબે નહિ લોક, નિત્ય પsઠ વાવે ફોક; રાજા મત ધરતો શોક હો લાલ.. પુણ્ય /રoll ચિત્રસેન તે પsહ સુણીને, નિજ મિત્ર શું વાત કરીને; વળી જ્ઞાતી વયણ સમરીને હો લાલ. પુણ્ય ર૧ ચિત્રકરને ઘર હોય જાવે, એક પણે રૂપ કરાવે; વન સરોવર પંખી મેળાવે હો લાલ... પુણ્ય /રરી વડ ઉપર પંખીમાળા, હંસ હંસલી બાળક બાળા; ફરતી લાગી સ્વતી જવાળા હો લાલ. પુણ્ય સી. રહી હંસી બચ્ચાની પાસે, ગયો હંસ ઉદકતી આશે; પડી સા શ્વમાં શીશુ ત્રાસે હો લાલ. પુણ્ય //રજો હંસ ચાંચ ભરી જળ લાવ્યો, પ્રિયા મરણે મોહે મુંઝાવ્યો; છાતી ફાટી શીખી ઝપાવ્યો હો લાલ. પુણ્ય રિપો ચિત્રપટ સવિ આલેખી, દેખાવે લોક વિશેષી; . કરે વાત સકલજત દેખી હો લાલ. પુણ્ય છો કુંવરીની સખીઓ આવે, જોઇને તસ વાત સુણાવે; પદ્માવતી શીશ ધુણાવે હો લાલ.. પુણ્ય રી. ઘસીને કહે ઇાં લાવો, નર હોય સ્પષ્ટ દેખાવો; મુજને જોવા મત ભાવો હો લાલ... પુણ્ય / સુણીને સખીઓ તિહાં જાવે, ભણે સ્વામિની તુમને તેડાવે; કહે સો ભયમાં કુણે આવે ? હો લાલ.. પુણ્ય //રો ીિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર trળનો રાસ) ૧૯૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ વડે ઘસી ભય નવિ ધરશો, ચિત્રસેન સૂણી મન હરખ્યો; ગયો કૂપની પાસે તરસ્યો હો લાલ... પુણ્ય કoll પદ્માવતી પાસે આવે, સખી હસ્તે પટ્ટ દેખાવે; જતાં મનમાં લય લાવે હો લાલ.. પુણ્ય (31 ચિત્રસેન શું નજર વલોવે, ચિંતે તર ખેદ એ ખોવે; પરભવને ગે જાવે હો લાલ. પુણ્ય કરી પણ ચિત ર્યું પટ્ટ સાથે, હંસ હંસલી બાળ સંધાતે; વતાવ જુએ ધરી હાથે હો લાલ.. પુણ્ય 3all ચિંતે આ મેં કિાં દીઠું, જોઇએ તેમ લાગે મીઠું સહસી ચરિત ઉફિકઠું હો લાલ.. પુણ્ય [૩૪ો. લહી મૂર્છા નયણા મીંચે, તોય ભયથી તાઠા નીયે; સખીઓ શીતળ જળ સીંચે હો લાલ. પુણ્ય રૂપો મૂર્છા વળી સખીઓ ટોળે, લી જાતિસ્મરણ એમ બોલે; જગ નહિ કોઇ પુરુષની તોલે હો લાલ. પુષ્ય રૂછો જે દેખી મનડું હીંસ, પટ્ટધર નર તે નવિ દીસે; ઘાં લાવો વિસવાવિશે હો લાલ. પુણ્ય 3ી જોઇ સઘળે કહેતી હતી, પટ્ટ આપી ગયો તે નાશી; સુણી સા રહે ચિત્ત વિમાસી હો લાલ.. પુણ્ય / ખંડ ત્રીજે તરખેદ જાવે, ઢાળ ચોથી સરસ કહાવે; શુભવીર વયન રસ ગાવે હો લાલ. પુણ્ય llall ૧-અગ્નિમાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ પુરુષāપિણી પમદા -: ઢાળ - ૪ - ભાવાર્થ : રત્નપુર નગરની બહાર ઉદ્યાનમાં ધનંજય યક્ષરાજનું વિશાળ મંદિર હતું. મંદિરને ફરતાં જુદાજુદા વૃક્ષો અને લત્તાઓથી વિંટળાયેલ રમણીય ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં જાત જાતનાં ભાતભાતનાં વૃક્ષો હતાં. વૃક્ષો ઉપર જુદીજુદી જાતનાં પક્ષીઓ મનગમતાં વૃક્ષો ઉપર માળા બાંધી પોત-પોતાના બાળબચ્ચાં સાથે વસતા હતાં. આ પંખીડાં પોતપોતાની ભાષામાં એકબીજા સાથે કલરવ કરતાં આમ તેમ ઊડતાં હતાં. સુંદર મજાના અવાજોથી આ વનખંડ ગાજતુ હતું. પોપટ મેના આદિ યુગલો પોતાના બાળબચ્ચાં સહ રમતાં હતાં. નિભર્યપણે બચ્ચાંઓ પણ આમતેમ ઊડતાં દેખાતા હતાં. સહુ પોતાના પુણ્યબળે પોતાના સુખના ફળ ભોગવતાં હતાં. સંધ્યા પછી વિશાળ મંદિરનાં ચોગાનના ઓટલે એક ખુણા તરફ બંને મિત્રો સૂતા સૂતા વાતો કરતા હતા. તે રાત અંધારી ચૌદસની હતી. u ધનંજય યક્ષના મંદિરના ઓટલે વાતો કરતાં બંને મિત્રો. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૧૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ બંને મિત્રો વાતો કરવામાં તલ્લીન બની ગયા. ભયંકર ઘોર અંધકાર છવાયો હોવા છતાં નિર્ભય બને મિત્રોને વાતાવરણની કોઈ જ અસર દેખાતી ન હતી. રાત્રિના બે પ્રહર પુરા થવા આવ્યા હતા. રત્નસાર નિદ્રાદેવીને ખોળે ઢળી ગયો. રાજકુમારની નિંદરણીએ રીસામણાં લીધા હતાં. તે તો જાગતા સ્વપ્નો જોતો હતો. મંત્રીપુત્ર ઘસઘસાટ ઊંઘતો હતો. કુમાર તો પદ્માવતીના વિચારોમાં ખોવાઈ ગયો હતો. પછી નિંદ કયાંથી આવે? મધ્યરાત્રિ જામી હતી. તે વેળાએ મંદિરના આંગણે મોટો કોલાહલ થયો. ગગનાંગણેથી ઊતરતાં દેવદેવીઓને કુમારે જોયા. મંદિરના દ્વાર ઉઘાડા હતા. ભૂત, વન્તર, વેતાળ કિન્નરો અને બીજા પણ યક્ષ દેવો પોત પોતાના પરિવાર સાથે અહીં આવી મેળો જમાવ્યો હતો. દર મહિને વદની ચૌદશની (છેલ્લે દિવસે) રાત્રિએ સહુ ભેગા થતા હતા. આજે ભેળા થવાની, મહિનાનો આખરી દિવસ, ચૌદશ હતી. તેથી સહુ ભેગા થઈને વિવિધ પ્રકારના નાટકો કરતા હતા. કોઈ વીણા વગાડતા, કોઈ મૃદંગનો તાલ મેળવતા હતા. કોઈ મધુર કંઠે મનગમતા મનોહર ગીતો ગાતા હતા. આ મેળાવડામાં ધનંજય યક્ષરાજ વડો હતા. તેનું પોતાનું આ મંદિર હતું. આ યક્ષરાજનું મંદિર સંગીત મેળાવડામાં સહુ તન્મય બની આનંદની લહાણી લૂંટતા. કાનને પ્રિય એવા સંગીતના સુરો અને ગીતો કુમારનાં કાને અથડાયા. કુમાર સફાળો બેઠો થઈ ગયો. સંગીતના સૂર સાંભળી ત્યાં જવા તૈયાર થયો. આશ્ચર્ય તો ઉત્પન્ન થયું કે મધરાત્રે મંદિરમાં કોણ ભકિત કરવા આવ્યું હશે? આશ્ચર્યને સમાવવા કૌતુકને જોવાં પોતાની સમશેર તલવાર સંભાળી લીધી. હાથમાં તલવાર લઈ કૌતુક જોવા માટે ઊભો થયો મિત્ર રત્નસાર ભરનિંદરમાં હતો. જગાડ્યા વિના એકલોજ કુમાર મંદિર તરફ ચાલ્યો. ધૈર્યને ધારણ કરતો કુમાર મંદિરના દ્વારે જઈ ઊભો. મંદિરમાં ચાલી રહેલા દેવી નાટકો ગીતો સંગીતના સૂરો જોતાં અને સાંભળતાં આનંદ પામ્યો. ભકિતમાં તરબોળ થયેલા આ દેવવંદમાંથી કોઈને પણ તારે ઊભેલા કુમારને જોવાની ફુરસદ ન હતી. સાહસિક કુમાર તલવારની પકડ વધુ મજબૂત કરી વ્યંતર ભૂતડા કિન્નરોના ટોળા મધ્યે જઈ બેઠો અણધાર્યા આવેલા આગંતુકને જોતાં દેવો સહુ વિસ્મય પામ્યા. કુમારનું અદ્ભત રૂપ જોતાં, સહુ વિચારવા લાગ્યા, અહા ! આ તેજસ્વી સ્વરૂપવાન કોણ હશે? માંહોમાંહે વાતો કરવા લાગ્યા સંગીત, નૃત્ય, ગીત વગેરે ગાતા સહુ થંભી ગયા. આગંતુકના રૂપને જોતાં જોતાં પૂછવા લાગ્યા. આ કોણ છે? અભૂત સ્વરૂપવાન કોણ હશે? યક્ષરાજ ધનંજય એ આ મંદિરનો અધિષ્ઠાતા હતો. એ સહુના સંશય ટાળતો બોલ્યો - હે સુરવૃંદ! તમે સહુ સાંભળો ! જેને જોઈ તમે સહુ કોઈ આશ્ચર્ય પામ્યા છો તે આપણા સહુનો પરોણો છે. અતિથિ આંગણે આવ્યો છે મિત્ર સહિત મહેમાન પધાર્યા છે. આપણે સહુ એ પરોણાગત કરવી જોઈએ. તેમની ભકિતમાં ખામી રાખવી નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ સુરવૃંદ - યક્ષરાજ ! આપની વાત સાચી છે. મહેમાનને સાચવવા જોઈએ. અહીયાં કવિ કહે છે કે મહેમાનનું સ્વાગત મહેમાનગીરી કઈ રીતે કરાય? (૧) વાણીથી - આવનારને સારા સંબોધનથી નવાજવા. આવો, પધારો, વગેરે.. (૨) પાણી - આવેલાને પ્રથમ પાણી આપવું. | (૩) આસન - મીઠા શબ્દો બોલતા સાથે બેસવા માટે આસન આપવું. (૪) અન - બહુમાન પૂર્વક આહારાદિથી ભોજન આપવું. પુણ્યશાળી કુમારનાં પુણ્યથકી દેવો પણ ભકિત સેવા કરવા તત્પર છે. ભકિત કરવાનો વ્યવહાર મૃત્યુલોકમાં માનવ-માનવ વચ્ચે હોય છે. આ વ્યવહાર દેવોને હોતો નથી, છતાં દેવ જેવા દેવ. મૃત્યુલોકના માનવીની ભકિત કરવા ખેંચાય છે. ઉપર બતાવ્યા તે ચારેય પ્રકારનાં રત્નરૂપ ભકિત કરવાના ઉપાયોથી કુમારની ભાવથી યથાશકિત ભકિત કરી. છેલ્લે ધનંજયે કહે છે - હે નરોત્તમ ! આપની તોલે અમે આવી શકીએ તેમ નથી. તો તેમાં, હું શા હિસાબમાં ! હે કુમાર ! તો પણ તમારા દર્શન અમને આનંદ ઉપજાવે છે. અમારા ભાગ્ય થકી આપ સાંપડ્યા છો. તો આપ માંગો. આપની ઈચ્છા હોય તે માંગો. હું જરૂર તમારી ઈચ્છા પૂરી કરીશ. જે માંગવું હોય તે માંગો. તે વેળા કુમાર આસન થકી ઊભો થઈ બે હાથ જોડી પ્રણામ કર્યા. પછી યક્ષરાજને કહેવા લાગ્યો. કુમાર કહે - યક્ષરાજ ! આપ સહુ દેવોના દર્શન થયા. આજ મારો દિન કૃતાર્થ માનું છું. આજે મારો જન્મ સફળ થયો છે. હવે તેનાથી અધિક મારે બીજું શું જોઈએ? તમારા દર્શન થયા તે જ મોટો લાભ મને થયો છે. મારે બીજું કંઈજ ન જોઈએ. તમારા દર્શનથી અમારા દુઃખડા દૂર થયા છે. યક્ષરાજ - કુમાર ! દેવનું દર્શન કયારેય મિથ્યા ન થાય. આપ તો ના પાડો છો. પણ હું આપ્યા વિના અહીંથી જઈશ નહીં. મારું વચન મિથ્યા ન થાઓ. કુમાર ! તમને વરદાન આપુ છું કે “સંગ્રામમાં સદાય માટે વિજયી થાઓ”. વરદાન આપી ધનંજયે પોતાના સઘળા દેવો સહિત સ્વસ્થાને ચાલ્યા ગયા. કુમાર પણ તે મંદિરમાંથી નીકળી મિત્ર રત્નસાર જ્યાં સૂતો હતો, ત્યાં આવ્યો. મિત્રને જગાડ્યો. મંદિરમાં બનેલી હકીકતની વાત સંભળાવી. કુમારની વાત સાંભળી રત્નસાર બોલ્યો-મિત્ર! તું એકલો ગયો મને ઉઠાડવો હતોને! - કુમાર - મિત્ર! તું તો મારું રોજ રક્ષણ કરે, મને કયારેક તો આવો અવસર મળે. તને નિરાંતે ઊંઘવા દીધો. રત્નસાર - દેવના દર્શન ભાગ્ય હોય તો જ થાય. તને દર્શન થયા તો, લાભ થયો. વાત વાતમાં સવાર થવા આવી બંને મિત્રો પ્રાતઃ કાર્ય પતાવી ઈષ્ટ દેવનું સ્મરણ કરી નગર તરફ જવા રવાના થયા. નગર દ્વારે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯o Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ કરી નગરની શોભા જોતાં બંને મિત્રો રાજમાર્ગે થઈ આગળ વધ્યા. બજારોની શ્રેણી નગરજનોની શેરીઓ મંદિરો, આદિ જોતાં જોતાં બંને મિત્રો નગરના મધ્યભાગમાં ચૌટા વચ્ચે પહોંચ્યા. બંને પરદેશી, નગરના અજાણ્યા હોવા છતાં નિરાંતે નગરમાં ફરી રહયા છે. હાટ, હવેલી, બજારો, જોતાં ચૌટાના ખુણાની એક તરફ ઊભા ઊભા જતાં આવતાં લોકોને જોઈ રહ્યા છે. તે અવસરે નગરના રાજસેવકો રાજાના આદેશથી પડહ વજડાવી ઉધોષણા કરતાં હતાં તે ચિત્રસેનના જોવામાં આવ્યો. મિત્રને લઈને પડહ વજડાવતા સેવકો નજીક આવીને ઊભો. રત્નસારે સેવકને પૂછયું - આ પડહ વગાડી રાજાની શી આજ્ઞા છે? તે જણાવો. સેવક - પરદેશી લાગો છો? રત્નસાર - હા ! સેવક - તો સાંભળો અમારા રાજાને એકની એક કુંવરી છે. તે કોઈપણ પુરુષ દેખે તો તેને જોવા માંગતી નથી. પુરુષàષિણી થઈ ચુકી છે તો, જે કોઈ દક્ષ ડાહ્યો હોય અને મારી કુંવરીને સમજાવી તેના મનમાંથી પુરુષ પરના દ્વેષભાવને દૂર કરશે તે પુરુષને કન્યા પરણાવશે અને અડધું રાજ પણ આપશે. જે બીડું ઝડપે અને કાર્ય સિદ્ધ કરશે તે જગમાં સારો યશ મેળવશે. વળી પોતાના મનની ઈચ્છાઓ પણ પૂરી થશે. હે પરદેશી ! મારો આ ઢંઢેરો સારાયે નગરજનો સહુ સાંભળે છે પણ કોઈ હજુ સુધી પડહ ઝીલવા તૈયાર નથી. રાજઆજ્ઞાએ રોજ સવારે હું નગરમાં ફરીને આ વાતને ઢંઢેરો ફેરવું છું. વળી, નગરમાં ફરીને રાજદરબારે પાછો જાઉં છું. જ્યારે રાજા વાત જાણે કે હજુ કેઈ આ વાત માટે તૈયાર થયો નથી. તેથી રાજા શોકાતુર થઈ જાય છે. સેવકની વાત સાંભળી કુમારે રત્નસાર સામે જોયું વળી વાત કરવા લાગ્યો. જ્ઞાની ભગવંતનું વચન પણ યાદ કરાવ્યું. કોઈ નગરજનને પૂછી, બંને મિત્રો ચિત્રકારને ઘેર પહોચ્યાં. ચિત્રકાર મળી ગયો. પોતાના મનની વાત કહી જે ચિત્ર દોરવું છે. તે એક જ પાટિયા પર આલેખવાની વાત કરી. ચિત્રમાં વન, સરોવર, કલરવ કરતાં પંખી મેળો, વડલા ઉપર પંખીઓનો માળો તે માળાઓની વચ્ચે એક હંસ હંસી પોતાના બંને કુમળા બચ્ચાં સાથે પોતાનાં માળામાં બેઠા છે. ચિત્રમાં આ રીતે આલેખવાનું કામ ચાલુ કર્યું. ચિત્રકારને ત્યાં રહીને ચિત્ર તૈયાર કરાવવા લાગ્યા. વળી ચિત્રમાં આ વનમાં ચારે તરફ દાવાનળ સળગી રહયો છે, અને જ્યાં ત્યાં પક્ષીઓ અગ્નિથી બચવા ચોતરફ ઊડવા લાગ્યાં. હંસી પોતાના બચ્ચાં પાસે બેઠી છે હંસ ત્યાંથી ઊડીને નજીકમાં રહેલા સરોવરે પાણી લેવા ગયો. આગે વડલાને ઘેરી લીધો. હંસી તેના બચ્ચાં સાથે આગમાં હોમાઈ ગઈ. જુદાં જુદાં ચિત્રો એકજ પાટિયા પર આલેખાતાં હતાં. વળી સરોવરથી હંસ ઊડી પાણી લઈને સળગી રહેલા વડલા પાસે આવ્યો. પત્ની પરિવાર ન જોતાં હંસે પણ આગમાં ઝંપલાવી દીધું. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૧૯૮ Page #240 -------------------------------------------------------------------------- ________________ પોતાના પૂર્વભવનો સમગ્ર ચિતાર ચિત્રપટ પર કુમારે ચિતરાવી દીધો. ત્યારપછી તૈયાર થયેલા, ચિત્રને લઈને બંને મિત્રો બજારના માર્ગે ચૌટામાં લઈને ઊભા નગરજનો આવતા જતાં આ દયાજનક દશ્યોને જોઈને સહુ થંભી જતાં. આ વાત નગરમાં ફેલાઈ અને તેજ વાત રાજમહેલમાં રાજ પરિવાર પાસે પણ પહોંચી. પદ્માવતીની સખીઓએ વાત સાંભળીને બજારમાં આ ચિત્ર જોવા પહોંચી ગઈ. જોઈ આવીને રાજકુમારી પદ્માવતીને વાત કહી. પટમાં દોરેલા ચિત્રની કથા સખીઓ કહેવા લાગી. સુણતાં સુણતાં કુંવરી તો માથું ધુણાવવા લાગી. કથારૂપ ચિત્રપટની વાત સાંભળી પદ્માવતીએ આદેશ કર્યો, કે તે બંને પરદેશીને તે ચિત્રપટ સાથે અહીં મારી આગળ જલ્દી લઈ આવો. તે ચિત્ર અને તે બંને પરદેશીને મારે જોવા છે. પદ્માવતીના આદેશને ઝીલતી સખીઓ ત્યાંથી ઊતાવળી બજારે પહોંચી ગઈ ચિત્રલઈને ઊભેલા તે બંને પરદેશીને પોતાની સ્વામિનીની વાત કહીને રાજમહેલમાં આવવા આમંત્રણ આપ્યું. વળી કહેવા લાગી આપ અમારી સાથે ચિત્રપટ લઈને પધારો. આ સ્ત્રીઓની વાત સાંભળી રત્નસાર કહેવા લાગ્યો રે! બેની? અમારે ત્યાં આવવું નથી. અમને ડર લાગે છે તેથી ત્યાં કોણ આવે? સખીઓ - હે પરદેશી સજજનો ! તમે મનમાં ભય ન રાખો. અમારી સાથે ચાલો. રાજકુંવરીને ચિત્રપટ જોવા છે. તેથી તમો જલ્દી આ પટ લઈને રાજમહેલમાં ચાલો. વાત સાંભળી ચિત્રસેન મનમાં ધણુ હરખાયો પોતાના મનની ઈચ્છા પૂરી થવાની. ઊંધમાં આવતાં સ્વપ્નો સાકાર થવા લાગ્યા. તરસ્યો રાજકુમાર મિત્ર રત્નસારને લઈને ચિત્ર સહિત રાજમહેલે ચાલ્યો. પદ્માવતીના આવાસે દાસીની પાછળ ચાલતાં બંને મિત્રો ત્યાં પહોંચી ગયા. દાસીએ આ પરદેશી પાસેથી ચિત્રપટ લઈને પોતાની સ્વામિની સામે ધરી દીધું. પરદેશી તો પદ્માવતી સામે રહેલા દ્વારમાં ઊભા પદ્માવતીને જોઈ રહયા. પદ્માવતી ચિત્ર જોવા લાગી. ચિત્ર જોતાંજ મનમાં વસી ગયું. એકાગ્રચિતે ચિત્રને નિહાળી રહી છે. બંને મિત્રો મૌનપણે ઊભા ઊભા ઘડીક પદ્માવતી સામે જુએ ઘડીક એકબીજાની સામે જોતાં એકબીજાને સંકેતમાં સમજાવવા લાગ્યાં. રાજસુતા ચિત્ર જોવામાં તલ્લીન છે. નરષીપણું હોવા છતાં એક નજરે દ્વારે ઊભેલા બંને પરદેશીને પણ જોઈ લીધાં. પૂર્વના ઋણાનુબંધે રાગવશે ચિત્રસેન પદ્માવતીને જોવામાં લીન બન્યો છે. જ્યારે પદ્માવતીતો પટમાં રહેલાં હંસ હંસલીના યુગલ જોતાંજ તેનું મન ઠરવા લાગ્યું. વળી ચિત્ર વિલોકતા દાવાનળ જોયો. વળી, હંસની ઉપર મીટ માંડી જોતી ઊંડા વિચારમાં ઊતરી ગઈ. જોવા સાથે વિચારધારાએ વધતી રાજદુલારી ઘણીવાર સુધી ચિત્ર જોતી જ રહી. હવે મનમાં આ વાત બેસતાં, વિચારી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૧૯૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ રહી મેં આ દ્રશ્ય કયાંક જોયું છે ? કયાંક ! કયાંક! વિચારતાં હંસ યુગલ ઉપરથી નજર ખસતી નથી. ઘણા વિચારો આવતાં છેલ્લે કુંવરી મૂછ ખાઈને ઢળી પડી. પદ્માવતી મુર્શિત થયેલી જાણી, બંને મિત્રો તરત ત્યાંથી જીવ લઈને ભાગી છૂટયા. ચિત્રપટ પણ લેવા ન રહ્યાં. રાજભયથી ભાગી છુટ્યાં. કારણ કે જો રાજા જાણશે તો જીંદગીભર કારાગારમાં સડવું પડશે. સખીઓ તો પદ્માવતીની સેવા કરવા લાગી. ત્યાં રહેલી દાસીઓ દોડાદોડ કરવા લાગી. કોઈ શીતળ જળ છાંટવા લાગી. તો કોઈ વીંઝણા વડે જોર જોરથી પવન નાખવા લાગી. ઘણા ઉપચારોને અંતે કુંવરીની મૂછ દૂર થઈ વળી વિચારોના વમળોમાં અટવાઈ ગઈ. ઊહાપોહ કરતાં કુંવરીને તે વખતે જાતિ-સ્મરણજ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવી ગયો. ચિત્રમાં પોતાનો પૂર્વભવ જોતાંજ નરષિપણું ચાલી ગયું. પુરુષ ઉપર દ્વેષ ધારણ કરનારી પદ્માવતી હવે પુરુષના પરમ નિર્દોષ પ્રેમને જોવા લાગી. પુરુષ પ્રત્યે હવે પ્રીત કરનારી થઈ. જાતિસ્મરણ થકી હવે પુરુષોના ગુણો ગાતી બોલવા લાગી રે ! આ જગતમાં પુરુષોની તોલે કોઈ નહિ આવે. જેને દેખતાં કુંવરીનું મન હર્ષિત થયું. તાર તરફ નજર ગઈ. પટધર પુરુષોને જોયા નહી. ચિંતા થઈ. કયાં ગયા હશે? સખીઓને કહેવા લાગી - સખીઓ તમે સાંભળો ! આ ચિત્રપટ લાવનાર તે બંને પરદેશીઓને મારી આગળ જલ્દી લાવો. મારે મળવું છે. દાસીઓ દોડી દરવાજા તરફ. પણ ત્યાં તો તે બંને પરદેશી ન જોયા. આમ તેમ જોવા લાગી. હતાશ હૈયે સખીઓ પાછી આવી. કુંવરીને કહેવા લાગી રે સાંભળો કુંવરીબા ! તે બંને પરદેશી દરવાજેથી ચાલ્યા ગયા. તમે પટ જોતાં હતાં, ત્યાં સુધી તો તેઓ બંને ઊભા હતા. પણ તમને મૂછત થયા જાણી, ભયના માર્યા બંને ત્યાંથી નાસી ગયા. તમારો પટ પણ લેવા ન રહ્યા. દાસીની વાત સાંભળી પદ્માવતી ઘણા વિમાસણમાં પડી. હવે તે મને કયાં મળશે? કયાંથી શોધી લાવીશ? આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે ચોથી ઢાળમાં પદ્માવતીનો પુરુષ પ્રત્યેનો જે દ્વેષ ખેદ હતો તે આ સરળ ઢાળ સાથે દૂર થયો. આ પ્રમાણે શ્રી શુભવીર વિજયજી મહાત્માએ સુંદર વચનો થકી આ ઢાળને સમાપ્ત કરી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨00 Page #242 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : કુમારી વિમાસે ચિતમાં, અહો જગ પુરુષ સ્થાળ; ચાંચ ભરી જળ લાવીયો, જીવાડણ મુજ બાળ. //all ત્રણ મૃત્યુ દેખી કર્યો, પાવક ઝપાપાત; હું નર ખેદ કરી મૂઇ, પણ નર જગ વિખ્યાત. શા હંસજીવ પટ્ટધર હશે, હું તે જાણું છું મતિયા; નહિ તો પરભવ ચિત્ર એ, કુણ ચિત્રકાર, all મુજ ચિતયોર એ કિહાં ગયો. મુજ મન માનસસ; સખીઓ લાવો એને, પૂછો તસ કુળ વંશ. //૪ પરદેશીશું પ્રીતડી, કહે સખી તુમ કરે; આવ્યો તિમ જાશે. વળી, ઊભી હાથ ઘસીશ. /પા એવા ધૂર્ત જગત ફરે, કરતાં નવા નવા વેશ; તુમ સમ આર્જવ પામીને, જુઠી દીએ ઉપદેશ. કોઈ ધૂર્તનું મૃતક ન વિસસો, તે ઉપર એક વાત; સાંભળતાં મતિ ઉલ્લસે, હોય ત કબી વિધાત. ગી હંસયુગલ -: દુહા : ભાવાર્થ: પદ્મરથ રાજાની કુંવરી પદ્માવતીને જાતિસ્મરણશાન થયું. તે જ્ઞાન થકી પૂર્વભવ જોયો. તે પદ્માવતી પુરુષોને જોઈ ધિકકારતી હતી. કયારેક ક્રોધથી ધમધમતી હતી. તે જ પદ્માવતી આ ચિત્રપટ જોતાં બદલાઈ ગઈ. ચિત્રમાં ચિંતવતી કુંવરી હવે પુરુષ પ્રત્યે માનથી જોવા લાગી. અહો! આ જગતમાં પુરુષો દયાળુ દિલના હોય (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) શ્રી ચંદ્રશેખર રાજાની રક્ષ) ૨0૧. Page #243 -------------------------------------------------------------------------- ________________ છે. હું અત્યાર સુધી અંધારામાં રહી. તે પુરુષોને હું સાચા અર્થમાં ઓળખી ન શકી. હૈયામાં શોક કરતી હવે પુરુષો પર રાગવાળી થઈ. પૂર્વભવનો મારો એ પતિ. હંસરાજ! અમારી તરસ મિટાવવા, અગ્નિ સામે બાથ ભીડીને સરોવર તીરેથી ચાંચ ભરી પાણી લઈ આવ્યો. અમને જીવાડવા પોતાના પ્રાણની પણ પરવા ન કરી. અમને ત્રણને મરેલા જાણી, ભયંકર દાવાનળની જ્વાળામાં પડતું મૂકી પોતાના પ્રાણ છોડ્યા. મેં કેવું વિચાર્યુંમેં તેના પર ખેદ કર્યો. આ પાપના ઉદય થકી હું પુરુષષિણી થઈ. રે! હવે કયાં જઈશ? કયાં જઈને શોધી લાવીશ. હંસરાજને તો મારા અને મારા બચ્ચાં પ્રત્યે અગાઢ રાગ હતો. સાચો સ્નેહ હતો. હું તે સ્નેહને સમજી ન શકી. મને ધિક્કાર હો. તે સ્નેહને વશ થઈ પ્રાણની આહૂતિ આપતા પણ ન ખચકાયો. જ્યારે હું કેવી? હું એના સ્નેહને સાચા સ્વરૂપે ન ઓળખી શકી. રે! રે! મારી આ અજ્ઞાનતાએ હું પુરુષષિણી બની. જ્યારે આ તો મારો સ્વામી હંસ, તે તો પુરુષ જાતમાં ઉત્તમ નીવડ્યો. ખરે ! પુરુષની ઉદારતા જગતમાં વિખ્યાત છે. વળી પદ્માવતી વિચારધારામાં આગળ વધી. આ ચિત્રપટ બનાવનાર પરદેશી જ હંસ હશે. મારી બુદ્ધિથી વિચારું તો તેના સિવાય બીજો કોઈ આ પટ બનાવવા સમર્થ નથી. ચિત્રકાર ચિત્ર કલ્પનાથી ન દોરે જરૂર આ પરદેશીએ ચિત્ર દોરવા સમગ્ર વાતનો ચિતાર ખડો કર્યો હશે. તો જ પૂર્વભવની વાતોનો સંપૂર્ણ ભાવ આ ચિત્રમાં બતાવ્યો છે. પદ્માવતીના મનમાં ચૂંટાયેલા ભાવો સહન ન થતા વાચા રૂપે પ્રગટ થવા લાગ્યા. હે સખીઓ! ચિત્રપટ લાવનાર તે પરદેશી કયાં ગયો? એ પરદેશી તો મારા ચિત્તનો ચોર છે. આ પટે તો મનનું હરણ કરી લીધું છે. તે તો મારા મનરૂપી માનસરોવરનો હંસ છે. વ્યાકુળ બનેલી પદ્માવતી વળી આગળ બોલવા લાગી. સખીઓ! તમે તેને જલ્દી મારી પાસે લઈ આવો. વળી તે કોણ છે? કયાં વસે છે? તેઓનાં કુળ વંશની પૃચ્છા કરો. તમે જલ્દી કરો. તમે જલ્દી મારી પાસે લઈ આવો. પુરુષષિણી પદ્માવતીના વિચારો પલટાયા જાણી સખીઓ વિચાર કરે છે રે ! આ પટ્ટના પ્રભાવે આપણી સ્વામિની બદલાઈ ગઈ. પુરુષ તરફનો તિરસ્કાર છૂટી ગયો. પદ્માવતીની વાત સાંભળી સખીઓ કહેવા લાગી - હે સખી! તું આ શું બોલે છે? આ પટ્ટ જોઈને તું કેવી ગાંડી ગાંડી વાતો કરે છે. આ તો કોઈ એક પરદેશી ચિત્ર લઈ આવ્યો. અમે તમને જોવા આપ્યું, તો તમે તો તેના ગળે પડ્યાં. ચિત્રપટનો માલિક તો આંગણેથી ચાલ્યો ગયો. તો તે પરદેશીની સાથે વળી આપણી પ્રીત શા કામની! પદ્માવતી - તું મારા મનની વાત શું જાણે? મારે તો તે પરદેશીનું કામ છે. તમે જલ્દી તેને બોલાવો. સખીઓ - કુંવરીબા ! આમ ગાંડા ન કાઢો. અમારી વાત સાંભળો. જો તું તેની સાથે પ્રીત કરીશ ને જો તે ચાલ્યો જશે તો હાથ ઘસતી રહી જઈશ. આવા પરદેશી પુરુષ સાથે પ્રીત ન કરાય. રે! આ તો બધા ધૂતારા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २०२ Page #244 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. જગમાં જ્યાં ત્યાં રખડ્યા કરતા હોય છે. રોજ નવા વેષ અને નવા ગામ ભટકયા કરતાં હોય છે. તો તેને કેવી રીતે ઓળખીને લાવવો વિચાર કર? અમારી વાત હૃદયમાં ધારણ કર. અતિશય લાગણીના પુરમાં તેના પ્રત્યે આમ તણાઈ ન જા. જ્યાં ત્યાં આવા માણસો જુઠા ઉપદેશોની વાતો કરતા હોય છે. પદ્માવતી - ના ! ના! તારી વાત ખોટી છે. આ પુરુષ એવો નથી. સખીઓ - રે સખી! ધૂતારાઓ અને મૃતક ઉપર કયારેય વિશ્વાસ ન ધરવો. તે ઉપર તને એક કથા કહું તે સાંભળ. જે સાંભળતાં તને આનંદ થશે, અને તું કયાંયે પણ છેતરાઈશ નહીં. -: ટાળ-પાંચમી : (કરપી ભંડો સંસારમાં રે.. એ દેશી) જૂઠો મીઠો સંસામાં રે, સાયો ન જગમાં સોહાય; માને પરીક્ષક સાયને રે, જૂઠો જૂઠાને ગાય. જૂઠો.. //all વ્યવહાર પંથે સમાયરે રે, ન કરે તે જૂઠાનો સંગ; ધૂર્ત પાપે પેટ ન ભરે રે તમ જૂઠા સાથે . જૂઠો. રા વેશ્યા, ચોર ને વાણીયા રે, પરદાયક ધૂતકાર; સ્વાર્થી ધૂર્ત નિદ્રાળુઓ રે, એ જુઠ તણા ભંડાર, જૂઠો... ll ધૂર્ત વાત મીઠી કરે રે, પાકે પહેલો વિશ્વાસ; હૈડામાંહે વસી કરી રે જાય છે પછી ગળે પાસ. જૂઠો.. //૪ો ક્ષારોકે તૃપ્તિ નહીં રે, તેમ જુઠ ધૂર્તની વાત, સુણતા ધર્મ દૂર કરે છે, વળી ધન જીવિતનો ધાત. જૂઠો. Ill બાળક ચોરને પારધી રે, ગાંધી નૃપ નાગને ટી; વૈશ્યા વૈધ ધૃતતિથિ રે, નવ જાણે પરની પીડ. જૂઠો. શા સૂર્યપણે રતનાગર રે, નામ શેઠ અતિ ધનવંત; અંગજ એક વિમલાભિધ રે, એક દિન હોય વાત કરત. જૂઠો.. Iળા શેઠ વદે બહું ધન આપણે ? જો જાણે ચોર ને રાય; વળી પિત્રાઇ ચાડી કરે રે, એક Qિસે સમુળગું જાય. જૂઠો. તો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ તે માટે એકાંતે ชย રે, ધન ગોપવવું ઘટમાન; રામચંદ્રને રે, દ્રવ્ય વિનાના વસિષ્ટ દીયે અપમાત. ...જૂઠો... llll એમ ચિંતી પિતા પુત્ર મળી રે, ન લઇ ગયા સ્મશાન; ધન કાઢતાં કહે પુત્રને રે, કરો નજર થઇ સાવધાત. ...જૂઠો... ||૧૦થી મધ્યનિશિની વેળા થઇ રે, નવિ કરશો શોર બકોર; પરધત લેવા ફરતા ઘણા રે, જગ ધૂર્ત ધુત તે ચોર. ...જૂઠો... ||૧૧|| તવ મ્રુત ચારે દિશિ જોવતો રે, નર સુતો દીઠો એક; બોલાવ્યો પણ બોલ્યો નહિ રે, પણ તે શ્વાસ ઘૂંટી રહ્યો શેઠ કહ્યાથી ખડ્ગ કરી રે, કાપ્યાં તસ નાક તે કાત. ...જૂઠો... ||૧૩થી પિતા ન ઘટતાં રે, અહિતાણ કરી સવિશેષ; પગ ઝાલી તાણ્યો છેક. ...જૂઠો... ||૧૨ની રે, તવ જાણ્યે મૃતક નિદાન; पुत्र મંદિર જઇ સુતા પાછળ ધૂર્તે ધન પણ જો દ્રવ્ય બિઠું રે, કાઢીયું રે, ઘરમાં હશે રે, કરશે વળગ્યા હાથ. ...જૂઠો... ||૧૭થી કાળો કાણો ને કુબડો રે, જગ કહે ભાઇ સોહામણા રે, પગ પગ ધન લઇ સવિ તિજ ઘર ગયો રે, મેળાખેળા કરતો ફરે રે, ઘણા મિત્ર તે એક નિ શેઠ ધન કાઢવા રે, ગયા સુતશું લેવા રોક; ખાલી ખાડો દેખી કરી રે, હોય મૂકે મોટી પોક. ...જૂઠો... ||૧૮]] લઇ મૂર્છા વળી રોકી કરી રે, આવ્યા નિજ ગેહેરાત; વહાલી નિદ્રા ગઇ વેગળી હૈ, ચિંતાએ થયો પ્રભાત. ...જૂઠો... ||૧૯|| બિહું જણ ધારી નિર્ણય કિયો રે, નાક કાન ગયા તે ચોર; એહ નિશાતીએ ઝાલવો રે, નહીં કરવું અવશું જોર. ...જૂઠો... ૨૦થી નગરે જોતાં ગણિકા ઘરે રે, દીઠો વિલસંતો તેહ; મહીપતિ માણસે ઝાલીયો રે, મળી કીધી તિશાતી જેહ. ...જૂઠો... ૨૧થી ન રહી શંકા લવશેષ....જૂઠો... ||૧૪|| ચિંતે ગયા નાક તે કાત; જગત બહુમાત. ...જૂઠો....[[૧૫] જે નર અલંકરીયો 'આથ; તર ઝાલે હાથ. ...જૂઠો... ૧૬થી વિલસે વૈશ્યાદિક સાથ; (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २०४ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભૂપ ભણે ધન કિમ કહ્યું , હસી બોલે રાય હજુર; શેઠની પાસે મેં ધન લીયું રે, આપી કિંમત ભરપૂર. જૂઠો.. રર રાય કહે તે શું આપ્યું ? રે, કહે મેં દીયા નાક ને કાન; તે જો પાછા મુજને દીયે રે, કરી Q હતા તે સમાન. ૩ તો શેઠને ધન પાછું દેઉં રે, નથી બીજી કાંઇ રે ભુલ; વાત સુણી નૃપ બોલીયા રે, હુઆ ધૂર્ત તમો ોય તૂલ્ય. ર૪l. શેઠ ગયા નિજ મંદિરે રે, ધૂર્ત ગયો વેશ્યાગેહ; ધૂર્ત વાત સુણી સ્વામિની 2 પટધરશું ન ધરશો તેહ રપ વાત વિનોદ અચરજ ભર્યો રે, ચંદ્રશેખર રાસ રસાલ; ત્રીજે ખડે એ પાંચમી રે, શુભવીરે વખાણી ઢાલ, છો -બન, ર-રાત્રિ. ધૂતારો -: ઢાળ – ૫ : ભાવાર્થ રાજકુંવરી પદ્માવતી પરદેશીને બોલાવવાની જીદ લઈને બેઠી છે. પરદેશી તો ભય પામી ભાગી ગયો છે. સખીઓ સમજાવી રહી છે. ન સમજતા એક સખી કથા કહેવાનું શરુ કરે છે. આ સંસાર મીઠો છે પણ સાથે સાથે ભૂકો છે. સાચા ને સજજન માણસો મળવા બહુ દુષ્કર છે. આપણે માનીએ કે પરીક્ષા કરી પછી સત્યનું પારખું કરી લઈએ. પણ આ જગતમાં ધણાં સ્વાર્થી જનો જોવા મળે છે. સ્વાર્થી જન જુઠો હોય છે. સ્વાર્થ માટે જૂકાને સાચું અને સાચાને જુદું કહેતા વાર નથી લાગતી. જુકો જુકાના જ ગીતો ગાય છે. સાચાની પડખે કોઈ હોતું નથી. જેથી સાચો ટકી શકતો નથી. હે સખી! આ સંસારથી ચેતીને સાવધાન થઈને ચાલવાનું છે. જે મનુષ્ય સમજુ અને શાણા હોય છે. તેઓ સાચા વ્યવહારના માર્ગે ચાલ્યા જાય છે. તે કયારેય જુકાનો સંગ કરતાં નથી. જ્યારે ધૂર્ત લોકો સાચ-જુ કરીને પાપથી પોતાનું પેટ ભરનાર હોય છે. ધૂતારાનો સંગ જુકા સાથે હોય છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २०५ Page #247 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે વેશ્યા-ચોર-વાણિયા-પરદારમાં રાચનારો-જુગારી-સ્વાર્થી-ધૂર્ત અને અતિશય ઊંઘનારો આ આઠેય પાસે જુઠનો ભંડાર હોય છે. જુદની સાથે જ વ્યવહાર હોય. સત્ય તો કયારે તેઓની પાસે જોવા મળે નહીં. કદાચ જો સત્ય આવી જાય તો તે સત્ય ટકતું નથી. ધૂર્તમાં આજ મોટી ખાસિયત છે કે પહેલા પરિચયે મીઠી મીઠી વાતો કરી ભોળવીને વિશ્વાસ બેસાડી દે. જે વિશ્વાસ થકી સામો માણસ આ ધૂર્તને સજજન સમજી વ્યવહાર કરે છે. આત્મવિશ્વાસ બેસાડી પછી સ્વાર્થમાં આ ધૂર્ત તે સજજનને ગળે ફાંસો નાંખતા પણ વાર લાગતી નથી. મીઠા પાણીથી જે તૃપ્તિ થાય તે ખારા પાણીથી ન થાય. તેમ ધૂર્તની વાતો ખારા પાણી જેવી છે. કયારેય કયાંથી પણ કોઈ વાતથી બંધાતા નથી. તેની જીભ પર હંમેશા જુક સિવાય કોઈ વાત આવે જ નહી. આવા ધૂર્તના સંગથી સજજન માણસો ઘર્મને છોડી દેતાં અચકાતા નથી. ધન તથા જીવતર એમ બંને પ્રકારે નાશ પામે છે. વળી બાળક-ચોર-પારઘી-ગાંધી-રાજા-નાગ-વેશ્યા-વૈદ્ય-ધૂર્ત-અતિથિ. આ દશ કયારેય બીજાની પીડાને સમજતા નથી. આ પ્રમાણે ધૂર્તની વાત સમજાવી, હવે કથા શરૂ કરી. હે રાજકુમારી ! સૂર્યપુર નામે એક નગર છે. તેમાં એક રત્નાગર નામે ધનવાન શેઠ વસતો હતો. આ શેઠને વિમળ નામે એક બુદ્ધિશાળી પુત્ર હતો. એકદા પિતા પુત્ર પેઢીએ બેઠા વિચારતા હતાં. પિતા - બેટા! આપણી પાસે ધન ઘણું છે. પુત્ર - હા ! પિતાજી આપણી પાસે દ્રવ્ય ઘણું છે. પિતા - સાંભળ બેટા ! વિમલ ! આ ધનની જો ચોર કે રાજાને ખબર પડી તો.. તેમાં વળી જો આપણો પિતરાઈ ચાડી કરે તો આ બધું જ દ્રવ્ય ચાલ્યું જશે. પુત્ર - હા ! પણ એમાં આપણે શું કરવું? તે વિચારો. જેથી ધન સચવાઈ રહે. પિતા - દીકરા ! કોઈ એકાંત સ્થળે ધનને સંતાડી દેવું જોઈએ. ઘરમાં જ આપણે દ્રવ્યથી ઘડો ભરી પછી કોઈ એકાંત સ્થળે સંતાડી દઈએ. વિમળ ! આ જગમાં ધનવાનો પૂજાય છે જયારે નિર્ધનની કોઈ કિંમત નથી. જયારે રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે ફરતાં ફરતાં વસિષ્ઠ ઋષિના આશ્રમે પહોચ્યા. આ ઋષિએ રામચંદ્રજીના આદર-સત્કાર કંઈ જ ન કર્યા. કારણ એ જ કે રામચંદ્રજી પાસે ધન ન હતું. વસિષ્ઠ ઋષિએ કરેલા અપમાનનો કોળિયો બનાવીને પોતે ગળી ગયા. આ પ્રમાણે વિચારી, પિતા પુત્રે સઘળા ધનને સંભાળી લીધું. ઘરખર્ચ, વેપાર અર્થ જરૂરી દ્રવ્ય રાખી, બાકી રહેલ ધનના ઘડા ભરી લીધા. તે ઘડા ગાડામાં મૂકી રાત્રિએ ગામ બહાર સ્મશાન ભૂમિ પહોંચ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २०६ Page #248 -------------------------------------------------------------------------- ________________ અંધકાર છવાયો હતો. એ અંધકારમાં કોઈ કોઈ જગ્યાએ મૃતક સળગતાં હતાં. એ સળગતાં પ્રકાશમાં ધન કયાં સંતાડવું? જગ્યા પસંદ કરી, ગાડું ત્યાં થોભાવ્યું. ત્યારપછી બાપ દીકરો એક વૃક્ષ નીચે ખાડો ખોદવા લાગ્યા. તેમાં ધનના ઘડા મૂકવાના હતા. ગાડામાંથી ધનના ઘડા ઊતારવાની વેળાએ પિતા પુત્રને કહે - વિમળ ! ચારેકોર નજર કરી લે. આપણને કોઈ જોતું નથીને? પિતાની વાત સાંભળી કહે - પિતાજી કોઈ જોતું નથી. કહેવત છે કે, પૈસાના દાસ પૈસા માટે, પૈસા સાચવવા માટે જયાં ત્યાં શંકાની નજરે જુએ છે. આ સ્મશાન ભૂમિએ કોણ હોય? પિતાજી ! કોઈ નથી. પિતાજી - પુત્ર! આ મધરાત જામી છે. વધારે અવાજ ન કરીશ. આ જગતમાં ધૂતારા-જુગારિયા અને ચોરો ધન મેળવવા મધ્યરાત્રિએ ફરતા હોય છે. બીજાનું ધન લેવામાં ધણા હોશિયાર હોય છે. માટે ! તું ચારેકોર જઈને જો, કોઈ જોતું નથી તેની તપાસ કર. પિતાની વાત સાંભળી વિમળ આજુબાજુ જઈને જોવા લાગ્યો. તો એક માણસ સૂતેલો જોયો. તેની નજીક જઈને તેને બોલાવ્યો. પણ તેણે જવાબ ન આપ્યો. મડદાની જેમ મરેલો ન હોય તેમ પડી રહયો. વિમળને શંકા ગઈ. પિતાની વાત પર વિશ્વાસ બેઠો. ખરેખર ! પિતાજી કહેતા હતા કે બીજાના દ્રવ્યને લેવા માટે ધૂતારા, ચોર, જુગારિયા રાત્રિમાં ચારેકોર રખડતા હોય છે. આ સૂતેલો માણસ પણ પાકો ધૂર્ત જણાય છે. તેની પરીક્ષા કરવા તેના પગ ઝાલીને ખેંચી કાઢ્યા. પણ આ ધૂર્ત હતો. ધન લેવા માટે જ તે નિશ્ચેતન થઈને પડ્યો હતો. શ્વાસોશ્વાસ પણ રોકી લીધા હતા. વિમળે વળી તેને ઊચો નીચો કરી પછાડ્યો. પણ સાચે જ મરી ગયાની જેમ જ ભાસતો હતો. વિમળે નકકી કરી લીધું કે ખરેખર ! આ તો મરી ગયેલ છે. પિતાજી પાસે આવીને વાત કરી. પિતાએ વિમળના હાથમાં તલવાર આપતાં કહ્યું કે જે નર સૂતો છે, તેના કાન-નાક કાપી લે. જો જીવતો હશે તો તરત ખબર પડી જશે. શેઠ રત્નાગર પિતાની વાત સાંભળી તલવાર લઈને માણસની પાસે પહોંચી ગયો. આ ધૂર્તે શેઠની બધી વાત સાંભળી હતી. જેવો વિમળ તેની પાસે આવ્યો કે તરત ખ્વાસ રૂંધી નાંખ્યો. વિમળે તલવારથી તેના કાન-નાક કાપી નાંખ્યાં. ધનની લાલચે કરી, ધૂર્તને ભયંકર પીડા થવા લાગી. છતાં પણ એક અક્ષરનો અવાજ કર્યો નહીં. કાન-નાક કાપી વિમળ પિતા પાસે આવ્યો. પિતાજી! કાન-નાક કાપી લીધાં. તે માણસ ખરેખર મરી ગયો છે. માણસનું શબ પડેલું છે. પિતા પુત્રે હવે તદ્ન નિશ્ચિત થઈ ગયા. ધનના ઘડા-ખાડામાં ગોઠવી દીધા. ઉપર માટી ઢાંકી દઈને ખાડો પૂરી દીધો. તેના પર નિશાન કરી બંને પોતાના ઘરે આવ્યા. ધનની હવે સલામતી છે. તેથી તેઓના મનમાં હવે કોઈ શંકા ન રહી. શેષ રાત્રિમાં બંને સૂઈ ગયા. શેઠ ગાડું લઈને ગયા પછી. કાન નાક કપાયેલો તે ધૂર્ત ઊઠયો ધનનાં ઘડા ખાડામાંથી કાઢી લીધા. ઘનની લાલચ ખાતર ધૂર્ત કાન-નાક જવા દીધાં. અસહૃા પીડાને પણ ગણકારતો નથી. વળી વિચારે છે કે કાન (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨06 Page #249 -------------------------------------------------------------------------- ________________ નાક ભલે ગયા, પણ પાસે જો ધન હશે તો જગત જી-જી કરશે. જયાં જઈશ ત્યાં લોકો આદરમાન-બહુમાનથી બોલાવશે. કાણો કૂબડો-લંગડો જો ધનવાન હશે તો જગત તેમની વાહ વાહ કરશે. તેની પૂજા કરશે. વળી રૂપ ન હોવા છતાં રૂપના વખાણ કરતાં હોય છે. વળી જયાં જાય ત્યાં સહુ તેમના હાથ પકડી પરાણે ઘરે લઈ જાય છે. ડગલે પગલે સન્માન પામતા હોય છે. કાન-નાક ગયા પણ દ્રવ્ય તો ધણું મળ્યું. ધન મળતાં, હરખાતો ધૂતારો ખાડામાંથી બધાજ ઘડા લઈને વળી, ખાડો જેમ હતો તેમ માટીથી પૂરી દીધો. દ્રવ્ય લઈને ઘર ભેગો થઈ ગયો. ધૂર્ત ઠગ વગેરેના ધન કયાં જાય ? ભોગ વિલાસમાં ! ઘણું ધન મળતાં ધૂર્ત વેશ્યાને ત્યાં પહોંચી ગયો. વેશ્યા પણ કદરૂપો હોવા છતાં ધનવાન છે ને ! તેને આવકાર્યો. ધૂર્ત વેશ્યાને ત્યાં ધન આપી ભોગ વિલાસમાં પડ્યો. ધનવાન છે જાણી તેની પાછળ મિત્રો બની બીજા પણ કેટલાક ફરવા લાગ્યા. પરદ્રવ્યથી મોજ માણવામાં શી કમીના હોય ? હવે આ બાજુ શેઠને ધનની જરૂર પડી. ને વળી જયાં ધન સંતાડ્યું હતું, ત્યાં બાપ દીકરો સ્મશાને પહોંચી ગયા. નિશાન કરેલી જગ્યાએ જઈ ખાડો ખોદવા લાગ્યા. ઘણો ઊંડો ખાડો ખોદવા છતાં ધનનો એક પણ ઘડો ન મળ્યો. પણ કયાંથી મળે ? હોય તો મળેને ? ‘જયાં લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી’ ધન ન મળતાં બંને જણા ત્યાંને ત્યાં મોટી પોક મૂકી રડવા લાગ્યા. ધન ન જોવાથી અતિશય દુઃખ થયું. તે દુઃખને સહન ન થતાં બાપ ત્યાં ને ત્યાં મૂર્છા ખાઈને ઢળી ગયો. પુત્ર રડતાં રડતાં પિતાને પાંદડા વડે પવન નાંખતા ભાનમાં લાવ્યો. બંને ગાડામાં બેસી ઘરે આવ્યા. રાત્રિની ઊંઘ વેરણ બની ગઈ. સારી રાત બંને ન ઊંઘી શકયા. રાત્રિ જાગરણમાં ગઈ. સવાર પડી. શાસ્ત્રોમાં કહ્યું છે કે પૈસો તો માનવનો અગિયારમો પ્રાણ છે. ધનપ્રાપ્તિ વેળા એ માંદો જન સાજો થઈ જાય છે. ધનના હરણે તો જીવતો માણસ પ્રાણ ગુમાવી દે છે. આ છે ધન ઉપરની લાલસા. ધનની ચિંતાએ પિતા પુત્રનું ખાવાનું હરામ થઈ ગયુ. ગયેલું ધન શી રીતે પાછુ મેળવવું ? તેની ચિંતામાં છે. વિમળે પિતાને કહ્યું - પિતાજી ! રત્નગાર - બોલ બેટા ? વિમળ - પિતાજી શું કરવું ? ધન લઈ જનાર ચોર ને શોધવો જ પડશે. રત્નાગાર-દીકરા ! હું કહેતો હતો કે ધન લાલસામાં રાત્રિએ કેવા માણસો ફરે છે. પૈસા માટે નાક કાનની પણ પરવા કરતાં નથી. આપણા ધનનો ચોર જે હોય તે પણ નિશાની તેની મોટી છે. તે જલ્દીથી પકડાઈ જશે. નાક-કાન વગરનો જે હોય તે જ આપણું ધન લઈ ગયો છે. બંને એ નક્કી કર્યુ કે ચોરને પકડવાનો સરળ ઉપાય છે. બીજુ જોર ત્યાં કામ નહીં આવે. ને બીજા માણસો ઉપર આપણું કાંઈ ચાલશે નહી. હાલ તો ચોરને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २०८ Page #250 -------------------------------------------------------------------------- ________________ પકડવાનું કામ પહેલું પછી બીજા કામ. આ પ્રમાણે વિચારી બાપ-દીકરાએ નગરની હવેલી, ચોક, ચૌટા, હાટ, શેરીઓમાં તપાસ ચાલુ કરી. આ વાત નગરના રાજાને કરી. રાજાએ નિશાનીઓ આપી ચારે કોર તપાસ કરવા માણસો મોકલ્યા. નગરમાં તપાસ કરતાં ગણિકા-વેશ્યાને ત્યાં રાજાના સેવકોએ નાક-કાન વગરનો ચોર પકડી પાડ્યો. રાજદરબારમાં ચોરને હાજર કર્યો. રાજાએ પૂછયું રે ! મૂરખના સરદાર ! તું ધનવાન કેવી રીતે બન્યો? ધન કયાંથી મેળવ્યું? ચોર તો રાજાની વાત સાંભળી હસવા લાગ્યો. હસતાં હસતાં કહેવા લાગ્યો -મહારાજા ! આ શેઠનું ધન મેં લીધુ છે. રાજા - કેમ! અલ્યા હરામનું ધન લીધું ને મન માની ઉજાણી કરવા લાગ્યો છે. હસતાં હસતાં જવાબ આપે છે. તને શરમ નથી આવતી કે હું કયાં અને કોની સામે બોલુ ? ધૂર્તચોર - મહારાજ! મહારાજ મેં હરામનું ધન લીધું નથી. તેની ભરપૂર કિંમત ચૂકવી છે. મેં માલ સાટે મૂલ્ય પણ દીધું છે. રાજા - રે મૂરખ ! માલ આપ્યો છે? શી કિંમત ચૂકવી છે? ધૂર્તચોર - રાજનું! મારા જીવિતના આધારભૂત અને મારા શરીરની શોભારૂપ નાક-કાન કાપી આપ્યા છે. પછી મેં ધન લીધું છે. હજી પણ તે મારી મૂલ્યવાન જે વસ્તુ કાન અને નાક જે રીતે હતી તેવી સ્થિતિમાં પાછી સરખી કરીને આપે તો, શેઠનું સઘળું ધન હું પાછું આપી દેવા તૈયાર છું. આમાં મારો બીજો કોઈ જ વાંક કે ભૂલ નથી. ધૂર્તચોરની વાત સાંભળી રાજા ઘડીક તો મુંઝાયો. શેઠ અને તેનો દીકરો વિમળ તો દિમૂઢ થઈ ગયા. સભાજનો તો જવાબ સાંભળી તાજુબ થઈ ગયા. વળી બોલવા લાગ્યા. બીજાનાં નાક-કાન કપાય જ કેમ ? પૈસા પાછા આપવા છતાં પાછા હતા તે સ્થળે નાક-કાન કેવી રીતે ગોઠવાય? તરેહ તરેહની વાતો ચાલવા લાગી. રાજા તો કહેવા લાગ્યો કે તમે બંને-ધૂર્ત સરખા છો. તો અમે શું કરવાના? પુત્રને લઈને શેઠ પણ રડતો ઘેર પહોંચ્યો અને ધૂર્ત વેશ્યાને ઘરે ગયો. દાસી મુખેથી ધૂર્તની વાત સાંભળી પદ્માવતીને કહેવા લાગી-ચિત્રપટમાં રહેલાં ચિત્ર ઉપર સ્નેહ ધરશો નહીં. આ પ્રમાણે દાસી રાજકુંવરીને સમજાવતી, વાત વિનોદ કરતી. આ ત્રીજા ખંડની પાંચમી ઢાળ પૂર્ણ કરતાં વીરવિજયજી કહે છે કે હવે પદ્માવતી શું કહેશે? તે સાંભળવા તમે સૌ કોઈ ઉત્સુક રહો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २०८ Page #251 -------------------------------------------------------------------------- ________________ -: દુહા - કુંવરી કહે સખી સાંભળો, વાત કહી તે સાર; પણ જાણ્યા વિણ શું કરે, મુજ મન કેરો વિચાર /૧ ધૂરત તો ફરતા ઘણા, ધૂતે બાલીશ લોક સજન રવિ દર્શન વિના, મુજ ન હસે ચિત "કોક. મરા નારી ચઢિની આગળ, ધૂર્ત કળા અપ્રમાણ; મહિલાએ મહિતળ વચ્ચે, રોળ્યા જાણે અજાણ. all તેમાં પણ સુશીલા સતી, બુદ્ધિમતી જે તા; કનક કસોટીસે ઘસે, વરસતાં સંસાટ જેમ જગ રુપવતી સતી, ધૂર્તાકિ સંયોગ; યોગી કર્યા જણ ચારતે, આપ વરી સુખભોગ. //પી. કહે સખીઓ અમને કહો, બુદ્ધિ પ્રપંચ વિચાર; પદ્માવતી વળતું કહે, તેહ તણો અધિકાર સળી ૧ - કોક પક્ષી. સ્ત્રીચરિત્ર - દુહા :ભાવાર્થ : સખીની કથા સાંભળી. પદ્માવતી સખીઓને કહે છે - હે સખીઓ! તમે પણ સાંભળો. ધૂર્ત અને શેઠની વાત કહી, તે બરાબર છે. પણ મારું મન તો તે બે પરદેશીને મળવા ઉત્સુક છે. જગતમાં બધા જ ધૂર્ત, ઠગ, દુર્જન હોતા નથી. સખી! સજ્જનો ધણા હોય છે. આ બંને પરદેશી સજ્જન છે. મને તેમના પ્રત્યે માન છે. સૂર્યદર્શન વિના કોકપક્ષી આનંદ પામતું નથી. તેમ સૂર્યરૂપી પરદેશીને જોયા વિના કોકપક્ષી રૂપી મારું મન આનંદ પામશે નહીં. રે સખી ! મને હસતી રમતી જોવી હોય તો તે પરદેશીને જલ્દી બોલાવી લાવો. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૨૧0 Page #252 -------------------------------------------------------------------------- ________________ ધૂર્તની કથા સાંભળી સમજાય છે કે ધૂર્ત બહુ જ હોંશિયાર ને ચાલાક હોય છે. પણ.. સખી.. તું સાંભળ ! આ જગતમાં સ્ત્રી-ચરિત્રની આગળ ધૂર્ત કળા નિષ્ફળ જાય છે. આ જગતમાં સ્ત્રીઓએ ભલભલા રાજાઓ, ઋષિઓ, મહારથીઓને રોળી નાંખી રઝળતા કરી નાંખ્યા છે, ભરમાવ્યા છે. જગતનો સર્જનહાર બ્રહ્મા પણ સ્ત્રી ચરિત્રને પીછાની શકયા નથી. વળી વિક્રમ રાજા પણ સ્ત્રીને ઓળખી શકયા નથી. તે ઉપર તમને કથા કહું તે સાંભળો. આ જગતમાં એક મહાસતી, સુશીલા હતી. તે શીલ અને સદાચાર પાળતી, બુદ્ધિશાળી સ્ત્રી હતી. આ સંસારમાં કહેવાય છે કે કસોટી પથ્થર પર ઘસતાં સોનું વધારે તેજવાળું થાય તેમ આ મહાસતી સ્વરૂપવાન હોવા છતાં શીલ પાલનથી વધારે સ્વરૂપવાન લાગતી હતી. આવા પ્રકારની શીલવાન સતી ચાર ધૂતારાનો યોગ થતાં ચારેયને બાવા બનાવીને મહાસુખને પામી. પદ્માવતીની વાત સાંભળી સખીઓ કહેવા લાગી - હે સખી! એ સતી શીલવતી કોણ? જે બુદ્ધિશાળી પોતાની બુદ્ધિના પ્રયોગથી ચાર યોગી કર્યા. કહો તે મહાસતી કોણ? સખીઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી પદ્માવતી તે મહાસતીની કથા કહેવા લાગી. -: ટાળ-છઠ્ઠી :(સખેરે મેં સખારી કોણ જગતકી મોહની. એ રાગ) સુણ હો સખી લખી વાત પુરાણી ગ્રંથમે, સતી કુમતિ ભેદ વિનોદ, બડા ગુણ પંથમેં હાં હાં બકા. મેરી જાન બત્ર ગુણ પંથમેં. એ આંકણી. કુડકપટકી બાતમે, દૂષણ ડોલતે; વિધિ ઓટ નિષેધ, ભત ન એકાંતે બોલતે.. ાં ાં ભક્ત. ૧al વિશ્વપુરે ગુણસાગર, નામ શ્રેષ્ઠી સુતા, ગુણવંતી ગુણાવળી નામ, સતીવ્રત અભૂતા. હાં સતી; રુપ અનૂપ નિહાળતા, તસ લધુતા ભઇ; મેના ઔર રંભા, ઉર્વશી, ઉર્ધ્વ ગતિ ગઇ હાં. ઉર્ધ્વ મે. ટેરો રાજપુર ધનવંત, શેઠ સાસ; જશવંતકુમાર કે સાથ, ગમે સુખ વાસસ, હાં. ગ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ આવતે; હાં રહે.. || દેખતે; નરેન્દ્રકી ચોટ, ઉસી. માલણ દૂતી કે સંવ કહાવતે, સાથ, સા નિધાસે ન જોવે તાસ, તથાપિ ઇહાવતે. હાં.. ત.. થાપિ..મે.. ॥૪॥ આપકે દેશ જવાકી તૈયારી જબ રહે; સોય તામ કહાવે તાસ, અબે તું ક્યાં રહે ? ..હાં અબે.. મરણો પર તુજ, ધત માલ તુજ દીયો.. હાં.. આજ મુકામે કરી નહિ તો અમ સાથ ચલો, સુણી કરી, સા ચિંતે એકદિન તસ ગુણાવળી લગી ગેહ ઉતારા કામ પ સાથવાહ, હતું દૂતીકા વયણ કામી નર અંધ ન દેખે, વાસર તાસ, એસા بته મેં વિચારી ઉસેં કહો ધારી કીધ, હે રૂપવંત, સાંઢ ઉપર સો કહે ઝાલી સી વાત, ધનાભિધ ખટ્યાસ એમ, દ્રવ્ય યું જાય માલણ સાથ હુઓ શેઠ ખુશી સુણ વાત, ગુણાવળી, દૂતીને વિર્સજી ગેહ, ઉસે ભેળી સાંઢ ચડી ભલે શેઠકુ ચલનેકી સિતાબીસે; ઝાંઝર એક ભૂલ ગઇ.. હાં.. ઓ નેઉર વિણ ત ચલુંગી, તુમ લાઓ ગયા તસગેહ, પીછેતેં ક્યા હુઇ હઠ દેખી વનમધ્યે એક સા કેરે બાણે વિધાયો, ચઢી લગામ તકર, વિધાર્સે પર મોહતે; હાં.. દૂતીકુ તે... વા; ને નિશા; હાં..વા.. ફૈર ના કરે; ઉચ્ચરે. હાં.....મે.. ॥૬॥ સમે, હાં..ય.. આઊંગી નિશા ચલ્યો સંધ્યા સમે, તમન યક્ષ ભઇ, ..εi મોં વિસ્તૃત રાગ દા હલકારી, જોરું, મીલી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २१२ .. દેખી ધરી; સુંદરું મારગ કીયો, ધત મે. ીપી .. ગઇ; ..મેં.. રાગી હુઇ; માં.. જઇ; હાં..પી..મેં.. લા કરી; ..હાં..ય.. સંચરું; હાં..મેં.. llll Page #254 -------------------------------------------------------------------------- ________________ બોલે સતી મન વાંછિત, ભાગ્યદશા ફળી; હીરા માણેક મોતી ભર્યા, તુમસે પ્રીતિ મળી, ાં.તુમ.. એક પુર પરિસરે વતત, હઠ વિસામતી, દઇ વિશ્વાસને ભોજન, કારણ ભેજતી. હાં.કા.મેં. //holl વનપાલક તે દેખી વદે, નૃપ આગળ, યુવતી રૂપવતી ભરીધન, એકલી ભાગોળે, હાં.એ. લપટીરાય સદ્રવ્ય, નારી અણાવટી, કરભી સહ ભૂપમેં બોલે, હસંત પડી રહી. .હંસ. ૧૧ તુમ સ્વયંવર તરણકું, હજુ ઇાં આવીયા, તુમ કાયકુ સેવક સાથ, હમકુ બોલાવીયા. હાં ..હમ.. મંદિર છે ઉતારી, ખાન પાન મોકલે; મત મેળણ ખેલવા તાકુ, બોલા વતસે ચલે. હાં.બો. /૧રી બોલે સતી રહો દૂર, મેરી બાતે સુણો, કામદેવ કે મંદિર યાત્રા, કરણકુંજાવો, હાં..ક. તુમ મુખ દર્શન સુખભર મેં પાયા સહી; જઇ રાજપુરે સોય મંદિર, પંજુ ખડી રહી... હાં હૂં મેં. ૧all કોટિ મૂલ્ય તુમ ભૂષણ પહેરી જાવણા, કરી પૂર્ણ અભિગ્રહ શીધ, પીછે ડાં આવણા. હાં.હાં. માલ સહિત કરભીકું. ઉાં કરણી ખડી, કામદેવ ચરણરજ તિલક, કરું પાયે પડી. ાં. ક. ૧૪ll રાય સુણી તિજ સૈન્યકું સાથે મોકલે, કરભી કરી અગ્ર, સુખાસંત બેસી ચલે.. હાં.સુ. રાજપુરી નગરી, વનસેતા ઉતરે; કરભી ભૂષણ સુગુણાવળી, ગઇ તિજ સાસરે. હાં.સુ.મેં ૧૫ll સૈન્ય વિલક્ષ જઇ, નૃપને કહેતા વળી, તમે સાસરવાસો કરીને, તસ ઘરે મોકલી.. હાં.તસ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ રાજ તજી તસ મોહે નૂપ યોગી થયો; રાખ ચોળી ધરી કર ઝોળી વતે ચર્સે ગયો. હે. વને. મેં. ૧છો. ભોજન લાવત ચોર ન દેખી સા વને; તવ રાગે વાહ્યો તે પણ, વન યોગી બને. હાં.વા. સાર્થપતિ લઇ ઝાંઝર, દૂતી હાથસે, વન મધ્ય નિહાળી શોકે, ભયો તે અનાથસે. હાં.ભયો. મેં તેની દૂતીકુ ઇ ઝાંઝર તે રોતે ગયે, નિજ અંગ વિભૂતિ લગાયે દુખે યોગી ભયે..હાં. દુખે.. તારી ગઇ સુણી તસ ‘ધવ વૈરાગ્યે ભળ્યો; શગડી ધરી હથ જયંત, યોગીશ્વર થઇ ચાલ્યો.. હાં.યો. મે. ૧૮ ચાર યોગી થઇ ગામ, વને ફરી તે ફરે, એક દિત વન સરોવર પાળે, તે ભેગા મળે. હાં.તે. પાય પડી એક એકકુ, અલ્લેક બોલતે, યોગી કુળ કેર મંત્ર વિભૂતિકા ખોલતે.હાં.વી..મે. ૧ ધૂણી લગાઇ સખાઇસે, રોટી પકાવતે, કેળપત્ર શંકોરે દાળસે, ભોગ લગાવતે.હાં.ભો. હોકા પાણી લેકર, ગાંજા ચડાવતે, ભાંગકો કાઢી કરી, એક એકકુ પાવતે..હાં.એક.મા. ૨૦ બાત કરતાં ભાઇ, યોગ તુહે ક્યું લીયા, કોણ ગુર મિલિએ, સા એ નામ સુહાસ દીયા. હાં.સાએ.. સાર્થપતિ કહે ભાઇ, મળી એક બાળકા, હીરા માણેક મોતી લે ગઇ, તવ ધરી ઝોળીકા.હાં.તવ..મે ર૧] ઘકા નખ્ખોદ વાળકર, ભસ્મ, લગાવતે, તેણે નામ તો પૂરી કરી, દુનિયા ગાવતે..હાં.. નારીસે ત્રાસત નાસત ઘર ઘર રાવતે, માઇ માઇ કહી કરી, ભીક્ષા લેકર ખાવતે.હાં.ભી.મેં //રરા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ ચોર કહે મેં શોર કરું, કેઇ નામે, મુને મોહ લગાઇ ખરાબ, કિયા સંસામે..હાં.કિયા. કરભીકે ઉપર પૈસા ભરેલા લે ગઇ, વિશ્વાસે ભગાડી યોગીપણા, હેમ દેખી ગઇ..હાં.હમ..મેં સી રાય ભણે સુણ ભાઇ, અમે તો રાજીયા, ઓઇ તારી ગઇ લેઇ કોડિ, સું તો લાજીયા. હાં.હસું. સૈન્ય સુભટ જોતાં ગઇ, સાસર મોજમેં, હમ યોગી હુઆ, તસ મોહે હું રણઝમેં..હાં.તસ.મેં ૨૪ll ચોથે બિયારે તારી મળી, મુજ મહાસતી, ભણે સોય સુણો હમું, યોગી હુવા તારીવતી,..હાં.યો. એમ કહી ઉઠી જયંત, તિજાર જાત, સતી નારી ગણાવળી સાથ, પ્રેમ મીલાવતે. હાં..છે. રિપો સગુરુ પાસે ધર્મ સુણી વ્રત પાલતે, હોય uતી ગુરુગુણ ભક્તિએ, સ્વર્ગે સિધાવતે, સં.સ્વ. ત્રીજે ખંડે ઢાળ એ, છઠ્ઠી સંવરી, શ્રી શુભવીર વિનોદ, વચન રસ મંજરી. વચન..જો.. છો ૧-ઉટડી ર-ધણી-પતિ શ્રેષ્ઠી કથા ઘણાવળી -: ઢાળ-૬ : ભાવાર્થ પદ્માવતી કહેવા લાગી - હે ! સખી સાંભળ”! પુરાણા ગ્રંથમાં કોઈ જ્ઞાનીએ કથા લખી છે. સતી-અસતીના તેમાં ભેદ દેખાડ્યા છે. સતી સ્ત્રી પોતાના શીલના પ્રભાવે જગતમાં પૂજાય છે. જેમકે સુલતા-ચંદનબાળા-મૃગાવતી-સીતા-દ્રૌપદી-દમયંતી-આદિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ મહાસતીઓ. તો અસતી સ્ત્રી અબ્રહ્મના સેવનથી જગતમાં નિંદાપાત્ર ગણાય છે. જગતની સ્ત્રીઓ વિચાર, વાણી, વર્તન, વ્યવહારથી પોતાની જાતને પ્રકાશિત કરે છે. ગુણીજનોના માર્ગમાં સહજભાવે સતી સ્ત્રીઓ જોવા મળે છે. આ સંસાર કુડપટ, માયા, પ્રપંચથી ભરેલો છે. તે થકી દુર્જનો હરખાય છે. ' પરમાત્મા પણ વિધિ અને નિષેધની વાત એકાંતે બોલતાં નથી. ટૂંકમાં ધર્મમાં જે માયા કરવી પડે તે માયા નથી. અને કયારેક કુડકપટ, પ્રપંચ કરવા પડે તો તે કપટ નથી. એકાંત નિષેધ નથી. જેમકે શ્રાવકના વ્રતમાં બીજું વ્રત છે. તેમાં કહ્યું છે કે વિધિ સત્ય બોલવું તે છે. જયારે તેમાં નિષેધઅસત્ય ન બોલવું. છતાંયે પ્રસંગોપાત્ જંગલમાં જતાં માર્ગે શિકારી મળી જાય અને પૂછે કે હરણિયું કે બીજો શિકાર જતાં જોયો છે? ત્યારે જવાબમાં ના પાડે, તો ત્યાં વિધિ અને નિષેધનો બાધ આવતો નથી. જે અસત્ય બોલાયું છે તે જીવ હિંસા ન થાય માટે.. તે જ રીતે અભય કુમારની વાત. વિધિ - રાજાનું વચન યથાર્થ પાળવું જોઈએ. નિષેધ - માતાનો વધ ન કરાય. આ બંને સાચવવા જતાં અભયકુમારે બુદ્ધિનો પ્રપંચ (કુડકપટ) કર્યો તે વિધિ-નિષેધને બાધ ન આવે તે રીતે કામ કર્યું. માતાને બચાવી લીધી. અને પિતાનું વચન પણ યથાર્થ કર્યું. પદ્માવતી કથા કહેવા લાગી. વિશ્વપુર નામે નગર છે. જેમાં ગુણસાગર નામે શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીને ગુણવાન, રૂપવાન અને શીલ સદાચારથી શોભતી ગુણાવળી નામે કન્યા હતી. જેનું નામ તેવાજ ગુણો તેનામાં હતા. ઈન્દ્રની રંભા અને મેના આદિ અપ્સરાઓના રૂપને હરાવે તેવું અદ્ભત રૂપ હતુ. તેથી રંભા મેના વગેરે લજજા પામીને દેવલોકમાં ચાલી ગઈ. વળી તે દેશમાં રાજપુર નામે નગર હતું. ત્યાં ધનવાન ધનવંત શ્રેષ્ઠી હતા. તે શ્રેષ્ઠીને જયવંત નામે ગુણવાન પુત્ર હતો. ગુણાવળીના લગ્ન જયવંત સાથે થયા. પિયર ત્યજી સાસરીમાં વસતી ગુણાવળી સ્વામી જયવંત સાથે દેવી સુખો ભોગવતી હતી. પુણ્યશાળી જીવો સુખમાં પણ પરમાત્માને ભૂલતા નથી. ગુણાવળી પરમાત્માના પ્રરૂપેલા અહંદુધર્મને આરાધતી દિવસો વિતાવે છે. આ નગરમાં ધંધાર્થે ધન નામનો કોઈ એક સાર્થવાહ પોતાના કાફલા સાથે આવ્યો. ચૌટામાં હાટડી રાખીને વેપાર શરૂ કર્યો. વેપારી પરદેશી હતો. જયવંત પણ વેપારી હતો. તેથી આ ધન વેપારીને પોતાના ઘરે ઊતારો આપ્યો. આ નગરમાં વેપાર કરતાં ધનને છ મહિના થઈ ગયા. જયવંતે આપેલા આવાસમાંથી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુણાવળીને રોજ જોતાં મોહાંધ બન્યો. ગુણાવળીને નજરે જોતાં છતાં પણ અહીંથી જવાનું નામ લેતો નથી. કામથી પીડાતો શેઠ દિન પ્રતિદિન વધુને વધુ કામાસકત બનતો ગયો. ગુણાવળી સતી સ્ત્રી છે. સૌંદર્યની પૂતળી ગુણાવીળીને કાંઈજ ખબર નથી. રૂપ પાછળ ઘેલો બનેલો ધન પોતાની મેલી મુરાદ પૂરી કરવા ઉપાય શોધવા લાગ્યો. ઉપાય હાથ લાગતાં જ પોતાને ત્યાં ફૂલ આપવા આવતી માલણ ને સાધી. માલણ તે ફૂલો લઈને ગુણાવળી પાસે જવા લાગી. ધનસાર્થવાહે લજ્જા મૂકી મનની વાત માલણને કહી દીધી. તેણી તેને નજરે જોતી પણ નથી. તો પણ તે તેણીને ઈચ્છતો હતો. માલણને લાલચ પણ આપી. લાલચ થકી લલચાયેલી માલણ દૂતી બની. ગુણાવળી પાસે પહોંચી. બુદ્ધિશાળી માલણે યુકિતપુર્વક આ યોજના પાર કરવા ગુણાવળી પાસે આવીને ફુલો મૂકીને મીઠી મીઠી વાતો કરવા લાગી. તેના દુષ્ટ ભાવને ન જાણતી ગુણાવળી માલણની વાતો સાંભળતી થકી થોડા દિવસો ચાલી ગયા. ચતુર માલણે જાણ્યું કે હવે ગુણાવળીને ધનશ્રેષ્ઠીની વાત કહેવામાં વાંધો નથી. તે એક દિવસ ધનનો સંદેશો ગુણાવળીને કાને સંભળાવી દીધો. નિર્લજજ ધન જયવંતના ઘરે રહીને તેનું અનાજ ખાતો નિમકહરામ બન્યો. જવાનું તો નામ જ દેતો નથી. હંમેશાં માલણ થકી અવનવા સંદેશા કહેવડાવતો અને ભેટ સોગાદો મોકલતો ગુણાવળીને પોતાની કરવા પાકો લુબ્ધ બન્યો. નિત્ય સમાચાર સાંભળતી ગુણાવળી એકદા વિચાર કરવા લાગી કે મારા રૂપ પાછળ પરદેશી સાર્થવાહ પાગલ બન્યો છે. પણ બિચારાને ખબર નથી કે પરિણામ શું આવશે? રોજના સંદેશા સાંભળી ગુણાવળીએ નિર્ણય કર્યો કે આને પણ પાઠ ભણાવવો પડશે. શીલના રક્ષણ માટે સતી ગુણાવળી સાવધ બની ગઈ. હવે તેની આવાસની બારીએ પોતે દેખાય નહીં તે રીતે પોતાના આવાસમાં રહેવા લાગી. ત્યારે માલણે આવીને કહ્યું - “તમે કેમ હમણાં બારી કે બારણા પાસે દેખાતા નથી ? શેઠ સંભારે છે. તો આજે મારી સાથે તેમના આવાસે ચાલો. તમારા દર્શન વિના તે મનથી તદ્ન મૂંઝાઈ ગયા છે. ગુણાવળી વાત સાંભળી આશ્ચર્ય પામી કે રે નિર્લજ્જ! અમારા ઘરનું ખાઈને અમારું બગાડવા નીકળ્યો છે. માલણ તો ગુણાવળીના ભાવ વાંચી વળી આગળ બોલવા લાગી. શેઠાણી ! તે શેઠ તેમના ધનદોલત તમને આપી દેવા તૈયાર છે. તમે મારી સાથે ચાલો. એકવાર તો ચાલો. માલણની વાતો સાંભળી ગુણાવળી વધારે વિચારવા લાગી. “ખરેખર! આ શેઠની બુદ્ધિને ઠેકાણે લાવવી પડશે. રે! નીચ! અધમ ! કામાંધ બનેલા માણસો દિવસ રાત જોતા નથી. શાન ઠેકાણે લાવવા તેનું સઘળું ધન હરી લઉં. તેથી ફરીથી મારું નામ ન લે. માલણ વળી આગળ કહેવા લાગી-મારી વાત માનો. તે શેઠ તો તેના દેશમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે. તમે એકવાર તો ચાલો. આજે તમે મળવા નહી આવો તો તે મરવા તૈયાર થયો છે. મેં કહ્યું કે હું તે શેઠાણીને લઈ આવીશ. તમે મરી ન જાઓ. તેથી આ બિચારા શેઠ માટે એકવાર તો તેની હવેલીએ આવો. ગુણાવળીને પણ ઉપાય સુઝતાં માલણને કહેવા લાગી - અરે બાઈ ! શેઠને જઈને કહો કે તમે મરશો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ નહી. રાત્રિને વિષે જરૂર આવું છું.” ગુણાવળીની વાત સાંભળી ઘણો ખુશી થયો. માલણ પણ ખુશ થઈ. ઘનસાર્થે આખો દિન જેમ તેમ પૂરો કર્યો. સંધ્યા સમયથી ગુણાવળીની રાહ જોતો બારણે આંટાફેરા ફર્યા કરે છે. પોતાના દેશ જવાની તૈયારી કરી લીધી. જયારે ગુણાવળીએ પોતાના પતિને કહ્યું કે આજે સંદેશો મારા પિયરેથી આવ્યો છે તેથી હું આજે મારા પિયર જાઉં છુંઆ પ્રમાણે કહીને તે ઘન સાર્થવાહના ઘરે જવા નીકળી. સમય થતાં માલણ તેડવા આવી. માલણની સાથે ગુણાવળી તૈયાર થઈને પિયેરના નામે શેઠના ઘરે આવી. સંકેત અનુસાર ગુણાવળી પક્ષના મંદિરે પહોંચી. શેઠ પોતાનું સઘળું દ્રવ્ય લઈ સાંઢણી ઉપર સવાર થઈને યક્ષ મંદિરે આવી ગયો. ગુણાવળીએ માલણને રજા આપી રવાના કરી દીધી. અને શેઠની સાથે સાંઢણી હતી તે સાંઢણી પર સવાર થઈ ગઈ. શેઠ તો બિચારો પગે પગે ચાલ્યો આવ્યો છે. શેઠને વાતોમાં એવો ચડાવ્યો કે વાતમાં તલ્લીન બની ગયો. કામાંધ માણસોની બુદ્ધિ બહેર મારી જાય છે. ગુણાવળીની વાત સાંભળતાં જ એકદમ ગુણાવળી સાંઢણી થોભાવી દીધી અને કહેવા લાગી. ગુણાવળી -રે શેઠ ! હું તો અહીંથી આગળ નહીં ચાલું. શેઠ સાંભળી ડઘાઈ ગયો. બોલ્યો - રે દેવી ! અહીં આટલે આવી ગયા. હવે કેમ આવું બોલો છો? મારું નગર દૂર નથી. શેઠાણી - ના! હું અહીંથી નહીં આવું! ધન - પણ શું બન્યું કે ના પાડે છે? ગુણાવળી - શેઠ ! હું મારા પગનું એક ઝાંઝર ઊતાવળમાં પહેરવાનું ભુલી ગઈ. આ એક ઝાંઝરે તમારે ત્યાં નહીં આવું. શેઠ ધન સાર્થવાહ - રે! દેવી ! એ ભુલી ગયા તો જવા દો. હું તને બીજા દસ લઈ દઈશ. ગુણાવળી - મા! મારે તો આજે જ જોઈએ. ઊતાવળથી નીકળીને તે મારું ઝાંઝર મારા દિવાનખાનામાં પલંગ ઉપર પડ્યું છે. શેઠ! તમેજ લઈ આવો. હવે શેઠ સાર્થવાહ મુંઝાયો. વળી રસ્તો કાઢ્યો. શેઠ - તારા દિવાનખાનામાં છે તો હું મારા માણસને મોકલી કાલે સવારે મંગાવી લઈશ. ગુણાવળી - ના! તમે જ જાતે જઈને મારું ઝાંઝર લઈ આવો. સ્ત્રી હઠ લઈ બેઠી. મુખ સુધી કોળિયો આવ્યો અને પાછો ગયો. શેઠ ધન વિચારી રહ્યો છે. શું કરું? જો ન જાઉં લેવા તો તે અહીંથી ખસતી નથી અને જો જાઉં તો... (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) । द्रोपर रातो ) ૨૧૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ છતાં ગુણાવળીમાં લુબ્ધ બનેલો શેઠ ઝાંઝર લેવા જવા તૈયાર થયો. ધન કહેવા લાગ્યો - ગુણાવળી! તું અહીં જ બેસજે હું ઝાંઝર લઈને જલ્દીથી આવું છું ને ત્યાંથી ઊતાવળો ગામ તરફ ચાલ્યો. ધનથી ભરેલા કોથળા સાંઢણી ઉપર હતા. તે ગુણાવળી પણ સાંઢણી ઉપર બેઠી હતી. શેઠની પૂંઠ દેખાતી બંધ થતાંની સાથે જ ગુણાવળી સાંઢણીને આગળ દોડાવી દીધી. મધરાતે ભરજંગલમાં જતી ગુણાવળીને વળી ચોર મળ્યો. ચોરે હાક મારી. ગુણાવળીએ સાંઢણીને ઊભી રાખી. ચોર આવીને સામે ઊભો. માલ ભરેલી સાંઢણી જોઈ ચોર હરખાયો. પણ સાંઢણી અને સવાર ને જોતાં સ્તબ્ધ થઈ ગયો. હવે તેને માલની સામે નજર નથી. ગુણાવળી સામે જોતાં જ વિચારવા લાગ્યો. માલ સાથે સ્ત્રી મળી છે. દુધ દેખી બિલાડો હરખાય તેમ આ ચોર હરખાયો. ગુણાવળીના રૂપ જોતાં ચોર કામબાણથી વિંધાયો. માલ સામેની દ્રષ્ટિ હવે રૂપસુંદરીના રૂપ સામે મંડાણી. ચોર બોલ્યો - હે વનદેવી ! આજે તો મને માલ સારો મળ્યો છે. હું ચોર છું તારા માલને હાથ લગાડીશ નહીં. પણ.. પણ.. આટલું બોલતા ચોરની જીભ થોડી થોથવાઈ. રૂપ જોવામાં, રૂપ પીવામાં પડી ગયો. ગુણાવળી સમજી ગઈ. એકથી છટકી તો બીજો ભટકાયો. અહીં પણ ફસાઈ ગઈ છું. મારા શીલના રક્ષણ માટે યુકિત કરવી પડશે. ચોરને કહેવા લાગી, ગુણાવળી - હે રાજકુમાર ! આ સાંઢણી ઉપર બેસીને મારે આગળ જવા માટે આ રસ્તેથી નીકળી છું. પણ તમે રસ્તામાં મળી ગયા. મારા ધનભાગ કે સથવારો મળ્યો. ચોર વિચારવા લાગ્યો. રૂપ છે તેટલી બોલવામાં પણ છે. વળી બોલ્યો - હે પહ્મણી ! મને પણ તારો સાથ ગમશે. લાવ હું લગામ પકડીને માર્ગે ચાલું તું નિરાંતે બેસ. ગુણાવળીએ વિચાર્યુ મીઠાં શબ્દો સાથે વાત કરતાં કરતાં જંગલ વિતાવી દઉં. તો બેડો પાર. પછી તો ગુણાવળી ચોરની સાથે વાતોએ ચડી. ચોરને પણ વાતો સાંભળવામાં મઝા પડી. ગુણાવળી - પરદેશી ! આજે મારી ભાગ્ય દશા જાગી. આજે તો મારા મનની ઈચ્છા પુરી થઈ છે. ચોર - હે રૂપવતી ! હું તો હંમેશાં ચોરી કરું છું. પણ આજે તને જોતાં મારી ચોરી કરવાની આદત ભૂલી ગયો. મારે તો આજે ચાર ચાર ચાંદ ખીલ્યા છે. આજે મારી ઈચ્છા તારે પૂરી કરવી પડશે. અને ઈચ્છા પૂરી કરવા તું મને જે કહે તે કરવા હું તારો સેવક બની બધું કરવા તૈયાર છું. પણ મને નિરાશ ન કરતી. ગુણાવળી - હે સજ્જન ! (સારા શબ્દોથી નવાજે છે.) તમને નિરાશ શા માટે કરું? હું તો તમારી છું આ મારી પાસે હીરા, મોતી, માણેક આદિ ઝવેરાત જે છે તે પણ તમારું છે. તમને જોતાં મને તો તમારી પર પ્રીત થઈ ગઈ છે. હવે હું તો તમારી જ છું. હું તમને છોડીને કયાંય જવાની નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૧૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ ચોર - સુંદરી ! તો મારી ઈચ્છા પૂરી કર. ગુણાવળી વિચારમાં પડી. ચાલતા ચાલતા જંગલ લગભગ પૂરું થવા આવ્યું હતું. ચોરની વાત સાંભળી ગુણાવળી બોલી ગુણાવળી - તમારી વાત સાચી. તમે મારી વાત સાંભળો, હું ગઈકાલની નીકળી છું રસ્તામાં કયાંય ભોજન મળ્યું નથી. તે કારણ થકી મને ભુખ ઘણીજ લાગી છે. જુઓ ! સામે ગામ દેખાય છે ત્યાં જઈને ભોજન લઈ આવો. ભોજન કર્યા પછી તમે કહેશો તેમ કરીશ. રૂપમાં લુબ્ધ બનેલો ચોર ગુણાવળીની ઉપર વિશ્વાસ મૂકી, ત્યાંથી સડસડાટ ગામમાં ભોજન લેવા ઉપડી ગયો. સતી એ એવો વિશ્વાસ પેદા કર્યો છે કે ચોરને બીજું કાંઈ પણ વિચારવા જેવું રહ્યું નહોતું.ગુણાવળીતો એક વડલાના ઝાડ નીચે બેઠી. સતી વિચારમાં છે. હવે શું કરવું? ચોર ગામમાં પહોંચી ગયો. તેવામાં દૂર રહેલા વનઉદ્યાનના વનપાલકે ગુણાવળીને જોઈ. અપ્સરા જેવી સ્ત્રીને જોઈ દોડતો નગરના રાજા પાસે પહોંચી ગયો. રાજાને વધામણી આપતા કહેવા લાગ્યો - હે મહારાજા ! આપણા ઉદ્યાનની બહાર વડલા હેઠળ કોઈ રૂપાળી સ્ત્રી બેઠી છે. પાસે એક સાંઢણી છે. સાંઢણી પર કોથળા ભરેલો માલ પણ લાગે છે. આવી સ્ત્રી તો મેં કયાંય જોઈ નથી. તેથી દોડતો આપને આ વધામણી આપવા આવ્યો છું. રાજા સ્ત્રી લંપટ હતો. યૌવનવતી સુંદરીની વાત સાંભળી આનંદ પામ્યો. વળતું વધામણીમાં પાલકને દ્રવ્ય આપી રવાના કર્યો. તરત જ પોતાના સેવકને મોકલી સાંઢણી અને દ્રવ્ય સહિત તે સ્ત્રીને આદર સહિત પોતાની પાસે તેડી લાવવા રવાના કર્યો. રાજસેવક નગર બહાર વડલા હેઠે બેઠેલી ગુણાવળી પાસે પહોંચી ગયા. રાજાનો સંદેશો કહી સંભળાવ્યો. ગુણાવળી વિચારવા લાગી. શું કરવું? ઘડીક તો મનમાં હસવું આવી ગયું. સંસારરસિક જીવોની દશા કેવી છે? પળનો પણ વિલંબ કર્યા વિના સેવકની સાથે સાંઢણી સહિત રાજમહેલ તરફ રવાના થઈ. કારણકે ચોરની આવવાની તૈયારી હતી. તેથી તેનાથી બચવા જલ્દી રવાના થઈ. રાજમહેલમાં રાજા સામે આવી ઊભી રહી. રાજા તો રૂપવતીને એકીટસે જોઈ રહ્યો. શું રૂપ છે? કેવી યૌવનવતી છે? વિચારતા રાજાના મુખના ભાવો ગુણાવળી કળી ગઈ. અહીં પણ કામાંધ નજરો દેખાય છે. બચવા માટે ઉપાય વિચારી લીધો. ગુણાવળી - હે રાજન! હું તો અહીં આવવા જ નીકળી છું. સેવકને ન મોકલ્યો હોત તો પણ હું આવવાની હતી. રાજા - રૂપસુંદરી ! તું કોણ? વળી તું કયાંથી આવી? અને કયાં જવાની? ગુણાવળી - મહારાજ ! હું એક માનવ સ્ત્રી છું. આટલું બોલતા સતી ઘણા જોરથી હસવા લાગી. હસતાં હસતાં વળી આગળ બોલી - રાજનું! હું મારા ઘેરથી દ્રવ્ય લઈને આવી છું. હું સ્વયંવરા બનીને આવી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २२० Page #262 -------------------------------------------------------------------------- ________________ છું. હું કયાંયે જવાની નથી. સ્વયંવરા - પોતાની ઈચ્છાથી સામેથી તમને વરવા આવી છું. મારો સ્વીકાર કરો. શા માટે સેવકને મોકલી નાહકની ઉપાધિ કરી. સ્ત્રીની વાતો સાંભળી રાજા હરખાયો. સતીએ રાજાને વિશ્વાસમાં લીધો. રાજમહેલમાં ઊતરવાની વ્યવસ્થા થઈ ગઈ. રાજાએ રૂપસુંદરીને કહાં ચાલો રાજમહેલમાં. ગુણાવળી રાજાની પાછળ પાછળ રાજમહેલમાં જવા માટે ચાલી. રાજસેવકો સાંઢણીને માલ સંભાળી સ્ત્રીની પાછળ ચાલ્યા. રાજમહેલમાં ઊતારો આપ્યો અને બે ચાર દાસીઓ સેવામાં મૂકી દીધી. ખાવા પીવાની જોગવાઈ થઈ ગઈ. જુદા મહેલમાં ગુણાવળી નિરાંતે બેઠી છે. વિચારી રહી છે કે હવે આગળ શું ઉપાય કરવો? આ તરફ રાજા રાજ્ય સંબંધી કામ ઝટપટ પતાવીને ગુણાવળીના મહેલે આવવા ઉત્સુક બન્યો છે. બીજી બધી રાણીઓને છોડી દઈને સાંજ પડતાં ગુણાવળીના મહેલમાં આવી પહોંચ્યો. સતીએ ઊભા થઈને રાજાનું સ્વાગત કર્યું. સ્વાગતનો સ્વીકાર કરતો રાજા સતીને જોતાં જોતાં મહેલમાં પ્રવેશ્યો. પલંગ ઉપર આવીને બેઠો. ગુણાવળી સાવધાન થઈ ગઈ. મહેલના રૂમમાં આંટા ફેરા લગાવતી, રાજાની સાથે વાતો કરવા લાગી. દિવગુરૂ ઉપર અવિચલ શ્રદ્ધા અને શીલના પ્રભાવે સતી સાવધાનપૂર્વક યુકિતથી જાળ બિછાવી રહી છે. ગુણાવળી - મહારાજા ! આટલી બધી ઊતાવળ શા માટે? હું તો સ્વયંવરા બનીને આવી છું. હવે હું કયાં જવાની હતી? રાજા - હે સુંદરી ! હવે તો તારા વિના પળવાર પણ રહી શકું તેમ નથી. રાજ્યના કામો જલ્દીથી આટોપી તારી પાસે દોડી આવ્યો. ગુણાવળી- હે રાજનું! ધીરજ ધરો હું તો તમારી છું ને તમારી રહીશ. વાતો કરતો રાજા પલંગ પરથી ઊભો થઈ ગુણાવળી પાસે પહોચી ગયો. ગુણાવળી ધીરે ધીરે બોલતી બોલતી ત્યાંથી સરકી ગઈ. ગુણાવળી - મહારાજા ! અધીરા ન બનો. મારી વાત સાંભળો. મારું વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી હું તમને આધીન થવાની નથી. મહારાજા - હે મનહરણી ! સ્વયંવરા બનીને મારે ત્યાં ચાલી આવી હવે વ્રત કેવું ને વાત કેવી? ગુણાવળી - રાજન્ ! ઊતાવળથી કામ વિણસી જશે અને જીંદગીભર પસ્તાવું પડશે. રાજા - ના! ના! મારે પસ્તાવું નથી. હે શુભે! તારા અધૂરા વ્રતને હું પૂર્ણ કરી આપીશ. બોલ! જલ્દી બોલ! તારી શી ઈચ્છા છે? ગુણાવળી - મહારાજા! તમારા દર્શન અને સુખરૂપ થયા. તેથી આનંદ ઘણો છે. પણ હું મારા નગરથી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૨૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ નીકળી ત્યારે મેં વ્રત લીધું છે. મારા મનગમતા સ્વામીના દર્શન કરીને આપણા નગરની બહાર કામદેવમહાદેવની યાત્રા-દર્શન કરવાં. પછી તે મહાદેવની પૂજા કરવી. તેમની ચરણરજ થકી કપાળમાં તિલક કરવું. આ અભિગ્રહ તમે પૂરો કરાવો પછી તમારી સાથે સંસારલીલા ભોગવીશ. રાજાને કયાંય અવિશ્વાસ કે આ રાજા વાત સાંભળી તાજુબ થઈ ગયો. સતીએ એવી રીતે વાત કરી શંકા ન થાય. રાજાને તાલાવેલી જાગી છે. જલ્દી વ્રત પૂર્ણ થાય, અને જલ્દી મને સ્ત્રી મળી જાય. રાજાએ કામદેવના મંદિરે જવા તાબડતોબ તૈયારી કરાવી. રથ તૈયાર થઈ ગયો. સાથે રક્ષણ માટે ચુનંદા સુભટો તૈયાર કર્યા. રાજાએ આવીને કહ્યું - હે રૂપસુંદરી ! કામદેવના મંદિરે જવાની તૈયારી થઈ ગઈ છે. જલ્દી ચાલો. ગુણાવળી - રાજન ! મારે વ્રત છે કે હું એકલી જ ૨થમાં જઈશ. આપને મારી સાથે આવવાનું નથી. પણ હું તમારી રાણી આમ સાદી સાદી મંદિરે જાઉં ? મને મૂલ્યવાન કોટિ ભૂષણો તો પહેરવા આપો. પૂજા કરીને પાછા ફરતાં કોટિમૂલ્ય ભૂષણો પાછા લઈ લેજો. કોટિમૂલ્ય હાર પહેરીને કામદેવની પૂજા કરીશ. વળી ગુણાવળીએ કહ્યું - રાજન્ ! મારો અભિગ્રહ પૂર્ણ કરી પાછી આવું છું પણ.. પણ.. મારી સાંઢણી મારા વિના રહેશે નહીં. તો તેને પણ તેના માલ સહિત મારી સાથે મોકલો. રથની આગળ સાંઢણી તૈયાર કરીને ઉભી રાખી. ત્યારબાદ ગુણાવળી રથ સહિત કામદેવની પૂજા કરવા રસાલા સાથે ચાલી. રાજાએ પોતાના પરિવારને આજ્ઞા કરી કે આ નવી સ્ત્રી જે આદેશ આપે તે આદેશનો અમલ કરજો. જે પ્રમાણે કહે તે પ્રમાણે કરજો. તેની આજ્ઞાનું ઉલ્લંધન કરશો નહીં. રાજાએ ગુણાવળીને વિદાય કરીને કહ્યું કે જલ્દી પાછી આવજે. ગુણાવળીએ વળતો જવાબ આપતાં કહ્યું જલ્દી પાછી આવી જઈશ. લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે. સાંઢણી, માલ અને કોટિમૂલ્યવાન આભૂષણો લઈને ગુણાવળી ચાલી નીકળી. સુભટો સાથે પોતાના સ્વામીના નગરે રાજપુરની પાદરે પહોંચી ગઈ. રાજપુર નગરની બહાર વનમાં જ સૈનિકોને ઊભા રહેવાનો આદેશ આપી દીધો. અને પોતે સાંઢણી સહિત સ્વામીના આવાસે પહોંચી ગઈ. વનમાં રહેલા સુભટોએ સ્ત્રીની ધણી રાહ જોઈ. પણ હવે આવે? વિલખા પામેલા સુભટો પોતાને નગરે પહોંચ્યા. રાજાને મળ્યા. રાજા - સુભટો ! નવી રાણી કયાં ? સુભટો - તમે તો તેને બધો સાસરવાસો આપ્યો હતો. તે તો તેના સાસરે ચાલી ગઈ. જે બધું બની ગયું સધળી વાત રાજાને કહી. તે સાંભળી રાજા આશ્ચર્યમાં પડી ગયો. રે ! એક સ્ત્રીએ કેવું કામ કર્યું ? મારું દિલ હરી ગઈ. કરોડ દ્રવ્યનું ભૂષણ પણ સાથે લઈ ગઈ. હું તો બધી રીતે લૂંટાયો. રાજય છોડી દઈ, યોગી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २२२ Page #264 -------------------------------------------------------------------------- ________________ બની રાજા તો ચાલી નીકળ્યો. શરીરે ભસ્મ લગાવી છે. હાથમાં ભીખ માંગવાનું ચપ્પણિયું અને ખભે જોળી નાખી જંગલની વાટે રવાના થયો. મોહ ઘેલો રાજા બાવો બની ચાલી નીકળ્યો. વને વને ગામે ગામ ભટકવા લાગ્યો. ભીખ માંગી ઉદરપૂર્તિ કરવા લાગ્યો. જયારે આ બાજુ ચોર ભોજન લેવા ગયો હતો. તે ભોજન લઈ આવ્યો. વડલા હેઠે ન જોઈ સાંઢણી ન જોઈ મનમોહિની સુંદરી. ભોજન તો હાથમાં જ રહી ગયું. વિચારવા લાગ્યો. કયાં ગઈ હશે ? રાગદશામાં લુબ્ધ બનેલો ચોર પોતાનો ચોરીનો માલ પણ સાંઢણી ઉપર લાધ્યો હતો. સુંદરી ન મળી, માલ પણ ન મળ્યો અને પોતાનું દ્રવ્ય પણ ખોયું. લમણે હાથ દઈ વડલા નીચે બેસી ગયો. મેં જગતને લૂંટયું. મને લૂંટનાર સ્ત્રી પણ મળી. આટલું સમજવા છતાં તે સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો ન થયો. આખરે શરીરે રાખ લગાવી, હાથમાં ઝોળી લઈ યોગી બાવો બની ગયો. નગરની ગલીએ ગલીએ ભીખ માંગતો વન-જંગલમાં ભટકવા લાગ્યો. વળી, જે પેલો ધન સાર્થવાહ સુંદરીનું ઝાંઝર લેવા નગરમાં ગયો હતો. ઝાંઝર લઈને પવન વેગે વનમાં પાછો ફર્યો. સાથે પેલી માલણ દૂતી પણ આવી છે. પણ ત્યાં તો પેલી મનગમતી પદ્મિની ન જોઈ. સાંઢણી પણ ન જોઈ. ચતુર ધનસાર્થ સમજી ગયો. શોક કરતાં ત્યાં ફસડાઈ પડ્યો. કારણકે સાંઢણી ઉપર ભરેલું ઝવેરાત કરોડો દ્રવ્યનું હતું તે પણ લઈને ચાલી ગઈ. પોતે હાથ ઘસતો રહી ગયો. ઝાંઝર માલણના હાથમાં આપ્યું. તે તો પાછી રવાના થઈ ગઈ. સાર્થવાહ હવે શું કરે ? ભીખ માંગવાનો વારો આવ્યો. આ વનમાં શોક ભર્યો વૈરાગી બની ગયો. શરીર પર રાખ લગાવી બિચારો દુઃખ ભર્યો યોગી બની જંગલની વાટે ચાલી નીકળ્યો. રાજપુર નગરમાં ગુણાવળીનો પતિ જયવંત ને ખબર પડી કે પિયર જવાની રજા માંગતી મારી પત્ની પિયર વાટે ગઈ નથી. બીજે કયાંક ચાલી ગઈ છે. તે જાણી જયવંત ધણો દુઃખી થયો. વૈરાગ્ય થતાં જ હાથમાં ભિક્ષાપાત્ર લઈને બાવો બની જંગલની વાટે નીકળ્યો. ચારેય યોગીબાવાઓ વન જંગલ ગામોગામ ફરતાં ભિક્ષા માંગતા ભટકતા, ગામ પાદર વનમાં ફરતા હતાં. ચારેય તે સુંદર સ્ત્રીને જોવા ગામ નગર ફરે છે. પણ સુંદરી કયાંય જોવા મળતી નથી. બિચારા ઘર ઘર ભીખ માંગી જીવન વિતાવે છે. એકદા આ ચારેય યોગી ફરતાં ફરતાં નસીબ જોગે વનમાં રહેલા સરોવરને કાંઠે ભેગા થઈ ગયા. ‘અલખનિરંજન’ ધૂન બોલાવતા સૌ એકબીજા પોતાના પાપના પડિકાં ખોલવા લાગ્યા. બિચારા દુઃખિયારાઓને એકબીજાનો સહારો મળતાં કંઈક સાંત્વન અનુભવતા હતા. એકબીજા અંદરોઅંદર વાત કરવા લાગ્યા. પેટપૂજા કરવા ઝોળીઓમાં લોટ વગેરે લાવેલા તેને બહાર કાઢી રોટી પકાવવા ધૂણી ધખાઈ લાકડાં ભેગા કરી ચૂલો સળગાવ્યો. સૌએ પોતપોતાની રોટી બનાવી. પછી દાળ બનાવવા શકોરાને ચુલા ઉપર મૂકયું. કેળના પાંદડાંનો ચમચો બનાવી દાળ હલાવવા લાગ્યાં મિત્રભાવે વાતો કરતાં રસોઈ કરી રહ્યા છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २२३ Page #265 -------------------------------------------------------------------------- ________________ ભોજન તૈયાર થતાં ચારેય યોગીઓએ સાથે બેસીને ખાધું. ભૂખ દૂર કરી. પછી ઝોળીમાંથી ગાંજો કાઢી હોકો લઈ ગાંજો પીવા લાગ્યા. ભાંગ બનાવી હતી તે પણ એકબીજાને પીવડાવતા હતા. ચારેય મિત્રો બની જતાં એકબીજાને પૂછવા લાગ્યા કે તમે બાવા કેમ બની ગયા? ગંજેરીબાવાને કંઈ શીખવવું પડતું નથી. બાવા બની ગયા છતાં મનની દુષ્ટતા શઠતા જતી નથી. - નિરાંતે બેઠેલા ચારેય બાવાઓનો ડાયરો જામ્યો છે. પૂછે છે તમારે કેમ યોગી બનવું પડ્યું? યોગ શા માટે ધારણ કર્યો ? તમારા ગુરુ કોણ? જેણે યોગી બનાવ્યા. વાતોની રમઝટમાં જ સાર્થવાહ ધનયોગીને પૂછ્યું - હે યોગીરાજ ! તમે શા માટે યોગ લીધો? ધનસાર્થ યોગી - હે યોગી મહાત્માઓ! સાંભળો! મને એક બાઈ મળી. જે મારા હીરા માણેક ઝવેરાત લઈને ચાલી ગઈ. મારી પાસે કંઈ જ ન રહ્યું. તેથી આ બાવાની ઝોળી પકડી બાવો બની ગયો. પોતાની કહાણી કહી સંભળાવી તે સુંદરીના વિયોગમાં બાવો બન્યો. મારા ધનનું નખ્ખોદ મેં જ વાળ્યું. ભસ્મ લગાવી ભભૂતિ કપાળે લગાવી, ભીખ માંગું છું. મેં નખ્ખોદ વાળ્યું તેથી લોકો મને નખ્ખોદપુરીથી ઓળખે છે. - તે સ્ત્રીને મેળવવા માટે ઘણા ફાંફાં માર્યા. નારી ન મળી. તેના ત્રાસથી ભાગી નીકળ્યો. હવે ઘર ઘર જઈને ભીખ માંગતો બોલું છું હે મૈયા હે મૈયા ભિક્ષા ઘો મૈયા’ પણ પેલી સ્ત્રી તો કયાંયે જોવા મળતી નથી. હવે ચોર યોગીને પૂછયું - હે યોગી ! તમે કેમ આ ભેખ લીધો? ચોર કહે - શું કરું? હું પણ કોઈ સ્ત્રીના મોહમાં ફસાયો. પોતાની આપવીતી કહીં. પછી બોલ્યો, આ સંસારમાં મોહે મને ખરાબ કર્યો. ગમે તેટલો શોર-બકોર કરું પણ હવે મારું કોણ સાંભળે? સાંઢણી ઉપર બેસીને સ્ત્રી મારું પણ ધન લઈ ભાગી ગઈ. વિશ્વાસ પમાડીને છેતરી ગઈ. તેના વિરહ અમે યોગી બનીને ભટકીએ છીએ. હવે રાજા યોગી બોલ્યો - હે યોગી ! તમે તમારી વાત કહી. પણ હું તો નગરનો રાજા હતો. તે જ સ્ત્રી મારે ત્યાં આવી. કરોડ દ્રવ્યનું મૂલ્યવાન ઘરેણું લઈને ચાલી ગઈ. જે વાત પર મને હસવું આવે છે. વાત કરતાં શરમ આવે છે. જયારે મારા સુભટો સૈનિકોને ગામને પાદરે ઊભા રાખી દીધા. ને કહી ગઈ કે રાજાએ મને મારા સાસરે વળાવી દીધી છે. હું જાઉં . તે સ્ત્રીના મોહમાં અમે ફસાયા. અને યોગી બની ચાલી નીકળ્યા. ત્રણેય યોગીઓએ પોતાની વાત કહી સંભળાવી. હવે ચોથા યોગીરાજને પૂછવામાં આવ્યું બોલો? યોગીરાજ ! યોગ કેમ લીધો? જયવંત યોગી શું જવાબ આપે ? જયવંત ત્રણેય યોગીની વાત સાંભળી સમજી ગયો. કે મારી સ્ત્રીએજ આ ત્રણેયને યોગી બનાવ્યા. પોતાના શીલના રક્ષણ માટે જ મારી પત્નીએ આ બધા ઉપાયો કર્યા છે. ખરેખર ! ગુણાવળી મહાસતી છે. જયવંત ત્રણેય યોગીરાજને કહેવા લાગ્યો - હે યોગીરાજો ! “અલખ નિરંજન સીતારામ” તમને સૌને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २२४ Page #266 -------------------------------------------------------------------------- ________________ રામરામ હું તો મારે ઘેર જઈશ. કહીને જયવંત ત્યાંથી ઉઠીને ઘરભણી ચાલવા લાગ્યો. ઘરે આવીને પોતાની પત્નીને જોતા જ ઘણો આનંદ પામ્યો. પોતાની બધી વાત કહી. બંને હસી પડ્યા વળી બંનેનો સંસાર આનંદ અને પ્રેમથી ભરેલો ચાલ્યો જાય છે. દેવગુરુની આરાધના કરતાં વ્રત નિયમ પાળતાં હતા. ગુરુની અપૂર્વ ભકિત કરતાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા. આ પ્રમાણે આ ત્રીજા ખંડની છઠ્ઠી ઢાળ આનંદ વિનોદના વચનથી કવિરાજે પૂર્ણ કરી. -: દુહા : પદ્માવતી કહે સુણો સખી, નહિ પટ્ટધર એ ધૂર્ત, કરીયે પરીક્ષા પરણશું, મનવાંછિત વરત. /// દાસી મુખે નરપતિ સુણી, હર્ષ લહે સુવિશેષ; સ્વયંવરા મંડપ થ્યો; કરી સામગ્રી અશેષ. /રો. ગામ નગરના ભૂપને; તેઓ કરી બહુમાન; રાજસુતાને સ્વયંવરે, આવો સપુત્ર સયાત. all ઋદ્ધિ સહિત આવ્યા સવિ, રત્નપુરી ઉધાન; ગૌરવ તસ ભુપતિ કરે; તૃણ અશનાદિ વિતાન. જો સ્તંભ સ્ફટિકમયી ઝગમગે, નાટારંભ, પંચવર્ણ ચિત્રામણ, સ્વર્ગ વિમાન અચંભ. પણ પંક્તિ સિંહાસન શોભતી, ચંફ્ટવા ચોસાલ; ધૂપઘટા ગગને ચલી, દ્વારે કુસુમની માળ. કો. દેખી તૃપ સવિ હરખીયા, મંડપ રચતા સાર; મુહૂર્તસર તિાં આવીને, બેઠા સહુ પરિવાર, Ilol પૂતળી ૧-વાહન સહિત ર-વિસ્તાર હિ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર રવો શો - ૨૨૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ - દુહા : ભાવાર્થ આ પ્રમાણે સ્ત્રીચરિત્રની કથાને કહી પદ્માવતી સખીઓને કહેવા લાગી. - હે સખીઓ! તમે સૌએ મારી વાત સાંભળી. આ કથાના અનુસારે કયાંયે છેતરાઈશ નહીં. તમે આ સ્ત્રીચરિત્રની કથા સાંભળી. તેણે ભલભલાને ભરમાવ્યા છે. ચિત્રપટ લઈ આવનાર ધૂતારો નથી. તમને ભ્રમ છે. ખરેખર ! આ પરદેશીથી હું જરાયે ઠગાઈ નથી. આ પરદેશીની હું પરીક્ષા કરીશ. પછી જ એની સાથે હું લગ્ન કરીશ. તમે તેમાં નિશ્ચિત રહેશો. પણ હમણાં તમે તેઓને શોધી લાવો. - સખીઓ દાસીઓ સૌ સમજ્યા કે રાજકુંવરીને આ પટમાં રહેલાં ચિત્રના દર્શનથી પુરુષ પ્રત્યેનો દ્વેષ ચાલ્યો ગયો છે. ત્યારપછી એક દાસી પદ્મરથ રાજાને સમાચાર કહેવા દોડી ગઈ. દાસી - હે મહારાજા ! આપને સારા સમાચાર આપવા આવી છું. રાજકુમારી હવે પુરુષ પ્રત્યે રાગવાળી થઈ છે. પઘરથ રાજા - શું દાસી ! વાત આ સાચી છે. કુંવરીના મનમાંથી વેષપણું નીકળી ગયું? દાસી - હા મહારાજ ! પારથ રાજા - જલ્દી બોલ! દાસી ! એવું શું બની ગયું? દાસી - હે મહારાજ ! કોઈ બે પરદેશી પટ્ટમાં ચિત્રને સુંદર આલેખ્યું હતું. તે ચિત્ર જોતાં જ કુંવરીબાના મનના ભાવ પલટાવા લાગ્યાં. આ રીતે બનેલો બધો જ વૃત્તાંત રાજા આગળ કહ્યો. રાજા આ સમાચારથી ઘણો જ આનંદ પામ્યો. પેલા બે પરદેશી કયાં ચાલ્યા ગયા હશે? રાજા વિચારમાં પડ્યો. કયાં શોધવા? જરૂર આ ચિત્રમાં પૂર્વના સંકેત અનુસાર જ પદ્માવતી પરદેશી પર અનુરાગવાળી થઈ હશે. પ્રધાન આ સમાચાર સાંભળતા જ રાજા પાસે આવી ગયા. બંને વિચારે છે કે શું કરવું? છેવટે નિર્ણય કર્યો. સ્વયંવર મંડપમાં બધા જ રાજકુમારોને બોલાવવા. જેમાં બંને પરદેશી પૂર્વભવના કોઈપણ સંબંધે આવી મળશે. તરત જ નગરમાં પણ આ વાત થવા લાગી. નગરજનો પણ હર્ષિત થયા. હવે આ બાજુ રાજાએ સ્વયંવરમંડપ મંડાવ્યો. દેશ પરદેશ આમંત્રણ પાઠવીને રાજા રાજકુમારોને બોલાવ્યા. રાજાએ આવનાર મહેમાનોના આદર સત્કાર બહુમાન કર્યા. સ્વયંવરનો દિવસ આવતાં મંડપ સુંદર રચાઈ ગયો. ગામ નગરના રાજા આદિ સૌ આવી બેઠા. રત્નપુરી નગરની બહાર ઉદ્યાનમાં સ્વયંવર મંડપ સુંદર નંખાયો હતો. નગર ને ઉદ્યાનમાં જતાં આવતાં લોકોથી રસ્તા પણ સાંકડા થઈ ગયા. સ્વયંવરા પદ્માવતી પણ હવે તૈયાર થવા લાગી. મંડપની શોભા શી વર્ણવી? મંડપના થાંભલા સ્ફટિકમય હોવાથી ઝગારા મારતા હતા. થાંભલે થાંભલે નાટારંભ કરતી પૂતળીઓ મૂકવામાં શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २२६ Page #268 -------------------------------------------------------------------------- ________________ આવી હતી. પંચવર્ણના તો ચિત્રામણ કરવામાં આવ્યા હતા. દેવના વિમાન સરખો મંડપ શોભતો હતો. મંડપને ફરતાં સિંહાસન લાઈનબંધ ગોઠવાયા હતા. સુંદર ચંદરવા પણ ત્યાં બાંધ્યા છે. ચારેકોર મધમધતા સુગંધી દ્રવ્યોના ચૂર્ણથી ધૂપ કરવામાં આવ્યો હતો. જે ધૂપની ધૂપઘટા આકાશ તરફ જઈ રહી છે. મંડપના દ્વારે દ્વારે સુગંધી ફુલોની માળા બનાવીને તોરણો બાંધ્યા છે. સાક્ષાત્ સ્વર્ગનું વિમાન ઊતરી ન આવ્યું હોય એવો આ મંડપ હતો. તે જોઈને રાજકુમારો આનંદ પામ્યા. સુંદર મંડપની રચના જોઈ સૌ દિંગૂઢ થઈ ગયાં. રવયંવરનો સમય થતાં સૌ ત્યાં આવી ગયા. સૌ યૌવનવતી મદભર રૂપકન્યા પદ્માવતીને મેળવવા માટે સુસજ્જ થઈને બેઠા. -: ઢાળ સાતમી :(સોગઠડાં તે માંડ્યા સોલ રે. એ. રાગ ) મળી મંડપમાંહે કયેરી રે છુટાં નાંખ્યાં ફૂલ વેરી રે; શોભા સ્વર્ગની . રે; ' કહે પછી તે વેળા રે, ભાઇ સર્વ મળ્યાં ઇહાં ભેળા રે, શોભા. ll મુજ ઘર એક “ચાપ ઉત્તર રે, નામ છે તેમ વનસાર રે, શોભા. તસ પણછ ચઢી ન વિલોકી રેતે ઉપર સ્વતી ચોકી રે. શો. ' //રા કરી પૂજા થાવું કયેરી રે, જે ચઢાવે નર એક ફેરી રે, શો. પદ્માવતી પુત્રી બાળા રે તમ કંઠે હવે વરમાળા રે, શો. //all સુણી બોલે ગર્વ ભરેલા રે, એ કામમાંહે શી વેળા રે, શો. ધરી પદ્માવતી શણગાર રે, સાથે સખીનો પરિવાર રે, શો. પાલખીએ બેસી ચલતી રે, જાણે ઇન્દ્રની પુત્રી જયંતી રે શો. હેમકબા કર ઝલકાર રે, ચલે ઘસી આગળ ચાર રે, શો. //પ/ હોય પંખાએ પવન કરેવે રે, તોય તાંબૂલ બીડાં ધેરે, શો. મંડપ છાયો અંધાર રે, તિાં વીજળીનો ઝમકાર રે, શો. કા વળી . સાથે સુભટ હજાર રે, મંડપ આવી તેણી વાર રે, શો. પણ મનમાં ચિંતા એક રે, પટ્ટધરની રહેજો ટેક રે શો. સગા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २२७ Page #269 -------------------------------------------------------------------------- ________________ એક બોલ્યો મંગળપાઠ રે સા શકુન નમી બાંધે ગાંઠ રે, શો. ઊતરી સખીઓને વિચાલે રે, પૂર્વભવ કત તિહાળે રે, શો. તો એક દિશિ ોય મિત્ર તે બેઠો રે, રાજપુત્રીએ નયણે દીઠાં રેશો. ઘસી વયને નપસંદ રે, ધરી ધીરજ ઉઠે આનંદ રે, શો. | લાટ શતો રાય અગંધ રે, ચાપ દેખી થયો તે અંધ રે, શો. લજવાણો ગયો આણભાળી રે, સભાલોક હસે દેઇ તાળી રે, શો. //old. આવ્યો રાજા કરણાટ રે, નાગફણીએ પછાડ્યો ચત્તોપાટ રે, શો. જે નૃપસુત થઇ ઉજમાળ રે, વ રડ્યા શીખી કરે ઝાળ રે, શો. 7/૧૧ નીચું જોઇ સવિતૃપ બેઠા રે, મુનિરાજ કર્યુ ધ્યાનમાં પેઠા રે, શો. હુઓ નૃપ ચિંતાતુર જામ રે, ચિત્રસેન ઊભો થઇ તામ રે, શો. 7/૧ી. વડે મિત્રને ધર્મ પ્રચંડ રે, તુમ સહાયે ધરું 'કોડ રે, શો. અસિ કર ધરી મિત્ર તે ભમતો રે, ચિત્રસેન ધનુષને નમતો રે, શો. ૧all ધનુર્વે કળાએ દક્ષ રે, સમરતો ધનંજય યક્ષ રે, શોભા. તે શીધ સહાય કરાવે રે, લીલાએ ધનુષ ચઢાવે રે, શો. 7/૧૪ કુંવરી હરખી તેણી વેળા રે, તસ હવે તમાળા રે, શો. અજ્ઞાતકુળે તૃપ રૂઠયા રે, સાયુધે રણ કરવા ઉડ્ડયા રે, શો. /૧ રે સંકા તું નહીં પલાળ રે, તત કંઠ થકી વરમાળ રે, શો. ભણે કુંવર તમો શીયાળ રે, હું કેસરીસિંહનો બાળ રે શો. 7/૧૬ કન્યાની ચાયતા સારી રે, નહિ માંગ્યે આવે તારી રે, શો. પરવારી તણા અભિલાખી રે, પuપંકિલ દુર્ગતિ લખી રે, શો . // મુજ કર અસિધાર ગંગ રે, કરો જાતે નિર્મળ અંગ રે, શો. એણે બોલ્ય મચ્યો સંગ્રામ રે, સુર સાયથી નાઠા તામ રે, શો. ૧૮ll વીરસેન વસંતપરીન્દ્ર રે ચિત્રસેન જયો તસ તદ રે, શો. અણચિંતી અમૃત બોલે રે બિરદાવળી 'મગધ બોલે રે, શો. ૧લી સુણી નૃપ સહુ વિસ્મય પામે રે, બળવંત લહી શિરનામે રે, શો. વિસ્તારે વિવાહ કીધો રે, પરથતો કારજ સીધો રે, શો. /રol. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २२८ Page #270 -------------------------------------------------------------------------- ________________ ગજ વાજી રથાદિક દીધાં રે, ચિત્રસેનકુમારે લીધાં રે, શો. વળી યાચકને બહુ રાત રે, રાય રાણાને બહુમાન રે, શો. ર૧. વિલસે આવાસ ઉોંગ રે, રસ ભર પદ્માવતી સંગ રે, શો પરભવની વાત સંભારે રે, રણ પૂરવનો વિસારે, શો. રરો ગીત ગાત ને નાટક જોતાં રે, સુખભર વીત્યા ક્તિ કેતાં રે, શો. ખંડ ત્રીજે સાતમી ઢાળ રે, શુભવીર વયન સાળ રે, શોભા //ર૩ ૧-ધનુષ -અગ્નિ ૩-ધનુષ ૪-ભાટ-ચારણે દંપતીનું મિલન -: ઢાળ - : ભાવાર્થ : પવરથરાજાની રાજદુલારી પદ્માવતીનો સ્વયંવર દિવસ આવી ગયો. સ્વયંવર મંડપમાં જવા સૌ તૈયાર થઈ ગયા છે. રાજા ને રાજપરિવાર તૈયાર થઈ રત્નપુરી નગરીના બહાર ઉદ્યાને સ્વયંવરમંડપમાં આવી પહોંચ્યાં. સ્વયંવરમંડપે રાજપરિવાર જયાં બેસવાનો છે તે જગ્યાએ સુગંધી ફુલો છુટા છુટા પાથર્યા છે. જેની મહેક ચારેકોર વિસ્તરતી હતી. સૌ મનમાં મલપતા પોતાની જાતને ધન્ય માનતા હતા. જાણે ખરેખર ! આપણે અમરાપુરીમાં આવી વસ્યા. આ સાક્ષાત્ સ્વર્ગની શોભાનું વિશેષ વર્ણન શું કરીએ? સૌ પોતાના સ્થાનમાં રહેલા સિંહાસન પર બેઠા છે. રત્નપુરીનો રાજા પવરથની સામે સહુ કોઈની નજર છે. કેમ કે સ્વયંવરા પુત્રીનો પિતા હવે શું કહે છે તે સાંભળવા અધીરા બન્યા છે. તે અધીરાઈનો અંત લાવતા પવરથ નરેશ્વરે પોતાની બેઠક પરથી ઊભા થઈને સભાસદોને ચારેકોર જોઈ લીધા. ત્યાર પછી સભાને ઉદ્દેશીને રાજા બોલ્યા - હે સભાસદો ! આપ સૌ સાંભળો. આપ મારા આમંત્રિત મહેમાનો છો. આપ સૌ મારી કન્યા પદ્માવતીના સ્વયંવરમાં પધાર્યા છો. તો હું તમારી શી ભકિત કરું! મારી એવી કોઈ શકિત નથી. જે તમારી યથાર્થ ભકિત કરું. છતાં યત્કિંચિત કરી છે જે, સહુ સ્વીકારજો. આટલું કહી રાજા પોતાના આસને બેસી ગયા. મહામંત્રીશ્વરે સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #271 -------------------------------------------------------------------------- ________________ હે અમારા માનવંતા મહેમાનો! આપ સૌ સાંભળો. અમારે ત્યાં દેવ અધિષ્ઠિત ધનુષ બાણ છે. જે વંશ પરંપરાગત અમારા વડિલો પાસેથી અમારી પાસે આવેલ છે. તે આપણી સભામધ્યમાં સ્થાપિત કરેલ છે. તે સહુ જોઈ શકે છે. આજનો દિવસ આપણા માટે મોટો તેમ જ મહત્વનો છે. અમને સૌને ઘણો આનંદ છે. અમારા મહારાજના વંશજમાં ધારો છે કે જે પુણ્યશાળી મહાપરાક્રમી આ ધનુષની પણછને ચડાવશે તેને અમારી રાજકુમારી વરમાળા આરોપશે. દેવ અધિષ્ઠિત આ ધનુષનું નામ વ્રજ સાર છે. ધનુષ ઉપર તેના અધિષ્ઠિત દેવની ચોકી છે. જે તે ઉપાડી શકવા સમર્થ નથી. અત્યારે આ ધનુષની પૂજા કરી, આપ સૌની વચમાં મૂકુ છું. જે કોઈ વીરલો હોય તે પોતાના બાહુબળ ઉપર વિશ્વાસ હોય તે આવીને પોતાની શકિત પ્રગટ કરી, ધનુષને પણછ ચડાવે. તે વેળાએ મહામંત્રીએ દૈવી ધનુષની પૂજા કરાવીને સભામધ્યે આદરસહિત પાટ પર મુક્યું. જયારે બીજી બાજુ પદ્માવતીએ સોળે શણગાર સજી, સખીઓ સાથે પાલખીમાં બેસી સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. સાક્ષાત્ ઈન્દ્રપુત્રી જયંતી જ ન હોય? તેવી શોભતી હતી. સૌની નજર કુંવરીને જોવામાં લાગી. આકાશમાંથી વિજળી ચમકતી અહીં ઊતરી તો નથી ને? પાલખીમાંથી ઊતરી રાજકુંવરી મંડપમાં આવતી હતી. ચાર દાસીઓ કુંવરીને ચારે તરફથી ઘેરી લઈને સાથે ચાલતી હતી. સોનાની મોટી સરખી ચાબુક હાથમાં હતી. સુંદર શોભતી કુંવરી સભામાં ચાલતી બે દાસીઓ ડાબે જમણે વીંજણો વીંજતી હતી. બે દાસીઓના હાથમાં થાળ હતો તે થાળમાં પાન બીડાં હતાં. તે બીડાં પદ્માવતીને હાથમાં આપતી સાથે ચાલતી હતી. તે વેળા મંડપમાં જાણે અંધકાર ન છવાયો હોય તેમ કુંવરી રૂપી વિજળીનો ઝબકાર થતાં ચારેકોર અજવાળું પથરાઈ ગયું. કુંવરીના રક્ષણાર્થે પાછળ પાછળ ચાલતાં ઘણાં સુભટો પણ હતા. પદ્માવતી તો સભામાં સમયસર આવી. પણ તેના હૈયામાં એક જ વાતની મોટી ચિંતા સતાવતી હતી. ચારેકોર નજર ફેરવી લીધી. શી ચિંતા હતી તો કહે છે કે જે મારા પૂર્વભવને દેખાડનાર પટ્ટને બનાવનાર પટ્ટધરની ટેક જરૂરથી રહેશે ને! જયારે સભામાં બેઠેલા સજ્જનો સહુ કુંવરીને જોવામાં તલ્લીન બન્યા. સભામાં રહેલા મંગલપાઠને બોલનાર મંગલપાઠ બોલવા લાગ્યાં. તે જ વખતે શુભ શુકન થતાં પદ્માવતીએ પોતાના પાલવના છેડે શુકનની ગાંઠ બાંધી દીધી. વળી કુંવરી સભાસદોને જોવા લાગી. ત્યાં જ એક દિશામાં બેઠેલા બંને પરદેશી મિત્રો કુંવરીના જોવામાં આવ્યા. પદ્માવતીના મહેલે આવેલા જે બે પરદેશી તે જ બે મિત્રો સભામાં જોતાં જ દાસી ઓળખી જતાં પદ્માવતીને કાનમાં કહેવા લાગી. તે સાંભળતાં પદ્માવતી અને સખીઓ મનમાં હરખાણી. ત્યાર પછી પદ્માવતી સખીઓ સહિત ઉચિત સ્થાને જઈ બેઠી. સભામાં મંત્રીશ્વરે પડકાર કર્યો કે જે કોઈ વીર હોય તે અહીં આવી આ ધનુષને પણછ ચઢાવે !” (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૩n Page #272 -------------------------------------------------------------------------- ________________ સભામાંથી અત્યાર સુધી કોઈ પણછ ચઢાવવા ઉઠયું નહોતું. કોણ પહેલ કરે ! એ જ વાટ જોવાતી હતી. શરૂઆત કોણ કરે? એક બીજાની સામે રાજકુમારો જોતા હતા. પણ હજુ કોઈ ઉઠતું ન હતું. ઘડીભર રાજા તો ચિંતિત થઈ ગયો. એકની એક લાડકવાયી કુંવરીને પુરુષષીપણું છોડાવ્યું તે થકી સ્વયંવર રચ્યો. અને જો આમાં કોઈ જ રાજકુમાર આ શરત પુરી નહીં કરે તો. વિચાર આવતાં જ રાજાના મુખ ઉપર નિરાશાના વાદળો છવાઈ ગયાં. એટલામાં લાટદેશથી આવેલા અગંધ નામનો રાજા પોતાના ભાગ્યને અજમાવવા સભામધ્યે ધનુષ પાસે આવી ઊભો રહ્યો. જયાં ધનુષને જુએ છે, ત્યાં જ તે આંધળો બની ગયો. પુણ્યની કચાશે અધિષ્ઠિત દેવે પરચો બતાવ્યો. બિચારો આવ્યો તેવો જ પોતાના સ્થાને ચાલ્યો ગયો. સભામાં કંઈક રાજકુમારો આ રાજાની હાંસી ઉડાવવા લાગ્યાં. લજજા થકી પોતાનું મુખ નીચું રાખી બેસી ગયો. ત્યારપછી કર્ણાટકના રાજા પદ્માવતીને મેળવવાનો કોડ સેવતો પોતાની મૂછને હાથ થકી વળ દેતો ઊભો થયો. સૌ તેની સામે જોવા લાગ્યા. ધનુષ પાસે આવ્યો. હજુ જયાં નીચે નમે છે ત્યાં (નાગફણી) તો સર્પની ફણાની જેમ ઊંધો ઢળી પડ્યો. ઊંધો પડતો જોઈને સહુ તેને હસવા લાગ્યા. તરત ત્યાંથી ઊભો થઈ માંડ માંડ પોતાની જગ્યા સુધી પહોંચ્યો. ત્યાર પછી પણ માલવદેશ-દ્રવિડ-કોંકણ-ગુજજર-મેવાડ આદિ દેશના રાજાઓ અને રાજકુમારો ધનુષ પાસે જઈ જઈ પાછા આવ્યા. દેવી ધનુષ પાસે જે જે જતાં તેઓને કંઈ ને કંઈ ચમત્કાર દેખાતો હતો. છેલ્લે છેલ્લે દેવે તો ધનુષની આસપાસ અગ્નિના તણખા અને તેની જાળ પણ દેખાડવા લાગ્યાં. હવે તો ધનુષની પાસે કોઈપણ જવા તૈયાર ન હતું. સહુની પદ્માવતીને મેળવવાની આશા ધુળ થઈ ગઈ. સહુ પોતાનું મોં નીચું ઘાલીને બેઠા હતાં. તે અવસરે તો જાણે કોઈ મુનિરાજ ધ્યાનમાં ન બેઠા હોય તેમ સહુ સ્તબ્ધ થઈ મૌન ધારણ કરી બેઠા હતાં. જયારે કોઈપણ રાજા પણછ ચઢાવવા સમર્થ ન થયો. તેથી રાજા પધરથ ઘણો ચિંતાતુર થઈ ગયો. મનમાં વિચારે છે કે શું આ સભામાં રાજકન્યાનો ભાવિભર્તા કોઈ નહીં હોય? સભામાં સન્નાટો છવાયો. રત્નસાર-ચિત્રસેન પરદેશી બંને મિત્રો એકબીજાની સામે જોતાં હતા. ત્યાં મંત્રીપુત્ર રત્નસારે મિત્રને ઉઠવા માટે સંકેત કર્યો. પદ્માવતીને મેળવવાની ઘણી જ તાલાવેલી છે. પણ ધનુષના ચમત્કારો જોતાં ઘડીક તો ચિત્રસેન ડધાઈ ગયો. છતાં હિંમત કરીને ઊભો થયો. ચિત્રસેન - મિત્ર? આ ધનુષ તો મહાપ્રચંડી દેખાય છે. તારા કહેવાથી ઊભો થયો છું. તું મને સહાય કરજે. મારી લાજ રાખજે. રત્નસાર - કુમાર ! હૈયે ધીરજ રાખી ઊભો થા. ડરવાની જરૂર નથી. સાહસ અને શૈર્ય હશે તો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૩૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ પળવારમાં ધનુષને નમાવી દઈશ. હું તારી સાથમાં છું. - મિત્રના કહેવાથી ચિત્રસેન ધનુષ પાસે આવવા ઊભો થઈને ચાલ્યો. રત્નસાર પણ મિત્રની સહાયમાં ખુલ્લી તલવાર લઈને ચાલ્યો. બંને મિત્રો સભામધ્યમાં ધનુષ પાસે આવી ઊભા રહ્યાં. મંડપમાં બેઠેલા રાજાઓ બંને મિત્રોને જોઈ રહયા છે. રાજપરિવાર રાજા મંત્રી સહુ કોઈ એકીટસે બંને પરદેશીઓને જોઈ રહ્યા છે. સભામધ્યે પહોંચેલો ચિત્રસેન ધનુષને નમસ્કાર કર્યા. ધનુર્વિદ્યામાં કુશળ ચિત્રસેને તેજ સમયે ધનંજય યક્ષયજને યાદ કર્યા. અદ્રશ્યમાં ધનંજયે આવી ઊભો. કુમારને સહાય કરતો ધનંજય અને રખેવાળ કરતો રત્નસાર થકી પળવારમાં ધનુષને હાથમાં લઈને રમત રમતમાં પણછ ચડાવી દીધી. મોટો ટંકાર કર્યો. આ ટંકારના અવાજે નિર્બળ રાજાઓ મૂર્છા પામ્યા. કરમાયેલી ફુલની માળાની જેમ કેટલાયના મોં કરમાઈ ગયાં. કેટલાક તો રૂઠયાં ને અજાણ્યા પરદેશીના કુળ વંશ ન જાણતા; ક્રોધાયમાન થઈને શસ્ત્ર લઈને કુમારની સામે લડવા તૈયાર થયા. જયારે આ બાજુ રાજપરિવારમાં ઘણો આનંદ થયો દાસીએ બતાવેલા બંને પરદેશીઓમાંથી રાજવંશી લાગતા એક પરદેશીએ પણછ ચડાવતાં જોઈ પદ્માવતીનાં હૈયામાં હર્ષ સમાતો નથી. રાજા પધરથ પણ ઘણો આનંદ પામ્યો. તે અવસરે સભામધ્યે પદ્માવતીએ હાથમાં રહેલી વરમાળા પરદેશી ચિત્રસેન રાજકુમારના કંઠે પહેરાવી દીધી. કુમાર ચિત્રસેને વરમાળા જેવી કંઠમાં ધારણ કરી કે તરત જ જય જયનાદ કરતાં અવાજો સંભળાયા. આ નવ દંપત્તીને સઘળા સભાજનો એ હર્ષનાદથી વઘાવી લીધા. આકાશમાંથી દેવો પુખ વૃષ્ટિ કરી. ઈર્ષાળુ રાજાઓ હાથમાં તલવાર આદિ લઈને પરદેશી કુમારની સામે ધાયા. પરદેશી કુમાર પણ સામે દોડ્યો. શસ્ત્ર સહિત કુમાર સામે ઈર્ષાળુઓ એ પણ શસ્ત્ર ઉગામ્યાં. સ્વયંવર મંડપ રણસંગ્રામ બની ગયો. ઈર્ષાળુ રાજા બોલ્યો - રે પરદેશી રાંક! તું ક્ષત્રિય કુમાર નથી, તારા કંઠે વરમાળા ન શોભે? જલ્દી તું કાઢી નાંખ. ચિત્રસેન - રાંકડાઓ! તમે બધા તો શિયાળવા છો. હું કેસરી સિંહનો બાળ છું. આવી જાઓ મારી સામે જો ક્ષત્રિય બચ્યો હો તો. અંદરો અંદર રણસંગ્રામ થઈ ગયો. | વળી કુમાર બોલ્યો - તમે સહુ કન્યાની માંગણી કરી હોય તો સારી. પણ આ પદ્માવતી તો હવે સ્ત્રી બની ચુકી છે. તે તો પરાઈ સ્ત્રીની ઈચ્છા કરી છે. તેથી તમે લોકો પાપી છો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २३२ Page #274 -------------------------------------------------------------------------- ________________ તે પાપ થકી તમારી દુર્ગતિ થશે. પરસ્ત્રીની ઈચ્છાથી થયેલા પાપને ઘોવા માટે તમે સૌ મારા હાથમાં રહેલી તલવાર રૂપી ગંગાનદીમાં સ્નાન કરી પવિત્ર થાઓ. કુમારની વાત સાંભળી સૌ ઉશ્કેરાયાં. ત્યાં તો જોત જોતામાં મોટો સંગ્રામ ખેલાયો. ધનંજયને સંભાળતો કુમાર બધાની વચમાં સંગ્રામ ખેલી રહયો છે. ધનંજય યક્ષની સહાયથી સહુ હારી ગયાં ને ભાગી ગયાં. રત્નસાર મિત્ર થકી કુમાર ચિત્રસેનની ઓળખાણ થઈ. વસંતપુર નગરના રાજા વીરસેનના પુત્ર ચિત્રસેન રાજકુમાર છે. જાણી સહુ નગરજનો આનંદ પામ્યા. ભાટચારણો થકી બિરુદાવલી બોલતાં કહેવા લાગ્યાં કે અમારે તો અણચિંતિત અમૃતની વેલ પ્રાપ્ત થઈ છે. શૂરવીર જમાઈરાજ અદ્ભુત પરાક્રમથી વિસ્મય પામતો પદ્મરથ રાજા ધણો આનંદ પામ્યો. ત્યારપછી રાજપુત્રી પદ્માવતીનો લગ્ન મહોત્સવ મહાઆડંબર પૂર્વક ઘણાજ ધામધુમથી ઉજવાયો. દાયજામાં પદ્મરથ રાજાએ હાથી ઘોડા રથ આદિ આપ્યા અને એ ચિત્રસેને સ્વીકાર્યું. પઘરથ રાજાએ વાચકોને તે વખતે ધણું દાન આપ્યું. પધરથ રાજા જમાઈરાજનું બહુમાન ધણું સાચવે છે. ઘણા મોટા આવાસમાં ઊતારો આપ્યો. રસભરી પદ્માવતી પતિના સંગે અનેક પ્રકારના સુખો વિલસે છે. વળી ચિત્રસેન પૂર્વભવની વાત સંભારતાં પૂર્વભવનો રાગ વિસરતો નથી. એમ સંભારીને સુખમાં દિવસો વિતાવે છે. વળી ગીત-ગાન-નાટક-ખેલ આદિ જોતાં કંઈક દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે આ સાતમી ઢાળ ઘણા રસથી ભરપૂર એવી કર્તા શ્રી શુભવીર વિજયજીએ પૂર્ણ કરી. -: દુહા : //all એક તિ મિત્રને એમ કહે, જઇશું હવે નિજ દેશ; “વ્યસન તજયાં સુખ સંપજયા, સશુરુને ઉપદેશ. માતા મત આશિષથી, પામ્યો ઋદ્ધિ વિશાળ; મચ્છી સ્મરણ માત્રથી, જળમાં જીવે બાળ. નાગણી આલિંગન કરે, પmગ હવે અભૂત; કૂર્મી અવલોકન કરે, તિણે જળ જીવે પુa. શા all (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २33 Page #275 -------------------------------------------------------------------------- ________________ તાત નેહથી માતતો, લક્ષગણો છે ખેદભરી ગાળો દીયે, તો પણ ધૃતતો માતા પિતા ચણે જઇ, વિતયે નમું માત તાત સેવન થકી, લહું શોભા સસસ ઘર વસતા થકાં, નિર્લજનો પિયર ભલુ નહીં નારીને, દુર્બળ વટ આપણુણે ઉત્તમ કહા, મધ્યમ જળકને અધમ કહા 'માઉલ ગુણે, અધમાધમ આ રત્નસાર સુણીને જઇ, કહે નૃપને એ ઉત્કંઠા અમને ઘણી, મળવા માતને રાય સુણી મત યિતવી, રાણી સાથે સામગ્રી સવિ સજજ કરી, પુત્રીજું ધરી ; મેહ જો એકવાર; સંસાર, //પા અવતાર; ભરતાર કોઈ નામ; ઠામ. /ળી વાત; તાત. તો વિચાર; યાર. / ૧-દુ:ખ -કાચબી ૩-મામા વિદાય -: દુહા :ભાવાર્થ: વસંતપુર નગરના વીરસેન રાજાનો રાજકુમાર, રત્નપુરીના રાજા પધરથનો જમાઈ થઈ ચૂકયો. પૂર્વભવની પત્નીને આ ભવની પત્ની પદ્માવતી સાથે સ્વર્ગનાં સુખો ભોગવે છે. રત્નસાર મિત્ર પણ પોતાની સાથે છે. એકદા ચિત્રસેન પોતાના મિત્રની સાથે બેઠો હતો. ભૂતકાળમાં ભૂલા પડેલા રાજકુમારને પોતાનું નગર માતાપિતા યાદ આવી ગયા. આંખ સામે માતા-પિતા આવી ગયા. માતા સાંભરતાં કુમાર હૃદયથી હચમચી ઊઠયો. પડખે રહેલા મિત્ર રત્નસારને કહેવા લાગ્યો - રત્નસાર ! શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૩૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ રત્નસાર - બોલો, રાજકુમાર ! ચિત્રસેન - મિત્ર ! હવે તો દેશ, માત-પિતા યાદ આવ્યાં છે. તો હવે આપણે આપણા નગરે જઈશું. રત્નસાર - કુમાર ! તમે કહો ત્યારે આપણે તૈયાર. તારી સેવામાં હાજર છું. રજા મેળવી લ્યો. કુમાર - મિત્ર ! યાદ છે ને ભૂતકાળ. સદ્ગુરુના ઉપદેશથી આપણા દુઃખ દૂર ચાલ્યાં ગયાં. સુખના દિવસો આવ્યા. ઉપકારી ગુરુ ભગવંતો શી રીતે ભૂલાય ! વળી માતાની આશિષ મને ફળીભૂત થઈ છે. જે આ મોટી રિદ્ધિ સિદ્ધિ અને રમણી પામ્યો. મિત્ર ! કહ્યું છે કે - જળમાં રહેલું મત્સ્યબાળ માછલીના સ્મરણમાંજ સુખમાં જીવે છે. નાગણ નાગબાળને આલિંગન કરે તો તે નાગબાળ અદ્ભુત નાગ બને છે. કાચબી પોતાની માતાની નજરથી, તેના અવલોકન કરે તો તે વિકસે છે. તેમ હું પણ મારી માતાના આશીર્વાદથી આ સઘળી રિદ્ધિ સિદ્ધિ પામ્યો છું. વળી કહેવાય છે કે પિતાના સ્નેહ કરતાં માતાનો સ્નેહ સંતાન ઉપર લાખ ગણો વધારે હોય છે. કદીક તે સંતાનની ગાળો સાંભળે તો પણ ખેદ પામતી નથી છતાં પોતાના સંતાનોની ગાળો ઘીના વરસાદ સમ ગણે છે. તો હવે તે મારા માતા-પિતાની સેવા કરી મારા સંસારને શણગારું. વળી મિત્ર રત્નસાર ! સસરાના ઘરે રહેવું વધારે, તે ઉચિત નથી. જે વધુ રહે તેનો અવતાર નિર્લજજ જેવો ગણાય. સ્ત્રીને ગાંડો, ઘેલો કે નિર્બળ પતિ મળતાં, પતિ છોડીને પિયેર રહે તો તે સ્ત્રીનું ભલુ કંઈજ થતું નથી. જગતમાં કહેવાય છે કે ઉત્તમ પુરુષો પોતાના ગુણોથી ઓળખાય, મધ્યમ પુરુષો પિતાના નામથી, જધન્ય પુરુષો મામાના નામથી ઓળખાય. જયારે આપણે તો અધમાધમ પુરુષો સસરાના નામથી ઓળખાયા. અત્યારે હું રહ્યો થકો અધમાધમ ગણાઉં. કુમારની સઘળી વાત સાંભળી રત્નસારે પદ્મરથ રાજાને વાત કરી - હે રાજન્ ! અમારે અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે. અમારા માતાપિતાને મળવાની ઉત્કંઠા જાગી છે. અમારી આ ઈચ્છા પૂરી કરવા અમને રજા આપો. અમને વિદાય આપો. રાજા વાત સાંભળી, મનમાં ચિંતવવા લાગ્યો. અને કહ્યું કે ‘ભલે ! વિચારીને કહીશું.’ ત્યાર પછી રાજા ત્યાંથી રાણી આવાસે ગયો. રાણીને વાત કરી. પુત્રીની ઉપર ગાઢ સ્નેહ હોવાથી તે વાત સાંભળતાં જ રાણીની આંખો આંસુઓથી ઉભરાઈ આવી. રાજા આશ્વાસન આપે છે. એકની એક પુત્રી હોવા છતાં દીકરી નેટ પરાઈ' સમજી સમજાવી રાજા હવે પુત્રીને વિદાય આપવાની તૈયારી કરવા લાગ્યો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૩૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-આઠમી - (“વીર જિaiદજગત ઉપકારી. એ દેશી.”) પુણ્ય કરો જગમાં સહુ પ્રાણી પણ સશુરુ ઉપદેશજી; ગુર ઉપદેશે આ ભવ સુખીયા, પરભવ નહિ દુઃખ લેશ જી. પુષ્ય / ચિતે રાય જે પુત્રી જોઇ, જાણો નેટ પરાઇ જી; ભેંસ શિરામણ ઉછાલી દુઝણું, જેવું બામનું નાણુંજી. પુ. રા કાંસા ફૂટ કરે ધનતી ગણતી, પ્રાણુણે ઘર કરે વસતીજી; રક્ત ચણોઠીનો અલંકાર, પુત્રીનો પરિવાર જી. પુ. all રાજા રાણી કરત સજાઇ, તા દ્રવ્ય અપારજી; વસ્ત્રાભૂષણ રત્ન દીયે. વળી હય ગય રથ પરિવાર જી. પુ. / નૃપ ગણી બેટીને ભાખે, હિત શિખામણ સારીજી; સસસ-સાસુતો વિનય કરજો, વ સમો ભરતારજી. પુ. //ull દેવગુરુની ભક્તિ કરજો, પાળજો વ્રત નિયમજી; સર્વ સાહેલી કરે મિલણ, પદ્માવતીશું પ્રેમજી. પુ. કિશl વોળાવી નૃપ પાછા વળીયા, કુંવર કરે પ્રયાણજી; નવ નવ કૌતુક જોતાં પામ્યું. મતોમ ઉધાતજી. પુ તેના વડ એક હોટો વિસ્તૃત શાખા, ચિહું દિશિ સૈન્ય વસાયજી; દંપતી મિત્ર રહ્યા વડ હેઠે, પામી શીતળ છાયજી.. પુ. . સૈન્ય સુભટ સૂતા સંધ્યાએ, શ્રમ હર થઇ મધ્યરાત્રિજી; uતી સુતા ભરનિંદ્રાએ બોલે, વ્યંતર જાતિજી. પુ. ll મિત્ર ખગકર ચોકી કરતાં, સાંભળતો તે વાતજી; ગૌમુખ યક્ષ ચક્રેશ્વરી સ્વી, વૃક્ષ વસે તિરાતાજી. પુ. //hol “દેશે સજય કે વા નહીં સ્વે, આ નરને તિજ તાત; સ્વી પુછે યક્ષ ભણે એમ એ છે વિષમી વાતજી. પુ. ૧૧ આપણો એ સાધર્મિક જાણી વાત કહું ઉપકાજી: કુંવર ચલ્યા પછી, માતા એહતી, મરણ ગઇ વિધરજી. ૫. //રા 1; (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૩૬ Page #278 -------------------------------------------------------------------------- ________________ માત સંપત્તિ વિમા સામે, વશ થયો તસ રયજી; ગુણસેન તિજ સુત રાજ્ય સ્થાપવા કરતી બહુલ ઉપાયજી. પુ. /૧all ચિત્રસેનને હણવા કારણે, શીખવ્યું નૃપને એમજી; આવે કુંવર તાયે ઘોડો બેસણ દેશ પ્રેમજી. પુ. /૧૪ તુણથી ન મરે, તો શવાજો યંત્ર પ્રયોગે કીધજી; હેઠળ જાતાં પડશે ઉપર, થાશે મતોથ સિદ્ધજી.. પુ. ૧પ. તેથી ન મટે તો વિષમોદક, એ ત્રણ આવળી જાસજી; નારી પ્રેર્યો ‘સુવંશ રવૈયો કરે, દધિતી છાશજી. પુ //કો ચોથી આવળી, શય્યા સૂતા ભય છે ભુજંગતો દેહજી; જો મૂકાશે મંત્રીમતિથી, તો થાશે રાજા એહજી. પુ. ૧ળી. કરી ઉપકાર વાત જો કહેશે, તો તિજ પત્થર રૂપજી; રાસાર સુર વાત સુણીને ધારી હવે મનફૂપજી. પુ. l/૧૮ પરભાતે સવિ સૈન્ય શું ચલિયા, કરત અખંડ પ્રયાણજી; આવ્યા વિજપુર સાંભળી, સન્મુખ આવ્યા સજન રણજી. પુ. l/૧ અશ્વથી ઊતરી તાતને નમતાં, દીયે આલિંગન રાયજી; કૃત્રિમ સ્નેહે કુશળ તે પૂછી, દુષ્ટ તુણ ધરાયજી. પુ. /રoll મિત્રે બુદ્ધિબળે કરી દૂરે, બીજે અબ્ધ ચઢાયજી; ઓચ્છવ શું પોળ હેઠળ આવત, યમુખ દીયે મિત્ર 'ધાયજી. પુ. //ર૧ પાછે પગે હય દૂરે જાતાં, તતક્ષણ પોળ પ્રયાતજી; મુહૂર્ત વેળા પડ્યો રવાજો, લોક તણો થયો વાતજી. પુ. //રરી પાપ પ્રગટ થયું. નર મુખ બોલે રાયે કીધ ઉપાયજી; ચિત્રસેન જીવ્યો તે સુર સ્નેહી મિત્ર પસાયજી. પુ. રસો નિજ ઘર આવી, તાતને વિનયે જે સુખની રાશજી; નિર્મળ જળ ખારે વસ્ત્રાદિક, જાય ન ગળીનો પાસજી. પુ. ર૪ો. વિમળા માત નમી સુખ પૂછી, ઘતી નિજધર જાયજી; તે તિ વિમળા તિજાર જમવા, તે કપટ ધરાયજી. પુ. રપ. હી ચૂક્ષેપર દરો શાહ) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २३७ Page #279 -------------------------------------------------------------------------- ________________ જમવા ધરી ઉલ્લાસજી; છાના રાખે પાસજી.. પુ. ॥