________________
આટલું બોલી રાણી અટકી ગઈ. રાજા વિચારમાં પડી ગયો. અંતે બંને જણા ચિત્રસેનનો કાંટો દૂર કરવા જુદાજુદા ઉપાયો વિચારવા લાગ્યાં.
આટલી વાત સાંભળી, યક્ષિણી પૂછવા લાગી. દેવી - હે યક્ષરાજ ! તે દુષ્ટ અપરમાતાએ શું વિચાયું?
યક્ષરાજ - હે દેવી! ચિત્રસેનને મારી નાંખવાના પોતાના દુષ્ટ વિચારો રાજાને કહેવા લાગી. મોહાંધ રાજા સારાસારનો વિવેક ભૂલી રાણીની વાતમાં સંમત થયો.
વિમળાએ ઉપાયો બતાવ્યા. જયારે ચિત્રસેન આવે ત્યારે નગર પ્રવેશમાં કુમારને બેસવા માટે એક વક્રગતિ ઘોડો આપવો. તેનાથી કાંકરો ખસી જાય તો ઠીક નહીં તો.
રાજા વીરસેન - દેવી ! ઘોડાથી ન પતે તો?
વિમળા - બીજો ઉપાય પણ છે. નગરના દરવાજાથી પ્રવેશ કરતાં યાંત્રિક દરવાજો રાખવો. દરવાજાની મધ્યમાં ચિત્રસેન આવે ત્યારેજ દરવાજો તેની ઉપર પડે. કદાચ બચી જાય તો ઝેર મિશ્રિત લાડવો આપવો. આ ત્રણ આવળીથી જરૂર કાંટો દૂર થશે. આપણા મનોરથ પૂર્ણ થશે.
જુઓ તો ખરા! સારા વાંસનો રવૈયો, દૂધમાંથી જામેલા દહીંને છાશ કરી નાંખે છે. સ્ત્રીની જાળમાં ફસાયો એક રાજા કયાં સુધી પહોંચ્યો.
યક્ષ - દેવી ! આ ત્રણ આવળીઓથી જો બચી જાય તો પણ કુમારનાં નસીબ થકી ચોથી આવળીરૂપ કેવી છે અહાહા...!
- યક્ષિણી - હે નાથ ! જો ત્રણ આવળીમાંથી બચે તો પણ આ પુણ્યશાળીને માથે ચોથી આવળીરૂપ ભય પણ મોટો છે?
યક્ષરાજા - હા; સાંભળ !
રતસાર તો આ વાત સાંભળવા સ્થિર થાંભલાની જેમ સ્વૈભિત થઈ ગયો. ચોથી આવળી શું છે મિત્ર ઉપર. તે સાંભળવા લાગ્યો.
યક્ષિણી - કહો ! ચોથી આવળીમાં શું છે?
યક્ષરાજ - હે દેવી! પોતાના શયનખંડમાં રાત્રે એ સૂતો હશે ત્યારે ભયંકર ઝેરી સાપનો ઉપસર્ગ થશે. આ ચાર અવળીથી બુદ્ધિશાળી મંત્રીપુત્ર ચાલાકીથી જો મિત્રને બચાવી લેશે તો વળી ગાદીનો વારસદાર કુમાર થશે. પણ... પણ. બીજી વાત પણ સાથે છે જે આ ઉપકારની વાત મંત્રીપુત્ર જો કદાચ કહી દેશે તો, તે માણસ મટી પત્થરનો બની જશે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२४२