________________
સામે પોતે બેઠો. બીજા સાથે આવેલ તાપસ કુમારો ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી કુમારને પૂછ્યું - હે પરદેશી ! અમારું તાપસ ભોજન ભાવ્યું?
કુમાર - રે! મુનિઓ ! આવા પ્રેમપૂર્વક જમાડતાં ભોજન વધારે ફાવે. શ્રેષ્ઠ અને સુંદર ભોજન હતું.
વીરસેન - હે કુમાર ! હવે આપની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે મૂળ થકી વાત કહું છું તે આપ સાંભળો.
આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસમાં, આ ચોથા ખંડની છઠ્ઠી ઢાળ પૂર્ણ કરતાં કવિરાજ કહે છે કે જે શ્રોતાઓ સાંભળશે તેઓના ઘરે મંગળની માળા વરશે.
-: દુહા :
વીરસેન કહે કુંવરને, કર્મગતિ અસરળ, ચિંતિત ચિત મનોરથા, કર્મ કરે વિસરાળ. /૧ એક વનમાં તરુ ઉપરે, માળો કરી વિલસંત, પંખી કપોત કપોતિકા, બાળકો પ્રસવંત. //રા કતને કહેતી કપોતિકા, આવ્યો તુમ કુળ અંત, વ્યાધ ચાપ શર સાંધી અધ, શકરો ઉર્ધ્વ ભમત. |al રવિ ઉધે તિશિ તિર્ગમે, જઇશું કજ વિકસંત, ભ્રમર મનોરથ કોણત, ગજ કજ આહાર કરંત. //૪ll તેમ અમ પ્રગટી વાત જગ, કહેતા આવે લાજ, પણ સજન પૂછે શકે, કહેવું કરવા કાજ. //ull
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૯૯