૬॥ મોક ભરીયા સારજી, રાજા લધુમ્રુત ભેગા બેઠા, પીરસતી તેણી વારજી.. પુ. ||૭|| વિષમોક દીયે હોયજી; હોય મિત્ર ભેગા દેખીને, સાર, તે ખાવે જે રહે ધરિયા સોયજી.. પુ. [૨૮] બીડાં ખાયજી; મિત્ર દૂર તાજી ટ્રસ પાક જમીને બેઠાં, તાંબુલ વસ્ત્રાભરણ લહી સન્માને, નિજ મંદિરીએ સધાય... પુ. ॥૨॥ સન્માની સાસુ કરતી, ગેહ વિદાયજી; શુભવીરે ત્રીજે ખંડે આઠમે ઢાળ કહાયજી.. y. 113011 પદ્માવતી શ્રી રાય સ્વજન રત્નસાર હોય પીરસવા રાણી કુંવરાકિ મોક લેઇ ૧-બકરી ?-સારા વાંસનો રવૈયો ૩-ઘા દીધો. બેઠા. લાવી, થાળ, ચાર આવળી -: ઢાળ-૮ - ભાવાર્થ : રાજસભામાંથી રત્નસારે ચિત્રસેન કુમાર પાસે આવીને કહ્યું - કુમાર ! આપણી જવાની વાત રાજાને કરી છે. વાત સાંભળી રાજાનું મન દુઃખી થયું. પણ છૂટકો જ નથી. આ વાત કહ્યા વિના, કુમારે વાત સાંભળી. પોતાની પણ જવાની તૈયારી કરવા લાગ્યા. કર્તા પુરુષ કહે છે કે - હે ભવ્ય જીવો ! તમે સૌ પુણ્ય કરો. આ સંસારમાં પુણ્યશાળી આત્માઓ સુખ ભોગવે છે. વળી તેમાં સદ્ગુરુનો ઉપદેશ સાંભળી જેણે જેણે પુણ્ય ઉપાર્જન કર્યા છે, ધર્મની આરાધના કરતાં અઢળક પુણ્ય પેદા કર્યું છે, તે પ્રાણીઓ આભવમાં ઘણા સુખને ભોગવે છે, અને પરભવમાં પણ દુઃખ પામતાં નથી. તેનાથી દુઃખ દૂર ભાગે છે અને સુખ તેને છોડીને કયાંયે જતું નથી. માટે સૌ પુણ્ય કરો. રત્નપુરનો પદ્મરથ રાજા વિચારે છે કે જયારથી પુત્રી જન્મી ત્યારથી સમજવું જ રહ્યું કે તે બીજાની થાપણ છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २३८ Page #280 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે દીકરી પારકા ઘરનું ધન છે જેમકે સવારે (નવકારશીમાં) શીરામણમાં ઘંશ ખાય તો તે કેટલી ટકે ! બકરીનું દૂધ વધારે વાર રાખી ન શકાય. તરત પી જવું પડે. કાં તો પીવરાવી દેવું પડે. બદામનું નાણું પણ લાંબો વખત ન ચાલે, કાંસાનો ઢગલો ધનની ગણતરીમાં લાંબો સમય નભે નહીં. મહેમાનથી ઘર ભર્યુ કેટલા દિવસ લાગે ? તે પણ ચાલ્યા જાય છે. અલંકારની ગણત્રીમાં લાલ ચણોઠીની શી ગણતરી ? સોના ચાંદીના અલંકારની ગણતરી કરાય. ચણોઠીને અલંકારની ગણતરીમાં ગણાય નહીં. તેવી જ રીતે ઘણી દીકરીઓનો બાપ હોવા છતાં દીકરી ઘણો સમય સુધી ઘરે રહેતી નથી. પુત્રીઓનો પરિવાર છેવટે ઘર ખાલી થાય છે. આ પ્રમાણે વિચારતો રાજા, રાણી સાથે કંઈક વાતો કરતો, વિદાયની તૈયારી કરવા લાગ્યો. ઘણું દ્રવ્ય આપ્યું. વળી સાથે ઘણાં વસ્ત્રો આભૂષણો પણ આપ્યાં. વળી હાથી, ઘોડા, રથ, પાલખી, પરિવાર પણ ઘણો આપ્યો. - વિદાય દિન નજીક આવી જતાં, રાજા કુમારને કહે છે કે - હે પરદેશી પરોણા ! મારું અડધું રાજય તો આપને મળી ચૂકયું છે. બાકીનું અડધું રાજય પણ તમને સોંપુ છું. આ રત્નપુર રાજયના તમે માલિક છો. આપના પિતામાતાના દર્શન કરી સુખ આપીને વળી અમને કયારેક દર્શન આપજો. આ નગરની પ્રજાને સંભાળજો. રાજા-રાણી પોતાની પુત્રી વિવેક વિનયથી યુકત છે. છતાં પણ કહે છે કે તારા સાસુ સસરાનો વિનય બરાબર જાળવજે. દેવ સરખાં પતિની વાત બધી માનજો. દેવગુરુની ભકિત કરજો. હે વત્સ ! તું તો પરદેશ ચાલી જવાની હવે તો તારા દર્શન અમને કયારે થશે? પુણ્ય પ્રગટશે તો વળી દર્શન પામીશું બેટી ! સાસરામાં રહીને વ્રત નિયમ જરૂરથી પાળજે. વળી રાજા, જમાઈરાજને કહે છે - હે પરોણા? અમારા જીવિત સમાન આ અમારી પુત્રી અમને ઘણી જ વહાલી છે, તમને સોંપી છે, સાચવજો. એની ઉપર મીઠી નજર રાખજો. ભૂલ થાય તો ક્ષમા કરજો. મારા કાળજાની કોર તમને સોંપી છે. તેનું જતન કરજો. અવસરે જરૂર દર્શન આપજો. આટલું બોલતાં રાજા ગળગળો થઈ ગયો. રાણી તો આગળ બીજું કંઈ જ બોલી ન શકી. વળી રાજાએ કહ્યું કે દીકરી ! દેવગુરુની ભકિત કયારેય ચૂકતા નહી. વ્રત નિયમ પાળજો. ત્યારપછી પદ્માવતી માતા-પિતાના ચરણે પડી. બંને જણા દીકરીને છેલ્લે વળગીને રડી પડ્યાં. સર્વ પરિવાર પણ રડી પડ્યો. ત્યાં ભેગી થયેલી પદ્માવતીની સખીઓને પણ છેલ્લા મીલણા કર્યા. પદ્માવતી પતિની પાછળ ચાલવા લાગી. ત્યાં રથ તૈયાર હતો. ચિત્રસેન મિત્ર રત્નસારને પદ્માવતી સાથે રથમાં જઈ બેઠો. રત્નસારે જોયું કે બધાએ સારી રીતે વિદાય આપી છે. પોતાને આપેલ હાથી, ઘોડા, રથ, સુભટો આદિ સૌ તૈયાર છે. તેથી પોતાના રથના સારથીને આદેશ કર્યો કે હવે રથને હાંકો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૩૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ શુભ ઘડી શુભ વેળાએ રથ ગતિમાન થયો. ધીમેધીમે ચાલતો રથ વેગવાળો થયો. જયાં સુધી એકબીજાની દ્રષ્ટિપટમાં દેખાયા, ત્યાં સુધી સહુ ઊભા રહ્યા. રથ દેખાતો બંધ થયો ત્યારે રાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સખીઓ રાજમાતાને આશ્વાસન આપતાં, પરિવાર સહિત સહુ પોતાના આવાસે પાછળ ફર્યા. રથમાં બેઠેલા નવ દંપત્તી અને રત્નસાર મિત્ર સહુ અવનવી વાતો કરતાં વનમાં રહેલા નવા નવા કૌતુકોને જોતાં આગળ વધી રહ્યા છે. હવે તો રથ ઘણા વેગથી ચાલી રહયો છે. આગળ પાછળ રક્ષણ કરતાં સુભટો પણ પોતાના ઘોડા સાથે દોડી રહ્યાં છે. સાથે હાથીઓ આદિ બીજો પણ સૈન્યનો પરિવાર છે. વિશાળ વનને કાપતાં સાંજ ઢળવા આવી હતી. કયાંક સારા સ્થાનમાં પડાવ નાંખવો વિચારીને આગળ ચાલતા સુભટોએ મનોરમ નામના ઉદ્યાન પાસે આવી ઊભા. વિશાળ જગ્યા, મનોહર બગીચો, ક્લરવ કરતાં પંખીડાં, નિર્મળ જળથી ભરેલુ સરોવર, જોતાં ઘેઘુર મોટા વડલા હેઠે પડાવ નાંખ્યો. તંબુ તણાયાં. રત્નસારે ચિત્રસેનને રહેવા માટે મધ્યમાં સુંદર તંબુ નંખાવ્યો. આજુબાજુ સૈન્યના સુભટોને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. શીતળ છાંયડી વડલા હેઠ દંપત્તી આવી વસ્યા. સૌ પોતપોતાના કામમાં પરોવાયાં. સમય થતાં સૌ વેળા થતાં વાળુ પતાવી કામ આટોપી લીધું. દિનભર થાકેલો પરિવાર પોતાના સ્થાનમાં થાક દૂર કરવા સૌ સૂઈ ગયા. સાર્થનું રક્ષણ કરવા પહેરગીરો પોતાની ફરજ બજાવતા પડાવની ચારે બાજુ ફેરી ફરી રહયા છે. અને રક્ષણ કરતાં આંટા મારે છે. કુમાર-પદ્માવતી પણ સાંજની વેળાનું કાર્ય પતાવી ઈષ્ટદેવનું સ્મરણ કરતાં શ્રીનવકાર મહામંત્ર ગણતાં પોતાના પાલમાં નિરાંતે નિદ્રા દેવીને ખોળે પોઢી ગયાં. મિત્રની રક્ષા કરતો રત્નસાર કુમારના તંબુની આસપાસ પોતે ફરતો સાવધ થઈને આંટા મારી રહ્યો હતો. મધ્યરાત્રિ થતાં સૌ ભરનિદ્રામાં હતા. તે અવસરે વડલાની ઉપર કોઈ વાત કરતાં હતા તેનો અવાજ રત્નસારના કાને અથડાયો. અવાજ સાંભળતાંની સાથે રત્નસાર પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી સાવધાન થઈ ગયો. આવતાં અવાજોને સાંભળવા માટે બરાબર કાન ત્યાં રાખ્યાં. આ વડલા-વૃક્ષની ઉપર વ્યંતરદેવ ગૌમુખ અને દેવી ચક્રેશ્વરીનો વાસ હતો. તેઓ હરહંમેશ અહીં જ રહેતાં હતાં. દેવદેવી વાતો કરતાં હતાં, તે અવાજ રત્નસાર સાંભળતાં સાવધ થઈને શું વાત કરે છે, તે સાંભળવા ઉત્સુક બન્યો. દેવી - હે સ્વામી! આપણા વૃક્ષ નીચે આવી વસેલો આ કુમાર દેશાટન કરી પોતાના પિતા પાસે જાય છે, તો તેના પિતા કુમારને રાજ્ય આપશે કે નહીં? રત્નસારે આ શબ્દો સાંભળ્યા પોતાના મિત્ર માટે આ શબ્દો વપરાયા હતા. તેથી પૂરો સાવધ થઈને વાત સાંભળવા લાગ્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २४० Page #282 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજ - દેવી ! વાત ઘણી વિષમ છે. કહેવામાં મને તો વાંધો નથી. આપણો આ સાધર્મિક છે. તેથી તેના ઉપકારને માટે લાભની વાત કહું તે સાંભળ! દેવી - હે યક્ષરાજ! તમારી વાત સાચી છે. આપણા સાધર્મિકને લાભ થતો હોય તો વાત અવશ્ય કરવી જોઈએ, અને મને પણ તે વાત જાણવાની તમન્ના છે કહો? વિષમ એવી શી વાત છે? યક્ષરાજ - સાંભળ! રત્નસાર હવેતો પુરેપુરો સાવધ થઈ ગયો છે. હે દેવી! જયારે આ કુમાર પરદેશ ચાલ્યા ગયા. ત્યારે તેમની માતા રત્નમાલા પુત્રના વિરહમાં પરલોકવાસી થયા. વીરસેન પિતા પણ થોડા દિવસમાં પુત્ર-પત્નીના વિરહમાં તરફડ્યા. જેથી રાજ્યના બધા કામો સદાવા લાગ્યા. રાજ્ય પરિવાર તથા મંત્રીવર્ગ મુંઝાયો. છેવટે મહામંત્રીએ રાજાને સમજાવીને વિમળા નામની રાજકન્યા સાથે લગ્ન કરાવ્યાં. જ્યારથી વિમળા પરણી રાજમહેલમાં આવી ત્યારથી, વીરસેન સ્વસ્થ થતાં પોતાના દિવસો આનંદમાં વીતાવવા લાગ્યાં. દિવસ પર દિવસ જતાં રાજા, રાણીની ઉપર અતિશય રંગમાં રંગાઈ ગયો. મોહધેલો વીરસેન વિમળાના પ્રેમપાશથી બંધાઈ ગયો. સંસાર ચાલ્યો જાય છે. વિમળારાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. તેનું નામ ગુણસેન રાખવામાં આવ્યું. પુત્ર થતાં રાણી વિમળા હવે, રાજરમત રમવા લાગી. મોહધેલા પતિરાજ પોતાના હાથમાં હતા. હવે રાણીને પરદેશ ગયેલો ચિત્રસેન કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. રાજ્ય ગાદી ચિત્રસેનને મળે. મારા પુત્રને શું? તક જોઈને રાણીએ રાજા પાસે વાત મૂકી. વિમળા - સ્વામીનાથ? વિરસેન - દેવી ! વિમળા - નાથ ! મને એક વાતની ચિંતા છે. વિરસેન - તને ચિંતા ! શાની ચિંતા? હું બેઠો વળી તારે શી ચિંતા? બોલ શી ચિંતા છે? વિમળા - મારા દીકરાને રાજ્ય તો ન જ આપોને? વિરસેન - કેમ? શા માટે ન આપું? વિમળા - સ્વામી ! મારા દીકરાને ગાદી ઉપર બેસાડો તો તમારો સ્નેહ મારી ઉપર સાચો છે માનીશ... બાકી.. વિરસેન - બાકી.. ખોટો છે એમ? વિમળા - ના ના સ્વામી? એવું તો નથી પણ જયાં સુધી ચિત્રસેન જીવતો હશે ત્યાં સુધી તો... (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૪૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ આટલું બોલી રાણી અટકી ગઈ. રાજા વિચારમાં પડી ગયો. અંતે બંને જણા ચિત્રસેનનો કાંટો દૂર કરવા જુદાજુદા ઉપાયો વિચારવા લાગ્યાં. આટલી વાત સાંભળી, યક્ષિણી પૂછવા લાગી. દેવી - હે યક્ષરાજ ! તે દુષ્ટ અપરમાતાએ શું વિચાયું? યક્ષરાજ - હે દેવી! ચિત્રસેનને મારી નાંખવાના પોતાના દુષ્ટ વિચારો રાજાને કહેવા લાગી. મોહાંધ રાજા સારાસારનો વિવેક ભૂલી રાણીની વાતમાં સંમત થયો. વિમળાએ ઉપાયો બતાવ્યા. જયારે ચિત્રસેન આવે ત્યારે નગર પ્રવેશમાં કુમારને બેસવા માટે એક વક્રગતિ ઘોડો આપવો. તેનાથી કાંકરો ખસી જાય તો ઠીક નહીં તો. રાજા વીરસેન - દેવી ! ઘોડાથી ન પતે તો? વિમળા - બીજો ઉપાય પણ છે. નગરના દરવાજાથી પ્રવેશ કરતાં યાંત્રિક દરવાજો રાખવો. દરવાજાની મધ્યમાં ચિત્રસેન આવે ત્યારેજ દરવાજો તેની ઉપર પડે. કદાચ બચી જાય તો ઝેર મિશ્રિત લાડવો આપવો. આ ત્રણ આવળીથી જરૂર કાંટો દૂર થશે. આપણા મનોરથ પૂર્ણ થશે. જુઓ તો ખરા! સારા વાંસનો રવૈયો, દૂધમાંથી જામેલા દહીંને છાશ કરી નાંખે છે. સ્ત્રીની જાળમાં ફસાયો એક રાજા કયાં સુધી પહોંચ્યો. યક્ષ - દેવી ! આ ત્રણ આવળીઓથી જો બચી જાય તો પણ કુમારનાં નસીબ થકી ચોથી આવળીરૂપ કેવી છે અહાહા...! - યક્ષિણી - હે નાથ ! જો ત્રણ આવળીમાંથી બચે તો પણ આ પુણ્યશાળીને માથે ચોથી આવળીરૂપ ભય પણ મોટો છે? યક્ષરાજા - હા; સાંભળ ! રતસાર તો આ વાત સાંભળવા સ્થિર થાંભલાની જેમ સ્વૈભિત થઈ ગયો. ચોથી આવળી શું છે મિત્ર ઉપર. તે સાંભળવા લાગ્યો. યક્ષિણી - કહો ! ચોથી આવળીમાં શું છે? યક્ષરાજ - હે દેવી! પોતાના શયનખંડમાં રાત્રે એ સૂતો હશે ત્યારે ભયંકર ઝેરી સાપનો ઉપસર્ગ થશે. આ ચાર અવળીથી બુદ્ધિશાળી મંત્રીપુત્ર ચાલાકીથી જો મિત્રને બચાવી લેશે તો વળી ગાદીનો વારસદાર કુમાર થશે. પણ... પણ. બીજી વાત પણ સાથે છે જે આ ઉપકારની વાત મંત્રીપુત્ર જો કદાચ કહી દેશે તો, તે માણસ મટી પત્થરનો બની જશે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २४२ Page #284 -------------------------------------------------------------------------- ________________ દેવીએ તો આ વાત સાંભળી દુઃખ ધારણ કર્યું. જયારે રત્નસાર મંત્રીપુત્રે બધી જ વાત સાંભળી મનમાં ધારણ કરી રાખી. પ્રભાત થતાં વળી આગળ પ્રયાણ આદર્યું. ચિત્રસેન સતત પ્રયાણ કરતાં સૈન્ય સહિત પોતાના નગરની બહાર આવી ઊભો. મંત્રીપુત્રે એક સુભટને અગાઉથી રવાના કરી દીધો. રાજા વીરસેનને સમાચાર મોકલાવ્યા હતા. જે સંદેશો સાંભળી રાજા-રાણી આનંદ પામ્યા હતા. અને કુમારનું સદંતર કાટલુ કાઢવા વિચારેલા ઉપાયો અમલમાં મૂકવાની તૈયારીઓ કરતો રાજા સામૈયા સાથે નગર બહાર ઉદ્યાનમાં આવ્યો. ઘણા સમયે પિતાને જોતાં કુમાર દોડતો પિતાને ચરણે જઈને પડ્યો. કુટીલ હૃદયનો રાજા કૃત્રિમ હાસ્ય વડે પુત્રને ભેટ્યો. કુશળતા પૂછી અને પછી નાશની નિશાનીરૂપ વક્રગતિ ઘોડો કુમારને બેસવા માટે સુભટ થકી આગળ ધર્યો. ભોળા કુમારને ભેદની ખબર ન હતી. પણ ચાલાક મંત્રીપુત્ર રત્નસારે યુકિતપુર્વક ઘોડો બદલી નાંખ્યો. તેની કોઈને કંઈપણ ખબર ન પડી. બીજા ઘોડા પર બેસી, કુમાર નગર ભણી સામૈયા સાથે ચાલ્યો. રાજા તો રથમાં બેસી કુમારની પાછળ ચાલ્યો આવતો. વારંવાર ઘોડા સામે નજર છે. પણ ઘોડો તો મદમસ્તીથી સવારને લઈને મલપતો ચાલ્યો જાય છે. રાજા વિચારવા લાગ્યો, જરૂર કુમારે બુદ્ધિપૂર્વક વક્રગતિ ઘોડાને વશમાં લઈ લીધો છે. ઠીક ! આગળ વાત. વળી સામૈયા યુકત વરઘોડો નગરદ્વારે આવી પહોંચ્યો. સૌ દરવાજેથી નગરમાં જવા લાગ્યાં. કુમારે ઘોડાસહિત પગ મૂકયો, ત્યાં મંત્રીપુત્ર રત્નસારે ઘોડાના મુખ પર જોરદાર લાકડીનો ઘા કર્યો. ઘા થતાં જ ઘોડો ચાર-છ ડગલાં પાછો હટી ગયો. તેજ વખતે યંત્ર દરવાજો પડ્યો. કુમાર બચી ગયો. દરવાજામાં રહેલા લોકોમાં ઘણાને વાગ્યું. કોઈ મૃત્યુ પણ પામ્યા. પુણ્યશાળી કુમાર આબાદ ઊગરી ગયો. કવિરાજ કહે છે - રાગાંધ રાજાની શી વાત કરવી? કઠણ કલેજાનો રાજા જરાયે પીગળતો નથી. બે આવળીમાંથી ઊગરી ગયેલા પુત્રને મારવા હવે દુષ્ટમતિ કેવી ત્રીજી આવળી પાર પડે છે. તેની વાટ જોવા લાગ્યો. વાડ ચીભડાં ગળે' તો બીજાને શું કહેવુ? ચંદ્રમાંથી જો અગ્નિનો તણખો ઝરે તો શીતળતા કયાં મળે? પિતા પુત્રને મોતને ઘાટ ઊતારવા તત્પર બન્યો છે. તો બીજાને શું કહેવું? દરવાજા આગળ મોટો કોલાહલ મચી ગયો. રાજાએ કરેલુ આ અપકૃત્ય માણસોએ જાણ્યું. સહુ અંદરો અંદર બોલવા લાગ્યા. પણ રાજાને કોણ કહે? ખરેખર ‘સત્તા આગળ શાણપણ નકામું છે” કુમાર તો મિત્ર અને પત્ની સહિત હેમખેમ સામૈયા સાથે રાજદરબારે આવી ગયો. નગરજનો વિખરાઈ ગયા. કુમાર મિત્ર સાથે અને પદ્માવતીને લઈને રાજમાતાના મહેલે પહોંચ્યો. કૃત્રિમ હાસ્યથી વિમળાએ કુમારને આવકાર્યો. ઓવારણા લીધાં. માતાને નમસ્કાર કરી દંપત્તી પોતાના મહેલમાં ગયા. બીજે દિવસે વિમળાએ નવદંપત્તીને પોતાના મહેલે જમવા બોલાવ્યા. કપટી માતા વિમળાને ન ઓળખતો કુમાર, પત્ની અને મિત્રને લઈને જમવા ગયો. રાજા-રાજપરિવાર કુમાર, રત્નસાર, પદ્માવતી ઉચિત (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૪૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ આસને સહુને જમવા બેસાડ્યાં. રત્નસારને તો ખબર જ હતી કે આજે ઝર મિશ્રિત લાડવા, કુમારને જમવામાં મળવાના છે. પોતાની સાથે ગુપ્ત રીતે બે લાડવા લઈને રત્નસાર મિત્ર કુમારની સાથે એક ભાણામાં જમવા બેઠો. અપરમાતા વિમળા કુમારની થાળીમાં બે લાડુ પીરસી ગઈ. બધાના ભાણામાં પીરસાતું હતું. કુમારનું ધ્યાન બેધ્યાન કરાવી રત્નસારે યુકિતથી બે લાડુ બદલી નાંખ્યા. રાજા અને નાનો ગુણસેનકુમાર એ બંને ભેગા જમવા બેઠા. જ્યારે ચિત્રસેન, રત્નસાર ભેગા જમવા બેઠા. મોદકના થાળ લઈને વિમળા સહુને આગ્રહ કરી જમાડી રહી છે. અને વારંવાર ચિત્રસેન સામે છુપી નજરે જોઈ રહી છે. બંને લાડુ બંને મિત્રો આરોગી ગયા. મોદકની સાથે ખટ્રસ ભોજન પણ પિરસાયા હતા. સહુ ભોજન કરી નિવૃત થતાં. પાનનાં બીડાં અપાયાં. સહુએ પાનનાં બીડાં લીધાં અને ખાધા. ભોજન ખંડમાંથી સહુ બહાર આવ્યા. આરામ ખંડમાં સહુ ભેગા થઈને વાતો કરવા લાગ્યાં. કુમાર પણ પરદેશ ફર્યા ને જે જોયા તે આશ્ચર્યની વાતો કરવા લાગ્યો. વિમળા રાણી સહુને આભૂષણો અને અવનવા વસ્ત્રો આપી સન્માન કરવા લાગી. સહુ આનંદ કિલ્લોલ કરતા હતાં. કપટી રાજારાણીતો વાટ જુએ છે કે ઝેરના લાડવાની શી અસર થાય? જેને રામ રાખે તેને કોણ ચાખે’ પુણ્ય બળવાન કુમારનું કે ત્રણેય આવળીમાંથી મિત્ર રત્નસારે ઊગારી લીધો. રાજા રાણીની મેલી મુરાદ મનમાં રહી ગઈ. વળી વિમળાએ પદ્માવતીને પણ જુદાજુદા અલંકારો ભેટ ધર્યા, વસ્ત્રો આપ્યાં. ત્યારપછી રત્નસાર મિત્રને પણ ભેટણાં આપી, સન્માન કર્યું. ભોજન પછી સન્માન સમારંભ પૂરો થતાં, સહુ પોતાના આવાસે આવ્યા. આ પ્રમાણે ત્રીજા ખંડની આઠમી ઢાળ કર્તાએ સારી રીતે પૂર્ણ કરી. -: દુહા : એક દ્વિ નિશિ વૃક્ષ ચિંતવે, અહો મુજ બુદ્ધિ પલાય; કુળ અવતય સતાપરી, કીધો મણ ઉપાય. //all ધિક્ ધિક્ મુજ પૌરુષપણું, ધિક્ ધિક્ વિલાસ; સ્ત્રીવશ પુત્રરતન તણો, ચિંતવ્યો ચિત વિનાશ. //રા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २४४ Page #286 -------------------------------------------------------------------------- ________________ બિરાજે નાથ; એમ વૈરાગ્યરસે ભર્યો, રવિ ઉશે. ભૂપાળ; સમવસર્યા વનમેં તા, વીરજિસં થાળ. all દેવે સમવસરણ થ્થુ; તખત બિરાજે વનપાલક મુખ સાંભળી, આવે તૃપ બહુ સાથ. //૪ વંદી છ પ્રદક્ષિણા, બેઠા યથોચિત ઠામ; પ્રભુવાણી અમૃત સમી. સુણી પામ્યા વિશ્રામાં પણ લહી વૈરાગ્ય ધરે જઇ, મેળવી મંત્રી સાથ; ચિત્રસેન પદ થાપીને, લીયે દીક્ષા પ્રભુ હાથ. કો. વિમળા પણ સંયમ લીયે, લહી સંસાર અસારુ ગ્રહણ આસેવત શીખતા, ભૂતળ કરત વિહાર || ચિત્રસેન રાજી થયો, પાળે રાજ્ય મહત; પંચસયા મંત્રી શીરે રત્નસાર સ્થાપત. તા. દ્વિ કેતા વીત્યે થક, રાસાર કરે ચિંત; આવળી ત્રણ વળી ગઇ, પણ નવિ હુઆ નચિંત. I કહે નૃપને પુણ્ય જ કરો, પુણ્યથી પાપ પલાય; તુમ શિર કષ્ટ છે મોટકુ, ટળશે તવ સુખ થાય. ll૧oll તવ રાજા ગુરુસ્વતી, ભક્તિ કરે એકચિત; જીવ અમારી પળાવતાં, દાન દીયે બહુ વિત્ત. ૧૧. પણ મંત્રી નૃપ પાસથી ન રહે ક્ષણ એક દૂર ભોજન પણ ભેગા કરે, રાત્રે ચોકી હજૂટ ૧રી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २४५ Page #287 -------------------------------------------------------------------------- ________________ કોટી -: દુહા ઃ ભાવાર્થ : પુણ્યશાળી ચિત્રસેન રાજકુમાર મિત્ર રત્નસારની મદદથી ત્રણ ઘાતમાંથી ઊગરી ગયો. એકદા રાજા વીરસેન રાણી વિમળા સાથે રાત્રિ સમયે મહેલની અગાસીમાં બેઠા હતા. રાજા પોતાના મનમાં મંથન કરતાં રાણીને કહેવા લાગ્યો. રાજા - હે દેવી ! આપણે ન કરવાનું કામ કરી દીધું છે. તમને શું લાગે છે ? વિમળા - સ્વામી ! આ ભયંકર દુષ્કૃત્ય મારી આંખ સામે તરવર્યા કરે છે. શું કરવું ? સમજ પડતી નથી. રાજા - દેવી ! તમને નથી લાગતું કે જેને ‘રામ રાખે તેને કોણ ચાખે' મેં ઘણું ખોટુ કર્યુ છે. મારી દુર્બુદ્ધિએ મેં મારો વિનાશ નોતર્યો. આ પુત્ર કોનો ? મારા કુળને સારી રીતે દીપાવનાર પુત્રનો વિનાશ કરવા તૈયાર થયો. કુળના મુગટસમા પુત્રરત્નને મારી નાંખવા મેં કેટકેટલા ઉપાયો કર્યા, પણ પુણ્યશાળી કુમાર આયખાનો બળિયો બચી ગયો. કુળનો ઉચ્છેદ કરવા હું તૈયાર થયો. જુઓ ! હવે રાજાને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. વળી મનમાં ચિંતવવા લાગ્યો. એક સ્ત્રીના મોહપાશથી બંધાયેલા મેં ન કરવાનું કર્યું. મને ધિક્કાર હા. મારા પુરુષપણાને પણ ધિક્કાર હો. રાજ્યના વૈભવોને પણ ધિક્કાર હો. જે સ્ત્રીના વશથી મેં મારા પુત્રરત્નને મનમાં જ મારી નાંખવાનો સંકલ્પ કર્યો. આ સ્ત્રીથી સર્યું. આ રાજ્યથી સર્યું. આ રાજવૈભવના સુખોથી પણ સર્યું. આ મહાભયંકર અને ઘોરપાપોના પ્રતાપે ભવસમુદ્રમાં ડૂબવાનો. ના ! ના ! મારે ડૂબવું નથી. રાજા પલંગમાં સૂતો. પણ નિદ્રાવેરણ બની ગઈ. મન વૈરાગ્યે ઢળ્યું. સંસારસાગરથી તરવા માટે પરમાત્માનો માર્ગ જ મારે માટે ઉત્તમ રાહ છે. તે સિવાય મારો ઉદ્ધાર નથી. વૈરાગી રાજાની વાત પૂરી થતાં પ્રભાત કાળે રાજાએ પલંગની છેલ્લી સલામ દઈ દીધી. પ્રાતઃ કાળનું કાર્ય આટોપી તૈયાર થયો. ત્યાં તો વનપાળે આવી વધામણી આપી. હે મહારાજા ! નગર બહાર વનઉદ્યાનમાં જગત દયાળુ પરમાત્મા મહાવીર પધાર્યા છે. દેવોએ સમોસરણ રચ્યું છે. તેમાં જગતકૃપાળુ બિરાજમાન છે. ભવ્યજીવોને ઉપદેશ આપી રહ્યા છે. ‘જોઈતું હતું ને વૈધે કર્યું.’ વૈરાગી આત્માને પરમાત્માની જરૂર હતી. વીરસેન રાજા વીર પધાર્યાની વધામણી સાંભળતાં આનંદ વિભોર બની ગયો. વનપાળને વધામણીમાં ઘણું દ્રવ્ય આપી રાજી કરી રવાના કર્યો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २४६ Page #288 -------------------------------------------------------------------------- ________________ સપરિવાર રાજા પરમાત્માના દર્શનાર્થે વનઉદ્યાનમાં આવી ગયો. વિવેકી રાજાએ પરમાત્માને જોતાં હાથ જોડી દર્શન કરી લીધાં. સડસડાટ સમોસરણની સીડી ચડી પહોંચ્યા પરમાત્મા પાસે. પરમાત્માને વિધિવત્ ત્રણ પ્રદક્ષિણા દેઈ, ઉચિત સ્થાને બેઠો. પરમાત્માની અમૃત ઝરતી દેશના સાંભળી શાંત પામ્યો. રાજાની સાથે રાણી પણ વૈરાગ્યરસથી તરબોળ થઈ. પરમાત્માની અમૃત સરખી વાણીનો ધોધમાર વરસાદ હતો અને અનુકુળ ક્ષેત્ર હતું. રાજા રાણી સંસાર ઉપાધિને ટાળવા પોતાના હૃદયરૂપી ક્ષેત્રને શુદ્ધ કરીને રાખ્યું હતું. વાણીરૂપી વરસાદે સિંચન કર્યું. બાકી શું રહે? પ્રભુને પોતાના ભાવ જણાવ્યા. પ્રભુ તો જાણતા હતા. રાજા પરિવાર સાથે રાજમહેલે આવ્યો. મહામંત્રીને બોલાવી, પોતાની ભાવના દર્શાવી. કુમાર ચિત્રસેન પણ માતાપિતાનો બોલાવ્યો આવી ગયો. શુભ મુહૂર્ત કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. કુમારે હા-ના ઘણી કરી પણ છેવટે રાજાનો નિર્ણય અફર હતો. કુમારનું કંઈ ન ચાલ્યું. રાજ્યધુરા કુમારને સોંપીને, રાજા-રાણી દીક્ષા લેવા તૈયાર થયા. જિનમંદિરે મહોત્સવ મંડાયો. શુભદિને વીરસેન રાજા અને રાણી વિમળાએ પણ પલકમાં સંસારના સ્વાંગ ઊતારી, સાધુતાનાં સ્વાંગ લઈને હવે પોતાના કર્મ ખપાવવા ઉજમાળ બન્યા. વિરસેન મુનિ પરમાત્મા પાસે, વિમળા સાધ્વી સાધ્વીવૃંદની પાસે હંમેશાં ગ્રહણ આસેવન શિક્ષાની તાલીમ પામતાં, પૃથ્વીતળે વિહરવા લાગ્યા. નિરતિચાર સંયમ પાળતાં, જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમાં આગળ વધવા લાગ્યાં અને આત્મકલ્યાણ કરવા લાગ્યાં. આ તરફ વિરસેન રાજાની ગાદીએ ચિત્રસેન હવે રાજા થયો. માતા-પિતાના ઉપકારોને યાદ કરતાં ચિત્રસેન રાજાએ રાજયનો કારભાર સંભાળી લીધો. પ્રેમથી પ્રજાનાં હૈયાં જીતવા લાગ્યો. વિરસેન રાજાની યાદી ભુલાઈ જાય, તેવી વર્તણૂકથી ચિત્રસેન પ્રજાવત્સલ્ય થયો. પોતાનાં પાંચસો મંત્રીશ્રૃંદમાં મિત્ર રત્નસારને મહામંત્રીનું સ્થાન આપ્યું. રાજ્યને સંભાળતો રાજા ચિત્રસેન અંતેપુરમાં પદ્માવતી પટરાણી સાથે આનંદ કિલ્લોલ કરતાં દિવસો પસાર કરે છે. મુખ્યમંત્રી રત્નસારને હજી પણ ઘણો અજંપો છે. મિત્રને ત્રણ આફતોમાંથી ઉગારી લીધો, પણ હજુ રાજાની ઉપર પાપના ઉદયે આવવાનું મોટું સંકટ બાકી છે. તે એકલો જ આ વાત જાણે છે. મિત્રતા સાચી હતી. મિત્રને બચાવી લેવો તે તેનો નિર્ધાર હતો. તેથી ચિત્રસેનનો પડછાયો બનીને સાથે રહ્યો છે. તેનાથી કયાંયે છૂટો પડતો નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૪૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ ચિંતામાં કેટલાયે દિવસો પૂરા થયા. ત્રણ આફતો દૂર કરી છતાં રત્નસાર નચિંત થતો નથી. ભાવિની ભીતરમાં શું હશે ? કોઈ પિછાની શકતું નથી. છતાં વફાદાર મહામંત્રી રત્નસાર મિત્રને આવવાની ચોથી આફતથી બચાવવા સાવધાન છે. સંકટનાં એંધાણને, રાજાને સમજાવતો રત્નસાર કહે છે - હે રાજન્ ! પાપના વાદળોને દૂર કરવા પુણ્યનો સંચય કરવો જોઈએ. પુણ્ય થકી પાપ દૂર ચાલ્યા જશે. પૂર્વની પુણ્ય કમાઈ છે તો સુખ સાહ્યાબી મળ્યા છે. પણ રખે પાપનો ઉદય થતાં પહેલાં, સાવધ થઈએ. તો વળી પાપના પડલો હટી જાય. અવસર મળ્યો છે પુણ્ય કરવાનો. તો તે ન ચૂકવું જોઈએ. હે મહારાજ ! આપને માથે મોટું સંકટ આવવાનું છે. તે સંકટને ટાળવા પુણ્યની જરૂર છે. તેથી સંકટ ટળી જાય અને સુખ મળે. ચિત્રસેનને પોતાના મિત્ર પર અપાર પ્રેમ સાથે અથાગ વિશ્વાસ છે. મિત્રે મંત્રીશ્વરની વાત સ્વીકારી લીધી. અને તરત જ દાનધર્મની આરાધના માટે તત્પર થયા. દેવગુરુની ભકિત તન-મન-ધનથી કરવા તત્પર બન્યો. તેમાં ભાવરૂપી ઘી મેળવીને ભકિત કરવા લાગ્યો. વળી જગતના જીવ માત્ર ઉપર કરૂણા વરસાવતો હિંસા નાબૂદ કરાવી. ચારેય પ્રકારે દાન દેવા લાગ્યો. મંત્રીશ્વર રાજા પાસે અધિક અધિક દાન પુણ્ય કરાવવા લાગ્યો. તેમજ રાજાની પાસેથી એક પણ ક્ષણ વેગળો થતો નથી. ભોજન પણ સાથે જ કરે છે. દિવસભર સાથે રહીને રક્ષણ કરે છે અને રાતભર રાજાના શયનખંડ ફરતો, ઉઘાડી તલવાર લઈને સ્વયંમેવ ચોકી કરે છે. કયાંયે રાજાને એકલો પડવા દેતો નથી. નવમી : (લાલ ગુલાબી આંગી રચી રે... એ રાગ) અન્ય દિને મધ્ય નિશા સમે રે, સૂતા નિદ્રાએ રાયા લાલ; મંત્રી ચોકી ભરે તે થકી રે. દીઠી ચંચળ છાયા લાલ. અમરની વાણી અમોધ છે રે.. એ visen. llall ઉર્ધ્વ તજર કરી જોવતાં રે, દીઠો પનગ કાળો લાલ; ખંડો ખંડ મંત્રી કરી રે, ગુપ્ત કર્યો લઇ થાળો લાલ. અમર. ॥૨॥ રાણી જેવો ઉપર પડ્યો રે, રુધિરતો બિંદુ એક દીઠો લાલ; વસ્ત્ર મંત્રી ભૂહતાં થકા રે, જાગત દેખી નૃપ રૂઠ્યો હો લાલ, અમર. ॥૩॥ -ઃ ઢાળ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २४८ Page #290 -------------------------------------------------------------------------- ________________ મંત્રીને કહે શું કરો ? રે, મંત્રી વિયારે ભયભ્રાંત હો લાલ; ઉત્તર શો દીયું શંકા પડી રે, વાધ નદીને દ્રષ્ટાંત હે લાલ, અમરર //૪ પત્થર થઊ સાયું વહે રે, જૂઠ રાજા નવિ માને તો લાલ; કૃત ઉપકાર દૂરે કરી રે, દૂર કરે કરી અપમાને છે લાલ, અમર //પો. પાવઇને નવિ પાનો ચઢે રે સો સો બાળક રોવે લાલ; જન્મ લગે જો સેવા કરે રે, રાજા મિત્ર ન હોવે લાલ, અમર, કો યત:---- काके शोचं द्यूतकारेषु सत्यं, क्लीषे धैर्य मद्यपे तत्वचिंता । सर्प क्षान्तिः स्त्रीषु कामोपशान्ती, राजा मित्रं केन द्रष्टं श्रुतं वा ॥१॥ પૂર્વની ઢાળ ચાલુ.... સત્યનો બેલી છે સાહિબોરે, જુહાનો યમરાય હો લાલ; સાચું બોલવું મુજ ઘટે રે દીઠું જ્ઞાનીનું થાય તો લાલ, અમર //ળી મંત્રી કહે સાયું ભણ્યા થકી રે, થાઇશ પત્થર રૂપ હો લાલ; રાય વદે જુઠ એ વારતા રે, ખાડ ખણે નહિ કૂપ હો લાલ, અમર. cl સત્ય ધરી તવ મંત્રી ભણે રે, પદ્માવતી શું આવતા હો લાલ; વડ હેઠે તમ નિદ્રા વરી રે, દેવ દેવી બોલતા હો લાલ, અમર. //. આવળી જીવિત વાતની રે, યાર સુધી તુમ કેરી હો લાલ; જનની જાતાં તાત રિપુ થયો રે, કટિસમ પોળ નિપાતે હે લાલ, અમર, //holl નૃપ ખે પણ હઠથી કહે છે, બોલો આગળ ચાંપે હો લાલ; વિષમોક ત્રીજી ભણે રે, કંઠેલગે પત્થર રૂપે હો લાલ, અમર. ll૧૧. તો પણ તૃપ કહે ચોથી કહો રે, જબ અહિબિંદુ કહેવાણો લાલ; પત્થરની ઘડિમા થયો રે, દેખી ભૂu મૂચ્છણો લાલ, અમર, I/૧રી મૂર્છા વળી તવ રોતો ઘણું રે, મિત્ર તણા ગુણ સંભારી હો લાલ; એ વિણ રાજને શું કરું રે, વાત કરી ન વિચારી લાલ, અમર. //all મરણ શરણ હવે માહરે રે, વચન સુણીને પટ્ટરાણી લાલ; ચિંતે હી રાજય સકળ ગયું રે, લોકમાં હાંસી ને હાણી, અમર ૧૪ો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २४० Page #291 -------------------------------------------------------------------------- ________________ કરીએ કાળ ઉલ્લંઘના રે, નૃપને કહે શું વિમાસો લાલ; રાંક પરે શું રુઘ્ન કરો રે, અવળો નાંખીતે પાસો લાલ, અમર. (૧૫) કરી ઉપાય સજ્જ કીજીયે રે, મંડાવો દાનશાલા દેશી વિદેશી મંત્રે ભર્યા રે, કાતટા જોગી જટાળા લાલ, અમર. ||૧૬|| અન્નમિષે કેઇ આવશે રે, કરશે તે ઉપગારો લાલ; લાલ; અમર. ॥૧૭॥ લાલ, તત્ક્ષણ દાંતશાલા કરી રે, આવે લોક હજારો હો લાલ, ખાખી યોગી જે જે કહે રે, તે તે કીધ ઉપાય હો પણ એક લેશ ગુણ નવી થયો રે, તવ ગૃપ શોકે ભરાયો લાલ, અમર. ॥૧૮॥ બેસે ત રાજ્ય કચેરીએ રે, ગીત તે નૃત્ય ન સુહાવે લાલ; દંપત્તી હોય ચિંતા ભરે હૈ, ક્વિંસ નિશા નવિ જાવે લાલ, અમર. ||૧૯થી એક તિ ચિંતે એ દેવની રે, માયા દેવ સમાવે લાલ; જઇવડ હેઠે કરું વિનંતી રે, કરુણાએ કાંઇ એ બતાવે લાલ, અમર. ॥૨૦॥ એમ ધારી શુભ વેળા લહી હૈ, ચાલ્યો રાય એકાકી લાલ; ક્તિ કેતે વડ પામીયો રે, રાતે અતિ ચિંતાએ નિદ્રા નહિ રે, કોણ દુઃખીયો તર એકલો રે ?, મિત્ર વિયોગે એ દુઃખ ભર્યો રે, સો કહે પૂર્વે આવ્યા હતા રે, પત્ની મિત્રશું ભોગી લાલ, અમર. [૨૩] તે તિ મેં તુજને કહી રે, એહતે આવળી ચારે લાલ; સુતો તે થાકી રે લાલ, અમર. ॥૨૧॥ દેવી યક્ષને ભાખે હો લાલ; તવસુર ઉત્તર દાખે લાલ, અમર. ॥૨॥ સા ભણે કેમ વિયોગી ? લાલ; લાલ; અમર. ॥૨॥ મિત્ર ટાળી તે આવળી રે, પણ મેં ના કહી તે વારે લાલ, અમર. ॥૨૪॥ તે લોપી રૃપ આગળે રે, વાત કરી તેણે તેહો દેવનું વાકય ન અન્યથા રે, પત્થરમય થઇ દેહો લાલ, તાસ વિયોગે સૂતો ઇહાં રે, સુણી દેવી તવ પૂછે જિમ પાછો તર રૂપે હુએ હૈ, તે પ્રતિકાર ક્રિશ્યો છે? લાલ, અમર. ॥૬॥ યક્ષ કહે શીયળે સતી હૈ, સુત ઉત્સંગે કર ફરશે લાલ; તવ મંત્રી તરરૂપે હુવે રે, સુણી રાજા મત હરખે લાલ, લાલ; અમર. ॥૨॥ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २५० Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉઠી પ્રભાતે માર્ગે ચાલે રે, પહોંચ્યો વસંતપુર ગેહે લાલ; હરખે લોક પાવતી રે દેખી રાયતે નેહે લાલ, અમર ૨૮ ગર્ભવતી સ્ત્રી વાત સુણી રે, દ્ધિ હોય ચાર હર્ષ ધરાવે લાલ; શુભવેળાએ સૂત જનમ્યો તા રે, તિ સ્ર ઉત્સવ થાવે લાલ, અમર રહો ધર્મસેનાભિધ સ્થાપતા રે, ધર્મ પસાયે રે સુખ પાવે લાલ; સજન સાથે દિન બાએ રે, દાન શાળાએ નૃપ આવે લાલ, અમર Boll મંત્રી મૂર્તિ તિાં લાવીને રે, રાણી જાત કરતી લાલ; સુત ઉસંગે ધરી બોલતી રેપમેષ્ઠી સમરતી લાલ, અમર. ૩૧ll સુણજો સૂર્ય વૈમાનિકા રે, વ્યંતરને લોકપાલા લાલ; મત વય કાયા નિર્મળપણે રે, જો મુજ શીલ ઝાકઝમાળા લાલ, અમર, શા તૃપ અરિકેસરીની પ્રિયા રે, રાણી ચંપકમાળા લાલ, શીયળ સુધાસ છાંટતા રે, વિશમી પાવક જવાળા લાલ, અમર, ૩૩ હું પણ એહવી જો સતી રે, તો મુજ હાથ ફરશંતે લાલ; મંત્રી સાજા થઇ ઉઠો રે, સજજત સર્વે વિકસતે લાલ, અમર. ૩૪ સર્વાગે ફરશે એમ કહી રે, મંત્રી તે વેળા લાલ; નરૂપે જિમ નિદ્રા તજી રે કરતાં રાયતે મેળા લાલ, અમર, રૂપો ત્રીજે ખંડે નવમી કહી રે, શ્રી શુભવીરે એ ઢાળો લાલ; ધર્મ થકી દુઃખ વેળા ટળે રે, પામે મંગળ માળો લાલ, અમર, રૂકો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૫૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ સાચો મિત્ર -: ઢાળ - ૯ : ભાવાર્થ: દિવસ રાત ચોવીસ કલાક રાજાનું રક્ષણ કરતો રત્નસાર હર પળે હર સમયે સાવધ છે. વડલા ઉપર બેઠેલ વ્યંતર યુગલની વાત પળ માટે ભૂલ્યો નથી. નથી ભૂલ્યો માટે પળવાર પણ રાજાથી અળગો થતો નથી. તેવામાં એક દિવસની સાંજે કુમાર મંત્રીશ્વર અગત્યની વાતો કરતા છૂટા પડ્યા. ચિત્રસેન પોતાના શયન ખંડમાં ચાલ્યો ગયો. મંત્રીશ્વર ઉઘાડી તલવારે ચોકી કરે છે. મધ્યરાત્રિ જામી છે. ચિત્રસેન નચિંત ભરનિદ્રામાં પોઢી રહ્યો છે. ખબર નથી મારે માથે સંકટ શું આવવાનું છે? શયનખંડની એક બારી પાસે પલંગમાં રાજા સૂતા છે, જ્યારે બીજી બારી પાસે પટ્ટરાણી પદ્માવતી નિરાંતની નિદ્રા લઈ રહ્યા છે. તે અવસરે ચોકી કરતાં રત્નસારે સામે ભીંત પર પડતી હાલતી ચાલતી છાયા જોઈ. છાયા જોતાં જ તરત સાવધાન થઈ, શયન ખંડમાં ઊંચે છતમાં નજર કરી. ખરેખર ! દેવની વાણી અમોધ હોય છે. કયારેય દેવોના વચનો મિથ્યા થતાં નથી. મંત્રીએ છતમાં જોયું ભયાનક યમરાજની જીભ સરખો ભોરીંગ મોટો કાળો નાગ છતમાંથી નીચે રાજાની શૈયા ઉપર લટકી રહ્યો છે. નાગને જોતાંજ મંત્રીશ્વરે હાથમાં રહેલી ખુલ્લી તલવારને પળનો વિલંબ કર્યા વિના પલંગ ઉપર લટકી રહેલા નાગની ઉપર ઉગામી. એક ઝાટકે હણી નાંખ્યો. નાગનું શરીર ઘબાક કરતાં જમીન ઉપર પડ્યું, ને તે શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યાં. લોહીનાં બુંદ શયન ખંડમાં ચારેકોર ઉડ્યા. ધીમેથી નાગના શરીરના ટુકડા ખંડમાં રહેલા થાળમાં ભેગા કરી સંતાડી દીધા. લોહીનાં ટીપાં ભીનાં કપડાથી જમીન લુછી નાંખી, તેથી રાજાને ખબર ન પડે. પણ સૂતેલી પદ્માવતી રાણીના શરીર પર લોહીના બુંદ પડ્યા. શયનખંડમાં ધીમી ધીમી બળતી દીપમાળાના પ્રકાશમાં રત્નસારે તે લોહીનાં ટીપાં જોયાં. તરતજ મંત્રી પોતાના વસ્ત્રના છેડે રાણીના અંગ પરના લોહીના ટીપાં સાફ કરવા લાગ્યો. રખેને આ વાતની જાણ ન થવી જોઈએ. વળી ઝેરી સર્પના લોહીથી રાણીના અંગને કંઈ પણ હાનિ ન થાય. તે જ અવસરે ન બનવાનું બની ગયું, તે ટાણે ભરનિદ્રામાંથી ચિત્રસેન અચાનક જાગી ગયો. મંત્રીશ્વરની ચેષ્ટા જોતા જ સફાળો પલંગ ઉપર બેઠો થયો. મંત્રીની ઉપર ક્રોધે ભરાયો, અને એકદમ ત્રાડકયો. રે મંત્રી ! અત્યારે શું કરો છો ! અડધી રાત્રિએ મારા શયનખંડમાં ! મંત્રીશ્વર શું બોલે? રાજાના ક્રોધથી બોલાયેલા . વાકયોનો જવાબ શું આપે? શું બોલું? શું ન બોલું? ભયભીત થયેલ રત્નસાર કંઈજ ન બોલી શકયો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २५२ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧. ચિત્રસેન કુમાર - પદ્માવતીના શયનખંડની રક્ષા કરતો મિત્ર રત્નસાગર. પલંગ પરથી લટકી રહેલા નાગને જોતાં જ રત્નસાર હણે છે. ૨. રત્નસાર નાગના ટુકડાં ભેગા કરી રહયો છે. સહસા ચિત્રસેન જાગી જાય છે. ચોથી આફત ટાળવામાં રત્નસાર ફસાયો. શો જવાબ આપે ? રાજાને શંકા પડી છે. નિવારણ શી રીતે કરવું? હાલ તો વાઘ નદીના ન્યાય જેવો ઘાટ થયો છે. એક બાજુ વાધ છે તો બીજી બાજુ બે કાંઠે વહેતી નદી છે. બંને તરફ મરણનો ભય છે. આ ન્યાયવત્ રત્નસારની દશા થઈ. રાજાની શંકાને દૂર કરવા સાચી વાત કરે તો દેવની આજ્ઞાનું ઉલ્લંઘન અને પોતે પત્થર બને અને શંકાને ન ટાળે તો રાજાને વધારે શંકા ઉત્પન થવાની. સાચી વાત કરીશ તો તો હું પત્થર. જુદી વાત કરીશ તો રાજા માને નહી. મૂંઝાયેલો રત્નસાર જવાબ ન આપી શક્યો. રાજા વધારે રાતોપીળો થઈને મનમાં વિચારી રહ્યો. મધ્યરાત્રિએ રત્નસાર મારા શયનખંડમાં રજા વિના કેમ આવ્યો હશે? પૂછું તો જવાબ આપતો નથી. વળી બોલ્યો રે રત્નસાર ! બોલ ! કેમ આવ્યો હતો ! નિર્લજ્જ ! તું મારો મિત્ર ને તેં જ મને વિશ્વાસઘાત કર્યો. તારી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૫૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાએ મારા એ શયનખંડમાં આવી શકે ખરો? સાચું કહી દે શા માટે આવ્યો છે? પદ્માવતી પણ સફાળી ઊઠી ગઈ. વાતનો તાગ પામી ગઈ. મૌનપણે સાંભળી રહી હતી. રત્નસાર વિમાસણમાં પડ્યો શું કરવું? સાચી વાત જો નહીં કરું તો રાજા મને છોડશે નહીં. અત્યાર સુધી કરેલા ઉપકારને ભૂલી જઈને મારું અપમાન કરીને મને દૂર કાઢી મૂકશે? શું કરું? વળી રાજા ત્રાડકયો - બોલ? શા માટે આવ્યો છે? રત્નસાર હજુ પણ કાંઈ જ બોલતો નથી. મનમાં વિચારે છે. ખરેખર જગતમાં કહેવાય છે કે રાજા કયારેય કોઈનો મિત્ર થયો નથી. સો સો બાળકો ભૂખ્યા થયાં રોકકળ કરે તો પણ પાવૈયાઓને પાનો ચઢતો નથી. તેમ જન્મથી લઈને જીવનપર્યત સુધી રાજાની સેવા કરો તો પણ તે કયારેય મિત્ર થતો નથી. કહ્યું છે કે. યતઃ (શ્લોક) કાગડો કયારેય પવિત્ર હોતો નથી, જુગારી કયારેય સાચું બોલતો નથી, નપુંસકમાં ઘીરજ નથી હોતી, દારૂડિયામાં તત્વનો વિચાર નથી હોતો, સર્પમાં ક્ષમા નથી હોતી, સ્ત્રીમાં કામ શાંત નથી થતો અને રાજા કયારેય કોઈનો મિત્ર થતો હોતો નથી.” વળી રત્નસાર મનમાં વિચારે છે, જે થવાનું હોય તે થશે, ખરેખર જગતમાં સત્યનો જય થાય છે. સત્યનો બેલી ભગવાન છે. જ્યારે જુકાનો બેલી યમરાજ છે. અત્યારે સાચું બોલવામાં સાર દેખાય છે. ભાવિભાવતો જ્ઞાનીએ દીઠા હશે તે થશે. આ પ્રમાણે વિચારી શાંતપણે રત્નસાર બોલ્યો - હે મહારાજ! રાજા - હવે મહારાજ નહીં ! જે હોય તે જલ્દીથી સાચું કહી દે. રત્નસારે જાણ્યું કે રાજાની હઠ રાજહઠ કયારેય રાજાઓ છોડતા નથી. તેમાં વળી આ તો શયનખંડનો પ્રશ્ન, નહીં કહું તો આવી બનશે, જીંદગીભર કદાચ કેદખાનામાં નાંખી દેશે. મંત્રી કહે - રાજનું સાચું કહીશ તો હું તો પત્થર થઈશ. રાજા - આ વાત જુદી છે. શું ખાડો ખોદવાથી કૂવો છે, તેવું માની લેવાય? તારે સાચું કહેવું જ પડશે. રત્નસાર સત્વશીલ હતો. સત્વને ધારણ કરીને રાજાને સાચી વાત કહેવા તૈયાર થયો પદ્માવતી તો આ વાત સાંભળી વિમાસણમાં પડી. મંત્રીશ્વરની વાતમાં તથ્ય છે. પણ અત્યારે બોલવું ઉચિત નથી. રત્નસાર - હે મિત્ર! આપ જ્યારે પદ્માવતી સાથે લગ્ન કર્યા. પછી તેઓને લઈને આપણે આપણા નગરમાં આવતા હતાં. તે વેળાએ વડલાના વૃક્ષ નીચે રાત વાસો રહ્યા હતાં. તે આપને ખબર છે ને? રાજા - હા! હવે આગળ બોલ. મંત્રી - રાજનું આપ તો તંબુમાં સૂતા હતાં. આપની રક્ષા કરતો હું સારી રાત તંબુને ફરતો રહૃાો હતો. તે વેળાએ વડલાની ઉપર કોઈ દેવદેવી યુગલ વાતો કરતાં મેં સાંભળ્યા. સાવધ થઈ હું તે તરફ પુરુ લક્ષ્ય શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૫૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ રાખીને વાત સાંભળવા લાગ્યો. જે મેં સાંભળી તે કહું છું. દેવીના પૂછવાથી દેવ કહેતા હતાં કે, નીચે સૂતેલો જે કુમાર છે. તેને રાજ મળશે પણ, અતિવિષમ રીતે મળશે. બચપણમાં કુમારના કુવ્યવહારથી રાજાએ કાઢી મૂક્યો. પુત્રના વિરહમાં માતા મૃત્યુ પામી. રાજાએ બીજા લગ્ન કર્યા. નવી રાણી આવતા જુની રાણીને ભૂલી ગયો. નવી રાણીના વચનથી નવી રાણીના પુત્રને રાજ્ય આપવા, બંધાઈ ગયો. ત્યાં તમારી આવવાની વાત જાણી. આપની નવી માતાએ આપના પિતાને વચનથી બાંધવા માટે કહ્યું તમારો મોટો પુત્ર આવશે તો મારા પુત્રને રાજ નહીં આપો ને? રાજાએ કહ્યું કે તારા પુત્રને રાજ્ય આપીશ. નવી મા કહે છે પણ જ્યાં સુધી તે ચિત્રસેન જીવતો હશે, તો તમે કેવી રીતે આપશો? તે કરતાં ચિત્રસેન અહીં આવે તો તેને મારી નાંખવો. તેથી ચિંતા ન રહે. રાજા રાણી મળીને, તમને મારી નાંખવાના ઉપાયો વિચાર્યા. જે ઉપાયો માટે હવે આગળ ન પૂછો, રાજનું! હે મિત્ર! આગળ ન પૂછો ! જો પૂછશો તો તમારી સામે તમારો આ મિત્ર ઊભો નહીં રહે બબ્બે વિપરીત જોવા મળશે. પણ આ તો રાજહઠ. રાજા કહે - જે થવાનું હોય તે ભલે થાય, પણ સાચી વાત કહે. રત્નસાર - રાજ! તે દેવ કહે કુમારની ઉપર ચાર અવળીરૂપ ચાર મહાસંકટો આવશે. મેં તે ચારેય આવળી સાંભળી પછી તે દેવીએ કહયું. તેને શી રીતે બચાવવો? ત્યારે દેવે કહ્યું - કુમારનો મિત્ર સાવધાન થઈને તે ચાર આવળીરૂપ ચારેય આફતોમાંથી કુમારને બચાવી લેશે. પછી રાજ્યને ભોગવશે. કુમારની મા જતાં પિતા વેરી થયો. પહેલી આવળીમાં ઘોડાની વિપરીતતાની વાત કરી અને પછી યુક્તિથી રાજનું ત્યાં તમને બચાવી લીધા. આટલી વાત કરતાં અને સાંભળતાં રત્નસાર ઘુટી સુધી પત્થરનો થયો. રાજા રાણી બંને જોઈ રહ્યા છે રત્નસારે બીજી આવળી દરવાજાની કહી. તે સાંભળતાં ને કહેતાં રત્નસાર કમર સુધી પત્થરનો થયો. કમર સુધી મિત્રની દશા પત્થરની જોયા છતાં રાજાએ હઠ ન મૂકી. આગળ ત્રીજી આવળીની વાત પૂછી. ત્રીજી ઝેરથી મિશ્રિત લાડવાની વાત કરી. ત્યાં તો રત્નસાર ગળા સુધી પત્થરનો થયો. તો યે રાજાએ હઠ ન મૂકી. ચોથી આવળી સર્પના દંશની વાત કરતાં તેમાંથી તમને બચાવવા તલવાર વડે સર્પને હણ્યો. લોહીના છાંટાને સાફ કરતા આપ જાગી ગયા. બસ ત્યાં તો મિત્ર રત્નસાર પૂરેપૂરો પત્થરનો થયો. સંપૂર્ણ પાષાણમયી મિત્રને જોતાં જ રાજા મૂચ્છિત થઈ, ત્યાં ધરણી ઉપર ઢળી ગયો. રાણીના તે મહેલમાં સૌ દાસી વર્ગ જાગી ગયો. સૌ ત્યાં ભેગાં થઈ ગયાં. પદ્માવતીએ કંઈક ઉપાય કરતાં રાજાની મૂછ દૂર કરી. ભાનમાં આવતા ચિત્રસેન રાજા લમણે હાથ દઈને મિત્રને ગુમાવ્યાનો શોક ધરતો, મોટે મોટે થી રડવા લાગ્યો. મિત્રના ગુણો સાંભરતો, રડતો, રાજન બોલી રહ્યા છે હવે મારા મિત્ર વિના આ રાજ્યને હું શું કરું? રાંડ્યા પછી ડહાપણ શા કામનું? તે આનું નામ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૫૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ મેં તારી વાત એકપણ ન સાંભળી. વગર વિચાર્યું કામ કર્યું. હવે શું કરવું ? હે મિત્ર ! હું તારા વિના હવે જીવી નહી શકું ? મારા માટે તે પ્રાણ પાથર્યા. મૂર્ખ હું તારી કદર ન કરી શકયો. હું કયાં જાઉં ? શું કરું ? હવે તો મારે મરણ સિવાય બીજુ કોઈ શરણ છે જ નહીં. આ પ્રમાણે મિત્રના ગુણોને સંભારતો, ચિત્રસેન રાજા અતિશય વિલાપ કરી રહ્યો છે. રાણી પદ્માવતી તથા રાજપરિવાર પણ સૌ રડી રહ્યા છે. ૧. રત્નસારને પત્થરનો જોઈ રડતો ચિત્રસેન રાજા આશ્વાસન આપતી પદ્માવતી રાણી. ૨. બાળા રાજાને ખોળામાં લઈને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીને, પદ્માવતી રાણી રત્નસાર મંત્રીપુત્રને સ્પર્શ કરે છે. મરણ સિવાય કોઈ શરણ નથી. આવા અધટત વચનો રાજાના સાંભળી પદ્માવતી બોલી - હે સ્વામી ! હે નાથ ! આપ આ શું બોલો છો ? અવિચાર્યું સાહસ કરી મિત્રને ગુમાવ્યો હા ! અહા ! તે કારણે રાજ્ય ગુમાવ્યા બરાબર છે. અને લોકમાં આપ હાંસીપાત્ર બન્યા. હવે શોક કરવાથી શું ? મનમાં જરા વિચારો. આ પ્રમાણે આશ્વાસન આપતાં સમય - કાળને, તે પળ વિતી જાય, તે રીતે વિચારતી વળી આગળ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૫૬ Page #298 -------------------------------------------------------------------------- ________________ કહે છે. પદ્માવતી - પ્રાણનાથ ! હવે બાળક પરે રુદન કરવાથી શું વળશે ? વ્હાલા મિત્ર મંત્રીશ્વરના વચનો ગણકાર્યા નહીં રાજન્ ! બાજી રમતાં અવળા પાસા નાંખ્યા. શું થાય ? સ્વામિ ! વિચારો, શાંત થાઓ. મનમાં વિમાસો. પદ્માવતીના વિચારો સાંભળતા રાજા કંઈક સ્વસ્થ થયો રાજા તો પદ્માવતી સામે એકીટસે જોઈ રહ્યો છે. પદ્માવતી પણ કાળનો ક્ષેપ કરતાં વળી આગળ કહે છે - હે મહારાજ ! રડતાં રાજ નહીં રહે. રડતાં મિત્ર પણ પાછો નહી મળે. મિત્રને સજજ કરવા હવે કંઈક ઉપાય વિચારો. જે ઉપાયો વડે મિત્ર પત્થર મટી માનવ બને. નગરની મધ્યમાં મોટી દાનશાળા ખોલો. દેશ પરદેશના વટેમાર્ગુ દાન અર્થે દાનશાળાએ આવશે. વળી આ નિમિતે માંત્રિકો તાંત્રિકો તથા યાંત્રિકો પણ આવશે. વાદિઓ વૈતાલો, મુનિઓ, યોગરાજો, જટાધારીબાવાઓ પણ દાનશાળાએ આવશે. દાનને કારણે દેવલોકના દેવો પણ આવે. આહાર અર્થે ભોજનને બહાને કંઈક લોકો આવશે. મિત્રને સજજ કરવાના ઉપાય પૂછતાં કંઈક ઈલાજ કામ આવી જશે, અને મિત્ર પાછો મળી જશે. તે દાનાર્થિઓ આવીને જરૂર ઉપચારો પણ કરશે. રાણીની વાત સાચી લાગી. રાજાએ તરત જ નગરમાં મોટી દાનશાળા ખોલીને દાન આપવાનું શરૂ કરી દીધું. આ દાનશાળાએ રોજ હજારો લોકો દાન લેવા માટે આવવા લાગ્યા. ખાખીબાવાઓ, યોગીરાજો, મંત્ર, તંત્રને જાણનારો, બધાં જ આવવા લાગ્યાં. રાજા ત્યાં બેસીને પોતે દાન આપે, જમાડે, પછી પોતાના મિત્રની વાત કરે. જે કોઈ ઉપાય બતાવે, તે ઉપાય રાજા તરત જ કરે. છતાં પણ મિત્રના શરીરે લેશ માત્ર ફેરફાર ન થયો. ઉપાયો કરવા છતાં કંઈ જ ગુણ ન થયો તેથી, ચિત્રસેન દિન પર દિન જતાં વધારે શોકાતુર થયો. હવે રાજા રાજદરબારે પણ જતો નથી. તો બેસવાની વાત શી કરવી ? રાજા ઉદાસીન થતાં રાજપરિવાર, નગરજનો સૌ ઉદાસીન થવા લાગ્યાં. હવે રાજાને ગીત નાટક નૃત્યમાં રસ નથી. રાજમહેલમાં ગીત ગાવાનું નાટકો આદિ બધું જ બંધ થઈ ગયું. રાજમહેલમાં આનંદને બદલે નિરાશા છવાઈ ગઈ. રાજા શોક મગ્ન બની, દિવસો વીતાવવા લાગ્યો. ચિંતાની આગમાં હોમાતા રાજા-રાણીના દિવસને રાત હવે જતાં નથી. શોકમાં ડુબેલા રાજાને હવે સ્વસ્થ શી રીતે કરવો ? આ ચિંતામાં નિદ્રા પણ ચાલી ગઈ. પદ્માવતી પણ વિચારોના વમળોમાં ગોથા ખાતી. કંઈક વાત યાદ આવતાં કહેવા લાગી - હે રાજન્ ! હજુ કોઈ ઉપાય મંત્રીશ્વર માટે હાથ લાગ્યો નથી. પણ મને એક રસ્તો દેખાય છે. જે રસ્તેથી કદાચ આપણું કાર્ય સિદ્ધ થાય. રાજા - પ્રિયે તું જે કહે તે હું કરવા તૈયાર છું. રાજાના દીન વચનો સાંભળીને પદ્માવતી અંદરથી ઢીલી પડી ગઈ. છતાં કંઈક સ્વસ્થ થઈ બોલી - હે પ્રાણેશ ! હિંમત હાર્યે શું થાય ? દેવની માયાથી આ બધું થયું છે. તો તે દેવ જ આ બધું સમાવી દેશે. આપણે જે વડલા હેઠે રાત રહ્યા હતા, તે વડલા ઉપર વસતાં દેવરાજનાં શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૫૦ Page #299 -------------------------------------------------------------------------- ________________ વચનથી રત્નસારે આપને બચાવ્યાં. અમોઘ વાણીનું ઉલ્લંઘન કરતાં રત્નસાર મિત્ર પત્થર થયા. તો તે જ દેવ તેનો પ્રતિકાર જરૂર બતાવશે. રાજાને પદ્માવતીની વાત ગળે ઉતરી. ચિત્રસેન - હે પ્રિયે! માર્ગ સારો બતાવ્યો. વડલા હેઠે જઈ વિનંતી કરું તો દયા લાવીને જરૂર ઉપાય બતાવશે. પદ્માવતી - સ્વામિ ! તો હવે સત્વરે પ્રયાણ કરો. તમારી ભાવના જરૂર સાકાર થશે. શુભદિન શુભ ચોધડિયે સશસ્ત્ર ચિત્રસેન એકાકી નીકળી પડ્યો. પદ્માવતી એક જ જાણે, બાકી કોઈને પણ ખબર નથી કે રાજા કયાં ચાલ્યા ગયા? કેટલાક દિવસે ચાલતાં ચાલતાં તે વડ પાસે આવી પહોંચ્યો. દિવસ પૂરો થયો. રાત પડી. એકાકી રાજા વડલા હેઠ હજારો વિચારોને વેગળા કરીને કયારે દેવ દેવી આવે તે ધ્યાનમાં રહો. જાગતો બેઠો છે. ઘણા થાકને લઈને આરામ કરવા સૂતો. પણ મિત્રની ચિંતામાં વ્યગ્ર નિદ્રા દૂર થઈ ગઈ હતી. મધ્યરાત જામી હતી. વડલા ઉપર વાતો ચાલી રાજા સાવધ થયો. શું વાત કરે છે ? તે સાંભળવા ઉત્સુક બન્યો. દેવી પોતાના સ્વામીને પૂછે છે - હે સ્વામી ! આ વૃક્ષ નીચે એકલો દુઃખી જણાતો મનુષ્ય કોણ આવ્યો છે? દેવ - હે પ્રિયે ! પોતાના કલ્યાણ મિત્રના વિયોગથી દુઃખી છે. દેવી - તે અહીં શા માટે આવ્યો છે? દેવ - વિયોગના દુઃખને દૂર કરવાનો ઉપાય જાણવા આવ્યો છે. આ દંપત્તીની વાતો સાંભળતાં જ પોતાની વાત દેવીએ પૂછી નાંખતા, ચિત્રસેન હવે પુરેપુરો સાવધાન થઈ ગયો. દેવી - મિત્રનો વિયોગ, તેનાથી દુઃખી, વળી તે દુઃખ દુર કરવા, મને કંઈ સમજાયું નહિ. દેવ - જો સાંભળ! કેટલાક દિવસ પહેલા પત્નીને લઈને મિત્રની સાથે તે અહીં આવ્યો હતો. આ વડલા નીચે રાત રહ્યો હતો. મેં તને ત્યારે કહ્યું હતું કે, આ રાજકુમારની ઉપર ચાર આવળીરૂપ મોટી ચાર આફતો આવશે. બુદ્ધિશાળી મિત્રે આ રાજકુમારની ચારેય આવળી દૂર કરીને બચાવી લીધો. ત્યારે મેં કહ્યું હતું કે, આ ચાર આવળીની વાત કોઈને પણ કરવી નહીં. જો કરશે તો પત્થર થઈ જશે. મેં ના કહી છતાં મારી અવગણના કરી. રાજાને આ વાત કહી. દેવની વાણી મિથ્યા ન હોય. મારી વાતને અવગણના કરતો તેનો મિત્ર પત્થર થયો. તેથી મિત્રના વિયોગે રાણી પદ્માવતીના કહેવાથી તે અહીં આવી સૂતો છે. દેવી - હે દેવ! દુખીજન ઉપર કરણા કરી, ઉપાય બતાવો. દેવ મૌન હતો. દેવીનો આગ્રહ વધતો ગયો. આખરે દેવીના આગ્રહથી દેવ બોલ્યા - સાંભળ! તારા આગ્રહથી ઉપાય કહું છું. જે કોઈ શીયળવતી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૫૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પોતાના બાળકને ગોદમાં રાખી; પાસાણમય મંત્રીશ્વરના શરીર ઉપર હાથનો સ્પર્શ કરે તો, તે હાથના સ્પર્શથી પત્થ૨મય મંત્રીશ્વર અસલરૂપે આવી જશે. એટલે પત્થરમાંથી મનુષ્ય થઈ જશે. રાજા દેવનું વચન સાંભળી ચિત્તમાં બરાબર બેસાડી દીધું. અને તે વાત સાંભળી ઘણો જ આનંદ પામ્યો. પ્રભાત થતાં હરખાતો હરખાતો રાજા પોતાના નગર તરફ પ્રયાણ કરી ગયો. જે કામ માટે આવ્યો હતો, તે કામ એકજ રાત્રિમાં પુરું થઈ ગયું. ચાલતો રાજા અનુક્રમે પોતાના વસંતપુર નગરે આવી પહોંચ્યો. એકાકી રાજાને આવતો જોઈ નગરજનો સૌ આનંદ પામ્યાં. રાણી પદ્માવતી પણ ઘણી જ આનંદ પામી. પત્થરમય મિત્રના ઉપાયની વાત પ્રગટ કરી. પટ્ટરાણી પદ્માવતી ગર્ભવતી હતી. ટુંક સમયમાં જ પ્રસવ થવાનો હતો. સમય પાકી ગયો હતો. સમય થતાં, પદ્માવતીએ પુણ્યશાળી પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રરત્ન વધાઈ પામતો રાજા આજે આનંદમાં હતો. પોતાના રાજાને આનંદમાં જોઈ નગરજનો પણ સૌ હરખાયાં. પુત્ર જન્મમહોત્સવ ઉજવાયો. દસ દિવસ લગાતાર ઉત્સવ કર્યો. બારમે દિવસે સ્વજનો તથા કુટુંબીજનો તથા નાત જમાડીને કુમારની નામ કરણ વિધિ કરી. લાડકવાયા રાજકુમારનું નામ ‘ધર્મસેન’ રાખવામાં આવ્યું. દેવ વાણીને સંભારતો મિત્રના ઉપકારને યાદ કરતો, રાજા સજજન પરિવાર યુકત દાનશાળાએ આવ્યો. પુત્રને આજે બારમો દિવસ હતો. દાનશાળામાં મિત્રની પત્થરની મૂર્તિ પણ મંગાવી. ત્યારપછી રાણી પદ્માવતી સ્નાન કરી સૌભાગ્યવંતીના શ્રેષ્ઠ વસ્ત્રાલંકારોને ધારણ કરી મંત્રીમૂર્તિ પાસે આવી. રાજકુમાર ધર્મસેન' બાળકુંવરને સતીએ પોતાના ખોળામાં લીધો છે. નગરજનોથી દાનશાળા ભરપૂર ભરાઈ ગઈ છે. તિલમાત્ર જગ્યા નથી. હવે પદ્માવતીએ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર્યુ. બે હાથ જોડી પદ્માવતી બોલી - હે સૂર્ય આદિ દેવો, તથા વૈમાનિક દેવો, વ્યંતર દેવો, લોકપાલ દેવો, તમે સૌ સાંભળો. મન વચન કાયાના યોગપૂર્વક મારું શીયળ અખંડ રીતે મેં પાળ્યું હોય તો ‘તે મારા હાથનો સ્પર્શ થતાં જ મંત્રીશ્વર સજીવન થજો.' આમ કહી પત્થરની મૂર્તિને સર્વાંગે સ્પર્શતા મંત્રીશ્વર સજીવન થયા. જાણે નિદ્રા ત્યજીને ઊભા થતાં હોય તેમ ત્યાંથી ઊઠયા. મંત્રીશ્વર રાજા પાસે જવા લાગ્યો. રાજા દોડતો મંત્રીશ્વરને ભેટી પડ્યો. હર્ષના આસુંથી મિત્રને નવડાવી દીધો. દાનશાળામાં લોકોને આનંદનો પાર નથી. નગરજનો પણ બધાં હર્ષ પામ્યાં. ત્રીજા ખંડમાં શ્રી શુભવીરે આ નવમી ઢાળ કહી જે સુણતાં ધર્મ દ્વારા દુઃખની વેળા ટળે અને મંગલ માર્ગ પ્રાપ્ત થાય. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૫૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : ll રો all જો પણ કો. જનતા જન્મ મહોત્સવ કરે, તા યાયક દાત; ચૈત્ય અઠ્ઠાઇ મહોત્સવે, ધરતાં ધર્મનું ધ્યાન. તીર્થનમન ગુરુવંદના, પદ્માવતી સંગાથ; શાસન જૈન પ્રભાવતો, મેલે શિવપુર સાથ. મંત્રી સહિત લીલા કરે, પાળે સાથ મહત; કેતે કાળ ગયે કે, ત્રિઉં વૈરાગ્ય ધરત. મનોરમ વનમાં તિણ સમે, કેવલી શ્રી ભસાર; આવ્યાં સુણી વંદન, પામી હર્ષ અપાય. કેવળી મુખ દેશના સુણી, લહી સંસાર અસાર; ઘર જઇ નિજ પુત્રને, સોંપે રાજ્યનો ભાર નૃપ મંત્રી પદ્માવતી, બીજો પણ બહુ સાથ; કરી ઉત્સવ લેતાં સવે, દીક્ષા કેવલી હાથ. Aિહું એક ધર્મ સખાવિયા, જ્ઞાનક્રિયા તપ સાર; અય્યત કો ઉપન્યા, કરી તિહું એક અવતાર. સ્વર્ગથી ચવી નરભવ લહી, લેશે પદ મહાત; ભાવી કથા સુણી ચિત્ત ધરો, ચંદ્રશેખર નૃપસંદ. વિજયસેનસૂરિ વંદીને, ચંદ્રશેખર ભૃગુરાય; ઘર આવ્યા સૂરિ તેડીને, બહુ વિધ ભક્તિ કરાય. એક તિ રાજકચેરીએ, બેઠા કુંવર નરેન્દ્ર નર એક આવી તિણે સમે, કહે નમી પદ અરવિદ. હું છું પઘરથ રાયતો, ભૃત્ય નામે હરિદાસ; પદ્મપુરીથી મોકલ્યો, વિકટકામ તુમ પાસ. સપ્તમ માળે ખેલતી, મૃગસુંદરી સખી સાથ; અપહરી વ્યંતર ખેચરે, લઇ ગયો ઝહી હાથ. શા. તા. લી. ૧oll ૧૧ ૧ર. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २६० Page #302 -------------------------------------------------------------------------- ________________ 77:7:**. ગ્રામ વળાંતર જોઇ વળ્યાં, સાંઢ ચડી એક રાતમાં, ન હું જડી શુદ્ધિ આવ્યો છું કાંહિ; આંહિ. ૧all ૧-નવો જન્મ મૃગસુંદરીનું અપહરણ -: દુહા - ભાવાર્થ: મહાસતી પદ્માવતીના કરસ્પર્શથી મિત્ર રત્નસાર પાષાણ મટી માનવ બન્યો. મિત્ર પ્રાપ્ત થતાં ચિત્રસેન રાજાને ઘણો જ આનંદ થયો. પટ્ટરાણી તથા મિત્ર ઉપર વિશ્વાસ, અતિવિશ્વાસ બેસી ગયો. પોતાની ભૂલ સમજાઈ. પોતાના મિત્રનો ભેટો થઈ ગયો. હર્ષનો પાર નથી. | નવા અવતારે આવેલા મુખ્યમંત્રીના નિમિત્તથી નગરજનોએ જિનેન્દ્ર ભકિત મહોત્સવ મંડાવ્યો. ચિત્રસેન રાજા રાજદરબારેથી ગરીબોને દાન આપવા લાગ્યા. નગરજનો જિનમંદિરે અઠ્ઠાઈ મહોત્સવ કરતાં હતાં, રત્નસાર મંત્રી પણ મિત્ર ચિત્રસેન રાજા સાથે રહીને ધર્મારાધનમાં આગળ વધવા લાગ્યા. ચિત્રસેન પદ્માવતી અને રત્નસાર ત્રણેય દિન પ્રતિદિન ધર્મધ્યાનમાં આગળ વધવા લાગ્યાં. રાજ્યની ધૂરાને વહન કરતાં રાજાની રૈયત પણ જૈનધર્મને અનુસરવા લાગી રાજાની જ્યાં જ્યાં આણ ફરતી હતી, ત્યાં ત્યાં જિન ધર્મની લ્હાણી રૂપે સૌ લૂંટવા લાગ્યા. આ ધર્મત્રિપુટી તીર્થયાત્રા સાથે કરવા લાગ્યાં. જ્યાં જ્યાં ગુરુ ભગવંતનો યોગ પ્રાપ્ત થાય, ત્યાં ત્યાં વંદન દર્શન સાથે, ધર્મદેશનાને સાંભળતાં હતાં. ખરેખર ! સંસારને અસાર જાણતાં ભવ્યાત્માઓ જિન શાસન પામતાં આરાધતાં મુકિત મંદિરમાં જાય છે. ચિત્રસેન રત્નસાર સાથે ધર્મને આરાધતાં રાજ્યલીલાને ભોગવતાં કેટલો કાળ વીતાવ્યો. ધર્મમાં જોડાયેલા ત્રણેય પુણ્યાત્માના હૈયાં વૈરાગ્યના રંગે ચઢ્યાં. તપ ત્યાગને આરાધવામાં તત્પર બનેલા રાજાનું મન સંસારથી ઉધ્વિજ્ઞ થતાં રત્નસાર પણ સંસાર સુખોથી વિરામ પામતાં, દ્રઢ વૈરાગી બન્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૬ Page #303 -------------------------------------------------------------------------- ________________ આ અવસરે નગર બહાર રહેલા મનોરમ નામના મનોહર ઉદ્યાનમાં કેવલજ્ઞાની મુનિ ભગવંત શ્રી દિમસાર ભગવંત વિહાર કરતા આવી સમોસર્યા. વનપાલકે વધામણી આપી. વધામણીમાં દ્રવ્ય આપી રાજી કરી વનપાલકને વિદાય કર્યો. હર્ષ પામેલો રાજા, રાજપરિવાર સાથે, કેવળી ભગવંતને વંદન કરવા માટે ઉલ્લાસભેર મનોરમ ઉદ્યાનમાં આવ્યો. રત્નસાર મંત્રી પણ સાથે આવ્યા છે. યથાવિધિ વંદન કરી સૌ ઉચિત સ્થાને દેશના સાંભળવા બેઠા. આનંદની અવધિ રહી નથી. રાજા બે કરજોડી મુનિ ભગવંતની દેશના સાંભળવા ઉત્સુક બન્યો. યોગ્ય જીવ જાણીને કેવળી ભગવંતે અમૃત ઝરતી મધુર વાણીએ દેશના આપી. તે દેશના સાંભળતાં જીવોને સંસારની અસારતા સમજાઈ. દેશનાને અંતે રાજા, ગુરુ ભગવંતને વંદન કરી નગરમાં પાછો ફર્યો. નગરજનો પણ પોતાના ઘરે આવ્યા. મોહના ઝેર ઊતરી ગયા છે એવો રાજા મહેલે આવ્યો. પરિવારને વાત કરી. પદ્માવતી પણ વાત સાંભળી રાજા સાથે ચારિત્ર લેવા તૈયાર થઈ. રત્નસાર તો તૈયાર જ હતાં. પુત્ર ધર્મસેનને ગાદીએ બેસાડ્યો. રાજ્યનો ભાર પુત્ર સહિત મંત્રીઓને સોંપી રાજા, મંત્રી, પદ્માવતી અને બીજા પણ ઘણા બધા સાથે દીક્ષા લેવા તત્પર થયા. દીક્ષા મહોત્સવ ઉજવી સૌએ ગુરુ દમસાર કેવલી પાસે ચારિત્ર અંગીકાર કરી. પળવારમાં સંસારના સ્વાંગ ઊતરી ગયા. આગાર માટી અણગાર બન્યા. સિંહની જેમ ચારિત્ર્યને પાળતા ત્રણેય સંયમધર આત્માઓ જ્ઞાન અને ક્રિયાના પરમ અર્થી, તપ સાધનામાં પણ મોખરે હતા. ગુરુકુળવાસમાં ચારિત્ર્યની આરાધના કરતાં મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કરી, અચુત નામના બારમા દેવલોકમાં અવતર્યા. ત્રણેય પુણ્યશાળી આત્માએ ત્યાં પણ પરમાત્માની ભકિત કરી. ત્યાંથી માનવભવ લઈને એકાવતારી આ ત્રણ પુણ્ય મહાત્માઓ સંયમની આરાધના કરી, સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધિપદ પામશે. ભરૂચ નગરના ઉદ્યાનમાં પૂર્વધર વિજયસેન સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ચરિત્ર નાયક ચંદ્રશેખર કુમાર તથા ભૃગુનગરના રાજા ભૃગુ તથા નગરજનો ઘણો આનંદ પામ્યા. સમકિત મુલ બાર વ્રતનાં સ્વરૂપને સાંભળી તેમાંયે વળી દાનાદિક ગુરુભકિતની વાત સમજતાં ચંદ્રકુમારે, ચિત્રસેન પદ્માવતીની કથા સાંભળી. ગુરુભકિતભાવથી કુમાર સૂરીશ્વરજી આદિ મુનિ ભગવંતોને પોતાના મહેલે લઈ આવ્યો. રાજા તથા કુમારે ગુરુભકિતમાં મન લગાવી, ભાવપુર્વક વિવિધ પ્રકારની ભકિત કરી. વળી વિવેકી કુમાર સૂરીપુંગવને ઉદ્યાન સુધી મૂકી પણ આવ્યા. સસરાને ઘરે મદનમંજરીની સાથે રહેતા, ધર્મને કરતાં સુખમાં દિવસો વિતાવે છે. વળી એકદા રાજદરબારે રાજા, મંત્રી, કુમાર આદિ સૌ બેઠા છે. ત્યાં એક પરદેશી માણસ દોડતો આવી, રાજાને ચરણે પડ્યો. કુમારની સામે બે હાથ જોડી ઊભો રહ્યો. રાજાની આજ્ઞા મળતાં પરદેશી કહેવા લાગ્યો. હે રાજનું! હે સૂર્યવત્ પ્રતાપી ચંદ્રશેખર કુમાર! હું પદ્મપુરથી આવું છું. હું પધરથ રાજાનો સેવક (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २१२ Page #304 -------------------------------------------------------------------------- ________________ હરીદાસ છું. ત્યાં અમારા મહારાજ મહાસંકટમાં આવી ગયા છે. સાતમી ભૂમિકાએ સખીઓ સાથે રમતી મૃગસુંદરી કોઈ વ્યંતર વા વિદ્યાઘર અપહરણ કરી ગયો. રાજાએ ચારેકોર ગામ, નગર, વન, ઉદ્યાનમાં તપાસ કરાવી પણ તેની ભાળ ન મળી. તેમની આજ્ઞાથી આ સંદેશો આપવા એક જ રાતમાં વેગવંતી સાંઢણી પર સવાર થઈને આજે હું અહીં આવ્યો છું. વનિતા વસા વિરુઇ વિરુઘ વિયોગી રે, જિમ ચકલો ચકલી બિહુ તાપની તૃષાવંત વિલોકતાં રે, સહેતાં ક વિના રજની วาย રે, પડિયો બિંદુઓ રે, દેખતાં તેણી દોય ચિંતવી રે, એકને કરતાં પડ્યું રે, દોય નિરાશથી શું વસી -: ઢાળ-૧૦ : (ત્રીસ વર્ષ ઘરમાં વસ્યા રે,... એ રાગ...) ચિત્ત વિધીયું રે, વંઠી સાંભળી ชย વેગળી રે. વિષમી વજ્રની વિયોગની વેળા વેળા વિયોગની રે, વતમાં કરે કુશાગ્રહ જળ પ્રેમ વિયોગે રે... તું પી તું પી મરણ ગયા એ વેધકથી ન ઝંપાપાત કરાય.. રે, ઉષ્ણઋતુને ગવેષણા એણીની રે, જઇશું જ્ઞાતીની શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૬૩ વાત, ઘાત; આંકણી ॥૧॥ કહે ત્યાંહી; પવતે જળ રજમાંહી.. વિ.. રે, એ નરનારી વિયોગ; જો છે બહુલા ભોગ fa.. રે, રણથી મળ્યું રતન; ઇન્દ્ર રીસાણી મતાવતાં રે, ચંદ્રશેખર મન ધ્યાવતાં રાંક તણે ઘર પાઠવ્યું રે, ભોજન શમ્યા આસન વસુ રે, રાજ્ય રમણી ઘર પ્રાય; ન કર્યું કાંહિ અધિષ્ઠિત થાય.. વિ.. સૂના મૂકતાં એટલાં રે, અન્ય એમ ચિંતી તિજ ઘર ชย રે, કરવા ખમાય; વિ.. .. કાળ; વિ.. ઝાળ.. વાદળ ઠાર; વાર.. વિ.. હું વાત કરી સ્ત્રી પાસ; પાસ.. વિ.. સી 11311 11811 11411 જતન.. fa.. 11911 llell men Page #305 -------------------------------------------------------------------------- ________________ ગગને ગયાં ઘડી એકમાં રે, યશોમતી યોગીણી પાસ; વંદી નમી પૂછત સા કહે રે, મા કરો ચિત ઉદાસ. વિ. /૧૦ મનોવેગ વિધાધર રે, વિધા સાધન હેત; નારી પદ્મિની ખોળતો રે, ઠામ ઠામ ધરી નેહ. વિ. //l. તુજ નારી લહી પદ્મિની રે, હરીને ગયો હિમવંત; અદ્ધિ ગુફામાંહે જઇ ઠવી રે, કહે તસ તિજ વૃતંત. વિ. ૧રી. સાંભળ! નારી નિર્ભય થઇ રે સાધવી વિધા હોય; તગત થઇ સન્મુખ રહો રે, જેમ અમ સિદ્ધ હોય. વિ. ૧all અમોધ બાણને મોહની રે સિદ્ધ થશે તિ બાર; પટ્ટરાણી તુજને કરી?, વિલસીશુ સંસાર. વિ. /૧૪ સુણી મૃગસુંદરી માસતી રે, પામી ચિત કુલેશ; ખેટને સા એમ ઉચ્ચરે રે, વૈર્ય ધરી અવિશેષ. વિ. /૧૫ લાવો માતા સહોરી રે. તગત કરી એણે થાય; વિધા સાધી કરો રાણીઓ રે, સહજ મેળાવા થાય. વિ. ||૧છો. ફણીધરનો મણી કોણ લીએ રે, અગ્નિને વાલે હાથ ? કેસરી, કેસર કુણ ગ્રહે રે?, હું રે સતી છું સનાથ. વિ. // હાલો વિદેશે નહીં વેગળો રે, હરિ સમ મુજ ભરતા; તુજ સરીખા હરણાં ફરે રે, લંપટીને ધિક્કાર. વિ. /૧૮ પરમેષ્ઠિમંત્ર મહાબળી રે, પાઠ સિદ્ધ મુજ પાસ, જ્ઞાની ગુરુજી પાસે લીયો રે, જેથી શત્રુ વિનાશ. વિ. /૧ જો મુજ સાથે તું બળ કરે છે, તો સતી કરે શાપ, બાળી ભસ્મ ક્ષણમાં કહ્યું કે, રોશે પ્રિયા મા બાપ.. વિ. Roll ખેટ સુણીને ક્રોધે ચડી રે બહલી દેખાવે ભીત, પણ સા નિશ્ચય થઇ રહી રે, રાખી કુલવટ રીત.. વિ. ૨ll યોગિણીનાં વયણાં સુણી રે, ચાલ્યો ચંદ્રકુમાર, પલકમાંહે ગુફા પામીયો રે, તવ દીઠી નિજ નાર. વિ. //રચી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २६४ Page #306 -------------------------------------------------------------------------- ________________ ! તુજ કુંવર હે રે રુઠ્યો દેવ સાંભળી ખેચર કુંવર અજેય ખડ્ગ કરી રે, વિધાબળે એક થ કરી ઉઠીયો રે, રે, બેસી દંપત્તી હોય, પહોંતા કૌતુક જોતાં ગગતે ચલે હૈ, પદ્મપુર સોય.. વિ.. [[૨૫] રે, ભેટે મ્રુતા જામાત, રાજા રાણી સાજન સહુ ઘેર લાવ્યા બહુ ઉત્સવે રે, રંગરસે તિહા લીલા કરે રે, પૂછે સકળ કહી વાત.. વિ.. કચ્છી સુખભર દંપત્તી તેહ, કોઇ નિ સોવન સોગઠે રે, રમતાં ધરી તેહ.. વિ.. ॥૨॥ શાસ્ત્રકથા ગીતગાતમે રે, કોઇ નિ નાટકશાળ, રસાળ.. વિ.. ॥૨॥ ખંડ રસાળ, !, પાતડી રે, પરનારી હરનાર, ઉપરે રે, કોણ ઇહાં રાખણહાર.. વિ.. ||૩|| લાગ્યું યુદ્ધ પ્રચંડ, કીધો ખંડો ખંડ.. વિ.. ॥૪॥ દેવ દોશુંકતી પરે રે. ભોગવે ચંદ્રશેખર તણા રાસનો રે, શ્રી શુભવીરતી વાણીએ રે, તેની ૧-પર્વતની ગુફામાં. સુખ ત્રીજો સમી યોગીણીની સહાય -: ઢાળ-૧૦ : ઢાળ.. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २६५ fa.. leell ભાવાર્થ : પદ્મપુરથી પદ્મરાજાના સેવક હરીદાસે આપેલ મૃગસુંદરીના સમાચાર સાંભળીને કુમારના હૈયે વજ્રઘાત પડ્યો હોય તેમ તેટલો દુ:ખી થઈ ગયો. કુમાર મનમાં પસ્તાવા લાગ્યો. અમૂલ્યરત્ન સમ મૃગસુંદરીને હું સાચવી ન શક્યો. હૈયે પારાવાર દુઃખ થવા લાગ્યું. ભૃગુરાજા પણ સાંભળી ચિંતિત થયો. સભા વિસર્જન થઈ. પોતાની પત્ની મૃગસુંદરીના સમાચારથી કુમારનું ચિત્ત વિંધાઈ ગયું. ન સાંભળી શકાય તે વાત Page #307 -------------------------------------------------------------------------- ________________ સાંભળી. વસા વસતો વેગળી ગઈ. પણ હૈયામાં વિષમ વજઘાત પડ્યો. તે સહન ન થઈ શકે તેવો હતો. હવે શું કરવું? ખરેખર આ જગતમાં વિયોગની ઘડી ખુબ જ દુઃખદાયક છે. વેધક પણ આ વિયોગને સહન કરી શકતો નથી. તો કુમારની શી વાત કરવી ? વિયોગી વિયોગને સહન કરતાં વન વન જંગલ જંગલ ભટકયા કરે છે. તો પણ જો વિરહ ન સહન કરી શકે તો વળી ઝપાપાત કરી જીવન પૂરું કરી નાખે છે. વળી જેમ કે એક જંગલમાં કોઈ એક વૃક્ષ પર ચકલો ચકલી માળો બાંધી રહેતાં હતાં. બંને આનંદપૂર્વક વનના ફળો ખાતાં, ઝરણાંના પાણી પીતાં, પોતાનું જીવન વિતાવતાં હતાં. ઉનાળાના દિવસો આવ્યા. વૈશાખ મહિનાનો સૂર્ય ધોમધખતો હતો. કાળઝાર ગરમીએ વનનાં વૃક્ષોને બાળી નાખ્યાં. આ ચકલો ચકલી પણ પાણીના તરસ્યા થયા. બંને વચ્ચે પ્રીતિ એવી હતી કે, એકબીજાથી વિખૂટા પડવા તૈયાર ન હતાં. તરસને સહન કરતાં દિવસ પૂરો થયો. પાણી વિના રાત પણ પૂરી કરી. સવાર થતાં વાદળ થકી ઠાર પડ્યો તે વખતે વૃક્ષના પાંદડાં ઉપર ઠારના બિંદુઓ પડવા લાગ્યાં. તે જોઈને પ્રેમી પંખીડાં એકબીજાને કહેવા લાગ્યાં, તું પાણી પી ! તું પાણી પી ! ઝાકળનું બિંદુ રાહ જુએ ખરું? પવનની લહેર આવતાં પાણીનું બિંદુ ખરી ગયું. બંને તરસ્યા રહ્યા. બંને તરસને લઈને પ્રેમી યુગલ પંખીડાં મરણને શરણ થયાં. એ પણ સ્ત્રીપુરુષનો પાણીને નિમિત્તથી વિયોગ થયો. વળી ઈન્દ્રાણી રિસાઈ હોય તો ઈન્દ્ર પણ તેનો વિયોગ સહન કરતો નથી. અનેક પ્રકારનાં લોભની લાલચ આપીને પણ, ઈન્દ્ર તરત જ ઈન્દ્રાણીને મનાવી લે છે. આ પ્રમાણે વિચારતો કુમાર વળી આગળ વિચારે છે કે ખરેખર ! મારા જેવાને તો રણ-વનમાં રઝડતાં બહુમૂલ્ય રત્ન મળ્યું. પણ હું સાચવી ન શકયો. ગરીબ બિચારા બાપડાંને ત્યાં આવેલ રત્ન ટકે ખરું ! ન જ ટકે! મેં તેને સાચવ્યું નહિ. તેનું જતન ન કર્યું. પિતાને ઘરે સોંપી હું નીકળી ગયો. કહ્યું છે કે, ભોજન-શધ્યાઆસન-ધન-રાજ્ય-રમણી(સ્ત્રી) અને (રહેવાનું) ઘર આ સાતને કયારેય સૂનાં ન મૂકવાં. જો સૂના મુકયા તો તેના માલિક બીજા થઈ જાય છે. રાજદરબારેથી નીકળીને કુમાર આ પ્રમાણે વિચારતો પોતાના આવાસે આવ્યો. રે બિચારી! કયાં હશે? રે મેં મૂરખે તેની સારસંભાળ ન રાખી. વનચરની જેમ ઉછરેલી તે વનિતા કેટલી મહેનતે મનુષ્યોની સહવાસિની થઈ હતી. મારી સાથે ન રાખી તો તેની આવી દશા થઈ. મહેલના પગથિયાં ચડી મદનમંજરી પાસે આવી ઊભો. મુખ ઉપરની ઉદાસીનતા છાની ન રહી. મદનસુંદરીએ પણ આ ઉદાસીનતા પામતાં જ પૂછી લીધું. મદનસુંદરી - સ્વામિ! કુમાર - દેવી ! સુંદરી - આપ ઉદાસ કેમ દેખાવ છો? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २६६ Page #308 -------------------------------------------------------------------------- ________________ કુમારે બધી જ વાત બતાવી. વાત સાંભળી મદનમંજરી પણ દુઃખી થઈ. પછી મદનમંજરીને વાત કરી દીધી કે હું મૃગસુંદરીની શોધ માટે જાઉ છું. તેને માટે તો કોઈ જ્ઞાનીને મળવું પડશે. તૈયાર થઈને નીકળ્યો. મદનમંજરી કહે - સ્વામિનાથ ! સુખે પધારો. ધર્મ તમને સહાય કરો. તમારો વિજય થાઓ. મારી બહેન મૃગસુંદરીને જલ્દીથી દુશ્મનોના પંજામાંથી છોડાવો. પત્નીનાં બોલાયેલા શબ્દોને શુભ શુકન માનતો કુમાર, તરત મહેલની બહાર નીકળી ગયો. એક ઘડીમાં તો યશોમતી યોગિણી પાસે આવી ગયો. વિવેકીકુમારે યોગિણીને ઉચિત વંદન દર્શન કરીને, યોગિણીની સામે વ્યગ્રચિત્તે બેઠો. કંઈક સ્વસ્થ થતાં યોગિણીને કહેવા લાગ્યો. કુમાર - મૈયા ! મૃગસુંદરીનું અપહરણ થયુ છે. યશોમતી - રાજનું! ચિંતા ન કરો મળી જશે. કુમાર - મા! રણમાંથી મળેલ રત્ન ન સાચવી શકયો. કહો કયાં છે તે રતન? યોગિણી - રાજકુમાર ! મનોવેગ નામનો વિદ્યાધર વિદ્યાસાધવાને માટે કોઈ પવિનિ સ્ત્રીની શોધમાં હતો. તે વિદ્યાધર કયાં કયાં રખડ્યો પણ પધિનિ સ્ત્રી ન મળી. ઘણી ઘણી જગ્યાએ શોધતાં તારી સ્ત્રી મૃગસુંદરી હવેલીની સાતમે માળે જોવામાં આવી. વિદ્યામંત્રથી અપહરણ કરીને હિમવંત પર્વત ઉપરના શિખરે અદ્રિમાં નામની ગુફામાં લઈ ગયો છે. તેણીની ઉપર ભારે સંકટ આવ્યું છે. ધર્મના પ્રભાવે તથા તેના શીયળના પ્રભાવે ઊગરી જશે. મનોવેગ વિદ્યાધર ગુફામાં લઈ જઈ કહે છે કે હે સુલોચને ! સાંભળ! તું મારાથી ડરીશ નહિ. હું તને દુઃખી કરવા લાવ્યો નથી. મારે બે વિદ્યા સાધવાની છે. તેમાં તારી સહાયની જરૂર છે. આ વિદ્યાઓ સાધવા માટે તારે મારી સામે નગ્ન થઈને ઊભા રહેવું પડશે. માટે હમણાં તું મારી સામે નગ્ન થઈને ઊભી રહે. તેથી કરીને હું વિદ્યાની સાધના કરવા લાગું, ને મારી તે બંને વિદ્યા સિદ્ધ થાય. એક વિદ્યા છે અમોધ, બીજી વિદ્યા છે મોહની તે વિદ્યા બાર દિન સાધતાં મને જરૂર સિદ્ધ થશે. હે માનિની ! તારે મારી સામે બરાબર બાર દિન નગ્ન રહેવું પડશે. ત્યાર પછી તને મારી પટ્ટરાણી બનાવીશ. પછી મનગમતા સંસારનાં સુખો ભોગવીશું.' કાનને ન સંભળાય તેવી વાતો સાંભળી, મહાસતી મૃગસુંદરી મનમાં ઘણો ફ્લેશ પામી. ગુસ્સો પણ આવ્યો. છતાં ક્રોધને મનમાં દબાવી ધીરજ ધારણ કરીને, કહેવા લાગી - હે નરાધમ ! તારી મા બેનને લઈ આવ; અને નગ્ન કરી તારી સામે ઊભી રાખ. પછી નિરાંતે વિદ્યાને સાધ. પછી તેને રાણી બનાવી મનગમતા સુખો ભોગવ. સરળતાથી તારી મા બેન તને મળી જશે. રે નીચ ! મને અહીંયા શા માટે લઈ આવ્યો? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २६७ Page #309 -------------------------------------------------------------------------- ________________ સતીના શબ્દો સાંભળતા જ મનોવેગ ક્રોધથી ધમધમી ઊઠયો. રે! સ્ત્રી ! તારી જીભ સંભાળી બોલ! સુંદરી -રે પિશાચ! નાગને માથેથી મણિ કોણ લઈ શકે? ભડભડતા અગ્નિમાં હાથ કોણ ઘાલે? જંગલના રાજા સિંહની કેશવાળી કોણ ગ્રહણ કરે? કોઈની તાકાત નથી કે મણિ ગ્રહણ કરે. અગ્નિમાં હાથ ઘાલે. કેશવાળી ઊતારી શકે. તેવીજ રીતે સતી તારા હાથમાં નહિ આવે. સનાથ એવી હું સતી છું. મારે માથે મારો સ્વામી છે. તું શું સમજે છે? વિદ્યાધર - રે! નારિ ! તારા વચનોથી આ મનોવેગ ડરતો નથી. હું જ તને નગ્ન બનાવીને મારી વિદ્યા સિદ્ધ કરીશ. મૃગસુંદરી - રે! કપૂત ! આ જગતમાં કોઈ માઈનો પૂત જોયો નથી કે જેણે સતીનાં જીવતાં તેના શિયળને ખંડિત કર્યું હોય? મારો સ્વામી વિદેશ વેગળો નથી. સિંહ સરખો મારો સ્વામી છે. તું તો હરણિયા સરખો છે. તે સ્ત્રીલંપટ ! તને ધિક્કાર હો. મનોવેગ બોલ્યો - હે સુંદરી! ઘણુ બોલવાથી શું? તું કયાં છે ? તે ખબર છે? તારો સ્વામી આવી શકે તેમ નથી. હું વિદ્યાધર છું. તું તારી મેળે સમજી મને આધીન થા, નહિ તો વિદ્યાબળથી હું તારી પાસે કામ લઈશ. મૃગસુંદરી - હે નરપિશાચ! તું પણ સાંભળ! જ્ઞાની ગુરુભગવંત પાસેથી પંચપરમેષ્ઠી મહામંત્ર લીધો છે. નિયમિત તે મંત્રના જાપથી મને મંત્રપાઠ સિદ્ધ થયો છે. તેની સહાયથી તારો વિનાશ થશે. વળી જો તું મારી ઉપર બળજબરી કરીશ તો, હું તને શાપ આપીશ. જે શાપથી તું ક્ષણમાત્રમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશ. જે તારા મરવાથી તારી પત્ની માતા ને પિતા જિંદગીભર રોયા કરશે. આ સાંભળી મનોવેગ ઘણો ક્રોધે ભરાયો છતાં, ઘણા પ્રકારની બીક બતાવવા લાગ્યો. પણ સતી મૃગસુંદરી જરાયે ડરતી નથી. નિશ્ચલ મનની થઈને, તેની સામે ટગર ટગર જોતી મનમાં નવકારને ગણતી ઘીરજને ધરતી ઊભી છે. જ્યારે આ તરફ યોગિણીની વાત સાંભળી, યોગિણીને નમસ્કાર કરી, રજા લઈને ચંદ્રકુમાર ચાલ્યો. વિદ્યાને સંભાળી આકાશમાર્ગે જ કુમાર હિમવંત પર્વતની ગુફામાં આવી પહોંચ્યો. ગુફામાં પોતાની પત્ની મૃગસુંદરીને જોતાં જ સિંહ ગર્જનાએ ખેચર સામે પડકાર કર્યો રે ! રે! પાપી ! પરસ્ત્રીનું અપહરણ • કરનાર? તારી ઉપર તારો ભગવાન હવે તો રોષાયમાન થયા છે. તારું રક્ષણ કરનાર હવે કોઈ નથી. મનોવેગ તો કુમારને જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. આ સ્થળે ભૂચર મનુષ્ય આવ્યો કયાંથી? પળનોય હિ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ધંટ્રોપર સત્તાનો દા) २६८ Page #310 -------------------------------------------------------------------------- ________________ વિલંબ કર્યા વિના ખેચર કુમાર સામે ધસ્યો. બંને વચ્ચે ખુંખાર યુદ્ધ જામ્યું. પોતાની પાસે છેલ્લું શસ્ત્ર ખડ્ગ લઈને કુમારની સામે કુમારને હણવા દોડ્યો. ચંદ્રકુમાર પડ્યું અજેય ખડ્ગ લઈને ખેચર સામે આવી ગયો. થોડીક ક્ષણો યુદ્ધ જામ્યું. પછી અજેય ખડ્ગથી કુમારે વિદ્યાધરને હણી નાંખ્યો. વિદ્યાબળથી એક રથ બનાવ્યો. મૃગસુંદરીને રથમાં બેસાડી કુમાર ગુફામાંથી નીકળી, બહાર આવ્યો. આકાશગામિની વિદ્યા થકી આકાશ માર્ગે જતાં, વચમાં આવતાં વન, પર્વત, નગરો આદિ કૌતુકને જોતાં પદ્મપુર નગરે આવી ગયો. રાજા-રાણી, નગરજનો, રાજપરિવાર, મૃગસુંદરીને તથા જમાઈરાજને જોતાં સૌ હરખાયાં. ઘણાજ ઉત્સાહ આનંદ સહિત સૌ રાજમહેલે લઈ આવ્યા. જમાઈરાજ કુમારને તથા સુંદરીને બધા પૂછવા લાગ્યા શું થયું ? શું થયું ? બધાને જવાબ આપીને કુમાર સંતોષવા લાગ્યા. રૂડા રાજમહેલમાં કુમાર સુંદરી-સુખીયા-દંપત્તી સુખભર ને રંગભેર રહેતાં આનંદમાં દિવસો પસાર કરે છે. કોઈક દિવસ સોગઠાં બાજી ૨મે છે. કોઈક વખત વાત વિનોદ કે શાસ્ત્ર ચર્ચા કરે છે. વળી કયારેક કયારેક ગીતગાન આદિ સાંભળે છે. કોઈ દિવસ વળી નવા નવા નાટકો પણ જુએ છે. દેવલોકના દેવની જેમ સંસારના સુખો ભોગવે છે. આ પ્રમાણે શ્રી ચંદ્રશેખર રાજાનો આ રાસ તેના ત્રીજા ખંડની આ દસમી ઢાળ શ્રી શુભવીર વિજયજીની મીઠી વાણીએ પૂર્ણ થઈ. એક કેલિ નિ કરતાં કનકમય દંપત્તી પરિકરે, શીત તિણ સમે, -: દુહા ઃ મોજશું, મયૂર મૃગસુંદરી મન મોહીયું, મતમોહત મુજને પરિવરિયા તરુ રમતો વનમાંહ; વન છાંય. ॥૧॥ દીઠો દૂર; આતંપુર. ॥૨॥ બોલી દીયો, આણી એહ જ મોર; રમવા કારણ લિ લાગ્યું, એ મુજ ચિત્તનો ચંદ્રશેખર તવ ચાલીયો, મયૂર નાઠો મોર વનાંતરે, નૃપ પણ લેવાને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૬૯ પૂંઠે ચોર. ॥૩॥ કામ; તામ. ॥૪॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ આંતરીયો તવ ઉડતાં ઝાલ્યો મોર મહેત; ઉપર અસ્વારી કરી, તવ ગગને ઉsd. III કુંવર વિયારે ચિતમાં, એહ કિશ્યો ઉત્પાત; જોઉ કિહાં એ જાય છે; એ પક્ષી કોણ જાત ? કો વતગિરિ ગામ બંધીયા, ક્ષણમાં કોશ હજાર; યમુના નદી જળધિ લહી, નાખે તાસ મઝાર |ળા કુંવર તરી કાંઠે જઇ; કરતો ચિત વિચાર; ક્ષણ સંયોગ વિયોગમય; મૃતધર કહે સંસાર તો મથુરાપુરી દેખણ ગયા, તિહાં જીત ચૈત્ય નિહાળ; પંચ અભિગમ સાચવી, વાંધા જગત વ્યાળ. Iો. એક શ્રાવક મુખથી સુણી, તિહુનાણી અણગાર; મનોમ વતમાં આવ્યા, વંત જાત કુમાર //hol વંદી નમી મુનિને સ્વવી, બેઠા ધર્મ સુરંત; અવસર પામી વિનયથી, એણીપટે પ્રશ્ન કરત. /૧૧ સોનાનો મોર - દુહા - ભાવાર્થ : પદ્મપુર નગરમાં આનંદની હેલી વરસે છે. રાજાની રાજકુંવરી અને જમાઈરાજ કુમારની વાતો સાંભળી સૌ આનંદ પામે છે. આનંદમાં રહેતા કુમાર પોતાની પત્નીને તથા રાજપરિવાર લઈને નગરની બહાર વનક્રિીડાથે આવ્યા છે. આનંદ કિલ્લોલ કરતાં કુમાર-સુંદરી શીતળ એવા મોટા ઘેઘુર વૃક્ષની છાયામાં બેઠા. પરિવારથી વિંટળાયેલા કુમાર ઘડીક છાંયે બેસી વાતો કરે છે. તે અવસરે સુંદરીના નજરે સોનાનો મોર જોવામાં આવ્યો. પોતાનાથી થોડે દૂર રમતો મોર જોઈને મન મોહી ગયું. આનંદમાં આવી સુંદરીએ સ્વામીને કહાં - હે નાથ ! મને આ મોર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨go Page #312 -------------------------------------------------------------------------- ________________ બહુ ગમે છે. આ મોર પકડીને મને ન આપો? મારું મન તેની સાથે રમવા ઘેલું બન્યું છે. આ મોરે તો મારું મન ચોરી લીધું છે. તો સ્વામી, મને મોર લાવી આપો ને? મૃગસુંદરીની ઈચ્છા પૂરી કરવા, મને રાજી કરવા, કુમાર તરત ત્યાંથી ઊઠ્યો. પત્નીની સામે જોતો જોતો કુમાર મોર લેવા આગળ વધ્યો. કુમારને આવતો જોઈ ડર પામતાં મોર દૂર દૂર નાસવા લાગ્યો. કુમાર તેને પકડવા ઝડપથી ચાલ્યો. તો તે પણ વધારે વધારે વેગથી દોડી વનની અંદર ચાલ્યો ગયો. કુમાર પણ તેની પાછળ દોડી તેને પકડવા વનની અંદર ગયો. મોરની નજીક પહોંચતા કુમારે મોરને આંતર્યો. ત્યારે તે ઊડવા લાગ્યો. ઊડતા મોરને પકડી કુમાર તેની ઉપર સવાર થઈ ગયો, જેથી તે કયાંયે ભાગી ન જાય. મોર પણ સવાર થયેલા કુમારને લઈને ગગનમાં ઉડ્યો. કુંવર તો વિસ્મય પામ્યો. ચિત્તમાં વિચારવા લાગ્યો, આ તે શો ઉત્પાત ? આ મને કયાં લઈ જશે? જોઉં તો ખરો આ કયાં જાય છે? વળી આ પક્ષી કંઈ જાતનો? મોર તો મારું વજન શી રીતે ઝીલે? મોર તો ગગન માર્ગે ચાલ્યો જાય છે. વન-પર્વત-ગામ આદિ ઘણાં ઓળંગી ક્ષણવારમાં તો હજારો કોશ દૂર ગગનમાંથી જ યમુના નદીમાં નાંખી દીધો અને પોતે ત્યાંથી ચાલ્યો ગયો. નદીમાં પડતો કુમાર પળવાર ડૂબકી મારીને તરત પાણીની સપાટીએ આવ્યો. તરતજ તરતાં તરતાં નદીના કાંઠે આવ્યો. કાંઠે બેસી વિચાર કરવા લાગ્યો. ક્ષણમાં સંયોગ, ક્ષણમાં વિયોગ આ સંસારમાં છે. જ્ઞાનીના વચનો જે કહે છે તે જ આ સંસાર આશ્વર્યથી ભરેલો છે. વળી ત્યાંથી ઊઠયો. નજીકમાં રહેલા નગરમાં ગયો. ગામની પૃચ્છા કરતાં જાણ્યું કે આ મથુરા નગરી છે. મથુરા નગરીમાં ચંદ્રકુમાર ફરી રહ્યો છે. ત્યાં તેના જોવામાં જિનચૈત્ય આવ્યું. ધ્વજાને ફરકતી જોતાં જ વિવેકી કુમારે બે હાથ જોડી માથું નમાવતાં “નમો જીણાણ” બોલ્યો. ત્યારપછી મંદિરમાં જવા માટે પાંચેય પ્રકારના અભિગમ જાળવી, મંદિરમાં પ્રવેશ્યો. વિધિપૂર્વક જગત દયાળુ અરિહંત પરમાત્માના દર્શન વંદન આદિ કરીને બહાર આવ્યો. કુમારે કોઈ એક શ્રાવક પાસેથી વાત સાંભળી કે નગરની બહાર મનોરમ વનમાં ત્રણજ્ઞાનથી યુકત મુનિભગવંત પરિવાર સહિત પધાર્યા છે. વાત સાંભળતાં જ ગુરુ મહારાજને વાંદવા કુમાર નગરની બહાર વનમાં આવ્યો. વનમાં મુનિભગવંતને જોતાં જ કુમાર ઘણો જ આનંદ પામ્યો. બે હાથ જોડી “મFણ વંદામિ” કહી નજીક આવી વિધિવત્ વંદન કરી ગુરુનો ઉપદેશ સાંભળવા શ્રાવકોની સાથે ઉચિત સ્થાને બેઠો. ધર્મની દેશના સાંભળી સૌ સંતુષ્ટ થયા. અવસર પ્રાપ્ત થતાં જ કુમારે વિનયપુર્વક ગુરુ મહારાજને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ! તે રુપાળો સુર્વણમયી મોર કોણ? ગુરુ મહારાજ કહે છે - (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૭૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ -: ટાળ-અગિયારમી : (સોના રૂપાકે સોગઠે.. એ સગ). પૂછે કુંવર મુનિજને, કોણ મોર રુપાળો ? કનકમથી પછાં ઝગે, ગતિએ લટકાળો ? વિસ્મય વાત ન વિસરે એ આંકણી. / વિસ્મય વાત ન વિસરે, જો ચતુર નિહાળે; મધુર રસિક ફળ ઔષધિ, મુખમાં ઓગાળે. વિ. સારા દેખી તને હું શીર ચઢ્યો, ઘડી હોય ખેલાવ્યો; તભ ચઢી નદી જળ નાંખીયો, ફરી નજર ન આવ્યો. વિ. all જ્ઞાતી કહે ભવ તમે, તું સુરપુર વાસી; વસુ નામે શેઠીયો, પ્રિયા ચાર વિલાસી. વિ. ll તેહમાં એક અણમાહિતી, નવી નજરે જોવે; દુઃખભર રહેતી વેગળી, નિ-રાત રોવે. વિ.. /પો તપાપ કષ્ટ ભવ ભમી, થઇ વ્યંતર દેવી; ભવ ભવ તે તુજને નડે, ઘણી વાત શું કહેવી ? વિ. કોણ મૃગસુંદરીશું દેખીને, આકાશે જાતી; પુરવ વૈર સંભારતાં ભરી ખેદ છાતી.. વિ. શા મોટુપ કરી તુજ હરી, સરિતામાં વરિયો; ખેદ ઘણો હણવા તણો, તુજ પુણ્ય સરિયો. વિ. ટll કુલેશ ન ધરવો નારીશું, ઘરમાં કોઇ વેળા; જો વાંછે સુખ સંતતિ, લક્ષ્મીના મેળા. વિ. લો લલતા લક્ષ્મીરૂપ છે, નરને ઘરમાંહે; રીસવતાં રીસાઇને, જાતાં અંતર દાહ. વિ. Whol નારીને ઘરથી કહાઢતાં, લક્ષ્મીને કહાડી; સુખ નહિ પામે તે કદી, વાવી વિષની ઝાડી. વિ. ૧૧ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २७२ Page #314 -------------------------------------------------------------------------- ________________ સંસાર દાહે ત્રણ છે, વિશ્રામની છાયા; પુત્ર કલત્ર તે ગુણભર્યા, સજજતની માયા. વિ. નરો વળી તિશિક્તિ તારી વડે, નહિ ઘતી ચિંતા; ચાકર શત સેવા કરે, પણ નિજની ચિંતા. વિ. /૧all જગતમાં દુર્લભ નારીઓ ગુણ ત્રણ વખાણી; સહસ્ત્ર દૂષણ દૂર તજો, એ પંડિત વાણી.. વિ. ૧૪ll સુત ઉત્પત્તિ નારીથી, ઘર ભાર ઉઠાવે; પતિમણે ભેગી બળે, તસ કીમ દુહવાય ? વિ. //પી. સરસ અશન દીએ કતને, લખું પોતે ખાયે; દુખની વેળા સખાઇ છે, પણ દૂર ન જાવે.. વિ. ૧છો તે સ્ત્રી જો બળતી રહે, નહિ પુત્રના મેળા; વેપારે લાભ ન નીપજે, રહે શદ્ધિ વેળા. વિ. વૈર હુવે અતિ આકરું, બહુ ભવ દુઃખ પાવે; વીરપ્રભુને વ્યંતરી, શીતલ જલ છંટકાવે. વિ. ૧૮. જે નર ઘરનારી ત્યજી, ફરે પરાર મેળા; ધરાતિ પ્રિયા સવિ, તલ વંઠી વેળા. વિ. I૧૯ો એક ગામે એક રાજવી, તસ પુત્ર ભલેરો; ખચ્ચર જોડી જામીયો, પર મોટો વછેરો. વિ. Roll નામ ઉજાગરો તેહd, ઘરે બાંધ્યો ખાવે; મધુભટ વિપ્ર તે ગામમાં, પરિકર શું રહેવું. વિ. ૨૧ Gધ નામે મહિષી ઘરે, મણ દુધકરતી; તસ વૃત વિક્રયતા વશે, આજીવિકા ચલંતી.. વિ. રશી વૃત વેયણ રબામાં, એક દિવસ જાવે; ધૃત દેઇ નાણુ માંગતો, તે દૂર રાવે. વિ. રિસો નાખ્યા 'ટફ માં માળથી, અશ્વલાદે તે પડિયા; વીણી લઇને આપતા, હજ નજર ચડિયા. વિ. //ર૪ll હ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २७३ જોવામાં થાઈ Page #315 -------------------------------------------------------------------------- ________________ પુછતા કુંવર ભણે ઇશ્ય, લાદ રકમમયી છે; એહ વછેર ભાગ્યથી અમ લચ્છી ભઇ છે.. વિ. રપ તે કહે બ્રાહ્મણને દીયો, તુમ પુષ્ય જો હોવે; નૃપસુત કહે મહિષી દીયો, અમ તુમ ‘હરિ સ્વ. વિ. છો વિપ્ર લોભ વશે 'સૌરભી, દેઇ લીયે વછેરો; ઘર જઇને સેવા કરે, હaણો દેઇ ઘણેરો. વિ. રો આજીવિકા મૂળથી ગઇ, ઘર દુર્બળ કીધો; મમતી ઊંઘ વેચીને, ઉજાગરો લીધો.. વિ. ર૮ll નારીશુ રસ પ્રેમથી, જગ શોભા વાધે; સ્થિર ચિતે ગુરુ સેવતા, સુખે ધર્મ તે સાધે.. વિ. ર૯ll. એમ જ્ઞાતી વયણી સુણી, ઉઠી કુંવર સિધાવે; નદી ઉપકંઠ તરુ ઘટા, વત જોતો જાવે. વિ. ૩oll દૂર વતાંતર આવતાં, લખ રાયણ મીઠી; એક તડાળે ઝુલતી, તલવાર તે દીઠી.. વિ. /all કતક મૂઠ રત્ન જડી, લમ્બી અહિ તારી; ચિંતે કુંવર કોઇ ખેચરે, વનમાંહે વિચારી. વિ. ઝરી અથવા ખગ આ વન ઘરી, કોઇ સુભટ પાઠો; એમ ચિંતી વનમાં ફર્યો, પણ કોઇ ન દીઠો. વિ. / all આવી ખગ્ન લેઇ જોવતો, જાણે મોતીનો હાર; વાત રહિત કરી ઝગમગે, શ્વેત તલની ધાર. વિ. ૩૪ો. અતસી કુસુમ સમ છે પ્રભા, વિજળી દૂર રેખ; દેખી અચંબો પામીયો, લેઇ બલ્ગ વિશેષ. વિ. ૩૫ll. જોવા પરીક્ષા તે ગયો, વાંકાં વૃક્ષ છે મૂળ; ગુભ વટાણા પટે, ધન વંશના મૂળ. વિ. 3છો વૈશાખ ઠાણ કુંવર રહી, છેકે બળ સાર; પામી અચંબ પડ્ઝ જુએ, દીઠી રુધિરની ધાર. વિ. 3ી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २७४ Page #316 -------------------------------------------------------------------------- ________________ વંશજાળ જોવે ફરી, ધૂપ કુંડે ધૃત પૂરે; નર એક કર માળા રહી, પડ્યું મસ્તક દૂર. વિ. ૩૮. રુધિર કરતું દેખીને, કરે પ્રશ્ચાતાપ; વિણ અપરાધી મારીયો, કરતો મંત્રજાપ.. વિ. ૩૯ હાહાકાર કરતો ગયો, વનખંડ વિયાળ; ઊભી દીઠી યૌવતા, વળગી તડાળ.. વિ. Ivol સરોવર તીરે દેખીને, ચિત ચિંતે કુમાર; વત રખવાળી દેવતા, વા વ્યંતર નાર. વિ. ૪૧ અથવા જોવા ઊતરી, વિધાધર બાળ; ચંદ્રવક્ત કાંતિ ઝગે, હોઠ લાલ પ્રવાળ. વિ.. ૪ વા યમુના જળ દેવતા, સરોવમાં નાહી; લીલ વિલાસે ખડી રહી, તટ શાખા સાહી. એમ ચિંતી પૈર્ય જ ધરી, ગયો તેહની પાસે; સા તસ દેખી મોહી રહી, ચિત પ્રેમ વિલાસે. વિ. ૪૪l વળી ચિત્ત ચોરી ચિંતવે, વનરુપે રુડો; પણ સતી નારી ચિત્તમાં, એ ભાંડથી ભંડો. વિ. //૪ રાજકુંવર ભૂલો પડ્યો, આવ્યો એણે કામ; ન ઘટે મુજ તસ પૂછવું કોણ દેશ ને ગામ. વિ. ૪છો પૂછુયે પડુત્તર આપશું, તે પણ ન વિશેષ; ગુણિજત પૂછયાં બોલતાં, સતી દોષ ન લેશ. વિ. ૪ળી ચિંતી મૌનપણે રહી, નીચી તયતા નિવાસ; ચંદ્રશેખર તિાં આવીને, બોલાવે તાસ. વિ. I૪૮ ઉત્તમ રાસ રસાળતો, ખંડ ત્રીજો વિશાળ; શ્રી શુભવીરે તસ ભણી અગિયામી ઢાળ. વિ. ૪ ૧-રૂપાનાણું, ર-ઘોડો, ૩-ભેંસ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ દૈવી ખટા -: ઢાળ - ૧૧ - ભાવાર્થ - વન ઉદ્યાનમાં મૃગસુંદરી સાથે વાતો કરતો કુમાર સુંદરીના મનને આનંદ ઉપજાવવા મોર લેવા ગયો. મોરે નદીમાં નાંખ્યો. મથુરા નગરીના બહાર, ઉદ્યાનમાં મુનિભગવંતની દેશનાને અંતે પ્રશ્ન કરે છે. કુમાર - હે ભગવંત! તે મોર કોણ? જેણે મને ગગનમાં ઉડાડ્યો, નદીમાં નાંખ્યો, મોર કેવો? જેના પીંછાં સોનાના છે, અને તે ઝગારા મારે છે. આ લટકારો મોર કઈ ગતિનો છે? તેને જોતાં હું વિસ્મય પામ્યો. વિસ્મયની વાત મારાથી ભૂલાતી નથી. ચતુર હોય અને જો આ મોર જોયો હોય તો તે મધુર રસવાળા ફળરૂપી ઔષધ સમજી મુખમાંજ ઓગાળે. હે ગુરુદેવ! પત્નીના કહેવાથી તેને લેવા માટે ગયો. પણ તે તો દૂર ભાગતો હતો. મેં ઝડપથી તેને પકડી લીધો. હું તેની પીઠ પર ચઢી બેઠો. મને ઘડી બે ઘડી આકાશમાં ફેરવી, નદીમાં નાંખ્યો. પછી તો તે મને જોવામાં ન આવ્યો. તો તે મોર કોણ? જ્ઞાનગુરુ - હે કુમાર ! આજથી તારા પૂર્વભવના તેરમા ભવમાં સુરપુર નગરમાં રહેતો તું વસુદેવ નામે મહાસુખી મોટો શેઠ હતો. તારે ચાર પત્નીઓ હતી. ચારેય પત્નીમાં હે કુમાર ! તને ત્રણ માનીતી હતી, જ્યારે એક અળખામણી હતી. તે અણમાનીતી પત્નીને તું કયારેય નજરે જોતો નહોતો. તે પણ તારા આવા પ્રકારના વર્તનથી બિચારી દુઃખીયારી તારાથી તે ઘણીજ દૂર રહેતી હતી. તે અણમાનીતી સ્ત્રી તારા વિરહની વેદનાને સહન કરતી, તપ જપ કરતી હતી. વળી ઘણા કણે સહન કરી મૃત્યુ પામી. ઘણા ભવો ભમીને તારી સ્ત્રી વ્યંતરી થઈ. તે તારા તેરમા ભવથી લઈને તને ભવોભવ હેરાન કરતી હતી. હે રાજકુમાર ! વધારે કહેવાથી શું? આકાશ માર્ગે જતી તેણે મૃગસુંદરી સાથે તને બેઠેલો જોઈ. પૂર્વના સંસ્કાર વેરના, તે યાદ આવતાં, તે વેરને સંભારતી, ખેદથી દુઃખી થવા લાગી. ત્યાં તેણે મોરનું રૂપ ધારણ કરીને તારું અપહરણ કરી નદીમાં નાખ્યો. તારી ઉપર વેરના ભાવે ખેદ ભરેલી તે વ્યંતરદેવી તને હણી નાંખવા માટે વિચારતી હતી, પણ તારા પ્રબળ પુણ્યના ઉદયે તું બચી ગયો. હે ભવ્ય જીવો ! તમે બધા સાંભળો, સંસારમાં રહેલા તમે સહુ તમારા ઘરમાં તમારી સ્ત્રી સાથે કલેશકંકાશ કરશો નહીં. જો તમે સુખશાંતિને ઈચ્છતા હો, વળી સંતતિ-સંતાનની તથા લક્ષ્મીની ઘરમાં જરૂર હોય તો, તે લક્ષ્મી રૂપી સ્ત્રી જ છે. પુરુષની સ્ત્રી સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર છે. માટે સમજુ જીવો કયારેય સ્ત્રીને રીસ ચઢે કે રીસાય જાય તેવો વર્તાવ કરતા નહીં. સ્ત્રીને દુભાવીને ઘરની બહાર કયારેય ન કાઢવી. સ્ત્રીને જો ઘરની બહાર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૦૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ કાઢી મૂકી તો, સાક્ષાત્ લક્ષ્મીને કાઢી મૂકી બરાબર છે. ત્યારપછી તે પુરુષો કયારેય સુખ પામતા નથી. અને ઘરનાં આંગણે વિષની વેલડી વાવે છે. સંસારમાં બળતા જીવોને શાંતિ વિશ્રામના ત્રણ સ્થાન છે. ગુણવાન સ્ત્રી, પુત્રાદી પરિવાર અને સજજનોની માયા. વળી ચોવીસ કલાક ઘરમાં સ્ત્રી રહેતાં ઘરની ચિંતા પુરુષોને રહેતી નથી. સો સો નોકર ચાકરો સેવા કરવા છતાં, પણ પોતાના માની, પોતાની ચિંતા, પોતાની સ્ત્રી જ કરે છે. બીજા કોઈ નહિ. જગતમાં સ્ત્રીઓ દુર્લભ છે. તેનામાં ત્રણ ગુણ મોટા છે. નારી થકી પુત્રની ઉત્પત્તિ, ઘરનો બધો જ ભાર ઉઠાવે, પતિ મરતાં તેની સાથે ભેગી જ અગ્નિસ્નાન કરે. આ પ્રકારના સમર્પણ ભાવે રહેતી સ્ત્રીને શી રીતે દુભાવાય ? કયારેય સ્ત્રીને દુભવવી નહી. વળી સ્વામીને સ્વાદિષ્ટ સુંદર ભોજન જમાડે કયારેક પોતે લુખ્ખું જમી લે. પણ પતિને તો સારું ભોજન કરાવે. સુખમાં સાથે રહે, અને દુઃખની વેળા આવે તો મિત્ર બની મિત્રતાના દાવથી કયારેય દૂર જાય નહીં. સંસારમાં નારીને શ્રેષ્ઠ ગણી છે. તેવી સ્ત્રીઓના દિલ દુભાવતાં પુત્ર સંતાનની પ્રાપ્તી થતી નથી. ધંધા વેપારમાં તે પુરુષો કયારેય લાભ મેળવી શકતા નથી. અને છેવટે દરિદ્રપણું ભોગવે છે. વળી વેર મોટું બાંધતા ભવોભવ દુઃખ ભોગવે છે. ભગવાન મહાવીરસ્વામીને પૂર્વનું વેર સંભારીને વ્યંતરીએ જટામાં જળભરી કકડતી ઠંડીમાં પ્રભુ ઉપર છાંટતી હતી. જે પુરુષો બીજા ઘરે ભટકતાં જ રહે છે, તેનાં ધનની હાનિ થાય છે. સ્ત્રી પણ વંઠી જાય. વિષમવેળા આવી ઊભી રહે. એક ગામમાં રાજાને ઘરે એક કુંવર હતો. કોઈ એક ખચ્ચર ઘોડીના સંયોગથી એક વછેરો થયો હતો. તે વછેરો આ કુંવરે પોતાના આંગણામાં બાંધ્યો. તે વછેરાનું નામ ઉજાગરો હતું. આંગણે બાંધેલા તે ઉજાગરાને કુંવર ખાવાપીવાનું બધુ જ આપે. તે જ ગામમાં મધુભટ નામે બ્રાહ્મણ હતો. પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના આંગણે ઊંઘ નામે એક ભેંસ હતી. આ ભેંસ સવાર સાંજ થઈને એક મણ દૂધ આપતી. ભેંસના દૂધમાંથી ધી બનાવીને બજારમાં ઘી, દૂધ, દહીં વગેરે વેચી બ્રાહ્મણ પોતાની આજીવિકા ચલાવતો હતો. એક દિવસ આ બ્રાહ્મણ થી લઈને રાજદરબારે વેચવા માટે પહોંચ્યો. કુંવરે ઘી લીધું. મધુભટ ઘીના પૈસા માંગવા લાગ્યો. કુંવર થી લઈને મેડીએ ચડ્યો. પૈસા માંગતા બ્રાહ્મણને મેડી ઉપરથી પૈસા નાંખ્યા. એ પૈસા નીચે બાંધેલા વછેરાના છાણમાં પડ્યા. તેમાંથી વીણીને કુંવરે બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણની નજરે છાણમાંથી પૈસા લેતો કુંવરને જોયો. તેથી તરત જ કુંવરને પૂછવા લાગ્યો કે ઘોડાની લાદમાં રૂપિયા છે ? કુંવર - હા ! દ્વિજવર મારા ઘોડાની લાદ તો રૂપિયામય છે. મને તેમાંથી રૂપિયા મળે છે. આ વછેરાના ભાગ્યથી અમે ધનવાન થયા છીએ. આ વછેરો બહુ ભાગ્યશાળી છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २७७ Page #319 -------------------------------------------------------------------------- ________________ મધુભટ - હે રાજકુંવર ! આ વછેરો બ્રાહ્મણને દક્ષિણામાં આપી દો તમને પુણ્ય ઘણુ થશે. કુંવર કહે - હે મધુભટ ! વાત તમારી સાચી. તમારી ભેંસ મને આપો તો વછેરો તમને આપી દઉ. બ્રાહ્મણ મધુભટ લાદમાં રૂપિયા દેખી લોભાઈ ગયો. પોતાની ભેંસ મણ દૂધ આપતી હતી. તેના ઉપર આજીવિકા ચાલતી હતી. તે ભેંસ (સ્ત્રીને) ઘરની બહાર કાઢી, કુમારને આપી. વછેરો ઘરમાં લાવીને બાંધ્યો. પછી બ્રાહ્મણ બ્રાહ્મણી બંને વછેરાની સેવા કરવા લાગ્યાં. વછેરાને ખાવામાં દાણા, ઘાસ વગેરે ઘણું આપ્યું. દિવસભર તેની સેવા કરી. વછેરો પણ ઘણું ખાવાથી તરત લાદ પાડવા લાગ્યો. લાદ જોતાં રૂપિયાની તપાસ કરવા લાગ્યો. પણ લાદમાં રૂપિયા નીકળે ખરા ? બિચારો ઓછી બુદ્ધિવાળો બ્રાહ્મણ ઊંઘ (ભેંસ) વેચી, ઉજાગરો (વછેરો) લીધો. આજીવિકા ગઈ. ઘરમાં ખાવાના ફાં ફાં પડવા લાગ્યા. બિચારો મધુભટ ભેંસને આપી દેતા દુ:ખી દુ:ખી થઈ ગયો. ગરીબ પણ થઈ ગયો. તે માટે સ્ત્રીને પ્રેમથી રાખવી. અને તેમાં જ પુરુષની જગતમાં શોભા છે. ગુરુના વચનો સ્થિર મન કરીને સાંભળતો ચંદ્રકુમાર ધર્મને સાધતો ગુરુને વંદન કરીને ત્યાંથી આગળ ચાલ્યો. નદીના કિનારે કિનારે જતો કુમાર વૃક્ષની ઘટાને જોતો. વળી આગળ જતાં વન ઉદ્યાન જોતો ચાલ્યો જાય છે. નદીનો કિનારો છોડી જંગલમાં જતી કેડીએ આગળ વધ્યો. ગીચવનમાં વૃક્ષોની હારમાળાઓ પંખીડાનો કલરવ સુણતાં કુમારે વળી આગળ જતાં રાયણનું વૃક્ષ જોયું. તેની ઉપર મીઠાં મધુરાં રાયણનાં ફળોથી ઝુકતું હતું. રાયણનાં મીઠાં ફળને આરોગ્યાં. ત્યાં જ દૂર એક વાંસના વૃક્ષની ડાળી પર લટકતી તલવાર જોઈ. જે તલવારની મૂઠ (પકડ) રત્ન જડેલી સોનાની હતી. વળી લાંબી લાંબી જાણે સાપની નારી ન હોય તેવી હતી. તલવાર જોતાં જ કુંવર મનમાં વિચારવા લાગ્યો. તલવાર કોની હશે ? ભયંકર વનમાં કોઈક વિદ્યાધરની હશે અથવા તલવારને વનમાં આ વૃક્ષ ઉપર મુકીને જંગલમાં સૈનિક ગયો લાગે છે ? આ પ્રમાણે વિચારતાં કુમા૨ે તલવારના માલિકની શોધ કરી, વનવૃક્ષની ચારે તરફ ફરતાં શોધ કરી. પણ કોઈ સુભટ કે વિદ્યાધર દેખાયો નહિ. કુમાર વળી લટકતી તલવારવાળા વૃક્ષ પાસે આવી ડાળીએથી તલવાર ઊતારી જોવા લાગ્યો. જાણે મોતીનો હાર ન હોય તેવી દીસતી હતી. સાહસિક ચંદ્રકુમારે તરત જ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. આંખ અંજાઈ જાય તેવી ઝગમગતી હતી. વળી તે તલવાર જોતાં જાણે સફેદ જલની ધારા ન હોય તેવી કુમારના હાથમાં શોભતી હતી. અતસીની પુષ્પની પ્રભા સરખી, જાણે દૂર કોઈ વીજળી ચમકતી ન હોય, તેવી તલવાર ઝગારા મારતી હતી. હાથમાં રહેલી તલવારને જોતાં કુમાર અચંબો પામ્યો. કુમારે પરીક્ષા કરવા માટે નજીકના ગીચ અને ઘણા વાંસના મૂળિયા પાસે ગયો. મૂળપાસે ઘણાં બધા વાંસ ભેગા થઈ ગયેલા મોટા થયા હતા. આ વાંસના વૃક્ષો ચારે બાજુથી વેલડીઓ, નાના છોડવા ને ગુલ્મોથી, વીંટળાયેલા હતા. તેને છેદવા માટે એક આસનેથી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २७८ Page #320 -------------------------------------------------------------------------- ________________ કુમારે ઘણું બળ વાપરીને તલવારથી વાસ છેદી નાંખ્યો. અને ત્યાં જ લોહીથી ખરડાયેલી તલવાર જોતાં જ કુમાર આશ્ચર્ય પામ્યો. તરત જ વાંસની જાળમાં જઈ જોવા લાગ્યો. ધૂપનુ કંડ હતું. જેમાં ધૂપ સળગતો હતો. બીજી બાજુ કુંડામાં ઘી પુરાતું હતું. એક હાથમાં માળા લઈને કોઈ એક માણસ જાપ કરતો, તેનું મસ્તક તલવારથી છેદાઈ દૂર પડેલું જોયું. મસ્તક છેદાઈ જતાં લોહીનો ફુવારો ઉડ્યો. લોહીથી ખરડાયેલી તલવાર છે. તે જોઈ કુંવર પસ્તાવો કરવા લાગ્યો. અરે મેં શું કર્યું? નિરપરાધી યોગી મંત્રનો જાપ કરતો મારાથી હણાયો. હા! હા ! હવે ! શું કરું? બિચારો યોગી મારા હાથે હણાઈ ગયો. હા ! હા! કરતો કુમાર વાંસની જાળ પાસેથી નીકળી આગળ વનખંડમાં ગયો. ત્યાં તો... ૧ - TT T ' ' ' Wils ..... ''- )! . . • -ન. ) I ! N I ને) -- ૧ 0 2 1 2 - ID: 'S ( 3 '' - 1 ૧. વનમાં ભમતાં ચંદ્રશેખર રાજકુમારે વાંસના ઝુંડમાં તેજે ઝળહળતી તલવાર જોઈ. ૨. તલવારની પરિક્ષા કરવા ઝુંડમાં ઘા કરે છે. નિરપરાધી સાધકનું મસ્તક કુમારના પગ પાસે છે. વૃક્ષની ડાળને પકડી ઊભેલી એક નવયૌવના કુમારના જોવામાં આવી. બાજુમાં સરોવર પાણીથી ભરેલુ જોયું. કંઈક સ્વસ્થ થતાં કુમાર વિચારવા લાગ્યો. આવા ભયંકર ધોરવનમાં આ બાળા કોણ હશે?શું આ વનની રખવાળી કરનાર દેવી હશે? અથવા કોઈ વ્યંતર સ્ત્રી હશે? વિદ્યાધર બાળા શું આ વન જોવા ઊતરી આવી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २७८ Page #321 -------------------------------------------------------------------------- ________________ હશે? રૂપ કેવું અદ્ભુત છે! ચંદ્રમાની ઝગમગતી કાંતિ સરખું તેનું મુખકમળ કેવું સુંદર શોભે છે. લાલ પરવાળા સરખાં તો હોઠ છે. યમુના નદીની કદાચ જળદેવી પણ હોય. તે સ્નાન કરીને બહાર નીકળી જુદાજુદા વિલાસને કરતી, આમ તેમ જોતી વૃક્ષની ડાળી પકડી ઊભી લાગે છે. - ૨૪ કપ ૭ : આ - - - - ચંદ્રકુમારે નવયૌવનાને જોતાં સ્તબ્ધ પામ્યો. કન્યા પણ કુમારને જોતાં સ્થિર થઈ. આ પ્રમાણે વિચાર કરતો, હૈયામાં ધૈર્યને ધારણ કરતો, કુમાર તેણીની પાસે ગયો. તે બાળા કુમારને જોતાં જ મોહી પડી. તેના હૈયામાં કુમાર પ્રત્યે પ્રેમ ઊભરાઈ ગયો. અતિ સૌંદર્યવાન સુંદરીને જોતાં કુમાર પણ સ્તબ્ધ થઈ ગયો. સુંદરી તો ઊભી ઊભી વિચાર કરે છે. નવ જુવાન આ પુણ્યશાળીએ તો મારું ચિત્ત ચોરી લીધું. કેવો રૂડો રૂપાળો છે. પણ પણ સુંદરી વિચારે છે-કે સતી સ્ત્રીને તો પરપુરુષ તો ભાંડથી પણ ભંડો છે. પાંચની સાક્ષીએ પરણેલી સ્ત્રીને આ પતિ જો હોય તો તેને પરમેશ્વર છે. મારે તો તેની સામે જોવાય પણ નહિ. વળી વિચારે છે કે જરૂર આ કોઈ પરદેશી રાજકુમાર લાગે છે. અને તે ભૂલો પડ્યો અહીં આવી ઊભો છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮૦ Page #322 -------------------------------------------------------------------------- ________________ શી રીતે પૂછવું કે તમે કોણ છો ? કયા દેશના, કયા નગરના વતની છે ? ના, ના, મારે પૂછવું તે મને ઘટતું નથી. જો તે બોલાવશે વા પૂછશે તો જવાબ આપીશ. તે પણ વધારે નહી બોલું. જેટલું પૂછશે તેટલું જ બોલીશ. જો પૂછશે તો બોલીશ ગુણીજન પૂછતાં જવાબ આપવામાં સતીને દોષ લાગતો નથી. મનમાં વિચારી એ બાળા મૌન ધારણ કરી, જમીન સામે નીચી નજર કરી ઊભી રહી. કૌતુકપ્રિય કુમાર આશ્ચર્યને શમાવવા બાળા સામે આવી ઊભો. ઘડીક મૌન છવાયું. કુમાર વિચારે છે કે હમણાં બોલશે બાળા, પણ જ્યારે તે ન બોલી ત્યારે કુમારે બોલાવી. હે બાળા તમે કોણ છો ? આ પ્રમાણે કુમારે બાળાને બોલાવી. બાળા શું જવાબ આપશે ? એ વિચારતો હતો. આ ચંદ્રશેખર રાજાના રાસના ત્રીજા ખંડની અગિયારમી ઢાળ વિશાળ એવી કવિરાજ વીરવિજયજી મ. સા. એ કહી. હે શ્રોતાજનો ! તમે સૌ સાંભળો. કુંવર કહે સુણ ગામ નગર કિહાં શ્યા હેતે સરોવર નિર્ભય ઊભી મેં તુજને વન 'ભૂ પગ ગ ચળ વળતું તવ સા એમ મૂળ થકી વિવરી ૧–ભ્રમર-ચક્ષુ અને પગ ચલિત જોવાથી. -ઃ દુહા ઃ સુંદરી, વાસ તુમ, તટે, એકલી, દેવતા, જોવતાં. ભણે, કહ્યું, કોણ કુણ વળી વન તારુ કુજ યૌવન બાળે જાણી આવ્યો મણુઅ જાતિ ઉત્તમ અમ તું સુણ સઘળું શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૮૧ ઉત્તમ જાત? માતને તાત? ||૧|| નિવેશ; વેશ. [ચી પાસ; વિશ્વાસ. ||૩|| ગુણવંત; વિસ્તૃત. ॥