________________
પરદેશી કુમારની વાત સાંભળી રથકારે તરત જ કાષ્ટનો ઘોડો બનાવ્યો. આવવા જવાની કુંચી બતાવીને ઘોડા ઉપર કુમારને બેસાડી વિદાય કર્યો. એકાકી કુમાર ઘોડો લઈને આકાશમાર્ગે રવાના થયો. પંખીની જેમ આકાશમાં કાષ્ટના ઘોડાની ઉપર ઘણું ફર્યો. ગામ-નગર, વન-ઉદ્યાનમાં ફરતા કુમારને એક મહિનો થયો. ત્યારપછી ઘોડો લઈને કુમાર સુરદેવ રથકારને ત્યાં આવી ગયો. અવનવાં કૌતુક જોઈને સુરદેવને વાત કરી. લક્ષણવંત કુમારને જોઈને રથકારે વિધિયુકત વિદ્યા ઘણા ભાવથી શીખવી. વિનયયુક્ત કુમારે બે હાથ જોડી વિદ્યાને ગ્રહણ કરી. હવે કુમારે જવાની રજા માંગી. જતાં જતાં કુમારે રથકારને વચન આપ્યું. જયારે હું રાજગાદી ઉપર આવીશ, ત્યારે યાદ કરીને તને સેનાપતિ પદવી આપીશ.
ત્યાંથી કુમાર નીકળ્યો. બે વિદ્યાના જાણકાર લોહકાર અને રથકારની પ્રશંસા કરતો કુમાર ઘણો આનંદ પામ્યો.
ગામની બહાર નીકળી કુમાર ચાલવા લાગ્યો. રાત પડતાં કોઈ મોટા ઘટાદાર ઘેઘૂર વડલા હેઠે રાત રહો.
-: ઢાળ છઠ્ઠી :(કેસરવરણો, કાટ કસુંબો મહારા લાલ. એ દેશી.) સવિતા સૂતો હો કે 'વરુણ દિશાએ. મહાસ લાલ, વડતળે સૂતો હો કે, કુંવર નિશાએ; મારા લાલ; ભય નિવારણ હો કે નૃપ સુત જાગે; મ. ઉધમ કરતાં હો કે શરિદ્ર ભાંગે. મ. (૧ મધ્ય નિશાએ હો કે પંથ ચલંતા; મને બે નર આવી હો કે પાય નમંતા; હર્ષ ધરીને છે કે પાસે બેઠા; મ. મિત્ર પૂરવતા હો કે કુંવરે દીઠા. મ. રા કીયે દેશાવર હો કે હોય સીધાવ્યા; મ.
તે બોલે હો કે નૂપ સાંભળીયે. દેશાવર હો કે નહિ નીકળીએ. મ. /all
તવ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૫