________________
– દુહો :
કહો' કુણ દેશથી આવીયા, મુજ મંદિર મહારાજ; પ્રગટયાં પૂરવભવ ' કર્યા, પુણ્ય અમાાં આજ. ll૧al સુરદેવ કહે તે કહો, જે અમ સરખું કામ; વળતું કુંવર ભણે ઇશ્ય, કાશી વાણાસી ઠામ. રા વર વિજ્ઞાનકલા સુણી, આવ્યો છું તુમ પાસ; ભમી ભમરો આવી રે, પામી નલિન નિવાસ. all એ સુણી કાષ્ટ તુમ્મ ઘડી, ઉપર કુંવર ચઢાય; કુંચી બિહુ ગમતાગમી, ઇ કીધ વિલય. દેશ ફરી એક માસમાં, પંખી ઘરે આકાશ; પાછા ફરી આવી રહા, રથકાર આવાસ / કૌતક દેખી તૃપસુતે, વિનયે વિધા લીધ; સેનાપતિ પદ તુજ દીયો, એણીપટે વયન જ દીધ. કો નીકળીયો તસ ઘર થકી, પ્રમુક્તિ રાજકુમાર; નિશિ વિશ્રામ તરુતળે, દેખી વડ વિસ્તાર /ળી
૧-કમળ.
-: દુહા :
ભાવાર્થ:
સુરદેવ અને કુમાર બેઠા છે. બંને વચ્ચે મૌન છવાયું છે. છેવટે રથકાર સુરદેવે પૂછયું - હે મહારાજા ! કયા દેશથી પધારો છો? મારા આવાસે આવવાનું આપનું પ્રયોજન? મારા પૂર્વના પુણ્ય પ્રગટ થયાં જે આપને પગલાં મારે ઘેર થયાં. મારા સરખું કંઈ પણ કામ હોય તો જણાવો. '
કુમાર - હે મિત્ર! કાશી દેશમાં વાણારસી નગરી છે. ત્યાંથી આવું છું. તમારી વિજ્ઞાનકળા શ્રેષ્ઠ છે. તે સાંભળી તમારી પાસે આવ્યો છું. જેમ જગતમાં ભમતો ભમરો કમળ પાસે આવી ઠરે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૪