________________
ધારિણીનો જીવ તે તારી રતિસુંદરી. લીલાવતીનો જીવ તે તારી ચંપકમાલા. લક્ષ્મી અને જયસુન્દરીનો જીવ તે તારી રતિ અને પ્રીતિ.
જે પંદર પ્રશ્નોએ તમે જેને જીત્યા હતાં. વિજયાનો જીવ કનકવતી, કે જેને વનમાં જોતાં વૃક્ષના ઝુલે ઝૂલતી જોઈ અતિશય સ્નેહ ઉત્પન થયો હતો તે કનકવતી. હે રાજન! સઘળા પરિવારે પૂર્વે પણ ધર્મ આદર્યો હતો પાળ્યો હતો, તેના ફળ ભોગવો છો. વળી પૂર્વભવે પણ દાનાદિક થકી પુણ્ય ઉપાર્જન કર્યું. જે થકી આ વિશાળઋધ્ધિ તથા વિદ્યાઓ પામ્યાં.
ગુરુમુખ થકી પોતાનો પૂર્વભવ સાંભળતાં સાતેય રાણીઓ જાતિ સ્મરણ પામી. પોતાનો પૂર્વભવ જોયો.
આ ચોથા ખંડને વિષે આ ઓગણીસમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ શ્રી શુભવીરવિજયજી કહે છે કે ચંદ્રશેખર રાજાને ધર્મના જ્ઞાનનો સાચો પ્રકાશ પ્રાપ્ત થયો. તેમાં તમે પણ સૌ ધર્મ આરાધના કરી સાચો જ્ઞાન પ્રકાશ પામો.
- દુહા :
એણીપટે દઇ દેશના, જામ રહ્યો મુનિરાય, તામ નરેશ્વર વિનવે, વિનયે પ્રણમી પાય. ૧ ચરણે ધરણ શક્તિ નહિ, મુજને સુણો મહારાજ, ઉચિત કરણ તિણે ઉપસ્સિો, જિમ રવિ સીઝે કાજ. રા. જ્ઞાની કહે સુણ રાજવી, આ ભવ ચરણ ન હુત, વ્રત દ્વાદશવિધ પાળતાં, વળી મુનિ શત દીયંત. all દેવલોક દશમે જશો, સકલ ધર્મ સહકાર, તેણે પાર પટ્ટરાણીયો, તે પણ તિહાં અવતાર. ૪ નર સુર અંતર ભવ કરી, સાતમે ભવે શિવલાસ, એણે સમે મૃગસુંદરી ભણે, ભૂપને ધરી ઉલ્લાસ. //પો આ સંસાર ઘવાતાળે, નહિ સુખનો લવલેશ, મુનિ સુખીયા સંસારમેં, ચિત વસ્યો ઉપદેશ. કો હું નહિ રહું સંસા, આપો રજા એણે હાય, સાસુ રાવતી તણ, આવી એમ ઉચ્ચાય. શા
િવન છે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
પ૨૯