________________
બંને મિત્રો જિનમંદિર જોતાં ઉતાવળા ઉતાવળા જિનમંદિરમાં પહોંચ્યાં. યુગાદિદેવ શ્રી ઋષભદેવ પરમાત્માના દર્શન કરતાં અતિ આનંદ થયો. રંગમંડપમાં સુરો કિન્નરો પોતાની દેવીઓ સાથે તાલબદ્ધ વાજીંત્રો સાથે પરમાત્માની ભકિતમાં લીન બન્યાં હતાં. ચિત્રસેન - રત્નસારે વિધિયુકત પરમાત્માની ભકિત કરી. રંગમંડપમાં રહેલા દેવવંદની વચમાં આવીને, સાધર્મિક દેવોનો વિનય કરી બેઠા.
પરમાત્માની ભકિતમાં દેવોની સાથે આ બંને મિત્રો જોડાયા. ભકિત સ્તુતિ કરતાં કુમાર ચિત્રસેન અલૌકિક દેવવિમાન સરખા જિનમંદિરને ચારે તરફ દ્રષ્ટિ ફેરવતાં જોઈ રહ્યો છે. મંદિરની શોભા જોતાં, વચમાં આવતાં સ્તંભ, તે ઉપર મૂકેલી પૂતળીઓ વગેરે જોતાં કુમારની નજર એક સ્તંભ ઉપર રહેલી એક પૂતળી જોવામાં આવી. પૂતળીને જોતાં દિમૂઢ બની ગયો. રૂપમાં રંભા સરખી આ પૂતળી જોવામાં લીન બનેલો કુમાર ભાન ભુલી ગયો. પૂતળીએ કુમારનું મન હરણ કરી લીધું. કયાં છું? તે પણ કુમાર ભૂલી ગયો. દેવવંદની ચાલતી ભકિત તો બાજુ પર રહી. પોતાનો મિત્ર પણ ભુલાયો. રત્નસારે કુમારની આવા પ્રકારની ચેષ્ટા જોઈને તેના ખભા પર હાથ મૂકયો. પૂછ્યું -કુમાર ! શા વિચારમાં ખોવાયા છો?
છે,
છે.
"
* ૧/
3//L.
O
/
બહષભદેવ મંદિરે રાસ રમતાં કિન્નર યુગલો. મંદિરના થાંભલે પૂતળી જોતાં મુગ્ધ પામતો ચિત્રસેન રાજકુમાર.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૭૬