________________
સૌ આ સાંભળી વિચારમાં પડ્યાં. રાજાને પગથી મારવા કોણ હિંમત કરે? જવાબ શોધવા સભામાં મોટો કોલાહલ થયો. છતાં જવાબ આપવાની કોઈની હિંમત ન આવી. જવાબ બીજે દિવસે આપવાનો હતો. સભા વિસર્જન થઈ. આ કોયડો તો સભા સમક્ષ પૂછાયો. કોઈ જવાબ ન આપે ? કોણ આપે?
અજિતસેન ઘરે આવીને શિયળવતીને વાત કરી. સતી કહે તેમાં શી મોટી વાત છે? જે રાજાને પગથી મારે તેને તો રત્ન, માણેક, હીરાના અલંકાર આપવા જોઈએ.
બીજે દિવસે સભા ભરાઈ. સૌ આ કોયડાનો જવાબ સાંભળવા ઉત્સુક હતા. જવાબ કોણ આપશે?
પ્રધાને ઊભા થઈને સભાને નવાજી રાજાનો પ્રશ્નોનો જવાબ કોણ આપે છે? જે તૈયાર હોય તે આગળ પધારે ! પણ કોણ આવે? કોઈ ન આવ્યું. ત્યારે અજિતસેન ઊભા થઈને રાજાને પ્રણામ કર્યા.
રાજા કહે - બોલો! અજિતસેન શેઠ ! શું જવાબ છે? શેઠ - હે રાજનું! જે પોતાના પગથી રાજાને હણે, તેને રત્નના અલંકાર આપવા જોઈએ.
રાજા - પ્રધાન જવાબ સાંભળી આનંદ પામ્યા. જવાબ સાચો હતો. જવાબનું રહસ્ય ચતુર હતાં, તે સમજી ગયા. રાજાને કોણ હશે? કોઈએ પુછયું?
પ્રધાન બોલ્યા - શેઠનો જવાબ બરાબર છે રાજાને વળી પગથી કોણ મારે ?
બાળકપણે રહેલા રાજકુમાર, પિતાના ખોળામાં રમતાં રાજકુમાર રાજાને પગથી લાતો મારે ને તે બાળ રાજાને શો દંડ કરાય? હે પ્રજાજન ! સમજી ગયાને?
જવાબનો મર્મભાવ સાંભળી સભા છક થઈ ગઈ. રાજાએ ઊભા થઈને મંત્રી મુદ્રા અજિતસેનના હાથમાં પહેરાવી. અને પાંચસો મંત્રીઓની મધ્યે મુખ્યમંત્રીપણાએ સ્થાપિત કર્યો. મંત્રીપણાના સર્વ અધિકારો સોંપી દીધા.
એકદા અરિર્મદન રાજા સિંહ નામના સામંતને જીતવા માટે સૈન્યબળ લઈને જવાની તૈયાર કરી. આ લડાઈમાં મુખ્યમંત્રી અજિતસેનને પણ સાથે લેવા, આ પ્રમાણે વિચારીને શેઠને કહાં.
શેઠ ઘેર આવીને શેઠાણી શિયળવતીને વાત કરી. હે પ્રિયે! લડાઈમાં જવાનું છે. તેને ઘરે એકલી મૂકી શી રીતે જવું? મારું મન માનતું નથી. કેમકે ઉંદરને બિલાડીનો ભય વધારે હોય. વળી સુજ્ઞજનનું વચન છે કે વિદ્યા, રાજા અને સ્ત્રી આ ત્રણેય કયારે સ્થિરપણે ટકતા નથી.
પતિની વાત સાંભળી સતી બોલી - હે સ્વામીનાથ ! રાજાની વાત તમારે સ્વીકારવી પડે. હુકમનો અનાદર ન કરાય, માટે વિચાર કરો. મારી ચિંતા ન કરો. હે સ્વામિ ! હું સતીઓમાં સતી શિરદાર છું. અને રહીશ. તમે વિશ્વાસ થકી મારી આ વાત જાણજો. મારી ફિકર ન કરો. શિયળના પ્રતાપે હું તદ્ન નિર્ભય છું. દેવલોકમાં દેવ નહિ પણ દેવનો દેવ ઈન્દ્ર પોતે આવે તો પણ તે મને ચલાવી નહિ શકે. મારા શીલને ખંડિત
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
उ२६