________________
વળી તુમ સંશય ભેળો ટળશે, તેણે મુજ વીજ કરાવો, દુષ્કર ધીજ કરું રવિ સાખે, અગ્નિ ભુજંગ મિલાવો.... / રપ રાય હુકમે ભટ પાગ લેવા, ફરતાં પુર વન જાવે, કાકાલી ન્યાયે મઠ જોતાં, તેહજ પન્નગ લાવે... /રકો ઇષ્ટદેવ સા સમરી ઘટમાં, કર ધરી નાગ નિકાલે, ફૂલ માળા પેટે કંઠ ધરતાં, શેરો શ્યામ નિહાળે..મ. સરળ ચિત્ત ચકિતા સા શંકા ભરણી, દોરો દૂર કરતી, નૃપસુત પ્રગટ્યો સહુ જન દેખે, અભ્રપટલ રવિકાંતી.. //રો. વિસ્મય પામી ભૂપતિ પૂછે, એકાંતે હોય લાવી, પાપ છબાવ્યા તવ તે બિહું જણે, સાચી વાત સુણાવી.મ. /રલી રય વિચારી શેઠ તેડાવી, મોકલે તિલક વધાવી, પદ્માવતી કરી ઉત્સવ નિજાર, લાવ્યા નૃપ પરણાવી.મ. //Boll ચંદ્રશેખરને રાસ સાથે, ચોથે ખડે વિલાસી, અગિયારમી ઢાળે શુભવીરે, વગતિ પ્રકાશી.મ. ૩
૧ - હાથની ચેષ્ટા, ૨ - લાકડાં, ૩ - તારા શરીરે, ૪ - સુવર્ણ પુરુષ, ૫ - સવાર.
-: ઢાળ-૧૧ :
ભાવાર્થ :
સૂર્યકાન્ત રાજા વીરસેનને સુદર્શનકુમારની વાર્તા કહે છે - હે મિત્ર! આ ભરતક્ષેત્રમાં ધન ધાન્યથી ભરપૂર ધનપુર નામે નગર હતું. નરસિંહ નામે રાજા હતો. તેને સુદર્શન નામે રાજકુમાર હતો. રાજાએ નગરમાં દાનશાળા ખોલી હતી. તે દાનશાળામાં રાજકુમાર દરરોજ દાન દેવા બેસતો હતો. દરરોજ દાન દેતાં કુમારની જગતમાં પ્રખ્યાતિ થઈ. હે મિત્ર! મનોહર એવી કથા તું સાંભળ.
આ નગરમાં નંદી નામે શેઠ રહેતા હતા. આ શેઠને પદ્મા નામે સુંદર સ્વરૂપવાન દીકરી હતી. તે દિકરી દરરોજ શાસ્ત્રકળા ભણવા માટે દાનશાળા આગળથી નીકળીને પોતાના આવાસે આવતી હતી. નિત્યક્રમ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४४७