________________
ગુણસુંદરી પરણી રાજમહેલમાં આવી. રાજાએ આપેલ દેવીઆવાસમાં સ્વર્ગના સુખ ભોગવતાં ચંદ્રકુમાર ગુણસુંદરીના આનંદમાં દિવસો જવા લાગ્યા.
એકદા કોઈ કાપાલિક કુમારની પાસે આવ્યો. સાનમાં સમજાવી કુમારને એક તરફ લઈ જઈને કાપાલિકા આશીર્વાદ આપી કહેવા લાગ્યો - હે રાજકુમાર ! વિશ્વને વશ કરનારી વિશ્વવશંકરી' નામની વિદ્યા સાધતાં મને સાત વરસ થઈ ગયાં. પણ આ વિદ્યા સધાતી નથી. કોઈ ઉત્તર સાધકની સહાયથી આ વિદ્યા સિધ્ધ થશે. તે માટે હું ઉત્તર સાધકની શોધમાં નીકળ્યો. આપને જોયાં ત્યાં મને થયું કે આપ મારા ઉત્તર સાધક બનો તો આ ભૂત-વ્યંતર વગેરેનો ઉપદ્રવ દૂર થાય. કાળીચૌદશની રાત્રિએ સ્મશાનમાં વિદ્યા સિદ્ધિ માટે આપ ઉત્તરસાધક થઈ મને સહાય કરો, તે માટે હું આપને પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થનાનો ભંગ ન કરશો. હાથ જોડી વારંવાર કરગરતો યોગી કહે છે તમારા સંગથી મારી વિદ્યા જરૂર સિધ્ધ થશે.
આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસની બીજી ઢાળ કહી. જે સાંભળતાં શ્રોતાઘરે મંગળની માળા પ્રાપ્ત થશે.
-: દુહા :
સાંભળી નૃપસુત ચિંતવે, કરવું એ હતું કાજ; આણે પણ ઉપગાર્મે, ત તેહ ધન રાજ. ૧ નિર્ગુણ પણુણ નવિ લીયે, સ્વારથ રસીયા - જેહ; આશાભંજક ભૂતલે, ભારભૂત નર તેહ. સારા પ્રીત કરી પાળે સા, પરદુ:ખ દુઃખીયા અત્ય; વિરલા પર કારજકસ, કૃતગુણ જાણક ધન્ય. Bll. યોગીને કુંવર કહે, એ કરશું તુમ કામ; ઉત્તરસાધક મુઝ થકે, કુણ લેવે તુજ નામ ? //૪ll. નવ દિત અંતર ચૌદશે, આવીશું તુમ ગેહ; સાંભળીને યોગી ગયો, રહો વતાંતર તેહ, પણ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)