________________
રથને થોભાવ્યો. બપોર વેળા થઈ હતી. બપોરનું ભોજન કરી આરામ કરીને પછી આગળ જવું. એ કારણ બતાવ્યું. સારથિએ રથે જોડેલા ઘોડલા છોડી લીંબડાના થડે બાંધ્યા. રથમાંથી ખાવા માટે જે સાથે લાવ્યા હતા; તે નાસ્તાનો ડબ્બો કાઢ્યો. તેમાંથી ખાવાનું કાઢી શેઠ અને સારથિ વૃક્ષની નીચે છાંયડામાં ખાવા બેઠા. જ્યારે શિયળવતી દૂર જઈ ખાવા બેઠી. શેઠ લીંબડાના ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા. જ્યારે શિયળવતી કેરડાના વૃક્ષના મૂળ પાસે જઈ આરામ કરે છે.
સસરો તો વહુનું ચરિત્ર જોયા જ કરે. કંઈ બોલતા નથી. હવે તે ટાણે એક કાગડો લીંબડાની ડાળે, બરાબર સતી શિયળવતીની સામે, આવી મધુર વાણીએ કા કા કરતો કંઈક કહી રહ્યો છે.
પશુપંખીની વાચાને જાણતી શિયળવતી કાગડાની વાત સમજીને કહેવા લાગી. - રે કાગડાભાઈ ! જાઓ ! જાઓ ! તમારી વાત મારે સાંભળવી નથી.
શિયળવતી કોઈ સાથે વાત કરે છે તે સાંભળી શેઠના કાન ચમકયા. શિયળવતી કોની સાથે વાત કરે છે? તે સાંભળવા તે તરફ ધ્યાન રાખ્યું. શિયળવતીએ જોયું કે સસરાજીનું ધ્યાન મારા તરફ છે. તેથી તેમને સંભળાય તે માટે વળી મોટેથી બોલી.
શિયળવતી - ભાઈ મારા ! ઓ કાગડાભાઈ ! વધારે ન બોલો. તમે મૌન થઈ જાઓ. મારે તમારી વાત સાંભળવી નથી. કાગડાની જાત. તે તો જેમ જેમ શિયળવતી ના કહે તેમ તેમ વધારે બોલવા લાગ્યો. તે સાંભળી વળી શિયળવતી કહેવા લાગી - ભાઈ કાગડા ! સાંભળ પશુનાં વચનો ઉપર હવે મને પ્રેમ નથી. કારણ કે એકના વચન સાંભળી, મને સ્વામીનો વિયોગ થયો. તો હવે તારી વાણી જો હું મનમાં ધારણ કરું તો પૂરેપૂરા મારા તો ભોગ લાગે.
કાગડાની સાથે વાત કરે છે તે શેઠ બરાબર જાણી લીધું. તે આશ્ચર્યચકિત થયા. ખરેખર પુત્રવધુ વિચક્ષણ અને ચતુર લાગે છે. કાગડાની સાથે વાત કરે છે. જરૂર તેમાં કંઈક ભેદ હશે. તે વાતને જાણવા સસરા રત્નાકરશે શિયળવતીને પૂછયું - હે વત્સ! તમે કાગડા સાથે શું વાતો કરો છો? મને આશ્ચર્ય લાગે છે કે તમને કાગડા સાથે વાત કરતાં જોઈને ! બોલો તે કાગડો શું કહે છે?
શિયળવતી - પિતાજી ! કાગડાની જાત તે વળી શું કહે ? કંઈ વાત કરતો નથી.
શેઠ - ના! ના! તમે ઘણી બધી વાતો કરી. કંઈક પણ રહસ્ય હશે. તો જ વાત કરો. કહો તે કાગડો શું કહે છે?
અવસર વાત કરવાનો મળતાં જ શિયળવતી બોલી - શિયળવતી - હે, પિતાજી ! સાંભળો ! ઘણીવાર સાચી વાત પણ દુઃખ આપનારી હોય છે. જ્યારે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૧૬