૪॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાધર કન્યા -: દુહા ઃ ભાવાર્થ : ગીચ જંગલમાં સિંહની જેમ ફરતા ચંદ્રકુમારને એક સુંદરીનો ભેટો થયો. વૃક્ષ પરથી ઊતારેલી તલવાર હાથમાં છે. સામે ઊભેલી સુંદરી મૌન કરીને ઊભી છે. આશ્ચર્યને સમાવવા કુમારે બાળાને બોલાવી - હે બાળા ! તું કોણ છે ? તારા દેખાતા દેદાર પરથી લાગે છે કે ઉત્તમ કુળની હશો. તારું નામ ? તારા નગરનું નામ ? વળી તારા માતા-પિતા કોણ ? વૃક્ષની ડાળી પકડી ઊભેલી આ બાળા જવાબ કશો આપતી નથી. ડાળી છોડી દઈને બે હાથ ભેગા કરી નીચે રાખી દીધા. જવાબ ન મળતાં કુમાર વધારે પૂછવા લાગ્યો. હે બાળા ? પૂછયાનો તો જવાબ આપવો જોઈએ. આવા નિર્જનવનમાં સરોવરની પાળે શા માટે ઊભી છે ? આવી યુવાવસ્થામાં, આ વનવૃક્ષ અને કુંજલતાઓની મધ્યે, નિર્ભયપણે ઊભેલી જોઈને, તારી પાસે આવ્યો છું. આ બાળાવેશમાં, વળી યૌવનવયમાં, નિર્ભય થઈને અહીં શા માટે આવી છે ? હું તો વનદેવતા સમજી તારી પાસે આવ્યો ! પણ ના તું વનદેવતા નથી. કેમકે જો તારી ભ્રમર ચક્ષુયુગલ તો ફરકયા કરે છે, જ્યારે તારા પગ જમીનને અડકી રહ્યા છે. માટે તુ કોઈ દેવીદેવતા નથી. તું માનવ કન્યા છે. આ વિશ્વાસથી કહું છું. પૃથ્વી પર વસતી મનુષ્ય જાતિની તું એક છે. બોલ ! હવે તો બોલ ! તું કોણ છે ? સુંદરીએ કુમાર સામે જોયું. પછી બોલી - હે ગુણવાન ! આટલુ બોલતાં તો જાણે કેટલોય ભાર પડ્યો. મહાપુરુષ ! આપની વાત મેં સાંભળી. હું આપને મૂળ થકી બધી જ વાત જે છે કહું તે તમે સાંભળો. હે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २८२ Page #324 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-૧ર : (સાહિબા મોતીડો હમારો.. એ દેશી..) મધુર બોલે અમૃતવયણે વૈતાઢ્ય છે દક્ષિણશ્રેણે, વિજયાપુરીનો હરિબળ રાજા, જાતિકુળે તસ બિહું પણ તાજા, સાહિબા, મનગમતા મેળા, દોહિલા મળવા એણી વેળા, ભાગ્યને વશ ભેળા.. એ. આંકણી.. /all રાણી ગુણાવળી ગુણની પેટી, હોય તૃત ઉપર આઠ છે બેટી; અડસિદ્ધિ જશ વહેંચી દીધી, સૃષ્ટિ વિધાતા એકાંતે કીધી... સા. //રા વિકસિત વયણે ફૂલ ખરંતાં, લોચન જેહતા અમિય કરતાં પૂર્વદિશા સમ ચંપકમાળા, સાત દિશા સમ વિશાળા. સા. /all ખેટ ચતુર નૃપ ચોવીસ જાણી, કન્યા મોહ તણી રાજધાની; ચોવીશ કન્યા શ્રીપર રાય, ગગનગતિ નૃપની કહાય. સા. ll ll કન્યા આઠ સહોરી હારી, તાત અમારો રાય જિતારી; ચંદ્રા વળી હું આઠ વડેરી, ચોસઠ જણની એક કચેરી. સા. (પ) એક નિ ચંપકમાળા બોલી, આપણા ચોસઠ જણની ટોળી; બાળપણના પ્રેમ વિલુદ્ધા, ઠામ ઠામ વરને જો દીધા. સા. કો. તો પછી મળવું નહિ યે કદાપી, તેણે ઉઠો એક વાત થાપી; વર વરવો સર્વને એક, જૈનમતી પુણ્યવંત વિવેક. સા. / શૂરવીર બહુ બુદ્ધિ બળીયો, સહેજે જાય નવિ અટકળી; જીવે તિાં લગે પ્રેમ નિવાહેતે વર વરવો સહુને ઉત્સાહે. સા. તો એક મતો કરી ભેળા જમીએ, વનજળ ક્રીડાએ નિત્ય રમીએ; એક તિ શંખપુરીનો રાય, મણિચૂકતો તિહાં દૂત તે આય. સા. / હારિબળને કહે છે તાપો, તુમ આઠ કન્યા અમને આપો; જો ન દીયો તો થો રણ કરવા, સજજ અમે રણ કરવા હરવા. સા. ૧oll સુણી હારિબળ કહે માંગ્યું ન મળશે, અમ પુત્રી ઇચ્છા વર વરશે; દૂત મુખે સુણી મણિયૂક આવે, સૈન્યશું યુદ્ધ કરી જય પાવે. સા. //૧૧/l (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ હરિબળ ગ્રહી તિજપુર જાવે, કારાગાર્મે નિત્ય વસાવે; એક તિ વિજયાપુરીને ભારત આવ્યા ચઉતાણી અગાર. સા. ૧રો. સણી ગુણાવળી વંત જાવે. દુઃખભરી ગુરુને પ્રશ્ન કરાવે; મુજ પુત્રી આઠે ભરતાર, કુણ થાશે ભાગ્યવંત કુમાર. સા. 7/૧all. વળી અમ પુણ્ય ઉથ કેમ થાશે ? મુજપતિ શત્રુથી કેમ મૂકાશે? વળતુ તસ ભાખે ચઉતાણી, રાણી સુણ ! ચિત્ત ધીરજ આણી. સ. ૧૪ll વિધા વિહુણા તુમ સુત હોય, ચંદ્રોદ્ય વિણ રજની જોય; તે તેય બાંધવતો હણનારો, જે નર તે હોંશે ભરતારો. સા. ૧૫) તુજ પતિને મૂકાવશે તેહ, તુમ શત્રુનો કશે છે; નિજ તતુ છાયા લંધે જેહ, ભાવિ ભાવ મિટાવે તેહ. સા. ૧છો. સાંભળીને ખેદ હરખ ભરાણી, મુતિનંદી ઘેર આવી રાણી; એકસમે અમ ચોસઠ બાળ, કામદેવ શેર કરી નૃત્યશાળા.. સા. ll૧૭l. સરોવર તાંહી ચૈત્યે બેઠાં, તવ ભુષણ વસ્ત્રાદિ ન દીઠાં; ગમે રહો નર ક્ષત્રિય જોતે, વસ્ત્રાદિક તેણે લીધાં રાતે. સા. ૧૮ પાછા આપ્યા તે અમે લેઇ, ખડ્ઝ રત્ત મણિ કંચૂક ઇ; કીધી પરીક્ષા સાહસિક દેખી, ધાર્યું અને કરું એવો ગoખી. સા. ૧૯ll અનુસારે લહુ તુમહી એહ, કુંવર કહે અમે નહિ અછુ તેહ વળતુ ભણે સા સુણો ! યિત લાઇ, ચંપકમાળાતા હોય ભાઇ. સ. /રoll શત્રુ હઠાવન વળી ઉન્મતે, વિધા સાધત કરે નિમિત્તે; યમુના કિનારે મહેલ બનાવી, સખી તિજ બહેનો ઇહાં લાવી. સા.. ||૧|| પશ્ચિતિ લાવી ગિરિરીમાંહે, વિધા મનોવેગ સાથે ઉત્સાહે; સાધે વાયુવેગ અાં વંશજાળે, ચંદ્રાસ વિધા ઉજમાળે. સા. //રરા તે ખર્માસે સિદ્ધ જ થાવે, તવ શત્રુને તુરત જીતાવે; મોકલી મને ખબર જ લેવા, તુમશું ઊભી વાત કરવા. સા. llll ચંદ્રશેખર સુણી ચિંતે મનમાં તે નર માર્યા મેં શ્રી વતમાં; વૈર્ય ધરી તિજ યિત વિમાસી, તે આગળ હોય વાત પ્રકાશી.. સા. ર૪l ચંદ્રાવળી સુણી દુઃખ ધરે મોટું, ચિંતે હલ્ય મુનિવયવ વ ખોટું; શ્રીગુભવીર વયન સાળ, ત્રીજે ખડે બારમી ઢાળ.. સા. //રપો ભિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २८४ પરોણાર ) Page #326 -------------------------------------------------------------------------- ________________ મgવનમાં -: ઢાળ-૧ર : ભાવાર્થ ચંદ્રકુમારને આશ્ચર્યનો પાર નથી. બાળાની મૂળથકી વાત સાંભળવા ઉત્સુક થયો. બાળા મધુરવચનો, અમૃત સરખી વાણી વડે કહેવા લાગી - હે નરોત્તમ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીએ વિદ્યાપુર નામે નગર છે. વિદ્યાધરોનો રાજા હરિબળ નામે ત્યાં રાજ્ય કરે છે. જાતિ અને કુળ થકી બંને પક્ષે તે ઉજળો છે. જ્ઞાની કહે છે તે સાહેબા ! મનગમતાનો મેળો થવો અતિદુર્લભ છે. પણ ભાગ્યના વશ થકી મળવાનો અવસર પ્રાપ્ત થયો છે, તે પણ એક પુણ્યની નિશાની છે. હે નરવીર ! ગુણોના ભંડાર ભરેલી પેટી સમ ગુણાવળી' નામે (તે રાજાને) રાણી હતી. રાજાને પરિવારમાં બે કુંવર અને આઠ કુંવરી હતી. વિધાતાએ જાણે આઠેય સિદ્ધિજ વહેંચીને ન બનાવી હોય? તેવી તે કન્યાઓ શોભતી હતી. સૃષ્ટિના સર્જનહારે એકાંતે બેસીને નિરાંતની પળે આ વિદ્યાધર બાળાઓને ઘડી હોય તેવી હતી. કમળ સમ જ્યારે પણ બોલે ત્યારે, જાણે ફુલ ખરતાં હોય તેવું લાગતું હતું. અમૃત ભરેલા કચોળા જેવાં તો નયનો હતાં. પહેલી બાળા તો જાણે પૂર્વ દિશા સમ શોભતી હતી. તેણીનીનું નામ ચંપકમાળા. બીજી સાતે સાત દિશા સરખી ભાસતી હતી. ચાર દિશા-ચારવિદિશાને શોભાવતી આઠેય બાળાઓ રાજારાણીના મનને આનંદ પમાડતી હતી. વળી ચતુરગતિ નામના વિદ્યાધર રાજાને ચોવીસ બાળા હતી તે તો જાણે મોહ નગરની રાજધાની સરખી હતી. શ્રીપુર નગરના ગગનગતિ નામના વિદ્યાધર રાજાની પણ ચોવીસ વિદ્યાધર કન્યાઓ હતી. જિતારી રાજાને પણ આઠ કન્યા હતી. જેમાં હું ચંદ્રા નામે તેમની કન્યા. સૌથી મોટી છું. અમે ચોસઠ બાળાઓ મિત્રતાના દાવથી ગાઢ સ્નેહવાળી બની. અમે એકબીજા વિના રહી શકતી નથી. અમારી ચોસઠ સાહેલીઓની એક ટોળી જામી. સાથે રમીએ, ફરીએ, જમીએ છીએ અને આનંદ કિલ્લોલ કરતી અમારી જીંદગી સુખરૂપ જાય છે. ચોસઠકળાની માફક અમે સાથે જ રહીએ છીએ. અમારા ચોસઠમાં જે વડેરી ચંપકમાળા એકદા કહેવા લાગી - સખીઓ! સાંભળો ! આપણે સહુ યૌવનવયમાં પ્રવેશ કર્યો છે. બાળપણથી જ આપણે સઘળી સાહેલીઓ સ્નેહપાશથી બંધાયા છીએ, કે એકબીજા વિના રહી શકતી નથી. આપણા વચ્ચે પ્રેમની સાંકળ બંધાઈ ગઈ છે. કેમેય છુટી કરી શકાય તેમ નથી. પણ હવે તો આપણા માતા પિતા જુદાજુદા સ્થાને વરને શોધીને પરણાવશે. આ રીતે પરણવાથી ભવિષ્યમાં આપણો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮૫ Page #327 -------------------------------------------------------------------------- ________________ મિલાપ નહિ થાય. ચંપકમાળાની વાત સૌ સાંભળી રહી હતી. હે સાહેલડીઓ ! તો સાંભળો ! આપણે બધી જ ભેગી થઈ, કોઈ એક મહા શુરવીર સ્વરૂપવાન બુદ્ધિશાળી ગુણવાન પુરુષને શોધી કાઢીએ. જે કોઈથીય ગાંજયો ન જાય. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણા પ્રેમને નભાવે. તેવા વરને પરણીએ. જેથી આપણને કોઈનો વિયોગ ન થાય. વાત સાંભળી વિદ્યાધર કન્યાઓએ વાત વધાવી લીધી. ઉત્સાહથી વાત સ્વીકારીને સધળી એક મનવાળી થઈને અમે સૌ સાથે રહીએ છીએ, સાથે જમીએ છીએ. વનમાં જળક્રીડા કરવા પણ સાથે જ જઈએ છીએ. એકદિન શંખપુરી નગરીના મણિચૂડ નામના વિદ્યાધર રાજાને પોતાના દૂતને વિજયાપુર નગરીએ મોકલ્યો. તે દૂત હરિબળ રાજા પાસે આવીને પોતાના રાજાની વાત જણાવી કે હે રાજનું ! તમારી આઠ કન્યાઓની માંગણી અમારા રાજાએ કરી છે. તમારી કન્યાઓ અમારા રાજા સાથે પરણાવો. હરિબળ રાજા તો આ સંદેશો સાંભળી વિચારમાં પડ્યો. તે જાણે છે મારી આઠ કન્યા અને તેની સાહેલીઓ મળી ચોસઠ કન્યાઓ એક જ વરને પરણવાનું નક્કી કર્યું છે. તો તેમની ઈચ્છા વિરૂદ્ધ મારી તે કન્યાઓ શી રીતે છૂટી કરવી? મણિચૂડ રાજાનો દૂત વળી આગળ બોલ્યો - હે રાજન્ ! મારી આ વાતનો સ્વીકાર કરો. નહિ આપો તો રણસંગ્રામની તૈયારી કરજો. અમે રણ સંગ્રામે જીતીને કન્યાઓને ગ્રહણ કરીશુ. - દૂતની વાત સાંભળી હરિબળ બોલ્યો તે દૂત સાંભળ! માંગ્યુ કોઈનું મળતું નથી. અમારી પુત્રીઓ તો ઈચ્છીત વરને વરશે. મારા તારા કહેવાથી તે વરવાની નથી. તે તેમની ઈચ્છા મુજબ વરને વરવાની છે. દૂત સંદેશો લઈ મણિચૂડ પાસે પહોંચ્યો. દૂતની વાત સાંભળીને રાજા લશ્કર લઈ વિજયાપુર નગરી ઉપર ચઢી આવ્યો. હરિબળ રાજાને હરાવી કારાગૃહમાં નાખ્યો. જ્યારે ગુણાવળી રાણી અને આઠેય કન્યાઓને ચાંપતી નજર રાખી. એક દિવસ વિજયાપુર નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધણી (મન:પર્યવજ્ઞાની) મુનિભગવંત પધાર્યા. ગુણાવળી આ સમાચાર સાંભળતાં, દુઃખને હળવુ કરવા, ગુરુ ભગવંત પાસે પહોંચી. હૈયું તો દુઃખથી ભર્યું છે. જ્ઞાની ભગવંતનો ઉપદેશ સાંભળી કંઈક શાંત થઈ. ઉપદેશના અંતે મુનિ ભગવંતને બે હાથ જોડી પૂછ્યું - હે ભગવંતું ! મારી આઠ પુત્રીનો ભરતાર કોણ થશે ? વળી તે ભાગ્યશાળી કુમાર શી રીતે મળશે? અમારો પુણ્યનો ઉદય કયારે થશે? મારો સ્વામી શત્રના હાથમાં છે, તો તે કેવી રીતે છૂટશે? હે ગુરુ ભગવંતું ! અમારી ઉપર કૃપા કરો. ગુણાવળીની વાત સાંભળી ગુરુ ભગવંત બોલ્યા - હે ગુણાવળી! સાંભળ! તારા મનમાં ધીરજને ધારણ કર. ઊતાવળી ન થઈશ. શાંત ચિત્તે સાંભળ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २८६ Page #328 -------------------------------------------------------------------------- ________________ તારા બંને પુત્રો વિદ્યા વિનાના છે. ચંદ્રમા વિનાની રાત્રિ સરખા છે. તે તારા અજ્ઞાની બંને પુત્રોને જે હણશે, તે તારી પુત્રીઓનો ભરતાર થશે. વળી તે જ પરોત્તમ પુરુષ તારા સ્વામીને શત્રુના હાથમાંથી છોડાવશે. ચંપકમાળાની માતા ગુણાવળી ગુરુમુખથી આ વાત સાંભળીને ખેદ પામી અને સાથે હર્ષ પણ પામી. મુનિને વંદન કરીને ઘરે આવી. વિચારે છે કે, બંને પુત્ર હણાશે, તેનો ખેદ. વળી તે જ નર દીકરીઓનો ભરતાર થશે. અને મારા સ્વામીને તે છોડાવશે. તે વાતથી આનંદ થયો. ચંદ્રા વાત કરે છે. કુમાર સાંભળે છે. વચમાં વચમાં ચંદ્રા કુમારની સામે જોઈ લે છે. વાત સાંભળવામાં તન્મય થયેલો જાણી, ચંદ્રાવળી આગળ વાત કરે છે. અમે તો ત્યારથી ચોસઠ સાથે જ રહીએ છીએ. એક વખત અમે ચોસઠ બાળા ભેગી થઈને કામદેવના મંદિરે રાત્રિને વિષે રમવા ગયાં હતાં. મંદિરમાં અમે સહુ વિવિધ પ્રકારના નાટક, નૃત્ય અને ગીતગાન કર્યા, અને ગાયા. પછી અમે સહુ સરોવર તીરે અમારા વસ્ત્રો અને આભુષણો મૂકી જળક્રીડા કરવા સરોવરમાં ઊતર્યા. જળક્રીડાને અંતે અમે બહાર આવ્યાં. ત્યારે અમારા વસ્ત્રાભૂષણો ન જોયા. હે નરક્ષત્રિય ! તમે ગુપ્તપણે રહ્યાં છતાં અમારા વસ્ત્રાભૂષણો તે રાત્રે તમે લઈ લીધા. બહુ આજીજી કરતાં તે વસ્ત્રાભુષણો વગેરે અમને પાછા આપ્યા. ત્યારે અમારી તે વડેરી ચંપકમાળાએ તે નરપુરુષને ખડ્ગ અને રત્નમણિમય એક કંચૂકી આપી. ત્યારે તે ખડ્ગ કંચૂકીનો મહિમા બતાવ્યો હતો. સાહસ કરીને લીધેલા વસ્ત્રાદિકથી તે ઘણો સાહસિક છે, માની તેની પરીક્ષા થઈ તેને શોધીને વરશુ. ત્યારે અમે તે પ્રમાણે ધારણા કરી હતી. કામદેવના મંદિરે જે જોયા હતા અણસારે તમે જ હતા તેમ હું માનું છું. બાળાની વાત સાંભળી કુમાર પોતાની જાતને છુપાવતા બોલ્યો - હે ભોળી બાળા ! કયાંક ભૂલાવામાં પડતી નહિ હું તે નથી. પણ તું અહીં એકલી કેમ ? ચંદ્રા - હે પરદેશી ! મારી વાત સાંભળજો ચંપકમાળાના બે ભાઈ મનોવેગ અને વાયુવેગ નામના છે. મણિચૂડ શત્રુને જીતવા માટે તેઓ હઠે ચડ્યા. અત્યાર સુધી કોઈ વિદ્યા ન ભણ્યા, પણ પિતાને છોડાવવા, રાજ્ય પાછુ લેવા માટે બંને ભાઈ વિદ્યા સાધે છે તે બંને ભાઈઓ જમુના નદીના કિનારે મહેલ બાંધ્યો. પોતાની બેનો તથા માતાને અહીં લઈ આવીને મહેલમાં રાખ્યા છે. તે બહેનોની સાથે અમે પણ બધી ભેગી સાથે રહ્યા છીએ. મનોવેગ કોઈ પદ્મિનિને લઈ આવીને ગિરિગુફામાં વિદ્યા સાધે છે. જ્યારે વાયુવેગ આ વંશજાળમાં ચંદ્રહાસ વિદ્યા સાધી રહ્યો છે. છ મહિનામાં વિદ્યા સિદ્ધ થશે, પછી શત્રુને હરાવશે. ચંપકમાળાએ મને અહીં ભાઈની ખબર લેવા માટે મોકલી. તે હું આ તમારી સાથે વાતો કરી રહી છું. આ વાત સાંભળી ચંદ્રશેખર મનમાં ચિંતવવા લાગ્યો કે તે બંને ભાઈઓ ગિરિકંદરાને વાસની જાળમાં મારા હાથે મરાયા છે. હવે શું કરવું ? કંઈક વિચારી ચિત્તમાં ધૈર્યને ધારણ કરી, તે બંનેને મરાયાની વાત ચંદ્રાને કરી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २८७ Page #329 -------------------------------------------------------------------------- ________________ વાત સાંભળી ચંદ્રાએ દુઃખને ધારણ કર્યું. બોલી ન શકી. મનમાં ચિંતે કે મુનિ ભગવંતનું વચન મિથ્યા કયારેય થતુ નથી. આ પ્રમાણે ત્રીજા ખંડને વિશે બારમી ઢાળ કર્તાએ કહી. -: દુહા : ક્ષણભર ખેદ કરતા થકી, સો ચિંતે તિણવાર; વિષમી કર્મ તણી ગતિ, વિષમો આ સંસાર ના કુંવર વદે સુણ ! સુંદરી , મ ધરો મનમાં એક જ્ઞાનીનું દોહુ હુવે, તિહાં નહિ કાંહિ વિભેદ. શા. સા કહે ઉત્તમ વર તુમે, રહેજો ઇહાં ક્ષણમાત્ર; ચંપકમાળાને જઇ સંભળાવુ આ વાત. all જો તુમ પર સગી હશે, તો વેગે ધ્વજ ; મંદિર ઉધ્ધ હલાવ, પીત્ત ધ્વજાએ વિક્ત. જો રહેજો તે સ્થિર થઇ, પીત્તે જાજો દૂર ' એમ સંકેત કરી ગઇ, ચંપકમાળા હજુર //પણl તસ સંકેત હોય ઘડી, તગત ચિતકુમાર; ઉપસમ ગુણઠાણે ચડી, થોવ કરે અગાટ બો પીળી તામ પતાકિકા, હાલતી દીઠી ત્યાં જાણી વિરક્ત નારીઓ, શીધ ચાલ્યો વનમાં તેના કેસરીસિંહ મલપતો, વતફળ કરત આહાર; કેતે દિવસે પામીયા, 'વ અરણ્ય મઝા તો શીતળ જળ નિર્મળ ભર્યું સરોવર દેખી તામ; જળ પીને નિદ્રા લીયે, તિલક તરફળ ઠામ. / પુણ્ય મિત્રબળ જાગતે, ન કરે અનરથ કોઇ; વત રણ ગિરિ અરિ, જલધિએ પણ મનોવાંછીત હોય. /holi (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮૮ Page #330 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : ભાવાર્થ: ચંદ્રશેખરકુમારની વાત સાંભળી ઘડીભર ચંદ્રાવળીને ખેદ થયો. મનમાં શોક થયો. વિચારતી હતી. રે આ સંસાર ઘણો વિષમ દુઃખદાયી છે. તેમાં કર્મની ગતિની શી વાત કરવી? એ પણ મહાવિષમી છે. સંસાર કેવો છે? શોકભરી વિચારમાં ચંદ્રાને થોડીક ક્ષણો સુધી તો કુમારે ન બોલાવી. પણ પછી કુમારે બોલાવી - હે સુંદરી ! સાંભળ! મનમાં ધારણ કરેલા ખેદને દૂર કરો. તમારા તે બંને ભાઈનો ઘાતક હું છું. મારા પ્રત્યે તમને ઘણીજ ધૃણા ઉત્પન્ન થઈ હશે. પણ.. ચંદ્રા... ચંદ્રા તો કુમારની વાત નીચી નજરે સાંભળતી હતી. ઉચું જોવા માટેની પણ તેનામાં ક્ષમતા ન હતી. કુમારે બોલાવી ત્યારે વળી સાહસ કરીને કુમાર સામે જોયું. કુમાર - સુંદરી ! મારાથી ન બનવાનું બની ગયું છે. તમે કહયું હતું, કે જ્ઞાની ભગવતે કહ્યું હતું. તો તે પણ સાચી વાત. જ્ઞાનનું દીઠું કદીએ મિથ્યા ન થાય. કુમારની વાત સાંભળી ચંદ્રાવતી કંઈક સ્વસ્થ થઈને બોલી - હે પરદેશી ! આપ તો નરોત્તમ છો. વધારે તો શું કહ્યું? પણ.. પણ. આપ ક્ષણમાત્ર અહીં ઊભા રહેજો. આપ કયાંયે ચાલ્યા ન જતા. આપ.. આપ. બાવરી બનેલી ચંદ્રાના બોલવામાં પણ ચંચળતા આવી ગઈ. કહે છે કે, હે પરદેશી ! આપ અહીં જ થોભજો. આ વાત. હું ચંપકમાળાને જઈને કહ્યું. આ પ્રમાણે બોલતી પાછા પગે વળી જંગલમાં રહેલા મહેલ તરફ જવા ઊતાવળી થઈ. જતાં જતાં વળી કહેવા લાગી કે સાંભળો, હે મહાશય! જો તમારી ઉપર રાગવાળી ચંપકમાળા થશે તો મહેલની અગાસીએ લાલ વર્ણની ધ્વજા ફરકશે. અને જો કદાચ વિરકત મનવાળી હશે તો, પિત્તવર્ણની (પીળી) ધ્વજા લહેરાવશે. લાલ વર્ણની ધ્વજા જોઈ અહીંયા જ થોભી જજો. પિત્તવર્ણની ધ્વજા ફરકતી જુઓ તો ચાલ્યા જજો. આ પ્રમાણે સંકેત કરી ચંદ્રા ઊતાવળી ગતિએ મહેલમાં રહેલી વડેરી ચંપકમાળા સખી પાસે પહોંચી. જ્યારે કુમાર તો તેને જોવામાં તલ્લીન બન્યો. ચંદ્રા દેખાતી બંધ થતા, કંઈક વિચારે છે કે કેવો કર્મનો ખેલ! હું કયાં કયાં પહોંચ્યો? દુનિયા જોવા નીકળ્યો. અવનવી દુનિયા જોઈ. વળી કુમાર ચંદ્રાવતી પાછળ મહેલ દેખાય ત્યાં સુધી પાછળ ગયો. મહેલને જોતાં જ દૂર એક વૃક્ષ નીચે જઈ ઊભો. સંકેત કરી ગયાને લગભગ બે ઘડી જેટલીવાર થઈ. તેમાં તો કુમારનું દિલ જાણે હરી ન ગઈ હોય. તેવો સૂનમૂન થઈને જાણે કોઈ મુનિભગવંત સાક્ષાત્ ઉપશમ શ્રેણીએ ચઢી રહ્યાં હોય, તેવા ધ્યાનમાં હતો. એક સરખી નજરે કુમાર મહેલ તરફ નિહાળી રહ્યો હતો. રાહ જોવાની પળો ઘણી લાંબી લાગે છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ છતાં મહેલ જોવામાં થાકયો ન હતો. તેવામાં મહેલની અટારીએ કોઈ બાળા આવી, અને પીળી ધ્વજ લહેરાવી ગઈ. દૂરથી કુમારે જોયું. બાળા કોણ હતી; તે ન ઓળખાઈ, પણ પીળી ધ્વજા ફરકતી જોઈ સમજી ગયો કે તે બધી બાળાઓ હાલમાં ભાઈના મૃત્યુથી શોકવાળી હશે. તેથી વિરક્ત થતાં ધ્વજા પીળી ફરકાવી અને તે જ ક્ષણે કુમાર બીજી દિશા તરફ વેગથી ચાલવા લાગ્યો. ગીચવનમાં પ્રવેશ્યો. કેસરીસિંહની જેમ નિર્ભયપણે કુમાર તો ચાલ્યો જાય છે. સુધાને સમાવવા વનફળ આરોગી લે છે. તૃષા છીપાવવા નદી ઝરણાં કે સરોવર જો માર્ગમાં આવે તો પાણી પી લે છે. કેટલાય દિવસો બાદ આ વન ઓળંગી છુટા મેદાનમાં આવ્યો. વળી આગળ ચાલ્યો. ચાલતો કુમાર ઘણી દૂર એવી દવાટવી નામના જંગલમાં પહોંચ્યો. વનમળે જતાં કુમારે નિર્મળ જળથી ભરેલુ કમળોથી શોભતું સુંદર મોટુ સરોવર જોયું. જળપાન કરીને શ્રમિત થયેલો કુમાર સરોવરની પાળે તિલક નામના વૃક્ષ હેઠે આરામ કરવા આડે પડખે થયો. મંદ મંદ શીતળ પવન, સરોવરથી આવતો હતો. શ્રમિત કુમાર ઊંઘી ગયો. પુણ્યવંત મહાપુરુષની પુણ્યાઈની વાત જ શી કરવી? નિરાંતે નિદ્રા લઈ રહ્યો છે. કહ્યું છે કે પુણ્યરૂપી મિત્ર જેનો જાગતો હોય તેવા પુણ્યવાન ભાગ્યશાળીઓનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. પછી તે ભાગ્યવાન ચાહે જંગલમાં હોય કે રણમાં હોય, પર્વત પર હોય કે પર્વતની ગુફામાં હોય, સમુદ્રમાં હોય કે જમીન ઉપર હોય, પણ તેનું કોઈ અનિષ્ટ કરી શકતું નથી. જ્યાં જાય ત્યાં તે પોતાના મનોરથોને પૂરા કરે છે. -: ઢાળ-૧૩ : (હવે સુબાહુ કુમાર એમ વિનવે... એ રાગ..) જીરે જાગ્યો કુંવર જિત્યે તા, જીરે દેખી ઋદ્ધિ વિશાળ; જીરે હલ્ય ગય સુભટ મળ્યા ઘણા, જીરે બોલે વયત રસાળ... જીરે પુણ્ય કરો જગ પ્રાણીયા.. એ આંકણી. /all જીરે પુણ્ય કરો જગ પ્રાણીયા, જીરે પુણ્ય રદ્ધિ દૂર, જીરે મનોવાંછિત મેળા મળે, અરે પુષ્ય સુખ ભરપૂર. જીરે . /રા જીરે કરત પટાવત વિતતિ, જીરે વૈતાઢ્ય રહેઠાણ; જીરે કુસુમપુરી વિમળાપુરી, જીરે અલકાપુરી સમજાણજીરે . ll જીરે રત્ન કનક યુલ બાંધવા, જીરે સજય કરે વર નિત્ય; જીરે શ્રીમતી વીમતી પટપિયા, જીરે અવર પિયા ઘણી પ્રીત. જીરે (૪ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯o Page #332 -------------------------------------------------------------------------- ________________ મત્સ્ય સરીસ; જીરે પ્રીતી પ્રસરે છે ઘણી, જીરે ‘જીવન જીરે કન્યા બિહું જણતી મળી, જીરે ષટ્ચત તે છત્રીસ. જીરે //// ચોમાસા નિ વીતતે, જીરે રાજકચેરીમાંહે; જીરે શીતળજીત પધરાવીને, જીરે ઉત્સવ આઠ તિ ત્યાંહે. જીરે પા જીરે કાર્તિક વદ પાંચમી ને, જીરે વિધાધર મુતિરાય; જીરે ગગતમાર્ગથી ઊતરી, જીરે વંદે જીરે દેવ રચિત સિંહાસને, તસ સહુ પાય. જીરે પાછા જીરે પ્રભુ વી બેસત; દેશના ધર્મ દીયંત જીરે IIII જીરે મુતિને એમ પૂછત; જીરે જીરે રાય પ્રમુખ પરષદા ભણી, જીરે રત્નસુલ અવસર લઇ, જીરે અમ ોય બાંધવતી સુતા, જીરે કોણ હશે તસ કંત ? જીરે [[] જીરે કેમ મળશે ? કેમ જાણશું ? જીરે કોણ સ્થાનક ? મહારાજ; જીરે ભૂચર ખેંચર ભૂપતિ, જીરે તવ ભાખે મુતિરાજ જીરે ||૧૦થી જીરે દેવાટવીમાં સરતટે, જીરે સૂતો તિલક તારુ હેઠ; જીરે બત્તીસ લક્ષણ કર પદે, જીરે છાયા સ્થિર તનુ ઠેઠ જીરે ||૧૧|| જીરે વાત છત્રીશનો થશે, જીરે ભૂયર એક ભરતાર; જીરે ક્ષત્રિય ત્રિખંડનો રાજવી, જીરે વિનય બહુ ભંડાર જીરે ||૧૨ી જીરે માધવ ઉજ્જવલ પંચમી, જીરે લગ્ન વિસ ઉત્સાહ; જીરે દસ ઘડી ક્વિસ ચઢતે થકે, જીરે જો જો જઇ વન માંહે, જીરે ||૧૩થી જીરે પુરવધર કહી ઉત્પત્યા, જીરે વિચર્યા પંથ વિહાર; જીરે ખેચરકન્યા મંડલી, જીરે લેઇ ઇહાં તિવસાય. જીરે [૧૪] જીરે આજ વાત તે સવિ મળી, જીરે થાઓ પ્રભુ અસવાર; જીરે કહી એમ અશ્વરતન ધર્યો, જીરે કુંવર ચલ્યો તે વાર. જીરે ||૧| જીરે આગળ જાતિ વધામણી, જીરે આવ્યા સન્મુખ રાય; રચ્યાં તિહાં જાય. જીરે [૧૬] જીરે જંગલમાં મંગલ ભયો, જીરે મહેલ જીરે ચોરી ચિઠું પખ ચિતરી, જીરે જીરે કરી ઉત્સવ પરણાવતાં, જીરે સઘળી કન્યા ત્યાંય. જીરે ||૧૭થી તેહ * યણીમાય; (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ જીરે સમંજરી, ગુણમંજરી, જીરે તેમાં વડેરી હોય; જીરે વતાયે સહું તે ગયા, જીરે બીજા દ્ધિ સહુ કોઇ. જીરે /૧૮ll જીરે ખેચર બહુ જોવા મળે, જીરે ખેચરી ગાવે ગીત; જીરે નાટકશાળા નિત્ય હુવે, જીરે ગ શ સ રીત. જીરે /૧લી. જીરે શાસય ચૈત્ય જુહારતાં, જીરે કરતાં નવ નવા ખેલ; જીરે કુસુમકદલી ઘર સ્ત્રી ગણે, જીરે મતાં જળ વત કેલ. જીરે //રoll જીરે નંદીશ્વરદ્વીપે જતાં, અને સાથે રમણીના વં; જીરે શાસય પડિમા વાંહતાં, જીરે પામે અતિઆનંદ. જીરે //ર૧ જીરે મેરૂ પમુહ સાસય જિના, જીટે યાત્રા કરી ઘર જાય; જીરે બિહુ સસરા પાસે થકી, જીરે વિધા બહુલ ગ્રહાય. જીરે //રી જીરે પશુઓને તર ભવ કરે, અરે તને પશુ અવતાર; જીરે પરવિધા છાતણી, જીરે એમ સવિ એક હજાર જીરે રસ જીરે નારીગણ તિાં સંડવી, જીરે સુંદર તર પરિવાર; ' જીરે પંચતીર્થ યાત્રા ભણી, જીરે ચાલ્યો વીયતકુમાર, જીરે રસ સમેતશિખરે જઇ ઊતર્યા, જીરે વંદી વીસ જિયં; જીરે સીતા તાળ નિહાળીને, જીરે મધુવત જાત નદિ જીરે રપો જીરે તાંદનવન સમ મધુવન, જીરે મંડપ દ્રાક્ષ રસાળ; જીરે સીતાફળ દાડમ તટ, જીરે જાંબુફળ હીંતાલ. અરે છો જીરે ફણસા લીંબુ હરીતકી, જીરે રાયણને સહકાર; જીરે કદલી કુસુમ સુરભિ તટ, જીરે રામ જામફળ સાર. જીરે //રી જીરે અંજીર નાસ્મિ કરમસ, જીરે કિશુંક ચંપક ફૂલ; જીરે કેતકી માલતી વિકસિયાં, જીરે પામી તીર્થ અમૂલ. જીરે //ર૮ll જીરે વડતe મોટો એક છે, જીરે શાખા શાખા વિશાળ; જીરે હંસ મોર શુક સારિકા, જીરે યુગલ વસે કરી માળ, જીરે /રો જીરે જાગતા ભૈરવદેવનું જીરે સુંદર ચૈત્ય વિશાળ; જીરે માનતા માને તેહતો, જીરે દીયે વાંછિત તત્કાળ, જીરે (soil જીરે (શ્રી ચંદ્રશેખર સજાનો રાસ) २८२ Page #334 -------------------------------------------------------------------------- ________________ જીરે યાત્રિક પરદેશી જતા, અને રહેવાતા બહુ ઠાણ; જીરે કુંવર નિહાળી નિશિ વસ્યા, જીરે કરવા તીર્થ વખાણ. જીરે ૩૧. જીરે સરોવર કુપક વાવડી, જીરે પીધા નિર્મળ નીર; જીરે ત્રીજે ખંડે તેમી, જીરે ઢાળ કહે શુભવીર જીરે કરી ૧-પાણો. વૈવાગિરિએ - ઢાળ-૧૩: ભાવાર્થ: ઘણું ચાલવાથી થાકેલો કુમાર નિરાંતે નિદ્રાદેવીને ખોળે પોઢી રહ્યો છે. જ્યારે નિદ્રા પુરી થઈ, જાગ્યો, ત્યારે ઈષ્ટદેવને યાદ કરતો, બેઠો થયો. દેવાટવી સરોવરપાળ, તેની આસપાસ સુભટો સશસ્ત્રયુકત જોયાં. વળી થોડે દૂર હાથી ઘોડા આદિ વિશાળ 28દ્ધિ પણ જોવામાં આવી. બધાજ સુભટો મૌનપણે ઊભા હતા. રખેને કુમારની ઊંઘને ખલેલ ન પડે. ત્યારપછી કુમારને જાગતો જોઈને, મુખ્ય સુભટ હતો તે કુમારની પાસે આવી બે હાથ જોડી કહેવા લાગ્યો. તે ભાગ્યશાળી ! આપ તો મહાપુણ્યશાળી છો. તમે ચિરકાળ જીવો. અહીંયા જ્ઞાની ભગવંત કહે છે, કે હે ભવ્ય જીવો! જગતમાં જીવતાં જ પુણ્ય ઉપાર્જન કરો. અઢળક પુણ્યના પ્રભાવે પ્રાણીઓનાં દુઃખ અને દરિદ્ર બંને ચાલ્યા જાય છે. વળી મહાન પુણ્યના યોગે મનોવાંછિત પૂરા થાય છે. સુખ સાહાબી સામે ચઢીને આવે છે. પુણ્યવાનના પગલે નિધાન પુણ્યશાળી કુમાર જ્યાં જાય ત્યાં ઋદ્ધિ પામે છે. હે જગતના જીવો! તમે પણ ધર્મની આરાધના કરો. પુષ્ય ઉપાર્જન કરી અને પુણ્યના ફળરૂપે સુખને ભોગવો. કુમાર તો વૃક્ષ નીચે બેઠા છે. સુભટો ચારે તરફ ખડે પગે ઊભા છે. મુખ્ય સુભટ કુમારની સાથે વાત કરે છે. બે હાથ જોડીને વિવેકવાણી વડે કુમારને કહે છે - અમે વૈતાઢ્ય પર્વતની શ્રેણીની નગરીમાં રહીએ છીએ. વૈતાઢ્ય પર્વતની શ્રેણીએ ઘણી નગરીઓ છે. પણ તેમાં અલકાપુરી સરખી કુસુમપુરી અને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ વિમળાપુરી નામે બે મહાનગરીઓ રહેલી છે. આ બંને નગરી ઉપર રત્નસુલ અને કનકચુલ નામે બે બંધુ બેલડી રાજ્ય કરે છે. બંને બાંધવા ઘણા પુણ્યશાળી રાજાઓ છે. પુણ્યના ઉદયે રાજ્ય નિષ્ફટકપણે પાલન કરે છે. રત્નસુલ વિદ્યાધર રાજાને શ્રીમતી નામે પટરાણી છે. જ્યારે બીજો રાજા કનકચુલ રાજાને ઘીમતી નામે પટરાણી છે. બીજી પણ તે બંને રાજાને રાણીઓ રહેલી છે. બધી જ રાણીઓ ઉપર રાજાને પ્રીત રહેલી છે. બધી રાણીઓને રાજા ઉપર પણ ઘણોજ રાગ રહેલો છે. પ્રીતિ કેવી છે તે કહે છે કે જેમ માછલીને પાણી સાથે પ્રીત જે છે તે જ પ્રીત (પ્રેમ) રાજાને રાણીઓ ઉપર હતી. રાજાને બધી રાણીઓની ઉપર પ્રીત સરખી હતી. બંને રાજાઓ સંસાર સુખ ભોગવે છે. રાજ્યનો કારભાર પણ સંભાળે છે. બંનેને પરિવારમાં પુત્રીઓ હતી. એક રાજાને છસો કન્યાઓ છે, જ્યારે બીજાને છત્રીસ કુંવરીઓ હતી. રત્નચલ-મણીચુલ બંનેને વારસામાં રાજ્ય મળ્યાં હતાં, તે રીતે જૈન ધર્મ પણ મળ્યો હતો. રાજ્ય પાલન સાથે સાથે ધર્મને પણ સાધતા હતા. ચોમાસાનો કાળ હતો. ચોમાસુ પુરું થવા આવતાં રાજકચેરીએ અઠ્ઠાઈ મહોત્સવ મંડાયો. તેમાં દસમા તીર્થપતિ શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમા પધરાવીને, આઠેય દિવસ રાજા, પરિવાર સહિત વિવિધ પ્રકારે ભકિત કરતો હતો. મહોત્સવના ચરમ દિવસે, કારતક વદ પાંચમના દિવસે, ગગનવિહારી વિદ્યાધર મુનિશ્વર, પરમાત્માના દર્શનાર્થે આકાશમાર્ગે જતાં અહીં આ રાજકચેરીએ પધાર્યા. મુનિભગવંત પરમાત્માની ભકિત કરી, રંગ મંડપમાં પધાર્યા. રાજપરિવારે મુનિભગવંતને વાંધ્યા. રત્નજડિત સિંહાસન રાજદરબારેથી મંગાવી, રાજાએ ગુરુ ભગવંતને બેસાડ્યા. ત્યાર પછી રાજપરિવાર ગુરુ ભગવંતને વિધિવત્ વંદન કરીને, દેશના સાંભળવા યથાસ્થાને સહુ કોઈ બેઠા. જ્ઞાની ગુરુ ભગવંત પર્ષદા જોઈને ધર્મદેશના આપી. દેશનાને અંતે અવસરોચિત રત્નચલ રાજાએ બે હાથ જોડી ગુરુ ભગવંતને પૂછયું - હે ભગવંત! આપની દેશના ભવોદધિ તારણ ને હિતકર છે. અમૃત સરખી દેશના સાંભળી અમે સહુ આનંદ પામ્યા છીએ. ભગવંત આપને હું એકવાત પુછું છું કે અમારા બંને ભાઈઓની પુત્રીઓ જૈન ધર્મ વાસિત છે. તો તે પુત્રીઓનો ભાવિ ભરતાર કોણ હશે? અને તે અમને કેવી રીતે કયાંથી પ્રાપ્ત થશે? અમે તેઓને કંઈ રીતે જાણશુ? વળી તે ખેચર કે ભૂચર ભૂપતિ હશે? હે ગુરુદેવ ! અમારી પુત્રીઓના પતિ કેવી રીતે પ્રાપ્ત થશે? તે કૃપા કરીને કહો. જૈનમુનિઓ સંસારની વાતોમાં કયારેય ભાગ ન લે. એમાં આ તો સંસારવૃદ્ધિની વાત. છતાં હિતા હિતને જાણતાં જે જ્ઞાની ભગવંતો ભાવિમાં શાસનને લાભ થવાનો જાણીને, ઘણીવાર કહેતા હોય છે. અહીંયા પણ એવું બન્યું. ગુરુ ભગવંતે જ્ઞાનનો ઉપયોગ મૂકી જોઈ લીધું. પછી રાજાને કહેવા લાગ્યા - હે ખેચરરાય ! દેવાવિમાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २८४ Page #336 -------------------------------------------------------------------------- ________________ સરોવર તીરે તિલક નામના વૃક્ષ હેઠે જે સૂતો હશે, જેના પગમાં ને હાથમાં બત્રીસ લક્ષણ લક્ષિત સાથે, વળી તેની ઉપર વૃક્ષની છાયા સ્થિર હશે. સૂર્યની દિશા ફરશે પણ છાયા ફરશે નહિ. તે નરપુરુષ છસો છત્રીસ કન્યાનો સ્વામી થશે. વળી ભૂચર પૃથ્વીતળનો મહાપુણ્યશાળી ક્ષત્રિયવંશી ત્રણ ખંડનો અધિપતિ છે. વિવેકનો ભંડાર તેની પાસે છે. તે નરપુંગવ મહારાજા, માગસર સુદ પાંચમના દિવસે દિવસની દસ ઘડી ગયે છતે (૪ કલાક) તે વનમાં જઈને જો જો. તે ક્ષત્રિયવંશી રાજકુમાર મળશે. તે જ દિવસે લગ્નનું મુહૂર્ત છે. આ પ્રમાણે કહી એ પુર્વધર વિદ્યાધર મુનિભગવંત તરત આકાશ માર્ગે વિહાર કરી ગયા. અગ્રેસર સુભટે કુમારને આ પ્રમાણે વાત કહી. વળી સુભટ આગળ કહે છે. હે પરદેશી કુમાર ! તે બંને વિદ્યાધર રાજાઓ પોતાની કન્યાઓ સહિત અહીં દેવાટવીમાં આવીને વસ્યા છે. પુર્વધર મુનિભગવંતની વાત આજે સવિ મળી આવી છે. આજ માગસર સુદ પાંચમનો દિન છે. અમારા મહારાજાની આજ્ઞાથી અમે સહુ અહીં આવ્યા છીએ. હે સ્વામી ! આપ હવે તૈયાર થાઓ. એમ કહીને એક ઉત્તમજાતિનો ઘોડો સાથે લાવ્યા હતા તે કુમારની આગળ ધર્યો. સુભટ આગળથી સઘળી વાત સાંભળીને કુમાર સુભટ આદિ સાથે ઘોડા ઉપર બેસીને ચાલ્યો. વધામણી આપવા એક સુભટ આગળ પહોંચી ગયો. બંને રાજાને વધામણી મળતાં તરત જ કુમારની સામે આવ્યા. વિવેકથી કુમારને વધાવ્યાં. મિલણાં થયાં. કુમારને લઈને જ્યાં પોતે પડાવ નાખીને રહ્યાં હતાં, ત્યાં સહુ આવ્યા. દેવાવી જંગલમાં આજે મંગળના વાજાં વાગવા લાગ્યાં. પુર્વધર મુનિની વાતો યથાર્થ સત્ય થતાં લગ્નનો શુભદિન પણ આજનો હતો. તેથી ત્યાં વિદ્યાધર રાજાએ વિદ્યાના બળ થકી મહેલની સુંદર રચના કરી. લગ્નની તૈયારી થવા લાગી. કુમારને પણ જુદો મહેલ બનાવી ઊતારો આપી દીધો. તેમની સેવામાં ઘણાં દાસ-દાસીઓ પણ મૂકી દીધા. જોતજોતામાં તો રાજમહેલના ચોગાનમાં લગ્નમંડપ તૈયાર થઈ ગયો. ભાતભાતથી ચીતરેલી ચોરી પણ ત્યાં મંડાઈ ગઈ. મહા મહોત્સવપૂર્વક તે દિનની રાત્રિએ રાજાએ પોતાની ૩૬ કન્યાઓને કુમારની સાથે પરણાવી. ૩૬ કન્યાઓમાં રસમંજરી અને ગુણમંજરી બંને વડેરી અગ્રેસર હતી. લગ્નના બીજા દિવસે માગસર-સુદ-૬ના રત્નસુલ અને કનકયુલના આગ્રહથી ભૂચરપતિ કુમાર વૈતાઢ્ય પર્વત ઉપર ૩૬ પત્નીઓ સાથે ગયા. વિદ્યાધરી કન્યાઓનો સ્વામી ખેચર નહિ પણ ભૂચર-માનવી રાજા છે. તે જાણી ઘણા વિદ્યાધરો ને વિદ્યાધરીઓ જોવા ટોળે મળી. ભેગી થયેલી ખેચરીઓ માંગલિક લગ્નનાં ગીતો ગાવા લાગી. સામૈયા સાથે, રાજાના જમાઈ રાજમહેલે પધાર્યા. જમાઈ ચંદ્રકુમાર અને રાજા આગળ રાજકચેરીએ વિવિધ પ્રકારના નાટકો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ થયા. રાગ રંગથી રસભર ગીત વાજિંત્ર વાગતાં હતાં. હવે કુમારને રહેવા માટે ચિત્ર વિચિત્ર ચિત્રામણવાળો રાજમહેલ આપ્યો. દાસ-દાસીઓ પણ ઘણી સેવામાં મૂકાઈ ગયાં. ત્યાં પણ વિવિધ પ્રકારના નાટકો ગીતો જોતાં કુમારના દિવસો સુખમાં જવા લાગ્યાં. પરમાત્માનું શાસન પામેલા ચંદ્રકુમાર ત્યાં પણ રહ્ય જિનચૈત્યોમાં જઈ અરિહંત પરમાત્માની ભકિત કરે છે. ભોગ વિલાસની સામગ્રી અઢળક મળવા છતાં વિવેકી આત્મા સદા જાગ્રત હોય છે. કુમાર ત્યાંથી જ્યાં જ્યાં શાશ્વત જિનમંદિરો રહેલા છે, ત્યાંની યાત્રા કરવા, દર્શન પૂજન અર્થે જવાનું ચૂકતા નથી. ચંદ્રકુમાર ભવ્ય ભુવનમાં જાણે મહિલા ભુવનમાં ન વસતો હોય તેમ સાતસો રમણીઓ સાથે રહ્યો છે. બુદ્ધિશાળી કુમાર જુદીજુદી યોજનાપૂર્વક રમણીઓ સાથે રમતાં, વનમાં જળક્રીડા આદિમાં રમવા પણ જાય છે. કુમાર કેટલીક સ્ત્રીઓ સાથે વનક્રિીડા કરવા જાય. કેટલીક સ્ત્રીઓ સાથે તીર્થયાત્રા માટે જાય છે. વળી કુમાર નંદીશ્વરદ્વીપની યાત્રા રસમંજરી તથા ગુણમંજરી આદિ સ્ત્રીઓના વૃંદ સાથે કરવા જાય છે. ત્યાં જઈને શાશ્વતા ચૈત્યો વાંદતાં ઘણો આનંદ થયો. વિદ્યાધરનગરીમાં વસતા કુમારને યાત્રાનો અવસર મળતાં મેરૂ પર્વત ઉપર રહેલા જિનચૈત્યોને પણ જુહારવા જઈ ચડ્યો. જ્યાં જ્યાં જવાનું કુમારનું મન થાય ત્યાં ત્યાં રત્નચૂલ અને કનકચુલ બંને બાંધવો પ્રેમથી લઈ જતાં. કુમારની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા. - બંને સસરાએ કુમારને વિવિધ પ્રકારની વિદ્યાઓ પણ આપી. જેવી કે પશુઓને માનવ બનાવે. માનવમાંથી પશુ બનાવે. પરવિદ્યા છેદન, એમ વિધવિધ પ્રકારની એક હજાર વિદ્યા શીખવાડી. હવે કુમારે દેશાટન જવાની વાત કરી. પોતાની સ્ત્રીઓને ત્યાં સસરાને ઘરે મૂકી એકલા જવાની વાત કરી. રજા મળતાં કુમાર ત્યાંથી ચાલી નીકળ્યો. પંચતીર્થની યાત્રા કરવા ચંદ્રકુમારનું મન હતું તેથી વૈતાઢ્ય પરથી ઊતરીને સીધો જ પંચતીર્થની યાત્રાએ ચાલ્યો. સમેતશિખર પર આવ્યો. ભાવે વીસ તીર્થંકર પરમાત્માની પડિમાને જુહારી, વાંદી, પૂજા અર્ચા કરીને, પરમાત્માની અપૂર્વ ભકિત સ્તુતિ કરી. ત્યાર પછી સમેતશિખરના પર્વતોની હારમાળાને જોતો, મધુવનમાં આવ્યો. મધુવનના રમ્ય ઉદ્યાન, નંદનવન સરખાં મધુવનને જોતો કુમાર આગળ ચાલ્યો. વળી ત્યાં જોવાલાયક કુદરતી સૌંદર્ય નદી-નાળા, સરોવર જોતાં સીતાનળને જોતાં વધારે આશ્ચર્ય પામ્યો. મધુવનમાં વૃક્ષો-સીતાફળ, દાડમ, જાંબુડી, ફણસ, લીંબુડી, રાયણ, આંબો, કેળના વૃક્ષો બીજા પણ સુગંધિ ફુલનાં વૃક્ષો જોયાં. વળી આગળ જતાં રામફળ-જામફળ-અંજીર-નારંગી, કરમડાં, ખારેક, બોરડી જોતાં કુમારના નયનો ઠરી ગયા. આવા વિવિધ વૃક્ષોથી શોભતા મધુવનના ઉદ્યાનમાં ફરતો કુમાર આનંદ વિભોર બની ગયો. મધુવનની ગલીઓ, કેડીઓ, (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ઉપર ઘણી શા) ૨૯૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ કુંજોને, લતામંડપોને, નિહાળતો કયાં સુધી મધુવનમાં ફર્યા કર્યો. ઉત્તમ પ્રકારનાં ફળોનાં વૃક્ષો પરથી મીઠાં તથા પાકાં ફળો ઊતારી સુધાને શાંત કરી. વળી આ વનમાં વિવિધ પ્રકારના પુષ્પોની મહેક આવતાં તે તરફ જતાં કુમારે ગુલાબ, ચંપો, જુદાજુદા પ્રકારના કમળો, કેતકી જાસુદ, માલતી વગેરે તથા જુદી જુદી વેલડીઓ, વૃક્ષ ઉપર જોયાં. સુગંધમયી પુષ્પો પાસે જતાં કુમારનું સ્વાગત કરતાં ન હોય તેમ લચી પડેલાં પુષ્પોના ભારથી ડાળીઓ શોભતી હતી. ફળો પુષ્પોની માદકતા જોતાં કુમાર એક વિશાળ શાખા પ્રશાખાથીયુકત મોટા વડલા પાસે જઈ પહોંચ્યો. વડલા ઉપર હંસ, મોર, પોપટ, સારિકા આદિ પક્ષી યુગલો પોતે પોતાના બાળકો સાથે પોતાનો માળો વસાવી ડાળીએ ઝૂલતાં હતા. તે પંખીકલરવને જોતાં કુમારનો મનમોરલો નાચી ઉઠયો. આ તીર્થભૂમિનું સ્પર્શન, વંદન, દર્શન કરી અનેક ભવોના પાપોનો ફૂરચો બોલાવી દીધો. ભૂમિ સ્પર્શનથી ઘણો આનંદ પામ્યો. વળી આગળ જતાં જાગતા અધિષ્ઠાયક ભૈરવનાથ દેવનું વિશાળ તેમજ ઘણું સુંદર મંદિર જોયું. જે તે દેવની માનતા માને, તેના મનોરથ પૂરા કરનાર દેવના મંદિરમાં પેઠો. દર્શન કરી બહાર આવ્યો. કંઈક યાત્રિકો તીર્થની યાત્રા કરવા આવનારા આ દેવના દર્શન કરી પછી યાત્રા કરતાં કે જે યાત્રા નિર્વિને પાર પડતી હતી. - સોહામણા સૌંદર્યને નિહાળતો કુમાર તીર્થના વખાણ કરતો. કૂવા, તળાવ, સરોવર, વાડીઓના પાણી પીતો દિવસ પસાર કરી તે મંદિરનું સ્થાન બરાબર જોઈને ત્યાં રાત્રિ પસાર કરવા રોકાઈ ગયો. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે તેરમી ઢાળ કર્તાશ્રી શુભવીરવિજયે સુંદર વર્ણન સાથે પૂર્ણ કરી. - દુહા - વડતe હેઠે મુનિવસ, ચાર રહ્યા છે રાત; લધુવય યૌવન તપ કરે, ઉત્તમ ક્ષત્રિય જાત. // ચઉતાણી ગુરુ પાસથી, ભણિયા સવિ સિદ્ધાન્ત; કામ વિડંબન મૂકીયા, ઉપશમ શાંત પ્રશાંત. / . ચંદ્રકિરણ અમૃત ઝરે, ઉજળી પૂનમ રાત; દેખી શ્રાવક શ્રાવિકા, આવે તજી પરતાંત. . મુનિ વંદી ટોળે મળી, કરતાં ઉત્સવ ત્યાં;િ ચંદ્રશેખર તે સાંભળી, આવી રમત ઉત્સાહિ. ૪l. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ મુતિમુખ લધુવય અમૃતતી 1921, તુમ વૈરાગ્યનું, મુતિ કહે આ સંસારમાં, રાગ વિવશ કુંજર ગજ ભ્રમર હરણ પાંચ ફરસેન્દ્રિય પણ અજ ભય જગ સરિખા કમળથી, સુગંધી મરણ શ્રવણેન્દ્રિયે, તજી પામી પૂછે પ્રગટયુ વિષય ચિહ્નગતિમાં પામે મરે રસતાએ કારણ હવે, જીવડા, વશે, બંધન વિરુઆ જલત ઇંદ્રિ ઇંદ્રિય વશે પડ્યો, તેહતી શી ગતિ કામ તવિ વિવશથી વેગળા, સુખીયા જગમાં પલટાયે રાશિથી, માર્ગ કયિ ન અભિનવ કામગ્રહ કહ્યો, સહુને દીએ શિયળવતી શિયળે સતી, સુણતાં દુઃખ સંયમશ્રી વરી, આવશે નયને એકેક -: દુહા ઃ એમ; SH? 11411 શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૮ કષાય; રોલાય. ી દીત; મીત. પતંગ; પ્રસંગ. ॥ હોય? સોય. [૯] હોય; સોય. [૧૦] તસ દ્રષ્ટાંત, અમ 11oll વૃતાંત. [૧૧] ભાવાર્થ : ચરિત્રનાયક ચંદ્રશેખર ચંદ્રકુમારે પંચતીર્થની યાત્રા કરી. છેલ્લી શ્રી સમેતશિખરની યાત્રા કરી. ગિરિના સોપાન ઊતરતો ગિરિવનની લીલાને જોતો હતો. મધુવનની લીલાને જોઈ. ચારેકોર નીલાં પીળાં અવનવાં પંખીડાં ઊડતાં ને કલરવ કરતાં અવાજને સાંભળતો મોટા વડલા નીચે આવ્યો. ત્યાં રાત પસાર કરવા માટે નિરાંતે કોઈ મોટી વડવાઈ નીચે વિસામો લેવા બેઠો હતો. વિશાળ ઘેઘુર વડલાની બીજી બાજુએ વળી વિહાર કરતાં ચાર મુનિભગવંતો આવીને રાત રોકાયા હતા. મુનિભગવંતો કેવા હતા ? ઉત્તમ ક્ષત્રિય વંશના, નાનીવયમાં સંયમ લેવાના ભાવ થતાં ચારજ્ઞાનનાં ધણી એવા ગુરુ પાસે સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. યૌવનવયમાં પ્રવેશી ચૂકેલા ચારે મહારથીઓ કામ વિડંબનાને દૂર કરી. ઉપશમ રસને ઝીલતાં શાંત પ્રશાંત બની ચુકયા હતા. જોતાં જ હૈયું ઝુકી જાય તેવી શાંત મુખમુદ્રા હતી. Page #340 -------------------------------------------------------------------------- ________________ વડલાની એક તરફ કુમાર, બીજી તરફ ચાર મહાત્માઓ પોતાની સાધના સ્વાધ્યાયમાં લીન હતા. તે ધન્ય દિન ને રાત્રિ ઉજજવળ પક્ષની પુનમની રાત હતી. પુનમના ચંદ્રમાના કિરણમાંથી શીતળતાનું અમૃત ઝરે તેમ આ મહાત્યાગીઓના મુખ ઉપર ઉપશમતા તરતી હતી. કામવિજેતા પામેલા મુનિના ત્યાગ અને ચારિત્રના પ્રભાવે મુખ ઉપર અતિશય પ્રસન્નતા જણાતી હતી. નજીકના નગરમાં વસતા શ્રાવકોને જાણ થતાં સૌ પરિવાર લઈને મહાત્માના દર્શન કરવા વડલા હેઠે આવી પહોંચ્યાં. માનવ ટોળા આવતાં જોઈને અને મુનિ ભગવંતની વાત સાંભળી કુમાર પણ મુનિભગંવતને ભાવપૂર્વક વંદન કરવા આવ્યો. નમતાં ચંદ્રકુમાર મુનિ સન્મુખ જોઈ રહ્યો છે. મુખપરની તેજથી ઝળહળતી કાંતિ જોતાં સ્તબ્ધ થયો. યોગ્ય સ્થાને બેસી બે હાથ જોડી મુનિને પુછ્યું. - કુમાર - હે મહાત્મા ! આ નાની યૌવન અવસ્થામાં સંસારનો આંચળો ઊતારી નાંખ્યો. હે વૈરાગી મહાત્મા ! આપની આ ઉંમરે વૈરાગ્યનું કારણ ? હે જગતબંધુ ! આવો ઉગ્રતપ સંયમના સ્વાંગનું શું પ્રયોજન ! કૃપા કરીને અમને કહો. ચાર મુનિ ભગવંતમાંથી જે મોટા હતા તે કહે છે. મુનિ ભગવંત - હે મહાનુભાવ ! અમૃત સરખા મુનિના શબ્દો સાંભળી, મધુરવાણી સાંભળવા સૌ ઉત્સુક બન્યા. બીજા પણ દર્શનાર્થે આવેલ શ્રાવકવર્ગ મુનિની વાત સાંભળવા બેસી ગયા. મુનિ આગળ બોલ્યા - હે સજજનો ! અમારા વૈરાગ્યનું કારણ સંસારમાં અવનવા નિમિત્તોમાંથી નીપજ્યું છે. હળવુ કર્મી આત્મા તો નજીવા કારણો મળતાં વૈરાગ્ય પામી આત્માના કલ્યાણ માટે સંસારનો ત્યાગ કરે છે. હે ભવ્ય પ્રાણીઓ ! આ સંસારમાં વિષયકષાયના વિપાકો મહાભયંકર હોય છે. જીવાત્માઓ મોહને વશ થઈ ચારે ગતિઓમાં રખડ્યા કરે છે. પાંચ ઈન્દ્રિયની પટુતાથી જીવ ઘણા દુ:ખને પામે છે. એક એક ઈન્દ્રિયના વશથી મહાદુઃખને પામે છે. હાથી સ્પર્શેન્દ્રિયની પટુતામાં લપટાતાં મહાવતના બંધનમાં બંધાઈ જાય છે. અને મહાદુઃખ પામે છે. અને ત્યારે તે ગરીબડી ગાય જેવો લાગે છે. રસનેન્દ્રિયના વશ થકી માછલી જાળમાં ફસાય છે. ધ્રાણેન્દ્રિયના વશથી ભમરો કમળના બીડાંમાં સપડાય જાય છે. ચક્ષુઈન્દ્રિયના વિષયમાં પતંગિયા દીવાની જ્યોતમાં બળી જાય છે. શ્રવણેન્દ્રિયના વશથી હરણ મરણને શરણ થાય છે. જો એક ઈન્દ્રિયના વશ થકી જાન જોખમમાં મૂકાતા હોય તો જે જીવાત્મા પાંચ પાંચ ઈન્દ્રિયના, ૨૩ વિષયોમાં આસકત થાય તો તેની શી ગતિ થાય ? કામ વિવશથી જે મનુષ્યો વેગળા થાય તે મનુષ્ય આ જગતમાં મહાસુખી થયા છે. ગમે તેટલાં સંકટો આવે છતાં તે આત્માઓ પોતાના માર્ગને મૂકતા નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ જગતમાં નવગ્રહ જગમશહુર છે. પણ નવો ગ્રહ કામગ્રહ કહેવાય છે. જે તેને વશ થયા તો તેને ઘણા દુઃખ આપનારો હોય છે. તે મનુષ્યો કયારેય સુખ પામતા નથી. જગપ્રસિદ્ધ શિયળવ્રતથી શોભતી મહાસતી શિયળવતીનું દ્રષ્ટાંત સાંભળતાં અમારો વૃત્તાંત તેમાં આવશે કે જે સતીએ ભય ત્યજીને સંયમ ગ્રહણ કરીને આત્મ કલ્યાણ કર્યું. -: ઢાળ-ચૌદમી ઃ (વાલમ વેલેરા આવજો... એ રાગ) વર રાજીયો, અરિમર્દન ગુણધામ રે, રત્નાકર શેઠ છે, શ્રીદેવી પ્રિયા નામ રે. ॥૧॥ એ નંદ્નપુર તિહાં રસિયા સાંભળો. રસિયા રસભર સાંભળો, સતીય તણા ગુણ પણ અમ તસ ઉપકાર રે. પણ શત્રુપણું અમથું કર્યું રે, શેઠે શક્તિ સુરી ભજી, તેણે પ્રગટયો સુર વિધા શાસ્ત્ર કળા ભણ્યો, વિનયવંત સુવિવેક રે. અજિતસેન નામે થયો, પામ્યો યૌવન કન્યા નહિં એ સમી, જોઇ દેશ પરદેશ રે એક નિ દેશાવર થકી, વાણોત્તર ઘર એકાંતે કહે શેઠને, કન્યા કેરી વાત રે. હું આવ્યો મંગળપુરી, દત્તશેઠ વસે તિહાય ભોજત કારણ તેડીયો, તેણે મુજતે ઘરમાંહી રે. દેખી મેં તમ અંગા, કન્યા કોણ તણી પૂછતા મુજને કહે, અમ પુત્રી ગુણ ગેહ શિયળવતી અભિધાન છે, ચોસઠ કળા સ્થળચર પંખી જીવતી, વાચાનું જસ જ્ઞાન રે. પણ એ સરીખો વર નહિ, વસ્ત ચિત્ત સુણી મેં મિત્રપણે કહ્યું, મ કરો ચિંતા લેશ રે. હૈ. સભર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ 300 સાર .... એક .... વેશ .... આત .... ખાંડણી. રે, .... ીરા રે, **** એહ .... નિધાન .... ક્લેશ .... 2...... 11311 રે, 2...... 11811 રે; 2..... 11411 રે; 2..... 11911 રે; 2...... 11911 રે; ...... [વા રે; ....... ીથી Page #342 -------------------------------------------------------------------------- ________________ અમ શ્રેષ્ઠી સુત એ સમો, અજિતસેન તરસ લામ રે; મુજ સાથે નર મોકલો, જે કરવું હોય કામ રે. ... ટ... ૧oll સાંભળી તિજ સુત મોકલ્યો, મુજ સાથે ધરી પ્રેમ રે; શેઠ સુણીને આર ટીએ, તે કરે તિલક એ કામ રે. ... ...... ૧૧ પરિકરશું સુત મોકલે, તે જિતશેખર સાથરે; વરઘોડે ચડી ચોરી એ, ઝાલ્યો કન્યાનો હાથ રે. ... ... /૧રો શિયળવતી શું નિજ ઘરે, આવ્યા પરણી તેહ સુખમાં કાળ ગમે સા, સસરા સાસુને નેહ રે. . ર . ૧all ભાંગતી રાત્રે અત્યa, શીવા શબ્દ સુમંત રે; પતિ નિદ્રાભમેં લહી, જળઘટ હાથ લીયંત રે. . ર. ૧૪ શિયળવતી ઘી ગઇ, એકલી પુર બહાર રે, સસરે દીઠી જાવતાં, વળી આવી ઘણીવાર રે. . ર . //પા શેઠ કહે નિજ તારીને, સાંભળો વહુનું ચરિત્ર રે; આજ ગઇ મધ્યરાત્રિએ, ઘરઘર રમવા વિચિત્ર રે .... ... II૧છા કુળમર્યાલ ગણે નહિ, તું નહિ જાણે કાંઇ રે; મેં નજરે દીઠી સહી, પતર ભોગાણાએ રે ... સ. ૧ll નારી કહે કહેશો નહિ, કોઇ આગળ એ વાત રે, ઘરનું છિદ્ર પ્રકાશતાં, થાશે કોઇનો ઘાત રે. . . /૧ આયુ ધન ઘર છિદ્રને, ઔષધ મૈથુન મંત્ર રે; લત માન અપમાન એ, નવ નર દક્ષ ગોપંત રે. .... ...... I/૧૯ો. રવિ ઉદયે સુતને કહે, સાંભળ તુજ વધુ વાત રે; જળ ભરવા મસલું કરી, આજ ગઇ મધ્યસત રે. ... ... Roll એક પ્રહર પર ઘર રહી, આવી પાછી ગેહ રે; મેં દીઠી નજરે સહી, મ ધરો એહ શું નેહ રે .... રવો પુત્ર વિનીતે માનીયું, તાતજી વચન પ્રમાણ રે, એમ કહી તાત ચરણ નમી, પહોંતો તે તિજ ઠાણે રે. . . રરો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ મનસૂબો કરી શેઠ તે. વહુને કહે તુજ માત રે રોગે ગ્રી મરવા પડી, આવી ખબર આજ રાત રે. . ર . //all ચાલો તુમ સાથે ચલું, તેડાવે તુમ માય રે; વયણ સુણી સતત તણો, માય મિલન મન થાય છે. .... .... //રજો. રથ બેસી હોય નીકળ્યા, મારા ચાલ્યા જાય રે; જળ વહેતી નદી દેખીને, થથી બિહું ઊતરાય . . ર . પી. શેઠ ભણે વત્સ ! સાંભળો ? મોજડી જળ વિણસેઇ રે; પગપાળે ન ઊતરો, મોજડી કમાં લેઇ રે. .... ......... છો સાંભળી સા રથથી ગ્રહી, મોજડી પણ લેય પહેરી રે; વાળી ખાડા નદી ઊતરી, જળ મોજડીતું વિખેરી રે. ... ...... મેરી રથ બેસી ચાલતા થકાં, દેખી નગર વિખ્યાત રે; શેઠ ભણે આ શહેશ્માં, રહો સુખમાં આજ રત રે ..... ટ. //l. સા કહે ઉજડ ગામ એ, નહીં વસતી લવલેરા રે; સાયી તે વક્ર જડ વહુ, હિતશિક્ષા હુવે ક્લેશ રે ... ટ. ર૯ો હિતોપદેશથી વાંરે, સુગૃહી નિગૃહી કીધરે; ધારી એમ શેઠે તો, ફરી ઉપદેશ ન દીધ રે .. ....... Boll ચાલતા એક ગામડું રે, જીર્ણ કુટીર પચાસ રે; જોઇ સા વડે શેઠને, ખો શહેર આવાસ રે. . ર . ૩૧ શીતળ છાયા વૃક્ષની, સુંદર માણસ જાત રે, યણીએ વાસે વસી, ચાલીશુ પ્રભાત રે. .... .... Bરો ઘણ અવસર કૂપને તટે, જળ ભરવાને આઇ રે; માતુલ પુત્રી દેખીને, તાતને તી વધાઇ રે . . all માતુલ સન્મુખ આવીને, તેડી ગયો ઉત્સાહી રે; અશત વસત ભક્તિ કરે, રાત વસ્યા સુખ માંહી રે. ... ... lli૪ll ચંદ્રશેખરના રાસનો, ત્રીજે ખંડે રસાળ રે; શ્રી શુભવીરે તેહની, ભાખી ચૌદમી ઢાળ રે . ર પી ૧ - શીયાલણી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ શિયાવતી -: ઢાળ-૧૪ : ભાવાર્થ : વડલા હેઠે જ્ઞાની મહાત્માની પાસે બેઠેલો કુમાર કંઈક આશ્ચર્ય અનુભવતો કંઈક શંકાઓને નિવારતો આગળ સાંભળે છે. મુનિના વૈરાગને જાણવા ઉત્સુક કુમાર પુછે છે - હે તરણતારણ ગુરુદેવ ! હે મહાસતી શિયળવતી કોણ? કે જેણે પોતાના વ્રતને પાળી - ભય ટાળી, સંયમ આરાધી, આત્મ કલ્યાણ કર્યુ? વળી જે કથામાં આપનો વૃત્તાંત પણ સાથે સંકળાયેલો છે. મુનિ ભગવંત - હે રાજકુમાર ! આ આર્ય ક્ષેત્રમાં નંદનપુર નામે મહાનગરી છે. અરિમર્દન નામે રાજા રાજ્ય કરે છે આ નગરમાં ધનાઢ્ય રત્નાકર નામે શેઠ વસે છે. આ શેઠને શ્રીદેવી નામે સ્ત્રી છે. તે રંગરસિક કુમાર ! હવે આગળ સાંભળો. જે સતીના ગુણો સાંભળતા કે ગાતા કયારેક તે ગુણો આપણામાં આવીને વાસ કરે છે. ગુણ ગાવાથી કલ્યાણ પણ થઈ જાય. જે સતીની વાત કહું છું તે સતી સાથે અમારે દુશ્મનાવટ થઈ. જે દુશ્મનાવટ અમારા ઉપકારના માટે થઈ છે. ધનાઢ્ય રત્નાકર શેઠને ધનનો તોટો ન હતો. પણ તે ધનને ભોગવવાવાળો કોઈ ન હતો. શેઠને ત્યાં પાશેર માટીની ખોટ હતી. તેથી એક સંતાનની ઝંખના રહે. કંઈક ઉપાય કરવા છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ છેવટે કોઈકના કહેવાથી શકિત નામે દેવીની સાધના કરી, તે દેવીની સેવા ફળી. નસીબ આડે પાંદડું ખસી ગયું. શેઠના ભાગ્ય ખુલી ગયા. શેઠાણીએ શુભદિવસે પુત્રને જન્મ આપ્યો. શકિત દેવીની ઉપાસના થકી મળેલો આ કુમાર દેવના રૂપને હરાવે તેવો હતો. શેઠને આનંદ સમાતો નથી. સમયને જતા શી વાર ! ઘણાં વર્ષે ઘોડિયું બંધાયું. જ્ઞાતિજનો સગાંઓ ને નગરનારીઓ અખિયાણાં લઈને આવે છે. શેઠની હવેલીએ ઉત્સવ મંડાયો. અખિયાણા સ્વીકારતો શેઠ બધાંને સત્કારે છે. શેઠ પણ સામે અઢળક વસ્તુ આપી બદલો ત્યાં જ પાછો વાળે છે. આંગણામાં ધવલમંગળ ગીતો ગવાયાં. બારમે દિવસે સજ્જન સંતોષી ને કુમારની નામકરણ વિધિ કરી. ફઈબાએ નામ પાડ્યું ભત્રીજાનું “અજિતસેન'. | દિનપ્રતિદિન વધતાં અજિતસેનની વય ભણવા જેટલી થતાં કુશળ પંડિતો બોલાવીને બાળકને ભણવા મૂક્યો. પુણ્યશાળી કુમાર પંડિત પાસે ભણવા લાગ્યો. વય વધે તેમ ભણતર પણ વધે. વયની સાથે વિદ્યાને સાધતો જોતજોતામાં બોત્તેર કળા શીખી ગયો. વિદ્યાની સાથે વિવેક અને વિનય બને નેત્ર સરખા કુમારે ગુણમાં ગ્રહણ કરી લીધા હતા. જોતજોતામાં બાળવય પૂરી થતાં યૌવન વયના ઉંબરે આવી ઊભો. ભણવાની ચિંતા ટળી તો, હવે યોગ્ય કન્યાની ચિંતા. હવે દીકરાને પરણાવવો છે. ઘણી કન્યાઓ આવી પણ શેઠને પોતાના (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ લાડકવાયાને તોલે કોઈ ન દેખાઈ. સંસાર રસિક જીવોનો સંસાર કેવો? સંસારમાં પ્રવેશ પામ્યા પછી જો સંતાન ન હોય તો, સંતાનની ચિંતા. પુણ્ય થકી પછી વળી સંતાનની ચિંતા ટળી. એક સંતાન પ્રાપ્ત થતાં માતા-પિતા થયાં. હરખાયાં, પછી ભણાવવાની ચિંતા, એક ચિંતા પાછળ બીજી ચિંતાઓ આંગળીએ વળગીને આવે છે. સંતાનને ભણાવ્યો પછી શેની ચિંતા? યોગ્ય કન્યાની ચિંતા જ્યા સુધી દીકરો પરણે નહિ ત્યાં સુધી પિતા ને માતાને ઊંઘ હરામ થઈ જાય. રત્નાકર, શ્રીમતી શેઠ શેઠાણી પોતાના લાડકવાયા લાલ માટે ઘણી કન્યાઓ જોઈ. પણ ગમતી નથી. પોતાના નગરને છોડી બીજી નગરીઓમાં પણ કન્યા જોઈ વળ્યા. એક પણ નજરમાં આવતી નથી. બંને જણા ચિંતામગ્ન હતા. નિત્યક્રમ પ્રમાણે શેઠ પ્રાતઃકાર્ય પતાવી પેઢીએ જઈને બેસે. વ્યાપાર દેશ પરદેશ ધમધોકાર ચાલે પણ શેઠના હૈયામાં દીકરા સંબંધી ઉથલપાથલ હતી. તેથી મન ઉદાસીન રહેતું. તે ટાણે પરદેશ ગયેલો પોતાની પેઢીનો વાણોત્તર આવી ગયો. વ્યાપારની વાતો કરી વાણોત્તરે જોયું કે, શેઠને જે વાત કરું છું તે વાતમાં રસ નથી. શેઠનું મન ઉદાસીન લાગ્યું. વાણોત્તરે શેઠને પૂછયું - શેઠજી ! આજ ઉદાસ કેમ છો? પરદેશમાં આપણી પેઢીનો વેપાર ખેડીને આવતાં, તમે કેટલી વાતો કરો છો. આજે કેમ કંઈ બોલતા નથી. શેઠે વાણોત્તરની વાત સાંભળી. પોતાના મનની વાત કહી. પેઢી પર બીજું કોઈ હાજર ન હતું. એકાંત મળતાં કન્યા સંબંધની જે વાત હતી તે કહી દીધી. નાના શેઠ માટે કન્યા જોઈ પણ તેને યોગ્ય એકેય મારી નજરમાં ન આવી. પુત્ર યૌવન અવસ્થાએ પહોંચ્યો. મારે તેને પરણાવીને વહુનું મોં જોવું છે. શું કરું? નગરીની બહાર પણ કંઈક કન્યાઓ જોઈ. વાણોત્તર(મુનિમજી) - શેઠ! ચિત્તમાંથી ચિંતા દૂર કરો. આ વાતની મને ખબર છે. વેપારાર્થે જ્યાં ફર્યો ત્યાં મેં કન્યા પણ જોવા માંડી. શેઠજી ! હું અત્યારે મંગળપુરી નગરીથી આવું છું. શેઠ - મુનિમજી ! મંગળપુરીથી મારે શી લેવાદેવા! તે કોઈને ત્યાં સારી કન્યા જોઈ? મુનિમજી - શેઠ ! એજ વાત કહું છું, આપણા નાના શેઠ માટે હું કન્યા....! શેઠની અધીરાઈ વધી ગઈ. જલ્દી પૂછવા લાગ્યો. શેઠ - શું તે કન્યા જોઈ? મુનિમજી - હું મંગળપુર ગયો હતો. ત્યાં દરશેઠ વસે છે. આ શેઠ તમારી જેમ ઘણા ધનવાન છે. પેઢી પરથી મને તેમના ઘરે જમવા તેડી ગયાં. આ દત્તશ્રેષ્ઠી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૪ શી સોપર જાણો શા Page #346 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના ઉપાસક છે. હવેલીમાં જતાં જ મને જૈનમુનિઓનાં દર્શન થયાં. અમે બંને સાથે જમવા બેઠા. શેઠ મૌનપણે જમતાં હતાં. મેં પણ મૌન સેવ્યું. અમને બંનેને ભોજન પીરસતી એક કન્યા હતી. અપ્સરાના રૂપને હરાવે તેવું તો રૂપ હતુ. વળી નાજુક નમણી કન્યાને જોતાં આશ્ચર્ય પામ્યો. ભોજનબાદ અમે બેઠાં હતાં. ત્યાં મેં પૂછ્યું - શેઠજી ! આ કન્યા કોની છે? શેઠજી - મુનિમજી ! ભોજન પીરસતી કન્યા તે મારી પુત્રી છે. નામ શિયળવતી છે. ચોસઠ કળા હાથ વગી કરી છે. તેમાં વળી પશુ પંખીની ભાષાનું જ્ઞાનપણ સારી રીતે છે. તે ભાષાને સારી રીતે સમજી શકે છે. લાડકોડમાં ઉછરેલી મારી તે કન્યા યૌવનના પગથારે આવી ઊભી છે. પણ... પણ.... તેના યોગ્ય વર માટેની ચિંતા છે. ઘણી જગ્યાએ મુરતિયા જોયાં, પણ મારી દીકરી માટે એક પણ પસંદ ન પડ્યો. એના સરખો મળી જાય તો પરણાવવી જોઈએ. ન મળતાં મને તેની ચિંતા રાત દિવસ રહ્યા કરે છે. રત્નાકરશેઠ તો વાત સાંભળવામાં મશગૂલ હતા. ઘડીક અટકી જઈ વળી વાણોત્તર આગળ બોલ્યો - દત્તશેઠની વાત સાંભળી મેં કહ્યું કે શ્રેષ્ઠીવર્ય! મારી વાત સાંભળો તમે ચિંતા ન કરો. મિત્રતાના દાવે મારી વાત સાંભળવા દત્તશેઠ ઉત્સુક થયા. હું નંદનપુરથી આવું છું. ત્યાં તમારા જેવા મારા શેઠ છે. તેમનો એકનો એક પુત્ર છે. તેનું નામ અજિતસેન છે. તે પણ યૌવનનાં ઉંબરે આવી ઊભો છે. તે તમારી કન્યાને યોગ્ય છે. આપને જો જોવો હોય તો તમારા માણસને મારી સાથે મોકલો. હું અહીંથી હવે નંદનપુર જવાનો છું. તે ત્યાં આવી જુએ ઠીક લાગે તે વાત આગળ કરવી. શેઠને મારી વાત ઉપર વિશ્વાસ બેઠો અને પોતાના જ પુત્રને મારી સાથે મોકલ્યો છે. મારી સાથે અપાર પ્રીતિયુક્ત વ્યવહાર આ શેઠ રાખે છે. વેપાર અર્થે અવાર નવાર મારે મળવાનું થાય છે. તેથી મેં આપના પુત્ર માટે વાત કરી. તે શ્રેષ્ઠીએ પોતાના પુત્રને મારી સાથે મોકલ્યો. હું તેને અહીં લઈ આવ્યો છું. તે વખતે દશેઠનો પુત્ર દૂર બેઠો હતો. રત્નાકરશેઠ તેને બહુમાન પૂર્વક પેઢી પર લઈ આવ્યા. પ્રેમથી તેની સાથે વાતો કરી. દરશેઠના પુત્રનું નામ જિનશેખર હતું. ત્યારપછી તે શેઠ જિનશખર અને મુનિમજી સાથે હવેલીએ આવ્યા. હવેલીમાં શેઠાણી સાથે વાતો થઈ. સૌ રાજી થયા. પછી વાણોત્તરે જિનશેખરને કહ્યું - બોલો શેઠ! શું વિચાર છે? શેખર - મારા પિતાએ મોકલ્યો છે. મને જે પ્રમાણે કહ્યું છે. તે પ્રમાણે જોતાં જ મારી બેન શિયળવતીનું સગપણ કરવા તૈયાર છું. પેઢી પર અજિતસેનને સહુએ જોયો હતો. વિવાહની વાત પાકી થતાં, નોકરને પેઢીએ મોકલી અજિતસેનને બોલાવી લીધો. ઉ પણ ભne . શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ ભેગા થઈ સહુએ ગોળધાણા ખાધા. સગાઈ થઈ ગઈ. હવે લગ્નનો દિવસ જોવડાવ્યો. અને ઘડીયાં લગ્ન આવી ઊભા. શુભદિને વરઘોડે ચડી જાન લઈ જિનશેખર સાથે અજિતસેન મંગળપુરી ગામે પહોંચ્યો. રત્નાકર શેઠનો લાડકવાયો એકનો એક દીકરો પરણે છે. જાન સજાઈ ઘણી કરી હતી. વરરાજાઅજિતસેનને ચોરીએ પધરાવ્યા. બ્રાહ્મણોએ લગ્નવિધિ આરંભી. ને જોતજોતામાં શિયળવતી કન્યાના લગ્ન અજિતસેન સાથે ઘણા ધામધૂમથી થઈ ગયા. દત્તશેઠે નિરાંતનો શ્વાસ લીધો. કન્યાને દાયજામાં ઘણું આવ્યું. જમાઈરાજને પણ ઘણું દ્રવ્ય આપ્યું. જાનને વિદાય આપી. વરઘોડિયાને વિદાય આપી. અજિતસેન, પત્ની શિયળવતીને લઈ, પોતાના નગરે પહોંચ્યો. પિતા રત્નાકર શેઠને હૈયે ટાઢક થઈ. પુત્રયોગ્ય કન્યા મળ્યાનો સંતોષ થયો. સહુના સુખમાં દિવસો જવા લાગ્યાં. શિયળવતી વહુને જોતાં સાસુ સસરા પણ ઘણા હરખ ઘેલાં થઈ ગયાં હતાં. પુત્રવધુ પર અપાર સ્નેહ સાસુ સસરા સ્વજન પરિવાર સહુ રાખતા હતાં. વિવેકી ગુણિયલ શિયળવતીએ પોતાના શીલ સદાચાર સાથે શ્વસુર પક્ષના પરિવારના મન જીત્યાં હતાં. સંસાર ચાલ્યો જાય છે. અજિતસેનના દિવસો સુખમાં જવા લાગ્યા. અઢળક સંપત્તિનો ભોગવટો પણ પુણ્યાઈ હોય તો જ થાય, નહિ તો ન થાય. દંપત્તીને સુખનો પાર નથી ધર્મ પામેલા જીવો છે. તો ધર્મને પણ ભૂલતા નથી. એકદા મધ્યરાત્રિએ હવેલીમાં શિલવતીએ શિયાળનો અવાજ સાંભળ્યો. શિયળવતી પશુ પંખીની ભાષા ધણી સમજતી હતી. ભરનિદ્રામાં પતિ પોઢેલો હતો. કોઈ ન જાણે તે રીતે પાણીથી ખાલી ઘડો હાથમાં લઈ, ઘરની બહાર, ચોર પગલે નીકળી ગઈ. મધ્યરાત્રિએ નીકળી એકલી નગરની બહાર જવા માટે ચાલી જાય છે. શિયાળનો અવાજ સાંભળી ગામ બહાર નદીએ પહોંચી ગઈ. કોઈને પણ ખબર ન પડે તેમ પાછી આવીને સૂઈ ગઈ. જતી આવતી શિયળવતીને સસરા રત્નાકર શેઠે જોઈ હતી. ઘડો લઈને જતાં જોઈ. તેથી શંકાશીલ સસરાએ વધારે ધ્યાન રાખ્યું. ઘણીવાર પછી તે પાછી આવી. તે પણ જોઈ. વહેમના ઓસડ ન હોય. જરૂર વહુની ચાલચલગત સારી લાગતી નથી. શેઠ આ વહેમને મનમાં ન સમાવી શકયા. તરત પોતાની સ્ત્રી શ્રીદેવીને ઉઠાડી. વહુના ચરિત્રની વાત કરવા લાગ્યો. પત્નીને કહે છે કે આપણે એમ જાણતાં હતાં કે આપણી વહુ શિયળવંતી છે. પણ આજે મધ્યરાત્રિએ બીજા ઘર રમવા જતાં મેં જોઈ. પુત્રવધુ ઉપર તું વિશ્વાસ રાખે છે. પણ રાખવા જેવો નથી. રાત્રિમાં પરઘર ભટકવા જાય તે શું બતાવે છે? તેણે કુળમર્યાદાને પણ ગણકારી નહિ. તું તો કંઈજ જાણતી નથી. મેં તો તેને જતાં અને ઘણીવાર પછી આવતાં જોઈ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧. મધ્ય રાત્રિએ શિયાળનો અવાજ સાંભળી સતી શિયળવતી ઘડો લઈને નદીએ જવા નીકળી પાછળથી સસરા જોઈ રહ્યાા છે. ૨. નદીમાંથી મૃતક બહાર કાઢીને શિયળવતી મૃતકના કમરેથી ભૂષણ કાઢીને ઘડામાં નાંખે છે. મૃતક શિયાળને આપે છે. શેઠની વાત સાંભળી શ્રીદેવી શેઠાણીએ કહ્યું - સ્વામિ! તમારી વાત સાચી છે. પણ આવી વાત કોઈને કરશો નહિ. કેમકે ઘરની વાત બહાર કરતાં આપણા ઘરની આબરુ જાય. વળી ઘરના છિદ્રો જોતાં કે કહેતાં કયારેક કોઈ જીવનો ધાત પણ થઈ જાય. માટે આ વાત કોઈને કહેશો નહિ. સુજ્ઞપુરૂષો કહે છે કે આયુષ્ય, ધન, ઘરના છિદ્રો, ઔષધ, મૈથુન, મંત્ર, દાન, માન, અપમાન, આ નવ વસ્તુ ડાહ્યા પુરૂષો ગુપ્ત રાખે છે. કયારેય બોલતા નથી. પત્ની શ્રીદેવી સમજુ અને સજજન હતી. રત્નાકર શેઠ, તે વેળાએ પત્નીની વાત સ્વીકારી, મૌન (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ રહ્યો. વાતમાં રાત પૂરી થઈ. સવાર કયારે થાય? તેની રાહ જોતાં શેઠ પ્રાતઃકાર્ય પતાવી બેઠાં હતાં. પુત્ર અજિતસેન પણ પોતાનું કાર્ય પતાવીને પિતા પાસે આવ્યો. શેઠ તો પુત્રની રાહ જોઈને જ બેઠા હતા. વિવેકી પુત્ર પિતાને પગે લાગી સામે બેઠો. પિતાએ વાત શરુ કરી. આડીઅવળી વાતો કરીને શેઠ મૂળ વાત પર આવ્યાં. કહે છે - પુત્ર અજિતસેન ! અજિતસેન - બોલો પિતાજી શેઠ - સાંભળ! વાત કરવા જેવી નથી. છતાં કરવી પડે તેમ છે. પુત્ર - પિતાજી શું બોલ્યા? પિતા - હા! ન સાંભળવા જેવું તને સંભળાવું છું. તારી સ્ત્રીની વાત છે. આજ મધ્યરાત્રિએ બધા જ ઉધતા હતાં. ને તારી પત્ની એકલી હવેલીનો દરવાજો ખોલી છાનીમાની બહાર ચાલી ગઈ. તેથી હું સાવધાન થઈ ગયો. હું જાગતો મારી પથારીમાં બધું જોયા કરતો હતો. ઘણીવાર પછી ચોરની જેમ પાછી ડેલી ખોલીને આવી. ને ચોર પગે ઘરમાં આવી પાછી સૂઈ ગઈ. આ વહુને ઘરમાં ન રખાય. તેમ વાત પણ બહાર ન કરાય. બોલ! તારી વહુના ચરિત્ર કેવા? વાત સાંભળી અજિતસેન વિચારમાં પડી ગયો. કિં કર્તવ્ય ? કરવું? પત્નિ ઉપર અપાર પ્રીતિ છે. અને વિશ્વાસ પણ છે કે તે શિલવતી શિયળને પાળનાર છે. જ્યારે બીજી તરફ પિતાએ નજરે જોએલી વાત કહે છે - સત્ય શું? - પિતા - બેટા! આવી સ્ત્રી પર સ્નેહ રાખવો નકામો છે. સ્ત્રી ચરિત્રને આપણે ન પહોંચીએ. હવે તો તેને જલ્દી પિયર ભેગી રવાના કરવી જોઈએ. પુત્ર - પિતા! તમને ઠીક લાગે તેમ કરો. પુત્ર પિતાની આજ્ઞાનું પાલન કરનારો હતો. પત્નીની વાત પિતા પર છોડી દીધી. પિતાના ચરણે નમસ્કાર કરી તે ચાલ્યો ગયો. શેઠ રત્નાકરે મનમાં જે વાત ઘડી હતી તે પ્રમાણે કરવા તૈયાર થઈ ગયો. અજિતસેનનું મન ચકડોળે ચડ્યું. મન ઉદાસ છે. પિતાનું વચન કદી ઉલંધ્યું નથી. આ વાતે હૈયાને હચમચાવી દીધું. પિતા હવે શું કરશે? તે તો જ્ઞાની જાણે. સમય થતાં પુત્ર પેઢીએ ચાલ્યો ગયો. જ્યારે આ તરફ રત્નાકર શેઠે શિલવતી વહુને કહ્યું - બેટા ! તમારા પિયરથી આજે રાત્રે સંદેશો આવ્યો છે. તમારી માતા માંદા પડ્યાં છે. કંઈક રોગથી ઘેરાયા છે અને મરવા પડ્યાં છે. તે દીકરીને મળવા બોલાવે છે. તમે તૈયાર થઈ જાવ. હું પણ સાથે આવું છું. પિતા તુલ્ય સસરાની વાત સાંભળી શિલવતી દુઃખી થઈ. માતાની વાત સાંભળીને આંખે શ્રાવણ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૮ Page #350 -------------------------------------------------------------------------- ________________ ભાદરવો વરસ્યો. સસરાએ આશ્વાસન આપતાં જલ્દી તૈયાર થઈ જવા કહ્યું. શિલવતી તૈયાર થવા લાગી. પિયરવાટ ઘણી લાંબી હતી. શેઠે નોકરને બોલાવીને રથ તૈયાર કરાવ્યો. સારથિને બોલાવી લીધો. લજ્જાશીલ પુત્ર જતી પત્નીને જોઈ કંઈ બોલી શકતો નથી. પત્નીને પણ એકાંતે પોતાનો પતિ મળ્યો નથી, કે જે વાતની એક બીજાને જાણ થાય. સાસુએ વાટમાં જરૂર પડે તેટલું ભાથું બંધાવી રથમાં મૂકયુ. પુત્રવધૂ સાથે સસરો રથમાં બેઠો. સારથિએ રથ હંકાર્યો. પરમાત્માનું સ્મરણ કરીને શિલવતી માતાને સંભારતી માતાના મિલનનો આનંદ પણ થયો. ગામ છોડીને માર્ગે સારથિ રથને ઊતાવળો ચલાવવા લાગ્યો. જંગલ ઝાડીની કેડીએ વટાવતો રથ નદી આવતા થોભ્યો. સસરો વહુ રથમાંથી ઊતરી ગયા. રથને લઈ સારથિ નદી પાર નીકળી ગયો. જ્યારે શેઠ નદી ઊતરવા માટે પહેરેલી મોજડી હાથમાં લીધી. પછી શિલવતીને કહાં - વહુ બેટા! મોજડી ઊતારો. પાણીમાં મોજડી બગડી જશે. માટે ઊતારી હાથમાં લઈ લ્યો. પગપાળા નદી ઊતરવાની છે. સસરાની વાત સાંભળી છતાં પણ મોજડી પગમાંથી ન ઊતારી. મોજડી પહેરી શિલવતી નદી પાર કરી ગઈ. ખાડા ટેકરાવાળી નદીમાં મોજડી સાથે ઊતરતાં મોજડી ભીની થઈ ને સાથે ઘસાઈ પણ ગઈ. નદી પાર કર્યા પછી હાથમાં મોજડી લઈ પાણી નીતરતી કરી, મોજડી રથમાં પાછી મૂકી દીધી. શેઠ તો ઉઘાડા પગે નદી ઊતરી ગયા. વળી બંને જણા રથમાં બેઠા. વહુનું આવું વર્તન જોઈ સસરા આગળ કંઈ જ ન બોલ્યા. બોલે તો પણ શું કરે? વળી રથ આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં એક મોટું નગર આવ્યું. શેઠ કહે - વહુ! આ નગર મોટું છે. સાંજ પડવા આવી છે. તો આ શહેરમાં રાત સુખેથી રહીએ. અને સવારે ચાલ્યા જઈશું. શિલવતી - પિતાજી! આ નગર મોટું છે પણ ઉજ્જડ છે. અહીં વસવું નથી. આગળ ચાલો. રથ નગર છોડીને આગળ ચાલ્યો. શેઠ વહુનું આવું વિપરિત વર્તન જોઈ વિચારવા લાગ્યાં. ખરેખર આ તો વક્ર અને જડ લાગે છે. અહીયા મારે ઉપદેશ આપવો પણ નકામો છે. જો કંઈક કહીશ તો, વળી બીજા જવાબો આપશે. યોગ્યતા હોય તેને ઉપદેશ આપવો જોઈએ. જેમ કે સુગૃહી નીગૃહિની દશા વાંદરાએ કેવી કરી? નીતિકારોએ એક કથા લખી છે કે શિયાળાના દિવસો હતાં. ઠંડી પડતી હતી. જંગલમાં ઠંડીને લઈને વાંદરાઓ હુપા હુપ કરતાં હતાં. રાત પડી. બધાં પક્ષીઓ માળામાં લપાયાં. વાંદરાઓ કયાં જાય? એ બધાની દાઢ ટાઢથી થરથરતી હતી. વૃક્ષની ડાળીએ વાંદરા ટાઢથી ધ્રુજતા પણ હતા. તે ઝાડ પર સુગરીનો માળો હતો. વાંદરાઓની આવી દશા જોઈ સુગરી બોલી હે વાંદરાભાઈ! તમે પણ અમારા જેવો માળો ઘર બનાવ્યું હોત તો સારું થાત. આ ઠંડીથી તમારું રક્ષણ કરવા હવે એક ઘર બનાવી ઘો. ઘરમાં ગરમાટો આવશે. ઠંડીથી ધ્રુજવાનું નહીં થાય. વાંદરાને સુગરીની વાત સાંભળી, ગુસ્સો આવ્યો. મને ઉપદેશ આપનાર વળી તું કોણ? એમ કહીને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ વાંદરો સુગરીના માળા પાસે પહોંચ્યો. ખિજાયેલા વાંદરાએ ઘડીકવારમાં સુગરીનો માળો વીંખી નાંખ્યો. એમ જેને તેને ઉપદેશ ન આપવો. તેમ સમજીને રત્નાકર શેઠ વહુને ઉપદેશ ન આપ્યો અને આગળ ચાલ્યા. વળી આગળ ચાલતાં એક નાનું ગામડું આવ્યું. તે ગામડામાં પચીસ-પચાસ તૂટયા ફૂટયા ઝુપડાં હતાં. બે ચાર ઘર સારાં પણ હતાં. આ ગામ જોઈ શિલવતી કહે - પિતાજી આ મોટું શહેર છે. અહીં રાત રહીશું. આટલા નાના ગામને જોઈ વહુ આ ગામને શહેર કહેતાં હશે. શેઠને મનમાં હસવું આવ્યું. ગામની પાદર, કૂવા કાંઠે રથ ઊભો રાખ્યો. વળી કહે છે પિતાજી ! કૂવાના કાંઠે આ શીતળ છાયા વૃક્ષની નીચે રાતવાસો કરીશું. ગામના લોકોને આવતાં જતાં જોઈ વળી બોલવા લાગી - ગામના માણસો કેવા સારાં છે. શેઠ સાંભળ્યા કરે છે. તેટલામાં હાથમાં બેડું લઈને કોઈ સ્ત્રી કૂવા કાંઠે પાણી ભરવા આવી. તે સ્ત્રીએ શિલવતીને જોઈ. બાઈ તેને ઓળખી ગઈ. તરત જ ઘરે જઈને પિતાને કહેવા લાગી. બાઈ જે હતી તે શિલવતીના મામાની દીકરી હતી. દીકરીની વાત સાંભળી મામા તરત જ ગામ બહાર દોડી આવ્યા. ભાણીને ઘેર તેડી લાવ્યા. આહારપાણીની વ્યવસ્થા કરીને, મહેમાનને પ્રેમપૂર્વક જમાડ્યા. રાતવાસો રહેવાની સગવડ થઈ ગઈ. પછી મામા ભાણેજ વાતો કરતાં સુખમાં રાત વિતાવવા લાગ્યા. આ રીતે ત્રીજા ખંડની ચૌદમી ઢાળ કર્તા પુરુષે ભાખી. -- દુહા : મામો મામી હરખશું, શિયળવતીને દેખ; ભકિત કરે નવ નવ પટે, શેઠની વળી વિશેષ. // ભાણજીને પૂછતો, પિતા ઘરે કેમ જાત; સાં કહે મુજ માતા, 'જા જકાંત સુણી મેં વાત.. llll સો કહે મિથ્યા વારતા, પણ મળો જઇ ઉત્સાહે; પાછા વળતાં આવવું, મુજ સંભારી અહિ. all શિયળવતી તે સાંભળી, કરતી ચિત વિચાર; રાતની વાત વિલોકીને, કપટ રચ્યું નિર્ધાર. //૪] (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧0 Page #352 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા ભમે ચોરી કરે, ૩. ધૂતી હરે પરવિત્ત, હો.ગુ. ઘર કરી રાખી ભીલડી, . તસ ઘર ભરતો નિત્ય. હો.ગુ. રિપો ગુરુ લોપી મા પાપીયો, સ પંડિત એમ ઉચ્ચરાય, હો.ગુ. તુમ વયને મેં ઔષધિ, સ. દીધી પણ ન ફળાય. હો.ગુ. //છો. ચોથે ખંડે ઢાળ એ, ર. ચોથી ચતુરને શીખ, હો.ગુ. શુભગુરુ વચનથી વેગળા, . ઘર ઘર માગે ભીખ. હો...ગુ. રશી ૧- કરોડ, ર - હાથી, ૩- કુહાડા જેવા દાંત, ૪ - અગ્નિ સરીખાનેત્ર, ૫ - ફોગટ. -: ઢાળ-૪ : ભાવાર્થ - કુમારના સાનિધ્યે યોગીરાજ જાપમાં લાગી ગયા છે. વદ આઠમની રાત્રિએ મંત્ર જાપ ચાલુ કર્યા. જ્યારે કુમાર હાથમાં ખુલ્લી તલવાર થકી યોગીરાજને ફરતાં પ્રદક્ષિણા દેતાં તાપસનું રક્ષણ કરે છે. તે ટાણે આકાશવાણી થઈ. “ગુરુલોપી જે માણસ હોય તે કાળી સાધના કરે છે તેના મનોવાંછિત કયારે પૂરાં થતાં નથી. આ પ્રમાણે આકાશમાં ભયંકર અટ્ટહાસ્ય સહિત વારંવાર ઉદ્યોષણા થવા લાગી. વારંવાર એકની એક વાત આકાશવાણીથી સાંભળવા મળી. “ઉત્તર સાધકનું ભક્ષણ, નહિ તો સાધકનું ભક્ષણ કરીશ.” આ સાંભળી કુમારે જવાબ આપ્યો કે પથ્થરનું ભક્ષણ કરો. રસ્તામાં લાખો પથરા પડ્યાં છે. ભૂખ્યો હોય તો પથ્થરોથી પેટ ભરી લે. વળી સાંભળ્યું છે ખરું “મૃગલો સિંહનું ભક્ષણ કરે” સાંભળો. મારી ઉપર બત્રીસ લાખ વિમાનનો માલિક દેવલોકનો ઈન્દ્ર પણ મારી સામે આવે તેમ નથી. તો તું કિય માત્ર? તારી જીવવાની આશા શી રહી? કુમારના સિંહનાદવનું અવાજયુક્ત જવાબ સાંભળવા છતાં વળી. આકાશવાણી થઈ રે! બીજાના કલ્યાણને માટે જે પોતે મરવા તૈયાર થાય તે મૂરખ કહેવાય. વળી કયારેય કોઈએ દેવને જીત્યા તે સાંભળ્યું છે? માટે કહું છું કે આ દુર્જનને છોડી દૂર ચાલ્યો જા. “અપરાધ વિના માર કોણ ખાય?” તે સાંભળી કુમાર બોલ્યો - રે! સાંભળો ! અદશ્ય રહી શું બકી રહ્યાં છો? ફોગટ બળી જાય છે. બળવાન હોય તો મારી સામે આવ. મારા વીરપણાને જો.” (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ વળી આકાશ થકી અવાજ આવ્યો રે ! આ તો મહાચોર છે. જે મારા પર્વત ઉપરની ઔષધિઓ ચોરે છે. તે કારણે નિશ્ચયથી હણીશ. વળી કુમાર બોલ્યો - આવ તો ખરો ! તારું બળ દેખાડ. મારે જાવું છે કે કેવી રીતે તું હણે છે? કુમારની વાત સાંભળી દેવ તો ક્રોધે ધમધમ્યો. વળી કુમાર બોલ્યો - આકાશમાં અદશ્ય થઈ શું બોલો છો? મારું વીરપણું જુવો અહીં ઊતરી મારી સાથે યુધ્ધ કરો. તારા દેવપણામાં રહેલા શૌર્યને જોઉં. તે જ વખતે કરોડરૂપ કરી તે દેવ સુવરના રૂપમાં કુમારની સામે આવી ઊભો. કુમાર કહે - તું આવ્યો તે સારું થયું. દેવપણાએ હવે યુધ્ધમાં જોઉં. કરોડરૂપની સામે કુમારે પણ પોતાની વિદ્યાને સંભારીને કરોડ રૂપ બનાવ્યાં. દેવની સામે સંગ્રામ ખેલ્યો. જે યુધ્ધ કરીને પૃથ્વી ધ્રુજવા લાગી. જુદા જુદા પ્રકારે યુધ્ધ થવા લાગ્યાં. દાંતથી, નખથી એક બીજાને હણવા લાગ્યા. લડતાં લડતાં આકાશમાં ઉછળતા, વળી ધરતી પર પટકાતા હતા. તે થકી પર્વત પણ ધ્રુજવા લાગ્યો. ભીષણ યુધ્ધ જામ્યું છે. સાધક યોગીરાજ સાધનામાં લાગી ગયો છે. - કુમારે પોતાના દાંતથી દેવને એવાં તો બચકા ભર્યા જે તે દેવ મૂઠીવાળી ત્યાંથી ભાગી ગયો. વળી તે દેવ હાથીનું રૂપ કરીને કુમાર સામે ધસ્યો. કુમાર પણ હાથીનું રૂપ કરી દેવની સામે ઝઝુમ્યો. દેવ કુમાર સામે ટકી ન શકયો. દૂર ભાગવા લાગ્યો. વળી સિંહ બનીને આવ્યો. ચંદ્રકુમારે સિંહને પણ હરાવ્યો. વળી દેવ પિશાચનું રૂપ લઈને આવ્યો. જાડું શરીર, ઊંચો ઊંચો તાડ જેવો, જોતાં જ ડરી જવાય, ને પેટ ઊંડું ગુફા જેવું, ખંધ મોટા, કુહાડા જેવા દાંત, અગ્નિ જેવી આંખો, વડલાની વડવાઈ જેવા હાથ, ગળામાં ભયંકર કાળો અજગર નાખ્યો છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં મુગલ ધારણ કર્યું છે. એવો ભયંકર પિશાચ બનીને કુમાર સામે અટ્ટહાસ્ય કરતો બોલ્યો - રે મૂઢ ! શા માટે બીજાને માટે તું મરવા તૈયાર થયો છે? તારી મહેનત ફોગટ છે હે બાળ! તું મને હણી નહિ શકે.” પિશાચની વાત સાંભળી કુમાર બોલ્યો - રે અજ્ઞાની ! નાનો મોટો એવું શું બોલ્યા કરે છે? આ સંસારમાં હાથી મોટો હોવા છતાં તેને વશ કરવા નાનો અંકુશ બસ છે. કુમારની વાત સાંભળી દેવ ઘણો ગુસ્સે થયો. ભયંકર મોટી કિકિયારી કરતો કુમારને મારવા દોડ્યો. કુમાર પણ તે દેવ કરતાં સવાયું રૂપ કરી યુધ્ધ કરવા લાગ્યો. ભયંકર યુદ્ધ થયું. દેવ અને કુમારના યુધ્ધને જોવા આકાશમાં દેવો (બીજા) ભેગા થઈ ગયા. પ્રચંડ યુધ્ધ કરતાં બંને એકબીજાથી હારતા નથી. તે જ વખતે કુમારે હજાર વિદ્યાનું સ્મરણ કરી લીધું. હજાર વિદ્યાની સહાયથી કુમારે દેવને હરાવ્યો. કુમારની જીત થઈ. ધ ધંટ્રોપર રો ) શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૦૬ Page #354 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ પંદરમી : (કપૂર હવે અતિ ઉજળો રે... એ રાગ) વહુ સસરો રથ બેસીને રે, ચાલ્યા માર્ગ નિવાસ, મગ ઉગ્યા એક ક્ષેત્રમાં રે, દેખી પંથની પાસ રે, રાજા, સુણજો સતી વડભાગ્ય, અમ પ્રગટયો વૈરાગ્ય રે રાજા.સુ. ||૧|| શેઠ ભણે આ ક્ષેત્રમાં રે, થાશે મગ બહુ મૂલ; સા ભણે હોર્ચે ફોતરાં રે, ધાત્યની હોંશે ધૂળ ટે. સજા. /રો વયન વિધાતી આ વહુ રે, અવળી અવિનીત, શેઠ ચલે ચિંતાભરે રે, વહુ પર ખેતિ ચિત રે, .. રાજા... ll નર એક નજરે દેખીયો રે, લાગ્યાં અંગ પ્રહાર, શેઠ કહે આ સુભટ વડો રે, સા વદે રાંક એ ધાર . રાજા... //// ઠંડી થ પણ ચાલતાં રે, દીઠી વડની શ્રેણિ, શેઠ યલે વડ છાંયડી રે, સા ચલે તાપ સરે રેરાજા.... //પો શીતળ છાંયે બોલાવતાં રે, પણ ચલતી ઇ પીઠ, ફરતી ચંચળ હંસલી રે, બોલતી નજરે દીઠ 2. રાજા... છો હરખ ભરી એ એકલી રે, હંસી શેઠ વદd, સા ભણે શોકથી એ ફરે રે, શેતી વિલાપ કરંત રે.. રાજા...... Poll નર એક આવતો દેખીને રે, શેઠ વખાણે સોય, સા કહે નહિ નર નારી છે કે, વેશ પુરુષનો હોય . રાજ..... તો એક ગામે વન પરિસરે રે, યક્ષાલય રહી સત, રથ બેસી બિહું જ ચાલ્યાં રે, જબ પ્રગટયો પરભાત રે. રાજ... / કૂપકે જળ ભરતી સ્ત્રીઓ રે, દેખી ચકવી એક, ઉચ્ચ સ્વરે કરી બોલતી રે, ચકવા સહ અવિવેક ટે. રાજા.... //holl. શેઠ કહે રવિ દેખીને રે, બિહું પણ હરખે લવંત, સા કહે શોક ભટે બિહું રે કૂપકે શુદ્ધ કરંત રે. સજા...... /૧૧/l. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) શી ઢોખ reો ) ૩૧૨ Page #355 -------------------------------------------------------------------------- ________________ હારેલો દેવ કુમારના શરણે આવ્યો. અદ્ભુત પરાક્રમ જોઈને દેવ ઘણો જ સંતુષ્ટ થયો. કુમારને કહે છે. દેવ - હે સજ્જન ! હે મહાપરાક્રમી ! તારે માથે કોનું બળ છે કે જે પીઠબળે તું મારી સામે ભીષણ રણસંગ્રામ ખેલ્યો ! જોતજોતામાં તે મને હરાવ્યો ! કુમાર - હે દેવ! દેવ-ગુરુ તથા સમક્તિ યુક્ત ધર્મનું વિશાળ પીઠબળ મને મળ્યું છે. વળી પંચપરમેષ્ઠિ રૂપ મહામંત્રથી દેવ દેવેન્દ્ર આદિ બળવાન જે કોઈ હોય તેને હરાવું છું. કુમારની પાસેથી ધર્મની વાત સાંભળી દેવ પ્રતિબોધ પામ્યો. મિથ્યાત્વ છંડી સમક્તિ યુક્ત ધર્મને અંગીકાર કર્યો. કુમારને શરણે રહ્યો. વળી કહે છે કે હે કુમાર ! હું પૂર્વભવે શ્રાવક હતો. અરિહંત પરમાત્માનો ઉપાસક હતો. પણ એકવાર મિથ્યાત્વની વાત સાંભળી. તેમાં શ્રધ્ધા થતાં હું શ્રાવકધર્મથી ચલાયમાન થયો. ધર્મનો વિરાધક બન્યો. પ્રાયશ્ચિત વિના વિરાધભાવમાં મૃત્યુ પામી હું દેવ પણે અવતર્યો. પણ.. પણ. હે ઉપકારી ! તુમ થકી વળી ધર્મનો બોધ થયો. મારી આંખ ઉઘાડી. હે નરોત્તમ ! તમે નાના છતાં મોટા અને મહાન છો. આપ તો મારા મિત્ર છો, બંધુ છો, વળી સાચા સદ્ગુરુ છો. વળી આગળ વધીને તમને વધારે શું કહ્યું? તમારા થકી મેં સાચી વાત ગ્રહણ કરી. આજે હું શુધ્ધ સમક્તિ પામ્યો. રે બાળકુમાર ! મારા ઉપકારી છો. તો હું તમને વચન આપું છું. આપ મારી પાસે કંઈક માંગો. હું દેવશક્તિથી તમને જરૂર આપીશ. દેવની વાત સાંભળી કુમાર બોલ્યો - હે દેવકુમાર ! જો તમે મને વરદાન આપવા માંગતા હો તો મને બીજું કંઈ જ ન જોઈએ. મારી સહાયથી આ સાધક જે સાધના કરી રહ્યો છે તે સાધના થકી જે ઔષધિની જરૂર છે તે તમે આપો. મેં જે વચન આપ્યું છે કે તમે સાધના કરો. હું ઉત્તરસાધક છું તમે જો તે આપો તો મારી ટેક રહે. દેવ કહે - હે મનમોહન સાહિબા ! આપ મારી વાત સાંભળો. તમને આપેલ વચન થકી હું આપવા તૈયાર છું. પણ આ સાધયોગી મહાન ગુરુદ્રોહી છે. વળી મહાન કપટી ધૂતારો છે સાથે હરામખોર અને લંપટ પણ છે. તદ્દન જુકો છે. આવા નીચ અને અધમની સોબત ડાહ્યા અને પંડિતજન કયારેય કરતા નથી. બહારથી સાધુ દેખાતો આ યોગી ભીતરમાં ભયંકર ભૂંડો છે. આપ જેવા સજજને વળી તેની સાથે સોબત શી? તેની સાથે પ્રીત પણ શી? બાલ્યકાળથી ગુરુએ પુત્રવતું જતન કરી ઉછેર્યો. પણ પણ “દૂધ પીવરાવી સાપ ઉછેર્યો જેવી વાત થઈ છે. મોટો થતાં ઉધ્ધત વળી અવિવેકી અવિનયી નીવડ્યો. આ તાપસે ગુરુના હૈયે બળતરા ઊભી કરી છે. ગુરુની ગેરહાજરીમાં ગુરુના પુસ્તકોમાંથી આ “ઔષધિકલ્પ’ પુસ્તકનું અપહરણ કરી છાનું છાનું પુસ્તકમાંથી બધું ઊતારી લખી) લીધું છે. મહાનગ્રંથમાંથી આ રીતે ઔષધિની જાણકારીની ચોરી કરી છે. આ વાતની ગુરુને પણ ગંધ આવી ગઈ. પણ સમજુ ગુરુએ ચેલાને કંઈ ન કહ્યું. વળી મંત્ર આદિ શીખવા માટે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૭૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ પિયર ગામ હવે રહ્યું છે વેગળું કોશ તે યાર પંથ વચાળે દેખીયો રે, તરુવર લીંબ વિશાળ છે. સજા. ૧રો તેહ તળે રથ છોડીયો રે, ભોજન ભક્ષણ હેત. બેઠા શેઠ તરતળે રે, સા દૂર અશત કરત કે. રાજા. //hal "કરીટ તરુ મૂળ સેવતી રે, શેઠ લીંબ તળે શ્રાંત, વાયસ એક સતી આગળ રે, વાણી મધુર વત રે. સજા.. _/૧૪ વાયસ વાણી સાંભળી રે, શિયળવતી ભણે એમ, છાતો રહે તું મૌકુલી રે, પશુ વયણે નહિ મ રે, રાજા. ૧પ સા કહે એકને વય થયો રે, કંતની સાથે વિયોગ, વળી તુજ વયાણા ચિત્ત ધરું રે, તો મળે પૂરણ ભોગ રે. સા..... //૧ પૂછે શેઠ વત્સ ! શું કહે ? ટેએ વાયસની જાત, સા કહે સસરાજી સુણો રે, સત્ય વયન દુ:ખ uત ટે. રાજા... /૧૭ી કૂડ કપટ છળ ભેદીયો રે, તેહને જૂઠ સોહાય, ગંગાજળ સમ સજજતા રે, સત્ય વચન સુખાય રે.. સજા.. ૧૮ કંટક તરુ 'કરો યે રે, ખાતા ઇડી દ્રાખ, મૌકુલી કુળ *પિયુમશું રે તજી આંબાફળ શાખ રે. રાજા... ./૧લી શેઠ વદે સત્ય બોલીયે રે. ભૂલચૂક કરી દૂર સા કહે લધુવય વિનયથી રે, રહી ગુરુ ચરણ હજૂર રે. રાજા //રoll બાંધવ સાથે હું ભણી રે, કાકરુત “મુહગ્રંથ, સુગુરુ ઘસાયે મેં લહાણ રે પશુ પક્ષી વચપંથ રે, રાજા.... //રશll કાક કહે મુજને દીયો રે, ખાવા કરબો ભક્ષ, તો તુજને આપું સહી રે, કંચન વર શ લક્ષ રે. સજા //રરો શેઠ વયને તસ સા દીએ રે, કાક ભણી ભણે વાય. કરીર તરતળે છે ચરુ રે, કંચન કેરા સાય રે. સા.... ૩. શિયળવતી વયને સુણી રે, શેઠ ભણે શું સત્ય ? સા કહે શાસ્ત્ર-ગિરા નહિ રે, હોયે કદાપિ અસત્ય રે.. રાજ..... રજા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ શેઠ ખણાવી ભૂમિકા રે, લીધા ગણી શ લક્ષ, શેઠ પ્રમોદ ઘણો ધરે રે, દેખી કનક પ્રત્યક્ષ રે. રાજા. //રપી. રથમાં ઠવી રથ વાળીયો રે, તવ સા ભણે સુણો તાત ! મુજ પિયેર છે ટુકડુ રે, પાછા વળી કેમ જાત ? રે. રા... છો તે કહે બેટા સાંભળો રે, વાંક ઘણો મુજ માંહિ, માફ કરી ઘર આવીયે રે, વાત કહીશ પછી ત્યાંહિ રે. રાજ.... //રી. તે અમને સુખીયા કર્યા રે, તું ઘર લક્ષ્મીરૂપ, તું તૂઠી થકી જે દીયે રે, તે ન દીયે વરલૂપ ટે. સા...... // તિજ અપરાધ ખમાવીને રે, રથે બેસારી તેહ. કુળદેવી પરે પૂજતાં રે, સુખભર આવ્યા ગેહ રે. રાજા. /રો. ચંદ્રશેખરના રસતો રે, ત્રીજે ખડે રસાળ, શ્રી શુભવીરની વાણીએ રે, પત્તરમી કહી ઢાળ ટે. સજા.... Boll. ૧ - કેરો. ૨ - કાગડો. ૩ - ઊંટ, ૪ - લીમડો, ૫ - પ્રમુખ. -: ઢાળ-૧૫ : ભાવાર્થ : શિયળવતીના મામાનું ગામ ઉજજડ છતાં વેવાઈ રત્નાકરને શહેર કરતાં વધારે સારું લાગ્યું. સવાર થતાં વહુ સસરો રથમાં બેસીને આગળ ચાલ્યાં. રથમાં બેઠેલી શિયળવતીને ઘણા વિચારો આવ્યાં. પણ સમય પારખું શિયળવતીએ વિચાર્યું કે અવસર ઉચિત વિના બોલવું નથી. રથ ચાલ્યો જાય છે. માર્ગની બાજુમાં રહેલા ખેતરો જોતાં શેઠ અને શિયળવતી ચાલ્યા જાય છે. કોઈ એક ખેતરમાં મગનો પાક ઘણો આવ્યો હતો. તે જોઈ શેઠ બોલ્યા - આ ખેતરમાં મગ ઘણા પાકશે. માલિકને મગ ઘણા મળશે. શિયળવતી - માલિકને ફોતરા મળશે. મગની માટી થઈ જશે. વહુની વાત સાંભળી શેઠ વિચારવા લાગ્યા રે ! આ વહુ તો અવિનિત ને અવળી જ છે. જે જે વાત (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ હું કહું છું તે તે વાતમાં તે ઊંધુ જ બોલે છે. વહુ ઉપર મનમાં ખેદને ધારણ કરતાં ચિંતાતુર મનવાળા મૌન થઈને હવે ચાલ્યા જાય છે. વળી આગળ જતાં એક પુરુષને જોયો. આ પુરુષના શરીરે આગળ પાછળ શસ્ત્રોના ઘા ઘણા વાગ્યા હતા.તે પુરુષ સુભટ જેવો દેખાતો હતો. તેને જોઈ સસરાજી બોલ્યા - આ કોઈ મહારથી સુભટ લાગે છે. શિયળવતી -રે પિતાજી ! રણસંગ્રામનો સુભટ છે પણ બહાદૂર નથી. પણ એ રાંક ગરીબડો બીકણ છે. વળી રથ પિયરના માર્ગે ચાલ્યો જાય છે. રથમાં બેસીને કંટાળેલા શેઠ, રથમાંથી નીચે ઊતર્યા. શિયળવતી પણ વડીલની મર્યાદા જાળવતી નીચે ઊતરી. સસરાજી રસ્તાની બાજુએ વૃક્ષોના છાંયડે ચાલે છે. હારબંધ વડલાના વૃક્ષો હતા. જેના છાંયડે સસરાજી ચાલતા હતા. તો શિયળવતી માર્ગના મધ્યે તાપમાં ચાલતી હતી. સસરાએ છાંયડે ચાલવા માટે કહ્યું. પણ શિયળવતી તો જાણે વાત સાંભળી ન હોય તેમ સસરાને પીઠે કરી (પાછળ કરી) પોતે તડકામાં આગળ ચાલવા લાગી. આ માર્ગમાં એક હંસલી ચંચળપણે રમતી હતી. આમ તેમ દોડતી હતી. તે જોઈને શેઠ બોલ્યા-જુઓ તો ખરા, આ હંસલી ગેલમાં આવીને કેવી રમ્યા કરે છે? શિયળવતી - સસરાજી ! આ હંસલી રમતી નથી. પણ શોકભરી વિઠ્ઠલ બની, ચારેકોર જોતી રડ્યાં કરે છે. વળી આગળ ચાલતાં એક પુરુષને જોયો. તેનું રુપ તેમજ તેની ચાલ જોઈને, શેઠ કહે - જુઓ! પુરુષ કેવો સુંદર સોહામણો છે. તરતજ શિયળવતી બોલી - પિતાજી ! એ પુરુષ નથી. પણ સ્ત્રી છે. પણ કંઈક કારણથી પુરુષનો વેશ પહેર્યો છે. વળી આગળ જતાં એક ગામ આવ્યું. ગામની બહાર ધક્ષાલય હતું. ત્યાં રથ ઊભો રાખ્યો. સાંજ પડવા આવી હતી. મંદિરના ઓટલે બેસી વાળું કરી લીધું. યક્ષના મંદિરના ઓટલે રાત વીતાવી. પ્રભાત થતાં રથમાં બેસી વળી આગળ પ્રવાસ ચાલુ કર્યો. આગળ જતાં કોઈ એક ગામ આવ્યું. ગામને પાદરે કૂવો હતો. ગામની સ્ત્રીઓ પાણી ભરવા માટે આવતી જતી હતી. કૂવાની નજીક ચક્રવાક યુગલ કલરવ કલરવ અવાજ કરતું જોઈ, શેઠ બોલ્યા - અહોહો! જુઓ તો આ પક્ષીયુગલ કેટલા મોટા અવાજથી હર્ષના આવેશ થકી કલરવ કરી રહ્યાં છે. તરત શિયળવતી બોલી - રે! આ તો કૂવાનો કાંઠો જોઈ ચક્રવાક યુગલ રુદન કરે છે. વળી પિયેરની વાટે જતાં કંઈક નવાં નવાં કૌતુકોને જોતાં રથ આગળ ચાલ્યો જાય છે. પિયેરનું ગામ હવે માત્ર ચાર કોશ છેટું હતું. ત્યાં વાટમાં વિશાળ લીંબડો જોવામાં આવ્યો. સુંદર મઝાનો છાંયડો જોઈ શેઠે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ રથને થોભાવ્યો. બપોર વેળા થઈ હતી. બપોરનું ભોજન કરી આરામ કરીને પછી આગળ જવું. એ કારણ બતાવ્યું. સારથિએ રથે જોડેલા ઘોડલા છોડી લીંબડાના થડે બાંધ્યા. રથમાંથી ખાવા માટે જે સાથે લાવ્યા હતા; તે નાસ્તાનો ડબ્બો કાઢ્યો. તેમાંથી ખાવાનું કાઢી શેઠ અને સારથિ વૃક્ષની નીચે છાંયડામાં ખાવા બેઠા. જ્યારે શિયળવતી દૂર જઈ ખાવા બેઠી. શેઠ લીંબડાના ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા. જ્યારે શિયળવતી કેરડાના વૃક્ષના મૂળ પાસે જઈ આરામ કરે છે. સસરો તો વહુનું ચરિત્ર જોયા જ કરે. કંઈ બોલતા નથી. હવે તે ટાણે એક કાગડો લીંબડાની ડાળે, બરાબર સતી શિયળવતીની સામે, આવી મધુર વાણીએ કા કા કરતો કંઈક કહી રહ્યો છે. પશુપંખીની વાચાને જાણતી શિયળવતી કાગડાની વાત સમજીને કહેવા લાગી. - રે કાગડાભાઈ ! જાઓ ! જાઓ ! તમારી વાત મારે સાંભળવી નથી. શિયળવતી કોઈ સાથે વાત કરે છે તે સાંભળી શેઠના કાન ચમકયા. શિયળવતી કોની સાથે વાત કરે છે? તે સાંભળવા તે તરફ ધ્યાન રાખ્યું. શિયળવતીએ જોયું કે સસરાજીનું ધ્યાન મારા તરફ છે. તેથી તેમને સંભળાય તે માટે વળી મોટેથી બોલી. શિયળવતી - ભાઈ મારા ! ઓ કાગડાભાઈ ! વધારે ન બોલો. તમે મૌન થઈ જાઓ. મારે તમારી વાત સાંભળવી નથી. કાગડાની જાત. તે તો જેમ જેમ શિયળવતી ના કહે તેમ તેમ વધારે બોલવા લાગ્યો. તે સાંભળી વળી શિયળવતી કહેવા લાગી - ભાઈ કાગડા ! સાંભળ પશુનાં વચનો ઉપર હવે મને પ્રેમ નથી. કારણ કે એકના વચન સાંભળી, મને સ્વામીનો વિયોગ થયો. તો હવે તારી વાણી જો હું મનમાં ધારણ કરું તો પૂરેપૂરા મારા તો ભોગ લાગે. કાગડાની સાથે વાત કરે છે તે શેઠ બરાબર જાણી લીધું. તે આશ્ચર્યચકિત થયા. ખરેખર પુત્રવધુ વિચક્ષણ અને ચતુર લાગે છે. કાગડાની સાથે વાત કરે છે. જરૂર તેમાં કંઈક ભેદ હશે. તે વાતને જાણવા સસરા રત્નાકરશે શિયળવતીને પૂછયું - હે વત્સ! તમે કાગડા સાથે શું વાતો કરો છો? મને આશ્ચર્ય લાગે છે કે તમને કાગડા સાથે વાત કરતાં જોઈને ! બોલો તે કાગડો શું કહે છે? શિયળવતી - પિતાજી ! કાગડાની જાત તે વળી શું કહે ? કંઈ વાત કરતો નથી. શેઠ - ના! ના! તમે ઘણી બધી વાતો કરી. કંઈક પણ રહસ્ય હશે. તો જ વાત કરો. કહો તે કાગડો શું કહે છે? અવસર વાત કરવાનો મળતાં જ શિયળવતી બોલી - શિયળવતી - હે, પિતાજી ! સાંભળો ! ઘણીવાર સાચી વાત પણ દુઃખ આપનારી હોય છે. જ્યારે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ જગતમાં કુડ, કપટ, છળ, પ્રપંચ તેમજ ભેદથી ભરેલી વાતો જૂઠ હોય છે. જ્યારે સત્ય વચન કહેનાર ગંગાજળ સરખા કહા છે. તે સત્ય વચનો અંતે તો સુખદાયી લાભદાયી હોય છે. અહીંયાં જે વસ્તુની જાણકારી નહિ તો ત્યાં બોલવું વ્યર્થ છે. વળી હે પિતાજી ! જેમ મીઠી દ્રાક્ષ છોડી કેરડાના કાંટા ગમે છે, કાગડાને આંબાના મીઠા ફળ છોડી લીંબોળિ ગમે છે. તેમ અહીં પણ મારી એ દશા થઈ છે. જેને સારાસારના વિવેકની ખબર નથી, તેની આગળ વધારે કહેવાથી શું? શેઠ - હે પુત્રવધુ! ભૂલચૂક અમારી ભૂલી જાઓ. હવે જે સત્ય હોય તે કહો. શિયળવતી - સસરાજી! માતપિતાના ઘરે નાનપણથી જ વિનય વિવેકના ઘૂંટડા પીધા છે. વળી ગુરુસમીપે રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો છે. તેમાં મારા ભાઈ સાથે હું પણ બીજા શાસ્ત્રો ભણી. ‘કાકઢત' આદિ પ્રમુખ ગ્રંથોનો અભ્યાસ ગુરુ પાસે અમે બંને ભાઈ બહેન કરતા હતા. તેમાં પશુ પંખીની વાચાનું જ્ઞાન પણ સદ્ગુરુ કૃપાથી પ્રાપ્ત થયું. તે જ્ઞાનને લઈને પશુપંખીની ભાષાઓ અમે સમજી શકીએ છીએ. પિતાજી ! આ કાગડો કહે છે કે મને જો તમે કરબો (છુંદો) ખાવા આપો તો હું તમને નિધાન બતાવું. દસ લાખ સોનાનું દ્રવ્ય બતાવું. મેં તેનો જવાબ આપતાં કહ્યું કે મારે ધન જોઈતું નથી. એકવાર તો ઉપાધિમાં પડીને પતિ વિયોગ થયો. હવે બીજીવાર મારે છેતરાવું નથી. મારે તારું નિધાન જોઈતું નથી. શેઠ તો સોનાના દ્રવ્યની વાત સાંભળી પાણી પાણી થઈ ગયા. શિયળવતીને કહેવા લાગ્યા - વહુ બેટા ! વળી કાગડો તને શું કહે છે? | શિયળવતી - કાગડો તે જ વાત ફરી કહે છે. કે તે કરબો ખાધો તો તે મને ખાવા આપ. હું તને દસ લાખનું નિધાન બતાવું. શેઠે તરત રથકારને બોલાવ્યો અને કરંબાનો ડબ્બો મંગાવી શિયળવતીને આપ્યો. શિયળવતીએ તેમાંથી કરંબો કાઢીને એક બાજુ પાંદડા ઉપર મૂકયો. તરત જ કાગડો કરંબા પાસે આવ્યો. શિયળવતીને કહેવા લાગ્યો. હે ભાગ્યશાળી ! તું બેઠી છે તે કેરડાના ઝાડ નીચે તેના મૂળામાં દસ લાખનો ચરુ છે. તે ચરૂમાં દસ લાખ સોનાના સાચા દિનાર-સોનામહોર છે. શિયળવતીએ સસરાને કહ્યું કે આ કેરડાના મૂળમાં સોનાથી ભરેલો ચરુ છે. શેઠ તો વિચારવા લાગ્યા કે શું આ સત્ય હશે? શિયળવતી કહે - પિતાજી ! શાસ્ત્રની વાણી કદાપિ અસત્ય ન હોય. તરત જ રથકાર પાસે કેરડાના મૂળ પાસે ખોદાવવા માટે કહ્યું. ને તે જગ્યા ખોદતાં જ નકકર સોનામહોર ભરેલો ચરુ નીકળ્યો. તે જોતાંજ શેઠ અચંબો પામ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ (૬) હે ભાગ્યલક્ષ્મી ! ઘણા ઘા પડેલા માણસને કાયર કેમ કહો? (૭) માર્ગમાં ચાલતાં, છાયામાં ન ચાલતાં, તડકે ચાલવાનું કારણ? (૮) હંસલી જે રડે છે ? તે શા પરથી કહાં? (૯) સોહામણો લાગતો તે પુરુષને તે સ્ત્રી કહી તો તે શી રીતે જાણું? (૧૦) ચક્રવાક યુગલ રડે છે તે શી રીતે જાણ્યું? (૧૧) વૃક્ષની નીચે ભોજન ન કરતાં, ત્યાં કેરડા પાસે જઈ ભોજન શા માટે કર્યું? મારી આ અગિયાર શંકાનો ઉત્તર આપો. પૂછયા વિના તો પંડિત પણ જવાબ ન આપે. તે કારણે તમને પૂછું છું તું પંડિતા છે. જરૂર મને જવાબ મળશે. અને તે જવાબમાં અમને તત્ત્વનું ભાન થશે. સસરાના પ્રશ્નોના મૂળ થકી જવાબ કહેવા શિયળવતી તૈયાર થઈ. તે સાંભળવા સાસુ સસરો સ્વામી બધાં તૈયાર થઈ બેઠાં છે. હર્ષ ધરીને સતી કહે છે - -: ટાળ-સોળમી :(મારા વ્હાલાજી રે હું રે નહિં જાઉં મહિ વેચવા રે લો. એ રાગ.) મોસ સાસુજી હો સસસ ન સમજે સાતમાં રે લો. એ આંકણી. ચેિર સાણી સ્વિાતીયા રે લો, તુમને કાં નવિ સાત; મો. જે કુળવંતી મહાસતી રે લો, રાત્રે ન જાયે રાત. મો. // યણીએ રણમાં એકલી રે લો, જાયે જો સહસની સાથ; મો. સતીને કોણ લોપી શકે લો, જો દિલ હોવે સાથ. મો. રો વ્યવહારથી શોભે નહિ રે લો, નિશ્ચય કોઇકવાર; વિધિ નિષેધ નવિ બોલતાં રે લો, એકાત્ત જિત ગણધાર... મો.. તુમ ઘર સુખ કરવા ભણી રે લો, "શિવાનો શબ્દ સુરંત; મો. મધ્યનિશાએ હું ગઇ રે લો, ઘટ એક હાથ ધરંત.. મો. //૪ કુંભ વડે સરિતા તરી રે લો, જળથી મૃતક સ્થળ કીધ; મો. કટિએ ભૂષણ હીરે જડ્યાં રે લો, તે સવિ ઘટમાં લીધ.. મો. પણ હિટ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર રો શણ) - ३२० Page #362 -------------------------------------------------------------------------- ________________ . Ilol | III મૃતક શિયાળ લઇ ગયો કે, હું રે આવી તિજ ગેહ; મો. ગુપ્ત ભૂષણ ઘટ્યાં હતાં રે લો, સાસુને દીધાં તેહ. મો. ક શેઠ ખુશી થઇ બોલીયો રે લો, વહુએ કર્યો ઉદ્ધાર; મો. આળ દીધી મેં પાપીએ રે લો, ઘરજન સર્વ ગમાર. મો. વહુ કહે નદી જળ ઝાંખાં રે લો, કંટક વીધે પાય; મો. પછી મોજડી શા કામની રે લો? પંથ વિષમયે રખાય.. મો. મોટે નગર નહિ સજજતા રે લો, જણ જણ પૂછે કોણ; મો. ઉજજડ આપણાં ચિતશું રે લો, માગ્યું મળે નહિ લુણ. મો. ૯ો. ગામડે પણ મોજ મળી રે લો, કીધા સુખી એક રાત; મો. ગામ એ નગરથી મોટકું રે લો, પામ્યા જિહ્મ સુખસાત.. મો. /holi કોમળ “સંબા લઇ ગયા રે લો, જંતુ ઘડ્યાં પ્રતિકૂળ; મો. મૂર્ખ માલધણી મળ્યો રે લો, તેણે કાં ધાતની ધૂળ. મો.. ll૧al સુભટ તે સન્મુખ ઘા લીએ રે લો, કાયર પૂઠે ધાય; મો. તેણે રાંક નર મેં કહો રે લો, નાઠો કૂટાયો જાય.. મો. ૧રી વિષ્ટા કરે સ્ત્રી મસ્તક રે લો, વડ પર વાયસ હોય; મો. ભર્તા મટે ષટ્ માસમાં રે લો; તાપે ચલત તિણે જોય.. મા, - ૧૩ હંસ વિયોગ હંસલી રે લો, રોતી વયત ભરશોક મો.. વયણાં સુણી મેં ભાખીયું રે લો, જગતમાં ભંડો વિયોગ.. મો.. ૧૪ો. કોઇ કારણે વશ નારીએ રે લો, લીધો છે તરનો વેશ; મો. વામાં પણ સ્ત્રી આગળ ચલે રે લો, જાણી મેં ગુર ઉપદેશ. મો.. ૧પ મુકતાહાર તારા જગે રે લો, સ્ત્રી મુખચંદ્ર વિલોક; મો. રાત્રિ ફરી ભ્રમણા ભજી રે લો, ચકવી રુવે ધરી શોક.. મો. (૧છો 'કાક શકુની લિંબે રહે રે લો, 'વિટ "અહિગરલ તિપાત; મો. તરતળે અશત ન કીજીએ રે લો, એક ક્તિ જીવિત વાત... મો. ૧ી શિયળવતી મુખ સાંભળી રે લો, હરખ્યા સહુ અતિરેક; મો.. વિધાનિધિ પદવી વટે રે લો, સ્વામિની કીધી છે. મો. ૧૮. ༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༢༈༈༈༈༈༈༈ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૨૧ Page #363 -------------------------------------------------------------------------- ________________ માતપિતા સ્વર્ગે ગયા રે લો. અજિતસેન પદ ઠાય; મો. ઘરમે હુકમ સતીનો વહે રે લો, માત દીયે નરસાય.. મો. 7/૧ પાંચશે મંત્રી નૃપે કીયા રે લો, ઓછો છે મંત્રી એક; મો. એકતિ સજકચેરીએ રે લો, પ્રશ્ન કરે તૃપ છે.. મો. રા રાયને જે પગથી હણે રે લો, કીજે કિશ્યો તસ ઇં?; મો. ઉત્તર કોઇએ ન આપીયો રે લો, વાત થઇ પ્રચંડ, મો. ર૧ શેઠ પૂછે તિજ તારીને રે લો, ઉત્તર શ્યો શ્રીકાર; મો.. સા કહે તેહને દીજીયે રે લો, રાતણા અલંકાટ. મો.. /રરી. અજિતસેને નૃપને કહ્યું કે લો, ભૂપતિ તૂઠો અપાર; મો. મંત્રીમાં મુખ્યમંત્રી કર્યો રે લો, સોંપ્યા સકલ અધિકાર. મો. સી. સિંહ સામંતને જીતવારે લો, રાય ચાલ્યા બળ લેત; મો. મુખ્ય સચિવ સાથે લિયો રે લો, શેઠ પ્રિયાને વહેત. મો. /રજો એકલી ઘર તું ક્યું ? રહે રે લો, મૂષક ને ભય માંજા; મો. વિધા નૃપતિ નારી તિહું રે લો, સ્થિર ન રહે નિર્ધાર. મો. રપ સા કહે કદીયે ન લોપીએ રે લો, રાય હુકમ અહોનિશ; મો. હું રે સતી સતીયો શિરે રે લો, જાણો વિશ્વાવીશ. મો. છો ઇન્દ્ર સમર્થ નહિ કા રે લો, મુજ શીલ કરે વિસરળ; મો. તુમને પ્રતીત જો ના હુવે રે લો, તો દઉં ફૂલની માળ, મો. ર૭ી કમાયે ફૂલ માળા તણાં રે લો, તવ ઘણો પડી ચૂક; મો. કંઠે માળા ધરી નીકળ્યો રે લો, સૈન્યમાં પહોંતો નિઃશંક... મો. ર૮. ખંડ ત્રીજે કહી સોળમી રે લો, ઢાળ રસાળ સુરીત; મો. શ્રી શુભવીર સતી તણી રે લો, સાનિધ્ય સુર કરે નિત્ય. મો.. ર૯ll ૧ - શિયાળણિ, ૨- સીંગ, ૩ - કાગડાનો માળો, ૪ - વિણ, ૫ - સર્પનું ઝેર, 5 - હોંશિયાર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રસ) થી ચંદ્રશેખર રો રહ) ૩૨૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ શાંકાના સમાધાન -: ઢાળ-૧૬: ભાવાર્થ: શેઠની હવેલીએ ડાયરો ભરાયો છે. સતી શિયળવતી સહુની સાથે બેઠી છે. રત્નાકરશેઠે પૂછેલી અગિયાર વાતનો જવાબ આપવા તૈયાર થયેલી શિયળવતી કહે છે. હે સાસુજી! તમને વધારે શું કહેવું? મારા સસરા સાનમાં કંઈ જ ન સમજે. વ્યાપાર ધંધામાં મોખરે રહેતા સસરા શું ઘરની નાની શી વાતને પણ સમજી ન શકયા? નાના દેવર દેરાણી તો દિવાના છે. તેમને તો પછી શું કહેવું? સાસુજી ! તમે પણ કંઈ સાનમાં ન સમજો? તો બીજાને શું કહેવું? કુળવાન સતી સ્ત્રી કયારેય એકલી રાત્રે ઘરની બહાર ન જાય. વનમાં કે રણમાં રાત્રિએ જો સતી એકલી જાય, કે કદાચ હજારોની સાથે જાય, તો પણ હરપળ તે તેના શીલ માટે સાવધ રહે છે. સાવધ રહેલી સતી સ્ત્રીને કોઈ સતાવી શકતું નથી. કુળવાન સ્ત્રી વ્યવહારથી એકલી કયારેય રાત્રિને વિષે બહાર ન જાય. પણ કારણવસાતું જવું પડે તો નિશ્ચયથી કોઈકવાર જવું પણ પડે. પરમાત્મા ઉપદેશમાં પણ વિધિ અને નિષેધ માર્ગને એકાત્તે કહેતાં નથી. હે પિતાજી ! મધરાતે મારે બહાર ન જવાય. પણ લાભાલાભ જાણી હું રાત્રિને વિષે બહાર ગઈ હતી. પિતાજી ! તમારા ઘરને વધારે સુખી કરવા માટે મધ્યરાત્રિએ ઘરની બહાર ગઈ હતી. રાત્રિએ સૂતાં મેં શિયાળનો અવાજ સાંભળ્યો. તે શબ્દ સાંભળી પાણિયારીએથી ખાલી ઘડો લઈને નદીએ ગઈ. ત્યાં ઘડાને ઊંધો નદીમાં મૂકી તેના થકી હું નદીમાં તરતી દૂર આવતા મૃતકને ગ્રહણ કરી પાછી નદી કિનારે આવી. તે મૃતકના કેડ ઉપર એક ભૂષણ હતું. તે ભૂષણ મુલ્યવાન હીરામાણેકથી જડેલું હતું. મેં તે ભૂષણ ઘડામાં મૂકી દીધું. ને મૃતકને શિયાળ માટે છોડી દીધું. શિયાળ મૃતકને લઈને ચાલી ગયું. હું તે ભૂષણ લઈને ઘરે આવી. આટલું કહીને ત્યારપછી શિયળવતી ઊભી થઈને જે-ભૂષણ સંતાડી દીધું હતું તે લઈ આવીને સાસુને આપ્યું. સાસુ તો હીરાથી ઝગમગતું ભૂષણ જોઈને ડધાઈ ગયા. સસરો જોઈ આનંદ પામ્યો. સતી શિયળવતી ગુણજ્ઞ હોવા છતાં સાથે નમ્રતા પણ કેટલી ? સસરો તો મનમાં તેની બુદ્ધિ તથા પુણ્ય ઉપર ઓવારી જાય છે. સ્વામી અજિતસેન તો સ્તબ્ધ થઈ ગયો છે. કંઈ જ બોલતો નથી. જોયા જ કરે છે. શેઠને આનંદનો પાર નથી. વહુને કહેવા લાગ્યો - હે વત્સ ! તેં તો અમારો ઉદ્ધાર કર્યો. તારા કેટલા ગુણો ગાઉં! મેં પાપીએ તારી ઉપર કેટલી આળ ચડાવી છે. ભયંકર પાપ મેં મારા માથે બાંધ્યું છે. અમે સૌ ગામડાના ગમાર જેવા છીએ. વધારે તને હું શું કહું? વળી શિયળવતી બીજા પ્રશ્નના જવાબ આપતી કહે છે - પિતાજી ! મોજડી શા કામની? પગના (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૨૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ રક્ષણ માટે જ ને? નદીના પાણીમાં ઝાંખડાં, કાંટા, પથ્થર, કાંકરા વગેરે તણાઈને આવ્યું હોય. તે કારણે મારા તો પગ વિંધાઈ જાય, તો પછી મોજડી શું કરવાની? તમે ના કહેવા છતાં પણ, મેં પગના રક્ષણ માટે મોજડી પહેરી. પછી નદીમાં ઊતરી. પિતાજી મોટું નગર તે શહેર હતું. તે શહેર કે મોટું નગર આપણા શા કામનું? જ્યાં આગળ આપણું કોઈ સગું-વ્હાલું સજજન સંબંધી કે મિત્ર જેવું પણ કોઈ વસતું ન હોય તો? આપણે કયાં જઈ ઊતરવાના? ખાવાપીવાનો ભાવ કોણ પૂછવાનું? માટે શહેર હોવા છતાં પણ આપણા માટે તે ઉજજડ ને વેરાન છે. ૨૫-૫૦ ઝુંપડાવાળુ ગામ તે આપણા માટે શહેર જ હતું. કારણ ત્યાં મારું મોસાળ હતું. મામાનું ઘર હતું. તો નિર્ભય થઈને રાત રહો. ખાવા પીવાની ચિંતા જ નહિ. મીઠા ભોજન મળ્યાં. શેઠજી બોલ્યા - મગ ભર્યા ખેતરની શી વાત? શિયળવતી -મગ ભર્યા ખેતરની વાડ જ નહોતી. વળી મગની સીંગ લોકો ચોરી ગયા હતાં. રહી સહી સીંગો જ હતી. તેમાં અંદર રહેલા મગના દાણાઓમાં જીવાત લાગી હતી. જે મગ ખાઈ જઈને; ફોતરાં પડ્યા હતા. ખેતરનો માલિક મૂરખ હશે. જે મગના ખેતરનું રક્ષણ પણ ન કર્યું. વાવી ને મહેનત કરી છતાં છોડવાનું પણ રક્ષણ ન કર્યું. તો પછી તેને શું મળવાનું? મગના ફોતરા જ મળે ને? ધાન ને બદલે ધૂળ જ મળે ને? શેઠ - સુભટને કાયર કેમ કહો? શિયળવતી - સુભટને પીઠ ઉપર ધા પડ્યા હતા. રણમાંથી નાસી આવેલ સુભટ કાયર હતો. વળી પિતાજી ! તમે કહેવા છતાં હું તડકે ચાલી કારણકે વડલા ઉપર કાગડા વધારે રહે. વડલા નીચે ચાલતા જો કાગડો વિષ્ટા કરે તો. કહેવાય છે કે સ્ત્રીને માથે કાગડાની વિષ્ટા પડે તો તેનો પતિ છ મહિનામાં મૃત્યુ પામે છે. તે કારણે હું તડકામાં ચાલતી હતી. વળી હંસલી તમે રમતી જોઈ. તે રમતી નહોતી. તે તેના પતિથી વિખૂટી પડી હોવાથી આજંદ કરતી હતી. પશુપંખીની ભાષાને જાણતી હોવાથી, હંસનો વિયોગમાં હૈયાભર શોકને કરતી રડતી હતી. મને પણ થયું કે હું પણ મારા સ્વામીથી છૂટી પડી છું. મને પણ મારા સ્વામીનો વિયોગ થયો. જ્ઞાનીના વચન મિથ્યા હોતા નથી. ત્યારપછી પુરુષને તમે વખાણ્યો. પણ તે સ્ત્રી હતી. કોઈ કારણસર તેણે પુરુષનો વેશ પહેર્યો હતો. તેની ચાલ ઉપરથી ખબર પડે. સ્ત્રી હોય તો ચાલવાની શરૂઆતમાં ડાબો પગ પહેલો ઉપડે. આ વાત પણ મેં ગુરુ ઉપદેશમાં સાંભળી છે. (મેખ reતો શો (ચી ચંદ્રશેખર રજાનો રાસ) ૩૨૪ Page #366 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી ચક્રવાક યુગલ કૂવા પાસે રમતુ જોયું. પણ તે રુદન કરતું હતું. મને તેમના શબ્દોના ઉચ્ચાર પરથી લાગ્યું. મને પહેલાં થયું કે કેમ રુદન કરે છે? સૂર્યોદય તો થઈ ગયો છે. પછી ખબર પડી કે નગરની નારીઓ પાણી ભરવા કૂવા કાંઠે ભેગી થઈ હતી. ઘણી બધી સ્ત્રીઓ પાણી ભરતી હતી. તે સ્ત્રીઓના મુખરૂપી ચંદ્રમાનો ભાસ થતો હતો. તે સ્ત્રીઓએ ગળામાં હીરા મોતી માણેકના હાર પહેરેલા હતા. તેના ઉપર પડતાં કિરણો થકી તે ઘણા ઝગારા મારતાં હતાં. તે ઝગારા આકાશમાં ટમટમતા તારલીયાઓ છે. અને મુખરૂપી ચંદ્રમાં છે તે કારણોથી ચક્રવાક ચક્રવાકી તેને રાત્રિ સમજી બેઠા. તારાગણનો સમૂહ જોતાં રાત્રિ પૂરી થઈ નથી. એવા ભ્રમથી તેના વિયોગમાં ચક્રવાક યુગલ રડતું હતું. પિતાજી! હવે આપની છેલ્લી વાત. લીંબડાના વૃક્ષપર કાગડીઓના માળા ઘણા હોય. જે વિષ્ટાની મેં પહેલા વાત કરી. વળી સર્પો પણ રહેતા હોય તેનું ઝેર ખાવામાં પડવાથી કદાચ મોત પણ આવી જાય. તે કારણ વૃક્ષ નીચે કયારેય જમવા ન બેસીએ. તેમાં એક દિવસ ઘાતનું કારણ બને. અગિયાર વાતોનો ખુલાસો શિયળવતી પાસેથી સાંભળી સૌ આનંદ પામ્યા. તેમાં ઘણું બધું જાણવા પણ મળ્યું. હવે તો ઘરમાં સૌ તેને દેવીની જેમ માનવા લાગ્યાં. તે વેળાએ સહુએ ભેગા થઈને, શિયળવતીને ‘વિદ્યાનિધિ' એવું નવા નામનું બિરુદ આપ્યું. રાજ રબારે રત્નાકર શેઠના સારાય કુટુંબની સ્વામીની થઈને રહી. સહુ તેને પૂછીને કામ કરતા શિયળવતીના દિવસો ઘણા સુખમાં જવા લાગ્યા. જડ જગતનો સ્વભાવ વિચિત્ર છે. આજે શું? કાલે શું? સુખી સંસારમાં અજિતસેન મન માન્યા સુખમાં મહાલે છે. કાળની પરિકવતા થતાં પિતા રત્નાકરશેઠ તથા માતા શ્રીદેવી ધર્મ કરતાં આયુષપૂર્ણ કરી દેવલોકવાસી બન્યાં. ઘરનો ભાર બધો જ અજિતસેન ઉપર આવ્યો. પેઢી પણ સંભાળવાની. ચતુર અજિતસેને પિતા-માતાના વિરહને ઘીમે ઘીમે વિસારે પાડતો, ધંધો ઘર વગેરે સંભાળી લીધું. ઘરમાં શિયળવતીની આજ્ઞાથી બધું જ કામ થાય. જ્યારે આ વાતની નગરના રાજા અરિમર્દનને ખબર પડી. તો તે રાજા પણ આ સતીને માનથી જોતો હતો. અજિતસેન ઉપર પણ રાજાને ઘણું માન હતું. રાજાના રાજદરબારે પાંચસો મંત્રીઓમાં એક મંત્રીની ઉણપ હતી. મંત્રીની મુદ્રા આપવા માટે રાજાએ દરબારમાં એક પ્રશ્ન પૂછયો. જે સાચો જવાબ આપે તેને મંત્રી મુદ્રા મળશે. રાજા - જે પોતાના પગથી રાજાને હણે તેને દંડ શું કરવો? