________________
શેઠ ખણાવી ભૂમિકા રે, લીધા ગણી શ લક્ષ, શેઠ પ્રમોદ ઘણો ધરે રે, દેખી કનક પ્રત્યક્ષ રે. રાજા. //રપી. રથમાં ઠવી રથ વાળીયો રે, તવ સા ભણે સુણો તાત ! મુજ પિયેર છે ટુકડુ રે, પાછા વળી કેમ જાત ? રે. રા... છો તે કહે બેટા સાંભળો રે, વાંક ઘણો મુજ માંહિ, માફ કરી ઘર આવીયે રે, વાત કહીશ પછી ત્યાંહિ રે. રાજ.... //રી. તે અમને સુખીયા કર્યા રે, તું ઘર લક્ષ્મીરૂપ, તું તૂઠી થકી જે દીયે રે, તે ન દીયે વરલૂપ ટે. સા...... // તિજ અપરાધ ખમાવીને રે, રથે બેસારી તેહ. કુળદેવી પરે પૂજતાં રે, સુખભર આવ્યા ગેહ રે. રાજા. /રો. ચંદ્રશેખરના રસતો રે, ત્રીજે ખડે રસાળ, શ્રી શુભવીરની વાણીએ રે, પત્તરમી કહી ઢાળ ટે. સજા.... Boll.
૧ - કેરો. ૨ - કાગડો. ૩ - ઊંટ, ૪ - લીમડો, ૫ - પ્રમુખ.
-: ઢાળ-૧૫ :
ભાવાર્થ :
શિયળવતીના મામાનું ગામ ઉજજડ છતાં વેવાઈ રત્નાકરને શહેર કરતાં વધારે સારું લાગ્યું. સવાર થતાં વહુ સસરો રથમાં બેસીને આગળ ચાલ્યાં. રથમાં બેઠેલી શિયળવતીને ઘણા વિચારો આવ્યાં. પણ સમય પારખું શિયળવતીએ વિચાર્યું કે અવસર ઉચિત વિના બોલવું નથી.
રથ ચાલ્યો જાય છે. માર્ગની બાજુમાં રહેલા ખેતરો જોતાં શેઠ અને શિયળવતી ચાલ્યા જાય છે. કોઈ એક ખેતરમાં મગનો પાક ઘણો આવ્યો હતો. તે જોઈ શેઠ બોલ્યા - આ ખેતરમાં મગ ઘણા પાકશે. માલિકને મગ ઘણા મળશે.
શિયળવતી - માલિકને ફોતરા મળશે. મગની માટી થઈ જશે. વહુની વાત સાંભળી શેઠ વિચારવા લાગ્યા રે ! આ વહુ તો અવિનિત ને અવળી જ છે. જે જે વાત
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૧૪