SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એવમડસ્તુ’ આ પ્રમાણે તમારે ચારેયે બોલવાનું. બીજું કંઈજ ન બોલવાનું. આ પ્રમાણે મારી વાત મંજુર હોય તો તમને બહાર કાઢું. મંત્રીઓ - કબૂલ ! કબૂલ ! અરિમર્દન રાજા જીત મેળવી પાછા વળ્યા. અજિતસેન મંત્રીશ્વર પોતાની હવેલી આવ્યો. ફુલની માળા વિકસિત જ હતી. તેથી પોતાની પત્ની ઉપર ઘણો સદ્ભાવ થયો. સતીએ પોતાના પતિને સોનારૂપાના ફુલડે વધાવ્યા. સત્કાર કર્યો. પછી સ્વામીની આગતા સ્વાગતા કરી, ભકિત કરી. સતી અને પતિ નિરાંતની પળે બેઠા. સંગ્રામને વિષે બનેલી અવનવી વાતો કરતાં હતાં. ત્યારપછી સતી શિયળવતીએ કહ્યું - સ્વામિ ! તમારા ગયા પછી મારે ત્યાં પણ ઘણી નવી નવી પરિસ્થિતિ સર્જાઈ. તમારા ચારેય મંત્રીઓ મને સતાવવા આવ્યાં. પછી તેઓના કેવા હાલ થયા. તે વાત કરી. કૂવા પાસે જઈ કૂવામાં રહેલા ચારેયને બતાવ્યા. શેઠ તો વાત સાંભળીને અને પોતાની નજરે જોઈને વધારે આશ્ચર્ય પામ્યાં. મનમાં મહાસતીને અભિનંદતો હતો. વળી પત્નીની બુદ્ધિ પર ઓવારી ગયો. ચારેયને બહાર આવવું છે. વળી ચારેયને યુતિપૂર્વક બહાર કાઢીએ. રાજાને પણ પાઠ ભણાવવો છે. અજિતસેન - હે ભદ્રે ! તારી બુદ્ધિને ધન્યવાદ છે. શો ઉપાય વિચારે છે ? શિયળવતી - સ્વામિ ! આપ રાજા તથા રાજપરિવારને આપણે ત્યાં જમવા માટે આમંત્રણ આપો. આપણા આવાસે આવતી કાલે સૌ જમવા પધારે. પછી હું બધુ જ સંભાળી લઈશ. અજિતસેન - વારુ ! ભલે ! આજે જ રાજા પાસે જાઉં છું. ત્યારપછી આવતી કાલની તૈયારીઓ કરવા લાગી. વહેલી સવારે રસોઈઘરમાં રાજાને જમવા માટેની રસોઈ તૈયાર કરાવી કૂવા પાસે ચારે તરફ મૂકી. જે ગુપ્તપણે ગોઠવી દીધી. અજિતસેને રાજદરબારે રાજાને આમંત્રણ આપી દીધું. બીજે દિવસે સવારે સમય થતાં શેઠ મહામંત્રી રાજપરિવારને લેવા સામે ગયો. સૌ મહામંત્રીને ત્યાં જમવા માટે આવી ગયા. મંત્રીશ્વર તથા શિયળવતીએ રાજા તથા રાજપરિવારને આવકાર્યા. ઉચિત આસને બેસાડ્યા. પોતાના તે દિવાનખાનામાં પાટલા-બાજોટ ગોઠવ્યા. રાજા ચારે તરફ જુએ છે. કયાંય જમવા માટેની તપેલી કે તપેલા કે ભોજન આદિ સામગ્રી દેખાઈ નહિ. વિચારે છે કે જમવા બોલાવ્યા છે ને ભોજન દેખાતું નથી. શિયળવતીને પણ રાજા છૂપી છૂપી રીતે જોઈ લેતો હતો. શેઠે જમવા માટે બધાને યોગ્ય સ્થાને બેસવા માટે વિનંતી કરી. રાજાનું સિંહાસન બરાબર કૂવામાંથી બોલતા મંત્રીઓના અવાજ સંભળાય ત્યાં ગોઠવાયું. સૌને અધિરાઈ થઈ. પણ ધીરજ ધરી. સૌ મૌનપણે જોયા કરતા હતા. ત્યાં તો શિયળવતી દિવાનખાનાનાં પડદા પાસે આવી ઊભી રહીને, મોટેથી બોલી-જમવા માટે (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૩૦
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy