________________
આ તરફ રણસંગ્રામે રહેલો અરિમર્દન રાજા અશોકની રાહ જુએ છે. ઘણા દિવસો થઈ ગયા. પણ અશોક ન દેખાયો. પોતાના ઘરે જઈ મનમાની મોજ ઉડાવી રહ્યો હશે. મારી આજ્ઞા પ્રમાણે કંઈ જ કામ કર્યું નથી. પોતાના ઘર ભેગો થયો હોય તેમ જણાય છે. હવે મારે શું કરવું? હરામખોર અશોક, મેં મોકલ્યો પણ પાછો ન આવ્યો.
વળી બીજાને મોકલી અશોકની ખબર કઢાઉં. વળી સતી જે મહામંત્રીની સ્ત્રીના શીલને ખંડિત પણ કરાઉં. મૂછ પર વળ દેતો રાજા, બીજા મંત્રીને બોલાવી વાત સમજાવી, તૈયાર કર્યો. લાખ દીનાર તે મંત્રીને પણ આપ્યા. દીનારની કોથળી લઈને તે પણ નંદનપુર નગરે સતી સ્ત્રીના આવાસ નજીક પહોંચ્યો. પછી અશોકની જે દશા થઈ તે દશા તેની પણ થઈ. છેવટે લાખ દીનાર ગુમાવી દીધા. વળી કૂવા મળે જઈ પડ્યો. બંનેની બૂરી દશા થઈ. અશોકની જેમ જ તેને પણ તે ચાર ચાર દિવસે ખાવાનું આપવા લાગી.
આમ કરતાં વળી કેટલા દિવસો પસાર થયા. રાજા ચિંતા કરવા લાગ્યો. શેઠના ગળાની માળા વિકસિત ફૂલોથી સજજ છે. વળી રાજાએ ત્રીજા સુમતિ નામના મંત્રીને મોકલ્યો. તેના પણ આજ હાલ થયા. ચોથો મંત્રી હરિદાસ. તે પણ કૂવામાં ચારેય કૂવામાં એકબીજા સામે જુએ. પણ શું બોલે? સતી શિયળવતી ચારેયને ચાર ચાર દિવસે ખાવાનું આપે. બિચારા દુઃખમાં દિવસો પસાર કરે છે.
રણસંગ્રામમાં રાજા અરિમર્દન ચારેય મંત્રીની ચિંતા કરે છે. શું થયું હશે? અજિતસેનની ગળામાં રહેલી માળા સહેજે કરમાઈ નથી. તેથી રાજા સમજે છે કે સતીનું શીલ અખંડ છે. પણ આ ચારની શી દશા? રાજા સંગ્રામમાં વિજય મેળવી પાછો ફર્યો. નગરમાં આવ્યા પછી પણ આ ચારેયના કોઈ વાવડ સંભળાતા નથી. વળી કયાંયે શંકા ઊભી થાય તેવું પણ કંઈ જ સર્જાતું નથી. પણ મંત્રીઓની બાતમી તો મેળવવી જ રહી. શું થયું હશે? કયાં હશે?
જ્યારે આ તરફ કૂવામાં રહેલ રાંક-ગરીબ બિચારા ચારેય કૂવામાં રહ્યા રહા બૂમ પાડી કહે છે કે, અમને બહાર કાઢો” સતીને વારંવાર આજીજી કરે છે. તે કહે છે, તે સતી શીરોમણી ! અમને છૂટકારો આપો. આવું અકાર્ય હવે કદી પણ ન કરીશું. પણ હવે અમને બહાર કાઢો. અમારી ઉપર દયા કરો.
શિયળવતી - તમારે બહાર નીકળવું છે?
મંત્રીઓ - હા ! મહાસતી ! અમારે બહાર આવવું છે. તમે જે કહેશો તે પ્રમાણે કરીશું. પણ હવે અમને અહીંથી જલ્દીથી ઊગારો.
શિયળવતી - તો સાંભળો ! હું કહું તે પ્રમાણે કરવાનું. મંત્રીઓ - હે દયાળુ દેવી! તમે જે કહેશો તે પ્રમાણે કરીશું. શિયળવતી - જુઓ ! હું અથવા રાજા કે મહામંત્રીશ્વર કંઈપણ પૂછીએ કે બોલીએ કે માંગીએ તો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૩૯