________________
વળી જો તેમાં શ્રોતાનો સમૂહ અબૂઝ હોય, અજ્ઞાન હોય, મૂરખ હોય, તો તેની આગળ વક્તાનો ઉપદેશ નિરર્થક હોય છે. જેમકે શાસ્ત્રના પાઠોના વચન સુણીને અજ્ઞાની મૂરખ ફોગટ ક્લેશ કરે છે.
કોઈ એક બ્રાહ્મણ કથાપાઠ કરતા મોટેમોટેથી બોલતા હતા. તે જોઈને એક ડોશીમા કહે, ગોર મહારાજ? તમે કેમ રડો છો? મારે એક પાડું હતું, એ આ રીતે મોટેમોટે બરાડા પાડી પાડીને બિચારું મરી ગયું તો તમારું તે રીતે નહીં થાયને?
મૂરખ માણસ કેવા હોય? તેનું વળી, એક રમુજી ઉદાહરણ આપે છે.
કચ્છની વાત છે, દેવસીભાઈ, ખીમશીભાઈ ને રાઈસીભાઈ ત્રણ જણાં પડિક્કમણું કરે. સાંજે દેવસીભાઈ બોલે, દેવસી પડિક્કમણે હાઉ? સવારે રાઈસીભાઈ બોલે, રાઈ પડિક્કમણે ડાઉ? ખીમશીભાઈ કહે તમારે નામે રોજ, તો આજે મારા નામે ઠાઉ ? પેલા બંને ના પડે છે. તો કહે હું શું કામ બાકી રહું? એટલે કહે ખીમસી કાઉ? ના પાડી. ઝગડો થયો. છેવટે પડિક્કમણું કર્યા વિના દેવસીભાઈ અને રાઈસીભાઈ ઘરે ચાલ્યા ગયા.
વળી જેમકે આંધળા આગળ દર્પણ ધરીએ તો શા કામનું, બહેરા માણસ આગળ સુંદરમાં સુંદર ગીત ગાન શા કામના? તેમ મૂર્ખ આગળ રસિક કથા કહેવા વડે કરીને શું? આ ત્રણે આગળ જુદી જુદી વાત નિરર્થક જ નીવડે છે.
રાસકર્તા કહે છે કે હે શ્રોતાજનો! તમે નિદ્રા તથા વિકથા આદિ છોડી દઈને સાંભળો. તમે જો સમજુ અને ડાહ્યા હશો તો મારી વાત સમજશો, ને શાસ્ત્રની થોડીક પણ જો જાણકારી હશે તો મારી વાત જરૂર સમજાશે. જેમકે બાણાવળી બાણ કયાં છોડવું? તે લક્ષમાં હોય તો કયારેય ભૂલ કરતો નથી. તેનું નિશાન બરાબર જ હોય છે.
ચરિત્રનાયક ચંદ્રકુમાર પદ્ધપુર નગરમાં સસરાએ આપેલા આવાસમાં બંને સુંદરીઓ સાથે રહેલા છે. રાજા સાથે રાજસભામાં, રાણીના મહેલમાં વળી કયારેક નગર બહાર ઉદ્યાનમાં ફરવા જાય છે. ભરૂચનગરના રાજા ભૃગુ પણ અહીં જ રહેલા છે.
અવસર મળતાં ભૃગુ રાજા, જમાઈરાજ શ્રી ચંદ્રકુમારને કહે છે, “હે કુમાર ! આપ તો અમને પુણ્ય થકી મળ્યા છો. આપ જ્યાં જ્યાં જશો ત્યાં પુણ્ય પ્રટથી લીલા લહેર હોય છે. પણ અમારી ભાવના છે આપ પધારો અમારા નગરમાં. અમારા નગરને પવિત્ર કરો.” ભૃગુરાજાની વાતનો કુમારે સ્વીકાર કર્યો.
મહેલમાં આવી કુમારે મૃગસુંદરીને કહ્યું, હે દેવી ! તમે અહીં પિતાને ઘરે રહો. જન્મથી જ માતાપિતાનો વિયોગ થયો હતો તે માટે હમણાં અહીં રહીને વિયોગના દુઃખ દૂર કરો. પછી સાસરીયામાં વાસ કરજો. હું પછી લેવા આવીશ. હમણાં હું ભરૂચ નગરે જાઉ છું.”
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૬૧