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૨૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ સૌ આ સાંભળી વિચારમાં પડ્યાં. રાજાને પગથી મારવા કોણ હિંમત કરે? જવાબ શોધવા સભામાં મોટો કોલાહલ થયો. છતાં જવાબ આપવાની કોઈની હિંમત ન આવી. જવાબ બીજે દિવસે આપવાનો હતો. સભા વિસર્જન થઈ. આ કોયડો તો સભા સમક્ષ પૂછાયો. કોઈ જવાબ ન આપે ? કોણ આપે? અજિતસેન ઘરે આવીને શિયળવતીને વાત કરી. સતી કહે તેમાં શી મોટી વાત છે? જે રાજાને પગથી મારે તેને તો રત્ન, માણેક, હીરાના અલંકાર આપવા જોઈએ. બીજે દિવસે સભા ભરાઈ. સૌ આ કોયડાનો જવાબ સાંભળવા ઉત્સુક હતા. જવાબ કોણ આપશે? પ્રધાને ઊભા થઈને સભાને નવાજી રાજાનો પ્રશ્નોનો જવાબ કોણ આપે છે? જે તૈયાર હોય તે આગળ પધારે ! પણ કોણ આવે? કોઈ ન આવ્યું. ત્યારે અજિતસેન ઊભા થઈને રાજાને પ્રણામ કર્યા. રાજા કહે - બોલો! અજિતસેન શેઠ ! શું જવાબ છે? શેઠ - હે રાજનું! જે પોતાના પગથી રાજાને હણે, તેને રત્નના અલંકાર આપવા જોઈએ. રાજા - પ્રધાન જવાબ સાંભળી આનંદ પામ્યા. જવાબ સાચો હતો. જવાબનું રહસ્ય ચતુર હતાં, તે સમજી ગયા. રાજાને કોણ હશે? કોઈએ પુછયું? પ્રધાન બોલ્યા - શેઠનો જવાબ બરાબર છે રાજાને વળી પગથી કોણ મારે ? બાળકપણે રહેલા રાજકુમાર, પિતાના ખોળામાં રમતાં રાજકુમાર રાજાને પગથી લાતો મારે ને તે બાળ રાજાને શો દંડ કરાય? હે પ્રજાજન ! સમજી ગયાને? જવાબનો મર્મભાવ સાંભળી સભા છક થઈ ગઈ. રાજાએ ઊભા થઈને મંત્રી મુદ્રા અજિતસેનના હાથમાં પહેરાવી. અને પાંચસો મંત્રીઓની મધ્યે મુખ્યમંત્રીપણાએ સ્થાપિત કર્યો. મંત્રીપણાના સર્વ અધિકારો સોંપી દીધા. એકદા અરિર્મદન રાજા સિંહ નામના સામંતને જીતવા માટે સૈન્યબળ લઈને જવાની તૈયાર કરી. આ લડાઈમાં મુખ્યમંત્રી અજિતસેનને પણ સાથે લેવા, આ પ્રમાણે વિચારીને શેઠને કહાં. શેઠ ઘેર આવીને શેઠાણી શિયળવતીને વાત કરી. હે પ્રિયે! લડાઈમાં જવાનું છે. તેને ઘરે એકલી મૂકી શી રીતે જવું? મારું મન માનતું નથી. કેમકે ઉંદરને બિલાડીનો ભય વધારે હોય. વળી સુજ્ઞજનનું વચન છે કે વિદ્યા, રાજા અને સ્ત્રી આ ત્રણેય કયારે સ્થિરપણે ટકતા નથી. પતિની વાત સાંભળી સતી બોલી - હે સ્વામીનાથ ! રાજાની વાત તમારે સ્વીકારવી પડે. હુકમનો અનાદર ન કરાય, માટે વિચાર કરો. મારી ચિંતા ન કરો. હે સ્વામિ ! હું સતીઓમાં સતી શિરદાર છું. અને રહીશ. તમે વિશ્વાસ થકી મારી આ વાત જાણજો. મારી ફિકર ન કરો. શિયળના પ્રતાપે હું તદ્ન નિર્ભય છું. દેવલોકમાં દેવ નહિ પણ દેવનો દેવ ઈન્દ્ર પોતે આવે તો પણ તે મને ચલાવી નહિ શકે. મારા શીલને ખંડિત (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) उ२६ Page #368 -------------------------------------------------------------------------- ________________ કરવા સમર્થ કોઈ નથી. છતાં તમને તેની પ્રતીતિ ન હોય તો તમે સાંભળો હું પુષ્પની માળા આપું છું. તે હંમેશાં કંઠે પહેરી રાખજો. તે માળા કયારેય કરમાશે નહિ. જો કરમાય તો જાણજો સતીના સતમાં ચૂક પડી. આ પ્રમાણે શિયળવતીની વાત સાંભળી અજિતસેનને વધારે વિશ્વાસ પત્ની ઉપર થયો. ત્યારપછી જે દિવસે પ્રયાણ હતું તે દિવસે સવારે શિયળવતીએ પતિ અજિતસેનના કંઠે તાજાં ખીલેલાં ફૂલની માળા બનાવીને આરોપી. અને શુભ શુકનોરૂપ મંગળ કરતાં ને સાંભળતાં અજિતસેન જલ્દીથી પ્રયાણ કરીને નિઃશંકપણે સૈન્યમાં જઈ પહોંચ્યો. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે સોળમી ઢાળ સારી યુકિતપૂર્વક, સતીની રક્ષા તો દેવો કરતાં, છતાં કર્તાએ સમાપ્ત કરી. પડ્યું સૈન્યશું મંત્રી ગળે -: દુહા : અરિશું પૂછે લહી, નવ નવી, કંઠ ઠવો શે કુસુમાટવી, માળા કુસુમમાળ નિત્ય સો ભૂપ ભણે મુજ અંતરો, પ્રીતિ પટંતર જ્યાં હવે, અજિતસેન વળતુ હે, કિમ્ ફૂલમાળ વિકસિત હે, સાંભળી રાજા ચિંતવે, આ શી સ્ત્રી પુસ્તક ચોક્ખ નહિ, તો કરીય પરીક્ષા તેહતી, કરશું લોભે જગત વી હવે, તો ચિંતવી એમ એક મંત્રવી, શિયળવતીના . શીલને, ભ્રંશ બન્યો તામ. ॥૧॥ કાજ? લાજ. તુજ, ગુજ્જ. ॥૩॥ પ્રભાવ, સદ્ભાવ. [૫૪] વાત ખ્યાત. 11411 વાત, પ્રમા કુણ માત્ર ?.. n નામે અશોક એક ભણે એ વાત જ કર્યું, આવે મુજતે રાખવો ન ઘટે ३२७ ત્યાં નવિ કહીયે મુજ સતી નારી સરસ ભૂપતિ કરી શ્રી ચંદ્રોખર રાજાનો રાસ સા અદ્ભૂત સતીની પછી તે સંગ્રામ, કુમાર, વાર.... રા moll Page #369 -------------------------------------------------------------------------- ________________ આવો એમ કહી મોકલ્યો, ઇ કનક એક લક્ષ, તે પહોતો સતીધર સમીપ, ગુપ્ત રહો લહી લક્ષ. / શીયનનો પ્રભાવ -: દુહા :ભાવાર્થ: અજિતસેન સૈન્યમાં જઈ પહોચ્ય.અરિમર્દન રાજાને મળી લીધું. પૂરી તૈયારી સાથે અરિમર્દન રાજાએ શુભ દિવસે પ્રયાણ કર્યું. કુસુમાટવી નામે જંગલના મેદાનમાં જઈને રાજાએ પડાવ નાખ્યો. સિંહ સામંતને ચરપુરુષો થકી સમાચાર મળતાં તે પણ સૈન્યથી પરિવરેલો અરિમર્દન રાજા સામે આવી ઊભો. નીતિના ધોરણે રણ સંગ્રામો થતાં. તેથી જ્યાં સુધી લડાઈની હાક ન પડે, ત્યાં સુધી સુભટો નિર્ભય પણે ફરતા હતા. શુભવાર દિન નક્કી થયાં રણસંગ્રામ ખેલાયો.રાજા મંત્રીશ્વર મેદાનના છેલ્લે પોતાની છાવણીની બહાર રથને હાથી ઉપર બેઠા બેઠા, રણસંગ્રામ જોઈ રહ્યા હતા. વળી વચ્ચે વાતો પણ કરતા હતા. મંત્રીશ્વરના ગળામાં તાજાં ખીલેલાં ફૂલની માળા જોઈ રાજાએ પૂછ્યું - હે મંત્રીશ્વર ! આ માર્ગે આવતાં આ જંગલમાં આપણે કેટલા દિનથી આવી વસ્યા છીએ. મને આજે આશ્ચર્ય થાય છે. તમારા કંઠે વિકસિત ફૂલોની માળા કયા કારણે ધારણ કરો છો. જંગલમાં આવી નિત્ય નવી નવી માળ કયાંથી મેળવો છો? અજિતસેન - હે રાજનું! આ ફૂલની માળાની વાત કરતાં મને શરમ આવે છે. માટે હે મહારાજા ! કૃપા કરીને મને ન પૂછોને? રાજા-વાજા ને વાંદરા - જે વાતની ના હોય, તે વાતને હા કરવામાં જ રાજી હોય. મંત્રીશ્વરનો જવાબ સાંભળી રાજાને વધારે કૌતુક થયું. રાજા મંત્રીશ્વરજી ! આપણી પ્રીતિ અખંડ છે. આ પ્રીતિ વચ્ચે આંતરુ ન હોવું જોઈએ. અંતર વિનાની પ્રીતિ વધુ ટકે નહિ. તો શા માટે મારાથી જુદાઈ ? સાચી વાત મિત્રને કહેતાં શરમ શી? રાજાના અતિશય આગ્રહે વળી અજિતસેન કહે છે - હે રાજનું! જે દિનથી આપની સાથે હું આવ્યો • તે દિનથી જે માળા મેં પહેરી છે. તે જ આ માળા છે. મેં બીજી માળા લીધી નથી ને પહેરી પણ નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર રવો શણ) - ३२८ Page #370 -------------------------------------------------------------------------- ________________ રાજા - મિત્ર ! શું વાત કરો છો. તે દિનથી પહેરેલી આ એક જ માળા છે. તે આજ દિન સુધી વિકસિત રહેલી છે. અજિતસેન - હે પૃથ્વીપતિ ! તે જ માળા છે. મારી પત્ની શિયળવતીએ મારા ગળામાં આરોપી છે. શિયળવતીએ કહ્યું છે કે જે મારા અખંડ શિયળના પ્રભાવે આ માળા કયારેય કરમાશે નહિ. તેવા વચનો સાથે મને માળા પહેરાવી છે. અને તેણીના શિયળના પ્રભાવે આ માળા ખીલેલાં તાજાં ફૂલોની જે છે તે તેમ જ રહી છે. તે સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. વિચારવા લાગ્યો. આ તો શી વાત ! પત્નીનું વચન, શિયળનો પ્રભાવ, માળા કરમાય નહિ. સાંભળ્યું છે કે આ સંસારમાં સ્ત્રી અને પુસ્તક કયારેય ચોકખા હોય જ નહિ. આ પણ સ્ત્રી છે. ભલે સતી હોય પણ આખરે તો તે પણ સ્ત્રી જ છે ને ? આ વાત સંભવે જ નહિ. છતાં પરીક્ષા કરવી તો જરૂર. પરીક્ષા પછી આગળ વાત ! આ જગતના જીવમાત્ર લોભે લપટાયેલા છે. લોભ કોને છોડે છે. તો આ સ્ત્રી યિત માત્ર ! મંત્રીશ્વરની વાત સાંભળી. સ્વીકારી, આનંદ વ્યકત કરતો હતો. ત્યારપછી મનમાં વિચારેલી વાત, પરીક્ષા કરવી ! તે માટે પોતાના ૫૦૦ મંત્રીઓમાંથી વિશ્વાસુ મંત્રી જેનું નામ છે અશોક કુમાર. તેને ખાનગીમાં બોલાવીને સઘળી વાત કરી. છેલ્લે કહ્યું કે મંત્રીશ્વર અજિતસેનને ઘરે જઈને તેની સ્ત્રી શિયળવતીને શીલથી ભ્રષ્ટ કરવાની છે. એકવાર ભ્રષ્ટ કરીને તરત પાછો આવી જજે. તે પેટે એક લાખ સોનૈયા મંત્રીને આપ્યા. પછી પોતાના નગર તરફ રવાના કર્યો. રાજાને નમસ્કાર કરી, આજ્ઞા માથે ચડાવી. લાખ દીનાર લઈને અશોક મંત્રીશ્વર પોતાના નગર તરફ રવાના થયો. નગરમાં આવ્યા પછી મુખ્ય મંત્રીશ્વરની હવેલીની તદ્ન નજીકમાં જ શિયળવતીને જોઈ શકાય તે રીતે છાનો આવીને રહ્યો. લાખ દીનાર પણ સાથે રાખ્યા છે. જે કોઈને પણ ખબર ન પડે તે રીતે ત્યાં ગુપ્ત રહો. -ઃ ઢાળ-૧૭ : (લાલ જૈસી તેરી અખીયાં રે, જૈસે જલતી મશાલ... એ રાગ.) ઉદ્ભટ વેશે જોવતો રે, ક્ષણ ક્ષણ કોઇ વાર; સતીયાં ઉપર તજરા કરે, જે તે અશોક ગમાર. ॥૧॥ ધિક્ ધિક્ વિષયી એ આંકણી ભેજત સોઇ, તંબોળ બીડાં સાપી ન લેવે ધિક્.. || લોકો... દાસીકુ રે, ઇ પ્રેમ સે, ફેર નજરે ન શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૨૯ જોય... Page #371 -------------------------------------------------------------------------- ________________ ચિંતે સતી સિંહ કેસર રે, લેણી ચાહત એહ; નામ અશોક પણ શોકસે રે, એ ધરતા તેહ. ધિક. all મેં બી વિધા ઉનસે કહ્યું કે, જાને સાયો પ્રેમ; બુદ્ધિકો બળ કેતા કરે છે, ગઢ લેતાં તે કેમ. ધિફ. //૪ll મુઢકું ફૂડર્સે દેખતી રે, બહીર રાગસે નેત; તવ સો દૂતીકું પાઠવે રે, સા એકાંતે વત... ધિફ. //પા ભદ્રે ! પતિ ગ્રામાંતરે રે, ગણકીનો વિયોગ; જાતિ યૌવન વય નિષ્ફળી રે, પીછે કયાં સુખ ભોગ? ધિફ. કો મંત્રી અશોક તુમ ઉપર રે, સગ ધરતા હે ખાસ; અવસર વેળા ન ભુલણાં રે, કરો ભોગ વિલાસ.. ધિ. ||ળા સા કહે કુળવતી નારીકુ રે, નહિ પરતર કો સંગ; લક્ષ તથાપિ થત જો ચેિ રે તવ કરીએ બી ગી. ધિ.. તો દૂતિ અશોકકુ જા કહે , મેને કષ્ટ મનાય; લાખ સોવત સતાધીસે રે, ત હોત સગાઇ. ધિફ. લાખ યિા લેઇ દૂતિકારે, ઇ પાઊં લગીશ; સા કહે પંચમ વાસરે રે તિશિ આશા પૂરીશ. ધિ. ૧oll મે અવટ ખોદાવીયો રે, ઉપર શય્યા બિછાય; શિયળવતી દિત પાંચમે રે, તિશિ ઉતકું બોલાય. ધિ. ૧૧ તાંબુલ દઇ ઉપવેશીયો રે, પડ્યો કૂપ મોઝાર, ખાનપાન ચોથે ળેિ રે, રહે ચોકી તે ચાર ધિ. ૧ર કેતે તિ વૃu ચિંતવે રે, હજુઅ આવ્યો અશોક; નિજ ઘર મોજમેં જા રહે છે, હરામખોર હે લોકો ધિક. ૧all લાખ દેઇ રતિકેલીને રે ફેર મોકલે રાય; ઓ બી બડે કૂપમેં ઘડે રે, લાખ દ્રવ્ય ગમાય. ધિક. ll૧૪ll સુમતી હરિદત્ત યા રીતે રે, કૂવે ભેલા મિલાય; જય કરી રાજા આવીયા રે, પણ શંકા નવી જાય. ધિ. /૧૫ ફૂપે પડ્યા રાંકા કહે રે, હમ કાઢો હી બાર; સા ભણે હમ કહા જો કરે રે, હોયે છૂટક બાર ધિક. ૧છો. હતી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર શreણો રાક્ષ) ૩૩૦ Page #372 -------------------------------------------------------------------------- ________________ અમે અથવા નૃપ પૂછતે રે, એવમસ્તુ' વદત. એમ શીખાઇ પીછે કત રે, સવિ વાત કહેત ધિ. ૧૭ી. ગુપ્ત ભોજન કરી રાયને રે, તેને જમવાને તે ભૂપ અસલ નહ દેખતે રે, ભયા દિલમેં સંદેહા ધિકૃ. ૧૮ બહુ પરિરસે ભૂપતિ રે, બેઠે ભોજન હેત; અવટે જઇ સતિ માંગતી રે બહુ ભોજન દેત. ધિ. ૧ ચાર ભણે “એવમસ્તુ' તે રે, રજવર્ગ સુરંત; રસવતી ઘરમેંસી લાય કર રે, સબી ભાણે ઠવંત. વિ. ૨ol ભોજન મનગમતા કરી રે, નૃપ બેઠા સચિંત; મંત્રી તણે ઘર સ્વતા રે, જાણું ભોજન દીયંત. ધિ. //ર૧. વસ્ત્ર અલંકાર રાયકું રે, લીયા જે લખ ચાર; ઇ વિસર્જે ભૂપકું રે, તવ પૂછે વિયા, ધિ. //રરી સા ભણે અમ ઘરમાં રહે યક્ષ સ્વતે ચાર; અશાન વસન માંગ્યા દીયે રે, કરુ પુજા ઉત્તર રે. ધિ. // લક્ષ પસાય સતિકું દીયો રે, ગણી બહેન સમાન; રાય ભણે હમ દીજીયે રે, ચાર યક્ષનું હોત. ધિફ. //ર૪ll બોલે સતી તુમ આધીને રે, છે અમ જીવિત પ્રણ; યક્ષ તણી શી વારતા રે, કરુ ભેટ વિહાણ. વિ. રપ ભૂપ ગયે નિજ મંદિરે રે, હુઓ જામ પ્રભાત; ચારે નિકાલ્યાં કૂuસે રે, જળ સ્નાન કરાય. ધિક્ રિકો ચંદન કેસર લેપીને રે, ફૂલ પૂજા વિશેષ; વંશ કરંડે બાંધીને રે, રથ મધ્યે નિવેશ. ધિફ. //ર૭ll વાજિંત્ર ગીત મહોત્સવે રે, રાજદ્વારે ચલંત; સન્મુખ આયે ભૂપતિ રે, નિજ ધર્મો સ્થાપત. ધિફ. રસ્તો નૃપ કહે રસવતી ન કરો રે, ભોજન વેગા યક્ષ; વેળાએ પૂછ માંગતો રે, દીયો ખડૂસ ભક્ષ. ધિ. //રલી બોલતા તે “એવમસ્તુ' તે રે, કુછ દીયા ન ધાન્ય; ભોજન વેળા વહી ગઇ રે, હુઆ ભુખે હેરાત. ધિ. soil (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૩૧ Page #373 -------------------------------------------------------------------------- ________________ ખોલી કરંડમે દેખીયા રે, મુખ ફાટાં કૃશાંગ; નૃપ વડે એ રાક્ષસી રે, નહિ યક્ષનું અંગ. ધિફ. //all તે ભણે યક્ષ અમો નહિ રે, અમો તુમયા વિન; શિયળવતી બતાવીયા રે, અતિ રાંક વિણ ધાત. ધિફ. કરો uતીને નૃપ તેડીને રે, કરે બહુત પ્રશંસ; સત્કાર કરી ઘેર મોકલે રે, લહે ધર્મ નરેશ. લિ. Ball ચઉતાણી મુનિ તિહાં આવીયા રે, જઈ વદે નરેશ; ચઉ પણ ગયે લજા ભરે રે સુણી ગુરુ ઉપદેશ. ધિક્રુ. ૩૪ સતિ પતિ દીક્ષા લહી રે ગયે પંચમ સ્વર્ગ નરભવ નૃપકુળ રાજવી રે, થઇ લહે અપવર્ગ કિ. રૂપો વિણ ગે ગીયા રે, લીયે સંયમ ચાર; બહુશ્રુત હુઇ એ આયે ઇાં રે, અમો ચ6 અણગારધિ. ૩છો કુંવર સુણી મુનિને સ્તવી રે, કરે ભકિત ઉદાર; સંસારે સંગતિ સાધુની રે, લહે પુણ્ય વિશાળ. ધિક્. પછી પૂરણે ત્રીજા ખંડની રે, કહી સત્તસ્મી ઢાળ; વીર કહે શ્રોતા ઘટે રે, હોજો મંગળમાળ. ધિ. ski ૧ - કુવો. - ત્રીજો ખંડ પુર્ણ - - કળશ - ખંડ ખંડ મધુરતા ભરી, ત્રીજો ખંડ પૂરણતા કરી; / શ્રી શુભ વિજયગુરુ મુખ કરી, સાકર દ્વાખ સુધારસ ભરી. // (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૩૨ Page #374 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-૧૭ : ભાવાર્થ : રણમેદાનમાંથી અરિમર્દન રાજાની આજ્ઞા લઈ, અશોક મંત્રી નંદનપુર નગરે આવ્યો અને મંત્રીશ્વરના ઘરે શિયળવતીના શીલને ભ્રષ્ટ કરવા આવ્યો. હવેલીની સામે જ બારી રહે તે રીતે રહ્યો છે. અશોક અગ્નિ સાથે બાથ ભીડવા તૈયાર થયો છે. મંત્રી અશોક ભાન ભૂલ્યો. ઉદ્ભટ વેશને ધારણ કરીને, દિનભર બારીમાંથી વારંવાર સતીની હવેલી સામે જોયા કરે છે. બારી પાસે ધામા નાંખી બેઠો છે. પળ પળ વાર સતીની સામે નજર રાખી રહ્યો છે. રે ભૂંડા ! ધિક્ ધિક્ વિષયાંધ લોકોને ! વધારે શું કહેવું ? જે સતીની પરીક્ષા માટે, તેના શીલને અડપલું કરવા તૈયાર થયો છે. શીલ સદાચારને ધારણ કરતી સતીઓ પળે પળ સાવધ હોય છે. અશોક રાહ જોયા કરે છે કે શિયળવતીની દ્રષ્ટિ મારી ઉપર કયારે પડે ? પણ કોઈ તક ન મળી. કોઈ ઉપાયે શિયળવતી સતીની દ્રષ્ટિ સન્મુખ ન થતાં, પોતાની દાસીને તંબોળ-પાન લઈને મોકલી. દાસીએ કહ્યું કે બાઈ ! મારા માલિક અશોકે મને મોકલી છે. આ પાનનું બીડું આપને માટે મોકલ્યું છે. આપ પ્રેમથી તેનો સ્વીકાર કરો. સતીએ પાનનું બીડું ન લીધું. જેવી આવી હતી તેવી જ દાસીને પાનના બીડા સાથે રવાના કરી. સતી શિયળવતી વિચારે છે કે રે, વિષયાંધ અશોક ! નામથી અશોક.. તારું નામ સાર્થક નથી. શોકમાં પડેલો તું અશોક મારી સાથે સ્નેહ ? કદીયે સંભવે ખરો ! રે અશોક ! તને ખબર નથી હું કોણ છું ? તું તો વાસનાનો ભિખારી ! તારી સાથે મારે શું ? હું સતી સ્ત્રી, કેસરી સિંહ સમાન છું. સતી સાથે પ્રીત કરવા આવ્યો છું. હું પણ મારી બુદ્ધિથી તને બતાવી આપું કે મને પણ તારા ઉપર પ્રેમ છે. તે પ્રેમ સાચો કરી દેખાડીને તને ઠેકાણે લાવવો પડશે. આ પ્રમાણે વિચારી રાખ્યું. હવે ફરીથી દાસી આવે ત્યારે વાત. વળી બીજા દિવસે નિર્લજ્જ અશોકે પોતાની દાસીને મોકલી. વિચારીને રાખેલી વાત વર્તનમાં મૂકી. દાસીને હસીને બોલાવી. મનમાં કપટ રાખી વ્યવહાર ચાલુ કર્યો. સતી પણ ભીતરમાં કપટ રાખી બહારથી ખોટો પ્રેમ દેખાડવા લાગી. દાસીની આવ જા વધી. માલિક અશોકને સમાચાર આપતી હતી. અશોક પણ સમજ્યો કે શિયળવતી હવે મારી મોકલેલી દાસી સાથે સારો વ્યવહાર કરે છે. તેથી એકદા દાસીને સમજાવીને કહેવડાવે છે કે, હે ભદ્રે ! હે સુલોચના ! તમારા સ્વામી પરદેશ ગયા છે. હમણાં તો તમારે પતિનો વિયોગ છે. આ વિયોગ કયાં સુધી સહેશો ? આ સુંદર શરીર, આ યૌવન, આ ઉંમર બધું જ નિષ્ફળ જાય છે. સુંદર ભોગો ભોગવવાનો અવસર છે. ને આજ અવસરે તમારો પતિ પરદેશ... આ મજાનો અવસર ગયા પછી આ સમય પાછો આવતો નથી. તો આ સુખસામગ્રી શા કામની ! વળી વાત કરતી કરતી દાસી ધીમે ધીમે સતીને એકાંતમાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ 333 Page #375 -------------------------------------------------------------------------- ________________ લઈ જઈ કાનમાં કહે છે. હે સ્વામિની ! મારો માલિક અશોક શેઠ તમારી ઉપર ઘણો જ ખુશ છે. તમારી ઉપર અતિશય રાગ ધરે છે. તો આ અવસર સુખ ભોગવવાનો મળ્યો છે. તો તમે ન ચૂકતા. મારા માલિકની સાથે મનમુકીને સુખને ભોગવો. શિયળવતી - રે સખી ! તારી વાત સાચી. મારો પતિ પરદેશ ગયો છે. મારું યૌવન વેડફાય છે. પણ શું કરું ? કુળવાન છું. કુળવાન સ્ત્રી પરપુરુષ સાથે શી રીતે રમે ? દાસી - રે શેઠાણી ! વાત ભૂલો છો ! કુલવાન કહેવાતી સ્ત્રીઓને મેં અંધારામાં એકાંતમાં પરપુરુષ સાથે રમતાં જોયા છે. પતિની હયાતીમાં તો તે સતી દેખાય. પણ પતિ બહાર ગયો નથી ને, પાછલે બારણે પરપુરુષ આવ્યો નથી. તમારો તો પતિ જ પરદેશ ગયો છે. મારી વાત માનો. જરા વિચારો. દાસીની વાત સાંભળી શિયળવતી કહેવા લાગી - તો સાંભળ ! સતીએ કપટલીલા આદરી. જો તારો માલિક મને ચાહતો હોય તો એક લાખ સોનાની દીનાર આપવા સજજ હોય તો તેની ઈચ્છા પુરી કરીશ. દાસી - મારા માલિકની ઈચ્છા પૂરી કરવા તૈયાર હો તો, તમે જે કહેશો તે કરવા તૈયાર છે. શિયળવતી - તો જા ! તારા માલિકને કહેજે કે લાખ દીનાર લઈને મોકલે. પોતાની વાત માની ગઈ. તે સાંભળી દાસી ઘણી હર્ષમાં આવી. ત્યાંથી નીકળી તરત જ અશોક પાસે દોડતી આવી. હર્ષઘેલી દાસીને જોઈ, અશોક સમજી ગયો કે દાસી ફતેહનો ડંકો વગાડી દીધો છે. દોડતી દોડતી દાસી અશોકને કહેવા લાગી - સ્વામિ ! આગળ ન બોલી શકી. અશોક - બોલ ! જલ્દી બોલ ! શું સમાચાર લાવી. દાસી - સ્વામિ ! સ્વામિ ! તમારું કામ સિધ્ધ કરી આવી. તમારી ઈચ્છા પૂરી થશે. એક લાખ સોનામહોર થકી તમારી સગાઈ પાકી છે. આ શરત પૂરી કરો તો તે સ્ત્રી તમારી છે. પણ... પણ.. મને ન...! અશોક - રે ! તેણે લાખ દીનાર માંગ્યા. જરૂર આપી દઈશ. દાસી !... તને.. તને ભુલું ! તેં તો મારી ઈચ્છા પૂરી કરી. તને ઈનામમાં નિહ ભૂલું. લાખ દીનાર આપું છું તે ત્યાં જઈ આપી આવ. તરત જ લાખ દીનાર ગણીને કોથળી ભરીને દાસીને આપ્યાં. દાસી અશોકને પગે લાગી. લાખ દીનારની કોથળી લઈને શિયળવતીની પાસે પહોંચી ગઈ. શિયળવતીએ દાસીને આવતી જોઈ. મુખ પર આનંદનો પાર નથી. માથે કોથળીનો ભાર પણ લાગતો નથી. ઊતાવળી આવી ગઈ. સતીએ આવકાર આપ્યો. લાખ દીનારની કોથળીને સતીના પગ પાસે મૂકી સતીને પગે લાગી. સતીએ કોથળી ઉપડાવીને પોતાના ભંડારમાં મૂકાવી દીધી. પછી દાસીને કહેવા લાગી . તારા માલિકને આજથી પાંચમા દિવસની રાત્રિએ મોકલજે. તેની આશાઓ જરૂર પૂરી કરીશ. સંદેશો લઈને હરખાતી દાસી અશોક મંત્રી પાસે પહોંચી ગઈ. સધળી વાત કરી. તે સાંભળી અશોક શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૩૪ Page #376 -------------------------------------------------------------------------- ________________ પણ હરખાયો. દુષ્ટતા કયાં સુધી! દાસીના ગયા પછી સતી વિચારે છે. શું કરવું? કંઈક ઘાટ તો ઘડવો પડશે? શાન તો ઠેકાણે લાવવી પડશે. વિચારતાં ઉપાય સૂઝી ગયો. હવેલીના દિવાનખાના પાછળ એક કમરો હતો. તે કમરામાં કૂવો ખોદાવવો. માણસોને બોલાવીને તરત જ કૂવો ખોદાવ્યો. તે કૂવા ઉપર ખાલી ખાટલો જે વચમાંથી (પાટી વગરનો) પોલો હોય તેવો રખાવી દીધો. ત્યારપછી ખાટલા ઉપર સુંદર મઝાનો બેસવા માટે બિછાનો નંખાવ્યો. જે કોઈને પણ ખબર ન પડે કે નીચે કૂવો છે. હવે સતી નિરાંતે પાંચમા દિવસની રાહ જોતી બેઠી છે. આ તરફ અશોકને પણ પાંચ દિવસ જે પસાર કરતાં તે પાંચ વરસ જેટલા લાગ્યાં. સતીની યાદમાં ઝૂરતો, નવા નવા સ્વપ્નોનો મહેલ રચતો, કામાતુર અશોકને માટે પાંચમાં દિવસની પ્રભાત ઊગી. સવાર બપોરને સાંજ પડી. જવાની ઘડીઓ આવી રહી. તૈયાર થવા લાગ્યો. તે સ્ત્રી મારા તરફ વધારે કેમ ખેંચાય ! એ વાત ધ્યાનમાં રાખીને તૈયાર થયેલો અશોક અરીસામાં પોતાનું રૂપ જોવા લાગ્યો. જાણે પોતે બધી બાજી જીતી ગયો હોય તેમ મનમાં માનતો ને ફૂલાતો, શિયળવતીના આવાસ તરફ ચાલ્યો. મધ્યરાત્રિએ બોલાવેલા અશોકે સમયસર શિયળવતીના બારણે જઈ ટકોરા કર્યા. આ તરફ શિયળવતી પણ પોતાના શીયળના રક્ષણ માટે સંપૂર્ણ તૈયારી કરીને આવાસમાં બેઠી હતી. ટકોરા સાંભળી સતીએ પોતાની દાસીને ઈશારો કરી દરવાજો ખોલાવ્યો. આશાભર્યો અશોક હવાઈમહેલમાં આવી ઊભો. સતીએ વ્યવહારથી ઉચિત આવકાર આપ્યો. રાજાની આજ્ઞાનું પાલન કરવા આવેલો અશોક સતીના રૂપમાં અંજાઈ ગયો. રૂ૫લાલસાને કારણે સતીની વાત માની લીધી. કહે તે કરવા તૈયાર થયો છે. મંત્રીના શરીરને કામજ્વર ઘણો વાપ્યો છે. ચાલાક સતી વધારે સાવધ થઈને સમય ઓળખી કામ લેવા તૈયાર થઈ ગઈ. દિવાનખાનામાં દાસીએ અશોકને બેસવા માટે કહ્યું. સતીએ દાસી થકી પાનનું બીડું આપ્યું. આસન પર બેઠેલો અશોક પાનનું બીડું હાથમાં લેતાં સતીની સામે ટગર ટગર જોઈ રહ્યા છે અને તેના રૂપને અમૃત સમજી પી રહ્યો હતો. સતીએ ઈશારો કર્યો. દાસી બહાર ચાલી ગઈ. તે પછી એકલો પડેલો અશોક મનમાં હરખાયો. સતીએ પાનનું બીજું બીડું આપીને દિવાનખાના પાછળ જે ઢોલિયો રાખ્યો હતો, તે કમરાનો પડદો હટાવીને ઢોલિયા પર બેસવા માટે કહ્યું. હરખે ઊઠીને પાનનું બીડું હાથમાં જ હતું. તરત ઢોલિયા પર બેસવા માટે ગયો. જેવો બેસવા ગયો કે તરત કૂવામાં જઈને પડ્યો. કૂવામાં પડતાં જ બાવળા બનેલા અશોકની આશાઓ નષ્ટ થઈ ગઈ. કૂવામાં વ્યવસ્થા એવી હતી કે જો કોઈ કૂવામાં પડે તો પણ બચી જાય. - સ્ત્રીઓનાં હૈયાં હંમેશા કરુણાથી ભરેલા હોય છે. સતી શિયળવતી વળી ધર્મ રંગથી રંગાયેલી, શીયળનું રક્ષણ કરી ચૂકી. કૂવામાં પડેલા અશોકને ચાર દિવસે ખાવા-પીવાનું પહોંચાડતી હતી. અને ચોકીદારો પણ ચાર મૂકયા હતાં. અશોકની પાસે પાપનો પસ્તાવો કરવા કંઈજ બચ્યું ન હતું. યાદમાં ઝૂરતો દિવસો પૂરા કરવા લાગ્યો. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ). ૩૩૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ આ તરફ રણસંગ્રામે રહેલો અરિમર્દન રાજા અશોકની રાહ જુએ છે. ઘણા દિવસો થઈ ગયા. પણ અશોક ન દેખાયો. પોતાના ઘરે જઈ મનમાની મોજ ઉડાવી રહ્યો હશે. મારી આજ્ઞા પ્રમાણે કંઈ જ કામ કર્યું નથી. પોતાના ઘર ભેગો થયો હોય તેમ જણાય છે. હવે મારે શું કરવું? હરામખોર અશોક, મેં મોકલ્યો પણ પાછો ન આવ્યો. વળી બીજાને મોકલી અશોકની ખબર કઢાઉં. વળી સતી જે મહામંત્રીની સ્ત્રીના શીલને ખંડિત પણ કરાઉં. મૂછ પર વળ દેતો રાજા, બીજા મંત્રીને બોલાવી વાત સમજાવી, તૈયાર કર્યો. લાખ દીનાર તે મંત્રીને પણ આપ્યા. દીનારની કોથળી લઈને તે પણ નંદનપુર નગરે સતી સ્ત્રીના આવાસ નજીક પહોંચ્યો. પછી અશોકની જે દશા થઈ તે દશા તેની પણ થઈ. છેવટે લાખ દીનાર ગુમાવી દીધા. વળી કૂવા મળે જઈ પડ્યો. બંનેની બૂરી દશા થઈ. અશોકની જેમ જ તેને પણ તે ચાર ચાર દિવસે ખાવાનું આપવા લાગી. આમ કરતાં વળી કેટલા દિવસો પસાર થયા. રાજા ચિંતા કરવા લાગ્યો. શેઠના ગળાની માળા વિકસિત ફૂલોથી સજજ છે. વળી રાજાએ ત્રીજા સુમતિ નામના મંત્રીને મોકલ્યો. તેના પણ આજ હાલ થયા. ચોથો મંત્રી હરિદાસ. તે પણ કૂવામાં ચારેય કૂવામાં એકબીજા સામે જુએ. પણ શું બોલે? સતી શિયળવતી ચારેયને ચાર ચાર દિવસે ખાવાનું આપે. બિચારા દુઃખમાં દિવસો પસાર કરે છે. રણસંગ્રામમાં રાજા અરિમર્દન ચારેય મંત્રીની ચિંતા કરે છે. શું થયું હશે? અજિતસેનની ગળામાં રહેલી માળા સહેજે કરમાઈ નથી. તેથી રાજા સમજે છે કે સતીનું શીલ અખંડ છે. પણ આ ચારની શી દશા? રાજા સંગ્રામમાં વિજય મેળવી પાછો ફર્યો. નગરમાં આવ્યા પછી પણ આ ચારેયના કોઈ વાવડ સંભળાતા નથી. વળી કયાંયે શંકા ઊભી થાય તેવું પણ કંઈ જ સર્જાતું નથી. પણ મંત્રીઓની બાતમી તો મેળવવી જ રહી. શું થયું હશે? કયાં હશે? જ્યારે આ તરફ કૂવામાં રહેલ રાંક-ગરીબ બિચારા ચારેય કૂવામાં રહ્યા રહા બૂમ પાડી કહે છે કે, અમને બહાર કાઢો” સતીને વારંવાર આજીજી કરે છે. તે કહે છે, તે સતી શીરોમણી ! અમને છૂટકારો આપો. આવું અકાર્ય હવે કદી પણ ન કરીશું. પણ હવે અમને બહાર કાઢો. અમારી ઉપર દયા કરો. શિયળવતી - તમારે બહાર નીકળવું છે? મંત્રીઓ - હા ! મહાસતી ! અમારે બહાર આવવું છે. તમે જે કહેશો તે પ્રમાણે કરીશું. પણ હવે અમને અહીંથી જલ્દીથી ઊગારો. શિયળવતી - તો સાંભળો ! હું કહું તે પ્રમાણે કરવાનું. મંત્રીઓ - હે દયાળુ દેવી! તમે જે કહેશો તે પ્રમાણે કરીશું. શિયળવતી - જુઓ ! હું અથવા રાજા કે મહામંત્રીશ્વર કંઈપણ પૂછીએ કે બોલીએ કે માંગીએ તો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૩૯ Page #378 -------------------------------------------------------------------------- ________________ ‘એવમડસ્તુ’ આ પ્રમાણે તમારે ચારેયે બોલવાનું. બીજું કંઈજ ન બોલવાનું. આ પ્રમાણે મારી વાત મંજુર હોય તો તમને બહાર કાઢું. મંત્રીઓ - કબૂલ ! કબૂલ ! અરિમર્દન રાજા જીત મેળવી પાછા વળ્યા. અજિતસેન મંત્રીશ્વર પોતાની હવેલી આવ્યો. ફુલની માળા વિકસિત જ હતી. તેથી પોતાની પત્ની ઉપર ઘણો સદ્ભાવ થયો. સતીએ પોતાના પતિને સોનારૂપાના ફુલડે વધાવ્યા. સત્કાર કર્યો. પછી સ્વામીની આગતા સ્વાગતા કરી, ભકિત કરી. સતી અને પતિ નિરાંતની પળે બેઠા. સંગ્રામને વિષે બનેલી અવનવી વાતો કરતાં હતાં. ત્યારપછી સતી શિયળવતીએ કહ્યું - સ્વામિ ! તમારા ગયા પછી મારે ત્યાં પણ ઘણી નવી નવી પરિસ્થિતિ સર્જાઈ. તમારા ચારેય મંત્રીઓ મને સતાવવા આવ્યાં. પછી તેઓના કેવા હાલ થયા. તે વાત કરી. કૂવા પાસે જઈ કૂવામાં રહેલા ચારેયને બતાવ્યા. શેઠ તો વાત સાંભળીને અને પોતાની નજરે જોઈને વધારે આશ્ચર્ય પામ્યાં. મનમાં મહાસતીને અભિનંદતો હતો. વળી પત્નીની બુદ્ધિ પર ઓવારી ગયો. ચારેયને બહાર આવવું છે. વળી ચારેયને યુતિપૂર્વક બહાર કાઢીએ. રાજાને પણ પાઠ ભણાવવો છે. અજિતસેન - હે ભદ્રે ! તારી બુદ્ધિને ધન્યવાદ છે. શો ઉપાય વિચારે છે ? શિયળવતી - સ્વામિ ! આપ રાજા તથા રાજપરિવારને આપણે ત્યાં જમવા માટે આમંત્રણ આપો. આપણા આવાસે આવતી કાલે સૌ જમવા પધારે. પછી હું બધુ જ સંભાળી લઈશ. અજિતસેન - વારુ ! ભલે ! આજે જ રાજા પાસે જાઉં છું. ત્યારપછી આવતી કાલની તૈયારીઓ કરવા લાગી. વહેલી સવારે રસોઈઘરમાં રાજાને જમવા માટેની રસોઈ તૈયાર કરાવી કૂવા પાસે ચારે તરફ મૂકી. જે ગુપ્તપણે ગોઠવી દીધી. અજિતસેને રાજદરબારે રાજાને આમંત્રણ આપી દીધું. બીજે દિવસે સવારે સમય થતાં શેઠ મહામંત્રી રાજપરિવારને લેવા સામે ગયો. સૌ મહામંત્રીને ત્યાં જમવા માટે આવી ગયા. મંત્રીશ્વર તથા શિયળવતીએ રાજા તથા રાજપરિવારને આવકાર્યા. ઉચિત આસને બેસાડ્યા. પોતાના તે દિવાનખાનામાં પાટલા-બાજોટ ગોઠવ્યા. રાજા ચારે તરફ જુએ છે. કયાંય જમવા માટેની તપેલી કે તપેલા કે ભોજન આદિ સામગ્રી દેખાઈ નહિ. વિચારે છે કે જમવા બોલાવ્યા છે ને ભોજન દેખાતું નથી. શિયળવતીને પણ રાજા છૂપી છૂપી રીતે જોઈ લેતો હતો. શેઠે જમવા માટે બધાને યોગ્ય સ્થાને બેસવા માટે વિનંતી કરી. રાજાનું સિંહાસન બરાબર કૂવામાંથી બોલતા મંત્રીઓના અવાજ સંભળાય ત્યાં ગોઠવાયું. સૌને અધિરાઈ થઈ. પણ ધીરજ ધરી. સૌ મૌનપણે જોયા કરતા હતા. ત્યાં તો શિયળવતી દિવાનખાનાનાં પડદા પાસે આવી ઊભી રહીને, મોટેથી બોલી-જમવા માટે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૩૦ Page #379 -------------------------------------------------------------------------- ________________ વિવિધ મિઠાઈઓ આપો. તો અંદરથી મોટો અવાજ આવ્યો “એવમસ્તુ' તરતજ મીઠાઈના થાળ બહાર આવ્યા. વળી બીજી પણ રસવતી માંગી. જે જે વસ્તુ પીરસવાની હતી તેતે વસ્તુ માંગી. સઘળી વસ્તુ અદ્રશ્ય આવતી જોઈ. રાજા તથા રાજપરિવારને કુતૂહલ થયું. ‘એવમડડુ' શબ્દ સાંભળી, રાજપરિવાર વિચારવા લાગ્યાં. જે માંગે છે તે તરત જ હાજર થાય છે. શિયળવતી તથા દાસી પરિવાર રાજપરિવારના ભાણે ભોજન પીરસવા લાગી. સૌને મનગમતાં ભોજન પીરસાયા. સૌને પેટભર જમાડ્યા. રાજા ચિંતાયુક્ત જમીને દિવાનખાનામાં બેઠો. અજિતસેન તથા શિયળવતી પણ રાજપરિવાર તથા રાજાની પાસે આવી બેઠા. અજિતસેન રાજાને કહે છે - હે રાજન્ ! આપે મારી ઉપર કૃપા કરી. મારે ઘરે આવી મને કૃત્ય કૃત્ય કર્યો. મારું આંગણું આપના આવવાથી પવિત્ર થયું. ત્યારપછી રાજા અને રાજપરિવારનો શેઠ શેઠાણી સત્કાર કરતાં હતા. વસ્ત્રાદિ તથા વિવિધ અલંકાર-આભૂષણો આપ્યાં. જે ચાર લાખ દીનાર મંત્રીઓ પાસેથી લીધા હતા તે પણ રાજાને આપીને સૌને વિદાય કરવાની તૈયારી કરી. તે વેળાએ રાજા પૂછવા લાગ્યો - હે મંત્રીશ્વર ! ઘરમાં બીજા કોણ કોણ છે? શિયળવતી - હે મહારાજા ! મારા ઘરમાં ચાર યક્ષરાજ રહે છે. ભોજન આદિ જે વસ્તુ માંગીએ છીએ તે તરત જ આપે છે. દરરોજ સવારે તેઓની પૂજા કરું છું. જેથી તે ચારેય યક્ષો અમારી ઉપર અતિપ્રસન્ન છે. શિયળવતીની વાત સાંભળી રાજા આનંદ પામ્યો. શિયળવતીને રાજાએ બેન તરીકે સંબોધી - બેન ! શિયળવતી ! તું આજથી મારી ધર્મની બેન છે. આ તારો ભાઈ છે. તેમ સમજજે. એમ કહી રાજાએ બેન કહીને સત્કાર કરી, લાખ દિનાર હાથમાં આપી. પછી ધીમેથી કહે છે - હે બેન ! તારે ઘરે જે ચાર યક્ષો છે તે ચારેય યક્ષને દાનમાં મને આપ. શિયળવતી - હે ધર્મબંધુ! અમે તો તમારા શરણે છીએ. વળી અમારા પ્રાણ પણ તમારે આધીન છે. યક્ષની વાત શી કરવી ! રાજન ! મારા તે ચારેય યક્ષ તમને ભેટ ધર્યા. જે હું મોકલી આપીશ. ત્યારપછી રાજા પોતાના પરિવાર સાથે પોતાના મહેલ તરફ વિદાય થયો. શેઠ રાજદ્વાર સુધી મૂકીને પાછો ફર્યો. શિયળવતીએ સવારે ચારેય મંત્રીઓને બહાર કઢાવ્યા. પોતાના સેવકો થકી તેઓને દાઢી મૂછ આદિ હજામત કરી. નવરાવ્યા. શરીર ઉપર ચંદન કેસરનુ સુગંધિત વિલેપન કર્યું. યક્ષ જેવાં કપડાં પહેરાવ્યાં, ગળામાં ફૂલની માળા આરોપી. કપાળમાં કંકુના ચાંલ્લા કર્યા. વાંસના ચાર મોટા કરંડિયા મંગાવ્યા. બિચારા ચાર મંત્રીઓ વિચારી રહ્યા છે કે હજુ આ સ્ત્રી આપણી ઉપર શી શી અને કેવી ગુજારશે? લાચાર થઈ કંઈ જ બોલતા નથી. સતીના સેવકો સતીના હુકમથી કામ કરી રહ્યા છે. ચાર કરંડિયામાં ચારેયને બેસાડ્યા. વાંસના કરંડિયા દોરીથી બાંધીને રથમાં મૂકયા. ત્યારપછી વાજિંત્ર, ગીત, નાટક સાથે ચાર યક્ષરાજ રાજમંદિર તરફ રવાના કર્યા. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૩૮ Page #380 -------------------------------------------------------------------------- ________________ શિયળવતીએ પોતાના એક સેવકને આગળથી રવાના કર્યો. તે સેવકે રાજાને જઈને વધામણી આપી. રાજા પણ યક્ષોને લેવા સામે ગયો. સતીના કહેવા પ્રમાણે અજિતસેને પણ મહા આડંબરપૂર્વક ચાર યક્ષદેવોના કરંડિયા ભેટ ધર્યા. ચારેય યક્ષદેવોના કરંડિયા રાજાએ પોતાના મહેલમાં પધરાવ્યા. રાજપરિવાર સહ રાજા ઘણો આનંદ પામ્યો. ત્યારપછી અરિમર્દન રાજાએ પોતાના રાજરસોડે રસોઈ બનાવવાની ના પાડી. આજે જમવાનું યક્ષરાજ આપશે. માટે રસોઈ કરવી. નહિ. ભોજનવેળા થતાં સૌ ભોજનગૃહે આવ્યા. રાજા પણ આવ્યો. યક્ષરાજોને જ્યાં રાખ્યાં હતાં. ત્યાં જઈ વાસના કરંડિયા ખોલી યક્ષરાજોની પૂજા કરાવી ઘણી વિધિ કરાવી. ત્યાર પછી રાજા બે હાથ જોડી ષટ્રસ ભોજનની માંગણી કરી. શિયળવતીએ કહેલું કે કોઈપણ વસ્તુ માંગીએ તો “એવમડડુ' બોલવાનું. તે મંત્ર બરાબર ગોખી રાખ્યો હતો. રાજાની માંગણીએ યક્ષરાજો એવમડડુ બોલવાં લાગ્યાં. વળી માંગણી કરી પણ, એનો એ જ જવાબ. વારંવાર ભોજન માંગવાં છતાં યક્ષોએ ભોજન ન આપ્યું. કયાંથી આપે? યક્ષરાજા સાચા નહોતાં. ભોજન પ્રાપ્તિ ન થઈ. ભૂખ્યો પરિવાર હેરાન થયો. કરંડિયામાં બેઠેલા યક્ષરાજોને બહાર કાઢ્યા. કુતૂહલ પામેલા રાજાએ યક્ષરાજોના દિદાર જોયાં. સાક્ષાત્ રાક્ષસ સમા દીસતા હતાં. શરીર કૃશ થઈ ગયું છે. મુખ તો ફાટીને વિકાસ પામી ગયા હતા. બિચારા રાંક રાક્ષસ સરખા બિહામણા લાગતાં હતા. તરત જ રાજા બોલ્યો - રે રાક્ષસો ! તમે યક્ષ નથી. તમે તો બિહામણા રાક્ષસ લાગો છો. યક્ષરાજો - હે રાજન! અમે યક્ષ નથી. અમારા દેદાર પરથી અમે ભયંકર રાક્ષસ જેવા છીએ. જરા અમારી સામે દ્રષ્ટિ કરો. બરાબર ધ્યાનથી જુઓ. અમે યક્ષો નથી, અમે રાક્ષસો નથી. અમે તો તમારા મંત્રીઓ અશોક વગેરે છીએ. રાજા તો સાંભળી વધારે ધારી ધારીને જોવા લાગ્યો. પોતાના મંત્રીઓને ઓળખી લીધાં. પોતાની દુર્દશા કઈ રીતે થઈ તે ચારેય જણાએ રાજાને કહી સંભળાવી. શિયળવતી અમારા સકંજામાં ન આવી. પણ અમે જ શિયળવતીના સકંજામાં આવ્યા. લજ્જિત પામેલા બિચારા આજ્ઞા લઈ પોતાના ઘરે ચાલ્યા ગયા. બુદ્ધિશાળી શિયળવતીની વાતો સાંભળી, રાજા રંજિત થયો. પોતાની ધર્મની બેન શિયળવતી તથા અજિતસેન ને રાજદરબારમાં બોલાવ્યાં. હરખાયો રાજા તે બંને પતિ પત્નીની પ્રશંસા કરવા લાગ્યો. રાજસભામાં તે દંપત્તીનો યોગ્ય સત્કાર કર્યો. બહુમાન કરી ભેંટણાં ધર્યા. તે પછી સતી પતિને લઈને ઘરે પહોંચી. શિયળવતીના શીલના પ્રત્યક્ષ પરચાં થયાં. શીલને અણિશુદ્ધ અખંડપણે પાળ્યું. તેના નિમિતે રાજા એ પોતે પણ જૈનધર્મ અંગીકાર કર્યો. થોડા દિવસ પસાર થયાં. સૌ પોતાની આરાધનામાં આગળ વધવા લાગ્યાં. તે જ અવસરે વનપાલકે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૩૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ વધામણી આપી. હે મહારાજ ! વન ઉદ્યાનમાં ચઉનાણી મુનિ ભગવંત પરિવાર યુકત પધાર્યા છે. કર્ણપ્રિય સમાચાર સાંભળી રાજા આનંદ પામ્યો. ઉદ્યાનપાલકને રાજી કરી રવાના કર્યો. રાજા પરિવારને લઈને ગુરુભગવંતને વંદવા ઉદ્યાનમાં આવ્યો. ચારેય મંત્રીઓએ પણ ગુરુ ઉપદેશ સાંભળ્યો. વૈરાગ્ય પામ્યા. આ તરફ શિયળવતી-અજિતસેન પણ ગુરુ સમીપે આવ્યાં. સૌ એ ગુરુ ભગવંતનો ઉપદેશ સાંભળી ઘણા રંજિત થયા. શિયળવતી અને અજિતસેને ગુરુ મહારાજને વિનંતિ કરી. પોતાના દીક્ષાના ભાવ જણાવ્યાં. યોગ્યતા જાણી જ્ઞાની ભગવંતે દીક્ષા આપી. સંયમ શુદ્ધતર આરાધી, બંને જીવો પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી નરભવ લહી, રાજકુળમાં ઉત્પન થશે. ત્યાં પણ ચારિત્ર અંગીકાર કરશે અને સકલકર્મનો ક્ષય કરી સિદ્ધિ પદને પામશે. ચઉનાણી મુનિનો ઉપદેશ સાંભળી ચાર મંત્રીઓ પણ સંસારથી વિરક્ત પામ્યા. વૈરાગી ચાર મંત્રીઓએ તે જ વખતે ચાર જ્ઞાનના ધણી-ચઉનાણી મુનિ ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યો. ગુરુનિશ્રામાં સંયમને સાધતાં ગુરુ સાથે વિહાર કરતાં, ગુરુકુળવાસમાં જ્ઞાન ધ્યાનને સાધતાં શ્રુતસિદ્ધાંતોના પારગામી થયા. ચારેય મુનિવરો ગુરુકૃપાથી બહુશ્રુત થઈ પૃથ્વીતળેને વિષે વિચારતા હતા. હે ચંદ્રકુમાર ! તે જ ચાર મુનિઓ તારી સામે ઉપસ્થિત છે. કુમાર તો મુનિમુખથી મુનિજીવનની અદ્ભુત વાતો સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો. મુનિ ભગવંતોના વૈરાગ્યને મનમાં વખાણતા આનંદ પામ્યો. મુનિને કહે છે - હે ભગવંતો ! આપે તો સંસારની વેલડીને લીલામાત્રમાં ઉખેડી નાખી. આપ તો ભવસમુદ્ર તરી ગયા. અમે તો સંસારમાં ખૂચ્યાં. અમારો જ્યારે વિસ્તાર થશે? આ પ્રમાણે ગુરુની સ્તવના કરતાં કુમારે ગુરુની ભકિત પણ કરી. ગ્રંથકાર કહે છે અપાર સંસારમાં સુસાધુની સંગતિ પૂર્વના મહાન પુણ્યોદય હોય તો જ થાય છે. ત્રીજા ખંડની સત્તરમી ઢાળ પૂર્ણ કરતાં કવિરાજ કહે છે કે જે આ રાસ સાંભળશે, તેના ઘરે હંમેશા મંગળમાળ હશે. ત્રીજો ખંડ પૂર્ણ (કળશ) શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ, શેરડીના ખંડની જેમ મધુરતા ભર્યો છે. શ્રી શુભવીરવિજયજી ગુરુમુખથી જે વાણી સાંભળી. તે વાણી સાકર દ્રાક્ષની જેમ અમૃતરસથી ભરેલી છે. આ પ્રમાણે ત્રીજો ખંડ સત્તર ઢાળથી પૂર્ણ કર્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૪૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ - દુહા : સસ્ત વયત રસ વસતી, મુખ તંબોળ રસાળ, નયન યુગલ કાજળ કળા, કઠે મુક્તામાળ. //all "કાશ્મીર અર્યા ભાલ, કટિતટ “કાંચી ધરાય, હસાસન કંકણ વલય, તિલક નેપૂર પાય. રા પુસ્તક વીણા ધારિણી, પ્રણમી સરસતી માય, શ્રી શુભવિજય સુગુરુ તણા, પ્રેમે પ્રણમી પાય. all ત્રીજો ખંડ અખંડ રસ, પૂર્ણ થયો સુપ્રમાણે, ચોથો ખંડ કહું હવે, સુણજો શ્રોતા જાણ. જાણ જ શ્રોતા આગળ, વક્તા સફળ પ્રયાસ, મૂર્ણ સભામેં કવિકલા, કુસુમ કુટુંબી ગ્રાસ પણ ક્ષુલ્લક કરથી ટોપરી પડી, સુણી શબ્દ અગાઢ, નિદ્રાએ ભરી ડોકરી, કરે સદર્ભે હડ હાડ. કો ઊંધે તે સુંધે મહી, ચૂસે નહિ રસ ઘૂંટ, સાકર દ્રાક્ષને પરિહરી, કંટક સતો ઉંટ ગા. વિકસિત તયત વદત કરી, પંડિત ગુણ પરખંત, ભક્તિ રુચિ નિદ્રા તજી, શ્રોતા વિનય કરત. ટl. તે માટે સજજ થઇ સુણો, આગળ વાત રસાળ, મુનિ નમી ચંદ્રશેખર સુવે, સુંદર ઠાણ નિહાળ. લો રવિ ઉચે ચલતા સવે, ગગને બેસી વિમાન, જિનવર ચૈત્ય નિહાળીને, ઊતર્યા રણ ઉધાન. ૧oો. વિમળ જિનેશ્વર વાંદને, કુંવર નીકળીઆ બહાર, પાસે પથગશાળમેં દીઠા એક અણગાર, ૧૧ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૪૧ Page #383 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સગ્ગ ધ્યાન જયપુર રાજા તે દેખી મુનિ આવ્યા વક્રાથે લઇ રહ્યા, નંદી એકલો, આવી પાળીને, કાઉસ્સગ્ગ હર્યા તવ તે બેઠા પ્રણમેં એમ નૃપ જામ, તામ /૧રો બોલત, પૂછત /૧all ૧- કેસર, ૨ - કટિમેખલા, ૩ - વિશ્રાંતિગૃહ. -: દુહા : ભાવાર્થ ખંડ ત્રીજો નિર્વિદને પરિપૂર્ણ કરીને ચોથા ખંડના પ્રવેશમાં મંગલ કરતા કવિરાજ શ્રી સરસ્વતીની ઉપાસના કરતા કહે છે કે. હે સરસ્વતી મૈયા! તું કેવી છે? રસાળ અને સારાં વચનોથી યુક્ત એવા સુંદર વચનોનો વરસાદ વરસાવે છે, મુખમાં તંબોળ છે, કાજળ ઘેરુ આંજણ આંક્યું છે આંખમાં, મોતીનો હાર કઠે ધારણ કર્યો છે, કમર ઉપર કટિમેખલા ધારણ કરી છે, વળી કેસરનો ચાંલ્લો કપાળમાં છે, હંસ વાહન છે જેનું તે, બંને હાથમાં રત્નોનાં વલયો ધારણ કર્યા છે, પગમાં ઝાંઝર રણકી રહ્યા છે, એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં વણા ધારણ કરી છે. એવી હે મા ! તું જ્ઞાનદાત્રી છે. તને મારા પ્રણામ હો ! ત્યારપછી પોતાના આસનોપકારી ગુરુદેવ શ્રી શુભવિજયજી મહારાજ સાહેબના પદકમળમાં પ્રેમપૂર્વક નમસ્કાર કર્યા અખંડ રસથી ભરપૂર, સારા પ્રમાણથી યુક્ત, ત્રીજો ખંડ સમાપ્ત થયો. હવે ચોથા ખંડમાં છે સુજ્ઞજનો ! ચરિત્રનાયક ચંદ્રશેખરની કથા આગળ કહું છું, તે તમે સાંભળો. જો શાસ્ત્રના જાણકાર શ્રોતા હોય, તો વક્તાનો કરેલો અથાગ પ્રયાસ સફળ થાય છે. પણ જો શ્રોતાગણ અજ્ઞાત હોય, શાસ્ત્ર વિષેનું કંઈપણ જ્ઞાન ન ધરાવતા હોય તો તેની આગળ વક્તાની કથા સાર્થક થતી નથી. અર્થાત્ આદરેલ પુરુષાર્થ નિષ્ફળ જાય છે. . ત્રિી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ३४२ જી રોપા શાસો શા) Page #384 -------------------------------------------------------------------------- ________________ જેમ કે નાના બાળકના હાથમાં રણકાર-અવાજ કરતી ઘંટડી અચાનક જમીન ઉપર પડી જાય, ત્યારે તે ઘંટડીના નાદથી ભરનિદ્રામાં ઘોરેલી ડોકરી (ડોશીમા) જાગતાં ઘરમાં કોલાહલ કરી મૂકે છે, તે રીતે અજ્ઞશ્રોતાઓ તત્ત્વને નહિ જાણતાં ડોશીમા જેવી પરિસ્થિતી સર્જાય. વળી ઊંઘતો માણસ પણ સાચી વાત સમજતો નથી. તત્ત્વની વાતના રસના ઘૂંટ પી શકતો નથી. જેમ કે ઊંટની આગળ સાકર મૂકો, મીઠી દ્રાક્ષ મૂકો તો તેમાં મોં ન નાખતાં, કાંટાવાળા વૃક્ષની ડાળીઓમાં જ મોં નાંખે છે. બાવળીયે જ મન લાગે છે. ખરેખર ! પંડિતના વચનો સાકર સરખા જ છે. પ્રમાદનો ત્યાગ કરી સ્વસ્થ થઈ, તમારા નયન તથા મુખકમળને વક્તા સામે રાખી એકાગ્રપણે, ભક્તિસભર નિદ્રાનો ત્યાગ કરી, હે શ્રોતાજનો ! હવે આ કથાને આગળ સાંભળો. વડલાના વૃક્ષતળે ચારમુનિઓ પાસે વિનયયુક્ત બેઠેલો ચંદ્રકુમાર મુનિ ભગવંતોની વાતો સાંભળી, આશ્ચર્ય પામ્યો. ત્યારપછી કુમારે ચાર મહાત્માઓને નમસ્કાર કર્યા. રાત વધતી જતી હતી. નજીકમાં સૂવા માટે સ્થાન જોઈ કુમાર જઈને સૂઈ ગયો. પરમાત્માઓનું સ્મરણ કરતો નિદ્રા દેવીને ખોળે પોઢી ગયો. જોતજોતામાં સવાર થઈ. પ્રભાતના અજવાળાં થતાં કુમાર ઊઠયો. મુનિભગવંતો વિહાર કરી ગયા. જ્યારે કુમાર વિમાન વિધુર્વી ગગનમાર્ગે આગળ ચાલ્યો. વિમાનમાંથી દેખાતી કુદરતી લીલાને જોતો, જંગલ ઉપરથી જઈ રહેલા કુમારની નજરે જિનમંદિર પડ્યું. તરત જ વિમાનને સડસડાટ નીચે ઊતારી જિનઘરનાં સોપાન ચડવા લાગ્યો. મંદિરમાં બિરાજમાન તેરમા શ્રી વિમલનાથ પરમાત્માની મનોહર મૂર્તિ જોતાં જ કુમાર ઘણો જ આનંદ પામ્યો. અત્યંત ભાવોલ્લાસપૂર્વક પરમાત્માને નમસ્કાર કર્યા. વિધિયુક્ત સ્તુતિ-ભક્તિ કરીને કુમાર જિનમંદિરની બહાર આવ્યો. જિનમંદિરના બહાર પ્રાંગણમાં બાજુમાં વિશ્રાંતગૃહ હતું. તેમાં એક મુનિ મહાત્મા નજરે પડ્યા. તરત જ મુનિભગવંત પાસે પહોંચી ગયો. વિધિવત્ વંદન કરી બેઠો. મુનિભગવંત કાઉસ્સગ્ગમાં હતા. દેવ ગુરુનો અનન્ય ઉપાસક કુમાર મુનિને જોતાં ઘણો આનંદ પામ્યો. આજ અવસરે જયપુર નગરનો જયરથ નામનો રાજા પણ એકલો ત્યાં આવી ચડ્યો. મુનિભગવંતને જોતાં જ આનંદ પામ્યો. તે પણ વંદન કરી ત્યાં જ બેઠો. બંને પરદેશી મુસાફરો બેઠા છે. મુનિભગવંતનો કાઉસ્સગ્ગ પૂરો થતાં પાળીને જયરથ રાજાને ઉદ્દેશીને બોલ્યા. હે જયરથ રાજા ! ઘોડાના અપહરણથી અહીં આવી ચડ્યો. કેમ ? મુનિનું વચન સાંભળી બંને જણા આશ્ચર્ય પામ્યા. જયરથ રાજા પ્રણામ કરી, મુનિભગવંતને પૂછે છે... શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૪૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ કપટે -ઢાળ-પહેલી :(મધુ બિંદુ સમો સંસાર, મુંઝાણા મહાલત્તા... એ રાગ.) ભર યૌવન વેળા સંયમ મેળા કિમ્ થયાં, હર્યો અશ્વે હું જાણ્યો, કેમ ? કહીએ કરી વ્યા; મુતિ ભાખે તુમ્હારે નિમિતે અમે સંયમ લીયો; ટ્ય અધે તે જાણું એમ, પૂછે "ઓહી થયો. //all મધુબિંદુ વિષયાસ લેશ ભવનૂપે પડે; સશુરુતો સુણી ઉપદેશ, વિમાને નવિ ચઢે, જિમ વણિકતી નારી, નણંદપર મત્સર ધરી: ઉદ્ધગ લહી તે તંદ, વોળાવે સહોરી, શર્ટ બેસારી શ્વસુર ગેહે ધરી; જાણી વાત લહી મૂળધાત, રોતી સુંદરી. મધુ //રા - પ્રાકૃત ભાષા - ગહનું ગાદલું તે ગોળની ગોળી, મુંજડી ગાયતે વાછડી ગોર; આઇજીએ ચિંતવ્યું તે બાઇજીને થયું, સાળા માટે સમૂળગું ગયું //all - પૂર્વ ઢાળ - મોહે ” મુંઝાણી, સંસારી કરી ચેતના, પામે વિષયાસ લીન; નરકની વેન્ના, યૌવત મદ મસૂર મદિરા, છોકને મેં તળ્યો; ઘરવાસ થકી વનવાસ, લઘુવય મેં ભળ્યો. મધુ. |all ચંદ્રશેખર પૂછે સ્વામી, કોણ એ ભૂપતિ, થયો કેમ તુમ નિમિત્ત; એહ ચરણ મહાવતી ! તવ બોલે મુનિવર એમ, સુણો ખેચસ્પતિ ! મહિલાથું મુંઝાણા મુઢ, વાત કહું છતી.. મધુ. જો જયપુર નગટે જયરથ, રાજા ત્યાંહી વસે, દત્ત મંત્રી વડો છે તાસ; મતિ ગુણ ઉલ્લસે, તસ પુત્રી અતિ રૂપવંતી, શણગાર મંજરી, માતતાતને બહુળ સ્નેહ, રાજમ ભરી. મધુ. પણ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ३४४ Page #386 -------------------------------------------------------------------------- ________________ પામી વય ખેલતી, જુવાતી દીવાની, બની ઘેર છે કુમારી પણ નરપંથે, જાતાં વિંધતી, મર્કટ તે મદિરા પીધીતે, વૃશ્ચિક ડંશીયો, શી શી ચેષ્ટા ન કરે એહ, વળી ભૂત વળગીયો.. મધુ.. કી અસતી જુએ પૂંઠે તે ડેડ, ચલાવત ચાલતી, શણગારી રહે દિત રાત; પુરુષ હસાવતી, જાય પરઘર નિશિ અંધાર એ, પુરુષ ધકાવતી, એકલી યહૂટે ખડી પંથ, પાન મંગાવતી.. મધુ.. llll તરતે રાખે ગ્રહી વસ્ત્રતે, દ્વારે ઊભી રહે, ખેંચી બાંધે કુય બેબેર; વળી હાથે ગ્રહે, મારી કાંકરી નટવિટ નર, સંકેત જણાવતી; ઉંચે હાથે આળસ દૈત, તાળી બજાવતી.. મધુ.. પીતા મોયણ કંદોઇ કુંભારણ, તાઇ સોતારણી, સખીયો કરી નિત્યઘરજાત, રહેતી ઘણી નર ખૂંખારણી, તિજ પીયર, દેખાવતી, તનુ કર ઉંચા કરી ઘરબાર, બાળ ખેલાવતી.. મધુ.. પાલ્યા મુખ મચકોડી કરકંકણ, આચ્છોટન કરે, ડસે હોઠ બજાવે દંત, અંચળે વા ધરે, ઘર દેઇ બારણે સૂતી, ઝાંઝર ઝમકાવતી, ઇ ચૂંટી જગાવે કત, અંગ ધ્રુજાવતી.. મધુ.. ||૧૦૫ બાલ યુબી લગાવે કંઠ, અધર શિર ઢાંકતી, કરે કોગળા ઊભી ગોખ, તરતે છાંટતી એક દિન તિજ ગોખે ઊભી, તજર ચિહું દિશિ જડી, યવાડીથી વાળીયો રાય, તસ નજરે પડી.. મધુ.. ||૧૧| રાગ લાગ્યો સચિવશું માગું, કરી નૃપ પરણતો, સાત ભૂમિ આવાસે વંત, નૃપ નિત્ય જાવતો, પટ્ટરાણીને કરી દૂર, મે તેહશું અતિ, નવિ અવગુણ દેખત, શેઠ પુત્ર ધનંજય તામ, મહેલ અધ તસ જાણે મહાસતી.. મધુ.. ||૧૨ી જાવતી, દોય નયનેનયન મીલંત, ચીઠ્ઠી વાંચી કામાતુર તેહ, જઇ એક, તમ મહેલ ચિંતવી, પત્ર સા નાંખતી, વનથી સુરંગા કરી ઠવી.. મધુ.. ||૧૩૫ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૪૫ Page #387 -------------------------------------------------------------------------- ________________ 3 ભૂમિ મધ્ય ગતાગત કરતી, રમતી તેહશું, સુખ માતે ધતંજય તારી, મળી મુજ તેહશું, રયવાડી ગયો નૃપ દેખે, શેઠશું ખેલતી, સા તત્ક્ષણ તિજ્ ઘર જાય, ગોખે બેસતી.. મધુ.. ||૧૪૫ નૃપ શંકાએ ઘરજાત તથાવિધ દેખતાં, મત હરખ્યો વળી એક તિ, નાટક નાચતાં, તિહાપણ સા પરનર સંગે, ભૂપતિ જોવતાં, શક્તિ ઘર દેખે તામ, શય્યાએ ઉંઘતા.. મધું.. [૧૫] નૃપ શંકા ટાળણ પ્રેમે, વદે આંસુ ભરી, એકલા તવિ મુજ રહેવાય, તુમ જબ જાઓ ધરી, ધતુરભક્ષી તરપરે, નૃપ સારા ગણે, એક વિસે દંપતી ાત, વનક્રીડા ભણી.. મધુ.. ||૧|| તિશિ વેલડી મંડપ સૂતાં, સા સર્વે ડસી કીધા ઉપચાર અનેક, મૂર્છા નવિ ખસી જતતા મળે સા સહ કાષ્ટ, ભક્ષણ ભૂપતિ કરે, જતો યાત્રા ખેચર એક, દેખી ત્યાં ઊતરે.. મધુ.. ||૧૭|| કરુણાએ નિષેધી ભૂપતે, તસ જળ છાંટીયો, મંત્રબળથી સા થઇ સજ્જ, સહુ ચિત્ત હરખીયો, સત્કાર કરીને ખેચર, વિસર્જે તમી કરી, બિહુ સૂતાં નિશિ વતમાંહી, નૃપ નિદ્રા વરી.. મધુ.. ||૧૮૫ તિહાં આવ્યો ધનંજય દેખી, સા એમ વિતવે, નૃપ ઉંઘતાં સુખ હેત, ચલો દેશ પુર નવે, સો ભણે સુણ, ભોળી તારી, તરેશ્વર જીવતાં, નવિ રહી શકીએ પરદેશ, પગેરુ કાઢતાં.. મધુ.. ||૧૯૫૫ સુણી સા કર ધરી તરવાર, ભૂપાળને મારતી, તવ લેત પડાવી શેઠ, ઉગાર્યો ભૂપતિ, ચિત્ત ચિંતે ધનંજય, પાવકમાં પ્રેમે વસે, કરી પટ્ટરાણી હસે તાસ, મહારી કિમ્ થાશે ?.. મધુ.. |॥૨૦॥ વૈરાગ્ય લહી જઇ દૂર, અમે વ્રતધર થયા, શણગાર મંજરી શું રાય, પ્રભાતે ઘર ગયા, વહેલી સાથ વિલાસે, વરસ કેતાં રહો, અમે સદ્ગુરુ સંગે ધ્યાન, જ્ઞાન ઓહી લહ્યો.. મધુ.. ||૨૧॥ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૪૬ Page #388 -------------------------------------------------------------------------- ________________ અરિ ભેટ ધરી વાગ્યે, હર્યો એ આવીયો, સંયમનું નિમિત્ત એ રાય, મુજને ભાવિયો, ચંદ્રશેખર પૂછે તારી, મરી એ કિાં જશે ? મુનિ બોલે નરક મઝાર, ભવ બહુલા થશે. મધુ. //રરો નૃપ પૂછતા મુજ આગળ, ભવ હોશે કિયો ? જંપે મુનિ આ ભવમાંહિ, તમે મુક્તિ જશો, ખંડ ચોથો પહેલી ઢાળ, સુણો ચિત્ત ધારીએ, શુભવીર વિવેકી લોક, વિષય નિવારીયે. મધુ. /all ૧ - અવધિજ્ઞાન, રે - સ્તન. કુમાર આશ્ચર્યમાં -: ઢાળ-૧ - ભાવાર્થ - જયરથ મુનિ ભગવંતને પૂછે છે - હે કૃપાનિધિ ! આ ભરયુવાનીમાં આપ આ કઠિન માર્ગે શા માટે નિકળ્યા? નાની વયમાં ચારિત્ર? મારા મનમાં ઘણું આશ્ચર્ય થાય છે. આપે સંયમ શા માટે ગ્રહણ કર્યો? વળી વિપરિત ગતિવાળા ઘોડાથી હું અપહરણ કરાયો. તે શી રીતે જાણ્યું. હે મહામુનિ ! હે દયાના સાગર ! મને કૃપા કરી કહો. જ્યારે ચંદ્રશેખર તો મૌન થઈને બંનેનો વાર્તાલાપ સાંભળી રહ્યો છે. જયરથ રાજાની વાત સાંભળી મુનિ ભગવંત બોલ્યા - હે રાજન્ ! તને વધારે શું કહ્યું? ત્યાગીઓની વાત તને શું સમજાય? ત્યાગી મહાત્માઓની આરાધનાની મસ્તી રાગીઓના ભાગ્યમાં કયાંથી સંભવે ? મારા સંયમના સ્વાંગનું કારણ તમે છો ! તમારા નિમિત્તે સંસાર છોડી સંયમ સ્વીકાર્યો છે, કુમાર અને જયરથ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યાં. વળી રાજા મુનિને કહે છે - હે ગુરુભગવંત ! મારા નિમિત્તે! એવું શું બની ગયું? કહો ! કૃપાવતાર કહો ! વળી આપના જીવનમાં હું કઈ રીતે આવ્યો? વળી હું અહીં આવી ચડ્યો, તે પણ શી રીતે જાણ્યું! મુનિ - હે રાજનું! દેવગુરુની કૃપાથી અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં, તમારા ઘોડાની વિપરીત ગતિ જાણી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૪૭ Page #389 -------------------------------------------------------------------------- ________________ ને તમે અહીં આવી ચડ્યા. તે પણ જાણ્યું. રાજનું! સંસારના સુખો મધુબિંદુ સરખાં છે. સંસારમાં યુગોના યુગો પસાર થઈ જાય તો પણ તે સુખને માણતાં જીવોને તૃપ્તિ થતી નથી. મધુબિંદુમાં આસક્ત બની આ ભવરૂપી કૂવામાં પડે છે. પણ જો પુણ્યથકી સદગુરુનો ઉપદેશ સાંભળવા મળી જાય તો માન - અભિમાન કરતા નથી. સરલ બની પરમાત્માના ધર્મને આદરે છે. મધુબિંદુનું દ્રષ્ટાંત સમજાવતાં ગુરુ કહે છે “વિમાને નવિ ચઢે” દેવવિમાન મનુષ્યને લેવા આવે છે પણ મધુબિંદુ - ભવરૂપી કૂવો વડલાની એક ડાળ કૂવામાં લટકે, તે ડાળીએ મનુષ્ય ટીંગાયો. કૂવામાં અજગરો ફૂંફાડા મારે ઉપર ડાળીને ઉંદરમામા કાપી રહ્યા છે. તે ડાળીની ઉપર મધપુડો જામ્યો છે. તેમાંથી મધુબિંદુ પડે તેને ચાખવા લટકતો પેલો માનવ મોં ફાડીને ઊંચું જોઈ રહ્યો છે. ત્યાં દેવવિમાને આવી દવ કહે છે, રે ભાઈ! તું લટકી રહ્યો છે. તેને બચાવવા આવ્યો છું. ચાલ! દેવવિમાનમાં લઈ જાઉં. પણ વિષયમાં આસક્ત મધુના રસનો સ્વાદ ચાખવા માટે શું કહે છે? આ બિંદુ. જો મારા મુખમાં પડે પછી આવું! બને ખરું ! આ મનુષ્ય વિષયરસમાં આશિક વિમાને ચઢતો નથી. અને પોતાનું જીવન ત્યાં જ પૂરું કરી નાખે છે. વળી કહે છે કે - જેમ વણિકની નારી.. એક વાણિયાની સ્ત્રી પોતાની નણંદ ઉપર દ્વેષ ઘણો કરતી હતી. તે જોઈ તેનો ભાઈ દુઃખી થતો હતો. સમય થતાં બેનને સાસરે વળાવી દીધી. એકદા બેન પિયર આવે છે. ભાભી તો વેષીલી છે. ભાઈ પોતાની બેનને સુખી કરવા કપટ કરે છે. વહુને કહે છે “તારા પિયરથી સંદેશો આવ્યો છે તેઓનું ધન બધું નાશ પામી ગયું છે. તેથી આપણે અહીંથી બધું મોકલવાનું છે. આ સાંભળી પત્ની તો રડી પડી. આશ્વાસન આપતાં તે વાણિયો કહે છે કે રડવાથી શું? શું મોકલવાનું છે? તે કહે.. : પ્રાકૃત ભાષાઃ “ઘઉંનું ગાડલું સાળા સાટે સમૂળગુ ગયુ" હે સ્વામી ! ગાડું ભરી ઘઉં, ગોળની ગોળી, દૂધ આપતી આપણી મુંજડી ગાય, તેની વાછરી, વગેરે વગેરે મોકલવું છે. પતિ ગાડું લઈ આવ્યો, જે કહાં તે બધુ ગાડામાં ભર્યું બેન તો ઘેર આવી હતી. તે તેના ઘેર જવા નીકળી. અને પછી આ ભાઈ ગાડું ભરીને વહુના પિયરે આપવાનું કપટ કરી નીકળ્યો. ગામની બહાર જઈ બેનને ગાડામાં બેસાડી. ગાડું તથા ભરેલી વસ્તુ સાથે બેનને સાસરે જઈ મૂકી આવ્યો. સાચી વાતની જાણ થતાં પત્ની ઘણું રડી. આઈજીને ચિંવ્યું..” આમ નણંદ માટે ખરાબ ચિંતવ્યું. તે બધું નણંદને માટે સારું થયું. પિયરીયા માટે ચિંતવેલું તે નણંદ માટે થયું. (શી ઢોષ માનવો પાસ) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૪૮ Page #390 -------------------------------------------------------------------------- ________________ વહુના ભાઈને તો કંઈ જ ન મળ્યું. વળી બધુ જ ઘરમાંથી ગયું. હે સંસાર રસિક જીવો! મોહમાં મુંઝાતા જીવોની શી કથા કરવી ! વિષયોમાં મસ્ત બની જીવાત્માઓ યૌવનકાળમાં મદમાં મસ્તાન બની સાતે વ્યસનોને સેવતાં આખરે એમને નરકની વેદના સહન કરવી પડે છે. આ બધો અભિમાન ત્યજી સંસાર છોડી, સાધુ થયો. આગાર છોડી હું અણગાર બન્યો. ઘર છોડી વનવાસ લીધો. નાની વયમાં સંસાર છોડી સંયમ ગ્રહણ કર્યો. મુનિભગવંતની વાણી સાંભળી, કુતૂહલપ્રિય ચંદ્રકુમાર પૂછે છે - હે ભગવંત! આ રાજા કોણ છે? વળી તેના નિમિત્તે આપે શા માટે સંયમ રહ્યો? ચંદ્રકુમારની વાત સાંભળી તે મુનિ ભગવંત કહેવા લાગ્યા - હે વિદ્યાધરપતિ ! સાંભળો ! આ જગતમાં સ્ત્રીઓથી મોહ પામેલા મૂઢ જીવોની વાત કહું છું. જયપુર નામે નગર છે. જયરથ નામે રાજા રાજ્ય કરે છે. દત્ત નામે મહામંત્રીશ્વરને સંતાનમાં એક પુત્રી હતી. તેનું નામ શણગારસુંદરી હતું. અપ્સરાના રૂપને હરાવે તેવું તેનું રૂપ રહેલું છે. એકની એક દીકરી - માતપિતાને ઘણી જ વ્હાલી હતી. અતિશય લાડને કારણે મંત્રી દીકરીના સંસ્કારથી જતન ન કરી શક્યા. મોઢે ચઢાવેલી પુત્રી મોટી થતાં ઘણી ઉધ્ધત બની. યુવાવસ્થા પ્રાપ્ત થતાં માતપિતા પણ હવે કંઈ જ કહી શકતા નથી. યુવાની દિવાની બનતાં ગમે તે ચેષ્ટા કરતી હતી. ચતુર અને વાચાળ શૃંગારસુંદરી ઘર આંગણે ખેલતી હતી. સ્વતંત્ર અને સ્વચ્છંદી પ્રધાનપુત્રી મનફાવે ત્યાં ફરવા લાગી. માર્ગે જતાં પુરુષોને ઊભા રાખતી. નયનબાણો ફેંકીને સતાવતી હતી. જેમ કે ઝાડે ઝાડે ઠેકતો વાંદરો હોય, તેને દારૂ પીવડાવવામાં આવે તો શું થાય? વળી તે વાંદરાને વિછીનો ડંખ આપવામાં આવે તો? તોફાન કરવામાં બાકી રહે. વળી જો ભૂત વળગે તો પછી તે વાંદરો શું ન કરે? તે જ પ્રમાણે પ્રધાનપુત્રી ઉધ્ધત તો બની ચૂકી છતાં માતપિતા કશું જ કહી શકતા નથી. હવે તો નગરની શેરીઓમાં બની ઠનીને પુરુષોને સતાવવા લાગી. પોતાની પૂંઠ ને કમરને લચકાવતી-શરીરને ગમે તેમ નમાવતી હતી. મનફાવે તે પુરુષોને પકડી ઊભા રાખીને વાતો કરવા લાગી. ગમે તેમ વર્તન કરતી, વળી હસાવતી ને હસતી. દિન-રાત ગમે ત્યાં ભટકતી. કોઈ રોકટોક કરનાર ન હતું. રાત્રિએ પારકા ઘરમાં જવા લાગી. ઘરની બારીએ ઊભી ઊભી પાન-સોપારી મંગાવતી. શેરીના નાકે ઊભી, જતાં આવતા પુરુષના હાથ પકડતી, વળી પહેરેલા વસ્ત્રો પણ પકડી નટખટ નયનો નચાવતી ને બીજા ઉપર કાંકરા મારતી હતી. ઈશારા કરી, તાળી બજાવતી, વળી હાથ ઊંચા નીચા કરતી હવેલી દ્વારે ઊભી ઊભી જાતજાતના નખરા કરતી હતી. પોતાના શરીરનાં અંગોને નચાવતી હતી. વળી - મોચણ - કંદોઈ કુંભારણ હજામડી, સોનારણ વગેરે તેની સખીઓ હતી. આ સખીઓના (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૪૯ Page #391 -------------------------------------------------------------------------- ________________ ઘરે ઘરે ભટકતી હતી. એમાં જો સખી કોઈ પિયર ગઈ હોય તો તેના પતિ સાથે વાતો કરવા વધારે તેને ઘરે જતી હતી. સખીઓના બાળકોને ઊંચાનીચા ઉછાળી રમાડતી હતી. બધી સખીઓ નીચ કુળની હતી. ઊંચકુળની સ્ત્રીઓ તો કોઈ તેની સાથે વાત જ કરે નહિ. સખી તો કેવી રીતે સંભવે ? પરપુરુષોની આગળ મોં મચકોડી મચકોડી વાતો કરવા લાગી. પોતાના હોઠ દબાવતી તો વળી ખડખડાટ હસીને દાંત બતાવતી હતી. સખીઓના પતિ ઊંઘતા હોય તો છાની રીતે ચૂંટી ખણીને; ઉઠાડી દેતી. એકાંત જો મળી જાય તો કંઠે વળગી ચુંબન પણ કરી લેતી. કયારેક ગોખમાં ઊભી ઊભી કોગળા પણ કરીને આવતા જતાં માણસોને પરેશાન કરતી. ઉન્માર્ગે જઈ રહેલી દીકરીના પિતા પણ કંઈ જ કહી શકતા નહોતા. હે રાજનું! સાંભળ! તારા પ્રધાનની પુત્રી પોતાના ગોખમાં ઊભી હતી ત્યારે તું રમવાડીથી પાછો ફરતો, તેં પ્રધાનપુત્રીને જોઈ. જોતાં જ તને તેની ઉપર ઘણો રાગ ઉત્પન થયો. દત્ત મંત્રીશ્વરની પુત્રી છે. તે જાણીને તરત જ માંગુ મૂકયું. તરત જ તે કન્યા સાથે તે લગ્ન કર્યા. નવી રાણી શૃંગારસુંદરીને મહેલની સાતમી ભૂમિએ રાખી. બીજી બધી રાણીઓ પાસે તું ન જતાં સાતમે માળે નવી રાણી પાસે નિત્ય જવા લાગ્યો. પટ્ટરાણીને દૂર કરી નવી રાણી સાથે મનગમતા ભોગ ભોગવવા લાગ્યો. અવગુણોથી ભરેલી રાણીમાં અંધ બનેલો તું - તે નવી રાણીને મહાસતી માનવા લાગ્યો. - રાજરાણી બની રાજમહેલના સુખો રાજાની સાથે ભોગવવા છતાં પણ ઓછા પડ્યા. તે અવસરે મહેલના ઝરુખેથી માર્ગમાં શેઠના પુત્ર ધનંજયને જતો જોયો. તે રૂપ-કળા અને યૌવનથી પરિપૂર્ણ જોતાં જ માર્ગમાં જઈ ઊભી. આંખોમાં આંખ મેળવીને તેના ઉપર અતિશય રાગવાળી થઈ. વળી બીજી વાર ધનંજય નીકળ્યો ત્યારે હવેલીની અટારીએથી તેના ઉપર ચીઠ્ઠી નાખી. તે ચીઠ્ઠી બરાબર રસ્તે જતાં ધનંજયની આગળ પડી. કામાતુર થયેલી તે તારી રાણીએ જે ચીઠ્ઠી નાંખી, તે ચીઠ્ઠી લઈ ધનંજયે વાંચી. બંનેની નજર એક થતાં, બંને કામાતુર બન્યા. ધનંજય ચીઠ્ઠી વાંચવા લાગ્યો. ચીઠ્ઠી-લખાણ વાંચી વિચારવા લાગ્યો. તે મને ચાહે છે. હું તેને ચાહું છું. રાજાની રાણી છે. મને કેવી રીતે મળે? ઉપાય શોધી કાઢ્યો. નગરની બહાર જંગલમાંથી એક સુરંગ ખોદાવી. તેનું દ્વાર તારી રાણી શૃંગારસુંદરીના મહેલમાં બન્યું. બીજુ દ્વાર નગરની બહાર જંગલમાં. હે રાજનું! તારી મનમોહિની - સુરંગ વાટે દરરોજ ધનંજય પાસે જવા લાગી. મનમોજ ઉડાવવા લાગી. જે વાતની તને જરાયે ગંધ ન આવી. સ્ત્રીના ચરિત્રને બ્રહ્મા ન પહોંચ્યા. તો તું શી વિસાતમાં! રાણી પોતાના પતિને મુકી પરપુરુષની સાથે ભોગો ભોગવવા લાગી. ધનંજય પણ મહાસુખ માણવા લાગ્યો. હે રાજન! ધનંજયની ગેરહાજરીમાં તારા દિલની એ રાણી તને અપાર ચાહતી હતી. તેને પણ તેના ઉપર અપાર પ્રેમ હતો. સંપૂર્ણ વિશ્વાસ હતો. એકદા રહેવાડી તું ગયો હતો, ત્યાં માર્ગમાં ધનંજયનો મહેલ આવ્યો. મહેલના ઝરૂખે, હે રાજનું! (૮) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫n શ્રી ધંટ્રોણા શેરો શો) Page #392 -------------------------------------------------------------------------- ________________ તારી ઊંચી નજર પડી. તેં શું જોયું ? તારી તે કુછંદી રાણી અને શેઠને જોયા. તે જોતાં જ તને શંકા થઈ તે અહીંયાં કયાંથી ? તે ખાત્રી કરવા તરત જ તું તારા મહેલે પાછો ફર્યો. તને પાછો ફરતો જોઈ ચાલાક શૃંગારસુંદરી શેઠ પાસેથી જલ્દી રવાના થઈ, સુરંગ વાટે મહેલમાં, તું પહોંચે તે પહેલાં તે પહોંચી ગઈ. ઝરુખે જઈ બેઠી. તું પહોંચ્યો તેને જોઈ. તારી શંકા દૂર થઈ. તને થયું કે મારી રાણી તો અહીં જ છે. મેં ત્યાં જોઈ તે તો બીજી હશે. વિશ્વાસ વધુ પાકો બન્યો. અને તું ઘણો જ હરખાયો. વળી, એકદા રાજમાર્ગે જતાં તે રાણી બીજા કોઈ પુરુષના સંગે જતી જોઈ. ત્યાં પણ તેં થાપ ખાધી. તું છેતરાયો. અસતી રાણી તને મહાસતી દેખાણી. રાજમાર્ગથી મહેલમાં આવ્યો. તો તારી રાણીને તેં શય્યા પર ઊંઘતી જોઈ. આ વખતે રાજાએ રાણીને બધી જ વાત કરી શંકા દૂર કરી. તેનો લાભ લઈ રાણી તને કહેવા લાગી. હે સ્વામીનાથ ! તમે મને એકલી મૂકીને કયાંયે ન જતા. મને ગમતું નથી. આમ કહીને તે રડવા લાગી. વળી કહે છે તમે જાવ છો જ્યારે, ત્યારે હું ધતુરાનું ભક્ષણ કરું છું. મને ખાવાનું ભાવતું નથી. શૃંગારસુંદરીની વાત સાંભળી; ત્યારે તને તેની વાત સાચી લાગી. તે વેળાએ તેં પણ પ્રશ્ચાતાપના આંસુ સાર્યા. પણ તારી તે કુલટા રાણીનું હૃદય ન પીગળ્યું. એકદા તમે દંપત્તી વનક્રીડા કરવા ઉદ્યાનમાં ગયાં. ત્યાં લતામંડપમાં રાત્રિએ સૂતાં હતાં. કોઈ સર્પ આવી, તે સુંદરીને ડંસ્યો. ડંખની સાથે તે જાગી ગઈ. બૂમો પાડવા લાગી તે વખતે તરત ઘણા ઉપચારો કર્યા. પણ ઝેર ન ઊતર્યુ. તેણીની મૂર્છા પામી. તું ઘણો દુઃખી થયો. સવાર થતાં ત્યાં ઘણા લોકો ભેગા થયા. રાજવૈદ્ય આવ્યા. ગારુડિક પણ આવ્યો. સર્પનું ઝેર કોઈ ન ઊતારી શકયું. મરેલી સમજી. હવે તેને અગ્નિદાહ દેવાની તૈયાર કરી. ત્યારે તું પણ તેની સાથે કાષ્ટભક્ષણ કરવા તૈયાર થયો. નગરજનો-રાજપરિવાર આદિ સૌ તને વારતા હતા પણ તું ન માન્યો. પ્રજા સૌ રડતી હતી. તે અવસરે આકાશમાર્ગે કોઈ એક વિદ્યાધર જતો આ દ્દશ્ય જોઈ તરત નીચે આવ્યો. દયાજનક સ્થિતિ જોતાં રાજાને મરતાં રોકયો. વિદ્યાના બળે મંત્ર ભણી, પાણી છાંટતા, તેનું ઝેર ઊતરી ગયું. વળી બરાબર સજ્જ થઈ. રાણી સજીવન થતાં સૌ નગરજનો આનંદ પામ્યા. કારણ કે પોતાનો રાજા બચી ગયો. રાણીને તો સહુ ઓળખતા હતા. રાજાએ ખેચરનો સત્કાર કર્યો. હાથ જોડી નમસ્કાર કરી ખેચરને રજા આપી. તે પોતાના માર્ગે ચાલી ગયો. વળી બીજા દિવસે પણ જંગલમાં રહ્યો. આખો દિવસ વનક્રીડા કરી. રાત પડતાં વળી તે લતામંડપમાં સૂતાં. હે રાજન્ ! તું થાક્યો તરત ઊંઘી ગયો. પણ તારી રાણી જાગતી હતી. તે વેળાએ બે દિવસથી પોતાના જાર ધનંજયને ન જોતાં તે તારી રાણી જાગતી હતી. તેવામાં ધનંજય શેઠ તારી રાણીની પાસે આવ્યો. રાણી જોતાં જ આનંદ પામી. હરખે કહેવા લાગી - હે દેવ ! રાજા તો ઊંઘી ગયો છે. તે જ અવસરે તમે આવ્યા. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૫૧ Page #393 -------------------------------------------------------------------------- ________________ ઘણું સારું થયું. આપણા સુખને માટે જ રાજા ઉંઘી ગયો. આપણે અહીંથી બીજા કોઈ નગર કે દેશમાં ચાલ્યા જઈએ.’ ધનંજય કહે - હે ભોળી સ્ત્રી ! સાંભળ ! રાજા જીવતાં આપણે પરદેશમાં સુખે રહી ન શકીએ. આપણી શોધ કરશે. તો બંનેને જીવતા નહિ રાખે. તે સાંભળી શૃંગારસુંદરીએ રાજાની પાસે પડેલી તલવાર હાથમાં લીધી. મ્યાનમાંથી બહાર કાઢી રાજાને હણી નાંખવા ઉગામી. પણ તારું આયખું બળવાન. તરત ધનંજયને સારો વિચાર આવતાં તલવાર હાથમાંથી લઈ લીધી. અને હે રાજન્ ! ધનંજયે તને બચાવી લીધો. ત્યારપછી ધનંજય મનમાં વિચારે છે કે ગઈકાલે પ્રાણપ્રિયાની પાછળ પ્રાણ આપવા તૈયાર થયેલો રાજા, આજે આ રાજાની એટલે પતિની દશા જો પત્ની આ પ્રમાણે કરે તો, તો આ દુષ્ટ બુધ્ધિવાળી આ સ્ત્રી કાલે મારી પણ શી દશા કરે. શું કહેવાય ? તે રાજાની રાણી જો રાજાની ન થઈ તો મારી કેમ રહેશે ? સમજ આવતાં ધનંજયે સાચી વાત રાણીને ન કહી. જો જાણશે તો વિફરેલી વાઘણ મહા અનર્થ કરશે. આ પ્રમાણે સમજી. ધનંજયે રાણીને કંઈક બીજી રીતે સમજાવી, આડી અવળી વાતો કરી. પછી તેના પંજામાંથી તે છટકી ગયો. મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે જંગલની વાટે નીકળી ગયો. પુણ્યોદયે માર્ગમાં મુનિ મળ્યા, સંયમ ગ્રહણ કર્યો. જ્યારે રાજા તું અને તે રાણી સવાર થતાં નગરમાં ચાલી આવ્યાં. વંઠેલી સ્ત્રી સાથે વિલાસને ભોગવતાં તારા ઘણા વર્ષો વીતી ગયાં. તે ધનંજયમુનિ દુષ્ટ કર્મ છેદવા ગુરુનિશ્રાએ કઠિન તપ-જપ-જ્ઞાન-ધ્યાન આદર્યા. તે પ્રકૃષ્ટ ધર્મની આરાધનાએ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અને એ જ ધનંજયમુનિ અવધિજ્ઞાની તમારી સામે બેઠા છે. હે રાજન્ ! તે પછી કોઈ તારા દુશ્મને વક્રગતિ અશ્વની ભેટ તને ધરી. તે ઘોડા પર બેસી તું ફરવા નીકળ્યો. અને તે ઘોડા થકી તું અમારી પાસે આવ્યો. ચારિત્રનું નિમિત્ત આ રાજા છે. તે જાણી સૌ આનંદ પામ્યા. ત્યારપછી ચંદ્રકુમારે પૂછ્યું - હે મુનિ ! તે સ્ત્રી મરીને કયાં જશે ? મુનિ - તે શૃંગારસુંદરી મરીને નરકમાં જશે. ત્યાંથી પણ નીકળી ઘણા ભવ રખડશે. ચંદ્રકુમાર મુનિભગવંતની પાસેથી વાત સાંભળી આનંદ પામ્યો. ત્યારે જયરથ રાજા પૂછે છે - હે ગુરુભગવંત ! મારી શી ગતિ થશે ? આવતા ભવે હું કયાં જઈશ ? ગુરુ કહે - હે જયરથ રાજા ! ચિંતા ન કરો. તમે આ ભવમાં જ મુક્તિ પામશો. ન પોતાની મુક્તિ સાંભળી જયરથ રાજા ઘણો હર્ષ પામ્યો. આ પ્રમાણે ચોથા ખંડની પ્રથમ ઢાળ પૂરી કરતાં કહે છે, વિવેકી સજ્જનો ! આ કથા સાંભળી વિષય-કષાયને દૂર કરજો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૫૨ Page #394 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : જયરથ કહે ભવ નાટક, વિષયીને ધિક્કાર, ગુરુ ઉપદેશ લલ્યા વિના, સોળે આ સંસાર ૧ નારી અસારી રાગથી, મેં ભવ નિષ્ફળ કીધ, તમે મુજને જીવિત દીયો, સાધુ વંછિત સિદ્ધ. //રા વિષય તજી સસાર એ, તજવો મુજ નિર્ધાર, આપ સવારથ સાધશું, લેઇ સંયમભાર. all પણ પટ્ટરાણી એક છે, વનમાળા અભિયાન, ગુણવંતી દૂર તજી. પામી કાચ નિધાન. જો વળી તસ કન્યા હોય છે, રતિ પ્રીતિ સુંદરી નામ, રુપકળા ગુણ આગળી, "લવણિમ લીલા ધામ. પણ પ્રાકૃત સંસ્કૃત શાસ્ત્રમાં, શāધ અનેકાંત, નિપુણ થઇ પણ નિપુણવર, મળતાં સુખ અત્યંત. કો ચતુરાને મૂરખ મળે, વિણ પરખ્યો ભરતાર, જાય જન્મારો ઝુરતાં, તોડલ રામ વિયાર. / ચતુરા ચતુર મિલાવડો, અહોનિશ કરતાં ગોઠ, પયમાંહિ સાકર ભળી, કથની નાવે હોઠ. Iો. તે માટે મુજ પુત્રીએ, કીધી પ્રતિજ્ઞા એમ, પ્રશ્નોત્તર દીયે તસ વરું, બીજો વરવા નેમ. લો તે પરણાવ્યા વિણ લઉં, જો હું સંયમભાર, તો , સંસાટે હેલણા, કરતા અધમ ગમાર ૧૦ ત્યા કરી મુજને કહો, કુણ હોશે તસ કંત ? મુનિ કહે એ બેઠા ગુણી, ચંદ્રશેખર મતિમંત. ૧૧ આવ્યું સૈન્ય તિણે સમે, પગલાંને અનુસાર, ઉઠી રાજા કુંવરને, વિનવે કરી જુહાર. ૧રો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫૩ Page #395 -------------------------------------------------------------------------- ________________ વ્યા કુંવરે કરી મુજ વિયતે ઘર ચલો, મ મોકલે, સંગ કરો હતા ચાયતા જે ભંગ, સંગિ. (૧all ૧ - લાવણ્ય, ર - આકાશે. જયરથ રાજાનો વૈરાગ્ય - દુહા : ભાવાર્થ : મુનિભગવંત પાસેથી પોતાની પૂર્વકથા સાંભળી જયરથ રાજા આશ્ચર્ય પામ્યો. ચંદ્રકુમાર પણ આ સ્ત્રીચરિત્ર સાંભળી ગદ્ગદિત થયો. સંયમ માર્ગે ગયેલા ધનંજય મુનિની વાત સાંભળી પ્રભાવિત થયો. હવે જયરથ વિચારે છે કે અહો ! અહો ! ભવ રૂપી નાટ્યશાળામાં વિષયોને ધિકકાર હો ! આવા સાચા સ્વરૂપને બતાવનાર આ સંસારમાં ત્યાગી મહાત્માઓ છે. મહાત્માનો ઉપદેશ સાંભળ્યા પછી હવે સંસારમાં કોણ રખડે? રે! રે ! આ નારીની સંગે અતિશય રાગમાં હું મૂઢ બન્યો. મેં સારાસારનો વિચાર ન કર્યો. દોહિલો માનવભવ મારો નિષ્ફળ ગયો. પટ્ટરાણી ત્યજી નીચ નારીના મોહમાં ફસાયો. હે ગુરુદેવ! હવે મારો ઉધ્ધાર કરો. મને સાચી વાત સમજાઈ. આપે મને જીવનદાન આપ્યું છે. હવે મારા આત્માનું કલ્યાણ કરો. મારો ઉધ્ધાર કરો. પાંચે ઈન્દ્રિયોના વિષયો તથા રાજ્ય છોડી દઈને, હવે સંયમમાર્ગે આવવું છે. આ મારો નિશ્ચય છે. આત્માનું શ્રેય કરવા હું તૈયાર છું. હે દયાનિધિ ! મારો આ નિર્ધાર છે. પણ. પણ. મારે વનમાળા નામની પટ્ટરાણી છે. કુલવાન પટ્ટરાણીને મેં છોડી દઈને, કાચના ટુકડા સરખી શૃંગારસુંદરીના રાગમાં રડવડ્યો. મારી પટ્ટરાણી વનમાળાને બે કન્યા છે. તેમાં એક કન્યાનું નામ રતિસુંદરી, બીજીનું નામ પ્રીતિસુંદરી. સાક્ષાત્ કામદેવના ઘરની બે સ્ત્રીઓના રૂપને હરાવે, તેવી મનોહર છે. લાવણ્ય અને લીલાનું ધામ જોઈ લ્યો. રૂપમાં કળામાં-ગુણમાં કયાંયે ઊતરતી નહિ. સકલ શાસ્ત્રમાં પાર પામી છે. પ્રાકૃત-સંસ્કૃત શાસ્ત્રમાં તથા શબ્દવેધ આદિમાં વળી અનેકાન્ત ધર્મમાં નિપુણતા મેળવી છે. સ્ત્રીઓની ૬૪ કળાને જાણનાર તેણીના યોગ્ય વરની સાથે લગ્ન કરી દઉં. તો મને અત્યંત સુખ થાય. મારી બંને પુત્રીઓ ચતુર-સુજાણ છે. પારખુ કર્યા વિના જો મૂરખની સાથે પરણાવી દેવામાં આવે તો તેઓનો જન્મારો ઝૂરી ઝૂરીને પૂરો થાય. વળી જો પરીક્ષા કરીને ચતુરની સાથે ચતુરને પરણાવું તો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) उप४ Page #396 -------------------------------------------------------------------------- ________________ સુખી થાય. જ્ઞાનગોષ્ઠી કરતાં દિવસો આનંદથી જાય. જેમ દૂધમાં સાકર નાખતાં દૂધમાં વધુ મીઠાશ આવે, તેમ યોગ્યવરની પ્રાપ્તિ થતાં તે દાંપત્યજીવનમાં મીઠાશ અનુભવે. હે ગુરુદેવ ! સુંદર વરની પ્રાપ્તિ માટે મારી તે બંને પુત્રીઓએ પ્રતિજ્ઞા કરી છે, અમારા પ્રશ્નોનો ઉત્તર જે આપે તેને પરણવું, હવે જો તેમને પરણાવ્યા વિના સંયમ માર્ગે જાઉં તો લોકમાં હું હેલના પામું. વળી અધમ લોકો નિંદા કરે. માટે દયા દાખવીને મને કહો કે તે બંને રાજપુત્રીઓનો સ્વામી કોણ થશે ? મુનિવર - હે નરેશ્વર ! સૌ પોતપોતાનું ભાવિ સાથે લઈને જન્મે છે. તારી તે બંને કન્યાની ચિંતા ન કરતો. ત્યાર પછી તરત મુનિશ્વરે ચંદ્રકુમાર સામે જોઇને રાજા જયરથને કહે છે, હે રાજન્ ! આપણી સાથે જે બેઠા છે તે મહાભાગ્યશાળી તારી બન્ને કન્યાનો સ્વામી થશે. ઘણા પુણ્યશાળી અને ગુણવાન છે. તે જ અવસરે રાજા જયરથનું સૈન્ય રાજાના પગલે પગલે રાજાને શોધતું આવી ગયું. ગુરુમહારાજની વાત સાંભળી જયરથ ઘણો આનંદ પામ્યો. ત્યાંથી જયરથે તરત જ ઊભા થઈને ચંદ્રશેખર કુમારને બે હાથ જોડી પ્રણામ કર્યા. હાથ જોડી વિનંતી કરવા લાગ્યો. હે પરદેશી ! મારી ઉપર કરુણા કરી મારા ઘરે પધારો. મારી આ માંગણીને ઠુકરાવશો નહિ. ઉદાર દિલવાળા કુમાર જયરથ સાથે જવા તૈયાર થયા. પોતાની સાથે જે હતા તેઓને વિમાન થકી સૌને રવાના કર્યા. પોતાના પરિવાર સાથે જયરથ, કુમારને લઈને, મુનિભગવંતને નમસ્કાર કરીને ચાલ્યો. -: ઢાળ-બીજી : સિધાવેજી રે, નગરે આવે.. (સાંભળ તું રે સજની મોરી, રજની કિહાં રમી આવીજી... એ રાગ.) નિજ પરિવાર વિદાય કરીતે, નૃપશું કુંવર બેસી સુખાસન સૈન્યશું ચલતાં, જયપુર ગ જયવંતાજીરે, પુણ્યતા ફળ જોય.. એ આંકણી. ॥૧॥ રાજદ્વારે ઊતારો કરતાં, નિ રાજસભાએ જીરે, પ્રમુખ સવિ, સજ્જન ભેળાં થાયે..જગ.. ॥૨॥ બિરાજે, ગાયક નગીત ગાવે જીરે, એક મંત્રી સેનાપતિ શેઠ રાજા રાણી તખત સોળ શણગાર સજી રતિ, પ્રીતિ, સખિઓ સંયુત આવે..જગ.. ||૩મી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૫૫ Page #397 -------------------------------------------------------------------------- ________________ જોષી પંડિત શાસ્ત્ર વિશારદ, સઘળી સભા પૂરાણી જીરે, પંચ પંચોળી તેર તિલંગા, આવ્યા ઉલટ આણી..જગ. કો. કન્યાએ પ્રશ્નો જે પૂછયા, ઉત્તર કો નહિ થાવે જીરે, સહુ બોલે પર મનોદ્રહ મોટો, તણ કહો કુણ પાવે.. પગ તેજ ઝખામણ ભાણ સરીખો, કુંવર સભામાં બેઠો જીરે,. તે દેખી હોય કન્યા અંગે, કામ અતંગી પેઠો.જગ. કો. કુંવરને પૂછે નજર હસંતે, સહુને અંતર પાડી જીરે, ભરડા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલો, કરતો ખેતરવાડી.ગ. . યમુના નામે ગ્રંથ ભણેલી, પુણ્યવિહૂણી તારી જીરે, ક્ષિપ્રા ચટી લઇ પાત્ર ભરેલી, આવી તક સમારી..જગ. . પાર પ્રશ્ન કર્યા તવ પતિએ, ખીચડી કેમ બહુ રાંધી,(૧) જીરે આજ મધુસ્મિા તક થોડી,(૨) તુજ તનુ આજ સમાધિ(3)જગ. . અક્ષુવતી પડોશણ ઘર (૪) છે, મહિષી સગર્ભા જાતાં (૫) જીરે, કંકોડા શાકે કેમ આખા તમે તળીયાતાં ()..જગ. //holl આ કેમ કૂતરી પેટ દેખાવે (૭) વેણી સજી કહો કાંતા (૮) જીરે, સત્તાગારે દાન દીયે છે (૯), પંથ ચલત શું શ્રાંતા (૧૦)..જગ. ll૧૧ll પાણી પ્રયુર ઇહાં કેમ આવે છે (૧૧) કુંડલ ન ધર્યા કાને જીરે, પંથે નાપિતનું ઘર દીઠું (૧૩), લ્યો આ ફળ બહુમાને (૧૪).ગ. /૧રી પુર બાહિર બકરીનું ટોળું (૧૫) કહો ગણી સંખ્યા કેતી જીરે એ પન્નરનો એકપદે ઉત્તર “પાલી નથી” સા કહેતી જગ. (૧all યમુના કથિત પદ અર્થ જ રવો, યમુના તરી ઊતરવું જીરે, કુંવર કહે સુણો રાજકુમારી, પદ ઉત્તર ચિત ધવો. જગ. ૧૪ll. કણ માપું કરવાની પાલી, ન જડી ઘરમાં બોળી જીરે, "ક્ષિપ્રયટિકા માન વિહૂણી, તેણે રંધાણી બહોળી (૧).જગ. ll૧૫ll કર્કધુ બાવળની પાલી, વિણમીઠી છાશ (૨) જીરે, પાળી નથી આજ તાવ ચતુર્થતી, તેણે મુજ તનુ સુખવાસ (૩).જગ. /૧છો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ ઘરે નથી પાલી નામ પાડોશણ (૪) મહિષી સગર્ભા પાલી જીરે(૫), ઘર નથી હમણાં પાળી છૂરી વિણ, શાક કરું યે મોળી ? (૬).જગ. ૧ પાળી શુની તસ ભક્ષણ પાળી,(૭), તે વિણ પેટ દેખાવે રે, પાલી નામ ખર્યાદી નથી મસ્તકે, વેણી સજિત નિત્ય ભાવે(૮).જગ. ૧૮ દાતાશાળાએ દાનની પાળી, આજ તથી નવિ તા જીરે, () ગાડી મળી બેસી આવી પગ, પાળી નથી (૧૦) જેણે શ્રાંતા..જગ. ૧૯ પાળી નથી સરોવર તિણે ફાટયું, વર્ષાજળ છંા આવ્યા જીરે, (૧૧) કર્ણલતિકા પાળી નથી તેણે, કુંડલ દોય ન ધરાવ્યાં (૧૨)..જગ. /રol પાળી કહેતાં ચિત લલ્લા વિણ, નાપિત ઘર નવિ દીઠાં જીરે, પાલી તે ઉત્સગ નથી તેણે, કિાં રાખું ફળ મીઠાં ? (૧૪).જગ. ર૧ પાલી શબ્દ શ્રેણી કહીજે, તે નહિ પ્રાતઃકાળે જીરે, ઘરઘરથી બહુળી નીકળતી, અા ગણતી ન નિહાળે (૧૫)..જગ. //રરી એમ પદ અર્થ સુણી હોય, કન્યા, કુવાળે વરમાળા જીરે, ઠવતાં ફૂલની વૃષ્ટિ ગણતથી, દેવ કરે ઉજમાળા..જગ. ૩ll દેવી સ્વતા પ્રગટ આવી, સોવન ચોરી બનાવી જીરે, અનુપમ ઓચ્છવ મહોત્સવ કરીને, બિહુ કન્યા પરણાવી.જા. //રજો. સ્વદુષ્ય ચીવર ને ભૂષણ, રત્નજડિત દીયે દેવા જીરે, ભૂપતિ વ્ય ગય રથ ભટ વે, ાસી દાસ કરે સેવા..જગ. એરપો વાસ ભુવનમાં સુખ વિલસતાં, તે ગંદક સુર જેમ જીરે, દેવ ગયા અદ્રશ્ય થઇ ગગને, જુવે કૌતુક જન એમ.જગ. //છો ચોથે ખડે બીજી ઢાળે, સુંદર રાસ રસાળે જીરે, શ્રી શુભવીર વિવેકી દેવા, અવસર સમય નિહાળે.જગ. ૧ - ખીચડી, ર - બોરડી, ૩ - જૂ. ૪ - ખોળો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ વિકટ પ્રશ્નો -: ઢાળ-ર : ભાવાર્થ મુનિભગવંતના મુખેથી, મનમાનીતી પટ્ટરાણી શૃંગારસુંદરીની ચરિત્રલીલા સાંભળી જયરથ વૈરાગી થયો. પોતાની બંને રાજકન્યાનો ભરથાર કુમાર ચંદ્રશેખર થશે. તે જાણી કુમારને લઈને પોતાની નગરી તરફ જવા તૈયાર થયો. કુમારે પણ પોતાના પરિવારને વિદાય આપી. સૈન્ય સાથે જયરથ રાજા કુમારને લઈને પોતાના નગર તરફ ચાલ્યો. કુમાર અને જયરથ રથમાં સુખાસન પર બેઠા. વનવગડાના સૌંદર્યને જોતાં જયપુર નગરે આવી પહોંચ્યા. સામૈયા સાથે કુમારનો નગર પ્રવેશ થયો. હે પ્રાણી ! આ જગતમાં પુણ્યશાળી આત્માઓ જયવંતા વર્તે છે કે જે પુણ્ય થકી પુણ્યાત્માઓ સુખના મહાફળ ભોગવે છે. રસાલાથી યુક્ત જયરથ રાજા સાથે લઈ આવેલા પરોણા ચંદ્રકુમારની પરોણાગતમાં કશી ખામી રાખી નથી. સુંદર એવી સાતમાળની હવેલીએ ઊતારો આપ્યો. સેવામાં દાસ-દાસી વર્ગ મૂકાઈ ગયો. રાજા મંત્રીશ્વર-નગરશેઠ આદિ રાજપરિવાર કુમારના મહેલે અવારનવાર આવે છે. એકદા રાજસભામાં રાજા મંત્રીશ્વર, શેઠ, સેનાપતિ, પ્રમુખ આદિ રાજપરિવાર તથા સ્વજનાદિક પરિવાર ભેગા થયા છે. રાજા પણ પોતાની પટ્ટરાણી સાથે રાજસભામાં બેઠા છે. કોઈ એક નાટકમંડળી રાજસભામાં આવી. રાજા આગળ અવનવા વેશ ભજવતાં જુદાં જુદાં પ્રકારના નાટકો ભજવે છે. મહેફીલ બરાબર જામી છે. આનંદની લ્હાણી વહી રહી હતી. તે અવસરે સોળ શણગાર સજી, રાજાની બંને રાજકુમારીઓ રતિ અને પ્રીતિ પોતાના મહેલમાંથી નીકળી, સખીઓ સાથે રાજસભામાં પિતા પાસે આવી ઊભી. દાસીએ આસન આપ્યું. ઉચિત સ્થાને રજા માંગી બંને કુમારીઓ બેઠી. રાજસભાના મંડપમાં નાટક ચાલી રહ્યું છે. આમંત્રણ અપાયાં હતાં તે વિદ્વાનો, શાસ્ત્રોમાં વિશારદ પંડિતો પણ આવ્યા. દૂર દૂરથી પાંચાલ દેશના પાંચ, તૈલંગ દેશના તેર મહાપંડિતો પણ આવ્યા હતા. આખીયે સભા ઠઠ ભરાઈ ગઈ હતી. રાજાની આજ્ઞા લઈ રાજકુંવરીએ સભાને ઉદ્દેશીને પ્રશ્ન પૂછયો. તે સાંભળી સભામાંથી કોઈએ જવાબ ન આપ્યો. વળી બીજા પણ સવાલો પૂછ્યાં. જવાબ કોઈએ ન આપ્યો. સહુ સાંભળી વિમાસણમાં પડ્યા. સભામાં સન્નાટો છવાયો. એક બીજાનું મો જોવા લાગ્યા. અંદરોદર ગુસપુસ કરવા લાગ્યા. પણ કોઈ કુંવરી સામે જવાબ આપવા હિંમત કરતું નથી. કારણકે મનમાં શંકા છે મારો જવાબ સાચો હશે કે ખોટો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ! આ કુંવરીઓ ઘણું ભણેલી છે. તેમની પાસે જ્ઞાનરૂપી મનનું મોટું સરોવર છે. તે સરોવરના તળિયાનો તાગ કોઈ પામી શકતું નથી. આ સભામાં ચંદ્રકુમાર બધાથી જુદા તરી આવતા હતા. મુખ ઉપર તેજસ્વીતા ઝળહળતી હતી. જાણે સાક્ષાત્ બીજો સૂર્ય ન હોય તેવા દીપતા હતા. બંને રાજસુતા કુમારને જોતાં જ અતિશય સ્નેહ ઉત્પન થયો. સ્નેહના કારણે કુમારની ઉપર રાગવાળી થઈ. આનંદથી કુમારને પોતાના પ્રશ્નો હસતાં હસતાં પૂછવા લાગી. સહુથી જુદા જ શોભતા દેવ સરખા રૂપવાળા કુમારનો જવાબ શું છે? તે સાંભળવા સહુ આતુર હતા. કુમારને જે પ્રશ્ન પૂછાયો હતો તે આ પ્રમાણે.. “હે રાજવંશી કુમાર ! ભરડા નામનો બ્રાહ્મણ ઘણાં શાસ્ત્રો ભણ્યો. તે ભણી શાસ્ત્ર વિશારદ થયો. પણ વારસામાં મળેલી પિતાની જમીનની વાવણી કરવાનો ભરડાને શોખ ઘણો હતો. ખેતીવાડી સંભાળતો આનંદથી જિંદગી જીવતો હતો. આ બ્રાહ્મણને પત્ની પણ ઘણી ભણેલી હોંશિયાર હતી. તેનું નામ યમુના હતું. પણ નસીબ યોગે પુણ્યથી તે પાતળી હતી. છતાં સમજુ અને શાણી હતી. બપોરનો સમય થતાં સ્વામી માટે ભાત લઈને આવી છે. ભાતમાં ખીચડી અને છાશ. હે પરદેશી રાજકુમાર ! ભરડાએ આવતી પત્નીને પંદર પ્રશ્નો પૂછ્યા. ભણેલી યમુનાએ તેના જવાબ પણ સાચા આપ્યા. એ પ્રશ્નો અમે તમને પૂછીએ છીએ. તેના આપ જવાબ આપીને અમારો સંશય દૂર કરજો. પ્રશ્નો- ૧. આજે ખીચડી વધારે શા માટે રાંધી? ૨. છાશમાં મધુરતા મીઠાશ ઓછી કેમ છે? તારા શરીરમાં આજે સ્વસ્થતા છે? મધ્રુવતી આપણી પાડોશણ ઘરે છે? મહિલી સગર્ભા છે? આજે તમે કંકોડાં (શાકમાં) આખાં કેમ તળ્યાં છે? આપણી આ કૂતરી પેટ કેમ દેખાડે છે? ૮. હે સ્ત્રી ! આજે તમે માથે વેણી કેમ સજી છે? ૯. આજે સત્રાગારમાં દાન કેમ આપે છે? ૧૦. શું આજે તમે ચાલીને આવ્યાં તો પણ થાક લાગ્યો નથી? ૧૧. આજે અહીંયાં ઘણું પાણી કેમ આવ્યું? ૧૨. તમે કાનમાં કુંડળ કેમ ધારણ કર્યા નથી? – ૪ છે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩પ૯ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૩. રસ્તામાં આવતાં હજામનું ઘર જોયું ? ૧૪. આ મીઠાં ફળો તમને પ્રેમથી આપું છું. તમે લેશો ? ૧૫. આપણા નગરની બહાર બકરીઓનું મોટું ટોળું છે, તે કેટલી છે ? ' હૈ કુમાર ! આ અમારા પંદર પ્રશ્નો. પણ શરત અમારી એ છે કે બધા પ્રશ્નનો જવાબ એક શબ્દમાં આવે વા એક પદમાં આવે. યમુના સ્ત્રીએ જે જવાબ સ્વામીને આપ્યો તે જ જવાબ આવવો જોઈએ. બંને કુંવરીની વાત સાંભળી તરત જ કુમારે જવાબ આપ્યો. કુમાર - હે રાજસુતા ! તમારા પંદર પ્રશ્નોનો જવાબ એકપદમાં “પાલી નથી” કુંવરી - ધન્યવાદ, ધન્યવાદ ! કુમાર તમને ધન્યવાદ. બંને કુંવરી પિતા સામે જોઈને કહેવા લાગી - પિતાજી ! પરદેશી કુમારે પંદર પ્રશ્નનો જવાબ જે ‘પાલી’ આપ્યો. તે સાચો છે. માર્મિક જવાબ સભાસદો સાંભળી એક બીજાનાં મોં જોવા લાગ્યા. કંઈ જ સમજ ન પડી. અને ઘડીભર સ્તબ્ધ થયા. રાજા - કુમાર ! જવાબ સાચો છે. પંદર પ્રશ્નો સભાને સમજાવો. કુમાર - રાજન્ ! આપ સૌ સાંભળો. પહેલો જવાબ, ખીચડી રાંધવા માટે દાળ-ચોખા માપવા માટે પાલી (માપ માપવાનું સાધન) ઘરમાં ઘણી જ શોધી. ન જડી. તેથી માપ વિનાની ખીચડી ઘણી રંધાઈ. ૧. ૨. ૩. ૪. ૫. S. બોરડી બાવળની પાલી નથી. તેથી બકરીએ `ાધું નથી. તે કારણથી દૂધ મીઠું ન આપ્યું. જે કારણે તે દૂધના દહીંની છાશમાં મીઠાશ કયાંથી હોય ? આજે મને તાવની પાળી (તાવનો વારો) નથી. તે કારણે મને તાવ આવ્યો નથી. માટે મને શરીરમાં સ્વસ્થતા છે. પાલીબેન નામનાં મારા પડોશણ નથી. પાલી નામની ભેંસ સગર્ભા છે. ઘરમાં છુરી કાતર ચપ્પુ પાલી ન જડી. જે કારણે કંકોડાં શેં સુધારાય ? ચપ્પુ ન જડતાં કંકોડાં આખાં જ તેલમાં તળ્યાં. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ३६० Page #402 -------------------------------------------------------------------------- ________________ ૭. કૂતરી પાળેલી છે, પણ હજુ તેને ખાવા આપ્યું નથી. ભૂખી થઈ છે. તેથી તે પૂંછડી પટપટાવતી પેટ દેખાડતી ફર્યા કરે છે. પાલી નામની જૂ (જૂ ની જાતમાં એક જાત) માથામાં નથી. તેથી માથામાં ફૂલની વેણી ધારણ કરી છે. નગરીની દાનશાળામાં દાન દેવાની પાલી (વારી) આજે નથી. તેથી સત્રના ઘરે દાન આપે છે. હું ઘરથી નીકળી ખેતરે ભાત દેવા આવતી હતી. ત્યારે આપણા પાડોશી તે ગાડું લઈને જઈ રહ્યો હતો. તેણે મને જોઈ કહો કે મારું ગાડું તમારા ખેતર ભણી જાય છે તો બેસી જાવ. માટે હું બેસીને આવી છું. તેથી પગપાળી આવી નથી. માટે થાકી નથી. તેથી હું ઘણી જ સ્વસ્થ છું. ૧૧. સરોવરમાં પાણી ઘણાં ભર્યા છે પણ પાળી નથી, પાળ બાંધી નથી. તેથી પાળ વિનાનું સરોવર કિનારો ફાટતાં અહીંયા પાણી ઘણું આવ્યું છે. ૧૨. કાનમાં પાળી (કાણું પાડીને વિંધાવવું તે) નથી. તે કુંડલ કયાંથી પહેરી શકાય? માટે કુંડળ ધારણ કર્યો નથી. ૧૩. રસ્તામાં આવતા પાળી (નિશાની-હજામની કોઈ ન હતી) ન દેખાઈ. પાળી વિનાનું ઘર પણ ન જોયું. તેથી નાપિત-હજામનું ઘર મારા જોવામાં ન આવ્યું. ૧૪. મેં સાડી આખી પહેરી નથી. તેથી પાલવની પાળી (ખોળો) નથી. તો ફળ કયાંથી ધારણ કરું? મીઠા ફળ કેવી રીતે હું ધારણ કરું? ૧૫. બકરીઓ બધી લાઈન (પાળી-શ્રેણી) માં નથી. કારણકે સવારે બકરીઓ પોતપોતાના માલિકના ઘરેથી જુદી જુદી દિશાએથી ચાલી આવતી હતી. ગામના ગોંદરે ભેગી થઈ તો જુદી જુદી જગ્યાએથી આવેલી બકરીની ગણત્રા કયાં કરવી ? માટે બકરીઓની મેં સંખ્યા ગણી નથી. આ પ્રમાણે કુંવરે “પાલી નથી” જવાબમાં દરેક પ્રશ્નોનો અર્થ ઘટાવ્યો. તે સાંભળી હર્ષ પામેલી રતિ અને પ્રીતિ બંને રાજકુંવરીએ કુમારના ગળામાં વરમાળા આરોપી. કુમારના પ્રબળ પુણ્યપ્રભાવે આકાશમાં આવેલા દેવોએ ફૂલની વૃષ્ટિ કરી અને જયનાદ બોલાવ્યો. તરત જ રાજસભામાં દેવ-દેવીઓ આકાશમાંથી ઊતરી આવ્યાં. તે પ્રગટ થતાં સહુ સભાજનો હર્ષ પામ્યા. દેવીશક્તિએ રાજસભામાં મણિમોતી જડેલી સોનાની ચોરી બનાવી. સોહામણો મંડપ બંધાવ્યો. જેના સાનિધ્યમાં દેવ દેવીઓ હોય ત્યાં વાર શી લાગે? માત્ર ઈચ્છાનો વિલંબ હોય. જયરથ રાજાએ પોતાની બંને કુંવરીઓને મહામહોત્સવથી લગ્નવિવાહ કર્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૬ Page #403 -------------------------------------------------------------------------- ________________ દેવોએ - દેવદુષ્ય વસ્ત્રો તથા રત્નજડિત આભૂષણો આપ્યાં. જયરથ રાજાએ હાથી-ઘોડા-૨થ તથા સૈન્ય આપ્યું. દાસ દાસીઓ પણ સેવા કરવા માટે આપ્યાં. કુમાર તો સાક્ષાત્ દેવલોકના સાતમાળના ગગનચુંબી દેવાલય જેવા રાજમહેલમાં રતિ-પ્રીતિ રાજદુલારી સાથે દૈવી-સુખો ભોગવે છે, જ્યારે પોતાના કાર્ય પત્યા બાદ દેવ-દેવીઓ સ્વસ્થાને ચાલ્યા ગયા. નગરજનો તો આ કૌતુકને આશ્ચર્ય થકી જોઈ જ રહ્યા. બીજુ બોલે ? કુમારને ધન્યવાદ આપતા હતા. આ પ્રમાણે ચોથા ખંડને વિષે સુંદર ૨સથી પૂર્ણ એવા આ રાસની બીજી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે વિવેકી દેવો અવસર માટે સમયની રાહ જોતા હોય છે. શણગાર મંજરીતે હવે, તેડાવી કહે તુમ માત પિતા ઘર ย રહો, ચરિત્ર સુણી થયો, વૈરાગ્ય અમ સુખભર કુળવટ એમ કહી એકલી મોકલી, ગુપ્ત વાત હોય નવ ગોઠ ચંદ્રશેખર રાજા વાત ગીત -ઃ દુહા ઃ તૃ મૂરખ દોય દોય બિઠું, વિનોદે શાસ્ત્રની, રસભર તે શાસ્ત્ર વિનોદથી, સજ્જન નિદ્રા કલહથી, વ્યસને ચાર પંડિત ચાર ગળા નવ મળે, ધર્મવાત મળે, વિકથા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૬૨ કાળ નિ કાળ શુભ લાતો હજૂર, ભરપૂર.. ॥૧॥ રીત, ચિત્ત.. ાચી કરંત, ગમત.. llll ગમત, તિગમંત.. ॥૪॥ થાત, લાત.. llll Page #404 -------------------------------------------------------------------------- ________________ -ઃ દુહા ઃ ભાવાર્થ : જયરથ રાજા પોતાની બંને કુંવરીના લગ્ન કરી વિરામ પામ્યો. શૃંગારસુંદરીનું ચરિત્ર મુનિભગવંત પાસેથી સાંભળ્યું. ત્યારથી વૈરાગી થયેલો જયરથ શૃંગારસુંદરીને બોલાવે છે. શૃંગારસુંદરી રાજા પાસે આવી. જયરથ કહે છે - રે ! શૃંગારસુંદરી ! તમારા ચરિત્ર જાણ્યાં-સાંભળ્યાં. તે સાંભળવા થકી મને આ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. હવે તમે આજથી તમારા પિતાને ઘરે જઈ રહો. મારે તમારી જરૂર નથી. તમે હવે અહીં રહેવાને લાયક નથી. આ પ્રમાણે કહીને એકલી શૃંગારસુંદરીને પિયેરની વાટે મોકલી દીધી. વાત તે બંને સિવાય બીજું કોઈ જાણતું નથી. તે હવે ચંદ્રશેખર અને જયરથ રાજા બંને સાથે જ રહે છે. કુમારની સાથે જ્ઞાનગોષ્ઠી કરતાં આનંદમાં ઘણા દિવસો પસાર કરે છે. શાસ્ત્રની વાતો કરે, કયારેક આનંદપ્રમોદની વાતો કરે. આ રીતે આરાધનામાં રહેતાં ઘણો કાળ ચાલ્યો ગયો. કહ્યું છે કે સુજ્ઞ-સજ્જનો પોતાનો સમય શાસ્ત્રની વાતોમાં, પ્રભુનાં ગીત-ગાનમાં, આનંદથી પસાર કરે છે. તો મૂર્ખ અને ગમાર લોકો નિદ્રા-કલહ-નિંદા-વિકથા કરવામાં સમય પસાર કરે છે. જ્યાં જ્યાં બે-ચાર પંડિતો ભેગા થાય ત્યાં ત્યાં ધર્મની, શાસ્ત્રોની સારી સારી વાતો કરે, અને સાંભળવા પણ મળે. જ્યાં જ્યાં બે-ચાર કે સાત મૂર્ખ ભેગા થાય ત્યાં ત્યાં વિકથાની વાતો કરે છે. જો વાત વિણસે તો અંદરોઅંદર એકબીજાને મારવા પણ ઊભા થાય છે અથવા અંદરો અંદર લાતોલાત પણ મારે છે. એક તિ રાયને શીતજળા નદી તારુ લોકની ન જાણે 'વસુમતિ -: ઢાળ-3 : (દેશી - ચોપાઈની..) ચંદ્રકુમાર, કેલિ કરતા આવ્યું પુર, લોક જુવે યાલે હામ, ઉછળે જળ ડુબાડશે, શ્રી-ફળ લેઇ પૂજન ચાલ્યા પુર બહાર, બહુલા રહી દૂર. ||૧|| કલ્લોલ ઉદ્દામ, ધસે. ll શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૬૩ Page #405 -------------------------------------------------------------------------- ________________ કુંવર રૃપ જુવે તિણે સમે, સરિતાપુર સા ઉપશમે, રાય ભણે નર એકને ત્યાંહિ, નાવા વર એક લાવો આંહિ. ||ગી તે પણ લાવ્યા બેઠા હોય, નદી જળક્રીડા કરતા સોય, જળમાં એક, દિવ્યાભરણ વિભુષિત છેક. ॥૪॥ લીયો આપણે, નદીપુર ભણે, એહતે ઝાલી સન્મુખ નર જાતો દેખી નૃપ તાવ હંકારી જેમ જેમ રાય તણે મત વિસ્મય થયો, ધાય, તેમ તેમ તે નર રે જાય. [૫] કુંવર કહે સુરક્ષોભત ભયો, તરતી ઉંચો આવીયો. ીની અમે દેવ સ્વરુપ. લી હું તગરીતો રાય, કેટલો પંથ તે નાવા ગઇ, તવ ઊભો રહ્યો તે સ્થિર થઇ. ોિ પૂંઠે તૃપ રહી, વેણીદંડ નિજ હાથે ગ્રહી, ખેંચીને લાવીયો, તવ કેવળ મસ્તક અંગ ઉપાંગ ત દીઠું જિગ્યે, મસ્તક પુતરપિ શિર સંયુત દેખીયો, પણ તે હોય લહી વિસ્મય શંકા મત વસી, દેવ વિના કોણ તમે છો પૂછે ભૂપ, એ શિર કહે બીજું શિર કહે તું કોણ થાય ? નૃપ વંદે તર ભણે તૃપ થઇ વિણ અન્યાય, મુજ વીણા ગ્રહી કેમ ખેંચાય ? ||૧૦|| ધર્મી તપસ્વી એકલી નાર, વૃધ્ધ અતાથ તે દુર્બળ બાળ, તાસ પરાભવે નૃપ રખવાળ, ાવંત પંચમ લોક રાજા અન્યાયે અનુસરે, તાસ બુંબ કોણ આગળ સાંભળી રૃપ 'ધમ્મિલ મૂકીયો, તવ તે તર ગજરુપે ઉપર તૃપ અસ્વારી થયા, ચંદ્રશેખર પણ સાથે ગયા, *વારણ ઉત્પતીયો આકાશ, સસરો જમાઇ બેઠા પાસ. [૧૩] લોક સર્વે વાયા ઉચ્ચરી, કૌતુક જોતાં સર્વ નગરી, હસ્તી ગયો બિહુતે ત્યાં ઠવી, હોય જુવે ધર્મઘોષ દેખી મુનિરાય, વી બેઠા પાળ. ||૧૧|| થયો. [૧૨]] જાય જમાઇ શ્વસુર એક વર્ત “સામજ ૨ જળમાં તાખ્યું તિસ્યે, શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૬૪ મસ્તક યુત થયો. ॥ શક્તિ નહિ ઇસી, કરે. ? અપહરી, વતલીલા શીતળ ઊતરી. [૧૪] નવી, છાંય. ॥૧૫॥ Page #406 -------------------------------------------------------------------------- ________________ પૂછે ગુરુને સંશય ભર્યા, સ્વામી અમને કોણે સંહાર્યા, ગજપે ઇહાં મુકી ગયો, તવ તે સ્વ પ્રગટપણે થયો. /૧ સાધુ કહે સુણ જયરથ રાય, એ સુર તુજ ગુરુ બાંધવ થાય, શવિરતિ લહી દેવ એ દુઓ, શ્રાવક ધર્મનો મહિમા જુવો. //૧ી અવધિના તુજને દીઠ, વિષય પ્રમાદે 'રક્ત વિશિષ્ઠ, રખે સહોર તકે જાય, પ્રતિબોધત લાવ્યો અમ પાય. /૧૮ ઘણા સ્વિસ તમે ગેહે રહી, જોય સુતા પરણાવી સહી, કન્યાદાન વિશેષે દીયો, બાંધવ જાણી નચિંતો કિયો. ૧૯ દેવ કહે સંયમ સાધશે, તો અમથી . પણ સુખીયો થશે, સાંભળી એમ તૃપ દીક્ષા લીએ, વેશ ઉપધિ સઘળી દેવ દીએ, //રol ગુરુકુળવાસે બહુશ્રુત થયા, કામ વિડંબણ ચૂકી ગયા, "કેવળ પામી વિયર્યા બહુ, સાદિ અનંત વર્યા શિવહુ. ૨૧ જયપુર આવી દેવકુમાર, સત્યે તૃપ સુત થાયો સાર, સ્વ અદ્રશ્ય થયો તેણીવાર, કુવર ગયા નિજ મહેલ મઝાર, રર સુપ કુંવરનું દેખી વિશાળ, કવિ ઉપમા દેવે તત્કાળ, મકરધ્વજ રહે સ્વર્ગ મઝાર, તેહને છે રતિ પ્રીતિનાર. સીરસો. કામદેવ વંઠયો જગ ભમે, સ્વ ના તિરિ ઘર ઘર રમે, અંગ વિહણો પંડિત કહે, એ સાથે ઘર કેમ નિર્વહે. ૨૪ રતિ પ્રીતિ પતિ ક્લેશ કરી, રોષભરી ઘરથી નીસરી, ખીર સમુદ્ર ઝંપો કરી, જયરથ રાજકુળે અવતરી. રપ અનંગ તાસ વિયોગે ભર્યો, નંદનવન જઇ બહુ તપ કર્યો, કાશી તીર્થ કહ્યો અવતાર, કામદેવ રુપ ચંદ્રકુમાર //છો ચંદ્રશેખરનો રાસ રસાળ, ચોથે પંડે ત્રીજી ઢાળ શ્રી શુભવીર વયત રસ ભર્યા, શ્રોતાલોક સુણી ચિત ઠર્યા. રણl ૧ - પૃથ્વી, ૨ - રાવ-બુમ, ૩ - ચોટલી, ૪ - હાથી, ૫ - હાથી, ફ - આસક્ત. - (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Tી લોખ કાળો દો ૩૬૫ Page #407 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-૩ : ભાવાર્થ: સજ્જન ચંદ્રકુમાર અને જયરથ સસરા બંને આનંદપ્રમોદ કરવાના બહાનાથી નગરની બહાર ઉદ્યાનમાં જાય છે. સાથે થોડો પરિવાર પણ છે. નગરની બહાર પાદરમાં ઉદ્યાન છે. ઉદ્યાનની પડખે શીતલા નદી વહી રહી છે. વર્ષાકાળ ઋતુ વહેતી હતી. નદીમાં વરસાદના કારણે પૂર ચડી આવ્યાં છે. નગરલોક નદીનાં પૂર જોવા ઊમટ્યાં હતાં. ઉપરવાસથી ઘણું પાણી આવતું હોવાથી નદી બે કાંઠે વહેતી હતી. તરવૈયા પણ આ નદીના પૂરમાં જવાની હિંમત કરતા નહોતા, એવા પૂરના કારણે નદી ગાંડીતુર બની હતી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પૂર વધવા લાગ્યું. પાણીમાં ઉછાળા એવા આવતા હતા કે જાણે હમણાં સમગ્ર પૃથ્વીને ડુબાડી દેશે. નદીને શાંત કરવા લોકો હાથમાં શ્રીફળ-કંકુ આદિ પૂજાપો લઈ નદીને વધાવવા લાગ્યા. તે ટાણે કુમાર અને જયરથ રાજા પણ નદીના પૂરને જોવા આવ્યા. જયરથ રાજા સાથે કુમારની ચકોર દ્રષ્ટિ પૂરના પાણી ઉપર પડતાં નદીના પાણી શાંત થયાં. પૂર ઊતરી જવા લાગ્યાં. ઉપશમ પામેલ નદી જોઈ રાજાએ કિનારે ઊભેલા લોકમાંથી એક માણસને નાવિક પાસે મોકલ્યો. નાવિકે સમાચાર રૂપ તેડું આવ્યું. જાણી, આનંદથી પોતાની નાવ લઈ જલ્દી રાજા આગળ આવી ઊભો. જળક્રીડા કરવા માટે જયરથ ચંદ્રકુમારને સાથમાં લઈ નાવમાં બેઠો. નાવિકને આજ્ઞા મળતાં નાવ હંકારી. જોત-જોતામાં નાવ સડસડાટ નદીમાં દોડવા લાગી. નદી કાંઠે ઊભેલા લોકો પણ હવે દેખાતા બંધ થઈ ગયા. તે વખતે દિવ્ય વસ્ત્રોથી શોભતો કોઈ એક માણસ નદીના વહેણની સામે જતો જોયો. તે પુરુષના રુપથી ખેંચાયેલ રાજાએ નાવિકને નાવને તે માણસ તરફ લઈ જવા આજ્ઞા કરી. કુમારને કહે કે આપણે આ માણસને પકડી લઈએ. નાવિકે બમણા વેગથી તે માણસની પાછળ નાવ દોડાવી. તે પુરુષે જોયું કે નાવ મારી પાછળ આવી રહી છે. તો તે પણ બમણા વેગથી આગળ આગળ દોડવા લાગ્યો. હરીફાઈ જોરદાર ચાલી. રાજા તથા કુમારને વધારે આશ્ચર્ય થયું. કુમાર કહેવા લાગ્યો - મહારાજા ! માનો ન માનો પણ કોઈ દેવે આપણને ભય પમાડવા માટે આ કુતૂહલ ઊભું કર્યું છે. પણ કંઈ આપણે ભય પામવાના નથી. નાવ તો ઘણા વેગથી દોડી રહી છે. નદીમાં ઘણો પંથ ગયા પછી તે કુતૂહલ પુરુષ થોભી ગયો. સ્થિર થઈ ઊભો રહ્યો. ક્ષણવારમાં કુમાર અને રાજા ત્યાં આવી ગયા. રાજાએ તે પુરુષના માથાના વાળ પકડી ઊભો કર્યો તો વધારે વિસ્મય પામ્યો. કારણ વાળ ખેંચતાં જ વાળ સહિત મસ્તક હાથમાં આવ્યું. ધડ વિનાનું મસ્તક જોતાં જ રાજાએ મસ્તક પાણીમાં ફેંકી દીધું. શરીરના અંગોપાંગ ન જોતાં જ, માથું તરત જ ફેંકી દીધું. તો વળી ફરીથી તે માથું જોવામાં આવ્યું. પણ વળી બીજું આશ્ચર્ય. એક માથાને બદલે બે માથાવાળો માણસ થયો. બે માથા દેખાયાં. કુમાર અને રાજાને આશ્ચર્ય સહિત શંકા પણ થઈ. બંને સામસામા જોઈ રહ્યા. નાવિક પણ આશ્ચર્ય પામ્યો. એક બીજાને કહે જરૂર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ३६६ Page #408 -------------------------------------------------------------------------- ________________ આ કોઈ દેવ માયા છે. તે વિના આવા આશ્ચર્યો નદીમાં સંભવે નહિ. રાજાએ પૂછ્યું - તમે કોણ છો? દેવ માયાવી - અમે દેવ છીએ. બીજો દેવ - તું કોણ છો? રાજા - હે દેવલોકના દેવો! હું જયપુર નગરનો જયરથ નામે રાજા છું. દેવ માયા - રાજા છો ! રાજા થઈને અન્યાય કર્યો. રાજા - (આશ્ચર્યથી બોલે છે) મેં અન્યાય કર્યો? કયાં કર્યો? દેવ માયા - હા ! મારા માથાના વાળ વિના અપરાધે શા માટે ખેંચ્યા? રાજનું! સાંભળ્યું છે કે જગતમાં ધર્મી, તપસ્વી એકલી સ્ત્રી, વૃધ્ધા પણ અનાથ હોય તથા પાંચમો નિર્બળ બાળક. આ પાંચે કયાંયે પરાભવ પામતાં હોય તો તેનું રક્ષણ નગરનો રાજા કરે છે. આ વાત લોકપ્રસિધ્ધ છે. પણ પણ અહીં તો રાજા અન્યાય કરતો હોય તો અમ જેવાની બૂમ-અવાજ કોણ સાંભળે? અમારે કોની પાસે જઈ વાત કરવી? પોતાની ઉપર આક્ષેપથી મૂકેલી વાત સાંભળીને, રાજાએ તરત જ ચોટલો મૂકી દીધો. ત્યાં બીજું નવું જ આશ્ચર્ય. જેવો ચોટલો છોડી દીધો. ત્યાં જ તે પળે તે માણસ હાથી બની ગયો. નાવને છોડી રાજા અને કુમાર જળમાં રહેલા હાથી ઉપર ચડી બેઠા. પોતાની ઉપર બંને બેઠા જોઈ હાથી ગગનમાં ઊડવા લાગ્યો. કાંઠે ઊભેલા લોકો કુતૂહલ જોઈને બૂમો પાડવા લાગ્યા. રે લોકો! દોડો! દોડો ! “આ હાથી આપણા રાજાનું તથા કુમારનું અપહરણ કરે છે” ગગને રહેલા હાથીને કોણ પકડે? લોકો કિનારે રહી ગયા. કુમાર અને રાજા તો દૂર દૂર આકાશમાર્ગે ચાલ્યા જાય છે. ત્યાં એક વનમાં હાથી એ રાજા અને કુમારને લઈને નીચે ઊતર્યો. પોતાની પીઠ ઉપરથી તે બંનેને નીચે ઊતારી ચાલ્યો ગયો. સસરો-જમાઈ બંને વનની લીલાને જોવા લાગ્યાં. અજાણ્યા ક્ષેત્રમાં વનની અંદર નીડર કુમાર, સસરા સાથે વનની શોભા જોતાં ચારેકોર ઘૂમી રહ્યા છે. ફરતાં કુમારની નજરે દૂર દૂર એક તરુવરની છાંયે મુનિભગવંતને જોયા. જોતાં જ બંનેના હૈયાં હરખાયાં. વેગે મુનિભગવંતની સમીપે આવી પહોંચ્યા. વિધિયુક્ત વંદન કરી, ગુરુ સમીપે વૃક્ષની શીતળ છાયામાં બંને બેઠા. જ્ઞાની ગુરુભગવંતે ધર્મલાભના આશીર્વાદ આપ્યા. બંને શંકાભર્યા જ આવ્યાં હતાં. શંકાને સમાવવા વિનયપૂર્વક કુમારે પૂછ્યું - હે ગુરુભગવંત! અમારું અપહરણ કોણે કર્યું? શા માટે કર્યું? વળી તે હાથી રૂપે અમારી સામે આવી, અમને આ વનમાં શા માટે મૂકી ગયો? મુનિભગવંતનું નામ ધર્મઘોષ વિજયજી હતું. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૬૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ કુમાર પ્રશ્નો પૂછતો હતો. ગુરુદેવ સાંભળતાં હતાં. પૂછતાં કુમાર જ્યારે અટક્યો ત્યારે જ્ઞાની ગુરુભગવંત બોલ્યા - કુમાર ! આટલું બોલ્યા. ત્યાં તો તે વખતે એક દેવ પ્રગટ થયો. કુમાર - કહો ગુરુદેવ ! અમને ઘણાં આશ્ચર્યો દેખાય છે. ગુરુ - હે ક્ષત્રિયવંશી ! હે ચંદ્રશેખર ! હે જયરથ ! જે દેવ હાથી થઈને તમને અહીં લઈ આવ્યો છે. તે જ આ દેવ છે. બંને મહારથીઓ દેવની સામે જોવા લાગ્યા. બે હાથ જોડી કુમાર બોલ્યો - હે સ્વામી ! આ દેવ કોણ છે? ગુરુ - હે ચંદ્રકુમાર ! આ દેવ જયરથ રાજાનો મોટો ભાઈ છે. જયરથના ગુરુબંધુએ પૂર્વભવે દેશવિરતિ પામી ધર્મની આરાધના શ્રાવકપણામાં રહીને ઘણી કરી. શ્રાવકધર્મની આરાધના જુઓ! કેવો તેનો મહિમા છે. તો સર્વવિરતિરૂપ સાધુ ધર્મની વાત શી કરવી ? દેશવિરતિનું શુધ્ધપણે પાલન કરી સમાધિમરણ પામી તે દેવ થયો. ત્યાં ઉત્પન થતાંની સાથે અવધિજ્ઞાનની પ્રાપ્તિ. તરત જ ત્યાં તેણે ઉપયોગ મૂકી જોયું. મારા ભાઈની આ દશા ! ભાતૃપ્રેમે ખેંચાઈને આવ્યો. ' વિષય પ્રમાદમાં આસક્ત એવો તું તારો ધર્મ ભૂલ્યો. તારી ઉપર અપાર કરુણા આવી. રખે મારો ભાઈ નરકે ચાલ્યો ન જાય. નરકભીતિથી ભય પાળેલા આ દેવ તારો ઉધ્ધાર કરવા, તને પ્રતિબોધ પમાડવા માટે તને અમારી પાસે લઈ આવ્યા છે. જયરથ ! તારા નગરની બહાર ઉદ્યાનમાં પધારેલ મુનિ ભગવંત પાસેથી તારી રાણીનાં ચરિત્રો સાંભળ્યાં. તે સાંભળી તું વિરક્ત થયો. તારી ફરજ પૂરી કરવા, કુંવરીના લગ્ન લીધા. પરણાવી પણ દીધી. કુંવરીના લગ્નમાં આજ દેવે તને સહાય કરી હતી. તેને તેમાંથી ચિંતામુક્ત કર્યો. પણ તારા વૈરાગ્યના ઉભરામાં મોહનું પાણી ભળતાં વૈરાગ્ય શમી ગયો. ગુરુની વાણી સાંભળી જયરથને વળી વૈરાગ્યના ભાવ પ્રગટ થયા. વળી તે જ વખતે દેવ બોલ્યા - હે રાજનું! હજુ બાજી હાથમાં છે. જો ચારિત્ર લેશો તો અમારાથી પણ આરાધના બળે આગળ નીકળી જશો. અમારાથી પણ વધારે સુખીયા થશો. દેવની વાણી સાંભળી જયરથ રાજાએ તરત જ ધર્મઘોષ મુનિભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. દેવે સાધુવેશ આપ્યો. ગુરુકુળ વાસમાં વસતા જયરથ રાજર્ષિ ગુરુ સાથે વિહરવા લાગ્યા. સાથે જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ આદિ ઉત્કૃષ્ટપણે સાધનાની ધૂણી ધખાવી, બહુશ્રુત થયા. કામ વિટંબણા તો દીક્ષા દિનથી અળગી થઈ ચૂકી હતી. ઉત્કૃષ્ટ આરાધનાએ કેવળ આપ્યું. રાજર્ષિ કેવલજ્ઞાન મેળવી, પૃથ્વીતળને વિષે વિચરી ભવ્ય જીવોનો ઉપકાર કરવા લાગ્યા. આયુષ્યપૂર્ણ થયે સાદી અનંત એવા શિવવહુના અધિકારી બન્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૬૮ Page #410 -------------------------------------------------------------------------- ________________ મોક્ષે સિધાવ્યા. દીક્ષા પછી તે દેવ ત્યાંથી જયપુર નગરે આવ્યો. સાથે ચંદ્રકુમારને લઈ આવ્યો. જયરથ રાજાના કુંવરનો રાજ્યાભિષેક કરી ગાદીએ સ્થાપન કર્યો. ત્યારપછી તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ચંદ્રકુમાર પણ ત્યાં રહેલ પોતાના આવાસે રતિ-પ્રીતિ બંને પત્ની પાસે પહોંચ્યો. ચંદ્રકુમારનું અતિશય સોહામણું રૂપ જોઈ કવિ અહીંયાં ઉપમા આપતા કહે છે - કામદેવનો વાસ સ્વર્ગમાં છે. તેને રતિ-પ્રીતિ નામની બે સ્ત્રીઓ છે. રૂપાળી સ્ત્રીઓ હોવા છતાં આ કામદેવ વંઠયો. ઘરમાં બે સ્ત્રીઓ હોવા છતાં ભોગનો ભિખારી થઈ, જગતમાં ભમવા લાગ્યો. દેવ-તિર્યંચ-મનુષ્ય આદિ બધાના ઘરે રમવા ચાલી જતો. રતિ-પ્રીતિ પોતાનો પતિ પરઘરે રમતો જોઈ ચિત્તમાં કલેશ ધારણ કરવા લાગી. ક્લેશના કારણે પતિ ઉપર ક્રોધ કરવા લાગી. છતાં કામદેવ પત્નીની વાત ન સાંભળતાં, ઘર ઘર રમવા લાગ્યો. સ્વામી ન સુધરતાં રોષ ભરી બંને સ્ત્રીઓ ઘરમાંથી નીકળી ક્ષીર સમુદ્રમાં જઈ ઝંપાપાત કર્યો. તે જ બંને સ્ત્રીઓ ત્યાંથી મરી આ જયરથ રાજાને ઘરે આવી અવતરી. તો તો કામદેવનું શું થયું ? કવિ આગળ કહે છે તે કામદેવ પોતાની બંને સ્ત્રીઓ પોતાને છોડીને ચાલી જશે. તે સ્વપ્નેય વિચાર્યું નહોતું. છતાં જીવનમાંથી તે બંને સ્ત્રીઓ ચાલી જવાથી ઘણો શોકાતુર થયો. પણ હવે કરે શું ? તે બંને સ્ત્રીઓના વિયોગે મેરુપર્વત ઉપર રહેલા નંદનવનમાં જઈ કઠિત તપ કરવા લાગ્યો. તપ કરતાં શરીર ગાળી નાખ્યું. ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાશી રાજાના ઘરે અવતાર લીધો. સાક્ષાત્ કામદેવના રૂપને ધારણ કરતો તે કાશીનરેશનો કુમાર તે જ આ ચંદ્રશેખર કુમાર થયા. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના આ રાસના ચોથા ખંડની ત્રીજી ઢાળ પૂરી કરતાં કહે છે કે આ ઢાળ ઘણા રસથી ભરપૂર વચનોથી કહી. હે શ્રોતાજનો ! તમે તે સાંભળી તમારા ચિત્તને શાંત કરો. જે સાંભળવાથી તમારા ચિત્તને આનંદ થશે અને સાતે કોઠે ટાઢક મળશે. સુખ વાદળ શ્યામ વસુધા વિલસતા ગર્જરવ ઘટા નવપલ્લવ ગગને -ઃ દુહા ઃ -- કુંવરને કરે, થઇ, ચડી, આવ્યો વીજળીઓ મોર વસંતો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૬ કરે વર્ષાકાળ, ઝબકાર. ॥૧॥ જળધાર, ટહુકાર. ॥૨॥ Page #411 -------------------------------------------------------------------------- ________________ પંખી ખેતી ચિત્રશાળી વર્ષા દંપત્તી માળા કરતાં એ નગર તેહવે કુંવરે પૂછે જોઇએ તે માંગો પરિવ્રાજક તરુવરે, વળતું મુજ વિશ્વદત્ત ગુરુત્ત ઔષધિ મલયફ્રુટ ગિરિ સાધન વિધિ મેં ક્ષેત્રપાળ કરે કર્ષણી, વીતી રમતાં એક તે, તણી રચના જુવે, શત ગુરુ એક એક તિ આવીયો, પંથી સુખીયા જણા, ગગનેથી ઊતર્યો, તાપસ આદર બહુ દીયો, તે દીયે કુંવર હિ શારદ સોગઠાં બેઠા થકી, આવ્યા કહો વળી, તવિ ધરશો કહે, જોજન પથ લેપથી, આજ્ઞા એ હું કરું, ઉત્પાતથી, ગુરુતણું, કલ્પ છે. ઉપરે, બહુ કરી, નવિ વિઘ્ન તે. એ વયન તુમચી સુણી, જન્મ કીર્તિ શત યોજન ગિરિ દૂર છે. અષ્ટમી આદિ પૂર્ણ તિ, કૃષ્ણ ચતુર્થી આજ છે, જો વિશ્રામે પહોચી શકું, જો સુખે, કુંવર કહે જાઓ આવીશું એમ તે, ગુરુ વસુધા નિજઘર સુખ ખેલતા ભદ્રદત્ત મુજ ગંગાતટ ઓળખાણ મુજ છે તે વિવિધ થઇ સિદ્ધિ સાતમ ३७० યોજન આસો બાજી લેઇ સપ્તમ એક શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ કુણ ગિરિનો ફરતા આશિષ કાંઇ એક માહે આવ્યો આશા સાધન છે તિ કૃષ્ણ ચતુર્દશી ચાલો મુજ ઝાલો મુજ નિશિ તુમ જાય, વિલસાય. ી મુખવાસ, ગયો કાજ માસ. ॥૪॥ વિશાળ, માળ. ॥૫॥ જુવાન, EIGI. 11911 ? લાજ. llll નામ, વિશ્રામ. Ill સાર, પ્રકાર. ીલ્લા લગાર, રખવાળ. ॥૧॥ આકાશ, સરાશ. [૧૧] ભમંત, ધરંત. ॥૧॥ સાત, રાત. ||૧|| સાથ, હાથ. [૧૪] પાસ, આકાશ. [૧૫] Page #412 -------------------------------------------------------------------------- ________________ તારીને મુજ કહી સાતમે, ગિરિ જઇ મળી કહે એમ, સાનિધ્ય નિર્ભય જપો, મુનિ પણ જપતો તેમ. ૧છો બાલતાપસ કુમાર -: દુહા : ભાવાર્થ : જયપુર નગરમાં રતિ અને પ્રીતિ સાથે સંસારના સુખો ભોગવતા, ચંદ્રશેખરના આનંદમાં દિવસો જવા લાગ્યા. સમયને જતાં વાર લાગતી નથી. વર્ષાકાળ આવી ગયો. વર્ષાઋતુમાં અષાઢી માસના આકાશે ઘનઘોર વાદળો ચડી ગર્જારવ કરતાં હતાં. વીજળીઓના ઝબકારથી પૃથ્વીને પળવાર માટે પ્રકાશ નાખી સંતાકુકડીની રમત કરતી હતી. કાળાભમ્મર વાદળોમાંથી મેઘરાજ મૂશળધારે પૃથ્વીને નવરાવતો હતો. મેઘના અવાજો સાંભળી મોરલાં ગેલમાં આવી મીઠા ટહુકારો કરતાં હતાં. ઘણા વરસાદથી વસુધા નવવધૂની જેમ નવપલ્લવિત થઈ હતી. ઘટાદાર વૃક્ષોમાં પંખીઓ માળામાં લપાઈ રહ્યાં હતાં. વટેમાર્ગ પણ પોતાના ઘર ભેગા થઈ ગયા હતા. અષાઢી મહિનો વાવણીનો કહેવાય. ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણી કરતા. જગતના લોકો સુખી થતાં ફરતાં હતાં. ઘર ઘર આનંદની લ્હાણી હતી. ખેતરોમાં મનમાન્યા મોલ પકવવાની આશાએ સૌ સુખી થતાં હતાં. નગરમાં પોતાના મહેલે ચંદ્રકુમાર રતિ-પ્રીતિ ત્રિપુટી પણ મનગમતા વાતાવરણમાં સુખોને વિલસતા હતા. સમય જતાં વર્ષાકાળ પૂરો થયો. આસો મહિનો - શરદ ઋતુ આવી ઊભી. દંપત્તી સાતમી માળની અટારીએ સોગઠાં બાજી રમે છે. વળી બીજી પણ રમતો ખેલતાં નગરની શોભા જોતાં આનંદમાં દિવસો જાય છે. એક દિન સાતમે માળે સોગઠાં રમતાં હતાં. તે ટાણે ગગનમાર્ગેથી નવજુવાન એક તાપસકુમાર કુમારની પાસે આવી ઊભો. તાપસને જોતાં જ કુમારે સોગઠાંની બાજી હાથમાંથી મૂકી દીધી. તરત ઊભો થઈ ગયો. તાપસનો આદર સત્કાર કર્યો. તરત જ તાપસે વળતાં આશીર્વાદ આપ્યા. બેસવા આસન આપ્યું. કુમાર કહે - કહો તાપસકુમાર ! આપ કયાંથી પધારો છો? આપનું નામ? વળી.. મારું શું કામ પડ્યું? જે કામ હોય તે જણાવો. મનમાં શંકા કે શરમ રાખશો નહિ. તાપસ કહે - હે કુમાર ! મારું નામ ભદૂદત્ત છે. ગંગા નદીના તટમાં તાપસીનો મોટો એક આશ્રમ છે. ત્યાં ઘણા તાપસી રહે છે. તેમાં હું પણ રહું છું. આશ્રમના અગ્રેસર મોટા તાપસ વિશ્વદત્ત નામે રહેલા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ છે. તે મારા ગુરુ છે. મારા ગુરુ પાસે જ્ઞાનનો ખજાનો અને ઔષધિનો ભંડાર છે. ગુરુની સેવા થકી પ્રસન્ન થઈને ગુરુજીએ મને ઔષધિકલ્પ ગ્રંથ આપ્યો છે. તે ઔષધિઓ મલયગિરિના શિખરે વિવિધ પ્રકારની રહેલી છે. મલયગિરિ ઉપર ઔષધિનો ભંડાર છે. ઔષધિકલ્પના આધારે મારે ઔષધિઓને ઓળખવી છે. મલયગિરિવર પર જવા માટે વિધિપૂર્વક ઘણી જ સાધના કરી. છતાં તેમાં સફળતા ન મળી. કારણ કે આ પર્વતનો અધિષ્ઠાતા ક્ષેત્રપાલ છે. પર્વત તથા ઔષધનું રક્ષણ કરતો આ યક્ષરાજ ઘણા વિઘ્નો નાખે છે. મારી સાધનામાં ભંગ કરે છે. વળી અનેક વિદ્યાના જાણકાર, ને સિધ્ધ કરનાર, ઘણા મંત્રોને પણ સિધ્ધ કર્યા છે જેમણે તે મારા ગુરુદેવ ચરણમાં લેપ કરીને આકાશમાં સો જોજન સુધી ભ્રમણ કરે છે, ફરી રહ્યા છે. ગુરુદેવની કૃપાથી હું પણ આકાશમાં એક જોજન સુધી ફરી શકું છું. એક એક જોજન ઊડતો થકી તમારું નામ સાંભળી, તમારી કીર્તિ ચોતરફ વિસ્તરેલી સાંભળી, હું મોટી આશા લઈને આવ્યો છું. હે રાજકુમાર ! તે ગિરિવર અહીંથી સો જોજન દૂર છે. જ્યારે સાધનાના દિવસો સાત જ બાકી છે. વદ આઠમથી લઈને વદ ચૌદશે પુરા સાત દિવસ થાય છે. હે રાજકુમાર ! આજે વદી ચોથની તિથિ છે. આપ મારી સાથે પધારો. તો હું સાધના સ્થળે પહોંચી શકું. કૃપા કરીને આપ મારા ઉત્તરસાધક બનો. મારો હાથ પકડો. યોગી કુમારની વાત સાંભળી કુમાર કહેવા લાગ્યો. - હે યોગીકુમાર ! આપ સુખપૂર્વક પધારો. હું આજથી સાતમા દિવસની રાત્રિએ તમારી પાસે આવી જઈશ. હું આવીશ” આ પ્રમાણે કુમારે યોગીકુમારને વચન આપ્યું. કુમાર પાસેથી વચન મેળવી તાપસ યોગીરાજ પોતાના આશ્રમે આકાશમાર્ગે ચાલ્યો ગયો. કુમાર પોતાની બંને પત્નીઓને આ વાત કરી. સાતમા દિવસની રાત્રિએ યોગીરાજના આશ્રમે પહોંચી ગયો. કુમારને જોતાં જ યોગીને ઘણો આનંદ થયો. કુમારને આવકાર આપ્યો. કુમારે તાપસને કહી દીધું “મારા સાનિધ્યમાં રહીને નિર્ભયતાપૂર્વક મંત્ર જાપ ચાલુ કરો” એકાગ્રચિત્તે યોગીરાજે મંત્રની સાધના, મહિનાની વદી આઠમની રાત્રિથી શરૂ કરી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-ચોથી : (ઘોડી તો આઈ ચારા દેશમાં મારુજી.રાગ) ચંદ્રશેખર ફરે સાયુધે, રાજાજી, વાણી હવે આકાશ હો, ગુલોપીને વાંછિત નહિ ફળે રાજાજી.. એ આંકણી. ભૂતેષ્ટા રાત્રિ સમે રાજાજી, ભીમ અટ્ટ કીયો હંસ હો.ગુરુ. //. ઉત્તર સાધકને ભખું રાજાજી, અથવા સાધક ભક્ષ હો. કુંવર કહે પથ્થર ભખો, રાજાજી પગ પગ પડીયા લક્ષ, હો.ગુ. શા મૃગ સિંહને ન ભખે કદા સ. મુજ પર ઇન્દ્ર નિરાશ. હો.ગુ. તુજ જીતવાની શી કથા.રા. ફરી થઇ વાણી આકાશ. હો.ગુ. all પરહેતે મૂરખ મરે, સાજી, જીત્યા નવિ જાય હો.ગુ. તજીય રહે તું વેગળો સ. અપરાધ વિણ કોણ ખાય તો?.ગુ. મુજગિરિ ઔષધ ચોરટો. સ. નિશ્ચય હણશું તાસ. હો.ગુ. કુંવર સુણી હસીને કહે. સ. ફોગટ બળ પ્રકાશ. હો.ગુ. અદ્રશ્ય થઇ ગગને લવો, રા. વીરપણું જુવો મુજ. હો.ગુ. યુધ્ધ કરે ઇાં ઊતરી, રા. દેખું સ્વપણું તુજ. હો.ગુ. "કોડરુપ ધરી ઊતર્યો. સ. કુંવર સુવર રુપ. હો.ગુ ધુર ધરાવે ગાજતા, સ. બિહનું બન્યું બહુ યુધ્ધ. હો.ગુ. ગી તે નખે હણતાં બિહું રા. ઉડે પડે ગિરિકંપ, હો.. તે હણ્યો સુર ભાગતાં. સ. ગજરુપ ધરતો અજંપ. હો.. કુંવર કરિરુપે મુંઝતો, સ. નાઠો સુર થયો સિંહ હો.ગુ. નૂપે સિંહને હરાવીયો, . રુપ પિશાચ ધરેહા હો.ગુ. ટેલી ઊંચો તાડ ઘૂળ જંઘ છે, રા. પેટ ગુફા તુસ બંધ. હો.ગુ. 'કુદ્દાલ રદ *નયતાતિભા, ૨. વટ શાખા ભુજ હં. હો.ગુ. ૧oll ફણિ મણિધર કઠે ધર્યા, ર. મોઘર કર કરવાલા. હો.ગુ. જંપે મૂઢ કાં “મુધા મરે, સ. નહિ જસ મુજ હાગ્યે બાલ. હો.ગુ. l/૧૧/ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૭૩ Page #415 -------------------------------------------------------------------------- ________________ નૃપ ભણે લઘુ ગુરુ શું કરે ? . ગજ અંકુશને ન્યાય, હો.ગુ. સુણી સુણ ક્રોધાતુર થયો, સ. કરી કિકિયારો ધાય હો.ગુ. ૧રી કુંવર સવાઇ તે રુપે, સ. યુધ્ધ ભયંકર કીધ, હો.ગુ. સહસ વિધા સમરણ કરી સ. કુંવરે જીતી લીધા. હો.ગુ. //all તેજ પરાક્રમ દેખીને ૨. તૂઠો કહે સુણ સંત હો.ગુ. તુજ માથે બળ કોણ તણું, સ. જાસ બળે બળવંત હો..ગુ. /૧૪ ચંદ્ર કહે ગુરુ દેવનું રા. બળ સમક્તિ રુપ ધર્મ, હો.ગુ. પરમેષ્ઠિમત્રે કરી સ. જીતું સુરકિ મર્મ હો.ગુ. /૧૫ ધર્મ સુણી સુર બુઝીયા સ. બોલે તજી મિથ્યાત્વ હો.ગુ. હું શ્રાવક પરભવે હતો. રા. સુણી મિથ્યાત્વની વાત હો.ગુ. ||૧છો. વિરાધકપણે સુર થયો, સ. તુમથી લહ્યો પ્રતિબોધ, હો.ગુ. બાંધવ મિત્ર ગુરુ તમે, રા. પામ્યો સમક્તિ શુદ્ધ. હો.ગુ. l/૧૭ની કાંઇક વર માગો મુદા, સ. નૃપ કહે આપો એક, હો.ગુ. ઔષધિ સાધકને સર્વે ૨. તો રહે મારી ટેક. હે.ગુ. /૧૮ સુર ભણે સાંભળ સાહિબા, સ. એ છે ગુનો ચોર, હો.ગુ. ધૂરત છળભેદી ઘણો, રા. લંપટી હરામખોર, હો.ગુ. ૧ જુઠ્ઠો ગુનો તિંદકી, રા. વિશ્વાસઘાતી એહ, હો.ગુ. તીય મૂર્ખ સંગે ચલે, રા. પંડિતણું નહિ નેહ હો.ગુ./Roll લઘુપણાથી મહોતો કર્યો, . ગુરુએ ઉછેર્યો સાપ, હો.ગુ. અવિનયી ખી ઉપન્યો, રા. ગુરુને અતિ પરિતાપ. હો.ગુ. ૨૧ ઔષધિકલ્પ ગુચકતે, સ. છાતો ઊતારી લીધ, હો.ગુ. ગુરુએ પ્રસન્ન થઇ કણ, સ. મંત્રાદિક નવિ દીધ. હો.ગુ. રરો મહા તપસી ગુરુ લોકમાં, સ. પૂજ્યપદે કરી ગાય, હો.ગુ. ચંદ્રને વળગ્યો રાહુ, શ. એમ સવિ લોક કરાય. હો.ગુ. /all અહોનિશ ગુરુને શેકણું, સ. પૂરવભવે પાપ, હો.ગુ. ગુડ તજી સ્વેચ્છાએ નીકળ્યો, રા. ગુરુને પ્રગટયો સંતાપ. હો.ગુ. ર૪ll (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૩૦૪ Page #416 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા ભમે ચોરી કરે, રા. ઘર કરી રાખી ભીલડી, રા. ગુરુ લોપી મહા પાપીયો, રા. તુમ વચને મેં ઔષધિ, ચોથે ખંડે ઢાળ એ. શુભગુરુ વચનથી રા. ધૂતી હરે પરવિત્ત, હો..ગુ. તસ ઘર ભરતો નિત્ય, હો..ગુ. [૨૫]ી પંડિત એમ ઉચ્ચરાય, હો..ગુ. હો..ગુ. રીકી હો..ગુ. હો..ગુ. [૨૭]] દીધી પણ ન ફળાય. ચોથી ચતુતે શીખ, ભીખ. રા. વેગળા, રા. ઘર ઘર માગે ૧ - કરોડ, ૨ – હાથી, ૩ – કુહાડા જેવા દાંત, ૪ – અગ્નિ સરીખાનેત્ર, ૫ – ફોગટ. -: ળ-૪ - ભાવાર્થ : કુમારના સાનિધ્યે યોગીરાજ જાપમાં લાગી ગયા છે. વદ આઠમની રાત્રિએ મંત્ર જાપ ચાલુ કર્યા. જ્યારે કુમાર હાથમાં ખુલ્લી તલવાર થકી યોગીરાજને ફરતાં પ્રદક્ષિણા દેતાં તાપસનું રક્ષણ કરે છે. તે ટાણે આકાશવાણી થઈ. “ગુરુલોપી જે માણસ હોય તે કાળી સાધના કરે છે તેના મનોવાંછિત કયારે પૂરાં થતાં નથી. આ પ્રમાણે આકાશમાં ભયંકર અટ્ટહાસ્ય સહિત વારંવાર ઉદ્ઘોષણા થવા લાગી. વારંવાર એકની એક વાત આકાશવાણીથી સાંભળવા મળી. “ઉત્તર સાધકનું ભક્ષણ, નહિ તો સાધકનું ભક્ષણ કરીશ.’ આ સાંભળી કુમારે જવાબ આપ્યો કે પથ્થરનું ભક્ષણ કરો. રસ્તામાં લાખો પથરા પડ્યાં છે. ભૂખ્યો હોય તો પથ્થરોથી પેટ ભરી લે. વળી સાંભળ્યું છે ખરું “મૃગલો સિંહનું ભક્ષણ કરે” સાંભળો. મારી ઉપર બત્રીશ લાખ વિમાનનો માલિક દેવલોકનો ઈન્દ્ર પણ મારી સામે આવે તેમ નથી. તો તું કિયત્ માત્ર ? તારી જીવવાની આશા શી રહી ? કુમારના સિંહનાદવત્ અવાજયુક્ત જવાબ સાંભળવા છતાં વળી.. આકાશવાણી થઈ - રે ! બીજાના કલ્યાણને માટે જે પોતે મરવા તૈયાર થાય તે મૂરખ કહેવાય. વળી કયારેય કોઈએ દેવને જીત્યા તે સાંભળ્યું છે ? માટે કહું છું કે આ દુર્જનને છોડી દૂર ચાલ્યો જા. “અપરાધ વિના માર કોણ ખાય ?” તે સાંભળી કુમાર બોલ્યો - રે ! સાંભળો ! અદ્દશ્ય રહી શું બકી રહ્યાં છો ? ફોગટ બળ જાય છે. બળવાન હોય તો મારી સામે આવ. મારા વીરપણાને જો.’’ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ३७५ Page #417 -------------------------------------------------------------------------- ________________ વળી આકાશ થકી અવાજ આવ્યો - રે ! આ તો મહાચોર છે. જે મારા પર્વત ઉપરની ઔષધિઓ ચોરે છે. તે કારણે નિશ્ચયથી હણ શ. વળી કુમાર બોલ્યો - આવ તો ખરો ! તારું બળ દેખાડ. મારે જોવું છે કે કેવી રીતે તું હણે છે ? કુમારની વાત સાંભળી દેવ તો ક્રોધે ધમધમ્યો. વળી કુમાર બોલ્યો - આકાશમાં અદ્દશ્ય થઈ શું બોલો છો ? મારું વીરપણું જુવો અહીં ઊતરી મારી સાથે યુધ્ધ કરો. તારા દેવપણામાં રહેલા શૌર્યને જોઉં. તે જ વખતે કરોડરૂપ કરી તે દેવ સુવરના રૂપમાં કુમારની સામે આવી ઊભો. કુમાર કહે - તું આવ્યો તે સારું થયું. દેવપણાએ હવે યુધ્ધમાં જોઉં. કરોડરૂપની સામે કુમારે પણ પોતાની વિદ્યાને સંભારીને કરોડ રૂપ બનાવ્યાં. દેવની સામે સંગ્રામ ખેલ્યો. જે યુધ્ધે કરીને પૃથ્વી ધ્રુજવા લાગી. જુદા જુદા પ્રકારે યુધ્ધ થવા લાગ્યાં. દાંતથી, નખથી એક બીજાને હણવા લાગ્યા. લડતાં લડતાં આકાશમાં ઉછળતા, વળી ધરતી પર પટકાતા હતા. તે થકી પર્વત પણ ધ્રુજવા લાગ્યો. ભીષણ યુધ્ધ જામ્યું છે. સાધક યોગીરાજ સાધનામાં લાગી ગયો છે. ન કુમારે પોતાના દાંતથી દેવને એવાં તો બચકા ભર્યા કે જે તે દેવ મૂઠીવાળી ત્યાંથી ભાગી ગયો. વળી તે દેવ હાથીનું રૂપ કરીને કુમાર સામે ધસ્યો. કુમાર પણ હાથીનું રૂપ કરી દેવની સામે ઝઝુમ્યો. દેવ કુમાર સામે ટકી ન શકયો. દૂર ભાગવા લાગ્યો. વળી સિંહ બનીને આવ્યો. ચંદ્રકુમારે સિંહને પણ હરાવ્યો. વળી દેવ પિશાચનું રૂપ લઈને આવ્યો. જાડું શરીર, ઊંચો ઊંચો તાડ જેવો, જોતાં જ ડરી જવાય, ને પેટ ઊંડું ગુફા જેવું, બંધ મોટા, કુહાડા જેવા દાંત, અગ્નિ જેવી આંખો, વડલાની વડવાઈ જેવા હાથ, ગળામાં ભયંકર કાળો અજગર નાખ્યો છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં મુદ્ગલ ધારણ કર્યું છે. એવો ભયંકર પિશાચ બનીને કુમાર સામે અટ્ટહાસ્ય કરતો બોલ્યો - રે મૂઢ ! શા માટે બીજાને માટે તું મરવા તૈયાર થયો છે ? તારી મહેનત ફોગટ છે હે બાળ ! તું મને હણી નહિ શકે.’ પિશાચની વાત સાંભળી કુમાર બોલ્યો - રે અજ્ઞાની ! નાનો મોટો એવું શું બોલ્યા કરે છે ? આ સંસારમાં હાથી મોટો હોવા છતાં તેને વશ કરવા નાનો અંકુશ બસ છે. કુમારની વાત સાંભળી દેવ ઘણો ગુસ્સે થયો. ભયંકર મોટી કિકિયારી કરતો કુમારને મારવા દોડ્યો. કુમાર પણ તે દેવ કરતાં સવાયું રૂપ કરી યુધ્ધ કરવા લાગ્યો. ભયંકર યુધ્ધ થયું. દેવ અને કુમારના યુધ્ધને જોવા આકાશમાં દેવો (બીજા) ભેગા થઈ ગયા. પ્રચંડ યુધ્ધ કરતાં બંને એકબીજાથી હારતા નથી. તે જ વખતે કુમારે હજાર વિદ્યાનું સ્મરણ કરી લીધું. હજાર વિદ્યાની સહાયથી કુમારે દેવને હરાવ્યો. કુમારની જીત થઈ. શ્રી ચંદ્રોખર રાજાનો રાસ ३७६ Page #418 -------------------------------------------------------------------------- ________________ હારેલો દેવ કુમારના શરણે આવ્યો. અદ્ભુત પરાક્રમ જોઈને દેવ ઘણો જ સંતુષ્ટ થયો. કુમારને કહે છે. દેવ - હે સજ્જન ! હે મહાપરાક્રમી ! તારે માથે કોનું બળ છે કે જે પીઠબળે તું મારી સામે ભીષણ રણસંગ્રામ ખેલ્યો ! જોતજોતામાં તે મને હરાવ્યો ! કુમાર - હે દેવ! દેવ-ગુરુ તથા સમક્તિ યુક્ત ધર્મનું વિશાળ પીઠબળ મને મળ્યું છે. વળી પંચપરમેષ્ઠિ રૂપ મહામંત્રથી દેવ દેવેન્દ્ર આદિ બળવાન જે કોઈ હોય તેને હરાવું છું. કુમારની પાસેથી ધર્મની વાત સાંભળી દેવ પ્રતિબોધ પામ્યો. મિથ્યાત્વ છંડી સમક્તિ યુક્ત ધર્મને અંગીકાર કર્યો. કુમારને શરણે રહ્યો. વળી કહે છે કે હે કુમાર ! હું પૂર્વભવે શ્રાવક હતો. અરિહંત પરમાત્માનો ઉપાસક હતો. પણ એકવાર મિથ્યાત્વની વાત સાંભળી. તેમાં શ્રધ્ધા થતાં હું શ્રાવકધર્મથી ચલાયમાન થયો. ધર્મનો વિરોધક બન્યો. પ્રાયશ્ચિત વિના વિરાધભાવમાં મૃત્યુ પામી હું દેવ પણે અવતર્યો. પણ.. પણ.. હે ઉપકારી ! તુમ થકી વળી ધર્મનો બોધ થયો. મારી આંખ ઉઘાડી. હે નરોત્તમ ! તમે નાના છતાં મોટા અને મહાન છો. આપ તો મારા મિત્ર છો, બંધુ છો, વળી સાચા સદગુરુ છો. વળી આગળ વધીને તમને વધારે શું કહું? તમારા થકી મેં સાચી વાત ગ્રહણ કરી. આજે હું શુધ્ધ સમક્તિ પામ્યો. રે બાળકુમાર ! મારા ઉપકારી છો. તો હું તમને વચન આપું છું. આપ મારી પાસે કંઈક માંગો. હું દેવશક્તિથી તમને જરૂર આપીશ. દેવની વાત સાંભળી કુમાર બોલ્યો - હે દેવકુમાર ! જો તમે મને વરદાન આપવા માંગતા હો તો મને બીજું કંઈ જ ન જોઈએ. મારી સહાયથી આ સાધક જે સાધના કરી રહ્યો છે તે સાધના થકી જે ઔષધિની જરૂર છે તે તમે આપો. મેં જે વચન આપ્યું છે કે તમે સાધના કરો. હું ઉત્તરસાધક છું તમે જો તે આપો તો મારી ટેક રહે. દેવ કહે - હે મનમોહન સાહિબા ! આપ મારી વાત સાંભળો. તમને આપેલ વચન થકી હું આપવા તૈયાર છું. પણ આ સાધકયોગી મહાન ગુરુદ્રોહી છે. વળી મહાન કપટી ધૂતારો છે સાથે હરામખોર અને લંપટ પણ છે. તદ્દન જુકો છે. આવા નીચ અને અધમની સોબત ડાહ્યા અને પંડિતજન કયારેય કરતા નથી. બહારથી સાધુ દેખાતો આ યોગી ભીતરમાં ભયંકર ભૂંડો છે. આપ જેવા સજજને વળી તેની સાથે સોબત શી? તેની સાથે પ્રીત પણ શી? બાલ્યકાળથી ગુરુએ પુત્રવતું જતન કરી ઉછેર્યો. પણ પણ “દૂધ પીવરાવી સાપ ઉછેર્યો જેવી વાત થઈ છે. મોટો થતાં ઉધ્ધત વળી અવિવેકી અવિનયી નીવડ્યો. આ તાપસે ગુરુના હૈયે બળતરા ઊભી કરી છે. ગુરુની ગેરહાજરીમાં ગુરુના પુસ્તકોમાંથી આ “ઔષધિકલ્પ' પુસ્તકનું અપહરણ કરી છાનું છાનું પુસ્તકમાંથી બધું ઊતારી (લખી) લીધું છે. મહાનગ્રંથમાંથી આ રીતે ઔષધિની જાણકારીની ચોરી કરી છે. આ વાતની ગુરુને પણ ગંધ આવી ગઈ. પણ સમજુ ગુરુએ ચેલાને કંઈ ન કહ્યું. વળી મંત્ર આદિ શીખવા માટે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Page #419 -------------------------------------------------------------------------- ________________ ગુરુને ઘણા રીઝવ્યા. પણ ચેલાની દાનત ખરાબ જાણી ગુરુએ કોઈ પણ પ્રકારનો મંત્ર ન શીખવ્યો. જગતમાં મહાતપસ્વી પૂજ્ય ગુરુદેવને પૂજ્યપદે રાખી સૌ ગુરુની સેવા કરતા હતા. જ્યારે આ ધૂતારો, ગુરુની પાસે, ચંદ્રની પાસે જેમ રાહુની જેમ વળગ્યો હતો. ગુરુના હૈયે કાંટાની જેમ ખૂંચતો હતો. અહર્નિશ ગુરુને સંતાપતો હતો. લોકમાં પણ આ વાતની જાણ થઈ હતી. પૂરવભવના પાપે ગુરુને છોડી દઈને, ગુરુની આજ્ઞા વિના સ્વેચ્છાએ ચાલી નીકળ્યો. બાલ્યપણાથી મોટો કરેલો શિષ્ય કહ્યા વિના ચાલી જતાં ગુરુ ઘણા દુભાયા. ગુરુ સંતાપી કયાં જઈને રહેવાય? ઘેર ઘેર ભિક્ષાર્થે ભમવા લાગ્યો. કયારેક કયારેક ચોરી પણ કરતો હતો. ધર્મના નામે ધતિંગ કરી, લોકોને છેતરી ધન ભેગું કરવા લાગ્યો. જંગલમાં રહેતી ભીલડીની સાથે સંબંધ થતાં, ભીલડીની ઝૂંપડીમાં રહેવા લાગ્યો છે ન કરવાનાં કાર્યો આ નિર્લજજ યોગી કરે છે. હે કુમાર ! આના આવા ચરિત્રની વધારે શી વાત કરવી? પોતાની એક ઝૂંપડી બાંધીને ભીલડીને જંગલમાંથી લઈ આવી આ ઝૂંપડીમાં રાખી. તેને માટે ચોરી કરીને લાવે; દ્રવ્ય બધું ભીલડીને આપતાં, ભીલડીનું ઘર ભરવા લાગ્યો છે. આ મહાપાપી મહાદ્રોહી છે. હે સજજન! તમારા વચનથી ઔષધિઓ જરૂર આપીશ. પણ તે ઔષધિ ફળદાયી નહિ નીવડે. આ પ્રમાણે ચોથા ખંડને વિશે આ ચોથી ઢાળ પૂર્ણ થઈ છે. કહે છે કે ચતુર અને સુજાણને શીખામણ આપતાં શ્રી શુભવીર વિજયજી મહારાજ કહે છે કે વર-મહાવીરના વચનથી જેઓ વેગળા થયા તેઓ ઘર ઘર ભીખ માંગે છે. – દુહા - ગુરુદ્વેષી અતિ લોભીયા, ધટે મિથ્યા મુનિવેષ, ગુરુએ અયોગ્ય કરી તળ્યો, યોગ્ય નહિ ઉપદેશ. //all કપટે લોકતા ધન હરી, સબરી ઘર સંતાત, કરશે સા પૂરણ બને, વેગે એહનો થાત. પરા જિમ અતિલોભે શૃંગદત્ત, uડીયો જલધિ મોઝાર, ધર્મ વિહોણો દુર્ગતિ, પાખ્યો બહુ અવતાર Bll રાજકુંવર કહે તે કહો, કોણ એ શૃંગદત્ત શેઠ ? દેવ વદે સુણો મૂળથી, કહું દ્રષ્ટાંત જ ઠેઠ. llll ૧ - ભીલડી. & (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર શreણી શકે ૩૭૮ Page #420 -------------------------------------------------------------------------- ________________ -ઃ દુહા ઃ ભાવાર્થ : આ જગતમાં ગુરુ ઉપર દ્વેષ કરનારા ઘણા જોયા છે. જ્યારે ગુરુ સમર્પિત, ગુરુ ગૌતમ જેવા વિરલા જ જોવા મળે છે. ગુરુદ્વેષી પ્રાયે લોભિયા હોય છે. લોભના વશ થકી, સાધુનાં સ્વાંગ સજી જગતમાં ફોગટ ફર્યા કરે છે. વિદ્યા પાત્ર જોઈને અપાય. કુપાત્રમાં દીધેલી વિદ્યા મનુષ્યને ફુટી નીકળે છે. આ તાપસકુમાર પણ તેમાંનો એક હતો. મોટો થયે યોગ્યતા ન રહેતાં, ગુરુએ પણ હિતશિક્ષા રૂપ હિતોપદેશ આપવાનો બંધ કર્યો. ગુરુથી ત્યજાયેલા તેણે પોતાની આજીવિકા માટે અને ભીલડીનું પણ ભરણપોષણ કરવા ધન લૂંટવાનો ધંધો ચાલુ કર્યો. ભીલડીના સંગે પાયમાલ થશે. કારણ કે ભીલડી મહાઉલ્લંઠ ધૂતારી સ્ત્રી હતી. સ્વાર્થી એવી આ સ્ત્રી જ્યારે પણ પોતાનું ઘર ધનથી ભરાઈ જશે ત્યારે આ યોગીને મોતના ઘાટે ઊતારતાં વાર નહિ લાગે. જેમ કે અતિશય લોભના વશ થકી શૃંગદત્ત, સમુદ્રમાં જઈ પડ્યો. ધર્મને આરાધ્યો નહોતો. તેથી તે શૃંગદત્ત દુર્ગતિ પામ્યો. દુર્ગતિમાં પણ ઘણા અવતાર કરવા પડ્યા. દેવની વાત સાંભળી કુમાર હવે પૂછે છે કે હે દેવકુમાર ! આ શૃંગદત્ત શેઠ તે કોણ ? કે જે લોભના વશ થકી દુર્ગતિ પામ્યો. દેવ - હે સજજન ! આપ સાંભળો. જે કથા શરૂઆતથી લઈને અંત સુધી કહું છું. -: ઢાળ-પાંચમી - (ઈણ અવસર તિહાં ડુંબનું રે.. એ રાગ.) રોહણપુર નગરે વસે રે, ભૃગદત્ત એક શેઠ રે, લાલ, તોયે વણિજ કરે ધાસે ન કોઇને બત્રીસ કોડી સોવનધણી હો કરે પરાઇ વેઠ રે ચતુરનર, નંદન ચાર છે તેહને રે, તાસ વધુ છે ચાર રે. ચતુરનર. શેઠ કૃપણ અતિશે ઘણો રે લોભ તણો નહિ પાર હૈ, જૈત મુતિ ઘર નહિ ચતુર. હો લાલ, રાતક્વિસ નિદ્રા નહિ રે, ધર્મતી વાત ન ચિત્ત રુચે હો લાલ. [૨] સન્માન રે, ચતુરનર, દીન માન કારે, શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૭ ચતુરનર, બહુ રે, ખાપણી હો લોલ. [૧] Page #421 -------------------------------------------------------------------------- ________________ ! at : 4 4 પંથે દેખી દૂર ટળે હો લાલ, વસ્ત્ર જીર્ણ વહુરો ધરે રે, ભોજન લખુ પાન રે ચતુરતર, પૂર્વે સગાં નવિ ઘટ જુવે હો લાલ. Hall બ્રાહ્મણ શરવણ કાપડી રે, ભિક્ષાયરની જાત રે, ચતુરનાર, ધમાં પ્રવેશ ન કો કરે હો લાલ, ખડકીએ અટકી જાત રે, યષ્ટિએ કરત વિધાત રે ચતુટ ત્યાગ ભોગ વારતા કીશી હો લાલ. ૪ll પંચ દાત શેઠ નિત્ય 'હસ્તક પોળ ને ગાળ રે, ચતુરાર, હોય કમાડને અર્ગા હો લાલ, કપી ત્રિé ઉપગારીયા રે, નૃપ(૧) ચોરા) અગ્નિકાળ() રે, ચતુટ અદ્દશ્ય રૂપ સિદ્ધિ વરી હો લાલ //ull દાતા જસ કરપી વડે રે, વછે સ્વિસ જબ રાત રે, ચતુર ફરસે ન ઘર જિમ મ્લેચ્છતું હો લાલ, યમસમ દ્રષ્ટિ ધન હશું રે, વક્રગતિ અહિ જાત રે ચતુર અવગુણનો મેળો મળ્યો હો લાલ, કા ઘરથી ઘેંસ ભણી નિસર્યો રે, વળગી ઘેસ મુખwાત રે, ચતુર, ઝાલી શેઠ લુશી લીયે હો લાલ, લુહીને મુખ ધોવતાં રે, થાત તે વળગ્યો કાન રે, ચતુર, રુધિર ઝરત મૂકાવીયો હો લાલ, . એક ક્તિ ગગનથી જોગણી રે ઊતરી ધરી નેહ રે ચતુર ચારે વહુ પાયે પડી હો લાલ, ભોજન ભક્તિ કરાવીને રે, પૂછતી તુમ એમ ગેહ રે ચતુર. 'સસરો દ્વારા કેમ આવીયા હો લાલ. તા. સા કહે ગગનથી ઊતર્યા રે, વિસ્મય પામી તેહ રે ચતુર ભક્તિ કરી રોઇ પડી હે લાલ, પૂછે પુત્રી કેમ રવો રે, સા ભણે દુઃખ અપાર રે સા સુણી કરુણા ચિત ધરી હો લાલ //લો વિધા આકાશગામિની રે, પાઠ સિદ્ધ તસ દીધ રે, ચતુર, ભૂષણ છ વિનયે ગ્રહી હો લાલ, જોગણ ગગને ઉત્પતી રે, એકમતો નિશિ કીધ રે, ચતુર, કાષ્ઠ ચડી ચઉ 'ખે વહી હો લાલ. I/૧૦ તિએ નિશિ શ્રમ ભર્યા રે, નિદ્રાભર પતિ જાણે રે, ચતુર. યણદ્વીપ જઇ ખેલતી હો લાલ, શેષ નિશા પર આવીને રે, સૂતી સૂતી તિજ નિજ ઠાણ રે, ચતુર. એણીપેટે તિ કેતા ગયા હો લાલ. ૧૧. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) થી પંઢોણ જાણી શા) ૩૮n Page #422 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટઠાણ ભંશ દેખીને રે, જે ઘરનો મુખ્ય દાસ રે, ચતુર જાગતો રાત્રિ વિલોકતો હો લાલ, કાષ્ટ કોટટે એક દિત રહે છે, વહુ સાથે આકાશ રે ચતુર. સોવત દ્વીપે જઇ વે હો લાલ. ૧રો ચાર જણી રમવા ગઇ રે નવ નવ ખેલ તે કીધ ટે.ચતુર ઘસ વિસ્મય લહી નીકળ્યો હો લાલ, તેણે પાછા વળતા થકા રે, હોય સોવત ઇંટ લીધ રે, ચતુર પર આવી સૂતો સુખે હો લાલ. ૧all નિત ધન થોડે મળે રે, માને જગત "qણ ભૂત રે, ચતુર, તેણે તે ગર્વરસે ભર્યો હો લાલ. કામવશે પ્રેર્યો થકો રે, બોલે થઇ ઉન્મત રે, ચતુર શેઠની આણા નવિ ધરે રે હો લાલ. ૧૪ શેઠ ઇયું મન ચિંતવે રે, રસની પાસે વિત્ત રે, ચતુર, દ્રવ્ય છાક મદિરા જિયો હો લાલ, ઉત્તર ન દીયે પાંસરસે રે, ફરતો ફરે ચળ ચિત્ત રે ચતુર મીઠે વયણે તલ વશ કરું હો લાલ /૧પ અવસર પામી પૂછતો રે, વત્સ ! સુણો એકવાત રે, ચતુર જાય જ કેમ પશુ સારવા હો લાલ, તે કહે હું પણ તુમ સમો રે, થોડે દ્વિ વિખ્યાત રે ચતુર. યારે પશુ ગોવાળીઆ હો લાલ. ૧છો ચાર શેર સોવત છે કે નહિ કોઇની ઓશીયાળ રે, ચતુર, ધનવંત થયો એક રાતમાં હો લાલ, મેવા મીઠાઇ જમાડીને રે, પૂછતા તત્કાળ રે, ચતુર. વાત સકળ માંડી કહી હો લાલ. ૧ળા શેઠ અતિલોભે કરી રે, ચિંતે જવું એકવાર રે, ચતુર વહતાં અસ્ત્રિ વિલોણું હો લાલ કાષ્ટ કોટટ પેશી ગયો રે, તેહ જ યણી મઝાર રે, ચતુર, યદ્વીપ ચઉ ખેલતી હે લાલ. ૧૮ શેઠ નીકળી 'વસુધા ખણે રે, ચતુર, રત્ન જડીયાં એકવીશ રે, ચતુર. વહશું લઇ ઘર આવીયો હો લાલ. એક દિન સોવતદ્વીપમાં રે, કાષ્ટાંતર ઉપવાશ્ય રે ચતુર વહુ તો ચિંહુ મવા ગઇ હો લાલ. ૧૯ો પાછળ નીકળી જોવતા રે સોવન માટી દીઠ રે, ચતુર સરજલશું ઇંટો કરી હો લાલ, કાષ્ટ કોટટ ભરી તે સહુ રે, હિં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી કોખ શો શણ) ૩૮૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ શેઠ પ્રદેશ પછઠ્ઠ રે, ચતુર કષ્ટ કરી વળગી રહ્યો હો લાલ. ૨૦ વત ફરી જલક્રીડા કરી રે, પાછી આવી ચાર રે, ચતુર, કાષ્ટ ચડી ગગને ચલી હો લાલ, જલધિ વયાળે આવતાં રે ચતુર થયો અતિઘણો ભાર રે ચતુર. વેગે કાષ્ટ વહે નહિ હો લાલ. ર૧ ધનશ્રી કહે વહુરો સુણો રે, કાષ્ટ ન ચલે એક વાર રે, ચતુરા ચિંતી લઘુ ત્રણ એમ ભણે હો લાલ, બહુકાળનું જીરણ થયું રે, નાખો સમુદ્ર મોઝાર રે ચતુર. એક નિ સુષિર પવનભરી હો લાલ. ૨૨ વળગી અંગૂલી વ્યોમે ચલો રે આપણું નગર ન દૂર રે ચતુર કાષ્ટ નવું વળી લાવશું હો લાલ, યારે એકમતો કર્યો રે, સાંભળી શેઠ હજૂર રે ચતુર, ચિંતે વિણ બૂઢે મૂઓ હો લાલ //રસો વહાલી ચઉ વહુરો સુણો રે, શેઠ કહે તજી લાજ રે, ચતુર કાષ્ટ સમુદ્ર ન નાંખશો હો લાલ, તુમ આભૂષણ કારણે રે, હું આવ્યો છું આજ રે ચતુર, બહુ કનકે કોટટ ભર્યું હો લાલ. ર૪ો. ચારે વિમાસે ચિતમાં રે, દીઠો આપણો ખેલ રે, ચતુર છેલ્યો સાપ ન છોડીએ હો લાલ, કેશ સમારણ મસ્તકે રે, તાપે ટીપું તેલ રે ચતુર. નવીન ભૂષણ આશા કીશી હો લાલ. રપો રોનુ કૂટવું નવિ ઘડે રે, ખાળે જળે જસ જાય રે, ચતુર, ચિંતી જલધિ તજી ગઇ ઘરે હો લાલ, શૃંગત અતિ લોભથી રે, મરણ સમઢે થાય રે ચતુર તિમ પરિવ્રાજકની ગતિ હો લાલ. છો દેવ વચન સુણીને બિહું રે, પહોંતાં સાધક પાસ રે ચતુર તાપસને સુર એમ કહે હો લાલ, ચંદ્રશેખર સુપસાયથી રે, ઔષધિ લીયો સુવિલાસ રે ચતુર ફળશે ગુરુભક્તિ જીસી હો લાલ. ર૭ll અવસરે મુજને સંભારજો રે, કુંવરને કહી ક્ષેત્રપાલ રે, ચતુર, ચાર ઔષધિ આપી ગયો હો લાલ, ચોથે ખડે પાંચમી રે, બોલી ઢાળ સાળ રે ચતુર શ્રી શુભવીર વિનોથી હો લાલ. //ર૮ ૧- ગાલે તમાચો, ૨ - લોભી, ૩ - સસરો બારણે હોવા છતાં, ૪ - આકાશ, ૫ - તૃણ સમાન, ૬ - પૃથ્વી, ૭ - બેસીને. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ લોભી શંગદત્ત -ઢાળ-૫ - ભાવાર્થ: ચંદ્રકુમાર અને મલયગિરિનો રક્ષણ કરનાર દેવ બંને વાતોએ ચડ્યા છે. ભદ્રદત્ત તાપસની વાતમાં લોભી શૃંગદત્તની કથા દેવ કુમારને કહે છે. હે કુમાર ! રોહણપુર નામે નગર છે. તેમાં શૃંગદત્ત નામે શેઠ વસતો હતો. બત્રીસ કરોડ સુવર્ણના દ્રવ્યની માલિકી ધરાવતો હતો. આટલી બધી ઋધ્ધિ સિધ્ધિ હોવા છતાં તેના આત્માને જરાયે સંતોષ નહોતો. છતાં પણ આ શેઠ પૈસા માટે પરાઈ વેઠ ઘણી કરતો હતો. જ્યાં પૈસા મળે ત્યાં દોડતો. બાકી કયારેય કોઈ માટે મફતમાં ઘસાતો નહોતો. કંજુસ ઈંગદત્તશેઠને ચાર દીકરા હતા. ચારેય પુત્રોના યોગ્ય વય થતાં લગ્ન થઈ ગયા. કુલવાન ઘરની ચારેય વહુઓ ઘરમાં આવી ગઈ. કંજુસ મારવાડી જેવો આ શેઠ અતિકૃપણાતાએ કરી રાતદિન ઊંઘતો પણ નહોતો. વેપાર ધંધાર્થે ૨૪ કલાક તેમાં જ ગુમાવતો હતો અને ધન ભેગું કરતો હતો. લોભને થોભ ન હોય. કયાં ને કયારેય ધન મેળવવામાં અટકતો નહોતો. લોભી વાણિયાને ધર્મ રુચતો નહોતો. ધનના અર્થી ધર્મથી વેગળા રહેતા હોય છે. ધર્મ જેવું જીવનમાં કયારેય દેખાય નહિ. દાનધર્મથી ઘણો વેગળો રહેતો. રખેને ઘરમાં જૈન સાધુ આવી જાય તો! આંગણે ગરીબ ભિખારી માંગવા આવે તો. સુસાધુને તો કયારેય બોલાવ્યા નથી. તો આદરમાનની વાત કયાં? રખેને ધન વપરાઈ જાય તો. મુનિને દાન નહિ તો તેના આંગણે સંન્યાસી, જોગી ગરીબ ભિખારી તો શું પામે ? કયારેય આવી ચડ્યા તો શેઠ દરવાજા બંધ કરે. ચપટી લોટ પણ ન આપે. ઘરમાં પુત્રવધૂઓ પણ અંગે સારાં વસ્ત્રો પહેરતી નહોતી. શેઠ વસ્ત્રો પાછળ એક દામ પણ ખરચવા ન દેતો. જીર્ણ શીર્ણ જાડાં કપડાં જ પહેરવા આપતો. ચારેય દીકરાનું શેઠ આગળ કંઈ જ ન ચાલે. ખાવામાં પણ લૂખુ સૂકુ ધાન. તેમાંયે પેટભરીને ખાવા પણ ન દે. સગાં વહાલાં કે સંબંધીઓ કયારેય પણ આ શેઠના આંગણે ભૂલા પડતાં નહોતાં. શેરીમાં શ્રાવણ-શ્રાધ્ધનું બ્રાહ્મણો માંગવા આવે તો ટુકડો પણ કપડાનો કે ધાનનો દાણો પણ આપતો નહોતો. શેઠ ઘરમાં કોઈને આવવા જ ન દે. તો આપવાની વાત કયાં? હવેલીના દરવાજા બંધ જ રાખતો. દરવાજા અટકાવી ઘરમાં બેસતો. હાથમાં લાકડી લઈને ફરતો, જેથી ગાય-બકરાં ઘરમાં ન આવી જાય. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮૩ Page #425 -------------------------------------------------------------------------- ________________ ધનના ઠગલા-દાનરૂપી ત્યાગની, ભોગ રૂપ લક્ષ્મી વાપરવાની વાત કયાં રહી? પોતાના માટે તો નહીં પણ વહુ-દીકરા માટે પણ ધનની મના કરતો. - કવિ ઉપમા આપે છે કે આ શેઠ પાંચ પ્રકારના દાન હંમેશા કરે છે. ૧. ગાલ ઉપર તમાચો મારે. ૨. સમય આવે ગાળ પણ દેતો. ૩-૪. હવેલીના બંને દરવાજા બંધ કરે. ૫. તે બારણાનો આગળિઓ (સાંકળ) પણ દઈ દે. ધનની ત્રણ ગતિ. દાનમાં શ્રેષ્ઠ ગતિ. ભોગમાં - મધ્યમ ગતિ. છેવટે તો ધનનો નાશ થાય. તે ત્રીજી ગતિ. કંજુસ લોભીના ધનની પણ આવા પ્રકારની દશા હોય છે. રાજા, ચોર ને અગ્નિઝાળ. આ ત્રણ લોભીના ઉપકારી છે. ઘણું ધન હોય તો રાજા લઈ જાય, ચોર લઈ જાય ને છેવટે ધન બળી પણ જાય. આ રીતે લોભીના ધનની અદ્રશ્ય સિધ્ધિ થાય છે. લોભી હંમેશાં દિન રાત દાતારીને યાદ કરતો હોય છે. કારણ દાતારી દાન આપે તો લોભીયાને દાન લેવા વૃત્તિ થાય. જગતમાં કહેવાય છે કે માછીમારને ત્યાં ઘણું કરીને કોઈ જતું નથી. લોભીના ઘરે પણ કોઈ જતું નથી. લોભીની નજર લોકોના ધન હરવામાં યમરાજ સરખી હોય છે. વળી સર્પ જેવી તો તેની વક્રગતિ હોય છે. અવગુણનો પાર નથી. એક દિવસ શેઠના ઘરે પૈસ કરી હતી. કયાંયથી ઘરમાં કૂતરો આવી ગયો. પૈસ ખાવા લાગ્યો. કૂતરાનું માં ઘૂસથી ખરડાયેલું જોઈ શેઠે કૂતરાને પકડ્યો. મોં ઉપરની ઘંસ હાથ થકી ભેગી કરવા લાગ્યો. કૂતરાએ શેઠના કાને બચકા ભર્યા. કાનેથી લોહી નીકળ્યું. લોભી શેઠે કાનની પીડા સહન કરી. પણ ઈંસ ભેગી કર્યે જ રાખી. કાને વળગ્યો કૂતરો માંડ માંડ મૂકાવ્યો. ઘરની ડોલીમાં ૨૪ કલાક ચોકી ભરતો શેઠ બેસી રહેતો હતો. કયારેક કયારેક બહાર પણ જતો. એકદા શેઠ બહાર ગયો. ને નસીબ થકી એક યોગિણી આકાશમાર્ગે જતી આ શેઠની હવેલીના ચોકમાં ઊતરી આવી. યોગિણીને જોતાં ચારે વહુઓ ભેગી થઈ તેનું સ્વાગત કર્યું. બેસવા આસન આપ્યું. એક વહુ ડહેલીએ જઈ જોઈ આવી. લોભી સસરો બેઠો નથી ને! સસરો હતો જ નહિ. હૈયે ટાઢક થઈ. યોગિણીની આસપાસ વહુવરો બેઠી પૂછવા લાગી - હે યોગિણી આપ અમારા ગૃહમાં કઈ રીતે આવી ચડ્યાં? મારા સસરા તો દરવાજો બંધ કરીને બેઠા છે. યોગિણી દીકરીઓ! હું તો ગગનમાર્ગે આવી છું. ચિંતા ન કરો. ચારેય વહુવરો પગે લાગી. ભાવપૂર્વક ભોજન કરીને યોગિણીને જમાડી. વહુઓ - યોગિણીમા ! સસરાની નજરે ચડ્યા વિના કેવી રીતે આવ્યા? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮૪ Page #426 -------------------------------------------------------------------------- ________________ દેવી - પુત્રીઓ ! મેં તમારા સસરાને જોયા નથી. આકાશમાર્ગે ચોકમાં ઊતરી નથી. હું તો સીધી જ તમારા મહેલે આવી. પુણ્યથકી દેવીને જોતાં ચારેય વહુને પોતાના દુઃખ સાંભરી આવ્યા. રડવા લાગી. યોગિણી આશ્વાસન આપતાં કહે છે. યોગિણી - બેટી ! રડો નહીં ! તમને શું દુઃખ છે? વહુઓ - મા! અમને ઘણું દુઃખ છે. કેટલું કહીએ. વાત કરતાં રખેને અમારો સસરો આવી જાય તો... ? દેવી - બેટી ! વાત કરો. સસરો આવશે ત્યારે જોવાશે. એક વહુ દરવાજાનું ધ્યાન રાખીને ઊભી રહી. બીજીઓએ પોતાની સઘળી દુઃખની વાત કહી સંભળાવી. વાત સાંભળી યોગિણીના હૈયે કરુણા આવી. દીકરીઓને કહ્યું તમે શાંત થાઓ. શાંત કરીને એક વિદ્યા આપી. આકાશ-ગામિની વિદ્યાનો પાઠ આપ્યો. ચારેય ભેગી થઈને વિદ્યામંત્ર બરાબર ધારણ કરી લીધો. પાઠ ભણાવીને ત્યાં જ પાઠ સિધ્ધ કરી બતાવ્યો. વિદ્યાગુરુ યોગિણીને દક્ષિણામાં રત્નનું આભૂષણ વિનયપૂર્વક આપ્યું. તરત જ યોગિણી ગગનમાર્ગે ચાલી ગઈ. શૃંગદત્ત લોભી શેઠને આ વાતની લેશમાત્ર ગંધ ન આવી. વહુવરોએ આ વાત ગુપ્ત રાખી. પોતાના સ્વામીને પણ આ વાત ન કરવી. આ પ્રમાણે નકકી થયું. ચોવીસ કલાક સસરાની નજરકેદમાં રહીને કંટાળી ગયેલી આ સ્ત્રીઓ એક મનવાળી થઈ. નિર્ણય કર્યો કે વિદ્યા પ્રાપ્તિ થઈ છે તો રાત્રિમાં કયાંક કયાંક ફરવા જવું. ચારેય એક મતવાળી થઈ. ઘરમાં લાકડાની પાટ જેવું એક પાટિયું પડ્યું હતું. તેને રાત્રિમાં કોઈ ન જાણે તે રીતે બહાર કાઢી લીધું. ચારેયે પાટિયા પર બેસી વિદ્યાનો મંત્ર ભણ્યો. મંત્ર-વિદ્યાબળ પાટિયું ચારેય સ્ત્રીઓ સાથે આકાશમાર્ગે રવાના થયું. શેઠના ચારેય દીકરાઓ બરાબર ઘસઘસાટ ઊંધે ત્યારે જ પાટિયાની ઉપર પ્રક્રિયા કરે. કાષ્ઠના પાટિયા ઉપર જવા તૈયાર થઈ. સડસડાટ પાટિયાને રદ્વીપ ઉપર લઈ ગયા. ત્યાં પાટિયા ઉપરથી ઊતરી. ચારેય વહુવરો રદ્વીપ ઉપર ઊતરી ગઈ. આ દ્વીપ ઉપર રત્નોના ઢગલા તથા ખાણો હતી. વહુવરોને તેની જરૂર નહોતી. ઘરમાંથી કયારેય સસરાએ બહાર ફરવા જવા દીધી નથી. તેથી મન મૂકીને ચારેય ખેલકૂદ કરી જાતજાતની રમતો રમી સવાર થતાં પહેલાં વળી કાષ્ઠાસન પર બેસી ઘેર આવી. શેષ રાતે આવીને પોતપોતાના આવાસમાં જઈને સૂઈ જતી હતી. આ પ્રમાણે ઘણા દિવસોની રાત્રિઓ જુદા જુદા પર્વતો ઉપર જતી રમતી કૂદતી આનંદ લૂંટતી હતી. પણ રાત્રિના છેલ્લા પહોરની શેષ રાત્રિએ ઘરે આવી જતી. તેથી કોઈને ખબર પડતી નહોતી. વનક્રીડા-જલક્રીડા વગેરે રાત્રિના વિષે કરવા લાગી. તેમાં આનંદ માણતી. સુખના દિવસો જવા લાગ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮૫ Page #427 -------------------------------------------------------------------------- ________________ લાકડાના પાટિયા પર દરરોજ જતાં પાટિયું પણ જર્જરિત થઈ ગયું હતું. ઘરના મુખ્ય નોકરે પણ આ જોયું. તે પાટિયાને જોઈ વિચારવા લાગ્યો. આ લાકડાનું પાટિયુ આટલુ જર્જરિત કેમ થયું છે ? વિચારવા લાગ્યો. કાષ્ઠનું પાટિયું એક તરફથી ભાંગી પણ ગયું હતું. તે નોકર રાત્રિએ હવેલીના દરવાજે સૂતો સૂતો જોયા કરે છે. વિચાર પણ કર્યા કરે છે. સૂતો પણ જાગતો રહ્યો. કંઈક ભેદ લાગે છે. તે જોવા માટે થોભ્યો. તે જ વખતે તે જ રાત્રિએ પેલી ચારેય વહુઓ પોતાના સ્વામી જ્યારે ભરનિંદરમાં પોઢી રહ્યા હતા. ત્યારે ભેગી થઈને બહાર આવી. નોકરે આ વહુવરોને જોઈ. પાટિયા પર બેસીને હવેલીના ચોકમાંથી જ તે સહુ આકાશમાં પાટિયા સાથે ઊડીને આગળ ચાલવા લાગી. આ બધું જ મોટા નોકરે જોયું. વહેલી સવારે વળી ચારેય વહુઓ પાછી પોતાના સ્થાનમાં આવી ગઈ. નોકરે બધું જ જોઈ લીધું. બીજે દિવસે તે નોકર રાત્રિમાં પાટિયાના મોટા પોલાણમાં છાનો માનો જઈને સંતાઈ ગયો. ચારેય વહુઓ સાથે સમય થતાં પાટિયું ગગનમાર્ગે ચાલવા લાગ્યું, ને પાટિયાના આસન ઉપર તે નોકર સુર્વણદ્વીપ જઈ ઊતર્યો. આ દ્વીપ પર વહુવરો ફરવા લાગી. શેષ રાત્રિએ વળી કાષ્ઠાસન થકી હવેલીએ આવી જતી. સુવર્ણદ્વીપ ઉપર ફરી રહેલી ચારેય વહુઓ રમતી હતી. પાછળથી કાષ્ઠની કોટડીમાંથી તે નોકર નીકળી ગયો. વળી બહાર નીકળી, સુવર્ણદ્વીપ જોયો. જોતાં જ હરખાયો. સુવર્ણદ્વીપ એટલે સોનાનો દ્વીપ. દ્વીપ ઉપર પગ મૂકતાં આશ્ચર્ય પામ્યો. સૌ રમી પાછા પોતાને આવાસે વળ્યાં. નોકર પણ પાછો ફર્યો. ને સોનાની બે ઇંટ સાથે લઈ લીધી. કોટરમાં જઈ ભરાઈ ગયો. હવે કાષ્ઠાસનને વિદ્યામંત્ર વડે ચારેય સ્ત્રીઓએ સડસડાટ ચલાવ્યું. પોતાના આવાસે કાષ્ઠાસન પાટિયું ધીમેથી ઊતારી દીધું. સૌ પોતાના સ્થાને ચાલ્યા ગયા. શેઠનો નોકર બે ઇંટ લઈ, ધીમેથી છેલ્લો નીકળ્યો. ધીરેથી ઘરમાંથી નીકળી પોતાના ઘેર ચાલ્યો ગયો. બે ઇંટ મળતાં જ નોકર રાત્રે નિરાંતે ઊંઘી ગયો. કહેવાય છે કે નિર્ધનને કયારેક પણ થોડું ધન મળે તો જાણે કુબેરવત્ સાક્ષાત્ પોતે ધનવાન ન થયો હોય એવો ગર્વ ધરાવે છે. વળી દુનિયાને પોતે ઘાસ અને માટી સમાન સમજે છે. સારાસરનો વિવેક ચૂકે જ. શેઠનો નોકર હોવા છતાં શેઠની આજ્ઞાને હવે માનતો નથી. એવો નોકર અવિવેકી ગર્વેભર્યો, કામવાસનાએ પ્રેર્યો. શેઠ સામે બોલવામાં પણ ભાષામાં અવિવેક આવી ગયો. ઉધ્ધતપણે જવાબ આપવા લાગ્યો. કામવાસનાથી પ્રેરાયેલો ઉધ્ધત થઈ શેઠની વાત સાંભળતો નથી. પોતાનો વફાદાર નોકરને આવા પ્રકારે બદલાતો જોઈ શેઠ વિચારવા લાગ્યો. આ મારા દાસની પાસે કયાંક થકી ધન આવ્યું છે ? અથવા મેળવ્યું છે ? નહિ તો આવો ઉજળો ફક્કડ થઈને ફરે નહિ. દ્રવ્યની છાકમાં મદિરાની જેમ છક્કાઈ ગયો છે. મને જવાબ પણ હવે સીધા આપતો નથી. ધનની ગરમીથી વિચલિત મનવાળો થઈને ફર્યા કરે છે. પણ હવે તેને મીઠાં વચનોથી, પ્રેમથી વશ કરીને તેના ભેદને જાણવું જરૂરી છે. અવસર મળતાં જ શેઠે પૂછ્યું - વત્સ ! મારી વાત સાંભળ. મારી ગાય ભેંસને જંગલમાં ચરાવવા કેમ લઈ જતો નથી ? શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૮૬ Page #428 -------------------------------------------------------------------------- ________________ દાસ - શેઠજી ! હું હવે તમારાથી ઊતરતો નથી. ધનથી હું અને તમે બંને સરખા છીએ. દ્રવ્ય ન હતું, ત્યારે ગોવાળિયો ને દાસ બની તમારા કામ કર્યા. હવે શા માટે કરું? મારી પાસે પણ ચાર શેર સુવર્ણ છે. શા માટે કોઈનો હવે ઓશિયાળો થઈને રહું? શેઠ સાંભળી દિંગુ થયા. વિચારે છે જાત હલકી છે. હલકાને વધારે પૂછવાથી સાચી વાત કહી જ દે. પેટમાં રહે જ નહિ. તો હવે વધારે પૂછવું જ રહ્યું. વળી શેઠ બોલ્યા - શું ચાર શેર સોનું છે? દાસ - હા, હા, શેઠ ! એક રાતમાં ધન કમાઈ ગયો. શેઠ સાચી વાત જાણવા મીઠાઈ મેવા આપીને લલચાવ્યો. નોકરે સાચી વાત કહી દીધી. અતિલોભમાં લપટાએલો શેઠ વિચારે છે. હવે મારે શું કરવું? આ સ્ત્રીઓની પાછળ પાટિયાના કોટરમાં બેસીને સ્ત્રીઓના ચરિત્રને જોઉં. આ પ્રમાણે વિચારીને એક રાત્રિએ શેઠ કોટરમાં જઈ ભરાઈ બેઠો. મધ્યરાત્રિ થતાં ચારેય સ્ત્રીઓ કાષ્ઠાસન પર ગગન વિહાર કરવા લાગી. રત્નાદ્વીપ પર જઈ સહુ ઊતરી રમવા માટે ચાલી ગઈ. છેલ્લે શેઠ કોટરમાંથી બહાર નીકળ્યો. શું જોયું? શેઠ તો જોઈને ડઘાઈ ગયો. રત્નની પૃથ્વી. ચારેય વહુઓ રમવા ગઈ તો શેઠ પોતાના નખથી જમીન ખોતરવા લાગ્યો. ઝળહળતા રત્નોની જ્યોતિ ઝગારા મારતી જોઈ શેઠ તો અંજાઈ જ ગયો. ૨૧ રત્નો મળી ગયા. સવાર થવાની વાર હતી. સમય થઈ ગયો હતો. રત્નો લઈ કોટરમાં પેસી ગયો. વહુઓ આવી, કાષ્ઠને ગતિમાન કર્યું. અને સી ઘરે આવી ગયા. વહુઓ ઊતરી પોતાના આવાસે જઈ સૂઈ ગઈ. પાછળથી ધીમે રહી શેઠ રત્નો લઈ પોતાના સ્થાને પહોંચી ગયો. લોભીને દ્રવ્યમાં વળી રત્નોનો વધારો થયો. વળી એક રાત્રિએ વહુઓ સાથે કાષ્ઠના કોતરમાં સંતાઈ આકાશમાર્ગે ચાલ્યો. સુવર્ણદ્વીપ ઉપર આસનને ઊતાર્યું. નિર્ભય સ્ત્રીઓ રમવા ઊતરી ગઈ. કયાં ખબર છે કે અમારી પાછળ શું થાય છે? જોવાનો અવસર પણ મળ્યો નથી. સ્ત્રીઓ નીકળીને ચાલી ગઈ. પછી તે કાષ્ઠ કોટરમાંથી પોતે બહાર નીકળ્યો. જમીન સુવર્ણની હતી. માટી બધી જ સોનાની. કેવી રીતે લેવી? બાજુમાં સરોવર હતું. તેમાંથી પાણી લાવી માટી ભીની બનાવી છેટો બનાવી દીધી. હવે વધારે લોભ લાગ્યો છે. ઈટોથી કાષ્ઠની કોટડી ભરી દીધી. એક ખૂણામાં સંતાઈ બેસી ગયો. રાતભર રમીને થાકેલી ચારેય વહુઓ કાષ્ઠસિંહાસન પાસે આવી તરત જ વિદ્યા વડે કાષ્ઠને ગતિમાન કર્યું. ગગને જઈ રહેલું કાષ્ઠાસનનો કડકડ અવાજ થવા લાગ્યો. વળી કાષ્ઠાસન ધીમી ગતિએ ચાલતું હતું. ઘણો ભાર ભર્યો હતો ઇટોનો. તે વાતની વહુઓને ખબર નહિ. તેમાંથી એક બોલી. એક વહુ - આજે આપણું વિમાન ધીમું કેમ ચાલે છે? બીજી વહુ - આસનનો કટ કટ અવાજ કેમ આવે છે? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮૭ Page #429 -------------------------------------------------------------------------- ________________ વળી ત્રીજી કહે - આજે આસન ડામાડોળ કેમ થાય છે ? ચોથી પણ નાની વહુ કહેવા લાગી - આપણે આસન પર રોજ જઈ આવીએ છીએ. તેથી તે પાટિયુ જીર્ણ થઈ ગયું લાગે છે. અત્યારે પહોંચી જઈએ કાલે બીજું નવું કરાવીશું. મોટી કહે - હે દેરાણી ! પણ આ તો અવાજ વધવા લાગ્યો છે. જુઓ તો આપણે સમુદ્ર ઉપરથી જઈ રહ્યાં છીએ. એક વહુ - ભાભી ! મુંઝાશો મા ! પહોંચી જઈશું. બીજી વહુ કહે - ભાભી ! કાષ્ઠાસન સમતુલ ચાલતું નથી. ડામાડોળ થવા લાગ્યું છે. મોટી વહુ - પાટિયાનું વજન વધી ગયું લાગે છે. ત્રણ વહુ - ઘણા વખતનું જુનું છે માટે તૂટવા લાગ્યું છે. આપણે આ સમુદ્રમાં નાખી દઈએ. આપણે ચારેય એકબીજાની આંગળી પકડીને ચાલ્યા જઈએ પાટીયાની જરૂર નથી. વળી આપણું નગર પણ બહુ દૂર નથી. નવું કાષ્ઠ લઈ આવીશું. આ પ્રમાણે બોલતી ચારેય એક મનવાળી થઈ. કોટરમાં રહેલો શેઠે આ વાત સાંભળી, સમજી ગયો કે ખૂટ્યા વિનાનો મારો તો કાળ આવી ગયો. હમણાં આ લોકો જો પાટિયું છોડી દેશે તો હું સમુદ્રમાં જ પડવાનો. આયુષ્ય પૂરા થયા વિના મરવાની ઘડી આવી. મરવાની ભીતિથી લજ્જા છોડીને, શેઠ વહુઓને કહેવા લાગ્યો - મારી વ્હાલી વહુઓ ! તમે ચારેય જણી મારી વાત સાંભળો. આ કાષ્ઠને સમુદ્રમાં નાંખશો નહીં. તમારા અલંકારો આભૂષણો બનાવવા માટે હું તમારી સાથે આ કાષ્ઠમાં આવ્યો છું. અને આ કોટરમાં તમારા માટે સોનાની ઇંટો ભરી છે. માટે કહું છું કે આ કાષ્ઠને નાંખી ન દેશો. સસરાનો અવાજ સાંભળ્યો. વાત પણ સાંભળી, ચારેય વહુઓ વિસ્મય પામી. અંદરોઅંદર બોલવા લાગી. રે ! સસરાજી આપણી આ ગુપ્ત વાત જાણી ગયા છે. આપણો આ ખેલ પણ જાણી લીધો છે. કેવી રીતે ? કયાંથી જાણ્યો હશે ? જરૂર આપણી પાછળ ચોકી કરતો ફરતો જ હશે. હવે તો સાપ જેવો આ શેઠ છોડાય નહિ. જો છોડીએ તો આપણને જ ભરખી જાય. માથે તેલનું ટીપું નાખવા આપ્યું નથી. માથાના વાળ તેલ વિનાના રહે છે. તેલના ટીપાંની આશા રાખી નથી. તો વળી દાગીનાની શી વાત કરવી ? આભૂષણોની આશા રખાય ? લાગમાં આવ્યા છે. છોડી દઈએ. ખારા જળમાં જાય. ન રોવું, ન ફૂટવું. ન યાદ કરવો. વળી ઘરે જતાં કોણ પૂછવાનું છે કે શેઠ કયાં ગયા ? આ પ્રમાણે વિચારી ચારેય વહુરોએ આંગળીઓ એકબીજાની પકડી લઈ પાટિયાને છોડી દીધું. બિચારો શેઠ સમુદ્રના મધ્યે જઈ પડ્યો. વહુવરો ઘરે પહોંચી ગઈ. અતિલોભી તે શેઠ સમુદ્રમાં મૃત્યુ પામ્યો. આ પરિવ્રાજકની પણ આ ગતિ છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ३८८ Page #430 -------------------------------------------------------------------------- ________________ દેવનું વચન સાંભળી કુમાર પણ વિચારવા લાગ્યો. સાધના કરતા તાપસ પાસે, બંને આવ્યા. દેવે ભદ્રદત્તને કહ્યું - રે ! પાપી ! આ ચંદ્રકુમારના પ્રતાપથી તને ઔષધિઓ આપું છું. પણ આ ઔષધિઓ તારા પુણ્યથી તને નહિ ફળે. ગુરુભક્તિ કરતાં ગુરુ કૃપાથી જ ફળશે. ત્યારપછી દેવ કુમારને કહેવા લાગ્યો - હે નરોત્તમ ! અવસરે મને જરૂર યાદ કરજો. હું આપની સેવામાં હાજર થઈશ. આ પ્રમાણે કહી મલયગિરિનો અધિષ્ઠિત ક્ષેત્રપાળ દેવે ચંદ્રકુમારને ચાર ઔષધિ આપી. પછી પોતાના સ્થાને ચાલ્યો ગયો. ચોથા ખંડની પાંચમી ઢાળ ઘણી રસપ્રદ વિનોદથી ભરપૂર એવી કર્તાપુરુષે કહી. ઔષધિ તાસ સ્થાવર જંગમ ઔષધિ નામ વિરોચની, ચક્ષુ રસ આપી ૧ - ચોથી. પ્રભાવ ગુરુપદે, સુણો જીવ અજીવને સજીવા બુટ્ટી અજીવને, 'તુરીય પશુ પુનરપિ યારે ભૂતળ મણુઅને ઔષધિ ચલતાં વિષ -ઃ દુહા ઃ જનમની જસ ગઇ, ભરી પાટો બાંધતાં, શિર ધરે. હવે, હરે, જાય અમરે દિવ્ય વન સુંઘતાં, ભાગું જન્મના પામે વાંછિત નયન કુંવરને તરુ ફળ તિર્યંચને, સુંઘ્યે મણુઅ તિર્યંચગ્રુપ લેઇને, પામીયા, ભૂતાટવી વિવરી બીજી બુટ્ટી વાંછિત બોલ ઊતરીયા (શ્રી ચંદ્રરોખર રાજાનો રાસ ૩૮૯ હોય વન જેહ, તેહ. [૧] રોગ, ભોગ. ॥૨॥ તાસ, પ્રકાશ. ||૩|| ચિંત, વિકસંત. ॥૪॥ કરંત, ધરંત, પી ગિરિહેઠ, ઠેઠ. ॥૬॥ Page #431 -------------------------------------------------------------------------- ________________ ઔષધિની પ્રાપ્તિ -: દુહા - ભાવાર્થ : “પુણ્યશાળીના પગલે નિધાન ચંદ્રકુમારના પુણ્યબળ આગળ ક્ષેત્રપાળ દેવને નમતું જોખવું પડ્યું. તાપસને ઔષધિ આપતાં ચેતવણી આપી. “ઔષધિ તો આપું પણ તે કયારે ફળશે? ગુરુભક્તિથી. તે વિના તે ઔષધિ તને લાભદાયી નહિ નીવડે.” કુમાર ઉપર પ્રસન્ન થયેલ દેવે દૈવી ચાર ઔષધિ ભેટ આપી. આ ચાર ઔષધિનો પ્રભાવ દેવ કહે છે - હે નરોત્તમ ! આ ઔષધિઓ ગુણકારી છે. ચારના ચાર મહાન ગુણો છે. તે કહું છું સાંભળો ! ૧. (સ્થાવર એટલે જ્યાં રહેલા હોય ત્યાં, તથા જંગમ એટલે રસ્તામાં જતાં આવતાં) સ્થાવર-જંગમ રહેતાં જે કોઈ ઝેરી જાનવર કરડે અને ઝેર ચડે તો ઔષધિના પ્રભાવથી તે વિષનું અપહરણ કરે છે. વળી જન્મથી જે કોઈ રોગ થયો હોય તો તે પણ આ ઔષધિના પ્રભાવે ચાલ્યો જાય છે. વિરોચની નામની આ ઔષધિ રહેલી છે. ઈચ્છિત ભોગને પણ આપે છે. ૨. જન્માંધ-જન્મથી અંધ હોય અથવા કારણવશાત્ આંખ ચાલી ગઈ હોય તો આ જડીબુટ્ટીનો રસ કાઢી, આંખે પાટો બાંધતાં દિવ્યચક્ષુ પ્રાપ્ત કરે છે. આંખના તેજ પાછા આવે છે. ૩. સંજીવ નામની ઔષધિનો પ્રભાવ કેવો? સજીવને નિર્જીવ કરે અને નિર્જીવને સજીવ કરે છે. વનમાં નવપલ્લિત વૃક્ષની જેમ ફળીભૂત થાય છે. ૪. આ છેલ્લી ચોથી ઔષધિ તિર્યંચ પશુને સુંઘાડતા મનુષ્ય બની જાય. વળી મનુષ્યને સુંઘાડતા પશુ તિર્યંચ બની જાય છે. હતો તેવો પશુ બની જાય છે. (જો મનુષ્યને સુંઘાડે તો તે પશુ થાય. વળી ફરીવાર સુંઘાડે તો પાછો હતો તેવો મનુષ્ય થઈ જાય છે.) દેવ દીધેલ ચારે ઔષધિ લઈ કુમાર ગિરિવરથી ઊતરી સમતુલ ભૂમિ પર આવ્યો. દેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી આગળ ચાલતાં કુમાર ભૂતાટવી નામના વનમાં ગયો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 3-0 Page #432 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-છઠ્ઠી :(મદનમંજરી મુખ મોહી રહ્યો રે.. એ દેશી.) ત્યાં તરુશાખા અવલંબીતે, એક બાંધી હીંચોળા ખાટ; હીંયતી દીઠી અપછા, તૃપ ચિંતે કિશ્યો એ ઘાટ ? ૧ મોહીની મુખર્સે મોહી રહ્યો.એ આંકણી અનુપમ કુંવરી અમારી સમી, ચંદ્રવદની નયન વિશાળ, ચંપક કુસુમ તg વર્ણ છે, વળી અધર અરુણ પ્રવાલ..મો. શા ગજ કુંભ અંકુશ કુંડળ ધ્વા, મેરુ છત્ર કમળ ચક્ર જોય, સમો તુણ જસ કરતળે, તે સ્ત્રી પરાણી હોય.મો. all હોય લક્ષણ હુએ કરપદ તળે, થયો નિર્ધત ઘર અવતાર, પણ પટ્ટરાણી તૃપ ઘટે, હોય તોરણ ગઢ આકાર.મો. જો મોર છત્ર રેખા હોય હાથમાં, સુર પુત્ર પ્રથમ જણે નાર, મૃગ મીત નયનોર તણું, મૂદુ ધનવંત હુવે અવતાર. / શિર રોમ સુંવાળા પાતળા, નાભિ દક્ષિણ વલયે જાય, મુખ ગોળ લાંબી કરાંગુલી, રુપવતી પતિ ચિરવાસ..મો. કો. હસતાં નીલવટ સાથીયો, પતિઘર ગજ ઘોડા શાલ, મસ તિલક બહુ ડાબે ગળે, સુત પ્રથમ જણે બાળ.મો. ઉરુ કેળ 'અરેમ પણ હાથ છે, સ્વેદ રોમને નિદ્રા આહાર, અલા અને કટિ પાતળી, ભાલ છે અર્ધ ચંદ્રાકાર.મો. ૮. ઉર ઊંચું પશ્ચિમ ભાગ પુષ્ટતા, પ્રિયા લક્ષ્મી ભરે ઘર બાર, અધમ લક્ષણ હવે બોલીયે, પ્રતિપક્ષે ગુણનો પ્યાર.મો. II પ્રિયા સાથળ હો પયોધટે, રોમરાજી બહળી હવંત, જસ મુખ પળીએ પડ૬, વિધવાપણું શીઘ લહત.મો. ||૧૦ના પગ જંઘા પડી જેહતી, તે વિધવા અથવા લસી, કે દુઃખિણી ઘરિદ્રણી, રામાં હલ્ય વિમાસ.મો. ૧૧ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩-૧ Page #433 -------------------------------------------------------------------------- ________________ “અત્ર ચોપાઈ' જેહને પૂછે હોય આવર્ત. તે માટે ભરતાર મહંત, નાભિતણા આવર્ત વિયાર, મારે સ્વસમો ભરતાર. (૧) કટિ આવર્ત હુવે જેહને, તે છેદે ચાલે આપણે, લંબ લલાટ ઉદર ભગા જાસ, સસરો સ્થિર કંત વિનાશ. (૨) લંબ હોઠ જીભ કાળો ધરો, પીળી આંખ સાદ શોધો, અતિ ગોરી અતિ કાળી નાર, વિશ્વે વર્જવી તે ઘરબાર () હસતાં ગાલે ખાડા પડે, રામાં મે પરતર ચડે, ચાલતા ભૂકંપ અપાર, કામણ ઉચ્ચારણ કરતાર (૪) પાય તણી વચલી અંગૂલી, ટૂંકી ભૂ સાથે નહિ મળી, તે દુર્ભાગણી જાણો સહી, અસતી તારી શિરોમણી કહી. (૫) અનામિકા પગની આંગળી જાય કનિષ્ઠા પાસે મળી, તે ટૂંકી ને ઉન્નત રહે, કત હણીને અનેરો લહે. (૬) અંગૂઠાની પાસે અડી, કે ટૂંકી કે ઊંચી ચડી, તે અંગૂલીનો એહ વિચાર, તારી નવિ માને ભરતાર (૭) કટી કનિષ્ઠા ચીટાંગૂલિ, ઉન્નત ભૂમિ ન ફરસે વળી, જારની સાથે રમતી તેહ, મનમાં નવિ આણો સંદેહ. (૮) અતિ ઊંચી નીચી વળી, અતિ પાડીને અતિ પાતળી, અતિ રોગી અતિ-વક્રા નાર, તે નારી તજીયે ઘરબાર. (૯) વાયસ જંધા નારી રાખ, ઘોઘર સ્વર ને પીળી આંખ, ઘદ્ધિ ઘર લાવે ઉત્સાહ, પતિ મારે સ્ માસ જ માંહ. (૧૦) અંગ અધોર નાક વાંકડું, જાણે રોમરાયતું થવું ઊભી રાખી જિલી ત્રાજવી, એ વનિતા ઘર વેરણ હુઇ. (૧૧) પીળું વક્ત દેહ ભૂતડું છપ્પર પણ તે મુખ સાંકડું રાય તણે ઘર જાઇ હોય, પણ દાસીપણુ પામે સોય. (૧૨) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૯૨ Page #434 -------------------------------------------------------------------------- ________________ લાંબે હાથે પગે દાંતે વળી, ઠુઠી થોયર પાય તે થોબડી, બાડી કાણી ને અધર મોકળી, બેઠે નાક ભસે, દુર્ગંધિ ESES હસે ભૂંડણીશું, મુખ પામી જે દૂર પાંગળી, કાકવર મૂછાળી રાંડે બાંગડબોલી તે બોબડી, ઉછાંછળી, વહેલી. (૧૩) શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૯૩ મ પરણો વળી. (૧૪) પરસેવો લક્ષણ રહ્યા, તિર્ભાગી સ્ત્રી - પૂર્વ ઢાળ ચાલુ - કુસુમ ઉત્તમ લક્ષણવંતી હીંયતી, ધર્યા વલકલ જોબન વેશ, રમતી થકી, થઇ કુંવરને ચિત્ત પ્રવેશ..મો. [૧૨]ી ચતુરાએ ચતુર ચિત્ત ચોરીયું, ચોરની પેઠે નાઠી તામ, કુંવર બોલાવણ આવતો, કુંવરીની પાસે જામ..મો. ||૧૩// વનત ઘેરે અદ્રશ્ય થઇ, તસ પગલે ચડ્યો કુમાર, તાપસણી ફળ યૂટતી, કુંવરી સહ દીઠી પ્રણમી પૂછે આ બાળિકા, લઘુવય સાધે સા ભણે કુળપતિને જઇ, પૂછો અમ કહેવા તવ વૃક્ષ અનેક નિહાળતો, ચાર..મો. [૧૪] તપ કેમ ? તેમ..મો. [૧૫] દીઠી તાપસી વસતી ત્યાંહિ, પાંચશે તાપસ આશ્રમ્યા, તિહાં પહોંચ્યો ચિત્ત ઉત્સાહ..મો. [૧૬] બેઠો સુઅર એક ઢોલિએ, કરે સેવા તાપસ વૃંદ, ગયો, દેખી તાપસ લહે આનંદ..મો. [૧૭થી સુત રાજવી, તુમ દર્શને અમૃત નેત્ર, વિસ્મય પામી તિહાં આવો આવો કુંવર એમ કહી સંભ્રમે ઉઠીયા, તપસી આલિંગન દેત..મો. [૧૮] થઇ ધરી પ્રીતિ બેસાર્યા આસને, તવ પૂછે કુંવર ધરી પ્રેમ, તપસી ક્રોડ સેવના, કહો શું તમને છે તેમ..મો. [[૧૯] વળી સુઅર તમને નવિ હશે, કેમ પ્રતિબોધ્યો છે એહ, અથવા મંત્ર બળે કરી, વશ કરી રાખ્યો ધરી તેહ ?..મો. શા૨૦થી જી, કહ્યા. (૧૫) Page #435 -------------------------------------------------------------------------- ________________ એ વાત સકળ અમને કહો, વળી આવતાં દીઠી એક, બાળકુંવરી તાપસી, કેમ પ્રગટયો તાસ વિવેક.મો. ર૧ તવ તપસી કહે એ વાતનો, છે હોટો અતિ વિસ્તાર, ભોજન કરી સ્થિર થઇ સુણો, અમે કહેશું સકલ અધિકાર.મો. રિરી એમ કહી ગૌરવ બહુધા કરી, જલસ્તાન કરાવે સાર, ભોજન મીઠાં ફળ વળી, કલીફળ દ્વાખ રસાલ.મો. ૩ રણગો મહિષી પય પાયવી, પસ્માજી તાપસણી ત, જમતાં અવર પંખા કરે, દીપે જળ કુસુમે વાસિત.મો. ર૪ પછી બેસારી વર આસને, તપસી વીરસેન જુવાન, કહે પૂછી વાત સવે કહું, સુણજો મૂલ મૂલ વિધાન.મો. રપ ચંદ્રશેખરના રાસમાં, ખંડ ચોથો છઠ્ઠી , ઢાળ, શ્રી શુભવીર કહે હો, શ્રોતાધર મંગળ માળ. //રકો ૧ - વાટી વિનાની, ર - વૃધની સેવા. તાપસીના આશ્રમમાં -: ઢાળ-ક : ભાવાર્થ - ભૂતાટવી નામનું મોટું વન છે. તેમાં ચંદ્રકુમાર ચાલ્યો જાય છે. વનની કુદરતી શોભાને જોતો આગળ વધી રહ્યો છે. ત્યાં તેની નજરે નવું દશ્ય જોવામાં આવ્યું. વડલાની બે ડાળી વચ્ચે દોરડાનો હિંડોળો બાંધેલો જોયો. તે હિંડોળાખાટે હીંચતી નવયૌવના મદભર મહાલતી જોવામાં આવી. જોતાં જ કુમાર વિસ્મય પામ્યો. વિચારવા લાગ્યો. આ મહાભયંકર જંગલ, એમાં આ બાળા એકલી! વળી કેવી છે. અત્યંત રૂપાળી. અપ્સરાના રૂપને હરાવે તેવું બાળાનું રૂપ જોતાં જ કુમાર મોહિત થયો. આ મનમોહિનીનું મુખ જોતાં કુમારનું દિલ ત્યાં લાગ્યું. હૈયે વસી ગઈ. દેવાંગના સરખી, મુખડું તો જાણે શરદપૂનમનો ચાંદ જોઈ લ્યો. તેની બંને આંખો વિશાળ હતી. ચંપાના ફૂલ જેવી તે કોમળ છે. વળી ફૂલ જેવો શરીરનો વર્ણ છે. વળી તેના બંને હોઠ તો લાલ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૯૪ Page #436 -------------------------------------------------------------------------- ________________ પરવાળા સરખા છે. આ સુંદર નવયૌવના જોતાં જ તે સ્તબ્ધ થઈ ગયો, તે વિચારે છે કે.. જે કન્યાના હાથમાં હાથી-કુંભ-અંકુશ-કુંડળ-ધ્વજા-મેરુ-છત્ર-કમળ-ચક્ર અને દસમો ઘોડો આ દશ લક્ષણ હોય તો તે રાજાની રાણી થાય છે. જે કન્યાએ નિર્ધનના ઘરે જન્મ લીધો હોય પણ તેના હાથમાં જો ઉપરનાં દશ લક્ષણમાંથી બે લક્ષણ હોય તો તે પણ રાજાની રાણી થાય છે. જે કન્યાના હાથમાં મોર અને છત્રની રેખા જેવું લક્ષણ હોય તો તે કન્યા કે સ્ત્રી પ્રથમ પુત્રને જન્મ આપનારી હોય છે અને તે પુત્ર દેવકુમાર સરખો હોય છે. જે કન્યાની આંખો મૃગલાની જેમ મૃદુ કોમળ તથા મીન માછલીની જેમ આંખ હોય ને આંખના ખૂણા મૃદુ હોય તો તે ધનવાનોને ત્યાં જન્મ લે છે. જે સ્ત્રીના માથાના કેશ સુંવાળા-પાતળા અને લાંબા હોય, વળી નાભિ દક્ષિણવલિયાકારે હોય, મુખ ગોળાકાર હોય, હાથની આંગળીઓ લાંબી હોય, તે સ્ત્રીનો પતિ સ્વરૂપવાન અને લાંબા આયુષ્યવાળો હોય છે. જે સ્ત્રી હસતાં મુખ પર નીલવર્ણ (આછા કલરમાં) નો સાથિયો દેખાતો હોય તો તે સ્ત્રી પોતાના પતિના ઘરના આંગણે હાથી ઘોડા વિશાળ પ્રમાણમાં બંધાએલ હોય છે. તે સ્ત્રી પતિના ઘરે ઋધ્ધિ સિધ્ધિ વધારે છે. જે સ્ત્રીના ડાબા અંગો ઉપર તેમજ ગળામાં ગોળાકારે મસો હોય તો તે પ્રથમ પુત્રને જન્મ આપનારી હોય છે. જે સ્ત્રીના પેટ-કમર-હાથ અને પગ રૂવાંટી વગરના હોય, શરીરે પસીનો ઓછો થતો હોય, નિદ્રા અને આહાર અલ્પ હોય, કેડ પાતળી હોય, કપાળ તો અર્ધચંદ્રાકારે હોય, પેટ ઊંચુ હોય, શરીરનો પાછળનો ભાગ હૃષ્ટપુષ્ટ હોય તો તે સ્ત્રી પતિના ઘરે લક્ષ્મીનો વધારો કરે છે. આ ઉત્તમ લક્ષણો સ્ત્રીના કહ્યા. હવે તેનાથી વિપરિત અધમ લક્ષણો કહે છે. જે સ્ત્રીના સાથળ તથા પયોધરે રૂવાંટી વધારે હોય, વળી પયોધરની ડીંટી (મુખ) ઉપર ભૂખરા વાળ હોય તો તે સ્ત્રી જલ્દીથી વિધવા થાય છે અથવા તેનો સૌભાગ્ય ચાંલ્લો જલ્દી ભૂંસાય છે. જે સ્ત્રીના પગ અને જંઘા જાડી હોય તે વિધવા થાય છે. કાં તો દાસીપણાને પામે છે. દુઃખી પણ વધારે હોય, ગરીબાઈ વધારે હોય છે. જે સ્ત્રીના પૂરી આવી હોય તે સ્ત્રી પતિને મારનારી થાય છે. જો નાભિએ આવર્ત હોય તો પોતાના પતિને દેવ સરખો માને છે. જો કમરે આવર્ત હોય તો તે સ્ત્રી સ્વછંદી હોય છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૯૫ Page #437 -------------------------------------------------------------------------- ________________ જે સ્ત્રીનું લલાટ અને ઉદર (પેટ) નો ભાગ લાંબો હોય તો તે સ્ત્રી પોતાના સસરા-દિયર તથા સ્વામીનો વિનાશ કરનારી હોય છે. - જે સ્ત્રીના હોઠ લાંબા હોય, જીભ કાળી અને છરી જેવી હોય, આંખ પીળી હોય, અવાજ ઘોઘરો હોય, વળી અતિશય ગોરી હોય કે અતિશય કાળી હોય તો આવા પ્રકારની સ્ત્રીનો જલ્દીથી ત્યાગ કરવો જોઈએ. જે સ્ત્રીના હસવામાં ગાલે ખાડા પડતા હોય, તે સ્ત્રી પરપુરુષ સાથે આડો વ્યવહાર રાખતી હોય, વળી ધરતી ધ્રુજાવતી ચાલ હોય તો તે કામણ-ટુમણ કરનારી હોય છે. જે સ્ત્રીની પગની વચલી આંગળી ટૂંકી હોય અને તે આંગળી ચાલતાં જમીન સાથે અડતી ન હોય તો તે નિભાગી જાણવી. તે સ્ત્રી; સ્ત્રીઓની મધ્યે અસતીમાં શિરોમણી જાણવી. જે સ્ત્રીની પગની અનામિકા આંગળી છેલ્લી કનિષ્ઠા પાસે જતી હોય, વળી ટૂંકી હોય ઉન્નત (ઊંચી) રહેતી હોય તો તે સ્ત્રી પોતાના પતિને હણીને બીજા પુરુષને વરનારી હોય છે. જે સ્ત્રીના પગની અનામિકા આંગળી અંગૂઠાને અડતી હોય અને વળી તે ટૂંકી અને ઉન્નત હોય તો તે નારી પતિનું કયારેય કહ્યું ન માને. જે સ્ત્રીની પગની છેલ્લી કનિષ્ઠા આંગળી ઊંચી હોય અને ભૂમિને અડતી ન હોય તો તે સ્ત્રી નિશ્ચયથી પર પુરુષની સાથે રમવાવાળી હોય છે. વળી જે સ્ત્રી અતિ ઊંચી હોય, અતિ નીચી હોય, અતિ જાડી હોય, અતિ પાતળી હોય, અતિ રોગી હોય, અતિ વક્ર હોય તે સ્ત્રીઓને ત્યજી દેવી જોઈએ. જે સ્ત્રીની જંઘા કાગડા જેવી હોય અને અવાજ ઘોઘરા જેવો, પીળી આંખ હોય તે સ્ત્રી ઘરમાં દારિદ્રપણું-ગરીબાઈ લાવે છે. અર્થાત્ તે સ્ત્રી ઘરની લક્ષ્મીનો નાશ કરે છે. વળી દસ મહિનામાં પતિને મારનારી હોય છે. જે સ્ત્રીના અંગો અઘોર-ભયંકર જોવામાં લાગતા હોય, નાક વાંકુ હોય, શરીર ઉપર રોમ એટલે રૂવાંટીઓનું થડ હોય, એકલું રૂવાંટીવાળું જ હોય, વળી ઊભી રાખવામાં સ્થિરતા ન હોય, ત્રાજવાની જેમ હાલ્યા જ કરતી હોય, તો તે સ્ત્રી બધાની વેરિણી થઈને રહે છે. જે સ્ત્રીનું મુખ પીળાશ પડતું હોય, શરીર ભૂતડી જેવું લાગતું હોય, છપ્પરપગી હોય, મુખ નાનું હોય તો તે સ્ત્રી કદીક રાજાને ત્યાં જાય તો પણ દાસીપણાને પામે છે. જે સ્ત્રીના દાંત લાંબા લાંબા હોય, મુખના પ્રમાણમાં દાંત મોટા હોય, કાગડાના જેવા અવાજવાળી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 3-6 Page #438 -------------------------------------------------------------------------- ________________ હોય, ઉછાંછળી હોય, વળી હાથ-પગ લૂંઠા અને પાંગળા જેવા હોય, વળી તેને મૂછો આવતી હોય તો તે સ્ત્રી વિધવાપણાને જલ્દી પામે છે. વળી જાડા પગ અને મોઢું ચઢેલું હોય, બટકબોલી હોય, બોબડી હોય, બાંડી (ખોડખાંપણ) હોય, કાણી હોય, હોઠ પહોળા હોય અને નાક પણ બેસી ગયું હોય તે કન્યાને પરણવી નહીં. જે સ્ત્રી ખડખડાટ હસે કે જેનું હસવાનું બીજાને ન ગમે, ભૂંડણીની જેમ ભસ્યા કરતી હોય, સારાસારના વિવેક વિનાનું ઘણું બોલતી હોય, વળી પરસેવો દુર્ગધવાળો હોય, તે સ્ત્રી નિભંગી હોય છે. ઉપર કહ્યા જે પંદર લક્ષણો, તે દુર્ભાગી સ્ત્રીના છે. આવા પ્રકારના લક્ષણોવાળી સ્ત્રીને ત્યજી જે દૂર રહ્યા તે મહાસુખ પામે છે. આ પ્રમાણે કવિરાજે અહીંયા સ્ત્રીઓના સારાં-નરસાં લક્ષણો કહ્યાં. હવે કથાને આગળ કહે છે.. ચંદ્રકુમારે જોબનવંતી અપ્સરા સરખી, ઉત્તમ લક્ષણોથી યુક્ત, વલ્કલના વસ્ત્રોથી સજજ, પુખોના દડાથી રમતી કન્યા જોઈ. જોતાં જ કુમારના દિલમાં સ્થાન જમાવી દીધું. હજુ કુમાર જુએ ન જુએ, વિચારે ન વિચારે, ત્યાં તે ચાલાક હોંશિયાર કન્યાએ ચતુર ચંદ્રકુમારનું ચિત્ત ચોરી લીધું. કુમાર આ સુંદરીને બોલાવવાનો વિચાર કરી આગળ ડગલું ભરે ત્યાં તો કન્યાએ કુમારને જોતાં જ ચોરની જેમ ત્યાંથી નાસી છૂટી. કુમાર તેને બોલાવવા જલ્દી તેની પાછળ ઊતાવળે પગલે દોડી આવ્યો. પણ તે કન્યા અજાણ્યાને જોતાં જ ઘોર જંગલના વૃક્ષોની વચમાં અદ્રશ્ય થઈ ગઈ. વળી ઘટાદાર વૃક્ષો વટાવીને કુમાર બહાર નીકળતાં, વળી વૃક્ષોની ડાળીએથી ફળ - ફૂલોને ચૂંટતી ત્રણ ચાર તાપસ કન્યા જોઈ. કુમારે આ તાપસ કન્યાઓ પાસે આવી પ્રણામ કર્યા. સામે તાપસ કન્યાઓએ પ્રણામ કર્યા. - કુમારે પૂછ્યું - હે તાપસબાળાઓ ! આ નાની બાળા લઘુવયમાં તપ શા માટે કરે છે? તાપસ બાળા - હે પરદેશી ! અમારો તાપસ આશ્રમ છે. ત્યાં અમારા કુલપતિ છે. ત્યાં જઈ આપ પૂછો. અમારે વાત ન કરવાની ટેક છે. માટે આપ આગળ વધો. આશ્રમ આવશે. તાપસ કન્યાની વાત સાંભળી કુમાર તે જ કેડીએ વનના વૃક્ષોને જોતો આગળ ચાલ્યો. જાત-જાતનાં વૃક્ષો જોઈ આનંદ પામતો હતો. ઘણો આગળ વધ્યો. ત્યાં તો કુમારે ઘણા બધા તાપસો તથા તાપસીઓને ચારે બાજુ ફરતા જોયા. દૂર દૂર આશ્રમ પણ જોયો. ઊતાવળે પગલે કુમાર આ તાપસીઓની વસતિમાં આવી ઊભો. આશ્રમમાં પાંચશો તાપસો વસતા હતા. અને તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન કરતા હતા. ઉત્સાહભેર કુમાર આશ્રમના પગથિયાં પાસે આવી ઊભો. આશ્રમની અંદર કુમારે નજર માંડી. આશ્રમના મધ્યભાગના મોટા ઓરડામાં એક ઢોલિયો (પલંગ) હતો. તે ઢોલિયા ઉપર ગાદી, તે ગાદી ચાદરથી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૯૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ સજ્જ હતી. આવા સુંદર મજાના ઢોલિયા ઉપર સૂઅર (ડુક્કર-ભંડ) બેઠો હતો. તેની ચારે તરફ તાપસવૃંદ હતું. તે સુઅરની સેવા કરવા સજ્જ હતું. ઢોલિયો - તેના ઉપર સુઅર - વળી તેની સેવા કરતા તાપસો, આ બધું જોતાં જ કુમાર ઘણો વિસ્મય પામ્યો. ત્યાં જ ઘડીક થંભી ગયો. વળી આગળ આવતાં જ ઓરડામાં રહેલા તાપસોએ કુમારને જોયો. જોતાં જ બધા તાપસો ઊભા થઈ કુમારનું સ્વાગત કરતાં સામે આવ્યા. “આવો પધારો” “આવો’ ‘આવો' ‘રાજકુમાર’ આવા મોંઘા શબ્દોથી કુમારને આવકાર્યો. વળી કહે છે હે કુમાર ! પરદેશી ! તમારા દર્શન રૂપી અમૃત થકી આજે અમારી આંખો ઠરી. સૌથી અગ્રેસર તાપસ તો કુમારને ભેટી પડ્યો. આદર સહિત હાથ પકડી યોગ્ય આસન પર ઘણા પ્રેમથી બેસવા માટે આગ્રહ કર્યો. સત્કારને ઝીલતો કુમાર આસન પર બેસતાં જ પ્રીતેથી પૂછવા લાગ્યો. હે તાપસમુનિઓ ! આપ બધા તપસી યોગી મહાત્માઓ છો અને આ સૂવરની સેવા કેમ કરો છો? શું તમારે સૂવરની ભક્તિ કરવાનો કોઈ નિયમ-બાધા છે? હે યોગીપુરુષો ! આ સૂવર એટલે જંગલી પ્રાણી તમને હણતો કેમ નથી? આપ બધાંએ ભેગાં થઈ તેને પ્રતિબોધ પમાડીને શું અહીં બેસાડ્યો છે ? અથવા કોઈ વિશિષ્ટમંત્રબળે વશ કરી સ્નેહથી સ્થિર કર્યો છે. આ બધું રહસ્ય જાણવાની અમને ઉત્કંઠા ઘણી છે. તો તે કહો. વળી અહીં આવતાં એક વનબાળા જોઈ. તે નાની વયે તાપસી બની છે. તેને જોઈને પણ અમને ઘણું આશ્ચર્ય થાય છે. તો તે વિવેકી બાળાનો વૃત્તાંત કહો. કુમારની વાત સાંભળી એક તાપસ કહેવા લાગ્યો - હે પરદેશી રાજકુમાર ! તમારી ઉત્કંઠાને અમે સંતોષીશું. તમારા આશ્ચર્યોનું નિવારણ કરીશું. આ વાત ઘણી મોટી છે, વિસ્તારવાળી છે. આપ ઘણા શ્રમિત છો. સ્નાનાદિથી નિવૃત્ત થઈને ભોજન કરી લ્યો. પછી સ્થિર થયે નિરાંતે વાત સાંભળજો. સઘળી વાત અમે કરશું. આ પ્રમાણે કહી ઘણા આદરપૂર્વક બીજા તાપસ કુમારો સ્નાન કરવા માટે કુમારને લઈ ચાલ્યા. સ્નાનાદિથી નિવૃત્ત થઈ ભોજનાર્થે કુમારને ભોજનગૃહમાં લઈ ચાલ્યા. ઉત્તમ અને મીઠાં ફળો કુમારની સામે થાળમાં મૂકયાં. ફળ સુધારવા એક તાપસ કુમારની સામે બેઠો. વળી ઉત્તમ જાતિની ભેંસના દૂધની ખીર બનાવી હતી, તે પીરસી. કુમારે ફળનો આહાર કરતાં દૂધ પણ સાથે લીધું. તાપસસ્ત્રીઓ વારાફરતી કુમારના ભાણામાં બીજી પણ પકાવેલી વસ્તુ લાવીને પીરસતી હતી. બીજી તાપસ સ્ત્રીઓ આજુબાજુથી પવન નાંખતી હતી. તો બીજી પીવા માટે સુગંધિત દ્રવ્યથી મિશ્રિત પાણી પીરસતી હતી. જમ્યા પછી કુમાર અન્ય તાપસ સાથે ચાલ્યો, જ્યાં મુખ્ય તાપસ જેનું નામ વીરસેન છે. ત્યાં તેની પાસે કુમારને માટે શ્રેષ્ઠ આસન બેસવા માટે તૈયાર હતું. વીરસેન તાપસે કુમારને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા. Sી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર સારો ૩૯૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ સામે પોતે બેઠો. બીજા સાથે આવેલ તાપસ કુમારો ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી કુમારને પૂછ્યું - હે પરદેશી ! અમારું તાપસ ભોજન ભાવ્યું? કુમાર - રે! મુનિઓ ! આવા પ્રેમપૂર્વક જમાડતાં ભોજન વધારે ફાવે. શ્રેષ્ઠ અને સુંદર ભોજન હતું. વીરસેન - હે કુમાર ! હવે આપની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે મૂળ થકી વાત કહું છું તે આપ સાંભળો. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસમાં, આ ચોથા ખંડની છઠ્ઠી ઢાળ પૂર્ણ કરતાં કવિરાજ કહે છે કે જે શ્રોતાઓ સાંભળશે તેઓના ઘરે મંગળની માળા વરશે. -: દુહા : વીરસેન કહે કુંવરને, કર્મગતિ અસરળ, ચિંતિત ચિત મનોરથા, કર્મ કરે વિસરાળ. /૧ એક વનમાં તરુ ઉપરે, માળો કરી વિલસંત, પંખી કપોત કપોતિકા, બાળકો પ્રસવંત. //રા કતને કહેતી કપોતિકા, આવ્યો તુમ કુળ અંત, વ્યાધ ચાપ શર સાંધી અધ, શકરો ઉર્ધ્વ ભમત. |al રવિ ઉધે તિશિ તિર્ગમે, જઇશું કજ વિકસંત, ભ્રમર મનોરથ કોણત, ગજ કજ આહાર કરંત. //૪ll તેમ અમ પ્રગટી વાત જગ, કહેતા આવે લાજ, પણ સજન પૂછે શકે, કહેવું કરવા કાજ. //ull (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૯૯ Page #441 -------------------------------------------------------------------------- ________________ – દુહા : ભાવાર્થ : તાપસમુનિ વીરસેને - કુમારને યોગ્ય આસને બેસાડ્યા. પોતે કુમાર સામે બેઠો. નિરાંતની પળે કુમારની આગળ વિરસેન મુનિએ વાતની શરુઆત કરી. હે પુણ્યશાળી ! જ્ઞાની ભગવંતોએ કર્મની વાતો બતાવી છે. તે ખરેખર આશ્ચર્યકારી છે. જે કર્મરાજા મનમાં વિચારેલા મનોરથોને વેરવિખેર કરી નાખે છે. ધાર્યું કંઈ જ થતું નથી. ધાર્યું કર્મરાજાનું થાય છે. મનના મનોરથો એટલા બધા પ્રબળ હોય છે કે જે મનોરથ પાછળ આપણે પુરુષાર્થ આદર્યો હોય જ છે. પણ કર્મની ગતિ વિચિત્ર હોય છે કે તે મનોરથ કર્મવશને કારણે પૂરા થતા નથી. “આપણે વિચારીએ કંઈ, જ્યારે કર્મ કરે કંઈ !” હે રાજકુમાર ! એક વનમાં વૃક્ષની ઉપર પારેવડાંના જોડલાએ માળો બાંધ્યો. સમય જતાં માદા પારેવડાંએ જોડલાને જન્મ આપ્યો. તે બે સંતાનનું જતન કરતાં નાનાં નાનાં કપોત થઈ ચૂકયાં. એકદા દૂરથી આવતો પારધિ જોઈને પત્ની-પતિને કહે છે કે, હે સ્વામીનાથ ! તમારા કુળનો અંત મને દેખાય છે. કપોતપતિ - હે દેવી ! શા ઉપરથી તું કહે છે? કપોત પત્ની - હે સ્વામી! જરા દૂર સામે જુઓ. આપણા કુળનો નાશ કરનાર તીર કામઠાં લઈ પારધિ ઊભો છે. હજુ કપોત કપલ વધુ વિચારે તે પહેલાં પારધિ પોતાના બાણ સંધાણની તૈયારી કરતો હતો. તે વખતે બાજ યુગલ પક્ષી પોતાની પત્ની સાથે પારધિની ચારેકોર આંટા લગાવતું ફરી રહ્યું હતું. બાણ છોડવાની તૈયારી ત્યાં તો કર્મ થકી પારધિના પગ પાસે સર્પ નીકળ્યો. સર્પ પારધિને તરત ડંખ દીધો. પારધિના હાથમાંથી બાણ છૂટી ગયું. ને પોતે ઘરતી ઉપર ઢળી પડ્યો. હાથમાંથી બાણ છૂટયું. સરરર કરતાં તે બાણ બાજયુગલને હણી આગળ વધી ગયું. બાજ પક્ષી યુગલ ધરતી ઉપર ઢળી પડ્યું. બાજ યુગલે પોતાના પ્રાણ છોડી દીધાં. અને જમીન ઉપર પડ્યું. વિરસેન તાપસકુમાર, ચંદ્રકુમારને આગળ કહે છે. પારધિએ બાળ-સંધાણ પોત-કબૂતર માટે કર્યું. પણ પારધિના મનોરથો મનમાં રહ્યા. કર્મરાજાએ ઉપાડી લીધો. કપોત યુગલ બચ્ચાં સાથે બચી ગયું. “જેને રામ રાખે તેને કોણ ચાખે?” તે જ પ્રમાણે કમળમાં બીડાએલ ભ્રમર વિચાર કરે કે સૂર્યનો ઉદય થશે. રાત પૂરી થશે. ને અજવાળું પથરાશે. સૂર્યના પ્રકાશે કમળ વિકસશે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪no Page #442 -------------------------------------------------------------------------- ________________ પણ... પણ.... કોશમાં રહેલા ભ્રમરનો મનોરથ મનમાં રહી ગયો. સૂર્ય ઉદય થવાની તૈયારી હતી. કમળ પોતાની પાંખડીઓ વિકસિત કરવા તૈયાર થતાં જ વનપ્રાણી હાથી આવી કમળનું ભક્ષણ કરી ગયો. ભમરના મનોરથ મનમાં રહ્યાં. હાથી ત્યાંથી ચાલી ગયો. હે કુમાર ! તે જ પ્રમાણે અમારી વાત છે. તે કહેતાં અમને શરમ આવે છે. પણ આપ જેવા સજ્જન મળતાં ને પૂછતાં અમારે વાત જણાવવી જોઈએ. -: ઢાળ-સાતમી :(સુંદર પાપસ્થાનક તજે સોલખું રે દેશી) સુર રાજપુરીનો રાજીયો, સૂર્યકાન્ત અભિધાન, હો સુંe, રુપ ધીરજ બળ વૈભવે, શોભે શક્ર સમાન, હો. સુંદર, વાત વિવેકી સાંભળો. ll સું ક્ષત્રી શિરોમણી એહને, વીરસેન પ્રધાન હો. સુંદર, રાયને સ્નેહ અતિ ઘણો, જ્ઞાનીને જેમ જ્ઞાન હો. સુંદર. શા સું. મંત્રી તૃપ આણા લહી, યાત્રા કરવા ગયા ગિરનાર હો, સું. તીર્થ સકળ પ્રણમી કરી, બચી દ્રવ્ય અપાર હો, તું.વા. all સુંદર વળતા વિજયપુરે ગયા, ઊતરીયા ઉધાન હો, સુંદર, તલપુર બળરાજા તણો, જયમતિ નામે પ્રધાન હો, સું.વા. // સુંદર મિલણા કરી ઘર તેડીયા, જમવા કારણ તેહો સુંદર, વાત વિનોદે બેસતાં, બેહુને બન્યો અતિ તેહ.હો.હું.વા. // સુંદર અતિ આગ્રહ કરી સખીયા, પક્ષ લગે નિજધામ હો, સુંદર, નિજધર કન્યા એક છે, રૂપાળી તસ નામ. હો, તું.વા. શા સુંદર યૌવત વય તતુ ઝગમગે, વરચિંતા નિરાત, હો, સુંદર, વીરસેન દેખી કરી, ધારી મતમાં વાત હો. તું.વા. / સુંદર પુત્રી દેઇ સગપણ કરું, વધશે પ્રીતિ અત્યંત, હો, સુંદર, જયમતિ અવસર પામીને, મંત્રીશ્વરને વત, હો.હું.વા. દા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૦૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ સુંદર અમ પુત્રી પરણો તમે, એમ કહી તિલક વધાવતાં, યાચના ત કરવી ભંગ, હો..તું. લઇ મતરંગ, હો, સું..વા. [૯]] લગ્ન કરમોચનવેળા દીએ, સુંદર કેતા ક્તિ તસ મંત્રી કહે સસરા પ્રત્યે, સુંદર ઉત્સવ કરી પરણાવતાં, ગજ સ્થ ધત બહુ તામ હો, સું. રાજા પણ પુર ગામ હો, સુંદર..વાત. ||૧૦થી ઘર રહ્યા, રૂપાળીને ભરતેહ હો, સુંદર. જઇશું અમે હવે ગેહ, હો, સુંદર..વા. ||૧૧થી હો. સુંદર, હો..તું..વા. [૧૬] સુંદર જયમતિ મુહૂર્ત લેઇને, કરત સાઇ જામ, હો, સુંદર, રૂપાળી માંદી પડી, શૂલરોગે કરી તામ, હો..સુંદર..વા. [૧૨] સુંદર માતપિતા ઔષધ કરે, તેમ તેમ પીડા વિશેષ, હો..સુંદર. જીવ અભવ્યને ગુણ નહિ, અરિહાને ઉપદેશ. હો..તું..વા. [[૧૩]] સુંદર કપટ સ્વાભાવિક નારીનું, 'કોવિદે કળિયું ન જાય હો, સુંદર. તારાગણ ગણતી કરે, નારી ચરિત્રે મુંઝાય હો..શું..વા. ||૧૪|| સુંદર વીસેનને એમ કહે, દંભ ધરી મતમાંહિ, હો સુંદર, મુજ ભાગ્યે ઉત્તમ તમો, મળતાં વાધ્યો ઉત્સાહ હો..તું..વા. [૧૫] સુંદર પણ માંદી પડી આ સમે, ઉપચાર ન લાગ્યો કાંહિ, સસરા સાસુને જઇ તનું, જો મુજ શાતા થાય સુંદર મત ઇચ્છા મતમાં રહી, એમ કહી રુઘ્ન કરત હો સુંદર, અત્યંત હો. સાચું સહે, રુપે મોહ્યો સુંદર ભોજન છંડી સૂઇ રહે, ન શકે ઉઠી જામ હો, સુંદર જયમતિ કહે જામાતને, રહેશો કેતા ક્તિ આમ હો, સુંદર શાતા થયે અમે કહાવશું, તેડી જજો તેણી વાર હો, વીરસેન સજી સૈન્ય શું, કરતાં પંથ વિહાર હો, સુંદર દૂર ગયા જવ જાણીયા, તવ થઇ સાજી તેહ તિજઘરના ગોવાલણું, લાગ્યો પૂરવ તેહ હો, સુંદર કામક્રીડા રસરંગશું, રમતી તેહતી સાથ હો, સુંદર, ખસ ભોજન તસ દીયે, બોલાવે કહી મંત્રી સુ..વાત. [૧૭થી સુંદર, સુંદર, ૧૮ સુંદર, સુંદર..વા. [૧૯] હો, સુંદર, સુંદર..વાત. ||૨ી તાથ..હો..સું..વાત. [૨૧]ી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૦૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ સુંદર 'ધાત મુઝે સ્ત્રી ચરિત્રમાં, અવર શું જાણે વાત હો ? સુંદર, દોય વિષય આસક્તિમાં, સુખમાતે દિનરાત હો..તું..વાત. [૨૨]ી સુંદર તસ તાતે જામાતને, તેડાવ્યા તેણીવાર હો સુંદર, મોહ્યો આવીયો, વીરસેન પરિવાર રૂપે હો..સુંદર..વાત. ||૨|| સુંદર જયમતિ આર બહુ દીવે, સા પણ પ્રણસે પાય હો..સુંદર, કહે સ્વામી શાતા થઇ, તે સહુ તુમ પસાય હો, સું..વાત. ॥૪॥ સુંદર પૂછે શ્યામમુખી થઇ, ચિંતે આવ્યો પિશાચ. હો. સુંદર, “કતકસમો ગોવાળ છે, કંતને માને કાચ'' હો. સુંદર..વા. [૨૫]ી સુંદર બાહ્યથી તેહ દેખાવતી, કામક્રીડા રસ રંગ હો. સુંદર, પતિરંજત બહુધા કરે, જિમ ત લહે કાંઇ 'વ્યંગ હો. સું..વા. ફીરકી સુંદર લીધું મુહૂર્ત જાવા તણું, તવ થઇ ઘેલી તેહ હો સુંદર, મુશળધરી બહુલી ફરે, ભસ્મ લગાવે દેહ. હો. સુંદર હાસ્ય કરે શિર ધૂણતી, નયણે બીહાવે લોક .ભાજત ભાંગતી ફોડતી, ધરતી ક્ષણમાં શોક હો. સુંદર ગુરૂ લઘુતે ગાળો દીએ, વસ્ત્ર ન ઢાંકે અંગ વિણ હેતુ રોવે હસે, ગાય ગીત નૃત્યરંગ હો. સુંદર ક્ષણમાં દક્ષ થઇ કહે, શું થયું મુજતે એહ, સ્નાન કરી ભોજન કરે, ક્ષણમેં ચાળાં તેહ સુંદર..વાત. ||૨૭થી હો સુંદર, સુંદર..વાત. [૨૮] હો. સુંદર, સુંદર..વાત. [૨૯થી હો. સુંદર, હો..સુંદર..વાત. ||૩૦થી સુંદર જતક ખેદ ભરી ચિંતવે, કામણ કે વલગાડ હો, સુંદર, મંત્રી વિધાધર તેડીયા, જોવે કરી ઓછાડ. હો. સુંદર દોષ દેવી દેવ ભૂતડાં, શાકિતી પ્રેત લગંત હોમ હવન કરતાં ઘણા, જ્યોતિષી ગ્રહ ચારંત હો. સુંદર..વાત. ||૩|| દોષ દૈવી દેવ ભૂતડાં, શાકિની પ્રેત લગંત હો. સુંદર, સુંદર દિક્ત કેતે મંત્રી ધરે, લાજ સું. ચોથે ખંડે શ્રી શુભવીર સાતમી, શ્વસુરકુળ વાસ હો. સુંદર. ||૩૩|| નારી ચરિત્રની ઢાળ હો. સુંદર, સુણી, છંડો એ જંજાળ. હો..સુંદર. ||૩૪|| વચન ૧ - પંડિત, ૨ – બ્રહ્મા (વિધાતા), ૩ – શંકા. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૦૩ સુંદર..વા.. ||૩|| હો. સુંદર, Page #445 -------------------------------------------------------------------------- ________________ સૂઅરની ઓળખ -: ઢાળ-૯ : ભાવાર્થ: વીરસેન તાપસ, કુમારને કહે છે. હે પરદેશી ! આ ભરતક્ષેત્રમાં રાજપુરી નામની સુંદર સોહામણી નગરી રહેલી છે. તે નગરીનો રાજા સૂર્યકાન્ત નામે રાજ્ય કરે છે. રાજા કેવો? સૂર્ય જેવો તેજસ્વી, રૂપવાન, વૈર્યવાન, બળવાન હતો. પુણ્યશાળી રાજાનો ભંડાર ધનથી છલકાતો હતો. તે કારણે આ રાજા ઈન્દ્ર સરખો શોભતો હતો. કર્તા કહે છે કે હે વિવેકીજનો ! આ રસપ્રદ કથા તમે સૌ સાંભળો. ક્ષત્રિયવંશી સૂર્યકાન્ત રાજાને વિરસેન નામનો પ્રધાન હતો. તે સર્વમાં શિરોમણી સરખો હતો. રાજાને પોતાના પ્રધાન ઉપર અતિશય પ્રીતિ હતી, ઘણો જ સ્નેહ હતો. જેમ કે જ્ઞાનીને જ્ઞાન પ્રત્યે સ્નેહ હોય, પ્રીતિ હોય તેમ. મંત્રીશ્વર વીરસેન પણ રાજાના સ્નેહને ઝીલતો. રાજાને સંપૂર્ણપણે વફાદાર હતો. તે કારણે ઉભયની પ્રીતિ અજોડ અને અખંડ હતી. બંનેને ધર્મ પ્રત્યે પણ ઘણો અનુરાગ હતો. એકદા વીરસેન મંત્રીને યાત્રા કરવાની ભાવના થઈ. જુદાં જુદાં તીર્થોની ભાવના ભાવતાં, જવાની ઉત્કંઠા થઈ. પોતાની ભાવના રાજા આગળ વ્યક્ત કરતાં જવાની આજ્ઞા માંગી. રાજાએ તરત જ મિત્રવત્ મંત્રીને આજ્ઞા આપી. આજ્ઞા માથે ચડાવી, રાજાને પ્રણામ કરી, મંત્રી વીરસેન યાત્રા કરવા નીકળ્યો. પ્રથમ ગિરનાર તીર્થે પહોંચ્યો. ભાવપૂર્વક ગિરનારના વાસી શ્રીનેમનાથના દર્શન પૂજન વંદન કર્યા. ઘણું દ્રવ્ય વાપર્યું. ત્યારપછી ત્યાંથી બીજા તીર્થોની યાત્રા કરી. તે તે તીર્થે દ્રવ્યને પણ સાથે વાપરતાં વીરસેને યાત્રા પૂરી કરી. પાછા ફરતાં વિજયપુર નામના નગરની બહાર ઉદ્યાનમાં આવી ઊતર્યા. વિજયપુર નગરના રાજા બળરાજાને આ સમાચાર મળ્યાં. પોતાના પ્રધાન જયમતિને પણ ખબર પડી. પ્રધાન પ્રધાનને મળવા ગયા. ઘણા આગ્રહપૂર્વક બહુમાન સાથે પોતાની સાથે રાખ્યા. જમવા પણ સાથે બેઠા. વીરસેનને તો જવાની ઊતાવળ હતી. પણ પ્રધાન જયમતિની અતિશય મહેમાનગીરી ઠંડી ન શકયો. થોડા દિન રોકાઈ જવા અતિશય આગ્રહ કરતાં વિરસેન જયમતિના આવાસે પંદર દિવસ રોકાઈ ગયા. હવે બંને વાત વિનોદ કરતાં, અલક મલકની વાતો કરતાં ઘણા આનંદ પામતા હતા. વળી વીરસેન તો યાત્રા કરીને આવેલ તેથી તીર્થયાત્રાની વાતો પણ બંને વચ્ચે ઘણી જ થતી હતી. બંને સાથે બેસતાં, ઊઠતાં, વાત વિનોદ કરતાં ઉભય પ્રીતિની ગાંઠ બંધાઈ. સમય જતાં વાર લાગે ? જોત જોતામાં પંદર દિન પૂરા થવા આવ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४०४ Page #446 -------------------------------------------------------------------------- ________________ રૂપાળી જયમતિ પ્રધાનને પરિવારમાં એક પુત્રી હતી. તે ભરયૌવનના ઉમરે આવી ઊભી હતી. જેનું રૂપાળી નામ હતું. નામ પ્રમાણે જ દેખાવમાં સુંદર સોહામણી રૂપવાળી હતી. શરીર ઉપર યીવન થનગનતું હતું. પિતાને પુત્રીની રાતદિન વર માટે ચિંતા સતાવતી હતી. વીરસેન પ્રધાનને જોતાં જ જયમતિ મનમાં વિચાર કરતો હતો કે મારી કન્યા આ પ્રધાનને માટે યોગ્ય છે. મારી સૌંદર્યવાન રૂપાળી પુત્રી આપી, અમારા મિત્રપ્રેમમાં વધારો થશે. અવસર મળતાં જયમતિ, મિત્ર વરસેનને કહેવા લાગ્યો - જયમતિ - હે મંત્રીશ્વર ! મારી લાડકી પુત્રી રૂપાળી આપે જોઈ છે. તો તે પુત્રીનો આપ સ્વીકાર કરો. હું તમારી સાથે પરણાવવા માગું છું. આપ મારી ભાવનાને, તેમજ મારી માંગણીનો ભંગ ન કરશો. વિરસેન આ વાત સાંભળી મૌન રહ્યો. મૌનનો અર્થ જવાબ “હા” માં હોય છે. જયમતિએ તરત જ્ઞાતિજનોને બોલાવીને પુત્રીની સગાઈની વાત કરી. ત્યાં જ રૂપાળી દીકરીનું સગપણ વીરસેન સાથે કર્યું. ઘડિયા લગ્ન લેવાયા. ઉત્સવપૂર્વક પુત્રીને પરણાવી. દીકરી જમાઈને હાથી-રથ અને ઘણું દ્રવ્ય આપ્યું. હસ્તમેળાપ વખતે રાજાએ પણ પોતાના પ્રધાનની દીકરીને દાનમાં ગામ-નગર વગેરે આપ્યાં. સસરાએ જમાઈને રહેવા માટે સાતમાળની હવેલી આપી. સેવા માટે દાસી વર્ગ મૂકી દીધો. ઘણા દિવસો રહ્યા. પતિ પત્ની સ્નેહમાં પ્રીતિમાં આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. રાતદિવસ જતાં ન જાણ્યાં. એકદા મંત્રી વીરસેને જયમતિ સસરાને કહ્યું - અમારે ગામ જવું છે. હવે અમને રજા આપો. ત્યાં મારા રાજા, મારો પરિવાર મારી રાહ જુએ છે. જમાઈની વાત સાંભળી જયમતિ સહજ દુઃખી થયો. પણ સમજે છે “દીકરી નેટ પરાઈ જવા માટેની તૈયારી કરવા લાગ્યા. જયોતિષીને બોલાવી શુભદિન શુભમુહૂર્ત જોવરાવ્યું. જવાની તડામાર તૈયારી થવા લાગી. તે અવસરે હાલી રૂપાળી પત્ની માંદી પડી. શૂલરોગથી પીડાવા લાગી. જવાના અવસરે વ્હાલી પત્ની માંદી પડતાં વીરસેન ચિંતામાં પડ્યો. માત-પિતા પણ ચિંતા કરવા લાગ્યા. ઔષધ કરવા માટે વૈદ્યો બોલાવ્યા. જુદા જુદા ઔષધોપચાર ચાલુ કર્યા. એક પણ ઔષધ રૂપાળીની માંદગી દૂર કરતું નથી. જેમ જેમ ઔષધ કરે છે તેમ તેમ રૂપાળીને રોગની પીડા વધે છે. ઔષધના સેવનથી રૂપાળી કંટાળી ગઈ. સાચો રોગ હોય તો ઔષધ કામ કરે ને ! (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૦૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ જેમ કે અભવ્ય જીવને અરિહંત પરમાત્માનો ઉપદેશ ગુણકારી થતો નથી. તેમ રૂપાળીને ઔષધનો ગુણ થતો નથી. સંસારમાં સાંભળ્યું છે કે કપટી સ્ત્રીનું ચરિત્ર પંડિતજનો પણ જાણી શકતા નથી. તો બિચારો વિરસેન તો શી રીતે જાણે? નારીના મોહ થકી મુંઝાય છે. મન ઉદાસ છે. તે જોઈ દંભી રૂપાળી વીરસેનને કહે છે - હે સ્વામીનાથ ! મારા ભાગ્ય થકી આપ મને મળી ગયા. તેથી મને ઘણો આનંદ હતો. પણ જવાના સમયે જ મને માંદગી આવી. શું કરું સ્વામી ! જે ઘણા ઉપચારો કરવા છતાં એક પણ મને કામ ન લાગ્યો. છતાં જો સારું થઈ જાય તો મને પણ ઘણી જ હોંશ છે કે સાસરે જઈ સાસુ સસરાને પગે લાગું. આશીર્વાદ મેળવું. પણ હે પ્રિયે! મારી ઈચ્છા મનની મનમાં રહી ગઈ. એમ કહી ઢોંગી, દંભી દિલવાળી રૂપાળી રુદન કરવા લાગી. સ્ત્રીચરિત્રને ન જાણતો વરસેન પત્નીના મોહમાં જ પત્નીની વાત સાચી માની લીધી. - રૂપાળી જમવાની વેળાએ ભોજન ઠંડી સૂઈ જાય. માત-પિતા-પતિ ઊઠાડે તો પણ ઊઠે નહિ. ખુદ બ્રહ્મા સ્ત્રીને પહોંચી ન શક્યા. તો બિચારા આ બધા કયાંથી પહોંચી શકે? જયમતિ વિચારે છે કે જમાઈરાજ તો જવાની વાત કરતા નથી. કયાં સુધી રહેશે? એકદા જમાઈરાજને કહે છે કે હે જમાઈરાજ ! મારી દીકરીનો રોગ કળી શકાતો નથી. આપ પણ કયાં સુધી અહીં રહેશો? આપને જવું હોય તો સુખે પધારો. મારી દીકરીની માંદગી જશે, શાતા થશે, ત્યારે હું આપને સંદેશો મોકલીશ. આપ જરૂર પધારજો અને મારી દીકરીને તેડી જજો. સસરાની વાત સાંભળી જમાઈ વીરસેન શરમિંદો થઈ ગયો. રૂપાળીનો મોહ એવો લાગ્યો છે કે તેને છોડીને જવું નથી. ને હવે છોડીને ગયા વિના ચાલે તેમ નથી. યાત્રાએ આવેલ પોતાના રસાલાને જવાની તૈયારી કરવા આજ્ઞા આપી. લગ્નવેળાએ આપેલ હાથી રથ-ઘોડા-સૈન્ય આદિ પણ તૈયાર કરાવી સૈન્ય સહિત પોતાના નગરે જવા પ્રયાણ કર્યું. પતિના વિરહમાં બે ચાર દિન રૂપાળી વધારે માંદી રહી. ને હવે જાણ્યું કે વીરસેન પતિ ઘણા દૂર દૂર ચાલ્યા ગયા છે. પાછા ફરશે નહિ. એ પ્રમાણે જાણીને હવે ધીમે ધીમે સાજી થવા લાગી. હવે તો તેના સાતે કોઠે ટાઢક હતી. પિતાએ રહેવા આપેલ આવાસમાં હવે નિર્ભય અને સ્વતંત્ર થઈ રહેવા લાગી. કોઈની પણ દરકાર વિના મનફાવે તે રીતે રહેવા લાગી. જોતજોતામાં તો તે સાજી પણ થઈ ગઈ. પિયરમાં પોતાના ઘરે દૂધ આપવા આવતા ગોવાળિયાની સાથે સ્નેહ હતો. લગ્ન પછી પણ આ હવેલીમાં તે જ ગોપાલ દૂધ આપવા આવતો હતો. પૂર્વના સ્નેહને લઈને હવે તેની ઉપર વધારે સ્નેહ વધ્યો. કાંકરા રૂપ પતિ ચાલી ગયો. માનસિક મંદવાડ પણ ચાલ્યો ગયો. પરપુરુષ ગોવાળની સાથે કામાંધ રૂપાળી કામક્રીડા કરવા લાગી. રાત દિવસ ગમે ત્યારે ગોવાળ આ હવેલીમાં આવતો જતો. મન મૂકીને તેની સાથે રમવા લાગ્યો. પિતાના ઘરે માતા ધ્યાન રાખતી હતી. આ ઘરે હવે પોતે એકલી હતી. કોણ તેને કહેનાર હતું? રંગભર રમવા લાગી. રસોડે ષટ્રસ ભોજન કરાવતી. અને તેને તે ભોજન જમાડતી. વળી પ્રાણપ્રિય જારપુરુષ ગોવાળને હે નાથ ! કહીને વળી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४०६ Page #448 -------------------------------------------------------------------------- ________________ હે સ્વામી ! કહીને ગળે વળગતી હતી. સ્ત્રીચરિત્રમાં બ્રહ્મા પણ મુંઝાયા છે, તો બીજાની વાત શી કરવી ? રૂપાળી-ગોવાળની મદભર જવાની છે. સુખસાહ્યબીનો પાર નથી. એકાંત પણ મળ્યો છે. અતિશય વિષયાસક્ત એવા બંને જણા મનગમતા ભોગો ભોગવતાં રાત દિવસ પસાર કરે છે. પોતાની પુત્રીનાં અપલક્ષણોને જાણતો પિતા પુત્રીને કંઈ કહી જ શકતો નથી. અતિશય લાડમાં ઊછરેલી દીકરી સ્વતંત્ર થતાં સ્વછંદી બની છે. હવે તો દીકરી પૂરેપૂરી સાજી થઈ છે. તેથી જયતિ રાજપુર નગરે જમાઈને કહેવરાવે છે કે આપ પધારો. મારી દીકરીને હવે સારું છે. તેની માંદગી ચાલી ગઈ છે. આ પ્રમાણે સમાચાર મોકલી જમાઈરાજને તે વેળાએ તેડાવ્યા. સ્ત્રી મોહાંધ વીરસેન, સસરાના કહેણની રાહ જોતો જ બેઠો હતો. સંદેશો આવતાં તરત જ તૈયાર થઈને વીરસેન વિજયપુર તરફ જવા રવાના થયો. પરિવાર સહિત વીરસેનનું સસરાએ સામૈયું કર્યું. આદર સહિત તેડી લાવ્યા. જમાઈ પણ સસરાને પગે લાગ્યો. તે ઘણા ઠાઠપૂર્વક સામૈયા સાથે નગરમાં થઈને હવેલીએ આવ્યો. હવેલીએ રહેલી રૂપાળી પણ સ્વામીને સામે જઈને દરવાજા પાસે જ પતિના ચરણે પડીને કહેવા લાગી - હે સ્વામીનાથ ! આપ કુશળ છો ને ? આપના માતાપિતા આદિ સૌ કુશળ છે ને ! હે નાથ ! તમારા પસાયથી મને હવે સારું છે. મારી માંદગી ચાલી ગઈ. એ સહુ તમારા પસાયથી જ થયું છે. આ પ્રમાણે કુશળતા બાહ્યથકી પૂછી લીધી. બાકી હૈયામાં તો સમજવા લાગી કે આ પિશાચ કયાંથી આવ્યો ? અમારા રંગમાં ભંગ પડ્યો. મોં તો કાળુંમેશ થઈ ગયું. મનમાં તો ગોવાળને સોના સરખો માને છે. પરણેતર પતિને કાચનો ટુકડો માને છે પણ હવે કરે શું ? બાહ્યથી પ્રેમ દેખાડતી તેના સંતોષ માટે કામક્રીડા પણ કરતી હતી. તેનું મન તો ગોવાળમાં લાગેલું હતું. પતિના મનને આનંદમાં રાખવા માટે વિવિધ પ્રકારના રંગે રમતી હતી. સ્વામીને રીઝવતી હતી. તેથી કોઈને શંકા પણ ન જાય. દુનિયા તો જાણી ગઈ હતી. છતાં પતિને ખબર ન પડે તે માટે પતિરંજન માટે બધું જ કરતી હતી. રૂપાળીને તેડવા પતિ આવ્યો. જયમતિ પ્રધાને દીકરીને વિદાય આપવા માટે શુભદિન જોવડાવ્યો. તે દિન નજીક આવતાં જ સ્ત્રીચરિત્ર શરૂ કર્યાં. રૂપાળી હવે ઘેલી થઈ. જાણ્યું કે હવે ગોવાળને છોડીને જવું જ પડશે. ગોવાળ વિના જીવાશે નહિ. તો છોડીને શેં જવાય ? ચરિત્ર વિવિધ પ્રકારના કરવા લાગી. ઘેલી-ગાંડી થઈ ચૂકી. હાથમાં સાંબેલુ લઈને શેરીમાં અને રાજમાર્ગો ઉપર ફરવા લાગી. શરીરે રાખ લગાડી છે. ઘડીકમાં હાસ્ય કરે તો ઘડીક રુદન કરતી. વળી કયારેક માથું પણ ધૂણાવતી હતી. વળી ડોળા કાઢીને જતાં આવતાં લોકોને ડરાવતી હતી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૦૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ ગાંડાની જેમ ઘૂમતી રૂપાળી લોકોના ઘરના વાસણો ભાંગવા લાગી. ઘડીકમાં હસતી, ઘડીકમાં મોટા સાદે રડતી પણ હતી. ને શોકને ધારણ કરતી હતી. લોકોને ગાળો પણ ભાંડતી હતી. નાના મોટા પછી ગમે તે હોય પણ ગાળોનો વરસાદ વરસાવતી હતી. શરીર ઉપરનાં વસ્ત્રો પણ આઘાપાછાં કરી ખસેડી નાંખતી હતી. કારણ વિના આ સ્ત્રી ખડખડ હસતી તો વળી કયારેક રડતી પણ હતી. કયારેક શેરી વચ્ચે નાચતી કૂદતી ને વળી ગીતો પણ ગાતી હતી. ક્ષણમાં ડાહી થઈ જતી તો વળી બકતી હતી - રે ! મને શું થઈ ગયું છે ? હું આમ કેમ ભટકયા કરું છું? હવેલીમાં આવી ડાહી થયેલી તે રૂપાળી સ્નાન કરી સારાં કપડા પહેરી ઓઢીને, ભોજન બનાવી પતિને જમાડતી અને પોતે જમતી. થોડીવાર થાય ત્યાં તો વળી પાછા જુદા જુદા પ્રકારના ઘણા ચેનચાળા કરતી હતી. પિતા જયમતિ પુત્રીનાં લક્ષણો જોઈ દુઃખી થતો હતો. રે ! નસીબ ! મારી દીકરીને આ શું થયું છે ? શું મારી દીકરી ઉપર કોઈએ કામણ કર્યું હશે ? અથવા કયાંથી વળગાડ વળગ્યો હશે ? જયમતિ પ્રધાન તો તે પણ ઉપાય કરવા લાગ્યો. માંત્રિક તાંત્રિક આદિ તેડાવ્યા. વિઘાને જાણનારા તેડાવ્યા. બધાને પૂછવા લાગ્યો. જે કહ્યું તે પ્રમાણે બધું કરવા છતાં કંઈ ફેર ન પડ્યો. દેવ દેવી-ભૂતડાં કાઢવાના ઉપાયો કર્યાં. ભૂતશાકિની-પ્રેત બધાને મનાવવા ઉપાયો કર્યા. જ્યોતિષીને જાણનારાને બોલાવી હોમહવન કરાવ્યા. છતાં કોઈ ફેર ન પડ્યો. બીજીવાર પણ સસરાના ઘરે જમાઈરાજ હવે લજ્જા પામતા હતા. ચોથા ખંડની આ સાતમી ઢાળમાં, સ્ત્રીચરિત્રનું વર્ણન કરી શ્રી શુભવીરવિજયજી કહે છે કે મોહ જંજાળ છોડો. પાર રાયની ન આવ્યો -: દુહા ઃ રોગનો, આણા પાળવી, એક પિયેર નર સાસરે, સંજમીયા માટે વહુ એતા હોય અળખામણા, જો રુપવતીને મહાસતી, તવ સાસરીયે પ્રિયવચ મહાકષ્ટદા usi, દેખી મુજ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૦૮ હાંસીને રાગ ન રહેઠાણ, હાણ. ॥૧॥ સહવાસ, સ્થિરવાસ. ઊંચા ધરાય, શકાય. ગી Page #450 -------------------------------------------------------------------------- ________________ જઇશું પાછા નિજધરે, મુખ દેખાડીશ કેમ ? મિત્રાદિક હાંસી કરે, આવ્યા એમના એમ. જી. એકે દિશિ સુઝે નહિ, પણ જાવું નિધર, દૈવ નચાવે તિણી પરે, નાચવું આ સંસાર પો. સસસને કહે જાઇશું. જબ ખરી સાતા થાય, તવ કાળાંતરે આવશું, એમ કહી પથ પલાય. કો. નિકેતે નિજપુર જઇ, રુપે મોહ્યો તેહ, કુળદેવાકિ માનતા, પૂજા કરે સતી નેહ. Iળ શાકૃતિક જોષી લોકને, પૂછી કરાવે જાપ, મુખ માણ્યું તમ ધન દીએ, દ્રષ્ટિગતો વ્યાપ. ડો. પણ પણ પૂતો છે, કાગ્રહે પીડેલ, કુકડવેને તર 'હિલ, માને મોહાવેલ. . મિત્ર રવિદત્ત વણિકને, પૂછે નારી વિચાર, તે ભણે પરનર લપટી, નારી ઉપર શો પ્યાર ? ૧૦. તુમ દેખત માંદી પડે, વળતાં હોવે સાજ, રક્ત થઇ રહેશો નહિ, એ નારી નિર્લજજ. ૧૧ તારી જમાડ્યા જે ભમ્યા, તે દુઃખીયા સંસાર, સ્ત્રી ચરિત્ર કરે ઘણા, લેશ સુણો અધિકાર. ૧૨ll ૧ - ગાંડો માણસ. - દુહા :ભાવાર્થ: વિરસેન પ્રધાનની પત્ની રૂપાળી વળી સાજી ન થઈ. રોગનો પાર ન આવ્યો. ઘણા ઉપાયો કરવા છતાં ગાંડી રૂપાળી ડાહી ન થઈ. (માનસિક રોગનો પાર ન આવ્યો.) (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૦ Page #451 -------------------------------------------------------------------------- ________________ સાસરીમાં રહેલો વીરસેન મુંઝાય છે. પત્ની સાજી થતી નથી. વળી એક તરફ રાજાની આણાઆજ્ઞા પાળવાની છે. કારણ કે મંત્રીમુદ્રા આંગળી પર ધારણ કરેલી છે. તેથી પોતાના રાજાને વફાદાર રહેવાનું છે. બિચારો વીરસેન શું કરે ? પત્ની ઉપરના મોહે, વીરસેનને જગતમાં હાંસીને પાત્ર બનાવ્યો. સાસરે કયાં સુધી રહે ? શાસ્ત્રકારો કહે છે - વહુ પિયર, પુરુષ સાસરે, વધારે રહે. વળી સંન્યાસી-ત્યાગી મહાત્માઓ ગૃહસ્થીના સમાગમમાં વધારે રહે. જો આ ત્રણે આ રીતે સ્થિરવાસ રહે તો અળખામણા થાય છે. વીરસેન વિચારે છે કે હવે શું કરવું ? મહાસતી સરખી આ મારી પત્નીને શી રીતે છોડીને જવું ? મારી પત્ની ઉપર આ મહાકષ્ટ આવી પડ્યું છે કે જે મારાથી જોઈ શકાતું નથી. હવે તો મારે મારા ઘરે જવું જ પડશે. પત્ની વિનાનો જઈશ તો લોકોને મારું મોં શી રીતે બતાવીશ ? મારો મિત્રવર્ગ પણ મારી હાંસી જ કરશે. કહેશે પણ ખરો કે પત્ની વિનાનો કેમ આવ્યો ? ત્યારે હું જવાબ શું આપીશ ? સ્ત્રીના મોહ થકી વીરસેન મંત્રીશ્વર હોવા છતાં પણ તેની મિત મુંઝાઈ ગઈ છે. શું કરવું ? કોઈ દિશા મને સૂઝતી નથી. છતાં ધીરજ ધરતા વીરસેને જવા માટે પાકો નિર્ણય કર્યો. રે વિધાતા ! તું જે રીતે નચાવે તે રીતે મારે નાચવાનું છે. આનું નામ સંસાર. વિચારતાં વીરસેન સસરાને કહે છે કે અમે તો હવે પાછા જઈશું. પણ હવે તમારી દીકરી ડાહી અને સાજી થશે ત્યારે લેવા આવીશું. આ પ્રમાણે કહી વીરસેન આવ્યો હતો તે રીતે વીલે મોઢે પોતાના નગર તરફ પ્રયાણ કરી ગયો. કેટલા દિવસ બાદ પોતાના રાજપુર નગરે આવ્યો. અહીં આવ્યા પછી રૂપમાં મોહાંધ બનેલો પ્રધાન પોતાના ઘરે આવી દેવદેવી અને કુળદેવીની માનતા કરવા લાગ્યો. પૂજાપાઠ પણ કરવા લાગ્યો. જાપ પણ કરાવે છે. દ્રષ્ટિરાગે મોહેલો વીરસેન શાકુનિક જ્યોતિષને પૂછી, દ્રવ્ય આપી જાપ કરાવવા લાગ્યો. મોં માગ્યું દાન આપે છે. કામગ્રહથી પીડાએલો જ્યાં ત્યાં, જેને તેને પોતાની પત્ની વિષે પૂછવા લાગ્યો. પત્નીની વાત પૂછવામાં હવે વીરસેનને શરમ આવતી નથી. ગાંડો માણસ કુકરવેલ એટલે હલકી જાતની વેલ હાથમાં પકડી હોય તો પણ તે તેને મોહનવેલ - આકર્ષણ કરનારી વેલ માનતો હોય છે. પોતાના મિત્ર રવિદત્તને હવે વીરસેન પોતાની પત્ની સંબંધી વાત કરે છે. વાણિયો રવિદત્ત. વાણિયાની જાત-વાણિયાનો દીકરો હતો. બુધ્ધિશાળી હતો. વીરસેનની વાત સાંભળી, પછી કહેવા લાગ્યો. હે મિત્ર ! તારી સ્ત્રીની શી વાત કરવી ? જે વાત સાંભળતાં તને દુઃખ થાય. વીરસેન - મિત્ર ! જે હોય તે કહો. મને દુઃખ નહિ લાગે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૧૦ Page #452 -------------------------------------------------------------------------- ________________ - રવિદત્ત - મિત્ર! તારી સ્ત્રી ખરેખર, પરપુરુષમાં આસક્ત અને લંપટ બની છે. તો તારી સાથે શી રીતે આવે? તને જોતાં જ માંદી પડે, તે નારી ઉપર મોહ કે યાર રાખવાથી શો લાભ? તું ત્યાં જાય ત્યારે માંદી પડે. તું પાછો આવે ત્યારે તે સાજી થાય. માટે તારી પત્ની ઉપર રાગ ધરવા જેવો નથી. આ સ્ત્રી નિર્લજજ છે. આ સંસારમાં સ્ત્રીના ભરમાયા જે ભમ્યા, તે મહાદુઃખને પામ્યા છે. ઘણી સ્ત્રીઓનાં ચરિત્રો એવા હોય છે કે જે કળી શકાતાં નથી. હે મિત્ર ! તે થકી મોહ ઉપરના અધિકારની કથા કહું તે સાંભળ! -: ઢાળ-આઠમી :(ગોવાળીયા રમો મારગડો મેલીને..એ રાગ.), સુણ સજ્જત શિખામણ કહું, અતિ સરલપણું નહિ સાર, તરુ સરલ સકલન છેતા, તો કેમ કરી માને તાર, ૧ રસિલા મો યણ રસ મેલીને.. એ આંકણી. કવિ વાંચે કથા ઊંધે સભા, તે સવિ વક્તાના વાંક, કેમ હોવે તારી પતિવ્રતા, જેહનો છે માટી રાંક.૨. રામ ગુણ દેખી પરીક્ષા કીજીએ, શું કરીએ કુળ રુપ જાત, સ્નેહાળી સસંભ્રમ દ્રષ્ટિએ, વળી જોવી જન્મતી રાત... all ઉન્માર્ગી યતિ દ્વિજ મૂરખો, બાળરાજા ને કપટી મિત્ર, નારી ભરયૌવત અન્યરતિ, તરતે નહિ ધરતા ચિત... તો એક તિલકપુરે વાવ વસે, નારાયણ નામે સાર, તસ કુલટા કોટિ કપટ ભરી, છે પન્ના નામે તા.ર. પણ એક નિ પરદેશે દ્વિજ ચાલ્યો, રહી નાર ઘર નિઃશંક, એક તરણું ગરસે રમતી, ગમતી તિશિ શયન પથંક.. કોઈ તસ પાડોશન લાલી નામે, નિત્ય શિખામણ દીએ તાસ, તું અબળા ખેલે ખ્યાલ ઘણા, કોઇ દિત તુજ હોય વિનાશ.. છો પણ શીખ ન માને કોઇ તણી, જે વ્યસતી થયાં તરતાર, "તું પયપાતથી ઓસરે, શિર લાગે છે પ્રહાર.. તો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૧૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ દોય વરસે પતિ ઘર આવીયો, સ્નાન ભોજન ભક્તિ વિધાય, કટિ બાળ તિશિવેળા ચલી, નામપિયર સુરાલય જાય..ર.. [[બી પૂર્વ સંકેતિક શાર તિહાં, મળીયાં આવી એકાંત, સુત ભૂમિ ઠવી તેહતી સાથે, રંગ ભોગ વિલાસ કરંત..ર.. [૧૦] સા કામાંધી પાછા વળતાં, મે બાળક પડિમા સાથ, તજી પુત્રને પડિમા કરગ્રહી, ઘર આવી જુવે તિજ હાથ.... ||૧૧|| તવ પૂછે પતિ પ્રતિમા કિસી, સા બોલી વિચારી એમ. તમો દેશાવર જબ ચાલીયા, તવ મેં કરી માનતા પ્રેમ..ર.. ||૧૨ી સુરદેવ યક્ષને એમ કહ્યું, આવશે જ્યારે સુરતીમેળો કરશું ત્યારે, પૂજા કરશું પતિ • પ્રાણનાથ, શ્રમભર્યા, તેણે મેં જઇ પૂજા કીધ, પણ અસુર થયું તમે પૂજા રે ધરાણે સુત લહ્યો, તુમે પડિમાતી પૂજા પાછી પડિમા તસ તુમ પૂજન પડિમા દીધ..ર.. [૧૪] કરો, તેહ.... ||૧|l અથાહ, પછી ย સુત લાવું ગેહ, આપીએ, કરી વિવિધે પૂજા ઠવી પડિમા પુત્રને લાવતી, જુઓ તારીચરિત્ર દ્વિજ જાણે રાગી મહાસતી, મુજ ઉપર શી છે વંઠેલીશું સુખ માતતો, એક દિન ગયો વનફળ કાજ, તિહાં સ્થંભ પડ્યો એક કાષ્ટતો, દીઠો લીધો શિર સાજ.... ||૧૭થી આવીયો, મે ઘરમાં જારશું તાર, ચાહ?.... ||૧૬થી ઘર મધ્ય છુપાવી જાર..ર.. [[૧૮] ચિંતાતુર ગઇ સખી પાસ, વળી 'ચુઅફળ લેઇ ઘર બોલાવી આવી તતક્ષણે, દ્વિજ બેઠો ઘરને બારણે, લાલીની શિક્ષા શિર ધરી, થઇ ઘેલી રચિયો પાસ..ર.. ||૧૯થી મસ્તક ઉઘાડે નાચતી, વળતી હસતી દેતી જેમ તેમ મુખથી લવરી કરે, ફરે ગાથા કહે દેઇ કાંઇ લાલી કહેતી બાપડી, તું અવળા ખ્યાલ અલ્યા જ્યાંથી લાવ્યો લાકડું, તિહાંતુ તિહાં જઇ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૧૨ સાથ..ર.. ||૧૩થી ગાળ, તાળ.... ||૨૦થી ખેલ, મેલ..