________________
એણિકા આ પ્રમાણે કહી સુંદરીએ પોતાની આંગળીએથી એક અંગૂઠી કાઢીને કુમારને આપતાં કહ્યું છે પરદેશી ! આ વિનહર જડી વીંટી છે. તે તમને રસ્તામાં ઘણી જ કામ આવશે.
વિદનકર જડીબુટ્ટીને ગ્રહણ કરી કુમાર ત્યાંથી દક્ષિણ દિશામાં જવાના ઉદ્દેશથી તે યક્ષ પ્રતિમાને નમસ્કાર કરીને આગળ ચાલ્યો. રસ્તામાં વન-પર્વત અને જાતજાતનાં વૃક્ષો વગેરેને જોતાં કુમાર જમુના નદીના કિનારે આવ્યો. કિનારે ઘડીવાર બેઠો. નદીમાં છળતાં મોજા સાક્ષાત્ મુકતાફળ ન હોય તેમ ભાસતાં હતાં. નદીની શોભા જોતો કુમાર વળી રેવા નદી પાર કરી આગળ ચાલ્યો.
નદીના કાંઠા ઉપર ચાલતાં કિનારે કિનારે ભીની રેતીમાં હરણિયાંના નાજુક પગલાંની શ્રેણી જોઈ તે પગલાંની મધ્યે સ્ત્રીના પગલાં પણ જોયાં. પગલાંને જોતાં જ કુમાર વિચારવા લાગ્યો કે આગળ જરૂર એક કૌતુક જોવા જેવું લાગે છે. આ જંગલના હરણિયાંના ટોળા વચ્ચે નાની વયની સ્ત્રીનાં પગલાં કયાંથી સંભવે?
આશ્ચર્ય જોવા માટે કુમાર ત્યાંથી તાવળો ચાલ્યો. જલ્દી આ ટોળાની ભેગો થઈ જવાના ભાવે ઘણો તાવળો ચાલ્યો. ટોળા નજીક પહોચતાં તો વધારે આશ્ચર્ય થયું. સસલાં, હરણાં, વાંદરાઓનાં ટોળાં, બધાં ભેગાં ચાલતાં હતાં. બધાં જ પોતપોતાની મોજમાં આનંદ કિલ્લોલ કરતાં જઈ રહ્યાં હતાં.
આ પશુ ટોળા મધ્યે કોઈ નવયૌવના - રૂપવતી તાપસણીના વેશમાં મલપતા મલપતી ચાલી જતી હતી. તેણે વસ્ત્રો વલ્કલના પહેર્યા હતા. “એણિકા' નામથી પોતે ઓળખાતી મદભર, પશુઓ સાથે રમત કરતી કરતી ચાલી જતી હતી.
એણિકા આગળ એક પોપટ પણ સાથે સાથે ડતો હતો જઈ રહ્યો હતો. પોપટ સાથે વાત કરતી એણિકાને જોઈ પોપટ પણ વાતો કરતો હતો. તેની વાત સાંભળતાં કુમારને લાગ્યું કે આ પોપટ શાસ્ત્રના પાઠ ઘણા ભણ્યો લાગે છે.
પોપટ- અને આ કન્યા સાથે પરિવાર સાક્ષાત ગુરુ - શિષ્યા અને તેનો પરિવાર ન હોય તેમ શોભતા હતા. આ જોઈ કુમાર ચિત્તમાં વિચારવા લાગ્યો કે આ કૌતુક કયારે ભૂલાશે નહિ. કુમાર તો આ બધાની પાછળ ચાલ્યો આવતો હતો કે હવે આ બધા આગળ જઈ શું કરે છે? જંગલી પશુ તથા વાંદરા સહુ ઉપશમ પામી, શાંત થઈને એક તાપસણીની સેવા કરે છે? શી વાત છે? કેવો યોગ?
આગળ ચાલતાં આ ટોળાઓ એક વૃક્ષ નીચે લતાધરમાં ભેગા મળી આવીને બેઠાં. ત્યાં જઈને કુમારે તે સ્ત્રીને પૂછયું - તમને આ પશુઓની વચ્ચે રહેવાની ઈચ્છા કેમ થઈ?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૩૪