________________
માંગો ઇચ્છા અનુસાર, તે તમને દીયું રે, ભણે સો જિનમેળા ઉપરાંત, કાંહી એ નથી માંગી લીયું રે. . સા વદે તુમ જાવું દૂર, અટવીપંથ વિષમ છે રે, . કહી કથી ઊતારી દીધ, વિક્તા જડી એક છે રે; લઇ દક્ષિણદિશિ ઉશ, જોતો ચલે વતગિરિ રે, મુક્તાફળ જલકલ્લોલ, રેવા નદી વચ્ચે ઊતરી રે ! ચાલતા નદી ઉપકંઠ, ભીની રેત સુકોમલી રે, 'વાતાયુ વિમલ પશ્રેણી મધ્યે, 'નારીપદ એક છે રે; દેખી મત ચિતે રાય, દીસે કૌતુક આગળે રે, પગલાં અનુસાર, શીધ્રપણે જઇ ભેગાં મળે રે /holl સસલાં હરણાં કપિવૃદ, ટોળું દીઠું જાતું મોજશું રે, મળે નવયૌવત તારી, રૂપવંતી ચલે રીઝણું રે; તાપસણીને વેશ, "વલકલ પહેરીને ચાલતી રે, એણિકા નામ ઠરાય, અંગ સુકોમલ હાલતી રે. //૧૧ તસ આગળ સૂડો . એક, ચાલે શાસ્ત્ર ભણ્યો ર્યો રે, શુક સારિકા પરિવાર, જેમ ગુરુ શિષ્ય શું પરિવર્યા રે; ચિત ચિંતે દેખી કુમાર, કૌતુક આ નવિ વિસરે રે, ઉપશમ પામી પશુજાતિ, તાપસણીની સેવા કરે રે /૧રો તરુ હેઠ લતાધર પાસ, તે સર્વે મળી બેસીયાં રે, જઇ ભૂપ ભણે હે નારી, તેં પશુઆ કેમ ઇચ્છિયા રે; માણસ ભયે ચંચળ નેત્ર, નાસતાં શુક ઉચ્ચરે રે, નહિ થ્થાપદ એ નરજાતિ, છે મનમાં ભય શું ઘટે રે /૧૩ પથભ્રાંત સમાગત તેણ, આગતા સ્વાગત કીજીયે રે, તવ લાજ ધરી પૂછત, પણ ભયથી તનુ ધુજીયે રે; કયાંથી આવ્યા કીયે દેશ જાવું ? ક્ષણ ઉપવેશીયે રે, તરુપલ્લવ બેસી કુમાર, કહે અમે દૂરથી આવીએ રે /૧૪ll
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૩૧