ર.. [૨૧] મ Page #454 -------------------------------------------------------------------------- ________________ ભટજી આવ્યા તિજ થયો, દ્વિજ ચિંતાતુર વિસ્મય લક્કડભૂત વળગ્યુ લોક વયણે કાષ્ટ ઉપાડીને, ગયો મૂકવા તે વન ઘરમાંથી તસાડીયો, જાર તિ બીજે ચામુંડા ચૈત્યે, સા કરોડીને એમ માંગતી, મુજ નિત્ય નિત્ય પૂજે જઇ એમ કહે, ચામુંડા પૂંઠે રહ્યો, જઇ હરામ, ઠામ..ર.. ||૨|| ગેહ, પૂજી કુસુમ ગેહ..ર.. I॥૨૩॥ કતને કરો અંધ, દ્વિજ ચિંતે શ્યો પ્રતિબિંબ.... ||૨૪॥ દ્વિજ ગુપ્તપણે દેખંત, સો વદંત.... ૨૫મી સા પૂજતી, તવ સ્વરભેદે મુજ ભક્તિ હું સૂંઠી તું વર માગ, અંધ કરો, મુજ જારતો ફાવે લાગ..ર.. પીકી આવી કુસુમે કહે પદ્મા તું નિત્ય ભણે સા મુજ પતિ કહે દૈવી પુત્રી સાંભળો, પતિને દેશે ધૃત શુદ્ધ, જિમ જિમ ધૃત ખાવે બહુ, તિમ તિમ થાશે તે અંધ.... ||૨૭થી સુણી ઘર જઇ તિત્ય બહુ ધૃત દીએ, ભોજન માંહિ ધરી પ્રેમ, તેમ ક્તિ પ્રત્યે દ્વિજ કહે તારીતે, નયતે નવિ સુઝે કેમ ?..ર.. [૨૮] ધરી હર્ષ ચામુંડા નિત્ય પૂજે, દ્વિજ પણ ધૃતથી બળસાર, એક દિન કહે અંધ થયા અમે,- તવિ દેખાયે ઘરબાર..ર.. ॥૨॥ સા જારશું રમે તિત્ય રંગથ્થું, નિશદિન આવે તે જાય, નિદ્રાભર નિશિ બિઠું એકા, દ્વિજ દંડ લઇને ધાય..ર.. ||૩|| ૐ કરીને હણ્યો, શબ નાખ્યું ગોખથી હેઠ, તુમતે પણ કરશું ઠેઠ.... ||૩|| આવ્યો યોગીશ્વર એક, ભણે નારીને એમ કરશો ફરી, એક વિસે ભિક્ષા કારણે, રે, સા ભિક્ષા દેતાં મોહી રહી, દેખી રુપે અતિરેક.... ||૩૨થી જોગી જાતાં સા સાતમે, માળે ચઢી પુરબાહિર ટેકરી ઉપર, દીઠો જોગી તિથિ કુંતને નિદ્રાવશ કરી, ગઇ રાત્રે સા પ્રાર્થના કરતાં યોગી ભણે, આવી પણ રહેવાસ..ર.. [33]] તમ પાસે, જાઓ નિરાશ.... ||૩૪|| શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૧૩ જોવે તાસ, Page #455 -------------------------------------------------------------------------- ________________ સા કહે શા માટે એમ વો, ભણે જોગી નું પરમાર, અમે પરવારીથી વેગળા, વસી તપ કરીએ સંસાર.. પણ સા પાછી ઘર આવી કરી, તરવારે કત હણંત, યોગી પાસે જઇ એમ વદે, હું પરસ્ત્રી નહિ તમે કત.ટ. ૩છો ભણે યોગી કેણી રીતે કહો, મેં માર્યો વહે ભરતાર, સો ભણે તુજ મુખ જોવું નહિ, જગમાં તું પાપિણી તા. ર3 વિલખી પાછી ઘર આવીને, કરે રોતી સોર બકોર, બહુ લોક મળ્યાં તવ બોલતી, પિયુ મારી નાઠો ચોર.ર. ૩૮ પરભાતે સતી થઇ નીકળી, સુતને ઠવી પિયરવાસ, ચયમાં પતિશું ભેગી મળી, જુઓ તારીચત્રિ તસ્પાસ.ટ. ૩ ચોથે ખંડ કહી આઠમી, એ ઢાળનો લહી આસ્વાદ, શુભવીર વિવેકી પ્રાણીયા, ધરજો કુળવટ મર્યાદ.૨. /roll ૧ - બિલાડો, ૨- કેરી. -: વળ-૮ : ભાવાર્થ : હે સજ્જન મિત્ર વીરસેન સાંભળ! જે શિખામણ કહું તે મન દઈ સાંભળજે ! જે વાતમાં તારું હિત સમાએલું છે તે વાત કહીશ. તું ઘણો સરલ છે. અતિશય સરલપણું, તેમાં પણ સાર નથી. અતિશય સરલતા હાનિકર્તા છે. વૃક્ષ સરલ છે તો લોકો તેને છેદે છે. નારી સરલ હોય તો તેની સાથે મનમેલીને, હે રસિયા મિત્ર! રાતભર, દિનભર રમો. પણ જો તે નારી સરલ ન હોય તો તારી વાત ન માને તો મેં રમાય ? જેમ કે કથારસિક કથાકાર જ્યારે કથા વાંચે પણ જો શ્રોતાગણ ઊંધે તો.... વક્તાનો વાંક કહેવાય કેમ કે વક્તાની કહેવાતી કથામાં શ્રોતાને રસ ન પડ્યો. તેથી શ્રોતાને સાંભળતાં રસ ન પડે તો પછી ઊંધે જ ને! જેનો પતિ રંક હોય તો તેની સ્ત્રી પતિવ્રતા કેવી રીતે કહેવાય? માટે ગુણથી પરીક્ષા કરવી. રૂ૫-જાત-કુળની વાત તો શી કરવી? રૂપ-જાત-કુળથી કયારેય પરીક્ષા સાચી થતી નથી. હે સ્નેહી મિત્ર ! આ કારણોથી તારું (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૧૪ Page #456 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત ભ્રમિત થઈ ગયું છે. તારી નજર પણ ચકળવકળથી જોયા કરે છે. જન્મની કુંડળી પણ જોવી જોઈએ. કહેવાય છે કે ઉન્માર્ગે ગયેલો પુરુષ, યોગી, બ્રાહ્મણ, મૂર્ખ માણસ, બાળરાજા, કપટી મિત્ર તથા યૌવનવયવાળી સ્ત્રી, આટલી વસ્તુ કયારેય બીજાને સોંપવી નહીં. નહિ તો તે આપણાં રહેતાં નથી. બીજાના રંગે ચડતાં બીજાના થઈ જતાં વાર લાગતી નથી. તિલકપુર નામે એક નગર હતું. નારાયણ નામે બ્રાહ્મણ આ નગરમાં રહેતો હતો. એક નહિ બે નહિ પણ કરોડો કપટથી ભરેલી પદ્મા નામે સ્ત્રી હતી. પદ્મા મહાભયંકર કુલટા સ્ત્રી હતી. એકદા નારાયણને બહારગામ જવાનું થયું. ઘરમાં કપટી ભાર્યા પદ્મા નિર્ભયપણે એકલી રહેવા લાગી. કોઈનાથી પધાને જરાયે ડર લાગતો નહોતો. માથે તો કોઈ કહેનાર હતું જ નહિ. કોઈ એક પુરુષની સોબત થતાં, યૌવન અને શીલને જાળવી ન શકી. નિઃશંકપણે રાતદિવસ એની સાથે જતી આવતી હતી. જારપુરુષની સાથે મનમાની કામક્રીડા કરતી હતી. રાતદિન તે જારપુરુષ પદ્માને ત્યાં પડી રહેતો હતો. પાડોશમાં તથા શેરીમાં તેની વાતો થતી હતી. લાલી નામની તેની પાડોશણ દરરોજ શિખામણ આપતી હતી. બેન ! તું બીજા પુરુષની પાછળ આસક્ત થઈ છે. તે સારું નથી. કયારેક તારા માટે ખતરનાક નીવડશે. માટે આ બધા અવળા ચાળા કરવા મૂકી દે. નહિ તો કયારેક તારો વિનાશ થશે. પરપુરુષમાં આસક્ત પઘા પડોશી લાલીબાઈની શિખામણને ગણકારતી નથી. પોતાનો પતિ પરદેશ ગયો હતો. કોણ જોનાર હતું? સ્વતંત્રપણે ભોગોને ભોગવતી હતી. જેઓ વ્યસનમાં ચકચૂર હોય છે અથવા જે વ્યસનોના દાસ બન્યા, તે કયારેય વ્યસનથી મૂકાતા નથી. દૂધપાન કરતો બિલાડો, ઘરમાં વારંવાર તે જગ્યા પર દૂધ પીવા આવે છે. રોજ દૂધ પીવાની આદતે દૂધનો માલિક જ્યારે ખબર પડે કે દૂધ દરરોજ બિલાડો જ પી જાય છે ત્યારે તક રાખીને દૂધ પીતા બિલાડાને માથામાં લાકડી પ્રહાર કરે ત્યારે બિલાડાને ખબર પડે છે કે દૂધ પીવાનું વ્યસન કેવું દુઃખદાયી છે. નારાયણ બ્રાહ્મણ પરદેશથી બે વરસે ઘરે આવ્યો. પદ્મા પોતાના પતિની આગતા-સ્વાગતામાં પડી. સ્નાન કરાવ્યું. પછી સારી રીતે ભોજન કરાવ્યું. પતિને આરામ કરવાનું કહીને તે તૈયાર થવા લાગી. જારપુરુષ વિના દિવસ તો જેમ તેમ પસાર કર્યો. પોતાના બાળકને કેડે ચડાવી ઘરની બહાર નીકળી. સ્વામી નારાયણને કહેતી ચાલી કે હું પિયર જાઉં છું. પિયરનું નામ પડતાં કોણ બોલે કે - તું ન જા. કેડમાં બાળ ચડાવી ગામની બહાર રાત્રિ વેળાએ પહોંચી. જ્યાં જારની સાથે મળવાનો સંકતે કર્યો હતો તે દેવના મંદિરે પહોંચી, જારપુરુષની સાથે દેવમંદિરમાં રાત રહી. બાળકને બાજુમાં મૂકી જારની સાથે કામક્રીડા કરવા લાગી. મનમાન્યા ભોગ ભોગવી પુરુષ પોતાના રસ્તે ચાલ્યો ગયો. પદ્મા પણ જલ્દી ઘેર આવવા માટે પોતાના બાળકને ઊતાવળી ઊતાવળી લેવા દોડી. પણ. પણ... તે બાળક દેવમંદિરમાં રહેલી પ્રતિમા સાથે રમતો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૧૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ હતો. તો પદ્મા બાળકને બદલે પ્રતિમાને કેડે ચલાવી ઘેર આવી. ઘરમાં આવી જતાં સુધી પણ પધાને ખબર ન પડી કે પ્રતિમા ઘેર લઈ આવી. પતિ નારાયણ પત્નીની આવા પ્રકારની ચેષ્ટા જોઈ વિસ્મય પામતાં પૂછ્યું - તું આ શું લઈ આવી છે ? મારું બાળક કયાં? પતિના પૂછવાથી જ પદ્મા ચમકી. રે ! આ શું કર્યું. ત્યારે ભાન આવ્યું કે હું બાળકને બદલે પથ્થરની પ્રતિમા લઈ આવી છું. તરત તો જવાબ ન આપ્યો. ત્યાં તો નારાયણે બીજીવાર પૂછ્યું - રે ! મારું બાળક કયાં? પ્રતિમા કયાંથી લાવી? પદ્મા તો ચોંકી ઉઠી. પદ્મા વિચારી રહી. વિચારીને જવાબ આપ્યો. પઘા - સ્વામીનાથ ! તમે પરદેશ ગયા ત્યારે આખડી (બાધા) રાખી હતી. નગરના પાદરે દેવાલયમાં રહેલા યક્ષની બાધા હતી, કે મારો સ્વામી ક્ષેમકુશળ ઘરે આવી જશે ત્યારે મારા પતિને સાથે લઈ આવીશ. હે દેવ! તારી પૂજા કરીશ. પછી જ પતિ સાથે રતિક્રીડા કરીશ. પણ આપ તો રસ્તાના પ્રવાસ કારણે ઘણા થાકી ગયા છો. વળી સાંજે ખાતાં પીતાં મોડું પણ થયું છે. થાકેલા તમે યક્ષાલયના મંદિરે કેવી રીતે આવો? માટે હું તે બાધા પૂરી કરવા યક્ષાલયના મંદિરે ગઈ હતી. આપ મારી સાથે યક્ષાલયે ન આવ્યા. મેં તો યક્ષની પૂજા કરી. પાઠ પણ ભણ્યો. પણ તમારી પૂજા તો અધૂરી રહી. યક્ષાલયના યક્ષે મને બહાર નીકળતાં રોકી. કહ્યું કે તારા પતિએ પૂજા કરી નથી. મેં કહ્યું કે પરદેશથી આવ્યા છે થાકી બહુ ગયા છે. તેથી સાથે આવ્યા નથી. દેવરાજ ! બોલો શું કરું? દેવરાજ - હે સ્ત્રી! તે ભલે ન આવ્યો. તો આ મારી પ્રતિમા લઈ જા. ઘરે સ્વામી પાસે પૂજા કરાવી લે. પછી પાછી આવી મૂકી જા. પ્રતિમા આપું છું પણ તે બદલામાં તારા આ બાળકને મારી પાસે મૂકી જા. જ્યારે પ્રતિમા આપવા આવે ત્યારે બાળકને લઈ જજે. દેવની વાત મેં માની લીધી. ને તમારા માટે આ પ્રતિમા પૂજા કરવા લઈ આવી. આપ જલ્દી પૂજા કરી લ્યો. મારો બાળ ત્યાં રડતો હશે. ભોળ બ્રાહ્મણ સ્ત્રીના ચરિત્રને જાણતો નથી. પોતાની પત્નીને મહાસતી માનતો હતો. પત્ની ઉપર ઘણો સ્નેહ વરસાવતો તરત સ્નાન કરીને પ્રતિમાની અબીલ ગુલાલથી પૂજા કરી. પદ્મા બ્રાહ્મણી તરત પ્રતિમા ઉપાડી યક્ષના મંદિરે મૂકી પોતાના બાળકને લઈ આવી. રે વાચક! જુઓ તો સ્ત્રીચરિત્ર કેવાં? પોતાની પત્ની ઉપર અતૂટ વિશ્વાસ રાખતો મનથી માને છે કે પત્ની મારી ઉપર ઘણો સ્નેહ રાખે છે. વિંઠેલી સ્ત્રી સાથે સુખોને ભોગવતો, પોતાને મહાસુખી માનવા લાગ્યો. એક દિન નારાયણ વનફળ લેવા દૂર દૂર જંગલમાં ગયો. વનફળ શોધતાં જંગલમાં મોટા સ્તંભ જેવું લાંબું લાકડાનું થડ આડું પડેલું જોયું. ઘરમાં કામ લાગશે, વિચારી બ્રાહ્મણ લાકડું માથા ઉપર ઊંચકી ઘરે લઈ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૧ Page #458 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. સાથે થોડાં આમ્રફળ પણ લેતો આવ્યો હતો. પતિ જંગલમાં ગયો જાણી, આ બાજુ પધાએ પોતાના જારને ઘરમાં બોલાવ્યો. તેની સાથે રંગભર વિલાસ કરતી હતી. દૂરથી જ નારાયણે પોતાની પત્નીને બૂમ પાડી બોલાવી. પોતાના જારને ઘરમાં મધ્યભાગનાં ખૂણામાં સંતાડી તરત આંગણામાં આવી. હૈયામાં મોટી ફાળ પડી. સ્વામી આટલો જલ્દી આવી જશે, તેવું વિચાર્યું નહોતું. ઘરમાંથી જારને બહાર શી રીતે કાઢવો? એ વિચારમાં હતી. સ્વામી આંગણે આવી ઊભો. માથા પરનું લાકડું નીચે નાખ્યું. શ્વાસ ખાવા બેઠો. ત્યાં જ પદ્મા પાડોશન સખી લાલીને ત્યાં પહોંચી ગઈ. લાલીને બધી વાત કરી. લાલીએ રસ્તો બતાવ્યો. શિખામણ આપી કે મેં ના પાડી છતાં તું ન માની, પણ હવે શું થાય? અહીંથી ગાંડી બનીને જા ! વાળ છૂટા કરી નાચતી કૂદતી વળી રડતી - વળી હસતીને ગાળો દેતી તારા આંગણે જઈ જુદા જુદા ચાળા કરજે. વળી હાથતાળી આપી ગીત પણ ગાતી ગમે તેમ બકજે. લાલીની શિખામણ માથે ધરી. પઘા જુદા જુદા ચાળા કરતી નારાયણ પાસે આવી પહોંચી. નારાયણ તો પોતાની પવાના આવા પ્રકારની હાલત જોતાં ડરી ગયો. શું કરવું? સૂઝ ન પડી. - તમાશાને તેડું ન હોય. શેરીના ગામના લોક નારાયણના આંગણા આગળ ભેગા થયા. પાડોશન લાલી તો તરત જ પાછળ આવી હતી. તે નારાયણને જોવા લાગી રે ભાઈ! આ શું થયું? નારાયણ તો ડરી જ ગયો. શું જવાબ આપે? લાલી તો આગળ બોલવા લાગી - રે ભાઈ! નારાયણ ! આ તારી સ્ત્રીને ભૂત વળગ્યું લાગે છે. આ લાકડું લઈ આવ્યો છું તેમાં જ ભૂત હશે. જે ભૂત તારી સ્ત્રીને વળગ્યું છે. તારી સ્ત્રીને બચાવવી હોય તો આ લાકડું જ્યાંથી લાવ્યો હોય ત્યાં જઈ જલ્દી પાછું મૂકી આવ. લાલીની વાત સાંભળી લોકો પણ કહેવા લાગ્યાં “લાકડામાં ભૂત છે.” “લાકડામાં ભૂત છે.” નારાયણ વિસ્મય પામતાં ચિંતામાં ડૂબી ગયો હતો. લોકોની બૂમાબૂમ સાંભળી, ઊભો થયો. જે લાકડું લાવ્યો હતો તે લાકડું વળી પાછું માથા ઉપર મૂકી જંગલમાં મૂકવા ચાલ્યો ગયો. થોડીવારમાં પડ્યા તો વળી ડાહી થઈ ગઈ. લોકો સૌ ચાલ્યા ગયા. અવસર જોઈ પદ્માએ ઘરમાંથી જારને નસાડી મૂક્યો. આ બાજુ નારાયણ પણ જંગલમાં લાકડું નાખી ઘરે આવી ગયો. જોયું તો પોતાની સ્ત્રીને વળગાડ રહ્યો નથી. ડાહી થઈને રહી છે. પદ્મા બીજે દિવસે ચામુંડાના મંદિરે ચામુંડા માતાની પૂજા કરવા લાગી. ફૂલ, ફળ, અબીલ, ગુલાલથી પૂજા કરી. પૂજા કર્યા બાદ પવા વળી માંગતી હતી. હે ચામુંડા મા ! મારા પતિને આંધળો કરજો. આ પ્રમાણે માંગણી કરીને માતા પાસે ઘણાં ફૂલો અને નૈવેદ્ય વગેરે મૂકતી હતી. રોજનો આ ક્રમ જોઈ નારાયણ વિચારવા લાગ્યો કે આ રોજ કયાં જાય છે? પત્નીના ચરિત્રની ગંધ આવતાં ચામુંડાની મૂર્તિ પાછળ જઈને સંતાઈ ગયો. અવસર થતાં પદ્મા પૂજા કરવા આવી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૧૭ Page #459 -------------------------------------------------------------------------- ________________ પૂજાપાની થાળી હાથમાં છે. માની પૂજા કરી. મંત્રપાઠ પણ કર્યો. છેલ્લે માના ચરણમાં શીશ ઝૂકાવીને પ્રાર્થના કરતી હતી. તે ટાણે મૂર્તિ પાછળ સંતાયેલો નારાયણ, પોતાનો અવાજ બદલીને બોલ્યો - હે ભોળી સ્ત્રી! તું મારી દરરોજ ભક્તિ કરે છે. તારી ભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું. માંગ ! માંગ! તારે જે જોઈએ તે માંગ. હું જરુર આપીશ. તે સાંભળી પાને આનંદ થયો. પદ્મા તો માનો અવાજ સાંભળી અવાક થઈ ગઈ. મા મારી ઉપર પ્રસન્ન થયા છે તો માંગી લેવા દે. પઘા વરદાન માંગવા તૈયાર થઈ. પદ્મા - મા! મા! મારી ઉપર પ્રસન્ન થયા છો ને વરદાન માંગવા કહ્યું, તો મા ! સાંભળ! મારા પતિને આંધળો કરી દ્યો. જે કારણે મારા મનમાનીતા પુરુષની સંગે હું દિન-રાત રમ્યા માતાજીની પાછળ રહેલો નારાયણ આ સાંભળી છક થઈ ગયો. રે ! હું તો મહાસતી માનતો હતો તેના બદલે આ તો કુલટા નીકળી. ઠીક ! લાગમાં આવી છે. માતાજીના રૂપમાં નારાયણ બોલ્યો - હે પુત્રી ! સાંભળ! તારા પતિને ભોજનમાં રોજ શુધ્ધ ચોખું ઘી વધારે આપજે. જેમ જેમ ઘી વધારે પેટમાં જશે તેમ તેમ તે ધીમે ધીમે આંધળો થતો જશે. પદ્મા ચામુંડા માતાની વાત સાંભળી ખુશ થઈ. હવે નારાયણને ભોજનમાં દરરોજ ચોકખા ઘીનો શીરો આદિ મિષ્ટાન સવાર બપોર સાંજ આપવા લાગી. તેમાં ઘી વધારે વપરાય તેવી વાનગી બનાવી પ્રેમથી નારાયણને જમાડતી હતી. નિરાંતે મિષ્ટાન્ન આરોગતો નારાયણ વધારે આનંદ પામતો હતો. ઘી-ખાંડ-ગોળના ભોજને શરીરનું બળ વધવા લાગ્યું. તગડા જેવો થવા લાગ્યો. દિવસો પર દિવસો જવા લાગ્યા. નારાયણ પત્નીને કહે છે - હે ભદ્ર ! મને રોજ મિષ્ટાન કેમ પીરસે છે? પદ્મા - સ્વામી ! પરદેશ જઈ આવ્યા છો. જુઓ તો સહી ! તમારું શરીર કેટલું દૂબળું પડી ગયું છે. કંઈક સશક્ત થાવ. ને તમારા શરીરનું બળ વધે. માટે શક્તિવાળાં ભોજન બનાવું છું. નારાયણ - હે દેવી! તારી વાત સાચી છે. હમણાં હમણાં મારી આંખે ઝાંખુ દેખાતું હતું. બે દિવસથી તો હવે દેખાતું પણ બંધ થવા લાગ્યું છે. ઘીની વાનગી રોજ ખાવાથી આંખે દેખાતું ઓછું થતું લાગે છે. પઘા - ના! ના ! સ્વામી ! એવું ન હોય. કવિરાજ કહે છે - હે શ્રોતાજનો ! સાંભળો એકબીજાને છેતરવા કેવા પ્રપંચો કરે છે. કેવી યુક્તિઓથી પોતાની જાતને બચાવે છે. પદ્મા જાણે મારી કરણીની મારા સ્વામીને જરાપણ ગંધ સરખી આવી નથી. પોતે કરેલો કીમિયો પાર પાડતાં મનમાં આનંદ પામતી હતી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) * ૪૧૮ Page #460 -------------------------------------------------------------------------- ________________ નારાયણ પણ જાણે પોતે કશું જ જાણતો નથી. તે રીતે વર્તન કરે છે. વાહ ! કેવો સંસાર ! આ સંસારને દૂરથી સલામ. પદ્મા પોતાના સ્વામીની વાત સાંભળી મનમાં મલકાય છે. એક દિન જરુર નારાયણની આંખો જોવાનું બંધ કરશે. મારી ઈચ્છા પૂરી થશે. અંતરમાં ઘણી આનંદ પામતી પદ્મા બહારથી સ્વામી નારાયણને આશ્વાસન આપવા લાગી. વળી હૈયામાં હરખાતી પદ્મા શ્રધ્ધાથી દરરોજ ચામુંડા માતાની હરખભેર અધિક અધિક પૂજા કરવા લાગી. જ્યારે નારાયણ દરરોજ ઘી ખાઈને શક્તિ ભેગી કરી બળવાન થવા લાગ્યો. વળી થોડા દિવસ ગયા. કપટી પત્નીનો પતિ પણ કપટી બન્યો. પદ્માને કહેવા લાગ્યો - હે દેવી ! આજે મને આંખે દેખાતું નથી. પદ્મા - શું કહો છો ! સ્વામી ! દેખાતું નથી ? નારાયણ - ના, મને આજે બિલકુલ દેખાતું નથી, જો ને આ ઘર, ઉંબરો, બહાર વસ્તુ વગેરે મને કંઈ જ દેખાતું નથી. આ પ્રમાણે કહીને નારાયણ હવે આંધળાની જેમ પ્રવૃત્તિ કરવા લાગ્યો. પદ્માને વિશ્વાસ પાકો થાય, તેથી અથડાતો ભટકાતો ઘરમાં ફર્યા કરે છે. ઘરની બહાર જવાનું બંધ કર્યુ. પદ્માને વિશ્વાસ બેસી ગયો. મારો સ્વામી તદ્ન હવે દેખી શકતો નથી. પદ્માને જોઈતું હતું તે મળી ગયું. પોતાના જારપુરુષને બોલાવીને નિર્ભયપણે મૌન રહી છાની રમવા લાગી. દિવસ અને રાત પણ જોતાં નથી. વાસનાનાં ભૂખ્યા બંને ઘરની મધ્યે ભોગ ભોગવવા લાગ્યા. હવે જારપુરુષ પણ તદ્દન મૌનપણે ઘરમાં જ રહ્યો છે. કયારેક ઘરની બહાર જાય. કયારેક ન પણ જાય. ‘નારાયણ આંધળો છે.’ સમજી બેઠેલી પદ્મા જાર સાથે રમવામાં કોઈ મર્યાદા રાખતી નથી. નારાયણે આ નાટક થોડા દિવસ જોયા કર્યું. પણ કયાં સુધી પત્નીના દુષ્ટ ચરિત્રો જુએ ? પોતાની હયાતીમાં પોતાની પત્ની પરાયા પુરુષ જોડે દિનભર કામક્રીડા કરે, તે શી રીતે સહન કરે ? એક રાત્રિએ બળવાન બનેલો નારાયણ જાડી ડાંગ લઈને પલંગે સૂતેલી પદ્મા અને સાથે સૂતેલો જારપુરુષને મારવા ધસી આવ્યો. ડાંગે ડાંગે તે પુરુષને મારવા લાગ્યો. ડાંગના અસહૃા પ્રહારથી જારપુરુષ ત્યાં ને ત્યાં મરણને શરણ થયો. પદ્મા તો પલંગમાંથી સીધી ઊભી થઈ, દૂર જઈને ઊભી. કરે પણ શું ? મરેલા તે પુરુષના શબને ઘરની બારી થકી નીચે ફેંકી દીધું. પછી પત્નીને કહેવા લાગ્યો, કે આવી રીતે બીજીવાર કરશો તો જે હાલ તારા જારના થયા તે જ હાલ તારા કરીશ. પતિના આક્રોશભર્યા વચનો સાંભળીને પદ્મા થોડા દિવસ સુધી સીધી ચાલી. કૂતરાની પૂંછડી ભૂંગળીમાં શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૧ Page #461 -------------------------------------------------------------------------- ________________ સીધી. બહાર કાઢો ત્યારે વાંકી. તે જ પ્રમાણે પદ્મા હતી. થોડા દિવસ ગયા ત્યાં તો વળી એક દિવસ કોઈ યોગીરાજ ભિક્ષાર્થે શેરીમાં આવ્યો. ફરતો ફરતો પવાના ઘર આંગણે આવી ઊભો, આ યોગીરાજ રૂપે સ્વરૂપે ફૂટડા હતા. યોગીને જોતાં જ પડ્યા તેના ઉપર મોહી પડી. મોહાંધ પદ્મા યોગીને ભિક્ષા આપતાં તેની સામે ટગર ટગર જોતી. મુખ મલકાવી હસતી હસતી ઘણી બધી ભિક્ષા આપી. ભિક્ષા લઈ યોગી તો પોતાના માર્ગે ચાલ્યો ગયો. યોગી કયાંથી આવ્યા? તે જોવા માટે પદ્મા પોતાની હવેલીની સાતમે માળે ચડી જોવા લાગી. યોગી કયાં જઈ રહ્યા છે? યોગી તો રાજમાર્ગે થઈને નગરની બહાર એક નાની ટેકરી ઉપર યોગીનો વાસ જ્યાં હતો ત્યાં પહોંચ્યા. પધાએ યોગીરાજનું રહેઠાણ જોઈ લીધું. તે દિનની રાત્રિએ પદ્મા પોતાના સ્વામીને ખવડાવી પીવડાવીને નિરાંતે નિદ્રાદેવીના ખોળે પોઢાડ્યા. જ્યારે બરાબર નારાયણ નિદ્રાધીન થયો એટલે પધા ચૂપચાપ નીકળી ગઈ. નગરની બહાર યોગીરાજની ઝૂંપડીએ પહોંચી. યોગી તો પોતાના ભગવાનની ભક્તિમાં લયલીન બનીને ભજન કરતો હતો. પદ્મા યોગી પાસે આવી ઊભી. ક્ષણવાર થોભી. પછી હાથ જોડી વિનવવા લાગી. અવાજ સાંભળી યોગીએ આંખો ખોલી. જોયું તો સામે સ્ત્રી. સાવધાન થઈ ગયા. પદ્મા ને તો ફરી પ્રાર્થના કરીને કહેવા લાગી. પદ્મા - હે યોગીરાજ ! મારો સ્વીકાર કરો. યોગી - અમે તો યોગી છીએ. જા ! તું જે રસ્તેથી આવી તે રસ્તે ચાલી જા. અમે તો સંસાર-સમાજસ્ત્રી-સંતાનથી પર છીએ. માટે તું ચાલી જા. પઘા - હે નાથ ! શા માટે આવું બોલો છો? હું સ્વેચ્છાથી આવી છું. મારો સ્વીકાર કરો. યોગી - હે સ્ત્રી ! અમે યોગી છીએ. આવી માંગણી શા માટે કરો છો? વળી તમે પરનાર છો. પરનાર - પરસ્ત્રી તો અમારે માતા-બહેન છે. અમે સ્ત્રીથી વેગળા વસીએ છીએ. જંગલમાં રહી તપ-જપ કરનારા સાધુ છીએ. અમને સ્ત્રીની જરૂર નથી. પદ્માએ જાણ્યું કે યોગી મારો સ્વીકાર નહિ કરે. ઘરે પાછી આવી. વિચારી રહી છે. હું પરસ્ત્રી. પરસ્ત્રીનો પતિ હયાત હોય ત્યાં સુધી મારો સ્વીકાર ન કરે. પતિ જીવતો જ્યાં છે તો પરનારી હું પણ તેને હણી નાંખુ તો હું પરનારી ન કહેવાઉં. પતિનું કાસળ કાઢી નાખવા, કઠણ કલેજાની પધા ઘરના ખૂણામાં રહેલી તલવાર લઈ આવી. પળનોયે વિલંબ કર્યા વિના ઉંધતા એવા નિર્દોષ પતિ નારાયણને હણી નાખ્યો. પતિને મારી નાંખ્યા પછી તરત જ પવા યોગી પાસે પહોંચી ગઈ. વળી હાથ જોડી કહેવા લાગી. પદ્મા - હે યોગીરાજ! હું હવે પરનારી નથી. મારો સ્વીકાર કરો. મને પત્ની તરીકે સ્વીકારી મારી ઈચ્છા પૂરી કરો. આજથી તમે મારા પતિ છો. યોગી છે સ્ત્રી ! તું કેવી રીતે કહે છે કે હું પરસ્ત્રી નથી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४२० Page #462 -------------------------------------------------------------------------- ________________ પદ્મા - હે નાથ ! મેં મારા પતિને હણી નાખ્યો. હું હવે પરસ્ત્રી નથી. આ હત્યારી સ્ત્રીની વાત સાંભળી યોગી ધ્રૂજી ઉઠ્યા. પદ્માને જવાબ આપતાં જરાયે હૈયે કચવાટ ન થયો. યોગી - રે પાપિણી ! તું તો મહાપાપિણી છે. તારું કાળું મુખ જોવાલાયક નથી. તું અહીંથી ચાલી જા. યોગીએ ધૂત્કારી, અપમાન કરી, કાઢી મૂકી. હવે વિલખી થઈ પદ્મા ઘેર આવી. મોટેથી રડીને શોર બકોર કરી મૂકયો. શોર સાંભળી સૌ લોકો ભેગા થયા. પદ્મા કહેવા લાગી, કે ઘરમાં ચોર આવ્યો. તેણે મારા પતિને હણી નાખ્યાં, ને ભાગી ગયો. સવારે પતિ સાથે અગ્નિમાં બળવા તૈયાર થઈ. પુત્રને પિયેરવાસમાં સોંપી, પોતે પતિ સાથે બળી મરી. અને સતી થઈ. જુઓ ! સ્ત્રીના ચરિત્ર કેવાં ? જે પુરુષો સ્ત્રીના પાશમાં ફસાય છે, તે પોતાના પ્રાણ ગુમાવે છે. આ ચોથા ખંડને વિષે આઠમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે હે વિવેકીજનો ! સાવધાન થઈ તમે તમારી કુલમર્યાદાને સાચવજો. મિત્ર દ્દષ્ટિરાગવશ વિજયપુરે વીરસેન માતપિતા વચન માય સુણી અમઘા હિતશીખતાં, પ્રાણીયા, રૂપાળીનો, યોગે -: દુહા ઃ જબ ઘણ રૂપાળી અતિ ભક્તિશું, એમ નિત્ય નિત્ય ઘર પસાય કરી દીયો, જોગણ રાગે ઘડી, ન માને કહું કરી, ગયા પછે, આપે પડખે બહુ હર્ષિત હુઆ, પણ ६८ તિરુજા થાપશે, તેડાવશું અવસર એક યોગિણી, આવી ભિક્ષા ટુચ્યાં સુણજો ૪૨૧ નહિ સુંદર ભોજન તેડતી, રીઝવીને લોહતું મંત્રીને જિમ હવે દુશ્મન વળીયુ તમ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ થઇ ચિત્તમઝાર, સંસાર. ॥૧॥ અધિકાર, હોશિયાર. ॥ કાળ, તત્કાળ. ॥૩॥ હેત, દેત. ॥૪॥ પૂછત, vic. 11411 કીધ, દીધ. ॥૬॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ એ વેલિયું રૂપાળી નિ કેતે આવ્યા આર લેઇ નર તારીને, હરખશું, જયમતિ બહુ દીએ, ક ધર્મે કપિ ગુપ્તપણે હવે હવે, સહુને સ્ત્રી ચરિત્ર -ઃ દુહા ઃ તેડાવે હ ન હોય, સોય. [[] જામાત, માત. llell ભાવાર્થ : વણિક મિત્ર રવિદત્તના દ્દષ્ટાંતે કહેલાં, સાચાં અને હિતવચનો સાંભળ્યાં. છતાં વીરસેન મંત્રીને હૈયામાં રુચ્યાં નહિ. દ્દષ્ટિરાગમાં અંધ બનેલા પામર જીવો કયારેય સારાસારનો વિચાર કરતા નથી. આ જ સંસારમાં મોટું આશ્ચર્ય છે. આ તરફ વિજયપુરમાં રૂપાળીની વાત જાણીએ. હવે બીજીવાર જ્યારે વીરસેન તેડવા ગયો ત્યારે સ્ત્રીચરિત્રને દેખાડતી, વીરસેન, પત્ની લીધા વિના પાછો ફર્યો. સમાજ-સગાં-અને મિત્રની વચ્ચે વીરસેન હાંસીને પાત્ર બન્યો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४२२ રૂપાળીએ જાણ્યું કે વીરસેન પોતાના નગર તરફ પાછો ગયો. તો જે વળગાડ વળગ્યો હતો તે હવે દૂર થવા લાગ્યો. ધીમે ધીમે રૂપાળી પોતાના ચરિત્રોને બંધ કરવા લાગી. ને હવે શાંત અને ડાહી થઈ ગઈ. પોતાની દીકરી સાજી થતાં માતા-પિતા ઘણાં હર્ષ પામ્યાં. પણ ભાવિમાં કેવો સમય આવશે ? કેવી પરિસ્થિતિ સર્જાશે ? તેની ચિંતા મા-બાપને રહેતી હતી. સંપૂર્ણ સાજી થઈ છે દીકરી, ત્યારે જમાઈરાજને કહેરાવવું જોઈએ. એમ વિચાર કરતાં હતાં. તે અવસરે એક યોગિણી નગરમાં ભિક્ષાને કારણે ફરતી રૂપાળીની હવેલીએ આવી ઊભી. રૂપાળી પોતાના મહેલમાં મદભર યુવાનીમાં જારપુરુષ ગોવાળની સાથે મનભેર રમતી હતી. યોગિણીના સમાચાર પરિચારિકા આવીને આપી ગઈ. યોગિણીને હવેલીમાં બોલાવી લાવવા કહ્યું. યોગિણી આવી ઊભી. રૂપાળી બે હાથ જોડી પ્રણામ કરી કહેવા લાગી - પધારો ! રૂપાળીએ રસોડામાં જઈ હરખભેર ઘણા ભાવપૂર્વક ભોજન આપ્યું. પાછા વળતાં રૂપાળીએ કહ્યું કે Page #464 -------------------------------------------------------------------------- ________________ હે માતાજી ! કાલે પણ હવેલીમાં ભોજન લેવા પધારજો. ત્યારપછી દરરોજ રૂપાળીની હવેલીએ યોગિણી ભિક્ષાર્થે આવતી જતી થઈ ગઈ. ભોજન નિમિત્તે યોગિણીને રૂપાળીનો પરિચય વધ્યો. સારા ભોજનની લાલચે યોગિણી પણ પ્રસન થઈ. યોગિણીને રીઝવી રૂપાળી કહે - હે માતા ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો આ દુનિયામાં મારા જે દુશ્મનો હોય તેનો અંત લાવવા કોઈ ઉપાય બતાવો. વાત સાંભળીને રાગવાળી થયેલી યોગિણી કહે છે - યોગિણી - હે પુત્રી ! સમય આવે આપીશ. ત્યારપછી યોગિણી દરરોજ રૂપાળીની હવેલીએ આવવા લાગી. રૂપાળી ઉપર રાગ વધવા લાગ્યો. રાગ થકી યોગિણીને નાનું એવું લોખંડનું માદળિયું (તાવીજ) તૈયાર કર્યું. મઘા નક્ષત્રમાં સૂર્યનો યોગ પ્રાપ્ત થયે મંત્રિત કરીને રૂપાળીને આપ્યું. તેનો પ્રભાવ કહે છે - હે દીકરી! આ માદળિયું. જે સ્ત્રી કે પુરુષના કંઠે બાંધીશ, તો તે સ્ત્રી કે પુરુષ મનુષ્ય મટી તિર્યંચ રૂપે વાંદરો થઈ જશે. દુશ્મનનો અંત મૃત્યુ નહિ થાય. પણ વાંદરો થતાં તને બીજુ તો કંઈ જ નહિ કરી શકે. રૂપાળીએ માદળિયું હર્ષભેર સ્વીકારી લીધું. હૈયામાં હરખ સમાતો નથી. અને આ વાત તથા માદળિયું સંતાડી દીધું. જે પોતે એક જ જાણે. આ તરફ રૂપાળીના પિયરિયામાં પિતા જયમતિએ જોયું. દીકરી હવે બરાબર સાજી થઈ ગઈ છે. તે છતાં કેટલાક દિવસ જવા દીધા. પછી જોયું કે દીકરી બરાબર છે. માંદગીએ વિદાય લીધી છે. એટલે રાજપુર નગરે વિરસેન પ્રધાનને સંદેશો મોકલ્યો કે હે જમાઈરાજ ! આપ અત્રે પધારો. અને મારી દીકરીને તેડી જાવ. સંદેશો મળતાં જ રાહ જોઈ બેઠેલો પ્રધાન વીરસેન તરત જ રસાળા સાથે વિજયપુર તરફ પ્રયાણ કર્યું થોડા દિનમાં વેગથી જતાં વીરસેન સાસરે જઈ પહોંચ્યો. સાસરિયાવાળાએ જમાઈનો ઘણો જ સત્કાર કર્યો. બહુમાન પૂર્વક લઈ આવ્યા. વળી જમાઈ સુખપૂર્વક આવ્યા જાણી સહુને હર્ષ થયો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૨૩ Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન, -: ઢાળ-નવમી :- (કર્મ ન છૂટે રે પ્રાણીયા. એ સગ.) રૂપાળીશું રે મોહિયો, વીરસેન પિત્તળ સોવન સમ ગણી, કાચ તે હીર સમાત.. //al ધિક્ ધિક્ વિષયી રે જીવતે.એ આંકણી, રણ માડવો તાણ, નારી નાગણે જે સ્થા, ગાડી મંત્ર ન લાગ. ધિક્ ધિ. //રા કામ ક્રીડા સમે કતને, રીઝવતી ભણે એમ, વહાલીને કરી વેગળી, વિસ ગયા બહુ કેમ ?.ધિક્ lall સ્વામી વિયોગ અગ્નિ બળ્યો, અંતર દુઃખ ભરપૂર, વિરહ વ્યથાએ દુર્બળી, અન્ન ઉદક થયા દૂર.ધિક. //૪ll તુમ સરીખો પતિ પામીને, મુજ મન મોહ ભરાય, લોક ભણે એ ઘેલી થઇ, ક્ષણ લાખેણી આ જાય.ધિ. /પ મંત્રી સાયું તે સહે, વસીયો વશ થઇ તાસ. ચાલો ઘર કહે અન્યા, જોઇ મુહૂર્ત ખાસ.ધિક્ કો પણ પ્રીતમ એક સાંભળો, અમ ઘર દક્ષ ગોપાળ, માંગી લેજો છે કામનો સવિ કામે ઉજમાળ.ધિફ. / પથે મળું છે ભોમીયો, શીધ્ર પમાડશે ગામ, ભવિત સાહેબ તણો, ગોવિંદ એનું છે નામ.લિ. દવે નીકળતાં મુજ તાતની, પાસે માંગજો એહ, લેવા સાથે તે ચાલશું, માન્ય મંત્રીએ તેહઅધિફ. / મુહૂર્ત શિરે સસરાદિકે, કીધો બહુ સકાર, વસ્ત્રાભૂષણ હથ ગજે, દાસ દાસી પરિવાર ..ધિક્ //hol તિણવેળા કહે મંત્રી, અનુયર અમ દીયો એક, ગોવિંદ ગોપાળ તુમ તણો, અમ કામે સુવિવેકાધિ. /૧૧/l હી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) હી ચંદ્રશેખર શરમો શા) ४२४ Page #466 -------------------------------------------------------------------------- ________________ સાંભળી તેડીને નિશક્તિ સેવા મ તિસુણી તે પણ વૈદ મતગમતું રૂપાળીને રે આપી માતપિતા પતિવ્રતા વ્રત સસરાની સાસુ જમજો એમ જમાડીને કહે, ભૂલજે, હરખીયો, જ્ઞ રે આજથી એ કહે કહ્યું, તુમ કરતો સાથે પ્રયાણ..ધિક્ ||૧|| અલંકાર, ચાલતાં, વસ્ત્રાિ દીએ, હેતે શિખામણ સાર..ધિક્.. ||૧૪] પાળજો, ભર્તા દેવ સમાન, સેવતા, નણંદ દિયર બહુમાત..ધિક્... ||૧૫થી શોક્ય સહોદરી જાણ, સર્વને, અજવાળજો, સ્ત્રીને લજ્જા મંડાણ..ધિક્. [૧૬]] જાણતાં, પણ શિક્ષા હિત આણ, જળ ભર્યો. ન જુએ ઠાણ કુઠાણ..ધિક્. ||૧૭થી શીખ ધરે જમાઇની સાથ, તુજ નાથ..ધિક્.. ||૧|| વચન પ્રમાણ, અમ કુળ સ્વૈરીણી પુત્રી વસે ઘન અતિ જોડી હાથ રૂપાળીકા, વયે જગતને જે વા, મિલણાં લેતાં તે વોળાવીને પાછા વળ્યાં, સસરાકિ બહુ અસવારે રે પરવર્યો, મંત્રી રૂપાળી થ બેસતી, વેગે ગોપ ત્રીજે તિ નિશિ ઊતર્યા, શ્રુંખલ વન તારુ સુંદર જોઇને, સૈન્યે કિયો ચંદ્રકિરણ રજની જગે, ફરતાં ડસ્યો, તારી પડી તે ઠામ..ધિક્. ॥૨॥ ભણે, સુભટ સર્વે તિહા આય, જંપત્તિ જામ, નમી માત, તેહતે કુણ માત તાત ?..ધિક્. [૧૮] ચાલતાં, પંથશિરે હુંશિયાર, પરિવાર..ધિક્. [૧૯] સાથ સામંત, હાકત..ધિક્ ॥૨૦॥ પૂર્ણક ગામ, વિશ્રામ..ધિક્. ||૨૧થી તવળ જાતાં પનગ હા હા કાર મંત્રી રાગે મંત્રી મૂર્છા બોલે મંત્રી રે હા ! પ્રિયે ! મેલી મુજ રણમાંહિ, લહે, પ્રાણ આધારી ? તું કયાં ગઇ ? મરવુ તિશ્ચય આંહિ..ધિક્. ||૨૪] શીતળ જળે સજ્જ થાય..ધિક્.. ||૩|| શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૨૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ રોતાં સુભટ સકળ તિાં, કેઇ કરતાં ઉપચાર, મંત્ર મણી જડી ઔષધે, ન પડ્યો ફેર લગાર.ધિક. સરપ ચય ખડકી લઇ તારીને, મંત્રી બળવાને જાય, એણે સમે વનમાં સાધુ રહ્યા, કરતાં સૂત્ર સજઝાય..ધિફ. //છો શોર સુણી સાધુ આવીયા, બોલે મ કરો રે દાહ, ગલોવવાદ સૂત્ર જ ભણે, આવ્યો ગs ઉત્સાહધિકુ. રશી Q નાગ બોલાવીયો, ચૂસી લીયું વિષ તાસ, સજજ થઇ સહુ ચિત્તશું, મંત્રી પામ્યો ઉલ્લાસ.વિ. ૨૮ મુતિ ચરણે નમી દંપતી, રાત વસ્યા વનમાંહી, રવિ ઉદયે સહુ ચાલીયા, તારી ગળે ધરી બાંહી.ધિક. ૨૯ અર્થે મારા આવીયા, દીઠાં નિર્મળ નીર, લઇ જળ વહેતાં પ્રવાહથી, તરુ ગહવર સુસમીર.ધિ. soll ભોજનવેળા રે દેખીને, સૈન્ય ડેરા તે દીધ, ભોજન સામગ્રી સહુ કરે, દંપતી ભોજન કીધ.ધિ. ૩૧/l રૂપાળી કહે કતને, ચાલો નઇતર વંદ, ક્રીડા કારણ એકલા, કરશું મેળા આનંદ.ધિક્ કરી સુણી મંત્રી રથ જોડીને, સાથી સાથે ગોપાળ, બીજા ભટ ના તટ રહ્યા, લજા ભય લહી તાળ..ધિક્ કall દંપતી નઇ જળ ખેલતાં, થ ગોવિંદને હાથ, જળ ખેલી વનકંદરે, પેઠા કોઇ ન સાથ..ધિક્રુ. ૩૪ થ ચ દિશિ ગોપ ફેરવે, દંપતી ખેલે એકાંત, એક પ્રહર જબ વહી ગયો, ચિંતા સુભટ કરંતધિ. ૩પ હજીયે લગે નહિ નીકળ્યા, આ અટવી ભયકાર, સ્મતા મુગ્ધસે ભર્યા, ખમીયે કેતીવાધિ. laછો શક્તિ ચિત સુભટ થઇ, ગોપને કરત પોકાર, ત્રિફુઅણ માંહે એક જણે, ઉત્તર કાપ્યો લગાર.વિ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ચોપણ તારો વા) ४२६ Page #468 -------------------------------------------------------------------------- ________________ સુભટ દંપત્તી મંત્રી ગોપ રાજ ચોથે શ્રી સર્વે વન પેસીને, પાપ હય થ સારથિ, દીઠાં સુભટે ભૂતળે, લીધુ ખડ્ગ ગવેષ્યો ભાવાર્થ : - કરત વિકલ્પ સુભટ મળી, જોતાં પગલાં પંખી પગનું ત પેખીયા, શોચત નિશિ રહ્યા *ત્રિયામા શતયામ જ્યું, વીતી પ્રગટ્યો સૈન્ય શોકાતુર ચાલતાં, રાજપુરે સહુ વાત બની કહી ભૂપતે, કરતા બહુ ઠામ ઠામ ભટ મોકલ્યા, પણ ન જડ્યો કાંઇ ભેદ..ધિક્.. ||૪૨॥ વિલાપ, બાળ સનેહી વિયોગથી, રાય મંત્રી પૂર્વ પાપ..ધિક્.. ||૪૩|| તિ અવર પ્રધાન, કુટુંબ કેતે કાજ પડ્યું ન દેખીયો, જાણ્યુ નબળુ ચરિત્ર..ધિક્. ॥૩॥ તે માંહિ, ત્યાંહિ..ધિક્.. ll૪oll વિભાત, જાત..ધિક્.. ||૪૧થી નૃપ ખેદ, રુદન કરે, હવે ભૂપતિ, મહુ ચાલવે, દેખાડીયો, ખંડે શુભવીર વચન સુણો, કરતાં પ્રગટયાં સ્થાપી ૧ - બેન, ૨ - વ્યભિચારિણી, ૩ – દંપત્તી, ૪ - રાત્રિ, ૫ - પ્રભાત. ดยช જોય, ન કોય..ધિક્. ||૩ll શકિત ચિત્ત, ગાવે નવમી ઢાળે છડો કુલટાતો સંગ..ધિક્ ||૪૫]] -: ઢાળ-૯ ઃ મંગળ ४२७ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ગાત..ધિક્. [૪૪] અનંગ, વીરસેન પ્રધાન પોતાની પત્નીને તેડવા આવ્યો. આણે આવ્યો. એક નહિ બે નહિ ત્રીજીવારે આવ્યો. તેને રૂપાળી ઉપર અત્યંત મોહ છે. મોહને લઈને અંધ બનેલો વીરસેન પિત્તળને જેમ સોનુ માને કે કાચના ટુકડાને હીરો માને, તેમ ઘણા દુર્ગુણોથી ભરેલી રૂપાળીને પોતે સદ્ગુણી ને મહાસતી માને છે. કેટલો અંધવિશ્વાસ ! Page #469 -------------------------------------------------------------------------- ________________ રે સંસારી જીવો! આ પુગલ ઉપરના વિષયો તથા વિષયોમાં આસક્ત જીવોને બંનેને ધિક્કાર હો. જ્ઞાની કહે છે કે જીવ પ્રત્યેનો દ્રષ્ટિ-રાગ ભયંકર છે. જેમ નાગને રમાડવો ભયંકર છે, તેમ દૃષ્ટિરાગી જીવો જેના પ્રત્યે રાગ રાખે છે તે નાગ જેવો છે. તેમાંયે જો નારી રૂપી નાગણથી જે લોકો ફસાયા છે, નારી રૂપ નાગણે જેને ડંસ દીધો છે તે પુરુષોને ક્યારેય ઝેર ઊતરતું નથી. પછી ગારુડીકો આવી, મંત્ર ભણે તો પણ તે મિથ્યા નીવડે છે. રૂપાળીએ પણ પોતાના સ્વામીને હાવભાવ ને ચેનચાળાથી રીઝવી દીધા. રાગાંધ વિરસેન કશું ન સમજ્યો. તે રાત્રિએ કામક્રીડા કરતી રૂપાળી પતિને કહે છે - “સ્વામી !'' આ વહાલી યાદ આવતી હતી, કે હૈયા થકી વેગળી કરી દીધી. કેટલા બધા દિવસે મારી સંભાળ લીધી. આટલા બધા દિવસો કેમ થઈ ગયા? શું આપને હું યાદ આવતી નહોતી? હે નાથ ! આપનો વિયોગ મને અગ્નિની જેમ બાળતો હતો. મારા અંતરમાં આપના વિયોગનું દુઃખ સમાતું નહોતું. મારી આ વિરહવેળાની વેદના કોને કહું? તમારા વિયોગમાં મને અન-પાણી ભાવતાં નહોતાં. તે કારણે મને જુઓ તો ખરા કેવી હું દૂબળી થઈ ગઈ છું. આપ જેવા મને ભરથાર મળ્યા ને આપ દૂર રહો તો મોહ ભરેલી મારી દશા શી ! લોકો મને મોહઘેલી કહે છે. સ્વામીનાથ ! સાચું કહું તો તુમ વિણ મારી તો એક પળ પણ લાખેણી જાય છે.” પત્નીની વાત સાંભળી. વીરસેન તો જાણે મારી સતી સ્ત્રી બિચારી બધું કહે તે સાચું જ માની બેઠો. રૂપાળીને વશ બનેલો વીરસેન પત્ની ઉપર ગાંડોતુર બની ગયો. થોડા દિન વહી ગયા. રૂપાળીને તો પતિ કાંકરાની જેમ ખૂંચતો હતો. હવે વીરસેન પત્નીને કહે છે કે હવે ચાલો આપણા ઘરે. ત્યાં તમારી રાહ જુએ છે. પત્ની બોલી - હે નાથ ! હવે જલ્દી જવાનું મન છે. વહેલું મુહૂર્ત કઢાવો. મને તો ઘણું સારું થઈ ગયું છે. પિયરમાં રહીને હવે તો કંટાળી ગઈ છું. સાસરી જોવાના બહુ કોડ છે. સાસુ-સસરાને પગે પડવાની હોંશ છે. તો હવે મુહૂર્ત જોવડાવો. પત્નીના કહેવાથી વીરસેને દિવસ જોવડાવ્યો. દિવસ નજીક જ આવી ગયો. જવાની તડામાર તૈયારીઓ થવા લાગી. રૂપાળીને હવે ચિંતા છે. પોતાના જારને સાથે લેવો છે. અવસર મળતાં જ રૂપાળીએ વીરસેનને કહ્યું - સ્વામી મારી એક વાત સાંભળો. ભોળો વરસેન પત્નીની બધી જ વાત સાચી માનતો હતો. તેથી પત્નીની વાત સાંભળી બોલ્યો - હે પ્રિયે ! શી વાત છે? રૂપાળી - સ્વામી! અમારા ઘરે ડાહ્યો અને સર્જન એક ગોવિંદ નામે ગોવાળિયો રહે છે. મારા પિતા પાસે આપ આ ગોવાળની માંગણી કરી લેજો. માર્ગે જતાં આ ગોવિંદ ઘણો કામમાં આવશે. વળી બધા જ કામમાં ઘણો હોંશિયાર છે. વળી ભકિતવાન તથા વિશ્વાસુ છે. વળી તે, આપણા જવાના માર્ગનો બરોબર ભોમિયો છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४२८ Page #470 -------------------------------------------------------------------------- ________________ વિરસેનને જવાનો અવસર આવી ઊભો. દીકરી-જમાઈને વિદાય આપવા માતાપિતા, ભાઈબેન,વગેરે સગા સંબંધીનો મેળાવડો થયો. જમાઈને જવાના અવસરે સસરાદિક પરિવારે ઘણો સત્કાર કર્યો. આપવામાં કમી કંઈ ન કરી. ઘણા વસ્ત્રાભરણો, હાથી, ઘોડા આપ્યાં. સેવા કરવા માટે દાસીવર્ગ પણ સાથે આપ્યો. આ અવસરે વીરસેને સસરા પાસે માંગણી કરી. અમારે એક વિશ્વાસુ સેવક રાખવો છે. આપની પાસે ગોવિંદ નામે ગોવાળિયો છે. તે વિશ્વાસ અને વિવેકી છે. તે ગોવાળિયાને સાથે મોકલો. અને રસ્તાનો ભોમિયો છે જે અમને વાટમાં ઘણો જ કામમાં આવે. જમાઈની વાત સાંભળી, તરત જયમતિ પ્રધાને ગોવિંદને શીઘ બોલાવ્યો. જમાઈને સોંપી દીધો. ગોવિંદ તો જવાની તૈયારી કરીને જ આવ્યો હતો. જયમતિ સેવકને ભલામણ કરે છે. રે ગોવાળ ! આજથી આ વિરસેન તારા સ્વામી છે. તેમની સેવામાં તારે રહેવાનું. તેમની ગમે તેવી કોઈ પણ આજ્ઞા ઉથાપવાની નથી. મને હવે ભૂલી જજે. વાત સાંભળી ગોવિંદ મનમાં ઘણું જ હરખાયો. પોતાના સ્વામીને કહે - “હે સાહિબા! આપનું વચન મારે તો પ્રમાણ છે.” રૂપાળી હવે હવેલીથી નીકળી રસ્તે મૂકેલા રથ પાસે આવે છે. સગાં-સંબધી પણ સૌ ત્યાં વિદાય આપવા આવ્યા છે. ચાલતી દીકરીને માતા-પિતા છેલ્લે વસ્ત્રાદિક સહ અલંકારો પણ ઘણા આપીને વળી હિતશિક્ષાની પેટી ભરી આપે છે. બેન ! રૂપાળી! પતિવ્રતા વ્રત પાળજો. સ્વામીને દેવ સમાન ગણજે. સાસુ-સસરાની સેવા સારી રીતે કરજે. નણંદી, દિયેરને બહુમાન આપજે. સાસરી પરિવારના સભ્યોને જમાડી, પછી તું જમજે. શોક્યને બેન માનજે. આ પ્રમાણે વર્તીને અમારા કુળને અજવાળજે. લજ્જા એ તો સ્ત્રીનો ગુણ છે. લજ્જાને ધારણ કરજે. પુત્રી વ્યભિચારિણી હોવા છતાં ને જાણતાં છતાં પણ માતાપિતાએ હિતશિક્ષા આપી. અષાઢી મેઘ. ચારે કોર વરસે. તે ઠામ-કુઠામ જોતો નથી. નથી કે હું અહીં વરસું ને અહીં ન વરસું. સ્વભાવગત બધે જ વરસે. તે જ પ્રમાણે સંતાનને અસર થાય કે ન થાય. પણ મેઘ સમા માતાપિતા હિતશિક્ષારૂપ વરસે છે. બે હાથ જોડી દીકરી માથું નમાવી સાંભળી રહી છે. જે સ્ત્રી જગતને છેતરતી હોય તે સ્ત્રીને વળી માતપિતા શા હિસાબના? માતપિતાને ભેટી લઈને, વળી બીજા પણ કુટુંબના પરિવારનાં છેલ્લાં છેલ્લાં મીલમાં કર્યા. રૂપાળી અને વીરસેન રસાલા સાથે વિદાય લઈ, રસ્તે ચાલ્યા. રૂપાળી વીરસેન રથમાં ગોઠવાયાં. રથને ચલાવવા માટે ગોવિંદ બેઠો. સ્વામીની આજ્ઞા થતાં ગોવિંદ રથ હંકાર્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४२७ Page #471 -------------------------------------------------------------------------- ________________ જયમતિ પ્રધાન આદિ પરિવારે દીકરીને વળાવી રથ દેખાયો ત્યાં સુધી સૌ ઊભા. રથ દેખાતો બંધ થયો ત્યારે, સૌ નગરમાં પાછા ફર્યા. વરસેન સાથે ઘણા ઘોડેસવાર હતા. સામંત આદિ પણ બીજો ઘણો મોટો પરિવાર હતો. વીરસેન રૂપાળીને લઈ, ગોવાળ રથને વેગપૂર્વક વાટે દોડાવતો હતો. પ્રયાણ વેગવાળું થતાં સૌ ચાલ્ય જાય છે. ત્રણ દિન સુધી સતત ચાલતાં શૃંખલપૂર્ણક નામનું ગામ આવ્યું. ગામની બહાર, વન સુંદર જોઈને, સૈન્ય ત્યાં વિશ્રામ કરવા પડાવ નાંખ્યો. તંબુ તણાયા. સૌ પોતપોતાના તંબુમાં નિરાંતે આરામ કરવા માટે બેઠા. એક તરફ ભોજનની તૈયારી થવા લાગી. જોતજોતામાં દિન પૂરો થયો. રાત પડી. તે દિન માસનું સુદ પક્ષ હતો. પખવાડિયાની રાત્રિએ ચંદ્ર પોતાની જ્યોત્સનાને વહાવતો હતો. જ્યારે દંપત્તી પોતાના પાલમાં આરામ કરવા માટે રહ્યાં. સૌ થાકેલા તેથી નિદ્રાને ખોળે પોઢ્યા. ચોકીદારો પહેરો ચારેબાજુ ભરતા હતા. ચંદ્રમાના પ્રકાશમાં વનની શોભા જોવા દંપત્તી નીકળ્યાં. વૃક્ષ નીચેથી જતાં રૂપાળીને પગે સર્પ ડસ્યો. સર્પ ડંસથી રૂપાળીએ ચીસ નાખી ને ત્યાં ને ત્યાં તત્કાળ ઢળી પડી. વિરસેન પણ ચમક્યો. પત્ની પાસે બેસી ગયો. પત્ની રૂપાળીને મૂર્ણા આવી ગઈ. ન બોલે, કે ન ચાલે. તે જોઈને વીરસેને હાહાકાર મચાવી દીધો. દૂર રહ્યા ચોકીદારો-સુભટો હાહાકાર સાંભળી સૌ દોડી આવ્યા. મૂછિત શેઠાણી ઉપર ઠંડુ પાણી નાખ્યું છતાં તે ભાનમાં ન આવી. પત્નીના પ્રેમ અને મોહના કારણે વિલંબ થયેલો મંત્રી ત્યાં જ મૂછ આવતાં ઢળી પડ્યો. સુભટો સૌ તેની ઉપર પણ શીતળ પાણી નાખતાં, પવન નાખતાં કંઈક ભાનમાં આવ્યો. મંત્રી પત્નીને સામે જોતાં જ મોટેમોટેથી રડતો વિલાપ કરવા લાગ્યો. હા! હા! પ્રિયે! તને થયું છે? આ વનવગડામાં મને એકલો મૂકીને તું ક્યાં ચાલી ગઈ? હે હાલી ! તારા વિના હું કેમ જીવીશ? મારે પણ હવે મૃત્યુનું શરણ હો ! રડતાં અને વિલાપ કરતાં વિરસેનની વાત સાંભળી સાથે રહેલો સૈન્ય પરિવાર પણ રડતો હતો. રડતો પરિવાર રૂપાળીને બચાવવા કંઈક પ્રયત્નો કરી રહ્યો હતો. કોઈ એક સુભટ મંત્ર જાણકાર માંત્રિકને બોલાવવા નીકળી પડ્યો. કોઈ મણીની શોધમાં તો કોઈ જંગલમાં જડી બુટ્ટી ઔષધિ શોધવા લાગ્યાં. સૌ આવી આવીને ઉપાય કરવા છતાં રૂપાળી બેઠી ન થઈ. હવે રૂપાળીના મૃતદેહનો નિસ્તાર કરવા માટે લાકડાં ભેગાં કરી, ચિતા તૈયાર કરી. તે જોઈને વીરસેને પણ રૂપાળી ભેગાં બળી જવાનો નિશ્ચય કર્યો. પોતાનો માલિક આ રીતે સ્ત્રી સાથે ભેગો બળવાનો નિર્ધાર સાંભળી સઘળો પરિવાર રડતો હતો. ઘણા તો રડતાં રડતાં વીરસેનને બળવાની ના પાડતા હતા. આ રીતે સામટો કોલાહલ થયો. તે દૂર રહ્યા થકા એક સાધુ ભગવંતે સાંભળ્યો. મુનિભગવંત પોતે સૂત્રના સ્વાધ્યાયમાં લીન હતા. સ્વાધ્યાય મૂકી દયાળુ મુનિ મહાત્માએ અવાજની દિશામાં પગ ઉપાડ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩૦ Page #472 -------------------------------------------------------------------------- ________________ વીરસેન પાસે મુનિભગવંત આવી ઊભા. મંત્રીને બોલવાની તાકાત ન હતી. મુનિ ભગવંતે પૂછ્યું. સુભટને પૂછતાં જ ખબર પડી ગઈ. મંત્રીપત્ની સર્પ ડંરાથી મૂર્છા પામી છે. અગ્નિદાહ દેવાની ના પાડી. સ્ત્રીને સર્પ ડસ્યો છે. મૃત્યુ પામી નથી. મૂર્છિત થઈ છે. અગ્નિદાહ ન દેવાય. દયાળુ મુનિ ભગવંત સ્ત્રી આગળ ઊભા રહી, “ગરુલોવવાઈ” સૂત્ર ભણવા લાગ્યા. આ સૂત્રમાં આવતો ગારુડીક મંત્ર ભણતાં જ ગરુડ નામના દેવ આવ્યા. ઉત્સાહથી ત્યાં આવી ગયા. સ્ત્રીના અંગમાં વ્યાપ્ત થયેલ સર્પનું વિષ ચૂસી ચાલ્યા ગયા. વિષથી મુકત થતાં રૂપાળી આળસ મરડી બેઠી થઈ. નવું જીવન પ્રાપ્ત થતાં રૂપાળી હર્ષ પામી. મંત્રી પણ હર્ષ પામ્યો. રસાળો પણ હર્ષ પામ્યો. સૌએ મુનિ ભગવંતને નમસ્કાર કર્યા. મુનિ ભગવંત ત્યાંથી તરત પોતાની મુનિ મંડળીમાં જઈ પહોંચ્યા. વીરસેને પરિવાર સહિત તંબુમાં રાત વીતાવી. સવાર થતાં સહુ આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં બરાબર અડધો માર્ગ કપાયો. હજુ અડધો મારગ બાકી હતો. મધ્યાહ્ન થતાં સૂર્ય માથે તપતો હતો. મારગે વહેતાં નદીના નિર્મળ પાણી જોયાં. નદીના નિર્મળ પાણી વહેતાં હતાં. કાંઠે વૃક્ષોની હારમાળા હતી. વનરાજીને જોતાં, ઠંડો શીતળ વાયુ પણ વહેતો જોઈને, સૌએ ત્યાં ડેરા નાખ્યા. ભોજનવેળા પણ થઈ ચૂકી હતી. સૌ રોકાયા. સૌ ભોજન તૈયાર કરવા લાગી ગયા. પોતાના તંબુમાં રૂપાળી અને વીરસેન નિરાંતે બેઠાં હતાં. ભોજન તૈયાર થતાં સૌ ભોજન કરી નિરાંતે બેઠાં હતા. રૂપાળી વીરસેનને કહેવા લાગી - હે સ્વામી ! વાતાવરણ રળિયામણું છે. નદીનો કિનારો, શીતળ પવન, સુંદર ગહનવનની વનરાજી છે. તો મારું મન ત્યાં જવા તલસી રહ્યું છે. તો આપ ચાલોને ! આપણે વનક્રીડા કરવા જઈએ. આપણે એકલા જઈએ. સુભટની શી જરૂર છે હમણાં ફરીને પાછા આવીશું. -: સારથિ મોવિંદ: ન સ્ત્રીના કપટને ન જાણતો વીરસેન, સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા તૈયાર થયો. રથકાર ગોવિંદને રથ તૈયાર કરી લઈ આવવા આદેશ આપ્યો. દોડતો ગોવિંદ રથ લઈ આવ્યો. દંપત્તીને લઈ રથકાર ગોવિંદ રથ લઈ ચાલી નીકળ્યો. બીજા બધા સુભટો નદીના પટમાં રોકાયા. સૌ જવા માટે તૈયારી કરવા લાગ્યા. લજ્જાને કારણે ભય નહિ પામતાં બંને જળક્રીડા કરવા નદીનાં જળમાં ઊતર્યા. રથને સંભાળતો ગોવિંદ કિનારે રહેલા વૃક્ષતળે હવા ખાતો ઊભો હતો. જળક્રીડા કરીને દંપત્તી બહાર આવ્યાં. વળી રથમાં બેઠાં. રૂપાળીએ ગોવિંદને આજ્ઞા કરી. આ વનની કંદરામાં રથ લઈ ચાલો. મારે વનની શોભા જોવી છે. વનમાં ગયાં. સાથે કોઈ ન હતું. રથને વનની અંદર ચારે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૩૧ Page #473 -------------------------------------------------------------------------- ________________ તરફ ફેરવતો રૂપાળીને આનંદ કરાવતો હતો. વીરસેન પણ ઘણો આનંદ પામ્યો. દંપત્તી પણ એકાંતમાં (રથમાં) ક્રિીડા કરતાં હતાં. વળી રતિક્રીડા કરતો વીરસેન ભાન ભૂલ્યો. સમય કેટલો ગયો ખબર ન પડી. રૂપાળીના ઈશારે ગોવિંદ રથને ઘુમાવતો નદીના તટથી ગિરીકંદરા ને ત્યાંથી દૂર દૂર રથ લઈ ચાલ્યો. ક્રીડા કરતા અને આનંદ લૂટતાં દંપત્તીનો બરાબર એક પ્રહર જેટલો સમય વીતી ગયો. દંપત્તી જ્યારે પાછા ન ફર્યા. ત્યારે ડેરામાં રહેલા સુભટો, ચોકીદારો, દાસ, દાસીઓ આદિ સૌ ચિંતા કરવા લાગ્યા. અંદરોઅંદર સૌ બોલવા લાગ્યા. રે! હજુ આપણા પ્રધાન અને ગોવાળ આવ્યા નથી. આ ભયાનક અટવી છે. જ્યાં સુધી રમત રમશે? તેમની રાહ ક્યાં સુધી જોવી? સાંજ પડવાની હવે વાર નથી. તેથી કેટલાક સુભટો ગોવિંદ નામથી બૂમો પાડતાં નદી તટ થકી જંગલમાં ને વનકુંજમાં ફરવા લાગ્યાં. રથના પૈડાંના જવાના નિશાને સુભટો આગળ વધ્યા. હવે મનમાં પણ શંકા-કુશંકા થવા લાગી. શું થયું હશે? હજુ કેમ પાછા ન ફર્યા? અવાજ કરતાં, બૂમો પાડતાં સુભટો આગળ વધ્યા. પણ રથને લઈ ગયેલા દંપત્તી કે ગોવિંદ એ ત્રણમાંથી કોઈનો જવાબ ન મળ્યો. શંકા વધારે દૃઢ થઈ. તેઓની વારંવાર બૂમો પાડતાં જ્યારે જવાબ ન મળ્યો ત્યારે સુભટ આદિ સઘળો પરિવાર ચિંતા કરવા લાગ્યો. કેટલાક સુભટો શોધવાને કારણે ઘણા આગળ નીકળી ચારેકોર શોરબકોર કરતાં શોધી રહ્યા છે. ગોવિંદ નામની બૂમો પાડતાં ગહનવનમાં પેઠાં, ત્યાં નદીના તટમાં, વળી ઘટાદાર વૃક્ષની વાડીઓમાં બધે જ સ્થળે સઘળા સુભટો ફરી વળ્યાં. પણ દંપત્તીરથ-ઘોડો કે સારથિ કોઈ પણ સુભટને જોવા ન મળ્યાં. ભયભીત થયેલા સુભટો બધા ભેગા થઈ ગયા. સૌ નિરાશ થઈ ગયા. છતાં હજુ તપાસ કરવા આગળ ચાલ્યા. તેટલામાં તે વનના માર્ગમાં મંત્રીશ્વરની તલવાર પડેલી જોઈ. હાથમાં ઉપાડી. પછી બરાબર તપાસ કરી. ચોકકસ કર્યું. આ તલવાર મંત્રીશ્વરની જ છે. તલવાર છે, તો મંત્રીશ્વર કેમ નથી. શંકા હતી તેમાં વધારે શંકિત થયા. રૂપાળી-ગોવાળના આડા ચરિત્રને જાણતાં સુભટોની શંકા જ હતી તે સાચી પડી. ગોવાળિયાની શોધ ઘણી કરી પણ તે શોધ્યો ન જડ્યો. જાતજાતનાં સંકલ્પ વિકલ્પ કરતાં સુભટોના માર્ગમાં પડેલા પગલાં દેખાયા ત્યાં સુધી આગળ ગયા. પછી પગલાં પણ ન દેખાયાં. અહીંથી આ લોકો ક્યાં ગયા હશે? શંકા કુશંકાને ધારણ કરતાં સુભટો હવે થાક્યા. રાત પણ પડવા આવી હતી. ત્યાં જ રાત સૌએ વિતાવી. સવાર થતાં શોકાતુર થયેલ સૈન્ય રાજપુર નગરે પહોંચ્યું. | વિજયપુર નગરથી રાજપુર સુધી આવતાં જે કંઈ બની ગયું તે સઘળું રાજપુરના રાજા સૂર્યકાન્તને કહ્યું. તે સાંભળી બાલપણાનો પોતાનો મિત્ર તેમજ મારા રાજ્યના મંત્રીશ્વર, તેની આવા પ્રકારની હાલત જોઈ શોકમાં ડૂબી ગયો. વિલાપ કરવા લાગ્યો. પ્રધાન વીરસેનના કુટુંબીજનોએ પણ આ વાત જાણી, ત્યારે સૌ રૂદન કરવા લાગ્યાં. પોતાના સુભટોને ચારે દિશામાં તપાસ કરવા મોકલ્યાં. સૌ વિલે મોંઢે પાછા ફર્યા. રાજા વિચારે છે કે પૂર્વના પાપ પ્રગટ થયાં છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४३२ Page #474 -------------------------------------------------------------------------- ________________ જે પાપ થકી પ્રધાન વીરસેન જે મારો મિત્ર મેં ગુમાવ્યો. પ્રધાનપરિવાર માતા-પિતા આદિ સૌને રાજાએ ઘણું જ આશ્વાસન આપ્યું. કેટલાક દિવસ ચાલ્યા ગયા. છતાં ક્યાંય થકી પ્રધાનના વાવડ ન મળ્યાં. આવશે.. આવશે... એ આશાએ પ્રધાન વિના થોડા દિન રાજ્યનું કામ ચલાવ્યું. હવે શું કરે? વીરસેનની આશા છોડી દીધી. નગરમાંથી યોગ્યતાવાળા મનુષ્યની શોધ કરતાં નવા પ્રધાનને મંત્રી મુદ્રા આપીને સ્થાન સંભાળવા કહ્યું. આ પ્રમાણે રાજપુરનું રાજય વળી વીરસેનના મંત્રીશ્વરના ઉપકારોને યાદ કરતાં. રાજ્યનાં કાર્યો વ્યવસ્થિત ચાલુ કર્યા. પણ રાજાને વિરસેન ભૂલાતો નથી. આ પ્રમાણે ચોથા ખંડને વિષે નવમી ઢાળમાં કામદેવની વિટંબનાને કહેતા કવિરાજ કહે છે કે હે સુજ્ઞજનો ! આ કથા સાંભળી કુલટા સ્ત્રીનો સંગ છોડી દેજો. -: દુહા : વીસ્મતને ભૂપતિ, સંભારે &િ રાત, સમરતા ઉપગાર તસ, વીત્યાં વરસ તે સાત. // બાજીગર એક અત્યg, ગીતકળા નૃત્યકાર, વાતર ટોળુ લેઇને, આવ્યો નગરી મોઝાર, સરો રજકચેરીએ માંડીયું, નાટક કપિ સાર, વાત વાતરી નાયતાં, ઉચ્ચરે ૯હુકાર. all વાજાં વાવે કપિ વળી, મલ્લતા યુધ્ધ કરંત, ચુંબન આલિંગન કરે નવ નવ વેશ ધરત. //૪ સનસભા જીત થઇ, દીયે તૃપ વાંછિત દાન, મુખ્ય કપિ વિકસિત નયન, રાયને કરતો સાત. પણ આંસુધાસ વરસતે, ભૂપતે ચરણ નમત, વારંવાર પય વળગતો, વિસ્મય રાય લહત. છો નર વાયા નવિ કહી શકે, ધિક્ પશુનો અવતાર, હ્યા કૌતુક લઉં, ટોળું નિજ દરબાર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩૩ Page #475 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા રક્ષા કારણે, અધિકારીને દીધ, અવસર નાચ નચાવીને, ગ્રાસ અધિક તસદીધ. Ill નવ નવ ભૂષણ કપિ તણાં, નિજધટે કરી તે વાર, ભેટ કરે જઇ રાયને, નૃપ કરે તસ સત્કાર. / નિજ હાથે કપિ મુખ્યતે, અંગ ધરે અલંકાર લોહ વલય તવ દેખીયું, કંઠ ધરંત જબ હાર. //holl નૃપ વયત તે સોનીયે, ભાંગી કાર્યું જામ, વીરસેન પ્રગટ્યા તા, કરે નૃપને પ્રણામ. /૧૧ વિસ્મિત સર્વ સભા થઇ, તાસ કુટુંબ મળત, મંત્રી રોતો નહિ રહે, નૃપ તસ કંઠ લગત. /૧રો. સ્થિર કરી આસન સ્થાપીયો, વાજે મંગલ તૂટ, નૃપ કહે આ અચિરજ કિડ્યું, તે ભણે રાય હજૂર /૧all. મંત્રી કે મર્કટ -: દુહા :ભાવાર્થ - જગતમાં ગુણીજનો ક્યારેય પોતાની ઉપર કરેલા કોઈના ઉપકારને ભૂલતા નથી. વિરસેન પ્રધાનપદે રહીને, રાજ્યનો વફાદાર વહીવટ કરતો હતો. તે કાર્યોને સંભારતો સૂર્યકાન્ત રાજા, વીરસેન મિત્રને ભૂલતો નથી. વીરસેનના ઉપકાર તથા ગુણોને સંભારતાં સમય વીતવા લાગ્યો. સમય જતાં વાર લાગતી નથી. તે વાતને સાત સાત વરસના વહાણાં વહી ગયાં. એક વખત રાજપુર નગરે એક બાજીગર પોતાના પરિવારને લઈને આવ્યો. સાથે એક વાંદરાની ટોળી હતી. જે વાંદરાઓને જુદા જુદા પ્રકારના ખેલ-નાટક વગેરે શીખવાડી તૈયાર કર્યા હતા. વળી ગીતકળામાં પણ પ્રવીણ કર્યા હતા. નગરીની શેરીએ પોતાના પરિવારને લઈને ઘૂમતો બાજીગર રાજાની આગળ પોતાના ખેલ દેખાડવા રાજકચેરીએ આવી પહોંચ્યો. જે વાનર ટોળાનાં નૃત્યો જુદા જુદા ખેલ ને ગીતની સાથે ચેનચાળા કરાવતો હતો. તે થકી બાજીગરની પોતાની આજીવિકા ચાલતી હતી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४३४ Page #476 -------------------------------------------------------------------------- ________________ રાજ દરબારમાં વાનર ટોળાના ખેલ જોવા નગરજનો ઉમટ્યા હતા. રાજા અને મંત્રી આદિ સૌ પણ આ વાનરના ખેલ જોવા તૈયાર થયા. બાજીગરે પોતાના પરિવારને આંખના ઈશારે રજા આપી. ને ત્યાં તો વાનર વાનરીઓ પોતાના અંગો નમાવી નમાવી, હુંહુંકાર કરતાં નાચવા લાગ્યાં. બાજીગર ડુગડુગિયું વગાડતો હતો. જુદાં જુદાં વાજિંત્રો બીજા વાનરો વગાડતા હતા. મલ્લ યુદ્ધ કળાને દેખાડતા વાનરો-બીજા વાનરાની જોડે મલ્લકુસ્તી કરવા લાગ્યા. કેટલાક ઢોલક પણ વગાડતા હતા. મલ્લ યુધ્ધમાં વારાફરતી વાનરો એકબીજાની સાથે મલ્લયુધ્ધ કરી, પોતાની જગ્યાએ ચાલ્યા જતાં, વાનરોની નૃત્યકળા-પછી મલ્લયુધ્ધ. તે પણ પૂરું થતાં વળી બાજીગરે પોતાના વાનરોને વાનરીઓને જુદા જુદા વેશના કપડાં પહેરાવીને રાજસભામાં જુદા જુદા ખેલ કરાવતો હતો. વાંદરીઓ અંદરો અંદર એકબીજાને ભેટે છે. એકબીજાને ચુંબન પણ કરતાં હતાં. પોતાના માલિક બાજીગરને પણ ઘણું વહાલ કરતાં હતાં. બાજીગરની બાજીનો બરાબર રંગ જામ્યો છે. પણ.... વાંદરાના ટોળાનો મુખ્ય વાંદરો વિસ્ફારિત નયન થકી, રાજાને વારંવાર ઈશારા કરતો હતો. રાજાનું ધ્યાન નહોતું. નાચતાં વાંદરોઓને જોઈ, રાજી થયેલ રાજા-પ્રજા પરિવાર કંઈને કંઈ ભેટ ધરતાં હતાં. પણ મુખ્ય વાંદરો તો રાજા સામે જ બેસી કંઈક ઈશારાથી સમજાવવા પ્રયત્ન કરતો હતો. વાંદરાનો સંકેત રાજા કંઈ જ સમજતો નથી. ત્યારે આ વાંદરાની આંખમાંથી જોરદાર આંસુધારા વહેવા લાગી. તે રાજાના પગને વારંવાર પકડતો હતો, જ્યારે આંસુની ધારાએ રાજાના પગ પખાળ્યા ત્યારે રાજાનું ધ્યાન ગયું. રડતો વાંદરો જોઈ, રાજા વિસ્મય પામ્યો. વારંવાર તેના ચરણમાં ઝૂકતો હતો. ચરણને ચૂમતો, આંસુથી ભીંજવતો પગને પકડી રાખતો હતો. તે જોઈ રાજા વિચારમાં પડ્યો. હવે રાજા કંઈક સમજ્યો કે આ વાનર મને કંઈક કહે છે. પણ હું તો કંઈ જ સમજી શકતો નથી. આ પશુ-તિર્યંચના અવતારને ધિકકાર હો. જે અવતારમાં મનુષ્યની જેમ ભાષા નથી. વચન નથી. જે વચનો થકી પોતાની વાત સમજાવી શકે. બિચારા? પોતાની વાત શી રીતે પ્રગટ કરે ? આ પ્રમાણે દયા દાખવતા તથા કૌતુકને રાજા જોતો હતો. પછી બાજીગરને રહેવા માટે દરબાર તરફથી વ્યવસ્થા કરવા એક અધિકારીને કામ સોંપ્યું. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે બાજીગર વાંદરાને નચાવી નચાવી પછી, ખાવા પીવાનું આપતો હતો. જે દાનમાં મળેલા દ્રવ્યમાંથી બાજીગરે પોતાના વાનર પરિવાર માટે જુદા જુદા અલંકાર આભૂષણ કરાવતો હતો. વસ્ત્રો અલંકાર રાજાને આપતો હતો. જે રાજા વાંદરાઓને બોલાવીને પોતાના હાથ થકી વાંદરાઓને પહેરાવતો હતો. રાજા પણ મુખ્ય વાંદરાને સત્કારતો શરીર પર અલંકાર પહેરાવવા લાગ્યો. ગળામાં હાર નાંખવા જતાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩૫ Page #477 -------------------------------------------------------------------------- ________________ રાજાએ વાનરના ગળામાં લોહનું માદળિયું જોયું. જોતાં જ વિસ્મય પામ્યો. પ્રધાનને બતાવ્યું. તરત જ સોનીને બોલાવ્યો. સોનીએ તરત જ માંદળિયું ભાંગી નાંખ્યું. ભાંગતાની સાથે જ વાનરમાંથી વરસેન પ્રગટ થયો. ને તરત જ રાજાને ચરણે પડ્યો. આ આશ્ચર્ય જોતાં જ રાજા-પ્રધાન-સભાજનો બધા જ વિસ્મય પામ્યા. આ શું? આ સમાચાર મંત્રીના કુટુંબને મળ્યાં. સૌ આનંદ પામ્યાં. વીરસેન તો ચોધાર આંસુએ બધાને જોઈ રડવા લાગ્યો. રડતો વીરસેન રાજાને ગળે વળગી ગયો. રાજાએ સ્વસ્થ કરી આસન પર બેસાડ્યો. મંત્રી અને મિત્ર મળતાં મંગલતૂર વાજા વાગ્યાં. આ અચરિજ જાણવા માટે રાજાએ વીરસેનને પૂછ્યું. વીરસેન પોતાની વીતક કથા કહે છે... - ટાળ-દસમી : (તોરણથી રથ ફેરવી હો લાલ.એ દેશી.) વીરસેન કહે રાયને હો રાજ, કર્મગતિ અસરાળ, મેરે સાહિબા, તિરિયાણું કર્મ કર્યું હો રાજ, કીધો તમે ઉદ્ધાર. મે. સા. llll દાતા કૃપણ અને ધનપતિ હો રાજ, તીય ઉચ નર નાર, મેરે. ક્ષત્રિય વણિક દ્વિજ તૃપ પુરે હો રાજ, હું કમ્ નૃત્યકાર, મેરે //રો અગોચર વાત મનોરથે હો રજ, કવિ વયણે તાવંત, મેરે. નાવે સ્વપ્નમાં કોઇ તિ હો રાજ. તે ક્ષણમાં દૈવ કરત. મે. all સહસ્ત્ર ગવિ ટોળા વચ્ચે હે જ, જેમ વળગે વચ્છ માય, મેરે. તેમ પૂર્વકૃત કર્મ તે હો રાજ, કર્તાને વળગાય. મેટે. //૪ કર્મ ગતિ મુજ સાંભળો હો રાજ, સુભટ મુખે સુણી વાત, મેરે નઇ અંતવન ગત લગે હો રાજ, કહું આગળ જે થાત. મેરે //પ/ ગહનવને નૂતનપ્રિયા હો રજ, જાણી સતી સ્નેહાળ, મેરે. મીઠે વયણે મોહિયો હો રાજ, મલયાતિલ સુખકાટ, મેરે. ll ll તટ પલ્લવ વન વેલડી હો રાજ, સુરભિ પવત મતક્ષ્ણ, મેરે. કોકિલા ટહૂકા કરે તો સજ, મુજ મત વ્યાપ્યો અલંગ. મેરે. શા મીઠે વયણે તવ સા કહે હો રાજ, ક્ષણભર મીએ સ્વામ, મેરે. આવો દ્રાક્ષને માંડવે ો સજ, તુમ અમ વિશયમ, મેરે તો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩ Page #478 -------------------------------------------------------------------------- ________________ તસ વયણે બિહું તિાં ગયા હો રાજ, પલ્લવ કરી પથારી, મેરે સુરતક્રિડા સુખ ભજી હો રાજ, બેઠી ચિત સવિયાણ મેરે. તેલ તેહવે કપિ તિાં દેખીતે હો રાજ, ભાખે મુજને એમ. મેરે માંદી તજી તમે જબ ગયા હો જ, બીજીવાર ધરી પ્રેમ. મેટે. ૧oll સજજ થઇ તુમ વિરહથી હો રજ, ખેદ ભટે રહું જામ, મેરે. મુજધર ભિક્ષા કારણે હો રાજ, આવી જોગણ તા. મેરે. ll૧૧ ગાંઠ ઔષધિ બહુ વિધા હો રાજ, દીઠી તેની પાસ, મેટે, વિધાનિધિ લી મેં કીયો હો રાજ, ભોજન ભકિત વિલાસ. મેટે. I૧રો આદરથી નિત્ય આવતી હો રજ, પ્રીતિ બની તે સાથ, મેરે. પૂછતાં મેં ભાખીયું ો રાજ, મુજ નેહી નાથ. મેરે. //all મેળો કિમહી ન સંપજે હો રાજ. રોગ કરે અંતરાય, મેરે એહવું કરો કાંહી દિલધરી હો રાજ, દંપતી સુખભર થાય. મેટે. ૧૪ વળી મુજ પિયુને કોઇતો હો રાજ, ઉપદ્રવ નહિ થાય, મેરે. તવ સા પૂરણ પ્રીતિ એ હો સક, વયણે એમ ઉચ્ચાય. મેરે. /૧ સર્વ કામ હું કરી શકું તે સજ, મુજ શિર હાથ ધરંત, મેરે. કહે તુજ ોગ ન કાંઇ હુવે હો રજ, વળી તુજ સુખીયો કત. મેરે /૧છો પણ વત રણ અરિ સંકટ હો રાજ, વાઘ અરિ જાય નાશ, મેરે. હેતે વલય દેઇ એમ કહે હો રજ, તુમ પતિ કંઠ વિલાસ. મેરે. I/૧ળી મંત્રશું ગર્ભિત ઔષધિ હો સજ, છે અવયવ લઘુ ખાસ, મેરે. શિવ વાંછુ તુમને સત હો રાજ, બીજી નહિ મુજ આશ. મેરે. /૧૮ શીતલવત નિદ્રા કરો હો રાજ, હું બેઠી તુમ પાસ, મેરે વિક્ત હરણ વલખું ઠવો હો રાજ, ઓશીશે સુખવાસ. . ૧લો પ્રેમ વયન રણે નડ્યો હો રાજ, સાચું માની તામ, મેરે સુરત શ્રમે સૂતો તણ હો રાજ, પામ્યો નિદ્રા જામ. મેટે //રoll ઠવતી સા મુજ કંઠમે હે રજ, લોહનું વલયું તેહ, મેરે સર્વાતિ પયડી કહે હો રાજ, વૈરિણી નિદ્રા એહ. મેરે. સારા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩ Page #479 -------------------------------------------------------------------------- ________________ જાગ્યો કપિરૂપે થયો હો રજ, દીઠી કપિની દેહ, મેરે. ખેદે વિલખો ચિદિશે હો સજ, જોતાં ન દીઠી તેહ. મેરે રરો મેં જાણ્યું ગઇ છેતરી હો રાજ, કીધો કપિ તિરિ પક્ષ, મે. મિત્રની શીખ ન ચિત્ત ધરી હો રાજ, ફળ પામ્યો પ્રત્યક્ષ. મેરે // તસ પગલે ધાઇ મળ્યો હો રાજ, બેઠી રથ સહ ગોપ. મેટે. દેખી દીવ હું જોઇ રહ્યો હો રાજ, તવ સા ભણે ધરી કોપ. મેરે. //ર૪ll રે મૂઢ ! કપિ થઇ શું જુવે હો સજ, એક પખો સો નેહ, મેરે. પિશાચ થઇ કેડે પડ્યો હો રાજ, પામ્યો તસ ફળ એહ. મેરે. રિપો જન્મથી એ મુજ સાહિબો હો રાજ, તન મનશું પ્યારો નાથ, મેરે. ચોર પકે ચોરી વચ્ચે હો રાજ, તેં એક ઝાલ્યો હાથ. મેટે //છો સ્વેચ્છાયારિણી હું સા હો રજ, નહિ તુજશું વશ રહેતાટ, મેટે. વિશ્વાસ વા કુટુંબને હો રાજ, તુજશું નેહ ઉચ્ચાર, મેરે રશી ફોગટ મંદ ગ્રાથિલ થઇ હો રાજ, કાઢ્યો તને દોય વાટ, મેરે. જોગણી દત્ત મંત્રે કરી હો રાજ, કીધો તિરિ અવતારય મેરે રો. શીખામણ લાગી હવે ો રાજ, ભટકો વાતમાંહિ, મેરે. અમ ધન લેઇ તાતનું હો રાજ, ભોગવશું સુખ છાંહિ. મેટે //ર૯ll જા રે કપિ ! શું જોઇ રહ્યો ? હો રાજ, રય ગોવિંદ તું રાંક, મેરે. ત્રીજીવાર શિક્ષા જડી હો રાજ, નથી અમારો વાંક. મેરે. ૩૦ એમ કહી રથ જોડીયો હો રાજ, કોઇક દિશિ ઉશ, મેરે. રીસે ફાળ ભરી હોયતે હો રાજ, નખે વિદાર્યા વિશેષ. મેટે. ૩૧ ગોપે શિર અસિ ધા દીયો હે રાજ, હું મૂર્ણિત ભૂપત, મે. શીત પવન તિશિ ઉઠીયો હો રજ, જાણું ન પંથની વાત. મેરે. કરો યુથપતિ હણી હું થયો હો રાજ, વાતરનો શિરાટ, મેરે. બાજીગરે એક તિ ગ્રહો હો રજ, ફૂટ પાસ રચતાર. મેટે. ll નૃત્ય શીખાવી બહુ કળા હો રાજ, નવી ગામોગામ, મેરે. તુમ પાસે આવ્યું કે હો રાજ, પામ્યો કરભવ ઠામ. મેરે. ૩૪ો. હજી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩૮ ધંટ્રોપર રો શાહ) Page #480 -------------------------------------------------------------------------- ________________ સમી વસમી એ કહી હો રજ, ચોથે ખડે ઢાળ, મેરે. શ્રી શુભવીર સુખી સદા હો રાજ, ન પડે જે મોહ જંજાળ. મેરે. પણ ૧ - ગાયના ટોળામાં, ૬ - ગાંડા જેવો. -: ઢાળ-૧૦ : ભાવાર્થ : રાજપુરની સભા આશ્ચર્ય પામી. જૂના પ્રધાન વીરસેન વાંદરા રૂપે હતા. તે રાજાને અને નગરની પ્રજાને પાછા મળ્યા છે. બાજીગર પણ તે જોઈ આનંદ સહ વિસ્મય પામ્યો. રાજા અને સભા આ આશ્ચર્યને જાણવા માટે ઘણા ઉત્સુક બન્યા છે. સૂર્યકાન્ત રાજા - હે મિત્ર ! આ બધું શું બની ગયું? વીરસેન - હે મહારાજા ! કર્મ તણી ગતિ ન્યારી છે. કર્મ થકી જે ન્યારા થયા તે મહાસુખ પામ્યા. હું પણ મનુષ્ય, તેમાંથી તિર્યચપણું પામ્યો. જે વાંદરામાંથી મારો ઉધ્ધાર આપે કર્યો. ત્યાં મારું તિર્યચપણાનું કર્મ પૂરું થયું. હે મહારાજા ! આ સાત વર્ષમાં કર્મે મને ક્યાં ક્યાં કેવી રીતે નચાવ્યો. તે સંભારતાં મારું હૈયું હાથમાં રહેતું નથી. દાતાર, કંજૂસ, ધનવાન, નીચ ઘરે, ઉચ્ચ ઘરે, સ્ત્રીઓ આગળ, પુરુષો આગળ, ક્ષત્રિય, વાણિયા, બ્રાહ્મણ, રાજા વગેરેની આગળ, રાજનગરોની મધ્યમાં, મેં ઘણા નાચગાન કર્યા. નાચ કરી લોકોને રીઝવ્યા. હે રાજન! અગોચર એવા મારા મનોરથો ને વાતો, જે કવિઓના વચનો કે કલ્પનામાં પણ ન આવી શકે. વળી સ્વપ્નમાં પણ કોઈ દિન ન દેખાય, એવા કર્મ થકી ક્ષણવારમાં થઈ જાય છે. દેવથકી જે થાય તે બીજું કોઈ કરવા સમર્થ નથી. જેમ હજારો ગાયોના ટોળાની મધ્યે રહેલી ગાયમાતને દૂર રહેલું વાછરડું (પોતાની માતને) શોધી કાઢીને વળગે છે, તેમ પૂર્વે કરેલા કર્મ જ્યારે ઉદયમાં આવવાના હોય ત્યારે તે કર્મ પોતાના કર્તાને શોધીને, તેનાં ફળ તેને ચખાડે છે. હે રાજનું! મારા કર્મની લીલાને સાંભળો. જે સુભટોએ આપને વાત કહી તે સાંભળી. હવે આગળ કહું તે સાંભળો. બપોરનું ભોજન કરી આરામ કરીને મારી નવી પરણેલી પ્રિયાના વચન થકી અમે નદીના કિનારે ફરવા ગયા. જળક્રીડા કરી. પછી ગહનવનમાં ગોવાળની સાથે ગયો. મારી પ્રિયા મને સતી એમ દેખાતી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩૯ Page #481 -------------------------------------------------------------------------- ________________ હતી. તે પણ મારી ઉપર ઘણો જ સ્નેહ રાખી રમતી હતી. હું સ્નેહમાં તણાયો, મોહમાં ફસાયો. મીઠાં વચનોથી તે જે કહે તે કરવા હું તૈયાર રહેતો, આ ભયંકર વનમાં મલયાચલ પર્વતનો મીઠો મંદ મંદ પવન અમને ઘણા સુખને આપતો હતો. વનમાં જાતજાતનાં વૃક્ષો, વનવેલડી લાકુંજો જોતાં જોતાં આનંદ પામતાં વનની લીલાને જોતાં હતાં. વૃક્ષો ઉપર રહેલાં પંખીડાંના કલરવ અવાજ અમારા કાનને સુખ આપતો હતો. સહકારની ડાળે કોકિલ-કોયલનો મીઠો ટહુકાર પણ સાંભળી મન આનંદ પામતું હતું. આવી કુદરતી શોભાને જોતો, સાથે નવ પરણીત મારી પત્નીનું સાહચર્ય. હું ભાન ભૂલ્યો. મને કામદેવે પડ્યો. મારા શરીરે કામ વ્યાપ્યો. હું તે રૂપાળીના રૂપમાં લુબ્ધ બન્યો. મારી ઈચ્છા પૂરી કરવા મારી પ્રિયાએ સાથ આપ્યો. દ્રાક્ષનો માંડવો જોતાં જ રથ થોભાવ્યો. રૂપાળી નીચે ઊતરી. મને પણ દ્રાક્ષના માંડવા નીચે લઈ ગઈ. કહેવા લાગી - હે સ્વામી! આવો, આ માંડવે. આપણે ઘડીવાર મનગમતી કામક્રીડા, રતિક્રીડા કરીએ. માંડવા હેઠે અમે તમે બંને ક્રીડા કરી આરામ કરીએ. અમે બંને માંડવા હેઠળ ગયા. ગોવાળ ગોવિંદ રથને સંભાળતો ત્યાં ઊભો રહ્યો. અમે બંને માંડવા હેઠે વૃક્ષના પાંદડાની પથારી કરી. અમે બંને નિરાંતે સૂતા. મનઈચ્છિત સુરતક્રીડા કરી સુખ પણ પામ્યો. હું તો સૂકા પાંદડે સૂતો હતો. તે મારી સામે બેઠી. મનમાં કંઈક વિચારતી હતી. હું થાક્યો આરામ કરતો હતો. તેવામાં અમારી નજરે દૂર એક વાંદરો ચડી આવ્યો. વાંદરો જોઈને મને તે રૂપાળી કહે - સ્વામી ! હું જ્યારે માંદી પડી ત્યારે તમે મને છોડી ચાલ્યા ગયા. સાજી થઈ ત્યારે તેડવા આવ્યા. મારી ઉપર આપનો ઘણો પ્રેમ હતો. બીજી વખતે મને વળગાડ વળગ્યો. ત્યારે પણ તમે ચાલ્યા ગયા. તમારા વિરહમાં મારા દહાડા જતા નહોતા. એવા ટાણે અમારા ગામમાં યોગિણી આવી. ભિક્ષા કાજે ફરતી મારા આંગણે આવી. પતિવિરહી એવી મેં પ્રેમથી ઘણી જ ભિક્ષા આપી. ભિક્ષા આપતાં મેં જોયું. તે યોગિણીના વસ્ત્રના છેડે ઔષધિઓ બાંધેલી હતી. ઔષધિની જાણ માટે મેં તેમને બીજે દિવસે પણ આવવાનું કહ્યું. રોજ ભિક્ષા કાજે મારે ત્યાં આવવા લાગ્યાં. હું પણ પાત્ર ભરીને ભિક્ષા આપતી હતી. આદરથી ભિક્ષા આપતી અને ભકિત પણ કરતી હતી. તે જોઈ યોગિણીને મારી ઉપર અપાર પ્રીત થઈ. ભકિત પ્રીતિમાં પરિણમી. અવસર મળતાં મેં પૂછ્યું - હે મૈયા! મારા પતિનો મારી ઉપર અપાર પ્રેમ સ્નેહ છે. મને પણ અતિશય સ્નેહ મારા પતિ ઉપર છે. પણ અમારો મેળો થતો નથી. જ્યારે તે આવે ત્યારે હું માંદી પડી જાવું છું. મારો રોગ અમારા વચ્ચે અંતરાય ઊભો કરે છે. તો હે મા! મારી ઉપર કરુણા કરો. દયા રાખો. આપ એવું કંઈક કરી આપો કે અમે પતિપત્ની સુખભર રહીએ. વળી મારા પતિને પણ કોઈનો ઉપદ્રવ ન થાય. મારી વાત સાંભળી તે યોગિણી પૂરા પ્રેમથી મને કહેવા લાગી - હે દીકરી! તું ચિંતા ન કરીશ. તારી સઘળી ઈચ્છા પૂરી કરીશ. તારા સઘળા કામ પણ પૂરા કરીશ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४४० Page #482 -------------------------------------------------------------------------- ________________ વળી તે યોગિણીએ મારા માથા પર હાથ દઈને આશીર્વાદ આપ્યા હતા. વળી કહે કે બેટા ! તને હવે કોઈ રોગ પણ સતાવશે નહિ. તારા સ્વામી પણ ઘણા સુખી થશે. જ્યાં જશે ત્યાં કોઈ ઉપદ્રવ પણ થશે નહિ. વનમાં, રણમાં, સંકટમાં, વળી દુશ્મનની સામે, જ્યાં હશે, ત્યાં હે દીકરી ! તને દુઃખ નહિ પડે. સુખમાં દિવસો જશે. વાઘ-સિંહ કે દુશ્મન સામે જો આવશે તો તારા પતિને જોઈ ભાગી જશે. સામે આવવા સાહસ નહિ કરે. વળી મારી ઉપર અપાર હેત ધરીને એક લોહનું માદળિયું (તાવીજ) મંત્રીને મને આપ્યું. પછી કહે - હે દીકરી ! આ તારા પતિના કંઠે ધરજે. મંત્રથી વાસિત, તથા ઔષધિથી પૂર્ણ, વજનમાં હળવું, અને નાનું છે. મેં તે તાવીજ મારી પાસે રાખ્યું. મેં આ વાત કોઈને ન કરી. તાવીજ ગુપ્ત રાખ્યું. હે સ્વામી ! તમારું કલ્યાણ થાઓ. એ જ હું ઈચ્છુ છું. મેં બીજી કોઈ ઈચ્છા કે આશા રાખી નથી. આપ આ શીતલકુંજમાં નિરાંતે નિદ્રા કરો. હું તમારી પાસે બેઠી તમારી રક્ષા કરું છું. આપ મારી સાથે રતિક્રીડા કરીને ઘણા થાકી ગયા છો. તો આરામ કરો. આ માદળિયું આપના માથા નીચે રાખો. તેથી નિરાંતે નિદ્રા આવે અને તમારા વિઘ્નો દૂર થાય. તે રૂપાળી સ્ત્રીની કપટ લીલા હું સમજી ન શક્યો. તેના પ્રેમવચને મને તેની ઉપર અતિશય રાગ થતાં મેં વાત માની લીધી. સુરતક્રીડાથી થાકેલો હું પત્નીના વિશ્વાસે નિર્ભય થઈ તેની પડખે સૂઈ ગયો. જ્યાં હું ભરનિદ્રામાં હતો તે વખતે માથા નીચે રાખેલું માદળિયું કાઢી મારા ગળે બાંધી દીધું. હે મહારાજા ! જ્ઞાની ભગવંતો કહે છે કે કર્મની આઠ મૂળ પ્રકૃતિ, તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮. જેમાં ૪ મૂળપ્રકૃતિ સર્વઘાતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મોહનીય અને અંતરાય. જે આત્માના ગુણોનો સર્વથા ઘાત કરે તે સર્વઘાતિ કહેવાય. તેમાં દર્શનાવરણીયની ‘નિદ્રા’ પ્રકૃતિ, મારા માટે વૈરિણી નીવડી. નિદ્રા પૂરી થતાં જાગ્યો ત્યારે વાનર રૂપે થયો. વાનરનો દેહ જોતાં જ હું દુઃખી દુઃખી થઈ ગયો. મનુષ્યમાંથી હું તિર્યંચ બન્યો. વિલખો થઈ, ખેદ પામ્યો. ચારે દિશામાં નજર ફેરવી. પણ તે મારી પ્રાણપ્રિયા ક્યાંયે ન દેખી. હું સમજી ગયો કે તે મને છેતરીને ક્યાંક ભાગી ગઈ. રે મને મનુષ્યમાંથી તિર્યંચ બનાવી મને છેતરી ગઈ. તે જાણી હું વધારે દુ:ખી થયો. હવે કોઈ ઉપાય હતો નહિ. ત્યારે મને મારો વણિક મિત્ર યાદ આવ્યો. તેની શિખામણ મેં ગાંડાએ ન માની. કહેતો હતો કે તારી પ્રિયા પરનરમાં આસકત છે. વિશ્વાસ ન કરતો, ન માન્યું, તો તેનું આ પ્રત્યક્ષ ફળ ભોગવવા મળ્યું. હવે હું શું કરું ? ક્યાં જાઉં ? મારી મનુષ્યની વાચા હતી તે પણ ચાલી ગઈ. વિચાર્યુ કે તે મને છોડીને ભાગી ગઈ છે તો કેટલી દૂર ગઈ હશે. રથ પણ ન હતો. રથ જે દિશામાં ગયો છે તે દિશામાં દોડીને પહોંચી જવું. તરત જ ઝાડે ઝાડે લંગો ભરતો દોડતો, રથને મેં.. પકડી પાડ્યો. પહોંચી ગયો. રથ તો ચાલ્યો જતો હતો. રથમાં રૂપાળી ગોવાળ સાથે બેઠી હતી અને હસતી અને મદભરી વાતો કરતી મેં જોઈ. દીન અને લાચાર બનેલો હું માર્ગમાં જઈ બેઠો. રથ થંભી ગયો. હું તેની સામે ટગર ટગર જોઈ રહ્યો. તે બંને મને જોઈ રહ્યા. પછી રૂપાળી કોપ કરી મને કહેવા લાગી - “રે મૂઢ ! રે મૂરખ ! વાંદરો થઈને હવે મને શું શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૪૧ Page #483 -------------------------------------------------------------------------- ________________ જુએ છે? તારો એક પક્ષનો સ્નેહ શા કામનો ? તને મારી ઉપર ઘણો સ્નેહ છે. પણ મને તારી ઉપર જરાયે સ્નેહ નથી. એક પક્ષના રાગથી સર્યું. તે તારા રાગને ધિકકાર હો ! પિશાચ થઈને મારી પૂંઠે પડ્યો છે. બે બે વાર પાછો તને કાઢ્યો તો એ નિર્લજ્જ તને શરમ ન આવી. તો તેના પ્રત્યક્ષ માઠાં ફળ ભોગવ. - આ ગોવાળ તો મારા જન્મથી મારો સ્વામી, મારો નાથ છે. મનથી, કાયાથી તો મારો નાથ છે. વચનથી તને કહું છું કે મારો પતિ સાચો આ ગોવિંદ જ છે. તે મને ઘણો વહાલો તથા પ્યારો છે. તું તો અમારા બંનેની મધ્યમાં ચોરની જેમ ચોરી મધ્યે વચમાં આવીને મારો હાથ પકડ્યો છે. હું તો મારી ઈચ્છા પ્રમાણે ચાલનારી છું. હું ક્યારેય તારા વશમાં રહેવાની નથી. મારી ઈચ્છા મુજબ વર્તીશ. રે પામર ! મારા કુટુંબીજનોને વિશ્વાસ દેવા ખાતર જ તને બાહ્ય રીતે પ્રેમ કરતી હતી. ભીતરમાં તો મારો ગોવાળ જ વસે છે. તે કારણે તને બે વાર તો મેં કાઢી મૂક્યો. ત્રીજી વારે પણ સાન ઠેકાણે ન આવી. યોગિણીની સહાયતાથી આપેલ તાવીજ થકી તિર્યંચ અવતાર મળ્યો. રે! મૂરખ ! જો શિખામણ લાગતી હોય તો હવે મારો પીછો કરવો છોડી દે. વન વનમાં હવે વાંદરો થઈને ભટક્યા કરજે. જ્યારે અમે તો મારા પિયેર ચાલ્યા જઈશું. મારા પિતાએ આપેલું ધન, તે થકી અમે સંસાર સુખો ભોગવીશું. તું હવે ચાલ્યો જા. રૂપાળી આટલું બધું બોલવા છતાં વાંદરા રૂપે વીરસેન રૂપાળીને ગરીબડો થઈને જોયા જ કરતો હતો. મારગની મધ્યેથી ન ખસ્યો. ત્યારે રૂપાળી ફરીથી વાંદરાને કહેવા લાગી - રે વાંદરા ! હવે તું જા ! હજુ શું જોઈ રહ્યો છું. મારો ગોવિંદ રાજા છે જ્યારે તું તો રાંક છે. ત્રીજીવારે તો તારા નસીબ થકી આ તિર્યંચની મોટી શિક્ષા મળી. એમાં મારો શો વાંક? આ પ્રમાણે બોલતી રહી ને ગોવિંદે બીજી દિશા તરફ રથ હંકાર્યો. બીજી દિશા તરફ રથ દોડતો જોઈ હું ફલાંગ મારી રથમાં ચડી ગયો. રથમાં બેસીને ભાગતાં જોઈ મારો ગુસ્સો વધી ગયો. બોલી શકવા હું અસમર્થ હું બીજું શું કરું? મેં તે બંનેને લહુરાને બચકાં ભરવા માંડ્યા. નખ થકી ઘણા નહોર ભર્યા નખથી વિદારી બંનેને લોહી લુહાણ કરી દીધાં. તે અવસરે રથમાં રહેલી મારી તલવાર, ગોવાળે મારા માથે જોરથી ફટકારી. માથા ઉપર જોરથી વાગતાં હું ત્યાં ને ત્યાં રથ થકી ગબડી નીચે ઢળી પડ્યો. મૂછિત થઈ હું ભૂમિ ઉપર પડ્યો. રથ તો આગળ નીકળી ગયો. જમીન ઉપર કેટલીક વાર પડી રહ્યો. મંદ મંદ અને શીતળ પવન વાતાં, ધીમે ધીમે મારી મૂછ દૂર થઈ. રાત હતી. ચારેકોર અંધકાર. હું ત્યાંથી ઊઠ્યો. ગીચ જંગલ, ઘોર અંધારી રાત, કોઈ રસ્તાની કશી જ ખબર નહિ. ક્યાં જવું? શું કરવું? કશી સૂઝ ન પડી. રે! મારે વાનર થઈને ભટકવાનું જ રહ્યું. સારી રાત ત્યાં પસાર કરી. દિવસના આમ તેમ ભટકતાં, રાત્રિ ઝાડ ઉપર વીતાવતાં કેટલાક દિવસો મારા ચાલ્યા ગયા. ત્યાં એક વાનરસેના જોવામાં આવી. હું તે વાંદરાની સેનાના અધિપતિ જોડે લડ્યો. કેવો લડ્યો. મેં તેને મારી નાંખ્યાં. હું તે વાંદરાની ટોળીનો અધિપતિ થયો. હું મારી સેનાને લઈને એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક વનથી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४४२ Page #484 -------------------------------------------------------------------------- ________________ બીજા વનમાં ભટકવા લાગ્યો. વૃક્ષ પાંદડાં-ફળ-ફૂલોને ખાતાં, ઝરણાં, તળાવ, સરોવરનું પાણી પીતાં મારા દિવસો જવા લાગ્યાં. એવામાં એક બાજીગર અમારા એ વનમાંથી નીકળ્યો. રમતી મારી સેના જોઈ. તે તેની નજરમાં આવી ગઈ. તેના કૂડ કપટની અમને જાણ ન થઈ. અમે સૌ ફસાઈ ગયા. બાજીગરે અમને કબજે કરી લીધા. મને અને મારી સેનાને બંદીવાન કરી તેના સ્થાનમાં લઈ ગયો. અમને બધાને જુદા જુદા રાખ્યા. થોડા દિવસ તો ખાવાનું પણ ન આપ્યું. આ પ્રમાણે કરતાં અમને સૌને વશમાં કરી પોતાને આધિન કર્યા. ધીમે ધીમે અમને સૌને નૃત્ય કરતાં જુદા જુદા નૃત્યો શીખવાડ્યાં. વળી જુદી જુદી કળા પણ શીખવાડી. ત્યાર પછી અમને જુદા જુદા ગામોમાં લઈ જતો. અમારી પાસે જુદા જુદા નાચ નચાવી, કળા બતાવી, પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. અમારે પણ હવે તે જ શરણુ હતું. વફાદાર રહીને માલિકની સેવા કરતા. ગામ નગર ફરતાં ફરતાં આજે તમારી સામે ઉપસ્થિત થયો. મારું નગર, મારી પ્રજા, મારા રાજા મળતાં મને ઘડીક આનંદ થયો. મને કોણ ઓળખે ? આપની સામે કંઈક વાર જોયું. ઘણું રડ્યો. આપને ઈશારા થકી ઘણું સમજાવવા મેં મહેનત કરી. પણ આપ ન સમજી શક્યા. પણ મારું અશુભ કર્મ પૂરું થયું તે થતાં, આજ તમારી કૃપાથી માનવદેહ પામ્યો. આ પ્રમાણે ચોથા ખંડને વિષે દશમી ઢાળ સમાપ્ત કરી. કવિરાજ આ કથાનક રૂપ વાતને પૂર્ણ કરતાં કહે છે કે મોહજાળમાં પડશો નહિ અને જો પડશો તો મહાદુઃખને પામશો. -: દુહા - સચિવ વ્યથા સુણી નૃપ ભણે, ખેદ ન કરવો કોય, ભાવિ પદારથ આગળે, ઉધમ નિષ્ફળ હોય. // પણ તું પુરણ આઉખે, આવ્યો તિજ ઘર વાસ, રુઠી તારી રાક્ષસી, જીવિતતી શી આશ ? રો જેહ માટે નાગને. તે રસીથી ન ડરત, જે વછનાગને નિત્ય ભખે, ધતુર કાય કરત ? all પ્રીત બની જશ જેહશું. તે વિણ તે ન રહેત, ગ ધરી તિહાં એક પખો, તે નર દુખ લહત. /૪ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४४३ Page #485 -------------------------------------------------------------------------- ________________ જેહતો કુંવર જિહા મેળો સુદર્શનની લખ્યો, તિહાં કથા, સુણતાં -ઃ દુહા ઃ મળવું તસ જાય, અચિજ થાય. 11411 ભાવાર્થ : મંત્રીશ્વર વીરસેનની આપવીતી વ્યથાની કથા સાંભળી સૂર્યકાન્ત રાજા મનમાં સંતાપ પામ્યો. વીરસેનને ઘણું જ આશ્વાસન આપતાં કહે છે કે હે મિત્ર ! મનમાં ખેદ ન કરશો. મનમાં કોઈપણ પ્રકારનો ક્લેશ કરવો નહિ. વીરસેનની કરુણ કહાણી સભાજનો સાંભળી દુઃખી થયા. સૂર્યકાન્ત - હે મિત્ર ! કર્મરાજાના ખેલ છે. વળી ભાવિમાં જે બનવાનું હોય તો બનીને જ રહે છે. આપણો ઘણો બધો પુરુષાર્થ કર્યે છતાં તે તો નિષ્ફળ જ જાય છે. મંત્રીશ્વર ! બીજું તો ઠીક પણ તારું આયખું હશે તો તું બચી ગયો. પૂર્ણ આયુષે અમારે ઘેર હેમખેમ આવી ગયો. એ જ મોટી પુણ્યાઈ. આ તારી સ્ત્રી કેવી મહાવિકરાળ રાક્ષસી. રૂઠેલીની આગળ તારું શું ગજુ ? વળી તેમાં જીવવાની આશા શી ધરવી ? જે લોકો ભયંકર નાગની સામે હંમેશા રમતા હોય તે લોકો દોરડાથી ડરે ખરા ? ના ! કદીયે ન ડરે. કવિરાજ કહે છે કે “જે હંમેશાં વચ્છનાગ નામનું ઝેર ખાતો હોય, તેને ધતુરો શું કરે ? કંઈ જ ન કરે. એ જ પ્રમાણે જેને જેની સાથે પ્રીત બંધાઈ હોય તે તેના વિના પળવાર પણ રહી શકતા નથી. જેનો મેળો નસીબ થકી લખાયો હોય ત્યાં મળવા પોતે વારંવાર દોડીને જાય છે. પણ તેમાં એકપક્ષીય રાગ હોય તો શા કામનો ? એકને હોય બીજાને ન હોય તો તે શા કામનો ? એક પક્ષીય રાગવાળો મહાદુ:ખ પામે છે. તે માટે જ જેના નસીબ જ્યાં હોય ત્યાં જ તે જાય છે. માટે તમે દુઃખી ન થાવ. તેની ઉપર સુદર્શનકુમારની કથા તમે સાંભળો. જે સુણતાં મોટું આશ્ચર્ય થશે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ୪୪୪ Page #486 -------------------------------------------------------------------------- ________________ ધનપુર નગરે દાનશાળાએ દાન -: ઢાળ-અગિયારમી : (ઝુમખડાની..દેશી) રાજા, पुत्र સુદર્શન નરસિંહ દીએ નિત્ય, તેણે થયો જગત મિત્ર મનોહર જાતાં નયણે કુંવરે નંદી શેઠની નંદિની usil, નામે રૂપની શાસ્ત્રકળા ભણવા નિત્ય જાવે, ઉધમ જાસ વિશેષ..મતો.. [વા તેહ..મ.. ||૩|| કુમારી, વેળા ધારી..મ.. ||૪|| આપણ, દાનશાળાએ નૃપસુત બેઠા, દિલ ઉલશ્યું એક એકને દેખી, કરપલ્લવી કરીને સમજાવી, દરવાજા બાહિર વડ હેઠે. મેળાખેળા બિહુ જણ કરશું મળજો ત્યાંહિ, ચતુરને ચતુર વાત કરતાં, સમજે બિહુમતમાંહિ..મ.. [૫] એમ સંકેત કરીને પરસ્પર, બિહુજણ તિજ ઘર પેઠા, કામનાં બાણ પરસ્પર લાગત, ઘાયલ થઇને aisi..4.. 11911 શણગાર સોળ ધરી પદ્માવતી, લેઇ જળઘટ વડ જાવે, નૃપ સુત પણ તંબોલ પ્રમુખ લઇ, સ્થાનકે આવે..મ.. I પ્રેમરસે રસ વિનોદે, સૂતાં વડતળે જામ, વતરુ કોટર પન્નગ ફરતો, પદ્માને વિષ ચડ્યે મૂર્છિત થઇ પપ્પા, અંગ સકલ થયું મૃતકસમી દેખી સુર્શન, મધ્યતિશા દારુ કરી ભેળાં, દૂર વિલોકી અગ્નિ લેવા, તિહાં વહૂતિ પ્રજાળી જોગી દેખી, લક્ષણવંત સંકેત વાત ડસીઓ ખેદભર રોતો ચય કરી માહે ગયો દુઃખ પાવક માગ્યો બત્રીસ સંધ્યા તાસ, પ્રકાશ. સુણો.. [૧] રેખ, શ્રી ચંદ્રશેખર રાજામો રાસ ૪૪૫ દીઠી તેહ, લાગ્યો તેહ તામ..મ.. ી શ્યામ, તામ..મ.. ઊલ્ટી સુવાડી, ભારી..મ.. ||૧૦ll જામ, કુંવરતે, દીઠો જોગીએ તામ..મ.. ||૧૧|| Page #487 -------------------------------------------------------------------------- ________________ સોનાનો પુરુષો કર એહનો, એમ ચિંતી કહે યોગી, એ અપવિત્ર છે સ્મશાન અતિ, નવિ લેવો સુણ ભોગી.મ. ૧રી બેસો ઇાં બીજો દેઉં આણી, અતિ પણ સુણી વીર રાત્રે ભૂતાદિક ઉપસર્ગ, રક્ષા કરું તો શરીર.મ. (/૧all એમ કહી લેરો કાળો મંત્રી, તસ ગળે બાંધી નિહાળે, નૃપસુત સર્પ થયો તેણીવેળા, યોગી ઘટમાં ઘાલે.મ. ૧૪ll ભૂતળ ખાડ કરી ઘટ મેલી, ઉપર પત્થર ઠાવે, પુરુષો કરવા હોમને કારણ, ઔષધિ લેવા જાવે..મ. (૧૫ મઠમાં ઔષધિ જોતાં પત્તળ, સ્યો મણ લહે યોગી, તે હવે નગરે ઉપદ્રવ ચાલે, મરકી બાળક ભોગી.મ. (૧૦) શાકિની નિગ્રહ કરવા કારણ, ચિહું દિશિ સુભટ ફરત, વળી રાજકુવર ગયો તસ શોધત, રાયતા સુભટ ભમત.મ. ૧ી એણે અવસર પદ્માવતી ચયમાં, કાષ્ટ ઘણાં તિશિ ખડક્યાં, નાગમની જડી વેલડી પલ્લવ, સૂતાં તસ તનું અડક્યાં.મ. ll૧૮ વિષનો વેગ ગયો તસ દૂરે આતપૂરે ઉઠી, કુંવરને જોયો પણ નવિ દીઠો, તવ જળ ભરવા પેઠી.મ. ll૧૯ll જળધટ શિર ધરી પુરમાં પેસતાં, "પ્રત્યુષ વેળા ઝાલી, શાકિણી જાણી સુભટે બાંધી, બંદીખાને ઘાલી... //Roll નયનપટ કરી બાંધી પ્રભાતે, રાહજુરે આણી, ભટ કહે સ્વામી મટકી ઝાલી, પેસતી પુમાં જાણી.એ. /૨ll આકૃતિ સુંર વેષ લઇ નૃપ, ચિતે ન મરકી દુષ્ટા, તયત પટાકિ બંધન છોડી, વયત મધુસે પૃષ્ટા.. //રરો સા ભણે તાતજી હું નહિ મસ્કી, નંદી શેઠની બેટી, કામ વિશેષે જળ ભરવા ગઇ, દ્વાર જયાં જઇ બેઠી.મ. / ll શેષ નિશાએ જળ ભરી આવતી, તુમ ભટે ઝાલી આણી, ઇાં લગે આવત હુઇ કલંકિણી, લોકે શાકિની જાણી... ||રજો. (શી શેખર traણી હા, (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) જિ ४४६ Page #488 -------------------------------------------------------------------------- ________________ વળી તુમ સંશય ભેળો ટળશે, તેણે મુજ વીજ કરાવો, દુષ્કર ધીજ કરું રવિ સાખે, અગ્નિ ભુજંગ મિલાવો.... / રપ રાય હુકમે ભટ પાગ લેવા, ફરતાં પુર વન જાવે, કાકાલી ન્યાયે મઠ જોતાં, તેહજ પન્નગ લાવે... /રકો ઇષ્ટદેવ સા સમરી ઘટમાં, કર ધરી નાગ નિકાલે, ફૂલ માળા પેટે કંઠ ધરતાં, શેરો શ્યામ નિહાળે..મ. સરળ ચિત્ત ચકિતા સા શંકા ભરણી, દોરો દૂર કરતી, નૃપસુત પ્રગટ્યો સહુ જન દેખે, અભ્રપટલ રવિકાંતી.. //રો. વિસ્મય પામી ભૂપતિ પૂછે, એકાંતે હોય લાવી, પાપ છબાવ્યા તવ તે બિહું જણે, સાચી વાત સુણાવી.મ. /રલી રય વિચારી શેઠ તેડાવી, મોકલે તિલક વધાવી, પદ્માવતી કરી ઉત્સવ નિજાર, લાવ્યા નૃપ પરણાવી.મ. //Boll ચંદ્રશેખરને રાસ સાથે, ચોથે ખડે વિલાસી, અગિયારમી ઢાળે શુભવીરે, વગતિ પ્રકાશી.મ. ૩ ૧ - હાથની ચેષ્ટા, ૨ - લાકડાં, ૩ - તારા શરીરે, ૪ - સુવર્ણ પુરુષ, ૫ - સવાર. -: ઢાળ-૧૧ : ભાવાર્થ : સૂર્યકાન્ત રાજા વીરસેનને સુદર્શનકુમારની વાર્તા કહે છે - હે મિત્ર! આ ભરતક્ષેત્રમાં ધન ધાન્યથી ભરપૂર ધનપુર નામે નગર હતું. નરસિંહ નામે રાજા હતો. તેને સુદર્શન નામે રાજકુમાર હતો. રાજાએ નગરમાં દાનશાળા ખોલી હતી. તે દાનશાળામાં રાજકુમાર દરરોજ દાન દેવા બેસતો હતો. દરરોજ દાન દેતાં કુમારની જગતમાં પ્રખ્યાતિ થઈ. હે મિત્ર! મનોહર એવી કથા તું સાંભળ. આ નગરમાં નંદી નામે શેઠ રહેતા હતા. આ શેઠને પદ્મા નામે સુંદર સ્વરૂપવાન દીકરી હતી. તે દિકરી દરરોજ શાસ્ત્રકળા ભણવા માટે દાનશાળા આગળથી નીકળીને પોતાના આવાસે આવતી હતી. નિત્યક્રમ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४४७ Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ભણવા જતી. પદ્મિની સરખી પદ્માને દાનશાળામાંથી સુદર્શન રાજકુમારે જોઈ. જોતાં જ મન મોહિત થયું. પદ્માએ પણ રસ્તે જતાં દાનશાળામાં રહેલા સુદર્શનકુમારને જોયો. ચાર આંખ ભેગી થઈ. આંખો તો સ્થિર જ થઈ. રાગથી જોવા લાગ્યાં. ત્યાર પછી દાનશાળામાં બેઠેલા કુમારે, રસ્તે જતી શેઠપુત્રી પદ્માને હાથની ચેષ્ટા સહિત (કંઈક રેષ્ટા કરતાં) પોતાના મનની વાત સમજાવી. કહે છે કે નગરની બહાર વડલો છે. ત્યાં હું તારી રાહ જોઈશ. ઢળતી સંધ્યાએ તું જરૂરથી ત્યાં આવી જજે. કુમાર-કન્યા બંને હોંશિયાર, એકબીજાના ઈશારાની વાત શાનમાં સમજી લીધી. નગરના માર્ગે જતાં લોક જુએ, સમજે તે પહેલાં પા તરત ત્યાંથી ચાલી ગઈ. સુદર્શન પણ દાન આપવામાં લાગી ગયો. બંને રાત પડવાની રાહ જોતા હતા. બંનેની મુરાદ ભેગી થવાની અને મનની મોજ ભોગવવાની હતી. સંકેત કરી બંને પોતપોતાના આવાસે ચાલ્યાં ગયાં. કામબાણથી વિંધાએલા પ્રેમી પંખીડાં ઘાયલ થતાં સંધ્યા સુધીનો સમય પસાર કરવો પણ કઠિન પડ્યો. નગર બહાર જવાના અવસરે પધાએ સોળ શણગાર ધર્યા. પાણી ભરવાનો ઘડો હાથમાં લઈને પાણી ભરવાના બહાને નગર બહાર વડલા વૃક્ષની હેઠળ આવી ઊભી. રાજકુમાર પણ પોતે તૈયાર થઈને હાથમાં તંબોળ આદિ ઘણી વસ્તુઓને ગ્રહણ કરી પ્રિયાને મળવા નગર બહાર વડલા હેઠે આવ્યો. પ્રેમી પંખીડાંની પ્રેમ રસિક વાતો ચાલી. વાત વિનોદે અને આનંદ લૂંટતાં કામવાસનાએ બંનેને ઘેરી લીધાં. કામરાગના વશે પડ્યા. બંને વડલા હેઠે નિર્ભય થઈ નિરાંતે સૂતા. કામથી પીડાએલા બંનેએ રતિક્રીડા કરતાં તૃપ્ત થતાં, સુખ માણતાં હતાં. તે અવસરે વડલાના થડની કોતરમાં દર કરીને રહેલો સર્પ બહાર આવ્યો. ફરતો ફરતો ક્રીડા કરતાં યુગલની પાસે આવ્યો. માર્ગમાં અવરોધ કરીને સૂતેલા યુગલમાંથી પદ્માના પગે સર્વે ડંખ માર્યો. ખની વેદનાએ પદ્માએ ચીસ પાડી. હે પ્રાણપ્રિય ! મને પગે કોઈએ ડંખ માર્યો. હજુ આગળ બોલવા જાય ત્યાં તો મૂર્ણિત થઈ ગઈ. જોતજોતામાં શરીરમાં વિષ વ્યાપ્ત થઈ ગયું. રાજકુમાર તો ગભરાયો. ઘણી જ બોલાવી. પણ પ્રિયાએ જવાબ ન આપ્યો. અંધારામાં દેખાય પણ શું? પાનું શરીર તદ્દન કાળુ પડી ગયું. મૂછ પામેલી પ્રિયતમા પધાને સુદર્શને મરેલી માની. શોક કરવા લાગ્યો. પણ હવે કરે શું? શોક કરતો, અને રોતો કુમાર મધ્યરાત્રિએ ચારેકોરથી લાકડાં ભેગાં કરવા લાગ્યો. મરેલી પઘાને અગ્નિદાહ દેવા માટે ચિતા તૈયાર કરી. પઘાના શરીરને ચિતા ઉપર સુવાડી દીધી. અગ્નિ માટે ચારેકોર કુમાર તપાસ કરવા લાગ્યો. અગ્નિ વિના ચિતા શી રીતે જલે? દુઃખ ભરેલા હૈયાને કઠણ કરી કુમાર અગ્નિીની શોધમાં નીકળ્યો. દૂર દૂર કોઈ એક વૃક્ષ નીચે અગ્નિીની સળગતી જ્વાલાઓ જોઈ, સુદર્શન કુમાર તે દિશામાં ઝડપથી ચાલ્યો. વૃક્ષ પાસે સળગતા અગ્નિ આગળ આવ્યો. કોઈ યોગી બાવો ધૂણી ધખાવી કંઈક કરતો બેઠો હતો. સુદર્શને યોગીરાજને જોતાં જ બે હાથ જોડી પ્રણામ કર્યા. અગ્નિની પ્રજવળતી જવાળાના પ્રકાશમાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४४८ Page #490 -------------------------------------------------------------------------- ________________ યોગીએ આ નવજુવાન કુમારને જોયો. જોતાં જ મનમાં વસી ગયો. કુમારના દેદાર જોતાં જ પામી ગયો કે કોઈ બત્રીસ લક્ષણો દેખાય છે. ભલે આવ્યો. મારું કામ થઈ જશે. કુમારને જોતાં જ વિચારને અંતે યોગી બોલ્યો - હે પરદેશી ! મધ્યરાત્રિએ અહીં ક્યાંથી ? કુમાર - યોગી મહાત્મા ! મારે પાવકની જરૂર છે. યોગી - નવજવાન ! અગ્નિ જરૂર છે. પણ આ અગ્નિ તો અપવિત્ર છે. મનની મેલી મુરાદે યોગી બબડ્યો. સામેથી ચાલીને આવ્યો છે. સોનાનો પુરુષ બનાવી દેવાની તક મળી છે તો તક ન ચૂકું. યોગીને વિચારતો જોઈ કુમાર બોલ્યો - હે યોગીરાજ ! અગ્નિ અપવિત્ર છે ? યોગી - હા ! આ સ્મશાન છે. માટે અહીં તો અગ્નિ અપવિત્ર છે. માટે આ અગ્નિ લેવો નકામો છે. હે ભોગીરાજ ! અહીં બેસો. હું બીજો અગ્નિ લાવીને આપું. યોગીની વાત સાંભળી, કુમાર ત્યાં બેઠો. પોતાની પ્રેયસીના અગ્નિદાહની ચિંતામાં બુધ્ધિશાળી હોવા છતાં કુમાર યોગીની કપટલીલાને કળી ન શક્યો. અગ્નિ માટેની રાહ જોતો કુમાર ત્યાં બેસી રહ્યો. ન વળી યોગીએ કહ્યું કે હે પરદેશી ! હું તમારા માટે અગ્નિ લેવા જાઉં છું. પણ સાંભળો ! આ અડધી રાત્રિએ રખડતાં ભૂતડાં તમને ઘણો ઉપદ્રવ કરશે. માટે મંત્ર થકી તારા શરીરની રક્ષા કરવી જોઈએ. આ પ્રમાણે કહી યોગીએ એક કાળો દોરો મેલી વિદ્યા વડે મંત્રીને, કુમારના ગળામાં બાંધી દીધો. અગ્નિની વાત રહી ગઈ બાજુ પર. કુમાર સર્પ બની ગયો. પદ્માને ચેહમાં સુવાડી. કુમાર અગ્નિની શોધમાં સર્પ થયો. સુવર્ણ પુરુષના લોભમાં યોગીસંતો પણ અકાર્ય કરતાં કંઈ જ વિચારતા નથી. નૃપસુત સર્પ થતાં જ યોગીએ પાસે પડેલા એક ઘડામાં સર્પને મૂકી, ઘડો બંધ કરી દીધો. જમીનમાં ખાડો કરી ઘડો મૂકી દીધો. અને પત્થર વડે ઢાંકી દીધો. હવે સોનાનો પુરુષ બનાવવા પાસે રહેલા પોતાના મઠમાં ઔષધિ લેવા ગયો. અંધારી રાત મઠમાં ઔષધિ એકઠી કરતાં જ ઔષધિ વચ્ચે રહેલો સર્પ યોગીને ડસ્યો. ને તરત ત્યાં યોગી મરણ પામ્યો. કર્મની ગતિ કેવી ? ત્રણે જણાની શી હાલત ? આ ટાણે ધનપુર નગરમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. આ રોગ નાના કુમળાં બાળકોને વધારે ભરખી લેતો હતો. તેથી મરકીનો ઉપદ્રવ કરનાર શાકિની દુષ્ટ દેવીને પકડવા રાજા પોતાના સુભટોને રાત-દિવસ ચારે તરફ દોડાવતો હતો. તેનો નિગ્રહ કરવા આકાશ પાતાળ એક કરતો હતો. ત્યાં તો પોતાનો એકનો એક રાજકુમાર લાડકવાયો પણ ખોવાઈ ગયો. તેની પણ ચારેકોર શોધ કરવા સુભટો મોકલ્યા. રાજાને ચિંતાનો પાર નથી. જ્યારે આ બાજુ નગરની બહાર જંગલમાં વડલા હેઠે ચિતામાં પદ્માવતી સૂતેલી હતી. પુણ્યથકી આ ચિતાના કાષ્ટમાં નાગદમની નામની વેલડી આવી હતી. તે વેલડીના પાંદડાં પવન થકી પદ્માવતીના શરીરને વારંવાર અડકતાં હતાં. નાગદમની લતા વેલડીના પાંદડાના સ્પર્શથી પદ્માવતીના શરીરે વ્યાપ્ત ઝેર વેગ થકી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૪૯ Page #491 -------------------------------------------------------------------------- ________________ ઊતરવા લાગ્યું. સંપૂર્ણ વિષ મૂક્ત થતાં પદ્મા તરત પોતે આળસ મરડી, આનંદથી બેઠી થઈ. બેઠાં થતાં તેણે જોયું. રે! પોતાને કાષ્ટની ચિતાની ઉપર સૂતેલી જોઈ. વળી પોતાનો પ્રિયતમ પ્રેયસી કુમાર ન જોયો. રાત તો પૂરી થવા આવી હતી. પરોઢિયું થઈ ચૂક્યું હતું. - કુમારની ચિંતામાં ડૂબેલી પા ચિતા થકી નીચે ઊતરી. પડખે પડેલો ઘડો, કે જે ઘડો પોતાનો ઘર થકી લઈ આવી હતી. તે ઘડો ઉઠાવી પાણી ભરી, માથે લઈ, નગરના દરવાજે આવી. સવાર થવાની તૈયારી હતી. માથા પર ઘડો લઈને નગરમાં પેસતાં દરવાજે ઊભેલા રાજાના માણસો બોલવા લાગ્યા. શાકિની છે. હા, આજ મરકીનો રોગ ફેલાવનારી છે. તરત જ સુભટોએ પકડી લીધી. ચોકીદારે વહેલી સવારે તેને લઈને રાજ્યના સુભટોને સોંપી. સુભટોએ તરત જ બંદીવાન કરી લીધી. રાજદરબારનો સમય થતાં સુભટો પદ્માવતીને આંખે પાટા બાંધી દરબારમાં લઈ આવ્યા અને રાજા સામે લાવીને ઊભી કરી દીધી. રાજા અને સભા સૌ કોઈ આ સ્ત્રીને જોવા લાગ્યા. સુભટ રાજાનો આદેશ લઈને સ્ત્રીને કેવી રીતે પકડી લાવ્યા? તે વાત કરવા લાગ્યો - સ્વામી ! નગરમાં પેસતાં આજે વહેલી સવારે આ શાકિનીને પકડી છે. અહીં લાવીને આપની સમક્ષ હાજર કરી છે. નગરનાં રાજા નરસિંહે સુભટની વાત સાંભળી. સ્ત્રીને જોઈ. સ્ત્રીની આકૃતિ-દેખાવ સુંદર, કપડાં પણ સારાં પહેરેલાં, જોઈ રાજા વિચારે છે કે આ દુષ્ટા સ્ત્રી નથી. મરકી ફેલાવનાર શાકિની પણ લાગતી નથી. છતાં પૂરી તપાસ કરવી જોઈએ. રાજાએ તરત જ આંખેથી પાટા છોડાવી નંખાવ્યા. પછી મીઠા અને વિવેકયુકત વચનોથી પૂછે છે - પુત્રી! તું કોણ છે? પદ્માવતી - હે પિતાજી ! હું મરકી નથી. હું આપના નગરના નંદશેઠની પુત્રી છું. મારા કામને કારણે સાંજે પાણી ભરવા માટે નગરની બહાર ગઈ હતી. પાણી ભરી પાછી ફરી. ત્યાં તો નગરના દ્વાર બંધ થઈ ગયા. હે મહારાજા ! મેં ઘણા દરવાજા ખખડાવ્યા. પણ દરવાજો ન ખૂલ્યો. હું તો રાતભર નગરની બહાર રહી. વહેલી સવારે પાણીનો ઘડો લઈને આવતી હતી. દરવાજે તમારા સુભટોએ મને પકડી. આપની પાસે આવવા સુધીમાં તો હું શાકિની નામે કલંકિની બની ચૂકી. લોકની નજરે હું ભયંકર કલંકિની દેખાઉં છું. આપને પણ મારા માટે શાકિનીનો વહેમ હતો. તે આપની સામે આવી ઊભો. રાજા તો આ સ્ત્રીની વાત સાંભળી વિસ્મય પામ્યો. પૂછ્યું. રાજા - પુત્રી તું નંદીશેઠની પુત્રી છે? પદ્માવતી - હા! પિતાજી! હું તે જ છું. પણ રાજનું! આપ સાંભળો. મારા માથે શાકિનીનું કલંક ચડ્યું છે. તે કલંક ટાળવા માટે ધીજ કરાવો. હું તે ધીજ થકી મારું કલંક ઊતારીશ. આ સૂર્યની સાક્ષીએ હું (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫o Page #492 -------------------------------------------------------------------------- ________________ કઠીન ધીજ કરવા તૈયાર છું. આપ અહીં ધગધગતો અગ્નિ તૈયાર કરાવો. તેમાં પડી હું મારા કલંકને દૂર કરું અથવા તો ભયંકર સર્પને હાજર કરો. સર્પને મારા હાથથી પકડી સાબિત કરી શકુ કે, હું શાકિની નથી. વાત સાંભળી રાજાએ તરત પોતાના માણસોને આદેશ આપ્યો. તમે લોકો ગમે ત્યાંથી સર્પ પકડી મારી આગળ હાજર કરો. રાજાની આજ્ઞા થતાં કેટલાક સુભટો સર્પની શોધમાં નીકળી પડ્યા. ચારેદિશામાં ગયેલા ઘણા સુભટો સર્પ ન મળતાં પાછા આવ્યા. પણ વળી બે ચાર સુભટો નગરની બહાર વનમાં રહેલા સ્મશાનમાં સર્પને શોધતાં પહોંચી ગયા યોગીના મઠમાં. કાકતાળી ન્યાયે યોગીના મઠમાં જોવા ગયાં. મઠ પાસે જમીન ઉપર મૂકેલો ઘડો, જે ઘડા ઉપર પત્થર હતો. પત્થર ખસેડતાં નજરે સર્પ જોયો. તરત ઢાંકણું બંધ કરી દીધું. પછી સંભાળીને ઘડો રાજસભામાં મૂક્યો. ઘડામાં સર્પ છે. તે વાત રાજાને કહી સંભળાવી. પઘા પાસે નજીકમાં ઘડો રાજાએ મૂકાવ્યો. નગરજનો તો જોવા ઉમટ્યા હતા. સભા તો ઠઠ ભરાઈ હતી. તે સ્ત્રી પદ્મા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતી હતી. ત્યાર પછી ઘડાનું ઢાંકણ ખોલી, સર્પને બહાર કાઢ્યો. હાથમાં સર્પ લઈને પોતાના ગળામાં ફૂલની માળા પહેરે તેમ સર્પ ગળામાં મૂકી દીધો. સૌ જનો જોતાં જ આશ્ચર્ય પામ્યા. પદ્માએ સર્પના ગળામાં કાળો દોરો જોયો. વિચારવા લાગી કે સર્પના ગળામાં કાળો દોરો? ચિત્તમાં ચમકી, વળી મનમાં શંકા થવા લાગી. ગળામાં દોરો? તરત જ હાથ વડે તે કાળો દોરો તોડી દૂર ફેંકી દીધો. જેવો દોરો તોડ્યો ત્યાં તો અદ્ભૂત આશ્ચર્ય...! રાજકુમાર સુદર્શન પ્રગટ થયો. સૌ નગરજન જોતાં જ આશ્ચર્ય પામવા લાગ્યા. રે ! આ શું? રાજા પણ ઘણો વિસ્મય પામ્યો. બંને વચ્ચેનો ભેદ જાણવા રાજાએ એકાંતમાં બંનેને પૂછ્યું. તે વખતે લજ્જા પામતો કુમાર તથા પઘા બંને રાજાના ચરણે પડ્યાં. સાચી વાત કહી સંભળાવી. તે સાંભળી રાજા બધી વાતનો તાગ પામી ગયો. - હવે તો શેઠસુતાને પુત્રવધૂ તરીકે સ્વીકારી લેવામાં જ શ્રેય છે. આ પ્રમાણે મંત્રીશ્વરને પણ વાત કરી. તરત જ સભાને વિસર્જન કરી. રાજસેવકોને નંદીશેઠને બોલાવવા મોકલ્યા. રાજાનું નોતરું આવ્યું છે જાણી શેઠ હાંફળા ફાંફળા થવા લાગ્યા. તરત જ રાજસેવકો સાથે નંદીશેઠ રાજા પાસે આવી ઊભા. રાજા નંદીશેઠને લઈને પોતાના મહેલમાં આવ્યા. નંદશેઠને રાજમહેલમાં બોલાવીને સઘળી વાત શેઠને કહી, વાતની વધામણી વધાવી લઈને કુમારને તિલક કર્યું. રાજકુમારના લગ્ન પદ્માવતી સાથે ધામધૂમથી મહોત્સવ યુકત થયા. શેઠે પોતાની નંદીનીના લગ્ન કરાવી દીધા. રાજા પોતાની પુત્રવધૂને રાજમહેલમાં લઈ આવ્યો. આ પ્રમાણે ચોથા ખંડની ઘણી રસાળી ઢાળ પૂર્ણ કરતાં કર્તા કહે છે કે ખરેખર! દેવ એટલે નસીબની ગતિ ઘણી અગમ્ય છે. તેને પિછાણી શકાતી નથી. અહીંયા નસીબની બલિહારી બતાવી વાત પૂરી કરે છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) છ ચંદ્રશેખર સારો રાક્ષ) ૪૫૧ Page #493 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : વીરસેનને તૃપ કહે, તિસુણી સુદર્શન વાત, ચિતથી ચિંતા પરિહરો, જો વાંછો સુખ-સાત. નારી સુશીલા લાવશું, જોઇ જાત બુનીયાત, સુખ વિલસો ધમાં રહી, ન કa હવે ઉત્પાત રા એણે અવસર એ આવીયો, નૈમિત્તિક શિરાર, લોકદેવ અભિધાન તસ, જ્ઞાન રત્ન ભંડાર. all પૂરવધર પ્રમાથી, પડી ગૃહિવેષ ધરંત, વૃતિ નિમિત બળે કરી, નહિ ધન સુત વિલસંત. //૪ રાજસભામાં આવીયો, નૃપ દીએ આત્માન, જ્ઞાની સજાથી વડો, પામે જગ બહુમાન. પણ ભૂપતિ પૂછે તેહને, અમ મંત્રીની નાર, ગોપની સાથે થ ચડી, ગઇ કપિ કરી ભરતા. કોઈ કેણે શે જઇ તે રહી, સકળ કહો તે વાત, જો તમ વિધા છે ખરી, ટાળો સંશય ત્રાત. ળા - દુહા : ભાવાર્થ સૂર્યકાન્ત રાજા વીરસેનને સુદર્શનની કથા કહીને આશ્વાસન આપી રહ્યો છે. વળી કહે છે કે હે મિત્ર ! હવે ભૂતકાળ ભૂલી જાવ. તમારા જીવનમાં સુખ-શાંતિ-સમાધિ જોઈતી હોય તો હવે હૃદયમાંથી ચિંતાને દૂર કરો. હવે તે રૂપાળી સ્ત્રીથી સર્યું. યાદ કરવાની જ નહિ. વળી જગતમાં સજ્જન સ્ત્રીઓ ઘણી છે. તમારે યોગ્ય વિનીત-ડાહી અને સુશીલ કન્યાની તપાસ કરીશું. તેવી કન્યા મળતાં તમને પરણાવીશું. પછી તમે તમારા સંસારને હર્યો ભર્યો લીલોછમ બગીચાવ બનાવજો. સંસારના સુખો ભોગવજો. જે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫ર Page #494 -------------------------------------------------------------------------- ________________ કારણથી તમારા જીવનમાં હવે ફરીથી આવા ભયંકર તોફાનો ચડી ન આવે, ઉત્પાતો ન આવે. એ જ અવસરે નિમિત્તશાસ્ત્રનો જાણકાર નામ થકી લોકદેવ નૈમિત્તિક સભામાં આવ્યો. બીજા પણ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોવાથી તેની પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હતો. લોકદેવે પોતાના પૂર્વાવસ્થામાં સંયમ લીધો હતો. સંયમમાં જ્ઞાનની આરાધના ઘણી કરતો હતો. તે થકી પૂર્વના જ્ઞાનને ધારણ કરતો હતો. પણ પ્રમાદના વશ થકી સાધુવેષ ત્યજી દઈને, ગૃહસ્થ થઈ ગયો. પછી આજીવિકાના નિમિત્ત થકી ધનની જરૂર પડતાં નિમિત્તો જોઈને પોતાનો સંસાર ચલાવતો હતો. રાજસભામાં રાજાએ નિમિત્તકનું સ્વાગત કર્યું. જગતમાં કહેવાય છે કે જ્ઞાનરૂપી ખજાનો જેની પાસે છે તે રાજાથી પણ મોટો કહેવાય છે. વળી આ પૃથ્વીતળને વિષે જ્યાં જાય ત્યાં તે જ્ઞાની પૂજાય છે. રાજા પણ આવા જ્ઞાનીઓની પૂજા-અર્ચા કરે છે. સૂર્યકાન્ત રાજા નિમિત્તકને પૂછે છે - હે નિમિત્તક! અમારા ભૂતપૂર્વના મંત્રીશ્વર વીરસેનની પત્ની, પોતાના સ્વામીને વાનર બનાવી, ગોવાળિયાની સાથે રથમાં બેસીને ક્યાં ચાલી ગઈ? જો તમે તે શાસ્ત્રને ભણ્યા છો ને તે વિષેનું જ્ઞાન તમને સારું પરિણમ્યું હોય તો તે અમારા સંશયને ટાળો. સઘળી વાત જણાવો. -: ઢાળ-બારમી : (ગજરા મારુજી ચાલ્યા ચાકરી રે.એ દેશી) જ્ઞાની જ્ઞાન ઉપયોગથી રે શ્રુત નજર કરી નિર્ધાર, તિમિતિયો ભણે સાંભળો રે, કુલટા રૂપાળી તાર રે.કુલટા. ૧al લઇ તટજળ ઉભી રહી રે, વાતથી લેઇ ફૂલ, ના જળદેવી વધાવીને રેભણે માત હો અનુકૂળ રે.ભણે. / વલણ મુજ પિશાયનું છે. મેં તુમ સાખે કર્યું દૂર, ગોવિંછું તુમ સાન્નિધે રે, સુખ વિલસીશું ભરપૂર ટે.સુખ. 3. એમ કહી વાંદરતે તજી રે, રથ બેઠી ઘબડો લઇ, ધનુષ તીર તરકસ ગ્રહી રે, ગોવિંદ તુગમ લેઇ રે ગોવિંદ. Ill દક્ષિણ દિશા ભણી ચાલતાં રે, તેહ જ અટવી મઝાર, વડત હેઠ ઊતરી રે, વન તરુ-ફળ કરત આહાર રે.વન. //પો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫૩ Page #495 -------------------------------------------------------------------------- ________________ સંધ્યા ઘડી રહણી રહ્યા છે, થ સૂતી રૂપાળી નાર, તસ ચિહુ દિશિ ચોકી ભરે રે, ગોવિદ લેઇ તરવાર રે.ગો. છો મધ્ય નિશાએ ભિલ્લની રે, ઘડી ધાડ કરી કીકીયાટ, થ ચિહુ દિશિ વીંટી વળ્યા રે, નાસવાનો નહીં કોઇ ઘાટ ટે.ના. તેથી ગોવિંદ નાઠો એકલો રે, રથ વાળી ગયા ભીલ નેટ, રૂપવતી સા દેખીને રે, કરી પલ્લિપતિને ભેટ રે કરી. ભૂષણ દાબલો સહુ ગયો રે, રહી રોતી એકલી તેહ, પલિપતિ કહે ર્યો હુઓ રે તુજ રાજધણી ધરી નેહ તુજ. ll પલિપતિ ઘર સા રહી રે, તિ કેતા ધરી આનંદ એક દિન તસ ઘર આવીયો રે, ભિક્ષાયર તે ગોવિંદ ટે.ભ. ૧૦ ભીખ દેઇ સમજાવીયો રે, રહે ચંડીસરી ઘર નાથ, યણી સમય અમો આવશું રે, લેઇ પલિપતિને સાથ રે.