SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શિયાવતી -: ઢાળ-૧૪ : ભાવાર્થ : વડલા હેઠે જ્ઞાની મહાત્માની પાસે બેઠેલો કુમાર કંઈક આશ્ચર્ય અનુભવતો કંઈક શંકાઓને નિવારતો આગળ સાંભળે છે. મુનિના વૈરાગને જાણવા ઉત્સુક કુમાર પુછે છે - હે તરણતારણ ગુરુદેવ ! હે મહાસતી શિયળવતી કોણ? કે જેણે પોતાના વ્રતને પાળી - ભય ટાળી, સંયમ આરાધી, આત્મ કલ્યાણ કર્યુ? વળી જે કથામાં આપનો વૃત્તાંત પણ સાથે સંકળાયેલો છે. મુનિ ભગવંત - હે રાજકુમાર ! આ આર્ય ક્ષેત્રમાં નંદનપુર નામે મહાનગરી છે. અરિમર્દન નામે રાજા રાજ્ય કરે છે આ નગરમાં ધનાઢ્ય રત્નાકર નામે શેઠ વસે છે. આ શેઠને શ્રીદેવી નામે સ્ત્રી છે. તે રંગરસિક કુમાર ! હવે આગળ સાંભળો. જે સતીના ગુણો સાંભળતા કે ગાતા કયારેક તે ગુણો આપણામાં આવીને વાસ કરે છે. ગુણ ગાવાથી કલ્યાણ પણ થઈ જાય. જે સતીની વાત કહું છું તે સતી સાથે અમારે દુશ્મનાવટ થઈ. જે દુશ્મનાવટ અમારા ઉપકારના માટે થઈ છે. ધનાઢ્ય રત્નાકર શેઠને ધનનો તોટો ન હતો. પણ તે ધનને ભોગવવાવાળો કોઈ ન હતો. શેઠને ત્યાં પાશેર માટીની ખોટ હતી. તેથી એક સંતાનની ઝંખના રહે. કંઈક ઉપાય કરવા છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ છેવટે કોઈકના કહેવાથી શકિત નામે દેવીની સાધના કરી, તે દેવીની સેવા ફળી. નસીબ આડે પાંદડું ખસી ગયું. શેઠના ભાગ્ય ખુલી ગયા. શેઠાણીએ શુભદિવસે પુત્રને જન્મ આપ્યો. શકિત દેવીની ઉપાસના થકી મળેલો આ કુમાર દેવના રૂપને હરાવે તેવો હતો. શેઠને આનંદ સમાતો નથી. સમયને જતા શી વાર ! ઘણાં વર્ષે ઘોડિયું બંધાયું. જ્ઞાતિજનો સગાંઓ ને નગરનારીઓ અખિયાણાં લઈને આવે છે. શેઠની હવેલીએ ઉત્સવ મંડાયો. અખિયાણા સ્વીકારતો શેઠ બધાંને સત્કારે છે. શેઠ પણ સામે અઢળક વસ્તુ આપી બદલો ત્યાં જ પાછો વાળે છે. આંગણામાં ધવલમંગળ ગીતો ગવાયાં. બારમે દિવસે સજ્જન સંતોષી ને કુમારની નામકરણ વિધિ કરી. ફઈબાએ નામ પાડ્યું ભત્રીજાનું “અજિતસેન'. | દિનપ્રતિદિન વધતાં અજિતસેનની વય ભણવા જેટલી થતાં કુશળ પંડિતો બોલાવીને બાળકને ભણવા મૂક્યો. પુણ્યશાળી કુમાર પંડિત પાસે ભણવા લાગ્યો. વય વધે તેમ ભણતર પણ વધે. વયની સાથે વિદ્યાને સાધતો જોતજોતામાં બોત્તેર કળા શીખી ગયો. વિદ્યાની સાથે વિવેક અને વિનય બને નેત્ર સરખા કુમારે ગુણમાં ગ્રહણ કરી લીધા હતા. જોતજોતામાં બાળવય પૂરી થતાં યૌવન વયના ઉંબરે આવી ઊભો. ભણવાની ચિંતા ટળી તો, હવે યોગ્ય કન્યાની ચિંતા. હવે દીકરાને પરણાવવો છે. ઘણી કન્યાઓ આવી પણ શેઠને પોતાના (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૩
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy