________________
જવું દક્ષિણ ઉત્તરપંથ, સુણી શુકવાક્ય સા કાવતી રે, વનમાંથી મીઠાં ફળ સાર, જલ સાથે લેઇ આવતી રે; ખાઇ વિશમંત કુમાર એણિકા શુક શું તિાં રે, બીજે ખંડે નવમી ઢાળ, શ્રી શુભવીરે ભાખી હાં રે /૧૫ll
૧ - ચૌદશ, રે - હરણ, ૩ - નારીનાં પગલાં, ૪ - છાલનાં વસ્ત્ર.
-: ઢાળ - ૯ :
ભાવાર્થ :
જુગારિયો સોમ સુધરી ગયો. દરિદ્ર અવસ્થા ટાળવા માટે ધનની આશાએ પરદેશ નીકળ્યો. પ્રબળ પુણ્યનો ઉદય થતાં જંગલમાં પરમાત્મા મળી ગયા. બિચારો સોમ ! પરમાત્મા જિનેશ્વરની દરરોજ સેવા કરવા લાગ્યો. પણ. પણ. આ પ્રભુને ઓળખતો નથી. અરિહંત પ્રભુ છે તે રીતે ઓળખાતો નથી. ભદ્રિકપણે પ્રભુની સેવા કરવા લાગ્યો છે. વનફળ આરોગતો, સરોવરના પાણી પીતો. તે સિવાય બધો જ સમય પરમાત્માના ધ્યાનમાં ગાળતો હતો. તાપસની જેમ વનમાં રહેતો. આ સોમદેવને પ્રભુ મળ્યા તો જાણે પરમ નિધાનરૂપ અખૂટ ખજાનો મળ્યો ન હોય તે રીતે પ્રભુની નજીક રહેવા લાગ્યો. રાત-દિવસ પ્રભુની સેવા કરતો અને સાવધ થઈ પ્રભુને સાચવતો. રખે મારા પ્રભુને કોઈ લઈ ન જાય. કોઈ હરણ પણ ન કરી જાય. રાતમાં પણ સૂતેલો તાપસ સોમ, વળી ઠીને પ્રભુને જોતો. મારા પ્રભુ કયાંયે ચાલ્યા ન જાય?
પ્રભુની ભકિતમાં તાપસ સોમ બ્રાહ્મણનો ઘણો કાળ વીતી ગયો. ભૂતકાળ ભૂલી ગયો, પરમાત્મામાં લીન થઈ ગયો. એક દિન પોતાની ભૂખ કરતાં વધારે વનફળ ખાઈ ગયો. મીઠાં ફળને પેટે ન સંઘર્યા. પેટમાં પીડા ઉપડી. મહાશૂલની પીડા સહન ન થાય, તો પણ પ્રભુ ભૂલાતા નથી. મહાશૂલનો રોગ સોમને ભરખી જવા આવ્યો. છતાં મનથી પણ પ્રભુને વીસરતો નથી. પ્રભુના ધ્યાનમાં તાપસ સોમ મૃત્યુ પામ્યો.
શુભ અધ્યવસાયથી સમાધિપૂર્વક મૃત્યુ પામ્યો. પ્રથમ નિકાયે વ્યંતરની રાજધાનીએ યક્ષ રૂપે ઉત્પન્ન થયો. અવધિજ્ઞાનથી જોતાં પોતાનો પૂર્વભવ જોયો. ત્યાંથી તરત જ યક્ષ નીચે આવ્યો. વિંધ્યાચલ અટવીમાં રહેલા લતાગૃહમાં પ્રભુ આદિશ્વર પ્રતિમા પાસે આવી ગયો. પરમાત્માની ત્યાં ભકિત કરી. પછી પોતાના દારિક દેહને (તાપસના શરીરને) નવરાવી ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો.
વ્યંતર નિકાયના દેવે રત્નની પ્રતિમાના અનુસરે યક્ષે પોતાનું નામ રત્નશેખર રાખ્યું.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૩૨