________________
આ પ્રમાણે શિષ્ય બોલતો થકો, વિનય થકી ગુરુજીને પૂછીને રાજાને કહે છે - હે રાજનું! તમારા પુણ્ય જાગતા છે. ગુરુજી કહે છે કે આવતી કાલે સવારે તમારા મહેલે આવીને કામ કરી આપીશ. રાજન્ ! અમારા વચન ઉપર શ્રધ્ધા હશે, તો તમારુ કામ થઈ જશે. શ્રધ્ધા વિના કામ થાય નહિ.
બીજે દિવસે સવારે યોગીરાજાઓ રાજમહેલમાં આવી ગયા. રાજા ઘણા બહુમાનપૂર્વક પોતાના આવાસે લઈ ચાલ્યો. તે આવાસના ઝરૂખામાં જઈને છ માંડલા બનાવ્યા. ત્યારપછી શિષ્ય મિત્રએ ધૂપ-નૈવેદ્ય અને પુષ્પોના થાળી ભરીને મોટા યોગીરાજ પાસે લાવી મૂકયા. જે પુષ્પો આદિ વસ્તુઓ બલિદાન અર્થે સિધ્ધ ચીજો પણ લાવીને મૂકી. ચોકનાં મધ્યમાં મોટા યોગીરાજ પદ્માસને બેઠા થકાં બીજા બધા દેખતાં છતાં “ૐ સ્વાહા !” ફૂટ ફૂટ્ સ્વાહા ! આદિ મંત્રાક્ષરોનો જાપ કરવા લાગ્યા.
- યોગીરાજે ત્રણ દિવસ સતત મોટા આડંબર યુકત પૂજાપાઠ-જાપ-હવન આદિ કર્યા. પછી ચોથે દિવસે જાપમાંથી ઊઠયાં. જટામાંથી એક વાળ કાઢીને રાજાને આપતાં કહ્યું કે આ વાળને “માદળિયામેં રખના.” આ માદળિયાના પ્રભાવે આ સ્ત્રી તથા બીજી પણ સ્ત્રીઓ તને વશ થઈને રહેશે. તારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે. પણ... પણ. એક વાત ધ્યાનમાં રખના. જો સ્ત્રી કહે તે બધું કરવાની હા પાડવી પડશે. જે કહે તે પ્રમાણે તારે ચાલવું પડશે. વળી રાજનું! તેને જયાં જવાની ઈચ્છા થાય ત્યાં તેને તારે જવા દેવી પડશે. હા! કે ના ! કહેવાશે નહિ. રાજનું તું આ પ્રમાણે કરીશ. તો દિનપ્રતિદિન તારી ઉપર તે સ્ત્રી રાગવાળી થશે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ તારી ઉપર અધિક સ્નેહવાળી થશે. બરાબર એકવીશ દિવસે તે સ્ત્રી તારા તાબામાં હાથ જોડીને જ રહેશે તથા સદા માટે રહેશે. સાંભળ! રાજન! વાત ઉપર વિશ્વાસ જરૂર રાખજે. અમે તો ફરતા રામ છીએ. અમે હવે જંગલમાં ચાલ્યા જઈશું.
રાજા - હે યોગીરાજ! મારી ઉપર દયા કરો. દશ દિન તો રોજ દર્શન આપજો.
યોગી - રાજનું! અમે કોઈના બંધનમાં રહેતા નથી. પણ તારી આટલી બધી ભાવના છે. તે માટે તારી ખાતર અમે રહીશું.
આ પ્રમાણે કહીને ત્રણેય અવધૂત યોગીઓ રાજા દેખતાં જ ત્યાંથી ગગન માર્ગે ચાલવા લાગ્યા. રાજા તો ઊંચે જોતાં જ રહી ગયો. ઘડીભર તો રાજા ત્યાં ને ત્યાં વિચાર કરવા લાગ્યો. જરૂર મારું કામ સિધ્ધ થશે. મારી આશા ફળશે. પછી ત્યાં રહેલા રાજપરિવારને કહેવા લાગ્યો. આ યોગીરાજ પાસે વિવિધ વિદ્યાઓના મહાભંડાર લાગે છે.
આ બાજુ તે જ રાત્રિને વિષે કુમાર યોગીએ પોતાના બંને મિત્રોને રતિસુંદરી પાસે મોકલ્યા. કુમારની સૂચના અનુસારે બંને મિત્રોએ રાજમહેલમાં જે બીના બની તે બધી જ કહી. પછી કહેવા લાગ્યા.
હે સુંદરી ! આપની પાસે ચિત્રસેન રાજા આવે તો તેનો આદર સત્કાર કરજો. દૂરથી બેસવા આસન
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રશેખર શકો )
૯૪