SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ -: દુહા ઃ -- અવધૂત યોગીની વાત સાંભળી કુમાર વિચારવા લાગ્યો. મહાપુરુષો પરોપકારોમાં રકત હોય છે. પહેલા પણ જે સજજનો થયા તેમણે બીજાના હિત માટે ધન-રાજય અને શરીર પણ આપ્યાં છે. સ્વાર્થીજનો નિર્ગુણ કે પરગુણ માટે ઊભા રહેતા નથી. આવા આશાભંજનજનો ધરતી ઉપર ભારરૂપ હોય છે. જે માણસો પ્રીત કરીને પાળે છે, બીજાના દુઃખ જોઈ દુઃખી થાય છે તે આ ભૂતળે વિરલા જ હોય છે. ૫રના કાર્ય કરવામાં હંમેશાં તત્પર હોય છે. કરેલા ઉપકારને જાણનારને ધન્યવાદ છે. કુમાર વિચારે છે કે આ ધન શરીર પરના ઉપકારમાં કામ લાગે છે એથી બીજુ રૂડું શું ? કુમારે યોગીરાજને કહ્યું - તમારું કામ જરૂર અમે કરશું. તમારી વિદ્યા-સાધનામાં હું ઉત્તરસાધક બની તમારી રક્ષા કરીશ. હું હોતે છતે તમારું નામ કોઈ લઈ શકશે નહિ. ચૌદશને નવ દિનની વાર છે. ચૌદશને દિવસે સાંજે હું તમારે ત્યાં આવીશ. કુમારની વાત સાંભળી, યોગીરાજ પોતાને સ્થાને વનમાં ચાલ્યો ગયો. -ઃ ઢાળ ત્રીજી - (કોઈલો પર્વત ધૂંધલો રે લો... એ દેશી.) (જંબુદ્વીપમાં દીપતું રે લો.) મંત્રીસુત તિણ અવસરે રે લો, કુંવરને પૂછે વાત રે ચતુરતર; યોગી ધૂર્ત નિર્દય નરા રે લો, તીયશું શી એકાંત રે ?..ચતુરનર. તીયશું તેહ ન કીજીએ રે લો... ॥૧॥ નીચશું તેહ ન કીજીએ રે લો, દ્રાખ જ્યું જાંબુ પાસ રે..ચતુર. કસ્તુરીનો ગુણ ગળે રે લો, દીજે હીંગતો વાસ રે. ચતુર. તી. રો વળતું કુંવર કહે ઇશ્યૂ રે લો, નહિં સંગતિ શ્રમ કીધ રે; ચતુર. પર ઉપકારપણે કરી રે લો, વિધા કરાવું સિદ્ધ રે. ચતુર. તી. ||૩|| ઉપકાર કરતાં તીયને રે લો, મંત્રી વદે ઘટે સાખ રે; ચતુર. શીત કર્યો હંસે ધર્યો રે લો, ઉંદરે કાપી પાંખ રે. ચતુર, તી. [૫૪] (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy