________________
-: ઢાળ સાતમી :(સુતારીના બેટા તને વીનવું રે લો...એ દેશી.) વૈરીનું વયત ન વિસરે લો, અરિ કંટકની ગતિ હોય છે; બલ બuત્રાતે મુખ ભાંગીએ લો, નહિ તો દૂર તજીએ સોય જો. વૈરી. ૧ll લક્ષ્મીપુર અજિત નરેશરુ રે લો, શેઠ ધનદ કરે તૃપકામ જો;
હ્યા ધર્મ તીર્થાત વાવટે રે લો, ગુરુ દેવગુણે વિશ્રામ જો.. //રા શ્રીમતી વેશ્યા તૃપ સંસદિ રે લો, કરે એક નિ નૃત્ય ઉત્તર જો; ધત માલ નૃપતિ મંત્રી હીએ રે લો, પણ શેઠ ન આપે લગાર જો. hall લોક બોલે તું સર્વેને રંજતી રે લો, પણ ધનત રંજ્યો ન જાય જો; સુણી ચિતે ચતુર હું ખરી રે લો, લેઉ ધન કરી કોઇ ઉપાય જો. //૪ વળી નૃત્યે જયો નૃપ એમ કહે રે લો, મુખ માંગે તે આપુ તુજ જો; ભણે સા ભૂપતે શેઠને કહી રે લો, લાખ દ્રવ્ય અપાવો મુજ જો. // ભૂપ ભાખે શેઠ ધન આપીએ રે લો, ભણે શેઠ દીયું મારાજ જો; ઘેર જઇને શોકાતુર ચિંતવે રે લો, કેમ રહેશે કચેરીએ લાજ જો. કોઈ શુક પૂછે શેઠ મુખથી સુણી રે લો, શુક “દક્ષમતિ દીએ તાસ જો; લાખ મૂલ્યનું રત્ન લેઇ કરી રે લો, ગયા શેઠ નરેશર પાસ જો. તેથી 'આદર્શ મુખે મણિ ધારીને રે લો, ભણે શેઠ વેશ્યાને એમ જો; પ્રતિબિંબ રજૂ કર લીજીએ રે લો, વદે વેશ્યા લેવાયે કેમ છો ? તો ભણે મંત્રી સ્વપ્ન પ્રતિબિંબમાં રે લો, નહિ ફેર ઇહાં લવલેશ જો; ગઇ વિલખી ઘરે જતથી સુણ્યો રે લો, શુકાજનો એ ઉપદેશ જો. Ill અન્યa વેશ્યા તૃપ રીઝવી રે લો, કહે શેઠનો શુક દીયો મુજ જો; શેઠ પાસેથી રાયે અપાવીયો રે લો, લેઇ તિજ પર ગઇ અબુઝ જો. ૧ol લાખ દ્રવ્ય ગયું તુજ બુદ્ધિએ રે લો, ફળ ખાડું તુજ પ્રત્યક્ષ જો; uખ છેદી હસીને કહે રે લો, કરો શાક પાકે મુજ ભક્ષ જો. ll૧૧ કહી વેશ્યા ગઇ સખીને ઘટે રે લો, ગઇ ઘસી કામવશ બહાર જો; શુક હરખ્યો ભયે છાતો ચલી રે લો, એક પાંખે રહો ખાળ દ્વાર જો. ૧રો
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૧૧.