________________
રત્નશખર પરમાત્માને હાથ જોડી કહે છે - હે પ્રભુ! નાની વયમાં મા બાપ ગુમાવ્યા. ભિખારી કરતાં ભૂંડી દશામાં ભટક્યો. સમજ આવતાં જુગારિયો થયો. જુગારિયો બનતાં દુનિયાના લોકોએ મને હડસેલો મારી દૂર કર્યો. દુષ્કૃત્યોથી લોકમાં હું હસીને પાત્ર બન્યો. ધન કમાવા દેશ પરદેશ ભટકયો. હું બહુ દુઃખી થયો. હું બહુ શોક કરતો. મને એક ટંક ખાવાનું પણ મળતું નહોતું. તે તરણતારણ દેવ ! ભટકતા એવા મને તું પ્રભુ મળી ગયો. મારો બેડો પાર થઈ ગયો. તારા ઉપકારથી મને દેવ પદવી મળી. હે નાથ ! તારો ઉપકાર ર્યે ભૂલાય?
પરમાત્માની અનન્યભકિત કરી, પરમાત્માની પૂજા કરી. સોહામણું જિનમંદિર બનાવી, તેમાં પોતાની યક્ષ રૂપે પ્રતિમા ભરાવી તેમાં પધરાવી. પ્રભુની પ્રતિમાને પોતાના માથા ઉપર સ્થાપના કરી. જિનશેખર આ રીતે પોતાનું બીજું નામ રાખી લોકમાં આ નામથી પ્રખ્યાતિ પામ્યો.
એ જિનશેખર યક્ષરાજની હું સેવિકા છું. મારું નામ કનકપ્રભા છે. મને મારા સ્વામીએ કહ્યું છે કે દરરોજ અહીં આવી મારા ભગવાનની પૂજા તારે કરવાની છે. સુંદર આંગી કરવી વગેરે તારું કામ છે. તે પ્રમાણે મને કહ્યું છે. રત્નશેખર યક્ષના આદેશથી પરમાત્માની ભકિત કરવા માટે, હું મારી દાસીને સાથે લઈ, હાથમાં પૂજાપો લઈ દરરોજ અહીં આવું છું.
હે કુમાર ! વળી હું મારા બધાજ પરિવારને લઈને મહિનાની અજવાળી પાંચમે તથા બે ચૌદશે, બે આઠમે આવું છું અને મહામહોત્સવ સાથે પ્રભુની પૂજા કરીએ છીએ,
વળી રત્નશખર પણ ઘણા પરિવાર સાથે, ઘણીવાર અહીં પરમાત્માના દર્શન કરવા આવે છે. પોતાની મૂર્તિ ઉપર બિરાજમાન પરમાત્માનું ધ્યાન ધરે છે.
આ પ્રમાણે પ્રભુની ભકિત કરતાં અમારો ઘણો કાળ ગયો. ઘણા વર્ષો વીતી ગયા.
સરોવરમાંથી નીકળેલી તે કન્યાની વાત સાંભળી ચંદ્રશેખર કુમાર ઘણા હર્ષ પામ્યા. કુમાર કહેવા લાગ્યો - હે સુંદરી ! અમે તો મહાન આશ્ચર્ય જોયું. જગતના મોટાનાથને જોયા. તેમાં વળી તમારા મુખથી સઘળો વૃતાંત સાંભળી, કાન - અને આંખ બંને સફળ થયાં. *
તમે સૌ પરમાત્માની ભકિત કરો છો તેની અનુમોદના કરું છું. સુંદરી - હે રાજકુમાર ! આપની ઈચ્છા હોય તે માંગો, તે તમને આપીશું.
કુમાર - હે દેવી ! આ જિનેશ્વર ભગવાનનો મેળો થયો. એના દર્શને બધું જ મળી ગયું. અમને કંઈ જ ન જોઈએ.
સુંદરી - હે પરદેશી ! આપને હજુ ઘણું દૂર જવાનું છે. આ જંગલનો પંથ ઘણો જ વિકટ છે અને વિષમ પણ છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૩૩