________________
મૂાસુંદરીનો સંસાર ત્યાગ
-: દુહા :ભાવાર્થ : -
આ પ્રમાણે શ્રી વિમલમતિ ગુરુભગવંતે દેશના પૂરી કરી. ત્યારે ચંદ્રશેખર રાજા બે હાથ જોડી વિનવે છે કે -
હે ગુરુભગવંત ! આપની દેશના અને મારો પૂર્વભવ સાંભળી મન મોરલો નાચી ઉઠ્યો. આપે તો વૈરાગ્યનો ધોધ વહાવ્યો. પણ... ગુરુદેવ ! હમણાં ચારિત્ર ગ્રહણ કરવાની મારી શકિત નથી. છતાં પણ મારા આત્માનું કલ્યાણ થાય તેનો ઉપદેશ કૃપા કરીને ફરમાવો.
ગુરુદેવ - હે રાજન્ ! તારા ભાગ્યમાં આ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ નથી. આ વચન સાંભળતાં રાજા પૂંજી ઉઠ્યો. હૈયું દ્રવિત થઈ ગયું. ગળગળો થઈ કહેવા લાગ્યો - હે ગુરુદેવ! આપ મળવા છતાં મારે રખડી મરવાનું?
ગુરુદેવ - ના! ના! રાજન! શ્રાવકધર્મમાં બાર વ્રતોના પાલનથી આત્મકલ્યાણ થશે. તેમાં વળી મુનિભગવંતોને અશન આદિ દાન થકી ઘણું પુણ્ય ઉપાર્જન કરીશ. પછી આયુષ્ય પૂરું થયે તું ધર્મના શરણથી દશમાં પ્રાણત નામે દેવલોકમાં દેવપણે ઉત્પન થઈશ. તારી પંદર પટ્ટરાણીઓ પણ દશમા દેવલોકમાં સાથે અવતરશે.
ત્યાંથી ચ્યવી મનુષ્ય, વળી દેવ, વળી મનુષ્યપણું પામતાં થકાં સાત ભવ કરી, સાતમે ભવે તું અને પંદર રાણીઓ સિધ્ધિગતિને પામશો.
સૂરિશ્વરજીના વચનો સાંભળી રાજા કઈક સ્વસ્થ થયો. અને પોતાનો સાતમે ભવે વિસ્તાર થશે. તે જાણીને ઘણો આનંદ પામ્યો. સૂરિપુંગવની દેશના સુણી મૃગસુંદરી વૈરાગી બની. દઢ મન કરી, તે સભામાં રાજા ચંદ્રશેખરને કહે - હે સ્વામી ! આ સંસારરૂપી દાવાનળ વિષે લેશમાત્ર સુખ દેખાતું નથી. ત્યાગી મહાત્માઓ જ મહાસુખી છે. ગુરુદેવની વાણી સાંભળી મને વિરતિનો પરિણામ થયો છે. મને હવે સંસાર ઉપરથી મન ઉઠી ગયું છે. સાચો વૈરાગ્ય થતાં આ સંસારમાં રહેવાની મારી ઈચ્છા નથી. કૃપા કરીને મને સંયમ માર્ગે જવાની રજા આપો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૩૦