________________
એ વાત સકળ અમને કહો, વળી આવતાં દીઠી એક, બાળકુંવરી તાપસી, કેમ પ્રગટયો તાસ વિવેક.મો. ર૧ તવ તપસી કહે એ વાતનો, છે હોટો અતિ વિસ્તાર, ભોજન કરી સ્થિર થઇ સુણો, અમે કહેશું સકલ અધિકાર.મો. રિરી એમ કહી ગૌરવ બહુધા કરી, જલસ્તાન કરાવે સાર, ભોજન મીઠાં ફળ વળી, કલીફળ દ્વાખ રસાલ.મો. ૩ રણગો મહિષી પય પાયવી, પસ્માજી તાપસણી ત, જમતાં અવર પંખા કરે, દીપે જળ કુસુમે વાસિત.મો. ર૪ પછી બેસારી વર આસને, તપસી વીરસેન જુવાન, કહે પૂછી વાત સવે કહું, સુણજો મૂલ મૂલ વિધાન.મો. રપ ચંદ્રશેખરના રાસમાં, ખંડ ચોથો છઠ્ઠી , ઢાળ, શ્રી શુભવીર કહે હો, શ્રોતાધર મંગળ માળ. //રકો
૧ - વાટી વિનાની, ર - વૃધની સેવા.
તાપસીના આશ્રમમાં
-: ઢાળ-ક :
ભાવાર્થ -
ભૂતાટવી નામનું મોટું વન છે. તેમાં ચંદ્રકુમાર ચાલ્યો જાય છે. વનની કુદરતી શોભાને જોતો આગળ વધી રહ્યો છે. ત્યાં તેની નજરે નવું દશ્ય જોવામાં આવ્યું. વડલાની બે ડાળી વચ્ચે દોરડાનો હિંડોળો બાંધેલો જોયો. તે હિંડોળાખાટે હીંચતી નવયૌવના મદભર મહાલતી જોવામાં આવી. જોતાં જ કુમાર વિસ્મય પામ્યો. વિચારવા લાગ્યો. આ મહાભયંકર જંગલ, એમાં આ બાળા એકલી! વળી કેવી છે. અત્યંત રૂપાળી. અપ્સરાના રૂપને હરાવે તેવું બાળાનું રૂપ જોતાં જ કુમાર મોહિત થયો. આ મનમોહિનીનું મુખ જોતાં કુમારનું દિલ ત્યાં લાગ્યું. હૈયે વસી ગઈ. દેવાંગના સરખી, મુખડું તો જાણે શરદપૂનમનો ચાંદ જોઈ લ્યો. તેની બંને આંખો વિશાળ હતી. ચંપાના ફૂલ જેવી તે કોમળ છે. વળી ફૂલ જેવો શરીરનો વર્ણ છે. વળી તેના બંને હોઠ તો લાલ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૯૪