લેઇ. ૧૧ ગોપ સુણી સુરીદેહરે રે, જઈ રાત્રે રહ્યો એકાંત, રૂપાળી ઉરે વ્યથા રે, શૂળ ટૂંકતો રોગ વરતંત રે.શૂળ. /૧રી પોકાર કરતી બહુપરે રે, ન શમે કીયા બહુત ઉપાય, પલિપતિ અતિ સગશું રે, દુઃખ ધરતો ઘણું વિલપાય ટે.દુખ. /૧૩ તવ સહસા તે બોલતી રે, સુણો ચંડીદેવી એક વાત, દુખ મટશે તો ઘરી રે, કરશું પૂજ આજ રાત રે.કર. /૧૪ll. એમ કહેતાં પીડી ટળી રે, લહે પલ્લિપતિ વિશ્વાસ, તેહજ સને બિહું જણા રે, ગયા ચંડીકા આવાસ રે.ગયા. ૧પ પૂજા કરી નમી સા કહે રે લાવો ખગ દીયો મુજ હાથ, અષ્ટાંગતતિ નિર્ભય કરો રે, કરું રક્ષણ તમારું નાથ રે.કરું //કો. ખગ દેઇ શિર કામતે રે, માર્યો પલ્લીશ દેહ અસિઘાત, ગોવિંછું મળી ચાલતી રે, હરખે રણમાં લેઇ રાત રે.હરખે. ખાવા પીવા નહિ મળે રે, ધીંગાણા બહુ તેર, તારી નદી નીચગામિની રે, તજી ભૂપસમાં સમશેર રે.ત. /૧૮ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫૪ Page #496 -------------------------------------------------------------------------- ________________ માતપિતાને વંચીને રે, જે લાવી હતી ધન કોડ, વ્યસનીથી ધત વેગળું રે રહ્યા રણમાં રાંકની જોડ રે રહ્યા. ૧૯ તોયે કુલક્ષણ ના ગયું રે, કર્મણિ ને અવળી બુધ્ધિ, તીયપતિ ને તીય સંગતિ રે, કોઇ કાળે ન પામે શુદ્ધિ રે.કોઇ. //રoll યોથે દિન ચિકુરા નદી રે, જળ વહેતાં જિહં ભરપૂર રે, નદી તટ વડ હેઠલે રે, તોય વસીયા આતંબૂર રે..હોય. //ર૧al નિદ્રા વૈરિણી વશ થયાં રે, જબ યણી ગઇ એક જામ, ઉન્નત "શાર્દૂલ આવીયો રે, ગયો ગોવિંદને લઇ તામરે.ગયો. સારા થર થર ધ્રુજતી સો ચડી રે, “પધ્ધશિર શાખા આધાર, રોતી પશુ રોવરાવતી રે, વળી રાત્રિ ઘોર અંધાર રે.વળી. સારો તેણે સમે બીજે નઇતરે રે, સન્મુખ એક યોગી વસંત, મુખ સુર પગે પાંગળો રે, લેઇ તંબુર ગીત ગાવંત રે..લેઇ. ર૪ કંઠ મધુર ગીત સાંભળી રે, રોતાં ચિત્ત વેઠું રે તાસ, ઊતરી નઇ તરી સા ગઇ રે, ધૂણી ઝળકત યોગી પાસ રે.ધૂણી. રપ દેખી યોગીને મોહી ગઇ રે, કહે મરણ ગયો ભરતાર, ચિત સાખે તુમને વરી રે, હવે આ ભવ તું આધાર રે.હવે. //સ્કો યોગી ભણે તમે સત્ય કહ્યું છે, પણ હું છું ગુળ દેહ, કત અવર કરો કામિની રે, અંગૂળ તરણું શ્યો તેહ રે.પંગુળ. Pરી લોક અશત આણી દીયે રે, પછે તુજ દેખી ઉભગત, સા ભણે ભૂષણ વેચીને રે, ખાઇશું ન કરો મત ચિંત રે.ખાઇશું. ર૮ તે પછે તેમને શિર ધરીને રે, ગામ નગર જઇશું મહારાજ, મધુર ગીતે લોક રીઝશે રે, તજી લાજ તિહાં મહોટું રાજ રે.તજી. ર૯ll નયત વયત રૂપ દેખીતે રે, યોગીએ ઝાલ્યો હાથ, સા કહે મુજ ભાગ્યે કરી રે, મુજ મળીયા મોટા નાથ રે.મુજ. Boll જળ લાવો તુંબી ગ્રહી રે, અમ લાગી બહુત 'પિપાસ, તુંબડું જળ ભરી લાવીને રે, દીયે હરખે રૂપાળી તાસ રે.દીયે. તેની (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫૫ Page #497 -------------------------------------------------------------------------- ________________ તવ યોગી ટુકડા દીયે રે તિ હોયતા ઠીંકસ્માંહિ, ચાર નયન ભેગાં કરી રે, તોય ખાય પીયે ઉત્સાહિ રે.હોય. / પાંચ વરસ ખચી ચલી રે, પછે ભરણો લાવત એક, માંહે બેસાડી યોગીને રે, શિર ધરી ચાલે બહુ ટેક .શિર. I all ગામ નગર યહુટે ધરે રે, નર માદા ગાવે રે ગીત, લોક સુણી તેહને દીયે રે, અશતાહિક વર પ્રીત રે.અશતા. ૩૪ યોગી જુલમપુરી તણી રે, થઇ યોગિણી ઇચ્છા નામ, ભાંગ પીએ હોકકા ભરે રે, ફરે વત રહે ગામોગામ રેફરે. રિપો વિષયીને સુખ નહિ કા રે, કામી નર જગતો દાસ, કામી સગો નહિ કોઇનો રે, કરે વિશ્વાસીનો નાશ રે.કરે. સિકો તિમિતિયાના મુખ થકી રે, સુણી કુલટા કેરી વાત, નૃપ સત્કાર કરી ઘણો રે, વિસર્યો તિમિતિયો જાત રે.વિ. lal ચોથે ખંડે બામી રે, ઢાળ ભાખે શ્રી શુભવીર, વિષયથી વસીયા વેગળાં રે, તે પામ્યા ભવજળ તીર રે.તે પામ્યા. ૮ ૧ - સિંહ, ૨ - ઝાડ, ૩ - તરસ. રૂપાળી, ગોવિંદ સાથે -: ઢાળ-૧ર : ભાવાર્થ : સૂર્યકાન્ત રાજાની સભામાં નૈમિત્તિક આવ્યો. રાજાએ પોતાના મિત્રની પત્ની ક્યાં છે? તે પૂછતાં નૈમિત્તિક પોતાના જ્ઞાન થકી જ્ઞાનનો ઉપયોગ મૂકી, શ્રુતસાગરમાં જોઈને કહે છે કે હે રાજનું! પોતાના સ્વામીનો દ્રોહ કરનાર તે કુલટા સ્ત્રી વનમાંથી નીકળતાં ફળ-ફૂલ લઈને નદીના કિનારે જઈ ઊભી. નદી ઊતરી સામે કિનારે જવાનું હતું. પોતે અને પોતાનો જારપુરુષ તથા રથની રક્ષા કાજે રૂપાળી બે હાથ જોડી નદીમાતાને કિનારે જઈને વિનવે છે. ફળ-ફૂલથી વધાવી કહે છે - હે નદીમૈયા! આપ મને અનુકૂળ હજો. મને આપ સુખ શાંતિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રસ) ૪૫૬ Page #498 -------------------------------------------------------------------------- ________________ આપજો. મારો પતિ પિશાચ મને વળગ્યો હતો તે તારી સાક્ષીએ મેં દૂર કર્યો. હવે મારો મનગમતો નાથ ગોવાળિયો ગોવિંદ સાથે રહીને, તેના સાંનિધ્યથી હું સંસારના સુખો ભોગવું અને આનંદથી મારા દિવસો પસાર કરું. મા મને સહાય કરજે. આ પ્રમાણે નદીમાતા પાસે માંગણી કરી. વાંદરાને છોડી દઈને, ગોવિંદ સાથે રથ ઉપર ચડીને ચાલવા લાગી. પિતાએ આપેલા ઘરેણાનો દાબળો સંભાળીને નિરાંતે રથમાં બેઠી છે. હસી હસીને ગોવિંદ સાથે વાતો કરતી હતી. ગોવિંદ રથને હંકારે જતો હતો. રથમાં રક્ષણ માટે મૂકેલાં તીર-કામઠાં, ધનુષ-તલવાર આદિ શસ્ત્રો સંભાળી લીધાં. નદી ઊતરી રથ દક્ષિણ દિશા તરફ ચાલ્યો જાય છે. જંગલ ઘણું મોટું હોવાથી પસાર કરતાં ઘણો સમય લાગ્યો છતાં રથ ચાલ્યો જાય છે. સંધ્યા સમય થતાં સાથે લીધેલા વનફળનું ભક્ષણ બંને જણાએ કર્યું. રથ થોભાવીને બંને નીચે ઊતર્યા. રાત જંગલમાં વિતાવવી પડશે. તેથી સારી જગ્યા જોઈ, વડલા હેઠે જ રથને છોડ્યો. રૂપાળી રથમાં ઊંઘી ગઈ. જ્યારે ગોવાળિયો રથ-ઘોડા તથા રૂપાળીનું રક્ષણ કરતો, હાથમાં તલવાર લઈને ચારે દિશામાં રથને ફરતો આંટા દઈને રક્ષણ કરવા લાગ્યો. રાત જામી હતી. મધ્યરાત્રિ પસાર થવા આવી હતી. તેવામાં જંગલમાં રહેતાં ભિલ્લો ધાડ પાડવાને ઈરાદે ટોળાં બંધ ઊતરી આવ્યાં. વડલા હેઠ રહેલા રથને સૌ ઘેરી વળ્યા. મોટી કિકિયારી કરતાં ભિલ્લો પોતાની ચારેબાજુ ઘેરી વળ્યા. પોતાને નાસી જવાનો કોઈ રસ્તો ન દેખાયો. રૂપાળી રથ સાથે ઘેરાઈ ગઈ. ચોકી ભરતી ગોવાળિયો પોતાનો જીવ બચાવવા ઊભી પૂંછડીએ જીવ લઈને ભાગ્યો. ભિલ્લોએ રથને પોતાની પલ્લીમાં (ઝૂંપડીઓ હતી ત્યાં) હંકારી ગયા. રથમાં નિરાંતે સૂતેલી રૂપાળી તો ગભરાઈ ગઈ. સફાળી જાગી. તો જોયું કે પોતે, રથ સાથે ચોરોના હાથમાં આવી ગઈ છે. ગોવિંદ દેખાતો નથી. ભિલ્લોને આધીન થવું પડશે. રથમાંથી રૂપાળીને ઊતારી. દાગીનાનો દાબડો ભિલ્લોએ લઈ લીધો. સ્ત્રીને પોતાના સ્વામી પલ્લીપતિને ભેટ ધરી દીધી. સાથે દાગીનાનો દાબડો પણ દીધો. રૂપાળીનું સ્વસ્વ લૂંટાઈ ગયું. તેથી બિચારી રડવા લાગી. પલ્લીપતિ તો સુંદર સ્ત્રી ધન સહિત મળતાં રાજી રાજી થઈ ગયો. રડતી સ્ત્રીને આશ્વાસન આપતાં બોલ્યો - રે બાઈ ! શા માટે રડે છે? તને આ પલ્લીની રાજરાણી બનાવીશ. હું રાજા તું રાણી. મારી ઉપર સ્નેહ રાખ. તને દુઃખ નહિ પડે. પલ્લીપતિનું વચન સાંભળીને રૂપાળી તેના ઘરમાં રહી. પલ્લીપતિની ઘરવાળી થઈને સુખો ભોગવવા લાગી. કામાંધ પોતાની ઈચ્છા પૂરી કરવામાં આનંદ માણે છે. પલ્લીરાજા સાથે વિષયસુખને ભોગવતી આનંદમાં દિવસો પસાર કરે છે. હવે ગોવિંદ પણ યાદ આવતો નથી. પલ્લીમાં રૂપાળીના દિવસો આનંદથી જવા લાગ્યા. એકવાર ઘર ઘર ભિક્ષા માંગતો સંન્યાસી રૂપાળીના આંગણે આવી ઊભો. પલ્લીપતિ બહાર ગયો હતો. તે તક જોઈને જ આવ્યો હતો. ભિક્ષા આપતી રૂપાળીને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫ Page #499 -------------------------------------------------------------------------- ________________ કહે - બાઈ! ઓળખે છે? રૂપાળીએ ધારી ધારીને સંન્યાસીને જોયો. ઓળખી ગઈ. બોલી હે ગોવિંદ ! તું! બાવો બની ગયો. જંગલમાં મારું રક્ષણ પણ ન કર્યું ! સંન્યાસી - હે પ્રિયે! ભિલ્લના મોટા ટોળામાં હું મારું રક્ષણ કરવા સમર્થ નહોતો. તેથી જીવ બચાવવા બધું જ મૂકી ભાગી ગયો. અને તેને મેળવવા સંન્યાસી સાધુનો વેશ પહેરી તને શોધવા નીકળ્યો. હવે ચાલ મારી સાથે - તને લેવા આવ્યો છું. રૂપાળી - હે નાથ ! અહીંથી એમ ભાગી છૂટાશે નહિ. કંઈક યુકિત કરીને તારી સાથે આવું. આ પ્રમાણે બંને વાતો કરતાં નાસી જવા માટેનો ઉપાય શોધી કાઢ્યો. ભિક્ષા આપી. રૂપાળીએ ગોવિંદને વાત સમજાવી. પછી કહ્યું કે તમે ચંડિકામાના મંદિરે રાત્રિ રહેજો. રાત્રિ વેળા હું પલ્લીપતિ સાથે લઈ ત્યાં આવીશ. તમે ગુપ્તપણે રહેજો. બધું સમજાવીને ગોવિંદને રવાના કર્યો. દિવસ તો જેમતેમ પૂરો કર્યો. સંકેત કરી ગોવિંદ પલ્લીમાંથી બહાર નીકળી દેવસ પૂરો થયે છતે ચંડિકામાતાના મંદિરમાં સંતાઈને રહ્યો. સંધ્યા ઢળવા આવી હતી. પંખીડાં પોતાના માળામાં લપાઈ ગયાં. જ્યારે સંધ્યા ઢળવાની વેળા થતાં આ તરફ પલ્લીપતિ પોતાની ઝૂંપડીએ આવ્યો. રૂપાળી રાહ જોતી બેઠી હતી. આવતાં જ આવકાર આપ્યો. સ્વામીના ચરણો પાણીથી પખાળ્યા. હસતી રમતી રૂપાળીએ સ્વામીને ભોજન કરાવ્યું. પોતે પણ ભોજન કરી લીધું. હવે રૂપાળીના ચરિત્ર ચાલુ થયાં. એકદમ પેટમાં દુઃખાવાની બૂમો પાડવા લાગી. ઝૂંપડીની બહાર ખાટલે બેઠેલો પલ્લીપતિ દોડીને રૂપાળી પાસે આવી ઊભો. રૂપાળી રડતી જાય, બોલતી જાય. હે સ્વામી ! મને તો પેટમાં શૂળની જેમ ભોંકાય છે. જુઓ તો અહીં મને ચૂંક ઉપડી છે સ્વામી, મારાથી રહેવાતું નથી. હું ક્યાં જઉ ? શું કરું? કંઈક ચાળા કરવા લાગી. રાગદશામાં અંધ બનેલો પલ્લીપતિ કંઈક ઉપાય કરવા લાગ્યો. પણ કોઈ ઉપાય કામ લાગતો નથી. જ્ઞાની કહે છે સાચાને પહોંચાય, જુકાને શું પહોંચાય? દર્દ સાચું ન હતું. રાજા ગમે તેટલા ઉપાયો કરે તો પણ રૂપાળીને સારું થયું નહિ. રૂપાળી તો મોટે મોટેથી પોકાર કરતી રડવા લાગી. પલ્લીપતિ પણ ઘણો દુઃખી થયો. બીજા પણ પલ્લીમાંથી ભિલ્લ લોકો ભેગા થઈ ગયા. પલ્લીપતિની પત્નીને દર્દ કોઈ જોઈ શકતું નથી. સૌ વીંટળાઈને ઊભા છે. એ અવસરે રૂપાળી બધાની વચ્ચે મોટેથી બોલવા લાગી. હે ચંડીમા! મારી એક વાત સાંભળો. મારી પીડા હમણાં જો શાંત થઈ જાય, તો મારા સ્વામીને લઈને હમણાં જ તારી પૂજા કરવા તારા મંદિરે આવીશ. આજે રાતે જ પૂજા કરીશ. અને આ પ્રમાણે મોટેથી બોલી. પછી સૌ ભિલ્લો ભેગા ચંડીમાની જ્ય મોટેથી બોલાવી. થોડીવારે રૂપાળીએ પાણી મંગાવી પીધું. પેટ દબાવી ઘડીભર બેઠી. ત્યાં તો પેટની પીડા ચાલી ગઈ. સાચી પીડા તો હતી નહિ, પછી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫૮ Page #500 -------------------------------------------------------------------------- ________________ જતાં શી વાર? પલ્લીરાજને કહેવા લાગી - હે સ્વામી ! મને વેદના ધીમે ધીમે શાંત થવા લાગી છે. ચંડીમાએ મારી પીડા દૂર કરી છે. લોકના ટોળાં મધ્યે સૂતેલી પતિને કહે છે - હે સ્વામી ! જુઓ ! મેં માની સાચી માનતા રાખી તો પીડા દૂર થઈ. માટે અત્યારે જ ચંડીમાની પૂજા કરવા ચાલો. પત્નીની વાત સાંભળી, પતિ પલ્લીરાજને, પત્ની ઉપર ઘણો વિશ્વાસ બેઠો. વિશ્વાસ રાખતો પલ્લીરાજ માની પૂજા કરવા જવા તૈયાર થયો. - બંને જણા પૂજા કરવાની સામગ્રી લઈને ચંડીમાના મંદિરે જવા રવાના થયા. ભેગાં થયેલા ટોળાને વિખેરી, પલ્લીરાજા પોતાની પત્ની સાથે ચંડીકાને મંદિરે આવ્યો. પતિપત્ની બંને જણાએ સાથે ચંડીકાદેવીની પૂજા કરી ફૂલો ચડાવ્યાં. રૂપાળીએ માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી સ્વામીને કહે - નાથ ! હું પગે લાગી. હવે તમે લાગો. ત્યાં સુધી ખડ્રગ મારા હાથમાં આપો. આપ માતાના ચરણમાં મસ્તક નમાવો. અષ્ટાંગ પ્રણામ નિર્ભય થઈ કરો. હું તમારું રક્ષણ કરીશ. પત્નીનો કહ્યાગરો પતિ, તલવાર રૂપાણીના હાથમાં આપી. અષ્ટાંગ પ્રણામ કરવા ચંડીકાના ચરણમાં ઝૂકવા માટે મસ્તક જ્યાં નમાવ્યું ત્યાં તો પળનો યે વિલંબ કર્યા વિના રૂપાળીએ પલ્લીપતિના માથે તલવારનો ઘા કર્યો. કઠણ કલેજાની કુલટા નારીના હૈયે દયાનું ઝરણું ક્યાંથી વહે? પતિના દેહને ત્યાં ને ત્યાં ઢાળી દીધો. બિચારો પલ્લીરાજ ત્યાં ઢળી પડ્યો. સ્ત્રીના ચરિત્રને બ્રહ્મા કે વિક્રમરાજા પણ પહોંચ્યા નથી. તો પલ્લીરાજ ક્યાંથી પહોંચે ? પળવારમાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું. માના મંદિરમાં લોહીનો મોટો ફુવારો છૂર્યો. પણ પણ રૂપાળીને તે જોવાની ક્યાં ફૂરસદ હતી. ગોવિંદને હાક મારી. સંતાએલો ગોવિંદ હાજર થયો. હરણફાળ ભરી ગોવિંદને મળી. તરત જ ત્યાંથી બંને જણા જંગલની વાટે પલાયન થઈ ગયા. રાતભર ચાલ્યાં. ચાલી ચાલીને થાક્યાં. વિસામો ખાઈને વળી ચાલ્યાં. પાસે કાંઈ જ નથી. હવે તો બંનેને ખાવાના પણ શાં શાં પડવા લાગ્યાં. નીચ નારીની સંગતિએ મંત્રીશ્વર વાંદરો બન્યો. પલ્લી પતિને પરલોકે મોકલ્યો. માતપિતાને પણ ઠગ્યા. પિયેરનું ધન પણ ચાલી ગયું. વ્યસની પાસે ધન ટકતું નથી. ધન દૂર ભાગે. બિચારા બંને ગરીબ દુઃખિયા બની ગયા. રણમાં, વનમાં વગેરે આ યુગલજોડી ભટકતી આગળ ચાલ્યું જાય છે. ભૂખતરસને સહન કરતાં છતાં પણ રૂપાળીના કુલક્ષણો નાશ ન પામ્યાં. કર્મથી હીન અને વિપરીત મતિવાળીને વળી સંગતિ નીચની થઈ, પછી ક્યારેય તે સુધરતી નથી. ભટકતાં ભટકતાં આ યુગલે ત્રણ દિવસ પૂરા કર્યા. પણ ક્યાંયે સુખ ન પામ્યાં. જંગલમાં ચાલતા ચાલતા, ચોથા દિવસે ચિકુરા નદીના કાંઠે આવી પહોંચ્યા. વહેતા પાણીમાં નાહી ધોઈને સ્વસ્થ થઈને, વડલા હેઠે આનંદભર દિવસ પૂરો કર્યો. ત્યાં જ રાત વિતાવવાની નકકી કરી. બંને સુખભર નિદ્રા લેવા વડલા હેઠે સૂતા. દંપત્તી નિર્ભય બની સૂતા હતા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૫૯ Page #501 -------------------------------------------------------------------------- ________________ બંને ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રહર એક રાત ગઈન ગઈ ત્યાં તો માણસની ગંધે જંગલમાંથી સિંહ વડલા હેઠે આવ્યો. સૂતેલા ગોવિંદને ઉપાડ્યો. ગોવિંદ ચીસ પાડી. રૂપાળી સહસા જાગી. પણ ત્યાં તો સિંહ ગોવિંદને લઈને છલાંગ મારી ભાગી ચૂક્યો. શું કરે? થર થર ધ્રૂજવા લાગી. અસહાય રૂપાળી જોર જોરથી રડવા લાગી. જંગલમાં કોણ સાંભળે? સિંહના મુખમાંથી ગોવિંદને છોડાવવાની તાકાત કોની? ગોવિંદ તો સિંહનો કોળિયો બની ચૂક્યો. રૂપાળીએ વિચાર્યું કે રખેને આ સિંહના પંજામાં હું પોતે ન આવી જાઉં? તે માટે વડલાની વડવાઈ પકડી વડલા ઉપર ચડી ગઈ. પોતે રોતી ને જંગલના પશુને રોવરાવતી હતી. ઘોર અંધારી શેષ રાત બાકી હતી. ઝાડ ઉપર રાત વિતાવતી રૂપાળીને સહારો કોણ આપે? મળે પણ ક્યાંથી ? રૂપાળી દૂર દૂર નજર નાખતી સહારો શોધી રહી. વહેલી સવારે નદી પાર વૃક્ષની નીચે એક યોગીને જોયો. પગે પાંગળો હતો. સુંદર મુખ હતું. કંઠ મધુર હતો. પ્રભાતે હાથમાં તંબુરો લઈ, મધુર સ્વરે બેઠો બેઠો ભજન ગાતો હતો. રોતી રૂપાળી શાંત થઈ. યોગીને જોતાં જ પોતાનું ચિત્ત ત્યાં લાગ્યું. જુઓ ! કેવી કર્મની ગતિ? એક ગયો, બે ગયા, ત્રણ ગયા. નિર્લજ્જ રૂપાળી તો પણ સુધરી નહિ. હવે યોગીને જોઈને તેની ઉપર મોહિત થઈ. નદી ઊતરી યોગી પાસે પહોંચી ગઈ. ગોવિંદને ભૂલી, યોગીને અપનાવ્યો. ગીત પૂરું થતાં યોગીએ આંખ ખોલી. સામે ઊભેલી સ્ત્રી જોઈ. યોગી તો વિચારમાં પડ્યો. આ વહેલી સવારે આ સ્ત્રી કોણ હશે? હજુ વધુ વિચારે તે પહેલાં તો રૂપાળીએ જ યોગીરાજને બોલાવ્યો. રૂપાળી - હે યોગીરાજ ! નમસ્કાર હો. હે નાથ ! મારો સ્વામી મરણ પામ્યો છે. હું અનાથ છું. મારે કોઈનું શરણ નથી. એક આપ જ શરણભૂત છો. તમે જ મારા નાથ છો. આપ મને સનાથ કરો. હે સ્વામી ! હું આપને મનથી વરી ચૂકી છું. આ ભવમાં હવે તમે જ એક જ મારા આધારભૂત છો. દુનિયામાં મારું કોઈ નથી. દુઃખી અબળાની પ્રાર્થના સ્વીકારો. મારા દુઃખડા દૂર કરો. યોગી - રે બાઈ ! તેં જે કહ્યું તે સત્ય છે. પણ હું તો યોગી છું. તેમાં વળી પગ વગરનો પાંગળો છું. મારી સાથે પ્રીત શી? હે કામિની ! તે કરતાં તો તું બીજો સ્વામી કરી લે. મને છોડી દે. મારી સ્થિતિ કેવી દયાજનક છે. અહીં બેઠાં જ જિંદગી પૂરી કરવાની છે. કારણ પગે ચલાતું નથી. નજીકના ગામના લોક જતાં આવતાં મને જુએ, ખાવા પીવાનું આપી જાય છે. જે દિન ન મળે તે દિન ભૂખ્યો તરસ્યો પણ અહીં જ પડી રહું છું. ભગવાનના ભજન ગાઉં છું. મારું જીવન પસાર કરું છું. મારી સાથે તારી જિંદગી શા માટે બગાડવી. વળી લોકો પણ તને મારી સાથે જુએ તો દૂર ભાગે. કોઈ કંઈજ ન આપે. માટે તું તારો રસ્તો કરી લે. તું દુઃખી ન થઈશ. રૂપાળી - હે સ્વામીનાથ ! આપ ચિંતા ન કરો. મારા શરીર પર રહેલા દાગીના વેચીને આપણે ખાઈશું. તમને મારા માથા પર બેસાડીશ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી શreો શાહ) ४९० Page #502 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા ગામ નગરે જઈશું. તમે મધુર ગીત ગાયા કરજો. લોકને રીઝવજો. હું તમારી સેવા કરીશ. સંતુષ્ટ થયેલ લોકો આપણને કંઈને કંઈ આપશે. જુઓ - “જેણે તજી લાજ, તેને મોટું રાજ.” રૂપાળીએ કહેવતને સાકાર કરી બતાવી. યોગી પણ રૂપાળી સ્ત્રીના વચનોથી મોહ્યો. તેની આંખો, તેનું રૂપ જોઈ યોગી મોહિત થયો. રૂપાળીને પાસે બોલાવી. પ્રેમથી તેનો હાથ ઝાલ્યો. રૂપાળીએ યોગીનો હાથ પકડ્યો. પ્રેમની કંપારી હૈયે છૂટી. કહેવા લાગી - હે સ્વામી ! આજે મારું ભાગ્ય ફળ્યું. તુમ સરીખો ભરતાર પામી હું મહાસુખી થઈ. બોલો ! સ્વામી ! આપની શી સેવા કરું. યોગી - હે દેવી ! મને તરસ બહુ લાગી છે. આ તુંબડી લઈ જાવો. અને પાણી ભરી લાવો. તરત જ રૂપાળી ત્યાંથી ઊઠી. તુંબડી લઈ હરખભેર પાણી ભરવા ચાલી ગઈ. જતી સ્ત્રીને યોગી જોઈ રહ્યો. નદીએ જઈ તુંબડું ભરી ઊતાવળી યોગી પાસે આવી. પાણી આપ્યું. પોતાની બાજુમાં પડેલા માટીના ઠીકરામાં ત્રણ દિનના પડેલા રોટલાના ટુકડા રૂપાળીને ખાવા આપ્યાં. યોગી-ભોગી બની ગયો. પ્રેમી પંખીડાની ચાર આંખ ભેગી થઈ. આનંદથી બંને જણાએ સુકા રોટલાના ટુકડા આરોગ્યા. ભૂખને સંતોષી. પાણી પીધા. આનંદમાં રહેતા બંનેના દિવસો સુખભર જવા લાગ્યા. રૂપાળી પાસે જે હતું, તે વેચીને ભરણપોષણ કરતાં પાંચ વરસ વીતી ગયાં. હવે શું કરે? ગામમાંથી વાંસનો ટોપલો લઈ આવી. તેમાં પાંગળા પતિને બેસાડી, માથે ટોપલો મૂકી દીધો. નદીના કિનારે ચાલતી ચાલતી કોઈ ગામે પહોંચી. મધુર અવાજે પાંગળો યોગી ગીત ગાતો, ખાવાનું મળતું. ને દિવસો જવા લાગ્યા. ગામ-નગરો, બજારો, શેરીઓ અને ચૌટામાં ફરતી રૂપાળી પોતાની આજીવિકા ચલાવવા લાગી. જુલમપુરીનો “યોગીરાજ” અને પત્ની “ઈચ્છા” નામથી આ બંને યોગી-યોગિણી તરીકે લોકમાં ઓળખાવવા લાગ્યા. વસ્તીમાં રહે ત્યારે ભગવાનના ભજનો. લોકગીતો ગાઈ લોકને રીઝવે છે. જ્યારે ગામની બહાર પાદરે ઊતારો કરે. ત્યાં જ રહે. વળી ભાંગ પણ પીવે. હુકો, ચલમો પણ પીતા હતા. યોગી તો પીવે પણ સાથે સાથે યોગિણી પણ પીતાં શીખી ગઈ. વન-વન, ગામ-નગર, ઘર-ઘર ફરતાં દિવસો જવા લાગ્યાં. આ જગતમાં વિષયાંધકામાંધ મોહાંધ જનોને ક્યાંયે સુખ મળતું નથી. કામી પુરુષો જગતના દાસ બની જાય છે. કામીજનો ક્યારેય કોઈના સગાં થતાં નથી. આવા દુર્જનોની ઉપર ક્યારેય કોઈ વિશ્વાસ રાખતા નથી. કારણ કે તેઓ ક્યારેય પોતાના સ્વાર્થ માટે વિશ્વાસઘાત કરતાં અચકાતા નથી. વળી તેની ઉપર મૂકેલો વિશ્વાસ, નાશ પામતાં વાર લાગતી નથી. આ પ્રમાણે કુલટા રૂપાળી સ્ત્રીની વાત, નિમિત્તક પાસેથી રાજા તથા વીરસેન મંત્રીશ્વરે સાંભળી. રાજાએ તે નિમિત્તકને ઘણો આદર સત્કાર કર્યો. પછી ઘણું દાન આપીને રજા આપી. શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૪૬૧ Page #503 -------------------------------------------------------------------------- ________________ ચોથા ખંડને વિષે બારમી ઢાળ પૂરી કરતાં કર્તા કહે છે કે જેઓ વિષયોનો ત્યાગ કરી, વેગળા વસ્યા તે ભવનો પાર પામી, સુખી થઈ ગયા. – દુહા : મંત્રી આ મંત્રી નવી તુમ પણ સર્વ ઇહ નૃપ એમ સાંભળી, વિસ્મય પામ્યા ચિત્ત, ભવ કામી દુઃખ લહે, પરભવ નરકની ભીત. ૧ ભણે સુણ સાહિબા, પૂર્વે તમે કહી વાત, પરણી સુખ ભોગવો, લાવીશું બુનીયાત. શા બેઠાં દુકકર નહિ, જે કરવું મુજ કામ, હું ભય પામું ઘણો, તારીનું તાં નામ. all રમણી દૂરે તજી, તપ કરશું વતમાંહે, પરભવ સુખ પામશું, જ્ઞાન આનંદ ઉત્સાહ //૪ કર્મની લીલા - દુહા : ભાવાર્થ નિમિત્તિયા પાસેથી કુલટા રૂપાળી સ્ત્રીની વાત સાંભળી રાજા તથા વીરસેન બંને ઘણા વિસ્મય પામ્યા. નિમિત્તકને સત્કાર કરી વિદાય કર્યો. જ્ઞાનીઓ કહે છે કે જગતમાં કામી જીવો આ ભવમાં ઘણા દુઃખી થાય છે. પરભવે પણ નરક વિના ગતિ નથી. તે નરકની ભયંકર ભીતિ રહેલી છે. વિરસેન, રાજાને કહે છે કે - હે મહારાજા ! આપે મને વાત કરી હતી કે તે રૂપાળી સ્ત્રીનો મોહ છોડી દો. રાજ્ય થકી સારી કન્યાની તપાસ કરીશું. નવી કન્યાને પરણી હવે ઘરે લીલાને ભોગવો. પણ છે રાજનું! આપ બેઠા મારે કોઈ વાતની ચિંતા નથી. આપની રહેમ નજરે હું મનથી પણ ઘણો જ સુખી છું. આપ બેઠા તેથી મારે કોઈ જાતનું દુઃખ રહેતું નથી. કોઈ પણ સ્ત્રીનું નામ લેતાં કે સાંભળવામાં પણ મને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૨ . Page #504 -------------------------------------------------------------------------- ________________ હવે ભય લાગે છે. કોઈપણ કન્યા સાથે મારે હવે પરણવું નથી. સ્ત્રીનો સંગ છોડી, વનમાં જઈને તપ કરીશું. આ ભવ-પરભવ વળી ભવોભવના સુખ માટે, સંસારનો ત્યાગ કરીશું. વનમાં જઈ તપ-જપ-ધ્યાન વગેરે ઉલ્લાસને આનંદથી કરીશું. ઢાળ - તેરમી (નદી યમુના કે તીર ઉડે દોર પંખીયાએ દેશી.) મંત્રી વયણ સુણી રય, તિાં મત ચિંતવે, રાજ્ય તજી વનવાસ, લીયે દુઃખ સંભવે, સૈન્ય - સબળ મુજ ગેહ, સ્નેહી એ સહી. અબળાકૃત દુઃખ ઉદ્ધરવા શકિત નહિ /૧ આ સંસારે શરણરહિત વિ જીવા, વિવિધ કર્મ સંતાપે પીડ્યાં બાપડાં, વ તિયિ અવતાર ને ચકી તક ભવે, ઠાકર ચાકર ધનવંતો નિર્ધત હવે. સારા સુભગ દોભાણી રોગી નિરોગીપણું વરે, રૂપવંત કરુપ સુખી દુઃખી કરે, ભવ ભવ કર્મ નચાવે તેણીપટે વાયવું, રહીએ સદા સુખમાં જુગ ઠામ ન એહવું. Bll માતા-પિતાહિક સર્વથી અધિકી ગણે, "નારી આહેડી નરહરણાં *પાસે હશે, રમણીને રાણે કાષ્ટ-ભક્ષણ કીધો જેણે, તે પતિને કપિ કીધ ખગે વાહ્યો તેણે. ૪ll. એક અણીથી મંત્રી દુઃખ પામ્યો ઘણું, મારે તો બહુ નારી નહિ ઉગરવાપણું, એણીપરે વૈરાગ્ય ગે. રાજ વાસીયો, તેણે સમે ભૂપને આવી બોલે દાસીઓ. //all સ્ત્રીને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૬૩ Page #505 -------------------------------------------------------------------------- ________________ શિર ધરી ભરણો જોગી જોગણ આવીયા, ગાતાં દેખી તાસ અમે ઇહાં લાવીયા, એમ કહી સા આવી ટોપલો ભૂ ધરે, તમાલ ગીત ગાન મધુર કંઠે કરે. ગી મંત્રી કહે નૃપને નિમિતિએ જે કહી. દેખો નજરે વાત કે આ સન્મુખ રહી, ઇંગિત આકારે કરી મેં ઓળખી સહી, કપિટ કરી ગઇ મુજ તેણે એ ઓળખે નહિ. Iળા રાય કહે તું પંગુને શિર ધરી કેમ ફરે ? પંગુ તજી ભરતાર અવર કેમ ના કરે ? સા વડે પંચની સાખે જે પિતટે દીયો, હું રે સતી. તેણે દેવ કરીને માનીયો. તો પતિવ્રતા વ્રત ધર્મ ત લોપું હું કદા, યાયતા વૃત્તિએ કંત જમાડી જમું, શિયાળા ભૂષણ શોભા છે મુજ જેવી, સુસ્પતિ નરપતિને ધર નારી ન એહવી. /. એહતે છડી અવરશું નજર ત હું ધરું, 'અલકનું ઘર છે ઉજજવળ કેમ મેલું કરું ? અસત વસન ભરપૂર દેઇ ભણે ભૂપતિ, સકલ સભાજન બે જોગણી મહાસતિ. ૧oll પરણ્યો પ્રીતમ પહેલો વાંદરો તસ કર્યો, કરી અતિ ધા થઇ તિય રણવગડે ધર્યો, ગોપાળશું ગઇ પલ્લીપતિ ચૈત્યે હણ્યો, રણ વાઘે તરુ તંબુમ સુણ્યો. ૧૧ll પાંગળો જોગી કીયો પતિ નિશિ જઇ જળ તરી, ચાર કર્યા ભરતાર અવર મનમાં ધરી, શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४६४ Page #506 -------------------------------------------------------------------------- ________________ પતિવ્રતા વ્રત ધર્મ ભલો તું પાળતી, નિજકુળ અલક ઘર અજુઆલણ તું સતી. /૧રો મુખ પર વસ્ત્ર ધારી પુર બાહિર નીકળો, ભગવો વેષ ધર્યો તેહને હ ન કરો, સુણી ચલી ગઇ ગ્રામાંતર લજ્જા અવગણી, તેણે સમે દીયે વતપાલક નૃપને વધામણી. 7/૧૩ સ્વામી ગોવિંદજટી તાપસ ટોળે વર્યા, તુમ પુર બાહિર ઉત્તર વનમેં સમોસર્યા, તાપસ ભક્તિ ભૂપ સુણી હર્ષિત થયો, પટ્ટરાણી વીરસેન શું તિહાં વંત ગયો. 7/૧૪ નમતાં આશિષ પામી સુકામે બેસતા, આ સંસાર અસાર ગુરુ ઉપદેશતા, પૂર્વે વિરક્ત સુણી અધિક ઉદાસી એ, સત્યે ઠવી સુત મંત્રી નૃપ દીક્ષા લીએ. ૧૫ પટ્ટણી પ્રતિબોધ લહી થઇ તાપસી, વિત ભયે તિજગર્ભ વાત ન કહી કશી, સોવનજટી ગુરુનામ દીએ નૃપને મુa, મિથ્યાત્વ ધર્મ તપ કરી એ તિહું પણ સદા. ૧છો. પાંચશે તાપસ ભેળા ગુરુ આ વાત વસે, રાણી તિક્તિ ગર્ભ વધે તન ઉલસે, પૂછતા સુણી સાથું તપસ્વી હરખીયો, સમયે , સુલગ્ન “શચિસમ પુત્રી જનમ થયો. ૧ળા તાપસી લાલતી પાલતી વર લક્ષણ ભરી.. કનકવતી વ્યું નામ અતિરુપે કરી, આઠ વરસની થઇ મતિ એ જિમ શારા, તાતે સ્કોહે શીખાવી કળા ચોસઠ મુદા. ૧૮ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૬૫ Page #507 -------------------------------------------------------------------------- ________________ પલ્યક તિજપાટે કુલપતિ પલ્યુંકે યૌવનવય સમ એક આવ્યા દેખી દંતીએ ઇ ધર્મતત્વનો વાંચી મંત્ર સૌગત બ્રહ્મવને તેહ આવશે જાણી વર વિધા ભય ગુરુ સ્વર્ણજટી બેસી તિ શરાપ અષ્ટમવાસર કુળપતિ તો ચોથે શ્રી પામી પલ્યક ભૂમિ વિભંગે જોવાં લહી જાણ તાત્ત્વિક એ સધાવી કીયો વૃધ્ધતાપસ આજ કરો એ ગોવિંદ કોઇક પછે અડસઠ બેસી તાપસ લખીને નિજ પલ્યુંકે આવે રુપકરણ જો વિયારે ધર્મ કો નહિ જંત્ર કીધા અમે પણ સાંખ્ય ઉપાય સર્વે નિહાળી તે તાપસલોકને મુજ ઉપગાર ઢાળ વિવેકી પાસે તમે સોવનજટી સ્વર્ગે એ રાજકુમારને સુવરુપ 2, કહે નાસે તાપસી તીથ પુત્રી બેસી શક્તિ સર્વને રસાળ કદાપિ સભાને *સુર સજ્જ અમ વિલય નિષ્ફળ સર્વે તિ રુપને ભાગ્યે પણ દશે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૬૬ ડે શુભવીર ૧-નારીરુપ શિકારી, ૨-ફંદામાં નાખીને, ૩-ટોપલો, ૪-અલખનું, ૫-ઈન્દ્રાણી સમ, ૬-ભૂંડ, ૭-દેવ. તુમ ન એ થાપીયા, સિધાવીયા, પાળતાં, વાંદતાં. ૫॥૧૯॥ દેખતાં, ગવેષતા, જોઇને, લેઇને. [૨૦] દિશી, વિશ્વસે, °તિરે, ચિત્ત કરે. ॥૨૧॥ સમા, ગમા, થયા, ગયા. [૨૨] આઠમે, અવગમે, ભાવીયા, આવીયા. ||૩|| રે, વિસરે, તેરમી, ગમી. [૨૪] Page #508 -------------------------------------------------------------------------- ________________ જંબુસવાળી યોગી -: ટાળ-૧૩: ભાવાર્થ વીરસેન મંત્રીના વૈરાગ્યયુકત વચનો સાંભળી સૂર્યકાન્ત રાજા મનમાં વિચારવા લાગ્યા. રે ! રાજવૈભવોના સુખો છોડી, વનવાસી થતાં ઘણાં જ દુઃખો સહન કરવાના આવશે. મારે સબળ-સમર્થ સૈન્ય હોવા છતાં પણ સ્ત્રીએ કરેલા ઉપસર્ગ રૂ૫ દુઃખોને દૂર કરવાની મારી શકિત નથી. તો તે સુખો મને પણ શા કામના ? જ્ઞાનીનું વચન છે કે આ અસાર સંસારમાં જીવાત્માને કોઈનું શરણું હોતું નથી. સઘળા જીવો શરણરહિત છે. વિવિધ પ્રકારના અશુભ કર્મના ઉદયે કરી જીવો ઘણાં દુઃખોને ભોગવે છે. દુઃખોથી ઘણાં પીડાય છે. તે કર્મના જોરે કરી જીવો દેવ-તિર્યંચોના અવતાર પામે છે. વળી ક્યારેક વાસુદેવપણાને-ચક્રવર્તીપણાને પણ પામે છે. પાપારંભ થકી પછી તે જીવો નરકગતિ પામીને, પાપના ઉદયને લાંબાકાળ સુધી દુઃખો ભોગવે છે. કર્મના વિપાકે ઠાકુર તે ચાકર બને છે, ધનવાન-પળવારમાં નિધન બની જાય છે. વળી સૌભાગ્યવંત હોય તો ક્યારેક અશુભ કર્મના જોરે દર્ભાગ્યવાન બને છે. વળી કોઈ નીરોગી હોય, તો કોઈ રોગી હોય, કોઈ સ્વરૂપવાન હોય, તો કોઈ કદરૂપો પણ હોય, કોઈ સુખી હોય, તો કોઈ દુઃખી હોય છે. રે આ જીવડાએ ભવાંતરમાં બાંધેલાં કર્મના ઉદયે કર્મરાજા જેમ નચાવે તેમ નાચવું પડે છે. જગતમાં કોઈ એવું સ્થાન નથી કે જીવો સદાયે ચિરકાળ સુધી સુખને ભોગવે. માતપિતા આદિ વડીલો કરતાં, જે મનુષ્ય પોતાની સ્ત્રીને અધિક ગણે છે. જે જીવો માતપિતાની કોઈ ગણત્રી ન મૂકતાં પોતાના જીવનમાં સ્ત્રીનું સ્થાન મોખરે રાખે છે, તેઓની કેવી દશા? જુઓ ! જે પુરુષ સ્ત્રી રૂપ શિકારીના પંજામાં હરણાંરૂપે પોતે આવી જાય તો તે હરણાંની જેમ હણાય છે. વળી સ્ત્રી ઉપર અતિશય રાગ હોયને જો સ્ત્રી પરલોકવાસી થઈ તો તે પુરુષ સ્ત્રીના રાગથી આંધળો બન્યો થકો બીજું કંઈ ન વિચારતાં સ્ત્રીની સાથે ચિતામાં ભેગો બળે છે. જેને કાષ્ટભક્ષણ કહે છે. અંતે દુર્ગતિમાં ચાલ્યા જાય છે. સ્ત્રીના મોહ થકી વીરસેન વાંદરો બન્યો. તલવાર થકી માર પણ ખાધો. એક જ સ્ત્રી થકી વિરસેન તિર્યંચ બનીને મહાદુઃખ પામ્યો. તો તો મારે, અંતઃપુરમાં કેટલી સ્ત્રીઓ.... સૂર્યકાન્ત રાજા વિચારી રહ્યા છે. મારે ઘણી રાણીઓ છે તો, ઉગરવાનો વારો દેખાતો નથી. ઘણા વિચારોમાં ડૂબી ગયેલો રાજા વૈરાગ્યરસમાં આગળ વધ્યો. મનમાં વૈરાગ્ય ઉત્પન થયો. તે જ અવસરે રાજા પાસે દાસીઓ દોડી આવીને કહેવા લાગી. હે મહારાજા ! આપણા નગરની શેરીએ એક કુતૂહલ જોવા લોકો ભેગા થયા છે. જોગી જોગણ જોવા જેવા છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૬ Page #509 -------------------------------------------------------------------------- ________________ જોગણે માથે ટોપલો મૂક્યો છે. ટોપલામાં જોગીને બેસાડ્યો છે. ગામોગામ ફરતી યોગિણી ભિક્ષા માંગતી ફરે છે. જોગીનો કંઠ મીઠો છે. ભગવાનના ભજનો ગાય છે. પોતે પાંગળો હોવાથી ચાલી શકતો નથી. તેથી સ્વામીની સેવા કરતી જોગિની એક ટોપલામાં સ્વામીને બેસાડી અત્યારે આપણા રાજમહેલ આગળ અમે બોલાવી લાવ્યા છીએ. મધુર ગીતો ગાઈને લોકોના મનને આનંદ પમાડે છે. આપને જોવા માટે અમે અહીં લઈ આવ્યા છીએ. રાજનું! જોવા જેવું યુગલ છે. અમે તો તેને બહાર રાજારે ઊભી રાખી છે. તો આપ આજ્ઞા આપો અમે અહીંયા લઈ આવીએ. જોગી યુગલ જોવા જેવું છે. રાજાએ આજ્ઞા આપી. દાસી દોડતી જોગિનીને લેવા ઉપડી ગઈ. માથે ટોપલો લઈને જોગિની રાજસભામાં આવી. જોગી અલખનો નાદ ગજાવતો હતો. જોગણે રાજા પાસે આવીને ટોપલાને સંભારીને માથેથી નીચે ઊતારીને મૂક્યો. રાજાને હાથ જોડ્યા. રાજા અને વીરસેન બંને આ યુગલને જોઈ રહ્યા હતા. જોગી તો અલખ નિરંજનનાં ગીતો ગાવા લાગ્યો. જોગિની પણ સાથે સાથે ગાતી હતી. મંત્રીએ રાજાના કાનમાં વાત કરી. હે રાજનું! નિમિત્તિયાએ જે વાત કહી હતી, તે જ વાતને આજે નજરે જુઓ. મેં તેને ઓળખી લીધી. જુઓ ઇગિત આકારે મેં બરાબર ઓળખી છે. આ બાઈ બીજી કોઈ જ નથી પણ તે રૂપાળી જ છે. તે મને નહિ ઓળખે? રાજનું! મને ક્યાંથી ઓળખે તે તો સમજે છે કે મેં તો તેને વાંદરો કરી દીધો છે. તેથી તે અહીંયાં ક્યાંથી હોય? બિચારી કર્મે નચાવી કેવી નાચે છે. યુગલ યોગીનાં ગીતો ચાલુ છે. રાજા, રાજ પરિવાર સાંભળે છે. સૌ તેના મધુરકંઠે ગવાતાં ગીતોની પ્રશંસા કરતાં હતાં. ગીત ગાઈ લીધા પછી યોગિણી યોગીના ટોપલા પાસે બેઠી. હવે રાજા તક જોઈ યોગિણીને પૂછવા લાગ્યો. રાજા-રે યોગિણી બાઈ ! પ્રભુના ભજનો તમે સારાં ગાયાં. સાંભળી અમને આનંદ થયોપણ... બાઈ.. આ પાંગળા યોગીને માથા ઉપર લઈ શા માટે ફરો છો? યોગી પતિને છોડીને બીજો સ્વામી કેમ કરતા નથી. તમે તો રૂપાળા છો. નાની વય છે. પાંગળા સાથે તમને શું સ્નેહ? યોગિણી - હે મહારાજા ! પિતાએ પાંચની સાક્ષીએ જેની સાથે પરણાવી છે તે જ મારો દેવ. તે જ મારો પતિ. સતી બીજો ભરથાર ન કરે. ગમે તેવો તો યે તે મારો પતિ. મારે તો દેવ સમા છે. તે મહારાજા ! હું તો પતિવ્રતા નારી છું. મારે તો પતિવ્રતા વ્રતનો ધર્મ છે. પ્રાણના ભોગે પણ મારો ધર્મ છોડીશ. નહિ. ભિક્ષા માંગીને મારા સ્વામીને જમાડી પછી જમું છું. સ્વામીની બધી જ સેવા કરું છું. બીજા ભૂષણો કે આભૂષણો મારી પાસે નથી. પણ શિયળનું મોટામાં મોટું આભૂષણ મારી પાસે રહેલું છે. દેવેન્દ્રો નરેન્દ્રોના ઘરે પણ મારા જેવી સ્ત્રી નહિ હોય. દેવ સરખા મારા પતિના પડછાયો બનીને સેવા કરું છું. આ પતિને છોડીને બીજાની સામે ક્યારેય જોતી નથી. મને તો આ અલખનો ઓટલો કહો કે અલખનું ઘર કહો મેં તેમાં જ સઘળું માન્યું છે. તો તે ઘરનું આવું સુંદર સોહામણું ઉજળું આંગણું શા માટે મેલું કરું? આ ભગવાં વસ્ત્રોને શા માટે મેલાં કરું? શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४६८ Page #510 -------------------------------------------------------------------------- ________________ યોગિણીની વાત સાંભળીને નગરજનો - રાજ પરિવાર સૌ આશ્ચર્યમુગ્ધ થયા. સૌ માનવા લાગ્યા કે આ યોગિણી સતી નહિ પણ મહાસતી છે. રાજા અને વીરસેન બંને જ તેને સારી રીતે ઓળખે છે. તેથી યોગિણીની વાત સાંભળી કંઈક હસવા લાગ્યાં. રાજાએ તો તેની ઉપર ભાવદયા ચિંતવી. કારણ કે વીરસેનની કથા સાંભળી, વૈરાગી થયા હતા. રાજા જ્યાં સુધી કંઈ જ ન આપે ત્યાં સુધી બીજા પણ કંઈ જ ન આપી શકે. તે જ અવસરે રાજાએ સેવક પાસે ખાવાપીવાનું તથા વસ્ત્રો ઘણાં મંગાવી યોગિણીને આપ્યા. પછી યોગિણીને પૂછવા લાગ્યા. હે યોગિપત્ની ! તમે તો મહાસતી છો તે મેં સાંભળ્યું. તો તમે સાચું બોલજો કે પહેલો પરણ્યો પતિ વાંદરો કર્યો? વનવગડામાં નિર્દય બનીને તલવારનો ઘા ઝીંકી દીધો. પ્રીતમને વાંદરો બનાવ્યો. છેવટે જીવવા પણ ન દીધો. જંગલમાં છોડી દઈને, ગોપાળની સાથે રથ લઈને ભાગી ગઈ. તે પણ તું જ ને! વળી પલ્લી પતિને પણ મંદિરમાં હણી નાંખ્યો. જંગલમાં વૃક્ષ નીચે સૂતેલા તમે બંને તેમાં સિંહ આવીને, ગોપાળને ઉપાડી ગયો ત્યારે તું જ ને? તું ત્યાં એકલી. તંબૂરાના દૂર દૂરથી સૂર સાંભળી, નદી પાર ઊતરી ગઈ. અસહાય પાંગળા જોગીને ધણી તરીકે માન્યો. ચાર ચાર પતિ કરવા છતાં હજુ બીજાની પણ મનમાં ઈચ્છા ધારણ કરે છે. આ તારો પતિવ્રતા ધર્મ ? ભલો તારો પતિને ભલો તારો ધર્મ પાળતી. આ અલખપતિના કુળને અજવાળજે. બીજી સ્ત્રી હો તો તો તરત જ ફાંસીને માંચડે ચડાવતે, પણ.. પણ.. તે યોગીનો વેષ ધારણ કર્યો છે. આ ભગવાં કપડાંમાં આકરી સજા ન થાય. તારા મુખ ઉપર કાળું વસ્ત્ર ઢાંકી દઈને, તને મારા રાજ્યની બહાર ચાલી જવા આજ્ઞા કરું છું. રાજાએ સેવકને હુકમ કર્યો. અને તરત જ સેવકે યોગિણીના મુખ ઉપર કાળું વસ્ત્ર ઢાંકી દેવરાવ્યું. રાજ્યની સીમા બહાર કાઢી મૂકી. યોગી-યોગિણી રાજ્ય સીમા વટાવી ચાલી ગયા. યોગિણીને આ રાજા ઉપર અત્યંત વેર બંધાયું. તે જ અવસરે રાજાની પાસે ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી. હે મહારાજા ! મહાતપસ્વી ગોવિંદજી તાપસ મહામુનિ પોતાના પરિવાર સાથે આપણા વનઉધાનમાં પધાર્યા છે. તે સાંભળી તાપસનો ભકિતકારક રાજાએ ઉદ્યાનપાલકને વધાઈની ભેટ આપી રવાના કર્યો. શ્રવણપ્રિય સંદેશો સાંભળી રાજા ઘણો આનંદ પામ્યો. રાજમહેલમાં આ સમાચાર સહુને મળી ગયા. તાપસ મુનિની વાત સાંભળી સૌ આનંદ પામ્યાં. દર્શનાર્થે જવા સૌ તૈયાર થયા. રાજા - વીરસેન તથા પટ્ટરાણી આદિ સૌ પરિવાર તથા નગરજનો સાથે ઉદ્યાનમાં આવ્યા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૬૯ Page #511 -------------------------------------------------------------------------- ________________ સાચો સન્યાસ તાપસમુનિને વંદન-નમન કરી સૌ પોતપોતાના ઉચિત સ્થાને બેઠા. ગોવિંદજી તાપસે સૌને આશીર્વાદ આપ્યાં. સૌની ઉપદેશ સાંભળવાની જિજ્ઞાસા જોઈ ગોવિંદજી દેશના આપવા લાગ્યાં. સંસારની અસારતા સમજાવતાં કંઈક જીવો ધર્મ પામ્યાં. રાજા પ્રધાન તો વૈરાગી થઈને જ આવ્યા હતા. તેજીને ટકોરાની જરૂર હતી. ટકોર થતાં વધુ વિરકત બન્યાઃ રાજગાદીએ પુત્રને બેસાડી રાજા તથા મંત્રી વીરસેને તાપસી દીક્ષા લેવા તૈયાર થયા. પટ્ટરાણી પણ મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામી. સ્વામી સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. ગોવિંદજી પાસે સૂર્યકાન્ત રાજા તથા મિત્ર મંત્રીશ્વર વીરસેન તેમજ પટ્ટરાણી વગેરે તાપસી દીક્ષા અંગીકાર કરી. પટ્ટરાણી ગર્ભવતી હતી. દીક્ષા લેવાના ભાવે આ વાત છૂપી રાખી. જો વાત કરે તો દીક્ષા કોઈ ન આપે. તે કારણે આ વાત છૂપી રાખી હતી. પણ ક્યાં સુધી છૂપું રહી શકે. દિવસો પર દિવસો જવા લાગ્યા. ગર્ભ ધીમે ધીમે વધવા લાગ્યો. ગોવિંદજટીએ સૂર્યકાન્ત રાજાનું નામ બદલી તાપસ સોવનજી રાખ્યું. તાપસ આશ્રમમાં આ નવા ત્રણ તાપસો બીજા તાપસો સાથે રહી મિથ્યાધર્મની આરાધના કરવા લાગ્યાં. અજ્ઞાન તપ પણ કરવા લાગ્યા. પાંચસો તાપસો ભેગા વસતાં હતાં. સોવનજી તાપસ, વિરસેન તાપસ વગેરે આ વનમાં રહેલા તાપસ આશ્રમમાં આવી વસ્યા છે. રાણીનો ગર્ભ વધતાં રાણીનું શરીર પણ વિકસવા લાગ્યું. મુખ્ય તાપસ ગોવિંદજટીએ રાણીને પૂછ્યું. રાણીએ સઘળી વાત સાચી કહી દીધી. વાત સાંભળી સઘળા તાપસમુનિઓ હરખાયા. પૂરા માસ થયે છતે તાપસઆશ્રમમાં શુભ દિવસે શુભ લગ્ને રાણીએ પુત્રીરત્નને જન્મ આપ્યો. નવજાત પુત્રી સાક્ષાત્ ઈન્દ્રાણી સરખી દેદીપ્યમાન દીપતી હતી. આશ્રમમાં વસતી તાપસી કન્યાઓ અને સ્ત્રીઓ વડે લાલન-પાલન થવા લાગ્યું. તે સારાં લક્ષણોથી લક્ષિત ગોવિંદજીએ તાપસ કન્યાનું નામ કનકવતી આપ્યું. ગુરૂકુળવાસમાં નાના મોટા તાપસ વચ્ચે રમતી આ બાળાનો ઉછેર થવા લાગ્યો. સમયને જતાં શી વાર લાગે? વધતી બાળા આઠ વર્ષની થઈ. ત્યારે બુધ્ધિમાં ખરેખર સરસ્વતી જેવી શોભતી હતી. તાપસ પિતાએ બાળ ઉછેરમાં સંસ્કારનાં બીજ વાવ્યાં. બુધ્ધિશાળી બાળાને ૬૪ કળા શીખવે છે. પિતા સાક્ષીભૂત જ બની રહેતા. પૂર્વના ક્ષયોપશમ થકી બાળા કનકવતીએ ૬૪ કળા આત્મસાત્ કરી. ૧૬ વર્ષના બારણે આવી ઊભી. અતિસ્નેહથી તાપસપિતા સોવનજી કનકવતીનું જતન કરતા હતા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Gી પપા જાણો ) ૪60 Page #512 -------------------------------------------------------------------------- ________________ હવે ગોવિંદજી તાપસ પણ સમય થતાં વૃધ્ધ થવા લાગ્યા. પોતાની પાટે સોવનજટી યોગ્ય જાણી ગુરુગોવિંદજીએ પલંક વિદ્યા આદિ ઘણી વિદ્યાઓ શીખવાડી. પોતાની ગાદીએ સોવનજીને બેસાડ્યો. ગુરુગોવિંદજટી આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા. ગુરુનું સ્વર્ગગમન થતાં સોવનજી આદિ તાપસો દુઃખી થયા. દિવસો જતાં શોક દૂર કરી સોવનજીએ આશ્રમના તથા તાપસ કુમારો વગેરેના કામ સંભાળી લીધાં. તાપસ બાળા કનકવતી યૌવનવય પામતાં કુલપતિ તાપસપિતા યોગ્ય વરની તપાસ કરવા લાગ્યા. પલંક વિદ્યા થકી પલંક પર બેસી કુલપતિ અડસઠ તીર્થની યાત્રા કરવા લાગ્યા. જુદાં જુદાં તીર્થે જઈ વંદન કરતાં, ભકિત કરતાં. તીર્થથી પાછા ફરતાં વચમાં આવતાં નગરો - ગામોમાં કનકવતી યોગ્ય એવા રાજકુમારને જોતા ફરતા હતા. પિતાને પુત્રીની ચિંતા વધારે હતી. એકદા કુલપતિ કોઈ નગર થકી રાજકુમારને જોઈને આવતા હતા. ડુકકર બનીને અને તે પણ પલંક ઉપર બેસીને આવતાં તાપસકુમારોએ જોયાં. ગુરુને બદલે પલંક ઉપર ડુક્કર જોઈ સૌ ભય પામતાં તાપસો દશે દિશાઓમાં નાસી ગયા. સુવર રૂપ ગુરુદેવે આશ્રમની બહાર જમીન ઉપર પોતાના નખથી કંઈક લખવા લાગ્યા. દૂર રહેલા તાપસોને સુવરની ચેષ્ટા જોતાં લાગ્યું કે સુવર કંઈક કહેવા માંગે છે. સુવરે જમીન ઉપર પોતાની વાત લખી હતી. “હે તાપસો ! યાત્રા કરીને પાછો આવતો હતો. રસ્તામાં કોઈ દેવની આશાતના મારાથી થઈ. તેથી તે દેવે મને તરત શ્રાપ આપ્યો. મને સુવર બનાવી દીધો. મારો અતિશય કલ્પાંત જોઈને, દેવે મને આશ્વાસન આપતાં કહ્યું કે, કોઈક મહાપુણ્યશાળી ધર્મતત્ત્વનો જાણકાર આવશે. તે તને સુવરમાંથી મનુષ્ય બનાવશે. હું સુવર નથી. હું તમારો ગુરુ સોવનજી છું.” આટલું લખીને દૂર જઈને બેઠા. તાપસી પણ ધીમે ધીમે ડરતા ડરતા સુવરે લખેલી ભૂમિ પાસે આવ્યાં. જમીન ઉપર લખેલી વાત વાંચીને ઘણા દુઃખી થયા. સૌ વિચારવા લાગ્યા. રે! અમારા ગુરુદેવની આ દશા? અમે સૌ અમારા ગુરુદેવને આશ્રમમાં લઈ આવ્યા. હવે તો પૂર્ણ વિશ્વાસ છે કે સુવર અમારું કંઈજ બગાડવાના નથી. તેથી પાટ ઉપર બેસાડીને અમે ભકિત કરીએ છીએ. સુવરમાંથી મનુષ્ય, તિર્યંચમાંથી માણસ બનાવવા અમે પાછી પાની કરી નથી. માંત્રિક, તાંત્રિક બુધ્ધ સૌખ્ય વગેરે અનેક પ્રકારના ઉપાયો કરી ચૂક્યા. ફળ કંઈજ ન મળ્યું. છેવટે અમે સૌ એક વૃધ્ધ મહાજ્ઞાની કુલગુરુ તાપસ પાસે બ્રહ્મવનમાં જઈ પહોંચ્યા. તેઓ વિર્ભાગજ્ઞાન પામ્યા હતા. અમારા ગુરુની વાત કહી અને તે માટેનો ઉપાય પૂછવા લાગ્યા. તેઓએ પોતાના જ્ઞાનના ઉપયોગ જોઈને કહ્યું કે, હે તાપસો ! આજથી આઠમે દિવસે, તાત્વિક મહાપુણ્યશાળી પરદેશી તમારે આશ્રમે આવશે. તે સત્વશીલ નરોત્તમ જ તમારા ગુરુના રૂપને ફેરવશે. સુવરપણાને દૂર કરી વળી મનુષ્ય બનાવશે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૭૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ હે પરદેશી ! આજે તે વાતથી આઠમો દિવસ છે. હે સત્વશાળી ! અમ ભાગ્યનો ઉદય થતાં આપ અમને મળ્યા છો. હવે આપ અમારા કુલપતિનું તિર્યંચપણુ દૂર કરો. મનુષ્યના સ્વરૂપમાં ધારણ કરાવો. આપ તો મહાશકિતશાળી છો અને પરઉપકારી પણ છો. તો કૃપા કરો. અને આપ કહેશો તે અમે કરીશું. અમારા ગુરુ ઉપર જરૂર ઉપકાર કરો. અમે તમારા ઉપકારને ક્યારેય ભૂલીશું નહિ. અમારા ગુરુને લાગેલો શ્રાપ, આપ જરૂરથી દૂર કરો. આ પ્રમાણે ચોથા ખંડને વિષે તેરમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ શ્રી વીરવિજયજી મ.સા. કહે છે કે, હે વિવેકીજનો ! જીવનમાં પ્રવૃત્તિ એવી કરજો કે સદાયે તમારો જય જય થાય. જે ઢાળ કથાને અનુસારે કહી તે શ્રોતાજનોને ઘણી ગમી છે. કુંવર એ વીરસેન મુખ એમ સુણી, કહે કરું પણ સવિ તાપસ જૈન મત, ધરશો કહો ધરી સુણી સઘળા તાપસ ભણે. તુમ ગુરુ તુમહી કુળપતિ સાથે ત મત, આદરસું વસ્તુ મિલાવે કુંવર તવ, સોમ અગ્નિ મંત્રાદિકે, તાસહત્ત સુઘાવીને, કુળપતિ દેખી હરખતાં, તિજગુરુ આડંબર પાય કુંવરને પ્રણમીતે, કહે કીધો સમ તુમ દીયો, માણસનો અવતાર. ॥૫॥ તાપસ પૂછતાં, કહે નિજ વાત, ચલત ગગન થકી, સહ ભૂપાત. કા સર, કરતાં સેવ, કહે તાપસ કુળપતિ ચિંતામણી -ઃ દુહા ઃ નૃપસુત ગિરિપર ત મુનિ જિહાં ધ્યાન મુજ ગુરુ માથે તું ચલે, ક્ષેત્રપાળ નૃપપતિ પલ્યક ગિરિસુર ફળ પામો શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४७२ પ બહુ બળી કામ, હામ. ॥૧॥ જવાય, સાય. શી કીધ, દીધ. ||૩|| કરંત, ઠવંત. ॥૪॥ ઉપકાર, દેવ. llll Page #514 -------------------------------------------------------------------------- ________________ સુવરુપ તારુ હો, પથંકમેં સાથ, વ શાપે સુવર બન્યો, આવ્યો છું એણે ડાય. તો પણ તે દેવે એમ કહ્યું, જે કરશે મૂળરુપ, કન્યા જે તેને, તેહ છે મોટો ભૂu. / તેણે પરણો મુજ કન્યકા, દીયો જિનમત ઉપદેશ, તવ કુંવરે ઓળખાવીયો, દુવિધ ધર્મ સુવિશેષ. ૧૦ના સુણી પ્રતિબધ્યા તાપસો, અણુવ્રત સર્વ ધરત, પછી સવિ તાપસણી મળી, ગીત જવળ ગાવંત. /૧૧ ક્ષેત્રપાળ તિહાં આવીયો, સર્વ સામગ્રી મીલાય, કન્યા શણગારી કરી, ઓચ્છવશું પરણાય. (૧ પથંક દીયે કમોયને, સુટ કરે આવાસ, કુંવર પ્રિયાશું તિાં રહે, સુખભર મત ઉલ્લાસ. ૪/૧al ક્ષેત્રપાળ અદ્રશ્ય થયો, એક તિ સપ્તમ માળ, નિશિ અંબરથી ઊતરી, કન્યા રૂપ રસાળ. ૧૪ પૂછે કુવર તેહને, આવ્યા તુમે કિણ હેત નામ ઠામ તમે કોણ છો ? સુણી સા એમ વત. ૧ull -: દુહા :ભાવાર્થ તાપસીના આશ્રમમાં કુમાર વીરસેન તાપસ પાસે (સુવર) ડુક્કરની વાત સાંભળી રહ્યા છે. વીરસેને સઘળી વાત પ્રગટ કરી. કુમાર સઘળી વાત સાંભળી કહેવા લાગ્યો - હે તાપસમુનિઓ ! તમારા ગુરુને સુવરમાંથી સોવનજી તાપસ બનાવી દઉં, પણ મારી વાત તમે સી માનો તો. હું કહું તે કરવા તૈયાર છો? તાપસો - હે પરોપકારી નરપુંગવ ! આપ જે કહેશો તે અમે કરશું. પણ આપ જલ્દી ગુરુને તિર્યચપણામાંથી મુક્ત કરો. ખરેખર ! અત્યારે તો તમે જ અમારા ગુરુ છો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩ Page #515 -------------------------------------------------------------------------- ________________ કુમાર - હે મુનિઓ ! આ જગતમાં જૈન ધર્મ જયવંતો રહેલો છે. તમારા કુળપતિ સાથે તમે પણ સઘળા તાપસો જૈનમતનો સ્વીકાર કરો. જૈન ધર્મની આરાધના કરી. આત્મ કલ્યાણ કરવાના હો તો. સૌ તાપસો એક જ નાદે બોલી ઉઠ્યા. અમે તો આપ કહેશો તે પ્રમાણે કરશું. ત્યારબાદ કુમારે જોઈતી સામગ્રી મંગાવી. અને મોટા આડંબર પૂર્વક બહુ પ્રકારે વિધિવિધાન કર્યા. મંત્રોચ્ચાર સાથે સોમરસ આદિ અગ્નિમાં નાખતો હતો. ક્ષેત્રપાલને બલિબાકળા આપ્યા. સાથે ક્ષેત્રપાળ યક્ષરાજે આપેલી ચાર મહાઔષધિમાંથી છેલ્લી ઔષધિ લઈને સુવરકુલપતિને સુંઘાડી. ઔષધિ સુંઘતાંની સાથે જ સુવર પોતાનું અસલ રૂપ (સોવનજટી) ધારણ કર્યું. પોતાના ગુરુને જોતાં જ સઘળો પરિવાર આનંદ પામ્યો. સૌ પોતાના ગુરુને ચરણે જઈ નમ્યા. કુળપતિએ કુમારને નમસ્કાર કર્યા. વળી કહે છે કે હે પરોપકારી ! આપની પરોપકારતાને લાખ લાખ વંદન કરું છું. આપે મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. ચિંતામણીરત્ન સરખો મનુષ્ય અવતાર આપ્યો. તિર્યંચમાંથી મનુષ્ય બન્યો. આપની કૃતજ્ઞતાનો કોઈ પાર નથી. કુમારે પૂછયું - હે કુલપતિ ! આપ સુવરપણુ શી રીતે પામ્યા? કુળપતિ - હે મહારથી સજ્જનકુમાર ! હું મારી વિદ્યા વડે પલંગ પર બેસી ગગનમાર્ગે જઈ રહ્યો હતો. ત્યાં પર્વતના શિખર ઉપરથી પસાર થતાં જ હું પલંગ સહિત પૃથ્વીતળે આવી પડ્યો. આ પર્વત ઉપર એક જૈનમુનિ મહાત્મા ધ્યાનમાં હતા. ધ્યાનના બળ થકી આ ગિરિવરનો અધિષ્ઠાયક દેવગુરુની સેવા તથા રક્ષા કરતો હતો. મને મુનિના માથા ઉપરથી જતો જોઈ પળવારમાં નીચે પછાડ્યો. મને કહે કે, મારા ગુરુના માથા ઉપરથી થઈને જાય છે. તેના ફળ ચાખ. કહીને મને તરત શ્રાપ આપ્યો. સુવર બની જા. હું તરત સુવર બની ગયો. સુવરની જાતમાં મને હું જોતાં જ ખૂબ રડવા લાગ્યો. રડતાં જોઈ કંઈક દયા આવતાં મને કહ્યું કે તારા આશ્રમમાં ધર્મને જાણનારો ધર્મ એવો મોટો રાજા આવશે, તે તારા રૂપને ફેરવી અસલી રૂપ ધારણ કરાવશે અને તે તારી કન્યાનો ભરતાર થશે. દેવના વચનોએ મને શાંત કર્યો. પલંગ પર બેસી સુવર બનેલો હું મારા આશ્રમે આવ્યો. પછીની મારી વિતક કથા આપ જાણો છો. તો તે દેવના કહ્યા થકી હું હવે મારી કન્યા તમને સોંપુ છું. આપ મારી કન્યાનું પાણીગ્રહણ કરો. અને વળી જૈનધર્મનો ઉપદેશ આપો. જેથી અમે જૈનધર્મને સ્વીકારી કૃતકૃત્ય થઈએ. કુળપતિની વાત સાંભળી કુમારે સઘળા તા.સોને જૈનધર્મ સમજાવ્યો. તેમાં દેશવિરતિ ધર્મ અને સર્વવિરતિ ધર્મ બંને પ્રકારે સમજાવતાં સૌ તાપસો પ્રતિબોધ પામ્યાં. તાપસ ધર્મ છંડી સૌએ જિનમતને માનતાં દેશવિરતિ ધર્મને સ્વીકાર્યો. વળી પોતાની જટા-મૂછ વગેરે દૂર કર્યા. અભક્ષ્ય આહારાદિનો પણ ત્યાગ કર્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४७४ Page #516 -------------------------------------------------------------------------- ________________ આશ્રમમાં રહેલી તાપસણી સઘળી ભેગી થઈ. કનકવતીના લગ્નની તૈયારી કરવા લાગ્યાં. સ્ત્રીઓ ધવળમંગલ ગીતો ગાય છે. ત્યાં કુમારે ક્ષેત્રપાલને સંભાળ્યા. ક્ષેત્રપાળ સેવામાં આવ્યો. લગ્નની જોઈતી સામગ્રી ભેગી કરી. કન્યાને સોળ શણગારથી સજાવી. મહાઉત્સવપૂર્વક કનકવતીને ચંદ્રરાજકુમાર સાથે પ્રેમથી પરણાવી. દેવ જેના સાનિધ્યમાં હોય તેને સર્વકાર્ય સિધ્ધ થતાં શી વાર લાગે ? કુળપતિએ હસ્તમેળાપ વખતે પલંગ ભેટ આપ્યો. બીજી પણ ઘણી બધી વસ્તુઓ કન્યાદાનમાં આપી. વરવધૂને રહેવા માટે સાતમાળનો મહેલ દેવે બનાવી દીધો. ત્યાં આવી કુમાર કનકવતી સાથે સુખો ભોગવતાં રહ્યા છે. ક્ષેત્રપાળ પોતાના સ્થાને ગયો. એક દિવસની સમી સંધ્યાએ સાતમે માળે રહેલા કુમારની પાસે, આકાશમાંથી એક અપ્સરા સરખી નવયૌવના ઊતરી આવી. કુમારે પૂછ્યુ - તમે કોણ છો ? તમારું નામ ? તમારો દેશ કયો ? શા માટે આવવું થયું ? તે સાંભળી કન્યા કહે છે. ગ દેશ પણ કુંવર કારણ -: ઢાળ-ચૌદમી : (છેલ છબીલા નંદના કુંવર છેલ જો...એ દેશી.) રસિયા જુઓ રસીલા વિદેશ હિમવંત કહે વિણ કામ વિશેષે જાવું થયું તો ચતુરપણે ી મનોવેગ માર્યો તે તારી હરી મૂકાવતાં ગુફાએ સુણ! થયો પરવર હિમાચલ વિધાધર તસ પર્વત સુવર સુણ ફરતા સાહમો જાવું છેલ છબીલી તવિ જાયે અમ ดย સાધક જાણી સુણીયો એક તિ કિમ ન જાવું વન કિમ ચૈત્ય નિહાળ્યાં મારીયો ચોર બકોર નારીને ખેટને સોર તજી વાત રાત પડ્યું નાર ગમાર થયુ ભાળ્યાં શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४७५ જો, જો, જો? ||l છું જો. જો. જો. રી જો, જો, જો. [૩]l ܕ જો, જો, H. 11811 Page #517 -------------------------------------------------------------------------- ________________ છે, જો, જો. | શ એમ નારીઓ કેઇ વિધાધર લાવે ક્ષત્રી ધણા જગ છે પણ નવિ છોડાવે. સગપણ વિણ તરરા હણી પાપ જ લીયો પાપ ન હોવે હણતાને જો હણીએ મુજ પણી તે સગપણ નારીનું ગણીએ પશુ પંખી પણ પરાભવ નવિ ખમે નવિ. ખમે તે જેહને એક જ તારી તમે બહુ પરણી ગામોગામ વિસારી તેમાં ગઇ એક તે સંભારવી નવિ ઘટે નવિ ઘટે તો ઇન્દ્રને ઘર નવિ ખોટ "શયીઓ ઝાઝી બાવીશ કોડાકોડ એક રિસાઇ મનાવે તસ શું કારણે શું કારણ વળી યમુના નદીય કિનાર તમે ગયા તિાં વનખંડ મોઝાર વંશજાળમાં વિધા સાધક કિમ હણ્યો કેમ હણ્યો પૂછો છો બીજીવાર પાછી વાતે રસીયો સહુ સંસાર પરતરની વાતો તે સતીયો નવિ કરે તવિ કરે સતીયો પરતરતો સંગ નજર મિલાવે વતતો થાયે ભંગ લિંબની વાત કર્યે મુખ કડવું નવિ હુવે હોવે અણગમતો અમ ઉપદેશ જાણું કાંહિક સગપણ લાગે વિશેષ પગતળ બળતો વિણ કો નવિ પૂછે ઘણું ઘણું પોકારે તિજ ઘર બળતું દેખી બળતે પંથે જાય ઉવેખી અંતરાહે તુમને પૂછીએ //૯ ૧૦ //૧૧/ જો. છે, જો, જો. છે, જો, જો. છે, પટઘટ સગપણ જો. (૧૩ નિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રોખ rnણી શા) ४७६ Page #518 -------------------------------------------------------------------------- ________________ જો, છે.. જો. ૧૪ો. જો. અs જો? ૧પો જો, જો. ૧છો છે. તેની પૂછો ભલે તો ઉત્તર અમે શું પણ બોલો તુમ સગપણ શું છે એહશું જે અંતરનો ઘા લાગ્યો તમને અતિ અતિશે જન્મથી એહશું રાગ ધરાય સહોરીના બે બાંધવ થાય માડી જાયા ભાઇ કહે કેમ વિસરે વિસરે નહિ પણ પૂછણ આ તિશિ વેળા એકલડાં ફરવું તે ઝેર ભરેલાં કુલવતિ તારીને કહેવત છે એ કારણે કારણે ચાલ્યા અરિા ચાલ્યા સત વિધાયારણ મુનિ પણ રાત્રે જાત ખેચરી વિજળી ફરતી કુણ વારી શકે વારી શકે એક તારીને ભરતાર વિજળી પૂંઠે ગર્જારવ ભયકાર પુરુષ જુઆરી નારી કુંવારી નવિ છે નવિ રે તુમ સરીખા વિશ્વ જાત વિણ અપરાધે હણ્યો થઇ ક્ષત્રી જ્ઞાત વાત કહો તો સંશયથી ટાળીએ અમો અમો ગયા યમુના વનખંડ મઝાર દીઠી તe લટકતી એક તરવાર મેં જાણ્યું વિધાધર કોઇ વિસરી ગયો વિસરીયો તે ફરી કિમ લેવા નાવે મણિરયણે જડ્યું ખગ અમૂલ સુહાવે સ્વામી એકાંતે રહેલો એમ નવિ ચિંતવ્યું જો, જો. ૧૮ જો, જો. ૧૯ જો. //રoll જો, જો સાર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૭૭ Page #519 -------------------------------------------------------------------------- ________________ ચિંતવ્યું લેઇ · વંશજાળ ગયું વાયુવેગ પણ તાપ વિણ ચિંતા કેવલી પણ આઠ કર્યું પણ ભૂલચૂક રાખવું. જ્ઞાની ભાઇ કત તુમ જોયું ખડ્ગને અમારું જ્ઞાતીગુરુનો આઠ તુમે ચંદ્રાવળી નવલું ફૂડ તવિ જગત કાટતા ગયો ઉતાપ અપરાધી ઝાળ થકી હોય ભાઇ સહોદરી ચિત્તમાં દીઠા એ નબળું નથી વાંક કપટ દીઠાં તુમારે સહોદરી જાણો મુખ કામ શો પણ તવિ દીઠો ધાર અજાણી ન ઉઠી કોઇ સાધક મરી તવિ થયો કરી માફી વૈર વૈર નથી તુમશું ગુરુનાં મારી સર્વ ગયા સમરી સ્ત્રી વછે ગયું તે વાત સુણી ક્યાં શો ૨. બાંધવ કિહાં છો સઘળી સાંભળી કરીને છળ ભેદ તિ નારી પરીક્ષા કાંઇયે મુજ કામ થયો અમારો ચિત્ત પરભવ શિર તમારું લીધું પદાર્થ જાણે વયણ કુશળ છે તુમને કેમ સુણીયો રહો પૂછો ન ચિત્ત વાતો ઘણા પરિતાપ મળી કોઇ જોઇ પાછા નાવે રુદન કર્યું (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४७८ ગયું કાંઇ તાઇ પ્રશ્ચાત્તાપ પાપ કેવળી થાવે છો ઓશીયાળો નિહાળો રાખવું સાખે વિશેષે છે તે કત કન્યાવેશ ઉપદેશ તુમે મનમાં વતમાં ફૂડમાં સ્ત્રીમાંહિ વળી ક્યાંહિ વિશવાસીએ જો, જો, જો. ॥૨॥ ܕ જો. જો, જો. [[૨૩] જો. જો, જો. [૨૪] જો, જો. N. 112411 જો. જો, જો. [૨] ܕ ܕ જો, જો, જો. [॥૨૭॥ જો, જો, જો? [૨૮] ܕ જો, જો, જો. [૨૯] જો, જો. જો? ||૩|| Page #520 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસી વાંઢો અણ બહુ થોડું પ્રતીત જૂઠા ચંદ્રાવળી હોય રહ્યા પછી નર ઝઘડો યો સાય ખોલો તો દેખી ચંદ્રાવળી પણ ગુરુ ધાર્યું વાત મુજ સખીયો ભાઇ હ નર વિશ્વાસી બીકણ તારી બોલો નવિ ઘડીમાં અમે બોલ્યાનો વયણાં ગયા મહોટા વો કરતાં કીધો ચિત્ત રહેવું ગયા ચિંત્યો વયાં અમે પરઘર મુખ સુણી સંકેતે તો મુ દિવાની નર ભડકણ ન નાઠા સા હરખી છે આવે ધ્વજ કહ્યું ધ્વજ જઇ કોઇ ન ભડકણ બીકણ કેમ સુણી કેમ วาย અમને કપટ તુમ તિસુણી કોઇએ અમને કરો સહુને તે દેખી અવળો મહિલાનું કેમ ઝઘડો વિઘટે અંતર ચંદ્રાવળીએ અમે પણ અંતર રાગીએ પીળે હલાવ્યો સંભારી હણી બાંધવ ભરખેદે પીળો ધ્વજ યોસઠ ચંદ્રાવળી ન જુઠુ છે ધરીયો નવિ થીર હાથે ઇ રક્ત રે પીત બાંધવ તુમ ઉપશમ પડીયો પ્રગટ્યા તાણાતાણો હલાવ્યો જણની પતિમેળો ભૂલી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૭ લેશ પેસે બહુ જાણો સંકેત બોલતાં તેમ પ્રેમ રહ્યાં કોલ બોલ કરે પ્રેમ ખોલીએ હલાવું જાવું ચંદ્રાવળી ઘાત ઉપઘાત ધારીયો ચોર ઘોર સહી ટોળી મેલી วาย જો, જો, . 113911 ܕ ܕ જો. જો. જો. [૩ જો. જો, જો. [૩૩] જો, જો, જો? ||૩૪॥ * જો, જો? જો. [૩૫] જો, જો, . 113911 જો, જો, જો. [૩૭થી જો, જો. જો. [૫૩] જો, જો, જો. [૩]] Page #521 -------------------------------------------------------------------------- ________________ ભૂલી નવ સાસય યાત્રા અમે તમ ચોથે એક શ્રી ગઇ તો અમને લાભ વિશેષ જો, નવ ગામ નગર દીઠા બહુ દેશ જો, ચૈત્ય નિહાળી બહુ યાત્રા કરી જો. Ilol કરી તો ' ભલે કરી મહારાજ જો, પણ યાત્રા કરીને આવ્યા આજ દર્શન દેખીને મનોવાંછિત ફળ્યાં છે. તેના ખડે ભાખી ચમી ઢાળ એક ગાથા અંતર વયન સાળ શુભવીર કુંવરી આડે કુવર પૂછે છે. આશા ૧ - ઈન્દ્રાણીઓ.’ સંદરીનો સંવાદ -: ઢાળ - ૧૪: ભાવાર્થ : ચંદ્રશેખર પોતાની પ્રિયા કનકવતી રંગીલી સાથે સાતમે માળે વિવિધ પ્રકારના ભોગો ભોગવતા હતા. ક્ષેત્રપાલ પણ પોતાને સ્થાને ચાલ્યા ગયા. કોઈ એક ઢળતી સંધ્યાએ કુમાર પલંગ પર આડે પડખે સૂતા હતા. જ્યારે કનકવતી બાજુમાં બેસીને, પતિના ચરણકમળને દબાવતી, હસી હસીને મીઠી વાતો કરતી હતી. એ જ અવસરે ગગનમાર્ગે થકી રૂપે રંભા સરખી નવયૌવના ઊતરી આવી. કનકવતીના આવાસમાં કુમાર પાસે આવી ઊભી. કુમારે પૂછ્યું કે આવવાનું પ્રયોજન શું? રજા વિણ શા માટે આવી ઊભા? ક્યાંથી આવ્યા? તમે કોણ? તમારું નામ? નવયૌવના બોલી - હે રંગ રસીલા! મારી વાત સાંભળો આપ તો દેશ વિદેશ ફરો છો. દિવસ રાત ભમતાં આપને ક્યાં શોધવા? હિમવંત પર્વતની ગુફામાં આપને કેમ જવું પડ્યું? શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૮0 Page #522 -------------------------------------------------------------------------- ________________ - કુમાર - હે છેલછબીલી સ્ત્રી ! સાંભળ! કારણ વિના બીજા ઘરે જાય તે તો મૂરખ કહેવાય. હું મૂરખ નથી કે કારણ વિણ હિમવંતની ગુફામાં જાઉં. હિમવંત પર્વતની ગુફામાં કારણથી જવાનું થયું. સુંદરી - હે સજ્જન ! આપ ભલે કારણથી ગયા હશો. નદી, વન, પર્વત વગેરે રળિયામણા પ્રદેશો જોયા હશે. વળી જ્યાં જ્યાં મંદિરો આવ્યા હશે તે પણ જોયાં હશે. વળી જે દેવમંદિરમાંથી સંતાઈને, જ્યાં વસ્ત્રોનું અપહરણ કર્યું હતું. વળી વનમાં મનોવેગ વિદ્યાધર વિદ્યા સાધતો હતો તેને શા માટે હણ્યો? કુમાર - હે સુંદરી ! મનોવેગ વિદ્યાધર હોવા છતાં ચોર હતો. તે ખેચરરાય, પરસ્ત્રીને ઉપાડી લાવ્યો હતો. પર્વતની ગુફામાં સ્ત્રી સાથે ઝઘડતો મેં જોયો. સ્ત્રીનો અવાજ સાંભળી હું ત્યાં પહોંચી ગયો. સ્ત્રીને છોડી દેવા ઘણું સમજાવ્યો. ન માન્યું મારી સામે આવી ઊભો. પણ સ્ત્રીને ન છોડી. દંડમાં તે હણાયો. સુંદરી - હે મહાપુરુષ! ઘણા વિદ્યાધરો ભૂળ કન્યાઓને ઉપાડી જાય છે. ક્ષત્રિયો ઘણા હોવા છતાં પણ છોડાવવા માટે પાછળ કોઈ દોડતું નથી. કેટલાની પાછળ પડીને બચાવશો? વળી સગપણ વિનાની તે સ્ત્રીના પક્ષે રહીને બિચારો, નિરપરાધી, વિદ્યા સાધક વિદ્યાધરને હણી નાખ્યો. તેથી પાપ બાંધ્યું. કુમાર - હે સ્ત્રી ! જે બીજાને હણતો હોય તેને હણવામાં ક્યારેય પાપ લાગતું નથી. તે વિદ્યાધર પરસ્ત્રીને હણવા દોડ્યો. મેં તેને હણ્યો. તે સ્ત્રી મારી હતી. મારી સ્ત્રી હોવાના દાવે પણ મારે તેને હણવો જોઈએ. વનમાં વસતા પશુ કે પંખી પોતાની સ્ત્રીનો પરાભવ સહન કરી શકતા નથી. તો મનુષ્ય શું ખમે? સુંદરી - હે પરદેશી ! પશુપંખી કે મનુષ્ય જે હોય તે, તેઓને એક સ્ત્રી હોય તેથી પરાભવ ન ખમી શકે. સ્ત્રીને માટે સામે ધાય ! પણ આપે તો ગામોગામ ઘણી કન્યાઓ પરણીને મૂકી પણ દીધી અને વિસારી પણ ઘણી દીધી. તો તે સ્ત્રી મધ્યેથી એકને ઉપાડી ગયાથી શું? આટલી “સ્ત્રીઓમાં એકને સંભારવી ઓછી.” કુમાર - રે બાઈ ! તું શું બોલે છે? ઈન્દ્રને ઈન્દ્રાણી કેટલી? રર કરોડ સ્ત્રીઓ. ખોટ ખરી ! છતાં તેમાં એક જ ઈન્દ્રાણી રીસાય તો ઈન્દ્ર તરત જ મનાવી લે છે. ક્યા કારણથી? ઈન્દ્રને પોતાની ઈન્દ્રાણીઓ ઉપર પ્રીતિ હશે તો જ ને? સુંદરી - એ તો ઠીક ! વારુ, યમુના નદીના કિનારે રહેલા વનખંડમાં ગયા. વંશજાળમાં વિદ્યાસાધકને શા માટે હણ્યો? કુમાર - હે સુંદરી ! આ બીજીવાર તમે હણવાની વાત કરો છો. મને એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે બીજાની વાતમાં આટલો બધો રસ સંસારીયો શા માટે ધરાવતા હશે? તેમાં વળી તમે તો સ્ત્રી થઈને શા માટે પરપુરુષની વાતમાં રસ ધરાવો છો? સતી સ્ત્રીને ઉચિત નથી. કુમાર કન્યાનો સંવાદ મીઠો તથા જોરદાર ચાલ્યો છે. કનકવતી તો સાંભળી આશ્ચર્ય પામી રહી છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૮૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ વળી કુમાર કહે છે કે જેઓ નજર મીલાવી વાતો કરે તો તેના વ્રતનો પણ વળી ભંગ થાય છે. સુંદરી - હે સજ્જન ! લીમડાની લીંબોળીની વાત કરતાં મુખ કડવું થાય ખરું? કુમાર - મારી વાત સાંભળવામાં તમને અણગમો થતો હોય તેવું લાગે છે. મને લાગે છે કે તમારે કંઈપણ સગપણ થતું હશે ખરું? સુંદરી - પગ તળિયે દાઝતું હોય તો જ પૂછે. તે સિવાય કોઈ પૂછે પણ નહિ. જેનું ઘર બળતું હોય તે જ બરાડા પાડે. તેથી બીજાને શું? બીજાનું ઘર બળતું હોય તો તે જોઈ, ઉવેખી રસ્તે ચાલ્યો જાય છે. અંતરનું સગપણ છે તો જ પૂછીએ છીએ. કુમાર - તો તમે પૂછો ! ભલે પૂછો. જે વાત જાણતો હોઈશ. તે કહીશ. પણ તે પહેલાં કહો તો ખરા, તમારે સગપણ શું થાય છે? જે મનોવેગ વાયુવેગની વાતમાં તમને આટલો બધો અંતરમાં ઊંડો ઘા પડ્યો છે? સુંદરી - રે ! ઊંડો ઘા તો પડે ને ! એ તો મારા સગા બને ભાઈ છે. એક માના ઉદરે જન્મેલા અમે, કહો હવે કે અંતરમાં ઊંડો ઘા પડે ને? માડી જાયા મારા વીરાઓ મને શી રીતે ભૂલાય? - કુમાર - રે સુંદરી! તે બંને ભાઈ તમારા હતા. ભાઈ તો ન ભૂલાય, હું પણ સમજુ છું છતાં કહું છું કે આ રાત વેળાએ પૂછવા નીકળ્યા? આમ એકલા રાત સમયે નીકળવું તે કુળવંતી નારીને તો ઝેર પીવું બરાબર છે. સુંદરી - હે પરદેશી ! કારણ થકી અરિહંત પરમાત્મા રાત્રિને વિષે ચાલ્યા છે. વિદ્યાચારણ મુનીશ્વરો, પવિત્ર મહાસતીઓ પણ રાત્રિને વિષે આવાગમન કરે છે. વળી વિજળી તેમજ ખેચરી સ્ત્રીઓને કોણ પાછું વારી શકે છે. કુમાર - સ્ત્રીને એક એનો પતિ-ભરથાર. પાછો વારી શકે છે. જેમ કે વીજળી પાછળ મેઘરાજા ભયંકર ગરવ કરે પણ તે વીજળી ડરતી નથી. વળી જુગારી પુરુષ, કુમારી કન્યા ક્યાંયે ડરતી નથી. સુંદરી - પણ શું કરે ? તમારા જેવા નિર્દય હોય તો ન ડરે. વિણ અપરાધે ભાઈને હણ્યો. અને તે ક્ષત્રિય થઈને હણ્યો. શા માટે હણ્યો? તે તમે કહો તો અમારા મનનો સંશય દૂર થાય. કુમાર - હે સુંદરી ! હું યમુનાના વનખંડમાં ગયો. ત્યારે એક વૃક્ષ ઉપર એક અમૂલ્ય મણિરત્નથી જડિત તલવાર જોઈ. તલવાર જોતાં થયું કે કોઈ વિદ્યાધર ભૂલી ગયો હશે? સુંદરી - પણ... વિસરી ગયો વિદ્યાધર હોય તે ફરી લેવા ન આવત. એવું શાથી માની લીધું? મણિરત્નથી જડિત તલવાર કોઈ ભૂલી જાય ખરું? શું એનો માલિક એકાન્તમાં રહ્યો હશે? એવું કેમ ન વિચાર્યું? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४८२ Page #524 -------------------------------------------------------------------------- ________________ કુમાર - તમે કહ્યું તે પણ વિચાર્યું હતું. આજુબાજુ બધે જ તપાસ કરી. કોઈ ન દેખાયું. જ્યારે કોઈ ન દેખાયું ત્યારે તલવારના ધારની પરીક્ષા કરવા માટે વાંસની જાળના મૂળને કાપવા જતાં સાધકનું માથું કપાઈ ગયું. સુંદરી - રે ! તેમાં તમારું શું ગયું? જે ગયું તે અમારું ગયું. બિચારો મારો ભાઈ વાયુવેગ હણાયો. પરલોકની વાટે ચાલ્યો ગયો. આપને તો હૈયામાં કંઈ પ્રશ્ચાત્તાપ પણ થતો નથી. કુમાર - એની વાત શી કરું? જે દાહ દિલમાં થયો તે શી રીતે કહું? નિર્દોષનો સંહાર થતાં હૃદય ફાટી જવા જેવું થયું. હૈયે ઘણો જ સંતાપ થયો. પશ્ચાત્તાપની શી વાત કરી? એ તો કેવળી ભગવંત જાણે? સુંદરી - ખેર ! કેવળી ભગવંતનું દીઠું જ થાય છે તે વાત સહી છે. પણ તેમાં તો મારા બંને ભાઈ ગયા તે હવે ક્યારે પાછા આવવાના નથી. જ્યારે આ વાત અમે આઠેય બહેનોએ સાંભળી ત્યારે અમે સૌ હૈયાફાટ રડી પડ્યાં. કુમાર -રે સુંદરી ! અઘટિત કાર્ય મારાથી થઈ ગયું. હું પણ ઘણો દુઃખી થયો. હું ઘણો જ ઓશિયાળો થઈ ગયો. પણ મેં આ કામ ઈરાદાપૂર્વક કર્યું નથી. અનાયાસે જ મારાથી આ દુષ્કૃત્ય થઈ ગયું છે. તેનો બળાપો મનમાં ઘણો જ થયો છે. સજ્જનો તો ભૂલની માફી આપે છે. હૃદયમાં વેર રાખતા નથી. સુંદરી - “ના રે ના” અમારે તો એવું કોઈ વેર મનમાં રાખવું જ નથી. તેમાં યે વળી જ્ઞાનીના વચનો યાદ કરીએ તો કોઈ ઉપર પણ વેર સંભવે નહિ. વળી સ્ત્રીઓ તો ભ્રાતા કરતાં ભરથારની કુશળતા વધુ ઈચ્છે. કુમાર કન્યાની વાતનો મર્મ ન સમજી શક્યો. તેથી પૂછ્યું - તમારા સ્વામી કોણ? તમે તો કન્યાવેશમાં દેખાવ છો. સ્વામીની શી વાત? જ્ઞાનીના વચનોની શી વાત? તેમનો ઉપદેશ શું સાંભળ્યો? વળી બાંધવની સાથે આઠેય બહેનો તમે ક્યાં રહો છો? સુંદરી - આપ તો બધી જ વાતો જાણો છો. છતાં શા માટે અજાણ્યા થઈને પૂછો છો? તે વનખંડમાં ચંદ્રાવળી તો આપને મળી હતી. તે ચંદ્રાવલીના મુખ થકી તમે બધી વાત જાણો છો. છતાં કપટ રાખીને મને પૂછો છો? કુમાર - રે બાઈ ! સાંભળ્યું છે કે કુડ-કપટ-છળ-પ્રપંચ-માયા આદિ ભેદો થકી સ્ત્રીઓમાં જોવા મળે છે. તમે જે વાત કરો છો તે મને સમજમાં આવતી નથી. સો વાતની એક જ વાત છે કે મેં તમને ક્યારેય કયાંયે જોયા નથી. વળી તમે તો મારા અજાણ્યા છો. અજાણી નારીનો વિશ્વાસ શી રીતે કરાય? સુંદરી - અરે ! આપ શું બોલો છો. જગતમાં સાચું જોતાં તો સ્ત્રીઓ જ વિશ્વાસપાત્ર હોય છે અને કપટરહિત છે. તેમાં વળી આ સામે ઊભી સ્ત્રી વિશ્વાસુ છે. કપટ રાખી કોઈ વાત કરતી નથી. જુઓને! વાંઢો નર હોય તો ઘરમાં કોઈ પેસવા જ ન દે. વાંઢા નર પર જરાયે વિશ્વાસ કોઈ રાખતું નથી. વળી અવિશ્વાસુ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४८3 Page #525 -------------------------------------------------------------------------- ________________ માણસો ઘણું કરી બીકણ અને જ્યાં જાય ત્યાં ભટકતા રહેતા હોય છે. કુમાર - સુંદરી ! અમે ભડકણ ને બીકણ ઘણા છીએ. તમે શી રીતે જાણ્યું? થોડું બોલો તો વધારે સારું. ઘણું બોલવાથી શું? વળી વાતની તાણાતાણી શીદને કરો. જે હોય તે સત્ય કહો. તમારા સત્ય વચન ઉપર અમને વિશ્વાસ નથી. સુંદરી - હે રાજકુમાર ! અમારે અસત્ય ન બોલવું. તેનો નેમ (નિયમ) છે. તે વનમાં ચંદ્રાવળીના વચનો સાંભળી, અમારા સૌનું મન તમારા વિષે રમે છે. તમારી ઉપર અમારો પ્રેમ કળશ ઢોળાયો છે. તમારા પ્રેમમાં અમે રંગાયા છીએ. બે ઘડી થોભવાનું કહ્યું હતું તો બે ઘડી પણ થોભ્યા નહિ. ક્યાંયે નાસી ગયા. કુમાર - રે ભોળી બાળા! ચંદ્રાવતી અમને વચન આપીને ગઈ હતી. તેણે કરેલ સંકેત અનુસાર, વિપરીત સંકેત જોતાં જ, અમે ચાલ્યા ગયા. ઉત્તમ જૈનો સ્ત્રીઓ સાથે ઝઘડો શા માટે કરે ? - હવે સુંદરી હસતી હસતી બોલી - હે પરદેશી ! સ્નેહીજનો સાથે ઝઘડો કરવાથી સ્નેહની વૃધ્ધિ થાય છે. વારુ ! એ તો કહો ચંદ્રાવલીએ શો સંકેત કર્યો હતો? સાચું કહેશો તો અમે પણ અમારા મનની વાત કહીશું. કુમાર - સાંભળો ! ચંદ્રાવલીએ કહ્યું હતુ કે “મહેલની સામે આપ થોભો. હું મહેલમાં જઈ વાત કહું. જો તમારા વિષે અમે સૌ રક્ત હોઈશું તો લાલ ધ્વજ ફરકાવીશ. જો પીળી ધ્વજા ફરકતી જુઓ તો સમજજો કે અમે સૌ વિરકત છીએ. પછી ત્યાંથી તરત આપે ચાલ્યા જવું.” આ પ્રમાણે કહી તે મહેલમાં ચાલી ગઈ. અમે દૂર ઊભા હતા. ઘડી બે ઘડી થઈ ત્યાં તો મહેલ ઉપર પિત્તવર્ણી ધ્વજા ફરકતી જોઈ. અમે તરત ત્યાંથી ચાલ્યા ગયા. સુંદરી - હે સજ્જન ! ચંદ્રાવલીના મુખથી બાંધવના ઘાતની વાત અમે સૌએ સાંભળી સહુ શોકમાં ડૂબી ગયા. ક્ષણવાર તો તમારા ઉપર બદલો લેવાનું પણ વિચાર્યું. પણ. પણ. જ્ઞાની ગુરુના વચનો યાદ આવતાં સૌએ ઉપશમ ધારણ કર્યો. વળી વિચાર આવ્યો કે બાંધવને હણનાર ચોર તો પકડાયા. ભાઈ મર્યાનો શોક નિવારી. ભરથાર મળ્યાનો આનંદ થયો. સઘળી વાત સાંભળી ખેદભર્યા અમે સૌ સંકેત કરી ચંદ્રાવલીને ધ્વજા ફરકાવવા મોકલી. હરખઘેલી ચંદ્રાવેલી લાલને બદલે પીળી ધ્વજા ફરકાવી દીધી. અમે ૬૪ સખીઓ સ્વામી મળ્યાની મોજ માણતી હતી. હર્ષથી દિવાની બનેલી ચંદ્રાવલી થાપ ખાઈ ગઈ. લાલને બદલે પીળી ધ્વજા ફરકાવી દીધી. અમારે પતિવિયોગ થયો. કુમાર - ના રે ના, અમારે શું ખોટું થયું. ચંદ્રાવલી ભૂલી તો અમને વિશેષ લાભ થયો. ત્યાંથી અમે ચાલી નીકળ્યા. નવા નવા ગામ, નવા નગરો જોવા મળ્યા. જુદાં જુદાં તીર્થો અને શાશ્વત જીનાલયોના દર્શન થયા. ઘણી ઘણી યાત્રા કરી. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४८४ Page #526 -------------------------------------------------------------------------- ________________ સુંદરી - હે મોટારાજા ! યાત્રા કરીને આવ્યા તો ભલે આવ્યા. આજે તો અમે પણ યાત્રા કરીને આવ્યા છીએ. આજે તમારા મુખરૂપી કમળનું દર્શન થતાં અમારા મનોવાંછિત પૂર્ણ થયા. કુમાર અને કન્યાનો સંવાદનું વર્ણન કરતાં કવિરાજ કહે છે કન્યા બીજી કોઈ જ નહિ, પણ ચંદ્રાવલીની સખી રતિમાલા હતી જે સાતમે માળે કુમારની જોડે વાદવિવાદમાં ઊતરી હતી. આ ચોથા ખંડને વિષે ચૌદમી ઢાળ સમાપ્ત કરતાં કહે છે કે એક એક ગાથાએ અંતરના ઉદ્ગારો કાઢી પ્રશ્નો કરતી કુંવરીને, કુમારે યોગ્ય શબ્દોમાં જવાબ આપીને શાંત કરી. -: દુહા : રતિમાલાને કુવર ભણે, નહિ અમ એક જ કામ, ખબર પડી કિમ અમ તણી, આવ્યા તાપસ ગામ ? વળી યમુના વન મહેલમેં ત્રેસઠ નિવસે ત્યાંહિ, એકપિડે કિમ તમો, નીકળી આવ્યા અંહિ ? /રી કામદેવ મંરિ નિશિ, ચોસઠ કરી નૃત્યશાળ, વિતયે નમી વર માંગતી, સુંદર ચંપકમાળ. all કંચૂક ખડ્યાદિક દીયાં, વળતાં વયત વત, જઇશું અમે નિજ મંદિરે, અવસરે મળશું સંત. જો એમ કહી તમે ઘર ગયા. અમે ચાલ્યા પરદેશ, તે તિ મેળા સંપજે, જે તિ લિખિત વિશેષ. //પો -: દુહા :ભાવાર્થ : વનમાં રહેલા તાપસ આશ્રમ નજીક ક્ષેત્રપાળે સાતમાળની હવેલી ચંદ્રકુમાર માટે બનાવી. જેમાં દંપત્તી આનંદથી રહેતા હતા. ચંદ્રાવલીની સખી રતિમાલા કુમારને શોધતી અહીં આવી પહોંચી. બંનેનો ચાલતો સંવાદ, કનકવતી સાંભળી રહી હતી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૮૫ Page #527 -------------------------------------------------------------------------- ________________ કુમાર - હે બાળા ! અમે તો એક સ્થાને રહેતા નથી. દેશ-વિદેશ જોવા નીકળ્યા છીએ. તેથી અમારા સ્થાન રોજના રોજ બદલાયા કરે છે. આજે અમે તાપસ ગામમાં આવ્યા છીએ. તે શી રીતે તમને ખબર પડી ? વળી બીજી વાત યમુના નદીની પાસેના વનખંડમાં તમારી ત્રેસઠ સખીઓ રહી છે. તો તમે એકલા આ રાત્રિને વિષે અહીં કેમ આવ્યા છો ? મને યાદ આવે છે કે તે ગીચ મહાવનખંડમાં રહેલા કામદેવના મંદિરે, રાત્રિને વિષે ઘણી સ્ત્રીઓ જોઈ હતી. તે વિદ્યાધરી ચંપકમાલા વગેરે ચોસઠ સખીઓએ મધુર આલાપ વડે કામદેવની ભકિત કરી હતી. પછી પોતાના ઈચ્છિત વરની માંગણી પણ વિવેકપૂર્વક ૬૪ સખી સહિત ચંપકમાલાએ હાથ જોડી નમસ્કાર કરી માંગી હતી. ત્યારે અમે ત્યાં સંતાઈ ગયા હતા. પ્રસંગોપાત ચંપકમાલાનો પણ પરિચય થયો હતો. મને ખડ્ગ અને કંચૂકી ભેટ આપી હતી. આપતાં કહ્યું હતું કે હે સજ્જન ! અત્યારે તો અમે અમારા આવાસે જઈશું. સમય આવ્યે જરૂર ફરીથી મળીશું. એમ કહી તમે સૌ ચાલ્યાં ગયાં. પ્રભાત થતાં અમે પણ ત્યાંથી ચાલી ગયા. તે દિવસે મેળો થયો હતો. પછી ક્યાંયે મેળો થયો નથી. નસીબ થકી જ્યારે પણ મેળો લખાયો હોય ત્યારે જ મળવાનું થાય. ત્યાં સુધી મળવાનો યોગ થતો નથી. -: ઢાળ-પંદરમી ઃ (રાગ – જગપતિ નાયક નેમિ જિણંદ..) મળી. ॥૧॥ ચિત્તહર રતિમાલા કહે તામ, સાંભળો સાહેબ મતરૂલી, ચિત્તહર તુમતે કરી સંકેત, ચંદ્રાવળી આવી ચિ. સાંભળી બાંધવ ધાત, શોકાતુર સ્નાન જ ચિ. સાચો ગુરુ ઉપદેશ, તાસ વચન ચિત્ત ગયા નાવંત, ચંપકમાલા ચિંતવે, વિતા દુ:ખીયા હવે. ||૩|| કર્યા, સાંભર્યા. ॥૨॥ ચિ. બંધુ ચિ. સહીયરો કરો પતિ શોધ, કંત ચિ. કોણ બંધુ હણનાર, બોલાવો પ્રેમ જ ધરી ? ચંદ્રાવળી તેડી કહે તામ, મેં રાખ્યો છે સમજાય, હર્ષ દિવાની 'કેતુ, દેખી તમે તાઠા થઇ પીળો હૈં હૂઁ ભેં લાવું હલાવ્યો શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૮૬ સ્થિર કરી. ॥૪॥ ચલી, વળી. ॥૫॥ Page #528 -------------------------------------------------------------------------- ________________ હેં હેં હૈ જે વક્રગતિ ગ્રહ થાય, પાછો આવે ઠામ, ચંદ્રાવળી วาย ત્યાંહિ, વનત દીઠા તુમને ક્યાંહિ, પાછી કીધ વિચાર સંકેતમાં ચિ. ચિ. ચિ. ચિ. ચિ. ચિ. કાંઇ ભૂલ, ચિ. પૂછ્યા પછી કહી વાત, હ પડી મુજ ભૂલ, ચિ. પીત ચિ. સુણી કહે ચંપકમાળ, હાથે ખેલ બગાડીયો, ચિ. હુકમ દીયો મુજ એમ, જુઓ ગિરિ પુર વત વાડીઓ. ૧૦મી યમુના કિનારા જોઇ વળી, શૃંગ, તિહાં ખેચર ટોળી અમિતગતિ ટોળી પતિ, ચિ. હું ફરી દેશ વિદેશ, ચિ. જાતાં ગિરિ એક અષ્ટાપદ ગિરિ મળી. [૧૧ કરી અરિહાને જઇ તતિ. [૧૨] હેં હેં જે જે જે 9, પુસ્ત ન કાળાંતરે સાથ, હાથ દેખી ધ્વજ રાશિ તે ગતિ તે જોઇ તિલક તરુ તળે હિંદ, જાગ્યો દેખે તામ, ઉભા સાંભળી ચિ. પૂર્વે કરી રહ્યા ખેટ, આવ્યા કુંવર હોય રાય, છશે કન્યા ભજે, તજે. ll ખંડે વળી, આવી અમ મળી. રીંગી હાથીયો, ગયો. ll જાય, ચિ. હું પણ วาย તે સાથ, ભરાવ્યાં ચૈત્ય, ભરતે ઉ મઠ શ દોય વંદીયા, એક દિશિ ઉપવેશીયા. [૧૩|| ચારણ ચિ. મુનીસર હોય, તિહાં વિનયે નમી તસ પાય, મેં ચિત્તભાવ તે પૂછીયો, ચઉતાણી મુતિ એક. કરુણા કરી ઉપદેશીયો. [૧૪] વત્સ ! ચંદ્રશેખર નૃપસુત જ્યો, ચિ. ચિ. મુતિ ભણે સાંભળ; ચિ. પીળી ધ્વજાંચલ દેખ, દેવ અટવી સરોવર ચિ. ગયો. [૧૫] વિછૂટો દેશાવર સંકેત કર્યો હતો, ધ્વજાએ તે વિનંતી તાસ, સાથે ગયા લેવે અચળછાયા ઠરી, સુભટ ખેટ તુગે યઢી. રણમાં મહેલ કનક ગઢી. [૧૭]] તિહાં ઉત્સવ તે ક્તિ છત્રીશ, પરણી વૈતાઢ્યગિરિ કિયાં, ગયા. [૧૮] જતો. [ી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४८७ ખેચરી. ૧૬ Page #529 -------------------------------------------------------------------------- ________________ યિ. નંદીશ્વર વર દ્વીપ, મેરુ પ્રમુખ તતિ આયરી, ચિ. પુનરપિ તીરથ પંચ, સમેતશિખર યાત્રા કરી. ૧૯ll જયપુર જયરથ રાય, પુત્રી રતિ પ્રીતિ સુંદરી, વિ. પરણાવ્યાં ધરી નેહ, સુર દેવીએ ઉત્સવ કરી. રol તાપસ વિધા સિદ્ધ, કરણ ઉત્તર સાધક થયા, ચિ. ક્ષેત્રપાળ વશ કીધ, તાપસ ગામે પડી ગયા. /ર૧/l. કુળપતિ સૂકર થયો, દેખી કરુણ બહુ ધરી, ઔષધિ બળથી તાસ, કુળપતિને રુપે કરી. //રરી રાજા રાણી સાથ, વૈરાગ્ય તાપસ ભયો, રાણી સગર્ભા ત્યાંય, પુત્રી સરુપા જનમ થયો. ર૩ll તે કુળપતિ વિજય, દેતાં ગ વધ્યો ઘણો, ચિ. મેના રંભા તુલ્ય, પુત્રી લહી જોબનપણો. ર૪ll કુંવરને દીધી તેહ ક્ષેત્રપાળ પરણાવતો, ચિ. સુંદર મંદિર દીધ, અશત ચીકિ પૂરતો. /રપો ચિ. કનકવતીને તેહ. ગેહે રહ્યા સશું ભળી, ચિ. મુનિ મુખ સાંભળી વાત. આવી ઇાં ઊતાવળી. #છો. ચિ. દેખી તુમ મુખચંદ, દુઃખતા હાડા દૂરે ટળ્યાં, ચિ. અમીએ વરસ્યા મેહ, મુખ માંગ્યા પાસા ઢળ્યાં. તેરી. ચોથે પંડે ઢાળ, પામી મુનિ સુચવ્યા, ચિ. શ્રી શુભવીર તાસ, મેળા વિખૂટા મેળવ્યા. ર૮ll ૧ - ધ્વજા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४८८ Page #530 -------------------------------------------------------------------------- ________________ લાલ વાવટાવાળી -: ઢાળ-૧૫ : ભાવાર્થ : સાતમે માળે કુમાર રતિમાલા સાથે વાતો કરી રહ્યો છે. કુમારે જે પૂછ્યું તેનો જવાબ આપતાં જેનું ચિત્ત ચોરાઈ ગયું છે અથવા ચિત્તનું અપહરણ થયું છે. તે રતિમાલા હવે કહે છે કે - હે સાહિબા ! અમારી સખી ચંદ્રાવલી સંકેતની વાત કરી ગઈ. પછી તે અમને સૌને મળી. આપ મળ્યાની વાત કરી. વાયુવેગ અમારો ભાઈ હણાયો તે વાત સાંભળતાં ચંપકમાલા-ચંદ્રાવલી, અમે પણ બધા ઘણું બધું રડ્યા. કોણ કોને આશ્વાસન આપે ? શોક ભર્યા અમે સૌએ સ્નાન કર્યું. માતા રત્નવલી બંને પુત્ર નિધન થયાં જાણી હૈયાફાટ રડી. માતાને અમે સૌએ શાંત કર્યા. જ્ઞાની ગુરુનું વચન હતું. જે સત્ય હતું તે જ બનીને રહ્યું. તે વચનો સૌને યાદ આવ્યાં અને પછી પોતપોતાની રીતે સહુ સ્વસ્થ થયા. ચંપકમાલા અમને બધાને કહે કે બંને વીરા ગયા. હવે પાછા ક્યારેય આવવાના નથી. ગુરુનું વચન યાદ કરો. બાંધવને હણનારો જ આપણા સૌનો ભરથાર થશે. તો હવે જ્યાં ઊભા રાખ્યા છે તે પરદેશીને તો જલ્દી જઈને બોલાવી લાવો. ચાલ્યા ગયા હોય તો તે પરદેશી, આપણા સૌના સ્વામીની શોધખોળ કરો. ભાવિ પદારથ ભાવિ નીપજયા વિના રહેતા નથી. રે ! રે ! સ્વામી વિનાના હવે દુઃખીયા થવું નથી. બંધુના હણનાર તે મહારથીને જલ્દી જઈ પ્રેમપૂર્વક બોલાવી લાવો. ચંદ્રાવલી કહેવા લાગી - સખી! મેં તે પરદેશી કુમારને સંકેતની વાત કહી છે. મહેલની સામે વૃક્ષ નીચે સ્થિરતા કરવાનું કહીને આવી છું. આપ સૌ કહો તો તે પરદેશીને બોલાવી લાવું. ઈશારાથી ચંપકમાલાએ રજા આપી. દિલ દિવાની બનેલી હર્ષઘેલી ચંદ્રાવલી અગાશીએ જઈ પહોંચી. આનંદના પૂરમાં તણાએલી ચંદ્રાએ લાલ ને બદલે પીળો વાવટો ફરકાવી દીધો. ભાન ભૂલેલી ચંદ્રા મોટી ભૂલ કરી બેઠી અને આપ પણ પીળો વાવટો જોઈ ચાલ્યા ગયા. નસીબનું પાંદડું ઊંધું હોય અથવા ગ્રહો વક્રગતિએ ચાલતા હોય તો પોતાની રાશિ શું કામ કરી શકે? પણ ઘણો કાળ જાય ત્યારે વળી ગ્રહો સીધી ગતિએ ચાલે ત્યારે રાશિઘરમાં ગ્રહ સૂર્ય પ્રવેશ કરે ને પોતાનું ઈચ્છિત થાય. વાવટો ફરકાવી, ચંદ્રાચંપકમાલા સાથે ભેળી થઈ. તે વનખંડમાં આપને લેવા માટે ઊતાવળી ઊતાવળી આવી. આપને વૃક્ષ નીચે ન જોયા. ચંદ્રા વનખંડની લતા કુંજોમાં બધે જ જોઈ વરી. પણ આપ ક્યાંયે ન મળ્યા. બાવરી બનેલી ચંદ્રા પાછી આવી અમને મળી. ભેળાં થઈ સહુએ વિચાર્યું કે ખરેખર ! હાથમાં આવેલો હાથી, (શ્રી ચંદ્રશેખર રાજાનો રાત) ४८८ Page #531 -------------------------------------------------------------------------- ________________ હાથ થકી છૂટી ગયો. હવે ક્યાં પકડવો? રે ચંદ્રા! સંકેતમાં તો ભૂલ કરી નથીને? સહુ મહેલ તરફ પાછાં ફરતાં ચંપકમાલાએ ચંદ્રાને પૂછયું. ચંદ્રા શું જવાબ આપે? સૌએ હવેલીની અટારીએ નજર નાંખી. લાલ વર્ણના વાવટાને બદલે પીળા વર્ણનો વાવટો જોયો. જરૂર આ વાવટો જોઈને નરોત્તમ તે રાજકુમાર ઊભા ક્ષે રહે? દેશાવર ચાલ્યા ગયા. ચંદ્રા વાવટો જોઈ લમણે હાથ દઈ ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડી. બે ચાર સખીઓ સારવાર કરવા લાગી. ચંપકમાલા બોલી - સહિયરો ! આપણી બાજી આપણા હાથ થકી બગડી છે. હવે ક્યાં શોધીશું? પછી ચંપકમાલાએ મને કહ્યું કે હે રતિમાલા ! શોક ધરી બેસી રહે નહિ પાલવે. તું જા ! મને આદેશ કર્યો. કુમારની તપાસ કરો. ગિરિ - જંગલ - નગર - ગામ - શૃંગ આદિ જગ્યાએ જઈ જઈને, પણ તે આપણા સાહિબાને શોધી લાવો. વડેરી સાહેબી ચંપકમાલા બહુ શાણી અને ચાલાક હતી. તેઓની વાત બધી જ અમે સ્વીકારતા. તેમનો આદેશ મળતાં હું આપની તપાસ કરવા માટે (રતિમાલા) નીકળી છું. દેશ-વિદેશ ફરતાં. ગિરિ - વન - વાડીઓ જોતાં યમુનાદિ નદીઓના કિનારા પણ જોઈ લીધા. પણ આપની ક્યાંયે ભાળ મને ન મળી. વળી શોધતાં શોધતાં આગળ ચાલી. પિયુની શોધમાં હું રતિમાલા ફરવા લાગી. પ્રિયતમના મિલન માટે ફરતી હું ક્યાંયે થાકતી નહોતી. ફરતાં ફરતાં એક વખત પર્વતના શિખરે જઈ પહોંચી. ત્યાં મને એક ખેચરની ટોળી મળી. જે ટોળીનો નાયક અમિતગતિ હતો. તે ટોળી અષ્ટાપદ પર્વતની યાત્રાએ જતી હતી. હું પણ તેઓની સાથે અષ્ટાપદ ગિરિની યાત્રા કરવા ગઈ. અષ્ટાપદ ઉપર ભરત મહારાજાએ ભરાવેલા ચોવિસે જિનબિંબને જુહાર્યા. ચૈત્યો જુહાર્યા. ચાર-આઠ-દસ અને દોય. ચારે દિશાના ક્રમથી આદિનાથ આદિ ૨૪ જિન પ્રતિમાને વાંદ્યા. પૂજ્યા. સ્તવ્યા. ત્યારપછી તે અષ્ટાપદ મંદિરની બહાર આવતાં પર્વતની એક દિશામાં પરિવાર યુક્ત બે ચારણ મુનિ બિરાજમાન હતા. ત્યાં જઈ વિનય યુક્ત અમે ગુરુ મહારાજને વાંધ્યા. તે ગુરુ મહારાજને મેં મારા મનની વાત પૂછી. બંને મુનિભગવંતમાં એક મુનિ ચાર જ્ઞાનના ધણી હતા. તેઓએ મારી ઉપર કરુણા કરી અને કહ્યું. હે ભોળીબાળા! સાંભળ! કુમારની શોધમાં તું નીકળી છે. તે કુમાર કાશી નગરના રાજાના પુત્ર છે. તેમનું નામ ચંદ્રશેખર છે. તમારી અગાશીએ પીળો વાવટો જોઈ ચાલ્યા ગયા. ચાલતા કુમાર દેવાટવીના સરોવરની પાળે આવી પહોંચ્યો. સરોવર કાંઠે તિલક તરુ હેઠે આરામ કરવા સૂતો. શ્રમિત થયેલ કુમાર નિદ્રાધીન થઈ ગયો. પ્રભાતનો સમય વીતતાં બપોર થઈ. સૂર્યની ગતિ ફરવા છતાં પુણ્યશાળી કુમાર ઉપરથી વૃક્ષની છાયા ચલાયમાન ન થઈ. નિદ્રા મુક્ત થતાં કુમારે પોતાની સામે ઘોડાથી યુકત ચાર પાંચ ખેચર સુભટો જોયા. સુભટોએ કુમારને હાથ જોડી પ્રણામ કર્યા. વિનય યુક્ત વિનંતી કરી, હે સજ્જન ! આપ આ ઘોડા ઉપર (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૪-0 Page #532 -------------------------------------------------------------------------- ________________ બિરાજો. અમારી સાથે ચાલો. કુમાર ખેચર સુભટો સાથે ચાલ્યો. કુમાર સુભટો સાથે રસ્તામાં વાતો કરતા ચાલ્યા. સુભટો કહે છે કે હે પુણ્યશાળી ! પૂર્વે આ વન ઉદ્યાનમાં કનકચૂડ મહેલ બાંધીને રહ્યો છે. સાથે પોતાનો પરિવાર છે. વૈતાઢ્ય પર્વત ઉપરની કુસુમપુર અને વિમળાપુર નામના નગરના રત્નચૂડ - કનકચૂડ નામે બને બાંધવ પોતાની ૩૬ કન્યા સાથે રહે છે. તેઓના લગ્ન આપની સાથે છે. બીજા સુભટે આગળ જઈ વધામણી આપી. બંને બંધુ યુગલ રાજા સામે આવ્યા. પેટમાં લઈ જઈને ૩૬ કન્યાના ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા. પૂર્વે લગ્નની તૈયારીઓ થઈ ચૂકી હતી. મૂરતિયાની જ રાહ જોવાતી હતી. છસો છત્રીસ કન્યા પરણી, કુમાર પત્નીઓને લઈને વૈતાઢ્ય ગિરિએ ગયા. ત્યાંથી નંદીશ્વર દ્વીપની યાત્રા, મેરુપર્વત પરના શાશ્વત ચૈત્યોને જુહાર્યા. ત્યાંથી વળી પંચતીર્થ જે કહેવાય છે તે સમેતશિખર, શંત્રુજય, ગિરનાર આદિની જાત્રાએ ગયા. યાત્રા કરતાં પાછા ફરતાં એક મુનિભગવંત પાસે પહોંચ્યા. ત્યાં જયપુરના જયરથ રાજાની રતિ પ્રીતિ નામની રાજકન્યાને પરણ્યા. તે દેવોએ મહોત્સવ કરીને પરણાવી. વળી ત્યાંથી આગળ ચાલ્યા. તાપસમુનિની વિદ્યા સાધનાર્થે પોતે ઉત્તર સાધક થયા. તે પર્વતનો અધિષ્ઠાતા દેવશ્રી ક્ષેત્રપાળને વશ કર્યો. વિદ્યા સિધ્ધ થઈ. વશવર્તી ક્ષેત્રપાળે ચાર મહાઔષધિ આપી. આ પછી કુમાર ત્યાંથી ફરતો ફરતો એક ભૂતાટવી વનમાં ગયો. ઘોર જંગલ હતું. તે જંગલની મધ્યમાં તાપસ આશ્રમ હતો. તાપસોથી સેવાતો, પાટ ઉપર બેઠેલો ડુક્કરને કુમારે જોયો. તાપસોની વિનંતીથી સુવરને મનુષ્યપણામાં લાવી દીધા. જે તાપસીના ગુરુ હતા. જે ગુરુ પૂર્વાવસ્થામાં રાજા હતા. રાજા-રાણીએ વૈરાગી થતાં તાપસ દીક્ષા લીધી. રાણી ગર્ભવતી હતી. દિવસો પૂર્ણ થયે અપ્સરાના રૂપને હરાવે એવી સ્વરૂપવાન પુત્રીને જન્મ આપ્યો. લાલન પાલન કરતી આ ઋષિકન્યા કનકવતી યૌવનવય પામતાં વરની ચિંતા પિતા ઋષિ કરતા કુમારને યોગ્ય જાણી, તાપસ કુળપતિએ કનકવતીને કુમાર સાથે પરણાવી. ક્ષેત્રપાળ યક્ષરાજે લગ્નોત્સવ કર્યો. સુંદર રાજમહેલ બનાવી (ચિર) વસ્ત્રોથી ભરપૂર-અશનાદિથી ભરપૂર - મહેલના કોઠારો ભરી ક્ષેત્રપાળ ચાલ્યા ગયા. કનકવતી સાથે સ્નેહથી સુખો ભોગવતા રહ્યા છે. મુનિ ભગવંત પાસેથી આપની સમગ્ર વાત સાંભળી અહીંયાં ઊતાવળી ઊતાવળી ત્યાંથી હું આપની પાસે દોડી આવી છું. સાક્ષાત્ ચંદ્રમા સમ મુખારવિંદ જોઈ, અમારા દુઃખડાના ડુંગરો નાશ પામ્યા છે. વળી અમૃત દૂધડે મેહ વરસ્યા છે. વળી સોગઠે રમતાં, અમને મનગમતાં, જીતવાનાં પાસાં મળ્યાં છે. આ પ્રમાણે મુનિ ભગવંતે ભાખેલ તે મુજબ વિખૂટા પડેલા જીવોના મેળાપ કરાવ્યો. આ પ્રમાણે શ્રી શુભવીર વિજયજીએ ચોથા ખંડને વિશે પંદરમી ઢાળ પૂર્ણ કરી. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૪૯૧ Page #533 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : રતિમાલા વયણાં સુણી, કનકવતી કહે એમ, નર ભમરા ફરતાં ફરે. ઘર ઘર નવ નવ પ્રેમ ૧ પણ હું તમતી થઇ, ન કરી યાત્રા એક, સંપ્રતિ સિદ્ધાયલ તણી, યાત્રા કરાવો છેક તવ રતિમાલા કુંવરને, કહે ત કરુ અંતરાય, હું લઘુ એહ ગુરબેનની, ઇચ્છા સફળ કરાય. ગા હોય માસમાં આવીને, રહેજો કુળપતિ ગામ, વાટ જુએ સહ માહરી, દેઉં વધામણી તામ //૪ ભગિની સવિ હર્ષિત કરી. જઇશું જતની પાસ, વાત કરી સમજાવીને. કરણું શોક પિતાશ. પણ સ્વજતવર્ણ ભેળા કરી. લાવી યમુના પાસ, લગ્ન સમય રહેશે સહુ, નિજ નિજ કરી આવાસ. કો. યુગ માસાંતર તેડવા, આવશે ખેચર આહિ, તેની સાથે પધારવું, બેસી વિમાને ત્યાંહિ નિશ્ચય કર કોલજ કરી, રાત વસી તિણે થાય. પ્રભાતે જઇ વેગણું, બહેનને હેત વધાઇ. તા. લેઇ કુંવર કનકાવતી, બેસી નિજ પથંક, યાત્રા કારણ ચાલીયા, ગણને તોય નિઃશંક. લા. જાતાં ઉચાટવી વચ્ચે, વટવૃક્ષ વિશાળ, અતિકુંડ દીઠો તિહાં ધૂપઘટા લગી ઝાળ. //holl ઝઘડો કરતાં એક દિશે, દીઠા યોગી આઠ અર્ચિત શિર લઘુ બાળિકા, તે પણ રોતી આઠ. ૧૧ કૌતુક દેખી ઊતર્યા કરી નારી નર ટુપ, યોગી સર્વ બોલીવીને, પૂછતા ધરી યૂપ. //૧રી છે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪-૨ Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિધ્ધાચલની યાત્રાએ -: દુહા ઃ ભાવાર્થ : કુમારના પ્રશ્નનો જવાબ પૂરો આપ્યો. રતિમાલાના વચનો સુણી કનકવતી કુમારની સામે જોતી રતિમાલાને કહેવા લાગી - હે બેન ! આ જગતમાં નર તો ભ્રમર કહેવાય. ભમરા તો ઘર ઘર ફરતા રહે ને નવા નવા પ્રેમ કરતા રહે. કુમારની સામે બંને જોવા લાગ્યા. કુમાર તો હસતા હતા. વળી કનકવતી કહે છે કે સ્વામીએ અમને જૈનમતને માનવાવાળા બનાવ્યાં. જૈન ધર્મ અંગીકાર કરાવ્યો. પણ હજુ સુધી એક પણ તીર્થની યાત્રા મને કરાવી નથી. પછી કુમારને કહેવા લાગી - હે સ્વામી ! મને ભાવના થઈ છે યાત્રા કરવાની. તો સિધ્ધાચલની યાત્રા કરાવશોને ? કુમાર - તૈયાર થઈ જાવો. કાલે યાત્રા કરવા લઈ જઈશ. રતિમાલા - હે રાજકુમાર ! હું નાની છું. કનકવતી મારી મોટી બેન છે. યાત્રાનો અંતરાય નહિ કરું. મોટી બેનની ઈચ્છા પૂરી કરો. આપ યાત્રા કરી પાછા આ તાપસગામમાં આશ્રમે આવી રહેશો. જ્યાં જાવ ત્યાંથી બે માસમાં ફરી પાછા આવશો. ત્યાં મારી રાહ જોવાતી હશે. હું ત્યાં જઈ વધાઈ આપીશ. મારી સખીઓ પણ હવે અધીરી બની હશે. અમે બધા ભેગા થઈ, અમારી માતા પાસે જઈ બધી વાત કરીશું. તેમનો શોક દૂર કરવાને માટે સમજાવીશું. ત્યારપછી તેમની આજ્ઞાથી, સર્વે સ્વજન પરિવાર, યમુનાના વનખંડમાં ભેળા થઈશું, લગ્નની તૈયારી માટે. આપ બે મહિના યાત્રા કરી પાછા ફરો, ત્યાં સુધી અમે અમારા લગ્નની તૈયારી કરી લઈશું. અમારાં સૌ સ્વજનો પણ પોતપોતાના આવાસો બનાવીને યમુનાના વનખંડમાં વાસ કરશે. બે માસ બાદ આપશ્રીને લેવા માટે કેટલાક વિદ્યાધરો આવશે. તેઓની સાથે વિમાનમાં આપે યમુનાના વનખંડમાં પધારવું. વાતમાં રાત પૂરી થઈ ગઈ. વાતનો નિશ્ચય કરી, એક બીજાએ વચન આપ્યાં અને કોલ આપી જવાની રજા માંગી. પ્રભાત પણ થઈ ગયું હતું. સવારે ચંદ્રકુમાર-કનકવતીની રજા લઈ, રિતમાલા હરખાતી વેગ થકી સખીઓ પાસે પહોંચી ગઈ. પતિ શોધની વધામણી આપતી રતિમાલા સખીઓની સાથે આનંદ ઉત્સાહ મનાવે છે. જ્યારે આ બાજુ તાપસ ગામમાંથી કુમાર-નવવધૂ કનકવતીને લઈ તાપસૠષિ કુળપતિની રજા માંગી. અને શ્રી સિધ્ધાચલ તીર્થની યાત્રાર્થે જવા માટે પલંગ લઈને, તેની ઉપર બેસી રવાના થયા. અત્યારે તીર્થની (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૯૩ Page #535 -------------------------------------------------------------------------- ________________ યાત્રાના ભાવો હૈયામાં ઉછળતા હતા. ઉભયના હૃદયમાં ધર્મભાવનાથી ગગનમાર્ગે ઉત્સાહભેર નિઃશકપણે ચાલ્યા જતા હતા. ધર્મની ચર્ચા કરતી કનકવતીને કુમાર યોગ્ય જવાબ આપતો હતો. નદી-નાળા-વનકુંજો-પર્વતોના શિખરો, જમીનની હરિયાળી આદિ જોતાં આગળ જઈ રહ્યા છે. એટલામાં ભયંકર અટવી ઉપર વિમાન આવતાં રસ્તામાં નીચે જોયું. વિશાળ વડલા હેઠ અગ્નિકુંડ જોયો. જેમાં અગ્નિ પ્રજવલિત હતો. ધૂપાંગ આદિ નાખતાં ધૂમાડાને અગ્નિની જ્વાળાઓ પણ વડલાના વૃક્ષના પાંદડાને ભરખી રહ્યો હતો. અગ્નિકુંડની એક દિશામાં શરીર પર ભભૂતી લગાવી છે જેમણે એવા આઠ ઉત્કંઠ યોગીઓ બેઠા બેઠા મોટા અવાજે અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ નાની વયની આઠ બાળાઓ સરખી ઉંમરની ઊભી હતી. તેના માથે મુંડન કરાવી દીધું હતું. માથા ઉપર ચંદનનો લેપ લગાવ્યો હતો. ગળામાં ફૂલની માળાઓ નાખી હતી. જેથી બિચારી બાળાઓના દેહ કંપતા હતા. અને મોટા સાદે આઠેય બાળા રડતી હતી. આ દ્રશ્ય જોઈ કુમારને આશ્ચર્ય થયું. જોવાને માટે પોતાનો પલંગ નીચે ઊતાર્યો. પોતાની પત્ની કનકવતીને વિદ્યાએ કરી પુરુષ બનાવી દીધો. બંને સાથે અગ્નિકુંડ પાસે આવ્યા. કુમારે આઠેય યોગીને જોયા. યોગીઓ પણ કુમારને જોતાં જ લડવાનું બંધ કરી ચૂપ થઈ ગયા. કશું જ ન જાણતો કુમારે ઠાવકાઈથી યોગીને બોલાવ્યા અને પૂછ્યું. -: ઢાળ-સોળમી :(રાગ. બંગાળ.. કિસકે ચેલે કિસકે બે પૂત..) કુંવર ભણે તુમે યોગી જાત, કાહે; ક્લેશ કરો ડિત સત, શીખ સાંભળો, મોટો રોગ કલહ કાળ, કામળો. એ આંકણી. ક્લેણે વાસિત હે સંસાર, ક્લેશ રહિત ચિત ભવ તિસ્તા શીખ. Ill તુમકું નહીં જગ કોઇકી આશ, સંસાર છોડ રહો વનવાસ, શીખ. સંસાર વિષયાભોગી ભોળા, દૂર તજી લીયા સુંદર જોગ..શીખ. સારા ઝઘડા કરતે તુમ કોણ કાજ, વહેંચી લેણા હૈ ક્યા રાજ ? શીખ. અંતર ખોલી બોલો તેહ, કુંવારિકા લાવ્યા કિમ એહ ?..શીખ, all યોગી વિચારે બેસી એકાંતે, નર મળ્યો બત્રીસ લક્ષવંત, શીખ. ઇનકું ભોળવી અંતર , સોવત પુરુષો હવન કરેઇ.શીખ. જો શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૯૪ Page #536 -------------------------------------------------------------------------- ________________ ચિંતી કુંવરને ભાખે એમ, તુમ મુખ દેખી લાગ્યો પ્રેમ, શીખ. હમેરી પાસ હૈ વસ્તુ આઠ, ચોપડી મેં હૈ તસ વિધિ પાઠ..શીખ. ||૫|| મંત્ર જાપ કિયા તે વિધિ જોત, ફળદાયક એક નવિ હોત, શીખ. મિલીયા હમકુ કાપાલિક એક, તેણે બતાવ્યા એહ વિવેક..શીખ. ||૬|| આઠ કુમારિકા હવત કરંત, આઠ દિશાકું ભોગ ાિંત, શીખ. જાપ જપ્પે અઠ વસ્તુ સિધ્ધ, પ્રથમ કહે કરો ભાગ પ્રસિધ્ધ..શીખ, રીંછની તિમ કીયે માગત ભાગ શ્રીકાર, ઓરકું આવે ભાગ ત સાર, શીખ. બાત લડાઇકી ભાખી એહ, ભાગ કરી દીયો અમને તેહ..શીખ. lll તો સવિ વસ્તુકો સીઝે યોગ, શીખ. સોવન ફરસો તત્ક્ષણ હોત..શીખ. ||૯|| ભાગ પીછે કરણા હમ પ્રેમ, શીખ. તુમ નજરે હોય હવન પ્રયોગ, તુમ પીછે ઉત્તસાધક જોત, ઉતકુ વાંછિત દેઇ તેમ, કુંવર ભણે દેખાવો વસ્તુ, પાવડી કંથા પાત્ર તે દંડ, ગુટકો લેઇ બોલાવી બાળ, તામ લખી ક્રિયા યોગી દૂર, વિમળાપુરી ભણે તે હમ માત, તાત રહે બ્રાહ્મણની જાત..શીખ. ||૧|| તે દીયે આઠે લાવી સમસ્ત..શીખ. ||૧૦|| કંબા દુપટ્ટી અંચળ ખંડ, શીખ. સમ અડ વરસતી છે સુકુમાળ..શીખ. ||૧૧|| પૂછે કુંવરીઓ કરીય હજૂર, શીખ. વન નૃપ સુણી યોગીને વાંદરા કીધ, આઠ વરસતી અવધિ દીધ, શીખ, હુપાહુપ કરતા જાત, કુંવરી પલ્લંક ધરી કુંવર પ્રયાત..શીખ. ||૧૩|| યોજતગત વત દીઠો એક, વૃધ્ધ યોગી રોતો અતિરેક, શીખ. ઊતરી બોલે વૃધ્ધ, પૂછત મેં હું ઘણ વત યોગી સિધ્ધ..શીખ. ||૧૪|| અવિતીત ચેલા મળીયા દુષ્ટ, અડ ચીજ લેઇ ગયા કેઇ કષ્ટ, શીખ. કુંવરે સુણાવી વાત અશેષ, હરખ લહે ગુરુ રાય વિશે..શીખ. ||૧|| સર્વ ચીજ દીયે કુંવર જ તાસ, કુંવરને દંડ કંથા કથા દીયે શત પંચ દીતાર, દંડ કરે સહુ શત્રુ પાઠ સિધ્ધ લેઇ વંદી ચલંત, વિમળાપુરી વતમાં આવત, દીયે શણગારી બાલા પ્રભાત, હર્ષે પિતર ઘરે સાંભળી વાત..શીખ. ||૧૭|| વાસ, શીખ. સંહાર..શીખ. ||૧૬|| શીખ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૫ Page #537 -------------------------------------------------------------------------- ________________ તેણે સમે પડો વાગે ત્યાંહિ પૂછે કુંવર જલ બોલે ઉત્સાહિ, શીખ. વસુquપુત્રી વિમળા નામ, અંધપણુ પામી ગુણધામ..શીખ. /૧૮ નયન દીયે કોઇ તેજ પ્રકાશ, નૃપ દીયે કન્યા પુર શિરિ તાસ, શીખ. usહ છબે સુણી તામ કુમાર, રાયે તેડ્યા નિજ રબા શીખ. ૧૯ll સજજ કરી પરણી ઠવી ત્યાંહિ, સિધાયળ હોય પહોંતા ઉત્સાહિ, શીખ. ઋષભદેવ વાંદી ભગવંત, લાખેણી એક પૂજા યંત.શીખ રoll પૂછ પગલાં પંચ જાત્ર, ધ્વજા ધરે ચામર છત્ર, શીખ. દેઇ પ્રદક્ષિણા ગઢ ગિરનાર, યાત્રા કરી વળીયા નરનાર.શીખ. ર૧ અનુક્રમે આવ્યા તાપસગામ, તેડવા આવ્યા ખેચર તામ, શીખ. તે સાથે ગયા યમુના તીર, જળ ઝીલી પીયે શીતલ વીર.શીખ //રરા વધામણી ગઇ મહેલ મઝાર, ચંપકમાલા થઇ હુંશિયાર, શીખ. સજન સમ્મુખ તેડું કીધ, જાતીવાસે ઊતારો દીધ.શીખ. ૩) છસે છત્રીસ બેટી તાત, સાંભળી આવ્યા સહુ એક રાત, શીખ. વરની તરફ તે કરતાં કામ, ચોરી ચિતરી કન્યા ઠામ..શીખ. //ર૪ll વરધોડે ચઢી તોરણે ત્યાંહિ સાસુ પોંખી લીયે માંયરા માંહિ, શીખ, ચોરીયે કમેલાવો કીધ, ચોસઠ કન્યાદાન જ દીધ.શીખ. //રપો મંગલ વાજે પરણી ત્યાંહ, આવ્યા વિજયાપુર ઉત્સાહ, શીખ. ચોથે ખડે સોળમી ઢાળ, શ્રી શુભવીર રહે સુખ વિશાળ.શીખ. છો ઝઘડતા યોગીઓ -: ઢાળ-૧૬ : ભાવાર્થ મહાભયંકર અટવીમાં કુમાર કનકવતીને લઈને ઉલ્લઠ યોગીઓ સામે આવી ઊભો. લડતા યોગીઓને કુમાર પૂછે છે કે - (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૯૬ Page #538 -------------------------------------------------------------------------- ________________ હે યોગીરાજ ! યોગી થઈને શા માટે લડો છો ? ક્લેશ-કંકાશ-ઝઘડા તો સંસારમાં છે. આ ભવપરભવની બરબાદી કરનારા છે. મારી વાત સાંભળો. કલહ-કજીયો એ તો જીવોનો મોટો રોગ કહેવાય છે. આ કલહકાળનો કામળો સંસારી પાસે હોય છે. આવા ક્લેશયુક્ત સંસારી જીવો છે. સારો સંસાર કંકાસથી ભરેલો છે. તે ક્લેશ રૂપી મહારોગને ટાળવા આપ સૌ સંસારનો ત્યાગ કરી યોગી બન્યા. તે યોગથી આપનો ભવનિસ્તાર થશે. ક્લેશ રહિત તો યોગીઓ કહેવાય છે. હે સંન્યાસી મહાત્માઓ ! આપને જગતના કોઈપણ પદાર્થની સ્પૃહા નથી. તો મેળવવાની આશા હોય જ ક્યાંથી ! સારોય સંસાર છોડી વનવાસ વસો છો. સંસારના વિષયો છોડી દીધા. ભૌતિક ભોગોને પણ તજી દીધા. આવો મઝાનો યોગ લીધો. આત્મકલ્યાણની કેડી ચાલ્યા જતા હે યોગીમુનિઓ ! આપ શા માટે ઝઘડી રહ્યા છો ? શું આપને મોટા મોટા રાજ્યો વહેંચવાના છે ખરા ? સાચી વાત કરો. હૃદયમાં કોઈ વાત છૂપાવતા નહિ. જે હોય તે કહો. ا જંગલમાં લડતાં આઠ ધૂર્તયોગી. સામે અગ્નિકુંડ. મુંડન કરેલી, ચંદનથી લેપાયેલી આઠ બાળાઓ. આકાશમાર્ગે જતા ચંદ્રકુમાર અને કનકવતી. વિમાન નીચે ઊતારતાં ચંદ્રકુમાર. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૭ Page #539 -------------------------------------------------------------------------- ________________ વળી કુમારે દૂર ઊભેલી બાળાઓ સામે જોઈ, આંગળી ચીંધીને પૂછ્યું - હે સંન્યાસીઓ ! આ લઘુ બાળાઓ શા માટે લાવ્યા છો? તેમના માથે મુંડન અને ચંદન લેપ આ બધું શું કર્યું છે? આ બિચારી ભોળી બાળાઓને શા માટે રડાવો છો? મને તો આ તમારા યોગમાં અને તમારા કાર્યમાં કંઈક ભેદ દેખાય છે. જે હોય તે સાચું કહી દો. ચંદ્રકુમારની વાત સાંભળી યોગીઓ વિચારવા લાગ્યા. આઠેય યોગીઓ તો આ કુમારની વાતથી ઠરી ગયા. કોઈ કંઈ જ ન બોલ્યું. તેમાં જે વૃધ્ધ અને અગ્રેસર યોગી તો વિચારવા લાગ્યો કે આ નરપુંગવ તો મહાભાગ્યશાળી અને બત્રીસ લક્ષણોથી યુક્ત છે. વળી આ જુવાનને સારી મીઠી વાત કરી ભોળવીને અગ્નિકુંડમાં નાખી દેવો. હોમીને સુવર્ણ પુરુષ બનાવી દઉં. આ દુષ્ટ બુધ્ધિવાળો વૃધ્ધયોગી કુમારને કહેવા લાગ્યો. જ્યારે બીજા સાત યોગીઓ ત્યાંથી થોડા દૂર ચાલ્યા ગયા. એકાંત મળતાં વૃધ્ધયોગી કુમારને કહે છે - હે નરોત્તમ ! આપ કોઈ રાજવંશી લાગો છો. લલાટ જોતાં મહાપુણ્યશાળી અને મહાપરાક્રમી લાગો છો. તમારું મુખારવિંદ જોઈને આપના ઉપર મને સ્નેહ થયો છે. આપની ઉપર અમને પ્રીતિ જાગી છે. આવો ! આપે પૂછેલા પ્રશ્નનો જવાબ સાચો, અંતર ખોલીને કહું છું. તમારાથી અમારે કશું જ છુપાવવાનું નથી. બંને વડલા હેઠ બેઠા. દૂર રહ્યા સાતેય યોગીઓ જોયા કરતા હતા. હે પરદેશી કુમાર ! અમારી પાસે આશ્ચર્યકારી અને દેવી શકિત ધરાવતી આઠ વસ્તુ છે. તે આઠ વસ્તુને સાધવાનો વિધિપાઠ પણ અમારી પાસે રહેલા પુસ્તકમાં છે. વિધિપાઠ મુજબ અમે ઘણા મંત્ર-તંત્ર આદિ વડે જાપ કર્યા. પરંતુ વિધિથી એક પણ વસ્તુ સિધ્ધ થઈ નથી. ફળદાયક થઈ નહિ. તેથી અમે મુંઝાયા. ઘણા ઉપાયો કર્યા પણ કંઈ લાભ ન થયો. એટલામાં એક કાપાલિક રસ્તે જતો હતો. તે અમને મળી ગયો. કાપાલિક જાણી અમે તેને આ વાત પૂછી. પુસ્તક-પોથીમાંથી વિધિ જોઈ એણે કહ્યું -રે યોગીઓ ! વિવેકપૂર્વક સાધના કરો. વિધિયુકત કરો. જરૂર સિધ્ધિ થશે. વળી કહ્યું કે “આઠ આઠ વર્ષની આઠ બાળાઓનો આઠ દિશામાં ભોગ ધરાવીને આઠેય બાળાઓનું હવન કરો તો આ આઠેય વસ્તુ સિધ્ધ થશે. સાથે તેનાં લખેલ પદનો જાપ પણ ચાલુ રાખવા. આઠ વસ્તુની સિધ્ધિ કરતાં પહેલાં કાપાલિકે તેના ભાગની માંગણી કરી. મારો ભાગ પાડીને મને બતાવો પછી જ તમને વિધિ બતાવું. તેની વાત સાંભળી અમે સૌ મુંઝાયા. કાપાલિકના ભાગની વાત સ્વીકાર કરીએ તો આઠ વસ્તુ, આઠ યોગીની હતી. એક કાપાલિકને આપીએ તો અમે આઠ અને વસ્તુ રહે સાત. એક ભાગ કાપાલિક લઈ જાય તો સાતમાંથી અમારા આઠ ભાગ શી રીતે ? અમારામાંથી એકનો ભાગ તો બાકી રહે. પોતાનો ભાગ કોણ જવા દે? નસીબ થકી દેવી વસ્તુ સાંપડે, તો કોણ પોતાનો ભાગ છોડે? કોઈ ભાગ છોડવા તૈયાર નથી. કાપાલિક તો પોતાનો ભાગ જોઈને વિધિ બતાવવાનું કહે છે. માટે અમારો ઝઘડો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૯૮ Page #540 -------------------------------------------------------------------------- ________________ ચાલે છે. તમે પુણ્યશાળી છો. તમે જ અમને ભાગ પાડી આપો. વળી તમારી નજર જો અમારા હવન પ્રયોગમાં પડી જાય તો અમારી આ આઠ વસ્તુનો યોગ અમને જ પ્રાપ્ત થઈ જાય. તો કાપાલિકને ભાગ જ ન દેવો પડે. અને અમારો ઝઘડો મટી જાય. પછી આપ અમારા યોગ આરાધનામાં ઉત્તરસાધક થઈ રહો. તો અમારી સાધનાના બળે તત્કાળ સુવર્ણ પુરુષ પણ પ્રાપ્ત થાય. તમને જોઈએ તેટલું સોનું આપીશું. પછી અમે આ અમારી વસ્તુનો ભાગ પાડીશું. વૃધ્ધ યોગીની વાત સાંભળી કુમાર વિચારવા લાગ્યો. આ નરપિશાચો પોતાના સ્વાર્થ માટે આ બાળિકાઓને બિચારી જીવતી જ અગ્નિમાં હોમી દેશે. બાહ્વાદ્દષ્ટિથી યોગી અને ભીતર ભૂંડાના કર્તવ્યો કેવા કાળા છે ? યોગી ઉપર ધૃણા વછૂટી. બુધ્ધિશાળી કુમારને તે જ વખતે કર્મની વિચિત્રતા યાદ આવી. જુઓ કર્મ કેવા ? ક્યાં ક્યાં ? કેવા કેવા ? બાંધે છે. ભાવ કરૂણાથી ભરપૂર કુમારનું હૈયું ભરાઈ ગયું. બિચારી ભોળી બાળાઓને બચાવવી છે. એ જ પળે યોગીને કહ્યું - હે યોગીશ્વર ! આપે વાત કરી તે બધી જ હું સ્વીકારવા તૈયાર છું. “હવે આપ નિશ્ચિંત બની જાઓ.” હું આપને મદદ કરવા તૈયાર છું. પણ.. મને પેલી આઠ વસ્તુ તો બતાવો. કુમારની વાત સાંભળી વૃધ્ધયોગી તે આઠેય વસ્તુ લાવીને બતાવી. ૧. પાવડી, ૨. કંથા, ૩. પાત્ર, ૪. દંડ (લાકડી), પ. કંબા (કંબળ-કામળી), ૬. દુપટ્ટો, ૭. અંચળ એટલે વસ્ત્ર ખંડ, ૮. ગુટકો (ગોળી) આઠેય વસ્તુ કુમારની પાસે લાવી મૂકી. કુમાર બધી જ વસ્તુ હાથમાં લઈ જોવા લાગ્યો. પછી પૂછ્યું. કુમાર - યોગીજી ! વસ્તુ આઠ જોઈ. પણ વિધિપાઠ માટેનું પુસ્તક કહેતા હતા તે ક્યાં છે ? યોગી - હા ! એ પણ બતાવું. કહી તરત જ વિધિપાઠનું પુસ્તક લાવીને બતાવ્યું. કુમાર હાથમાં પુસ્તક લઈ જોવા લાગ્યો. પછી ગુટકો લઈને આઠેય બાળાઓને બોલાવી. બધી જ બાળા આઠ વરસની સરખી વયની હતી. બધાનાં નામ લખી દીધા. તે જ અવસરે વૃધ્ધ યોગીને થોડીવાર માટે દૂર જવા કહ્યું. કુમાર તે બાળાઓને પૂછવા લાગ્યો - હે બાળાઓ ! તમે ક્યાં રહો છો ? તમારા માતા પિતા કોણ ? શા માટે રડો છો ? બાળાઓ - હે ધર્મવીર ! અમે આઠેય વિમળાપુર નગરની છીએ. અમારા માતાપિતા પણ ત્યાં જ વસે છે. અમે બ્રાહ્મણ જાતિના છીએ. અમને અગ્નિમાં હોમવાના છે જાણી અમે આઠેય રડીએ છીએ. કુમાર કહે - ૨ડશો મા ! તમને હવે તે યોગી હોમશે નહિ. કુમાર પોતાની પત્ની કનકવતી જે પુરુષના રૂપમાં હતી તેને ઈશારો કર્યો. બધી જ વસ્તુ હાથમાં લઈ આવી. વૃધ્ધ યોગી જે નજીક હતો તેને વાંદરો બનાવી દીધો. પલંગ પર આઠેય બાળા તથા તે વસ્તુ આઠ, પુસ્તક અને પોતે બંને બેસી ગયા. બાકી રહેલા સાત યોગીઓને પણ વાંદરા બનાવી કહ્યું કે આઠ વરસ સુધી આ જંગલ-વન-પર્વતના વૃક્ષો ઉપર જઈને હુપાહુપ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪ Page #541 -------------------------------------------------------------------------- ________________ કરો. અને પોતે પલંગ લઈને આકાશમાર્ગે રવાના થઈ ગયો. બાળાઓ તો એક બીજાના મોં સામે જોવા લાગી. વાંદરા રૂપે આઠેય યોગી કુમારને જતો જોઈ રહ્યાં. પણ વાંદરાની અવસ્થામાં શું કરી શકે? વૃધ્ય ચોગી ત્યારપછી ઉગ્ર અટવી વટાવી કુમાર આગળ ચાલ્યો. હજુ એક જોજન કુમાર ગયો, ત્યાં તો બીજું વન આવ્યું. તેમાં વૃધ્ધ યોગી ઊંચા સાદે રડતો હતો. દયાળુ કુમારે નીચે નજર કરતાં યોગીને રડતા જોયા. તરત પલંગ નીચે ઊતારી, વૃધ્ધ યોગીને પૂછવા લાગ્યા. - હે યોગીરાજ ! શા માટે રડો છો? યોગી - શું કરું ભાઈ ! રહું નહિ તો. હું આ વનમાં યોગ સાધના કરતો હતો. યોગ સાધનાથી મને દૈવ અધિસ્થિત આઠ વસ્તુ મળી. મારા ચેલાઓ અવિનીત નીવડ્યા. એ દુષ્ટ ચેલાઓ મારી આઠેય વસ્તુ અને વિધિપાઠનું પુસ્તક લઈને ચાલ્યા ગયા. હવે મારી પાસે કશું જ રહ્યું નથી. તેથી રડું છું ભાઈ ! હવે હું ક્યાં જવું? શું કરું? મને કંઈ જ સૂઝતું નથી. મારા પ્રાણની માફક એ વસ્તુઓ મેં સાચવી હતી. કુમાર - હે યોગી ! આપ રડો નહિ. આ તમારી આઠેય વસ્તુઓ લ્યો. આ પ્રમાણે કહી, ભયંકર અટવીમાં બનેલી સમગ્ર વાત કહી. તે જાણી વૃધ્ધ યોગીરાજ ઘણા આનંદ પામ્યા. પોતાની બધી જ વસ્તુ પાછી મળી. તેથી કુમાર ઉપર પ્રસન્ન થયેલ યોગીએ કુમારને દંડ તથા કંથા નામની બે વસ્તુ ભેટ આપી. જે બે વસ્તુનો લાભ કહે છે કે હે પરદેશી રાજકુમાર ! આ કંથા રોજ પાંચશો દીનાર - (સોનામહોર જેવું નાણું) આપશે અને દંડ છે તે શત્રુના સૈન્યનો તથા શત્રુનો સંહાર કરશે. વસ્તુના પ્રભાવની વાત સાંભળી. છતાં કુમારે તે વસ્તુ લેવાની ના કહી. યોગીરાજે પરાણે વસ્તુ તેને આપી. પછી પુસ્તકમાંથી પાઠવિધ વિદ્યાને ગ્રહણ કરી. યોગીને વળી વંદના કરી. પછી વિમળાપુરી જવા રવાના થયો. વિમળાપુરીના વન ઉદ્યાનમાં પલંક નીચે ઊતાર્યો. પ્રાતઃકાળ થવા આવ્યો હતો. વિદ્યાબળ થકી કુમારે આઠેય બાળાઓને શણગારી દીધી. માથે સુંદર કેશકલાપ, વ્યવસ્થિત વસ્ત્રો આભૂષણોથી સજ્જ કરી. તેમના માતપિતાને સંદેશો મોકલ્યો. આઠેયના માતપિતા વેગવાળા થઈને વનઉદ્યાનમાં લેવા આવ્યાં. કુમારે આઠ કન્યાને તેમના માતાપિતાને સોંપી દીધી. કુમાર વિમળાપુરીની શેરીએ ફરવા નીકળ્યો છે. નગરના રાજમાર્ગો ઉપર રાજાના સેવકો ઢઢેરો લઈને ફરતા હતા. સેવકોની વાત સાંભળવા કુમાર ત્યાં થંભી ગયા. કુમારે કોઈ એક નગરજનને ત્યાં જ પૂછ્યું - આ પડહ શેનો છે? