SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષણ માટે જ ને? નદીના પાણીમાં ઝાંખડાં, કાંટા, પથ્થર, કાંકરા વગેરે તણાઈને આવ્યું હોય. તે કારણે મારા તો પગ વિંધાઈ જાય, તો પછી મોજડી શું કરવાની? તમે ના કહેવા છતાં પણ, મેં પગના રક્ષણ માટે મોજડી પહેરી. પછી નદીમાં ઊતરી. પિતાજી મોટું નગર તે શહેર હતું. તે શહેર કે મોટું નગર આપણા શા કામનું? જ્યાં આગળ આપણું કોઈ સગું-વ્હાલું સજજન સંબંધી કે મિત્ર જેવું પણ કોઈ વસતું ન હોય તો? આપણે કયાં જઈ ઊતરવાના? ખાવાપીવાનો ભાવ કોણ પૂછવાનું? માટે શહેર હોવા છતાં પણ આપણા માટે તે ઉજજડ ને વેરાન છે. ૨૫-૫૦ ઝુંપડાવાળુ ગામ તે આપણા માટે શહેર જ હતું. કારણ ત્યાં મારું મોસાળ હતું. મામાનું ઘર હતું. તો નિર્ભય થઈને રાત રહો. ખાવા પીવાની ચિંતા જ નહિ. મીઠા ભોજન મળ્યાં. શેઠજી બોલ્યા - મગ ભર્યા ખેતરની શી વાત? શિયળવતી -મગ ભર્યા ખેતરની વાડ જ નહોતી. વળી મગની સીંગ લોકો ચોરી ગયા હતાં. રહી સહી સીંગો જ હતી. તેમાં અંદર રહેલા મગના દાણાઓમાં જીવાત લાગી હતી. જે મગ ખાઈ જઈને; ફોતરાં પડ્યા હતા. ખેતરનો માલિક મૂરખ હશે. જે મગના ખેતરનું રક્ષણ પણ ન કર્યું. વાવી ને મહેનત કરી છતાં છોડવાનું પણ રક્ષણ ન કર્યું. તો પછી તેને શું મળવાનું? મગના ફોતરા જ મળે ને? ધાન ને બદલે ધૂળ જ મળે ને? શેઠ - સુભટને કાયર કેમ કહો? શિયળવતી - સુભટને પીઠ ઉપર ધા પડ્યા હતા. રણમાંથી નાસી આવેલ સુભટ કાયર હતો. વળી પિતાજી ! તમે કહેવા છતાં હું તડકે ચાલી કારણકે વડલા ઉપર કાગડા વધારે રહે. વડલા નીચે ચાલતા જો કાગડો વિષ્ટા કરે તો. કહેવાય છે કે સ્ત્રીને માથે કાગડાની વિષ્ટા પડે તો તેનો પતિ છ મહિનામાં મૃત્યુ પામે છે. તે કારણે હું તડકામાં ચાલતી હતી. વળી હંસલી તમે રમતી જોઈ. તે રમતી નહોતી. તે તેના પતિથી વિખૂટી પડી હોવાથી આજંદ કરતી હતી. પશુપંખીની ભાષાને જાણતી હોવાથી, હંસનો વિયોગમાં હૈયાભર શોકને કરતી રડતી હતી. મને પણ થયું કે હું પણ મારા સ્વામીથી છૂટી પડી છું. મને પણ મારા સ્વામીનો વિયોગ થયો. જ્ઞાનીના વચન મિથ્યા હોતા નથી. ત્યારપછી પુરુષને તમે વખાણ્યો. પણ તે સ્ત્રી હતી. કોઈ કારણસર તેણે પુરુષનો વેશ પહેર્યો હતો. તેની ચાલ ઉપરથી ખબર પડે. સ્ત્રી હોય તો ચાલવાની શરૂઆતમાં ડાબો પગ પહેલો ઉપડે. આ વાત પણ મેં ગુરુ ઉપદેશમાં સાંભળી છે. (મેખ reતો શો (ચી ચંદ્રશેખર રજાનો રાસ) ૩૨૪
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy