________________
બહુ ગમે છે. આ મોર પકડીને મને ન આપો? મારું મન તેની સાથે રમવા ઘેલું બન્યું છે. આ મોરે તો મારું મન ચોરી લીધું છે. તો સ્વામી, મને મોર લાવી આપો ને?
મૃગસુંદરીની ઈચ્છા પૂરી કરવા, મને રાજી કરવા, કુમાર તરત ત્યાંથી ઊઠ્યો. પત્નીની સામે જોતો જોતો કુમાર મોર લેવા આગળ વધ્યો. કુમારને આવતો જોઈ ડર પામતાં મોર દૂર દૂર નાસવા લાગ્યો. કુમાર તેને પકડવા ઝડપથી ચાલ્યો. તો તે પણ વધારે વધારે વેગથી દોડી વનની અંદર ચાલ્યો ગયો. કુમાર પણ તેની પાછળ દોડી તેને પકડવા વનની અંદર ગયો.
મોરની નજીક પહોંચતા કુમારે મોરને આંતર્યો. ત્યારે તે ઊડવા લાગ્યો. ઊડતા મોરને પકડી કુમાર તેની ઉપર સવાર થઈ ગયો, જેથી તે કયાંયે ભાગી ન જાય. મોર પણ સવાર થયેલા કુમારને લઈને ગગનમાં ઉડ્યો. કુંવર તો વિસ્મય પામ્યો. ચિત્તમાં વિચારવા લાગ્યો, આ તે શો ઉત્પાત ? આ મને કયાં લઈ જશે? જોઉં તો ખરો આ કયાં જાય છે? વળી આ પક્ષી કંઈ જાતનો? મોર તો મારું વજન શી રીતે ઝીલે?
મોર તો ગગન માર્ગે ચાલ્યો જાય છે. વન-પર્વત-ગામ આદિ ઘણાં ઓળંગી ક્ષણવારમાં તો હજારો કોશ દૂર ગગનમાંથી જ યમુના નદીમાં નાંખી દીધો અને પોતે ત્યાંથી ચાલ્યો ગયો.
નદીમાં પડતો કુમાર પળવાર ડૂબકી મારીને તરત પાણીની સપાટીએ આવ્યો. તરતજ તરતાં તરતાં નદીના કાંઠે આવ્યો. કાંઠે બેસી વિચાર કરવા લાગ્યો. ક્ષણમાં સંયોગ, ક્ષણમાં વિયોગ આ સંસારમાં છે. જ્ઞાનીના વચનો જે કહે છે તે જ આ સંસાર આશ્વર્યથી ભરેલો છે. વળી ત્યાંથી ઊઠયો. નજીકમાં રહેલા નગરમાં ગયો. ગામની પૃચ્છા કરતાં જાણ્યું કે આ મથુરા નગરી છે. મથુરા નગરીમાં ચંદ્રકુમાર ફરી રહ્યો છે. ત્યાં તેના જોવામાં જિનચૈત્ય આવ્યું. ધ્વજાને ફરકતી જોતાં જ વિવેકી કુમારે બે હાથ જોડી માથું નમાવતાં “નમો જીણાણ” બોલ્યો. ત્યારપછી મંદિરમાં જવા માટે પાંચેય પ્રકારના અભિગમ જાળવી, મંદિરમાં પ્રવેશ્યો. વિધિપૂર્વક જગત દયાળુ અરિહંત પરમાત્માના દર્શન વંદન આદિ કરીને બહાર આવ્યો.
કુમારે કોઈ એક શ્રાવક પાસેથી વાત સાંભળી કે નગરની બહાર મનોરમ વનમાં ત્રણજ્ઞાનથી યુકત મુનિભગવંત પરિવાર સહિત પધાર્યા છે. વાત સાંભળતાં જ ગુરુ મહારાજને વાંદવા કુમાર નગરની બહાર વનમાં આવ્યો.
વનમાં મુનિભગવંતને જોતાં જ કુમાર ઘણો જ આનંદ પામ્યો. બે હાથ જોડી “મFણ વંદામિ” કહી નજીક આવી વિધિવત્ વંદન કરી ગુરુનો ઉપદેશ સાંભળવા શ્રાવકોની સાથે ઉચિત સ્થાને બેઠો. ધર્મની દેશના સાંભળી સૌ સંતુષ્ટ થયા. અવસર પ્રાપ્ત થતાં જ કુમારે વિનયપુર્વક ગુરુ મહારાજને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ!
તે રુપાળો સુર્વણમયી મોર કોણ? ગુરુ મહારાજ કહે છે -
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૭૧