________________
કુમાર - તમે કહ્યું તે પણ વિચાર્યું હતું. આજુબાજુ બધે જ તપાસ કરી. કોઈ ન દેખાયું. જ્યારે કોઈ ન દેખાયું ત્યારે તલવારના ધારની પરીક્ષા કરવા માટે વાંસની જાળના મૂળને કાપવા જતાં સાધકનું માથું કપાઈ ગયું.
સુંદરી - રે ! તેમાં તમારું શું ગયું? જે ગયું તે અમારું ગયું. બિચારો મારો ભાઈ વાયુવેગ હણાયો. પરલોકની વાટે ચાલ્યો ગયો. આપને તો હૈયામાં કંઈ પ્રશ્ચાત્તાપ પણ થતો નથી.
કુમાર - એની વાત શી કરું? જે દાહ દિલમાં થયો તે શી રીતે કહું? નિર્દોષનો સંહાર થતાં હૃદય ફાટી જવા જેવું થયું. હૈયે ઘણો જ સંતાપ થયો. પશ્ચાત્તાપની શી વાત કરી? એ તો કેવળી ભગવંત જાણે?
સુંદરી - ખેર ! કેવળી ભગવંતનું દીઠું જ થાય છે તે વાત સહી છે. પણ તેમાં તો મારા બંને ભાઈ ગયા તે હવે ક્યારે પાછા આવવાના નથી. જ્યારે આ વાત અમે આઠેય બહેનોએ સાંભળી ત્યારે અમે સૌ હૈયાફાટ રડી પડ્યાં.
કુમાર -રે સુંદરી ! અઘટિત કાર્ય મારાથી થઈ ગયું. હું પણ ઘણો દુઃખી થયો. હું ઘણો જ ઓશિયાળો થઈ ગયો. પણ મેં આ કામ ઈરાદાપૂર્વક કર્યું નથી. અનાયાસે જ મારાથી આ દુષ્કૃત્ય થઈ ગયું છે. તેનો બળાપો મનમાં ઘણો જ થયો છે. સજ્જનો તો ભૂલની માફી આપે છે. હૃદયમાં વેર રાખતા નથી.
સુંદરી - “ના રે ના” અમારે તો એવું કોઈ વેર મનમાં રાખવું જ નથી. તેમાં યે વળી જ્ઞાનીના વચનો યાદ કરીએ તો કોઈ ઉપર પણ વેર સંભવે નહિ. વળી સ્ત્રીઓ તો ભ્રાતા કરતાં ભરથારની કુશળતા વધુ ઈચ્છે.
કુમાર કન્યાની વાતનો મર્મ ન સમજી શક્યો. તેથી પૂછ્યું - તમારા સ્વામી કોણ? તમે તો કન્યાવેશમાં દેખાવ છો. સ્વામીની શી વાત? જ્ઞાનીના વચનોની શી વાત? તેમનો ઉપદેશ શું સાંભળ્યો? વળી બાંધવની સાથે આઠેય બહેનો તમે ક્યાં રહો છો?
સુંદરી - આપ તો બધી જ વાતો જાણો છો. છતાં શા માટે અજાણ્યા થઈને પૂછો છો? તે વનખંડમાં ચંદ્રાવળી તો આપને મળી હતી. તે ચંદ્રાવલીના મુખ થકી તમે બધી વાત જાણો છો. છતાં કપટ રાખીને મને પૂછો છો?
કુમાર - રે બાઈ ! સાંભળ્યું છે કે કુડ-કપટ-છળ-પ્રપંચ-માયા આદિ ભેદો થકી સ્ત્રીઓમાં જોવા મળે છે. તમે જે વાત કરો છો તે મને સમજમાં આવતી નથી. સો વાતની એક જ વાત છે કે મેં તમને ક્યારેય કયાંયે જોયા નથી. વળી તમે તો મારા અજાણ્યા છો. અજાણી નારીનો વિશ્વાસ શી રીતે કરાય?
સુંદરી - અરે ! આપ શું બોલો છો. જગતમાં સાચું જોતાં તો સ્ત્રીઓ જ વિશ્વાસપાત્ર હોય છે અને કપટરહિત છે. તેમાં વળી આ સામે ઊભી સ્ત્રી વિશ્વાસુ છે. કપટ રાખી કોઈ વાત કરતી નથી. જુઓને! વાંઢો નર હોય તો ઘરમાં કોઈ પેસવા જ ન દે. વાંઢા નર પર જરાયે વિશ્વાસ કોઈ રાખતું નથી. વળી અવિશ્વાસુ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४८3