SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી ચક્રવાક યુગલ કૂવા પાસે રમતુ જોયું. પણ તે રુદન કરતું હતું. મને તેમના શબ્દોના ઉચ્ચાર પરથી લાગ્યું. મને પહેલાં થયું કે કેમ રુદન કરે છે? સૂર્યોદય તો થઈ ગયો છે. પછી ખબર પડી કે નગરની નારીઓ પાણી ભરવા કૂવા કાંઠે ભેગી થઈ હતી. ઘણી બધી સ્ત્રીઓ પાણી ભરતી હતી. તે સ્ત્રીઓના મુખરૂપી ચંદ્રમાનો ભાસ થતો હતો. તે સ્ત્રીઓએ ગળામાં હીરા મોતી માણેકના હાર પહેરેલા હતા. તેના ઉપર પડતાં કિરણો થકી તે ઘણા ઝગારા મારતાં હતાં. તે ઝગારા આકાશમાં ટમટમતા તારલીયાઓ છે. અને મુખરૂપી ચંદ્રમાં છે તે કારણોથી ચક્રવાક ચક્રવાકી તેને રાત્રિ સમજી બેઠા. તારાગણનો સમૂહ જોતાં રાત્રિ પૂરી થઈ નથી. એવા ભ્રમથી તેના વિયોગમાં ચક્રવાક યુગલ રડતું હતું. પિતાજી! હવે આપની છેલ્લી વાત. લીંબડાના વૃક્ષપર કાગડીઓના માળા ઘણા હોય. જે વિષ્ટાની મેં પહેલા વાત કરી. વળી સર્પો પણ રહેતા હોય તેનું ઝેર ખાવામાં પડવાથી કદાચ મોત પણ આવી જાય. તે કારણ વૃક્ષ નીચે કયારેય જમવા ન બેસીએ. તેમાં એક દિવસ ઘાતનું કારણ બને. અગિયાર વાતોનો ખુલાસો શિયળવતી પાસેથી સાંભળી સૌ આનંદ પામ્યા. તેમાં ઘણું બધું જાણવા પણ મળ્યું. હવે તો ઘરમાં સૌ તેને દેવીની જેમ માનવા લાગ્યાં. તે વેળાએ સહુએ ભેગા થઈને, શિયળવતીને ‘વિદ્યાનિધિ' એવું નવા નામનું બિરુદ આપ્યું. રાજ રબારે રત્નાકર શેઠના સારાય કુટુંબની સ્વામીની થઈને રહી. સહુ તેને પૂછીને કામ કરતા શિયળવતીના દિવસો ઘણા સુખમાં જવા લાગ્યા. જડ જગતનો સ્વભાવ વિચિત્ર છે. આજે શું? કાલે શું? સુખી સંસારમાં અજિતસેન મન માન્યા સુખમાં મહાલે છે. કાળની પરિકવતા થતાં પિતા રત્નાકરશેઠ તથા માતા શ્રીદેવી ધર્મ કરતાં આયુષપૂર્ણ કરી દેવલોકવાસી બન્યાં. ઘરનો ભાર બધો જ અજિતસેન ઉપર આવ્યો. પેઢી પણ સંભાળવાની. ચતુર અજિતસેને પિતા-માતાના વિરહને ઘીમે ઘીમે વિસારે પાડતો, ધંધો ઘર વગેરે સંભાળી લીધું. ઘરમાં શિયળવતીની આજ્ઞાથી બધું જ કામ થાય. જ્યારે આ વાતની નગરના રાજા અરિમર્દનને ખબર પડી. તો તે રાજા પણ આ સતીને માનથી જોતો હતો. અજિતસેન ઉપર પણ રાજાને ઘણું માન હતું. રાજાના રાજદરબારે પાંચસો મંત્રીઓમાં એક મંત્રીની ઉણપ હતી. મંત્રીની મુદ્રા આપવા માટે રાજાએ દરબારમાં એક પ્રશ્ન પૂછયો. જે સાચો જવાબ આપે તેને મંત્રી મુદ્રા મળશે. રાજા - જે પોતાના પગથી રાજાને હણે તેને દંડ શું કરવો? (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૨૫
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy