SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ હ્મરે કરી દાન પ્રશંસા મુનિ દર્શન પરભાવ જો; રત્નપુરે તૃપ પુત્રી થઇ પદ્માવતી રે લોલ; હરે પછી આવ્યો હલ્સ તે દેખી બળીયો dવ જો; સુત નારી અતિગે છાતી ફાટતી રે લોલ. ૨૦ હાંરે મુનિદર્શન દાન પ્રશંસાથી મરી તેહ જો; રાજકુંવર તું ચિત્રસેન રાજા થયો રે લોલ; હાંરે છે ત્રીજી ઢાળ તે ત્રીજે ખંડે એહ જો; શ્રી શુભવીર મુનિ જ્ઞાની જગમાં ક્યો રે લોલ. //ર૧al ૧-જાડાઈ, ૨-સ્તનયુગલ, ૩-કામચેષ્ટા, ૪- ખોળામાં, પ-નજીક પ્રસવ સમયવાળી. રાજકુમારી પદ્માવતી -: ઢાળ-૩ : ભાવાર્થ : વળી મહાજ્ઞાની મુનિરાજ, પૂતળીની કથાના અધિકાર કહેતાં કહે છે - હે ભાગ્યશાળી! હવે એજ દેશમાં રત્નપુર નામનું નગર છે. આ નગરનો રાજા પદ્મરથ જેનું નામ છે તે રાજ્ય સંભાળે છે. તેને અપ્સરાના રૂપને હરાવે તેવી દેવાંગના સરખી પદ્માવતી નામે રાજકન્યા છે. તે કન્યા ૬૪ કળામાં પ્રવીણ છે. જગતમાં ગવાતા તે બધાં જ ગુણો પદ્માવતીમાં આવીને વસ્યા હતા. જીભ ઉપર તો સાક્ષાત્ સરસ્વતી વસી હતી. વળી પગની ચંચળતા જાણે તેની આંખે આવીને વસી હતી. તે કારણે આંખો ઊંડી ખાઈમાં બેસી ગઈ હતી. પગની ચંચળતા જતાં જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં વિચારપૂર્વક મૂકતી. તે કારણે પગની ગંભીરતા પણ જણાઈ આવતી હતી. પેટની ગુરુતા (જાડાઈ) તો સ્તનયુગલમાં જઈ વસી હતી. તે કન્યાએ બાલ્યાવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. રમત ક્રીડાને તિલાંજલી આપી હવે તે જુદાજુદા વિષયોમાં રકત હતી. વય વધતાં લજજા ગુણ પણ તેનામાં આવી વસ્યો હતો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રસ ૧૮૩
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy