________________
છે. હું અત્યાર સુધી અંધારામાં રહી. તે પુરુષોને હું સાચા અર્થમાં ઓળખી ન શકી. હૈયામાં શોક કરતી હવે પુરુષો પર રાગવાળી થઈ. પૂર્વભવનો મારો એ પતિ. હંસરાજ! અમારી તરસ મિટાવવા, અગ્નિ સામે બાથ ભીડીને સરોવર તીરેથી ચાંચ ભરી પાણી લઈ આવ્યો. અમને જીવાડવા પોતાના પ્રાણની પણ પરવા ન કરી. અમને ત્રણને મરેલા જાણી, ભયંકર દાવાનળની જ્વાળામાં પડતું મૂકી પોતાના પ્રાણ છોડ્યા. મેં કેવું વિચાર્યુંમેં તેના પર ખેદ કર્યો. આ પાપના ઉદય થકી હું પુરુષષિણી થઈ. રે! હવે કયાં જઈશ? કયાં જઈને શોધી લાવીશ. હંસરાજને તો મારા અને મારા બચ્ચાં પ્રત્યે અગાઢ રાગ હતો. સાચો સ્નેહ હતો. હું તે સ્નેહને સમજી ન શકી. મને ધિક્કાર હો. તે સ્નેહને વશ થઈ પ્રાણની આહૂતિ આપતા પણ ન ખચકાયો. જ્યારે હું કેવી? હું એના સ્નેહને સાચા સ્વરૂપે ન ઓળખી શકી. રે! રે! મારી આ અજ્ઞાનતાએ હું પુરુષષિણી બની. જ્યારે આ તો મારો સ્વામી હંસ, તે તો પુરુષ જાતમાં ઉત્તમ નીવડ્યો. ખરે ! પુરુષની ઉદારતા જગતમાં વિખ્યાત છે.
વળી પદ્માવતી વિચારધારામાં આગળ વધી. આ ચિત્રપટ બનાવનાર પરદેશી જ હંસ હશે. મારી બુદ્ધિથી વિચારું તો તેના સિવાય બીજો કોઈ આ પટ બનાવવા સમર્થ નથી. ચિત્રકાર ચિત્ર કલ્પનાથી ન દોરે જરૂર આ પરદેશીએ ચિત્ર દોરવા સમગ્ર વાતનો ચિતાર ખડો કર્યો હશે. તો જ પૂર્વભવની વાતોનો સંપૂર્ણ ભાવ આ ચિત્રમાં બતાવ્યો છે. પદ્માવતીના મનમાં ચૂંટાયેલા ભાવો સહન ન થતા વાચા રૂપે પ્રગટ થવા લાગ્યા.
હે સખીઓ! ચિત્રપટ લાવનાર તે પરદેશી કયાં ગયો? એ પરદેશી તો મારા ચિત્તનો ચોર છે. આ પટે તો મનનું હરણ કરી લીધું છે. તે તો મારા મનરૂપી માનસરોવરનો હંસ છે.
વ્યાકુળ બનેલી પદ્માવતી વળી આગળ બોલવા લાગી. સખીઓ! તમે તેને જલ્દી મારી પાસે લઈ આવો. વળી તે કોણ છે? કયાં વસે છે? તેઓનાં કુળ વંશની પૃચ્છા કરો. તમે જલ્દી કરો. તમે જલ્દી મારી પાસે લઈ આવો.
પુરુષષિણી પદ્માવતીના વિચારો પલટાયા જાણી સખીઓ વિચાર કરે છે રે ! આ પટ્ટના પ્રભાવે આપણી સ્વામિની બદલાઈ ગઈ. પુરુષ તરફનો તિરસ્કાર છૂટી ગયો.
પદ્માવતીની વાત સાંભળી સખીઓ કહેવા લાગી - હે સખી! તું આ શું બોલે છે? આ પટ્ટ જોઈને તું કેવી ગાંડી ગાંડી વાતો કરે છે. આ તો કોઈ એક પરદેશી ચિત્ર લઈ આવ્યો. અમે તમને જોવા આપ્યું, તો તમે તો તેના ગળે પડ્યાં. ચિત્રપટનો માલિક તો આંગણેથી ચાલ્યો ગયો. તો તે પરદેશીની સાથે વળી આપણી પ્રીત શા કામની!
પદ્માવતી - તું મારા મનની વાત શું જાણે? મારે તો તે પરદેશીનું કામ છે. તમે જલ્દી તેને બોલાવો.
સખીઓ - કુંવરીબા ! આમ ગાંડા ન કાઢો. અમારી વાત સાંભળો. જો તું તેની સાથે પ્રીત કરીશ ને જો તે ચાલ્યો જશે તો હાથ ઘસતી રહી જઈશ. આવા પરદેશી પુરુષ સાથે પ્રીત ન કરાય. રે! આ તો બધા ધૂતારા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२०२