________________
કરો. અને પોતે પલંગ લઈને આકાશમાર્ગે રવાના થઈ ગયો. બાળાઓ તો એક બીજાના મોં સામે જોવા લાગી. વાંદરા રૂપે આઠેય યોગી કુમારને જતો જોઈ રહ્યાં. પણ વાંદરાની અવસ્થામાં શું કરી શકે?
વૃધ્ય ચોગી
ત્યારપછી ઉગ્ર અટવી વટાવી કુમાર આગળ ચાલ્યો. હજુ એક જોજન કુમાર ગયો, ત્યાં તો બીજું વન આવ્યું. તેમાં વૃધ્ધ યોગી ઊંચા સાદે રડતો હતો. દયાળુ કુમારે નીચે નજર કરતાં યોગીને રડતા જોયા. તરત પલંગ નીચે ઊતારી, વૃધ્ધ યોગીને પૂછવા લાગ્યા.
- હે યોગીરાજ ! શા માટે રડો છો?
યોગી - શું કરું ભાઈ ! રહું નહિ તો. હું આ વનમાં યોગ સાધના કરતો હતો. યોગ સાધનાથી મને દૈવ અધિસ્થિત આઠ વસ્તુ મળી. મારા ચેલાઓ અવિનીત નીવડ્યા. એ દુષ્ટ ચેલાઓ મારી આઠેય વસ્તુ અને વિધિપાઠનું પુસ્તક લઈને ચાલ્યા ગયા. હવે મારી પાસે કશું જ રહ્યું નથી. તેથી રડું છું ભાઈ ! હવે હું ક્યાં જવું? શું કરું? મને કંઈ જ સૂઝતું નથી. મારા પ્રાણની માફક એ વસ્તુઓ મેં સાચવી હતી.
કુમાર - હે યોગી ! આપ રડો નહિ. આ તમારી આઠેય વસ્તુઓ લ્યો. આ પ્રમાણે કહી, ભયંકર અટવીમાં બનેલી સમગ્ર વાત કહી. તે જાણી વૃધ્ધ યોગીરાજ ઘણા આનંદ પામ્યા. પોતાની બધી જ વસ્તુ પાછી મળી. તેથી કુમાર ઉપર પ્રસન્ન થયેલ યોગીએ કુમારને દંડ તથા કંથા નામની બે વસ્તુ ભેટ આપી. જે બે વસ્તુનો લાભ કહે છે કે હે પરદેશી રાજકુમાર ! આ કંથા રોજ પાંચશો દીનાર - (સોનામહોર જેવું નાણું) આપશે અને દંડ છે તે શત્રુના સૈન્યનો તથા શત્રુનો સંહાર કરશે. વસ્તુના પ્રભાવની વાત સાંભળી. છતાં કુમારે તે વસ્તુ લેવાની ના કહી. યોગીરાજે પરાણે વસ્તુ તેને આપી. પછી પુસ્તકમાંથી પાઠવિધ વિદ્યાને ગ્રહણ કરી. યોગીને વળી વંદના કરી. પછી વિમળાપુરી જવા રવાના થયો.
વિમળાપુરીના વન ઉદ્યાનમાં પલંક નીચે ઊતાર્યો. પ્રાતઃકાળ થવા આવ્યો હતો. વિદ્યાબળ થકી કુમારે આઠેય બાળાઓને શણગારી દીધી. માથે સુંદર કેશકલાપ, વ્યવસ્થિત વસ્ત્રો આભૂષણોથી સજ્જ કરી. તેમના માતપિતાને સંદેશો મોકલ્યો. આઠેયના માતપિતા વેગવાળા થઈને વનઉદ્યાનમાં લેવા આવ્યાં. કુમારે આઠ કન્યાને તેમના માતાપિતાને સોંપી દીધી.
કુમાર વિમળાપુરીની શેરીએ ફરવા નીકળ્યો છે. નગરના રાજમાર્ગો ઉપર રાજાના સેવકો ઢઢેરો લઈને ફરતા હતા. સેવકોની વાત સાંભળવા કુમાર ત્યાં થંભી ગયા. કુમારે કોઈ એક નગરજનને ત્યાં જ પૂછ્યું - આ પડહ શેનો છે?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
on