________________
ચિંતામાં કેટલાયે દિવસો પૂરા થયા. ત્રણ આફતો દૂર કરી છતાં રત્નસાર નચિંત થતો નથી. ભાવિની ભીતરમાં શું હશે ? કોઈ પિછાની શકતું નથી. છતાં વફાદાર મહામંત્રી રત્નસાર મિત્રને આવવાની ચોથી આફતથી બચાવવા સાવધાન છે.
સંકટનાં એંધાણને, રાજાને સમજાવતો રત્નસાર કહે છે - હે રાજન્ ! પાપના વાદળોને દૂર કરવા પુણ્યનો સંચય કરવો જોઈએ. પુણ્ય થકી પાપ દૂર ચાલ્યા જશે. પૂર્વની પુણ્ય કમાઈ છે તો સુખ સાહ્યાબી મળ્યા છે. પણ રખે પાપનો ઉદય થતાં પહેલાં, સાવધ થઈએ. તો વળી પાપના પડલો હટી જાય. અવસર મળ્યો છે પુણ્ય કરવાનો. તો તે ન ચૂકવું જોઈએ. હે મહારાજ ! આપને માથે મોટું સંકટ આવવાનું છે. તે સંકટને ટાળવા પુણ્યની જરૂર છે. તેથી સંકટ ટળી જાય અને સુખ મળે.
ચિત્રસેનને પોતાના મિત્ર પર અપાર પ્રેમ સાથે અથાગ વિશ્વાસ છે. મિત્રે મંત્રીશ્વરની વાત સ્વીકારી લીધી. અને તરત જ દાનધર્મની આરાધના માટે તત્પર થયા. દેવગુરુની ભકિત તન-મન-ધનથી કરવા તત્પર બન્યો. તેમાં ભાવરૂપી ઘી મેળવીને ભકિત કરવા લાગ્યો. વળી જગતના જીવ માત્ર ઉપર કરૂણા વરસાવતો હિંસા નાબૂદ કરાવી. ચારેય પ્રકારે દાન દેવા લાગ્યો. મંત્રીશ્વર રાજા પાસે અધિક અધિક દાન પુણ્ય કરાવવા લાગ્યો. તેમજ રાજાની પાસેથી એક પણ ક્ષણ વેગળો થતો નથી. ભોજન પણ સાથે જ કરે છે. દિવસભર સાથે રહીને રક્ષણ કરે છે અને રાતભર રાજાના શયનખંડ ફરતો, ઉઘાડી તલવાર લઈને સ્વયંમેવ ચોકી કરે છે. કયાંયે રાજાને એકલો પડવા દેતો નથી.
નવમી :
(લાલ ગુલાબી આંગી રચી રે... એ રાગ)
અન્ય દિને મધ્ય નિશા સમે રે, સૂતા નિદ્રાએ રાયા લાલ; મંત્રી ચોકી ભરે તે થકી રે. દીઠી ચંચળ છાયા લાલ. અમરની વાણી અમોધ છે રે.. એ visen. llall ઉર્ધ્વ તજર કરી જોવતાં રે, દીઠો પનગ કાળો લાલ; ખંડો ખંડ મંત્રી કરી રે, ગુપ્ત કર્યો લઇ થાળો લાલ. અમર. ॥૨॥ રાણી જેવો ઉપર પડ્યો રે, રુધિરતો બિંદુ એક દીઠો લાલ; વસ્ત્ર મંત્રી ભૂહતાં થકા રે, જાગત દેખી નૃપ રૂઠ્યો હો લાલ, અમર. ॥૩॥
-ઃ ઢાળ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२४८