________________
ગુણાવળીને રોજ જોતાં મોહાંધ બન્યો. ગુણાવળીને નજરે જોતાં છતાં પણ અહીંથી જવાનું નામ લેતો નથી. કામથી પીડાતો શેઠ દિન પ્રતિદિન વધુને વધુ કામાસકત બનતો ગયો. ગુણાવળી સતી સ્ત્રી છે. સૌંદર્યની પૂતળી ગુણાવીળીને કાંઈજ ખબર નથી. રૂપ પાછળ ઘેલો બનેલો ધન પોતાની મેલી મુરાદ પૂરી કરવા ઉપાય શોધવા લાગ્યો. ઉપાય હાથ લાગતાં જ પોતાને ત્યાં ફૂલ આપવા આવતી માલણ ને સાધી. માલણ તે ફૂલો લઈને ગુણાવળી પાસે જવા લાગી. ધનસાર્થવાહે લજ્જા મૂકી મનની વાત માલણને કહી દીધી. તેણી તેને નજરે જોતી પણ નથી. તો પણ તે તેણીને ઈચ્છતો હતો. માલણને લાલચ પણ આપી. લાલચ થકી લલચાયેલી માલણ દૂતી બની. ગુણાવળી પાસે પહોંચી. બુદ્ધિશાળી માલણે યુકિતપુર્વક આ યોજના પાર કરવા ગુણાવળી પાસે આવીને ફુલો મૂકીને મીઠી મીઠી વાતો કરવા લાગી. તેના દુષ્ટ ભાવને ન જાણતી ગુણાવળી માલણની વાતો સાંભળતી થકી થોડા દિવસો ચાલી ગયા. ચતુર માલણે જાણ્યું કે હવે ગુણાવળીને ધનશ્રેષ્ઠીની વાત કહેવામાં વાંધો નથી. તે એક દિવસ ધનનો સંદેશો ગુણાવળીને કાને સંભળાવી દીધો. નિર્લજજ ધન જયવંતના ઘરે રહીને તેનું અનાજ ખાતો નિમકહરામ બન્યો. જવાનું તો નામ જ દેતો નથી.
હંમેશાં માલણ થકી અવનવા સંદેશા કહેવડાવતો અને ભેટ સોગાદો મોકલતો ગુણાવળીને પોતાની કરવા પાકો લુબ્ધ બન્યો. નિત્ય સમાચાર સાંભળતી ગુણાવળી એકદા વિચાર કરવા લાગી કે મારા રૂપ પાછળ પરદેશી સાર્થવાહ પાગલ બન્યો છે. પણ બિચારાને ખબર નથી કે પરિણામ શું આવશે? રોજના સંદેશા સાંભળી ગુણાવળીએ નિર્ણય કર્યો કે આને પણ પાઠ ભણાવવો પડશે. શીલના રક્ષણ માટે સતી ગુણાવળી સાવધ બની ગઈ. હવે તેની આવાસની બારીએ પોતે દેખાય નહીં તે રીતે પોતાના આવાસમાં રહેવા લાગી. ત્યારે માલણે આવીને કહ્યું - “તમે કેમ હમણાં બારી કે બારણા પાસે દેખાતા નથી ? શેઠ સંભારે છે. તો આજે મારી સાથે તેમના આવાસે ચાલો. તમારા દર્શન વિના તે મનથી તદ્ન મૂંઝાઈ ગયા છે.
ગુણાવળી વાત સાંભળી આશ્ચર્ય પામી કે રે નિર્લજ્જ! અમારા ઘરનું ખાઈને અમારું બગાડવા નીકળ્યો છે. માલણ તો ગુણાવળીના ભાવ વાંચી વળી આગળ બોલવા લાગી. શેઠાણી ! તે શેઠ તેમના ધનદોલત તમને આપી દેવા તૈયાર છે. તમે મારી સાથે ચાલો. એકવાર તો ચાલો. માલણની વાતો સાંભળી ગુણાવળી વધારે વિચારવા લાગી. “ખરેખર! આ શેઠની બુદ્ધિને ઠેકાણે લાવવી પડશે. રે! નીચ! અધમ ! કામાંધ બનેલા માણસો દિવસ રાત જોતા નથી. શાન ઠેકાણે લાવવા તેનું સઘળું ધન હરી લઉં. તેથી ફરીથી મારું નામ ન લે.
માલણ વળી આગળ કહેવા લાગી-મારી વાત માનો. તે શેઠ તો તેના દેશમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે. તમે એકવાર તો ચાલો. આજે તમે મળવા નહી આવો તો તે મરવા તૈયાર થયો છે. મેં કહ્યું કે હું તે શેઠાણીને લઈ આવીશ. તમે મરી ન જાઓ. તેથી આ બિચારા શેઠ માટે એકવાર તો તેની હવેલીએ આવો.
ગુણાવળીને પણ ઉપાય સુઝતાં માલણને કહેવા લાગી - અરે બાઈ ! શેઠને જઈને કહો કે તમે મરશો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૦