________________
સસરા
ઉચ્ચ
સાળા બહુ ભૂમિ તટિની
મળ્યા, ત્રિક
*અક્ષૌહિણી
તટે, જઇ દીએ તંબુ
૧- અક્ષૌહિણી સેના પ્રમાણ. ૨૧,૮૦૦ હાથી, ૨૧,૮૦૦ રથ, ૬૫,૪૦૦ અશ્વ, ૧,૦૯,૮૦૦ પાયદળ. બધુ એકઠાં કરવાથી ૨,૧૮,૦૦૦ પ્રમાણ એક અક્ષૌહિણી સેના થાય છે.
-ઃ દુલ્હા ઃ
સંગ,
ઉત્તુંગ. ||૧૩||
ભાવાર્થ :
વિજયાપુર વિદ્યાધરની નગરીમાં ચંદ્રકુમા૨ ૬૪ સ્ત્રીઓ સાથે સંસાર લીલા ભોગવી રહ્યા છે. ચંદ્રમા જેવો કુમારનો યશ ચારેકોર વિસ્તાર પામ્યો હતો. ચંપકમાલા આદિ સખીઓ, સ્વામી સાથે કોઈવાર વનક્રીડા કરવા માટે ગયા છે. કોઈ વખત જિનમંદિરે જઈ સૌ ભેગા થઈને જિનેશ્વર ભગવાનની ભકિત કરતાં હોય છે. કુમારના દિવસો આનંદથી જવા લાગ્યાં. ક્યાં રાત પડી ! ક્યાં દિન ઉગ્યો ! તે પણ ખબર પડતી નથી. એક વખત ગુણાવાળી સાસુ, જમાઈને કહે છે, હે પરોણા ! હૈ જમાઈરાજ ! કુમાર - મા ! બોલો, શું કહેવું છે ?
ગુણાવાળી - પ્રાહુણા ! ચંપકમાલાના પિતા પાસે એક વખત શંખપુરીનો રાજા મણિચૂડે ચંપકમાલા આદિ આઠેય બેનોની માંગણી કરી હતી. તેના ઉત્તરમાં ‘ના’ પાડવામાં આવી. ત્યારે મણિચૂડે યુધ્ધ કર્યું. અશુભના ઉદય થકી હાર પામી. મણિચૂડ જીતી ગયો. તે પોતાના કેદખાનામાં ચંપકના પિતાને પૂરી દીધા. અમે ત્યાંથી અહીં યમુનાના વનખંડમાં આવી રહ્યાં. પણ.. પણ.. ત્યાં તેમની શી વલે ? આટલું કહી ગુણાવાળી ગળગળી થઈ ગઈ.
કુમાર - મા ! શાંત થાઓ ! જે વાત હોય તે કહો. તમારી ઈચ્છા હું પૂરી કરીશ.
ગુણાવાળી - અહીં આપણે સુખમાં. જ્યારે તે કારાગૃહમાં સડે છે. આ વાત મારા અંતરને કીડાની જેમ કોરી રહી છે. વેદના સહેવાતી નથી. હે નરોત્તમ ! શત્રુ ઘરે રહેલા તમારા સસરાને નહિ છોડાવો ? આટલું બોલી ગુણાવતી કુમારની સામે એકીટશે જોઈ રહી.
કુમાર - મા ! ચિંતા ન કરો. હું બેઠો છું તેમને છોડાવનાર, તમે દુઃખ ન ધરો. માતા ! તમે ચિંતા ન કરો. મણિચૂડ પાસેથી હમણાં હું છોડાવી લાવીશ. હરિબળ રાજા જરૂર આપણા ઘરે આવશે. યમ સરખું
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૫૦૪