SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કે અભવ્ય જીવને અરિહંત પરમાત્માનો ઉપદેશ ગુણકારી થતો નથી. તેમ રૂપાળીને ઔષધનો ગુણ થતો નથી. સંસારમાં સાંભળ્યું છે કે કપટી સ્ત્રીનું ચરિત્ર પંડિતજનો પણ જાણી શકતા નથી. તો બિચારો વિરસેન તો શી રીતે જાણે? નારીના મોહ થકી મુંઝાય છે. મન ઉદાસ છે. તે જોઈ દંભી રૂપાળી વીરસેનને કહે છે - હે સ્વામીનાથ ! મારા ભાગ્ય થકી આપ મને મળી ગયા. તેથી મને ઘણો આનંદ હતો. પણ જવાના સમયે જ મને માંદગી આવી. શું કરું સ્વામી ! જે ઘણા ઉપચારો કરવા છતાં એક પણ મને કામ ન લાગ્યો. છતાં જો સારું થઈ જાય તો મને પણ ઘણી જ હોંશ છે કે સાસરે જઈ સાસુ સસરાને પગે લાગું. આશીર્વાદ મેળવું. પણ હે પ્રિયે! મારી ઈચ્છા મનની મનમાં રહી ગઈ. એમ કહી ઢોંગી, દંભી દિલવાળી રૂપાળી રુદન કરવા લાગી. સ્ત્રીચરિત્રને ન જાણતો વરસેન પત્નીના મોહમાં જ પત્નીની વાત સાચી માની લીધી. - રૂપાળી જમવાની વેળાએ ભોજન ઠંડી સૂઈ જાય. માત-પિતા-પતિ ઊઠાડે તો પણ ઊઠે નહિ. ખુદ બ્રહ્મા સ્ત્રીને પહોંચી ન શક્યા. તો બિચારા આ બધા કયાંથી પહોંચી શકે? જયમતિ વિચારે છે કે જમાઈરાજ તો જવાની વાત કરતા નથી. કયાં સુધી રહેશે? એકદા જમાઈરાજને કહે છે કે હે જમાઈરાજ ! મારી દીકરીનો રોગ કળી શકાતો નથી. આપ પણ કયાં સુધી અહીં રહેશો? આપને જવું હોય તો સુખે પધારો. મારી દીકરીની માંદગી જશે, શાતા થશે, ત્યારે હું આપને સંદેશો મોકલીશ. આપ જરૂર પધારજો અને મારી દીકરીને તેડી જજો. સસરાની વાત સાંભળી જમાઈ વીરસેન શરમિંદો થઈ ગયો. રૂપાળીનો મોહ એવો લાગ્યો છે કે તેને છોડીને જવું નથી. ને હવે છોડીને ગયા વિના ચાલે તેમ નથી. યાત્રાએ આવેલ પોતાના રસાલાને જવાની તૈયારી કરવા આજ્ઞા આપી. લગ્નવેળાએ આપેલ હાથી રથ-ઘોડા-સૈન્ય આદિ પણ તૈયાર કરાવી સૈન્ય સહિત પોતાના નગરે જવા પ્રયાણ કર્યું. પતિના વિરહમાં બે ચાર દિન રૂપાળી વધારે માંદી રહી. ને હવે જાણ્યું કે વીરસેન પતિ ઘણા દૂર દૂર ચાલ્યા ગયા છે. પાછા ફરશે નહિ. એ પ્રમાણે જાણીને હવે ધીમે ધીમે સાજી થવા લાગી. હવે તો તેના સાતે કોઠે ટાઢક હતી. પિતાએ રહેવા આપેલ આવાસમાં હવે નિર્ભય અને સ્વતંત્ર થઈ રહેવા લાગી. કોઈની પણ દરકાર વિના મનફાવે તે રીતે રહેવા લાગી. જોતજોતામાં તો તે સાજી પણ થઈ ગઈ. પિયરમાં પોતાના ઘરે દૂધ આપવા આવતા ગોવાળિયાની સાથે સ્નેહ હતો. લગ્ન પછી પણ આ હવેલીમાં તે જ ગોપાલ દૂધ આપવા આવતો હતો. પૂર્વના સ્નેહને લઈને હવે તેની ઉપર વધારે સ્નેહ વધ્યો. કાંકરા રૂપ પતિ ચાલી ગયો. માનસિક મંદવાડ પણ ચાલ્યો ગયો. પરપુરુષ ગોવાળની સાથે કામાંધ રૂપાળી કામક્રીડા કરવા લાગી. રાત દિવસ ગમે ત્યારે ગોવાળ આ હવેલીમાં આવતો જતો. મન મૂકીને તેની સાથે રમવા લાગ્યો. પિતાના ઘરે માતા ધ્યાન રાખતી હતી. આ ઘરે હવે પોતે એકલી હતી. કોણ તેને કહેનાર હતું? રંગભર રમવા લાગી. રસોડે ષટ્રસ ભોજન કરાવતી. અને તેને તે ભોજન જમાડતી. વળી પ્રાણપ્રિય જારપુરુષ ગોવાળને હે નાથ ! કહીને વળી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ४०६
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy