________________
સજ્જ હતી. આવા સુંદર મજાના ઢોલિયા ઉપર સૂઅર (ડુક્કર-ભંડ) બેઠો હતો. તેની ચારે તરફ તાપસવૃંદ હતું. તે સુઅરની સેવા કરવા સજ્જ હતું.
ઢોલિયો - તેના ઉપર સુઅર - વળી તેની સેવા કરતા તાપસો, આ બધું જોતાં જ કુમાર ઘણો વિસ્મય પામ્યો. ત્યાં જ ઘડીક થંભી ગયો. વળી આગળ આવતાં જ ઓરડામાં રહેલા તાપસોએ કુમારને જોયો. જોતાં જ બધા તાપસો ઊભા થઈ કુમારનું સ્વાગત કરતાં સામે આવ્યા. “આવો પધારો” “આવો’ ‘આવો' ‘રાજકુમાર’ આવા મોંઘા શબ્દોથી કુમારને આવકાર્યો. વળી કહે છે હે કુમાર ! પરદેશી ! તમારા દર્શન રૂપી અમૃત થકી આજે અમારી આંખો ઠરી. સૌથી અગ્રેસર તાપસ તો કુમારને ભેટી પડ્યો.
આદર સહિત હાથ પકડી યોગ્ય આસન પર ઘણા પ્રેમથી બેસવા માટે આગ્રહ કર્યો. સત્કારને ઝીલતો કુમાર આસન પર બેસતાં જ પ્રીતેથી પૂછવા લાગ્યો.
હે તાપસમુનિઓ ! આપ બધા તપસી યોગી મહાત્માઓ છો અને આ સૂવરની સેવા કેમ કરો છો? શું તમારે સૂવરની ભક્તિ કરવાનો કોઈ નિયમ-બાધા છે? હે યોગીપુરુષો ! આ સૂવર એટલે જંગલી પ્રાણી તમને હણતો કેમ નથી? આપ બધાંએ ભેગાં થઈ તેને પ્રતિબોધ પમાડીને શું અહીં બેસાડ્યો છે ? અથવા કોઈ વિશિષ્ટમંત્રબળે વશ કરી સ્નેહથી સ્થિર કર્યો છે. આ બધું રહસ્ય જાણવાની અમને ઉત્કંઠા ઘણી છે. તો તે કહો. વળી અહીં આવતાં એક વનબાળા જોઈ. તે નાની વયે તાપસી બની છે. તેને જોઈને પણ અમને ઘણું આશ્ચર્ય થાય છે. તો તે વિવેકી બાળાનો વૃત્તાંત કહો.
કુમારની વાત સાંભળી એક તાપસ કહેવા લાગ્યો - હે પરદેશી રાજકુમાર ! તમારી ઉત્કંઠાને અમે સંતોષીશું. તમારા આશ્ચર્યોનું નિવારણ કરીશું. આ વાત ઘણી મોટી છે, વિસ્તારવાળી છે. આપ ઘણા શ્રમિત છો. સ્નાનાદિથી નિવૃત્ત થઈને ભોજન કરી લ્યો. પછી સ્થિર થયે નિરાંતે વાત સાંભળજો. સઘળી વાત અમે કરશું.
આ પ્રમાણે કહી ઘણા આદરપૂર્વક બીજા તાપસ કુમારો સ્નાન કરવા માટે કુમારને લઈ ચાલ્યા. સ્નાનાદિથી નિવૃત્ત થઈ ભોજનાર્થે કુમારને ભોજનગૃહમાં લઈ ચાલ્યા. ઉત્તમ અને મીઠાં ફળો કુમારની સામે થાળમાં મૂકયાં. ફળ સુધારવા એક તાપસ કુમારની સામે બેઠો. વળી ઉત્તમ જાતિની ભેંસના દૂધની ખીર બનાવી હતી, તે પીરસી. કુમારે ફળનો આહાર કરતાં દૂધ પણ સાથે લીધું. તાપસસ્ત્રીઓ વારાફરતી કુમારના ભાણામાં બીજી પણ પકાવેલી વસ્તુ લાવીને પીરસતી હતી. બીજી તાપસ સ્ત્રીઓ આજુબાજુથી પવન નાંખતી હતી. તો બીજી પીવા માટે સુગંધિત દ્રવ્યથી મિશ્રિત પાણી પીરસતી હતી.
જમ્યા પછી કુમાર અન્ય તાપસ સાથે ચાલ્યો, જ્યાં મુખ્ય તાપસ જેનું નામ વીરસેન છે. ત્યાં તેની પાસે કુમારને માટે શ્રેષ્ઠ આસન બેસવા માટે તૈયાર હતું. વીરસેન તાપસે કુમારને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા.
Sી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રશેખર સારો
૩૯૮