________________
દેવી - પુત્રીઓ ! મેં તમારા સસરાને જોયા નથી. આકાશમાર્ગે ચોકમાં ઊતરી નથી. હું તો સીધી જ તમારા મહેલે આવી.
પુણ્યથકી દેવીને જોતાં ચારેય વહુને પોતાના દુઃખ સાંભરી આવ્યા. રડવા લાગી. યોગિણી આશ્વાસન આપતાં કહે છે.
યોગિણી - બેટી ! રડો નહીં ! તમને શું દુઃખ છે?
વહુઓ - મા! અમને ઘણું દુઃખ છે. કેટલું કહીએ. વાત કરતાં રખેને અમારો સસરો આવી જાય તો... ?
દેવી - બેટી ! વાત કરો. સસરો આવશે ત્યારે જોવાશે.
એક વહુ દરવાજાનું ધ્યાન રાખીને ઊભી રહી. બીજીઓએ પોતાની સઘળી દુઃખની વાત કહી સંભળાવી.
વાત સાંભળી યોગિણીના હૈયે કરુણા આવી. દીકરીઓને કહ્યું તમે શાંત થાઓ. શાંત કરીને એક વિદ્યા આપી. આકાશ-ગામિની વિદ્યાનો પાઠ આપ્યો. ચારેય ભેગી થઈને વિદ્યામંત્ર બરાબર ધારણ કરી લીધો. પાઠ ભણાવીને ત્યાં જ પાઠ સિધ્ધ કરી બતાવ્યો. વિદ્યાગુરુ યોગિણીને દક્ષિણામાં રત્નનું આભૂષણ વિનયપૂર્વક આપ્યું. તરત જ યોગિણી ગગનમાર્ગે ચાલી ગઈ. શૃંગદત્ત લોભી શેઠને આ વાતની લેશમાત્ર ગંધ ન આવી. વહુવરોએ આ વાત ગુપ્ત રાખી. પોતાના સ્વામીને પણ આ વાત ન કરવી. આ પ્રમાણે નકકી થયું.
ચોવીસ કલાક સસરાની નજરકેદમાં રહીને કંટાળી ગયેલી આ સ્ત્રીઓ એક મનવાળી થઈ. નિર્ણય કર્યો કે વિદ્યા પ્રાપ્તિ થઈ છે તો રાત્રિમાં કયાંક કયાંક ફરવા જવું. ચારેય એક મતવાળી થઈ. ઘરમાં લાકડાની પાટ જેવું એક પાટિયું પડ્યું હતું. તેને રાત્રિમાં કોઈ ન જાણે તે રીતે બહાર કાઢી લીધું. ચારેયે પાટિયા પર બેસી વિદ્યાનો મંત્ર ભણ્યો. મંત્ર-વિદ્યાબળ પાટિયું ચારેય સ્ત્રીઓ સાથે આકાશમાર્ગે રવાના થયું. શેઠના ચારેય દીકરાઓ બરાબર ઘસઘસાટ ઊંધે ત્યારે જ પાટિયાની ઉપર પ્રક્રિયા કરે. કાષ્ઠના પાટિયા ઉપર જવા તૈયાર થઈ. સડસડાટ પાટિયાને રદ્વીપ ઉપર લઈ ગયા. ત્યાં પાટિયા ઉપરથી ઊતરી. ચારેય વહુવરો રદ્વીપ ઉપર ઊતરી ગઈ. આ દ્વીપ ઉપર રત્નોના ઢગલા તથા ખાણો હતી. વહુવરોને તેની જરૂર નહોતી. ઘરમાંથી કયારેય સસરાએ બહાર ફરવા જવા દીધી નથી. તેથી મન મૂકીને ચારેય ખેલકૂદ કરી જાતજાતની રમતો રમી સવાર થતાં પહેલાં વળી કાષ્ઠાસન પર બેસી ઘેર આવી. શેષ રાતે આવીને પોતપોતાના આવાસમાં જઈને સૂઈ જતી હતી. આ પ્રમાણે ઘણા દિવસોની રાત્રિઓ જુદા જુદા પર્વતો ઉપર જતી રમતી કૂદતી આનંદ લૂંટતી હતી. પણ રાત્રિના છેલ્લા પહોરની શેષ રાત્રિએ ઘરે આવી જતી. તેથી કોઈને ખબર પડતી નહોતી.
વનક્રીડા-જલક્રીડા વગેરે રાત્રિના વિષે કરવા લાગી. તેમાં આનંદ માણતી. સુખના દિવસો જવા લાગ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૮૫