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) on Page #542 -------------------------------------------------------------------------- ________________ નગરજન - “પરદેશી લાગો છો.” કુમાર - હા પરદેશી છું. નગરજન - અમારા નગરના રાજા વસુરાજા છે. તે વસુરાજાની રાજકુંવરી વિમળા નામે છે. ઉત્તમ ગુણોવાળી રહેલી છે. નસીબ થકી તે રાજસુતાએ હમણાં આંખ થકી તેજ ગુમાવ્યા છે. તે કારણે જે નર તેનો અંધાપો દૂર કરશે તેને રાજા પોતાની કન્યા અને રાજ્ય ભેટ આપશે. ઉપકારી કુંવરે તરત જ પડહ ઝીલ્યો. તરત જ કુમારને રાજદરબારે બોલાવ્યા. પોતાની પાસે ક્ષેત્રપાલની આપેલી ઔષધિમાંથી એક ઔષધિની ગુટિકા લઈને વિમળાકુંવરીના આંખે અંજન કર્યું. કુંવરી તરત દેખતી થઈ. કુમારનો પ્રભાવ તથા તેજસ્વીતા જોઈ વસુરાજ રાજા ઘણો આનંદિત થયો. મહામહોત્સવપૂર્વક વિમળાના લગ્ન કુમાર સાથે થયા. વિમળાને પિતાને ત્યાં ઘરે મુકી, કુમાર-કનકવતી સિધ્ધાચલ ઉપર આવી પહોંચ્યા. ઉલ્લાસપૂર્વક પરમાત્મા ઋષભ નિણંદને વાંદ્યા. ઘણા દિવસો કે વર્ષોથી દર્શનની ભૂખ હતી, તે કનકવતીએ ભૂખ ભાંગી. “કાંકરે કાંકરે અનંત સિધ્યા.” સંભારતા અને ગિરિને વંદના કરતાં જિનમંદિરમાં લાખેણી આંગી રચી. પરમાત્માના પગલાં રાયણ વૃક્ષ હેઠળે પૂંજ્યા. પાંચ જગ્યાએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. દર્શનના ઉપકરણો ધ્વજા ચામર-છત્ર આદિ પરમાત્મા પાસે મૂકે છે. ત્રણ પ્રદક્ષિણા દઈને ત્યાં રહેલા દરેક જિનબિંબોની પૂજા કરી. દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં ભાવવિભોર બની ગયા. પૂજા બાદ દાદાને છેલ્લા જુહાર્યા. ગિરિરાજથી નીચે ઊતરવા લાગ્યાં. ત્યાં નીચે છેલ્લી છેલ્લી ગિરિરાજની ચરણરજ માથે ચડાવી. પછી ગિરનારની યાત્રાએ ગયા. ત્યાં પણ તે જ રીતે તેમનાથ પરમાત્માની પરમભકિત કરી. ત્યાંથી તે નરનારી પાછા ફર્યા. તાપસગામે પોતાના આશ્રમ પાસે રહેલી હવેલીએ આવી ગયા. યાત્રામાં બે માસ પૂરા થયા. વિદ્યાધર કથાઓનું પાણિગ્રહણ જ્યારે આ બાજુ યમુનાતીરેથી ઘણા ખેચરરાયો કુમારને તેડવા આવ્યા હતા. કુમારની રાહ જોઈ બેઠા હતા. કુમાર આવ્યા કે તરત જ તેડું આવ્યું. ચાલો ! પુણ્યશાળી ! અમે તમને લેવા આવ્યાં છીએ. કુમાર-કનકવતી ખેચરરાય સાથે યમુના વનખંડમાં ગયા. યમુનાના પાણી લીધા, પીધા. કુમાર આવ્યાની વધાઈ પહોંચી ગઈ હતી. બધા રાજાઓ કુમારની સામે સામૈયાયુકત તેડવા આવ્યા. જાનીવાસના મહેલે કુમારને ઊતારો આપ્યો. છસો છત્રીસ બેટીના પિતાએ વાત જાણી. તરત જ તેઓ પણ કુમારના લગ્નમાં આવી ઊભા. વરપક્ષનું કામ તેઓએ કર્યું. કન્યાપક્ષે હવે લગ્નની ચોરી ચિતરી હતી. સાજન માજન સાથે કુમાર જાન લઈને, વાજતે ગાજતે વરઘોડે ચડીને તોરણે આવ્યા. સાસુએ પોંખી લીધા. મોટામને મોહનજી મોંયરામાં પધાર્યા. ઘણા ઉત્સાહ આનંદ સાથે ૬૪ વિદ્યાધર કન્યાઓના લગ્ન કુમાર સાથે થયા. કન્યાદાનમાં વિદ્યાધર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫on Page #543 -------------------------------------------------------------------------- ________________ રાજાએ હાથી, ઘોડા, હીરા, મોતી વગેરે ઘણું આપ્યું. મંગલતુર બજાવતે કુમાર પરણી ઊતર્યા. યમુના તીરેથી ખેચરરાય કુમારને હવે પોતાની નગરી વિજયાપુર નગરે તેડી ગયા. આ પ્રમાણે ચોથા ખંડને વિષે સોળમી ઢાળ મહાસુખને માણતાં, કવિરાજે પૂર્ણ કરી. ચંદ્રશેખર રાજકુમાર ચંપકમાળા આદિ ૬૪ કન્યાઓ સાથે પાણિગ્રહણ. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૨ Page #544 -------------------------------------------------------------------------- ________________ – દુહા : ચંદ્ર જીસા યસ ઝગમગે, વસત વિજયપુર માંહિ, ચોસઠ તારી શું . એક વાત જળક્રીડા ત્યાંહિ. /. એક તિ સાસુ ગુણાવાળી, કુંવરને કહે ધરી પ્રેમ, શત્રુઘરે સસરો રહે, નહિ છોડાવો કેમ ? તેરા વળતુ જપે કુંવર તે, મ ધરો દુઃખ લગાર, હરિબળ તિજઘર આવશે. મણિમૂલ જમ રબાર. all કુંવરે શીખવી દૂત મોકલ્યો, દૂત ગયો તેસિવાર, શંખપૂરે મણિમૂલ નૃપ, પાસે કરત ઉચ્ચાટ સજા સુરનર જસ કીર્તિ કરે, કિન્નર જશ ગુણ ગાય, ભૂયર ખેચર તુમ સમ, પ્રણમે જેહતા પાય. પણ હરિબલની આડ કન્યકા, છપ્પત રાજકુમારી, લીલાએ વરી જેહને, તેજે કિરણ હજારી. કો. શીતળતાએ ચંદ્રસમ, ચંદ્રશેખર તસ નામ, તેણે મુજને ઇહાં મોકલ્યો. કરણ તમારું કામ. ગા. હરિબળ રાયને તેડીને, તમે યલો મુજ સાથ, ચંદ્રશેખર ચરણે તમો, તમે પણ થશો સનાથ. તો સાંભળી મણિમૂલ કોપીયો, બોલ્યો પરી અભિમાન, બાળમતે - તુજ મોકલ્યો, ચંદ્રશેખર તાલન. લા તટ વિટશું ફરતો ફરે, જાણું ભસે એ થાત. પણ હવે હડકવા હાલીયો, આવ્યું મરણ નિદાન. //holl દૂતને હણવો નવિ ઘટે, તેણે તું જા સુખમાંહિ, જેવું આવે નજમાં, તેવું કહેજે ત્યાંહિ /૧૧ પાછો આવી દૂત તે, કુંવરને વાત કરંત, કાને કડવાં તે સુણી, સૈન્ય સકળ મેલંત. ૧રો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૦૩ Page #545 -------------------------------------------------------------------------- ________________ સસરા ઉચ્ચ સાળા બહુ ભૂમિ તટિની મળ્યા, ત્રિક *અક્ષૌહિણી તટે, જઇ દીએ તંબુ ૧- અક્ષૌહિણી સેના પ્રમાણ. ૨૧,૮૦૦ હાથી, ૨૧,૮૦૦ રથ, ૬૫,૪૦૦ અશ્વ, ૧,૦૯,૮૦૦ પાયદળ. બધુ એકઠાં કરવાથી ૨,૧૮,૦૦૦ પ્રમાણ એક અક્ષૌહિણી સેના થાય છે. -ઃ દુલ્હા ઃ સંગ, ઉત્તુંગ. ||૧૩|| ભાવાર્થ : વિજયાપુર વિદ્યાધરની નગરીમાં ચંદ્રકુમા૨ ૬૪ સ્ત્રીઓ સાથે સંસાર લીલા ભોગવી રહ્યા છે. ચંદ્રમા જેવો કુમારનો યશ ચારેકોર વિસ્તાર પામ્યો હતો. ચંપકમાલા આદિ સખીઓ, સ્વામી સાથે કોઈવાર વનક્રીડા કરવા માટે ગયા છે. કોઈ વખત જિનમંદિરે જઈ સૌ ભેગા થઈને જિનેશ્વર ભગવાનની ભકિત કરતાં હોય છે. કુમારના દિવસો આનંદથી જવા લાગ્યાં. ક્યાં રાત પડી ! ક્યાં દિન ઉગ્યો ! તે પણ ખબર પડતી નથી. એક વખત ગુણાવાળી સાસુ, જમાઈને કહે છે, હે પરોણા ! હૈ જમાઈરાજ ! કુમાર - મા ! બોલો, શું કહેવું છે ? ગુણાવાળી - પ્રાહુણા ! ચંપકમાલાના પિતા પાસે એક વખત શંખપુરીનો રાજા મણિચૂડે ચંપકમાલા આદિ આઠેય બેનોની માંગણી કરી હતી. તેના ઉત્તરમાં ‘ના’ પાડવામાં આવી. ત્યારે મણિચૂડે યુધ્ધ કર્યું. અશુભના ઉદય થકી હાર પામી. મણિચૂડ જીતી ગયો. તે પોતાના કેદખાનામાં ચંપકના પિતાને પૂરી દીધા. અમે ત્યાંથી અહીં યમુનાના વનખંડમાં આવી રહ્યાં. પણ.. પણ.. ત્યાં તેમની શી વલે ? આટલું કહી ગુણાવાળી ગળગળી થઈ ગઈ. કુમાર - મા ! શાંત થાઓ ! જે વાત હોય તે કહો. તમારી ઈચ્છા હું પૂરી કરીશ. ગુણાવાળી - અહીં આપણે સુખમાં. જ્યારે તે કારાગૃહમાં સડે છે. આ વાત મારા અંતરને કીડાની જેમ કોરી રહી છે. વેદના સહેવાતી નથી. હે નરોત્તમ ! શત્રુ ઘરે રહેલા તમારા સસરાને નહિ છોડાવો ? આટલું બોલી ગુણાવતી કુમારની સામે એકીટશે જોઈ રહી. કુમાર - મા ! ચિંતા ન કરો. હું બેઠો છું તેમને છોડાવનાર, તમે દુઃખ ન ધરો. માતા ! તમે ચિંતા ન કરો. મણિચૂડ પાસેથી હમણાં હું છોડાવી લાવીશ. હરિબળ રાજા જરૂર આપણા ઘરે આવશે. યમ સરખું શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૦૪ Page #546 -------------------------------------------------------------------------- ________________ મણિચૂડનું ઘર ઘડીકમાં હું કકડભૂસ કરી નાખીશ. ત્યાર પછી કુમારે એક દૂતને બોલાવ્યો. બધી વાત સમજાવી. કુમારે દૂતને શંખપુર નગરે મોકલ્યો. મણિચૂડ રાજા રાજદરબારે બેઠા હતા. નગરજનો પણ આ સભામાં હાજર હતા. દૂત શંખપુરી પહોંચી ગયો. રાજા સભામાં બેઠો હતો. તેની પાસે જઈ દૂતે આડંબરપૂર્વક નમસ્કાર કર્યા. પ્રત્યુત્તર આપતાં રાજા બોલ્યો - બોલો? તમારે શા માટે આવવાનું થયું? કહો. દૂત - હે રાજનું! દેવો અને મનુષ્યો જેમની યશ-કીર્તિની કથા કહી રહ્યા છે, દેવાંગનાઓ, અપ્સરાઓ પણ જેના ગુણો ગીતો ગાય છે. વળી ભૂચર તથા તમારા જેવા ખેચર રાજાઓ પણ જેના ચરણે આવી મસ્તક ઝૂકાવ્યા છે. નમસ્કાર કર્યા છે. વળી હરિબળ રાજાની આઠ કન્યા, તથા બીજી પદ વિદ્યાધર કન્યાઓ લીલા માત્રમાં જેમને વરી ચૂકી છે, પરણી ચૂકી છે. તેજસ્વીતામાં બીજો સૂર્ય, શીતળતામાં બીજો ચંદ્ર જોઈ લ્યો. એવા અમારા ચંદ્રશેખર મહારાજાએ વિજયનગરથી મને મોકલ્યો છે. મણિચૂડ - લાંબી વાત છોડ ! કહે શા કારણે આવ્યો છે? દૂત - હે રાજનૂ! “રિબળ રાજાને જે કારાગૃહમાં નાંખ્યા છે તેમને જલ્દી બહાર કાઢી સન્માનપૂર્વક લઈને અમારા રાજા પાસે લઈ આવો.” અથવા તો મારી સાથે ચાલો. “ચંદ્રશેખર રાજાને આવીને ચરણે પડો, તમે પણ આવશો તો સનાથ થશો.” દૂતના વચનો સાંભળી મણિચૂડ ઘણો કોપાયમાન થયો. અભિમાનમાં આવી કહેવા લાગ્યો - રે ! તારું બોલવાનું બંધ કર. તું દૂત છે માટે અવધ્ય છે. બાળક બુધ્ધિથી જ ચંદ્રશેખરે તને મોકલ્યો લાગે છે. નટની જેમ રખડતો તારો રાજા ગમે ત્યાં ફર્યા કરે છે. તે તો નાદાર છે. વળી કૂતરાની માફક ગમે તેમ ભસ્યા કરે છે. પરંતુ હવે તો તેને કૂતરાની જેમ હડકવા પણ આવ્યો છે. તેથી લાગે છે કે તેનું મોત નજીક આવી રહ્યું છે. તેને હણાય નહિ. જા ! જલ્દીથી અહીંથી સુખેથી ચાલ્યો જા ! તારી નજરમાં જે આવે તે તેને જઈને કહેજે. તરત સભામાંથી દૂત નીકળી ગયો. વેગે વિજયાપુર આવી કુમારને મળ્યો. ત્યાંની બધી જ વાત કરી. દુશ્મનના કાનને પણ કડવી લાગે તે વાત સાંભળી. શંખપુર ઉપર ચડાઈ કરવા સૈન્યને તૈયાર થવા આદેશ આપ્યો. મણિચૂડની વાત પર ઘડીક હસવું પણ આવી ગયું. કુમાર યુધ્ધમાં જવા નીકળ્યા. ત્યારે સસરા-સાળા, આદિ પોતાના સૈન્ય સાથે કુમારને સહાય આપવા દોડી આવ્યા. બધું સૈન્ય ભેગું કરતાં કુલ ત્રણ અક્ષૌહિણી સૈન્ય તૈયાર થઈ ગયું. શુભ દિવસે પ્રયાણ પણ થયું. શંખપુર નગરની બહાર ઊંચી ભૂમિએ પડાવ નાંખ્યો. તંબુ તણાયા. સૌએ ત્યાં સ્થિરતા કરી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૦૫ Page #547 -------------------------------------------------------------------------- ________________ - ટાળ-સત્તરમી : (કડખાની ... એ દેશી.) મુક્તિ મંદાર વરમાળ મૌલીધસ, બંધુસ સિંધુરા રુદ્ધ વિકસે, ભટ વિકટ કુંકુમા-ગુણ વતન વિષ્ણાલંકૃતિ શસ્ત્ર પૂજંત નિકસે.મુ. ૧ શંખપુર ભૂપ મણિમૂળ પ્રતિકૂળ થઇ, ચાર અક્ષૌહિણી સૈન્ય લેવે, આવે નિષ્ણ ભટ વિટ રણભૂમિએ, ઝટ કરિ રોય રણ સ્થંભ દેવે મુ //રા મણિયૂળ સૈન્ય રણજીત સેનાપતિ, ચંદ્રશેખર તણે વિજયમલ્લ, હોય સેનાપતિ હુકમ ભટણ મયે, જિમ તયે નટ્ટવા વાદી મલ્લો.મુ. ગ. ભેરી કાહલ પટહ ના દિશિ ગાજતે, વાજતે તૂટ રણ સૂર ચઢતાં, બંદી બિરદાવલિ બોલતે ડોલતે, અમલ આરોગ તે સુભટ લડતે.મુ //૪ll હસ્તીએ હસ્તી તમે તુમ રથે થ, ખગે ખગ્ર ગ્રહી કુત ભાલા, બાણે બાણાવળી, હોય સૈન્યે મળી, યુદ્ધ ચિરકાળ કરતાં યુધાળા.મુ //પો. ક્ષણ શત્રે ભુજા ઇં મુષ્ટી યુધ્ધ, ચરણ ચરણે હણે દંત કેશા, નખ નખે મસ્તકે સુર નર કેચતા, મોગરે ભજતા રથ વિશેષા.મુ. કો. ગિરિશિખર કયું ગદા ઘાતે ગજની પતતિ, અશ્વને પદ ગ્રહી ખે ઉછાળે, સુભટ મુચ્છિત પડ્યા, વૃદ્ધ પક્ષાતિલે, સજજ થઇ યુધ્ધ કરતાં સફાળે.મુ. આશા પતિત પતિ કરી અa થ ભાગતે, રણ ભુડુશ્વર થઈ પ્રેત નાયે, ભાગતું સૈન્ય લહી ચંદ્રશેખર તણું, સૈન્યપતિ વિજયમલ ધનુષ ખેંચે.મુ. સદા સજજ તવ સૈન્યભટ વીરવલયાં ધરી, આવતાં દેખી રણજીત ઉs, ોય સેનાપતિ યુધ્ધ કરતાં લહી, ગગત વ્યંતર તણા વ તૂટેમુ. |લા સૈન્ય નિજ ભગતે, મણિમૂલ ઉઠીયો, શ્વસુર સહ ચંદ્રશેખર સરોષે, ધાઇયો સન્મુખ તીર તકસ ગ્રહી, વતો મણિમૂળ ક્રોધાભિવેછે.મુ. ૧oll અમ પ્રિયા આઠ યમુના તટે તસ્કરી, તસ્કર જીવ લેતાં ન મૂકું. ચંદ્ર કહે મેં વરી તારી થઇ સિંહની, જંબુકા પાપી મરણે ન મૂકું. ૧૧ વત ક્રોધ બિહું દુર્ધા રથ ચઢી, પ્રાણહર બાણ વચ્ચે ઝગંતા, ઉભય બાણે કરી ગગને મંડપ ભયો, અવર રણ ભટ્ટને છાયા તપતા.મુ. ||૧રો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પ0 Page #548 -------------------------------------------------------------------------- ________________ ભણત મણિયૂલ થરાદિ પર બળ તપે, વાલું કાંકળા રે; તપી કિમતી વેળા, ચંદ્ર કહે વહિં તાપિત અયસ ગોળ કિમુ, ન રહે તૃણ પુંજ ગંજી ભરેલા.મુ. ૪/૧all ભટ ભુજાસ્ફોટ ગજ ગર્લ્સ હ્ય હેષિતે, તૂર્ય રવ વીર હકક ગગનભેદ, વીર સિહું ઉજળે, સૈન્યપતિ બિહું તા, એક એક સર્વના રથ ઉછે.મુ. ૧૪ રણજીત સૈ શું યુધ્ધ કરતો ચિટ, વિજયમલ સૈન્ય પણ નવિય થાકે, યોગ ત હ રથ સ્થાપી મૂક્યા તા, શત્રુ સૈન્યાદિ ભટ યૂડ ફાકે.મુ. ૧પ સુભટ નાઠા પડ્યા દેખી મણિયૂળ, શતરૂપ કરી કુંવરને વાટી લેવે, કુંવર પણ લક્ષરુપે બની શતગણા, ખંડ કરી ભૂત બળિદાન દેવે.મુ. //કો ચંદ્રશેખર તણો જગ જસ વિસ્તર્યો, ફૂલની વૃષ્ટિ કરી સુર વધાવે, વિજય મંગલરવે શંખપુરી સંચરી, શ્વસુર ચરણે જઇ શિર નમાવે.મુ. /૧ળી તાતજી ચાલીયે, ઘર જઇ ભાળીયે, એમ કહી હતી શિર તાસ સ્થાપે, હરિબળ રાયની આણ વર્તાવી તિહાં, પુનરપિ સત્ય તસ સુતને આપે.મુ //૧૮ll વિજયડંકા કરી વિજયપુર આવીયા, સાસુએ મોતી થાળે વધાવ્યા, ખેટ બહુ કન્યકા લાવી પરણાવતા, દક્ષિણ એણિ હુકમે જમાવ્યા.મુ. l/૧૯ll અન્યa આવી કહે દેવી ગિલોયના, સમેતશિખર જતાં કાશી પહોતી, નિશિવટે દુઃખભરે સાંભળી મંદિર, માત તુમ નારી મેં જાણી રોતી.મુ. //રol તેની પાસે જઇ થિર કરી પૂછ્યું, તવ તુમ વિરહનું દુઃખ પ્રકાશ્ય, મેં કહ્યું માસ એક માંહે લા ઇલા, દુ: ખ મ ધરશો એમ તિહાં જાશું.મુ. ર૧ નામે ત્રિલોચતા હું તુમ સુતતણી, દેશ પરદેશ સાનિધ્યકારી, એમ કહી આવતાં, રોતી મૃગસુંદરી દેખી, બોલાવી આશાયે ઠરી.મુ. રર વિરહ વલ્લભતણો નારીને દુઃખ ઘણો, રજની તિ વત્ત વિણ દાહ પડતો, શંકર મર કહ્યો, વૈર શિવસે રહ્યો, ભ્રાંતિએ મળીને કામ તડતો.મુ. ll ll આવી તુમને કહું આપ સુખમાં પડ્યા, માતને તાત મેલ્યા, વિસારી, શીધ્રુવેગે ચલો, પિતરને જઇ મલો, પુત્રરત્ન પિતરને સૌખ્યકારી.મુ. ર૪ સામી ઢાળ એ ખંડ ચોથે ભણી, દેશી કડખાતણી સગ વિષમી, શ્રી શુભવીટ સુણી ચિત્ત ઉત્કંઠિયે, નવિ વિસરે જાતે જન્મભૂમિ.મુ. રપ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ પno થી ચંદ્રશેખર રજનો ) Page #549 -------------------------------------------------------------------------- ________________ કુમારનો રણસંગ્રામ -: ઢાળ-૧૦ : ભાવાર્થ : પછી તો યુધ્ધની નોબતો ગગડી. શંખનાદ ફૂંકાયા. સુભટો યુધ્ધના અલંકારો રૂપ શસ્ત્રો સજાવવા લાગ્યા. મુકુંટબધ્ધ રાજાઓ હર્ષથી જીતની વરમાળા ધારણ કરતાં હતાં. હાથીઓને સિંધુર લગાડતા હતાં. સુભટોએ કંકુ વર્ણના (લાલ વર્ણના) વસ્ત્રો ધારણ કર્યા હતા. બંનેના સૈન્યોના રણયોધ્ધાઓ યુધ્ધ કરવા માટે તડપી રહ્યા હતા. મણિચૂડ રાજા પણ ગાંજ્યો જાય તેમ નહોતો. તે પણ ચાર અક્ષૌહિણી સૈન્ય સાથે રણસંગ્રામ કરવા આવી પહોંચ્યો. બંનેના સુભટોએ રણસંગ્રામના મધ્યભાગમાં આવી સ્થંભ ઊભા કરી દીધા. વળી રણભૂમિ પણ કચરો દૂર કરી સાફ કરી દીધી. શુધ્ધભૂમિ કરીને સૌ પોતપોતાનું સૈન્ય ભૂમિ ઉપર ગોઠવવા લાગ્યા. - મણિચૂડ રાજાનો સેનાપતિ રણજીત સૈન્યને આદેશ આપવાનો હતો. જ્યારે કુમારના સૈન્યનો સેનાધિપતિ વિજયમલ નામે હતો. બંને સેનાપતિ સામસામા આવી ઊભા. લડાઈ કરવા માટે બંનેના સૈન્યમાં એકી સંગાથે તોપનો ધડાકો થયો. સેનાધિપતિનો હુકમ થતાં સુભટોએ રણસંગ્રામ ખેલવા માંડ્યો. જેમ વાદીમલ્લો નાચે તેમ ખેલવા લાગ્યા. ભેદી મૃદંગના અવાજ સાથે, દશે દિશાઓ ગાજી ઊઠી. નોબતના નાદ, વાજીંત્રોના તુર સાથે, સૂર્ય ઉદય થયે ભયંકર રણસંગ્રામ મચ્યો. બંદીવાનો બિરુદાવલી બોલતા હતા. સુભટો તે સાંભળી ડોલતા હતા. હાથીઓ હાથી સાથે, ઘોડાઓ ઘોડા સાથે, રથો રથની સાથે, તલવારોવાળા તલવારવાળાની સાથે, ભાલાવાળા ભાલાવાળાની સાથે, બાણેશ્વરી બાણવાળા સાથે, એમ બંને સૈન્યો વચ્ચે ભયંકર ને લાંબા સમય સુધી યુધ્ધ ચાલ્યું. સૈનિકો લડતાં લડતાં જો શસ્ત્રો ખૂટી જતાં તો પોતાના હાથનો દંડ કરીને પણ લડતા હતા. મુષ્ઠી યુધ્ધ, પગથી પગને મારીને યુધ્ધ, દાંતથી પણ યુધ્ધ, એકબીજાના વાળ ખેંચીને યુધ્ધ કરતા હતા. પર્વતની શિખર સરખી ગદા, હાથીને મારતાં બિચારા પડી જતાં હતાં. વળી કોઈ કોઈ સુભટ તો ઘોડાઓને પગથી પકડી ગગનમાં ઉછાળતા હતા. રણભૂમિ ઉપર કેટલાયે સુભટો હણાયા. કેટલાયે મૂછ પામ્યા. તે વેળાએ આકાશ થકી ગીધડા આવી ઉજાણી કરતા હતા. લોહીથી ખરડાએલી ભૂમિ પણ કાદવવાળી થઈ ચૂકી હતી. મૂર્શિત થયેલા સુભટોને મૂછ વળતી ત્યારે વળી પાછા સફાળા ઊભા થઈ યુધ્ધ કરતાં હતાં. પોતાના રથમાંથી લડવૈયો લડતાં પડી જાય તો તે ઘોડો, પોતાનો રથ લઈને રણસંગ્રામમાંથી પલાયન થઈ જતો. વળી ઘણા લડવૈયાના મૃતદેહો જોઈને વ્યંતર-નિકાયના દેવો, ભૂત, પ્રેત આદિ સૌ ગગનમંડળમાં નાચતા હતા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પn૮ Page #550 -------------------------------------------------------------------------- ________________ મણિચૂડના સૈન્યના એક સરખા ધસારાથી ચંદ્રશેખરના સુભટો પાછા હટતા હતા. પાછા હટતા જોઈ મણિચૂડના સુભટોએ બમણા વેગથી હુમલો કર્યો. હુમલે સહન ન કરતાં કુમારના સૈન્યમાં ભાંગફોડ થઈ. સુભટો નાસભાગ કરવા લાગ્યાં. સેનાધિપતિ વિજયમલ્લે ત્રાડ પાડી. અને પોતાનું ધનુષ ખેંચ્યું. પોતાનો નાયક રણસંગ્રામમાં ઊતરતો જોઈ કુમારના બધા જ સૈનિકોએ વિજયમલ્લ સાથે હલ્લો કર્યો. વિજયમલ્લને આવતો જોઈ રણજીત પણ તેની સામે રણમાં ઊતર્યો. ભયંકર રણસંગ્રામ થયો. પ્રથમથી જ ધસારો લઈ આવેલ મણિચૂડનું સૈન્ય થાક્યું. વિજયમલ્લ સામે વધારે વાર ટકી ન શક્યું. વિજયમલ્લે રણજીતને પણ ઘણો હંફાવ્યો. બંને સેનાપતિને યુધ્ધ કરતાં જોઈ ગગને રહેલા વ્યંતરો પણ આનંદ પામતા હતા. કુમારના સુભટોએ રણજીતને ઘેરી લીધો. તેથી તેના સૈનિકો પાછા હટવા લાગ્યા. મણિચૂડે જોયું કે મારું સૈન્ય ભાગી રહ્યું છે. રણજીત ઘેરાઈ ગયો છે. તેથી પોતાનો રથ સંગ્રામમાં ઊતાર્યો. મોટી હાક મારી કુમારને પણ નોતર્યો. મણિચૂડને આવતો જોઈ કુમાર પણ સામે ધસ્યો. કુમારની સાથે જ સસરા-સાળા વગેરે પણ યુધ્ધ ખેલવા ભૂમિ પર આવી ગયા. તીર-કામઠા, તરકશ આદિ ગ્રહણ કરતો મણિચૂડ ક્રોધથી ધમધમતો બોલ્યો - રે ચોર ! મારી આઠ પ્રિયાને યમુના તીરેથી ચોરની જેમ હરણ કરનાર મહાચોર ! તને જીવતો નહિ મૂકું! આજ તો તારે માથે મોતના નગારા વાગે છે. કુમાર -રે શિયાળિયા! હું તો સિંહ થઈને આઠે કન્યાને પરણ્યો છું. શું તું ભૂલી ગયો કે સિંહના પંજામાં સપડાએલ શિયાળ કદી છૂટી શકતો નથી. હે પાપી ! તને હવે જીવતો ન મૂકું રણભૂમિ ઉપર ક્રોધથી ધમધમતા બંને રાજાઓ વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. વચનયુધ્ધની સાથે રથમાં રહેલા દુર્ધર યોધ્ધાઓ શસ્ત્રયુધ્ધ કરતા. હવે તો એકબીજાના પ્રાણને હરી લે તેવા બાણો મૂકવા લાગ્યાં. બાણોના વરસાદ થકી ગગન મંડળ છવાઈ ગયું. સૂર્ય પણ ઢંકાઈ ગયો. બાણોના મંડપથી સુભટોને જાણે છાંયડો મળ્યો ન હોય; તેમ ગગન મંડપે તે લાગતો હતો. બંને મહારથીઓ એકબીજાને જરાયે મચક આપતા નહોતા. વળી મણિચૂડ બોલ્યો - રે! સસરાદિની સહાયથી પોતાને યોધ્ધો કહેવરાવે છે. પણ ક્યાં સુધી ! સૂર્યના તાપથી રેતી કાંકરા ક્યાં સુધી તપે? કુમાર - “ખરેખર મણિચૂડ” તું તો મૂર્ખ લાગે છે. સૂર્યના કે અગ્નિના તાપથી લાલચોળ થયેલ લોખંડનો ગોળો શું ઘાસની ગંજીને બાળી શકશે? તું તો પથ્થર કરતાં પણ વધારે કઠણ છે. શા માટે ગુમાન રાખે છે? કુમારે પણ મણિચૂડને તીખા તમતમતા જ જવાબો આપ્યા. બેઉ પક્ષે સુભટો મરણિયા થઈને લડતા હતા. હાથના સ્ફોટ સાથે કેટલાક લડતા હતા. હાથીઓ હથી સાથે, ઘોડાઓ ઘોડા સાથે.. હર્ષારવ કરતા હતા. વિરહકકના અવાજો ગગનને ભેદી રહ્યા હતા. કોઈ કોઈને મચક આપતું નથી. સેનાપતિ પણ પોતાના રાજા રણમાં આવેલો જોઈ બમણા વેગથી લડતો. એક બીજાના રથને ભાંગતા ઉછાળી રહ્યા છે. રણજીત-વિજયમલ્લા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ફોખર ની શા) ૫૦૯ Page #551 -------------------------------------------------------------------------- ________________ બંનેનું યુધ્ધ પણ ઘણું લાંબુ ચાલ્યું. છતાં તેઓ થાકતા ન હતા. કુમારે જોયું કે મણિચૂડ મરણિયો થઈ લડી રહ્યો છે. સુભટો પણ લડે છે. શત્રુનો સંહાર ઘણો થતો જાય છે. યોગીએ આપેલ દંડ કંથા યાદ આવી. દંડ હાથમાં લઈ વિદ્યા ભણીને પોતાના રથમાં મૂકી દીધો. દેવ અધિષ્ઠિત દંડના પ્રભાવે શત્રુ સૈન્ય ઉપર માર પડવા લાગ્યો. દંડનો પ્રહાર સહન ન કરતાં શત્રુ સૈન્ય ભાંગવા લાગ્યું. કુમારનો તથા કુમારના સૈન્યનો દુશ્મનોને માર અસહૃા લાગ્યો. સુભટો ધૂળ ફાંકતા થઈ ગયા. બિચારા સુભટો જીવ લઈને રણભૂમિ છોડી નાસી જવા લાગ્યાં. મણિચૂડે જોયું કે સુભટો હવે લડી શકે તેમ નથી. પોતે હારવાની ટોચ પર છે. તેથી પોતાની વિદ્યાબળ પોતાના સો રૂપ કરીને કુમારને ઘેરી લીધો. અનેક વિદ્યાને જાણનાર કુમારે જોયું કે મણિચૂડે ૧૦૦ રૂપ ધારણ કર્યા છે. તો પોતે પણ વિદ્યાશકિતએ એક લાખ રૂપ ધારણ કર્યા. અને મણિચૂડના ૧૦૦ રૂપને ઘેરી વળ્યો. પોતાના શસ્ત્ર વડે સો મણિચૂડને હણી યમરાજાને ઘરે મોકલી દીધા. જ્યારે શરીરના અવશેષોને દશે દિશામાં રહેલા વ્યંતરોને ઉજાણી કરવા માટે ફેંકી દીધા. શત્રુરાજાથી પોતાનો રાજા હણાયો જાણી, રણસંગ્રામમાંથી મણિચૂડ રાજાના સુભટો ભાગી ગયેલા તે બધા કુમારને શરણે આવ્યા. ચંદ્રકુમાર મહારાજાનો જયનાદ બોલાવ્યો. કુમારનો દિગ્વિજય થયો. ગૌરવભર્યા વિજયથી કુમારનો યશ જગતમાં ફેલાયો. દેવોએ કુમારની ઉપર ફૂલની વૃષ્ટિ કરીને વધાવ્યા. ઉભય સૈન્ય સાથે વિજયનો નાદ ગજાવતા નગરજનો સાથે કુમારે શંખપુરી નગરીમાં વાજતે ગાજતે પ્રવેશ કર્યો. કારાગૃહમાં રહેલા પોતાના સસરા હરિબલરાજા પાસે પહોંચી ગયો. બંધનમૂક્ત કર્યા. તરત જ તેમના ચરણે નમસ્કાર કર્યા. ત્યારપછી બે હાથ જોડી વિનંતી કરી - “પિતા તુલ્ય સસરાજી.” આપ પધારો. દેવી ગુણાવળીને વિરહજાળથી બચાવો. આ પ્રમાણે કહી કુમાર હરિબળ રાજાને સાથે લઈ કારાગૃહમાંથી બહાર આવ્યા. હાથી ઉપર બેસાડીને “હરિબળ મહારાજાનો જય” નાદ પોકારી, વાજતે ગાજતે શંખપુરીની રાજસભામાં આવ્યા. શંખપુરના રાજ્ય ઉપર હરિબળ રાજાની આણ વર્તાવી. ગાદી ઉપર મણિચૂડના પુત્રને બેસાડ્યો. હરિબળ રાજાના હાથ નીચે ખંડિયા રાજા તરીકે જાહેર કર્યો. વિજયને વરેલા કુમારે હરિબળ રાજાને લઈને વિજયાપુર નગરે વાજતે ગાજતે પ્રવેશ કર્યો. સાસુએ સાચા મોતીથી પ્રાહુણા જમાઈને તથા પતિને વધાવ્યા. નગરજનોએ પણ પોતાના રાજાને ઉત્સાહથી પુષ્પોથી વધાવ્યા. કુમારનું અપૂર્વ પરાક્રમ જોઈને મુગ્ધ પામેલા વિદ્યાધર રાજાઓએ પોતપોતાની ઘણી કન્યાઓ ચંદ્રકુમારને પરણાવી. વૈતાઢ્યની દક્ષિણ શ્રેણીના નગરો ઉપર કુમારે પોતાની આણ વર્તાવી. - કુમાર હવે તો નિશ્ચિત બન્યો. દેવલોકનો દેવેન્દ્ર જે સુખો ભોગવે તે કરતાં અનેક પ્રકારે કુમાર સુખોને ભોગવતો પોતાનો કાળ વિતાવે છે. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) જાણો શા) ૫૧0 Page #552 -------------------------------------------------------------------------- ________________ દેવી ત્રિલોચનાનો મીઠો ઠપકો એકદા કુમાર સંધ્યા ટાણે મહેલના પ્રાસાદે ઊભા હતા. દૂર દૂર સંધ્યા ખીલી હતી. તે સોહામણા સૌંદર્યને નિહાળતા હતા. રંગબેરંગી વાદળો જોવામાં મગ્ન હતા. ત્યાં ગગનમંડળમાંથી એક દેવી સડસડાટ ઊતરી આવી. કુમારની સામે આવી ઊભી. કુમાર તો પ્રશ્નભરી નજરે દેવીને જોઈ રહ્યો. પળવારમાં તો કુમારે દેવીને ઓળખી લીધી. બીજું કોઈ જ નહિ પણ કુમારની રક્ષા કરનારી ધર્મભગિની બેન ત્રિલોચના દેવી. ત્રિલોચના બોલી - “ઓળખે છે ?’ કુમાર - હે ધર્મભગિની “તને ન ઓળખું ?” દેવી - કરો છો ? કુમાર - દેશ પરદેશ જોવામાં મજા આવે છે. તેથી ફર્યા કરું છું. બીજાનાં દુઃખો જોઈ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરું છું. દેવી ! પણ આ ટાણે આપ અહીં ક્યાંથી ? દેવી - સાંભળો ! હું સમેતશિખર યાત્રાર્થે જઈ રહી હતી. ગગનમાર્ગે જતાં જ વચમાં કાશી નગર આવ્યું. રાત પડી હતી. નગર ઉપરથી પસાર થતાં મોટે અવાજે રડતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. હું તરત નીચે આવી. રડતી સ્ત્રીનો અવાજ મહેલમાંથી આવતો હતો. તેમની પાસે ગઈ. તે સ્ત્રી તે બીજી કોઈ નહિ પણ તારી માતા, રાણી રત્નવતી. દુઃખભર્યા દિવસો કાઢતી હતી. મેં પૂછ્યું - ‘માતા’ અટાણે કેમ રડો છો ? મને કહે ન રડું તો શું કરું ? મારો ચંદ્ર કેટલાયે વર્ષોથી ચાલ્યો ગયો છે. તે તો નથી આવ્યો. પણ તેનો સંદેશો પણ કોઈ આવ્યો નથી. દીકરાનો વિરહ હવે મને ખમાતો નથી. હે કુમાર ! મા તો મને ન ઓળખે. પણ મેં તો ઓળખી લીધા, કે આ તમારા વિરહમાં મા રડે છે. મેં આશ્વાસન આપ્યું. ઘણુ સમજાવ્યા. તમારા વિરહમાં માતાપિતા તો ઝૂરી ઝૂરીને ઘણા દુઃખી થઈ રહ્યા છે. કુમાર ! વિચારો. ત્યાં મેં આશ્વાસન આપતાં કહ્યું કે ‘મા’ તમારો દીકરો કુશળ છે. હું એમની સાંનિધ્યમાં રહીને રક્ષા કરું છું. તે તો મારો ભાઈ છે. ત્રિલોચના નામે હું દેવી છું. તેમનું રક્ષણ હું કરી રહી છું. કુમાર - હે દેવી ! તારી પરમ કૃપા થઈ. દેવી - રત્નવતી માને કહીને આવી છું. તમારો દીકરો જ્યાં છે ત્યાં હું જાઉં છું. તમારો સંદેશો કહીશ. એક મહિનામાં લઈને આવું છું. તમે હવે મનમાં દુ:ખ ધારણ ન કરશો. રડતીમાને શાંત કરીને અહીં આવી છું. તમને તો ઈન્દ્રના સુખો મળ્યાં છે. પછી માડી ક્યાંથી યાદ આવે ? કુમાર સાંભળીને મનમાં ઘણો હચમચી ઉઠ્યો. માતાની વાત સાંભળી દુઃખી થયો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૧૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ વળી ત્રિલોચના કહેવા લાગી - હે બંધુ! તારી માતા જ દુઃખી છે, તેમ ન માનતો બીજા પણ ઘણા દુઃખી છે. કુમાર - વળી બીજુ કોણ? દેવી - જરા યાદ કર. કોને કોને ક્યાં છોડી આવ્યો છું. માતા રત્નાવતી પાસેથી જવા માટે નીકળી ત્યાં તો બીજી સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો. તેની પાસે પહોંચી તો - રડતી બાઈ બીજુ કોઈ જ નહિ પણ. પણ. જંગલની કેડીએ જીવન ટકાવતી હતી. તેને તું જે લઈ આવ્યો તે “મૃગસુંદરી.” કુમાર - મૃગસુંદરી? દેવી - હા! હા! તે પણ તારા વિરહમાં ઝૂરી રહી છે. પરણીને ઘરે મૂકી આવ્યો. સંભાળ લીધી? મેં તેને પણ બોલાવી. આશ્વાસન આપીને આવી. કુમાર ! સ્ત્રીને પતિનો વિરહ ઘણો અસહ્યા હોય છે. રાતદિવસ ઝૂરી ઝૂરીને જાય છે. તેના દુઃખની કોઈ સીમા નથી. પત્નીને પતિના વિરહનું દુઃખ સમું બીજું કોઈ મોટું દુઃખ હોતું નથી. જે કામદેવ શંકર અને હરિને ચલાયમાન કર્યા છે. રમણી સ્ત્રીની ભ્રાંતિ થકી કામ નડ્યો હતો, તો તમે શા હિસાબના? ત્રિલોચનાના મીઠા અને આકરા ઠપકાના એ શબ્દો સાંભળી કુમારનું દિલ દુભાવ્યું. જવાબ એક પણ ન આપતો. દેવીની વાતને નીચું જોઈને સાંભળે છે. ત્રિલોચના - કુમાર ! ઊંચુ જુઓ. કુમારે ઊંચુ જોયું. મોઢા પરથી તેજસ્વિતા ઓસરી ગઈ હતી. દુઃખી થતાં થતાં માતાપિતા યાદ આવી ગયા. મૃગસુંદરી પણ આંખ સામે આવી ઊભી. વળી ત્રિલોચના બોલી - કુમાર ! તમને કહું છું. આપે તો સુખ સાહ્યબી મળતાં માતાપિતા, પત્નીને વિસારી મૂક્યા છે. પણ નહિ ચાલે. હવે પરદેશ ફરવું છોડી દઈને, વેગપૂર્વક માતાપિતા પાસે પહોંચી જાવ. જગતમાં કહેવાય છે પુત્રરત્ન જ માતાપિતાના મહાસુખકારી હોય છે. આ પ્રમાણે ચોથા ખંડની સત્તરમી ઢાળ “કડખા” ની દેશીએ પ્રગટ કહી છે. કર્તા પુરુષ કહે છે કે, આ ઢાળ સાંભળીને ચિત્તમાં ધારણ કરજો કે આપણા માતાપિતા તથા જન્મભૂમિને ક્યારેય વિસરી ન દેવા જોઈએ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૨ Page #554 -------------------------------------------------------------------------- ________________ -: દુહા : ૧. ' શા સાંભળી ત્રિવયના વચન, ચિંતે ચિત કુમાર, હું અવિનિત માબાપને, દુઃખાયક ધિક્કાર. હરિબળ છે શ્વસુર ઘણા, મેળવી પૂછે એમ, મુજને વોળાવો તાકીદે, પિતરને મળીયે જેમ. માતપિતાની રજા વિના, નીકળીયો પરદેશ, પુત્ર વિયોગે પિતરને, અહોનિશ હુવે ક્લેશ, તે માટે અમે ચાલશું. મ કરો ઘડીય વિલંબ, એમ કહી વર મૂહુર્ત લીયું, મળવાને નિજ અંબ hall ll -: દુહા : ભાવાર્થ દેવી ત્રિલોચનાની વાત સાંભળી ચંદ્રશેખર રાજકુમાર વિચારી રહ્યા છે. રે હું કેટલો બધો નગુણો ! જન્મ આપનાર માતાને ભૂલ્યો. પિતાને ભૂલ્યો. અવિવેકી એવા મને ધિકકાર હો. કુમારનું હૃદય દ્રવી ઉઠ્ય. માતાનું વાત્સલ્ય યાદ આવતાં હૈયું ઉભરાઈ આવ્યું. ભૂતકાળ યાદ આવ્યો. રણક્ષેત્રે હજારોને હંફાવનાર ચંદ્રશેખરનું હૃદય માતાનો સંદેશો સાંભળીને રડી ઉડ્યું. જનની અને જન્મભૂમિ કોને ન હચમચાવે? પળવાર કુમારે આંખ મીંચી વિચારી લીધું. આંખ ઉઘાડી જોયું તો ત્રિલોચના ન દેખાઈ. અંતર્ધાન થઈ ગઈ. કુમાર બેઠો હતો, ઊભો થઈ ગયો. હવે જલ્દી માતાપિતા પાસે જવું છે. પ્રાતઃકાર્ય પતાવી કુમાર, સસરા હરિબળ રાજાને તથા બધાને મળીને પોતાની વાત કરી. કહે છે કે હવે અમને જલ્દી વિદાય આપો. ગુણાવળીને પણ આ સમાચાર મળી ગયા. વિવેકી કુમારે પોતાની માતા પાસે જવા માટે પોતાનો નિર્ણય જાહેર કર્યો. કુમારનો જવાનો નિર્ણય સાંભળી રાજપરિવારે કુમારને રોકવા ઘણો આગ્રહ કર્યો. પણ હવે કુમાર પળનો પણ વિલંબ કરવા તૈયાર ન હતા. માતાપિતાની રજા વિનાનો પરદેશ જવા નીકળી ગયો હતો. હવે લગની લાગી કે પ્રથમ માતાપિતાને મળવું. પછી બીજાં કાર્યો હાથમાં લેવાં. શ ોખા કારણો શા) - (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૩ Page #555 -------------------------------------------------------------------------- ________________ કુમારે હરિબળ રાજાને કહ્યું - હે રાજન! હવે અમને વિદાય માટે વિલંબ ન કરો. મારા માતાપિતાની આજ્ઞા વિના પરદેશ જોવા નીકળ્યો છું. તેથી તેઓ મારા વિયોગે ઘણા દુઃખી થાય છે. વળી લેશ પણ કરતા હશે. હું પણ મારા માતાપિતાને મળવા ઘણો જ ઉત્સુક છું. આપ સૌ જલ્દી મને રજા આપો, જેથી જલ્દી હું મારા માતાપિતાને ચરણે જઈનામું રાજા-રાજપરિવારે જોયું કે હવે કુમારને રોકવા અઘરું કામ છે. હવે ન રોકાય. શોકાતુર હૈયે રજા આપી. જવાની તૈયારીઓ થવા લાગી. પ્રયાણ માટે શુભવાર - શુભ ચોઘડિયું અને શુભ ઘડી પણ આવી. -: ઢાળ-અઢારમી : (સાહેલાં હ.. એ દેશી.) સાહેલાં તે સાસુ હવે વડી તીન, બીજી પણ સાસુ મળી હો લાલ, દીકરીઓને એમ શિખામણ દેતી વળી, હો લાલ //all સાહેલાં છે, સાસુ સસસ સેવ, પતિવ્રતા ધર્મ પાળજો હો લાલ, સા. ખેસુતા તજી ગર્વ, તાતનું કુળ અજુઆળો હો લાલ. રા. સા. શોક્ય સહોદરી તુલ્ય, જાણી રહો પ્રીતિ ઘણે હો લાલ, સા. ચંદ્રશેખરને એમ, સસસ મળી પ્રેમે ભણે હો લાલ, lall સા. પુત્રી જીવિતપ્રાય, તુમ હાથે થાપણ ઠવી હો લાલ, સા. સહુ પર ધરજો પ્રેમ, જો પણ પરણો નવી નવી હો લાલ //૪ સા. એમ કહી ભૂષણ રત્ન-વસ્ત્રાદિક દીએ હો લાલ, સા. કુંવર સકળ સ્ત્રી સાથે, બેસે જઇ વિમાનમાં હો લાલ. પી સા. નવશત ઉપર સોળ, ખેચરી પરણી સવિ મળી હો લાલ, સા. અક્ષૌહિણી એક સૈન્ય, દાસ હસી પરિકર મળી હો લાલ. કો. સા. મોકલે ઠામ ઠામ, બેચર એક દશ દાસીયો હો લાલ, સા. મૃગસુંદરીને ગામ, મેલજો ભૂયર તારીયો હો લાલ //ળી સા. વેગે કુંવર ચલંત-બહુલ વિમાને પરિવર્યા હો લાલ, સા. પદ્મપુરે આવંત, મૃગસુંદરી મેળો કર્યો છે લાલ. તા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૪ Page #556 -------------------------------------------------------------------------- ________________ સા. નિજ નિજ મૈત્યે મળત, રતિસુંદરી આ બહુ હો લાલ, સા. બીજા પણ તિાં રાય, ભેટા કરી નમતા સહુ ો લાલ //. સા. દેવી વિસર્જી ત્યાંહિ, ત્રિલોયના કાશી ઘરે હો લાલ, સા. ભરૂઅય રાય સમેત, ચાલતા સવિ અંબરે લાલ. ૧oll સા. કાશીવન પામત, વધામણી નૃપને ગઇ હો લાલ, સા. મહસેન મુક્તિ નરેશ, આવ્યા સહુ ઉત્સુક થઇ છે લોલ. ૧૧. સા. જનકના તમતા પાય, ભૂતળ કુવરી ઊતરી છે લાલ, સા. નયરી વાસસણી તામ, શણગારી કરી સુપરી હો લાલ. ૧રો સા. રાવતી નિજ માય, પ્રથમ પ્રિયા ગુણસુંદરી હો લાલ, સા. સુલોયના દીયે તાસ, રાભૂષણ પેટી ભરી હો લાલ. ૧all સા. વ્યિ બતાવી મહેલ, ત્રિલોચતા ગઇ નિજ ઘરે હો લાલ, સા. શણગારી ગજરત્ન, બેસી પુમાં સંચરે હો લોલ. ૧૪ સા. નૃત્ય મહોત્સવ સાથ, રાજકચેરીએ ઊતર્યા હો લાલ, સા. વિધાધર સહુ સાથ, જમવાને ઘેર નોતર્યા હો લાલ. ૧૫ સા. જનની ચરણ સરોજ, નમતાં કુંવર હરખ ભરે હો લાલ, સા. પુત્રને ઇ આશીષ, માતા શિર ચૂંબન કરે હો લાલ //૧છો સા. વહુરો પાય પડત, સાસુને પ્રથમ પ્રિયાતણે હો લાલ, સા. નવ નવ ભેટ કરંત, પંથની વાત સકળ ભણે હો લાલ. /૧ સા. સાસુ વહુને ઇ મહેલ, સસરાદિકને વિસર્જતા હો લાલ, સા. ધનસાગર નિજઘેર, સર્વ વધુને તેડતા હો લાલ. ૧૮. સા. ગણી નિજ પુત્રી સમાન, ખડૂસ પાકે જમાડીયે હો લાલ, સા. વસ્ત્રાદિક બહુમાન, સાસરાવાસો બહુ દીએ હો લાલ //લો સા. સુરપરે સુખ વિલસંત, કેતા કાળ ગુમાવતા હો લાલ, સા. સ્થાપી કુંવરને રાજ્ય, મહસેન સ્વર્ગે સિધાવતા હો લાલ /રoll સા. પૂર્વ વયત સંકેત, રવિશંખતે તેડાવતા હો લાલ, સા. કરી મંત્રી સુરદેવ, સેનાપતિ કરી સ્થાપતા હો લાલ //રી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૫ Page #557 -------------------------------------------------------------------------- ________________ સા. મંત્રી સેનાપતિ સૈન્ય, સાથે દંડ રતન સા. ત્રણે ખંડના રાય, સા. સ્થાપી સોળ પટતારી, સા. સાસુને વસી ચિત્ત, સા. ક્ષણ એક ન રહે દૂર, સા. નિજ હાથે સા. ભેળાં જમે કરે વાત, રત્નવતી મૃગસુંદરી હો લાલ, સા. માત સુતાથી અધિક, રાગદશા બતી આકરી હો લાલ. ॥૨॥ સા. ચોથે ખંડે એહ, ભાખી ઢાળ અઢારમી હો લાલ, સા. શ્રી શુભવીર વિતોદ, ગુણી સંગત ગુણીતે ગમી હો લાલ. [૬] ગ્રહી હો લાલ, સાધી ઘેર આવ્યા સહી હો લાલ. શીરી ખેચરી હો લાલ, ભૂયરી અઠ અઠ ચરિત્ર સુણી મૃગસુંદરી હો લાલ. ॥૩॥ લાગ્યો રાગ અતિ તેહશું હો શણગાર, સાસુ ધરાવે તેહશું હો લાલ, લાલ. ॥૪॥ પ્રસ્થાન -: ઢાળ-૧૮ : ભાવાર્થ : જનની અને જન્મભૂમિને નમવા માટે જવાની રજા લીધી. પ્રયાણ માટે શ્રેષ્ઠ મુહૂર્ત પણ આવી ગયું. જ્યાં જ્યાં આ વાતની ખબર પડી, ત્યાં ત્યાંથી સૌ કુમારને મળવા દોડી આવ્યા. પ્રયાણની તૈયારીઓ થઈ રહી હતી. વિજયાપુરમાં કુમારની ત્રણ સાસુ હતી. જેટલી ખેટ કન્યાઓ પરણ્યો હતો તે બધાના માતાપિતા પણ સૌ આવી ગયા. સૌ પોતાની પુત્રીઓને શિખામણ આપતાં કહે છે કે - હે વ્હાલી પુત્રીઓ ! તમે ત્યાં જઈને સાસુ સસરાની સારી સેવા કરજો. વળી સ્ત્રીનું ભૂષણ શીલ છે. શીલવ્રતને પાળજો. તમારા વ્રતને સાચવતાં તમે સૌ પતિવ્રતા ધર્મને પણ પાળજો. ખેચર નગરને છોડી ભૂચર નગરમાં જઈ વસવાનું છે. તેથી અમે ખેચર કન્યા છીએ. તે વાત હવે ભૂલી જજો. તમારા પિતાના કુળને અજવાળજો. હે વત્સ ! તમારા સ્વામીની બીજી સ્ત્રીઓ ઘણી છે. તેને તમે સૌ તમારી સગી બહેન તરીકે રાખજો, માનજો. ઈર્ષ્યાભાવ છોડી દઈ એકબીજાના સુખે સુખી અને દુ:ખે દુઃખી થઈ રહેજો. તો તમારી એકબીજાની શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૧૬ Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિ વધશે. વધારે શું કહીએ? તમારા માતાપિતાના કુળને અજવાળજો. ત્યાર પછી કુમારને કહેવા લાગ્યા - હે પ્રાહુણા! પરદેશી કુમાર ! તમારા વિશ્વાસે અમારી વહાલી અને પ્રાણપ્રિય દીકરીઓને સોંપી છે. એમનું જતન કરજો. અમારી તો આ થાપણ, તમારે હાથે સોંપી છે. અમારી બધી દીકરીઓ ઉપર સરખી નજરે જોજો. રખેને બીજી પણ નવી નવી નારીઓ પરણો તો પણ આ દીકરીઓ ઉપર પ્રેમ જરૂર રાખજો. રખેને વિસરી ન જતા. કુમારને પણ આ પ્રમાણે કહી સઘળા સાસુ સસરા કુમારના લલાટે કુમકુમનું તિલક કર્યું. છેલ્લી યાદીમાં હીરા-માણેક-મોતીના આભૂષણો અને અલંકારો આપ્યાં. સાથે મહામૂલ્યવાન વસ્ત્રો પણ આપ્યાં. સહુ વિદ્યાધર પરિવારની વિદાયને ઝીલતો કુમાર, પોતાની બધી જ પત્નીઓને લઈને વિમાનમાં જઈ બેઠો. વિજયાપુર વિદ્યાધરની નગરીમાં કુમાર (૯૧૬) “નવસો સોળ” વિદ્યાધર કન્યાઓ પરણ્યો હતો. તે બધી જ સ્ત્રીઓ વિમાનમાં પતિ સાથે જઈ બેઠી. વળી ૧ અક્ષૌહિણી સેના પણ થઈ. દાસ-દાસીઓનો પરિવાર બધો જ જુદો. પરિવાર અને સેનાને પણ જુદા જુદા વિમાનમાં બેસાડી દીધા. કુમારે જ્યાં જ્યાં પરણીને સ્ત્રીઓ મૂકી હતી ત્યાં ત્યાં એક વિદ્યાધર સાથે દશ દાસીઓને મોકલીને પોતાની પરણેલી બધી જ સ્ત્રીઓને, પદ્મપુર નગરે લઈ આવવા માટે રવાના કર્યા. દશ દાસી સાથે વિદ્યાધરો ભૂચર કુમારની સ્ત્રીઓને લઈ પદ્મપુર નગર તરફ જવા રવાના થયા. કુમારે વિજયાપુરથી પ્રયાણ કરી દીધું. વિમાનને વેગીલું કરીને ઘણા વેગથી પદ્મપુર નગરે આવી ઊતર્યો. પઘરાજાએ મોટા સામૈયા સાથે નગર પ્રવેશ કરાવ્યો. ઘણા દિવસોથી ઝૂરતી મૃગસુંદરીને પોતાના સ્વામીનો મેળો થયો; કે જેના આનંદની અવધિ નથી. સ્વામીની બીજી પત્નીઓ સાથે સગી બેનથી અધિક માનતી સ્વામીની સેવામાં તત્પર રહી. ભૂચર કન્યાઓ, જે કુમાર પરણ્યો હતો તે પણ પદ્મપુર નગરે કુમારને ભેગી થઈ. સૌ પ્રેમથી પોતાના સ્વામીને જોતી હતી. તે પણ સ્ત્રીઓ પોતાના પિયરમાંથી મોટા કરિયાવર સાથે સાસરવાસો લઈને આવી હતી. કુમારે સૌને સંભાળી લીધી. ત્યારપછી મૃગસુંદરી આદિ બધી સ્ત્રીઓને સાથે લીધી. મૃગસુંદરી તો પોતાના સ્વામીની અપાર ઋદ્ધિ સિદ્ધિ તથા બહોળો પત્ની સાથેનો પરિવાર જોઈ હર્ષ પામી. પદ્મપુર નગરથી કુમારે ભૃગુકચ્છ તરફ જવા પ્રયાણ કર્યું. છત્રપતિ સમ વિશાળ સૈન્યને પરિવાર સાથે જતાં, કુમારને માર્ગમાં આવતા નગરોના રાજાઓ કુમારનું સ્વાગત કરતાં, નમતાં અને મોટી મોટી ભેટ પણ આપતાં હતાં. બધાના નમસ્કારને ઝીલતો તથા ભેટ સોગાદને સ્વીકારતો કુમાર કનકપુર નગરે આવ્યો. જિતારી રાજાને ત્યાં દૂત મોકલી, સમાચાર કુમારે આપી દીધા હતા. જિતારી રાજાએ સામૈયા સાથે ચંદ્રકુમાર જમાઈનું ભવ્ય સ્વાગત કર્યું. રતિસુંદરીને મળ્યો. રતિસુંદરીને હરખનો પાર નથી. સ્વામીના ચરણે નમી. મૃગસુંદરી-ચંપકમાલા-આદિ બધી જ સ્ત્રીઓમાં સૌથી મોટી બેન રતિસુંદરીને (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) ૫૧૦ Page #559 -------------------------------------------------------------------------- ________________ સૌ પગે લાગ્યા. રતિસુંદરીને લઈને ચંદ્રકુમાર ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. સાસરવાસો ઘણો લઈને, રતિસુંદરી પતિ સાથે ચાલી. ધર્મભગિની ત્રિલોચના દેવીનું કુમારે સ્મરણ કરતાં દેવી હાજર થઈ. કુમારે કાશી દેશમાં પિતાને સંદેશો આપવા માટે ત્રિલોચનાને રવાના કરી. ઘણા મોટા રસાલા સાથે કુમાર જનની અને જન્મભૂમિને નમવા તથા પિતાને ભેટવા ઊતાવળે જઈ રહ્યો હતો. ભરૂચથી ભૃગુ રાજાને સાથે લીધા. ભૃગુ રાજા આદિ સૌ કુમારની સાથે ગગનમાર્ગે જતાં કાશી નગરની બહાર ઉદ્યાનમાં પહોંચી ગયા. કાશી નરેશ મહસેન મહારાજાને, દેવી ત્રિલોચનાએ વધામણી આપી. પુત્રના આગમનના સમાચાર સાંભળી મહસેન રાજા ઘણો આનંદ પામ્યો. ત્રિલોચનાને વધાઈની ભેટ આપી દીધી. ત્યારપછી દેવી ત્રિલોચના રાજાના ચરણે નમસ્કાર કરી, આજ્ઞા લઈને વારાણસી શણગારવા ચાલી ગઈ. દેવીને વળી દૈવી શકિત શું બાકી રહે? વારાણસી નગરી સાક્ષાત્ ઈન્દ્રપુરી સમ શણગારી દીધી. કુમારની માતા રનવતી તથા પ્રથમ પ્રિયા ગુણસુંદરીની પાસે ત્રિલોચના દેવી જઈ પહોંચી. કાનને પ્રિય એવા પુત્ર તથા પતિના આગમનના સમાચાર આપીને હર્ષના પુરમાં ખેંચી લીધા. ત્રિલોચના દેવીએ તે બંનેને રત્નભૂષણોની પેટી આપી. વળી પોતાના બંધુને રહેવા માટે દિવ્યમહેલ સાત માળનો બનાવી દીધો. પોતાનું સઘળું કાર્ય પતાવી કુમારને મળી પોતાને સ્થાને ગઈ. માતપિતા મળ્યાં જ્યારે આ તરફ ઉદ્યાનમાં પરિવાર સહિત ચંદ્રશેખરકુમાર વિમાન થકી ઊતર્યો. ઉદ્યાનપાલકે કાશી નગરમાં આવી મહસેન રાજાને પુત્ર આગમનની વધાઈ આપી. કહે - હે મહારાજા ! યુવરાજ ચંદ્રશેખર ચતુરંગી સેના સાથે ઉદ્યાનમાં પધાર્યા છે. રાજાએ ઉદ્યાનપાલકને પણ ઐચ્છિક દાન આપી વિદાય કર્યો. હર્ષના આવેશમાં અત્યંત પુલકિત થયેલા રાજા, યુવરાજ પુત્રને મળવા ઘણા ઉત્સુક બન્યા. સામૈયાની તૈયારી થઈ જતાં રાજા ઉદ્યાન તરફ જવા રવાના થયા. નગરીમાં પણ આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. રાજા સાથે પ્રજા પણ પોતાના ભાવિ રાજાને મળવા જવા સામૈયામાં જોડાઈ ગઈ. પિતા મહસેન શણગારેલ ગજરાજ પર બેસી નગરી બહાર ઉદ્યાનમાં વેગથકી આવી રહ્યા છે. કુમારે પિતાને જોયા. પિતાએ પુત્રને જોયો. ગજરાજ ઉપરથી રાજા ઊતરી પુત્રની સામે જાય છે. પિતાને પગે ચાલીને આવતા જોઈ પુત્ર દોડતો સામે જઈ પિતાના ચરણમાં ઝૂકી ગયો. નીચે નમી પિતાએ પુત્રને ઊભો કર્યો. પિતાપુત્ર આનંદમાં આવી ભેટી પડ્યા. આ મિલન ઘણી પળો સુધી ચાલ્યું. ઘણા વર્ષોથી નયન સરોવરમાં આશીર્વાદના નીર ભર્યા હતાં. તે નીર આનંદના વેગથી બહાર ધસી આવ્યાં. હર્ષના આંસુથી બાપે બેટાને (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૮ Page #560 -------------------------------------------------------------------------- ________________ નવરાવી દીધો. જ્યારે બેટાએ એ નયન સરોવરના નીરથી બાપના ચરણ કમળનો અભિષેક કર્યો. શણગારેલ ગજરાજ ઉપર પિતા-પુત્ર - રાજા યુવરાજ જઈ બેઠા. ઘણા સાજન માજન સાથે નૃત્ય કરતાં ગીતો ગાતાં સાથે, કુમારનો નગર પ્રવેશ થયો. કુમારનો પરિવાર પણ એટલો વિશાળ હતો કે નગરનો રાજમાર્ગ પણ સાંકડો થઈ ગયો. મનગમતા મોહન રાજમહેલના આંગણે આવી ઊભા. નગરની નારીઓએ મોતીડે વધાવ્યા. રાજકચેરીએ સૌ આવ્યા. સભા ઠઠ જામી છે. મંત્રીશ્વરો આદિ રાજ પરિવારથી યુક્ત રાજા સિંહાસન પર બેઠા છે. હર્ષનો પાર નથી. મિલનનો આનંદ મહોત્સવ ઉજવાયો. સભા વિસર્જન કરી. પિતા પુત્ર રાજમહેલમાં આવ્યા. સેનાધિપતિએ યુવરાજના રસાળાને સંભાળી લીધો. સહુને ઊતરવાની વ્યવસ્થા વગેરે બરાબર કરી. કુમાર પણ ત્રિલોચનાએ બનાવેલ મહેલે આવી ઊતર્યા. બેચર સ્ત્રીઓ સાથે તેમજ મૃગસુંદરી રતિસુંદરી આદિ ભૂચર સ્ત્રીઓથી પરિવરેલો કુમાર હવે માતાને મહેલે આવ્યો. માતા કાગની જેમ વાટ જોતી હતી. દીકરો દોડતો આવીને માતાને ચરણે પડ્યો. પાછળ બધી સ્ત્રીઓએ પણ માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતાએ આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. માતા પુત્રના મસ્તકને વારંવાર ચુંબનથી નવરાવ્યું. ત્યારપછી પડખે રહેલી ગુણસુંદરી સ્વામીના ચરણમાં નમી. તેને પણ પ્રેમથી બોલાવીને કુમારે ઊભી કરી. પોતાના સ્વામીની પ્રથમ પ્રિયા છે તે આપણી સૌની મોટી બેન છે સમજી, બીજી સઘળી કુમારની પત્નીઓ ગુણસુંદરીને પણ પગે લાગી. સહુ સાથે આવેલ વિદ્યાધર રાજાઓ, સસરા, સાળા વગેરેને જમવા માટે માતાએ પોતાના મહેલે હરખભેર નોતર્યા. નવવધૂઓથી યુકત કુમાર માના મહેલે જમવા પધાર્યા. માતાએ નવવધૂઓને નવી નવી ભેટો આપવા સાથે પ્રેમથી જમાડ્યા. ભોજન બાદ માતા-પિતા પુત્ર પરિવાર સઘળા બેઠા છે અને પરદેશની અવનવી વાતો કરતાં, આનંદ કિલ્લોલ કરતાં હતા. કુમાર પણ પોતાના પ્રવાસની સઘળી વાતો કરવા લાગ્યો. ત્યારપછી વિદ્યાધરો જે સસરાદિ વગેરે સાથે મૂકવા આવ્યા હતા તેઓને પહેરામણી આપીને સહુને વિદાય કર્યા. પોતાના મહેલમાં કુમાર પોતાની સ્ત્રીઓ સાથે રહેવા લાગ્યો. ધર્મને પણ ક્યાંયે ન ચૂકતા કુમાર પોતાના ઉપકારીઓને પણ ભૂલતા નથી. નગરમાં વસતા ગુણસુંદરીના પિતા શેઠ ધનસાર શ્રેષ્ઠીએ ચંદ્રશેખર જમાઈને, વેવાઈ વેવાણને તથા પોતાની પુત્રી સમાન કુમારની નવવધૂઓને જમવા માટે નિમંત્ર્યાં. ચંદ્રશેખરકુમાર સસરાની હવેલીએ પરિવાર સહિત પધાર્યા. ષડૂસ ભોજન જમાડ્યા. પ્રીતેથી પાણી પીરસ્યા. તંબોળ પણ આપ્યાં. વસ્ત્રાભૂષણોથી સહુ સ્વજનનો સત્કાર કર્યો. કુમારની પત્નીઓના સાચા અર્થમાં પિતા બન્યા. ત્યારપછી ધનસાર કહે છે - વ્હાલી દીકરીઓ ! તમારા પિતા તથા માતા વગેરે વેગળાની વાટે છે. કુમાર તથા પિતા મહસેન રાજા માતા રનવતી તમારી સૌની માતાપિતાની યાદ ન આવે તે રીતે સંભાળ રાખવાના છે. અમે પણ તમારા માતાપિતા છીએ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૧૯ Page #561 -------------------------------------------------------------------------- ________________ આ નાની મારી મહૂલી તમારા સૌનું પિયર સમજજો. આ પ્રમાણે કહીને ધનસારે સઘળી કન્યાઓને ઘણો સાસરવાસો આપ્યો. સહુને વિદાય આપી. રાજ્યાભિષેક હવે કુમાર દેવી મહેલમાં પોતાની સ્ત્રીઓ સાથે દૈવી ભોગોને ભોગવતાં કાળ નિર્ગમન કરે છે. પિતાના મહેલે આવે છે. માતા પાસે આવે છે. દરરોજ માતપિતાને પગે લાગી પિતા સાથે રાજદરબારે જાય છે. રાજ્યની સંભાળ પણ લેતાં કેટલોક સમય વીતી ગયો. યુવરાજનો રાજ્યાભિષેક કરવા પિતા મહસેન રાજાએ મંત્રીશ્વર આદિ વર્ગને વાત કરી. શુભમૂહુર્ત જોતાં દિવસ આવી ગયો. મંદિરોમાં મહોત્સવ કરીને, કુમારનો રાજ્યાભિષેક કર્યો. પિતાની આજ્ઞાને શિરે ચડાવતાં, પિતાની આજ્ઞાનુસારે રાજ્યના સઘળાં કાર્યો સંભાળી લીધાં. મહસેન રાજાએ પોતાના રાજ્ય ઉપર ચંદ્રશેખર મહારાજાની આણ વર્તાવી. રાજ્યમાં સર્વત્ર શાંતિ છવાઈ. નિષ્કટક રાજ્યનું પાલન કરવા લાગ્યા. અવિરત સમયના વ્હેણમાં મહસેન રાજાનું આયુષ્ય પૂરુ થતાં પરલોકવાસી થયા. પિતાના સ્વર્ગગમનથી રાજા ચંદ્રશેખર, માતા રત્નાવતી આદિ શોકથી ઘેરાઈ ગયા. સમય થતાં શોકને દૂર કરી વળી ચંદ્રકુમારે રાજ્યનો કારભાર સંભાળી લીધો. કુમાર પોતાના ઉપકારીઓને ભૂલતો નથી. પરદેશમાં પૂર્વે આપેલ વચનને સંભારીને કુમારે રવિશેખરને બોલાવ્યો. રાજસભામાં તેનું સ્વાગત કરી, બહુમાન પૂર્વક મંત્રી મુદ્રા આપી. મંત્રીપદે સ્થાપન કર્યો. વળી સુરદેવને પણ બોલાવ્યો. તેનો પણ આદર સત્કાર કરી આપેલ વચન મુજબ સેનાધિપતિ પદ આપ્યું. પોતાના રાજ્યને વ્યવસ્થિત કર્યા પછી કુમાર, મંત્રી, સેનાધિપતિ તથા સૈન્યને લઈને, દંડ તથા કંથાને ગ્રહણ કરીને, ત્રણ ખંડને જીતવા ચાલ્યો. જ્યાં જાય ત્યાં પોતાની આજ્ઞાને મનાવતો, વળી સઘળા રાજાને નમાવતો. રાજાઓ તરફથી જુદા-જુદા અવનવી ભેટ સોગાદો લેતાં. કુમારે ત્રણ ખંડ જીત્યા. પાછા કાશી નગરમાં પધાર્યા. રાજદરબાર ભરાયો. દિવિજય કુમારનો ત્રણ ખંડના અધિપતિ તરીકે અભિષેક થયો. વળી પટ્ટરાણી પદે - આઠ ભૂચરી, આઠ ખેચરી, મળી કુલ ૧૬ રાણીઓને સ્થાપી. જ્યારે મૃગસુંદરી અદ્દભૂત ચરિત્રથી આશ્ચર્ય પામતી સાસુ રત્નાવતીને મૃગસુંદરી જ હૈયે વસી ગઈ. મૃગસુંદરીની ઉપર અપાર પ્રેમને પ્રીતિ રાખતી રત્નાવતી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ५२० Page #562 -------------------------------------------------------------------------- ________________ મૃગસુંદરી સાથે જ ભેળા જમે. બંને વાતો પણ ઘણી જ કરે. વળી કહે છે કે માને દીકરી પ્રત્યે જેટલો પ્રેમ હોય તે કરતાં પણ અધિકતર અનુરાગ અને પ્રીતિ હતી. રત્નાવતી જાતે જ મૃગસુંદરીને શણગારતી હતી. ઘણા સ્નેહથી પોતાના હાથે આભૂષણો અને અલંકાર પહેરાવતી હતી. ક્ષણવાર પણ એક બીજાથી અલગ પડતા નહોતા. એકબીજા વચ્ચે પ્રીતિની ગાંઠ મજબૂત બંધાઈ હતી. બીજી વહુવરો ઉપર પણ રનવતીનો પ્રેમ અપાર હતો. પણ મૃગસુંદરીના અદ્દભૂત ચરિત્રથી તેની ઉપર વધારે પ્રીતિ હતી. તે પ્રીતિ ઘણી આકરી અને વહન કરાતી હતી. આ પ્રમાણે ચોથા ખંડને વિષે અઢારમી ઢાળ કહી, જે કવિરાજ શ્રી શુભવીર વિજયે આનંદથી કહી તે, સંગથી ગુણવાનને ગમી. તે ગમવા સાથે જ આ ઢાળ પૂર્ણ કરી. -: દુહા : રાજ્ય નિષ્કટક પાળતો, બહુલા વર્ષ ગમત, એક દિન માળી સભાશિરે, આઇ વધાઇ યિંત ૧ વિમળનાથ સંતાડીયા, વિમળગતિ આણગાર, કેવલનાણી તુમ વને, આવ્યા મુનિ પરિવાર સી સાંભળી રાય વધામણી, દેઇ સજી તેણીવાર, હય ગય થશું નીકળ્યા, રમત જ્ઞાન ભંડાર. all સર્વ વધૂશું રાવતી, સામૈયુ સજી જાય, કેવલિ ચરણ કમી કરી, બેસે યથોચિત ઠાય. ૪ll સુણવા વાંછે ધર્મ નૃપ, ગુરુ સન્મુખ સુવિનીત, સૂરિ પણ તેહને દેશના, દીયે નય સમય વીત. પો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૨૧ Page #563 -------------------------------------------------------------------------- ________________ વધામણી -: દુહા :ભાવાર્થ - ચંદ્રશેખર મહારાજા પોતાના ત્રણ ખંડના રાજ્યને નિષ્કટક રીતે પાલન કરે છે. સાથે સંસારને ભોગવતા કુમારના ઘણા વર્ષો ચાલ્યા ગયાં. રાજ્યની પ્રજાને સુખ-શાંતિ હતી. કોઈ વાતે કયાંયે દુઃખ જોવા મળતું નહોતું. એકદા રાજસભામાં બેઠેલા ચંદ્રશેખર મહારાજાની પાસે નગરની બહાર રહેલા ઉદ્યાનના માળીએ આવીને વધામણી આપી. હે મહારાજા! આપણા ઉધાનમાં શ્રી વિમળનાથ ભગવાનના સંતાનિયા (શિષ્યો) શ્રી વિમલમતિ સૂરિભગવંત ઘણા પરિવાર સાથે પધાર્યા છે. તે શ્રી વિમલમતિ મુનિ મહાત્મા કેવળજ્ઞાની છે. કેવળજ્ઞાની સમોસર્યાની વધાઈ સાંભળીને રોમાંચિત ખડા થઈ ગયા છે જેને, એવા ચંદ્રશેખર રાજા માળીને વધામણીનો પુરસ્કાર આપી વિદાય કર્યો. અને પોતે તરત જ કેવલી ભગવંતને વંદન કરવા જવા તૈયાર થયો. પરિવારમાં પણ સૌને સાથે આવવા આમંત્રણ આપી દીધું. કાશી નગરની પ્રજાને પણ જાણ થતાં સૌ કાશી ઉદ્યાન તરફ જવા લાગ્યા. રાજા તો હાથી-ઘોડા-રથ આદિ ચતુરંગી સેનાથી યુકત સામૈયા સાથે પરિવારને લઈને ગુરુના દર્શન-વંદનાર્થે ચાલ્યો. અપ્રતિપાતી અખૂટ જ્ઞાનના ભંડાર સૂરિભગવંત પાસે સૌ આવી ઊભા. વિધિપૂર્વક વંદન કરી દેશના સાંભળવાના ભાવે સૌ વિનયપૂર્વક પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા. રત્નાવતી રાજમાતા પણ સઘળી વહુવરોને લઈને મહામહોત્સવ સાથે ઉપવનમાં આવી. વિધિવત્ વંદન કરી, કેવળીના ચરણે નમી યોગ્ય સ્થાને સૌ બેઠા. ધર્મરસિક કુમારે બે હાથ જોડી વિનંતી કરી, હે ભગવંત! સંસારથી પાર પામવા માટે કૃપા કરી ઉપદેશ આપશો. સૌની ધર્મદેશના સાંભળવાની જિજ્ઞાસા જાણી શ્રી વિમલમતિ કેવલિભગવતે ઉપદેશ આપવો શરૂ કર્યો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ५२२ Page #564 -------------------------------------------------------------------------- ________________ -: ઢાળ-ઓગણીસમી : (ચિત્ત ચેતે રે.. એ દેશી.) પ્રાણી! જિનવાણી સુણો, ચિત ચેતો કે જ્ઞાન દશા દિલદાર, ચતુરા ચિત્ત ચેતો રે, મોહની છાકે જે છક્યા, ચિત, તે અને સંસાર ચતુર All સંસાર ચમજલધિ સમો, ચિત્ત. શ્રોતા તરત વિભેદ, ચતુર ભૂજળ જવલન અનિલ ટુ ચિત. એ ભવ રસતા છે. ચતુર શા નિઃકામ નિર્જરા યોગથી, ચિત. વિગત પહિંદી જાત, ચતુર નાસા તયત કૃતિ વિણ ભમ્યો, ચિત્ત. લહી અજ્ઞાનતાનો ઘાત, ચતુર, hall પંચેન્દ્રિય તિરિ નાસ્કી, ચિત્ત. પરભવે દુખીયા હીન, ચતુર વિરતિહીન ગતિ સ્વતી, ચિત્ત. લોભ વિષય આધીન, ચતુર //૪ દશ દ્રષ્ટાંતે રોહિલો, ચિત્ત. લહી માનવ અવતાર, ચતુર. ગિરિસરી દુપલના ન્યાયથી, ચિત્ત. ચરમ 'દધિના કિનાટ ચતુર //પો તેર માહિક તસ્કર, ચિત્ત. સંગે વળી ફરી, ચતુર સુગુરુ મિસ ‘નૌ લોકતાં, ચિત. કેતાં નયત રાય. ચતુર કો. ભક્તિએ ગુરુ વયણાં સુણી, ચિત તવ રમણતા થાય, ચતુર, મિથ્યાત્વબંધ શિથિલ હુવે, ચિત. મોહતો છાક તે જાય. ચતુર ના સમકિત લક્ષણ &િ ધરી, ચિત્ત. તત્વનયી ફસંત, ચતુર દેશ સર્વ વ્રત 'પોતમાંચિત, નિરતિચારે ચઢતા ચતુર, તા જ્ઞાન શાએ જોતાં, ચિત્ત. દેખે હોય તે પંથ, ચતુર હેયજ્ઞેય ઉપોયથી ચિત્ત. શ્રાવકને નિગ્રંથ. ચતુર જ્ઞાન ક્રિયા શિવ સાધને, ચિત. પણ ક્રિયા વિષ, ચતુર ગ્ધ શૂન્ય અવિધિ તજો, ચિત. અતિ પ્રવૃત્તિ પોષ. ચતુર ૧ol નિશ્ચય નજર હથ ધરી, ચિત્ત. પાળે જે વ્યવહાર, ચતુર સ્વર્ગાદિક સુખ અનુભવી, ચિત્ત. પામે ભવતો પારક ચતુર //૧૧ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ५२3 Page #565 -------------------------------------------------------------------------- ________________ દાન શીયલ તપ ભાવના, ચિત્ત ધર્મના ચાર પ્રકાર, ચતુરા તેહમાં મુખ્ય તે દાત છે, ચિત. જ્ઞાત દાત અણગાર. ચતુર ૧રી જાણોપયોગ કેવલી, ચિત્ત. શિવ સમયે સાકાર, ચતુર કર્મનો ક્ષય જ્ઞાતે હુવે, ચિત્ત. જ્ઞાતી વડો સંસાર. ચતુર //all તવવિધ પુષ્ય ગૃહસ્થને, ચિત. બીજે અંગે વિચાર, ચતુર, અશત વસત આદિ કહ્યાં, ચિત. સંબંધી અણગાર ચતુરા ૧૪ જેમ હરિવંદ રાજવી, ચિત દાન સુપà દીધ, ચતુર વ્રત ધરી સુર સુખ અનુભવી, યિત. પરભવ ઋધ્ધિ લીધ. ચતુટ /૧ પૂછે તૃપ તુમ મુખે ચઢ્યો, ચિત. કોણ હરિતદ નરેશ, ચતુર, ચઉવિહ વાણીએ કેવલી, ચિત્ત. દેતાં તવ ઉપદેશ. ચતુર. ૧૭ll હરિવંદરાય તિલકપુરે, ચિત્ત. રાણી છે તસ સાત, ચતુર સુભદ્રાને ધારિણી, ચિત. લક્ષ્મી લીલાવતી વાત. ચતુર ૧છો વિજયા જયા ને સુલોચના, ચિત. રાયને સહસું નેહ, ચતુર, સાતે સણીશું એકદ, ચિત. વનક્રીડા ગત ગેહા ચતુર ૧૮ તેણે સમે વનમાં સમોસર્યા, ચિત. ધર્મઘોષ સૂરિરાય, ચતુર પંચ સયા પરિવાર, ચિત્ત. નૃપ બેસે નમી પાય. ચતુર ૧ ધર્મ સુણી તૃપ રીઝયો, ચિત. સમકિત શું વ્રત બાટ, ચતુર રણીયો સાથે ઉચ્ચરી, ચિત. પૂછતો તેણીવાર. ચતુર ૨oll હેતું કિયે શ્યાં તપ કરે, ચિત. સૂરિ ભણે અરિા ધ્યાન, ચતુર મોહરાયને મારવા, ચિત કરતાં મંત્રી વિધાત. ચતુર ર૧ મમતા માયા તિવારીને, ચિત. તપ તપતા ધરી હામ, ચતુર. મણિ મોતી કનકનાં ભૂષણો, ચિત. સમ સ્થાપન તમામ ચતુર //રરી કનકાવલિ રત્નાવલિ, ચિત. મુક્તાવલિ હોય હોય, ચતુર ચક્રવાલ એકાવલિ, ચિત. સિંહવિક્રીડિત હોય. ચતુર સો પડિમાધર આજે ઘણા, ચિત. જંગમ તીર્થ એહ, ચતુર, સાંભળી નૃપ ભક્તિ કરી, ચિત્ત. સૂરિ પધરાવ્યા ગેહ. ચતુર //ર૪ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૨૪ Page #566 -------------------------------------------------------------------------- ________________ લક્ષ કનક ચરણે ધરે ચિત્ત. રાણીએ પણ લક્ષ સાત, ચતુર પડિલાવ્યા મુનિ પાંચશે, ચિત. અરોત વસત બહુ જાત. ચતુર //રપી પુણ્ય અસંતુ બાંધીયું, ચિત્ત. સાધારણ સહુ સાથ, ચતુર વતમાં વિસર્યા ઉત્સવે, ચિત્ત. વળીયા નમી ગુરતાથ. ચતુર છો શ્રાવકના વ્રત પાળતાં, ચિત. જીવહ્યા કરી ચિત, ચતુર. અતિથિ તે સુપાત્રને, ચિત. સંત દીયે બહુ નિત્ય. ચતુરરણ જીવ અમારી સ્વદેશમાં, ચિત વીત્યો કેટલો કાળ, ચતુર આઉખે સહુ ઉપના, ચિત. સોહમ સ્વર્ગ વિશાળ. ચતુરરસ્તા સુલોચના થવી સ્વર્ગથી, ચિત. ચંપાપુરી ગુગેહ, ચતુર પુત્રી મુનિ સાનિધ, ચિત્ત. લીયે દીક્ષા ધરી નેહા ચતુર રહો સ્વી ત્રિલોચતા તે થઇ, ચિત્ત. ચરણ વિરાધક જેણ, ચતુર, કાળાંતર રાજા ચ્યવી, ચિત્ત. ચંદ્રશેખર તમો તેણ. ચતુર. ૩oll ગુણસુંદરી રતિસુંદરી, ચિત્ત. સુભદ્રા ધારણી જીવ, ચતુર ચંપકમાલા ખેચરી, ચિત્ત. લીલાવતીનો જીવ. ચતુર ૩૧ લક્ષ્મી ને જયસુંદરી, ચિત્ત. બેનો રતિ પ્રીતિ હોય, ચતુર પાર પ્રશ્નોત્તરી કરી, ચિત. જે તમે પરણ્યા હોય. ચતુર. શા કનકાવતી તાપસી સુતા, ચિત્ત. થઇ વિજ્યાનો જીવ, ચતુર. દેખી તમે વન હિંચતી, યિત લાગ્યો રણ અતીવ. ચતુર. hall પરભવ દાતાદિક થકી, ચિત્ત. વિધા ઋદ્ધિ બતાવ, ચતુર ગુરમુખ સુણી સાતે લહ્યા, ચિત. જાતિસમરણ ભાવ. ચતુર. ૩૪ ચોથે ખંડે ઢાળ એ, ચિત. ઓગણીશમી કહી ખાસ, ચતુર, શ્રી શુભવીર નરેન્દ્રને, ચિત્ત. પ્રગટ્યો જ્ઞાન પ્રકાશ. ચતુટ રૂપો ૧- સમુદ્ર, ૨ - નાવડી, ૩ - નાવડી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રસ) ५२५ Page #567 -------------------------------------------------------------------------- ________________ દેશના -: ઢાળ-૧૯ : ભાવાર્થ : કાશી ઉદ્યાનમાં કેવલિ શ્રી વિમલમતિ સૂરિપુંગવ પરિવાર સાથે સમોસર્યા. કાશીદેશના મહારાજા ચંદ્રશેખર દેશના સાંભળવા બેઠા છે. ગુરુદેવે ભવ્ય જીવોના હિતના કારણે દેશનાનો પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માની વાણી સાંભળો. સાંભળીને તમારા હૈયામાં ઊતારો. આ સંસારથી ચેતવા જેવું છે. જ્ઞાનદશા પામ્યા પછી આ સંસારમાં કોઈ રઝળતું નથી. પરમાત્માની વાણી દિલમાં અવધારો. હે ચતુરસુજાણ ! આ મોહનીય કર્મના છક્કામાં જે ચડ્યા છે તે આ અપાર સંસારમાં રઝળી જાય છે. છેલ્લામાં છેલ્લા સાગર સરખો આ સંસાર કહ્યો છે. હે શ્રોતાઓ ! આ સાગરથી જુદા ભેદથી રહેવા જેવું છે. વળી પૃથ્વી-અપ-તેઉ-વાયુ-વનસ્પતિ, પાંચ ભેદ એકેન્દ્રિયના જાણવા. નિ:કામ નિર્જરાના યોગથી વળી બેઈન્દ્રિય - તેઈન્દ્રિય - ચઉન્દ્રિય - પંચિન્દ્રિયપણુ પામે છે. આ બધા ભવોમાં નાસા(ઘ્રાણેન્દ્રિય)નયન(ચક્ષુરિન્દ્રિય)-શ્રુતિ(શ્રોતેન્દ્રિય) વિના પણ અજ્ઞાનતાના કારણે ઘણા ભવો ભટક્યો. તિપંચ-પંચિન્દ્રિય-નારકી વગેરે પરભવમાં દીન દુઃખિયા થઈ ભવો પૂરા કર્યા. વિરતિ વિનાના દેવભવમાં લોભને વશ થઈ જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકતા નથી. દશ દ્દષ્ટાંતે દુર્લભ માનવભવ મળ્યો. ધર્મારાધનની તક આ મનુષ્ય ભવમાં મળે છે. ગિરિ નદીના પથ્થરના ન્યાયે એટલે નદી ગોળ-ગોળ ન્યાયે કરીને ગમે તેવો પથ્થર હોય તો પણ પોતાનો આકાર છોડી દઈને, ગોળાકાર થઈ રહે છે. તેને માટે છેલ્લે સમુદ્રનો કિનારો છે. તેમ જીવો પણ સંસારરૂપી સાગરનો કિનારો પામે છે. જો તેમાં મોહના ઘરના ૧૩ કાઠિયારૂપ ચોર પંજામાં સપડાયા તો વળી પાછો સંસારના ચક્કરમાં પડી જાય છે. મોહનો સંગ છોડી જે સદ્ગુરુની વાણી રૂપી નાવમાં ચડે છે તે સંસારરૂપી સાગર તરી જાય છે. ગુરુભકિતએ ગુરુના વચનોમાં શ્રધ્ધા રાખી જે રમણતા કરે છે, તેઓના મિથ્યાત્વના દળિયાં શિથિલ થઈ જાય છે. તે કારણે મોહનીયના છક્કામાંથી છૂટી સકિત પામે છે. તે સમકિત યુકત જ્ઞાન-દર્શન-ચરિત્રરૂપ રત્નત્રયીને સાધતાં દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્વત્રયી પામી શકે છે. પરમાત્માએ બે પ્રકારે ધર્મ પ્રકાશ્યો છે. સર્વવિરતી રૂપ સાધુધર્મ તથા બીજો દેશિવરતિ રૂપ શ્રાવકધર્મ. આ બંને ધર્મ રૂપી નાવમાં જે નિરતિચારપણે ચઢે છે તે આત્મકલ્યાણ કરી જાણે છે. જ્ઞાનદશાએ જોતાં, બે પ્રકારે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ પરદ Page #568 -------------------------------------------------------------------------- ________________ પંથ જુએ છે. હેય-શેય-ઉપાદેય થકી શ્રાવક કે સાધુ (નિગ્રંથ) ભગવંતો, મોક્ષને સાધવામાં જ્ઞાન-ક્રિયા થકી સાધના કરે છે. તે શિવનું સાધન છે. પણ તે ક્રિયાની અંદર ૧. દ૫, ૨. શૂન્ય, ૩. અવિધિ દોષ ત્યજવો જોઈએ. ક્રિયા નિર્દોષ યુકત કરે તો કલ્યાણ થાય છે. બળેલા લાકડા સરખી અવિધિથી થતી ક્રિયાને ત્યજવી જોઈએ. શુધ્ધ ક્રિયા થકી આત્મા પોષાય છે. પૂર્વભવ વળી પરમાત્માએ નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારે ધર્મ કહ્યો. નિશ્ચયને હૃદયમાં ધારણ કરી, વ્યવહાર શુધ્ધ પાળે તે સ્વર્ગાધિક સુખોને ભોગવે છે. અને પરંપરાએ ભવનો પાર પામે છે. વળી ધર્મની આરાધનાના ચાર ભેદ કહ્યા છે. દાન-શીલ-તપ અને ભાવ. તેમાં દાનધર્મ મુખ્ય છે. મુનિભગવંતોને દાનધર્મ જ્ઞાન આપવું ભણાવવાનું વગેરે છે. કેવળી ભગવંતોને જ્ઞાન ઉપયોગથી હોય છે. શિવ સમયે મોક્ષમાં જાતાં સાકાર ઉપયોગ સ્વરૂપવાન હોય છે. કર્મનો ક્ષય જ્ઞાનથી થાય છે. માટે જ્ઞાન એજ પ્રથમ છે. આ સંસારમાં જ્ઞાની ભગવંતો મહાન કહેવાય છે. ગૃહસ્થ નવ પ્રકારે પુણ્ય ઉપાર્જન કરે છે. તેની વાતો બીજા અંગમાં બતાવી છે. અશન વસન આદિ જે કહ્યા છે તે અશનાદિ મુનિને પડિલાભીને દાનધર્મ સાચવે છે. જે દાનધર્મમાં વ્રતધારી હરિનંદ રાજા સુપાત્રે દાન આપ્યું. જે દાન થકી મોટું પુણ્ય ઉપાર્જન કરી તેના ફળ દેવલોકમાં ભોગવી, વળી બીજા ભવમાં ઘણી રિધ્ધિ પામ્યા. દેશનામાં દાનધર્મની વાત ઉપર હરિવંદ રાજાની વાત આવતાં ચંદ્રશેખરે બે હાથ જોડી કેવલિભગવંતને પૂછ્યું - હે ભગવંત ! દાનધર્મ કરનાર હરિનંદ રાજાનું નામ આપે કહ્યું તે હરિનંદ રાજા કોણ? કુમારના સંશયને દૂર કરવા જ્ઞાની સૂરિભગવંત બોલ્યા - હે રાજન્ ! તિલકપુર નામના નગરે હરિનંદ નામે રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને સાત રાણીઓ હતી. સુભદ્રા-ધારિણી-લક્ષ્મી-લીલાવતીવિજયા-જયા અને સુલોચના. તે શીલ સૌભાગ્યથી શોભતી હતી. રાજાને પણ આ સાતેય રાણીઓ ઉપર અપાર સ્નેહ હતો. એકદા સાતેય રાણીઓ સાથે હરિનંદ રાજા વનક્રીડા કરવા ગયા. જે વનમાં તેઓ ગયા હતા, તે જ વનમાં ધર્મઘોષસૂરિભગવંત ૫૦૦ શિષ્યોના પરિવાર સાથે સમોસર્યા હતા. મુનિભગવંતને જોતાં જ હરિનંદ આનંદ પામ્યો. ગુરુ પાસે આવી નમસ્કાર કર્યા. વિધિવત્ વંદન કર્યું. ધર્મ સાંભળવા ગુરુ પાસે બેઠો. ધર્મ સાંભળવાની રાજાની ઈચ્છા જાણી મધુર સ્વરે સૂરિશ્વરજીએ વૈરાગ્યવાહિની દેશના દીધી. જે દેશના (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પ૨ Page #569 -------------------------------------------------------------------------- ________________ સાંભળી રાજા ધર્મમાં ઓતપ્રોત થતાં સમકિત સહિત બાર વ્રતોને ધારણ કર્યા. સાતેય રાણીઓએ પણ સ્વામીની સાથે બાર વ્રત ગ્રહણ કર્યા. વળી રાજાએ પૂછ્યું - હે ભગવંત! તપનો હેતુ શ્યો? તપ કયા કયા કહેવાય? સૂરિજી - હે ભાગ્યશાળી ! તપનો હેતુ મોહરાયને જીતવા માટે છે. અને એના મંત્ર સાધન થકી આરાધના રૂપ શ્રી અરિહંત દેવનું ધ્યાન ધરવું જોઈએ. તપ એટલે - ઈચ્છાનો રોધ. અથવા તૃષ્ણાનો ત્યાગ. તેને તપ કહેવાય છે. વળી મમતા માયાનો ત્યાગ કરી જે હામ ભીડી તપ કરે છે તેના કર્મો નાશ પામે છે. જેમ શરીર ઉપર મણિમાણેક-મોતી સોનાના આભૂષણો હોય તો શરીર શોભે છે. તેમાં વિવિધ પ્રકારના કનકાવલી, રત્નાવલી, મુકતાવલી, ચક્રવાલ, એકાવલી સિંહ વિક્રીડિત વગેરે મહાન તપો કહ્યા છે. જે તપની આરાધના હરિનંદ રાજા તથા સાતેય રાણીઓ કરે છે. હે રાજન! આવા મહાન તપ કરનાર જંગમ તીર્થ સમાન ઘણા પ્રતિમા ધર આત્માઓ છે. ગુરુભગવંતની વાણી સાંભળીને રાજા, ધર્મઘોષ સૂરિ ભગવંત આદિ ૫૦૦ મુનિભગવંતોને પોતાના આવાસે તેડી ગયો. પોતાના મહેલે ગુરુને નોતર્યા. ગુરુચરણ પાદુકાની ૧ લાખ સોનૈયા મૂકી ભક્તિ કરી. જ્યારે પ્રાણપ્યારી સાત રાણીઓએ પણ ગુરુભક્તિએ સાત લાખ સોનૈયા મૂકી ભક્તિ કરી. ત્યાર પછી ૫૦૦ મુનિભગવંતોના પાત્રે અશનાદિ વહોરાવી રાજા સહિત સાત રાણીઓએ અનંત અખૂટ પુણ્ય ઉપાર્જન કર્યું. સમૂહમાં આઠેય ભેગું સાધરણ પુણ્ય અનંત ભેગું બાંધ્યું, ત્યાર પછી સૂરિશ્વરજીને મૂકવા વનમાં રાજા સાથે ગયો. વિવેકી આત્મા કયારેય કયાંયે વિવેક ચૂકતા નથી. ૫૦૦ મુનિ સહિત સૂરિશ્વરજીને વનમાં મૂકી રાજા નગરમાં પાછો ફર્યો. હવે શ્રાવકના વ્રતોને નિરતિચારપણે પાળતો રાજા તથા રાણીઓ પોતાનું શેષ જીવન ધર્મની આરાધનામાં વિતાવે છે. અમારી પડહ વજડાવી રાજ્યમાં જીવદયાનું વિશેષ પ્રકારે પાલન કરાવે છે. ગુરુ ઉપદેશ થકી વિશેષ પ્રકારે બારમું અતિથિગ્રત દ્રવ્ય અને ભાવથકી પાળતાં સુપાત્રે દાન હંમેશાં ઘણું આપે છે. સાધર્મિક અતિથિનો ઘણો સત્કાર પણ એના ધર્મપણાને છાજે તે રીતે કરતો હતો. સુંદરતર આરાધના કરતો હરિનંદ રાજા પોતાનું આયુ ક્ષય થયે છતે સૌધર્મ દેવલોકમાં દેવ પણે ઉત્પન થયો. સાત રાણીઓમાં જે સુલોચના પણ સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી ચંપાપુરી નગરીના રાજાને ત્યાં પુત્રી રૂપે અવતરી. ત્યાં ગુરુ થકી ઉપદેશ સુણતાં વૈરાગ્યે થયો. સંયમ ગ્રહણ કર્યો. ચારિત્રની કયાંક વિરાધના થતાં તે ત્યાંથી કાળ કરી મોક્ષપ્રાપ્તિને બદલે તે દેવી ત્રિલોચના થઈ. હરિનંદ રાજા કાલાંતરે ધર્મની આરાધના કરતો દેવલોકમાં ગયો. ત્યાંથી આવી તે જ તું ચંદ્રશેખર રાજા થયો. જયારે સુભદ્રાનો જીવ તે તારી ગુણમંજરી. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૨૮ Page #570 -------------------------------------------------------------------------- ________________ ધારિણીનો જીવ તે તારી રતિસુંદરી. લીલાવતીનો જીવ તે તારી ચંપકમાલા. લક્ષ્મી અને જયસુન્દરીનો જીવ તે તારી રતિ અને પ્રીતિ. જે પંદર પ્રશ્નોએ તમે જેને જીત્યા હતાં. વિજયાનો જીવ કનકવતી, કે જેને વનમાં જોતાં વૃક્ષના ઝુલે ઝૂલતી જોઈ અતિશય સ્નેહ ઉત્પન થયો હતો તે કનકવતી. હે રાજન! સઘળા પરિવારે પૂર્વે પણ ધર્મ આદર્યો હતો પાળ્યો હતો, તેના ફળ ભોગવો છો. વળી પૂર્વભવે પણ દાનાદિક થકી પુણ્ય ઉપાર્જન કર્યું. જે થકી આ વિશાળઋધ્ધિ તથા વિદ્યાઓ પામ્યાં. ગુરુમુખ થકી પોતાનો પૂર્વભવ સાંભળતાં સાતેય રાણીઓ જાતિ સ્મરણ પામી. પોતાનો પૂર્વભવ જોયો. આ ચોથા ખંડને વિષે આ ઓગણીસમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ શ્રી શુભવીરવિજયજી કહે છે કે ચંદ્રશેખર રાજાને ધર્મના જ્ઞાનનો સાચો પ્રકાશ પ્રાપ્ત થયો. તેમાં તમે પણ સૌ ધર્મ આરાધના કરી સાચો જ્ઞાન પ્રકાશ પામો. - દુહા : એણીપટે દઇ દેશના, જામ રહ્યો મુનિરાય, તામ નરેશ્વર વિનવે, વિનયે પ્રણમી પાય. ૧ ચરણે ધરણ શક્તિ નહિ, મુજને સુણો મહારાજ, ઉચિત કરણ તિણે ઉપસ્સિો, જિમ રવિ સીઝે કાજ. રા. જ્ઞાની કહે સુણ રાજવી, આ ભવ ચરણ ન હુત, વ્રત દ્વાદશવિધ પાળતાં, વળી મુનિ શત દીયંત. all દેવલોક દશમે જશો, સકલ ધર્મ સહકાર, તેણે પાર પટ્ટરાણીયો, તે પણ તિહાં અવતાર. ૪ નર સુર અંતર ભવ કરી, સાતમે ભવે શિવલાસ, એણે સમે મૃગસુંદરી ભણે, ભૂપને ધરી ઉલ્લાસ. //પો આ સંસાર ઘવાતાળે, નહિ સુખનો લવલેશ, મુનિ સુખીયા સંસારમેં, ચિત વસ્યો ઉપદેશ. કો હું નહિ રહું સંસા, આપો રજા એણે હાય, સાસુ રાવતી તણ, આવી એમ ઉચ્ચાય. શા િવન છે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) પ૨૯ Page #571 -------------------------------------------------------------------------- ________________ મૂાસુંદરીનો સંસાર ત્યાગ -: દુહા :ભાવાર્થ : - આ પ્રમાણે શ્રી વિમલમતિ ગુરુભગવંતે દેશના પૂરી કરી. ત્યારે ચંદ્રશેખર રાજા બે હાથ જોડી વિનવે છે કે - હે ગુરુભગવંત ! આપની દેશના અને મારો પૂર્વભવ સાંભળી મન મોરલો નાચી ઉઠ્યો. આપે તો વૈરાગ્યનો ધોધ વહાવ્યો. પણ... ગુરુદેવ ! હમણાં ચારિત્ર ગ્રહણ કરવાની મારી શકિત નથી. છતાં પણ મારા આત્માનું કલ્યાણ થાય તેનો ઉપદેશ કૃપા કરીને ફરમાવો. ગુરુદેવ - હે રાજન્ ! તારા ભાગ્યમાં આ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ નથી. આ વચન સાંભળતાં રાજા પૂંજી ઉઠ્યો. હૈયું દ્રવિત થઈ ગયું. ગળગળો થઈ કહેવા લાગ્યો - હે ગુરુદેવ! આપ મળવા છતાં મારે રખડી મરવાનું? ગુરુદેવ - ના! ના! રાજન! શ્રાવકધર્મમાં બાર વ્રતોના પાલનથી આત્મકલ્યાણ થશે. તેમાં વળી મુનિભગવંતોને અશન આદિ દાન થકી ઘણું પુણ્ય ઉપાર્જન કરીશ. પછી આયુષ્ય પૂરું થયે તું ધર્મના શરણથી દશમાં પ્રાણત નામે દેવલોકમાં દેવપણે ઉત્પન થઈશ. તારી પંદર પટ્ટરાણીઓ પણ દશમા દેવલોકમાં સાથે અવતરશે. ત્યાંથી ચ્યવી મનુષ્ય, વળી દેવ, વળી મનુષ્યપણું પામતાં થકાં સાત ભવ કરી, સાતમે ભવે તું અને પંદર રાણીઓ સિધ્ધિગતિને પામશો. સૂરિશ્વરજીના વચનો સાંભળી રાજા કઈક સ્વસ્થ થયો. અને પોતાનો સાતમે ભવે વિસ્તાર થશે. તે જાણીને ઘણો આનંદ પામ્યો. સૂરિપુંગવની દેશના સુણી મૃગસુંદરી વૈરાગી બની. દઢ મન કરી, તે સભામાં રાજા ચંદ્રશેખરને કહે - હે સ્વામી ! આ સંસારરૂપી દાવાનળ વિષે લેશમાત્ર સુખ દેખાતું નથી. ત્યાગી મહાત્માઓ જ મહાસુખી છે. ગુરુદેવની વાણી સાંભળી મને વિરતિનો પરિણામ થયો છે. મને હવે સંસાર ઉપરથી મન ઉઠી ગયું છે. સાચો વૈરાગ્ય થતાં આ સંસારમાં રહેવાની મારી ઈચ્છા નથી. કૃપા કરીને મને સંયમ માર્ગે જવાની રજા આપો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૦ Page #572 -------------------------------------------------------------------------- ________________ કાશી નગરની બહાર ઉધાનમાં શ્રી વિમલમલિ કેવલી ભગવંતની દેશના. શ્રી ચંદ્રશેખર રાજા, રાજપરિવાર, નગરજનો સાંભળે છે. દેશનાને અંતે રાણી મૃગસુંદરી દીક્ષાની રજા માંગે છે. ગુરુ મહાત્માની નિશ્રામાં, સભામધ્યે જ મૃગસુંદરીએ રાજા પાસે રજા માંગી. રાજા તો મૃગસુંદરીની વાત સાંભળી તાજુબ થઈ ગયો. કંઈક બોલે તે પહેલાં તેની માડી રનવતી, જેને મૃગસુંદરી ઉપર અતિશય રાગ હતો. તે રાજમાતા કહેવા લાગી - હે મૃગલોચની ! (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૧ લી લેખક શાળાનો શા Page #573 -------------------------------------------------------------------------- ________________ -ઃ ઢાળ-વીસમી ઃ(સાહેલડીયાની... એ દેશી.) અવસર જબ વત્સ ! સુકોમળ લઘુવયે, સુણો સુંદરી, સંયમ કેમ લેવાય ? ગુણમંજરી, વદન "મદનદશને કરી સુણો, લોહ ચણા ત ચવાય. ગુણ. ॥૧॥ કાચી પાખે ઉડવું, સુણો. ધરવો મેરુભાર, તરવો અંતિમ જળતિધિ, સુણો. તેહવાં મહાવ્રત ચાર. સંયમ થશે, સુણો. પુત્રાદિક પરિવાર, તુમે અમે તવ લેઇશું, સુણો. સાથે સંયમ ભાર. મૃગસુંદરી કહે સાસુને, સુણો. કાળ ભમે તનુચ્છાય, ડાભ અણી જળબિંદુઓ, સુણો. સુખમાં વિઘ્ન કરે નહિ, ર્યું. સાયા પંખી પણ વર્ષાંસમે, સુ. સુંદરતારુ સંબલ વિણ તવિ સંચરે, ગુણ. ગુણ. ॥૫॥ સુ. પંથે પંથી ગમાર, ગુણ. નિશિ ગુણ. ॥૬॥ ગુણ. તિજગૃહ જાય. ગુણ. રીના પરસ્પર પ્રેમ, ગુણ. તમેળો પંખીતો, સુ. પ્રાતઃ દશે દિશી ચાર. જેમ તીર્થ મેળે મળે, યુ. જન વાણિજતી ચાહ, કેઇ ટોટો કેઇ લાભતે, સુ. લેઇ લેઇ પંથ શિરે પથિ મળે, સુ. કરે રાત વસે પ્રહ ઉઠ ચલે, યુ. તેહ નિવાહે કેમ. ગુણ. પીવા માતાપિતા સુત બાંધવા, યુ. મેળો સ્ત્રી ભરતાર, ગુણ. નહિ કોઇ કોઇનો સગપણે, સુ. સ્વારથીયો ધન ધર તારી વિસામણે, સુ. સજ્જન ઠરે ય તનુ આખર એલો, સુ. પરભવ શાય સંસાર માયા કારમી, સુ. વિરુ વિષય જરા મરણાલ્કેિ, સુ. ભવ ભયથી હું ઉભગી, બળીયાને અવલંબતા, યુ. સંસાર. ગુણ. llen સ્મશાન, ગુણ. નિદાત. ગુણ. ll૧૦થી વિકાર, ગુણ. જન્મ શરણ ન કો સંસાર. ગુણ. ॥૧૧॥ યુ. લેશું ચંચળ તરતું આય. તેહ, ઊતારે સજ્જન કરે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૩૨ ગેહ. સંયમભાર, ભવપાર ગુણ. ગુણ. ાચી ગુણ. ગુણ. ॥૩॥ ગુણ. ગુણ. ॥૪॥ ગુણ. ગુણ. [૧] Page #574 -------------------------------------------------------------------------- ________________ સગાઇ, ગુણ. નિશ્ચય લહી નૃપ સજ્જના, યુ. ગુરુ વંદી ઘર જાય, તીર્થાકિ જળ લાવીને, સુ. દીક્ષાભિષેક કરાય. મૃગસુંદરી માતપિતા, સુ. તેડાવે તેણીવાર, નિશક્તિ વેગે ચાલતાં, મૈં. સયણ વર્ગ પરિવાર. સૈન્ય સહિત ઊતર્યા, પુત્રીનું માતા મળી, સુ. મૃગસુંદરી કહે માયતે, સુ. આ ભવ કેરી ભવભવ સગપણ બહુ કર્યા, સુ. માત સુતા થી તવાઇ ? ગુણ. [૧૬] માતપિતા સમજાવીને, મ્રુ. આવી સાસુ પાસ, અઠ્ઠાઇ મહોત્સવ નિજગૃહે, સુ. નાય પૂજા શુભવાસ. શિબિકા સુંદર રચી, સુ. લગ્ન વિસ શ્રીકાર, સામંત શેઠ પટાવતની, સુ. ત્રણસેં ક્ષત્રી નાર. ઘરઘરથી ઉત્સવ કરી, મુ. ચંપકમાલાકિ ઘરે, સુ. મૃગસુંદરી શાસનદેવી અપ્સરા, સ્ ગાવે ગીત ઉત્સાહ, સાસુ રોતી કર ધરી, સુ. બેસારે શિબિકામાંક, શિબિકાએ પરવરી, સુ. જંગમ મોહતવેલ, ગુણ. ગુણ. [૧૭] આવી 89101 ભરી લોક જુવે રંગરેલ. માહે રહે લેઇ તાર, એક અરીસા ધાર. બહુ અષ્ટ મંગલ આગળ ચલે, સુ. ઉપગરણતી, યુ. ખેચરી દો ચામર ધરે, ð. પૂર્ણ કળશ જળ ઝારીયો, મુ. ઇન્દ્રધજા પાવડી ધરાં, મુ. લષ્ટિ કુત ખડ્ગધરા, યુ. મૂંગી ફળ તાંબુલગ્રહા, યુ. ઊંચી ચિત્ર ફલક હાંસીકરા, યુ. વીણા વાજિંત્ર ગાયના, યુ. સુ. ગંગાનઇ રોતી મોકળે ઘસી દાસ યામર ભાજન તૈલ મોરપિચ્છ યોગ્ય કરી વિજયંત, ચલંત. પાસ, સુવાસ. ચાપને જટા ઉપકઠ. કંઠ. રાજદુવાર, શણગાર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૩૩ વહેતાર, ધરનાર. ગુણ. ગુણ. [૧૩] ગુણ. ગુણ. [૧૪] ગુણ. ગુણ. [૧૫] ગુણ. ગુણ. [૧૮] ગુણ. ગુણ. [૧૯] ગુણ. ગુણ. ॥૨૦॥ ગુણ. ગુણ. ॥૧॥ ગુણ. ગુણ. ીસ્સા ગુણ. ગુણ. ॥૩॥ ગુણ. ગુણ. ॥૨૪॥ ગુણ. ગુણ. ॥૨૫॥ Page #575 -------------------------------------------------------------------------- ________________ કૌતુકીયા રણ હોંશિયા, સુ. જય જય શબ્દ કાંત, ગુણ. કુંતલ હય ગય રથ ચલે, સુ. એક સંય અડ સવિ તંત. ગુણ. //કો ઘંટ ધ્વજા તોરણધસ, . સુ. વાજે બહુ વાજિંત્ર, ગુણ. પણ પણ 'ગૂડી ઉછળે, સુ. બિરુદ પઢતે છાત્ર. ગુણ. //રળી સજેશ્વર ઇભ્ય તલવસ, સુ. શેઠ સેનાપતિ દૂત, ગુણ. સહગમે થ શોક્યતા, સુ ચાલે ભટ રજપૂત ગુણ. //ર૮ કેતા નર કર વીંજણા, . પાત્ર સાથે રહી પાટ, ગુણ. મુખ માંગલિક ના ભણે, સુ મૃગસુંદરી ગુણઘાટ. ગુણ. //ર૯ll યાચક દાન અતુલ દીયે, સુ. ધૂપઘટા મહકત, ગુણ. કંસ તાલ ધૂમતા, સુ. આગે વિશાલ ગજંત. ગુણ. soil કાશી માંહે ચાલતા, સુ. જોતાં થતાં લોક, ગુણ. કરોડીને પ્રણમતા, સુ. નર નારીના થોક. ગુણ. ૩૧ સાસુને ચંપકમાલા, સુ ઢાળે ચામર હોય, ગુણ. ખેયર જત મુકતાફળે, સુ. વધાવતાં મુખ જોય. ગુણ. કરો દેવ દેવી ગણતે જુવે, સુ. પણ પરવા નહિ ઠામ, ગુણ. વરઘોડો જઇ ઊતર્યો. સુ. જિહાં મુનિ મન વિશ્રામ. ગુણ. Ball રાય શિબિકાથી ઊતારીને, સુ કેવલીને વત, ગુણ. રાવતી ગદ્ગદ્ સ્વરે, સુ. કેવલીને ભાસંત. ગુણ. //૪ રાજધાની ત્રણ ખંડતી, સુ. મધ્ય રત્ન એ તાર, ગુણ. તુમ ાથે થાપણ ઠવી, સુ. લેવા ચરણ હુંશીયાર ગુણ. sull નિજ હાથે ઊતારતી, સુ. ભૂષણ વસ્ત્ર અશેષ, ગુણ. મહારીકા આવી તે લહે, સુ. દેતી શુભ ઉપદેશ. ગુણ. 3છો વેશ દીયે શાસન સુરી, સુ. ઉચ્ચરે મહાવ્રત ચાટ, ગુણ. વાસક્ષેપ કરે કેવલી, સુ. સાસુ આંસુધાર. ગુણ. //3ી કેવલીને એમ વીનવે, સુ. ઇહાં રહો પંચ રાત, ગુણ. પલક કરી નથી વેગળી, સુ વિરહ ખમ્યો નવિ જાત. ગુણ. /all શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૪ Page #576 -------------------------------------------------------------------------- ________________ મૃગસુંદરી ચરણે તમી, સુ ચંદ્રશેખર નૃપ સાથ, ગુણ. કોઇ દ્વિ દર્શન આપો, સુ. નૃપ વડે જોડી હાથ. ગુણ. lal સાસુ કહે વત્સ ! સાંભળો, સુ. તું હે સુકુમાળ, ગુણ. ફૂલનો ભાર ન શિર વહે, સુ. કેમ વહો મેરુભાર ? ગુણ. //xol પણ તું સિહું પખ ઉજળી, સુ. ચોથો ગુરુકુલ વાસ, ગુણ. દીક્ષા તુજ દુકકર નહિ, સુ. પણ મુજ કીધ નિરાશ ગુણ. //૪ll તું નિઃસ્નેહી થઇ ચલી, સુ. મુજ તરછોડી હાથ, ગુણ. જઇશ ઘેર કેમ એકલી, સુ. ભોજન કરું છીણ સાથ. ગુણ. //૪ નિગી થઇ નીકળ્યા, સુ. પણ વસે એક વાર, ગુણ. રાવતી મુજ સાસુને, સુ. સંભારો ધરી પ્યાર ગુણ. //૪all આ વનમાં નથી આવવું, સુ. શત્રુ સમ વન એહ, ગુણ. જોતી ને રોતી વળી, સુ વહુવોશું ગઇ ગેહ. ગુણ. //૪૪ો. પણ રતિ ન લહે એક ઘડી, સુ. જઇ સમજાવે નરિદ, ગુણ. તો પણ ભોજન નહિ કરે, સુ. નાઠી નયણે નિંદ. ગુણ. //૪પ રાતિ સમે ચિત ચિંતવે, સુ. ગઈ મૃગલી વનવાસ, ગુણ. ભૂમિ શયન શીત ભોજને, સુ નહિ કોઇ સેવક પાસ. ગુણ. //૪છો બાળપણે એ ગુણવતી, સુ. દુકકર સાધત કીધ, ગુણ. વૃધ્યપણે હું ઘર રહી, સું. અવસર ચરણ ન લીધ. ગુણ. //૪છો. લીલાં જવ અજભક્ષણે, સુ. સૂકો ગાયને ઘાસ, ગુણ. ગાય સ્વસ્થા સુખ ભજે, સુ. પામ્યો છાગ વિનાશ. ગુણ. //૪૮ll ગાય સમી મૃગસુંદરી, સુ. ફાંશુ ખાશે ધાન્ય, ગુણ. સ્વર્ગ તણાં સુખ પામશે, તુ હું અજપ દુઃખ આણ. ગુણ. //rell સગ કરી અંતે તજી. સુ. મુજને પડો ધિક્કાર, ગુણ. રવિ ઉધે ભેગી મળું, સુ. લેઉ સંયમભાર. ગુણ. /૫oll ચિંતવી રાયને તેડીયા, સુ. કહે સુણો મુજ વાત, ગુણ. કરો સજાઇ ચરણની, સુ. અમે ઇાં આજ રાત. ગુણ. //પ૧ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૫ Page #577 -------------------------------------------------------------------------- ________________ એહ અમ હુકમ ન ફેરવો, સુ સુરી છો પુત્ર સુજાણ, ગુણ. ગામ વહુ સહુ જાગીયા, સુ. પરી સઘળે વાત. ગુણ. //પરી પ્રભાતે ઉત્સવ કરી, સુ માતાએ દીક્ષા લીધ, ગુણ. પૂર્વ દીક્ષિત સહુ પરિકરે, સુ. ગુરુએ વડેરી કીધ. ગુણ. //all ગુરુકુળ વાસે વિચરતાં, સુ. તપ જપ જ્ઞાનને ધ્યાન, ગુણ. બિહું જ સમ સમય ક્રિયા, સુ. એક સુરત હોય કાત. ગુણ. /પજો ઉપશ્રમ શ્રેણિએ બિહું ચઢ્યાં, સુ. કાળાંતર કરી કાળ, ગુણ. સર્વાર્થ સિધ્ધ ગયાં, સુ. પામ્યાં સુખ વિશાળ. ગુણ. પપી પ પણ પૂરણ આઉખે, સુ પામ્યા પ્રાણત સ્વર્ગ. ગુણ. કેવળી વયને પામશે, સુ. ચરણ ધરી અપવર્ગ. ગુણ. //પકો ચોથે ખડે પૂર્ણ થઇ, સુ. વીશમી ઢાળ રસાળ, ગુણ. શ્રી શુભવીર વયને હજો, સુ. ઘર ઘર મંગળ માળા ગુણ. //પછી ૧ - મીણના દાંતથી, ર - ધ્વજાઓ, ૩ - ધૂળ, ૪ - બોકડો. સાસુ – વહુ, પ્રભુના મા -: ઢાળ-૨૦ :ભાવાર્થ : વૈરાગી મૃગસુંદરીના ચારિત્ર લેવાના ભાવ જાણી માતા (સાસુ) રત્નાવતી કહેવા લાગી - હે વત્સ ! હજુ તારી વય નાની છે. વળી તારો દેહ સુકોમળ છે. હે બાળા સાંભળ! યુવાવસ્થામાં પ્રવેશ હમણાં થયો છે. સંયમ શ્ય લેવાય? હે ગુણમંજરી ! સંસારમાં પ્રવેશ હમણાં કર્યો છે. સુખ વિલસવાની વેળાએ તું છોડી દેવા તૈયાર થઈ છે. વળી મીણનાં દાંત કરી હે બાળા. લોહના ચણા શી રીતે ચવાય? દીકરી ! સંયમ યે પળાય? વિચાર કર દીકરી ! મીણ જેવું તારુ શરીર. સંયમ રૂપ લોખંડના ચણા તું શી રીતે ચાવીશ? વળી હજુ તારી વય નાની. કાચી પાંખ જ હમણાં આવી. ત્યાં તો તું ઉડવાની વાત કરે. બેટા! શી રીતે ઉડાય? મેરુ પર્વતને માથે ઉપાડવા જેવી વાત છે. મહાસમુદ્રને તરવા જેવા, કઠિન ચાર મહાવ્રત શી રીતે પળાશે? તું સમજુ છે. તને વધારે શું કહું? હે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૬ Page #578 -------------------------------------------------------------------------- ________________ વ્હાલી બેટી ! તારી સંયમ લેવાની વેળા થશે ત્યારે હું રજા આપીશ. મારો પુત્ર, હું આપણે સૌ સંયમને ગ્રહણ કરીશું અને આત્મકલ્યાણને સાધીશું. રgિe Ciાડા સાસુ રત્નાવતી રાણી મૃગસુંદરીને દીક્ષાની દુષ્કળતા સમજાવે છે. રત્નવતી માતાની વાત સાંભળી, વિવેકી મૃગસુંદરી વિનયપૂર્વક હાથ જોડી બોલી - “માતા” યમરાજા સરખું આ કાળચક્ર, કાયાની છાયાવતું સરખું માથે ભમી રહ્યું છે. ડાભ ઉપર રહેલ પાણીના બિન્દુની માફક આયુષ્ય ચંચળ છે. “મા” સાચા સજ્જન સ્નેહી તેને જ કહેવાય કે જે સુખમાં વિદન કરે નહિ. “માતા” આપ તો સમજુ અને શાણા છો. વર્ષાકાળમાં પંખીઓ પણ પોતાને રહેવા માટે ઘટાદાર વૃક્ષ ઉપર માળો બાંધે છે. મનુષ્ય જન્મરૂપી વર્ષાકાળમાં મોક્ષરૂપી ઘર કેમ ન વસાવી લેવું? મુસાફર મુસાફરીમાં પણ સાથે સંબલ (ભાનુ) રાખે છે. ભાતા વિણ જતા નથી. જાય તો ગમાર કહેવાય. તેમ ભવાટવીની મુસાફરીમાં આત્માને ધર્મ જ સાચું સંબલ છે. તે માટે ધર્મ જ કરવો જરૂરી છે. વળી સંધ્યા સમય થતાં વૃક્ષ ઉપર પખીમેળો ભેગો થાય છે. અને સવાર થતાં દશે દિશામાં ચાલ્યા જાય છે. વળી તીર્થના મેળામાં કંઈક ધર્મીજનો ભેગા થાય. એકબીજાની ઓળખ થાય. (શ્રી ચંદ્રશેખર રજાનો રાસ) જી હંફોખર દળો ઘણો ૫૩. Page #579 -------------------------------------------------------------------------- ________________ એકબીજા પ્રતિ સાચા સ્નેહના તંતુ બંધાય. તેમાં કોઈ ધંધો ખોટનો કરે, તો વળી કોઈ નફો કરે. નફો-ખોટ લઈ લઈને સૌ પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. જેમ રસ્તામાં વટેમાર્ગુ મળે તો એકબીજા પરસ્પર વાતો કરે, પ્રેમ ઉપજે. ધર્મશાળામાં રાતવાસો કરી. સવારે પોતપોતાના પંથે ચાલ્યા જાય છે. પ્રેમ લાગણી કે સ્નેહ થયો હોય તો એકબીજા શી રીતે તેનું વહન કરે ? તે જ પ્રમાણે આ સ્વાર્થી સંસારમાં માતાપિતા, પુત્ર-બાંધવ, સ્ત્રી-ભરથાર, સગાં-સંબંધી સહુ મળ્યાં. તે રાતવાસી વૃક્ષ ઉપરના પંખીવત્ મળ્યાં. કોઈ કોઈનું સગપણ રાખતું નથી. આયુષ્ય રૂપ સવાર પડતાં દશે દિશામાં ચાલ્યા જાય છે. જ્યારે જીવડો પરલોક જાય ત્યારે, જીવે ભેગું કરેલું ધન ઘરમાં રહી જાય છે. સાથે આવતું નથી. જિંદગીપર્યંત પત્નીનો સ્નેહ પાળ્યો હોય તો તે પત્ની વિસામા સુધી (શેરી સુધી) જ સાથે આવે છે. પછી તે પણ ત્યાં જ થોભી જાય છે. પુત્રાદિક સગાં વ્હાલાં સ્મશાન સુધી જ સાથે આવે છે. જ્યારે લાકડાની ચિતામાં શરીર બળી જશે પછી ત્યાંથી સાથે કોઈ આવતું નથી. અંતે જીવ એકલો જ પરભવની વાટે ચાલ્યો જાય છે. ‘મા’ ! આ સંસારની માયા કારમી છે. વિષયો વિકારી અને વિનાશક છે. જન્મ, જરા (ઘડપણ), મૃત્યુ રૂપ આ અસ્થિર સંસારમાં આ જીવાત્માને કોઈ જ શરણભૂત થતું નથી. સાચું શરણ ધર્મનું છે. આ બિહામણા સંસારમાં ભવોભવના ભયથી હું ડરું છું. તે કારણે સંસારનો ત્યાગ કરીશ અને ચારિત્રને ગ્રહણ કરીશ. બળવાનની બાંય પકડતાં કામ થાય. તેથી જ બળવાન પરમાત્માનું આલંબન લેતાં આ ભવ પાર પમાય. મૃગસુંદરીનો ચારિત્રને ગ્રહણ કરવાનો નિશ્ચય છે. તે જાણી રાજા તથા રાજમાતા રત્નવતીએ ગુરુભગવંતની હાજરીમાં દીક્ષાની અનુમતિ આપી. રાજા પરિવાર લઈને સહુ ઘેર આવ્યા. મૃગસુંદરીની દીક્ષાની તૈયારીઓ થવા લાગી. તીર્થાદિકથી જળ મંગાવે છે, અને મૃગસુંદરીને અભિષેક કરે છે. ત્યારપછી મૃગસુંદરીએ પદ્મપુર નગરે માતાપિતાને સંદેશો મોકલ્યો. દીક્ષાની વાત જાણી પદ્મરાજા પિતા તથા માતા આદિ પરિવાર વેગપૂર્વક આવી ગયાં. સૈન્ય સહિત આવેલ પદ્મરાજાએ ગંગા નદીના કિનારે સૈન્યને ઊતાર્યું. ત્યારપછી માતાપિતા પુત્રીના આવાસે આવ્યા. પુત્રી મૃગસુંદરીને જોતાં જ માતા ગળે વળગી. છૂટા મન થકી રડવા લાગી. પિતા પણ રડતાં હતાં. મૃગસુંદરી માતાપિતાને આશ્વાસન આપતાં કહે છે - ‘માતા’ ! આ ભવની જ આપણી સગાઈ છે. પૂર્વે તો ઘણી ઘણી સગાઈને સગપણ કરીને આવ્યા છીએ. આ માતા, હું પુત્રી ! વગેરે તેમાં નવાઈ શી ? માતાપિતાને સમજાવી રજા મેળવી. વળી મૃગસુંદરી સાસુ રત્નવતી પાસે આવી. પોતાના આવાસે જિનેન્દ્ર ભકિત મહોત્સવ આઠ દિવસનો મંડાવ્યો. પૂજા-ભકિત ભાવના સંગીત સાથે તેમજ ગીત નાચ ગાન વગેરે પરમાત્માના મંદિરે થવા લાગ્યાં. દીક્ષા માટે વરસીદાન દઈને જવા માટે ઘણી સુંદર સજાવટ સાથે શિબિકા તૈયાર કરાવી. દીક્ષાની શિબિકા લગ્નની તૈયારી કરતાં અનેક પ્રકારે સજાવી હતી. (શ્રી ચંદ્રોખર રાજાનો રાસ ૧૩૮ Page #580 -------------------------------------------------------------------------- ________________ wwwiecz રાણી મૃગસુંદરીનો દીક્ષાનો વરઘોડો. વળી કાશી નગરના નગરશેઠ, સામંત પટ્ટાવાળા વગેરે કુટુંબની ક્ષત્રી કન્યાઓ તથા બીજી સ્ત્રીઓ મળીને ૩૦૦ સ્ત્રીઓ મૃગસુંદરી સાથે દીક્ષા લેવા તત્પર થઈ. પોતાના આવાસમાં પરમાત્માનો મહોત્સવ કર્યો. ત્યાર પછીનો છેલ્લો શણગાર સજાવવા લાગી. મૃગસુંદરીના દીક્ષા મહોત્સવમાં શાસન દેવીઓ તથા દેવલોકની અપ્સરાઓ દીક્ષાના મધુર ગીતો ઉત્સાહ આનંદપૂર્વક ગાય છે. ધવળ મંગલ ગીતો ગાતાં સાંભળીને સાસુ રત્નવતી ચોધાર આંસુએ રડતી હતી. રોતી રોતી રત્નવતીએ મૃગસુંદરીનો હાથ પકડી શિબિકામાં બેસાડી. શણગારેલી શિબિકામાં બેઠેલી મૃગસુંદરી વરસીદાન આપતી સાક્ષાત્ જંગમ મોહનવેલ સરખી શોભતી હતી. લોકો પણ આ દીક્ષા મહોત્સવ જોઈને ત્યાગધર્મની અનુમોદના કરતાં હતાં. શિબિકા આગળ આલેખેલા અષ્ટ મંગલ ચાલતા હતા. દીક્ષાનો ભવ્ય વરઘોડો જોઈ લોકો આનંદ સહ અનુમોદના કરતાં હતાં. મહાસુખમાં મ્હાલતી મહારાણી ભોગી મૃગસુંદરી, યોગી થઈને ચાલતી નીકળી. ત્યારે આનંદ કોને ન થાય ? દીક્ષાર્થીના ઉપકરણની છાબ પણ સાથે હતી. અંદરોઅંદર તે છાબને કુટુંબની સ્ત્રીઓ લઈને વરઘોડામાં ફરતી હતી. બે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૫૩૯ Page #581 -------------------------------------------------------------------------- ________________ ખેચરી ચામર વીંઝતી હતી. એક ખેચરી અરીસો ધરતી હતી. તો કોઈ પાણીના કળશ ઝારતી હતી. કોઈ ખેચરી ઊંચી ધ્વજા ઉઠાવીને ફરકાવતી હતી. તો કોઈ દાસી બનીને બે હાથ જોડી નમ્ર ભાવે ચાલતી હતી. વરઘોડાની શોભા અપૂર્વ હતી. કેટલાક સુભટો હાથમાં લાકડી, તો કેટલાક હાથમાં ભાલા તો, વળી કોઈ પાસે હાથમાં તલવારો પણ ચમકતી હતી. કોઈ ચામરો લઈને વીંઝતા હારમાં ચાલતા હતા. કોઈના હાથમાં ધનુષ બાણ શોભતા હતા. કેટલાકના હાથમાં નાળિયેર, નાગરવેલના પાનાં, તો વળી કેટલાક સુગંધિત તેલના ભાજનો લઈને ચાલતાં હતાં. હાસ્ય કરાવે તેવા પાટિયામાં ચિતરેલ ચિત્રો લઈને, વળી કોઈ હાથમાં મોરપીંછી લઈને ચાલતા હતાં. વાજિંત્રોના નાદ સાથે વીણાના સુર સાથે વરઘોડો ચાલી રહ્યો હતો. યોગીઓ, જટાધારણ કરનારા ઋષિઓ, પણ આ વરઘોડામાં હતાં. કુતૂહલ જોનારાઓ, વળી જય જયનો નાદ બોલાવતા હતા. હાથી-ઘોડા-રથ વગેરે ૧૦૮ ની ગણત્રીએ વરઘોડામાં જોડાયા હતા. ત્યારપછી ઘંટારવ કરનાર, ધ્વજા તોરણને ધારણ કરનારા, વચ્ચે વચ્ચે વાજિંત્રો વગાડતા હતા. વળી વચ્ચે ગુડીઓ પણ ઉછળતી હતી. બિરુદાવલિ બોલનારા પણ સાથે ચાલતા હતા. પગલે પગલે ગુલાલ ઉડાડતા હતા. ત્યારપછી દીક્ષા મહોત્સવમાં આવેલ રાજા-રાજેશ્વરો, શેઠિયાઓ, ધનવાનો, સેનાપતિઓના રથ ચાલતા હતા. ત્યારપછી ચંદ્રશેખર રાજાની બીજી બધી રાણીઓના રથ વચ્ચે ચાલતા હતાં. કેટલાક હાથમાં વીંઝણાં લઈને ચાલતાં, કેટલાક પાત્રો નાચ કરતા ચાલતા હતાં. કેટલાક મુખથી માંગલિક શ્લોકો ભણતા હતા. સાજન માજન અને ખેચરો વચ્ચે ચંદ્રશેખર મહારાજા પોતાના રથ સાથે શોભતા ચાલી રહ્યા હતા. રસ્તામાં યાચકોને દાન અપાતું હતું. મૃગસુંદરી દાનમાં ચોખા-સોપારી અને દ્રવ્યની વૃષ્ટિ કરતી આગળ વધી રહી હતી. ધીમે ધીમે વરઘોડો કાશી નગરની શેરીઓમાં થઈ, રાજમાર્ગે થઈ આગળ ચાલી રહ્યો હતો. લોકો જોતાં અને વખાણ કરતાં, હાથ જોડી પ્રણામ કરતાં હતાં. નગરની નારીઓ ઘણી ભેગી થઈ વરઘોડામાં ચાલી રહી છે. વળી શિબિકાની બંને બાજુએ સાસુ રનવતી તથા ચંપકમાલા ચામર ઢાળે છે. વિદ્યાધરોના સમૂહ ઠેર ઠેર મોતીડે વધાવે છે. આકાશમાંથી દેવો અને દેવીઓ મૃગસુંદરીને જુએ છે. નગરમાં તો કયાંયે પણ પગ મૂકવા જેટલી જગ્યા નથી. એટલું લોક વરઘોડામાં હતું. ઠેર ઠેર ભીડ જામી છે. : ઠાઠમાઠથી ચાલતો વરઘોડો નગરની બહાર ઉદ્યાનમાં જ્યાં મુનિભગવંતો રહ્યાં હતાં ત્યાં આવી ઊતર્યો. રાય ચંદ્રશેખરે મૃગસુંદરીને શિબિકા થકી નીચે ઊતારી. પછી સાસુ રત્નાવતી મૃગસુંદરીને લઈને ગુરુભગવંત પાસે સૌ આવ્યા. બીજો પણ રાજપરિવાર સાથે આવ્યો. રનવતી હવે કેવળી આચાર્ય ભગવંતને બે હાથ જોડી વિનંતી કરે છે - હે ગુરુ ભગવંત ! (રત્નાવતી આગળ કંઈ જ બોલી ન શકી) ગળું રંધાઈ ગયું. સભા શાંત હતી. ચંદ્રશેખર રાજાનું હૈયું ભરાઈ ગયું છે. પોતે એક અક્ષર પણ બોલી શકતો નથી. થોડીવાર પછી રત્નવતી બોલી - હે ગુરુદેવ! ત્રણ ખંડ કે ત્રણ ખંડની (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ५४० Page #582 -------------------------------------------------------------------------- ________________ રાજધાની મધ્યે આ એક જ મૂલ્યવાન રત્ન સમાન છે. અને તે આ મારી વહાલી થાપણ આપના હાથમાં સોંપુ છું. મને તેની ઉપર અત્યંત પ્રેમ છે. પ્રેમબંધને કેવી રીતે રજા આપું. પળવાર પણ મને વિરહ ખમાતો નથી. છતાં ચારિત્રના માર્ગે જતાં વિન કેમ કરાય? એ મારા કાળજાની કોર છે. એ મારા રતનનું જતન કરજો. - STD 1 / MITI LE T/ શ્રી કેવલિ ભગવંતની પર્ષદા. રાણી મૃગસુંદરીની પ્રવજ્યા. ત્યાર પછી મૃગસુંદરી પોતે જ પોતાના અલંકારો, વસ્ત્રાભૂષણો ઊતારીને મહત્તરીકાને આપ્યાં. શાસનદેવીએ સાધ્વી વેરૂ આપ્યો. કેવલિ ભગવંતે ચાર મહાવ્રત ઉચ્ચરાવી, વાસક્ષેપ નાંખ્યો. આશીર્વાદની સરવણી વહાવી. થોડીવારની મૃગસુંદરી તો હવે સાધ્વી વેશમાં સજ્જ થઈ આવી ગયા. રત્નાવતી તો ધૂસકે ધૂસકે રોતી હતી. વહુરો માને આશ્વાસન આપતાં હતાં. મહારાજ ચંદ્રશેખર પણ વિયોગના આંસુ સારતા હતા. થોડીજ ક્ષણોમાં દુનિયાની મહારાણી મૃગસુંદરી, હવે તપસ્વીની સાધ્વી બની. આર્યા મૃગસુંદરીથી ઓળખાયા. સાધ્વીછંદમાં જઈ બેઠા. રનવતી અને રાજપરિવાર કેવલિ ભગવંતને વિનવે છે કે - હે કુપાવનાર ! મૃગસુંદરીનો વિરહ ખમાતો નથી. આપ પાંચ દિવસ વધારે અત્રે સ્થિરતા કરો. ત્યારપછી સૌ હિરા (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ઉ ોખર જરો ) ૫૪૧ Page #583 -------------------------------------------------------------------------- ________________ પરિવાર મૃગસુંદરી પાસે આવી ઊભો. સૌએ નમસ્કાર કર્યા. મહારાજા ચંદ્રશેખર તો બોલી શકતા નથી. છતાં કહે છે કે “કોઈકવાર દર્શન આપજો.” ચોધાર આંસુએ રડતી રનવતી બોલી - હે વત્સ! સાંભળ! તારો દેહ સુકોમળ છે. ફૂલનો ભાર પણ માથા ઉપર ઉપાડી શકે તેમ નથી. તો વ્રતનોં મેરુ ભાર કેમ સહશે? પણ તું તો નિઃસ્નેહી ચાલી નીકળી. અમને સંભારજે. વત્સ! તું ત્રણ પક્ષથી ઊજળી છે. ૧. પિયર પક્ષ (પિતાનો પક્ષ) ૨. મોસાળ પક્ષ (મામાનો પક્ષ) ૩. શ્વસુર પક્ષ (પતિનો પક્ષ) હવે ચોથો પક્ષ ગુરુકુળવાસ મળ્યો. દીક્ષા તારે માટે દુષ્કર ન બની. મને નિરાશ કરી. નિઃસ્નેહી તું તો મને તરછોડી ચાલી ગઈ. હવે હું ઘેર એકલી શી રીતે જઈશ? કોની સાથે ભોજન કરીશ. આપ તો નીરાગી થઈ નીકળી ગયા. પણ વરસે દહાડે એકવાર તો જરૂર દર્શન આપજો. રત્નાવતી એવી મને તારી સાસુને જરૂર સંભારજે. હવે આ વન પણ આકરું લાગે છે. કયારેય હવે આ વનમાં આવીશ નહિ. કારણ હવે આ વન શત્રુ સરખું લાગે છે. પાછી ફરતી વારંવાર જોતી, વહુવરોને લઈ રોતી રોતી ઘેર આવી. રનવતી ઘેર આવી. પણ કયાંયે સુખ પામતી નથી. મહારાજા પણ ઉદાસ છે. રાજમહેલમાં શોક છવાઈ ગયો હોય તેવી શાંતિ હતી. વહુવરી માતાને જમવા માટે કહ્યું. પણ જમતી નથી. નરિંદે પોતે આવીને માતાને સમજાવી. છતાં ભોજન માડી કરતાં નથી. આંખમાંથી નિદ્રા પણ ચાલી ગઈ હતી. દિવસ તો વિરહમાં પૂરો થયો. મહારાજા પણ માતાને સમજાવી ન શકયા. રાત ધીરે ધીરે વધવા લાગી. માતાને ઊંઘ હરામ છે. વિચારે છે મારી મૃગલી આજે ભૂમિએ શયન કર્યું હશે. ઠંડા ભોજન લીધા હશે. વળી આજે તો સેવા કરવા એક દાસી પણ સાથે નથી. બાળપણમાં એ જ ખરેખર ગુણવાન હતી. વળી દુષ્કર સાધના આદરી. રાત્રિએ મા વિચારતી હતી. રે! જીવ મને ધિક્કાર હો ! વૃધ્ધ હોવા છતાં હું હજુ ઘરમાં પડી રહી. અવસર થયો હોવા છતાં ચારિત્ર ન લીધું. મને ધિકકાર હો. મારી લાડલીએ લઘુવયમાં ચારિત્રના કઠણ માર્ગે પ્રયાણ કર્યું. ધિકાર હો! મેં એની સાથે અત્યંત સ્નેહના બંધનો બાંધ્યા. છેવટે મેં તેને છોડી દીધી. નહિ. નહિ.? હું હવે તેના વિના રહી નહિ શકું. સવારે સૂર્ય ઉદય થતાં જ મારે ચારિત્ર લેવું અને તેની ભેળી થઈ જવું. સારી રાત વિચારમાં ગઈ. નિર્ણય કરી લીધો. સંયમ ગ્રહણ કરવાનો. આ પ્રમાણે નિશ્ચય કરી તરત જ મહારાજા ચંદ્રશેખર પુત્રને બોલાવ્યો. ચંદ્રશેખર જાણતા હતા - “માતા આજે ઊંઘશે જ નહિ.” એમ વિચારતો આવ્યો. માએ પુત્રને પ્રેમથી બોલાવ્યો. માતાજી કહે - બેટા ચંદ્ર ! ચંદ્રકુમાર તો મારી સામે જોઈ રહ્યા છે. મા આગળ બોલી - સવારે અમે મૃગસુંદરીને ભેળા થઈશું. મારી તૈયારી કરો. અમે પ્રભાતે દીક્ષા લેશું. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૪૨ Page #584 -------------------------------------------------------------------------- ________________ રાજમાતા રત્નાવતીની દીક્ષાનો વરઘોડો. dogcode Illur માં રાજમાતા રત્નાવતીનો દીક્ષા મહોત્સવ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ५४३ Page #585 -------------------------------------------------------------------------- ________________ મારી દીક્ષાની તૈયારી કરો. પ્રભાતે દીક્ષા ગ્રહણ કરશું. ચંદ્ર - “મા” શું વાત કરો છો? મા - હા બેટા ! આજની રાત જ અહીં. આ મારો આદેશ છે. સજ્જન અને ડાહ્યો દીકરો મારા હુકમનો અમલ કરે. તું સુજાણ છે. મા-દીકરાની વાતો વહુવારોએ સાંભળી. રાજમહેલમાં સહુ રડતાં હતા. માતાનો હુકમ હતો. તેથી દીકરાએ ના ન પાડી. અને આ વાત વેગ થકી સારીયે નગરીમાં પણ સૌએ જાણી લીધી. પ્રભાતે મહાઉત્સવે કરી માતાજીએ પણ દીક્ષા લીધી. પૂર્વક્રમ થકી સાસુ રનવતી આર્યાને સઘળાં સાધ્વીછંદ પરિવારમાં વડેરી કરી. ગુરુકુળવાસમાં રહી, ગુરુ સાથે વિહાર કરતાં હતા. આ બંને આર્યાઓ તપ-જપ-જ્ઞાન-ધ્યાનમાં પોતાનું જીવન તેમાં ઓતપ્રોત બનાવી દીધું. બંને સાથે જ તપ જપ કરતા, સાથે રહી બધી જ ક્રિયા કરતા. જાણે એક મુખ દોય કાન જોઈ લ્યો. બંને સંયમીઓ ઉગ્ર તપ કરતાં ઉપશમ શ્રેણીએ ચડ્યા. કાળાંતરે કાળ કરી બંને પુણ્યાત્માઓ સર્વાર્થ સિધ્ધમાં ઉત્પન્ન થયા. વિશાળ સુખ પામ્યાં. એકાવતારી ભવ પામ્યા. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી ચારિત્ર ગ્રહણ કરશે અને સકલ કર્મનો ક્ષય કરી સાસુ-વહુ બંને શિવમાળ પહેરશે. જ્યારે ચંદ્રશેખર રાજા તથા પંદર પટ્ટરાણીઓ પોતાનું જીવન ધર્મમાં વીતાવ્યું અને આયુષ્ય પૂર્ણ કરી પ્રાણી નામના દશમા દેવલોકે પહોંચ્યા. કેવલી ભગવાનના વચન થકી સાતમે ભવે મોક્ષે જશે. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસની વીસમી ઢાળ સાથે ચોથો ખંડ પૂર્ણ થયો. જે સાંભળશે તેના ઘરે હંમેશાં મંગળ માળા પ્રાપ્ત કરશે. II શ્રી ચંદ્રશેખર રાજનો રાસ | (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ५४४ Page #586 -------------------------------------------------------------------------- ________________ સાસુ રત્નવતી રાણી મૃગસુંદરીને દીક્ષાની દુષ્કળતા સમજાવે છે. EJii SATA) @j7 ) ; K : S રાણી મૃગસુંદરીનો દીક્ષાનો વરઘોડો ળ6; )S G 5) ત રાજમાતા મૃગસુંદરીનો દીક્ષા મહોત્સવ