________________
ચિત્રસેન કહે સચિવને, પરણવું કિણપણે થાય ? તે વદે રાપરે જઇ, કરશું સર્વ ઉપાય. ૪ એમ નિશ્ચય કરી ચાલીયા, જોતાં કૌતુક સાર; ક્તિ કેતે બિહું આવીયા, રત્નપુરીની બહાર //l. વાપી ફૂપ તડાક વર, દેવાલય નર નાર; વત તરુ વાડી વિલોકતાં, પહોતાં નયરદ્વાર. કો સંધ્યા સમયે બારણે, સુર ધનંજય પ્રસાદ; એકાંતે
પામી
આલ્હા નેશ
ચિત
રનપુરી નગરી તરફ
- દુહા :
ભાવાર્થ -
ચાર જ્ઞાનના ધણી શ્રી મુનિભગવંતની પાસે ચિત્રસેન અને રત્નસાર એકચિત્તથી ઉપદેશ સાંભળી રહ્યા છે. ગુરુભગવંતે ચિત્રસેનનો પૂર્વભવ કહો. પદ્માવતીના સંબંધમાં પોતાની કથા સાંભળતા ચિત્રસેન ઉહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યો. જે જ્ઞાનના સહાયથી રાજાની પુત્રી પદ્માવતી થઈ. તે મરતી વેળાએ પુરુષદ્રષિણી થઈ. તે સંસ્કારોને લઈને આ ભવમાં પણ કટ્ટર દ્વેષી બની.
પોતાનો પદ્માવતીની સાથેનો પૂર્વભવનો સંબંધ સાંભળી ચિત્રસેન હર્ષિત થયો. વળી, ગુરુભગવંતને પૂછયું - હે ગુરુદેવ! આ રાજકુમારી પદ્માવતી સાથે મેળાપ થશે? અને જો થવાનો હોય તો કેવી રીતે થશે? કૃપા કરી જણાવો.”
મોક્ષગામી ધર્મીયુગલનો યોગ જોઈ જ્ઞાનગુરુ બોલ્યા - હે કુમાર ! તમારો પૂર્વભવનો ચિતાર બતાવતો ચિત્રપટ તૈયાર કરાવો.” તે ચિત્રપટ રાજસુતા પદ્માવતીની નજરે લઈ જવો. જે ચિત્ર જોતાં ને વિચારતાં રાજકુમારી જાતિસ્મરણ જ્ઞાન પામશે. તે જ્ઞાન થતાં પોતે પૂર્વભવ પોતાનો જોતાં જ પુરુષ ઉપરનો દ્વેષભાવ દૂર થશે. અને ચિત્રપટની કથા અનુસાર તારી તલાશ કરશે અને કરાવશે. તારી તલાશમાં તે સફળ થશે અને છેવટે તે તને પરણશે. તારી મનોકામના પૂર્ણ થશે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૯0