________________
તરફ ફેરવતો રૂપાળીને આનંદ કરાવતો હતો. વીરસેન પણ ઘણો આનંદ પામ્યો. દંપત્તી પણ એકાંતમાં (રથમાં) ક્રિીડા કરતાં હતાં. વળી રતિક્રીડા કરતો વીરસેન ભાન ભૂલ્યો. સમય કેટલો ગયો ખબર ન પડી. રૂપાળીના ઈશારે ગોવિંદ રથને ઘુમાવતો નદીના તટથી ગિરીકંદરા ને ત્યાંથી દૂર દૂર રથ લઈ ચાલ્યો. ક્રીડા કરતા અને આનંદ લૂટતાં દંપત્તીનો બરાબર એક પ્રહર જેટલો સમય વીતી ગયો. દંપત્તી જ્યારે પાછા ન ફર્યા. ત્યારે ડેરામાં રહેલા સુભટો, ચોકીદારો, દાસ, દાસીઓ આદિ સૌ ચિંતા કરવા લાગ્યા. અંદરોઅંદર સૌ બોલવા લાગ્યા. રે! હજુ આપણા પ્રધાન અને ગોવાળ આવ્યા નથી. આ ભયાનક અટવી છે. જ્યાં સુધી રમત રમશે? તેમની રાહ ક્યાં સુધી જોવી? સાંજ પડવાની હવે વાર નથી. તેથી કેટલાક સુભટો ગોવિંદ નામથી બૂમો પાડતાં નદી તટ થકી જંગલમાં ને વનકુંજમાં ફરવા લાગ્યાં. રથના પૈડાંના જવાના નિશાને સુભટો આગળ વધ્યા. હવે મનમાં પણ શંકા-કુશંકા થવા લાગી. શું થયું હશે? હજુ કેમ પાછા ન ફર્યા? અવાજ કરતાં, બૂમો પાડતાં સુભટો આગળ વધ્યા. પણ રથને લઈ ગયેલા દંપત્તી કે ગોવિંદ એ ત્રણમાંથી કોઈનો જવાબ ન મળ્યો. શંકા વધારે દૃઢ થઈ. તેઓની વારંવાર બૂમો પાડતાં જ્યારે જવાબ ન મળ્યો ત્યારે સુભટ આદિ સઘળો પરિવાર ચિંતા કરવા લાગ્યો. કેટલાક સુભટો શોધવાને કારણે ઘણા આગળ નીકળી ચારેકોર શોરબકોર કરતાં શોધી રહ્યા છે. ગોવિંદ નામની બૂમો પાડતાં ગહનવનમાં પેઠાં, ત્યાં નદીના તટમાં, વળી ઘટાદાર વૃક્ષની વાડીઓમાં બધે જ સ્થળે સઘળા સુભટો ફરી વળ્યાં. પણ દંપત્તીરથ-ઘોડો કે સારથિ કોઈ પણ સુભટને જોવા ન મળ્યાં. ભયભીત થયેલા સુભટો બધા ભેગા થઈ ગયા. સૌ નિરાશ થઈ ગયા. છતાં હજુ તપાસ કરવા આગળ ચાલ્યા. તેટલામાં તે વનના માર્ગમાં મંત્રીશ્વરની તલવાર પડેલી જોઈ. હાથમાં ઉપાડી. પછી બરાબર તપાસ કરી. ચોકકસ કર્યું. આ તલવાર મંત્રીશ્વરની જ છે. તલવાર છે, તો મંત્રીશ્વર કેમ નથી. શંકા હતી તેમાં વધારે શંકિત થયા. રૂપાળી-ગોવાળના આડા ચરિત્રને જાણતાં સુભટોની શંકા જ હતી તે સાચી પડી. ગોવાળિયાની શોધ ઘણી કરી પણ તે શોધ્યો ન જડ્યો.
જાતજાતનાં સંકલ્પ વિકલ્પ કરતાં સુભટોના માર્ગમાં પડેલા પગલાં દેખાયા ત્યાં સુધી આગળ ગયા. પછી પગલાં પણ ન દેખાયાં. અહીંથી આ લોકો ક્યાં ગયા હશે? શંકા કુશંકાને ધારણ કરતાં સુભટો હવે થાક્યા. રાત પણ પડવા આવી હતી. ત્યાં જ રાત સૌએ વિતાવી. સવાર થતાં શોકાતુર થયેલ સૈન્ય રાજપુર નગરે પહોંચ્યું.
| વિજયપુર નગરથી રાજપુર સુધી આવતાં જે કંઈ બની ગયું તે સઘળું રાજપુરના રાજા સૂર્યકાન્તને કહ્યું. તે સાંભળી બાલપણાનો પોતાનો મિત્ર તેમજ મારા રાજ્યના મંત્રીશ્વર, તેની આવા પ્રકારની હાલત જોઈ શોકમાં ડૂબી ગયો. વિલાપ કરવા લાગ્યો.
પ્રધાન વીરસેનના કુટુંબીજનોએ પણ આ વાત જાણી, ત્યારે સૌ રૂદન કરવા લાગ્યાં. પોતાના સુભટોને ચારે દિશામાં તપાસ કરવા મોકલ્યાં. સૌ વિલે મોંઢે પાછા ફર્યા. રાજા વિચારે છે કે પૂર્વના પાપ પ્રગટ થયાં છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४३२