________________
ત્રણ મિત્રોનું આગમન
-: ઢાળ-3 :
ભાવાર્થ :
હંમેશા ચિત્રસેન રાજા રતિસુંદરીના મહેલના સાતમે માળે આવે છે. વિનયવાળો થઈને પ્રેમનાં વચનો
કહે છે.
હે પ્રેમ પનોતી ! મારા મંદિરીયે પધાર્યા છો. મારા મનમંદિરમાં તેં સ્થાન મેળવી લીધું છે. મારા દિલનું હરણ કરવાવાળી ! હે રંગીલી નાર ! તું મારી વાત માનતી કેમ નથી ? મારું વચન માન.
હૈ રાજસુતા ! મારા પૂર્વના પુણ્ય ભોગે તારો ભેટો થયો છે. તો શા માટે હા ! ના ! કરે છે. મારી સાત રાણીની ઉપરી તને રાખીશ. હે દિલ લૂંટવાવાળી ! તારા હાથ નીચે, મારી સાતે રાણીઓ તારા ચરણમાં રહેશે. તારી આજ્ઞા ઉઠાવશે. સારી દુનિયા તારા ચરણોમાં ઝૂકશે.
મારો દાસ દાસી વર્ગ બધો જ તારો સેવક થઈને રહેશે. તારા હુકમની કોઈ અવગણના પણ નહિ કરી શકે. હે સુંદરી ! મારી સાતે રાણીઓ. તારી ભકિત કરશે. તારી આજ્ઞા માથે વહન કરશે.
હે સુંદરી ! મારું રાજપાટ, રાજવૈભવ, સઘળી રિધ્ધિ તારા ચરણે અર્પણ કરું છું. મારી આ ચતુરંગી સેના પણ તારે તાબે છે. તારી આણ-આજ્ઞા મારા રાજ્યમાં વર્તાવીશ. હું પણ તારો સેવક બનીને તારી સેવામાં હાજર રહીશ. હજુ તારી શી ઈચ્છા છે ? મને કહે. બધી જ ઈચ્છા હું પૂરી કરીશ.
હે મનમોહિની ! આ રાજભવનમાં તને મનગમતાં ભોજનો હું કરાવીશ. તું માંગે તે મીઠાઈ-પકવાનમેવા હાજર કરીશ. તું સુખેથી આરોગજે. વળી તારા આ કેશકલાપને સુગંધી દ્રવ્યથી યુકત તેલ નાખીને સુંદર ગૂંથજે.
હે માનુનિ ! મારા મિત્રદેવે મને એક દૈવી કંચૂઓ આપ્યો છે. મારી વાત માની જાય તો, તે કંચૂક તને પહેરાવીશ. જેથી તું ઈન્દ્રાણી સમ શોભતી, રત્ન આભૂષણો પહેરજે. અને મનગમતા વિલાસ કરજે.
હે સુંદરી ! તું એક પરદેશીને વરી છું. તે પરદેશીનો ભરોસો શો ? જો ને તને મૂકીને દેશ વિદેશમાં ભટકયા કરે છે. તેણે તને છોડી દીધી છે. વળી તું અહીંયા આનંદમાં રહે. તારા મનની વાત કરીને ખુલાશો કર. તારે જે કહેવું હોય તે મને કહે. હું તારી બધી જ વાતનો સ્વીકાર કરવા તૈયાર છું.
રે સુંદરી ! “શા માટે તું નીચી નજર કરે છે જરા મારી સામે તો જો. એકવાર તો પ્રેમથી જો.’’ ચિત્રસેન રાજાનાં હલકા વચનો સાંભળી, રતિસુંદરી કહેવા લાગી - હે રાંક ! ઉત્તમજનો કયારેય લોક
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૮૫